________________
૧૮]
અણુ નામ તે સોજાં પેન તેમના જીવતા [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૭ આવતી સોનાની અંબાડીની જેમ તદ્દન નિરર્થક જ છે, એમ નિશ્ચયપૂર્વક જાણવું. વસ્તુતઃ ઉપર કહેવામાં આવેલા પ્રચારાત્મક ગ્રંથનું વાચન, લેખન અથવા શ્રવણ, કાળનો દુર્વ્યય કરાવનારું હોઈ અંતે તો તે તદ્દન નિરર્થક જ નીવડે છે.(દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ કાયમનું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે એવું જ્ઞાન જે પ્રાપ્ત કરાવી આપે તે જ ખરી વિદ્યા કહેવાયઆ પ્રકારનું જ્ઞાન મેળવી મનુષ્ય ખરું સુખ અને અખંડ શાંતિ શી રીતે પ્રાપ્ત કરી શકે? તે દષ્ટાંત, યુક્તિ, સિદ્ધાંત અને અનુભવ સાથે આ ગ્રંથમાં સમજાવવામાં આવેલું છે.
ગ્રંથને હેતુ મનુષ્યનું સાચું ધ્યેય શું? જગતમાં દરેક મનુષ્યને કર્તવ્યને ઓથાં નીચે જે જે કાંઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે, તે પૈકી કોના કર્તવ્યને સાચું કહેવું? કેટલીક બાબતમાં મનુષ્યો અને પશુપક્ષીઓના કર્તવ્યમાં સામ્ય જણાઈ આવે છે તો કેટલીકમાં ભિન્નતા જોવામાં આવે છે. વળી કેટલીક બાબતોમાં મનુષ્ય કરે છે પશુપક્ષીઓનો વ્યવહાર નિસર્ગ (કુદરત)ના નિયમો અનુસાર થતો હોવાનું જોવામાં આવે છે અને મનુ નિસર્ગના નિયમને વિસારે મૂકીને મિથ્યા અહંકાર વડે મર્યાદા છોડી ચાલવાનો પ્રયતા કરે છે, પરંતુ તેમાં તે અંતે દુ:ખ ભોગવે છે. વળી મનુષ્યવ્યવહારમાં પણ કર્તવ્ય સમજીને જે વ્યવહાર થઈ રહેલો જોવામાં આવે છે તેમાં પણ એકવાક્યતા નથી; કેમ કે જેને કેટલાકે કર્તવ્ય સમજે છે તેને બીજાઓ અકર્તવ્ય માને છે. સુખને માટે પણ એમ જ છે. કેટલાકને મતે વ્યવહારમાં ધન, સ્ત્રી, પુત્રાદિ સુખની સાધના માનવામાં આવે છે, ત્યારે કેટલાક તેને દુઃખરૂપ સમજે છે. વળી જેઓ તેને સુખના સાધનરૂપ સમજે છે તેઓ પણ કાળદેશવશાત તેને ત્યાજ્ય સમજે છે. પૈસા અને સ્ત્રીપુત્રાદિને વ્યવહારમાં દરેક અત્યંત પ્રિય ગણે છે ખરા, પરંતુ પિતાને જ જીવ જવાનો જે કોઈ પ્રસંગ ઉભો થાય તો તે વેળાએ તે સર્વ વસ્તુઓને ત્યાગ કરે છે, તો પછી પ્રિય શું? બાળકને માતા અત્યંત પ્રિય હોય છે, પણ તે બાળક જ્યારે જુવાન થાય છે ત્યારે તેને સ્ત્રી અત્યંત પ્રિય હોય છે. આમ જે વસ્તુ આજે પ્રિય હોય તે કાલે અપ્રિય થાય છે અને જે આજે અપ્રિય હોય તે કાળે કરીને પ્રિય થાય છે. દુઃખ સુખરૂપ થાય છે અને સુખ દુઃખરૂપ હોવાનો અનુભવ મળે છે. શત્રુ મિત્ર બને છે અને મિત્ર શત્રુ બને છે. આમ વ્યવહારમાંની દરેક બાબતો કાળ, દેશ અને ક્રિયાવિશાત ઊલટાસલટી અનભવવામાં આવે છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કર્તવ્ય એટલે શું? દરેક મનુષ્ય પિતપોતાની બુદ્ધિ અનુસાર વ્યવહારમાં રોપ રહી તેને જ કર્તવ્ય સમજે છે, તો આ બધા પૈકી કોના કર્તવ્યને કર્તવ્ય કહેવું ? મનુષ્યોનું સાચું કર્તવ્ય કર્યું હશે ? અને તે શા માટે કરવું જોઈએ? તેનો ઉદ્દેશ શો ?
યાદિ બાબતે સમજવાની પ્રથમ તો ખાસ જરૂર ઉભી થાય છે. તે બેય સમજાવવાને માટે જ મહર્ષિવર્ગ તરફથી ધર્મશાસ્ત્રોની રચના થયેલી છે. આમાં પણ એવી શંકા ઉપસ્થિત થવા પામે છે કે ધર્મશાસ્ત્રો તે અનેક છે તે પૈકી સાચાં ક્યાં સમાજમાં શાસ્ત્રનું મૂળ કયું? તે ક્યાંથી ઉત્પન્ન થયાં? તેને કોણે કર્યા ? વગેરે. આ સર્વ બાબતોનું યોગ્ય રીતે નિરાકરણ જાણવાની ઇચ્છાવાળાઓ દુરાગ્રહ છોડીને સાંખ્ય (જ્ઞાન), યોગ અને ભકિત કેને કહેવાં ? કર્મયોગ, જ્ઞાનયોગ, ભકિતવેગ વગેરે મતમતાંતરેના ઝગડાઓ નિરર્થક કેમ? કોગ કોને કહેવો? તે કોણ કરી શકે? ધર્મ એટલે શું? ઇત્યાદિ બાબતો નિઃશંક રીતે સમજી શકે તથા મનુષ્ય જે પરમ ગઢ રહસ્ય જાણવાથી તદન નિઃશંક બની સાચું ધ્યેય પ્રાપ્ત કરી શકે અને જે જાણ્યા પછી બીજું કાંઈ પણું જાણવાનું રહેતું જ નથી, એવું સચ્ચિદાનંદસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનારું ગુહ્ય રહસ્ય જિજ્ઞાસુઓ સારી રીતે જાણી શકે એ જ આ ગ્રંથનો મૂળ હેતુ છે.
ગ્રંથનું પ્રયોજન અને વિષય હું, તું, આ, તે યાદિરૂપે જે જે કઈ આ બધુંય દેખાય છે તે સર્વ આત્મરૂ૫ છે કિંવા આત્મામાં કાંઈ છે જ નહિ; આ તે શ્રુતિ, મૃત્યાદિ, ધર્મશાસ્ત્ર, શાસ્ત્ર અને મહાત્માઓ પિકાર કરી કરીને કહી રહ્યા છે, તેની લોકેને કાંઈક અંશે કલ્પના આવે, વળી ચરાચરમાં પરમાત્મા શી રીતે વ્યાપેલે છે? આમોન્નતિ કેવી રીતે થઈ શકે? તેને માટે સરળ અને સાદા માર્ગો કયા? પ્રસ્તુત સમયે વત, જપ, તપાદિ કરવાને માટે લાકે
*
-
* * *
* *
-