________________
૧૦]
જસા વાનિક રિક્ષા ગારો કાના [ ઉપાસનાકાણ કિર૦ ૪ રાખવે નહિ જોઈએ, કેમ કે તે થકી કમેક્રમે આ ન્નતિરૂ૫ ઉચ્ચતર ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. બહુ બડબડ કરનારો શું કરી શકે? અર્થાત કંઈપણ કરી શકતો નથી.
સ્તુતિ અને નિદા વખતે કેવી ભાવના રાખવી? આ રીતે લોકવાસનાની મલિનતાને ધ્યાનમાં લઈને મેક્ષશાસ્ત્ર પ્રત્યે રસ્તુતિની ભાવના રાખવી એટલે કે લેક પિતાની સ્તુતિ કરે ત્યારે મનમાં એવો નિશ્ચય રાખો કે આ લેકે જે સ્તુતિ કરે છે તે દેહધારી એવા મારી નહિ; પરંતુ આત્માની કરે છે. કેમ કે કેવળ એક આમા જ સ્તુતિને લાયક છે. તથા લેકે જ્યારે પિતાની નિંદા કરે ત્યારે જીવન્મુક્ત ગેરો કે જેઓ સ્તુતિ અને નિદાને સમાન ગણે છે, તેમની ભાવના રાખવી. એટલે જ્યારે લોક નિંદા કરે ત્યારે કેટલાકે એવો વિચાર કરે છે કે મેં તો આ લોકને કશો જ અપરાધ કર્યો નથી, છતાં આ બધા લોકો મને અકારણ શા માટે નિદે છે અથવા મારા ઉપર વગર કારણે ક્રોધ કરે છે? પરંતુ એ વખતે એવો વિચાર નહિ કરે પણ એમ સમજવું કે લોકોની આ નિંદા યા ક્રોધ પિતાનું ભાવિ હિત સૂચવે છે. મારી પાસે એવો કયો ગુણ છે કે લોકે મારી નિંદા ન કરે એમ હું ઇચ્છું ! મેં એવું શું કર્યું છે કે હું લોકોની નિ દા વા ક્રોધને લાયક નથી એમ માનું અથવા તેમ નહિ કરવા તેઓને કહી શકું? ખરેખર પ્રથમ તો મારો મોટામાં મોટે એ જ અપરાધ છે કે મેં પૂર્વે દેહાધ્યાસને લીધે આ દુઃખરૂપ સંસારના બંધનમાંથી છૂટવાનો ઉપાય કર્યો નથી; જે હું દુઃખરૂપ એવા આ સંસારચક્રમાંથી મુક્ત થયો હોત તો આ લોકોને મારી નિંદા યા મારા ઉપર ક્રોધ કરવાની શી જરૂર પડત? આ મુજબ મારા મહાન અપરાધને લીધે જ આ બધા મારા પર ક્રોધ કરી રહેલા છે અને તે સકારણ હોઈ તેમાં ખરેખર મારું હિત જ સમાએલું છે. માટે હે નિંદા દેવી! તથા ક્રોધ દેવતા ! તમને મારા શતશ: પ્રણામ હો ! હું હવે પુનર્જન્મનાં બંધનોને કાપી નાખીશ તથા આ માયાવી અને દુઃખરૂપ એવા મિથ્થા સંસારચક્રમાંથી મુકત થઈશ, એ રીતના વિચાર વડે તેને બાળી નાખવા. આમ વ્યવહારમાં અત્યંત નિપુણ મનુષ્ય જેમ પારકાના દોષો પકડી પાડવામાં હંમેશાં સારી રીતે તત્પર હોય છે તેમ જે તે દક્ષતાપૂર્વક પોતાના દેને જ પકડી પાડવાને નિપુણતાથી ઉદ્યોગ કરે, તો તે આ દુ:ખરૂપ સંસારના બંધનમાંથી તતકાળ મુકત થઈ અવશ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ ! બની જાય, એ નિઃશંક છે. આ રીતે નિંદા વખતે જીવન્મુકત યોગેશ્વરની સમાનતાની ભાવના કરવી તથા કેવળ એ જ એક બેયને નજર સામે રાખી આત્મોન્નતિ સાધ્ય કરી લેવી જોઈએ. આ લોકવાસના સંબંધમાં સંક્ષેપમાં કહેવામાં આવ્યું; હવે શાસ્ત્રવાસના સંબંધે કહું છું.
કિરણાંશ ૪
શાસવાસનાના ત્રણ પ્રકારે શાસ્ત્રવાસના : શાસ્ત્રવાસના (1) પાઠવ્યસન, (૨) બહુશાસ્ત્રવ્યસન અને (૩) અનુષ્ઠાનવ્યસન એ મુજબ ત્રણ પ્રકારની છે. કેટલાકને ઘણુ પાઠ પાઠનરો જ કર્યા કરવા એવી ટેવ હોય છે. તો કેટલાકને અનેક શાસ્ત્ર શીખવા અને શીખવવાની ટેવ હોય છે. તથા કેટલાકને અનુદાન જ કર્યા કરવાં એવી ટેવ પડેલી હોય છે. તેઓ ધ્યેયને ભૂલી જઈ સાધનને જ સાધ્ય સમજી બેસે છે. એટલું જ નહિ પણ આપણે કરી રહ્યા છીએ એ સાધન હોઈ સાધ્ય તો આ કરતાં કંઈ જુદું જ છે એ વાત પણ તેઓને ગળે ઊતરી શકતી નથીઆ વાસનામાં પણ મોટા મોટા પંડિત તથા લોકપ્રસિદ્ધ પુરુષો ફસાયેલા જોવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આ સંબંધમાં કેટલાંક ઉદાહરણ મળી આવે છે.
ભરદ્વાજનું પાઠવ્યસન ભરદ્વાજે ત્રણસો વર્ષો સુધી અનેક વેદેનું અધ્યયન જ કર્યા કર્યું હતું. ત્યારબાદ જ્યારે તેના આયુષ્યને -બવધિ સંપૂર્ણ થવા આવ્યો ત્યારે ઇન્દ્ર તેને બીજાં સો વર્ષનું આયુષ્ય આપવાની લાલચ આપી, પોતાને સો