________________
ગીતાદેહન]
(દયાદિપે જે ભાસે છે ત) તું નથી પણ તું અનિર્વચનીય એવું તે (બ્રહ્મ) છે. [ ૭
છે, તેમ શુભ વાસનાઓ પણ ઘણું પ્રકારની છે, તે એકલો એક મનુષ્ય આ બધી વાસનાઓને એટલે કે અનેક મલિન વાસનાઓને તેની વિરોધી શુભ વાસનાઓના અભ્યાસ વડે શી રીતે અને કયારે હટાવી શકે? તે આખો જન્મારો આ અભ્યાસમાં ને અભ્યાસમાં જ વિતાવે તે પણ એ બનવું શક્ય લાગતું નથી, આથી તે દૂર કરવાને માટે અભ્યાસાદિ વડે પ્રયત્ન કરવો એ તદ્દન નિરર્થક જ ગણાશે, એવી શંકા થવા સંભવ છે; પરંતુ આ શંકા વિચારને અંતે તદ્દન નિરર્થક જ નીવડશે. કેમકે જેમ આયુર્વેદ શાસ્ત્રમાં અનેક રોગો ઉપર જુદાં જુદાં અનેક ઔષધના પ્રયોગો બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં બનાવેલા બધા રોગો કાંઈ એકલા એક જ મનુષ્યના શરીરમાં હોતા નથી કે જેથી તમામ ઔધોને એકને માટે જ ઉપયોગ થઈ શકે; પરંતુ જેને જે રોગ હોય તેની ચિકિત્સા કરી તે તે રોગ ઉપર ઔષોની ઉપાય યોજના કરવામાં આવે છે, તે પ્રમાણે આ જગતમાં મલિન વાસનાઓ તો જો કે અનંત પ્રકારની છે એ વાત ખરી, છતાં પણ તે બધી કાંઈ એક જ વ્યક્તિમાં હોવી શકય નથી. જેમ રાજાને આપણું પર કેઈ યુદ્ધ માટે ચઢી આવશે તે શું કરીશું એવી ચિંતા હોય છે અને તેના નિવારણ માટે તે સૈન્યની તૈયારી રાખે છે, પરંતુ કે વેપારીને વા ખેડૂતને તે વાસના ન હોઈ શકે. ખેડૂતને રાતદિન વરસાદની ચિંતા હોય છે ત્યારે ધનાઢયોને એની ખાસ ચિંતા હોતી નથી, પગપાળા જનારને પગ દુખવાની ચિંતા હોય છે પણ વાહનવાળાને તેની ચિંતા હોતી નથી. આ રીતે જગતમાં વ્યક્તિગત દરેકને કાળ, દેશ અને ક્રિયાવશાત ભિન્ન ભિન્ન અનેક વાસનાઓ હોય છે. જેથી જેમાં જે વાસના પ્રબળ હોય તેનું તે, વિરુદ્ધની શુભ વાસનાના અભ્યાસ વડે નિવારણ કરવું પડે છે. માટે પ્રથમતઃ દરેકે પોતપોતાના ચિત્ત (મન)ની પરીક્ષા કરવી, અને પછી પોતામાં જે પ્રકારની અને જેટલી મલિન વાસનાઓને પ્રાદુર્ભાવ હોય તેને તે વિરોધી શુભ વાસનાને અભ્યાસ વડે દૂર કરવી જોઈએ.
અશુભ વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય? કેઈને પુત્ર, મિત્ર અને કલત્ર ઇત્યાદિ વિષયોની વાસના પ્રબળ હોય અને તે વાસના વડે જે પિતે પીડાતા હોય તે તે સુવિચાર અને વિવેકઠારા વિષયો ઉપર વૈરાગ્ય ઉપજાવવારૂપ અભ્યાસ થકી વિરક્ત બની જતાં જ તેની એ વાસનાનો ઉચ્છેદ થઈ શકે છે. તેમ જ વિદ્યા, ધન અને મુલાયાદિના મદરૂ૫ મલિન વાસનાઓને પણ તે વિરોધી વિવેક, વૈરાગ્યાદિ સાધનોના અભ્યાસહારા નિવૃત્ત કરી શકાય છે. કેવા પ્રકારના વિવેક વડે આ બધી મલિન વાસનાની નિવૃત્તિ થઈ મનુષ્ય અભાવથી રહિત બને છે તે સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે.
વિવેક કરવાની પદ્ધતિ વિવેકી મનુષ્યોએ હંમેશાં એવો વિચાર કરો કે જગતમાં આજે જે મોટા ગણાય છે તેઓ કરતાં પણ બીજા મોટા ગણાતા ઘણાએ તેમને માથે હોય છે, અને જેઓ આજે મહાનથી પણ મહાન ગણાય છે તેઓ ભવિષ્યમાં એકદમ નીચે ગબડી પડે છે. માટે હે ચિત્ત વા મનદેવતા ! તું તેવી મોટાઈને વિષે કેમ કરીને ભરોસો રાખી શકે? અરે જરા વિચાર કરીને જો તો જણાશે કે પૂર્વના મોટા મોટા સંપત્તિમાન ગણાતા તે રાજાઓ અને તેમના અઢળક ભંડારે કયાં ગયા ? જગત ઉતપન્ન કરનારા બ્રહ્મદેવના આજ સુધીના અનેક બ્રહ્માંડે કયાં ગયાં? તે વિચાર કર કે તને આ બધા અશાશ્વત વિષયોમાં ભરોસે કયાંથી? આજ પર્યત થયેલા કડો બ્રહ્મદેવ કયાં ચાલ્યા ગયા અને અસંખ્ય સૃષ્ટિની હારને હારો પણ ક્યાં કોડી ગઈ, તેના અવશેષે પણ શોધે મળતા નથી. મહાન ચક્રવતી ગણાતા અને ત્રિલોક ઉપર સામ્રાજ્ય ભોગવનારા મેટા મેટા સમ્રાટ પણ ધૂળમાં કયાં રગદોળાઈ ગયા તેને પણ પત્તો નથી. તે પછી હું મન! મારા અને તારા જીવિતની તો આશા જ શી રીતે રાખી શકાય ? અરે! જેના એક નિમિષ અને ઉમામાં જ અસંખ્ય જગતની હારોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય થઈ જાય છે, એવા મહાદેવાદિ જેવા મહાન સમર્થ પુરુષો પણ વિલયને પામી ગયા છે, તો પછી મારા જેવાની શી વિસાત ? તમાત મારે મિથ્યા અહંભાવ રાખવો વ્યર્થ છે