Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005854/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંદી આ Pagy દર્શન .ઝંઝાવાતી પ્રથમ પ્રવચનકાર 'વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ 'તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક 'પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવા શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ સદા BHIQidી પ્રવૃયુનો પ્રવચનકાર , વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક &ભાઈ ઝકાત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net Page #3 -------------------------------------------------------------------------- ________________ સંદા , ૨Cl૫. હર્શન - ISBN 81-87163-77-1 તૃતીય આવૃત્તિ : ગુજરાતી : વિ. સં. ૨૦૬૨૦ નકલ:-૩000 વિમોચન દિવસ : વિ.સં. ૨૦૧૨ આસો સુદ ૯, રવિવાર, તા. ૧-૧૦-૨૦૦૬ વિમોચન સ્થળ : શ્રીપાલનગર, મુંબઈ અને સ્મૃતિમંદિર, સાબરમતી, અમદાવાદ. મુદ્રણ ખર્ચ : સેટ (ભાગ ૧થી ૩) ના રૂપિયા ૨૭૫/ ભાગ પહેલો: પ્રવચન ૧ થી ૪૦, ભાગ બીજો : પ્રવચન ૪૧ થી ૮૦, ભાગ ત્રીજો : પ્રવચન ૮૧ થી ૧૧૮, . | કુલ પ્રવચનો : ૧૧૮ પૃષ્ઠ - ૧૮૬ પૃષ્ઠ - ૧૩૪ પૃષ્ઠ – ૨૩ કુલ પૃષ્ઠ – ૧૮૪૩ પ્રાપ્તિસ્થાન સૂત્માથી પ્રકાશિત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net • મુંબઈ • • સુરત • જયંતકુમાર શાંતિલાલ મહેતા નવીનભાઈ ટી. વોહરા Mo. : 9820081532 Mo. : 9824101180 હિમાંશુભાઈ પ્રવિણચંદ રાજા Mo. : 9820044882 ધનેશકુમાર મોહનલાલ સંઘવી Mo. : 9825100296 Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ સંઘ માહારા = = = = — — — — — — — — — — — — — — — — — — — संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदियो एसो । तित्थयरेहि वि णियमा पणमिज्जइ देसणारंभे ।। સંઘ મહાનુભાવ છે, દેવેન્દ્ર અને નરેન્દ્રોથી એ વંદાયેલો છે. તીર્થકરો દ્વારા પણ દેશનાના પ્રારંભે એને નક્કી પ્રણામ કરાય છે. - ચેઈયવંદણમહાભાસ જી શ્રી જિનેશ્વટ ભરવાને સ્થલો થતdધ શ્રી સંઘ... ૧ નગરની જેમ સુરક્ષિત છે. ૨ ચક્રની જેમ સુસ્થિત અને ઉન્માર્ગને કાપનારો છે. આ ૩ રથની જેમ મુક્તિ માર્ગ પર પ્રયાણ કરાવનારો છે. વીડિયો પદ્મની જેમ વિષય-કષાય-પંકથી અલિપ્ત છે. ૫ ચંદ્રની જેમ શીતળ અને સૌમ્ય છે. ક સૂર્યની જેમ પ્રકાશકર અને પ્રતાપી છે. ૭ સમુદ્રની જેમ વિશાળ અને ગંભીર છે. ૮ મેરુપર્વતની જેમ સુસ્થિર અને તેજસ્વી છે. ) શ્રીસંઘ તરીકે આવણું કર્તવ્ય. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર વિભાગમાં વહેંચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્યું પ્રભુની આજ્ઞા ખાતર અને જે છોડવું પડે તે બધું જ છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે જોવાની ફરજ આપણી પોતાની જ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ *16 પ્રકાશકીય સંઘસન્માર્ગદર્શક, જૈનશાસનશિ૨તાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાના રહસ્યોને સાવ સરળ છતાંય સંપૂર્ણ શાસ્ત્ર સાપેક્ષ શૈલીમાં ૨જુ ક૨તાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરી મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છતા હજારો ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા માટે અમોએ તેઓશ્રીજીના પુણ્ય નામને સાંકળી ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા'નું ગૂંથણ પ્રારંભ્યું હતું. પ્રથમ પાંચ વર્ષમાં વિવિધ વિષયક પ્રવચનોથી યુક્ત ૧૦૮ પુસ્તિકાનું પ્રકાશન સંપન્ન કર્યા બાદ એ જ શ્રેણીમાં અન્ય અનેક દળદાર પુસ્તકો તૈયાર કરી પ્રકાશિત કરાયાં છે. આચારાંગ સૂત્ર - ધૂતાધ્યયનના પ્રારંભિક સાત ભાગોનું એક સાથે થયેલ પ્રકાશન પણ એનું જ એક યશસ્વી પાસું છે. ''3'' ' ' ' ' ' હવે એ જ શ્રેણીમાં સોનેરી પૃષ્ઠ ઉમેરવારૂપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ ૧-૨૩ નો સેટ નવતર રીતે છાપી પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે. આ ત્રણે ભાગમાં પ્રકાશિત થતાં ૧૧૮ પ્રવચનોનું સંપાદન પ્રવચનકાર પૂજ્યપાદ તપાગચ્છાધિરાજશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીમના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. Lic - એ જ પ્રવચનો વર્તમાનકાલીન જરૂ૨ને ધ્યાનમાં લઈ ત્રણ ભાગરૂપે આ સાથે પુનઃ પ્રકાશિત કરાઈ રહ્યાં છે. સૌ કોઈ આ પ્રવચનોનાં વાચન-શ્રવણાદિ દ્વારા ભવજલતારણહાર શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ જાણી, એને સત્યાર્થમાં આરાધી સર્વ કર્મનો ક્ષય ક૨વા સાથે શાશ્વત શિવપદને પ્રાપ્ત કરનારા બને એ જ અભિલાષા. - સન્માર્થ પ્રકાશન ૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ શર્દિક રાતમાકની . સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સંઘ સ્વરૂપ દર્શન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર પ૦૦ નકલ. • અ.સૌ. ભારતીબેન મોહનભાઈ સંઘવીના વર્ષીતપની અનુમોદનાર્થે ભેરુ તારક તીર્થધામવાલા શ્રી ભેરમલજી હુકમાજી સંઘવી પરિવાર -માલગામ શ્રી માણેકલાલ મોહોલાલ ઝવેરી પરિવાર હ. હેમેન્દ્રભાઈ ઝવેરી મુંબઈ - ૧૦૦ નકલ, શ્રી કકલચંદ હીરાચંદ અજબાણી – ધાનેરા © શ્રી હિંમતલાલ શિવલાલ ટોપીવાલી - બોટાદ શ્રી. વીરચંદ પૂનમચંદ શાહ – બાપલા • શ્રી શાંતિલાલ ગમનાજી બાલાજી રાંકા – ભંડાર ૯ શ્રી રમણલાલ વાડીલાલ – આનંદ મંગલ ૦ અ.સૌ. સુભદ્રાબેન કાંતિલાલ અમરતલાલ - વહેલાલ • શ્રી બાબુભાઈ લક્ષ્મીચંદ મહેતા પરિવાર - દાંતરાઈ • શ્રી મહેન્દ્રભાઈ ચીમનલાલ પરીખ -મુંબઈ • શ્રી પૂરણભાઈ સ્વરૂપચંદ શ્રોફ –મુંબઈ શ્રીમતી ચંપાબેન જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી -ધાનેરા હરિબાઈ મૂળચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ -મુંબઈ હ. હરસુખભાઈ મહેતા અ.સૌ. વંદનાબેન શેખરભાઈ શાહ -મુંબઈ શ્રી બાબુલાલ મંગળજી શાહ પરિવાર –ઉંબરી શ્રીમતી કલાબેન કાંતિલાલ શાહ –જેતાવાડા શ્રી કેસરીચંદ મોતીચંદ -દમણ (પાછળ) Page #9 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક રાત્મીકળી સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સંઘ સ્વરૂપ દર્શન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર પ૦ નકલ શ્રી હસમુખભાઈ મોહનલાલ સાબુગોળા –અમદાવાદ • શ્રી સનાભાઈ ચંદુલાલ દલાલ –અમદાવાદ શ્રી અશોકભાઈ મોહનલાલ -મુલુંડ-મુંબઈ ૦ શ્રી જયંતિલાલ આત્મારામ શાહ –અમદાવાદ • ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા ધાનેરા સ્વ. પાવલબેન મણિલાલ નિહાલચંદ શાહ -પાલનપુર • શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ –પિલુચા પૂ.સા.શ્રી જિનાજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે શ્રી પાનાચંદ નાનુભાઈ ઝવેરી-મુંબઈ પૂ.સા.શ્રી ચિત્તપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે અ.સૌ. મીનાક્ષીબેન અનિલભાઈ ઝવેરી-મુંબઈ 3પ નકલ શ્રી કાંતિલાલ શિવલાલ ઝવેરી – મણિનગર • શ્રી મોહનલાલ ભભૂતમલ શાહ – વિસલપુર (મણિનગર) રૂા. ૧૧૦૦૦/શ્રી રીખવચંદ મોહનલાલ હ. ભરતભાઈ –સર્વોદયનગર –મુંબઈ - શ્રી પાવલબેન મણિલાલ શાહ હ. રેખાબેન સુરેશભાઈ -પાલનપુર " આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. #ભાઈ પ્રકા૨/૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ Tળો તિરસ નમો તિર્થીક્સ - પદ દ્વારા જગદુદ્ધારક, ત્રિલોકવંદ્ય, જગદગુરુ અરિહંતો પણ જેને નમસ્કાર કરે છે, તે શ્રીસંઘ કેવો મહાન, મહનીય, સ્તવનીય, સ્પૃહણીય, આદરણીય હોય તે સમજાય તેવી વાત છે. આજ સુધીમાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક ગ્રંથોમાં શ્રીસંઘની અન્વય/વ્યતિરેકથી અનેક પ્રકારે સ્તવનાઓ કરી છે. આ એ જ પરંપરાને અનુસરીને જૈન શાસનના . મહાન જ્યોતિર્ધર, દીર્ઘદર્શી, અમૂઢલક્ષી, સકળ સંઘ તાત્ત્વિક હિતચિંતક, પરમારાથ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “રામવિજયજી” તરીકેના પર્યાયમાં મુખ્યપણે શ્રી નંદીસૂત્ર અને અંતે શ્રી સંબોધ પ્રકરણનું અવલંબન લઈને વર્તમાન કાળના સંદર્ભમાં શ્રીસંઘના સ્વરૂપ અને કર્તવ્યનું યથાર્થ દર્શન કરાવી “માTIનુત્તો સંયો”ના શરણે રહીને ‘સેસો પુ સિંધામો'થી દૂર રહેવાનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. - વિ.સં. ૨૦૩૯ની આસપાસ જ્યારે એ પ્રવચનોના સંપાદનની જવાબદારી મારા શીરે આવી, ત્યારે તો એક જ મન:કામના હતી કે, ૧૧૮ પ્રવચનો સુધી લંબાતી આ પ્રવચન શ્રેણીનું સદ્ય સંપાદન કરી પૂજ્યશ્રીના કરકમળમાં તેને સમર્પિત કરી શકીશ. પરંતુ ભવિતવ્યતાને કાંઈક જુદું જ મંજુર હશે. જેથી પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં માત્ર ચાર ભાગમાં ૯૭ સુધીનાં પ્રવચનો તૈયાર થઈ શક્યાં. અને ચાર ભાગરૂપે છપાઈ બહાર પડ્યાં. પૂજ્યશ્રીની વિદાયને બે વર્ષ જેવો કાળ વીત્યા પછી પણ તે પ્રવચન માળાને Page #11 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૬૨ ભાદરવા વદ ૧૪ તા. ૨૧-૯-૨૦૦૬, ગુરુવાર પૂ. બાપજી મહારાજાની આ સ્વર્ગતિથિ સ્મૃતિમંદિર, સાબરમતી. પાંચમા ભાગ તરીકે સંપાદિત કરીને પૂર્ણ કરી શક્યો, તેને મારા જીવનની એક આનંદની ક્ષણ ગણું છું. જો કે પાંચેય ભાગના બધાં જ પ્રવચનોની પ્રેસ -કોપી પૂજ્યપાદશ્રીજીની ગીતાર્થ નજ૨ હેઠળથી પસાર થઈ હતી, એ જેવું તેવું સૌભાગ્ય નથી. એ પાંચે ભાગમાં સમાયેલાં ૧૧૮ પ્રવચનો સંપૂર્ણપણે આવી જાય એ રીતે ત્રણ ભાગ વાળી આ તૃતીય આવૃત્તિનું સંપાદન કર્યું છે. બે ભાગરૂપે પહેલી આવૃત્તિમાં ૪૦ જેટલાં પ્રવચનો વીરશાસન કાર્યાલય તરફથી પ્રકાશિત થયાં હતાં. તો પાંચ ભાગરૂપે બીજી આવૃત્તિમાં ૧૧૮ જેટલાં પ્રવચનો શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં હતાં. તે ત્રીજી આવૃત્તિરૂપે હવે સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહ્યાં છે. પૂજ્યશ્રીએ આચારાંગ સૂત્રને અવલંબીને આપેલ આશરે ૨૨૦ પ્રવચનો કે જે અદ્યાવિધ અડધા ઉપરાંત અપ્રકાશિત છે, તેનું સંપાદન-સંકલન સ્વ. પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ આજ્ઞાથી ચાલુ કર્યું હતું, જે આશરે ૧૫ ભાગમાં તૈયાર થશે, એમાંથી ભાગ ૧થી ૭ પ્રકાશિત થઈ પણ ચૂક્યા છે, જ્યારે બાકીના ભાગોનું કામ ચાલી રહ્યું છે. તે તેઓશ્રીની જ કૃપાથી વિનાવિલંબે પરિપૂર્ણ થાય એમ ઇચ્છું છું. પ્રાંતે આ પ્રવચનોના સંપાદનમાં અજ્ઞાતપણે પણ શ્રી શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ સંપાદિત થયું હોય તો તેની ક્ષમાયાચના સહ પ્રસ્તુત સંપાદનથી જે કાંઈ સુકૃત પ્રાપ્ત થયું હોય, તેનાથી જગતના જીવમાત્રને શ્રીસંઘનું અંગ બનાવવાની ક્ષમતા પામી, સ્વપરનું સાચું હિત સાધી શકું એ જ એક મનઃકામના. ........ 5 વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા.નો ચરણરેણુ વિજય કીર્તિયશસૂરિ Page #12 -------------------------------------------------------------------------- ________________ dialog એ દિવસી સિદ્ધહસ્ત લેખક - પૂ. આ. શ્રી. વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઝંઝાવાતના એ દિવસો હતા ! ઝંઝાવાત જાગ્યો હતો, એ જેટલા ખેદની વાત ન હતી, એટલા સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે જૈન સંઘના સભ્યપણાનો દાવો કરતા કેટલાક જૈનોએ જ એ ઝંઝાવાત જગવ્યો હતો. જૈન સંઘના ઝાકઝમાળને ઝાંખો પાડવાની મેલી મુરાદ ધરાવતા એ ઝંઝાવાતનો ઝંડો, હાથમાં ઝાલીને ‘સુધારક જૈન'નો દાવો કરનારો વર્ગ ત્યારે કૂદાકૂદ કરી રહ્યો હતો. ચોરાશી બંદરના વાવટા તરીકેનું મહત્ત્વ ધરાવતા “મુંબઈના માથે તો એ ઝંઝાવાત વધુ જોર-શોરથી ગાજી રહ્યો હતો. એથી મુંબઈનો શ્રદ્ધાળુ-જૈન સંઘ એ ઝંઝાવાતને પડકારે એવી શક્તિ વ્યક્તિની દર્દભરી પ્રતીક્ષા કરી રહ્યો હતો. ઝંઝાવાતનો એ કાળ એટલે જ વિ.સં. ૧૯૮૫-૧૯૮૬ની સાલનો એ સમય ! આજે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાંની સાથે જ એક અનોખી વ્યક્તિ શક્તિના પ્રભાવથી પ્રભાવિત જૈનજગતનું જે દર્શન થાય છે એ દર્શનનો ત્યારે ઉગમ કાળ હતો અને એ વ્યક્તિ શક્તિ પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના નામ-કામ દ્વારા, ધીમે ધીમે સંઘ અને સમાજમાં વિશિષ્ટ સ્થાન-માન પામીને, સહુને મહત્ત્વનું ને મનનીય માર્ગદર્શન આપવાનું કાર્ય, કોઈનીય શેહ કે શરમમાં તણાયા વિના ખુમારીથી આગળ ધપાવી રહી હતી, શ્રી રામવિજયજી મહારાજના હુલામણા નામે વધાવાતી એ ખમીરી જ્યાં જ્યાં જતી, ત્યાં ત્યાં જમાનાવાદના ઝંઝાવાત સામે એ નક્કર ટક્કર લેતી અને એથી સુધારકોની ભેદીચાલ જગ-જાહેર થઈ જતી. સુધારકતાનો સ્વાંગ ધરાવતી એ કુધારકતાના કાળા પડદાને ચીરતાં ચીરતાં Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશના શ્રી રામવિજયજી મહારાજ, ૧૯૮૫ની સાલમાં જ્યારે એક પ્રચંડ પડકારના પડઘારૂપે મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે શ્રદ્ધાળુ સમાજે એ પગલાને કંકુથી વધાવ્યા તો અશ્રદ્ધાળુ સમાજે સત્યના એ સૂર્યની સામે ધૂળ ઉડાવવાની ધિઠ્ઠાઈ કરવામાં કશી કમીના ન રાખી ! સત્યના એ સૂર્યના સ્વાગતને મૂળમાંથી જ અટકાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સુધારકો, માનવતા પર પણ મેખ મારતાં ન શરમાયા. સ્વાગત કરવા સજ્જ થયેલા રાજમાર્ગો પર કાચના કણ પાથરવા જેવાં પાપીપગલાં ભરતા એ ખચકાયા નહિ. પોતાના વિરોધી માનસને મુંગી રીતે પ્રગટ કરવા એમણે કાળા-વાવટા ફરકાવ્યા, તો જિનાજ્ઞા સામેનો પોતાનો અણગમો બુલંદ-નાદે જાહે૨ ક૨વા એમણે વિરોધના નારા લલકાર્યા. પરંતુ વિરોધના આવા બધાં કાજળઘેરાં વાદળાં વચ્ચેય, સત્યનો એ સૂર્ય દિવસે દિવસે વધુને વધુ તેજસ્વી બનીને પ્રવચનનો પ્રકાશ વેરતો જ રહ્યો. એ ફેલાવાની સાથે સાથે એ પ્રકાશના પીઠબળે પોતાનો ધર્મ પંથ શોધનારાઓની સંખ્યાનું પ્રમાણ પણ વધતું જ રહ્યું. એથી સુધારકો એ સૂર્ય સામે ધૂળ ઉડાડવાના પ્રયાસોના પ્રમાણમાં પણ વધારો કરતા ગયા ! ધૂળ ઉડાડવાના ધમપછાડા કરતા એ સુધારક માનસનો પરિચય પામવા, વાપીથી મુંબઈ સુધીની વિહારના ગાળામાં બનેલા કેટલાંક પ્રસંગો ઉપર દૃષ્ટિપાત કરીશું, તો એનો એક આછો પરિચય પામી શકીશું. સુરતથી આગળ વધતું સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા, પૂ.પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિનું વિહાર વહેણ વાપી સુધી લંબાયું. એટલામાં તો સુધારકોએ એવું વિચિત્ર વાતાવરણ ઊભું કરી દીધું કે જેથી અમદાવાદ બિરાજમાન ગાંભીર્યાદિ ગુણોદધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેઘસૂરીશ્વરજી મહારાજાને ય એમ જણાયું કે પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વજી મ. આદિનું મુંબઈ તરફનું ગમન એમના તથા શાસનના હિતમાં નહિ પરિણમે ! જેથી એ મહાપુરુષે તાકીદે પાછા ફરવાની સલાહ પણ આપેલી. પણ પૂ. આચાર્યદેવ મક્કમતા દાખવીને જણાવેલું કે આપ જરાય ચિંતા ફિકર કરશો નહિ . દેવ ગુરુ ધર્મની કૃપાથી સહુ સારા વાના થઈ જશે. વિહા૨નું વહેણ અંધેરી સુધી લંબાયું, ત્યાં સુધીમાં વાતાવ૨ણે ખૂબ જ.ગંભી૨-વળાંક લીધો અને પૂજ્ય આચાર્યદેવને મુંબઈ લાવવા માટે મહેનત કરનારા સિદ્ધાંત-પ્રેમી વર્ગને પણ એમ લાગ્યું કે, આ ચાતુર્માસ મુંબઈ ન થતાં અંધેરી થાય એ જ વધુ યોગ્ય ગણાય ! પરંતુ પૂજ્ય આચાર્યદેવશ્રીએ મક્કમ રહેવાની પ્રેરણા કરીને આગળ વધવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. લાલબાગમાં થનારા પ્રવેશ-મહોત્સવના કોઈ કોઈ માર્ગને ८ Page #14 -------------------------------------------------------------------------- ________________ કાચના કણોથી ઢાંકવાનો પ્રયાસ થયો હોવા છતાં, એ પ્રવેશ મંગલમય રીતે થયો. વિરોધને મળેલી અસફળતાએ સુધારક-વર્ગને અકળાવી મૂક્યો અને લાલબાગની વ્યાખ્યાન-સભાને ધાંધલ ધમાલ કરીને ડહોળી નાંખવાનાં પગલાં એમણે ભર્યા. પણ વ્યાખ્યાનની ધારા જ્યારે ચાલુ જ રહી, ત્યારે સુધારક વર્ગે શ્રદ્ધાળુ શ્રાવકોના ગળેય પોતાની વાત ઉતારી અને એ શ્રદ્ધાળુ શ્રાવકોય પૂજ્યશ્રીને વિનંતી કરવા પહોંચી ગયા કે, ‘ગોડીજી અને લાલબાગ આ બંનેય સ્થળે વ્યાખ્યાન બંધ રહે તો કેમ ? આજે મુંબઈનું વાતાવરણ ખૂબ જ ડહોળાયેલું છે. પ્રવચનો બંધ રહેશે તો કંઈક શાંતિમય વાતાવરણ સરજાશે.” પૂ. આચાર્યદેવે શ્રી રામવિજયજી મહારાજને મળવાનું સૂચન કર્યું. સહુ એઓશ્રીની પાસે પહોંચ્યા. ઍમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ સાશ્ચર્ય કહ્યું, ‘તમે શ્રદ્ધાળુ શ્રાવક થઈને ય મારી પાસે વ્યાખ્યાન બંધ રાખવાની વિનંતી કરવા આવ્યા છો ? તમારું તો પ્રભુ શાસનના સત્યને વિસ્તારવામાં સહાયક થવાનું જ પરમ કર્તવ્ય છે. તમે એ સુધારકોની વાતમાં કેમ તણાઈ ગયા ? એ લોકો તો સનાતન સિદ્ધાંતના પ્રચારને જ અટકાવવા માંગે છે. માટે આ વાત તો કોઈ રીતે શકય બને જ નહિ !' | પૃ: આચાર્યદેવ પણ આ જ વાતને વળગી રહ્યા. એથી શ્રદ્ધાળુ શ્રાવકોએ છેલ્લી વાત કરતા કહ્યું, ‘તો પછી અમારી રક્ષણની જવાબદારી હવે પૂરી થાય છે. જો પ્રવચનો બંધ નહિ થાય ને કોઈ ગંભીર પ્રત્યાઘાત પડશે, તો અમે એ સમયે રક્ષણ નહિ કરી શકીએ.” ( શ્રી રામવિજયજી મહારાજે જવાંમર્દીભર્યો જવાબ વાળતાં જણાવ્યું કે, ‘જિનશાસન જ અમારી રક્ષા કરનારું છે. તમારા રક્ષણની આશા પર મદાર બાંધીને અમે અહીં આવ્યા નથી. માટે અમારા રક્ષણની ચિંતા તમે ન કરતા. તમે જે શાંતિ સ્થાપવાની વાતો કરો છો, એનાં કરતાં તો સ્મશાનની શાંતિ વધુ સારી છે. એમ મારે કહેવું જોઈએ. જિનશાસનનો સાધુ તો જ્યાં જાય, ત્યાં વિષય-કષાયની અશાંતિ દૂર કરીને શાંતિ સ્થાપવાનું જ કાર્ય કરતો હોય છે. કારણ કે, શાસ્ત્રની આંખે જ જોવા-જાણવા અને બોલવા-ચાલવાની એણે શરણાગતિ સ્વીકારી હોય છે. માટે તમારી આવા પ્રકારની શાંતિ સ્થાપવાની વાતો સાથે અમે સંમત થઈ શકીએ નહિ. જિનશાસનના સત્યનો પ્રકાશ પામીને, શ્રોતાઓના ઘરમાં અને ઘટમાં સત્ય-અસત્ય વચ્ચે સંગ્રામ ખેલાવો શરૂ થાય, એને અશાંતિ કહેવી, એ તો બુદ્ધિનું દેવાળું સૂચવે છે. કારણ કે, આ સંગ્રામ દ્વારા જ સત્યનો વિજય થતો હોય છે અને શાશ્વત શાંતિ સ્થપાતી હોય છે. અમે શાસ્ત્ર વિરુદ્ધ બોલતા હોઈએ તો અમારી જીભ પકડવાનો તમને શ્રાવક તરીકે સંપૂર્ણ અધિકાર છે. અમે શાસ્ત્રની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ એમાં તો તમારે સાથ-સહકાર Page #15 -------------------------------------------------------------------------- ________________ આપવો એ જ તમારો ધર્મ છે, કદાચ તમે સાથ ન આપી શકો, તો ય મૌન રહેવાની તમારી ફરજ છે એના બદલે તમે અમને અટકાવવા આવ્યા છો. એ બહુ દુ:ખની વાત ગણાય !” જેને ખોટી શેહ-શરમ નડે એ સાધુની સાધુતા સબળ ન ગણાય. પૂજ્યશ્રીના બોલમાં ઘુમરાતી બહાદૂરી, નયનોમાં નાચતી નીડરતા અને મોં પર મલકાતી મર્દાનગીની કોઈ જાદૂઈ અસર થઈ અને પ્રવચન બંધ રખાવવા આવેલા શ્રદ્ધાળુઓને પોતાની ભૂલનો તરત જ ખ્યાલ આવી ગયો. એમણે શાસન-સેવાની મશાલને વધુ સુદૃઢતાથી ઉઠાવીને ઠેર ઠેર ઘૂમવાનો નિર્ણય કર્યો ને મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના શાસનના મર્મને સમજાવતા અને જમાનાવાદની સામે કાતિલ ઘા કરતા એ પ્રવચનોનો પ્રવાહ વધુ જોરશોરથી વહી રહ્યો. આ અરસાનું મુંબઈનું વાતાવરણ જ ઝંઝાવાતથી ભરેલું હતું. મહાવીર-વિદ્યાલયની સામે શાસન રક્ષકોએ જગાવેલી વિરોધી ઝુંબેશે એ ઝંઝાવાતમાં ઠીક ઠીક જોશ પૂર્યું હતું. પૂ. પંન્યાસજી શ્રી ખાંતિવિજયજી મહારાજની ચકોર નજરે વિદ્યાલયની કેટલીક અજુગતી પ્રવૃત્તિઓને પકડી પાડી હતી અને એની સામે મહત્ત્વનું માર્ગદર્શન કરાવતા એઓ ઠેર ઠેર એ જ વાતને પોતાના પ્રવચનોમાં કહેતા હતા કે, “બુટ ચંપલો પહેરીને ધાર્મિક-પુસ્તકોનું શિક્ષણ-વાંચન કરી શકાય નહિ. મહાવીરનું પ્રભુનું નામ ધરાવતી સંસ્થા, હિંસાને વધારનારું શિક્ષણ આપી જ ન શકે.’ વિરોધના આ મુદ્દાને એઓ ખૂબ જ વિસ્તૃત કરીને સમજાવતા હતા, એથી વિદ્યાલયના પક્ષપાતી સુધારકોએ એમને ‘દેડકાચાર્ય' તરીકે નવાજ્યા હતા. | શ્રી રામવિજયજી મહારાજે પણ વિદ્યાલયના વિરોધ અંગે માર્ગદર્શન આપવું શરુ કર્યું. એથી વિરોધમાં આવેલા વેગને ખાળવા વિદ્યાલયની એ વખતની આગેવાન-ત્રિપુટી એમની સમક્ષ ઉપસ્થિત થઈ. એણે કહ્યું “આપના જેવા મુનિરાજોએ તો વિદ્યાલય જેવી ઉપકારક સંસ્થાઓનો પ્રચાર કરવો જોઈએ, એના બદલે આપ વિરોધ કેમ કરો છો ?' - પૂજ્યશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “આ મહાવીર વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારે એ જ આશય હતો કે, બહારગામથી મુંબઈ ભણવા માટે આવનાર બાળકો રાત્રિ-ભોજન ત્યાગ, અભક્ષ્ય-ભક્ષણ ત્યાગ, જિનપૂજા, નવકારશી આદિ ધર્મ-સંસ્કારોને વળગી રહીને, થોડું ઘણું ધાર્મિક શિક્ષણ પામી શકે ! બોલો, મારી આ સમજણ તો ખોટી નથી ને ?” ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાલયની આગેવાન-ત્રિપુટી બીજો શો જવાબ આપે ? ‘હા’ કહ્યા સિવાય બીજો છૂટકો ન હતો. કારણ કે ધર્મના નામે ટહેલ પાડીને આ સંસ્થાનું નિર્માણ થયું હતું. એમનો “હ” કાર સાંભળીને પૂજ્યશ્રીએ પોતાની વાત રજુ કરતાં કહ્યું કે, 'તો પછી તમે આજથી એટલું જ નક્કી કરો કે, રાત્રિ ભોજન અને અભક્ષ્ય ભોજનનો ત્યાગી વિદ્યાર્થી જ આ વિદ્યાલયમાં રહી શકશે. ધાર્મિક અભ્યાસ કરનારને જ આમાં પ્રવેશ અપાશે અને સંસ્થાનો રીપોર્ટ આધુનિક કેળવણીના ઢોલ પીટતો નહિ, પણ વિદ્યાર્થીઓના ધાર્મિક-શિક્ષણની નોંધ રજૂ કરતો પ્રગટ થશે. વિદ્યાલય જો એ આધુનિક શિક્ષણ સાથેનો એ રીતનો છેડો સંબંધ ફાડી નાંખવા તૈયાર હોય તો અમારે વિદ્યાલયનો વિરોધ કરવાની જરૂર ન રહે !” 'વિદ્યાલયની પક્ષપાતી આગેવાન-ત્રિપુટીના હૈયાની વાત, આ પ્રશ્નના જવાબમાં ખૂબ જ સૂચક રીતે બહાર આવી. એમણે કહ્યું, “સાહેબ ! અમારે બધાને બાવા નથી બનાવવા ! આવું કરવા જઈએ તો બધા વિદ્યાર્થીઓ સાધુ બની જાય !” | સુધારક-ત્રિપુટીના પેટનું પાપ પકંડાઈ જતાં પૂજ્યશ્રીએ વેધક-વાણીમાં રોકડું પરખાવ્યું ‘માટે જ અમારે વિરોધનો ઝંડો ઉઠાવવો પડ્યો છે ! તમે નામ મહાવીરનું રાખ્યું છે એને કામ મોહરાજાનું કરી રહ્યા છો. પછી જિનશાસનનો સાધુ એનો વિરોધ કર્યા વિના કેમ રહી શકે ? તમે ધાર્મિક હેતુથી, ધર્મના નામે, ધર્મી લોકો પાસેથી પૈસા ભેગા કરો અને હિંસાથી ભરપૂર શિક્ષણને વિકસાવવામાં એનો ઉપયોગ કરો એ દાનદાતાઓનો ખુલ્લો દ્રોહ નથી શું?” એ સુધારક-ત્રિપુટી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. ત્રિપુટી નિરુત્તર રહીને પોતાના પંથે ચાલતી થઈ અને વિરોધનો એ વાયરો વેગ પકડતો જ ગયો. આમ, મુંબઈના માથે એ કાળ અને એ સાલનો સમય એક ઝંઝાવાત બનીને ત્રાટકયો હતો. ઝંઝાવાતના એ દિવસોમાં, જમાનાવાદની સામે થયેલા પ્રચંડ પડકારના પડઘાનું પ્રતિબિંબ, ઝિંદાદિલીપૂર્વક ઝીલવાના સદ્ભાગ્યને વરેલા પ્રવચનોનો એ સંગ્રહ એટલે જ આ પ્રકાશન ! ( ૧૯૮૫ની સાલમાં જાગેલા ઝંઝાવાતના એ દિવસોની એક આછી પાતળી ઝલકનું ચિત્ર કંઈક આવું છે. એ ઝંઝાવાતની ઝલકનું હૂબહૂ ચિત્ર કલમના કેમેરાથી ઝડપી લેવાનું કાર્ય જો સહેલું નથી, તો એ ઝંઝાવાતને પડકારવા છૂટેલા “રામબાણ”નું ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ તાદ્દશ રેખા ચિત્ર રજૂ કરવું, એ તો જરાય સહેલું નથી. છતાં એ “રામબાણ”ના ટંકારનો થોડો ઘણો પડઘો, આ પ્રવચનો જરૂર સંભળાવી શકે એમ છે. ઝંઝાવાતના એ દિવસોની એક આછી-પાતળી ઝલકનું દર્શન કરી લીધા પછી, એ ય જાણવું અતિ-અગત્યનું છે કે, જમાનાનો એ ઝંઝાવાત, મુખ્યત્વે કયા કયા સત્યોને આકાશમાં ઉડાડી દેવા માટે જગવવામાં આવ્યો હતો. એ ઝંઝાવાત જેને ઝડપવા માટે ઘુમરાતો હતો, એ સત્યોનું નામદર્શન કંઈક આવું છે – જિનસેવા, સંઘસેવા, ધાર્મિક શિક્ષણ, દીક્ષા-ધર્મ, સાધુ-સંસ્થા, દાન-ધર્મ અને સર્વજ્ઞ-કથિત ધર્મશાસ્ત્રો ! આ બંધા સનાતન-સત્યોના સ્વરૂપને વિકૃત કરવા એ ઝંઝાવાતે જનસેવા, સમાજસેવા, આધુનિક કેળવણી, બાલદીક્ષા, શિથિલાચારી કેટલાક સાધુઓ અને દાનના પ્રવાહને સમાજોદ્ધારના ક્ષેત્ર તરફ વાળવાની વાતોનો વંટોળીયો જગવ્યો હતો. એને જડબાતોબ જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ શ્રી રામવિજય મહારાજને અદા કરવાનું હોવાથી એમની વાણીમાં જોશ અને જોમ, કઠોરતા અને કર્મઠતા તેમજ જવાંમર્દી અને જુસ્સા જેવા તત્ત્વોનું દર્શન, આ પ્રવચનોના માધ્યમે થાય, એ સહજ છે અને વાણીમાં આવી વેધકતાનો વાસ હોવાથી જ એનું ધાર્યું પરિણામ જોવા સાંભળવા મુંબઈ બડભાગી બની શક્યું હતું. જે લોકોએ વિરોધ કરવા ખાતર જ વિરોધ કર્યો હતો, એવા વિરોધને તો બોધની દિશા ચીંધવાનું કોનામાં સામર્થ્ય હોય ! ઊંઘવાનો ડોળ કરીને સૂતેલાને સાદ દઈ-દઈને જગાડવામાં કોઈ હજી સફળ નીવડે, પણ આવા વિરોધીઓને બોધ તરફ કોઈ ન વાળી શકે ! પરંતુ જેમના વિરોધમાં અણસમજણનો અંશ ભળ્યો હતો, જે વિરોધ જિજ્ઞાસાને કચડી નાંખે એવો ન હતો, એવા વિરોધી વર્ગ પર તો એ વાણીની વેધકતા જાદુની જેમ અસર કરી ગઈ અને એથી એવા વિરોધીઓ પણ ઝંઝાવાતના ઝંડાને ફગાવી દઈ-દઈને સત્યની છાવણીમાં સામેલ થવા માંડ્યા. ઝંઝાવાતના એ દિવસોમાં જે વ્યક્તિ-શક્તિ એક મહાસાગરના ઉદ્ગમ-ધામ રૂપે વહેતી થઈ હતી, છતાં જેની ઊંડાઈને માપવા, જેની ઊંચાઈને ઓળંગી જવા અને જેની પહોળાઈને પાર કરી જવા કોઈ શક્તિશાળી ન હતું, એ વ્યક્તિ-શક્તિએ મહાસાગરની અપરિમેય અગાધતા ને અનુલ્લંધ્ય વિરાટતાના પ્રભાવથી સંપૂર્ણ જૈન જગત પર એક “યુગ-પુરુષ” તરીકે છવાઈ જઈને ઉપકારની અવિરત ધારા વહાવતી પોતાની સંયમ-યાત્રાને આગળને આગળ ધપાવી. એ સંયમ-યાત્રાને આઠ-આઠ દાયકા પૂર્ણ કર્યા હતા; છતાં જેમની ખમીરી-ખુમારી ખૂટી ન હતી, જેમની વાણીમાં વર્ષોથી ચૂંટાતાં સત્યો બદલાયાં ન હતાં, જેમની વિચારધારાને કોઈ મીનમેખ ફેરવી ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ = = = = = = = = = = = = = : શકયું ન હતું. બાદશાહી-બહુમાનમાંય કમળની જેમ નિર્લેપ રહેવાની જેમની નિસ્પૃહતાને ગર્વનો પડછાયો અડી-અભડાવી પણ નથી શક્યો અને એ જ જોમ, એ જ જુસ્સો, એ જ વફાદારી અને એ જ શાસ્ત્રીય વિચાર-ધારાના પૂરા પક્ષકાર રહીને જેઓ જમાનાવાદનાં ઝંઝાવાત વચ્ચે એક અનસા-દીવાદાંડીના જીવન-કવન-વચનના ત્રિભેટા રૂપે અંધકાર સામે જીવનના અંતિમ શ્વાસ સુધી ઝિંદાદિલીથી ઝઝૂમવામાં પાછા પડ્યા ન હતાં. એ વ્યાખ્યાન વાચસ્પતિ સમર્થ શાસન-પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું લગભગ સાડા નવ દાયકાની દીર્ઘતા ધરાવતું તેજસ્વી-તપસ્વી-યશસ્વી જીવન-કથન આપણી વર્તમાન-પેઢીના જૈન સંઘની એક પુણ્યાઈનું જ પ્રતીક છે – એમ નિઃશંક કહી શકાય. યુગે યુગે જ નહિ, આજે તો પળ-પળે જીવનની સફળતાના માપ-દંડો બદલાતા જ રહ્યા છે. કારણ કે, જીવનની સફળતાનું રૂપ અને રૂપિયાથી, નામ અને કામથી વગ અને લાગવગથી તેમજ આના જેવી ભાતીગળ-ભૌતિકતાથી માપવાની ભ્રમણાનો ભોગ બનેલો અને બની રહેલો વર્ગ આજે કંઈ નાનો-સૂનો નથી ! આવા આ ભ્રામકયુગના ઠગારા માપદંડો વચ્ચે જીવનની સફળતાના માપક સાચા તોલ-માપ જાણી લેવા જરૂરી જ નહિ, અતિ આવશ્યક છે અને આ આવશ્યકતાની પૂર્તિ કરવાનું શ્રેય ૧જીવન સાફલ્ય દર્શન ૨- આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો અને ૩- સંઘ સ્વરૂપ દર્શન જેવા ગ્રંથોને ખરેખર મળી શકે તેમ છે. પૂરા પુણ્યના પ્રભાવે અને પુરાણા પુરુષાર્થના પ્રતાપે, મુક્તિના મંગલ દ્વાર તરીકેનો મહિમા ધરાવતું આ માનવ-જીવન મળી ગયા બાદ, આ માનવ-જીવનનું સાફલ્ય જે ત્રણ તોલ-માપથી જ માપી શકાય એમ છે : એ ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને ધર્માચરણનું મુખ્યત્વે રૂપ-સ્વરૂપ સમજાવતાં આ પ્રવચનોએ બીજી પણ અનેકાનેક ચીજોને પોતાના વેધક-પ્રકાશમાં પ્રકાશિત કરી છે. ૧૯૮૫-૮૬ની સાલમાં જાગેલા એ ઝંઝાવાતો બીજા-ત્રીજા રૂપે પ્રકાર-પ્રચારના ફેરફાર પૂર્વક હજી આજેય જૈન જગતના આકાશમાં ઘૂમરાઈ જ રહ્યા છે, એથી આજેય આ પ્રવચનોનું વાંચન-મનન એટલું જ પ્રેરક, એટલું જ માર્ગદર્શક અને એટલું જ ઉપકારક થઈ શકે એવું છે. આ જ આશાવાદ આ પ્રકાશનનું પ્રેરક-બળ છે. ઝંઝાવાતના એ દિવસોમાં થયેલા જમાનાવાદ અને અધર્મ સામે ઝંઝાવાત જગવતા પ્રવચનોને વાંચીને શ્રોતાઓ જમાનાવાદથી દૂર થઈ અધ્યાત્મવાદ તરફ વળે અને અધર્મના આક્રમણથી બચી ધર્મ સન્મુખ બને એ જ એક શુભેચ્છા ! (જીવન સાફલ્ય દર્શન ભાગ-૨માંથી નજીવા ફેરફાર સાથે સાભાર) ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ IIIIn IIIIIII IIIIIIII IIIII ય ? समणा समणीओ य, सावया साविया तहा । एसो चउब्विहो संघो, विग्घसंघविघायणो ।। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારનો સંઘ વિપ્નોના સમુદાયનો નાશ કરનાર છે. - પૂ. આ. શ્રી. પ્રભાનંદ સૂ.મ.સા. હિતોપદેશમાં गुणसमुदाओ संघो, पवयण तित्थं ति होंति एगट्ठा । तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ।। ગુણોનો સમુદાય સંઘ કહેવાય, પ્રવચન, તીર્થ વગેરે પણ સંઘના જ અર્થો છે. તીર્થંકર પણ સંઘને બહુમાનપૂર્વક નમે છે. -િ પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ. મ.સા. પ્રતિષ્ઠાવિધિ પંચાશકમાં चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिउ पि व पत्तो, चउब्विहत्तं जयइ संघो ।। ચાર ગતિરૂપ ગર્તા (ખાડા)માં પડેલ સર્વ ભવ્ય લોકોના સમૂહને એક સાથે જ બહાર કાઢી લેવા માટે જ જાણે ચાર રૂપ ધારણ કર્યા છે તે સંઘ જય પામે છે. - પૂ.આ.શ્રી. પ્રભાનંદ સ્.મ.સા હિતોપદેશમાં जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए । सो होइ वंदणिज्जो, देवाण वि वइरसामि व्व ।। મહાન સંઘને વિષે જે આત્મા પોતાની શક્તિ અનુસાર પ્રભાવના કરે છે, તે વજસ્વામીની જેમ દેવોને માટે પણ વંદનીય બની જાય છે.. - પૂ. શ્રી શાંતિ સૂ. મ.સા. ચૈત્યવંદન મહાભાષ્યમાં सत्तीए संघपूआ, विसेसपूआ उ बहु-गुणा एसा । जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ।। શક્તિ મુજબ સંઘપૂજા કરવી. સંઘની આ વિશિષ્ટપૂજા તો ઘણી ગુણકારી છે. કારણ કે, સૂત્રમાં કહ્યું છે કે તીર્થંકર પછી સંઘ છે. - પૂર્વાચાર્ય મહર્ષિ સ્તવપરિજ્ઞામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ સંહા ૨CTO વર્તમાન - જૈન સંઘના એટલે જ આપણા સહુના આચાર-વિચાર અને ઉરચારના કથળેલા અને કથળતા 0 સ્તરને કાન કા નહીં; પણ કરી છે મારા ( ) ઉપર ઉઠાવવા 15 કાડાઝાન ઈ અને જ્વલંત બનાવવા ન —માટે સંઘ સ્વરૂપ દર્શનનાં- ઝંઝાવાતી પ્રવચનો | વાંચવા જ રહ્યાં, પરિવારને સ્વજનોને મિત્રોને પણ વંચાવવા જ રહ્યાં, કલ્યાણની કેડી પર બિનદાસ્ત ગતિશીલ | થવા માટે આ પ્રવચનો પ્રેરક બાળવાનું કામ કરી રહી કર્તવ્ય અદા કરશે. (0) ૧૫ છે Page #21 -------------------------------------------------------------------------- ________________ સદા &ણ =ી ..... પ્રાયT #H ET પ્ર.નં. વિષય. | પૃ.નં. પ્ર.નં. વિષય પૃ.નં. ૧ (81) : ગુરુઓને પણ ઓળખો ! ૧૧૮૯ ૨૨ (102) : ભાવના અને-પ્રવૃત્તિના ભેદને ૨ (82) : મળશે બધું પણ માગશો શું? ૧૨૦૩ | પિછાણો ૧૫૧૭ ૩ (83) : એવાઓથી સાવધાન રહેજો ! ૧૨૧૯ ૨૩ (103) : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ ૧૫૩૪ ૪ (84) : જૈન શાસનમાં નિયમનું મહત્વ ૧૨૩૪ ૨૪ (104) : શાસનના ચરણે સર્વસ્વનું ૫ (85) : બંધન મુક્તિનો માર્ગ, નિયમ ૧૨૪૭ સમર્પણ કરો ૧૫૪૯ (86) : એવા ફેરફાર કરનારા ! ૨૫ (105): દયાની ઓળખ ૧૫૬૪ - સંઘ નથી ક ૧૨૩૪ | ૨૬ (106) : દ્રવ્યદયા... ભાવદયા... ૭ (87) : જૈન જીવનનું મહત્વ આ નિર્ધામણા તથા ઉદારતા ૧૫૭૯ અને કર્તવ્ય ૧૨૮૩ ૨૭ (107) : સંસાર એક કતલખાનું - ૧૫૯૭ ૮ (88) : નિયમ નાનો પ્રભાવ મોટો ૧૨૯૭ ૨૮ (108) : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ ૧૬૧૩ ૯ (89) : શું સટ્ટો, જુગાર નથી? ૧૩૧૫ | ૨૯ (109) : મુનિની મર્દાનગી અને ૧૦ (90) : નિયમ લેતાં પહેલાં અને પછી ૧૩૨૮ | - મોહની પક્કડ ૧૯૩૦ ૧૧ (91) : પરમાત્માની ! ૩૦ (110) : જૈનશાસનની કથાઓ... ભાવદયાનો ધોધ વૈરાગ્યરસ અને વર્તમાન સમય૧૯૪૫ ૧૨ (92) : સર્વજ્ઞશાસનનો સમયધર્મ | ૩૧ (141) : મુનિ સિંહોની ત્રાડ... ઓળખો! ૧૩૦૦ શાસનવિરોધીઓને પડકાર ૧૯૬૪ ૧૩ (93) : ધર્મયુદ્ધ અને તેના : ૩૨ (112) : શ્રી સંઘમેરૂની ગુફા એટલે નીતિ નિયમો ૧૩૭૬ ! વ્યાખ્યાનશાળા. ૧૯૭૯ ૧૪ (94) : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો! ૧૩૯૫ ૩૩ (113) : શ્રીસંઘ ને મેરૂની પૂર્ણ થતી ૧૫ (95) : શાસ્ત્રવચનની શ્રદ્ધા ૧૪૧૫ સરખામણી... ૧૯૯૫ ૧૭ (96) : ઉદ્યમ તો એક માત્ર | ૩૪ (114) : સંઘની ઓળખ, સૂરિપુરંદર મોક્ષ માટે જ ૧૪૩૪ | શ્રી હરિભદ્રસું. મ.ના શબ્દોમાં ૧૭૦૯ ૧૭ (97) : પુરુષાર્થ અને પુણ્યની { ૩પ (115) : આત્માના સ્વભાવ-વિભાવની પ્રધાનતા ક્યાં ? ૧૪૪૧ ! સાચી ઓળખ ૧૭૨૪ ૧૮ (98) : અર્થકામ માટે પુણ્ય: મા | ૩૬ (116) : આજ્ઞાપ્રેમ અને શાસનની મોક્ષ માટે પુરુષાર્થ ૧૪પ૭ | વફાદારી... ૧૭૪૦ ૧૯ (99) : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો : ૩૭ (117) : જૈનાચાર્યોનું કર્તવ્ય અને મોરચો ૧૪૭૫ જૈનશાસનની મર્યાદા ૧૭૫ ૨૦ (100) : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન ૧૪૮૯ ૩૮ (11) : તીર્થકરોને પૂજ્ય, ૨૧ (101) : સંતોષી નર સદા સુખી ૧૫૦૫ ! આજ્ઞાયુક્ત સંઘ ૧૭૭૬ ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ : ગુરુઓને પણ ઓળખો વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૭, ફાગણ સુદ-૫, બુધવાર, તા. ૫-૩-૧૯૩૦ ♦ મનને સુંદર બનાવવા નિયમોની અનિવાર્યતા : ♦ શ્રી જિનેશ્વરો પણ નિયમના નિયંત્રણને સ્વીકારે છે : ♦ ઇન્દ્રિયો તથા મનને કાબૂમાં રાખે, તે જ સાચો બળવાન : ♦ કેવળજ્ઞાન અને શરીરબળને સંબંધ કેટલો ? ૭ ભૌતિક પદાર્થો હોય તેનો લાભ લેવાય પણ એથી એને ઉપાદેય ન મનાય : ♦ એવા શ્રીમંતો તો હકીકતમાં કંગાળ છે : શ્રીમંતો : પૂર્વના અને આજના : ♦ પાપી સુખી દેખાય, પણ વધુ દુ:ખી થવા માટે : • શાંતિ એ કુગુરુઓનું અમોઘ શસ્ત્ર છે : 81 મનને સુંદર બનાવવા નિયમોની અનિવાર્યતા : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂનું વર્ણન કરતાં શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠ તથા ઉત્તરગુણરૂપ રત્નોથી મંડિત મૂળગુણરૂપ સુવર્ણમય મેખલાનું સ્વરૂપ બતાવી ગયા અને હવે ચિત્રકૂટનું વર્ણન કરે છે. મેરૂપર્વતને સોનાના પીઠતલ પર ઊંચા, ઉજ્જ્વલ અને કાંતિમાન શિખરો હોય છે, તેવી ૨ીતે શ્રી સંઘમેરૂ ૫૨ ઊંચા પ્રકારની નિયમરૂપી સુવર્ણમય શીલા ઉપર ચિત્તરૂપી સુંદર, ઉજ્વલ અને ઝળહળતાં શિખરો જોઈએ. શ્રી સંઘરૂપી મેરૂમાં સુવર્ણમય શિલાને ઠેકાણે નિયમો છે. જેનાથી પાંચે ઇંદ્રિયો તથા નોઇંદ્રિય (મન), એ છનું દમન (નિયમન) થાય તે નિયમ. આવા નિયમ ઉપર ઉત્તમ ચિત્તરૂપી શિખરો શોભે છે. ઇંદ્રિયો તથા મનના દમન વિના આત્માનો ઉદ્ધાર નથી. ઇંદ્રિયોના વિષયોમાં રાચતા માચતા અને મનથી સારીયે દુનિયામાં ૨ખડતા આત્માઓ પરિણામની શુદ્ધ ધારા લાવે ક્યાંથી ? પરિણામની શુદ્ધ ધારા વિના સંઘત્વ શોભે કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનારાઓ નિયમથી દૂર ભાગે કે નિયમની સન્મુખ જાય ? એ તો નિયમ માટે આતુર હોય, સંઘમાં રહેલા ‘આ ન બને’ એવું બોલનારા ન હોય પણ ‘આં ન કેમ બને ?’ એવી ભાવનાવાળા હોય. નિયમની વાત આજે બહુ ભારે લાગે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1190 જો કે આ તો હજી ઉપદેશ છે. પણ ઉપદેશ ફળે ક્યારે ? નિયમની જરૂરિયાત સમજાય તો ને ? ઇંદ્રિયો તથા મન ગમે તેવાં હોય પણ જો એના પર અંકુશ ન હોય તો એ ૨ખડાવી મારે. - જૈનશાસન સાથે આજના જમાનાવાદીઓને મેળ નથી તેનું કારણ આ જ છે કે આ શાસન અંકુશની વાત કરે છે. એ લોકો કહે છે કે અંકુશ શા માટે ? ભગવાન મહાવીર તથા ઇંદ્રભૂતિજીના સમયમાં જ કાલસૌકરિક તથા કોણિક જેવા નરકે જનારા પણ હતા ને ? એમના કરતાં ભગવાન મહાવીરદેવની અને ઇંદ્રભૂતિજીની ઇંદ્રિયો ઓછી બળવાન ન હતી પણ એમણે એના ઉપર કાબૂ મેળવ્યો હતો. કોઈની ઇંદ્રિયો તેજ હોય તેમાં હરકત નથી. પુણ્યવાનની આંખો તેજદાર પણ હોય પરંતુ જેની આંખો તેજદાર હોય તે જુએ શું ? ગમે તે ? જોઈ શકે તેણે ફાવે તે જોવું અને ખાઈ શકે તેણે ભાવે તે ખાવું, આ વિચાર કેવા ? આવા વિચારો સંઘમાં ન હોઈ શકે. શ્રી જિનેશ્વરો પણ નિયમનાં નિયંત્રણોને સ્વીકારે છે : નિયમ ન હોય તે હજી નભે, “નિયમની જરૂર શી?” એમ કહે તે ન ચાલે. શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલો સંઘ પોલો નથી. એ સંઘમાં રહેવા માટેના બંધારણમાં જે પરીક્ષા બતાવી છે, એ પરીક્ષા નાનીસૂની નથી. એ સંઘમાં દાખલ થવામાં નાતજાતનો વાંધો નથી. જાડો-પાતળો, ઊંચો-નીચો કે લાંબો-ટૂંકો કોઈ પણ એમાં દાખલ થઈ શકે છે પણ તેણે નિયમની મહત્તાને તો સ્વીકારવી જ પડે. ઘણા કહે છે કે-“અમે પૂજા કરીએ છીએ પણ અમારે પૂજાનો નિયમ લેવો નથી.” અમે અમુક ચીજ ખાતા નથી પણ અમારે એનો નિયમ ન જોઈએ.” આનું કારણ શું ? કારણ એ કે વખતે પૂજા ન થાય તો વખતે એ જ ચીજ ખાવાનો પ્રસંગે આવે તો ? હું કહું છું કે એ “વખતે !” એવું ન થાય માટે જ નિયમની જરૂર છે. દીક્ષા લેતી વખતે પોતે હવે સાવદ્ય વ્યાપાર કરવાના નથી એવી શ્રી જિનેશ્વરદેવને તો ખાતરી જ હતી, તો પણ “નમો સિદ્ધાણં' કહીને “કરેમિ સામાયિય'નું પચ્ચખાણ ઉચ્ચરે છે ને ? કેમ ! તો કહે છે કે પચ્ચખ્ખાણ વિના ક્રિયા નથી બનતી. નિયમ વિના સાધુ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ ન બની શકાય. અનાદિની કુવાસનાને લઈને સંયોગવશ આત્મા ચલાયમાન થાય તેવો સંભવ છે માટે નિયમની જરૂર છે. જાતવાન ઘોડા પર પણ લગામ વિના સવાર ન થવાય કારણ કે અંતે તો એ જાનવર ને ? મન, વચન, કાયા, ઇંદ્રિયો એ બધા અંતે તો જડને ? ચૈતન્યના યોગે એ કામ કરતા દેખાવાથી ચેતન જેવાં લાગે છે; Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 પરંતુ મર્યા પછી આંખ કાંઈ હણાતી નથી તો પણ એ કામ કરે છે ? ન જ કરે. કેમકે એ પૌંતે તો જડ છે. એ બધાં તો સાધન છે. સાધન તરીકે ઉપયોગમાં પણ આવે છે. એકેંદ્રિય મુક્તિએ ન જઈ શકે. કેમ ? એ મૂર્તિ શી રીતે જુએ ? આગમ શી રીતે વાંચે ? કાન વિના એ સાંભળે કઈ રીતે ? પાંચે ઇંદ્રિયો અને મન મુક્તિ માટે જરૂરી છે એના વિના, મન વિના પણ મુક્તિએ ન જઈ શકાય. સંમૂચ્છિમ મનુષ્ય કે અસંજ્ઞી જીવો મુક્તિમાં જઈ શકતા નથી. મળેલી ચીજોને યોગ્ય મર્યાદામાં ગોઠવવી તે નિયમ. આજના લોકોને એ નિયમ જોઈતા નથી. આજે તો કોઈને ‘તું કઈ જ્ઞાતિનો ?' એમ પૂછીએ તે નથી ગમતું. એ કહે છે કે આ નાતજાતનાં બંધન શાં ? પરંતુ એ નાતજાતનાં બંધનથી તો માણસ મર્યાદામાં રહેતો. આજના સ્વતંત્રવાદીઓને મર્યાદા ખપતી નથી. એટલે નિયમો એમને ગમતા નથી. 1191 ૩ જૈનસંઘમાં રહેનારને નિયમો વિના ન ચાલે. નિયમો વિના પરિણામની શુદ્ધિ ન થાય. સાધન વગર સિદ્ધિ ક્યાંથી થાય ? કક્કો ભણ્યા વિના વાંચતાલખતાં ન આવડે. માટે ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે એવા નિયમો જરૂરી છે. જો એ નિયમો નહિ હોય તો ઇંદ્રિયો તથા મન આત્માને ક્યાંય ખેંચી જશે. ભાનભૂલો બનાવશે. પછી મંદિર-ઉપાશ્રય યાદ નહિ રહે, દેવદ્રવ્ય તરફ આંખ ન થાય એ નહિ સમજાય. શ્રી જિનેશ્વ૨દેવની મૂર્તિ તા૨ક નહિ લાગે. સાધુ એ ધર્મગુરુ એવું ભાન નહિ રહે. ઇંદ્રિયો અને મન ઉપર અંકુશ નહિ મૂકો, એને વહેતાં મૂકશો તો મા-બેનનો વિવેક પણ ચુકાશે, વસ્તુ માત્ર પ્રત્યેનું ભાન ભુલાશે. શ્રાવક સાત વ્યસનનો સેવક હોય ? જો ન હોય તો નિયમ છે ? ઇંદ્રિયો અને મન ક્યાં ક્યાં ભટકે છે તે નક્કી કરો તો ઝટ નિયમનું મહત્ત્વ સમજાય. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનારો ચાલે શી રીતે ? ચાલતાં ચાલતાં એની નજર જ્યાં ત્યાં ફરતી હોય ? જેને ચાલતાં, બેસતાં, ખાતાં, પીતાં ન આવડે તે જૈનસંઘમાં ગણાય ? સભા : ` ‘શરીરની મજબૂતાઈ વિના ઇંદ્રિયો અને મન કાબૂમાં આવે ?’ શરીરને બગાડનાર જ ઇંદ્રિયો તથા મન છે. એના ૫૨ કાબૂ નથી માટે તો શરીર બગડે છે. ક્ષયના દર્દીને ડૉક્ટર પણ મન કાબૂમાં રાખવાનું કહે છે. ઇંદ્રિયો છૂટી મૂકવાથી તો ક્ષય થયો. શરીર નબળું છતાં મનોબળ મજબૂત, એવા ઘણા જોયા છે. જાડા શરીરવાળાને પણ અવસરે નાસભાગ કરતા નથી જોયા ? જેમનાં મન તથા ઇંદ્રિયો દુનિયાના વિષયોમાં રક્ત છે તેઓ કદી કોઈ કામમાં ઠેઠ સુધી ઊભા Page #25 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નહિ રહેવાના. આખર સુધી તે જ ઊભા રહેશે, જેને મન તથા ઇંદ્રિયો પર કાબૂ હશે. ૪ 1192 ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખે તે જ સાચો બળવાન : લાખો સુભટો વચ્ચે રણમેદાનમાં ઝઝૂમવું સહેલું પણ સ્ત્રીના કટાક્ષો પાસે ટકવું મુશ્કેલ છે. એવા કંઈ પરાક્મીઓ પણ રૂપવતી સ્ત્રીને જોઈને પાગલ થઈ ગયા, રાજપાટ ગુમાવી તા૨ાજ થઈ ગયા, ન્યાયનીતિ ભૂલ્યા, રાજાપ્રજાનો સંબંધ ભૂલ્યા અને કર્તવ્યાકર્તવ્યનો વિચાર પણ ભૂલ્યા. એવાં બળ મળ્યાં તોયે શું અને ન મળ્યાં તોયે શું ? કેવળ કૂદાકૂદ કરવાથી બળ મળે ? અને માનો કે કદાચ મળ્યું તો પણ એથી એનું મન શદ્ધ થયું ? બળવાનને વિકાર થાય કે નહિ.? ઇંદ્રિયો અને મનનું દમન થાય ક્યારે ? દમન કરવામાં બળ કારણ નથી પણ વિષયોની વિરક્તિ કારણ છે. સ્વપરનો વિવેક જાગે તો દમન થાય. હાનિક૨ અને લાભક૨ ચીજના ભાનથી દમન થાય. માતા, બહેન અને સ્ત્રીનો વિવેક કોણ રાખશે ? કહો કે ‘સયમી.’ વિષયાંધ બનેલો તો ત્રણેને સમાન રીતે જ જોશે. જેનાં ઇંદ્રિયો તથા મન કાબૂમાં છે તે કદી પણ અનુચિત આચરણા નહિ કરે. સભા ‘નબળાને ગુસ્સો જલદી આવે છે. બળવાનને એટલો જલદી નથી આવતો, તેનું શું ?’ કયા બળવાનને નથી આવતો ! એ નક્કી’કરો. માટે તો ક્ષત્રિય શબ્દનો ગુણવાચક અર્થ કર્યો કે ‘નિર્બળને બચાવે તે ક્ષત્રિય.’ ત્યાં અલમસ્ત હોય કે કેવળ બળવાન હોય તે ક્ષત્રિય એવો અર્થ ન કર્યો. આજે તો સેંકડે પંચોતેર ટકા એવા છે કે જે નિર્બળને જ સતાવે છે. નબળાને બચાવનારા બળવાન બહુ થોડા. દુશ્મન પ્રત્યે પણ જેને ખરાબ ભાવના ન આવે એવા કેટલા ? આ શાસ્ત્ર તો ઇંદ્રિયો તથા મનને દમવાની વાત કરે છે જ્યારે આ પ્રશ્નકાર કેવળ શરીરબળને ખીલવવાની વાતને જ આગળ કરે છે. શરીર બળવાન બને અને મન ઇંદ્રિયો કાબૂમાં ન હોય તો પરિણામ શું ? સભા બળવાન શરીર ઇંદ્રિયો તથા મનને બહેકાવે ? મોટે ભાગે બહેકાવે. શ૨ી૨, ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખવાં એ જ બળનો સદુપયોગ છે. પણ એવા બળવાન કેટલા ? બહેકી ગયેલી ઇંદ્રિયો તથા મન બળવાન શરીરનું પણ સત્યાનાશ વાળે છે. પૂર્વનાબાદશાહોના ઇતિહાસ જાણો છો ને ? લલનાઓમાં લંપટ બનેલા તેઓ સ્ત્રીઓના ટોળા વચ્ચે જ પડ્યા Page #26 -------------------------------------------------------------------------- ________________ 1193 — - ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 – રહેતા. છતે બળે અને છતી સામગ્રીએ દુશ્મનો સામે એ કારણે જ હારી ગયા અને પાયમાલ થયા. પોતાના બળના યોગે તો એમણે પ્રજા પર ત્રાસ વર્તાવ્યો. લોકમાં બદનામ થયા. પ્રજા પણ ઇચ્છતી કે આ પાપી જલદી મરે તો સારું.” બળ ઘણું હતું, રણમાં દુશ્મનને હંફાવતા, ભોગ પણ ઘણા ભોગવ્યા પણ અંતે સાધ્યું શું ? દશા શી થઈ ? માટે સાચો બળવાન છે કે જે મન તથા ઇંદ્રિયોને કાબૂમાં રાખે. એ ભોગ પણ કદાપિ કરે તો પણ એ એમાં આંધળો ન બને. મોટે ભાગે અનાસક્ત હોય. કેવળજ્ઞાન અને શરીરબળને સંબંધ કેટલો? જેની ઇંદ્રિયો કાબૂમાં હોય, જેનું મન સ્થિર હોય, તેની કાયા ભલે લથડતી હોય તો પણ તેનું કેવળજ્ઞાન અટકતું નથી. કાયા અલમસ્ત હોય પરંતુ મન અને ઇંદ્રિયો રખડતાં હોય તો તેને કદી કેવળજ્ઞાન થતું નથી. ખંધકમુનિની કાયા તો લથડતી હતી ને ? તેમની એ વખતની કાયાની સ્થિતિ જોઈને તો બહેનની આંખમાં આંસુ આવે છે અને વિચારે છે કે-“ક્યાં આ મારો ભાઈ ! જે રાજકુમાર હતો તે અને અને ક્યાં તેની આ આજની દશા !” કાયા કેવી થઈ હતી ? જ્યાં પગ મૂકવા ધારે ત્યાં પગ પડતો ન હતો. લોહી માંસ વિનાનાં હાડકાં તો એવાં થયાં હતાં કે ચાલે ત્યારે ગાડાના પૈડાંની જેમ ખખડે. ભાઈની આવી કાયા જોઈને બહેનની આંખમાં તો આંસુ આવી ગયાં પણ રાણીની આંખમાં આંસુ જોઈને રાજાને તે વખતે ઊલટો જ વિચાર આવ્યો. એને લાગ્યું કે નક્ક આ રાણીનો કોઈ યાર હોવો જોઈએ. અવિચારી રાજાએ ગુસ્સાના આવેશમાં મારાઓને મુનિની જીવતી ચામડી ઉતારવા મોકલી દીધા. એ મારાઓએ મુનિની જીવતી ખાલ ઉતારી. એ ખાલ ઊતરતાં મુનિના કર્મમલ પણ સાફ થયા અને કેવળજ્ઞાન થયું. એ વખતે કાયામાં બળ હતું ? - કાલસૌકરિકની કાયા મજબૂત હતી ને ? છતાં નરકે કેમ ગયો ? ગોશાળો તથા જમાલી કાયાથી નબળા ન હતા છતાં ક્યાં ગયાં ? તમારી વાત તો એવી છે કે દાન એ ધર્મ પણ લક્ષ્મી વિના દાન ન દેવાય માટે લક્ષ્મી એ જ ધર્મી જેવી આ વાત છે તેવો તમારો પ્રશ્ન છે. લક્ષ્મી એ ધર્મ છે ? ભૌતિક પદાર્થો હોય તેનો લાભ લેવાય પણ એથી એને ઉપાદેય ન મનાય : લક્ષ્મી એ દાનનું કારણ નથી પણ લક્ષ્મી પરની મૂર્છાનો ત્યાગ એ દાનનું કારણ છે. જો લક્ષ્મીવાન બધા દાતાર હોત તો આજનો આ ભૂખમરો ન હોત. આ તો કહે છે કે-ભગવાને દાનધર્મ કહ્યો છે. દાન થાય છે લક્ષ્મીથી. માટે Page #27 -------------------------------------------------------------------------- ________________ 1194 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ લક્ષ્મી એ પણ ધર્મ, કૃતાધારે પત્ર' કે પત્રિાધા કૃતં ?” એના જેવો આ ન્યાય થયો. માટે શું ઉપાદેય અને શું હોય તે નક્કી કરો. લક્ષ્મી સાથે વિરોધ નથી. લક્ષ્મીથી ઘણા સાધી ગયા. લક્ષ્મીના નામ માત્રથી જ આપણે ભડકીએ તેવા નથી. પણ લક્ષ્મી ઉપાદેય માની મર્યા સમજવું. ભગવાનના વચન પ્રમાણે ત્યાં આપણે આખી ભીંત જ ભૂલીએ છીએ. કાયાનું બળ, લક્ષ્મીની વિપુલતા કે સામગ્રીના ઢગલા સાથે આપણને વૈમનસ્ય નથી. જે મળ્યું હોય તેનો લાભ લેવાય, તેનો સદુપયોગ કરાય પણ તે ઉપાદેય ન મનાય. એ ઉપાદેય માન્યું ત્યાં દિશા ભૂલ્યા, એમ શાસ્ત્ર ફરમાવે છે. લક્ષ્મી એ કાંઈ દાન ગુણને પેદા કરનારી કોઈ દિવ્ય શક્તિ નથી. ઉદારતાનું કારણ કાંઈ લક્ષ્મી નથી. લક્ષ્મી તો ભયંકર ચીજ છે. દાનગુણનો આધાર તો મૂચ્છના અભાવ પર છે. લક્ષ્મી અસાર લાગે તો દાનગુણ આવે. એ જ રીતે શીલનો આધાર પણ બળ પર નથી. ક્યારેક અબળા શીલ પાળે છે અને પુરુષ નથી પાળતા. સીતાજી જે શીલ પાળી શક્યાં તે રાવણ ન પાળી શક્યો. બળવાન કોણ ? તમે કહો છો તેમ કાયબળથી દૃષ્ટિએ તો રાવણ બળવાન ને ? રાવણે જે રીતે યુદ્ધ કર્યું તે રીતે સીતાજી કરવા ગયાં હોત તો ટકી શક્યાં હોત ખરાં ? માટે શરીરબળનો ઇન્કાર નથી. એ હોય તો હરકત નથી. ચરમશરીરી આત્મા બળવાન જ હોય. લઘુકર્મી આત્માઓ બળવાન જ હોય. જેની વાસનાઓ ઘટી, તે તેના યોગે ભાવિમાં બળવાન જ બનવાના. સભા: “રાવણને નિયમ હતો માટે બલાત્કાર ન કર્યો પણ બલાત્કાર કર્યો હોત તો સીતાજી શું કરત ?” -તો સીતાજી પ્રાણત્યાગ કરત. ત્યાં પ્રાણની કિંમત ન હતી, ધર્મની કિંમત હતી. ભગવાને ચારે પ્રકારનો ધર્મ કહ્યો. દાન, શીલ, તપ અને ભાવ. એ ચરે પ્રકારના ધર્મને પોદ્ગલિક પદાર્થો સાથે લેવાદેવા નથી. પદ્ગલિક પદાર્થો એમાં સહાયરૂપ બને પણ તેથી એ ઉપાદેય નથી. એ હોય તો એનો લાભ લેવાય પણ ન હોય તો લેવા જવાની ઇચ્છા ન રખાય. મુક્તિના રસિયાની આ વાત છે. શરીરના રસિયા ગમે તેમ કરે તેની સાથે આપણને સંબંધ નથી. મને આવીને કોઈ પૂછે કે “કસરત કરવી જોઈએ કે નહિ ? તો હું તો ના જ પાડું અને જો હું હા પાડું તો મારા મુનિપણાને કલંક લાગે. મુક્તિનો રસિયો આત્મા પુણ્યયોગે મળેલા પૌદ્ગલિક પદાર્થના સદુપયોગનો લાભ લે પણ ન હોય તો એને મેળવવાની મહેનતે ન કરે. Page #28 -------------------------------------------------------------------------- ________________ 1195 ૧ : ગુરુઓને પણ ઓળખો : - 81 ૭ કોઈ મને કહે કે ‘મને બળ જોઈએ માટે કસરતનો ઉપદેશ આપો,' તો હું કહ્યું કે-‘તારે તો ઘરબાર, કુટુંબ, પરિવાર, પૈસોટકો, વેપારધંધો બધું જોઈએ, તો તારી એ બધી પંચાતમાં હું પડું ? કાલે તો કોઈ એમ પણ કહે કે ‘મારે કન્યા જોઈએ છે અને શેઠિયાઓ તેમની દીકરી ગરીબને નથી આપતા માટે ગરીબને આપે એવો ઉપદેશ આપે' તો હું કદી હા ન પાડું. મને તો તમે સામાયિક, જિનપૂજનાદિ ધર્મક્યિા માટે ઉપદેશ આપવાનું કહો તો આખો દિવસ આપું. એમાં જરાયે ન થાકું. કસરતશાળાના, સંસાર વધારવાના, પ્રજા પેદા કરવાનાં વિધાનોના ઉપદેશ સાધુ પાસે માગે તો સાધુ આપે ? સાધુ જાણે બધું, શાસ્ત્રમાં આવે બધું પણ સાધુ એ બધા માર્ગો બતાવવાના ધંધામાં પડે ? પડે તો એની સાધુતા રહે ? એ જ રીતે મુક્તિનો રસિયો સામગ્રીનો સદુપયોગ કરે પણ સામગ્રીની ઝંખના ન કરે, એ મેળવવા વલખાં ન મારે. કરોડપતિ થઈશ ત્યારે દાન દઈશ' એવી ભાવનાનું પ્રદર્શન કરે છે તો અત્યારે છે તેમાંથી કેમ નથી દેતો ? પચાસ મળે છે ત્યાં ધર્મ ભૂલી જાય છે તો પંચાલ લાખ મળશે ત્યારે ધર્મ ક્યાંથી યાદ આવવાનો ? ત્યારે તો એમ થશે કે ‘હું કેવો પુણ્યવાન ! મારે હવે કોઈની શી જરૂર ?' ત્યારે તો ધર્મ પણ ભુલાઈ જશે. એવા શ્રીમંતો તો હકીકતમાં કંગાળ છે : આજના શ્રીમંતો કહે છે કે વ્યાખ્યાનમાં તો સામાન્ય વર્ગ જાય. જેને કામધંધા ન હોય એવા જઈને ત્યાં બેસે. પૂજા, સામાયિક, પ્રતિક્ર્મણ વ્યાખ્યાન શ્રવણ, આ બધું એમના માટે નહિ, કારણ કે એ પોતાને બહુ પુણ્યવાન માને છે. એતો ભગવાનનાં દર્શન પણ વાર તહેવા૨ે ઠીક લાગે તો કરે. કારણ કે એને ફુરસદ નથી. સાધુ પાસે જાય તો નહિ પણ વખતે સાધુ એને બોલાવે તો કહી દે કે ‘હમણાં નવરાશ નથી. ખાસ કામ હોય તો મહારાજને કહેજો, ઘરે પધારે.' આવું કહેનારા પણ આજે છે. એવા પોતાને ભલે શ્રીમંત માને પણ ખરેખર તો એ પામરો છે. જેમ જેમ એ પામરતા વધુ પોષાય તેમ તેમ દુર્ગુણો વધારે આવે. શાસ્ત્ર પુણ્યવાન કોને કહે છે ? જેને તપ, જપ, ધર્મ આદિ પ્રત્યે પ્રેમ હોય તે પુણ્યવાન. બાકી ઉપર કહ્યા તે પુણ્યવાન ખરા પણ એ પાપાનુબંધી પુછ્યુંવાળા સમજવા. એમના પુણ્યના ભોગવટામાં તો પાપના ગંજ ખડકાય છે. થોડાક ભોગવટામાં કેટલાય ગુણી વિટંબણાની ખરીદી થાય છે. જેને મંદિર ઉપાશ્રયે જવાનો સમય નથી તે લક્ષ્મીવાનો કંગાળ છે. સારાં સ્થાનોમાં આવે તે પુણ્યવાન, ખરડતાં ફરે તે કમનશીબ. એ તો થોડું પુણ્ય ભોગવી કંગાલિયત Page #29 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1195. ખરીદે છે. જેટલા યાચકોને એ ધૂત્કારે તેટલાની લાતો ખાવાનું એમના માટે નિર્માણ થાય છે. ખરેખર તો એ લક્ષ્મીના માલિકો નથી પણ મજૂર છે. એ સુખે ખાતા પણ નથી. ભૂખ એમને લાગતી નથી. ખાવા માટે એમને ફુરસદ નથી. એમના માથે બીજા ઘણા છે. તાર, ટપાલ અને ટેલિફોનમાંથી એ નવરા પડતા નથી. ગમે તેવી મહત્ત્વની વાત લઈને એમની પાસે જાઓ પણ એમને એ સાંભળવાની ફુરસદ નથી. “હમણાં નહિ, હમણાં નહિ' એમ કહીને હાથ એવા હલાવ્યા કરે કે જાણે કંપવા કે સંનિપાત થયો હોય. કોઈ સામાન્ય માણસ એ રીતે વર્તે તો રોગીમાં જ ખપે. એના ભાણામાં પચાસ ચીજ પડી હોય પણ એમાંની એકેય એના ગળે ન ઊતરે. એ ખાય થોડું ને છાંડે ઘણું. ખાતાં ખાતાં પણ એનું ચિત્ત ઠેકાણે ન હોય. એ જમીને ઊઠ્યા પછી એનું ભાણું જોઈએ તો કોઈ “માણસ” જમીને ઊઠ્યો હોય એવું ન લાગે. સભાઃ “એઠું ન મૂકે તો સભ્યતા ન ગણાય !” એઠું મૂકવું એ માણસનું અપલક્ષણ છે. ધર્મી કદી એઠું ન મૂકે ધર્મ મળેલી ચીજનો જરૂર પડ્યે ઉપભોગ કરે પણ એ મેળવવા તલસે નહિ કોઈ પણ દુન્યવી ચીજ ખાતર ધર્મી કદી ધર્મનું બલિદાન ન આપે. પૂર્વના જે મહાપુરુષો રિદ્ધિસિદ્ધિ પામ્યા, ઊંચી પદવીઓ પામ્યા તે ઇચ્છા કરીને નહિ. જો ઇચ્છા કરી હોત તો એવાં સુખ એમને મળ્યાં ન હોત. તમને ઇચ્છા શાની છે ? પૈસાટકા, બંગલા, બગીચા અને દેવાંગના જેવી સ્ત્રીની ને ? તેમ છતાં આજે ફેંકના ઘરમાં કુભાર્યાઓ કેમ ? કૈંક લોકો ભિખારી કેમ ? માટે ઇચ્છાઓનો સંનિપાત કાઢી નાંખો. કાર્યવાહી એવી કરો કે સામગ્રી દોડતી આવે. લક્ષ્મી પાછળ જેટલી મહેનત કરો છો તેટલી ધર્મ પાછળ કરો તો લક્ષ્મી તો દોડતી આવશે, વગર માગે આવશે. આ તો જેમ જેમ લક્ષ્મી માટેની મહેનત વધી તેમ તેમ લક્ષ્મી દૂર ને દૂર ભાગતી ગઈ. શ્રીમંતો પૂર્વના અને આજના : પૂર્વના શ્રીમંતો મર્યાદિત સમય પેઢી પર જતા, છતાં આવક ઢગલાબંધ થતી. એ ગર્ભશ્રીમંતોની ખાનદાની એવી કે બોલે ત્યાં ફૂલડાં ખરે. એની આજ્ઞાની આડે કોઈ ન આવે. એમના સેવકો એમનો પડ્યો બોલ ઝીલનારા. એ લક્ષ્મીવાનો બાદશાહ જેવા ગણાતા; તેમ છતાં એ સજ્જન એવા કે કોઈની આપત્તિ સાંભળે ત્યાં તરત દોડી જાય. આપત્તિ આવી હોય તેના ઘેર જઈ દિલાસો આપે, તેની જરૂરિયાત પૂરી કરી તત્કાળ એની આપત્તિ ટાળે, ત્યારે જ પોતે શાંતિ અનુભવે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 આજની દશા જુદી છે. આજના શ્રીમંતોને તો દિવસ ચોવીસ કલાકનો અને કામ અઠ્યાવીસ કલાકનું. રાત્રે ઊંઘતાંય નિરાંત નહિ . સંથારા પોરિસિ તો સાંભળવાની જ શાની હોય ? કષાયોથી ઘેરાયેલા થાક્યાપાક્યા પથારીમાં પડે ત્યારે ‘હજી આટલાં કામ બાકી રહ્યાં' એમ વિચાર કરતાં સૂએ. અને જાગે ત્યારે બીજાં નવાં દસ કામ સામે આવીને ઊભાં હોય. એ જાગતો મરે, કે ઊંઘમાં મરે, તોયે એની દુર્ગતિ ન થાય તો થાય શું ? નવાણું જણા સલામ ભરે પણ એક ન ભરે તે એની નજ૨માં આવે. ‘એને જોઈ લઈશ,’ એમ કહે. એને કોઈ પણ રીતે હેરાન કરવાના દાવ શોધતો ફરે. આવા માની લોકોની ગતિ શી થાય ? ભાણામાં પચાસ ચીજ આવી હોય પણ તેમાં એક જો બરાબર ન હોય તો મગજ ગુમાવે. એક ખાતર બાકીની ઓગણપચાસનો આનંદ ન લઈ શકે. ઘરમાં બધા ૫૨ ગુસ્સે ભરાય. એ જ દશામાં પેઢીએ જાય એટલે ત્યાં પણ બધા પર ગુસ્સો ઠાલવે. પછી મનની શાંતિ માટે જ્યાં ત્યાં ફરવા જાય. રાત્રે મોડો આવીને સૂએ અને સવારે ‘મોડું થયું, મોડું થયું' કરતો ઊઠે. ઊઠતાંવેંત ચાહનો ડોઝ ચઢાવે ને પછી છાપાં આવીને પડ્યાં જ હોય. આમાં એને ભગવાનની પૂજાનો સમય ક્યાં મળે ? 1197 સભા ‘હવે તો સમય બચાવવા જાજરૂમાં છાપાં લઈ જાય છે !' હવે તો એ નહીં કરે એટલું ઓછું. ભારે અવદશા આવી છે. પૂર્વના પાપોદયે બુદ્ધિ ફરી ગઈ છે. ભવિષ્યમાં દશા બૂરી થવાની છે. નહિ તો ગમે તેમ તો પણ એ જ્ઞાનનાં સાધનોને પાયખાનામાં લઈ જવાનું કેમ સૂઝે ? પાપી સુખી દેખાય પણ તે વધુ દુઃખી થવા માટે સભા ‘આજે તો એવાને લહેર દેખાય છે ને સારા રિબાય છે.’ એ સંભવિત છે. પૂર્વનાં કર્મ માનો છો ને ? ભગવાન મહાવીરને કોઈના ભૂંડાની ભાવના ન હતી છતાં સંગમ ત્રાસ આપી ગયો ને ? ઢંઢણકુમાર મહાતપસ્વી હતા, શ્રી કૃષ્ણજીના પુત્ર હતા, દ્વારિકા આખી ભક્ત હતી છતાં મહિનાઓ સુધી આહાર વિના રહ્યા છે ને ? ખંધકમુનિ મહાતપસ્વી છતાં જીવતાં ખાલ ઊતરી છે ને ? મેતાર્યમુનિ મહામુનિ હતા છતાં ચોરીનું કલંક આવ્યું ને ? પૂર્વના પાપના વિપાક ગમે ત્યારે ઉદયમાં આવે. માટે વર્તમાનમાં સુખી દેખાય એટલા માત્રથી મૂંઝાવું નહીં. લક્ષ્મી નરક માટે પણ મળે છે. અતિશય સામગ્રી દુર્ગતિ માટે પણ મળે. મમ્મણશેઠને લક્ષ્મી ઓછી મળી હતી ? પણ એ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1198 સાતમીએ ઘસડી જવા માટે જ ને ? ભયંકર પાપાત્માઓને કે ધર્મના વિરોધીઓને “સાહ્યબી કેમ મળી ?” એવું પૂછતા જ નહિ. પૈસા વિના સાધુની નિંદાનાં છાપાં નીકળે ? દેવ-ગુરુ-ધર્મની પેટ ભરીને નિંદા ફેલાવવામાં પણ પૈસા જોઈએ. પરંતુ એ બધા પાપના વિપાક ઉદયમાં આવે ત્યારે દશા કઈ ? અતિ ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં પણ મળે. પાપના વિપાક ઉદયમાં આવે ત્યારે એક એક નથી આવતા, એ તો એકસામટા ચારે બાજુથી આવી પડે છે. એક તરફથી પેઢી તૂટ્યાના ખબર આવે, ત્યાં બીજી તરફથી પત્ની માંદી પડ્યાના ખબર આવે, વળી ત્રીજી તરફથી જમાઈ ગુજરી ગયાનો તાર આવે, ત્યાં ચોથી તરફથી પોતાના જ શરીરમાં શૂળ ઊપડે. કર્મસત્તા ભયંકર છે: નિંદકો પાસે સાધનો ન હોય તો ભયંકર કર્મો બાંધે કઈ રીતે ? અને દુર્ગતિમાં જાય પણ કઈ રીતે પ્રપંચ ખેલવા માટે પણ બુદ્ધિ જોઈએ. માટે તો આજે ભણતર અને શિક્ષણ પણ વિલક્ષણ મળ્યું છે. મૂળમાં નાસ્તિક તો હતા. તેમાં આજના વિજ્ઞાનવાદે સાથ પુરાવ્યો, પછી બાકી શું રહે ? કહી દીધું કે-ઇલેક્ટ્રિકમાં જીવ નથી. પૂછ્યું કે “ત્યારે છે શું ? તો કહે પાવર છે, શક્તિ છે.” પણ “એ પાવર એટલે શું ? એ પાવર કોના બળે ?” તો જવાબ ન મળે. અગ્નિકાય માને તો વાંધો આવે. પ્રવૃત્તિઓ પર અંકુશ આવે અને અંકુશ એમને પાલવે નહિ. તે માટે તો શાસ્ત્ર કહ્યું કે મિથ્યાષ્ટિને જિનાગમ પણ મિથ્યાશ્રુત થાય. દ્વાદશાંગી એ સમ્યક્ષુત, જેના આધારે અનંતા તર્યા, સંખ્યાબંધ તરે છે, ભવિષ્યમાં અનંતા તરશે એ જ દ્વાદશાંગીને પામીને અનંતા તૂળ્યા. કેમ ? મિથ્યાદૃષ્ટિના હાથમાં એ આવે એટલે પોતાના મતની પુષ્ટિ કરતી પંક્તિ એ એમાંથી કાઢે, એટલે કે અમુક પંક્તિ કાઢીને એને પોતાના મતને પુષ્ટિ આપનારી સાબિત કરવા પ્રયત્ન કરે. પછી એ ડૂબે નહિ તો શું થાય ? શ્રી સંઘમેરૂના વર્ણનમાં શિખરનું વર્ણન ચાલે છે. ચિત્તનાં સુંદર પરિણામ એ દીપ્તિમાન શિખરો છે. આ સાંભળીને કેટલાક એમ પણ કહેવાના કે-“જુઓ શાસ્ત્રમાં પણ ચિત્તનાં સારાં પરિણામને દીપ્તિમાન શિખરો જણાવ્યાં છે. પરંતુ, ગરીબના ચિત્તનાં પરિણામ સારાં હોય ? ન હોય. માટે એને પહેલાં લક્ષ્મી જોઈએ.-તેથી લક્ષ્મી મેળવવી એ ધર્મ છે. શાસ્ત્રના વચનમાંથી આ કેવો ભાવ કાઢ્યો ? મુંબઈ શહેરમાં શ્રાવકોને ખાવાનું નથી મળતું માટે ચારસો ચારસો જણા રોજ આયંબીલ કરે છે. આવું એક સાધુ બોલ્યા અને એ શ્રાવકોની દયા ચિંતવનારા મનાયા. આ વાજબી છે ? ‘ચિત્તનાં પરિણામ સારાં કરવા માટે Page #32 -------------------------------------------------------------------------- ________________ 1199 - ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 - ૧૧ લક્ષ્મીવાન બનવું જોઈએ? આવો અર્થ હું કરું તો અહીં બધા દોડતા આવે. ઉન્માર્ગે લઈ જવા એ તો સહેલી વાત છે. ખુલ્લેખુલ્લું કહીને, પૂજ્ય મનાવીને, હજાર વચ્ચે આવી વાતો કરી શકાય. ભાષાવર્ગણાના પુદ્ગલો ફેરવતાં વાર કેટલી ? પણ એવું કરે કોણ ? જેને ભવનો ભય ન હોય તે. ભવનો ભય ધરાવે, પરલોક માને, પુણ્યપાપના ફળમાં શ્રદ્ધા ધરાવે તેનાથી એ થાય ? એ જો એમ કરે તો તે આ વેષમાં રહી શકતો નથી. પરંતુ આજે તો આ વેષમાં પણ એવા નાસ્તિક થઈને ઘણા રહે છે અને આપણી પાસે એનો કાંઈ ઉપાય નથી. એવાઓ તો શાસ્ત્રોનાં પાનાંઓમાંથી પણ લક્ષ્મીની વાતો શોધે છે. એ તીર્થભૂમિમાં જઈ ભવ્ય મંદિરો સામે આંગળી ચીંધીને કહે છે કે “જો ! ભૂતકાળમાં કેવા શ્રીમંતો હતા ?' સ્ફટિકની મૂર્તિઓ બતાવીને કહે છે કેસાંભળ ! ત્યાગ ત્યાગનાં બણગાં શું ફૂકે છે ? આ મૂર્તિઓ સામે જરા નજર કર ! લક્ષ્મી વિના એ થાય ? આ બધો લક્ષ્મીનો જ પ્રતાપ છે. લક્ષ્મીનો સ્પર્શ ન થાય એ વાત સાચી, પણ તે સાધુ માટે, ગૃહસ્થ માટે નહિ. સાધુ જેમ શાસ્ત્રાભ્યાસ માટે મહેનત કરે તેમ શ્રાવક લક્ષ્મી માટે મહેનત કરે એ એને માટે ' ધર્મ છે.” આવું આવું સમજાવાય તો જે તીર્થનાં દર્શનથી તરી જવાય એ જ તીર્થનાં દર્શનથી પાપાત્માઓ ડૂબે એમ કહેવામાં કાંઈ હરકત છે ? સારી ચીજ જોઈને નિર્જરા કરવાને બદલે આવાઓ આશ્રવનાં દ્વાર ખોલી આપવાનું કામ કરે છે. . મંદિર; મૂર્તિ, તીર્થો વગેરે જોઈને સમ્યગ્દષ્ટિને પૈસા મેળવવાના વિચાર આવે છે. પૈસા કાઢવાના ? સભાઃ “તેઓ (એ સાધુઓ) જ્યારે આમ કહે છે તો પછી લક્ષ્મી મેળવવાના ઉપાય કેમ બતાવતા નથી ?' આવડતા હોય તો બતાવે ને ? પણ નથી આવડતા એ સારું છે, નહિ તો. વધારે અનર્થ મચાવત. આવાના હાથમાં સુવર્ણસિદ્ધિ હોત તો મંદિરે તાળાં લગાડવાં પડત. સિદ્ધિઓ મહાપુરુષો સાથે લઈ ગયા, પૂર્વનું જ્ઞાન આજે નથી રહ્યું, એનો હેતુ આ જ છે. સિદ્ધગિરિ પરની રત્નમય મૂર્તિ ઇંદ્ર મહારાજાએ ત્યાં રહેવા ન દીધી, કારણ કે એ રાખવામાં એમને જોખમ લાગ્યું. શસ્ત્રના હેતુ પામરોના હાથમાં ન આવે. અપૂર્વ વિદ્યાનો ખજાનો પણ આમ્નાય વિના નકામો. મંત્રો મોજૂદ હોય ને કલાકોના કલાકો ગણે તોયે કાંઈ. ન વળે. અને વિધિપૂર્વક એક કલાક ગણે તોયે સિદ્ધ થાય અને દેવ આવે. લક્ષ્મીવાન સાધુ પાસે આવે અને લક્ષ્મીની અસારતા ન સાંભળે કે પોતાની Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1200 પામરતા ન સમજે તો એનું સાધુ પાસે આવવાનું એળે ગયું ગણાય. સંસારના પ્રપંચમાં ખૂંચેલો સાધુ પાસે આવે ને “એ પ્રપંચ બૂરો છે” એવું ન સાંભળે, તો એને લાભ શું થયો ? જેનામાં સાચું સાંભળવાની શક્તિ ન હોય તેને માટે મંદિર કે ઉપાશ્રય ઉપકારી ન બને. શ્રી વીતરાગદેવની મૂર્તિ તો વૈરાગ્યની છોળો ઉછાળે. એ વૈરાગ્ય જેને ન ગમે તે ત્યાં આવીને કરે શું ? કંચન કામિનીના ત્યાગી એવા સાધુ પાસે આવે, એ જ ગુણના યોગે એમને વંદન કરે, છતાં એમની પાસે પાછો એ જ ચીજોની માગણી કરે તો એને કેવો સમજવો ? એ લાભ મેળવે કે પોતાનું નુકસાન નોતરે ? અયોગ્ય પ્રવૃત્તિ કરનારને લક્ષ્મી વગેરે મળતી હોય તો કારણસર મળે છે, એમ માનો. જો ન મળે તો એ પાપ બાંધે શી રીતે અને નીચી ગતિએ જાય - ક્યાંથી ? એક પાપીના યોગે હજારો ડૂબે એમાં પણ નવાઈ નથી. માટે જેમણે બચવું હોય તેમણે એવાના સહવાસથી છૂટવું જોઈએ. મોટો વેપારી ભાંગે તે કેટલાયને રોવરાવે. એક બેંક તૂટે તેમાં કંઈક પાયમાલ થાય. પાપનો સ્વભાવ છે કે લક્ષ્મી આદિ સાહ્યબીમાં ખૂબ હલાવે અને પછી ઊંડા ખાડામાં ગબડાવે. એ ગબડ્યા પછી બૂમ મારે તે ન ચાલે. પચાસ વરસની સાહ્યબી સામે નરકમાં ઓછામાં ઓછાં દશ હજાર વર્ષ. ત્યાં પીડા કેટલી ? ભગવાન મહાવીરદેવના કાનમાંથી ખીલા કાઢ્યા ત્યારે જે પીડા થઈ તેનાથી અનંતગુણી. જેટલા રોમ તેથી અધિક રોગ. જમીન એવી કે જ્યાં થોડાક સુખની ઇચ્છાએ પગલું મુકાય કે માથે દુ:ખના પહાડ તૂટે. ઠંડી એટલી કે હિમાલય પણ હિસાબમાં નહિ. સભાઃ પાપ કરે તે નરકે જાય, પણ એ લોકો તો પાપ કે નરક માનતા જ નથી તેનું ?” જો એમ હોય તો એ નાસ્તિક ખરા કે નહિ ? એવાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં દ્વેષ છે કે સચ્ચાઈ છે ? એવાને નાસ્તિક તરીકે ઓળખાવનારાઓને તો મહાઉપકારી માનો કે જેમણે લાલબત્તી ધરીને એમના ફંદામાં ન ફસાઓ એ માટે તમને ચેતવ્યા. શાંતિ એ કુગુરુઓનું અમોઘ શસ્ત્ર છે : કોઈ કહે કે-“એ તો બહુ શાંત છે, બહુ ત્યાગી અને ધ્યાની છે. તો કહેવું પડે કે એમ પણ હોય. પણ એ શાંતિ અને ધ્યાન બગલા જેવાં છે. બગલો બહારથી ઊજળો પણ અંદરથી કાળો હોય. એની શાંતિ એ માછલાંને ફસાવવાની જાળ છે. માછીમારને પણ માછલાં પકડવા જાળની જરૂર પડે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ 1201 - ૧ : ગુરુઓને પણ ઓળખો – 81 – ૧૩ જાળ વિના માછલાં પકડાય નહિ. એ જ રીતે બાહ્ય શાંતિ એ કુગુરુઓની જાળ છે. એ વિના ભોળાં લોક ફસાય નહિ. આગમવિરુદ્ધ ગમે તેમ બોલવું હોય અને વેશ પણ રાખવો હોય તેને શાંતિ વિના ન ચાલે. આજે તો લોકોને રાજી કરનારા ત્યાં સુધી પણ બોલે છે કે “જ્યાં પોષક ઘી, દૂધ મળે ત્યાં માછલાં ન ખાય એ ઠીક છે. પણ જ્યાં એ ન મળે ત્યાંના લોક માછલાં ખાય એમાં હરકત નથી. એમની નિંદા કરવામાં પાપ છે. વળી એ ખાય છે તે એ જાણે પણ આપણાથી એની નિંદા કેમ થાય ?' આવી આવી વાત કરે પણ એમ ન સમજાવે કે માછલાં ખાવાં એ પાપ છે અને પાપ નિંદ્ય તથા ત્યાજ્ય છે. આવાની શાંતિ પણ લોકોનું શું ભલું કરે ? ભગવાન મહાવીરદેવે નિર્નવોને કયા શબ્દોથી ઓળખાવ્યા ? અરે, પોતાના જ મરીચિના ભવની નિંદા કરી કે નહિ ? કહી દીધું કે ત્યાં હું ભ્રષ્ટ થયો અને કોટાકોટિ સાગરપ્રમાણ સંસાર વધારી દીધો. ભરત મહારાજાએ પણ ત્યાં જઈને સાફ જણાવ્યું છે કે- તારા આ વેષને વંદન કરતો નથી પણ ભાવિ જિનપણાને વંદન કરું છું.' આમ મોઢે જણાવ્યું પણ ખોટી પ્રશંસા ન કરી. જો એમ કરત તો મિથ્યાત્વ પામત. કુગુરુ પાસે “શાંતિ' એ જ લોકપ્રિય બનવાનો અમોઘ ઉપાય છે. સાચા વેપારીને ગુસ્સો આવે. એ તો કહી દે કે “જો ભાવનું લેબલ લગાડેલું છે, ફાવે તો લે નહિ તો તારી મરજી.” પણ જે વેપારીને એના બાર કરવા હોય તેને તો ગ્રાહક લુચ્ચો કહેતોયે શાંતિ રાખે અને આંખનો ખૂણો જરા પણ લાલ થવા ન દે. ગમે તેટલી દલીલ કરાં, ગમે તેટલા પ્રમાણો આપો, ભગવતીજી, ઠાણાંગ; આચારાંગનાં પાનાં બતાવો તો પણ “મને નથી બેસતું' એમ કહે પણ શાંતિ ન ગુમાવે. માટે કુગુરુના ધ્યાન તથા શાંતિ અજબ હોય છે. એને માટે તો બગલાનું દૃષ્ટાંત આપ્યું. બગલાનું ધ્યાન કેવું ? આંખો સામેથી જોનારને બંધ દેખાય પણ પાંપણ જરા ખુલ્લી. એની ધીરજ પણ કેવી ? બરાબર ચાંચમાં ઝડપાય એવી જગ્યાએ માછલું આવે ત્યારે જ એ એને ઉઠાવે અને તે પણ એવી રીતે કે પાસેનું માછલું પણ એ ન જાણી શકે. ઉઠાવ્યા ભેગું તો એ ધ્યાનમાં જ ઊભેલું દેખાય. એ રીતે કુગુરુઓને પણ નવાઓને, ભલા ભોળાઓને આવર્જિત કરવા આવાં ધ્યાન, આવી શાન્તિ રાખવાં જ પડે. લાલપીળા કે ઊંચાનીચા તો સાચાને જ થવું પડે. લાખની પેઢી પર હક્કની ખોટી તકરાર ઊભી કરનારનું જવાનું શું ? વખતે સો બસો પણ મળવાના છે, જવાના તો પેઢીવાળાના જ છે ને ? પેલો તો મફતિયો છે. એ શાંતિ શું કામ ન રાખે ? ગુસ્સો આવે તો પેઢીના માલિકને આવે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ હવે આપણે મૂળ વાત ઉપર આવો. દાનનું કારણ લક્ષ્મી નથી અને શીલનું કારણ શરીરબળ નથી, એના દૃષ્ટાંત તરીકે આપણે સીતાજી અને રાવણને યાદ કર્યાં. સીતાજીએ કેવું શીલ પાળ્યું ? અને રાવણની કઈ દશા હતી ? એ જ રીતે તપ પણ મજબૂત શરીરવાળો જ કરે છે એવું નથી. મજબૂત શરીરવાળા કાંઈ નથી કરતા અને સૂકલકડી શરીરવાળા છટ્ઠ, અઠ્ઠમ આદિ કર્યા જ કરે છે. પેલાને તો સંવત્સરીનો તપ શરમથી કરવો પડે તેમાંયે ઘણી મૂંઝવણ થાય છે. સભા : નબળા વિકારને આધીન ઝટ થાય ને ?’ ૧૪ 1202 એ વ્યાખ્યા ખોટી છે. ઇંદ્રિયોને આધીન હોય તે વિકારને આધીન થાય. ઉત્તમ ભાવના જાડા શરીવાળાને જ આવે એવું નથી. જ્ઞાનીએ કહેલી વાત પર શ્રદ્ધા ધરાવનાર, પુણ્ય-પાપ-સ્વર્ગ-નરકની આસ્થાવાળાને સારી ભાવના આવે. સભા ઇંદ્રિયોની આધીનતા અને ઇંદ્રિયોનો નિગ્રહ એ બેમાં કુદરત સામે બળવો કોને કહેવાય ? મહાસુખભાઈએ કહેલી આ વાત છે. અહીં તમે કુદરત કોને કહો છો ? એ તો કહે છે કે બાળપણમાં ૨મવું, જુવાનીમાં વિષયસેવન કરવું, પ્રૌઢાવસ્થામાં છોકરાં સાચવવાં અને વૃદ્ધપણામાં લાળ કાઢવી એ ધર્મ, એ કુદરત. મરતી વખતે હાથપગ ઘસતા ઘસતા મરવું અને પછી લાકડામાં સળગી મરવું એ કુદરત, અને એ બધાથી વિપરીત કરવું એ બળવો. સંયમપૂર્વક જીવન જીવવું અને મરણ વખતે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં મરવું એને એ કુદરત સામેનો બળવો કહે છે. એ બળવો અમને મંજૂર છે. સભા ‘કુદરત એટલે શું ?’ એ ‘કર્મ’નો પર્યાયવાચી શબ્દ છે. ખરી વાત એ છે કે એમને નારકીની શ્રદ્ધા નથી. બાકી એમને દુઃખનો ડર નથી એમ ન માનો. એવાને ઓળખાવનારા તો મહાઉપકારીઓ છે. શાસ્ત્રકાર શ્રી ચિત્રકૂટો વિષે શું વર્ણન કરે છે તે હવે પછી. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ ઃ મળશે બધું પણ માગશો શું ? વીર સં. ૨૪૫૬,વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ-૬, ગુરુવાર, તા.૭-૩-૧૯૩૦ 82 • નિયમનું મહત્ત્વ : ધર્માત્માને પણ દુઃખ આવે : • ધર્મના ફળમાં શંકા કેમ ? • સર્વજ્ઞના વચનમાં શેકા કેમ નહિ ? • આજની બેકારીનું કારણ અને તેનો ઉપાય : • બેકારીની બૂમો મારનારને સાધુ શું કહે ? • મહાવ્રતનો પ્રભાવ : * . ઇચ્છા વિના દીક્ષા ન આપીએ : , • અમે એના વાલી બનવા તૈયાર છીએ : • “દેશકાળ' જોવો એટલે શું ? • ધર્મ કહે છે કે “હું આપીશ બધું પણ માગીશ મા' : નિયમનું મહત્ત્વઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના ચિત્તરૂપ કૂટોનું હવે વર્ણન કરે છે. શ્રી સંઘને મેરૂપર્વતની સાથે સરખાવતાં મેરૂની જેમ તેની પીઠ અને મેખલાનું સ્વરૂપ વર્ણવી ગયા. હવે જેમ શ્રી મેરૂગિરિને સુવર્ણમય શીલા ઉપર ઊંચાં, ઉજ્વળ અને ઝળહળતાં શિખરો હોય છે તેમ શ્રી સંઘમેરૂ પર કૂટને સ્થાને ચિત્ત છે અને સુવર્ણમય શીલાને સ્થાને ઉત્તમ પ્રકારના નિયમો છે. સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા હોય. તેમના ઉત્તમ નિયમોરૂપી શીલાતલ પર ચિત્તરૂપી ઊંચાં, ધવલ અને કાંતિમાન કૂટ હોય. હવે નિયમ કોને કહેવાય તે ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે. પાંચેય ઇંદ્રિય અને નોઇંદ્રિય (મન), એ છએને દમે તે નિયમ. આ છએ જ્યાં સુધી અંકુશમાં ન આવે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ થાય જ નહિ અને ચિત્તશુદ્ધિ ન થાય ત્યાં સુધી શ્રી સંઘમેરૂની એ ઊંચાઈ અને શોભા આવે જ નહિ. આ વર્ણન શ્રી સંઘનું ચાલે છે. ભિન્ન ભિન્ન રૂપકોથી વસ્તુ સમજાવવાની આ યોજના છે. કોઈ કહેશે કે “સંઘ બનવું એમાં નિયમની જરૂર શી ?” તો એ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ચાલે ? એવું કહેનારા બિચારાઓ શ્રી સંઘના સ્વરૂપને સમજ્યા જ નથી. શ્રી જિનેશ્વરદેવે પણ નિયમો લીધા છે. શું એમનું મન નબળું હતું ? નિયમ વિનાનું જીવન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. શાસ્ત્ર શ્રી જિનેશ્વરદેવ પછી તરત જ શ્રી સંઘને પૂજ્ય કહ્યો છે અને તે પણ તીર્થંકરવત્ પૂજ્ય કહ્યો, તો એમાં કાંઈ મહત્ત્વ હોય ત્યારે કે એમ જ? 1204 જે શાસનમાં સરાગી દેવ ન ચાલે, ઘરબારી ગુરુ ન ચાલે, ત્યાગની વાત વિનાનો ધર્મ ન ચાલે, તે શાસનમાં શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય કહ્યો તો તે કોને ? જેને તેને તો ન જ કહ્યો હોય ને ? આ વાત બરાબર વિચારો. આ શાસનમાં દેવ તો વીતરાગને જ મનાય છે, ઘરબાર કુટુંબ પરિવાર ધરાવનારા ગમે તેવા હોશિયાર અને ભણેલાગણેલા હોય તો પણ તેને ગુરુ માનતા નથી અને ધર્મ ‘આ લઉં ને તે લઉં’ એમાં નથી પણ દુનિયાની બધી મમતા જે ક્રિયા છોડાવે તેમાં જ છે. જે જૈનશાસનમાં દેવ, ગુરુ અને ધર્મતત્ત્વની આટલી મહત્તા છે તે શાસનમાં શાસ્ત્રકારો શ્રી સંઘને ભગવાન જેવો પૂજ્ય કહે, તે કયાં સંઘને ? એ સંઘનો અર્થ કેવળ સમુદાય ન હોય. જો સમુદાયની જ પૂજા કરવાની હોત તો તો સંઘ શબ્દની જરૂર શી હતી ? જ્યાં બે-પાંચ ભેગા થયા કે પૂજા કરવા લાગી જવાનું હોત, પણ એવું નથી. એ શ્રી સંઘનું સ્વરૂપ સમજાવવા માટે જુદાં જુદાં રૂપક સૂત્રકા૨ તથા ટીકાકાર મહર્ષિ આપે છે. નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાત રૂપકથી સમજાવી ગયા બાદ હવે મેરૂની ઉપમાથી શ્રી સંઘ સ્વરૂપને એ ઉપકારીઓ સમજાવી રહ્યા છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય હોય, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તેમ શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ હોય અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય. પીઠ તો મજબૂત જ જોઈએ. વાતવાતમાં હાલે એ પીઠ તો પોલી ગણાય. આ સાચું કે તે સાચું, એ મૂંઝવણમાં વાતવાતમાં પડે તે શ્રી સંઘ ન કહેવાય. જ્યાં પીઠમાં ઠેકાણું ન હોય ત્યાં ઉપરની કાર્યવાહી કેમ થાય ? એવા શ્રી સંઘનું સમ્યગ્દર્શન દૃઢ નથી. ધર્માત્માને પણ દુઃખ આવે ‘સમ્યગ્દર્શન’ એ કાંઈ રમકડું નથી કે તમે માગો અને અમે આપી દઈએ. એ તો આત્માનો એક એવો ગુણ છે કે એ જેનામાં પેદા થાય તેનું જીવન દુનિયાના સામાન્ય માનવોથી તદ્દન ફરી જાય. દૃઢતા વગેરેમાં આપણે શું જોઈ આવ્યા ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં ‘શંકા' ન હોય, એમના સિવાયના પરમતની પ્રાણાંતે પણ અભિલાષારૂપ ‘કાંક્ષા’ન હોય. સ્વયં શ્રી જિનેશ્વરદેવની Page #38 -------------------------------------------------------------------------- ________________ 1205 – ૨ : મળશે બધું પણ માગશો શું? - 82 – ૧૭ સઘળી આજ્ઞાનું પાલન ન કરી શકે એ બને પણ બીજે સહેલું જુએ અથવા ચમત્કાર જુએ કે ત્યાં શિર ઝુકાવે એ ન બને. ધર્માનુષ્ઠાનના ફળમાં જરા પણ શંકા ન હોય. આજે તો આ વાતમાં બહુ મોટી પંચાત છે. કહે છે કે- “સામાયિક, પૂજા, પ્રતિક્રમણ વગેરે ધર્મ કરવા છતાં અમે દુ:ખી કેમ ? આવો પ્રશ્ન કરનારા બિચારા ધર્મનું સ્વરૂપ સમજ્યા જ નથી. શાસ્ત્ર કહે છે કે ધર્મ કરનારો વસ્તુત: દુ:ખી થતો જ નથી, દુ:ખી હોતો જ નથી. એને જે દુ:ખ દેખાય છે તે તો પૂર્વના પાપોદયના કારણે છે. સમ્યગ્દષ્ટિ આત્મા એમાં દુ:ખ માનતો જ નથી. એ વિચારે છે કે પૂર્વના કર્મબંધના કારણે દુ:ખ આવે એમાં વાંધો શો ? ભગવાન મહાવીરદેવ તો પૂરા ધર્માત્મા હતા, છતાં એમને પણ કેટલું બધું વેઠવું પડ્યું ? ઉપસર્ગો ઓછા આવ્યા છે ? આજે તો કહે છે કે ધર્મમાં જો તત્ત્વ હોય તો દુ:ખ કેમ ? શ્રી જિનેશ્વરદેવના અતિશયો તો બળવાન હોય છે ને ? ભગવાન જ્યાં વિચરે ત્યાં સવાસો યોજનમાં રોગ વગેરે ઉપદ્રવ ન હોય. તેમ છતાં ભગવાન મહાવીરદેવ રાજગૃહીમાં પધાર્યા તો પણ ત્યાં શ્રી શ્રેણિક મહારાજાના દીકરા મૃગા લોઢિયાને કેવી ભયંકર વેદના હતી ? ત્યારે ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું છે કે “ભગવંત ! આમ કેમ ?” ભગવાને ત્યાં અતિ તીવ્ર કર્મનો ઉદય જણાવ્યો છે. “અતિશય” પણ ક્યાં કામ કરે ? ગમે તેવો હોશિયાર કારીગર હોય, ફેંકી દેવા જેવા કાષ્ઠમાંથી પણ કીમતી ચીજ બનાવવાની આવડતવાળો હોય, તો પણ તે લાકડામાં જ્યાં ગાંઠ આવે ત્યાં એ કદી હથિયાર ન ચલાવે. એ કહી દે કે આના ઉપર કારીગીરી નહિ થાય. કરવા જાય તો હથિયાર બુઠ્ઠાં થાય અને મહેનત માથે પડે. લાકડાં ચીરનારો પણ ગાંઠ આવે ત્યારે તેને આઘી જ કાઢે. પૂર્વે તીવ્ર પાપ બાંધીને આવ્યો હોય તે ન ભોગવવું પડે ? સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય કે તિર્યંચ હોય, એ દેવનું જ આયુષ્ય બાંધે. શ્રેણિક મહારાજા તથા કૃષ્ણ મહારાજાએ સમ્યત્વ પામ્યા પહેલાં આયુષ્ય બાંધેલું માટે એમને પણ નરકે જવું પડ્યું. ધર્મના ફળમાં શંકા કેમ? ધર્મક્યિા કરતાં કરતાં પણ જ્યાં સુધી અર્થકામની ઇચ્છા છે ત્યાં સુધી ધર્મના ફળમાં સંદેહ થયા વિના રહેતો નથી. ધર્મમાં ફળ આપવાની શક્તિ ન હોત તો જિનેશ્વરદેવો એ કહેત જ નહિ; પણ એ વાતની ખાતરી નથી. ધર્મનું ફળ જ્યાં મુક્તિ જ માન્યું છે, ત્યાં લક્ષ્મી આદિ ન મળે તેથી સમ્યગ્દષ્ટિને દુઃખ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1206 ન લાગે. એ તો ઊલટું “ઉપાધિ ઓછી' એમ માને, મુદ્દો એ છે કે પીઠ પોલી ન જોઈએ. ધર્મમાં શંકા અનેક પ્રકારે થાય છે. મિથ્યાત્વના ઉદયથી પણ થાય, અણસમજથી પણ થાય અને ઉતાવળથી પણ થાય. માટે તો શાસ્ત્રકાર ધર્મક્રિયામાં અત્યંત શાંત અને ધીર બનવાનું ફરમાવે છે. ઉતાવળથી શંકા આવે એ તો “આવી કે તરત દૂર થઈ એવા પ્રકારની થાય. વળી ધર્મનું ફળ મળશે કે નહીં મળે ? એવા પ્રકારની એ શંકા નથી. વળી ધર્મનું ફળ કઈ રીતે મળે ! એ વગેરે સમજવા માટે થતી જિજ્ઞાસા રૂપ શંકા એ દોષ નથી. સર્વજ્ઞના વચનમાં શંકા કેમ નહિ ? સર્વજ્ઞના વચનમાં શંકા નહિ કરવાનું કારણ એ છે કે-એમણે જે કહ્યું, એ જ પોતે આચર્યું અને બીજા ન આચરી શકે તે રીતે આચર્યું. શાસ્ત્રકારો કહે છે કે શ્રી જિનેશ્વરદેવનું જીવન તો શ્રી જિનેશ્વરદેવો જ જીવે એમના જેવું દાન એ જ દે, એમના જેવું શીલ એ જ પાળે, એમના જેવો તપ એ જ કરે અને એમના જેવા ભાવ એમને જ આવે. એમની આચરણા આચરવા બીજા સમર્થ નથી. એ જ ભવમાં મુક્તિએ જનારા આત્માઓ પણ શ્રી જિનેશ્વરદેવે કર્યું તે ન કરી શકે. ભગવાને પોતે જીવનમાં એ આચરણા ઉતારી, ઘાતકર્મનો ક્ષય કર્યો, કેવળજ્ઞાન પામ્યા, જ્ઞાનમાં બધું જોયું અને પછી જ માર્ગ ફરમાવ્યો છે. હવે શંકાનું શું કારણ છે ? આંધળાને કોઈ દેખતો કહે કે-“થોભી જા ! નહિ તો થાંભલો વચ્ચે છે માટે માથું ભટકાશે !' ત્યાં આંધળો કહે કે-“તને થાંભલો દેખાય છે તો મને કેમ ન દેખાય ?' ત્યારે દેખતાએ કહેવું પડે કે “ભાઈ ! તું આંધળો છે તેથી તને નહિ દેખાય.' આ શાસનની ખૂબી એ છે કે શ્રી જિનેશ્વરદેવો પણ કેવળજ્ઞાન થયા પછી જ દેશના આપે છે, પહેલાં નથી આપતા. આખી દુનિયાને તરવાનો રસ્તો બતાવનારના હાથે કદી ફેરફાર બોલાઈ જાય તો ? માટે પહેલાં કદી કહેતા નથી. ઊંચામાં ઊંચા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ હોય પણ કેવળજ્ઞાન પાસે તો આ ચારેય જ્ઞાન ભેળાં કરો તોયે બિંદુતુલ્ય છે. આપણી અપેક્ષાએ પૂર્વના મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની એ મહાજ્ઞાની ખરા પણ કેવળજ્ઞાનીની અપેક્ષાએ એમનું જ્ઞાન કાંઈ નથી. માટે કેવળજ્ઞાન થયા પહેલાં શ્રી જિનેશ્વરદેવો દેશના દેતા નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ 1207 - ૨ : મળશે બધું પણ માગશો શું ? - 82 – ૧૯ બીજાને તો ગૃહિલિંગ કે અન્યલિંગે પણ કેવળજ્ઞાન થાય પરંતુ શ્રી જિનેશ્વરને તો જિનપિંગે જ થાય. સંયમ લીધા વિના શ્રી જિનેશ્વરદેવો કેવળજ્ઞાની થાય જ નહિ. અન્યને પણ ગૃહિલિંગે કેવળજ્ઞાન થાય અને તરત મુક્તિમાં ન જાય, આયુષ્ય બાકી હોય તો સ્વલિંગમાં જ આવી જાય, ગૃહિલિંગમાં પછી ન જ રહે; કેમકે રાજમાર્ગ ન લેપાય, એવો ક્રમ છે. સભા : “કેવળજ્ઞાનીને ઉપયોગ મૂકવો પડે ? ના, ન મૂકવો પડે. આરીસાનો ગુણ જ એ કે એમાં બધી ચીજો એની મેળે પ્રતિબિંબિત થાય. કેવળજ્ઞાનમાં ત્રણે જગત સંક્રમિત થાય જ. કેવળજ્ઞાન પ્રગટ ક્યારે થાય ? મુક્તિ ક્યારે મળે ? એક પણ જડનો સંસર્ગ ન રહે ત્યારે. જડનો સંસર્ગ દૂર ક્યારે થાય ? ત્યાગ આવે ત્યારે. ધર્મની પરીક્ષાની આ જડ છે. આજના લોકો કહે છે કે-“ધર્મ કરવા માટે ત્યાગની શી જરૂર છે ?' પણ ત્યાગ વિના ધર્મ શી રીતે ? અનંતા આત્માઓ મુક્તિએ ગયા તે જડના સંસર્ગથી છૂટવાથી જ. આપણે નથી છૂટ્યા માટે તો સંસારમાં ભટકીએ છીએ. પણ એ વાત આપણે જોઈ શકતા નથી. ભારે ચીજ ખસે નહીં પણ હલકી ચીજ તો વગર ઉડાડે ઊડે. એને ઊડવાનું કહેવું ન પડે. લોઢાની પાંચશેરી પડી હોય તે પવનના ઝપાટે પણ ન ઊડે, પરંતુ રૂના પૂમડાને ઉડાવવા મહેનત કરવી ન પડે. એ તો સ્વયં ઊડવા માંડે. એ જ રીતે આત્મા કર્મના ભારથી હલકો થાય એટલે મુક્તિએ પહોંચવાનો જ. . આચારાંગમાંથી આપણે સંઘના વર્ણનમાં આવ્યા, કેમકે જે તે “અમે સંઘઅમે સંઘ એમ કહેવા લાગ્યા માટે આ પ્રકરણ કાઢવાની જરૂર પડી. “અમે સંઘ” એમ બોલનારને કહેવું પડે કે-ભાઈ ! તને કોઈ સંનિપાતનો રોગ તો લાગુ પડ્યો નથી ને ? યોગ્ય આત્મા “હું-હું' ન કરે. “હું જિન છું માટે મને પૂજો એવું શ્રી જિનેશ્વરદ્વને કહેવું પડે ? એ તારકો દેવલોકમાંથી ચ્યવે અને માતાના ગર્ભમાં આવે ત્યારથી એમની બધી ચિંતા ઇંદ્રોને. એ ક્યાં ઉત્પન્ન થયા ? નીચા કુળમાં કેમ ઉત્પન્ન થયા ? થયા તો હવે શું કરવું ? એ બધી ચિંતા ઇંદ્રો રાખે. ગુણવાન આત્માને “હું કે અમે” કહેવાની જરૂર નથી. જે પૂજાવા માગે છે તે પૂજ્ય નથી, એ લખી રાખો. પૂજાવાની ઇચ્છા એ તો પૂજ્યતાનું કલંક છે; એ જેનશાસનનો રૂઢ કાયદો છે. સભા: અંતકૃતુ કેવળી થાય એના કેવળજ્ઞાનની ખબર પડે ? દેવતા આવે અને મહોત્સવ કરે તેથી ખબર પડે. કેવળજ્ઞાન થાય ત્યારે મોટા ભાગે દેવતા આવે છે, પરંતુ કોઈ ગૃહસ્થને કેવળજ્ઞાન થાય અને Page #41 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનુપયોગથી દેવતા ન આવે તો પોતાને કેવળજ્ઞાન થયાનું એ બીજાને જણાવે નહિ. ગુરુ છદ્મસ્થ હોય; શિષ્યને કેવળજ્ઞાન થાય અને ગુરુ જાણે નહિ, તો ત્યાં સુધી પોતાને કેવળજ્ઞાન થયાનું શિષ્ય ગુરુને જણાવે નહિ. २० 1208 સંઘ વાસ્તવિક સંઘ બને તો સારી દુનિયા એને પૂજે. ‘અમે સંઘ’ એમ પોકાર કરનારા માટે આપણે વસ્તુસ્થિતિ ૨જૂ કરીએ છીએ. સંઘમાં રહેલી દરેક વ્યક્તિને સંઘ તરીકે પૂજાવાની ઇચ્છા ધરાવનારો પૂજવા તૈયાર જ હોય. જો ન હોય તો એ સંઘમાં રહેવા માટે લાયક નથી. પણ એ વાત સમજાવતાં પહેલાં એ નક્કી ક૨વું જોઈએ કે-સંઘ કોણ ? સંઘ શું ? એ પૂજ્ય શાથી ? એમાં આગેવાની કોની અને શાથી ? કોણ કોના તાબેદાર ? આ બધી વાતો નક્કી કરવી પડશે ને ? જડનો સંસર્ગ હોય ત્યાં સુધી સિદ્ધિ નથી. જડના સંસર્ગને પોષનાર કોણ ? જડના સંસર્ગની પોષક ચીજને ખસેડી એ સંસર્ગને દૂર કરનારી ચીજ સેવીએ, તો મુક્તિ મળે ને ? સભા જડના સંસર્ગને પોષનાર કર્મ છે.' એ વાત સાચી, પણ એ કર્મ કઈ ક્રિયાથી આવે ને કઈ ક્યિાથી જાય, એ જાણવું જોઈએ ને ? પાપ, આશ્રવ અને બંધ એ ત્રણને જે સમજે, માને અને તે ન જોઈએ એમ કબૂલે તે પુણ્ય, સંવર અને નિર્જરાને સેવ્યા વિના રહે ? પુણ્ય, સંવર અને નિર્જરાની કરણીમાં જે વિઘ્ન નાખે તેને પાપ, આશ્રવ અને બંધનો ભય નથી. જેને એ ત્રણેયનો ભય નથી તે શ્રી જિનેશ્વરદેવના શાસનને માનતો જ નથી. એનામાં આસક્તિતા નથી પણ નાસ્તિકતા બેઠી છે, એમ કહેવું જ પડે. આ પાપ છે, તે આનાથી થાય છે અને આ રીતે બંધાય છે, એ સમજનાર પાપથી ડરે નહિ ? પાપથી છેટો ન રહે ? પરંતુ પાપ પાપ તરીકે રોમ રોમ પરિણમ્યું નથી એ જ મોટો વાંધો છે. સાપ કરડે તો તરત મરી જવાય એ વાત હૈયામાં જે રીતે બેઠી છે તેવી આ વાત બેઠી નથી. સાપનું નામ સાંભળતાં ગભરામણ થાય, એવી ગભરામણ પાપનું નામ સાંભળતાં કેમ થતી નથી ? ઝેર ભૂલથી પણ ખવાય તો પ્રાણ લે, એમ નક્કી માન્યું છે માટે ખાતાં ખાતાં કોઈ બૂમ પાડીને કહે કે-‘એમાં તો ઝેર છે' તો તરત મોંમાં ગયેલો કોળિયો પાછો વાળે, ખાધું હોય તેની મોંમાં આંગળા ઘાલી ઊલટી કરે, ડૉક્ટર પાસે દોડે, ફી આપે અને બધું બહાર કઢાવે. બેચાર દિવસ તો પેટમાં કંઈ રહી ગયું નહિ હોય ને ?’ એવી શંકા થયા કરે. એ શંકામાં અમથો પણ તાવ આવી જાય. દ્રવ્યપ્રાણો (પાંચ ઇંદ્રિય, મન-વચન-કાય બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય મેં દશ) ઉ૫૨ જેટલો Page #42 -------------------------------------------------------------------------- ________________ 1209 – ૨ ઃ મળશે બધું પણ માગશો શું? - 82 – ૨૧ પ્રેમ છે તેટલો ભાવપ્રાણ પર નથી. દ્રવ્યપ્રાણ માટે “મરી ગયો !” એમ થાય છે પણ ભાવપ્રાણ માટે એમ થતું નથી. ભાવપ્રાણ શું ? આત્મા શું ? એ બધું જાણ્યા અને માન્યા વિના આસ્તિક્ય નહિ આવે. આજની બેકારીનું કારણ અને તેનો ઉપાયઃ આસ્તિક્ય વિના બેડો પાર નહિ થાય એ આસ્તિકતા નથી. આવા માટે તો આજે કહે છે કે-“આ જમાનામાં ધર્મના નામે આટલા પૂજાપાઠ અને ઉત્સવમહોત્સવો શા ? એક તરફ આટલી બેકારી અને લોકોની દુર્દશા અને બીજી તરફ આ ઉપધાન, ઉજમણાં, સાધુઓનાં સામૈયાં અને પૂજા પ્રભાવનાઓમાં ધૂમ ખર્ચા. આ બધું કેમ ચાલે ?” કહેવું પડે કે આવું બોલનારને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં સ્પર્ધો જ નથી. બેકારી છે તેની ના નથી, પણ એ છે શાથી ? પૂર્વના પાપથી. અરે, હજી તો ઠીક છે પણ જો નરકે ગયા તો બેસવા કે ઊભા રહેવાની જગ્યા પણ નહિ મળે. ખાવાપીવા કે પહેરવા ઓઢવાનું કશું નહિ મળે. પરમાધામીઓ એવી પીડા ઉપજાવશે કે જેનું વર્ણન સાંભળતાં પણ કંપારી છૂટે. જે ભૂમિમાં અને જે સંયોગોમાં પેદા થયા ત્યાંની સ્થિતિને ભોગવ્યા વિના કોઈ આરોવારો નહિ રહે. કહે છે કે “પૂર્વે કેવા શ્રીમાનો હતા ?' પણ એ પુણ્યવાન કેવા હતા, એ વિચાર નથી આવતો. “ધનાજી પગ મૂકે ત્યાં નિધાન અને અમે પગ મૂકીએ ત્યાં ધૂળનાં ઢેફાં કેમ ? તેમના આ પ્રશ્નનો જવાબ તો તેમના પ્રશ્નમાં જ આવી જાય છે પણ એ વિચાર કરે કોણ ? ચોવીસ તીર્થંકરદેવો તો સરખા જ ને ? પરંતુ ઋષભદેવ ભગવાનને બાર મહિના આહાર ન મળ્યો, મહાવીર પ્રભુને છે મહિના આહાર ન મળ્યો અને કેટલાક તીર્થંકરદેવોની સ્થિતિ એવી કે સવારે દીક્ષા લીધી અને સાંજે કેવલજ્ઞાન થયું. કશો ઉપસર્ગ સહેવો જ ન પડ્યો. એ શાથી ? એમણે પૂર્વે એવાં કર્મ નહોતાં બાંધ્યાં. ભગવાન મહાવીરદેવે પૂર્વે ભારે કર્મ બાંધ્યાં હતાં. જે કર્મબંધ ભગવાન મહાવીરને ન છોડે તે તમને અને અમને છોડે ? બેકારીની બૂમો મારનારને સાધુ શું કહે ? બહારની દુનિયાની વાત જવા દો; હમણાં તો આપણા શાસનમાં ગણાતાઓ બેકારીની બૂમો મારે છે. તેની વાત કરો.બેકારીની બૂમ મારતો કોઈ સાધુ પાસે આવે તો સાધુ તેને શું કહે ? પોતે દુઃખી છે, એવી બૂમ મારતો કોઈ સાધુ પાસે આવે તો સાધુ તેને સમજાવે કે ભાઈ એમાં કોઈ નવાઈ નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1શ0 સંસાર છે જ દુ:ખમય. માટે તો અમે સંસારને છોડીને અહીં આવ્યા છીએ. પેલો ધે કે-“સાહેબ ! મારી પાસે પૈસા નથી માટે દુ:ખી છું.' તો સાધુ સમજાવે કે“ગભરા નહિ. લક્ષ્મીવાનો તો વળી તારાથી પણ વધારે દુ:ખી છે એમ તેઓ અમને કહી જાય છે. જીવનભર મજૂરી કરીને મરી જવાનું, ઘરબાર, કુટુંબ પરિવાર બધું વિખરાઈ જવાનું, સંસારનો ગુણ જ એવો છે. અરે ! અમે પણ દુ:ખી જ હતા ને ? ચક્વર્તી પણ પોતે દુ:ખી છે એમ જ માનતા ન હોત તો સંસાર છોડત ખરા ? સાધુ આ રીતે સમજાવે તો પેલા દુ:ખીને એવું આશ્વાસન મળે કે-એ પોતાનું દુ:ખ ભૂલી જાય.” હોશિયાર ડોક્ટર પણ દર્દી ગમે તેવો ગભરાયેલો આવ્યો હોય ત્યારે તેને કહે છે કે ભલા માણસ ! તને કાંઈ નથી. તું નકામો ગભરાઈ ગયો છે.' પેલો કહે કે-પણ મને ક્ષય થયો છે એમ કહે છે.” તો ડૉક્ટર કહે કે-કોણે કહ્યું ? કાંઈ નથી. ખોટો વહેમમાં પડીશ નહિ.” પછી નાડી જોઈ, આમતેમ ટકોરા મારી એવો દેખાવ કરે કે જાણે દર્દીને કાંઈ જ નથી. પોતે મનમાં ભલે સમજે, એના કુટુંબને ખાનગીમાં જરૂરી સૂચના ભલે આપે, દર્દીને બરાબર સાચવવાની ભલામણ કરે પણ દર્દીને કાંઈ કહેવાની ના જ પાડે, કારણ કે દર્દીને ખબર પડે તો ચિંતામાં એનું દર્દ વધી જાય. ડૉક્ટરની આ જાતની વાતચીતથી દર્દીને ઘણી શાન્તિ મળી જાય છે. એનું અધું દર્દ હળવું થઈ જાય છે. ડૉક્ટર એને દેવ જેવો લાગે છે. દિલાસાથી જ દર્દમાં સુધારો થવા લાગે છે. કદી મરે તોયે સમાધિમાં મરે છે. જે સંસારી દુ:ખ પોકારતો આવે એના પણ ઉપચાર કરનારો ડૉક્ટર-સાધુ છે, એટલે એ પણ એ જ રીતે દિલાસો આપે ને ? સાધુ તો ધન્વન્તરી વૈદ્ય છે. એ વૈદ્ય રોગનો નાશ કરે કે રોગને પુષ્ટ કરે ? અમે જગતમાં ફરીએ છીએ શા માટે ? સભાઃ “દુનિયાને દિલાસો દેવા માટે.” | દિલાસો દેવા અને સંસારરોગથી બચાવવા. કોઈ હાય બાપ ! મરી ગયો ! કરતો આવે અને સાધુ કહે કે - ભાઈ ! મરવાનો તો હતો જ, કોણ નથી મરવાનું ? આટલું જીવ્યો એ જ ભાગ્ય માન. | [આ વખતે એક કચ્છી ભાઈએ તે વખતે સમાજમાં ચાલી રહેલી દીક્ષાની ધમાલ અંગે નીચે મુજબ કેટલાક પ્રશ્નો કર્યા હતા જેના પૂજ્યશ્રીએ ખુલાસા આપ્યા હતા.] સભા દીક્ષા જેવી ઉત્તમ ચીજ માટે વર્તમાનમાં આટલો ઘોઘાટ શા માટે ? Page #44 -------------------------------------------------------------------------- ________________ 1211 - ૨ : મળશે બધું પણ માગશો શું ? – 82 - ૨૩ દુનિયામાં એવા ઘણા છે કે જેઓ ઉદાર હોય, હૈયાના ઉલ્લાસપૂર્વક દાન દેતા હોય, સામેનું પાત્ર ભજેનું હોય, તો પણ તેનો એક જ પાડોશી એવો પણ હોય કે તે જોઈ જોઈને મનમાં બળતરા કરતો હોય, દુ:ખી દુ:ખી થતો હોય. મોઢેથી બબડતો હોય કે-કેવા ભિખારાને ભેગા કરે છે ! હું આવાના પાડોશમાં આવીને ક્યાં ભરાણો ?' જો કે પેલાના મોઢે તો આવું બોલવાની હિંમત ન હોય. અરે, પાડોશમાં રહેવું હોય તેથી સારા દેખાવા કદી પોતે પણ દેતો હોય, પણ દેવાની ભાવના નથી એટલે મનમાં તો ઉગ જ પામતો હોય. આનો હેતુ શો ? એ જ રીતે દીક્ષા ઊંચી, માર્ગ સુંદર, લેનાર મજેનો, આપનાર શાસ્ત્રનો જ્ઞાતા અને અપાય શાસ્ત્રાનુસારી રીતે, પછી વાંધો શો ? પરંતુ આ ભાઈનો પ્રશ્ન એ છે કે જો, આમ જ છે તો આ બધા ઘોંઘાટનું કારણ શું ? આઠ મહાપ્રાતિહાર્ય સાથે શ્રી જિનેશ્વરદેવ સાક્ષાત્ વિચરતા હતા ત્યારે પણ પાખંડીઓ એમને ઇંદ્રજાળીઆ કહેતા હતા. એ કહેતા કે-“અરે, આ તો ખરો ઇંદ્રજાળીઓ છે !” આમ છતાં એ પાખંડીઓને પણ સમવસરણાદિ જોવા જવાનું મન તો થતું જ કારણ કે એ કાંઈ કૃત્રિમ વસ્તુ નહોતી. સભાઃ “દીક્ષા લેનારની વય, જ્ઞાન, યોગ્યતા, પાત્રતા એ બધું તો જોવું જોઈએ ને ?” આ ભાઈના પ્રશ્નો એ બહારના વાતાવરણનો પડઘો છે. અને એ વાત પોતે પણ કબૂલે છે. સારી ચીજમાં ખામી કાઢી શકાતી નથી પરંતુ એ વસ્તુ ગમતી ન હોય ત્યાર પછી વાત બીજી રીતે કરાય છે. દાતારના દાન માટે કૃપણ કાંઈ બોલી શકતો નથી ત્યારે એ શું કહે છે ? એ કહે કે દાન તો ધર્મ છે, દાન કરે એનો વાંધો નથી પણ એ દેનાર છે કેવો ? એ તમે જાણો છો ? હું એને સારી રીતે ઓળખું છું. એ જ રીતે દીક્ષા માટે કાંઈ બોલી શકાતું નથી, ત્યારે પછી વય વગેરે બીજી ત્રીજી વાતો આગળ કરવામાં આવે છે. સભા: “જે અણુવ્રત શું છે, એ પણ જાણતો નથી તેને મહાવ્રત કેમ અપાય ?' એટલે “જે કાંઈ સમજતો નથી તેને મહાવ્રત કેમ અપાય ?' એ તમારો પ્રશ્ન છે. પ્રશ્નના જવાબ માટે આપણે પહેલાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું બંધારણ જોવું પડશે. ભગવાનની આજ્ઞાનું બંધારણ વિચારપૂર્વકનું હોય એમાં તો શંકા નથી ને ? હોય તો બોલજો ! અહીં આપણે શાસ્ત્રદૃષ્ટિએ વાત વિચારવી પડશે, મતિકલ્પનાની વાત નહિ ચાલે. - આઠ વર્ષની વય પહેલાં અને ત્યાંથી માંડીને પછીના માટે દીક્ષા અંગે શ્રી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1212 જિનેશ્વરદેવની શી આજ્ઞા છે, તે જાણવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવ કહે છે કે આઠ વર્ષની વય પહેલાં વિરતિના પરિણામ પ્રાય: જીવને થતા નથી.” ત્યાં પણ “પ્રાય: શબ્દ મૂક્યો છે, એટલે ક્વચિત્ કોઈને થાય તો તેનો ઇન્કાર નથી, એમ ભગવાન પણ ફરમાવે છે. આઠ વર્ષની વયથી વિરતિનાં પરિણામ આવવા માટે આગમનું કે વ્રતાદિકનું જ્ઞાન જોઈએ જ એવો કાયદો નથી. તેમજ વિરતિનાં પરિણામ આવ્યા પછી વિરતિ લેવા માટે પણ અમુક જ્ઞાન જોઈએ જ એવો પણ કાયદો નથી. વિરતિનું સ્વરૂપ, તેના પ્રકાર, તેના ભેદ-પ્રભેદ જાણ્યાં વિના પણ વિરતિ અંગીકાર કરીને, ગુરુનિશ્રાએ રહીને, અનેક આત્માઓ કેવળજ્ઞાન પામીને મુક્તિમાં ચાલ્યા ગયા અને વિરતિના સ્વરૂપાદિને જાણનારા અનેક રહી ગયા, આવા સંખ્યાબંધ બનાવો શાસ્ત્રના પાને નોંધાયેલા છે. : દીક્ષા આપનાર કેવા જોઈએ ? શાસ્ત્ર કહે છે કે એક એક જ્ઞાનીની નિશ્રાએ અનંતા અજ્ઞાની તરી ગયા, સંખ્યાબંધ તરે છે અને અનંતા તરશે ! એક કપ્તાનના આધારે આખી સ્ટીમર સામે પાર જાય છે ને ? સભાઃ કપ્તાન એટલે નિર્ધામક. એ નિયમિક કેવો જોઈએ ?' આગમનો જ્ઞાતા, એમાં શંકા નહિ. જે કાળે જે આગમ વિદ્યમાન હોય તેનો જ્ઞાતા અને એને જ ચીંધનારો એ હોય; એને વીંધનારો હોય તે શાસન બહાર છે. આગમ જાણે તે જ ગીતાર્થ. એવા ગીતાર્થની નિશ્રાએ આજ્ઞાને અનુસરીને ચાલવાથી અજ્ઞાની પણ તરી જાય. શાસ્ત્ર કહે છે કે પગલું પણ ત્યાં મૂકવું કે જ્યાં જ્ઞાની કહે. જ્ઞાનીએ કહેલી જગ્યાએ વગર જ્ઞાને પણ પગ મુકાય. બધું જાણ્યા બાદ જ ક્રિયા થાય એમ માનીએ તો તો કેવળજ્ઞાન વિના કોઈ પ્રવૃત્તિ જ ન થાય. શાસ્ત્ર પણ વિનયપૂર્વક ભણાય. પણ વિનય, વિવેક અને ભક્તિનું સ્વરૂપ પણ જણાય તો શાસ્ત્રથી ને ? સભા: “કારણ પહેલું કે કાર્ય પહેલું ?' પહેલું કારણ, પછી કાર્ય, મુક્તિએ જવાનાં પરિણામ એ કારણ અને પછી એને માટેની તમામ ક્રિયા એ કાર્ય. જિનકલ્પ કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર આજે કોઈ માગે તો નથી. જે કાળમાં જે વસ્તુનું અસ્તિત્વ હોય તે જ આરાધાય. મહાવ્રતનો પ્રભાવ : સભાઃ “મહાવ્રત લીધેલા તો મોક્ષે જ જાય ને ? એ પડે ખરા ?” પડે. અત્યારે પણ પડે, ભગવાન મહાવીરદેવના કાળમાં પણ પડતા હતા Page #46 -------------------------------------------------------------------------- ________________ 1213 – ૨ : મળશે બધું પણ માગશો શું? - 82 – ૨૫ અને ભગવાન ઋષભદેવજીના કાળમાં પણ પડતા હતા. શાસ્ત્ર કહે છે કે જેટલા આત્મા મહાવ્રત પામીને મુક્તિએ ગયા તેના કરતાં મહાવ્રત પામીને પડેલા આત્માઓ અનંતગુણા હોય છે. વીતરાગ જેવું ચારિત્ર પાળનારા અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. મહાવ્રત ધારણ કર્યા અને એક કલાક રહ્યા પછી જાય, તો પણ પામ્યો નહિ એમ ન કહેવાય. મહાવ્રત પામેલો મોક્ષે જાય એ વાત ખરી પણ એ જ ભવે મોક્ષે જાય એવો કાયદો નહિ. કર્મનો એક પણ અણુ આત્માને લાગેલ હોય ત્યાં સુધી મોક્ષે જવાય તેમ નથી. સમ્યક્ત્વ પામેલો અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષે જાય એ વાત સાચી પણ સમ્યક્ત પામ્યા પછી અંતર્મુહૂર્તમાં હારી જાય અને એવા પણ અનેક જીવો હોય કે એ હાર્યા પછી અર્ધપુગલ પરાવર્તન સુધી પામે જ નહિ. છેલ્લે વખતે જ પામી, મહાવ્રત લઈ, કેવળજ્ઞાન પામી મુક્તિમાં જાય. માટે પામ્યો એ તો પામ્યો જ કહેવાય. એ નથી પામ્યો એમ ન કહેવાય. • "अन्तोमुहत्तमित्तपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं । તેસિં અવઢપુરાન-પરિટ્ટો ચેવ સંસારો !” “અંતર્મુહૂર્ત માત્ર પણ, જે જીવને સમ્યક્તનો સ્પર્શ થયો છે તેનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તમાં સીમિત થઈ જાય છે.” ભગવાન મહાવીરદેવના જીવે નવસારના ભવમાં સમ્યક્ત પ્રાપ્ત કર્યું. - ત્યાંથી દેવલોકમાં ગયા અને ત્યાંથી અવીને ઋષભદેવ ભગવાનના પૌત્ર મરીચિ થયા. એમના બધાભવો જુઓ. ચડ્યા અને પડ્યા, પામ્યા અને હાર્યા, એવું જ બનતું આવ્યું છે. જો તમે કહો છો તેમ હોય તો તો ચરમ શરીરી જ દીક્ષા લઈ શકે, પણ એવું નથી. એવું હોય તો તો આજે કોઈ સાધુ હોય જ નહિ. - ઋષભદેવ ભગવાનના સાધુઓમાંથી કેટલાક મુક્તિએ ગયા તો કેટલાક દેવલોકમાં ગયા એમની પરંપરામાં પણ એમ જ બન્યું છે. અહીં મહાવ્રત પામ્યા તે મુક્તિમાં ન ગયા ત્યારે ક્યાં ગયા ? વૈમાનિકમાં કે સર્વાર્થસિદ્ધમાં. ત્યાં મહાવ્રત છે ? દેવલોકમાં તો ગુણસ્થાનક ચોથું ને ? હવે એ મહાવ્રત પામ્યા જ નથી એમ કહેવાય ? શાસ્ત્રનાં વચનો વિચારો. એ કહે છે કે :વિરતિધર જો મુક્તિ પામે તો ભલે પણ મુક્તિ ન પામે તોનિયમ વેમાલી ડું - નિયમા વૈમાનિક દેવ થાય.” સભાઃ “અભવિને ચૌદ પૂર્વ હોય ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1214 ના, અભવિને સાડા નવ પૂર્વથી અધિક જ્ઞાન ન હોય. ઋષભદેવ ભગવાનના ચોરાસી લાખ સાધુમાંથી વીસ હજાર ગયા. મહાવીર ભગવાનના ચૌદ હજાર સાધુમાંથી મુક્તિમાં સાતસો ગયા. સંયમી તે જ ભવમાં મોક્ષે જાય એવો નિયમ નથી. અન્ય ભવમાં પણ જાય અને કેટલાક લીધા પછી પડે પણ ખરા. ન પડે તે ભાગ્યવાન ! ઇચ્છા વિના દીક્ષા ન આપીએ : એટલે નક્કી એ થયું કે૧. વિરતિનાં પરિણામ આવવા માટે જ્ઞાન જોઈએ જ એમ નહિ. ૨. વિરતિનાં પરિણામ આવ્યા પછી વિરતિ અંગીકાર કરવા માટે અમુક . ભણવું જ જોઈએ એવો નિયમ નથી. . . ૩. વિરતિ લીધા પછી તેના પાલન માટે અમુક જ્ઞાન જોઈએ જ અથવા અમુક જ્ઞાન ન હોય તો વિરતિનું પાલન ન જ કરી શકે, એવો નિયમ નથી. આ ત્રણ મુદ્દા સમજ્યા પછી કોઈ જાતની શંકા નહિ રહે; પરંતુ જ્ઞાની ગુરુની નિશ્રા જોઈએ જ એ શરત પા. ' સભાઃ “નાની વયમાં દીક્ષા ઇચ્છાથી કે અનિચ્છાથી ?' ઇચ્છાથી, જો બલાત્કારે આપીએ તો સચવાય શી રીતે ? અહીં પરાણે લઈ આવ્યા અને પછી બૂમ પાડે તો ? આજકાલ તો એવા વકીલો તૈયાર જ બેઠા છે કે જો કોઈ બાલ સાધુએ બૂમ મારી તો તરત જ ઉપાડીને લઈ જાય અને મારા હાથમાં બેડી પણ નંખાવે. આવી તો એ કાયદાબાજો રાહ જોઈને જ બેઠા છે. પણ હું એવું કશું શા માટે ? રાજ્યનો કાયદો નડે એવું અમારે કરવાની જરૂર શી ? ઇચ્છા વિના સંયમ આપવું શા માટે ? અજ્ઞાનવયમાં દીક્ષા લેવાનાં પરિણામ દેખાય તો એને સારા સંસર્ગમાં મૂકવાની શાસ્ત્રની આજ્ઞા છે. સભા: “પાત્રતા જોવાની કે નહિ ?' જરૂર જોવાની. ઉત્તમ કુળ, સારા સંસ્કાર એ બધું જોવાનું. બાકી સંસાર ખરાબ લાગતો હોય અને સંયમ સારું લાગતું હોય એટલી જ એની પરીક્ષા. સભા: “અણુવ્રત પણ ન જાણે તેને મહાવ્રતો અપાય ?' કંઈ પણ ન જાણનારને પણ મહાવ્રતો અપાય. મહાપુરુષો તો કહે છે કે જે આત્માને માત્ર સંસાર અસાર લાગે, પૂર્વના સંસ્કારથી કે અનુભવથી કે દુ:ખ પડવાથી સંસારની નિર્ગુણતા સમજાય, તો સમ્યકત્વ ન હોય તો એનો આરોપ Page #48 -------------------------------------------------------------------------- ________________ 1215 ૨ : મળશે બધું પણ માગશો શું ? - 82 ૨૭ કરીને પણ તેને દીક્ષા અપાય. જૈનકુળમાં જન્મેલાને તો નાની વયથી જ સંસારની અસારતાના સંસ્કાર હોય. – અમે એના વાલી બનવા તૈયાર છીએ : સભા ‘નાની ઉંમરવાળા માટે સરકાર મેનેજમેંટ મૂકે છે. એ ઉંમરલાયક ન થાય ત્યાં સુધી એને મિલકત સોંપાતી નથી. એના વાલી તરીકે જે નિમાય તેને સોંપાય છે; તો એવો કાયદો અહીં નહીં ?’ એ જ કાયદો અહીં પણ ખરો. ત્યાં એને મિલકત સોંપાતી નથી પણ જે વાલી નિમાયો હોય, તે એને લાખો રૂપિયાના અલંકાર પહેરાવી શકે છે. હીરાનો હીર, વીંટી વગેરે બધું પહેરાવે. અમને પણ માબપ પોતાના બાળકનું વાલીપણું સોંપે તેનું સ્વીકારીએ. અમારા વાલીપણામાં જે માબાપને પોતાના બાળકનું હિત જણાતું હોય તે જ અમને સોંપે છે. એ વયમાં અમને ન સોંપે તો અમે દીક્ષા હરગિજ ન આપીએ. કાયદાનો બાધ પહોંચે એવું એક કાર્ય કર્યું નથી કે એવી એક પણ દીક્ષા મેં આપી નથી. સભા ત્યારે બહારનો ઘોંઘાટ તો બહુ જુદો છે !’ તે તમારે વિચા૨વાનું. પૂરતી તપાસ વિના બહારનો ઘોંઘાટ સાચો માની લેવાની ભૂલથી જ પરિણામ ખરાબ આવે છે. દેશકાળ ધર્મના પ્રચાર માટે જોવાનો કે ધર્મના નાશ માટે ? કોઈ દેશ કે કોઈ કાળ એવો નથી કે જેમાં ધર્મનો પ્રચાર ન કરાય. મુંબઈ જેવાં શહે૨ોમાં કઈ રીતે ધર્મનો પ્રચાર કરવો અને તેવા કોઈ ગ્રામપ્રદેશમાં કઈ રીતે પ્રચાર કરવો, અમુક કાળમાં કઈ રીતે ધર્મ પ્રચારવો અને અમુક કાળમાં કઈ રીતે પ્રચારવો - એ બધું જરૂર જોવું જોઈએ. શાસ્ત્રકારો તો ધર્માર્થે દેશને પણ તજવાનું કહે છે. આ વખતે પ્રશ્નકારે દીક્ષા અંગેની તે વખતની ધાંધલને વખોડી કાઢી હતી. તેમજ તે વખતે ચાલતી સ્વરાજની ચળવળ વગેરે પ્રવૃત્તિની રીતરસમ ખોટી જાહેર કરી હતી.] મારો મુદ્દો એ છે કે બહાર જે કાંઈ વાતો ચાલે છે તે બને ત્યાં સુધી સાંભળવી નહિ, સાંભળી હોય તો બે પક્ષની પૂરી વાત સાંભળ્યા વિના નિર્ણય કરવો નહિ અને સત્યનો નિર્ધાર કર્યા વિના એ વાતને ન તો હૈયામાં પેસવા દેવી કે ન તો મોઢેથી બહાર લાવવી. સત્યના નિર્ધાર વિના ખોટી વાતને બહાર મૂકવાથી અનેક અજ્ઞાન આત્માઓ બિચારા ઉન્માર્ગે દોરાઈ જાય. [અહીં પ્રશ્નકારે સ્વરાજ્ય અને પુણ્ય એ બે મુદ્દાને ચર્ચા પુણ્ય વિના કશું જ નથી માટે પુણ્ય ક૨વાની પ્રેરણા કરી હતી.] Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જે મક્કમતાની આવશ્યકતા છે તે નહિ હોય તો કામ નહિ થાય. સમ્યગ્દર્શન મજબૂત જોઈએ. એ પીઠ પોલી ન ચાલે. એની દૃઢતા માટે પાંચ દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. એ પાંચ દોષો કયા ? (૧) શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા. (૨) અન્ય મતની કાંક્ષા - અભિલાષા. (૩) શ્રી જિનેશ્વરદેવે ફ૨માવેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ (૪) મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અને (૫) મિથ્યાદૃષ્ટિનો પરિચય. 1216 દૃઢતા પછી રૂઢતા અને અવગાઢતાનું વર્ણન આપણે કરી ગયા છીએ. આગળ એ પણ વાતો કરી કે પ્રતિસમયે વિશુદ્ધ બનતી જતી પરિણામની ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તવાથી એ પીઠ રૂઢ થાય, તત્ત્વની તીવ્ર રૂચિથી એ પીઠ ગાઢ થાય અને વાદિ પદાર્થોના સમ્યગ્ બોધથી એ પીઠ અવગાઢ થાય. એ રીતે પીઠનું વર્ણન કરી ગયા બાદ મેખલાના વર્ણનમાં જણાવી ગયા કે ઉત્તરગુણોરૂપ રત્નોથી મંડિત (જડેલી) મૂળગુણરૂપી સુવર્ણની મેખલા જોઈએ. હવે ચિત્રકૂટ એટલે શિખરનું વર્ણન કરે છે. મેરૂને જેમ સુવર્ણના શીલાતલ ૫૨ શિખરો છે અને અમુક સ્થાને ગોઠવાયેલાં છે, તેમ શ્રી સંઘમેરૂને પણ ચિત્તરૂપી શિખરો ઊંચા નિયમોરૂપી શીલાતલ પર ગોઠવાયેલાં હોય. ઇંદ્રિયો તથા મનનું જેનાથી નિયમન થાય તે નિયમ. હવે એ નિયમની વાત કરતાં પહેલાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા બે શરત માગે છે. તે કઈ ? તેનું વર્ણન કરતાં કહે છે કે बिभेषि यदि संसारात्, मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रिय जयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् । । १ । । ज्ञानसार. સંસારનો ભય હોય અને મોક્ષની ઇચ્છા હોય તો જ જે વાત કહેવાની છે તે કહેવાય. નહિ તો કહે કોને ? માટે પહેલાં જ એ પૂછે છે કે સંસારનો ભય છે ? મોક્ષપ્રાપ્તિની ઇચ્છા છે ? આ બે વાતમાં જો સામો ના પાડે તો આ ઉપકારી કહે છે કે ‘તો અમે તને કંઈ કહેવા માગતા નથી. આ બે વાતમાં જો હા હોય તો જૈનશાસનમાં આવ,’ એમ મહર્ષિ કહે છે. ઇચ્છા તો મુક્તિની જ જોઈએ. પ્રભુનો ધર્મ એવો છે એનાથી મળે બધું પણ એ બધું મગાય નહિ. ‘માગે એને મળે જ’-એવું નહિ અને મળે તો પણ સંસારમાં ભટકવા માટે જ. જૈન સંસાર ગમે તેને આ મહર્ષિ બહાર જવાનું કહે છે. ૨મતિયાળ વિદ્યાર્થીને શિક્ષક બહાર જવાનું કહે. ‘ભણવું હોય તો અંદર બેસ ! નહિ તો બહાર ચાલ્યો જા,' એમ કહે . ક્લાસમાં શિક્ષક ૨માડે તેમ વિદ્યાર્થીથી ૨માય પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨ : મળશે બધું પણ માગશો શું ? - 82 પોતાની મરજી પ્રમાણે વિદ્યાર્થી ન રમી શકે. એકડિયા વર્ગમાં લખોટા વગેરે પણ રખાય. શિક્ષક ભણાવતાં ભણાવતાં બાળકને ૨માડે, હસાવે એનો વાંધો નહિ પણ વિદ્યાર્થી પોતાની મરજી પ્રમાણે ન રમી શકે. એ જ રીતે પ્રભુનો ધર્મ એવો છે કે એ મુક્તિ જ આપે. મુક્તિ ન મળે ત્યાં સુધી નરકાદિમાં તો ન જ જવા દે અને સંસારમાં સુખી જ રાખે; પણ ધર્મ પાસે સુખ મગાય નહિ. ધર્મ કહે છે કે હું રાજ ઋદ્ધિ, સિદ્ધિ બધું આપું પણ ન માગે તો; માગે તો ખલાસ. આપું તો ખરો પણ પછી એવો ખસી જાઉં કે માગનારનો પત્તો જ ન લાગે. 1217 ૨૯ ધર્મના શરણે સર્વસ્વનું સમર્પણ કરી દેવું જોઈએ. ‘હું અને મારું સર્વસ્વ તારું છે' એમ ધર્મને કહેવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવો માતાના ગર્ભમાં આવે ત્યાંથી માંડીને છેવટ સુધી એમની તમામ ચિંતા ઇંદ્રો કરતા. ભગવાન ક્યાં બેઠા, ક્યાં ઊભા, ક્યાં જાય છે, શું કરે છે, એમનું મન શું છે, એ બધી ખબર ઇંદ્રોને રાખવી પડતી હતી એનું કારણ ? એમણે ધર્મનું એવું સેવન કર્યું હતું. જન્માભિષેક સમયે અથવા તો સમોસરણ રચાય ત્યારે બધા એમના સેવકો કેવી ભક્તિ કરે છે ? ભગવાનનું સમોસરણ કેવું હોય ? જોનારની આંખો પહોળી થઈ જાય એવું. એમ છતાં ભગવાન એમાં જરાયે લેપાતા નથી કે રાજીપો અનુભવતા નથી. સભા : મેઘમાલી પર તથા ઇંદ્ર પર બેય પર સમાનતા ?’ જરૂર ! એક પોતાને કર્મક્ષયમાં સહાય કરે છે અને બીજો કર્મક્ષય નિમિત્તે ગુણ ગ્રહણ કરે છે; એમાં હાનિ શી છે ? ઇંદ્રાદિ દેવો સમોસરણ રચે છે છતાં એમના રચેલા સમોસરણમાં બેસી ભગવાન કહે શું ? असारोऽयं संसारः । જેના બનાવેલા સમોસરણમાં બેઠા તેમની જ ઝાટકણી કાઢે છે ને ? દેવોમાં સમોસરણ રચવાની કળા તો છે પણ એ ભગવાન માટે જ ૨ચે અને બીજા માટે કેમ નહિ ? ત્યાં ભગવાનનું પુણ્ય એ જ કારણ છે. દેવોની એ કળામાં પણ ભગવાનનો જ પ્રભાવ છે. ચાર દિશામાંથી ભગવાન તો એક જ દિશામાં બેસે જ્યારે બાકીની ત્રણ દિશામાં ભગવાનનાં પ્રતિબિંબ દેવતા કરે. એ પ્રતિબિંબ પણ ભગવાન જેવાં જ જણાય તેમાં પણ ભગવાનનો પ્રભાવ છે. દેવતામાં સ્વતંત્રપણે એવાં પ્રતિબિંબ કરવાની તાકાત નથી. ભગવાનનો પ્રભાવ એમાં ભળે છે માટે જ દેવો એ કરી શકે છે. આટલી સેવા કરનાર દેવતાઓને પણ ભગવાન પ્રમાદી કહે છે. દેવતા Page #51 -------------------------------------------------------------------------- ________________ 1218 ૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ ભૂલે તો એકેંદ્રિયમાં જાય. વાવડીમાં અપ્લાય તરીકે કે વિમાનમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય. ઇંદ્રો ભગવાનને કહે છે કે- પ્રભુ ! આપ અમારા કલ્યાણને માટે જ ઉત્પન્ન થયા છો. સભા પ્રભુ આટલી કડક ટીકા કરે તો ઇંદ્રો સમોસરણ પાછું ખેંચી ન લે ?’ ઇંદ્રોમાં આજની વીસમી સદીની એ બુદ્ધિ નથી. એ તો પ્રભુના ચરણની ધૂળ પોતાના મસ્તકે ચઢાવે છે, પ્રભુને જમીન પર પગ પણ મૂક્વા દેતા નથી. ઇંદ્રો માને છે કે-અમારું અવધિજ્ઞાન તથા દેવતાઈ ઋદ્ધિ સિદ્ધિ અને શક્તિ આજે જ સફળ થઈ. ધર્મ કહે છે કે ‘ હું આપીશ બધું, પણ માગીશ મા !’ ભગવાન મહાવી૨દેવના જીવે ધર્મ પાસે બળ માગ્યું તો.ધર્મે તેમને તે આપ્યું. એ ત્રિપૃષ્ટ થયા, બળવાન બન્યા, ત્રણ ખંડના માલિક થયા, સિંહને ચીર્યો, આજ્ઞા ન પાળનારના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું, ખૂબ ધમાચકડી કરી પછી અંતે શું થયું ? સીધા સાતમી નરકે ગયા. ધર્મે કહ્યું કે-માગ્યું કેમ ? હવે પધારો અને માગ્યાનાં ફળ ભોગવો.' ધર્મીને ધર્મ કહે છે કે-તમે ગભરાઓ નહિ. દેવલોક કોના માટે છે ? તમારા માટે જ છે; પણ માગો નહિ. દેવલોકમાંથી પુણ્યવાન અવે તે સારી રીતે ચ્યવે છે. બાકી પુણ્યવાન ન હોય તેને તો ત્યાંથી ચ્યવતી વખતે મહાદુ:ખ થાય છે. સાગરોપમનાં સુખ છેલ્લાં છ મહિનામાં બળીને રાખ થાય છે. ‘હાય બંગીચા ! અને હાય વાવડી !'ની બૂમરાણ મચાવતાં એ ચ્યવે છે. એ વખતે એમનાં વિમાન ઝાંખા પડી જાય છે, એમનાં અંગો ધ્રૂજે છે અને ત૨ફડિયાં મારતાં જ આયુષ્ય પૂરું કરે છે. પુણ્યવાન જીવને આવું કાંઈ થતું નથી. સભા ‘સાગરોપમનાં સુખ છ મહિનામાં બળીને રાખ ?' બે કલાક સુધી ખા ખા કરે એ સ્વાદ, એક અજીર્ણનો ઓડકાર આવે એટલે ખલાસ. માગીને મેળવેલું માર્યા વિના રહેતું નથી. માટે ધર્મ પાસે માગવાનું ભૂલી જાઓ. ધર્મનો સ્વભાવ જ એ છે કે જે શરણે જાય તેને એ બધું આપે અને સાથે સાથે એની રક્ષા પણ કરે. એ એને સુખમાં ફસાવા ન દે. એ માગવાનો સ્વભાવ ત્યારે જ જાય કે જ્યારે સંસારનો ભય જાગે, મોક્ષપ્રાપ્તિની ઇચ્છા જાગે અને એ માટે ઇંદ્રિયો તથા મનને જીતવાનું મન થાય. ઇંદ્રિયો તથા મનને જીતવા માટે જ્ઞાનીઓએ નિયમોનું વિધાન કર્યું છે. એ નિયમોનું વિશેષ વર્ણન શું કરે છે, તે હવે પછી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩ : એવાઓથી સાવધાન રહેજો ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૭, શુક્રવાર, તા. ૭-૩-૧૯૩૦ ♦ ઉપાધ્યાયજી મહારાજની બે શરત : ♦ તત્ત્વની જિજ્ઞાસા વિના શ્રવણ ફળતું નથી : ♦ ધર્મી તરીકે ઓળખાવનારાની જવાબદારી : ♦ દરેકને શક્તિ મુજબ નિયમો હોવા જ જોઈએ : ♦ સમ્યગ્દષ્ટિ કોને હોય ? ♦ નિયમ વિના સંઘ ન શોભે ? ♦ નિયમ તૂટી જાય તો ? ...આ તો જૈનશાસનના નાશની પેરવી છે ! · ♦ નિયમ વિના કેમ ન ચાલે ? આવાઓ જૈનસંઘ માટે ભારભૂત ♦ એ બધા વિષવૃક્ષ જેવા પાક્યા છે : ♦ એમને કહી દો કે-‘અમારા પૈસા તમારા માટે નથી : • જૈન સાત વ્યસનનો ત્યાગી હોય ? ♦ હોળી આવે છે. એમાં પાપને બાળી નાંખો ! છે : 83 ઉપાધ્યાયજી મહારાજની બે શરત : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ ક૨તાં એને નગર વગેરે સાત રૂપકોથી સરખાવી હવે મેરૂની સાથે સરખાવે છે. મેરૂને જેમ વજ્રરત્નમય પીઠ હોય તેમ શ્રી સંઘને સમ્યગ્દર્શન રૂપ વજ્રરત્નમય પીઠ હોય છે. મેરૂની પીઠની જેમ એ પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. સંઘમાં રહેનાર દરેક વ્યક્તિ શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન કરે, પ્રાણાન્તે પણ અન્ય મતની અભિલાષા ન કરે, શ્રી જિનેશ્વર ભગવાને કહેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ ન ધરે, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા ન કરે અને એનો પરિચય પણ ન કરે; એટલે કે એના પરિચયથી સદંતર દૂર રહે. આ રીતે પીઠ દૃઢ બનાવવી જોઈએ. ત્યાર બાદ ઉત્તમ પરિણામની ધારામાં રહીને એને રૂઢ બનાવવી જોઈએ, તત્ત્વની તીવ્ર રુચિ કેળવી એને ગાઢ બનાવવી જોઈએ અને જીવાદિ પદાર્થોનો સમ્યગ્ બોધ મેળવી અવગાઢ બનાવવી જોઈએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ 120 સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ આ રીતે પીઠનું વર્ણન કર્યા બાદ મેખલાના વર્ણનમાં જણાવી ગયા કે મેરૂપર્વતને જેમ રત્નજડિત સુવર્ણમય મેખલા હોય તેમ શ્રી સંઘમેરૂને ઉત્તરગુણરૂપી રત્નજડિત મૂળગુણરૂપ સુવર્ણમય મેખલા હોય. આથી એ સ્પષ્ટ થાય છે કે આખોયે સંઘ મૂળગુણો તથા ઉત્તરગુણોનો પૂજારી હોય. પછી કોઈ પાલક હોય તો કોઈ પ્રચારક હોય, કોઈ સહાયક હોય તો કોઈ સેવક હોય પણ વિપરીત ભાવ તો કોઈને ન જ હોય. જેને મૂળગુણ તથા ઉત્તરગુણ ઉપર પ્રેમ નથી, સદ્ભાવ નથી, તે શ્રી સંઘમાં રહેવા માટે લાયક નથી. : ", મેરૂગિરિની સુવર્ણમય શીલાતલ ઉપર જેમ ઊંચાં, શ્વેત, કાન્તિમાન અને ઝળહળતાં શિખરો છે તેમ શ્રી સંઘમરૂની સ્વચ્છ, દીપ્તિમાન અને ઝળહળતી ઊંચા પ્રકારના નિયમોરૂપી સુવર્ણ શીલાતલ પર ઉત્તમ ચિત્તરૂપી કૂટો ગોઠવાયેલાં છે. નિયમ તે કહેવાય કે જેનાથી ઇંદ્રિયો તથા નઇંદ્રિય (મન)નું દમન-નિયમન થાય. હવે એ નિયમોની વાત કરતાં પહેલાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો આપણે વિચારી રહ્યા છીએ. તેઓશ્રી ફરમાવે છે કે बिभेषि यदि संसारात, मोक्षप्राप्ति च काङ्क्षसि । तदेन्द्रिय जयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ।। અર્થ :- “જો તું સંસારથી ભય પામ્યો છે, મોક્ષપ્રાપ્તિને ઇચ્છે છે તો ઇંદ્રિયોનો જય કરવા માટે દઢ પુરુષાર્થને ફોરવ.” એ મહાત્મા કહે છે કે જો તને સંસારનો ભય અને મુક્તિની ઇચ્છા હોય તો જ જે વાત અમારે તને કહેવી છે તે અમે કહીએ, જો એ ન હોય તો તને કાંઈ પણ કહેવું નકામું છે. જેને સંસારમાં મઝા આવે, જે મુક્તિને ન માને, તે આ વાત માને ? ન જ માને. લાયકાત વિનાનાને ઉપદેશ આપવાની ગ્રંથકારશ્રી પણ ના પાડે છે. ઉપદેશ પણ લાયકને જ અપાય. જેને ન ગમે, ન રૂચે તેને તો ઉપદેશ આપવાનો પ્રયત્ન ન જ કરવો. ઇંદ્રિયો અને મનનો જય કરવા રાજી કોણ હોય ? એને બહેકાવવામાં જ સૌને આનંદ આવે છે માટે જ આ મહાત્મા પહેલી એ બે શરત મૂકે છે. મન ફાવે તેમ મહાલવું અને ઇંદ્રિયો માગે તે તેને આપવું, આ તો પોતાનો જન્મસિદ્ધ હક્ક હોય રીતે જ સૌ વર્તે છે. “ઇચ્છાઓ ઉપર કાપ મૂકવાની, અગર નથી મળતું તો વ્યર્થ ઇચ્છાઓ કરી શા માટે ? કર્મ બાંધવા ? એવી શિખામણ આપનારા કેટલા ? એ મહાપુરુષ ફરમાવે છે કે જો સંસારનો ભય હોય અને મુક્તિની ઇચ્છા હોય તો ઇંદ્રિયો તથા મનનો જય કરવા શક્તિ હોય તેટલાં પુરુષાર્થ ફોરવ.' Page #54 -------------------------------------------------------------------------- ________________ 11. ૩ : એવાઓથી સાવધાન રહેજે ! - 83. - તત્ત્વની જિજ્ઞાસા વિના શ્રવણ ફળતું નથી ? તમે ચોવીસે કલાક ઇંદ્રિયોને જીતવાની કાર્યવાહી કરો છો કે તેને પોષવાની ? કહો કે ચોવીસે કલાક પોષણક્રિયા જ ચાલુ છે. સભા: “આ એક-બે કલાક બાદ થાય.” તે પણ ક્યારે થાય ? એવી ભાવનાથી શ્રવણ થતું હોય તો ! તત્ત્વજ્ઞાનના શ્રવણ પણ આજકાલ ઘણાએ શોખનું સાધન બનાવ્યું છે. તત્ત્વની ઝીણી વાત કરું તો કોઈ નહિ બેસે. તત્ત્વબુભક્ષા હોવી જોઈએ તે નથી. એ હોય તો જેમ જેમ ઝીણી વાત આવે તેમ તેમ આત્મા એમાં એકાકાર થતો જાય. આજે તો સાંભળનારા ઊઠી ઊઠીને ચાલવા ન માંડે એની કાળજી વક્તાએ રાખવી પડે એવી હાલત છે. પૂજામાં જો ગવૈયો સારો હોય તો ઘણા આવે. ઠીક છે. ગવૈયા પણ સારા હોય કે સાધનો સારાં મેળવવા એ વિધિ છે પણ કદાચ ગવૈયો ન હોય તો પણ એ ભગવાનની પૂજા નથી. ? છે જ. શબ્દો તો એ જ છે પણ કાનને મજા નથી આવતી. ત્યારે કહેવું પડે કે પૂજાના પ્રેમ કરતાં સંગીતનો પ્રેમ વધારે છે. ગવૈયો સારું સંગીત પીરસે અને કોઈ જ્ઞાની પૂજાના ભાવ સાર સમજાવે તો તમને વધારે આનંદ ક્યાં આવે ? તત્ત્વજ્ઞાનનો રસ હૈયામાં જાગ્રત નથી થયો તે થવો જોઈએ. તત્ત્વની ઇચ્છ ન થાય ત્યાં સુધી શ્રવણ ફળતું નથી. ધર્મી તરીકે ઓળખાનારાની જવાબદારી . આ મહાપુરુષની પહેલી વાત એ છે કે-ભવનો ભય ન હોય અને મોક્ષની ઇચ્છા ન હોય, ત્યાં સુધી અમે કહેવા માગીએ છીએ તે વાત ગમવાની નથી. ઇંદ્રિયોનું દમન કરવાનું અને મન ઉપર અંકુશ રાખવાનું ભાગ્યવાન વિના કોને ગમે ? આ વાત શબ્દોમાં બહુ સારી લાગે પણ આચરણમાં બહુ કઠોર લાગે તેવી છે. શ્રી જિનેશ્વરદેવના શાસનનું ચારિત્ર જેમ કઠિન છે તેમ સમ્યક્ત પણ સહેલું નથી. ચારિત્રમાં અમલ છે તો અહિ પણ ભાવના તો છે ને ? બધા અયોગ્ય સંસર્ગોથી છુટાય ત્યારે જેમ અમલ થાય તેમ બધી કુવાસનાઓ નાશ પામે ત્યારે ભાવના જાગે અને ટકે. વળી સમ્યકત્વની પણ અમુક કરણી તો નિયત છે જ. શાહુકાર ગણાતાની અમુક જોખમદારી તો નિયત છે જ. એ સ્વીકારે કે ન સ્વીકારે પણ એ જોખમદારી નિભાવ્યા વિના એનો છૂટકો જ નહિ. ઘરનો ગમે તે માણસ ખોટું કામ કરી આવે તો પણ નામ તો એનું જ બગડે. ફલાણના છોકરાએ આમ કર્યું, એમ તો કહેવાય જ. પેલો કહે કે-“હું તો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 12 કઈ નથી જાણતો” તો એ ન ચાલે. બાપો કેમ બન્યો ? બાપા કહેવરાવતાં છાતી ઊછળતી હતી તો કલંક પણ આવે જ. બજારમાં નામ ચલાવ્યું તો ખોટ પણ ભરવી જ પડે. વહીવટ ન પાલવે તો નામ ભૂંસવું પડે. પોતાના હાથે જ પોતાનું નામ ભૂંસાય. સમ્યગ્દષ્ટિ તરીકે જાહેર થયા કે અમુક જોખમદારી સ્વીકાર્યા વિના કે અમુક કરણી અમલમાં મૂક્યા વિના ન ચાલે. વગર જોખમદારીએ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ કેમ બનાય ? વ્યવહારમાં પણ અમુક લાયકાતનું પ્રમાણપત્ર મેળવવું પડે ને ? કહે છે કે-“અમે જૈન જાતિમાં જન્મ્યા એ જ પ્રમાણપત્ર !” પણ એ ચાલે ? જૈનત્વ વગર માત્ર જૈનકુળમાં જન્મ્યાથી સંઘ તરીકેનો ઇલકાબ લઈને ફરે તે ચાલે ? જૈન, શાસનપ્રેમી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, એ બધા આ શાસનના ઇલકાબો છે. જે જે ઇલકાબો લો તેની તેની જોખમદારી અંગીકાર કરવી જ પડશે. પોલા ઇલકાબ ન નભે. જે ઇલકાબ ધરાવો તેને છાજતા નિયમો હોવા ઘટે. દરેકને શક્તિ મુજબ નિયમો હોવા જ જોઈએ: સર્વવિરતિ જેમ નિયમબદ્ધ હોય તેમ દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિ પણ નિયમબદ્ધ હોય, તેમ જ નિરંતર વ્યાખ્યાનમાં આવનારો પણ નિયમબદ્ધ હોય જ. નાના પણ નિયમ તો દરેકને હોય જ. પોતાનાથી બનતા નિયમો પણ ન હોય તે કેમ ચાલે ? અહીં વ્યાખ્યાનમાં આવનારને તિથિનો ખ્યાલ ન હોય ? પર્વતિથિએ મોંમાં પાન ચાવતો હોય તો અંપકીર્તિ ન થાય ? બીજા કહે કે “આ ભાઈ રોજ ઉપાશ્રયમાં જાય છે. વ્યાખ્યાન સાંભળે છે, પણ કાંઈ ઠેકાણું છે ?” આ કલંક કોને લાગે ? પોતાનાથી કદાચ કોઈ ચીજ વિના ન ચાલતું હોય, મજબૂરી હોય, તો ઘરના ખૂણે બેસીને કરે પણ આચારની અશુદ્ધિ બહાર દેખાય તેવા અમર્યાદિત ન બનાય. પોતાને યોગ્ય નિયમો દરેકને હોય. પોતાના પ્રમાણમાં દાન, શીલ, તપ અને ભાવની આરાધના દરેકને હોય જ. લાખનું દાન ભલે ન દેવાય, પણ પ્રતિદિન પોતાનાથી બની શકે તેટલું તો દેવાય ને ? એ દાન એવું કે જે શુભ ખાતે કાર્યો પછી એનો બીજો ઉપયોગ ન થાય. આગળ એવા શ્રાવકો હતા જે પોતાની આવક થાય તેમાંથી અમુક હિસ્સો ધર્મ ખાતે કાઢીને અલગ મૂકી દે. એના પરથી પોતાનો હક્ક ઉઠાવી લે. સમ્યગ્દષ્ટિ કોને હોય? સમ્યગ્દષ્ટિ એટલે એ ઘરનો નહિ, પેઢીનો નહિ, માનો નહિ, બાપનો Page #56 -------------------------------------------------------------------------- ________________ ' ૩૫ 123 - ૩: એવાઓથી સાવધાન રહેજો!- 83 નહિ, કુટુંબ પરિવારનો નહિ, પૈસાટકા કે બંગલા બગીચાનો નહિ, અસલમાં કોઈનો જ નહિ, માત્ર શ્રી જિનેશ્વરદેવનો, એટલે એમની આજ્ઞાનો. એ ઘરમાં રહ્યા છતાં કામ અહીંનું એટલે ધર્મનું જ કરે. અહીં આવીને પણ ઘણાં ઘરનું કામ કરે છે એને કેવા માનવા ? હવે અહીં નિયમની વાત આવે છે. ઘણા કહે છે કે “મહારાજ મોઢે જ બોલે છે, પુસ્તક નથી વાંચતા.” તો હવે આ પુસ્તક વાંચી રહ્યો છું. એમાં આ નિયમની વાત આવી. હવે શું કરવાનું ? તમે એમ ન માનતા કે નિયમની વાતો પુસ્તકમાં નથી. દીક્ષાની વાત પણ મારા ઘરની નથી કરતો. બધું પુસ્તકમાં જ છે. તમારી સાંભળવાની શક્તિ ન હતી માટે આજ સુધી આ શબ્દો બોલતો નહોતો. શિક્ષક ગમે તેટલું બોલે પણ વિદ્યાર્થી કાંઈ સમજે જ નહિ તો એણે સાંભળ્યું ન કહેવાય. કાન ભલે ખુલ્લા હોય પણ એમાં શબ્દો અખડાય અને ચાલ્યા જાય તો એને સાંભળ્યું કહેવાય ? ત્યારે સાંભળ્યું કહેવાય કે જે સાંભળેલું બહાર સમજાય અને સમજાય એટલે રોમરાજી વિકસ્વર થાય. આ સ્થિતિ જેનામાં આવે એટલે આપોઆપ વર્તનમાં ફેરફાર થઈ જાય. પહેલાં સામાને પૂરો હાથ ઊંચો કરી સલામ ભરતો તે હવે સામાની સલામ પણ સહેજ હાથ હલાવીને ઝીલે. પહેલાં જેની તેની સાથે ઊભો રહી વાતચીત કરનારો હવે મોટું ભારમાં રાખી ચાલતો દેખાય. જેની તેની સાથે વાત કરવા નવરો ન હોય. લક્ષ્મીનો પ્રભાવ તો રીતભાતમાં પલટો લાવે જ. અસાર અને નાશવંત ચીજનો જો આમ નશો ચઢે છે તો સારી ચીજના યોગે આત્માના પરિણામમાં પલટો કેમ ન આવે ? લક્ષાઘિપતિ થયો એટલે પહેલાં જે પત્નીના તાબે રહેતો હતો તે હવે પત્ની પર હુકમ ચલાવતો થઈ જાય અને પત્ની પણ અવસર ઓળખી એને તાબે થઈ જાય, કારણ કે એને મનગમતી વસ્તુઓ તો જ મળે, લક્ષ્મી જેવી ચીજનો જો આટલો પ્રભાવ છે તો સમ્યગ્દર્શનાદિ વસ્તુની છાયા કેમ ન પડે ? સમ્યકત્વ આવ્યા પછી આત્મા પ્રભુનો બને. આજ સુધી દુનિયાને સારી માનનારો હવે એને સારી ન માને, એટલો જીવનપલટો થાય. પછી દુનિયામાં રાચીમાચીને ન રહેવાનું એને સમજાવવું ન પડે. સમજાવવું પડે તો એ સમ્યગ્દર્શનમાં ખામી છે. નિયમ વિના સંઘ ન શોભે સર્વવિરતિના નિયમો પાંચ મહાવ્રત છે. મુનિ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો મન વચન કાયાથી તેમજ કરવા-કરાવવાઅનુમોદવાથી માવજીવ ત્યાગ કરે. દેશવિરતિ અમુક નિયમો લે, અમુક વ્રતો લે. સમ્યગ્દષ્ટિ કુદેવ કુગુરુ કુધર્મને ન માનવાના અને જિનપૂજનાદિના નિયમો Page #57 -------------------------------------------------------------------------- ________________ 128 ૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ લે, તેમજ બીજા પણ અત્રે આવનારા દુનિયાના અનેક પાપોથી બચવાના નિયમો લે. બધાની ભાવના એક પણ વર્તનમાં ન્યૂનાધિકતા હોય. પરંતુ તે પણ કાબૂમાં રહીને; ઇચ્છા મુજબ નહિ. નિયમરૂપી સુવર્ણભૂમિતલ વિના ચિત્રકૂટ રહે ક્યાં ? ગોઠવાય કઈ જગ્યાએ ? મેરૂપર્વત શોભે શિખરથી તેમ શ્રી સંઘ પણ શોભે નિયમબદ્ધ હૃદયથી. શ્રી સંઘનાં હૃદય એવા નિયમબદ્ધ હોય કે એને લઈને એ શ્રી સંઘમેરૂને જોવા દુનિયા દોડીને આવે. શિખર વિનાનો પહાડ બાંડો લાગે. જોવો પણ ન ગમે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનાં હૃદય એ શ્રી સંઘમેરૂના કૂટ (શિખ૨) છે એ હૃદયને કૂટ બનાવવા હોય તો એને નિયમ પર આરૂઢ કરો. વાતવાતમાં અમારાથી “આ ન પળાય ને તે ન પળાય એમ શાથી કહો છો ? તમારીથી શીરાપુરી ઉડાવાય, મખમલની તળાઈઓમાં પોઢાય, રંગરાગ થાય અને માત્ર નિયમ જ ન પળાય, એનું કારણ ?. . નિયમ તૂટી જાય તો ?... નિયમ ન પળાય એવું જૈન બચ્ચો બોલે ? નિયમ એ કાંઈ વાઘ દીપડો છે ? કહે છે કે “નિયમ તૂટી જાય તો ? આજે તો આ એક મોટો હાઉ બતાવાય છે. હું પૂછું છું કે “લાખ જાય તો ? લાખ જાય કે ન જાય ? જાય એવું જાણવા છતાં મેળવવાની ધમાલ કેમ ? પાઘડી ઊડી જાય અને દુપટ્ટા ખેંચાઈ જાય, એવું ન બને ? બને છે છતાં પહેરો છો કેમ ? જન્મેલા મરે છે છતાં જન્મ આપો છો કેમ ? નિયમ ભાંગવાની બીકે નિયમ લેવાય જ નહિ એવો સિદ્ધાંત તો જેમને ધર્મ સાથે સ્નાનસૂતક પણ નથી એવા પાપી લોકોએ ફેલાવ્યો છે. એવાઓ ચડતાં પહેલાં જ પડવાની મ્યોકાણ માંડે છે. હજી તો જોષીને બોલાવ્યો પણ ન હોય, માત્ર લગ્નની વાત જ ચાલતી હોય ત્યાં તો “રંડાપો આવશે તો !” એમ કહીને ઊભા રહે એ કેવા ? એવાને તો ત્યાંથી ઉઠાડી મૂકવા પડે. શુકનથી શબ્દ આગળ કરનારા એવા બટકબોલાને ત્યાં બેસાડાય જ નહિ. એ અપશુકનિયાને રવાના જ કરવા પડે. લોકો સમજે છે કે-“ભાગ્ય એવું હશે તો રંડાપો પણ આવશે.” પણ એટલા માત્રથી લગ્ન કરતા બંધ થયા ? આજે તો કોઈ નિયમ લેવા જાય (જો કે જનારા છે જ ક્યાં ? આ તો ક્વચિત્ કોઈ જાય) તો પેલા એને અટકાવીને ભડકાવે કે “નિયમ લેવા ચાલ્યો પણ પળાશે કે નહિ, એનો વિચાર કર્યો ?' પેલો જરા કાચોપોચો હોય તો તરત ઢીલો પડે, એટલે પેલા કહે કે-ઉતાવળ ન કર, લેજે ખરો પણ જરા વિચાર કરીને લેજે."આટલું સાંભળે એટલે પેલો પાછો જ ફરે અને પછી તો વિચારીને આવે ત્યારે ! આવે જ શાનો ? Page #58 -------------------------------------------------------------------------- ________________ 125 ૩ : એવાઓથી સાવધાન રહેજો! - 83. - ૩૭ આ તો જૈનશાસનના નાશની પેરવી છે? હિતેસ્વીએ તો પોતાની પાસે આવનાર નિયમનું સ્વરૂપ, નિયમનું મહત્ત્વ અને એના લાભ સમજાવવા જોઈએ. એની પાસે નિયમની પ્રશંસા કરવી જોઈએ. એને કહેવું જોઈએ કે-“તને ધન્ય છે કે આ નિયમ તું લઈ શકે છે. આ નિયમ નાનો છે છતાં એનો લાભ મોટો છે. એનાથી આટલા આટલા તરી ગયા” વગેરે બધું એને કહ્યા પછી નિયમ સાચવવાની સાવધગીરી અપાય કે લેતાં પહેલાં જ પગ ભાંગી નખાય ? “નિયમ લઈને ભાંગવો એના કરતાં ન લેવો સારો” આવો કુમત આજે દુનિયામાં કેટલાક ફેલાવી રહ્યા છે. મારે એમને પૂછવું છે કે મરવું ભૂંડું તો જન્મવું ભૂંડું નહિ ? જન્મની સાથે જ મરણ નક્કી છે તો પછી જન્મ જ શા માટે અપાય છે ? જન્મીને પણ જીવી જાણે તે રીતે જીવીને મરે તે કામનો પણ જીવવું કેમ, તે સમજ્યા વિના જેમતેમ જીવન પૂરું કરીને મરે તે નકામો છે. જીવનને સારી રીતે જીવવા નિયમની જરૂર નથી ? છે જ. નિયમ લીધા પહેલાં જ ભાંગવાની વાતો કરી, ખોટો હાઉ બતાવી, નિયમ નહિ લેવા સમજાવાય છે તે જૈનશાસનના નાશની પેરવી છે. પેઢી ખોલી એટલે તાળું, નકુચો, સાંકળ, બધું જોઈએ કે નહિ ? જોઈએ જ. એ જ રીતે જન્મ્યા કે જીવન નિયમબદ્ધ જોઈએ જ. નિયમ વિના કેમ ન ચાલે? | નિયમ વગરનું જીવન એ માનવજીવન નથી પણ પશુ જીવન છે. જંગલમાંથી નગરમાં આવનારે નગરની રીતે રહેવું પડે. રહેવા માટે ઘર બાંધવાં પડે. કર પણ ભરવો પડે. જગ્યા ન હોય તો રખડતા ન રહેવાય. કોઈના ઓટલે પડ્યા રહેવું હોય તો યે એનો ઓટલો માગી લેવો પડે. જંગલમાં તો ચારે તરફ ઝાડી હોય એટલે જ્યાં ત્યાં ઘૂસવું હોય તો ઘૂસાય અને જ્યાં ત્યાં પડી રહેવાય. નગરમાં તોં ચરે તરફ ઘરો હોય ને સારા આબરૂદાર માણસો રહેતા હોય તેથી જ્યાં ત્યાં કોઈના ઘરમાં ન ઘૂસાય. ઘૂસે તો માર ખાવો પડે અને પોલીસને હવાલે થવું પડે. જંગલની રહેણીકરણી જંગલમાં ચાલે, નગરમાં ન ચાલે. નગરમાં જંગલીની જેમ ન રહેવાય. નગરમાં રહેવા ઇચ્છનારે નગરના નિયમો પાળવા જ પડે. એ જ રીતે જૈનકુળમાં જન્મેલાને કુળના નિયમો ન હોય ? શ્રાવકને સાતેય વ્યસનનો ત્યાગ ન હોય ? માંસ, મદિરા, શિકર, ચોરી, જુગાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન શ્રાવકને હોય ? ન જ હોય. તો એનો નિયમ કેમ નહિ ? લોકમાં પણ જે કાર્યો નિદ્ય છે તે કાર્યો જૈનકુળમાં તો ન જ હોય Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ 125 - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ને ? સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના નિયમો તો દૂર છે પણ પહેલાં જૈન જીવન જીવવા જોગા નિયમો તો જોઈએ જ ને ? -આવાઓ જૈનસંઘ માટે ભારભૂત છેઃ ભગવાનનાં દર્શન વિના ખવાય જ નહિ, ભગવાનની પૂજા વિના રહેવાય જ નહિ, ગુરુનો યોગ હોય તો તેમનાં દર્શન અને વંદન વિના ચાલે જ નહિ, આ નિયમો તો સામાન્ય જૈનને પણ હોય જ. મુંબઈના વીશ હજાર જૈનોમાં દર્શન કરનારા કેટલા ? કેટલા તો એવા હશે કે વર્ષોથી મુંબઈમાં રહેતા હશે, રોજ દેરાસર પાસેથી પસાર થતા હશે, પણ તેને દર્શન કરવાની ફુરસદ નહિ હોય. પોતાના ગામમાં જાય અને કોઈ પૂછે કે મુંબઈમાં દેરાસર કેટલાં ? તો કહેશે કે ખબર નથી. પણ કોઈ એને પૂછે કે મુંબઈમાં થીએટરકેટલાં! તો તરત ગણી બતાવે, ક્યા થીયેટરમાં ક્યાં નાટક-સિનેમા ચાલે છે !.તે પણ એ કહી બતાવે. મંદિર-ઉપાશ્રય કેટલાં, કે- સાધુ હાલ કોણ છે, એ વગેરેનીં એને કાંઈ ખબર ન હોય. બહારગામના જૈનો મુંબઈમાં આવે, ચાર દિ’ રહે, તેમાં વેપાર ધંધો કરી જાય, નાટક ચેટક જોઈ જાય પણ મંદિર-ઉપાશ્રયે જવાનો સમય એને ન હોય. આવાઓને પણ જૈન તરીકે ઓળખાવી જૈનોની વસતિ વધ્યાનો દેખાવ ક્યાં સુધી કર્યા કરવો છે ? આવી મોટી સંખ્યાથી લાભ કશો નથી. તમે અમેરિકાનો સંઘ કાઢો તો તેમાં બધા આવવા તૈયાર થઈ જાય. એક પણ સુધારક આવ્યા વગર રહે તો મને કહેજો. એ લોકો તો કહે છે કે હવે સિદ્ધગિરિના સંઘ કાઢવા બંધ કરીને ઇંગ્લેન્ડ, અમેરિકાના સંઘો કાઢવાની જરૂર છે. તીર્થાત્રાના સંઘોની ટીકા કરતાં તેઓ કહે છે કે “હવે આ કાળમાં છતે સાધને આવા સંઘો કાઢવા એમાં કઈ બુદ્ધિમત્તા છે ?' આવું બોલનારો એ ભારે કર્મી જવો જો કોઈ વિલાયતનો સંઘ કાઢે તો તેનાં વખાણ કરશે, તેને પુણ્યવાન અને સમયનો જાણ કહેશે. ભણેલાઓ આજે જૈન સમાજમાં આવા પાક્યા છે. આવા સમુદાયથી જૈનસંઘની મહત્તા ક્યાં સુધી માનવી છે ? આવા શંભુમેળામાં લાભ નથી. શાસ્ત્ર કહે છે કે આવા પચીસ લાખ હોય તેના કરતાં પાંચ હજાર સારા. રાજા મહારાજાઓ યુદ્ધમાં જવા નીકળે ત્યારે લાખોની સેના હોય તે આગળ જતી હોય; પરન્તુ પાંચસો એવા ચુનંદા હોય કે જે રાજાની આજુબાજુ જ ચાલતા હોય. એ પાંચસો એવા વફાદાર કે એ જીવતા હોય ત્યાં સુધી પોતાના * વિ.સં. ૧૯૮૫-૮૬માં મુંબઈમાં વીશ હજાર જૈનોની વસતી ગણાતી હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ 17. (૩: એવાઓથી સાવધાન રહેજે !- 83 ૩૯ માલિકને ઊની આંચ ન આવવા દે. પોતે ભયંકર પ્રહારો ઝીલીને પણ સ્વામીને બચાવે. આવા સૈનિકોના યોગે જ મોટા બાદશાહો ભયંકર રણસંગ્રામમાંથી જીવતા પાછા આવતા; પેલા લાખના ભરોસે નહિ. જૈન તે કહેવાય કે જે પોતાના ભોગે શાસનને બચાવે. આજે તો શાસનના ભોગે પોતાને દીપાવનાર અને જિવાડનારા ઘણા જોવા મળે છે. એ કહે છે કે બેકારો માટે દેવદ્રવ્યના પૈસામાંથી બેંક કાઢો.” જૈનોની કહેવાતી સંસ્થા આવા ઠરાવો કરે છે. મારે એમને પૂછવું છે કે-“તમારી મૂડી ક્યાં ગઈ ? બીજી બેંકોમાં મૂકો છો તો એ જ ઉપાડીને એનાથી આવી બેંક ખોલો ને ? ખરી વાત એ છે કે આવી વાતો કરનારા અને એવી ભાવનાવાળાઓએ પોતાનું જૈનત્વ ગુમાવ્યું છે. આવાઓનું જૈનસંઘમાં સ્થાન હોય ? શાસનના ભોગે લોકોનું ભલું કર્યાનો જશ ખાટવા નીકળનારાઓ લોકોને ભીખ માગતા કરશે અને પરિણામે પોતાની પણ એ જ દશા કરશે. આવાઓને હવે સમાજમાં ઓળખાવી દેવાનો સમય પાકી ગયો છે. આવી દુર્ભાવનાના યોગે ઘણાયે ભિખારી બન્યા છે. અતિ ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. પૂર્વના પુણ્ય જેઓ આ લોકમાં ભીખ માગતા નથી થયા એની ભવાંતરમાં બૂરી દશા થવાની છે. નરકાદિ દુર્ગતિઓનાં ખાતાં બહુ મોટાં છે. ભિખારીને તો માનવગતિ પણ ખરી પરન્તુ પછી તો એ પણ નહિ મળે. જૈન સાચો તે કહેવાય કે જે જાતના ભોગે શાસનને દીપાવે.' -એ બધા વિષવૃક્ષ જેવા પાક્યા છે? - આજની બેકારી શાથી આવી? કોણે ઊભી કરી ? એ કેમ દૂર થાય ? એ બધું વિચારવાને બદલે સીધી જ દેવદ્રવ્ય પર ત્રાપ મારવા આજે એક વર્ગ ઊભો થયો છે. એ ત્યાં સુધી કહે છે કે-મંદિરોમાં પડેલું દેવદ્રવ્ય જો સમાજના લાભમાં ન આવે તો એ મંદિરો સમાજ માટે ભારભૂત છે. રાજદરબારે ઝૂલતા પ્રમાદી અને આળસું હાથી જેવાં એ મંદિરો સમાજ નિભાવવા હવે તૈયાર નથી.” એમને એ ભાન નથી કે મંદિરો સમાજના આધારે નહિ પણ સમાજ મંદિરના આધારે નભે છે. આપણે એ નામદારોને પૂછવું છે કે-“અરે કમનસીબો ! તમને ઊભા કર્યા કોણે ? સમાજ ઉપર નભનારા તમને આવું બોલવાની છૂટ આપી કોણે ? કયા જૈન સમાજે તમને એના પ્રતિનિધિ બનાવ્યા છે ? આ અવાજ જૈન સમાજનો ન હોય. આ તો તમારી અધમ મનોવૃત્તિનો અવાજ છે. વિષવૃક્ષની છાયામાં એ સ્વભાવ છે કે એ છાયામાં જનારા સારા માણસને પણ ચક્કર આવે, ઊલટી થાય, મૂચ્છ ખાઈને નીચે પછડાય અને મરી પણ જાય. હીન મનોવૃત્તિ ધરાવનારા આ બધા વિષવૃક્ષ પાક્યા છે; અને તે પણ તમારા પૈસે Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - - : 128 પાક્યા છે. જે જૈનોએ એવા ખાતામાં પૈસા આપ્યા હોય તેઓએ હવે પ્રાયશ્ચિત્ત કરી લેવા જેવું છે. ભૂલથી પણ ઝેર ખવાઈ ગયું તો તે કઢાવી નાખવું જોઈએ. અજ્ઞાનથી થયેલું પાપ પણ માર્યા વિના ન રહે. અજ્ઞાન એ બચાવ નથી પરંતુ અજ્ઞાન એ જ મોટું પાપ છે. એમને કહી દો કે-“અમારા પૈસા તમારા માટે નથી?” અનુકંપાનો આ શાસનમાં નિષેધ નથી. દુખીને આપો, કોઈ રોતો આવે તો જરૂર આપો. રોતો આવેલો ઘેરથી રોતો પાછો ન જવો જોઈએ. ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ આપો; પરંતુ પુણ્ય ખાતાઓ માટે જેમ તેમ બોલતો આવે તો તેની ખબર લો. હવે પોલ ન ચલાવો. ભગવાને સાત ક્ષેત્ર કહ્યાં છે, એ સાતમાંથી કયા ક્ષેત્ર માટે મદદ માગે છે એ પૂછો ! એ કહે કે સાધર્મિક માટે, તો પૂછો કે “સાધર્મિક એટલે શું? વાણિયો માટે સાધર્મિક એમ ન ચાલે. એમ જેને તેને આપશો નહિ.” અનુકંપાદાનમાં લાંબું ન જુમો તે બરાબર છે પણ જ્યાં પાત્રતા જોઈને આપવાનું છે ત્યાં ભોળપણ ન ચાલે. પાત્રની વ્યાખ્યા કરતાં કહ્યું કે પાપા ત્રાયતે રૂતિ પાત્ર: I – “પાપથી બચાવે તે પાત્ર.” પણ જેને પોતાને જ પાપથી બચવાની ચિંતા ન હોય તે બીજાને ક્યાંથી બચાવે ? તમે આટલા સાવધ થાઓ તો એ નામદારોના પગ નીચેથી જમીન સરકવા માંડે અને તેમની અક્કડાઈ ઓસરવા માંડે. આજે તો તમારા પૈસાનો જ વહીવટ કરીને એ લોકો જોરમાં આવ્યા છે અને દમામથી બીજાને હેરાન કરે છે. પોતે અક્કડ રહે છે, ખોટા ધમપછાડા મારે છે અને ઊંચી ફિલોસોફીની વાતો કરે છે. એ કહે છે કે “યુરોપમાં આવા આવા ફિલોસોફરી છે અને આપણે પણ એવા પકવવા છે.” એમને પૂછો કે “એવા પકવીને પછી કરવાનું શું છે ?” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ એક કદમ પણ નહિ ભરે એવું લખી આપો છો ?” તો તરત જ કહેશે કે “એવું ગુલામીખત નહિ થાય.” એવાઓને તો હવે બરાબર ખુલ્લા પાડો અને જાહેર કરી દો કે જૈન સમાજના પૈસાથી ભણેલા આ નામદારો એવા મૂઢ અને કૃતઘ્ન છે કે જેના પૈસાથી પોતે ભણ્યા, ડીગ્રીઓ મેળવી, તેમને જ હવે અભણ, મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ કહીને તેમની નિંદા કરે છે. એટલેથી જ જાત પર હુમલો કરતા હતા, તે હવે તેમના પૂજ્યો સુધી આગળ વધ્યા. ગુરુઓને તો તેઓ નકામા અને સમાજને ભારભૂત ગણે છે. મંદિર મૂર્તિ, આગમ એ બધા પર હલ્લો કર્યા પછી હવે દેવદ્રવ્ય તેમની નજરે ચઢ્યું છે. બાકી શું રહ્યું ? સભા: ‘હવે ફાવતી નોવેલો લખાય છે.” Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩ : એવાઓથી સાવધાન રહેજો ! – 83 એ લોકો નહિ કરે તે ઓછું છે. માટે નક્કી કરો કે ગયું તે ગયું પણ હવે વાડ બાંધો ! વાડ બાંધ્યા વિના હવે છૂટકો નથી. કોઈ પૂછે કે વાડાબંધી કેમ કરો છો ? તો કહેવાનું કે પાકના રક્ષણ માટે. મબલખ પાક ઊભો હોય ત્યાં રખડતાં જાનવરોને કેમ પેસવા દેવાય ? 1229 ૪૧ સભા : ‘એ તો પાક ખાઈ જાય.' કેવળ ખાઈ જાય તો તો ધૂળ નાંખી, આ તો પાંચ શેર ખાય ને પાંચ મણ બગાડે. એવા સામે વાડ વિના ન ચાલે. એવાને અંદર પેસવા જ ન દેવાય. એમને રાતી પાઈ પણ ન અપાય. એમને કહેવાનું કે ‘અમે દાતાર ખરા પણ તમારે માટે તો પૂરા કૃપણ છીએ. અધર્મીઓ કે ધર્મના વિરોધીઓ પકવવાનાં જ્યાં બીજ નંખાતાં હોય ત્યાં અમારાથી રાતો પૈસો પણ ન અપાય. હવે મુદ્દા પર આવો. નિયમ વિના માનવજીવન નથી તો જૈનજીવન હોય ? નિયમથી ગભરાવાનું હોય ? મંદિર પર લહેરાતી ધજા શોભે છે ખરી પણ એ લહેરાય ક્યારે ? ધ્વજદંડ સાથે બાંધેલી હોય તો. એમ ન હોય તો ઊડીને નીચે પડે. એજ રીતે નિયમરૂપી દંડથી બંધાયેલાં હૈયાં લહેરાય છે. હવે નિયમ વિના ન ચાલે એ વાત નક્કી થઈ જાય છે. ઉપદેશમાંથી આદેશમાં મારે ન આવવું પડે તો સારું. ઉપદેશ ન માન્ને ત્યાં આદેશની અને જરૂર પડે તો કાનપટ્ટી પકડવાની પણ અમને છૂટ છે. એટલા કરડા ન બનવું પડે એવા તમે થઈ જાઓ એમ ઇચ્છું છું. અંકુશ વિનાના મનુષ્યની શોભા નથી. અમે પણ અહીં નિયમ લઈને જ આવ્યા છીએ. નિયમ લીધા વિના આ ઓઘો કોઈને અપાંતો નથી. એ તેને જ અપાય કે જે નિયમ લે. નિયમથી ભાગવાની વાત કરશો મા. ‘નિયમ ભાંગશે તો !' એવો. ભય બતાવનારાથી ઠગાશો મા. નિયમ લેતી વખતની પરિણામની ધારા અપૂર્વ હોય છે. માનો કે સારા ભાવથી નિયમ લેનારો પાછળથી કદી હારી પણ જાય તો પણ લેતી વખતની શુદ્ધ ભાવના એને ખેંચીને મુક્તિએ લઈ જાય. દોરીનું આલંબન લઈ નીચે ઊતરનારો કદાચ પડી જાય તોયે એને આલંબન વિના ઊતરતાં પટકાનાર જેટલું કદી ન વાગે. હાથમાં દોરી હોય એટલે આજુબાજુ ભટકાય તો કદી પગ ભાંગે એ બને પણ માથું ભાગ્યે જ ફૂટે. નિયમ એ આલંબન છે. એ લોકો કહે છે કે ‘નબળા હોય એ નિયમ લે.’ હું કહું છું કે નિયમ ન લેનારા નબળા છે. શાસ્ત્ર કહે છે કે ડાહ્યા, જુવાનિયા અને સબળ હોય એ જ નિયમ લે અને લઈને સારી રીતે પાળે. છતે દોરડે એનું આલંબન ન લેતાં પટકાવાનું જોખમ ખેડવું એ મૂર્ખતા છે. વળી એ લોકો એમ Page #63 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ કહે છે કે ‘મન જેનું કાબૂમાં ન હોય તે નિયમ લે, જેને મન કાબૂમાં છે તેને નિયમની જરૂર શી ?’ એની સામે મારો પ્રશ્ન છે કે ‘જો મન કાબૂમાં હોય તો નિયમ લેવામાં હરકત પણ શી ?' ત્યાં કહેશે કે ‘કદાચ....’ એ ‘કદાચ’માં જ અંદર પોલાણ છે. ૪૨ 1230 અહીં ‘દીક્ષા' એ જ નિયમ એમ ન માનો. દીક્ષા પણ ત્રણ પ્રકારની છે. સર્વવિરતિ, દેશિવરતિ અને સમ્યક્ત્વ. એ ત્રણેમાં દ૨ેકના અધિકાર મુજબ જુદા જુદા પ્રકારના નિયમો છે. એ પણ ન બને તો દુનિયાનાં પાપોથી બચવાના બીજા પણ ઘણા નિયમો છે. પણ તમને નિયમો લેવાની ભૂખ જાગી છે ખરી ? તમે ખાઓ કેટલું ? ભોગવો કેટલું ? આજના કોટ્યાધિપતિઓ તો ઘણા ભાગે કાંઈ ખાઈ શકતા જ નથી. મોટા ભાગે એ બધા રોજના રોગી. અપચાની એમની ફરિયાદ કાયમની. ચાહ, પાન, સિગારેટ ઉપર તેમનું જીવન. એ ધારે તો ઘણી ચીજના નિયમ કરી શકે. પણ એમને કરવા નથી. કેમ ? એને હજી સંસારનો ભય અને મોક્ષની ઇચ્છા જાગી નથી. આ મહર્ષિ કહે છે કે-સંસારનો ભય જાગ્યો હોય અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા હોય તો ઇંદ્રિયોને જીતવાનો પ્રયત્ન કર. ચારે ગતિઓમાં સંચરવું તે સંસાર-‘સમ્યક્ છે સાર જેમાં તે સંસાર’ એવો અર્થ અહીં ક૨વાનો નથી. એ અર્થ કરવો હોય તો દેવ, ગુરુ, ધર્મ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે સાર જેમાં-એ અર્થ કરો. આખું ચોમાસું ગયું, શિયાળો ગયો, આઠ આઠ મહિના ગયા છતાં હજી પાક દેખાતો નથી. એક પણ ઋતુમાં પાક ન થાય એ ભૂમિ કેવી ? ઉખર. પણ તમને એ કલંક ન અપાય. આ ભૂમિ તો રસાળ છે. સંઘનું વર્ણન ચાલે છે. એમાં તો ઘણી કઠિન અને ભારે પડે તેવી ઘણી વાતો આવશે. એને માટે તમારે યોગ્યતા કેળવી તૈયાર થવું પડે, નહિ તો હીણપત લાગે. બેય ઠેકાણે ‘હા’જી ન ચાલે. એકલા રહેવું પડે તે હા, પણ સત્ય ન છોડાય. સત્ય ન છોડવાની ટેકવાળો હોય એ સંઘ અને એ જ સંઘમાં આટલું કૌવત તો જોઈએ જ. વિરોધીને પણ કહેવાનું કે અમને કોઈ કદાગ્રહ નથી. તમારી વાત સાચી પુરવાર કરો તો શરણે આવવા તૈયાર છીએ; પણ સાચું છોડી ખોટું પકડવાની તો તૈયારી નથી જ. તમને ધમકી આપશે કે-‘એકલા રહેશો, મરશો ત્યારે મડદાંને બાળવા પણ કોઈ નહિ આવે' તો કહી દેવાનું કે ‘એવી ચિંતા અમે કરતા નથી.’ આ તો છેલ્લી કોટિની વાત છે, પણ ગભરાઓ નહિ; ધર્માત્માઓ માટે એ વખત હોય જ નહિ; એવો વખત તો પાપાત્માઓને આવે. Page #64 -------------------------------------------------------------------------- ________________ 11 ૩: એવાઓથી સાવધાન રહેજે ! - 83. જૈન, સાત વ્યસનનો ત્યાગી જ હોય ? જૈનોને સાત વ્યસનનો નિયમ તો હોય જ ને ? એ સાત વ્યસન કયાં ? ૧. માંસ, ૨. મદિરા, ૩. શિકાર, ૪. ચોરી, ૫. જુગાર, ૬. પરસ્ત્રીગમન, ૭. વેશ્યાગમન. આ સાત વ્યસનને સેવનારો ઘોરાતિઘોર નરકમાં જાય છે એમ શાસ્ત્રો કહે છે. સભાઃ “સટ્ટો અને રેસ એ જુગાર કહેવાય ને ?' જરા થોભો ! સટ્ટો એ જુગારનો બાપ છે, પણ જેઓ સટ્ટાના વેપારમાં સપડાયા જ છે અને એના સિવાય બીજો ધંધો કરી શકે એમ નથી તેઓ એને ગૌણ રાખીને પણ નિયમ લઈ શકે છે. બાકી સાત વ્યસનના ત્યાગીએ સો છેડવો જોઈએ. જો સટ્ટો બંધ થાય તો આજે ઘણી શાંતિ થઈ જાય. સટ્ટ જેવી અશાંતિ બીજે ક્યાંય નથી. સટ્ટામાં લાખ આવે અને લાખ જાય એ વાત સાચી, ઘણા ગરીબો સટ્ટાથી શ્રીમાન બન્યા એ પણ ખરું, પણ એ એક શ્રીમાન બને તે પાંચ-પચીસના ભોગ બને છે. એ ધન એવું કે નફામાં પણ એને શાન્તિ ન હોય. જીત્યો કે ડબલ ખેલે. સોદામાં જ સપડાયેલો હોય. તેમાંયે વલણના દિવસે તો દોડધામ ને ઉપાધિનો પાર ન હોય. આબરૂ જળવાશે કે નહિ એની મોટી ફીકર. હિરાની વીંટી સામે જોયા જ કરે. ઇજ્જત રહે તેમ નથી એવું લાગે તો થોડું સંતાડે પણ ખરો; કેમકે પાછળ જોઈએ તો ખરું ને ? કોની પાસે માગવા જવું ? આ બધી ઓછી પંચાત નથી. તૈયાર માલના વેપારીને આવી કાંઈ ફીકર નહિ. ભાવ ભલે ગમે તે હોય પણ માલ તો પોતાના તાબામાં ખરો ને ? સાતે વ્યસન તજાય તો સારું કામ થઈ જાય. દીક્ષામાં તમને બાધ આવે છે પણ આમાં તો બાધ ન આવે ને ? સભાઃ “આમાંયે બાધ હોય તો ? તો તો કહો કે અમને ધરમથી જ બાધ છે; અર્થકામની જ ગુલામી ગમે છે; એમ નક્કી થાય છે. દયા આવે છે માટે કહું છું કે અર્થકામ તમને નહિ બચાવે. આજે બહારનું વાતાવરણ ભયંકર છે. તમે એ વાતાવરણમાં તણાયા છો માટે આ બધી મહેનત પડે છે. ગામડાંના જૈનો હજી આ વાતાવરણથી અલિપ્ત હોઈ ગુરુઓના વગર સમાગમે પણ ધર્મ સાચવી શકે છે. જૈનથી આ ન ખવાય, આમ ન થાય, એ બધું તેઓ સમજે છે અને પાળે છે. વસ્તુની રક્ષા માટે વાડનું બંધન જોઈએ જ. દુધાળાં જાનવરને રખડતાં ન મુકાય. મૂકો તો કોઈ પણ દોહી લે. ચરવા મોકલવાં હોય તો પણ માણસ સાથે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1232, મોકલાય. દુધાળાં જાનવરને એવી ટેવ જ પાડેલી હોય કે સાંજે ખીલે આવીને ઊભું જ રહે. માલિક દોરડે બાંધવા ન આવે ત્યાં સુધી બરાડે, ભાંભરે-માલિક આવે, એના પર પ્રેમથી હાથ ફેરવે ત્યારે જ પોતાનું શરીર હલાવી ખુશી વ્યક્ત કરે. દુધાળાં જાનવરનો આ ગુણ છે. માલિક સિવાય અગર તો જે રોજ દોહતું હોય તે સિવાય કોઈની તાકાત નહિ કે એને દોહી લે. લાત મારે, શીંગડાં મારે પણ બીજા કોઈને હાથ લગાવવા ન દે. માલિક તરફની એને વફાદારી છે. માથે માલિક છે એની ખુમારી છે. આવી જ દશા ધર્મીની હોય. ધર્મી આત્મા પણ દુધાળાં જાનવર જેવાં છે. સમ્યગ્દષ્ટિ આત્મા ઘેર રહે, પેઢીએ જાય કે ગમે ત્યાં જાય પણ “હું કોનો ?' એનું એને સતત ભાન હોય. એનું જીવન કદી ઉન્મત્ત ન હોય. એને કોઈ ઉન્માર્ગે ન લઈ જઈ શકે એટલું એનામાં કૌવત હોય છે. સાવચેત એટલો હોય કે કોઈથી ભરમાય નહિ. ગમે તેવો ભણેલો દમામ કરતો આવે અને ગમે તેવું ભાષણ ફેંકે પરંતુ આ એનાથી જરાય લેવાઈ ન જાય. પેલો કહે કે “ધર્મ હમ્બગ છે” તો આ કહી દે કે-“જે ધર્મથી તું માનવ બન્યો, આટલી સામગ્રી પામ્યો, ભણીગણી હોશિયાર થયો, તેને હમ્બગ કહેનારો તું જ હમ્બગ છો.” આટલું કહેવાની હામ છે ને ? દેવદ્રવ્યની બેન્ક કાઢવાની વાત કરવા આવનારને પોતાના આંગણે પગ પણ ન મૂકવા દેવાય. આવા વિચાર ધરાવનારા ગમે તેવા મોટા માણસો ગુણાતા હોય તો પણ એને સલામ કરવામાંયે પાપ અને એની સલામ ઝીલવામાં પણ પાપ. એવાના શેઠ થવામાંયે નુકસાન અને એની નોકરી કરવામાંયે નુકસાન. ગમે તેવો બાળગોઠિયો હોય તોયે એવાની સાથેનો સંબંધ તોડવો જ પડે, જો ધર્મ સાચવવો હોય તો. પોતાની પાસે છતી મિલકતે દેવદ્રવ્યથી બેંક કાઢવાની ભાવના થાય એ મનોવૃત્તિને પારખી લેવાની જરૂર છે. તેઓ કહે છે કે- “દિલ જરા દિલાવર રાખો.” આનો અર્થ સમજી શકો છો ને ? સાગર એ રત્નાકર છે. રત્નોને એ સંઘરે છે પણ મડદાને એ કદી સંઘરે ? મડદાની તાકાત નહિ કે રત્નાકરના રત્નોને અભડાવે. ગમે તેવા મોટા શહેનશાહનું મડદું હોય પરંતુ એ પણ સાગરના તળિયે જઈ ત્યાં રહેલાં રત્નો સાથે બેસે જ ન શકે. સાગર એને એક, બે ને ત્રીજા ઉછાળે કિનારે ફેંકી જ દે. જૈનશાસન એ અનુપમ રત્નાકર છે. એ પણ હાડકાંના ઢગલાને નથી સંઘરતું. મડદાં કહો કે હાડકાંના ઢગલા કહો બને એક જ છે. બન્ને ચેતનાહીન છે. ધર્મરૂપી ચેતના વિનાના માનવો પણ હાડકાંના ઢગલા છે. સમ્યકત્વના ઊછાળા જૈનશાસનરૂપી રત્નાકરમાંથી એને કિનારે ફેંકી દીધા વગર રહેતા નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ 12૩૩ ——– ૩: એવાઓથી સાવધાન રહેજો! - 83 — ૪૫ હોળી આવે છે, એમાં પાપને બાળી નાંખો ! હવે નિયમો લેવાના નક્કી કરી લખી લાવો. હોળી નજીક આવે છે. ચોમાસી પર્વ ઊજવો અને હોળીમાં પાપને બાળો. નાટક, ચેટક, સિનેમા, હોટેલ, રાત્રિભોજન, દુર્બસન આદિ પાપોને હોળીમાં બાળીને ભસ્મ કરો. જૈનો જ્યાં ત્યાં ખાય ? જૈનો એઠું મૂકે ? બે ઘડી પછી એંઠવાડમાં સંમૂચ્છિમાં ઉત્પન્ન થાય એ જૈનો ન જાણે ? આજે તો ભાઈ જમીને ઊઠે એટલે એની થાળી એવી હોય કે બાઈને જોવી પણ ન ગમે. શ્રાવકની થાળી તો એવી હોય કે સાફ કરનારને રાખ પણ ઘસવી ન પડે. શ્રાવક ઘરનો એંઠવાડ પાડોશીને ત્રાસ ન આપે. પત્ની ધારે તો પતિને સુધારી શકે. પાસે બેસી ગરમાગરમ વસ્તુ પચીસ વાર પીરસે પણ છાંડવા ન દે. ગુરુનું ન માનનારા પણ પત્નીનું તો માને; પરંતુ બાઈઓની ભાવનામાં પણ પોલાણ પેઠું હોય ત્યાં શું થાય ? એને પણ સોનાની બંગડીઓ ને નવી નવી સાડીઓ મળે એટલે ફરજનું ભાન ભુલાઈ જાય. એકને લાલચ મૂંઝવે ને બીજાને વિષયાધીનતા મૂંઝવે. આમાં ઉદ્ધાર ક્યાંથી થાય ? | માટે હવે નબળાઈને ખંખેરી નાંખો. હોળીમાં પાપને જલાવો અને નિયમો લઈ ચોમાસી પર્વ ઊજવો તો શાસનપ્રેમીનો ઇલ્કાબ શોભે. અજ્ઞાન લોકો ગમે તેમ બોલે એની સામું ન જુઓ પણ ધર્મીનો ઇલ્કાબ દીપે એ રીતે વર્તો. આપણે મોટી સભામાં શોભા માનતા નથી. થોડા પણ ચુનંદા હોય તેમાં શોભા માનીએ છીએ. ખોટી નામનાના પૂજારી નથી. જગતની વાહવાહ માટે ધર્મને ડુબાડનારા પરિણામે પોતે જ ડૂબે છે. સંઘમેરૂનું ચિત્ત દીપે શાથી ? નિયમરૂપી સુવર્ણ શીલાતલ પર ગોઠવાય તો. તમારાથી શક્ય હોય તેવા નિયમો લો. થોડું આત્મબળ કેળવો. સાવ પાંગળા ન બનો. ચોમાસી પર્વ ઊજવી હોળીમાં પાપને બાળો-આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ વીર સં. ૨૪૫૩, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૮, શનિવાર, તા.૮-૩-૧૯૩૦ 84 • મન અને ઇન્દ્રિયોનું નિયમન કરે તે નિયમ : • પાપના સટ્ટા : • નિયમ, અંકુશ મૂકે તેવો જોઈએ : • નિયમ લેવા આવનારને શું કહેવાય ? • ચડે તે જ પડે પણ એ પડેલા પણ ચડવાના જ : • પડેલાને ચડાવવા માટે આ શાસન છે : • દીક્ષિતના કુટુંબીઓ આર્તધ્યાન કરે એનું પાપ કોને ? • દીક્ષા અને માબાપનો ઉપકાર : વિરોધીઓની માયાજાળ : • દીક્ષા લઈને છોડે તો....? મન અને ઇંલ્યિોનું નિયમ કરે તે નિયમઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં પીઠ તથા મેખલાનું વર્ણન કરી ગયા બાદ હવે ચિત્તરૂપી કૂટો (શિખરો)નું સ્વરૂપ વર્ણવે છે. મેરૂ પર્વતને જેમ ઊંચાં, સફેદ અને કાન્તિમાન શિખરો હોય છે તેમ શ્રી સંઘમેરૂને પણ ચિત્તરૂપી શિખરો હોય છે, જે ઊંચાં શ્વેત અને ઝળહળતાં હોય છે. મેરૂનાં ચિત્રકૂટો જેમ સુવર્ણ શીલાતલ પર હોય છે તેમ શ્રી સંઘમેરૂનાં ચિત્તકૂટો પણ ઊંચા નિયમોરૂપી સુવર્ણશીલા પર હોય છે. શિખર વિનાનો પર્વત જેમ બાંડો લાગે તેમ સુંદર ચિત્તરૂપી શિખર વિના શ્રી સંઘમેરૂ પણ શોભા વિનાનો કિંમત વિનાનો લાગે. ઇંદ્રિયો અને મન જેનાથી કાબૂમાં આવે તે નિયમ. એવા નિયમોરૂપી સુવર્ણ શીલાતલ પર શ્રી સંઘનાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનાં) ચિત્તકૂટો ઊંચાં, સ્વચ્છ અને ઝળહળતાં હોવાં ઘટે. જ્યાં સુધી ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે નહિ ત્યાં સુધી ચિત્તમાં સુંદર વિચારો આવે નહિ. હમેશાં અશુભ અધ્યવસાયના ત્યાગથી જ ચિત્તકૂટ ઊંચાં બને, અર્થાત્ ઉચ્ચતા પામે. જ્યાં સુધી અશુચિ અધ્યવસાય ન જાય ત્યાં સુધી હૃદયમાં ઉચ્ચતા ન આવે, જ્યાં સુધી ઇંદ્રિયો અને Page #68 -------------------------------------------------------------------------- ________________ 1285 – ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૪૭ મનનું દમન થાય નહિ ત્યાં સુધી અશુભ અધ્યવસાય જાય નહિ. અશુભ અધ્યવસાય હોય ત્યાં સુધી ઊંચા પરિણામ લાવવાં અશક્ય છે. સમ્યગ્દષ્ટિપણું, શ્રાવકપણું, સાધુપણું, દાન, શીલ, તપ ભાવ અને દુનિયાની કોઈ પણ ધર્મક્યિા અશુભ અધ્યવસાયના નાશ વિના સારી રીતે થતી નથી. અશુભ અધ્યવસાયોને કાઢવા નિયમ એ આલંબન છે. એ આલંબન ન સ્વીકારાય તો માનવું પડે કે હજી ધર્મની કિંમત હૈયામાં વસી નથી. “મન શુદ્ધ છે તો નિયમની જરૂર નથી' એમ કહેવું એ જ મનની મલિનતા છે, કેમકે મન શુદ્ધ છે તો નિયમ કરવામાં વાંધો શો છે ? જેનું મન સારું તેની ક્રિયા મોટા ભાગે ખોટી ન જ હોય. શુદ્ધ મન છતાં અશુભ કિયા થઈ જાય એ બને પણ તેના ઉપર રાગ કે પ્રેમ ન હોય; એ અશુભ ક્યિા માટે યોજના ન ઘડાય. ગમે તેમ વર્તવું, ફાવે તે ખાવું, ફાવે તેમ હરવું ફરવું અને “મારું મન શુદ્ધ છે” એમ કહેવું એના જેવો દુનિયામાં બીજો એક પણ દંભ નથી. “રસનાનો રસ ઊડી ગયો છે તો અભક્ષ્ય ખાવામાં હરકત શી ?' આવું બોલવું એ જ સૂચવે છે કે રસનાનો રસ ગયો નથી પણ જામ્યો છે. જો રસનાનો રસ ગયો હોય તો એ વસ્તુ વિના ચલાવી લેવાનું મન થાય પણ ખાવાનું મન થાય. “વળી મળ્યું તો કેમ ન ખાવું ?” એમ જે બોલવામાં આવે છે તેથી તો એ સૂચન થાય છે કે મન એમાં જ પડેલું છે. પાંચ ઇંદ્રિયોના ત્રેવીસેય વિષયોની લાલસા ઘટી જાય પછી ન બોલાય કે-“આ ખાવામાં વાંધો શું ? આમ વર્તવામાં હરકત શી ?' આમ બોલવામાં તો કેવળ વક્તા સિવાય કશું નથી.' ઇંદ્રિયો તથા મનને દમન કરનાર નિયમ છે, એ નિયમના આલંબન વિના અશુભ અધ્યવસાયનો નાશ થતો નથી અને એ વિના ચિત્ત ઊંચા પ્રકારનું બનતું નથી. ચિત્તરૂપી કૂટને ઊંચું બનાવવા અશુભ અધ્યવસાયનો નાશ કરવો જોઈએ અને તેના માટે ઇંદ્રિયો તથા મનને ગમે તેવા નિયમોનું આલંબન લેવું જોઈએ. - હવે એ ચિત્તકૂટ ઊંચાં તો બન્યાં પણ ઉજ્વલ શી રીતે બને તે કહે છે. પ્રતિસમય કર્મમલનો નાશ થાય તેવી ક્રિયા કરવાથી ચિત્રકૂટ ઉજ્વલ બને છે. જેમ જેમ કર્મમલ ઘટે તેમ તેમ આત્મા શુદ્ધ બને. કર્મમલનો નાશ એ જ આત્મશુદ્ધિનો ઉપાય છે. નિયમથી અશુભ અધ્યવસાય જાય અને શુભ અધ્યવસાય આવે. એનાથી એવી સુંદર ક્રિયાઓનું સેવન થાય કે જેથી કર્મમલનો નાશ થાય. એ કર્મમલના નાશથી ચિત્ત ઉજ્વલ બને છે.. ઉજ્વલ બનેલાં ચિત્તને ઝળહળતાં બનાવવા માટે પ્રતિસમય જ્ઞાનીએ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 136 કહેલાં અને ગણધરદેવોએ ગૂંથેલાં સૂત્ર તથા તેના અર્થનું નિરંતર સ્મરણ કરવું જોઈએ. સૂત્ર-અર્થનું સ્મરણ કરવાથી ભગવાનની આજ્ઞા નિરંતર યાદ રહે છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની યાદ ગઈ તો બધી મહેનત રદ સમજવી; કારણ કે એના વિના એ ઊંચાં અને ઉજ્જવલ ચિત્તકૂટો કઈ મિનિટે નીચાં અને મલિન બને તે કહેવાય નહિ. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેય સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાનું છે. આજે તો આ વાતમાં મોટા વાંધા છે. કેટલાક તો કહે છે કેઆત્માના ધર્મની શુદ્ધિ માટે આગમનું કામ શું ?’ આવશ્યક સૂત્રો આજે કેટલાને આવડે ? અને એનો અર્થ તો જ્યાં રહેતો હોય ત્યાં જ રહે ને ? તમારે એની સાથે સંબંધ કેટલો ? શ્રી સંઘમેરૂનું ચિત્ત-એટલે સાધુ, શ્રાવક, શ્રાવિકાનું ચિત્ત ઊંચું, સ્વચ્છ અને ઝળહળતું હોય તો જ સંઘ દીપે; નહિ તો એ શ્રી સંઘમેરૂની શોભા નથી. આ શોભાના મૂળ પાયામાં ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખવા માટેના નિયમો છે. નિયમ આજે પાલવતા નથી. નિયમનું નામ સાંભળી દૂર ભાગવા માંડે એવા ઘણા છે. રખે કોઈ એકાદો નાનો પણ નિયમ કરે તો એમાં અનેક બારીઓ રાખે. પોતાને ક્યાંય જરા પણ અગવડ ન આવી જાય, એ પહેલાં વિચારે. નિયમને અંગે આપણે ગઈ કાલે સાંત વ્યસનના ત્યાગથી વાતની શરૂઆત કરી હતી. શ્રાવક સાતે વ્યસનનો તો ત્યાંગી હોય જ. જેનાથી રાજદંડ થાય એવી ચોરીને તો શ્રાવક વર્ષે જ. પકડાયા પછી દંડ થાય, સજા થાય, નાલેશી થાય, એવી ચોરીથી શ્રાવક દૂર જ રહે, પણ આજે તો એ નિયમ કરનારા પણ શોધવા જવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. પાપના સટ્ટ : મહાઆરંભ અને મહાપરિગ્રહ એ નરકનાં દ્વાર છે એમ શાસ્ત્ર કહે છે. એ વાત જાણવા છતાં “પાંચ લાખ પહેલાં મેળવા લઉં,” પછી નિયમ કરીશ. એવા પ્રકારની ભાવના રાખીને આરંભ-પરિગ્રહને નિભાવે જ જાય એ એક પ્રકારનો સટ્ટો જ છે ને ? નિયમ કરતાં પહેલાં જ એ મહા આરંભ-પરિગ્રહમાં કદી ખપી જવાય તો ગતિ કઈ થાય ! એ યાદ નથી રહેતું. આ પણ એક જાતનો પાપનો સટ્ટ જ સમજી લેવો. સભા ‘સમજ્યા છતાં હૈયામાં પ્રકાશ કેમ નથી પડતો ?' ન પડે; કારણ કે પાપના સટ્ટાનો શોખ છે. એ શોખ છૂટ્યા વિના હૈયામાં Page #70 -------------------------------------------------------------------------- ________________ 1237 –– ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૪૯ પ્રકાશ ન પડે. એ તો એમ જ મન વાળે કે-“બહુ આરંભ-પરિગ્રહથી નરકે જવાય, એ વાત ખરી, પણ મરતાં પહેલાં મૂકી દઈશ,પછી શો વાંધો છે ? મરણ ક્યારે આવશે એ નક્કી નથી એવું જાણવા છતાં આમ કહે જાય અને આરંભ પરિગ્રહમાં તણાયો જાય, એ ખરેખર પાપનો ભયંકર સટ્ટો ખેલી રહ્યો છે. આ રીતે જેવો પાપનો સટ્ટો ખેલતાં શીખ્યા છે તેવો ધર્મનો સટ્ટો ખેલતાં નથી શીખતા. વ્યવહારના કામમાં માંદો હોય તો પણ સાજાની જેમ દોડવા માંડે પણ દેરાસર જવું હોય તો જરાજરામાં માંદો ન હોય તોયે માંદો પડી જાય. હાથે જ નાડી તપાસી, “ઠીક નથી' એમ અભિપ્રાય આપી દે. જરા માથું દુ:ખે કે જરા પગ તૂટે તો ધર્મના કામમાં ઢીલો થઈ જાય અને એ જ પાછો બજારનો ટાઇમ થતાં ઊભો થઈને ચાલવા માંડે. માંદગી તે વખતે ભાગી જાય. આનું કારણ એક જ છે કે પાપના સટ્ટા ખેલવાની દુર્બુદ્ધિ એવી વધી ગઈ છે કે આ શાસ્ત્રોમાં આવતી વાતો તો ચોથા આરા માટે છે, એમ જ એ માને એટલે બધા દરવાજા ખુલ્લા થઈ જાય. આગમમાં આવે કે અમુક પુણ્યાત્મા ત્રિકાળપૂજા કરત હતા, ત્યાં આજના પાપના સટ્ટા ખેલનારા કહી દે કે-“એ તો રાજા હતા અગર શ્રીમાન હતા, સગવડવાળા હતા. અમારી પાસે એવી સગવડ કે મોટી શ્રીમન્તાઈ હોય તો અમે પણ કરીએ.” પછી એમને પુણિયા શ્રાવકની વાત કરીએ તો કહેશે કે-“એ તો પુણ્યશાળી હતો. અમે ક્યાં એવા છીએ. ?” આમ ખોટા બચાવ રજૂ કરી શાસ્ત્રની વાતોને આઘી જ રાખે પછી હૈયામાં પ્રકાશ ફેલાય ક્યાંથી ? સંસાર ભયંકર છે; એમાં ડૂબી ગયા તો ગતિ કઈ, એ ચિતા જ ભુલાઈ ગઈ છે. દુનિયાના કાર્યોમાં જેમ સટ્ટા ખેલાય છે તેમ અહીં પણ પરાક્રમ બતાવવું પડશે. દુનિયાનાં પાપકાર્યોમાં આત્મા જે વેગથી ધસ્યો જાય છે તેટલો વેગ નહિ, તો તેનાથી અડધો પણ વેગ ધર્મમાં જોઈશે કે નહિ ? બહુ આરંભ પરિગ્રહથી નરકગતિ માન્યા છતાં “અવસરે છોડી દઈશું. મરતાં સુધી નહિ વળગી રહીએ.' એમ કહીને ચલાવ્યે જ રાખે એ ભયંકર સટ્ટો છે. શ્રી જિનેશ્વરદેવે જેના પરિણામે નરકગતિ બતાવી તે જ વસ્તુને વળગી રહેવાનો સટ્ટો ખેલવો એ સારી વાત છે ? ના. એમાં ભયંકર સાહસ છે. આયુષ્યની ખબર નથી, જન્મ્યા તે બધા જ મરવાના એ નક્કી છે, છતાં એવો સટ્ટો ચાલુ રાખવો તેમાં તો સટ્ટાના શોખની અવધિ કહેવાય. ધર્મક્રિયામાં, મંદિર, ઉપાશ્રયે જવામાં સગવડ, સમય, ભાવના, શક્તિ એ બધાના અભાવના બહાનાં કાઢ્યા જ કરે પરન્તુ દુનિયાદારીનું કામ આવે ત્યાં એમાંનું એક પણ બહાનું ન નડે. જે રીતે દુનિયાદારીમાં રક્ત રહો છો ? તેવી રક્તતા અહીં ધર્મનાં કાર્યોમાં લાવવી પડશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ 1288 નિયમ, અંકુશ મૂકે તેવો જોઈએ ? ચિત્તકૂટો ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં હશે તો જ શ્રી સંઘરૂપી મેરૂ દીપશે. આ કૂટ (શિખર)નો મૂળ પાયો જ નિયમ છે અને આજે એ નિયમની ભાવનામાં જ પોલાણ છે. નિયમ લેતી વખતે જ કહે કે- નિયમ આપો પણ અગવડ ન પડે એવો આપો.' વ્રત લેતાં પણ એમ જ કહે કે-“ભલે બારે વ્રત આપો પણ એવી રીતે આપો કે એ પાળવામાં જરાયે હરકત ન આવે અને કદી યાદ જ ન કરવાં પડે; અને એને માટે કોઈ નોંધપોથી રાખવાની જ જરૂર ન પડે. બધી તરફ એટલી છૂટ રાખી હોય કે ક્યાંય ભૂલથીયે વાંધો ન આવે. પરિગ્રહના નિયમમાં દસ-વીસ ક્રેડની મર્યાદા રાખે, દિશિ પરિમાણની વાતમાં આખી દુનિયામાં રખડી શકાય એટલા ગાઉ રાખે, વનસ્પતિમાં જેટલી જાણતો હોય એમાંની એક જાત બાકી ન રહી જાય એવી છૂટ રાખે; હવે આ રીતે નિયમ લેનારને નિયંત્રણ શું થયું ? નિયમ લેવા છતાં નિયમનો હેતુ શો જળવાયો ? ફૂલની પાંખડીની વાત તો ઘણા દિવસો કરી. હવે તોં ફૂલની વાત કરું છું અને પછી ફળ માટે આગળ વધવું પડશે. ઇંદ્રિયો અને મનને દમવા માટે નિયમ છે. નિયમનો એ હેતુ આ જાતિના નિયમથી સરતો નથી. જે નિયમથી જીવન થોડું પણ પાપથી વિરામ ન પામે તે નિયમ શાનો ? કોઈ નવો માણસ હોય. તદ્દન અપરિચિત હોય, ધર્મસંસ્કાર પામેલો ન હોય એવો આવે, તેને તો ગમે તેવો નિયમ અપાય, પણ વર્ષોથી આવતારા, જૈનનો ઇલ્કાબ ધરાવનારા, એને પોતાના જીવન પર અંકુશ મૂકનારો; પોતાના જીવનને મોટાં પાપોથી બચાવનારો એક પણ નિયમ ન હોય તો તે યોગ્ય ગણાય ? ડાહ્યા હાથી પર પણ મહાવત અંકુશ વિના સવાર ન થાય. હાથી પર કાબૂ રાખવા એ ગંડસ્થલ પર બેસે અને મર્મસ્થાનમાં અંકુશનો પ્રહાર કરે, એ નિયમ. ડાહ્યો હાથી ક્યારે ગાંડો થશે એનો ભરોસો જ નહિ. અંકુશ પણ તીક્ષ્ણ જ હોય, બહું ન ચાલે. જૈન માત્રને એકાદ નિયમ કે નિયમો એવા હોવા જ જોઈએ કે જે પોતાના જીવનને ઘોર પાપથી બચાવ્યા વિના રહે જ નહિ. હાથીનો મહાવત હાથીને તીક્ષ્ણ અંકુશ એવી જગ્યાએ મારે કે હાથીને ફરજિયાત બેસવું જ પડે. એ રીતે માણસને એકાદ નિયમ તો એવો જોઈએ જ કે જેથી જીવન અંકુશમાં આવી જાય અને પાપથી બચી જવાય.. - સાતે વ્યસનના ત્યાગી શ્રાવક આજે કેટલા છે ? આમાં તો સાધુપણાની વાત નથી ને ? * સભાઃ “સાધુપણાની છાયા તો છે જેને ? Page #72 -------------------------------------------------------------------------- ________________ 1239 – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૫૧ તો તમારે છાયા પણ નથી જોઈતી ? છાયા આપનાર તો કદાચ ન બની શકો પણ કોઈ છાયા આપે તો લેવામાં પણ વાંધો ? તો પછી સંસાર ભયંકર લાગે છે એની ખાતરી શી ? કહી દો કે સંસાર અમને ભયંકર નહિ પણ મીઠો લાગે છે. માટે તો પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પહેલી જ બે શરત મૂકી. ઇંદ્રિયજયાષ્ટકમાં તેઓશ્રી પહેલી જ બે વાત પૂછે છે કે સંસારનો ભય લાગ્યો છે? મુક્તિનો પ્રેમ જાગ્યો છે ? જો આ બે વાત કબૂલ હોય તો પછી ઇંદ્રિયજય માટે તમામ પુરુષાર્થ ફોરવવા આ મહાત્મા ફરમાવે છે. આવા મહાત્માઓ જ્યારે ઇંદ્રિયજ્ય કરવાનું ફરમાવે છે ત્યારે તમારે મોટા ભાગે ઇંદ્રિયો બહેકાવવાની ક્રિયા ચાલુ રાખવી છે ? ઇંદ્રિયો પર કાબૂ મેળવવા નિયમોની જરૂર અંગે શાસ્ત્રકારો ભારપૂર્વક ફરમાવે છે ત્યારે બહાર આજે એવું ભયંકર વાતાવરણ ફેલાવવામાં આવ્યું છે કે-“નિયમ લેવો જ નહિ; કેમકે ન.લેવા કરતાં લઈને ભાંગવામાં મહાપાપ છે. નિયમ ભાંગ્યો તો નરકે જ જવું પડે, માટે નિયમ લેવો જ નહિ.” આ રીતે નિયમ સામે એક મોટો વાઘ ઊભો કરવામાં આવે છે. સભાઃ નિયમ લઈને ભાંગે એ તો નરકે જાય પણ નિયમ લે જ નહિ તે કઈ ગતિમાં જાય ? ' એ તો સ્વર્ગે જ જવાના, એમ એ લોકો માનતા હશે. વિરતિધરો માટે નરકાદિ ગતિ અને અવિરતિધરો માટે સ્વર્ગનાં વિમાનો, આવું એમનું મંતવ્ય હોવું જોઈએ; નહિ તો આવી વાતો તેઓ કેમ કરે ? જેઓ નિયમોને નથી જ માનતા એવા નાસ્તિકોની વાત જવા દો પણ જેઓ નિયમમાં માને છે તેઓ જ આવી વાતો આજે કરી રહ્યા છે. ભાગ્યયોગે કોઈ પુણ્યવાન નિયમ લેવા તૈયાર થાય એને પહેલેથી જ ભાંગવાનો અને ભાંગ્યો એટલે નરકે જવાનો મોટો ભય બતાવે. પછી પેલો નિયમ લેવા આવનારો નિયમ લે જ કઈ રીતે ? હજી તો નિસરણી પર પગ મૂક્યો જ નથી ત્યાં પડી જવાનો મોટો ભય બતાવે, એટલે પેલો બિચારો પગ મૂકતાં જ ડરે. વ્યવહારમાં જો આવું કરવામાં આવે તો વ્યવહારનું કોઈ કામ કરવા લાયક જ ન રહે. લાખ મળ્યા પછી એ રહેવાના જ એ નક્ક નથી, જાય પણ ખરા; છતાં મેળવો છો શા માટે ? જન્મેલા મરવાના એ નક્ક છતાં જન્મ આપવાનું બંધ કેમ નથી થતું ? કન્યા માટે મુરતિયો શોધવા નીકળનારા શરૂઆતમાં જ “રાંડશે તો ?' એવી શંકા કેમ નથી કરતા ? કરે તો તે ડાહ્યા છે કે મૂર્ખ છે ? એવી અપશુકન ભરેલી વાણી ઉચ્ચારનારાને ઘરમાં રખાય જ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1240 નહિ. કદી હોય તોયે એવા પ્રસંગે એને બહાર મોકલી દેવા પડે. એ રીતે નિયમ લેતાં પહેલાં જ ભાંગવાનો ભય બનાવનારાઓ પણ મૂર્ખ છે. જમ્યા એ મરવાના નક્ક અને પરણે એટલે બેમાંથી એક વહેલે મોડે રાંડશે એ પણ નક્ક છે, છતાં એ બધી ક્રિયા ચાલુ જ છે; માત્ર નિયમ લેનારને જ ભડકાવવામાં કેમ આવે છે ? નિયમ લેવા આવનારને શું કહેવાય ? શાસ્ત્રમાં બધી વાત આવે. નિયમ લે એને ચઢાવવાની, એનો મહિમા ગાવાની, એના પાલનની વિધિની, નિયમ ન ભાંગે તેની કાળજી રાખવાની, નિયમ ભાંગે તો શું થાય એ બધી વાતો શાસ્ત્રમાં તો જરૂર આવે. પણ એ વાતોનો ઉપયોગ કઈ રીતે કરાય ? રસોઈમાં ઘણા મસાલા આવે પણ એ વાતોનો ઉપયોગ કઈ રીતે કરાય ? રસોઈમાં ઘણા મસાલા આવે પણ એ બધા પ્રમાણસર ભેળવી રસોઈ બનાવાય છે અને તો એ બનાવેલી રસોઈ ખવાય છે ને વાંધો નથી આવતો. પણ જો રસોઈ કરનાર બાઈ લોટ અને રાંધ્યા વિનાના દાળ-ચોખા, લાકડાં અને પાણી જમનાર પાસે મૂકી દે તો ? તો જમનાર જમે શું ? એ રીતે ઉપદેશ પણ એ બધી વાતો ધ્યાનમાં રાખે; નહિ કે એકદમ ભય બતાવી નિયમ લેતો જે અટકાવી દે. જે કોઈ ભય બતાવી નિયમ લેતો અટકાવી દે એ ધર્મોપદેશ કે પાપોપદેશક ? નિયમ લેવા આવનારને તો કહેવું જોઈએ કે “મહાનુભાવ ! તું બહુ ભાગ્યશાળી છે કે તને નિયમ લેવાના પરિણામ જાગ્યા. નિયમ લેવાના પરિણામ વિરલાને જ થાય છે. માટે જરૂર તું ઉત્તમ આત્મા છું. આ નિયમથી તો અનેક આત્માઓ મુક્તિએ ગયા છે.” નિયમ લેવા આવનાર આવું સાંભળે એટલે એના મનમાં પણ થાય કે “જરૂર, આ નિયમ એ બહુ ઉત્તમ ચીજ છે કે જેની પ્રશંસા વડીલો અને ગુરુઓ પણ આટલી કરે છે.' એ ઢીલો હોય તો પણ દૃઢ થઈ જાય. આ રીતે દૃઢ બનાવ્યા બાદ ઉપદેશક એને સાવચેતી પણ આપે કે “જો ભાઈ તું જે નિયમ લે છે તે બહુ ઉત્તમ છે, સાચવવા જેવો છે. બેદરકાર બનવાથી નિયમ ભાંગે તો બહુ પાપ લાગે માટે ખૂબ સાવચેત રહેજે. આ પ્રમાણે કહેવાય તો નિયમ લેવા આવનાર પણ એ વાત કબૂલે અને નિયમમાં વધુ સાવચેત બને. પરંતુ આવતાંવેંત જો પેલાને એમ જ કહે કે-“નિયમ લેવા તો આવ્યો છે પણ લેતાં પહેલાં વિચાર કરજે. ભાંગ્યો તો મર્યો સમજજે. ડૂબી જઈશ.” આવું સાંભળે એટલે પેલો નિયમ લેવા આવેલો નિયમ લીધા વિના જ રવાના થઈ જાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૩ 1241 – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 ચડે તે જ પડે પણ એ પડેલા ચડવાના જ ઃ ઘણા આજે એમ કહે છે કે-“અમે નિયમ નથી લેતા, કારણ કે ભાંગે તો પાપમાં પડીએ.” આવાને હું એમ તો ન જ કહું ને કે-નિયમ ભાંગે તો કાંઈ વાંધો નહિ, તું તારે નિયમ લઈ લે ! વળી એની વાતમાં સંમત પણ ન થવાય. આમ બેય બાજુ મુશ્કેલી છે. મારે એને એમ જ પૂછવું પડે કે નિયમ ભાંગે શા માટે ? દુનિયાની નાશવંત ચીજો મેળવવા દોડાદોડી કરે છે ત્યાં “આ ચાલી જવાની છે” એવો વિચાર કરવા નથી થોભતો અને નિયમની વાતમાં જ આવી નિર્બળતા કેમ ? - ઘણાએ નિયમ લીધો અને પાળી ન શક્યા. પણ લેતી વખતેની સુંદર પરિણામની ધારાથી એ આત્માનો એકડો નિશ્ચિત થઈ ગયો. આનો અર્થ એવો ન કરાત કે નિયમ ભાંગવામાં હરકત નહિ. આજે તો આવી વાત સમજાવવામાં પણ જોખમ છે. બહાર જઈને બોલે કે-“મહારાજ કહેતા હતા કે નિયમ લેવો, પછી ન પળાય ને ભાંગે તો વાંધો નહિ.' તમે આવું ન બોલતા. એવાં પણ શાસ્ત્રમાં દૃષ્યતા છે કે જેમાં અમુક આત્માઓએ નિયમ લીધો અને તરત પડ્યા, છતાં એમના માટે શાસ્ત્ર કહ્યું કે “એ પામી ગયા એ પાછા માર્ગે આવવાના જ અને આરાધના કરી મોક્ષમાં પહોંચી જવાના.' ભાંગવાની બીક બતાવી નિયમ લેવા જ ન દે એનો નિખાર થાય શી રીતે ? રખડપટ્ટનો અંત જ ન આવે. મુનિપણું પામ્યા પછી પડેલા આત્માઓની સંખ્યા નાનીસૂની નથી એમ શાસ્ત્ર કહે છે પણ એ જ શાસ્ત્ર કહ્યું કે એ નિયમા મુક્તિએ જવાના. એ જ રીતે નિર્નવોનાં નામ પણ મુક્તિએ જવામાં શાસ્ત્ર લખ્યાં. કેમ લખ્યાં ? પડ્યા એ ચડવાના ત્યારે જ ને ? જે ચડ્યા જ નથી એ પડે ક્યાંથી ? ચડે તે પડે અગર ચડનારે પડવું જ જોઈએ, એવો નિયમ નહિ, પણ ચડે તે પડે પણ ખરા.. અને ચડેલા પડે તે પાછા ચડે પણ ખરા. પણ જે પડવાની બીકે ચડતો જ નથી એની શું દશા ? એ તો ત્યાંનો ત્યાં જ રહેવાનો અને ભટક્યા જ કરવાનો. અજીરણ તો માલ ખાય તેને થાય. ભિખારીને શું થવાનું ? એને તો પેટપૂર અનાજનાં જ જ્યાં ફાંફાં હોય ત્યાં અજીરણ થાય ક્યાંથી ?પડવાની બીકે ચડવાની મનાઈ ન હોય. આજે તો એમ પણ કહે છે કે-“નિયમ તો કરવો જ નહિ. કેમકે જો નિયમ ભાંગે તો ન લેવા કરતાં ડબલ પાપ લાગે.” એથી પણ આગળ વધીને કહે છે કેમનશુદ્ધિ વગર ક્યિા નકામી છે, મન શુદ્ધ ન હોય તો મંદિર પણ નકામું છે અને જો મન શુદ્ધ હોય તો મંદિરમાં જવાની જરૂર પણ શી છે ?” આવી આવી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ વાતો કરીને કોઈ અહીં સુધી આવે જ નહિ એવી સ્થિતિ કેટલાકે ઊભી કરી છે. અહીં આવે તો પેલા પામેને ? નિયમ ભાંગે તો હરકત નહિ એમ આપણે કહેતા જ નથી, પણ મુદ્દો એ છે કે ભાંગવાની બીકે નિયમ લેવા જ નહિ એમ મનથી નક્કી કરી લેવું એમાં તો મૂર્ખાઈની હદ આવી જાય છે. ભાંગવા માટે તો નિયમ ન જ લેવાય. ભાંગે તો વાંધો નહિ એમ વિચારી નિયમ લેવો એ અધમતા છે. ‘કેમ ન પળાય, જરૂર પાળીશ' આવી ભાવનાથી જ નિયમ લેવાય. નિયમ પાળવાની કાળજી પૂરેપૂરી હોવી જોઈએ. એમ છતાં એ આત્મા કદી દૈવયોગે નિયમ ન પાળી શક્યો અને પડી ગયો તો પણ શાસ્ત્ર કહે છે કે એક વાર તો એ પામી ગયો. નિયમ લેતી વખતે જે પરિણામ આવે છે તેમાં બીંજ પડી જાય છે. એનો એકડો નક્કી થઈ જાય છે. પછી તેને પૂર્વના કર્મયોગે સંસારમાં રૂલવું પણ પડે પણ અર્ધપુદ્ગલ પરાવર્તમાં એની મુક્તિ નિયમા થાય છે. એકડો નક્કી થવો એનો અર્થ જ આ છે. પડેલાને ચડાવવા માટે આ શાસન છે સભા નિયમ ભાંગનારો ફરી લે ખરો ?” 1242 જરૂર લે; અને જે કારણથી એક વાર પોતે નિયમ ભાંગ્યો હોય, એનાથી હવે પોતે બરાબર સાવધ રહે . પડેલાને ફરી ચડવાનો હક્ક નથી એવું કહેના૨ા અજ્ઞાન છે. બગડેલાને સુધા૨વા માટે તો આ શાસન છે. અનાદિ કાળના મલિન આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવવા માટે તો ભગવાને આ શાસનની સ્થાપના કરી છે. બધા શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ સ્વયં અનાદિકાળના મલિન હતા તે પણ આ શાસનના યોગે અનંતકાળ ઊજળા બન્યા. મેલાને જ ઊજળા બનવાનું છે. શાસ્ત્ર પડાય નહિ તે માટે સાવચેત રહેવા જણાવ્યું, પડવાથી થતી દુર્દશાનું વર્ણન પણ કર્યું; પણ સાથે જ કહ્યું કે ચડીને પડેલા આત્માઓ ‘નહિ ચડવા માટે જ નહિ ચડેલા' આત્માઓ કરતાં ઘણા ઊંચા છે. ગોશાળાએ ભયંકર ગુરુદ્રોહ કર્યો, તીર્થંક૨દેવની ઘોર આશાતના કરી, મહાવીર પ્રભુને મારી નાંખવાની બુદ્ધિએ તેમના પર તેજોલેશ્યા મૂકી, આટલું છતાં એના માટે સ્વયં ભગવાને નિયમા મુક્તિ જણાવી. કરેલા પાપના યોગે એ અનંતકાળ રૂલશે એ વાત નક્કી, પણ એ અનંતકાળ એટલે જેનો અંત નહિ એવો અનંતકાળ નહિ, અનંત પુદ્ગલપરાવર્ત પણ નહિ, એક પુદ્ગલપરાવર્ત પણ નહિ અને અર્ધ પુદ્ગલપરાવર્ત પણ પૂરો નહિ; પરંતુ એની અંદરના કાળને પણ જૈનદર્શનમાં અનંતો કાળ કહે છે. જૈનદર્શનના અનંતા અને અસંખ્યાતાની ગણતરીના અર્થ જાણવા જેવા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ 1243 – ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૫૫ ગોશાળાને અંતિમ સમયે વિચાર આવ્યો કે-“હું મહાપાપી ! ભયંકર ગુરુદ્રોહી ! સાચા જિન તો ભગવાન મહાવીર જ !” પાપાત્માએ એ પરમાત્માની ઘોર આશાતના કરી.... વગેરે ! બસ ! છેલ્લી ઘડીએ આ પશ્ચાત્તાપના ભાવથી એ પામી ગયો, એની મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. પણ અહીં વિચારવાનો મુદ્દો એ છે કે એ છેલ્લી ઘડીએ આ ભાવના આવી શાથી ? તેનું કારણ એ જ કે લાંબો કાળ ભગવાનના સહવાસમાં રહ્યો હતો, તેજલેશ્યા પણ એ ભગવાન પાસે શીખ્યો હતો, ભગવાનનું સંયમ લાંબા કાળ સુધી નજરે જોયું હતું; પણ જો સહવાસમાં જ ન આવ્યો હોત તો આ ભાવના આવત પણ નહિ અને એની મુક્તિ નિયત થાત પણ નહિ. ગોશાળા માટે શાસ્ત્રકારોએ ઓછું નથી લખ્યું. એને ઘોર પાપાત્મા કહ્યો, નરકાદિ અનેક ભયંકર દુર્ગતિઓમાં ભટકનારો જણાવ્યો પણ એ જ શાસ્ત્રકારોને ભગવાનના કથન મુજબ “એની મુક્તિ નિયમા છે' એમ પણ લખવું પડ્યું. આ શાસન અનુપમ છે તે આથી જ. એ જ ગોશાળા માટે ગૌતમ મહારાજાના પૂછવાથી પરમાત્મા મહાવીરદેવે જણાવ્યું કે “એ બોધિબીજ પામી ગયો.” ' નિયમ ન લેવાની ભાવનાએ નિયમ ભાંગવાના ભયની મોટી મોટી વાતો કરનારાઓને નિયમ લેતી વખતના પ્રશસ્ત પરિણામની કિંમત નથી. ચાર દિવસ માટે બ્રેડપતિ બનેલો પછી ભલે એ સાહ્યબી ચાલી જાય અને જીવનભર દરિદ્રી રહે, તો પણ જીવે ત્યાં સુધી પેલા ચાર દિવસની સાહ્યબી એ ભૂલતો નથી. એને એમ જ થયા કરે કે એ દિવસો પાછા ક્યારે આવે ? આનાથી ઊલટું, વર્ષોનો દરિદ્રી અચાનક માલદાર થાય એટલે ચાર દહાડામાં જ પોતાની પૂર્વની સ્થિતિ ભૂલી જાય છે. ચાર દહાડા પહેલાં પોતે કોણ હતો એનું ભાન એને રહેતું નથી અને સદમાં છકી જાય છે. મુદ્દો એ છે કે થોડા કાળ માટે પણ ભોગવેલી શ્રીમંતાઈનો સ્વાદ દરિદ્રતામાંયે ભુલાતો નથી તેવી રીતે દુષ્કર્મ યોગે કોઈ આત્મા નિયમથી પડે તો પણ નિયમ લેતી વખતેનો અને પાળ્યો તેટલા સમયનો સ્વાદ તો મોટા ભાગે એને રહી જ જાય છે. ફરી એ ક્યારે પામે ? એ ભાવના એને રહ્યા જ કરે. વળી એ આત્મા બિલકુલ નિયમ નહિ લેનારા આત્મા જેવું પાપ કરે છે તે રીતે કદી પાપ કરતો નથી. એના અને પેલાના પરિણામમાં આસમાન-જમીનનું અંતર હોય છે. વળી ભગવાન પાસે નિયમ લેનારાઓથી પણ નિયમનો ભંગ થાય છે અને નિયમ ભાંગવાનો છે એવું જાણવા છતાં તેની યોગ્યતા જોઈ ભગવાને નિયમ આપ્યો છે. ભાંગી જાય માટે નિયમ લેવો જ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1244 નહિ એવું નક્કી કરી બેસી જનારા મિથ્યાદૃષ્ટિ છે અને તેમને આવું સમજાવનારા મહામિથ્યાદૃષ્ટિ છે. દીક્ષિતના કુટુંબીઓ આર્તધ્યાન કરે એનું પાપ કોને ? કેટલાક કહે છે કે-“સર્વવિરતિના નિયમ લેનારની પાછળ એમના કુટુંબીઓ આર્તધ્યાન કરે છે તેનું શું ?' એમને શાસ્ત્ર પૂછે છે કે એ કુટુંબીઓ પહેલાં વળી કયું ધ્યાન કરતા હતા ? આમેય આર્તધ્યાનમાં તો એ બધા બેઠેલા જ હતા ને ? એમાંથી પુણ્યોદયે એક આત્માને ખસવાનું મન થયું, એટલે તે એક તો આર્તધ્યાન કરતો અટક્યો ને ? એ એક આજે અટક્યો તો ચાર દિવસ પછી એ એના કુટુંબને પણ એ ધ્યાનથી અટકાવશે અને બીજા પણ અનેકને ઉપદેશ આપી એનાથી બચાવશે. સ્નેહીઓને રોતા મૂકીને સાધુ થયેલો પાછો એમને બોધ કરવા આવશે પણ સ્નેહીઓને રોતાં મૂકીને મરી ગયેલો પાછો નહિ આવે. તો પછી સ્નેહીઓને રોતાં મૂકીને મરે એ ડાહ્યો કે સાધુ થાય તે ડાહ્યો ? સભા: “મોત એ તો અશક્ય પરિહાર છે.” સમ્યગ્દષ્ટિને માટે વૈરાગ્ય પણ એવો જ અશક્ય પરિહાર છે. કેટલાક કહે છે કે-“અમને દીક્ષિતના કુટુંબીઓની દયા આવે છે. તેમની આ વાત સાચા હૃદયની હોય તો આનંદ માનું. વળી એ કુટુંબીઓનાં દુઃખ જો એ દયાળુઓ દૂર કરવા માગતા હોય તો એ દુ:ખો તેમની પાસે ક્રમસર રજુ કરું. વળી જો તેઓ એ દુ:ખનાં કારણોને જ દૂર કરતા હોય તો તો આપણે તેમને પરમ ધર્માત્મા માનીએ; પરંતુ જો એ વાતમાં તેઓ અખાડા કરે તો તો એ બધી વાતોને ઢોંગ જ માનીએ. વળી એ લોકો એમ પણ કહે છે કે આ રીતે દીક્ષા લેવાથી સ્નેહીઓ કલ્પાંત કરે તેથી સાધુનું પહેલું મહાવ્રત રહી શકતું નથી; અને અહિંસા ધર્મનું ખૂન થાય, તો તે કેમ ચલાવી લેવાય ? આ રીતે પણ જો તેઓ સાચા અહિંસાવાદી બનીને વાત કરતા હોય તો આપણે તેમને શુદ્ધ શ્રાવક માનવા પણ તૈયાર છીએ; અને દીક્ષિતોના કુટુંબીઓના દુઃખના કારણને જો તે દૂર કરવા માગતા હોય તો તે બધાં કારણો આપણે તેમની પાસે રજૂ પણ કરીએ. એ દુ:ખનાં કારણ કયાં એ વિચારવું જોઈએ. દીક્ષા અને મા-બાપનો ઉપકાર ? . શાલિભદ્ર સંયમની રજા માગી ત્યારે એ સાંભળતાં જ માતાને મૂર્છા આવી ગઈ. એ વખતે શાલિભદ્રજી વિચારે છે કે-માતાને મારા ઉપરના મોહથી મૂચ્છ Page #78 -------------------------------------------------------------------------- ________________ 1245 – – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – – ૫૭ આવી છે. હવે જો હું એની પાસે જાઉં, એની સારવારમાં પડું તો તો એની આંખ ખૂલે અને મને જુએ એટલે પાછો મારા પ્રત્યેનો મોહ વધે અને વારંવાર મૂચ્છ આવવાનું કારણ પ્રબળ બને. એ રીતે વારંવાર મૂચ્છ લાવવી એ ઉચિત નથી. આ એક જ મૂર્છાથી હંમેશની મૂર્છા જાય એ જ ઇષ્ટ છે.' આમ વિચારી શાલિભદ્રજી માતા પાસે ન ગયા. શાલિભદ્રજીને આ વિચાર આવ્યો એનું કારણ કે તેઓ શ્રી જૈનશાસનને પામ્યા હતા, ધર્મના રહસ્યને સમજ્યા હતા, ધર્મદેશના સાંભળીને આવ્યા હતા. સ્નેહીને વિષયોનો રાગી રોવરાવે કે વિષયોનો ત્યાગી રોવરાવે ? વિષયોનો રાગી પોતાના સ્વાર્થ માટે કુટુંબીઓને રોવરાવે પણ ત્યાગી કદી ન રોવરાવે. કુટુંબીઓ સ્વાર્થવશ મોહથી રૂવે તે વાત જુદી છે પણ તેની સાથે વિરાગીને નિસબત નથી. દીક્ષા અંગે આવી દયાની વાતો કરનારા અને મા-બાપની ભક્તિની વાતોને આગળ ધરનારા, રોજ મા-બાપને પગે લાગનારા તો ખરા ને ? પત્ની ખાતર મા-બાપને જુદા કાઢનારા અને અલગ રસોડું કરીને રહેનારા તો આ બધા નહિ જ ને ? હવે સ્ત્રીની દયાની વાત અંગે વિચારીએ. એ દયાની વાત કરનારા પોતાની સ્ત્રી જો ભોગને યોગ્ય ન રહે એવી ખામીવાળી થાય અગર તો એને સંતાન ન થાય તો એની સાથે કઈ રીતે વર્તે છે ? આ દયાળુઓને ત્યાં કેમ દયા આવતી નથી ? વિરોધીઓની માયાજાળ ઃ સભા: “માબાપ નિરાધાર હોય તો ? આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આવો કોઈ દાખલો હોય તો લાવે. સંયમ લેનાર મા-બાપનો ભક્ત જ હોય. એ કંઈ ખૂની કે નિર્દય નથી હોતો. માબાપ જો સંયમના રાગી હોય તો પોતાના કુળદીપક પુત્રને સંયમ લેતાં રોકે જ નહિ. તકલીફ વેઠીને પણ પોતાનો ગુજારો કરે છે પણ પુત્રને સંયમમાર્ગે જતાં રોકતા નથી. કદાપિ તદ્દન નિરાધાર હોય તો એવી અવસ્થામાં તેમને રખડતા મૂકીને સંયમી થનાર ચાલ્યો જાય, એમ માનો છો ? જો મા-બાપ સંયમમાં રાજી હોય તો છતી સંપત્તિએ પણ સંયમી થનાર પુત્ર માબાપના સંતોષ ખાતર થોડો સમય રોકાઈ જાય છે, તો નિરાધાર અવસ્થામાં તો માબાપને મૂકીને જાય જ શાનો ? દીક્ષાભિલાષી તો પોતાનાં મા બાપને કદી જેમના ઉપકારનો બદલો વળી ન શકે તેવાં માને છે. દુનિયામાં અઢારે પાપસ્થાનકોને સેવનારો પણ જો માબાપની ૪ અવજ્ઞા ન કરે તો આવો સંયમી થનારો અવજ્ઞા કરે એવું તમે માનો છો કઈ રીતે ? Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1246 નાદાનમાં નાદાન અને કઠોરમાં કઠોર માણસ પણ માબાપની આંખમાં આંસુ જોઈને પીગળે છે તો સંયમી થનાર એમ તરછીડીને ચાલ્યો જાય ? સંયમી થનાર માબાપનો ભક્ત ન હોય એમ તમે માનો છો ? જે પોતાનાં માબાપને એવી હાલતમાં લટકાવીને અહીં આવે તે અહીં ગુરુનું પણ શું ઉકાળે ? આ બધી તો દીક્ષાના વિરોધીઓએ દીક્ષિતને હલકા પાડવા માટે ઉપજાવી કાઢેલી વાતો છે. - હવે તો બીજી પણ અનેક બનાવટી વાતો લખી ખોટું સાહિત્ય, ફેલાવાય છે કે જેનાથી જનતા ભ્રમમાં પડે અને અન્ય પ્રજામાં દીક્ષા હલકી પડે. દીક્ષા, દીક્ષા દેનાર અને દીક્ષા લેનારને હલકા ચીતરવાના આ બધા અધમ પ્રયત્નો છે. કોઈ દીક્ષિતની સ્ત્રી ભૂખે મરતી હોય એવો એક તો દાખલો બતાવો ? એવું બને તો તો જૈન સમાજને કલંક લાગે. દુનિયામાં એવા ઘણા છે કે જેના ઘરમાં ખાનાર ઘણા છે ને કમાનાર એક છે અને તેને પણ મહિને માંડ પચાસ મળે છે. એ બધાની ચિંતા આ દયાળુઓને આવતી નથી અને વિચારોનો હારડો ફક્ત દીક્ષા માટે જ ખડો થાય છે. દીક્ષા લઈને છોડે તો ? હવે દીક્ષા લઈને કદી ભાંગે તો ? એ મુદ્દા ઉપર આવીએ. દીક્ષા લીધા પહેલાં પાપજીવન હતું, દીક્ષા લીધી અને જેટલો સમય પાળી એ ધર્મજીવન અને દીક્ષા છોડ્યા પછી પાછું પાપજીવન. આ રીતે આગળપાછળ તો પાપજીવન ખરું પણ વચ્ચે જે ધર્મજીવન છે એની કાંઈ કિંમત ખરી કે નહિ ? એની કિંમત ઘણી છે. ધર્મીજીવનથી કર્મના યોગે પહેલો જીવ લાયક હોય તો પૂર્વના પાપજીવન જેવી ક્યિા પછીના જીવનમાં તો કદી ન જ કરે, એવા એ વચલા ધર્મીજીવનના સંસ્કાર રહી જાય છે. નિયમ જેને હોય તે અમુક વસ્તુ ભૂલથી મોંમાં મૂકી દે કે ઝટ ઘૂંકી કાઢે, કોગળા કરે, મોં સાફ કરે. એ બધું કરે પણ નિયમ વગરનો તો ગળે ઉતારી જ જાય. એ વિચારે કે એકવાર તો સ્વાદ લઈ લેવા દે. એક પાવલું પીધું તોયે વટલાયા અને વધુ પીએ તોયે વટલાયા. માટે નિયમ બહુ જરૂરી છે. નિયમરૂપી સુવર્ણ શીલાતલ પર ચિત્તરૂપી કૂટથી શ્રી સંઘમેરૂ દીપે છે. નિયમ વડે અશુભ અધ્યવસાયનો ત્યાગ થાય છે. એથી ચિત્ત ઉચ્ચતાને પામે છે. પછી કર્મમલનો ક્ષય થાય તેવી ક્રિયાથી એ ચિત્તકૂટો ઉજ્વલ બને છે અને સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫ : બંધનમુક્તિનો માર્ગ, નિયમ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૯, રવિવાર, તા. ૯-૩-૧૯૩૦ ૭ નિયમ માટે ત્રણ પ્રકારના અભિપ્રાય ધરાવતા વર્ગો : ♦ ઉપદેશ પણ યોગ્યને જ હોય : • તૂટવાના ભયે નિયમ ન લેવો એવું કહેનારાઓને : ♦ કર્મયોગે પડનારનો ચડવાનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો ♦ તો હૈયું ધર્મ તરફ ઢળે : ♦ સંસારને નહિ પણ નિયમને બંધન માને તે નાસ્તિક : ♦ તો વિરતિનો માર્ગ બંધ થઈ જાય : ♦ એવા નિયમનો અર્થ શો ? ♦ એવાને તો ભગવાન પણ ઉપદેશ ન આપે : ♦ તો સોએ નવ્વાણું સાધુ પતિત થય : ♦ એવા અવસરે જે બોલે તે ફરજ બજાવે છે : જે ન બોલે તે ફરજ ચૂકે છે : ♦ આપણે એવા વર્ગને દૂર કરવા માંગીએ છીએ : ♦ સંયમીઓએ તો આ છાપાં હાથમાં જ લેવા જેવાં નથી : ♦ એવાઓ માટે શાસ્ત્ર જ શસ્ત્ર બને : ♦ સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ? ♦ લાંચિયા રોણિયાઓથી સાવચેત રહેજો ! ♦ સત્યની રક્ષા માટે અસત્યનું ખંડન કરવું જ પડે : • દુર્જનોને ઓળખ્યા વિના છૂટકો જ નથી : ધર્મ વિરુદ્ધ નીતિશાસ્ત્રનાં વિધાનો પણ ન મનાય : · સાત વ્યસન એટલે સ્વતંત્રતાનો સંહાર : ♦ હોળી આવે છે તો એમાં પાપ બાળવા તૈયાર થાઓ ! 85 નિયમ માટે ત્રણ પ્રકારના અભિપ્રાય ધરાવતા વર્ગો: અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં પીઠ તથા મેખલાનું વર્ણન કર્યા બાદ હવે ફૂટ (શિખર)નું વર્ણન કરે છે. શિખર વિના પહાડ શોભતો નથી. મેરૂગિરિની સુવર્ણ શીલાતલ પર ઊંચાં, Page #81 -------------------------------------------------------------------------- ________________ GO સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1248 ઉજ્વલ અને ઝળહળતાં શિખરો શોભી રહ્યાં છે. એ જ રીતે શ્રી સંઘમેરૂના (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનાં) નિયમરૂપી શીલાતલ પર ચિત્તરૂપી કૂટો પણ ઊંચા ઉજ્જવલ અને ઝળહળતાં હોવાં ઘટે. નિયમની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવી ગયા કે ઇંદ્રિય તથા મન જેનાથી દમાય તે નિયમ. આ નિયમરૂપ શિલાનું જ જો ઠેકાણું ન હોય તો શિખર ગોઠવાય ક્યાં ? આજે નિયમની વાતમાં તો મોટા વાંધા છે. આ નિયમની વિચારણા અંગે આજે સમાજમાં ત્રણ પ્રકારના વર્ગ જોવામાં આવે છે. એક વર્ગ એવો છે જે નિયમની જરૂરિયાત સ્વીકારતો જ નથી; એટલું જ નહિ પણ ઉપરથી એ નિયમનો વિરોધ કરે છે. એ કહે કે-“સ્વતંત્રવાદના આ જમાનામાં વળી નિયમોના બંધન શા માટે ?' આવી મનોવૃત્તિ ધરાવતા વર્ગ પાસે નિયમની વાત કરવી વ્યર્થ છે. નિયમને બંધન માનનારા આસ્તિકની કોટિમાં રહી શકતા નથી. એ સ્વતઃ નાસ્તિકની કોટિમાં જાય છે તેથી તેના માટે આ શાસ્ત્રનો ઉપદેશ જ નકામો છે. બીજો વર્ગ એવો છે જે નિયમને માને તો છે પણ એને કોઈકે એવું ભૂત ભરાવ્યું છે કે “નિયમ નહિ લેવા કરતાં નિયમ લઈને ભાંગવામાં વધારે પાપ છે.” એ એમ માને છે કે સો ટકા વિશ્વાસ જામે ત્યારે જ નિયમ લેવો બાકી નિયમ ન લેવામાં કાંઈ વાંધો નહિ; પરન્તુ નિયમ લઈને ભાંગવાથી તો નરકે જ જવાય. નિયમ ન લેનારા કાંઈ ડૂબી જવાના નથી પરન્તુ નિયમ લઈને ભાંગનારા તો ડૂબી જ જવાના.” આવી અવળી માન્યતા એમના મગજમાં એવી ઠસી ગઈ છે કે એ વર્ગ મોટા ભાગે નિયમના પગથિયે ચઢતો જ નથી. નિયમ નહિ લેનારા તરી જશે અને નિયમ લેનારા મોટા ભાગે ભાંગશે અને તેથી એ ડૂબી જ જવાના, આવો અભિપ્રાય એના મનમાં ઘર કરી ગયો હોય છે. ત્રીજો એક વર્ગ વળી એવો છે કે જે નિયમ લેવાની ના નથી પાડતો. નિયમ લે છે પણ ખરો પણ તે એવી રીતે લે છે કે-“એમાં એટલી તો છૂટ રાખે છે કે એ નિયમ એને ક્યાંય આડો આવે નહિ અને પોતાની દરેક સગવડમાં કશો જ વાંધો આવે નહિ. છેક મરતાં સુધી નિયમને યાદ પણ કરવો ન પડે એવા , નિયમો ઇચ્છતો આ વર્ગ છે. તમામ ભાગોળ ખુલ્લી રાખનારા અને ચોમેર બારીબારણાં રાખી આવા નિયમ લેનારાના નિયમનો હેતુ, જે ઇંદ્રિય તથા મનનું દમન કરવાનો છે તે સફળ થતો નથી. માટે તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ ઇંદ્રિયજયાષ્ટકમાં પહેલી જ બે શરત મૂકી-સંસારનો ભય અને મોક્ષની ઇચ્છા. સંસાર જેને ગમતો Page #82 -------------------------------------------------------------------------- ________________ 1249 ૫ઃ બંધનમુક્તિનો માર્ગ, નિયમ – 85 ૬૧ હોય અને મોક્ષની ઇચ્છા ન હોય તે ઇંદ્રિયજયની વાત સાંભળે જ નહિ. ઇંદ્રિયોને મહાલવા દેવામાં જ જેને આનંદ હોય તેની પાસે ઇંદ્રિયજયની વાત કરવી જ નકામી. ઉપદેશ પણ યોગ્યને જ હોય : પહેલો વર્ગ તો એવો છે કે જે ‘નિયમ તો ઘેલાંઓ જ લે' એમ માને છે. નિયમને એ બંધન માને છે, પરતંત્રતાની બેડી સમજે છે, જીવનવિકાસને રૂંધના૨ ગણે છે. એટલે જે સાધુ નિયમની વાત કરે તેમની પાસે એ જતા જ નથી. ‘નિયમ બંધનરૂપ છે, ઝેરરૂપ છે, માનવપ્રગતિમાં અવરોધક છે,’-આવી હવા એ વર્ગ ચોમેર ફેલાવી રહ્યો છે. એક કાળે નાનું બચ્ચું પણ કાંઈ ને કાંઈ નિયમ લેતું, આજે મોટાંઓ પણ નિયમની વાતમાં ગલ્લાંતલ્લાં કરે છે. વાતાવરણનો આ પ્રભાવ છે. આવો સિદ્ધાંત માનનારા અને તેનો ફેલાવો કરનારા માટે ધર્મશાસ્ત્રનો ઉપદેશ નિરર્થક છે, કારણ કે ઉપદેશ પણ યોગ્યને જ હોય. તૂટવાના ભયે નિયમ ન લેવો એવું કહેનારાઓને બીજો વર્ગ એમ કહે છે કે-‘નિયમ લઈને ભાંગવાથી ભયંકર પાપ લાગે છે માટે નિયમ કદી ન લેવો.' આમ નિયમ લેતાં પહેલાં જ ભાંગવાની વાત કરનારા અપશુકનિયા છે. નિયમ લેવા આવનારને નિયમના સ્વરૂપ, હેતુ, ફળ, પાલનની વિધિ વગેરે કાંઈ સમજવાની તક આપ્યા પહેલાં અને સમજાવનારને સમજાવવાની તક આપ્યા પહેલાં જ નિયમ ભાંગવાની વાત કરવી એ મંગલ સ્ક્યિામાં પહેલી અપમંગલની વાત કરવા બરાબર છે. નિયમ કંઈ રીતે તૂટે અને કઈ રીતે ન તૂટે એ બધું સામાને સમજવા કે સમજવવા દીધા વિના શરૂમાં જ ભાંગવાનો ભય બતાવવો એ એક ભયંકર વાત છે. જરી ટક્કર લાગે કે આંગળી અડાડતાં જ તૂટે એવી કાચની કીમતી વસ્તુઓ વસાવતી વખતે એના તૂટવાનો વિચાર નહિ કરનારા નિયમની વાત આવે ત્યાં તરત ભાંગવાની વાત આગળ ધરે એ મૂર્ખતા નથી ? દુન્યવી ચીજ કદાચ ભાંગે તૂટે તો તરત નવી પણ વસાવે જ્યારે નિયમની વાત આવે ત્યાં ભાગાભાગ કરે એનું કારણ ? આ કાયાને પણ જ્ઞાની પુરુષોએ કાચની કહી છે. વીરવિજય મહારાજાએ પણ પૂજામાં ગાયું કે : કાચની કાયા રે છેવટ છારની...’ આવી નાશવંતી કાયાને જન્મ કેમ આપવામાં આવે છે ? તાંબા પિત્તળનાં વાસણ તૂટે તો સંધાય પણ ખરાં, માટીનાં વાસણ ફૂટે તો લાખ લગાડી આખાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કરાય પણ કાચનાં વાસણ કે વસ્તુ તૂટે એટલે ગઈ જ સમજવી. આમ છતાં દીવાનખાનાની શોભા માટે એવી કાચની ચીજો લાવી લાવીને ગોઠવાય છે; આમ છતાં પણ જ્યારે નિયમ લેવાની વાત આવે ત્યારે આ લોકો જ ‘ભાંગે તો !’ કહીને ઊભા રહે છે. 1250 સમ્યગ્દષ્ટિ કહેવડાવનારે આવી ભડકામણી વાતો કરવી બંધ કરવી જોઈએ. જો પોતાને પોતાના આત્મા પર વિશ્વાસ છે કે ‘મારું મન દઢ છે તો મારે નિયમની જરૂર શી ?' તો પછી એવા માણસને નિયમ ભાંગવાનો ભય જ કેમ લાગે ? એવો માણસ ‘નિયમ ભાંગે તો ?’ એમ જે બોલે છે તે નિયમ ભાંગવાના ભયથી નહિ પણ નિયમ એને રૂચતો જ નથી માટે. નિર્બળ આત્મા નિયમ ન લેવામાં બહાનાં કાઢે કે-“મારી નબળાઈ છે, ‘પાળી શકીશ’ એવો આત્મવિશ્વાસ નથી એટલે લેતો નથી બાકી લેવો જ છે.” ન લેવો માટે ‘ભાંગી જાય તો ?’ એમ કહીને બહાનું કાઢે એ તો કેવળ ગપ્પીદાસ છે. સારી ચીજ ‘જતી રહેશે’ એવા ભયથી લેવી જ નહિ એવું દુનિયામાં કોઈ પણ ડાહ્યા અને સારા ગણાતા માણસો માનતા જ નથી. સારી ચીજ તો મળે ત્યાંથી ભેગી કરો છો, તાળાકૂંચીમાં મૂકો છો, જરૂર પડ્યે તિજોરીમાં મૂકો છો, ઘરની બહાર કમ્યાઉન્ડની ઊંચી દીવાલો કરાવો છો, ચોકીદાર બેસાડો છો, આટલું કરવા છતાં લૂંટાય છે કે આગ લાગે ને વિનાશ થાય છે, તેમ છતાં હવે વસાવવી જ નહિ એવો નિર્ણય નથી કરતા. ભાંગવાને બહાને નિયમ જ નહિ લેવાની ભાવના એ દુષ્ટ મનોવૃત્તિ છે. કોઈ કહે કે‘ભાઈ ! આ નિયમ પાળવો બહુ કઠિન છે હો !' તો લેનાર કહે કે હું નિયમ સાચવવાની વધારે કાળજી રાખીશ. જો એવું ન હોય તો મોટાં મહાવ્રત કોઈને અપાય જ.નહિ. ‘તીવ્ર કર્મનો ઉદય આવશે જ નહિ’ એવી ખાતરી ન હોય તો ઘેર જા, તને નિયમ ન અપાય-આવું નિયમ લેવા આવનારને સાધુ પોતે કહે તો શું થાય ? કર્મયોગે પડનારનો ચડવાનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો : ‘નિયમ ભાંગે તો ?’ આવો ભય ઊભો કરનારને શાસ્ત્ર કહે છે કે-ભાંગે તો પ્રાયશ્ચિત કરી ફરી લે. નૃત્યકળામાં પારંગત થયેલા પહેલેથી જ હોશિયાર નથી હોતા. શરૂઆતમાં જ પગ વાંકો પડે ને ઘેર જવાની વાત કરે તે હોશિયાર બને નહિ. વાંકાચૂંકા એકડા કાઢનારાને શિક્ષકે નભાવ્યા એ વિદ્યાર્થીઓ આજે મોટા મોટા ચોપડા લખતા થયા. એવાને નભાવ્યા એ શિક્ષકની મહેરબાની નથી ? નિશાળમાં ભય પામીને કોઈ બાળક મૂતરી પણ જાય, કપડાં અને જગ્યા પણ બગાડે તો પણ શિક્ષક એને બહાર ન કાઢી મૂકે. શિક્ષક ઓળખે છે કે આ બાળક Page #84 -------------------------------------------------------------------------- ________________ 51 – ૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ- 85 ૬૩ નરમ છે એટલે એને ધીરે ધીરે જરા પણ ગભરાય નહીં તેમ ભણાવે છે. પણ કાઢી મૂકતા નથી. શાસ્ત્ર કહે છે કે નિયમ ન ભાંગે તો ઉત્તમ વાત છે પણ ભાંગવાની બીકથી નિયમ લેવાનું માંડી ન વળાય. નિયમ લેવામાં કાયર ન બનો પણ આગળ વધો. નિયમ પાળવાની ભાવનાએ નિયમ લઈને દૈવયોગે ભાંગે છે તે આત્માઓ પણ ભાંગવાના ભયથી નિયમ નહિ લેનારા કરતાં ઘણા જ ઊંચા છે. નંદિષેણે જ્યારે દીક્ષા માગી ત્યારે ભગવાને એક વાર તો તીવ્ર કર્મોદયની સૂચના આપી પણ ખરી, છતાં નંદિષેણે એ ભોગાવલી કર્મનો સામનો કરવાની હિંમત કરી દીક્ષા લીધી અને સ્વયં ભગવાને એને દીક્ષા આપી. ભગવાન પોતે જેમ એ જાણતા હતા કે આ આત્મા તીવ્ર કર્મોદયે નક્કી પડવાનો છે, તેમ એ પણ જાણતા હતા કે ધર્મ પાળીને પામી ગયેલો એ આત્મા પડવા છતાં ઘણા આત્માઓને પમાડીને પાછો આવશે. વર્ષો સુધી કર્મ સામે યુદ્ધ કરનાર અને ઉત્કટ સંયમ પાળનારનો એ પુરુષાર્થ નકામો નહિ જાય. તો હૈયું ધર્મ તરફ ઢળેઃ જીવનમાં આચરેલો બધો ધર્મ મરણની પીડા વખતે સમાધિ માટે છે. મરણની પીડા ભયંકર છે. એ પીડા વખતે શાંતિ રાખવી બહુ કઠિન છે. નામની પીડા વખતે પણ શાંતિ નથી રહેતી તો મરણની પીડામાં શાંતિ કઈ રીતે રહેશે ? આજે તો ધર્મ લગભગ બહારના દેખાવમાં રહ્યો છે પણ હૈયામાં નથી. સારા ધર્મીને પણ પૂર્વે અશુભ આયુષ્યનો બંધ થયો હોય તો મારતી વખતે સમાધિ ન રહે એ બને પણ. પૂર્વે આયુષ્યનો બંધ ન થયો હોય તો ધર્મીને જીવનના અંત સમયે શાંતિ ન રહે તો પણ કરેલો ધર્મ ભવાંતરમાં તો નિયમા શાંતિ આપે છે. આ બધો વિચાર ભવાંતર માટે છે. બાલ્યવયમાં અર્થાત્ અજ્ઞાન દશામાં કદી તેવા પ્રકારનું અશુભ આયુષ્ય બંધાઈ ગયું હોય તો જીવનની છેલ્લી ઘડીએ ધર્મ કદાચ સમાધિ ન પણ આપે પરન્તુ એ જ ધર્મ ભવાંતરમાં રક્ષણ કરી નિયમો મુક્તિ પમાડનાર છે એવી ખાતરી થઈ જાય તો ધર્મ તરફ હૈયું જરૂર ઢળે. સંસારને નહિ પણ નિયમને બંધન માને તે નાસ્તિક છેઃ છે જેઓ નિયમની જરૂર માનતા જ નથી તેમની વાત હમણાં બાજુ પર રાખો. એ તો આપોઆપ નાસ્તિકની કોટિમાં આવી જાય છે. સંસારને બંધન માનવાને બદલે જેઓ નિયમને જ બંધન માને તેમને આસ્તિક કહેવાય કઈ રીતે ? પ્રસંગે નાસ્તિક-આસ્તિકનો ભેદ ખુલ્લો કરવો જ પડે. ધર્મના નિયમો બંધનરૂપ છે એવું માનનારા અને બોલનારા નાસ્તિક છે અને એવો ઉપદેશ આપનારા મહાનાસ્તિક Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છે. સંસાર એ બંધન છે. એમાં ભટકતા આત્માને ઉગારવા માટે જે નિયમો દર્શાવ્યા તેને જ બંધન માને ત્યાં આસ્તિક્ય ટકે જ શી રીતે ? નિયમો બતાવવામાં શ્રી જિનેશ્વરદેવનો હેતુ જીવન બગાડવાનો નથી પણ સુધારવાનો છે. ...તો વિરતિનો માર્ગ બંધ થઈ જાય : 1252 ‘નિયમ લઈએ ને ભાંગી જાય તો નરકે જવું પડે માટે નિયમ લેવો જ નહિ’ આવું માનનારા નિયમની વાત પૂરી સાંભળે જ નહિ. મનમાં ગોટાળા વાળ્યા કરે કે મહારાજ નિયમની વાત કર્યા કરે છે પણ ભાંગી જાય તો ? પણ શા માટે ભાંગે ? એનો જવાબ ન મળે. આવાઓ પૂજા કરવાનો સામાન્ય નિયમ પણ નહિ કરવાના. બધા આવું માનનારા ભેગા થાય તો તો વિરતિનો માર્ગ જ બંધ થઈ જાય. વિરતિ લીધા પછી અવિરતિ થઈ જાય તો ? આર્વી ચિંતા પણ ઘણાને મૂંઝવે છે. શ્રી જિનેશ્વરદેવના આત્મા પણ સમ્યક્ત્વ પામીને મિથ્યાદ્દષ્ટિ બન્યા છે, વિરતિ પામીને અનેક વાર અવિરતિ બન્યા છે. એના જેવા શુદ્ધ આત્મા તો બીજા નથી ને ? ભાંગવાની બીકે ન જ લેવાય એમ નહિ, એ આપણો મુદ્દો છે. ભાંગવામાં હ૨કત નહિ, એમ પણ નહિ. મિલકત સાચવવા જેટલી કાળજી રાખો છો તેટલી કાળજી નિયમ સાચવવામાં રાખો પછી પણ નિયમ ભાંગે તો નિરૂપાય, એમ હું કહેવા માગું છું. મિલકત સાચવવા તિજોરી રાખી, ઘરનાં કમાડ મજબૂત કરાવ્યાં, ફરતી દીવાલો ઊંચી કરવી, તાળાકૂંચી રાખ્યાં, પહેરેગીરો ગોઠવ્યા, છતાં ધાડ આવી અને લૂંટાયા, ત્યાં નિરૂપાય, એ જ રીતે નિયમ સાચવવાની પૂરી કાળજી રાખી છતાં કર્મના ઉદયથી નિયમ ભાંગ્યો તો એ લાચાર બિનગુનેગાર, ઇરાદાપૂર્વક નિયમ ભાંગવાની છૂટ નથી; પણ ભાંગવાના ભયે નિયમ નહીં લેવાનો સિદ્ધાંત ખોટો છે. ઉપદેશનો કોઈ ખોટો અર્થ લે ત્યાં ઉપાય નથી. છદ્મસ્થ બધું જાણી ન શકે. નિયમ ભાંગશે કે નહિ જ ભાંગે એવું તો કેવળજ્ઞાની કહી શકે પણ દરેક કાળમાં કેવળજ્ઞાની લાવવા ક્યાંથી ? અને છદ્મસ્થ તો એવી ખાતરી આપી જ ન શકે. આજે તો શ્રી જિનેશ્વરદેવો ગયા, ગણધર૨દેવો ગયા, વિશિષ્ટ જ્ઞાનીઓ ગયા, ચૌદ પૂર્વધર ગયા, દશ પૂર્વધર ગયા, અને તેવા પ્રકારના સમર્થ જ્યોતિષીઓ પણ ગયા માટે હવે નિયમ લેવાનો માર્ગ બંધ કરવો છે એ કેમ બને ? તો તો માર્ગનો જ છેદ થાય. બીજ સારું હોય, જમીન સારી હોય અને ખેડૂત પણ હોશિયાર હોય પા વરસાદ જ ન થાય તો પાક ન થાય. એક વર્ષે એ રીતે પાક ન થાય છતાં ખેડૂત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫ઃ બંધનમુક્તિનો માર્ગ,નિયમ – 85 ૬૫ બીજે વર્ષે પાછો ખેતી કરે છે જ. વરસાદ આવશે કે નહિ એ શંકા છતાં પણ ખેડૂત ખેતીની પ્રવૃત્તિ બંધ કરતો નથી. ‘જગતનું ભાગ્ય હશે અને મારું પેટ ભરાવાનું હશે તો પાક થશે' એવું વિચારીને એ ખેતી તો કરે જ છે. એ જ રીતે નિયમ સારો, ભાવના સારી, પાળવાની ઇચ્છા પ્રબળ છતાં તીવ્ર કર્મોદયે એ નિયમ ભાંગે તો લાચાર પણ ભાંગવાના ભયથી નિયમની પ્રવૃત્તિ બંધ કરાય નહિ. 1253 ...એવા નિયમનો અર્થ શો ? ત્રીજો વર્ગ નિયમ તો લે છે પણ ત્યાં પોલ એવી રાખે કે નિયમ ક્યાંય નડે જ નહિ. એ નિયમ એવા લે કે જીવનને એનો સ્પર્શ થાય જ નહીં. ચારે તરફની છૂટવાળા નિયમોથી ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે શી રીતે ? એ નિયમ એવા લે કે એને યાદ કરવા જ ન પડે. નિયમધર તો તે કે જે ચીજનો એ નિયમ લે તે ચીજ વિના પ્રસંગે ભૂખ્યા રહેવું પડે તો રહે પણ નિયમ બરાબર જાળવે. દુનિયામાં અન્ન પાણી સિવાય કોઈ એવી ચીજ નથી કે જેના વિના જીવન ન ટકે. અન્ન પાણી એવાં છે કે જેના વિના જીવન ટકતું નથી તેથી શાસ્ત્ર જીવનભરના એના નિયમો રાખ્યા નથી. જીવનભરના તો તે નિયમો રાખ્યા છે કે જેના વિના જીવન ટકે. અન્નપાણીના નિયમમાં રાખવા હોય તેટલા અપવાદ રાખવાનું કહ્યું. એવાને તો ભંગવાન પણ ઉપદેશ ન આપે આ ત્રણ વર્ગમાં કોનાં વખાણ કરવાં ? પહેલો વર્ગ તો એટીકેટમાં ફરનારો અને નિયમને બંધન માનનારો છે. નિયમને એ જીવન બરબાદ કરનાર માને છે તેથી વસ્તુત: એ નાસ્તિક છે. એવાને આ શાસ્ત્ર ગણતરીમાં લીધા જ નથી. એવા જીવો માટે આ શાસ્ત્રો રચાયાં જ નથી. જેને ધર્મ જ બેડી લાગે, નિયમ એ જીવન બરબાદ કરનારી ચીજ લાગે અને જે એમ કહે કે ‘નિયમ તો સાધુઓએ આપણને ફસાવવા માટે અને કાળી કોટડીમાં પૂરી બધાં સુખોથી ભ્રષ્ટ કરવા માટે બિછાવેલી જાળ છે,' એવાઓને આ ઉપદેશક મહાત્માઓ કાંઈ જ કહેવા માગતા નથી. કાલસૌકરિક કસાઈને ભગવાને કાંઈ જ ન કહ્યું. શ્રેણિક મહારાજાને જણાવ્યું કે કાલસૌકરિક નિરંતર પાંચસો પાડાનો વધ કરે છે તે એક દિવસ બંધ રાખે તો તારી નરક અટકે. શ્રેણિક મહાસ્રજાએ કાલસૌકરિકને બંધ રાખે તો તારી નરક અટકે. શ્રેણિક મહારાજાએ કાલસૌકરિકને એ વધ બંધ કરવા કહ્યું, ત્યારે એણે ચોખ્ખી ના પાડી. એણે કહ્યું કે આ તો કુળપરંપરાથી ચાલ્યો આવતો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ધંધો હોઈ એ તો મારો ધર્મ છે. આ પાંચસો પાડાના વધથી તો અનેક જીવો સુખપૂર્વક પોતાનું જીવન ગાળે છે. એમ જણાવીને એ કસાઈએ એ પ્રાણીવધનું ઊલટું ધર્મરૂપે પ્રતિપાદન કર્યું છે. એવા માટે ધર્મોપદેશ નથી એમ શ્રી જિનેશ્વ૨દેવને પણ કહેવું પડ્યું. એમના જીવનમાં કાંઈ ઠેકાણું ન હોય છતાં એ એવો દાવો કરે કે - અમે તો સાધુઓને પણ સમજાવી શકીએ એમ છીએ. 1254 શાસ્ત્ર કહે છે કે - સર્વવિરતિધર બનવું હોય તો પાંચ મહાવ્રત પાળવાં પડશે, સંસારને અસાર જ માનવો પડશે, સંસા૨પોષક દેશના નહિ જ દેવાય. દેશિવરતિધ૨ બનનારે જીવન નિયમિત બનાવવું જ પડશે. અને સમ્યગ્દષ્ટિ બનનારે જ્યાં ત્યાં માથું નહિ ઝુકાવાય, જ્યાં ત્યાં હાથેહાથ નહિ મિલાવાય. શ્રી જિનેશ્વરદેવના શાસનનું બંધારણ સુંદર અને સુદૃઢ બનાવવા માટે તો આ નિયમો છે. એને બંધનરૂપ મનાવવાનો પ્રયત્ન એ શાસનનાશનો પ્રયત્ન છે. એવો પ્રયત્ન કરનારા જેવા નાસ્તિક કોઈ નથી. ...તો સોએ નવ્વાણું સાધુ પતિત થાયઃ કહે છે કે – જીવનમાં સંકુચિતતા આવે એવા નિયમો શા માટે ? હું કહું છું કે સૂર્યાસ્ત પછી મને કોઈ કહે તો પણ હું બહાર ન આવું. જ્ઞાની કહે છે કે સૂર્યાસ્ત પછી જો સાધુને બહાર નીકળવાની છૂટ હોય તો સોમાં નવ્વાણું સાધુ પતિત થાય. કોઈ ન જુએ એટલે એ ગમે ત્યાં પેસે. સૂર્યાસ્ત પછી મકાનની બહાર પગ જ ન મૂકવો એ નિયમ પળાય પછી વાંધો આવે જ નહિ. જૈન મુનિને રાત્રે બહાર બજારમાં જૈનનું નાનું બાળક પણ જુએ તો નવાઈ પામે અને પૂછે કે મહારાજ ! અત્યારે તમે ક્યાંથી ? જૈન મુનિ રાત્રે સભામાં જોવામાં આવે તો પૂછી શકાય કે આપ અત્યારે અહીં કેમ ? એવું ન પૂછે અને એમાં શું થઈ ગયું ? એમ બોલે તેને નાસ્તિક સમજવા. એવાને આસ્તિક માનવા એ પાપ છે. એવા અવસરે જે બોલે તે ફરજ બજાવે છે. જે ન બોલે તે ફરજ ચૂકે છે. સભા પરંતુ આજે તો સાધુ રાત્રે સભામાં આવે છે રેલવિહાર કરે છે, મોટરમાં ફરે છે અને એને પાછો ગુણ મનાવે છે. · અવગુણને ગુણ માનનારાઓ તો માર્ગ ભૂલેલા છે. એવાની વાત છોડો : બાકી એવા સાધુને જો પૂછનારા નીકળે તો એ પણ ફરીથી રાત્રે બહાર નીકળતાં વિચાર કરે. ભરસભામાં પૂછો કે-‘આ શું ? સાધુ થઈને રાત્રે સભામાં !' આટલું બોલવામાં કાંઈ વાંધો આવે ? એમ ન માનો સભામાં આવેલા બધા વિરોધી જ હોય. આવું બોલનાર નીકળે એટલે ઘણા એમાં સુર પૂરાવનારા નીકળે. એ કહે કે-‘હા ભાઈ ! આ તો બરાબર નહીં.’ એટલે બાકીના પણ ગમે તે વિચારના Page #88 -------------------------------------------------------------------------- ________________ 1255 ૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ- 85 હોય તોયે એમાં ના ન કહી શકે. આવનારને પણ વિચાર થાય અને ફરી ન આવવાના વિચારે ચાલ્યા જવાનો વિચાર કરે. આવી સભામાં કોઈ ન બોલે અને સૌ એવું વિચારે કે ફલાણા કેમ નથી બોલતા ? વાંધો હોય તો એ તો બોલે ને ? આમ સૌ એકબીજા માટે વિચારે એટલે ભૂમ ચક્વર્તી જેવું થાય. સૈન્ય સહિત દરિયામાં જઈ રહ્યા હતા, ત્યારે સોળ હજાર યક્ષોને એક જ સમયે વિચાર આવ્યો કે હું એક ન ઊંચકું તો શું વાંધો ? બધાએ એ પ્રમાણે કર્યું ને સુભૂમ સૈન્ય સાથે ડૂબી મૂઓ. એનો તો નાશ સરજાયો હતો માટે એમ બન્યું પણ જેના બચાવની એક પણ બારી હોય ત્યાં આમ ન બને. આવા વખતે કોઈ પણ ન બોલે તો માનવું કે ત્યાંથી શાસન ગયું. બધા ન બોલે તો એક પણ ન બોલે એવો નિયમ નથી. એક પણ બોલવું જ જોઈએ. જે બોલે તે પોતાની ફરજ બજાવે છે, નથી બોલતા તે ફરજ ચૂકે છે. -આપણે એવા વર્ગને દૂર કરવા માગીએ છીએ? આજે કેટલાક ઉપદેશકો સંસારને સાર કહે છે અને ઊલટી માન્યતાઓ પ્રચારે છે એનું કારણ સમજો. એમની એવી માન્યતા છે કે-જેમ આપણાથી બસો વર્ષ પહેલાંના આચાર્યો પૂર્વાચાર્યો કહેવાય છે તેમ આપણે પણ બસો વર્ષ પછીનાઓ માટે પૂર્વાચાર્યો ગણાઈશું. જેમ અત્યારે પૂર્વના પુરુષોની વાત શાસ્ત્રવચન તરીકે મનાય છે તેમ તે વખતે આપણી વાતો પણ શાસ્ત્રવચનો તરીકે મનાશે. માટે હાલ આપણને કોઈ જુઠ્ઠા કહે, નિનવ કહે, ગપ્પાં ચલાવનારા કહે, તેની કાંઈ ચિંતા કરવી નહિ. નિર્ભયતાથી આપણને ઠીક લાગે. તેમ બોલ્ય જવું. મહાપુરુષોની કિંમત તેમના સમયમાં કદી અંકાતી નથી માટે વર્તમાનમાં કોઈ નિંદા કરે તેથી ડરવું નહિ. બસો વર્ષ પછીનાં શાસ્ત્ર વાંચનાર કહેશે કે-જેમ સંસારને અસાર કહેનારા પૂર્વાચાર્યો હતો તેમ સંસારને સારો કહેનારા પૂર્વાચાર્યો પણ હતા. માટે તેમાં કાંઈ એકાંત ન સમજવું.પણ આવું માનનારા તેમને એ ખબર નથી કે બસો વર્ષ પછી પણ શાસ્ત્રો વાંચનારા બધા કાંઈ ગમાર નહિ હોય, કે જે એ પ્રમાણે વાંચશે, માનશે, બોલશે અને બીજાને સમજાવશે. તે સમયના આત્મવેદી તો આવા ઉન્માર્ગદશક પૂર્વાચાર્યોના એવા પ્રકારનાં વિધાનો ઉપર ચોકડી જ મૂકવાના. નિયમબદ્ધ જીવનનો નાશ કરવા માટે એવા લોકો આવું અત્યંત અનીચ્છનીય વાતાવરણ ફેલાવે છે. આપણે તો એવાઓને અહીંથી દૂર કરવા માગીએ છીએ. જેઓ નિયમને બંધનરૂપ, ઝેરરૂપ, ત્રાસરૂપ અને જીવનને બરબાદ કરનારા માને છે તે નાસ્તિકો છે, બહાર એવું બોલે છે તે મોટા Page #89 -------------------------------------------------------------------------- ________________ 155 ૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નાસ્તિકો છે અને એવા પ્રકારનો ઉપદેશ આપે છે તે ભયંકર નાસ્તિકો છે. એવાઓ તો ભગવાન મહાવીરદેવને સર્વજ્ઞ માનતા જ નથી. જ્ઞાનનો યુગ તો હવે આવ્યો છે એમ તેઓ માને છે અને તેથી સર્વજ્ઞ થાય તો હવે થાય એમ તેઓ કહે છે. ભગવાન ઋષભદેવ આદિને તેઓ માનતા નથી કારણ કે ઇતિહાસ કહે તેટલું એ માને, આગમ કહે તે માનવા તૈયાર નથી. ઇતિહાસકાર પરદેશી હોય, માંસાહારી હોય, મદિરાપાની હોય અને એના લખાણ પર વિશ્વાસ. આગમોમાં લખાયેલા ત્યાગી તપસ્વીઓનાં વચનો ઉપર વિશ્વાસ નહિ. આજે નૉવેલો લખનારા ટેબલ પર બેસી સિગારેટ ફૂંકતા ફૂકતાં લખતા હોય, ટેબલ પર બાટલી પણ રાખી હોય, લલનાઓનાં મોઢાં સામે જોઈને લખતા હોય, એ વિના તેમને લખવાનો મૂડ જ ન આવતો હોય, આવા વ્યસની અને ભોગના ગુલામોનું માનવા એ વર્ગ તૈયાર પણ એમની સ્વચ્છંદતા પર કાપ મૂકવાની વાત કરનારાં આગમવાક્યોને કે ત્યાગીઓનાં વચનોને માનવા તેઓ તૈયાર નથી. સંયમીઓએ તો આ છાપાં હાથમાં જ લેવા જેવાં નથી ? આજનાં છાપાં એટલે કેવળ ધંધાદારી. કોઈક અપવાદરૂપ પ્રામાણિક હોય તે બાદ, તેમ છતાં એની દૃષ્ટિ પણ ધંધા સામે તો ખરી જ. આવા છાપામાં આવે તેને બ્રહ્મવાક્ય માનનારા ઘણા. એવા પણ ત્યાગીઓનું વચન માનવામાં અખાડા કરે અને તેની સામે ધાંધલ મચાવે. છાપાવાળા સમજે છે કે રોજેરોજ નવા ગપગોળા વહેતા મૂકીએ તો જ આ મૂર્ખાઓ ગ્રાહક થાય તેવા છે. પ્રમાણિક પત્રના ગ્રાહક ઓછા. જેમાં નીતિની, પ્રામાણિકતાની, ધર્મની, સંસારની અસારતાની વાતો હોય તેવાં છાપાંના ગ્રાહકો શોધવા પડે. કહેવા જાઓ તો સંભળાવી દે કે અમને એમાં રસ નથી. અમારે તો ઇંગ્લેન્ડ, અમેરિકામાં શું બન્યું ? ફ્રાન્સમાં કોણ પકડાયું ? જર્મનીમાં કોણ મરાયું, ઈરાન, ઇરાકમાં શું તોફાન થયાં? રશિયામાં શી ધમાલ થઈ ? આ બધું વાંચવામાં રસ છે. જે છાપાવાળા દિ “ઊગ્યે આવા સમાચારોથી પાનાં ભરે, ઠઠ્ઠાચિત્રો કાઢે, સ્ત્રીપુરુષોનાં કઢંગા ચિત્રો છાપે તે કલાત્મક છાપું ગણાય. કેટલાંક છાપાં ને માસિકો એવાં કે પાનું ઉઘાડતાં જ એવા ચિત્રો નજરે ચઢે કે સજ્જનોએ એ બંધ જ કરવું પડે. સંયમીઓએ તો આજનાં છાપાં હાથમાં પણ લેવા જેવાં નથી. આવા મુફલિસ છાપાંઓના વાંચનનો શોખ આજે કેટલો વધી ગયો છે ? કેટલાય લોકો આવાં છાપાંઓ આજે શોધતા ફરે છે અને એ છાપાંવાળાઓ પણ આવા લોકોની રુચિ ઓળખીને ગમે તેવાં ગપ્પાં અને ચિત્રો છાપી છાપી Page #90 -------------------------------------------------------------------------- ________________ 1257 – – ૫ બંધનમુક્તિનો માર્ગ, નિયમ-85 - - ૬૯ પોતાનો ધંધો ધપાવ્યે જાય છે અને લોકોને મૂર્ખ બનાવ્યું જાય છે. ધંધાદારી કુનેહ વાપરી એવાં છાપાં મોજ ઉડાવ્યે જાય છે. સમાચારમાં કાંઈ વજૂદ ન હોય છતાં મથાળે લખે કે- તાજા સમાચાર, અમારા ખાસ પ્રતિનિધિ તરફથી” પછી એ ખાસ પ્રતિનિધિ ગમે તેવો હોય, લાંચિયો પણ હોય, પાંચ-પચીસ ખિસ્સામાં પડે એટલે ફાવે તેમ લખી નાંખનારો હોય તો પણ વાંધો નહિ. ખાસ પ્રતિનિધિ તરફથી લખ્યું એટલે પછી એની તકરાર નહિ, એનો કેસ પણ ન ચાલે. આવી આજનાં છાપાંઓની દશા છે. એવાઓ માટે શાસ્ત્ર જ શસ્ત્ર બને ? પ્રભુશાસનના આધારભૂત નિયમોના નાશ માટે પ્રયત્ન કરનારા આવા નાસ્તિકોને આસ્તિક માનવામાં કે સંઘમાં છે એમ ગણવામાં ફાયદો નથી પણ પ્રત્યક્ષ હાનિ છે. એવાઓ સાથે સંબંધ ધરાવનારા અહીં બેઠા હશે તેમને થતું હશે કે મહારાજ ચાર દિવસથી આની આ જ વાતો કેમ કરે છે ? એ કાંઈ સમજવાના નથી તો પછી ફાયદો શો ? તેઓ જાણી લે કે - હું એમને સમજાવવા કહેતો જ નથી, હું તો અહીં જે બેઠેલા છે તેમને સમજાવવા કહું છું. આ સભામાં કંઈક એવા ભોળા છે કે જે બિચારા પેલાઓના ફંદામાં ફસાઈ જાય. મારે એમને સમજાવવું છે કે તમે અહીંથી બહાર જશો ત્યારે એવા પણ તમને મળશે કે જે, આ નિયમો બેડી છે એમ તમને સમજાવશે. 'એ લોકો કહે છે કે-પાપ એ લોઢાની બેડી છે તો પુણ્ય એ સોનાની બેડી છે. માટે પુણ્ય પણ કરવું નહિ. પછી કોઈ પૂછે કે “ત્યારે કરવું શું ?' તો કહેશે કરતા હોઈએ તે કરવું.” હોશિયાર એવા છે કે “પાપ કરવું એમ નહિ કહે પણ કરતા હોઈએ તે કરવું” એમ કહેશે ! વળી એ લોકો એમ પણ બોલે છે કે “ધર્મ અને અધર્મ બેયના ક્ષયથી મુક્તિ મળે. અધર્મનો ક્ષય દુષ્કર છે માટે ધર્મનો ક્ષય પહેલો કરવો. અધર્મના ક્ષયની વાત પછી જોઈ લેવાશે.’ આવાના હાથમાં આ ગ્રંથો આપવાની શાસ્ત્ર ના પાડી છે. એ તો એમાંથી પણ એનું ફાવતું જ શોધે. પાનાં ફેરવતાં ફેરવતાં જ્યાં ધાતુવાદ, અર્થવાદ કે કામવાદની વાત આવે ત્યાં જ ઊભા રહે. મૂર્ખાઓ તથા ભવાભિનંદીઓ માટે શાસ્ત્ર પણ એમનો ઘાત કરનાર નીવડે. શાસ્ત્ર એમના માટે શસ્ત્ર બને. સભાઃ “ઇતર ધર્મોમાં પણ આવી જ હાલત છે.” આજે તો દરેક ધર્મોમાં આ હાલત છે. આવા જીવો ચરમાવર્તમાં પણ આવ્યા છે કે કેમ એ શંકા લાગે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 153 સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ? કામાંધ કવિઓએ નારીનાં અંગોપાંગને આપેલી ઉપમાથી જ્ઞાનીઓને તો હસવું આવે છે. નારીના મુખને એ ચંદ્ર કહે છે અને હાડચામ તથા મળમૂત્રથી ભરેલા શરીરને એ અમૃતનો કુંભ કહે છે. એ કામના ઉપાસક કવિઓ ત્યાં સુધી કહે છે કે “એવી વનિતા સાથે ભોગ ભોગવનારા મહા પુણ્યવાનો છે અને જેણે એવો યોગ નથી સાધ્યો તેનો માનવજન્મ નિરર્થક છે, એળે ગયો છે.' સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ? સ્ત્રીઓના દેહ પાછળ દીવાના બનેલાઓને સમજદાર બનેલી સ્ત્રીઓએ પણ સમજાવ્યા છે એ જાણો છો ને ? પોતાની પાછળ દીવાના બનેલાઓને સમજુ, બનેલી વેશ્યાએ પણ વસ્તુસ્વરૂપ સમજાવેલ છે. કોશ્યાએ સિંહગુફાવાસી મુનિની સાન ઠેકાણે લાવી દીધી અને રથકારને પણ સમજાવ્યો છે. રથકાર કળાનો ઘમંડી અને વિષયનો ગુલામ બનીને આવ્યો હતો. વિષયોની ઇચ્છાપૂર્તિ માટે કળાનો ઉપયોગ એણે કર્યો. કોશ્યાએ એ કળાના ઘમંડી વિષયાંધ રથકારને સમજાવી દીધું કે – બાણથી આંબાની લેબ લાવવી સહેલી છે અને સરસવના ઢગલા પર સોયના અગ્રભાગે પરોવીને રાખેલા ચંપકના ફૂલ ઉપર નૃત્ય કરવું પણ દુષ્કર નથી; દુષ્કર તો તે છે કે જે શ્રી સ્થૂલિભદ્ર સ્વામીએ કર્યું. વેશ્યા છતાં સમજુ બનેલી એવી. સ્ત્રીઓએ આવા વિષયમાં પાગલ બનેલાઓને ઓળખ્યા અને આ રીતે સમજાવ્યા એ સ્ત્રીએ એમને કહ્યું છે કેહાડચામથી મઢેલી આ મળમૂત્રની ગટરને-અમૃતનો કુંભ કહેતાં શરમાતા નથી ?' વેશ્યા જેવી સ્ત્રીઓ આમ સમજાવે તો જ્ઞાનીઓ સમજાવે તેમાં નવાઈ શું ? લાંચિયા રોણિયાઓથી સાવચેત રહેજો: આવા કામાંધોને નિયમ ત્રાસરૂપ લાગે તેમાં આશ્ચર્ય નથી. દીક્ષા પણ એવાને ત્રાસરૂપ જ લાગે. દીક્ષા માટે જનતાને ભ્રમમાં પાડે તેવી બનાવટી નવલકથા લખનારને જૈન મનાય જ નહિ. લોકોને જણાવી દેવું જોઈએ કે એ અમારી જાતનો નથી. ખરાબ યોનિમાં જતાં જતાં રખડતો રખડતો ભૂલેચૂકે અહીં આવી ગયો લાગે છે, હલકી જાતનો માણસ સારા લત્તામાં પેસી જાય તેમ. એવાઓ માટે આ શાસનમાં સ્થાન નથી. એવાઓ માટે આ ઉપદેશ નથી. ઉપદેશ પણ યોગ્યને જ દેવાય. જેને નિયમ ત્રાસરૂપ લાગે તે જૈન તો નથી પણ આગળ વધીને કહીએ તો માનવ પણ નથી. કોઈ કહેશે કે-તો આ બધું કહેવાની જરૂર શી ? આ ભોળાઓ એમના ફંદામાં ન ફસાય માટે આટલી બૂમો પાડવી પડે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૧ 1259 ૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ-85 - ચોર રોજ ન આવે પણ રોણિયા તો રોજ બૂમ મારે. તે રીતે અમારું પણ એ જ કામ છે. રોણિયા પણ લાંચિયા બને તો ચોરના ભાગીદાર થઈ જાય માટે સાવચેત રહેવાનું. જૈનશાસનમાં પણ એવા રોણિયા આજે પાક્યા છે. રોણિયા છતાં સાવચેત લોકો પહેરેગીર રાખે છે. સાધુવેષમાં પણ માર્ગ ભૂલેલા હોય માટે એવાથી સાવચેત રહેવું. લશ્કર મોટું હોય છતાં રાજાના અંગરક્ષક જુદા હોય. એ ચૂંટાયેલા હોય અને ચોવીસે કલાક ત્યાં જ રહે. રાજાના રક્ષણ ખાતર પોતાનો જાન ખતમ કરે તેવા હોય. ચાલુ સિપાઈઓ વાઇસરોયના અંગરક્ષક ન હોય. એ મોટા ભાગે એની જાતના અને પૂરેપૂરી વફાદારી રાખે તેવા હોય. બધી પોલીસ સરકારની છતાં વાઇસરોયના પહેરા માટે એ ન ચાલે. કેમકે એ સમજે છે કે એના પગાર ટૂંકા - એના હાથમાં કોઈ સોની નોટ સેરવે તો ફૂટી જવા સંભવ ખરો. જૈનશાસનમાં પણ જેઓ માનપાન અને વાહવાહના રસિયા છે, ગૃહસ્થોના રોટલાની રુશવતમાં ફસાયા છે, બેંડવાજાથી દબાઈ ગયા છે, તેવાઓ વિશ્વાસુઓને મારી નાખે; એના ભરોસે ન રહેવાય. સભાઃ “વાઇસરોય માટે એની જાતના નહિ પણ ગુરૂખાઓ હોય છે.” એ ગુરખા કેવા ? સભા: “પૂરા વફાદાર.” તો વાત પતી ગઈ. વફાદાર એટલા પોતાના અને વફાદારીની ખાતરી વગરના પારકા. વફાદાર એવા પટેલ કે બ્રાહ્મણને પણ અહીં રાખું પણ વફાદારી વગરના જૈનને ન રાખું. પાંચ ખમાસમણ દેનારને પણ કાઢી મૂકું. એવાના ભરોસે ન રહું. વંદન કરીને પણ મારનારા હોય એવો આ જમાનો છે. ઘી વહોરાવીને. અમને માર્ગેથી ખસેડી દેનારા નીકળે. એવાઓને ત્યાં આહારપાણી લેવા જતાં સાધુઓએ બહુ સાવચેત રહેવું જોઈએ. એ વહોરાવે કાંઈ અને બહાર પ્રચાર કરે કાંઈ. અમને બહાર હલકા ચીતરવા માટે આવું અમારા માટે પણ કરનારા નીકળ્યા છે. પરંતુ અમને એમનો ભય નથી. લાંચરુશવતના સેવકોએ જ દુનિયાથી ડરવાનું હોય. જૈનશાસનને જફા પહોંચાડવાનો પ્રયત્ન કરનારા મોટા ચમરબંધી હોય કે સૉલિસિટર-બૅરિસ્ટર હોય તો તેમને પણ ઘેર જવાનું કહી દેવામાં હરકત નથી. એ લોકો કાયદાની બારીકીમાં ફસાવી દેવાની પણ ધમકી અમને આપી રહ્યા છે; પણ કાયદા વિરુદ્ધ વર્તન કરતા હોય તે એનાથી ડરે. છદ્મસ્થોના ફાયદાને ઘોળી પીએ એવા Page #93 -------------------------------------------------------------------------- ________________ 160 ૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સર્વજ્ઞના કાયદાઓ અમારે માથે ચડેલા છે ત્યાં સુધી ગમે તેવા ધારાશાસ્ત્રીઓનો પણ અમને કોઈ ભય નથી. ના, એ પ્રશંસા નથી પણ હૈયાની બળતરાના શબ્દો છે? ઘણા તો કહે છે કે-આ નાસ્તિક આસ્તિકનો ઝઘડો થયો તેથી અમને તો લાભ થયો છે. અમારો કોઈ ભાવ પૂછતું નહોતું તે હવે પાંચ-પચાસ જણા પણ અમને પૂછતા થયા. આમદાવાદમાં સ્થાન નહોતું તે આ. શ્રી સાગરજી મહારાજે નાસ્તિક-આસ્તિકની ચર્ચા ઊભી કરી તો હજાર માણસ અમને લેવા આવ્યું, જૈનશાસનમાં આ જાતની ખુશી અનુભવનારા પણ પડ્યા છે. . . સભા: ‘એ લોકો આ પક્ષને શાસનપક્ષ કે ધર્મપક્ષ કહે છે, એટલું તો સારું છે ને ? એ તો લંગમાં બોલે છે, માટે એનાથી ફુલાવાનું નથી. પૂજા કરવા જનારાને ભગત કહે છે તે મશ્કરીમાં બોલે છે. હૈયાના માનપૂર્વક નથી બોલતા. તમારા જીવનમાં એમને બીજું કાંઈ બોલવાની જગ્યા નથી એટલે મશ્કરીમાં આવું બોલી સંતોષ મેળવે છે. નિમિત્ત મળે તો ગમે તેવા શબ્દોથી પણ નવાજશે. એ તમને નાસ્તિક નથી કહી શકતા એટલે કહે છે કે-“હા ભાઈ હા ! તમે આસ્તિક અમે નાસ્તિક !” પણ સમજી લો કે એ હૈયાના પ્રેમના શબ્દો નથી પણ હૈયાની બળતરાના શબ્દો છે. એને સારા અર્થમાં લો તે ઠીક છે પણ એમને ઓળખવા તો જોઈએ જ. એ તમને ગમે તે રીતે પણ શાસનપ્રેમી કહે તો તમારે કહેવું કે, “તમારી વાણી ફળો ! ઉપાશ્રયમાં મહારાજ શાસન યાદ કરાવે છે અને રસ્તે ચાલતાં તમે યાદ કરાવો છો એ તમારો ઉપકાર !” દૃઢપ્રહારી પણ પોતાની હિંસા યાદ કરાવનારને ઉપકારી માનતા હતા. સત્યની રક્ષા માટે અસત્યનું ખંડન કરવું જ પડેઃ સભા: “એ લોકો કહે છે કે તમારી વાતનું ખંડન કરો પણ બીજાનું ખંડન શા માટે કરો છો ?' હું જ્યાં રહું ત્યાં સત્યના પ્રતિપાદન અર્થે અસત્યનું ખંડન કરવાનો જ. એ કાયદો જ સમજવો. એ કર્યા વિના ચાલે જ નહિ. શાસ્ત્રમાં સમ્યક્તનું વર્ણન કરવા માટે મિથ્યાત્વનું લાંબું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ રીતે સુદેવનું સ્વરૂપ સમજાવવા કુદેવનું સ્વરૂપ, વિરતિનું સ્વરૂપ સમજાવવા અવિરતિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવી તેનું ખંડન કરવું જ પડે. સુદેવના વર્ણનના ચાર શ્લોક હોય જ્યારે કુદેવના વર્ણનના ચોવીસ શ્લોક હોય. વ્રત એક પણ તેના અતિચાર પાંચ. અહિંસા વ્રત લેનારને પહેલાં હિંસાની Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ 1261 – ૫ બંધનમુક્તિનો માર્ગ, નિયમ- 85 તમામ વાત સમજાવવી પડે. પછી વ્રતનું સ્વરૂપ, તેના અતિચાર, દૂષણ વગેરે સમજાવાય ત્યારે એ વ્રત બરાબર પાળી શકે. એ રીતે હું જે નાસ્તિકોનું વર્ણન કરું છું તે આસ્તિક્યની પુષ્ટિ માટે, આસ્તિકો નાસ્તિકોની વાતમાં ન ફસાય તે માટે, તમારે બહાર કોઈ પૂછે તો કહેવાનું કે મહારાજ અમારા ભલા માટે જ આ બધું વર્ણન કરે છે. દુર્જનોને ઓળખ્યા. વિના છૂટકો નથી : ચિત્રકાર સારું ચિત્ર બનાવ્યા પછી તરત ધૂળને સંભારે. ચિત્ર ટાંગનારને કહી જ દે કે ભાઈ ! ધૂળ ન ઊડે ત્યાં ટાંગને અને નાનાં છોકરાં અટકચાળાં કરી બગાડે નહિ તે ધ્યાનમાં રાખજે. એ જ રીતે આસ્તિકોએ નાસ્તિકોથી બચવાનું છે. નાસ્તિકોને તો દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ. કુર્બનં પ્રથમં વન્ટેએ ન્યાયે એમને નવ ગજના નમસ્કાર કરવા. એક કવિ કહે છે કે માર્ગમાં આવતા સજ્જનને નમસ્કાર ન કરાય તો વાંધો નહિ પણ દુર્જન સામો મળે તો એને નમસ્કાર કરવાનું ભૂલતા નહિ, નહિ તો એ તમારો ધજાગરો ચડાવશે. ગ્રંથકર્તાઓ પણ એ જ નીતિ અખત્યાર કરે છે અને પ્રારંભમાં જ લખે છે કે આ ગ્રંથ દુર્જનો માટે નથી. કેમકે એમની ટેવ એવી કે સારું પડતું મૂકીને ખોટું જ લે. ન હોય ત્યાં ચાંદાં પાડે. કાગડા જેવી એ જાત. બહારના સ્વરૂપથી, અનુમાન અને લક્ષણોથી તેમજ ડાહ્યાઓના કહેવાથી એવાઓને ઓળખ્યા વિના છૂટકો નથી. ધર્મવિરુદ્ધનીતિશાસ્ત્રનાં વિધાનો પણ ન મનાયઃ શ્રી સંઘરૂપ મેરૂગિરિની શોભા એનાં ઉજ્જવળ, ઊંચાં અને ઝળહળતાં ચિત્તરૂપી કૂટો કે જે ઇંદ્રિયો તથા મનનું દમન કરનાર નિયમોરૂપી સુવર્ણમય શિલાતલ પર ગોઠવાયેલાં છે, એનાથી છે. એ નિયમોથી અશુભ અધ્યવસાય દૂર થવાથી ચિત્ત ઉચ્ચતાને પામે છે એટલે કે ચિત્તકૂટ ઊંચાં બને છે. અશુભ અધ્યવસાય ગયા બાદ શુભ અધ્યવસાય આવે છે તેથી એ ચિત્તકૂટ ઉજ્જવલ બને છે અને ત્યાર બાદ સૂત્ર અને અર્થનું કાયમ સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. - હવે નિયમરૂપી શિલાનું જ જ્યાં ઠેકાણું નથી ત્યાં કૂટ ગોઠવાય ક્યાં ? નિયમ છે કે જે ઇંદ્રિયો તથા મનનું દમન કરે. આજે તો જેઓ નિયમ લે છે તે પણ સાજે-માંદે, ગામ-પરગામ, બીજે ત્રીજે બધે છૂટ, છૂટ ને છૂટની જ વાત રાખે છે ત્યાં હેતુ સફળ થાય શી રીતે ? ઘેર પૂજા કરવી અને બહાર ન કરવી એનું કાંઈ કારણ ? બહારગામ દેરાસર ન હોય તો વાત જુદી પણ દેરાસર હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1262 ત્યાં શા માટે છૂટ રાખવી ? એ જ રીતે ઘરે કંદમૂળ ન ખાવું તો બહાર શા માટે ખાવું ? કંદમૂળ વિના ન જ ચાલે એવું નથી. સાતે વ્યસનોનો શ્રાવકને ખપ શો ? માંસ, મદિરા, જુગાર, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન એ સાતે વ્યસન તજવામાં શ્રાવકને મુશ્કેલી શી હોય ? સભાઃ “નીતિશાસ્ત્રતો એમ કહે છે કે-હોશિયારી માટે વારાંગનાદ્વાર-પ્રવેશ જરૂરી છે.” એ વાત આપણને માન્ય નથી. નીતિમાં ધર્મની ભજના છે જ્યારે ધર્મમાં નીતિ નિયમા હોય છે. ધર્મમાં સહાયક હોય તે નીતિ મંજૂર, બાંધક હોય તે આપણને ન ખપે. પોષક વાત બધી લેવાય. ઘરમાં વસ્તુ વધે એવા હેતુથી કચરો ભેગો ન કરાય. એને તો વાળીઝૂડીને બહાર જ કાઢવો જોઈએ ! છોકરો પણ ચોટ્ટો પાકે તો એને કાઢી મૂકવામાં આવે છે. એને કોઈ ધીરે નહિ એવી નોટિસ કાઢવામાં આવે છે. ઘરના હિતમાં બાધક હોય તેને દૂર કરાય તો ધર્મના હિતમાં બાધક હોય તેને પણ ફેંકી દેવાય એમાં નવાઈ શી ? દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર હોય, પછી અર્થશાસ્ત્ર હોય કે કામશાસ્ત્ર હોય એ બધાં જ્યાં સુધી ધર્મ સાથે સંગત થાય ત્યાં “શાસ્ત્ર” અને બાધક થાય ત્યાં “શસ્ત્ર.” આજ સુધી લોકો કહેતા કે “મહારાજ એકલી દીક્ષાની જ વાત કરે છે, પણ નિયમની વાત તો કરતા જ નથી. નિયમની વાત કરે તો લોકો લે પણ ખરા.” તો હવે આ નિયમની વાત આવી છે તો લેવા તૈયાર થઈ જાઓ. એ વાત સાચી કે અધૂરા નિયમ કરવાની કે નિયમમાં પોલ રાખવાની દાનત ન રાખતા. ધર્મી આત્મા નિયમ એવો લે કે જે વારંવાર સ્મરણમાં આવ્યા કરે. વેપારી જેમ વાતવાતમાં પૈસાનું સ્મરણ કરે તેમ ધર્મીને હંમેશાં પોતાના નિયમોનું જ સ્મરણ હોય. ધર્મીનું ધ્યાન પોતાના નિયમોમાં જ હોય.. ઈલાયચીકુમારે મુનિને જોયા અને મુનિના નિયમબદ્ધ જીવન અને પોતાના નિયમવિહીન જીવનની સરખામણી કરી તો મુનિનું દર્શન ફળ્યું અને કેવળજ્ઞાન મેળવ્યું. ભગવાનની અંગપૂજા, અગ્રપૂજા વગેરે કોઈ પણ ધર્મક્રિયા આ હેતુ વગર નથી. “હે પ્રભુ ! તું આવો વીતરાગ અને હું રાગાંધ; તેં કર્મને જ્યાં અને હું કર્મથી જિતાયો વગેરે સરખામણી કરવાથી હેતુ સફળ થાય. આ રીતના નિયમો થાય અને વારંવાર આરાય તો આજે જીવન સુધરે. સાત વ્યસન એટલે સ્વતંત્રતાનો સંહાર : - મનુષ્ય બનવું હોય તો પણ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. તો જૈન કહેવરાવનાર માટે એનો ત્યાગ ન હોય એમ બને ? સ્વતંત્રતાનો પોકાર * Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫ઃ બંધનમુક્તિનો માર્ગ, નિયમ – 85 કરનારી દરેક વ્યક્તિએ આ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જ જોઈએ. મદિરા પીનારો પાગલ બની અનેકને હેરાન કરે છે ત્યારે બીજાની સ્વતંત્રતા હણાય છે. પારકાના શરીરમાંથી માંસના લોચા કાઢીને પોતાનું પેટ ભરનારા જેવા રાક્ષસ કોણ ? આમાં તો સ્વતંત્રતાનો ભયંકર સંહાર છે. મોજશોખ માટે બીજા પ્રાણીઓના પ્રાણ લેવા (શિકાર ખેલવો) એ અધમતા નથી ? પારકા માલ ઉપર ત્રાપ મારવાનો (ચો૨ી ક૨વાનો) હક્ક કોણે આપ્યો ? જુગાર તો પોતાની અને પારકી બેયની સ્વતંત્રતાનો નાશ કરે છે. સ્વતંત્રતાવાદી એવો તો ન જ હોય કે જે વેશ્યાને ત્યાં ભટકતો હોય કે પારકી સ્ત્રીમાં આસક્ત હોય. આ સાતેય વ્યસોનોનો ત્યાગ જૈનને તો હોય જ. જો ન હોય તો એ તેનું મોટામાં મોટું કલંક છે. 1263 ૭૫ હોળી આવે છે, પાપ બાળવા તૈયાર થાઓ ! આ તો સહેલા નિયમ છે, જૈનને તો તે સિવાય પણ ઘણા નિયમ જોઈએ. જેવા કે-હોટલનો ત્યાગ, ચહા-પાન-બીડીનો ત્યાગ, રાત્રીભોજનનો ત્યાગ, નાટક સિનેમાનો ત્યાગ, વગેરે વગેરે. આવા નિયમો વિના સંઘનાં ચિત્ત ઉમદા બને શી રીતે ? જેને માંસ-મદિરાનો ત્યાગ નથી, પારકી કે પોતાની સ્ત્રીનો વિવેક નથી, જુગાર કે ચોરીનો પણ નિયમ નથી, તે સંઘમાં શી રીતે હોય ? અહીં આવનારમાં પણ જો આવા હોય તો બહારનાનું તો શું પૂછવું ? દુધાળાં જાનવર જ દૂધ દેતાં બંધ થાય તો આખલા કે પાડા પાસેથી તો આશા જ શી રાખવાની? એ તો દૂધ ન જ આપે. કોઈની સ્વતંત્રતા પર ત્રાપ ન મરાય એવી વાતો કરનાંરાઓએ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જ જોઈએ. ચોમાસી નજીક આવે છે અને પછી તરત હોળી આવે છે. ચોમાસી ઊજવવા નિયમ લેવા તૈયાર થાઓ; સાથે સાથે હોળીમાં પાપ બાળવા પણ તેયાર થાઓં. નિયમો લઈને ચોમાસી બરાબર ઊજવો અને આ હોળીમાં પાપને પ્રજાળો. શ્રી સંઘમેરૂની નિયમરૂપ શિલાતલ અંગે વિશેષ વર્ણન હવે પછી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧૦, સોમવાર, તા. ૧૦-૩-૧૯૩૦ ♦ નિયમને બંધન માનવું એ નાસ્તિકતાની છાયા છે : ♦ જ્ઞાનીના જીવનને નહિ પણ જ્ઞાનીની આજ્ઞાને અનુસરો ! • અધર્મી પ્રત્યે કરુણા અને ધર્મવિરોધનો તિરસ્કાર : ♦ નિયમને બંધન-મુક્તિનું સાધન માનો છો ? જૈનશાસને પામે તે નિયમપ્રિય હોય : ♦ બેકારીનું મૂળ, નિયમનો અભાવ : ♦ નિયમ વિના તો સર્વત્ર ઉપદ્રવો : વિનય તો જૈનશાસનમાં જ : તોય તમે નિયમિત ન બન્યા : ... ♦ ફરજનું ભાન : • દેવદ્રવ્ય સામે નજ૨ કરનારાઓને : મરજી મુજબ બંધારણ ઘડનારા સંઘ બહાર : વગર સમજ્યે ગમે તેની ટીકા નહિ કરું : કુર્તકવાદીઓનું સાહિત્ય ન વાંચો : એ સ્વચ્છંદીઓ સાધુઓ સામે પડીને કદી ફાવવાના નથી : 86 નિયમને બંધન માનવું એ નાસ્તિકતાની છાયા છેઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘની મેરૂ સાથે સ૨ખામણી ક૨તાં પીઠ તથા મેખલાની સરખામણી કરી ગયા અને હવે કૂટ અર્થાત્ શિખરની સરખામણી કરે છે. શિખર વિના પર્વત ન શોભે તેમ ચિત્તરૂપી શિખરો વિના શ્રી સંઘરૂપી મેરૂ શૈલ પણ શોભતો નથી. મેરૂનાં શિખર જેમ ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન છે અને તે સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં છે અને તેજ એની શોભા છે, તેમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ શ્રી સંઘ મેરૂ પણ ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં ચિત્તકૂટોથી શોભે છે અને તે કૂટો ઇંદ્રિય તથા મનને દમનાર નિયમોરૂપી સુવર્ણશિલાતલ ૫૨ હોવા ઘટે. ઇંદ્રિયો તથા મનનું દમન થવાથી અશુભ અધ્યવસાયનો નાશ થાય છે, જેથી ચિત્તની ઉચ્ચતા Page #98 -------------------------------------------------------------------------- ________________ 125 કે : એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 થાય છે અર્થાત્ ચિત્તકૂટ ઊંચા બને છે; અશુભ અધ્યવસાયના નાશથી શુભ અધ્યવસાય પૈદા થાય છે, જેના યોગે કર્મનો વિગમ થવાથી ચિત્તકૂટો ઉજ્વલ બને છે અને પછી સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ કૂટો ઝળહળતાં બને છે. નિયમ તેનું નામ કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય. મામૂલી નિયમો જીવન પર અસર નિપજાવવા મોટા ભાગે અસમર્થ છે. જે નિયમો ઇંદ્રિય તથા મન પર અંકુશ મૂકી સ્વચ્છંદ વૃત્તિનો નાશ કરી શકતા નથી તેને વાસ્તવમાં નિયમો કેમ કહેવાય ? નિયમની વિચારણાને અંગે સામાન્ય લોક કેવો અભિપ્રાય ધરાવે છે તેની સ્પષ્ટતા કરતાં આપણે ત્રણ વિભાગ વિચારી ગયા. એક વિભાગ તો એવો છે કે; જે એને બંધન માની સ્વીકારવા તૈયાર નથી. એ તો ત્યાં સુધી કહે છે કે “મુક્તિ માટે નિયમનું કામ શું છે ? મુક્તિ એટલે સ્વતંત્રતા. સ્વતંત્ર બનવાની ઇચ્છાવાળાએ નિયમની પરતંત્રતા શા માટે સ્વીકારવી ?” આ તેમની દલીલ છે. શાસ્ત્ર કહે છે કે બંધાયેલાએ છૂટવા માટે છૂટવાની ક્રિયા તો કરવી જ પડશે. મજબૂત રીતે દોરીથી બંધાયેલા માણસે દોરી ઉકેલવાની મહેનત કરવી જ પડે છે, તો આત્મા સાથે કર્મનું બંધન તો એકમેક બની ગયું છે, આત્મા ને કર્મનો સંબંધ ક્ષીરનીર જેવો છે, એ સંબંધ ઉખાડવાના પ્રયત્ન વિના કેમ ઊખડશે ? અનાદિકાળથી કર્મથી બંધાયેલા છીએ અને નવો બંધ ચાલુ જ છે, તો એનાથી છૂટવાના. વિધાનમાં વાંધા કેમ નભે ? અત્યાર સુધી દુનિયાના બંધનમાં હતો તે હવે જ્ઞાનીની આજ્ઞાના બંધનમાં આવવાનું છે. બાલ્યવયમાં રમતગમતના બંધનમાં પડેલા બાળકને એમાંથી છોડાવી ભણતરના બંધનમાં નાખવામાં ન આવે તો રખડી જ મરે. આ જીવે આજ સુધી સ્વચ્છંદતા એટલી કેળવી છે કે હવે ખાવાપીવામાં કે પહેરવા-ઓઢવામાં એકદમ અંકુશ એને પાલવતો નથી. નિયમો એને અકારા લાગે છે. પરલોકને નહિ માનનાર નિયમથી ગભરાય એમાં નવાઈ નથી. એ તો એમ જ વિચારે છે કે-“તકલીફ શા માટે વેઠવી ?સો ચીજ મળી હોય તો પાંચ જ શું કામ ખાવી ? સોને બદલે સવાસો મેળવવા શા માટે પ્રયત્ન ન કરવો ? આવી વિચારસરણીવાળાને નિયમ એ બંધન લાગે જ. પરલોક ન માને. પરલોકનો ભય ન ધરાવે તેને નિયમની વાત ન જ ગમે. આ લોકમાં રાચીમાચીને રહેલો પરલોક માટે મહેનત કેમ કરે ? પ્રત્યક્ષ સામગ્રી મૂકી પરોક્ષની સાધનાની પંચાતમાં એ શું કામ પડે ? ખાવાથી જ શાંતિ અને પીવાથી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1266 જ તરસ છીપે એમ માનનારાઓ એના ત્યાગની વાતમાં સુખ છે એમ માને જ નહિ. સંયમમાં એમને ભોગવંચના લાગે છે. ભોગનો ત્યાગ એ આત્માને સુખથી વંચિત રાખવાનો ધંધો છે એમ નાસ્તિકો કહે છે. નિયમને બંધન માનનારાઓ પર નાસ્તિકોની છાયા છે એમ માનવામાં વાંધો શો ? સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ વગેરે ઉપરની આપણી શ્રદ્ધા જો ઊડી જાય તો આપણને પણ નિયમની વાત ન જ ગમે. મોજશોખ અને રંગરાગ ઉપર અંકુશ આવે એવી આ નિયમની વાત કોને ગમે ? એના જ કારણે આજનો આ બધો ઘોંઘાટ છે. એ- ઘોંઘાટના કારણે તો નિયમમાં માનનારો અને લેનારો ત્રીજો વિભાગ પણ ક્યારે ચલાયમાન થાય તે કહેવાય નહિ. ભાગવાના ભયથી જ નિયમ નહિ લેનારો જે બીજો વિભાગ છે તેના અંગે પણ આપણે વિસ્તૃત વિચારણા કરી ગયા. . . જ્ઞાનીના જીવનને નહિ પણ જ્ઞાનીની આજ્ઞાને અનુસરોઃ . સારાં ખાનપાન અને સારી સામગ્રી જોઈ તમારા મોંમાં પાણી ન આવે તેમ નથી. દુનિયાનો લાભ મળતો હોય તો ધર્મને બાજુએ મૂકતાં એક મિનિટ પણ ન લાગે એવી તમારી પણ હાલત છે. સંસારના સુખમાં ધર્મનો રાગ થવો મુશ્કેલ છે; હજી દુ:ખમાં ધર્મ ઉપર રાગ થાય. પૂર્વની આરાધના હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય તો રાજા મહારાજા અને શેઠ શાહુકારોને પણ વૈરાગ્ય થાય એ વાત ખરી; બાકી તો સુખમાં વિરાગ આવવો સહેલો છે ? સામાયિક કે પૂજા વગેરે સુખમાં યાદ આવે ? ન આવે. મોટાભાગે એ અસંભવત. સાચા જ્ઞાન સિવાય જે વૈરાગ્ય થાય તે દુ:ખથી અથવા મોહથી. ” સભા: વૈરાગ્ય તો જ્ઞાનગર્ભિત હોય તો જ સાચો ને ?” પૂરું સમજ્યા વિના જ્ઞાનગર્ભિત વૈરાગ્યની બાંગ પોકારનારાઓ તદ્દન મૂર્ખ છે. દુનિયાના પદાર્થોની મમતાથી ખસ્યા વિના, સારા સંસર્ગમાં જીવન સમર્યા વિના, જ્ઞાનીએ વિહિત કરેલાં વિધાનોને આચર્યા વિના સાચું જ્ઞાન થાય જ ક્યાંથી ? વાતવાતમાં શ્રી જિનેશ્વરદેવનું દૃષ્ટાંત આગળ કરનારાઓએ સમજવું જોઈએ કે એમને તો ગર્ભથી જ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન પરમ વિશુદ્ધ કોટિનાં હતાં. આપણી મતિ તો એવી મંદ કે કોઈ વાત પૂરી સમજાય નહિ, ઘડી પહેલાંની વાત યાદ પણ રહે નહિ. શ્રુતજ્ઞાન તો ઠેકાણા વગરનું અને અવધિ તો છે જ નહિ. એવા આપણે, એ ત્રણ જ્ઞાનના ધણીના જીવનની વાતોને વળગવા જઈએ તે નકામું છે. આપણા માટે તા તેમની આજ્ઞા જ આધારભૂત છે. એ આજ્ઞા પ્રત્યે પ્રેમ ન હોય ને તેમના જીવનની વાતો કરવી એ તો મૂર્ખતા છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ 1267 - ૬ઃ એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૭૯ અધર્મી પ્રત્યે કરુણા અને ધર્મવિરોધનો તિરસ્કાર : આ નિયમોની રુચિ તે સાચા આસ્તિક્યનું ચિન છે. ધર્મીપણાની ઓળખ છે. એવો ધર્મ અધર્મીને જોઈને ભડકે નહિ પણ એની દયા ખાય. મહેનત કરીને પૈસો મેળવનારને દરિદ્રી પર ગુસ્સો ન આવે, કેમકે ભાગ્ય અને પુરુષાર્થ વિના પૈસા નથી મળતો, એમ એ સમજે છે. જેમ જેમ આત્મા ધર્મ પામે તેમ તેમ ધર્મહીનને જોઈને એને થાય કે ધર્મ પામવો સહેલો નથી, એ તો ભાગ્યવાન જ પામે. એને અભિમાન પણ ન આવે, પરન્તુ એ તો પોતાનાથી અધિક ધર્મી તરફ જોઈને પોતાની પામરતાનો વિચાર કરે. સમાન ધર્મી અને અલ્પધર્મી કે હીણધર્મીની એ દયા ચિંતવે. ધર્મના વિરોધી પ્રત્યે પણ હૈયામાં દયા તો છે જ, તેમ છતાં એના વિરોધની પ્રવૃત્તિ પ્રત્યે તિરસ્કારની વૃત્તિ જરૂર આવે, કારણ કે પોતે ધર્મ કરતોયે નથી અને બીજાને ધર્મથી વિમુખ કરે છે. કોઈને નિયમો બંધન લાગે તેથી ધર્મી મૂંઝાય નહિ, નારાજ થાય નહિ. એ સમજે છે કે જેને સંસારમાં રસ છે તેને નિયમ ન જ ગમે. અજ્ઞાન તિર્યંચો કે જેમની પાસે તેવી વિષયસામગ્રી નથી, તે પણ ઇંદ્રિયોને આધીન છે અને વિષય માટે જિંદગી બરબાદ કરે છે, તો મનુષ્યો કે જેઓ પાંચે ઇંદ્રિયો પામ્યા છે, સારી સામગ્રી ધરાવે છે, ઘણા કાળથી ભોગવવાની લાલસા પુષ્ટ કરી કરીને આવ્યા છે અને ભાગ્યયોગે અહીં સામગ્રી મળી ગઈ છે, એનો ત્યાગ કરી દેવાની ભાવના આવવી એ નાનીસૂની વાત નથી. નિયમને બંધનમુક્તિનું સાધન માનો છો ? - હવે જેઓ નિયમને બંધન માને તેની વાત દૂર રાખો પણ તમે તો નિયમને બંધનમુક્તિનું સાધન માનો છો ને ? માટે તમારો નંબર સૌથી પહેલો છે. ભાગી જવાના ભયથી નહિ લેવાની ભાવનાવાળા વર્ગમાં પણ તમે એનાથી આગળ વધેલા છો. સાચું શરણ તો દીક્ષા જ છે પણ એ શ્રેષ્ઠ કોટિની વાત હમણાં આપણે નથી કસ્તા. સર્વવિરતિમાં સંસાર સર્વાશે તજવો પડે પણ હમણાં તો આપણે જેમાં થોડે થોડે અંશે ત્યાગ હોય તેવા નિયમોની વાત કરીએ છીએ. આ નિયમો એવા કે સંસારમાં રહેવાય, ખવાય, પીવાય, ઓઢાય, છતાં ધર્મ પળાય. જો કે ત્યાં પણ ધ્યેય તો સર્વવિરતિનું જ; એટલે અંશે તો ત્યાગ છે જ. જૈનશાસનને પામે તે નિયમપ્રિય હોય ? તદ્દન સ્વચ્છંદી થઈને ફરવું અને ધર્મી ગણાવું એ ન નભે ! અન્ય કુળમાં જન્મેલો માર્ગાનુસારી પણ એવો હોય છે કે જ્યાં ધર્મ સાંભળે ત્યાં દોડ્યો જાય. ધર્મ વિના એને ચેન ન પડે. તમે અન્ય કુળમાં જન્મ્યા હોય તો પૂર્વની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1268 આરાધનાના યોગે ધર્મની ઇચ્છા થવા છતાંય ત્યાંના પ્રતિકૂળ આચારવિચારોની મુશ્કેલી તમને નડત. પરન્તુ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ અને તેમાંય શ્રાવકકુળમાં જન્મ્યા એટલે ઘરના આચાર-વિચારો પણ સારા, સુંદર અને સાધનાને સાનુકૂળ છે, તે છતાં બેદરકાર રહેવું એ દુ:ખની વાત છે. પૂર્વના રાજામહારાજાઓ ક્ષત્રિય હતા, જાત અલગ હતી એટલે ધર્મ પામ્યા પહેલાંના સંસ્કારને કારણે ધર્મ પામ્યા પછી પણ પ્રસંગે અમુક કરવું પડે ત્યા થઈ જાય તો એનો બચાવ એ કરી શકે, થતાં એમણે પણ એવો બચાવ નહિ કરતાં, આચારો બરાબર પાળ્યા છે. તમારાથી બચાવ ન થઈ શકે. તમારા તો કુળના આચારો જ એવા કે ધર્મને નિયમન જરાય હરકત ન આપે. છતાં બહારનું જોઈ જોઈને, વાંચી વાંચીને, સાંભળી સાંભળીને તમે એવા થઈ ગયા છો કે નિયમ લેતાં ડચકાં ખાઓ છો. તમારામાં યોગ્યતા જરૂર છે. પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે તેમ, ભવનો ભય અને મુક્તિ ઉપરનો પ્રેમ જેવો જાળવો જોઈએ તેવો જાગ્યો નથી. જો એ બે જ ન હોય તો પ્રભુનું શાસન પામ્યા તે નહિ પામ્યા જેવું છે એમ કહેવું પડે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાનો ગર્વ લેવો અને એ શાસનની છાયા સરખી પણ જીવનમાં ન હોય તો એ નભે શી રીતે ? જેને ભવ ન ગમે અને મોક્ષ ગમે તેને ઇંદ્રિયોના ચાળા ગમે જ નહિ. શરીરને ટકાવવા પૂરતાં ખાનપાન તે લે પણ પછી “આ જોઈએ ને તે જોઈએ” એવું એને ન હોય. એ હોય એ જ ભયંકર હાનિકર્તા છે. એ આત્મા તો આખી દુનિયાની સઘળી કાર્યવાહીને અશુભોદય માનીને સેવે. - સમયગુદૃષ્ટિ આત્મા સંસારના રાગમાં રહે તો પણ તે મોહના મહિમાને ચિંતવતા રહે. પોતાને પોતાની જાત મોહના ફંદામાં ફસાયેલી જ લાગે. મોહના ભયંકર સ્વરૂપને એ ભૂલે નહિ. ન ચાલે માટે સંસારમાં રહે. સમ્યગૃષ્ટિ આત્માને પણ મોહનીય ભોગવવું પડે છે એ વાત ખરી પણ એ મોહના સ્વરૂપને ચિંતવે જ; ભૂલી ન જાય. બધી જ ધર્મક્રિયાઓ મોહના વિપાકનો વિચારી એનાથી દૂર રહેવા માટે છે. આત્માનો મુખ્ય દુશ્મન તો મોહ જ છે. અવિરતિ તથા મિથ્યાત્વ આદિ મોહના યોગે જ છે. સંસારનો પિતા મહામોહ છે. “હું અને મારું;” એ બે એમાંથી જ જન્મે છે અને પછી એમાંથી જ અનેક પાપો પેદા તો ત્યાંથી જ થાય છે. બધાનું મૂળ તો મોહનીય કર્મ જ છે. આવું વિચારનારને નિયમ તો પ્રિય જ હોય. ક્યારે નિયમ લેવાય, એ ભાવના હોય. મોહના સ્વરૂપને દર્શાવનાર અને આત્માને ગબડતો બચાવનાર તો નિયમો છે. સવારે ચા જોઈ એ જ; ટાઇમ થાય કે ખાવાં જોઈએ જ; સમયસર પેઢીએ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯ × એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 પહોંચવું જોઈએ જ; એ બધા કાયદા મોહના છે. એ મોહના કાયદા બધા માનો છો તો ધર્મના કાયદા માનવાનો ઇન્કાર હોય ? ન જ હોય. અમુક ધર્મક્રિયા વિના રહેવાય જ નહિ એવા દૃઢ સંકલ્પવાળા કેટલા ? રોજ સામાયિક ક૨વું જ, સવાર-સાંજ પાપની આલોચના કરવી જ, એવા નિયમવાળા કેટલા ? પર્વતિથિએ બાર કલાક કે ચોવીસ કલાકની ફુરસદ લઈ પૌષધ કરનારા કેટલા નીકળે ? આ સ્થિતિ ન હોય તો આગળની વાત શી કરવી ? 1269 ૮૧ અમારી સામે ફરિયાદ છે કે ‘નિયમની વાત કરતા નથી ને સીધી દીક્ષાની જ વાત કરે છે.' એ ફરિયાદની સામે હવે મારો આ બચાવ છે. ‘સાધુપણું બધાથી ન બને પણ નિયમો કરાવે તો બધા લે, એમ ઘણા કહેતા હતા, તો હવે આ નિયમોની વાત મેં કાઢી છે અને હમણાં એ જ વાત ક૨વાનો છું. આમાં હવે સાધુપણાની વાત છે ? એ વાત સાચી કે સામાન્ય નિયમોમાં પણ ધ્યેય તો એ જ આવવાનું. કારણ, આવા નિયમધરોને સંયમ સહેલું છે. જે કાંઈ નિયમો છે તે બધા એના માટે છે. જેમ જેમ આત્મા નિયમથી બંધાય તેમ તેમ બે, ચાર કે છ મહિને પણ સંયમ પામે અથવા સંયમ એના માટે સહેલું થાય; પણ વાત એ કે નિયમો મજબૂત જોઈએ. સામાન્ય બારીબારણાં રાખો તો પછી એ નિયમ, નિયમનો હેતુ સફળ કરી શકતો નથી. ઇંદ્રિયો અને મનનું દમન એ નિયમનો હેતુ છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવું ન કરાય. કેટલીય વખત બધું ખુલ્લું રાખનારા નિયમધરનું જીવન બહુ વિષમ હોય છે. નિયમ વિનાની તો એક જ વાત કે નિયમ નથી. એ કમનશીબીનો પસ્તાવો જરૂર હોય પણ આ તો કહેવાય નિયમધારી પણ પોલાણ એટલી કે નિયમ કદી યાદ જ ન કરવા પડે. આવા નિયમમધારી તો ધોળો દિવસના શાહુકાર-ચોર જેવા છે. ચોર તો રાત્રે અંધારામાં ચોરી' કરે જ્યારે આ તો ધોળે દિવસે આંખો આંજીને લઈ જાય એવા છે. ચોર કરતાં પણ એ વધારે જોખમી છે. જે બધા રસ્તા ખુલ્લા રાખી નામના જ નિયમ કરે તે તો નિયમ નહિ લેનારાને પણ સારા કહેવડાવે એવા છે. જો આ સ્થિતિ ન હોત તો નિયમના અર્થનો આ ખુલાસો ટીકાકાર મહર્ષિને કરવો ન પડત કે-‘ઇંદ્રિયો તથા મનનું દમન કરે તે નિયમ.’ ઇંદ્રિયો તથા મનને કાબૂમાં મૂકવાની ફરજ પાડે એવો એક પણ નિયમ તમારે છે? બેકારીનું મૂળ-નિયમનો અભાવ : નિયમોથી ઘણા લાભ છે. નિયમોથી જીવન મુઠ્ઠીમાં આવી જાય, ચિંતા અને ધાંધલ સહેજે મટી જાય, ઘણા પાપના દરવાજા આપોઆપ બંધ થઈ જાય અને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1270 અનંતાનંત પાપથી આત્મા સહેજે બચે. નિયમધારીની બોલચાલ, ખાનપાન એવાં હોય કે પાપો પોતે જ એનાથી દૂર ભાગે. પાપો ભાગે એટલે પુણ્ય આવે. પુણ્ય આવ્યું કે બેકારી આપોઆપ પલાયન થઈ જાય. બેકારી પાપથી જ આવે છે. આ બેકારી તો હવે આવી ને ? ક્યાંથી આવી ? કહે છે કે પૂર્વે પાટણમાં અઢારસો કોટ્યાધિપતિ હતા; આજે ત્યાં ભયંકર બેકારી છે. એ વાત કબૂલ પણ એ બેકારી આવી ક્યાંથી ? એ પુણ્યથી આવી કે પાપથી ?.બેકારી પાપથી જ આવે અને તે પણ પોતાના પાપથી જ આવે. બીજો પાપ કરે ન તમારે ત્યાં બેકારી આવે એમ ન માનતા. મંદિર તથા ઉપાશ્રયમાં જવાથી બેકારી આવી એવું તો માનતા નથી ને ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામી આટલો પણ વિવેક ન કરી શકો તો કેમ ચાલે ? તમારાં ખોટાં વખાણ કર્યું જાઉં, તમને બુદ્ધિમાન કહે જાઉં, તેમાં તમારો દિ ન વળે. થોડા પણ ધર્મી બનાય તો પાપ ઠેલાય. ધર્મનું વાતાવરણ ફેલાય તો દુનિયાના અન્ય જીવો પણ ઝૂકતા આવે અને એ પણ નિયમના પ્રેમી બને. નિયમ વિના તો સર્વત્ર ઉપદ્રવો : - એક વાડામાં બસો-પાંચસો ગાય-ભેંસ બંધાય પણ ચાર-પાંચ આખલા, સાંઢ કે પાડા ન બંધાય; કારણ કે એને બંધન ફાવતું જ નથી. એ બંધન તોડી નાંખે, તોફાન કરે અને લોહીલુહાણ જ થાય. માલિક પણ એની પાસે જતાં ભય પામે. એ પણ સાવધાનીપૂર્વક દાવ જોઈને જ જાય. બંધન વિનાનાં જાનવરોથી દુનિયા ભય પામે. લગામ વિનાના ઘોડાઓને બજારમાં છૂટા મૂકો તો બધી પેઢીઓ ટપોટપ બંધ થાય અને રસ્તા ઉજ્જડ દેખાય. ટ્રામ, બસ, મોટર વગેરે વાહનો ચાલુ કરી ચલાવનારા ઊતરી જાય અને ચાલતાં રહેવા દે તો પરિણામ શું આવે ? અકસ્માતોની પરંપરા સર્જાય. નિયમ વિના તો આવી નિર્જીવ ચીજો પણ ભયંકર ઉત્પાત સર્જે. એ જ રીતે અહીં ધર્મક્ષેત્રમાં પણ બધા માણસો દેવગુરુ-ધર્મના અંકુશ વિનાના અને મરજી મુજબ વર્તનારા હોય તો એવાં નિરંકુશ ટોળાંથી ઉત્પાત થવામાં બાકી શું રહે ? આટલા મનુષ્યો છતાં આવો ઉત્પાત વર્તે છે તેનું કારણ એક જ છે કે માનવે માનવપણું ગુમાવ્યું છે. માનવજીવનને યોગ્ય બંધન ધરાવ્યું નથી. આશ્ચર્ય તો એ થાય છે કે આવું સ્વછંદી જીવન શીખવ્યું કોણે ? ગવર્નમેન્ટ શીખવ્યું એમ તો નહિ જ કહેવાય કેમકે એ પોતે તો નિયમબદ્ધ છે. એના બધા અમલદારો નિયમબદ્ધ છે. આખું રાજતંત્ર નિયમપૂર્વક ચાલે છે. હુકમ થયો કે અમલ થાય જ. અહીં તો હુકમ કાઢો તો ચારે બાજુથી જુદા જુદા અવાજ Page #104 -------------------------------------------------------------------------- ________________ 121 – ૬ઃ એવા ફેરફાર કરનાર સંઘ નથી - 86 નીકળવા માંડે. એક મંડળની સભા બોલાવી તેમાં એક વાત મૂકો તો ઘણા કહેશે કે-“અમારા મગજમાં નથી બેસતું.' દરેક અમલદાર પોતાના મગજમાં બેસે તે જ મનાવવાનો આગ્રહ રાખે તો રાજતંત્ર નભે જ નહિ. વાઇસરૉય હુકમ કાઢે તે ગવર્નર અમલમાં મૂકે જ. કહ્યું છે કે-“સો ડાહ્યાનો એક મત અને સો ગાંડાના એકસો એક મત; ઊલટો એક મત વધે. જે રાજતંત્રને અત્યારે તમે વખોડી રહ્યા છો તેનો આ એક ગુણ તો તમારા જીવનમાં કેળવો !” અધિકારી પણ ખુરસી પરથી જ હુકમ કરે. પોલીસનો મોટો પણ અમલદાર પટ્ટા વિના નહિ પકડે. મહોરછાપ વગર પકડવાનો હક્ક નથી એમ એ માને છે. જજ પણ ઘેરથી હુકમ ન સંભળાવે. સંભળાવે તો એ માને કોણ ? એને પોતાના સ્થાનનો, પોતાના વ્યક્તિત્વનો અને પોતાની પોઝીશનનો ખ્યાલ છે. વિનય તો જૈનશાસનમાં જ? આજે અહીં એક નિર્ણય નક્ક કરાવવો હોય તો સત્તર જણા સત્તરસો પ્રશ્નો કરશે. પૂર્વે શ્રી જિનેશ્વરદેવના શાસનવર્તી આચાર્યો તથા મુનિવરો નિઃશંકપણે કહી શકતા કે વિનય અને આજ્ઞાપાલન જૈનશાસન જેવું બીજે ક્યાંય જોવા નહિ મળે. એક આચાર્ય પાસે રાજા આવેલ છે. પ્રસંગોપાત્ત વિનયની વાત નીકળી. રાજા કહે ‘વિનય તો રાજપુત્રોનો ! આચાર્યો માથું ધુણાવ્યું અને કહ્યું કે “ના, રાજન્ ! વિનય તો જૈનમુનિઓનો !” રાજા આચાર્યની વાત સ્વીકારવા તૈયાર ન થયો એટલે પરીક્ષા કરવાનું નક્કી કર્યું. પરીક્ષા બહુ સાદી અને સહેલી હતી. પહેલાં પાટવી કુંવરને બોલાવવામાં આવ્યા અને રાજાએ આદેશ કર્યો કે “કુમાર! ગંગા કઈ દિશામાં વહે છે તે તપાસ કરીને જણાવો.” કુંવરને આ પ્રશ્નથી મનમાં હસવું આવ્યું. તેને થયું કે કેવો મામૂલી પ્રશ્ન ? દુનિયા આખી જાણે છે કે ગંગા પૂર્વમાં વહે છે એમાં વળી તપાસ શી કરવા જેવી છે ? છતાં વડીલે કહ્યું માટે તપાસનો દેખાવ તો કરવો પડે. એટલે બહાર નીકળી થોડુંક આમ તેમ જઈ પાછા આવી કહ્યું કે-પિતાજી! તપાસ કરી આવ્યો. ગંગા પૂર્વમાં વહે છે.' રાજાએ છૂપા ચરપુરુષો રાખ્યા હતા. તેમણે આવીને જણાવ્યું કે “ગંગા કઈ દિશાએ વહે છે ?” બધાને આશ્ચર્ય થાય છે કે “આ કેવો પ્રશ્ન ? મુનિ આટલું પણ નથી જાણતા ?' લોકો શું કહેશે તેની પણ મુનિને ચિંતા નથી. એ તો ગુરુએ જે આજ્ઞા ફરમાવી તેના પાલનની જ ચિંતામાં છે. એમ પૂછતાં ઠેઠ ગંગાકિનારે પહોંચ્યા. ત્યાં પણ બરાબર દિશાનું અવલોકન કર્યું. નદીમાં વહેતાં તણખલાંઓ કઈ દિશામાં જાય છે તે પણ જોયું. તે પછી વધુ ખાતરી કરવા ત્યાં રહેલા લોકોને પણ પૂછ્યું. પૂરી તપાસના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 122 અંતે નિર્ણય કરી ગુરુ પાસે આવી હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું કે “ભગવંત ! આટલી આટલી રીતે મેં તપાસ કરી, તેના આધારે મને જણાયું છે કે ગંગા પૂર્વ તરફ વહે છે, પછી તો આપ જાણો તે ખરું.” આટલી તપાસ કર્યા પછી પણ પાછા “આપ જાણો તે ખરું' એમ જ કહે છે. કેટલો વિનય ! વિનયની અવધિ છે ને ? રાજાને આચાર્ય ભગવંતની વાત કબૂલી લેવી પડી. નિયમ વિના ક્યાંય કામ ચાલતું નથી. અરે રસોડામાં પણ નિયમ મુજબ જ બધું કરવું પડે. ઘી વાઢીમાં જ કઢાય, બરણી ઊંધી ન વળાય.વાઢીમાં કાઢો ને પાછી તેમાં ચમચી જ રાખો. ત્યાં નિયમ ન રાખોને વાઢી ઊંધી વાળ્યા કરો તો ભીખ જ માગવી પડે. લાકડાં ઓલવવા માટે પાણી જ છંટાયું, ત્યાં દૂધ કે ઘી ન છંટાય. બધે નિયમની જરૂરિયાત સ્વીકારો છો; ફકત અહીં જ નહિ; તો એ કેમ ચાલે ? નિયમ વિનાના જીવનની વાતો કરનારા તો ઉશ્રુંખલ કહેવાય. રાજતંત્રની સામે થવાને એ લાયક નથી. પહેલાં યથેચ્છ વર્તન કરનારા પોતાના આત્માની સામે તો થતાં શીખે ? પછી બીજાની સામે થવા જાય તો શોભે. તોય તમે નિયમિત ન બન્યા? હજારોના પગારદાર ઑફિસરો પણ કેટલા નિયમિત હોય છે ? વહેલા ઊઠીને સવારના સાત વાગ્યામાં તો તૈયાર થઈ જાય છે. શ્રાવક ચાર ઘડી સૂર્યોદય પહેલાં ઊઠે; પણ તમે તો બધા ચાર ઘડી પછી ઊઠો છો ને ? લાંબો ફરક નથી. આ રાજ્ય તમને આવું શીખવ્યું છે ? ના. નાટક્યટકમાં કે હોટેલ સિનેમાદિમાં જવાનું રાજ્ય કહ્યું છે ? લખપતિની જેમ ઠાઠમાઠથી રહેવાનું રાજ્ય કહેતું નથી. “પાડોશી પાસે આટલા, તો મારી પાસે કેમ નહિ ? માટે ગમે ત્યાંથી ઉઠાવગીરી કરીને પણ લાવું,” આ ભાવના કોણ શીખવી ? શેઠ પણ નોકર અને નોકર પણ નોકર, એવી આજની હાલત છે. અંગ્રેજ દુકાનદારોનો કાયદો કે અગિયારથી છ સુધી જ દુકાન ખુલ્લી. ત્યાં સુધીમાં ગ્રાહક આવે તો આવે, પછી ગ્રાહક આવે જ નહિ. આવે તો ભલે પાછો જાય. તમારી પેઢીનો તો ટાઇમ જ નહિ. જ્યારે ગ્રાહક આવે ત્યારે ખોલવાની ને ? નહિ. પેઢી બંધ કરતાં કરતાં ગ્રાહક આવી ચઢે તો પાછા ખોલીને બેસી જાઓ ને ? અરે, રાતના બાર વાગે જગાડવા આવે ને લાભ દેખાય તો ના ન કહો ને ? પાછો બચાવ કરો કે ‘લાભાલાભ તો જોવો જોઈએ ને ? વાણિયો કોને કહેવાય ?' આવું તો નિયમ વગરનું આજે તમારું જીવન થઈ ગયું છે! ત્યારે જાઓ કે ટ્રેન જે હજારો માણસોને મુસાફરી કરાવે છે તે ટાઇમસર જ ઊપડે છે. ખાલી ઊપડે તે હા, પણ કોઈની રાહ ન જાએ. ભલે થોડો વખત Page #106 -------------------------------------------------------------------------- ________________ 1273 ૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી – 86 જોખમ ખેડ્યું પણ એનું પરિણામ એ આવ્યું કે ટ્રેનના ટાઇમની ચિંતા મુસાફરી કરનારા રાખે અને કાયમની મુસાફરી કરનારા તો ખિસ્સામાં જ ટાઇમટેબલ રાખે. ટેનની નિયમિતતાએ મુસાફરીનો ટાઇમ સાચવવામાં નિયમિત બનાવ્યા, પણ તોયે બીજાં કામોમાં નિયમિત બનતાં તમે ન શીખ્યા. તમારી સાથે જેને કામ પડ્યું હોય તે સમયની બાબતમાં નચિંત હોય, કારણ કે તેણે તમને ઓળખી લીધા છે. ૮૫ ઑફિસનો કાયદો કે બંધ થયા પછી મોટો ચમરબંધી આવે તોયે પાછો જ જાય. જેમને અનાર્ય ગણો છો તે પણ આવા નિયમબદ્ધ છે. એમની નીતિ-રીતિ જો કે પાપવાળી છે એ વાત જુદી પણ એમનું જીવન નિયમબદ્ધ કેટલું ? જેને જ્યાં ઊભો રાખ્યો તે ત્યાંથી ખસે જ નહિ. એ પોતાની ફરજ ત્યાં ઊભો રહીને બજાવ્યે જ જાય. એને લઈને જ. આટલું મોટું રાજતંત્ર પણ આવું વ્યવસ્થિત ચાલે છે. દેશમાં આટલો કોલાહલ છતાં એની તમામ ઑફિસો નિયમિત કામ કર્યે જ જાય. કેમકે દરેકને માટે એની તમામ ચિંતા ઉઠાવી લેનારો એક તેવો ઑફિસર નિમાયેલો જ હોય. તમારે તો સો ચિંતા, કારણ કે તમારા ઘરમાં, તમારી ઑફિસમાં એક પણ નિયમધારી, નિયમ પાળનાર કે નિયમની મહત્તા સમજનાર ન મળે. ફરજનું ભાન : દેરાસર જેવી પવિત્ર સંસ્થામાં પણ પોતાની ફરજનું ભાન સમજનારા વહીવટદાર કેટલા મળે ? જ્યાંની નોકરી કરવી ત્યાંની ફરજ બજાવવા માટે એ ફરજનો ખ્યાલ તો જોઈએ ને ? ન્યાયાધીશને આરોપી પર ગમે તેટલો ગુસ્સો આવે પણ પોતે ઊઠીને બેડી ન પહેરાવે. ગુનેગારને પકડીને બેડી પહેરાવવાનો તથા જેલમાં લઈ જવાનો હુકમ એ કરે પણ એ હુકમનો અમલ તો પોલીસ જ કરે. ગમે તેટલો ઘોંઘાટ થતો હોય તો લોકોને ચૂપ રહેવાનું પોતે ન કહે; પોતે તો ઘંટડી વગાડે, ઇશારે સમજાવે પણ ‘ચૂપ રહો’ એવો પોકાર તો પોલીસ જ કરે. જજ્જ ‘ચૂપ રહો’નો પોકાર કરે ને લોકો ચૂપ ન રહે તો જજ્જનું વજન ન રહ્યું એમ ગણાય. પોલીસને ન માને એની એટલી કિંમત નહિ. એ તો વળી ફરી પોકાર કરે. ન્યાયાધીશને પોતાના મોભાનો ખ્યાલ છે. જો મંદિરમાં વહીવટદારોને પણ પોતાના સ્થાનનો ખ્યાલ હોય, કાયદાની બારીકી જાણતા હોય તો કોઈની તાકાત નથી કે દેવદ્રવ્ય માટે ખોટો ઘોંઘાટ કરી શકે. કોઈ ખોટી ગરબડ ઊભી કરવા જાય તો તરત નોટિસ આપે કે અહીં આગમ અનુસારે બંધારણ મુજબ જ વહીવટ થશે. કોઈ ખોટી ટીકા-ટિપ્પણ કરી વહીવટમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ 1275 ૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ડખલગીરી ઊભી કરશે તો તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.” આટલી નોટિસથી જ મોટે ભાગે મામલો શાંત થઈ જાય. પરંતુ ખરી વાત એ છે કે જો વહીવટદાર પોતે જ અજ્ઞાન હોય અને પોતાની ફરજનું એને ભાન પણ ન હોય તો શું થાય ? જરા પાઘડી મોટી દેખાય કે વહીવટ સોંપવામાં આવે પણ બીજી બધી લાયકાત ન જોવાય ત્યાં આવી દશા થાય. વહીવટદારો પોતાની ફરજને બરાબર વળગી રહે તો દશા જુદી હોય. ગવર્નમેન્ટ પાસે હજારો ખાતાં હોય છે પરંતુ જે ખાતાના પૈસા હોય તે તે ખાતામાં જ જમા થાય. ત્યાં કોઈએ અમુક ખાતામાં કેમ ન લઈ જવાય !” એવું ન પૂછ્યું. દેવદ્રવ્ય સામે નજર કરનારાઓને : * આજે કેટલાક દેવદ્રવ્ય માટે કહે છે કે ભગવાનની ભક્તિ માટે અર્પિત થયેલું અને ભેગું થતાં થતાં વધી પડેલું દ્રવ્ય બેકાર શ્રાવકોને કેમ ન અપાય ? આ કેવો પ્રશ્ન ? રાજ્યનાં સેંકડો ખાતાં હોય પણ દરેકનો વહીવટ અલગ જ હોય. તેમ અહીં પણ બંધારણ હોય એ પ્રમાણે જ વપરાય. તેમાં મરજી ન ચાલે. • સભાઃ “બંધારણ તો સંઘે જ રચેલું ને ?' હા ! પણ સંઘ કોણે રચ્યો ? શ્રી જિનેશ્વરદેવે. સંઘ તે કે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને. આગમાનુસારી બંધારણ હોય તે જ માન્ય થાય. આગમથી વિરુદ્ધ બંધારણ રચનારા સંઘ બહોર ગણાય. સંઘમાં રાજ્ય કોનું ? અમદાવાદના સંઘનું, કે મુંબઈના સંઘનું ? કહો કે એ કોઈનું નહિ; પરંતુ ભગવાન શ્રી મહાવીરદેવનું. ભગવાન શ્રી મહાવીરદેવના કાયદાને બાજુ પર રાખી જો કોઈ સ્વચ્છંદીઓ પોતાને ફાવતા જુદા કાયદા કાઢે તો તે જાણે; પણ તેવાઓ આ સંઘમાં ન રહી શકે. કોર્ટ અને જેલનાં મકાનો બાંધે કડિયા-સુથાર, પણ એ કહેવાય સરકારનાં. એનો વહીવટ સરકારના કાયદા પ્રમાણે ચાલે, કડિયા સુથારના કાયદા પ્રમાણે નહીં. એ જ રીતે પ્રભુભક્તિ માટે અર્પણ કરાયેલા લાખો રૂપિયાનો વહીવટ આગમે ફરમાવેલ કાયદા મુજબ ચાલે, વહીવટદારની મરજી પ્રમાણે નહીં. એ મિલકત ખાઈ જવાનો કોઈ હક્ક નથી. તમારી પાસે ઘણી મિલકત હોય તો મહિને ખર્ચ જેટલા રૂપિયા રાખી બાકીના આપી દેવા તૈયાર છો ? ત્યાં તો કહેવાના કે “એ તો મારી મિલકત ! આપી કેમ દઉં ?' તો પછી આ મિલકત મરજી મુજબ ગમે ત્યાં આપી દેવાનો તમને શો અધિકાર છે ? લાખો રૂપિયાનો વહીવટ કરનાર મુનીમને પેઢીનો માલિક હોશિયાર જરૂર કહે પણ એ જ મુનીમ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 પૈસાની ઉઠાવગીરી કરતો માલૂમ પડે તો માલિક એને હાથકડી પહેરાવે. એ જ રીતે તમે અને અમે પ્રભુશાસનના સેવકો છીએ. એ શાસનના એ કાયદા મુજબ વર્તવા બંધાયેલા છીએ. જેને એ કાયદા ન ગમે તે રાજીનામું આપે. રાજીનામું ન આપે ત્યાં સુધી તો એને શાસનના કાયદા માનવા જ પડે. મુનીમને પણ જ્યારે પોતાના શેઠની નોકરી ન ફાવે ત્યારે રાજીનામું આપી છૂટો થાય પણ એ શેઠની ગાદી પર બેસી બીજાનું કામ કરે એ ન ચાલે. રાજના અમલદારને ન ફાવે તો રાજીનામું આપે તે વાત જુદી પણ ખુરસી પર બેસે ત્યાં સુધી રાજ્યના કાયદા મુજબ એને વર્તવું જ પડે. એકસો ચોવીસમી કલમ લાગુ થતી હોય તો ગમે તેને પણ એ અમલદારે સજા કરવી જ પડે. જજ્જ ભલે હિન્દી હોય અને દેશના આગેવાનોને પકડીને એની સામે ખડા કર્યા હોય તો પણ એને કાયદેસર સજા કરવી જ પડે. એ ગમે તેવા તોયે નોકર કોના ? પોતાને કામ કરવું ન રૂચે તો રાજીનામું આપે એ વાત જુદી પણ રાજીનામું ન આપે, એ જ ખુરસી ૫૨ બેસે અને કાયદા પ્રમાણે ન વર્તે તો, એ ન ચાલે. 1275 62 નિયમ વિના ક્યાંય ચાલતું નથી. આ તો કહે છે કે દેરાસરમાં પૈસા વધી પડ્યા છે પણ એમને કહીએ કે જેને રોજનું પચાસનું ખર્ચ અને પાંચસોની આવક હોય એ બધા સાડા ચારસો આપી દે છે ખરા ? એ બંગલા બગીચા ઊભા કરે, હીરાના હાર પહેરે તો એમાં ના પાડી શકો છો ? કોઈ એને કહે કે ભલા ! તારે તો પાછળ કોઈ ખાનાર પણ નથી તો પછી આપી દે ને ? અને પેલાની આપવાની મરજી ન હોય તો પડાવી લેવાય ખરા ? ભગવાનની મિલકત વધી પડી તે એમની આંખે ચઢી પણ એ ભાગ્યહીનોને ખબર નથી કે જેના લાખ્ખો ભક્ત હોય તેની તિજોરી તર હોય એમાં નવાઈ શી ? એ તો ત્રણ જગતના નાથની પુણ્યાઈનો પ્રભાવ છે. એમના પુણ્ય સામે બળતરા કરવી નકામી છે. પોતાને ભક્તિ કરવી ન ગમે તો ન કરે પણ બીજાને અટકાવી ન શકે. તેમ જ .બીજાએ અર્પણ કરેલા દ્રવ્ય માટે ખોટો બબડાટ પણ ન કરી શકે. આગમને આઘું મૂકીને મનફાવતા બંધારણ ઘડનારા સંઘ, એ સંઘ નથી. મરજી મુજબ બંધારણ ઘડનારા સંઘ બહાર : સભા ‘આગમમાં આ બધું છે ?’ આગમ અને આગમાનુસારી ન હોય તેવી એક પણ વાત આ શાસનમાં ન હોય. એ સિવાયની વાત કરનાર શ્રી જિનેશ્વરદેવનો સાધુ નથી. આ વાત જેઓ છતી આંખે પણ ન જોઈ શકે તેનો ઉપાય નથી. મૅજિસ્ટ્રેટની કચેરીમાં કામ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 126 વધી પડે તો બીજા વધારાના મેજિસ્ટ્રેટ બોલાવે છે ને ? એ કામને પહોંચી વળવા માટે બોલાવે છે. એ માટે બોલાવવાનો એમને હક્ક છે. એ રીતે આચાર્યો, મુનિવરો, જે જે બંધારણ નક્કી કરે તે ભગવાન શ્રી મહાવીરદેવના મુખ્ય બંધારણને પહોંચી વળવા માટે. ગીતાર્થે આચરેલી, અન્ય ગીતાર્થોએ નિષેધ નહિ કરેલી અને શાસ્ત્રથી બાધિત ન હોય, તેવી પ્રવૃત્તિને ગીતાર્થ દૂષિત ન કરે પણ નભવા જ દે. જે ગીતાર્થની આજ્ઞા માનતો નથી તે શ્રી જિનેશ્વરદેવને માનતો જ નથી. જ્ઞાનીએ કહ્યું તે જ ગીતાર્થ કહે. પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જ્યારે વવો દરિ પ ... એ શ્લોકનો ભાવ ન સમજ્યા ત્યારે એ શ્લોક બોલનાર સાધ્વી પાસે અર્થ જાણવા ગયા. સાધ્વીજીએ ગુરુ પાસે મોકલ્યા. ગુરુએ કહ્યું કે એ જાણવા માટે સાધુ થવું પડશે. એમણે તરત એ વાત કબૂલ કરી, પણ એમ ન કહ્યું કે “હું મોટો પંડિત. મારે વળી ભણવાનું શું ?' બી.એ. થયા પછી પણ એલએલ.બી. થવા માટે ભણવું પડે ને ? “મને ભાષાજ્ઞાન છે માટે કાયદા મારી મેળે વાંચી લઈશ', એમ કહે એ ન ચાલે. સરકાર કહે છે કે ગ્રેજ્યુએટ ભલે થયા પણ વકીલાતનો ધંધો કરવો હોય તો એલએલ.બી. નો કોર્સ કરો, પરીક્ષા પસાર કરો અને ડીગ્રી મેળવો. જો પરીક્ષા વિના, ડીગ્રી મેળવ્યા વિના બધાને વકીલાત કરવાની છૂટ આપવામાં આવે તો એક પણ કોર્ટ ન ચાલે. સૌ કાયદાના જુદા જુદા અર્થ કરે. પરીક્ષા પાસ કરી ચૂકેલા વકીલો પણ કાયદાના જુદા જુદા ગમે તેટલા અર્થ કરે પણ જજ જે ફેંસલો આપે એ જ પ્રમાણભૂત ગણાય. ત્યાં મોટા બૅરિસ્ટરથી પણ જજને એમ ન કહેવાય કે-“હું મોટો બાર-એટ-લો અને તમે સામાન્ય જ્ઞાન ધરાવનાર વકીલ, માટે હું કહું તે જ સાચું.” એ જ રીતે અહીં પણ પોતાની મરજી મુજબ બંધારણ ઘડવાની વાતો કરનારા સંઘ બહાર છે. સભાઃ “વસ્તુના ભાવમાં જેમ ફેરફાર હોય છે તેમ બંધારણમાં ફેરફાર હોય તો વાંધો શો ?' વસ્તુના ભાવમાં ફેરફાર થાય પણ વસ્તુમાં ફેરફાર ન ચાલે. સોનાના વરખની શક્તિ ન હોય તો રૂપાના ચઢાવાય અને તે પણ શક્તિ ન હોય તો તે ન ચઢાવાય તે વાત જુદી પણ બનાવટી ન ચાલે. કોડી ચાલતી ત્યારે તેનાથી વ્યવહાર Page #110 -------------------------------------------------------------------------- ________________ 127 : એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૮૯ થતો, દ્રમુક ચાલતો ત્યારે તેનાથી અને આજે રૂપિયા ચાલે છે તો તેનાથી અને નોટ પણ ચાલે છે પરંતુ તેમાં સિક્કે કોનો ? તે તો નક્ક હોય ને? સોનૈયાની કિંમતમાં કેટલીયે વખત ફેરફાર થયા પણ એ રૂપિયો ન કહેવાણો અને રૂપિયો કદી સોનૈયો ન કહેવાણો. ઘી પહેલાં રૂપિયાનું સાત શેર મળતું હતું આજે શેર સવાશેર અને વચ્ચે અરધો શેર પણ થઈ ગયું હતું. એમ ભાવમાં ફેરફાર થાય પણ વસ્તુમાં ફેરફાર ન ચાલે. જેટલાં બંધારણ આગમથી વિપરીત હોય તે બધાં બનાવટી. ફેરફાર બધા કબૂલ પણ તે આગમને અનુસરતા હોવા જોઈએ. આગમથી બાધિત હોય તે આપણને નામંજૂર. ભગવાન પણ જ્ઞાની અને છઠ્ઠથી ઓછો તપ નથી કર્યો; ગૌતમ મહારાજા ચૌદ પૂર્વધારી અને છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. એ જ્ઞાન, એ સંયમ તથા એ તપ અમારામાં નથી એ વાત ખરી પણ જે પાળીએ છીએ તે એમની આજ્ઞાનુસાર અને એમનું જ સંયમ. અમારાથી તેવું નથી પળાતું માટે બંધારણ સહેલું બનાવવાની વાતો અમારાથી કરાય નહિ. ચલાતું નથી માટે ઘોડા વગરની ગાડીમાં બેસવામાં હરકત નથી એવું નક્કી કરીએ તો ચાલે ? હા ! એ ફેરફાર થાય કે પાંચ ગાઉ ચાલતા હતા તે હવે શક્તિ ઘટી જાય છે માટે બે ગાઉ ચાલીએ; સીધો વિહાર કરતા હતા તે હવે વચ્ચે દરેક ગામે બબ્બે ચાર ચાર દિવસ રહેતા રહેતા વિહાર કરીએ: એ અમારાથી થઈ શકે, કારણ કે એમ કરવાની એમને ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞા છે. “ સોનાના વરખ ચઢાવવાની શક્તિ ન હોય તે રૂપાના ચઢાવે અને તેય શક્તિ ન હોય તે ન ચઢાવે. શહેરમાં ભગવાનને રોજ વરખ ચઢે છે, આંગી થાય છે અને ગામડામાં એ ન પણ થાય એમ બને પણ કેસરને બદલે કંકુથી પૂજા થાય ? ગુલાબને બદલે આકડાનાં ફૂલ ચઢાવાય ? ના. એ તો ન જ બને. મુનિથી ઉપવાસ આદિ ન થાય તો ઊતરતાં ઊતરતાં છેવટ નવકારસી કરે ત્યાં સુધી ચાલે, કેમકે એ આજ્ઞા છે. પણ કોઈ મુનિ રાત્રે ખાવાની છૂટ માગે તો ચાલે ? બિલકુલ ન ચાલે. એ પણ ફેરફાર જ છે ને ? પણ એવા ફેરફાર ન જ કરાય. દશ મુનિ ભેગા થાય અને સુધારો કરવાની ધૂનમાં પોતાને સંઘ માની, “જરૂર પડે તો મુનિને રાત્રે પણ ખવાય એવી છૂટ આપે તો કહેવું પડે કે એવો ફેરફાર કરનાર એ બધા સંઘ બહાર છે.' ઉપવાસ ન થાય તો આયંબિલ, નીવી, એકાસણું એમ ઘટતાં ઘટતાં છેવટ નવકારસી કરવા સુધીની ભગવાનની આજ્ઞા છે માટે ત્યાં સુધી બધું નભે. કેટલાક કહે છે કે રાત્રે ચાહ બીડીની છૂટ નથી માટે શ્રાવકો પડિક્કમણામાં ઓછા આવે છે. જો એ છૂટ અપાય તો ઘણા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1278 શ્રાવકો પડિક્કમણું કરતા થઈ જાય. તો હવે આવો ફેરફાર કરાય ? એવો ફેરફાર કરનાર સંઘ ન ગણાય. આજ્ઞા વિના દીક્ષા કેમ આપો છો ? એમ અમને પૂછવા આવે છે અને તમે કોની આજ્ઞાની રૂએ આ અમને પૂછો છો ?” એમ અમે પૂછીએ તો અમને એવું પૂછવાની ના કહે છે. સાધુઓને એ પૂછી શકે અને એ નામદારોને સાધુ કાંઈ ન પૂછી શકે, એ કેવી વાત ? સાધુઓએ જેમ આજ્ઞાધીનપણે રહેવાનું છે તેમ રસ્તે ચાલતા એ વાણિયાઓએ પણ આજ્ઞામાં આવું પડશે. ત્યાં ઉદ્દેડતા નહિ ચાલે. આજ્ઞામાં આવશે પછી જ પૂછવાનો અધિકાર પ્રાપ્ત થશે. બાકી શાસ્ત્ર માટે હું મારી મરજીમાં આવે તેમ બોલું” એમ કહેનાર માટે અમે પણ અમારી મરજી મુજબ કહીએ, તો તેનાથી વાંધો કેમ ઉઠાવાય ? ત્યાં સ્વતંત્રતા તો અહીં સ્વતંત્રતા નહિ ? બાકી અમે એક પણ દીક્ષા આજ્ઞા વિરુદ્ધ આપી નથી. આપી હોય તો સાબિત કરી આપે. વગર સમયે ગમે તેની ટીકા નહિ કરુંઃ સંઘમાં કલ્પિત બંધારણ ન ચાલે. પોતાના પૈસા ન ખર્ચવા પડે અને સાધર્મિકને સહાય કર્યાનો જશ મળે માટે દેવદ્રવ્ય સામે નજર દોડાવાય છે એ યોગ્ય નથી. કોઈ કહે “અમારે દાન દેવાની ભાવના છે પણ અમારા ધન પરથી મૂર્છા નથી છૂટતી માટે બીજાની તિજોરીમાંથી આપીશું.” એમ કહીને બીજાના ઘરમાં પેસે તો પોલીસને હવાલે થવું પડે. જો દાન માટે એવી છૂટ અપાય તો બધા જ્યાં ફાવે ત્યાં તૂટી પડે અને મૂઠી દાનમાં આપે ને મૂઠી ખિસ્સામાં નાંખે. સભા: “હાલના વહીવટદારો પૈસાને ઘેર, લોન, વગેરેમાં રોકે છે.” એ ચર્ચા હમણાં કરવા માગતો નથી. એક વાર કહી ગયો કે હાલ યોગ્ય વહીવટદારો ઓછા છે. છતાં એ વહીવટદારો પેલા નામદારો કરતાં ઘણા સારા છે. પેલા તો ખાઈ જવા માગે છે જ્યારે આ વહીવટદારો. તો ઘરના પાંચ પૈસા ઘસાય તેવા છે. એટલે મારે હમણાં એમની ટીકા નથી કરવી. વ્યવહારમાં પણ મિલકતને સાચવવા ચાર પઠાણ પણ રાખવા પડે છે. ધાડપાડુથી બચવા ભીલને પણ સાથે રાખવો પડે, એને સો રૂપિયા પણ આપવા પડે, પરંતુ તે વખતે આ ભીલ તો આવો છે” એમ ટીકા ન કરાય. પ્રશ્નો બધા પૂછવાની છૂટ છે પણ આ પાટ પરથી અમારી પાસે પોતાની મરજી મુજબ બીજાઓની ટીકા કરાવી જાય એ આશા રાખવી નહિ. પ્રસંગે મારી જાતની પણ ટીકા કર્યા વિના નહિ રહું. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રાખીને ટીકા કરવાની નથી. ટીકા માટે પણ મર્યાદા હોવી ઘટે. પ્રસંગે એ વહીવટદારો ન માને Page #112 -------------------------------------------------------------------------- ________________ 1279 - કુક એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૯૧ તો એમની પણ જડતી લેવાય. પ્રસંગે દુશ્મનના હાથમાં હાથ પણ મિલાવવા પડે. મિથ્થામતિના પરિચયની તમારે માટે મના છતાં પ્રસંગે અમને છૂટ. જરૂર પડે તો કલાકોના કલાકો એમની સાથે વાતચીત અને ધર્મચર્ચા કરવાની અમને છૂટ. મોટા પુરુષોને અમારા કરતાં પણ વધારે છૂટ. કુતર્કવાદીઓનું સાહિત્ય ન વાંચો: સભાઃ “ચોખા તથા બદામ વગેરે મંદિરમાં મુકાય, પછી તે વેચાય, ફરતાં ફરતાં શ્રાવકના ઘરમાં આવે ને એના પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ ન લાગે ?' આ બધા પ્રશ્નો મિથ્યા ભ્રમ પેદા કરનારા છે. માનો કે એક મંદિર છે. સમયનું પરિવર્તન થતાં મંદિર નષ્ટ થઈ ગયું. લક્ષ્મી એમાં રહી ગઈ. સેંકડો વર્ષો વીતી ગયાં. જમીનના માલિક બદલાતા ગયા. છેલ્લે જે માલિક બન્યો છે તેને કલ્પના પણ નથી કે પૂર્વે અહીં મંદિર હતું. એ સ્થાનની દીવાલમાંથી ધન નીકળે ને એ ભોગવે તો તેને દેવદ્રવ્યનો ભક્ષક કહેવાય ? બરાબર વિચાર કરો. ધર્મથી ખસેડવા માટે ધર્મના વિરોધીઓએ ઉપજાવી કાઢેલા આ બધા પ્રશ્નો છે. મંદિરમાં ચોખા બદામ મૂકવા જૈ નહિ એવું ઠસાવવાનો એમનો હેતુ છે. વસ્તુનું સંપૂર્ણતયા રૂપાંતર થઈ જાય પછી આવા પ્રશ્નો ઊભા રહેતા નથી. પણ ભોળા જનોને ભ્રમમાં નાખવા ઠાવકા મઢે એવી વાત કરે કે-“અરે ! આ રીતે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો શી ગતિ થાય ?' પેલા બિચારા વિચારમાં પડી જાય એટલે હળવે રહીને ઠસાવી દે કે ચોખા બદામ મૂકવા જ નહિ, જેથી દોષ તો ન લાગે. માર્ગને ઉડાવવાની આ બધી તરકીબો છે. ચોખા બદામ મૂકવા બંધ થાય એટલે અક્ષત, ફળપૂજા ઊડી ગઈ. એ રીતે નૈવદ્યપૂજા પણ ઊડી જાય. અને આગળ વધતાં બીજા-ત્રીજા દોષોનાં બહાનાં ઊભાં કરી બાકીની પૂજા પણ ઉડાવી દેવાય. ભોળા લોકોને ધર્મવિમુખ બનાવી દેવા માટે ધર્મવિરોધી વર્ગે ઊભી કરેલી આ કુપ્રશ્નોની હારમાળા છે. શાસ્ત્ર કહે છે કે સુતર્ક કરતાં કુતર્ક અનેકગણા છે. એવા કુતર્ક કરનારાઓને બધા ઉત્તર આપવાની જરૂર નથી. ગમે તેવો તત્ત્વજ્ઞાની હોય પણ સામો પછી. પછી પછી.... એમ પૂછ્યા જ કરે તો અંતે એને એમ જ કહેવું પડે કે-પછી પછીત અને આગળ ભીંત. અમે હાર્યા ને તું જીત્યો બસ ! તારા જેવાથી હારવામાં જ અમારું કલ્યાણ છે. તમે એવા શ્રદ્ધાહીનોનાં સાહિત્ય ન વાંચો. એ તો કહે છે કે મંદિરમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1230 ભગવાન સામે વસ્તુઓ ધરતી વખતે આપણી જેવી કલ્પના હોય તે રીતે તેનો ઉપયોગ કરવામાં વાંધો શો ? પતાસું બાબાનું, બદામ બેબીની, સાકર ચામાં નાખવા અને પૈસાનું પાન ખાવાનું. મૂકતી વખતે જ આવી બુદ્ધિ હોય પછી એ દેવદ્રવ્ય ક્યાં રહ્યું ? બોલો, તેમની આ વાત તમને માન્ય છે ? આગળ વધીને તેમની બુદ્ધિનો વિશેષ પરિચય કરાવતા એ બુદ્ધિનધાનો કલ્પના દોડાવે છે કે જ્યારે મંદિરમાં લઈ ગયેલા નૈવેદ્યાદિ નથી ખપતાં તો તે જે થાળમાં લઈ જવામાં આવે છે તે થાળ કેમ ખપે ? એને પૂછો કે “મંદિરમાં ગયેલું તારું શરીર તને કેમ ખપે ?” પછી મંદિરમાં ગયેલો પાછો કેમ આવે છે ?” આવી સ્વચ્છંદી કલ્પનાઓ કરી કરીને ભદ્રિક લોકોને ધર્મભાવનાથી પતિત કરે છે. કહે છે કે-કેસરથી પૂજા કર્યા પછી હાથ ગમે તેટલા ધોઈએ તોયે નખમાં કેસર રહી જાય અને એ પેટમાં જાય માટે કેસર વાપરવું જે નહિ. પછી તો મંદિરમાં પણ નહિ જવાય; કારણ કે ફૂલની સુગંધ નાકમાં પેસી જાય ને ? મહાનુભાવો ! ગાંડાઓએ ઉપજાવી કાઢેલી આવી કુતર્કની જાળમાં તમે ફસાતા નહિ . કોઈ બુદ્ધિમાનો વળી એમ પણ કહે છે કે “મંદિરમાં જવું અને ભગવાનની પૂજા કરવી એ તો આપણા કલ્યાણ માટે છે, એટલે કે આપણા સ્વાર્થ માટે છે અને મંદિર ને મૂર્તિ તો દેવદ્રવ્યથી બનેલાં છે; તો પોતાના સ્વાર્થ માટે એ મંદિરમાં ન જવાય અને એ મૂર્તિની પૂજા પણ ન થાય.' સામાન્ય બુદ્ધિવાળાને પણ એમનો આશય સમજાઈ જાય તેવો છે. મંદિર, મૂર્તિ અને પૂજા એ બધું ઉડાવી દેવા માટેના જ તેમના આ બધા કુતર્કો છે. શાસ્ત્ર કહે છે કે પૌગલિક સ્વાર્થ માટે એનો ઉપયોગ ન થાય પરંતુ આત્મિક સ્વાર્થ માટે એ સ્થાનો ઊભાં કરાયાં છે. આત્મિક સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવાની તો ભગવાનની આજ્ઞા જ છે. લાગેલો થાક ઉતારવા કે ઘડીભર ઠંડી હવા ખાવાના ઇરાદે મંદિરનો ઉપયોગ ન કરાય પણ દોઢ કલાક ભગવાન સામે દૃષ્ટિ રાખી જાપ કરવા બેસાય; એમાં હરકત છે જ નહિ. સભા: “દેવદ્રવ્યમાં પોતે આપેલા પૈસા કોઈ પાછા માગે તો અપાય ? તમારો વ્યવહાર શું કહે છે ? નાટક જોવા પાંચ રૂપિયાની ટિકિટ લઈને અંદર પેઠા પછી એ નાટક ગમે કે ન ગમે તોયે પૈસા પાછા માગો તો આપે ? રેલવેનો ત્રણ મહિનાનો પાસ કઢાવ્યો ને મહિના પછી પૈસા પાછા માગો તો આપે ? અરે, એકને બદલે બીજાને મુસાફરી કરવાની પણ મના છે. પકડાય તો દંડ કે સજા થાય. જેમ દરેક જગ્યાએ બંધારણ હોય છે તેમ આ શાસનમાં પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ 1291 – ૬ઃ એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૯૩ બંધારણ છે. બંધારણ વિનાનું અને મન ફાવે તેમ વર્તી શકાય તેવું આ શાસન નથી. એ સ્વચ્છેદીઓ સાધુઓ સામે પડીને કદી ફાવવાના નથી ? આ શાસન જેવું મજબૂત બંધારણ દુનિયાભરમાં બીજે ક્યાંય જોવા નહિ મળે. મન ફાવે તેમ વર્તનારાઓની એમાં આંગળી કદી ખેંચવાની નથી. માટે તે આગમો ન જોઈએ, આગમો ઊંચાં મૂકો” એવી બૂમરાણ મચાવે છે. એ સમજે છે કે આગમ માન્યું, શાસન માન્યું તો અમે મર્યા છીએ. માટે આગમો અને એ આગમ વાંચનારા સાધુઓ ન જોઈએ, એવો એમનો પોકાર છે. આગમ જીવે અને રોજ રોજ આગમોનાં પાનાં વાંચનારા જીવે ત્યાં સુધી એમનાં છાપાં, એમની કલમો, એમના કાયદા અને એમની બુદ્ધિ એ કાંઈ ચાલવાનાં નથી; એ નકામાં છે; એમ એ પોતે સમજે છે. માટે તો એ આગમ અને આગમનાં પાનાં રોજ ને રોજ વાંચનારા સાધુઓ એમને નવરા લાગે છે અને ખપતા નથી. એ લોકો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “આવા ગુલામીની બેડી ઠોકનારા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સમાજનો ઉદય થવાનો નથી.” એ સ્વતંત્રવાદીઓની ભાષાની આસભ્યતા છે. દીક્ષાની નિયમાવલીની વાતો એ તો એમનો ઉપરનો દેખાવ છે બાકી એમને એ કશાની પડી નથી. સાધુઓ જો કહી દે કે “અમે હવે આવું કાંઈ કહેવા માગતા નથી' તો એ લોકો મૌન થઈ જાય. પણ દી ઊગ્યે સાધુઓ પાસે બેસે, સંસારની અસારતાને વર્ણવે અને વિષયસામગ્રીને નિંદ, એ એમને ખટકે છે. હવે તો અહીં વ્યાખ્યાનમાં આવી સાચું સમજનારી સ્ત્રીઓ પણ એમના ધણીને ધર્મના વિષયમાં આવું જેમ તેમ ન બોલવા સમજાવે છે. મહારાજ નંદીસૂત્રના આધારે આમ કહેતા હતા' એવી ઘેર જઈને વાતો કરી કેટલીક પત્નીઓ પોતાના પતિને પાપથી રોકવા પ્રયત્ન કરે છે. એટલે હવે તો એ વળી વધારે અકળાયા છે. એટલે એમને થઈ ગયું છે કે “બસ, હવે તો સાધુ જ ન જોઈએ.” માટે હવે તેઓ સાધુઓને ઝઘડાખોર કહે છે. એમને માટે ગમે તેમ બોલીને મામલો ખતમ કરવા માગે છે. પોતાને ક્રાન્તિકારી અને બળવાખોર સમજતા એ લોકો હવે એમ માની બેઠા છે કે આગમો અને સાધુઓ પર ચડાઈ કર્યા વિના છૂટકો નથી. એટલે વારંવાર એ બે સામે આક્રમણ લાવ્યા કરે છે પણ હું તેમને ચેતવું છું કે શ્રી જિનેશ્વરદેવનાં આગમ અને એમના સાધુ સામે હલ્લો લાવવો તે બળિયા સાથે બાથ ભીડવા જેવું છે. ભાંગ્યું તોય ભરૂચ કહેવાય છે, એમ જેવા તેવા તોય આ Page #115 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1232 ભગવાન શ્રી મહાવીરના સાધુ છે; ઢીલાપોચા તોય એ શ્રી મહાવીર ભગવાનના સંતાન છે; એમનો લેબાશ ભગવાન શ્રી મહાવીરદેવનો ફરમાવેલો છે એમની સાથે બાથ ભીડવામાં સાર નહિ કાઢો, એ મારી ચેલેંજ છે. ભરત ચક્વર્તી જેવા બળિયા પણ ત્યાગને શરણે ગયેલા બહુબલિજીના ચરણોમાં ઝૂકી પડ્યા; અર્થાત્ ત્યાગ સામે એમના જેવાને પણ નમવું પડ્યું છે; તો આ બધા તો વિષય કષાયના ગુલામો, હૉટેલ જોઈને તરત અંદર ઘુસનારા, ચા પાન બીડી સિગારેટના પનારે પડેલા કાયરો, નારીના નચાવ્યા નાચનારા પામરો, ત્યાગી સાધુઓ સામે પડીને કદી જીજ્યા નથી અને જીતવાના પણ નથી; આ મારી વાત તેઓ હૈયામાં કોતરી રાખે. શ્રી સંઘમેરૂના નિયમોરૂપી સુવર્ણશિલાતલ અને તેના પરના ઊંચા, ઉજ્વલ અને ઝળહળતાં ચિત્તકૂટો વિષે ગ્રંથકાર હજી પણ આગળ શું વિશેષ વર્ણન કરે છે તે હવે પછી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૧ મંગળવાર, તા. ૧૧-૩-૧૯૩૦ 87 • જૈનજીવનની કિંમત સમજો ! • ધર્મગુરુ કપ્તાન જેવા અને કસાઈ જેવા પણ : • જનજીવન જીવનારની જવાબદારી : • સાતેય વ્યસનોને દેશવટો : • બાળકને દૂધ વિના તેમ જૈનને દર્શન-પૂજન-વંદન વિના ન ચાલે ? • જૈનશાસનના અહિંસા-સંયમ-તપની આંશિક પ્રાપ્તિ પણ દુર્લભ : • કરેલાં પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાનો નિયમ કરો ! • જૈનજીવન માટેના સામાન્ય નિયમો : અન્ન એવો ઓડકાર : . • સાધુપણાનો ઉપદેશ પહેલો શા માટે ? જૈનજીવનની કિંમત સમજો ! . અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની મેરૂગિરિ સાથે સરખામણી કરી રહ્યા છે. પીઠ તથા મેખલાની સરખામણી કર્યા બાદ હવે ચિત્રકૂટ કે ચિત્તકૂટ-એટલે શિખરની સરખામણી ચાલે છે. ઇંદ્રિયો તથા મનને દમનાર નિયમોરૂપી સુવર્ણશિલાતલ પર શ્રી સંઘના ચિત્તકૂટો ઊંચાં, ઉજ્જવલ અને ઝળહળતાં હોવાં જોઈએ અનાદિકાળથી અયોગ્ય સંસર્ગોમાં પડેલાં હૃદય, ઇંદ્રિયો તથા મનને દમાય તેવા નિયમો લેવાના શુભ વિચારો લાવવા તે અતિશય મુશ્કેલ છે. મેરૂશૈલ ઉપર જેમ શિખરો સ્થળે સ્થળે ગોઠવાયેલાં છે તેમ ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે એવા નિયમો સંઘમાં ઠામઠામ, સંઘની દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. સંઘમાં એક વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જેના જીવન પર અંકુશ ન હોય. અંકુશહીન જીવન એ જેનજીવન નથી. જૈનજીવનની વિશિષ્ટતા સમજો ! મનમાં આવે તેમ વર્તવું, ઇંદ્રિયો માગે તે આપવું, મન તથા ઇંદ્રિયોને જરા પણ દુ:ખ ન થાય તેમ થવા દેવું, એ જ રીતે ચાલ્યા કરે તો મુક્તિ સધાય શી રીતે ? દેવ તો વીતરાગ જ, ગુરુ તો નિગ્રંથ જ, ધર્મ તો ત્યાગમય જ એમ બોલો Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છો, તો તે વનમાં બતાવવું પડશે ને ? વનને ત્યાગી બનાવવા માટે તો નિયમ છે. નિયમ એટલે આંશિક ત્યાગ. 1284 હવે સમાજનો એક ભાગ એવો છે કે જે નિયમોને તદ્દન નકામા ગણે છે. શાસ્ત્ર કહે છે કે સામાન્ય નિયમો ક૨ના૨નો આત્મા પણ એના યોગે ઊંચો ચડે છે. અણસમજુને પણ નિયમ દેવાનું આ શાસ્ત્ર એટલા માટે જ ફરમાવે છે. નાનામાં નાનો નિયમ પણ આત્મા ઉપર સુંદર અસર કરે છે. દેરાસર ગયા વિના ખાવું નહિ એટલો પણ નિયમ હોય તો બાળક પણ ઊઠ્યો કે જલદી દેરાસર જઈ આવે છે. એને ખાવું તો છે પણ દેરસર યાદ રહે છે. નિયમ વિના જે યાદ નથી રહેતું તે નિયમથી યાદ આવે છે; અને એટલો સમય ખાવાથી દૂર રહે છે. એટલી લાલસા પણ તૂટે છે. નાના નાના નિયમોથી આત્મા આગળ વધતો વધતો ઊંચો આવે છે. નિયમનો વિરોધ કરનારા, નિયમને બેડી માનનારા, નિયમથી જીવનની બરબાદી સમજનારા પોતાને સંઘ કહેવડાવે એ કઈ રીતે નભે ? એવાની ટીકા થાય એ વાજબી જ છે. આ બધી વાતો જેમ હું બોલું છું તેમ હવે તમે પણ બોલતા થાઓ ! વ્યાખ્યાન સાંભળીને જે સાંભળ્યું હોય તે ઘરે સ્નેહી પાસે અને બજારમાં મિત્રો પાસે કહેવું, વિચારવું અને એમાં શંકા થાય તો બીજે દિવસે તે વાતનો ગુરુને પૂછી નિર્ણય કરવો; ફરી એ વાત ઘરે કરવી, ફરી શંકા પડે તો ફરી પૂછી નિર્ણય ક૨વો; આ બધો શ્રવણનો વિધિ છે. આ રીતે વસ્તુ નિર્ણીત કરી પછી એને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. વસ્તુને હૈયામાં સ્થિર કરી એને અનુસરતું સુંદર જીવન બનાવવાની પેરવી કરવાથી વ્યાખ્યાન ફળે છે. નિયમબદ્ધ જીવન ઊંચી કોટિનું છે. સમાજનો બીજો એક ભાગ એવો છે કે જે નિયમ ભાંગવાનો ભય ધરાવી નિયમ લેવાનું જ માંડી વાળે છે. નિયમ પળે એવી પૂરી ખાતરી થાય તો જ નિયમ લેવાય એમ એ માને છે. હવે છદ્મસ્થને તો એવી ખાતરી થાય જ નહિ. આજે નિયમ પાળવાની પૂરી શક્તિ દેખાય પણ કાલે એ શક્તિ ટકી રહેવાની ખાતરી શી ? આજના કોટ્યાધિપતિને કાલે ભિખારી થતાં વાર લાગતી નથી. એવી બાબતમાં ખાતરી કોણ આપી શકે ? માટે નિયમમાં જ આત્માનું કલ્યાણ માની, ગમે તેવા વિકટ પ્રસંગે પણ નહિ ભાગવાની ભાવનાથી નિયમ લેવો, કાળથી સાચવવો છતાં દુર્ભાગ્યયોગે પતનકાળ આવે પણ ખરો; પરન્તુ એવા ભયથી નિયમ લેવાનું જ બંધ રાખવું એ વ્યાજબી નથી. ભંગ થયા પછી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ 1285 - ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય: - 87 – શ્રી જિનેશ્વરદેવના સમયમાં ઊંચી કોટિના મહાપુરુષો પણ પડવાની ભાવનાવાળા થયા હતા, પડવાની સ્થિતિમાં પણ આવ્યા હતા, અને પડ્યા પણ હતા. તો આ જમાનામાં તેવું બને એમાં નવાઈ નથી. દેશકાળનો જો વિચાર કરીએ તો ધર્મ માટે કે નિયમ માટે આ દેશકાળ તો વધારે અનુકૂળ છે. શ્રી જિનેશ્વરદેવે વિરતિ માટે-દીક્ષા માટે યોગ્ય વય આઠ વર્ષની કહી છે અને સોળ વર્ષનાને માતાપિતાની સંમતિ માગવા છતાં ન મળે તો પણ લઈ શકાય છે એમ કહ્યું છે. ભગવાનની આ વાતને નહિ માનનારા પણ આ નિયમનો અમલ દુનિયાના પ્રસંગોમાં નજરે નિહાળે છે. આ મોક્ષમાર્ગની દીક્ષા છે, જ્યારે દુનિયામાં અત્યારે દેશભક્તિ માટેની દીક્ષાની વાતો ચાલે છે. એવી દીક્ષા માટે સોળ વર્ષની વય પછી માતાપિતાની રજાની જરૂર નથી એવો કાયદો. ત્યાં પણ બહાર આવ્યો છે. એક યુવાન એ રીતે ગયો પણ છે. માબાપની દયા ખાવાની વાતો કરનારા અત્યારે ક્યાં સૂઈ ગયા છે ? આવી રીતે જનારનાં માબાપનું આગળપાછળ શું થશે ! એવું વિચારનારા ક્યાં ગયા ? યુવકસંઘવાળા ત્યાં કેમ કાંઈ બોલતા નથી ? ઊલટા ત્યાં તો એને એ લોકો વધારે છે. વર્તમાન સમય તો એવો મજાનો છે કે દુનિયા પણ આ કાયદાની પડખે અડોઅડ ઊભી રહે છે. આ સમયે આ વસ્તુ તો અત્યંત સુયોગ્ય રીતે જાહેર કરી શકાય પણ શાસનપક્ષ એ તોફાની વર્ગ જેટલી પ્રવૃત્તિ કરતો નથી. સાચી વાતને સ્વીકાર્યા વિના કોઈનો છૂટકો જ નથી. પણ જેને કામ સાધવું નથી અને ગપ્પાં માર્યા કરવાં છે એને માટે કોઈ ઉપાય નથી.. આ દુનિયામાં બાળક પાંચ વરસનું થાય એટલે નિશાળે મુકાય છે. હવે રમકડાં પર અંકુશ આવે છે. બાળકને વહાલ કરનારી મા પોતાના લાડકા બાળકને રોવડાવીને પણ એના મોંમાંથી કોલસો, માટી વગેરે કાઢી લે છે. બાળકને કેદખાના જેવી લાગે છતાં પાંચ વરસનું થયું કે ઉપાડીને નિશાળે મૂકી આવે. સમજે છે કે ચાર દી' રોશે પણ પછી ટેવાઈ જશે. મોટો થાય કે તરત નોકરી ધંધામાં જોડે છે. સમજે છે કે નહિ જોડાય તો ખાશે શું ? અરે, નોકરી ધંધા માટે કે આગળ અભ્યાસ માટે પરદેશ પણ પ્રેમથી મોકલે છે. ટિકિટ પોતે લાવી આપે છે. ટ્રેન, સ્ટીમર કે વિમાનમાં પોતે બેસાડવા જાય છે. જો કે વિદાય વખતે આંખમાં આંસુ પણ લાવે છે, કારણ કે એ એક રૂઢિ છે. આંસુ તે વખતે લાવવાં પડે છે; બાકી મનમાં તો આનંદ હોય છે. ઘરબાર-કુટુંબપરિવાર અને દેશ માટેની પ્રવૃત્તિ કરવામાં જો આ વય માટે વાંધો નથી તો પ્રભુમાર્ગે જવામાં હરકત શી ? કાયદો તો બધે સરખો લાગુ Page #119 -------------------------------------------------------------------------- ________________ 1237 ૯૯ – ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય - 87 - માત્ર ખોટા સરવાળા કરવામાં રાચ્યા કરો અને સાચી રીતે વધ્યા-ઘટ્યાનો વિચારે ન કરો તો હું કહું છું કે તમે જીવન જીવતા નથી પણ જીવન બગાડો છો. એ બગડતા જીવનને સુધારવા આ પ્રયત્ન છે. જીવનને જીવંત બનાવો. આંખથી અમી ઝરે, હૃદયમાં સદ્ભાવનાઓ ફરે અને ખાનપાનાદિની રીતભાત જોઈ કોઈ ઊંચા પ્રકારના જીવનનાં દર્શન થાય અને બીજાને પણ એવું જીવન જીવવાના ભાવ પેદા થાય તેવું જીવન જીવો ! એટલા માટે જ નિયમો તરફ તમને ખેંચી રહ્યો છું. દુન્યવી સાધનો પણ અંકુશવાળાં હોય તો સુખ આપે છે. નિરંકુશ ગમે ત્યારે આપત્તિમાં મૂકી દે. હાથી, ઘોડા અંકુશવાળા છે તો ઘરમાં અને ગામમાં રખાય છે અને રસ્તા પર ફરવા દેવાય છે. અંકુશ વિનાના તો એ બધા ભયંકર નીવડે. ધર્મગુર કપ્તાન જેવા અને કસાઈ જેવા પણ!. અંકુશ વિનાના માનવી ભયંકર બને છે. અંકુશ વિનાની મોટર બહુ બહુ તો પાંચ-પચાસને મારે પણ અંકુશ વિનાનો માનવી તો યોજનાપૂર્વક લાખોનો સંહાર કરે અને અનંતાનંત જીવોનો કચ્ચરઘાણ પણ કાઢે. ધર્મગુરુને શાસ્ત્ર કપ્તાન એટલે નિર્યામક જેવા પણ કહ્યા અને કસાઈ જેવા પણ કહ્યા. કસાઈ તો ગણતરીના જીવોના તે એક ભવનો જ નાશ કરે છે, જ્યારે નિરંકુશ ધર્મગુરુ અગણિત જીવોનાં અનંતા ભવો બગાડે છે. તમે બીજા પર અંકુશ ઇચ્છો અને તમારા પર અંકુશ જ નહિ એ કેમ ચાલે ? શેઠ પણ પગારના બદલામાં નોકર પાસે આઠ કલાકનું કામ માગે છે. તમે પણ જૈનશાસનના નોકર નથી ? જૈન બનવું હોય તો આટલું આટલું કરવું પડશે એમ આત્માને સમજાવો. પાંચ-પચાસના પગારદાર ઘાટીને હુકમ કરો છો કે મારા આવ્યા પહેલાં ઑફિસ વાળીઝૂડી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી તૈયાર રાખવાનું. આ બધું એણે બરાબર કરવું જ પડે, તો જૈન બનવા માટે કાંઈ ન કરવું પડે ? જૈન માતાના પેટે જન્મવા માત્રથી કામ સરી જાય ? દીકરો બાપ સામે બોલે તો બાપ કહી દે કે કોની સામે બોલે છે ? કાંઈ ખ્યાલ છે કે નહિ ?' એ જ રીતે શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી જિનાગમ એ આપણા બાપ નથી ? એની સામે ગમે તેમ બોલાય ? પણ માણસ પોતાની જાત સામે દૃષ્ટિ રાખી કાંઈ વિચારતો નથી એ જ મુશીબત છે. જૈન બને તેનાથી ગમે તેમ અને ગમે ત્યારે ખવાય પીવાય નહિ, ગમે તેવું બોલાય ચલાય નહિ, ગમે તેમ વર્તાય નહિ. એની દરેક ક્રિયા અવસરે જ હોય. અમુક સમયે અમુક જ ખવાય પીવાય Page #120 -------------------------------------------------------------------------- ________________ 1287 – ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય - 87 – ૯૯ માત્ર ખોટા સરવાળા કરવામાં રાચ્યા કરો અને સાચી રીતે વધ્યા-ઘટ્યાનો વિચારે ન કરો તો હું કહું છું કે તમે જીવન જીવતા નથી પણ જીવન બગાડો છો. એ બગડતા જીવનને સુધારવા આ પ્રયત્ન છે. જીવનને જીવંત બનાવો. આંખથી અમી ઝરે, હૃદયમાં સદ્ભાવનાઓ હુરે અને ખાનપાનાદિની રીતભાત જોઈ કોઈ ઊંચા પ્રકારના જીવનનાં દર્શન થાય અને બીજાને પણ એવું જીવન જીવવાના ભાવ પેદા થાય તેવું જીવન જીવો ! એટલા માટે જ નિયમો તરફ તમને ખેંચી રહ્યો છું. દુન્યવી સાધનો પણ અંકુશવાળાં હોય તો સુખ આપે છે. નિરંકુશ ગમે ત્યારે આપત્તિમાં મૂકી દે. હાથી, ઘોડા અંકુશવાળા છે તો ઘરમાં અને ગામમાં રખાય છે અને રસ્તા પર ફરવા દેવાય છે. અંકુશ વિનાના તો એ બધા ભયંકર નીવડે. ધર્મગુરુ કપ્તાન જેવા અને કસાઈ જેવા પણ ! અંકુશ વિનાના માનવી ભયંકર બને છે. અંકુશ વિનાની મોટર બહુ બહુ તો પાંચ-પચાસને મારે પણ અંકુશ વિનાનો માનવી તો યોજનાપૂર્વક લાખોનો સંહાર કરે અને અનંતાનંત જીવોનો કચ્ચરઘાણ પણ કાઢે. ધર્મગુરુને શાસ્ત્ર કપ્તાન એટલે નિર્ધામક જેવા પણ કહ્યા અને કસાઈ જેવા પણ કહ્યા. કસાઈ તો ગણતરીના જીવોના તે એક ભવનો જ નાશ કરે છે, જ્યારે નિરંકુશ ધર્મગુરુ અગણિત જીવોનાં અનંતા ભવો બગાડે છે. તમે બીજા પર અંકુશ ઇચ્છો અને તમારા પર અંકુશ જ નહિ એ કેમ ચાલે ? શેઠ પણ પગારના બદલામાં નોકર પાસે આઠ કલાકનું કામ માગે છે. તમે પણ જૈનશાસનના નોકર નથી ? જૈન બનવું હોય તો આટલું આટલું કરવું પડશે એમ આત્માને સમજાવો. પાંચ-પચાસના પગારદાર ઘાટીને હુકમ કરો છો કે મારા આવ્યા પહેલાં ઑફિસ વાળીઝૂડી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી તૈયાર રાખવાનું. આ બધું એણે બરાબર કરવું જ પડે, તો જૈન બનવા માટે કાંઈ ન કરવું પડે ? જૈન માતાના પેટે જન્મવા માત્રથી કામ સરી જાય ? દીકરો બાપ સામે બોલે તો બાપ કહી દે કે કોની સામે બોલે છે ? કાંઈ ખ્યાલ છે કે નહિ ? એ જ રીતે શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી જિનાગમ એ આપણા બાપ નથી ? એની સામે ગમે તેમ બોલાય ? પણ માણસ પોતાની જાત સામે દૃષ્ટિ રાખી કાંઈ વિચારતો નથી એ જ મુશીબત છે. જૈન બને તેનાથી ગમે તેમ અને ગમે ત્યારે ખવાય પીવાય નહિ, ગમે તેવું બોલાય ચલાય નહિ, ગમે તેમ વર્તાય નહિ. એની દરેક ક્યિા અવસરે જ હોય. અમુક સમયે અમુક જ ખવાય પીવાય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1238 અને અમુક તો ન જ ખવાય પીવાય એ બધું નિયત છે. જૈન બનનારે આ બધા નિયમો કરવા પડે. જૈનજીવન જીવનારની જવાબદારી: સુસ્તી ઉડાડવા અને સ્કૂર્તિ લાવવા ચાહ, બીડી, સિગારેટ વગેરે જૈનને ન હોય. એ તો ઊભા ઊભા આવશ્યક ક્યિા કરે એટલે એના શરીરમાં સ્કૂર્તિ આવી જ જાય. સૂર્યોદય પહેલાં તો એ પૂરેપૂરો સ્વસ્થ ગઈ ગયો હોય. આજની હાલત તો વિચિત્ર છે. આંખો ચોળતો ઊઠે અને પથારી નીચે રાખી મૂકેલ બીડી બાકસ હાથમાં લઈ મીંચેલી આંખે જ બીડી સળગાવે. એ બીડી ફૂંકે ત્યારે તો આંખ ઊઘડે અને એ ઊઘડે કે તરત ચા જોઈએ. શાસ્ત્ર કહે છે કે શ્રાવકે ચાર ઘડી રાત બાકી રહે ત્યારે ઊઠવું જ જોઈએ. ચાર ઘડી એટલે બે સામાયિકનો કાળ થયો. શ્રાવક કદી ઘોરે નહિ. ઊઠતાંવેંત નવકારમંત્રનું સ્મરણ કરી અશુદ્ધ હોય તો શુદ્ધ બની આવશ્યક ક્રિયા કરે. તેમાં પોતાના એક એક પમ્પની જડતી લે. રાત્રીમાં થયેલ ખરાબ ભાવનાઓ, આવેલ દુ:સ્વપ્નો, સેવેલા વિષ્પી, વિષયાંધ બની આચરેલાં દુષ્કૃત્યો એ બધાને તપાસી ઝાપટી નાખે. ઇરિયાવહી કરતાં અઢારે પાપસ્થાનકો ખૂબ વિચાર કરી, આલોચી, આત્માને શુદ્ધ બનાવે. હૈયું એવું પહોળું કરે કે પાપનો ચિતાર ખડો થાય ને આંખમાં પાણી આવી જાય. આવશ્યક અને સામાયિકમાં સ્વાધ્યાય આદિ કરી ઘરમંદિરમાં જઈ અગ્રપૂજા કરે, પચ્ચકખાણ કરે અને પછી ત્યાંથી સંઘના જિનમંદિરે જઈ ત્યાં પણ અગ્રપૂજા ચૈત્યવંદનાદિ કરી ગુરુ સમીપે જઈ ગુરુવંદન કરી ગુરુમહારાજના સંયમાદિના ખબર પૂછે. સંઘના મંદિરે તેમજ ગુરુ પાસે ફરી પચ્ચખ્ખાણ કરે. ત્યારબાદ પેટમાં નાંખવાની જરૂર હોય તો ઘરે જઈ તે કામ પતાવીને પાછો જિનવાણી સાંભળવા આવે. આ બધો વિધિ છે. ઠીક છે કે મુંબઈ જેવું શહેર હોય, વસવાટ બહુ દૂર હોય ને આ બધી વિધિ બની શકે તેમ ન હોય તો એ વાત જુદી છે પણ વિધિ આ. જૈન જીવન જીવનાર ગમે ત્યારે ઊઠે, ગમે તેવું અને ગમે ત્યારે ખાય પીવે અને ગમે તેમ વર્તે એ ચાલે જ નહિ. માટે નિયમોની જરૂર છે. નિયમ કરો અને સહવર્તીઓને કરાવો. આ પ્રવૃત્તિથી શ્રી સંઘના સ્વરૂપનું જે વર્ણન ચાલે છે તે સ્વરૂપ બરાબર જળવાય. જૈન જીવન તુચ્છ ન જ હોય. જૈન જીવન જીવી ન શકે તેણે જૈન હોવાની નામનાનો મોહ મૂકી દેવો ઘટે. ઉદારતાના અંશ વિના પોતાને શ્રીમાન તરીકે ઓળખાવનાર તરફ તો દુનિયા આંગળી ચીંધ-આજના જૈન ગણાતાઓને ખાવાનો, પીવાનો, સૂવાનો, ઊઠવાનો કે હરવા-ફરવાનો કશો નિયમ નથી. તો કૂટ (શિખરવગર પહાડ શોભે શી રીતે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ 1289 – ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય - 87 – ૧૦૧ સાતેય વ્યસનોને દેશવટોઃ નિયમો લ તે જીવન પર અસર કરે તેવા લેજો. બારેય ભાગોળ મોકળી રાખીને નિયમો લેશો તો તેવા નિયમોથી જીવન સફળતા નહિ પામે. જૈનની આંખ, કાન, નાસિકા, જીભ કે સ્પર્શનેન્દ્રિય નિરંકુશ ન હોય. દરેક ઇંદ્રિય પર એનો બરાબર અંકુશ હોય. સાત વ્યસનનો ત્યાગ એ તો જૈનોનો સામાન્ય નિયમ. જૈનકુળમાં સાત વ્યસન તો હોય જ નહિ. મદિરા, માંસ, રાજદંડ, નીપજે તેવી ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન : આ સાત વ્યસનો જૈન માબાપને પેટે જન્મેલો કદી ન સેવે. કુમારપાળ મહારાજાએ આ સાતે વ્યસનનાં પૂતળાં બનાવી, એને ગધેડે બેસાડી; ઉદ્ઘોષણાપૂર્વક દેશપાર કર્યા હતાં. આમ કરીને પોતાના અઢાર દેશની પ્રજાને સૂચવ્યું હતું કે જે કોઈ આ સેવશે તે આવી દશાને પામશે. આ રીતે મહારાજા કુમારપાળે એ વ્યસનોને પોતાના આખા દેશમાંથી હાંકી કાઢ્યા હતાં તો તમે તમારાં ઘરોમાંથી તો એને કાઢી શકો ને ? કદાચ ઘરમાંથી ન બને તો પોતાના જીવનમાંથી તો એને દૂર ” કરાય ને ! એ સાતે વ્યસનમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ, આબરૂ કે મજા નથી. આબરૂની, ધર્મની અને પ્રાણની, એ તમામની હાનિ છે. એ તો પશુ જેવું જીવન છે. એને માણસ મટી હેવાન બનતાં વાર લાગતી નથી. જૈન માટે તો આ નાનામાં નાનો નિયમ છે. જૈન બચ્ચામાં આમાંનું એક પણ વ્યસન હોવું ન ઘટે. આ નિયમો તો જૈનજીવન સાથે જડાયેલા હોય. હવે આગળ ચાલો. બાળકને દૂધ વિના તેમ જૈનને દર્શન-પૂજન-વંદન વિના ન ચાલે ! શ્રાવકને જિનપૂજા કરવાનો નિયમ અવશ્ય હોય. જિનપૂજન કર્યા વિના શ્રાવક ગરમ રસોઈનું ભોજન કરે એ મનાય જ નહિ. પણ આજે એ નજરે દેખાય ત્યારે માંન્યા વિના છૂટકો પણ નહિ. આજે ઘણો ભાગ એવો છે કે જે જિનપૂજા નથી કરતો. જિનપૂજન વિના, ગુરુના યોગે ગુરુવંદન અને જિનવાણીના શ્રવણ વિના જૈન રહે જ નહિ. જ્યાં જિનમંદિર ન હોય ત્યાં પણ ઈશાન ખૂણા તરફ સીમંધરસ્વામી સામે બેસી તેટલો વખત ભક્તિ કરે. બાળક જન્મે એટલે દૂધ પીધા વિના ન રહે અને મોટું થયા પછી બેત્રણ વખત ખાધા વિના ન રહે તેમ જેને થયો એટલે જિનપૂજન, ગુરુવંદન અને વ્યાખ્યાન-શ્રવણ વિના ન જ રહે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1290 જૈનશાસનના અહિંસા-સંયમ-તપની આંશિક પ્રાપ્તિ પણ દુર્લભઃ અજ્ઞાનીના ઘડેલા કાયદામાં દોષ આવ્યા વિના રહે જ નહિ. આ વાત કોઈની ટીકા કરવા માટે નહિ પણ વસ્તુ સમજાવી દિશાસૂચન કરવા માગું છું. જૈન સાધુ અને શ્રાવક એ તમામ માટે પહેલાં તો એ જ કાયદો કે એકથી અધિક વાર ભોજન ન કરવું. ન ચાલે તો પછી બે વાર અને એમ કરતાં છેવટે જરૂર પડે એટલી વાર ખાવાની છૂટ આપી પરંતુ તે સૂર્યોદય પછીની બે ઘડી પછી અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પહેલાંના સમયમાં જ; તે સિવાયના આગળ પાછળના સમયમાં નહિ, એ નિયમ-સૂર્યાસ્ત પહેલાની છેલ્લી બે ઘડીમાં ખાવું એ અપવાદ છે, રાજમાર્ગ નથી. સૂરજ ડૂખ્યા પછી તો વ્યાપાર પણ બંધ હોય. આજે હૉટેલ અને પાન બીડીના વેપાર મોડી રાત સુધી ચાલુ રહે છે. કેમકે લોકો ભટકતા થયા છે. બાકી ઘણાખરા વેપાર સૂર્યાસ્ત પછી બંધ: સટ્ટો રાતના પણ ચાલે છે પણ એમાં કાંઈ માલ લેવા દેવાનો હોતો નથી એટલે એમાં ઠગાવાની ધાસ્તી નથી માટે એ ચાલે છે. જેમાં ઠગાવાની ધાસ્તી છે તેવા કાપડ, ઝવેરાત વગેરેના વેપાર બંધ થાય છે. ઑફિસો અને કોર્ટ-કચેરીઓ સવારે અગિયારથી સાંજે છ સુધી ખુલ્લાં, પછી બંધ. અહિંસા, સંયમ અને સત્યના ધ્યેયવાળાથી રાત્રે તો ખવાય જ નહિ. સૂર્યના પ્રકાશમાં જે સૂક્ષ્મ જંતુઓ દેખાય તે ગમે તેવી લાઈટથી પણ રાત્રે ન જ દેખાય. સાધુ, શ્રાવક અને સમકિતી માટે છેલ્લામાં છેલ્લો એ કાયદો કે સૂર્યોદય પછીની બે ઘડી પહેલાં અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પછી-એ બધા કાળમાં ખવાય જ નહિ. બે ઘડીના કાળમાં કોઈ ખાય તો એ અપવાદ; એ રૂઢ વ્યવહાર નહિ. આની સામે અહિંસા, સંયમ અને સત્યના ધ્યેયની વાતો કરનારા અજ્ઞાનીઓએ કરેલા કાયદા એ છે કે-“સવારે સાડા છ વાગે કામે લાગવું હોય માટે પાંચ વાગે ખાવું, પછી દશ વાગે બીજી વાર ખાવું. સૂર્યાસ્ત પહેલાં ત્રીજી વાર ખાવું અને પછી રાત્રે નિરાંતે ચોથી વાર ખાવું. હવે આ કાયદામાં સંયમ ક્યાં રહ્યો ! આ સંયમી જીવન કહેવાય ? આવાને સંયમનો ખ્યાલ છે એમ મનાય ? જૈન સાધુના સંયમની વાત તો દૂર રહી પણ આમાં તો ભ્રષમુનિઓનું સંયમ પણ ક્યાં રહ્યું ? સંન્યાસીઓના જીવનનું સંયમ પણ આવું ન હોય. અરે, વૈષ્ણવો પણ ઘણા સાંજે પાંચ વાગે ખાઈ લે છે. સભા: “અહિંસાનું સ્વરૂપ સમજાયું ન હોય તો આવું ન બને ?” આ વાત સંયમી જીવનની ચાલે છે. વળી તમે તો આવી વાત કરીને મારા Page #124 -------------------------------------------------------------------------- ________________ 1291 – ૭: જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય: - 87 – ૧૦૩ કરતાં પણ ભયંકર આરોપ મૂકો છો-અહિંસાના પયગમ્બર મનાતાની, સત્યમાં હરીશ્ચંદ્રની ઉપમા પામેલાની અને ત્યાગમાં જૈન સાધુને પણ ટક્કર મારે એવી ખ્યાતિ ધરાવનારાની આ વાત છે. એના માટે “અહિંસાનું સ્વરૂપ નથી સમજતા” એવો આરોપ ભયંકર છે. આજ સુધી કોઈ અહિંસાવાદીએ આવું જીવન નથી જીવી બતાવ્યું એવી નામના મેળવનાર, સત્યની બાબતમાં હરિશ્ચંદ્રમાં કદાચ ત્રુટિ હશે પણ આનામાં નથી એવી પ્રસિદ્ધિ મેળવનાર અને સંયમ તો જેની રગેરગમાં વ્યાપેલું છે એવી જેને માટે માન્યતા છે, તેના ઘડેલા કાયદાની આ વાત છે. આ બધું શાંતિથી વિચારો અને સમજો કે આમાં કેટલી પોલ છે ? ચાર-ચાર વાર ખાવા જોઈએ એ સંયમી જીવન છે ? શ્રી જિનેશ્વરદેવના અહિંસા, સત્ય અને સંયમ જુદાં છે. અહિંસા, સત્ય અને સંયમના અંશને પહોંચવા માટે પણ આજના પામરોનું ગજું નથી. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાનો નિયમ કરો. આજના માણસોને આગળ-પાછળ જોવાની કે વિચારવાની ફુરસદ નથી. બહારના વાતાવરણની છાયા જીવન ઉપર પડે છે. નામના ધરાવનારાઓની આવી પ્રવૃત્તિથી અનેક આત્માઓ માની લે કે જો રાત્રે ખાવામાં હિંસાનો દોષ લાગતો હોય તો આવા અહિંસાવાદી એને દોષ કેમ ન ગણે ? આ બાબતમાં હાલ તો ફક્ત હું આટલું દિશાસૂચન જ કરું છું. આથી આગળ વધવા નથી માંગતો. જેમ જેમ સંયોગો ઊભા થશે, કાર્યવાહી આગળ વધશે તેમ તેમ પ્રસંગે પ્રસંગે કહેવા યોગ્ય જરૂર કરીશ. નાહકના અજ્ઞાનમાં અંધ બનીને કોઈ ખોટી પ્રશંસા કે અનુમોદના ન કરી બેસતા. સુયોગ્ય પ્રવૃત્તિમાં હરકત નથી. દુનિયાના જીવો છે એટલે કાર્યવાહી કેટલી કરવી પડે પણ તે વિવેક કે મર્યાદા છોડીને નહિ. અંકુશ વિનાની ઘેલી પ્રવૃત્તિ ચલાવી ન લેવાય. સાધુપણાની, શ્રાવકપણાની તથા સમ્યગ્દષ્ટિપણાની વાત તો દૂર છે પણ સામાન્ય જૈન બનવાની વાત કરી રહ્યો છું. સાત વ્યસનના ત્યાગ વિનાનો કોઈ જૈન ન જ હોય. પાપ કરીને છુપાવો નહિ. પાપના વિષને વધારો નહિ. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરો અને ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરો. આ શાસનમાં તો અવસરે પોતાના કરેલા પાપનો જાહેરમાં એકરાર કરવાનો કાયદો છે. વેદવિચક્ષણે અજ્ઞાનતાથી પોતાની જનેતા સાથે ભોગ કર્યો હતો. જાણ્યા પછી પોતાના એ પાપનો જાહેરમાં ૧. તે વખતે પૂરજોશમાં હુંકાઈ રહેલા ગાંધીવાદના પવન સામેની આ ચેતવણી હોય તેમ જણાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એકરાર કર્યો. સંયમ લઈ દેશના દેતાં પ્રસંગે પોતાના પાપને સભા સમક્ષ ખુલ્લું કરતા હતા. પરિણામે કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા અને કૈંક આત્માઓને મુક્તિમાર્ગે ચડાવ્યા. પાપ કરતો હોય તે જ પ્રતિજ્ઞા લે એમ ન માનતા. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપને રોકવા અને ભવિષ્યમાં ફરી ન કરવા માટે નિયમ લે અને થઈ ગયેલા પાપનો પસ્તાવો કરે. પાપ નહિ કરનારને પસ્તાવાનું કારણ નથી પરંતુ ભવિષ્યમાં પાપ ન થાય તે માટે નિયમ કરે. સાત વ્યસનનો ત્યાગ કરવો એટલે સેવાયાં હોય તો તેનો પશ્ચાત્તાપ કરવો; વર્તમાનમાં તેના સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં તેનું સેવન ન કરવાનો નિયમ. ન સેવાયાં હોય તેને વર્તમાનમાં સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં કદી નહિ સેવવાનો નિયમ. ૧૦૪ 1292 આ સાત વ્યસનના ત્યાગના નિયમમાં જૈનકુળની આબાદી છે. જૈનકુળને કલંક લગાડનારાં આ સાતે વ્યસનોના ત્યાગમાં જ આત્માનું કલ્યાણ અને જૈન સમાજનો ઉદય છે. દુનિયાની દૃષ્ટિએ પણ આ સાત વ્યસનોના ત્યાગવાળું જીવન ઉત્તમ છે. એના નિયમથી બીજાં મોટાંમોટાં પાપો આપોઆપ જીવનમાંથી નીકળી જાય છે. શ્રાવકને પૂજાનો પણ નિયમ હોય. બહારગામ જાય ત્યારે પણ સામાન્ય રીતે પૂજાની સામગ્રી, સામાયિક-પ્રતિક્ર્મણની સામગ્રી સાથે જ રાખનારા ભાગ્યવાનો છે. રસ્તામાં એક ટ્રેન જતી કરીને પણ એ પોતાની આવશ્યક ક્રિયાનો સમય સાચવે. આગળ શ્રાવકો વહાણવટે પણ જતા અને સાર્થવાહો સાથે સાર્થમાં પણ જતા. એ પોતે સ્વતંત્ર હોઈ ફાવે ત્યાં જહાજને રોકતા કે સાર્થનો પહાડ કરતા. બધા જ આવશ્યક કરતા એવું નહિ પરંતુ કરનારાની સગવડ સાવચતા. ચાલુ જહાજમાં કે ટ્રેનમાં આવશ્યક ક્રિયા થાય નહિ એ વિધિ. ત્યાં અપવાદ એટલો કે સામાયિક ઉચ્ચર્યા વિના આવશ્યક ક્રિયાનાં સૂત્રોની મનમાં ધારણ કરે. પણ એ અપવાદ ક્વચિત્. સભા વિલાયત જવું પડે તો ?’ પહેલી વાત તો એ કે એવા દેશમાં જૈનો જાય જ શા માટે ? સંયોગવશ કદાચ જવું પડે તો પોતાના નિયમોને જાળવવાના નિર્ણય સાથે જાય. બહાર જઈએ એટલે નિયમોમાં બધી છૂટ એ માન્યતા મનની નબળાઈ સૂચવે છે. શ્રી કુમારપાળ મહારાજાના સમયમાં કુંબેરદત્ત નામનો શ્રેષ્ઠિ મોટા સાર્થ સાથે જહાજમાં સાગરમાર્ગે દેશાટન કરવા ગયાની વાત આવે છે. શરીરની Page #126 -------------------------------------------------------------------------- ________________ 1293 – – ૭ઃ જૈનજીવનનું મહત્વ અને કર્તવ્ય - 87 – ૧૦૫ અનુકૂળતા માટે આજે ટ્રેનમાં જેમ પોતાની રીઝર્વ બોગી રાખનારા છે તેમ ધર્મની અનુકૂળતા માટે એ શ્રેષ્ઠિઓ પોતાનાં ખાસ જહાજ રાખતા અને પોતાના લીધેલા નિયમો સાચવતા. કુબેરદત્ત શેઠની નિયમપોથી વાંચી મહારાજા શ્રી કુમારપાળ આશ્ચર્યચકિત બની ગયા હતા. જહાજની વાત જુદી છે પણ આજે ટ્રેન માટે તો એવો પ્રશ્ન છે જ નહિ. ગમે ત્યાં ઊતરી પોતાની ક્રિયા સાચવી બીજી ટ્રેન પકડી શકાય છે. ટ્રેનો ઘણી હોય છે. નિયમ સાચવવા માટે સામગ્રી કમ નથી. વિલાયત જેવા પરદેશમાં જવું એ જ ઇચ્છવા યોગ્ય નથી. જ્યાંના બધા રીતરિવાજો જ જુદા, જ્યાં ઠંડીના કારણે સ્નાન પણ લોકો આઠ-પંદર દહાડે કરતા હોય; ત્યાં પૂજા હંમેશાં થાય શી રીતે ? ત્યાંનાં ખાનપાન અને બધી રીતભાત જ એવી કે ધર્મને ઊંચો મૂકવો પડે. બહુ સંસ્કારી અને હૃદયનો રાગી હોય તો મનમાં દુ:ખ ધરાવે અને સચવાય તેટલું સાચવે ! વસ્તુતઃ ધર્મના નિયમો સાચવવા માટે આવા પ્રદેશોમાં જવું એ જ યોગ્ય નથી. આજીવિકા માટે જવું પડે તો ખિન્ન હૃદયે જાય. પોતાને ધર્મથી દૂર થતો દુર્ભાગી આત્મા માને. પરંતુ આજે એ સ્થિતિ છે ? આજે જનારા બળતા હૃદયે નથી જતા પણ મોજથી ગર્વપૂર્વક જાય છે. ન છૂટકે, બળતા હૃદયે જનારા માટે સામાયિક ઉચ્ચર્યા વિના મનમાં સૂત્રોના ઉચ્ચારપૂર્વક ક્યિા કરવાનો અપવાદ ખરો પણ તે રૂઢ નહિ, ક્વચિત્. જૈનજીવન માટેના સામાન્ય નિયમો 'સાત વ્યસનની વાત કરી ગયા. જિનપૂજા, ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણના નિયમોને વિચારી ગયા. હવે બીજા સામાન્ય ગણાતાં વ્યસનોની વાત ઉપર આવો. ફાજુલ, નકામા, આર્થિક દૃષ્ટિએ ભારભૂત, શરીરને બગડનારા અને વૈદકશાસ્ત્ર પણ જેનો નિષેધ કરે છે એવાં કુવ્યસનોનો ત્યાગ કરવાના નિયમો કરવા જોઈએ. નાટક, ચેટક, સિનેમા, સરકસ, જલસા, હૉટેલ, ચા, પાન, બીડી, ચિરૂટ, સીગાર, જ્યાં ત્યાં ખાવું, જે તે ખાવું, રાત્રે ખાવું, રસ્તામાં ઊભા ઊભા ખાવું અને જાતજાતનાં પીણાં પીવાં આ બધું શું છે એ જરા વિચારો ! મંદિરના ચોકમાં કોગળા કરવા પાણી શા માટે રાખવું પડે છે ? તમે પાનના ડૂચા ચાવતા ચાવતાં આવો છો માટે. પાન ખાઈને કોગળા મંદિરના ચોકમાં કરવાના હોય ? એ સંમૂચ્છિમ ઉત્પત્તિનાં સ્થાનો મંદિરના આંગણે ઊભા કરવાં પડે ? તમે કદાચ એના વગર ન રહી શકતા હો તો ભાણે બેસી જવાય તેટલું ચાવી મોં સાફ કરીને બહાર નીકળો તો શું વાંધો આવે ? માણસ ઊઠીને રસ્તામાં હાલતાં ચાલતાં ખાય ? આજે તો ચોવીસે કલાક મોટું ચાલતું રાખવાની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1294 ટેવ પાડી દીધી એટલે આ નિયમો જરા ભારે લાગશે. કહે છે કે “આ ઓઘો લઈએ તો બધું પળાય પણ ઓઘો લેવો ન હોય તો આ બધું પાળવું બહુ ભારે છે.” એટલે એમને ઓઘો કરતાંયે આ નિયમોનો ભાર વધારે લાગે છે. હું કહું છે કે ભારે તો લાગશે પણ એ ચાર-આઠ દિવસ કે પંદર દિવસ, પણ પછી અભ્યાસ પડી જશે અને સહેલાઈથી પાળી શકાશે. આ નિયમોથી રોગો હશે તો જશે, ખર્ચ પરિમિત થશે, લાલસાઓ અંકુશમાં આવશે. લાલસાઓ ઓછી થતાં થોડા પગારમાં પણ સાહ્યબીથી જિવાશે. જિનપૂજા કર્યા વિના નહિ આવું એમ શેઠને હિંમતથી કહી શકાશે; કેમકે એને હવે સોના સવાસો કરાવવાની પરવા નથી.. ઓછા પગારની ફરિયાદ કરનારા, ખર્ચા પૂરા થતા નથી એવી બૂમો મારનારા પણ એવા કોઈ નોકરો નથી જોયા કે જે નાટક સિનેમા ન જોતા હોય ત્યાં તો કહે છે કે જેમ રોટલા જોઈએ તેમ આ પણ જોઈએ. એમ પણ કહેનારા છે. કે રોટલા વિના ચાલે પણ ચાહ વિના નથી ચાલતું. એમ બોલે છતાં ચહા પણ પીવે અને રોટલા પણ ખાય. દાળભાત રોટલી વિના ન ચાંલે એ માન્યું પણ પછી બીજો વળગાડ શા માટે ? ચાહ વિના ન ચાલે તો ઘરમાં બેસી એકાદ વાર કામ પતાવો પણ પછી ત્રણ-ત્રણ વાર એની લપ હોય ? એ પ્રાઇમસની ઝાળ લાગવાથી ઘણી બાઈઓ સળગી મરી. માટીના ચૂલામાં એ જોખમ નહોતું. આ તો દીવાસળી ચાંપી કે તરત ભડકો. સગવડ વધી તેમ જોખમ વધ્યાં. બાઈ જરા ભૂલ કરે કે કપડાં સળગે, સ્થિતિ એવી ભયંકર કે બચાવનારો જુએ પણ કાંઈ કરી શકે નહિ. બચાવવા જતાં જતાં પણ બાઈ અડધી સળગી જાય. આવું બને ત્યારે જૂનાં સાધનો સારાં લાગે. પણ થોડા વખત પછી પાછું બધું ભુલાઈ જાય. આ નિયમોથી જૈન ધર્મની દૃષ્ટિએ તો બહુ લાભ છે પણ દુન્યવી લાભ પણ ઘણો છે. ફાલતુ ખર્ચા બચી જશે. અનાચાર, પ્રપંચ, લુચ્ચાઈ વગેરે શીખવનાર, અરે ! કહોને કે સાતે વ્યસન શીખવનાર નાટક સિનેમા છે. એનો ત્યાગ કરો એટલે આપોઆપ તમને ધર્મની, તપ-જપની, નિયમોની કિંમત સમજાય એવું સુંદર જીવન બની જાય. આ નિયમોની નોંધ બનાવો. સામાન્ય જૈનજીવન પૂરતા આ નિયમો છે. સુશ્રાવક બનવા માટેના નિયમોની તો બહુ વાર છે. અન્ન એવો ઓડકાર : . રાજસી, તામસી અને અભક્ષ્ય ખાનપાનના ત્યાગ વિના પરિણામની ધારા સુધરે જ નહિ. લોકમાં પણ કહેવત છે કે જેવો આહાર તેવો ઓડકાર. ઘણા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭ : જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય ઃ - 87 કહે છે કે ‘અભક્ષ્ય ખાવાના નિયમ કરતાં સત્ય બોલવાનો નિયમ આપો.' પરંતુ અભક્ષ્ય ખાનારા સત્યવાદી ક્વચિત જ મળવાના. પરિણામ સારા લાવવા માટે ખોટાં ખાનપાન બંધ કરવાં જોઈએ. ખરાબ વાતાવરણથી દૂર ખસવું જોઈએ. હૉટેલમાં વાસી ખાનપાન હોય તેમાં શંકા છે ? જે ભોજનમાં બહુ વોનો નાશ હોય તે ખાવાથી હૃદયમાં સારા વિચાર આવે ક્યાંથી ? વૈદક પણ કહે છે ટાઢી વસ્તુઓને ઊની કરીને ખાવાથી નુકસાન કરે છે. હૉટલમાં બધી ટાઢી ચીજો મોટા ભાગે ઊની કરીને આપવામાં આવે છે. હૉટેલ બંધ કરો તો આ ડૉક્ટરોના પાટિયાં અડધાં નીચે ઊતરી જાય. એ ઊતરે એટલે દેડકાંની હિંસા અને દેડકા પ્રકરણ બંધ થાય. ‘અમારા વિના તમારાથી નહિ જિવાય' એવા પ્રલાપ પણ બંધ થાય. અહીં બેઠા છો એટલા પણ નિયમ કરો, તો પણ ઓછી અસર નહિ થાય. જ્યાં જાઓ ત્યાં છાયા પડ઼શે અને એક સારી હવા ઊભી થશે. પેલા બેપાંચ દિવસ મશ્કરી ક૨શે પણ અંતે તમને સુખી કહેશે. સભા: બજારની જલેબી ખવાય ?’ 1295 ૧૦૭ જલેબી એક જ શા માટે ? આઇસ્ક્રીમ, કુલફી, સોડા, લેમન, શીખંડ, પૂરી ને પાતરાં વગેરે બધું અભક્ષ્ય છે. શ્રાવકથી આખો દિવસ પાન પણ ન ચવાય. એ ચાવતાં ચાવતાં બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આવા સામાન્ય નિયમો પણ ન હોય ત્યાં અણુવ્રતાદિ બાર વ્રતની વાત કરું પણ શી રીતે ? સાધુપણાનો ઉપદેશ પહેલાં શા માટે ? શ્રાવકણું સહેલું નથી. શાસ્ત્ર સાધુપણાને સહેલો માર્ગ કહે છે. શ્રાવકપણાને વાંકોચૂંકો, ખાડા-ખડિયાવાળો અને કાંટાળો માર્ગ કહે છે. ઓઘો લેનારે તો ઘર આદિ મૂક્યું એટલે મમતાનો ત્યાગ સહેલો છે. શ્રાવકપણામાં તો પૈસાની તિજોરી પાસે બેસીને મમતાનો ત્યાગ કરવો એ સહેલું નથી. છોકરાંછૈયાં વચ્ચે રહીને મારાપણાનો ત્યાગ કરવો કઠિન છે, એટલા માટે તો ભગવાને સાધુપણાને મોક્ષ માટેનો સહેલો માર્ગ કહ્યો છે; અને હું પણ તમને રોજ સાધુપણાનો ઉપદેશ પહેલો એટલા માટે જ આપું છું. શ્રાવકને લાખ ચિંતા છે. સાધુને એમાંની એક પણ ચિંતા નથી. કમલના પત્તા પર પાણી ટકે જ નહિ, તેમ સાધુ થયો અને સાધુતા આવી એટલે પાપ અને કર્મ એના પરથી સરી જ પડે; એને ચોંટે જ નહિ . એની પાસે ચોંટે એવી સામગ્રી જ નથી. ગૃહસ્થને તો બંગલા, બગીચા, લાડી, વાડી, ગાડી એ બધું હોય એમાંથી ઊંચકીને પૌષધમાં લાવવો બહુ મુશ્કેલ. લાવ્યા પછી પણ જ્યાં ત્યાં નજર દોડાવે અને તાર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1295 ટપાલના વિચારમાં ખોવાઈ જાય. સ્નાન, સૂતક, કાણ, મોંકાણ બધું ગૃહસ્થને લાગે. સાધુ તો એ બધાથી છૂટ્યો. શ્રી જિનેશ્વરદેવ પણ છોડી છોડીને ચાલી નીકળ્યા છે. ચક્વર્તી પણ માથાનો મુગટ ઉતારે, સાધુ થાય, ત્યારે જ એને આત્મિક સુખનો સાક્ષાત્કાર થાય છે. એ જ કાયા, એ જ વચન અને એ જ મન છતાં ચક્વર્તી સંસારમાં રહે તો કદી ધર્મ ન કરે. ત્યાં રહીને મરે તો નક્ક નરકે જ જાય. એ મુગટ ઉતારે એટલે બધો બોજો ઊતરે. પછી એ આત્માને આત્મસુખનું ભાન થાય છે. શ્રી જિનેશ્વરદેવના કથનની સત્યતાનો અનુભવ કરે છે. પાઘડી, ટોપી અને વાળનાં પટિયામાં શી ઉપાધિ છે તે જે સમજે તે જ જાણે. માથાના વાળ વધે એટલે એને સમારવા પડે. તેલ, કાંસકો જોઈએ અને અડધો કલાક રોજ એની પાછળ હજામતમાં બગાડવો પડે. જેટલો બોજો એટલી મજૂરી. સનતકુમારને રોગો થયા એવી ખબર પડી કે ઝટ ચાલી નીકળ્યા. રહ્યા હોત તો વૈદ્યો હકીમોના તોટા ન હતા. પણ પછી એ ધર્મ સાધત ?. પેટનો ખાડો પૂરવામાં પણ ચાર ભાગ પાડવાની વિધિ છે. તેમાં બે ભાગ આહાર માટે, એક ભાગ પાણી માટે અને એક ભાગ પવન માટે. આ વિધિ જળવાય તો જ આરોગ્ય સચવાય. તમે બધા આ કહેલા નિયમો પર વિચારણા કરી તૈયાર થાઓ. આ વિષયમાં હજુ પણ વિશેષ જે કાંઈ કહેવાનું છે તે હવે પછી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૨+૧૩, બુધવાર, તા. ૧૨-૩-૧૯૩૦ 88 નિયમ ભાંગી જવો અને ભાંગવો-એ બેમાં તફાવત : • જેમ સીડીને દોરડું તેમ જીવનમાં નિયમ : • તો.. તો... જગત સ્વર્ગ બની જાય : નાના પણ નિયમનો પ્રભાવ : એક દૃષ્ટાંત : જૈન તરીકે ઓળખાવું છે કે જૈન બનવું છે ? • તો ચાંલ્લો એ દંભ છે : • સમકિતીનો વ્યવહાર કેવો હોય ? • - • મંત્રીશ્વર વિમલશાહ : • જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ખાય તે માનવ કે પશુ ? • સહેલું શું, સાધુપણું કે શ્રાવકપણું ? • વેશ્યાગમન અને વિધવાવિવાહ: નિયમ ભાંગી જવો અને ભાંગવો-એ બેમાં તફાવતઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની મેરૂ સાથે સરખામણી કરતાં પીઠ અને મેખલાના સ્વરૂપની સરખામણી કરી ગયા; અને હવે કુટ (શિખર)ના સ્વરૂપને સરખાવે છે. મેરૂની જેમ શ્રી સંઘને પણ ઊંચા પ્રકારના ચિત્તરૂપી કૂટો તદ્દન ઉજ્જવલ અને ઝળહળતાં હોય. તે કુટો નિયમરૂપ શિલાતલ પર ગોઠવાયેલાં હોય. જેનાથી ઇંદ્રિયો અને મનનું દમન થાય તેવા નિયમોથી ચિત્ત ઊંચા પ્રકારનાં બને છે. અશુભ અધ્યવસાય જવાથી અને શુભ અધ્યવસાયના આગમનથી કર્મમલનો નાશ થવાના કારણે ઊંચાં બનેલાં ચિત્તો ઉજ્વલ બને છે અને પછી નિરંતર સૂત્રાર્થનું સ્મરણ કરવા વડે એ ઝળહળતાં બને છે. ચિત્તની ઉત્તમતા વિના સંઘ કદી શોભતો નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલી દરેક વ્યક્તિનાં ચિત્ત યોગ્ય સ્થાને યોજાય તો જ ઉચ્ચતાને પામે. બંધન વિના કાર્યની સિદ્ધિ નથી. દરેક પ્રવૃત્તિના સંચાલકો પ્રવૃત્તિમાં જોડનાર ઉપર અંકુશ રાખે જ છે અને તો જ તેને સફળતા મળે છે. વિના અંકુશે Page #131 -------------------------------------------------------------------------- ________________ 1298 T ૧૧૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ફાવે તેમ વર્તવા દે એવી કોઈ પ્રવૃત્તિ કે કોઈ પણ તંત્ર નથી. શ્રી જિનેશ્વરદેવના સંઘને સુવ્યવસ્થિત રાખવા નિયમો અતિ આવશ્યક છે. હવે સમાજનો એક વિભાગ એવો છે કે જે નિયમોને બંધન માને છે, પગની બેડી જેવા માને છે. નકામા, ભારભૂત અને જિંદગીને બરબાદ કરનારા માને છે. એ વર્ગને તો આ શાસનમાં સ્થાન જ નથી માટે તેને દૂર રાખો. એક વિભાગ એવો છે કે જે ભાંગવાની બીકે નિયમ ન લેવા એ જ ઠીક છે એમ માને છે. ત્રીજો વિભાગ એવો છે કે જે નિયમ લેવા છતાં એમાં બારીબારણાં ઘણાં ઉઘાડાં રાખે છે. પહેલો વિભાગ તો અહીં આવવા માગે તો પણ એનો ખપ નથી, કેમકે જેને નિયમો ઝેર જેવા, નકામા અને બીનજરૂરી લાગે તેને સંઘમાં સ્થાન જ નથી. બાકીના બે વર્ગ માટે હજી સ્થાન છે. - નિયમ ભાંગી જાય માટે મ લેવો સારો, એવું માનનારો વર્ગ વર્તમાનમાં ઘણો મોટો છે. પૂર્વે પણ આવો પ્રશ્ન ઊઠ્યો છે અને એનાં સમાધાન થયેલ છે. નિયમ ભાંગી જાય અને ભાંગે એ બે વાતમાં ભેદ છે. નિયમ લીધા પછી ભાંગે જ નહિ એટલે કે ચડ્યો તે સીધો ચડ્યે જ જાય, કદી પડે જ નહિ, એવા આત્મા બહુ વિરલ હોય છે. શ્રી તીર્થંકરદેવના આત્મા માટે પણ પહેલાં તો ચડવાનું અને પડવાનું ચાલુ જ હતું પણ શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી ચડ્યા તે ચડતા જ ગયા અને શ્રી તીર્થંકરપદવી પ્રાપ્ત કરીને જ રહ્યા. એવા આત્મા વિરલ. વ્યવહારમાં પણ મોટો થાય, હોશિયાર થાય, સેંકડોવાર નિસરણી ચડ્યો ઊતર્યો હોય એને પડવાનો સંભવ નહિ અથવા ક્વચિત જ પડે, પણ શરૂ શરૂમાં ચડનાર ઊતરનાર બાળકને પડવાનો સંભવ છે જ, છતાં કાળજી રાખી એને ચડવા દેવાય છે પણ પડવાની બીકે ચડવા જ ન દે તો એ ચડતાં શીખે જ નહિ. એ જ રીતે ભાંગવાની બીકે નિયમ લેવાનો રિવાજ બંધ ન કરાય. શ્રી તીર્થંકરદેવના આત્માઓ કે અન્ય મહાપુરુષોના આત્માઓ પણ અભ્યાસ કરતાં કરતાં ચડ્યા. પડ્યા અને પાછા ચડ્યા. એ રીતે ચડતાં ચડતાં તે ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હતા. પડ્યા પછી ત્યાં પ્રાયશ્ચિત્ત કરે, ન કરે તો દુર્ગતિ, એ બધું કહ્યું છે પણ એથી ચડતાં ગભરાવાનું નહિ. પડે તો હાથ પંગ પણ ભાંગે, બે મહિનાનો ખાટલો પણ આવે, એ બધો સંભવ છતાં ચડ્યા વિના ચાલે છે ? નહિ જ. લોકો ચડવાની ક્રિયા બંધ કરતા જ નથી. ચાલતાં શીખતી વખતે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 બાળક વારંવાર પડે છે છતાં માબાપ કહે છે કે-‘વાંધો નહિ. હોય ! પડી પણ જાય પણ એ પડતાં પડતાં જ શીખશે.’ 1299 ૧૧૧ જૈનશાસનના નિયમમાં પણ ભાંગી જવાનો સંભવ છતાં ન ભાંગવાની કાળજી સાથે એના સ્વીકાર વિના ચાલે જ નહિ. ભાગી જાય ત્યાં બચાવ છે પણ ઇરાદાપૂર્વક ભાંગે એનો કોઈ બચાવ નથી. કોઈ તીવ્ર કર્મોદયથી, અનુપયોગથી કે અકસ્માતથી નિયમ ભાંગે એ ભાંગી ગયો કહેવાય. ત્યાં બચાવની જગ્યા છે; પણ ઇરાદાપૂર્વક ભાંગે એનો બચાવ નથી. શરી૨માં ભયંકર બીમારી આવી, પોતાને ભાન નથી, કોઈ વાતનો ખ્યાલ નથી અને પાસે રહેલાઓ અમુક વસ્તુનો ઉપયોગ કરાવી દે એ વાત જુદી છે. એ જ રીતે તીવ્ર કર્મોદયથી પણ ઘણી વખત પતનદશા આવે છે. મોહની યાત્રા ભયંકર છે. એ યાત્રા વધે ત્યારે માણસ ગાંડોથેલો બને છે. મદિરા પીનારો એવો ગાંડો થાય છે કે છૂપી વાતો પણ બધી બોલી નાખે છે. રસ્તા વચ્ચે નાદાનની જેમ લથડિયાં ખાતો હોય છે. ભરબજારમાં લાંબો થઈને ચત્તોપાટ પડ્યો હોય છે. જરા શુદ્ધિ આવતાં શ૨માઈ, ઊભો થઈ ચાલવા માંડે છે. એ જ રીતે જ્યારે મોહનો નશો ચડે ત્યારે સાધુ, શ્રાવક, સમકિતી કે નિયમધારીને પોતાના સ્વરૂપનો ખ્યાલ રહેતો નથી. મોહમદિરા ભયંકર છે. ક્રોધના આવેશમાં માણસ ન બોલવાનું બોલી નાખે છે. પછી પસ્તાય છે પણ તે વખતે એને ખ્યાલ રહેતો નથી. સારો પણ માણસ દ્વેધી કે માની બન્યો પછી એનું ડહાપણ દૂર થઈ જાય છે. માટે તે શાસ્ત્ર કહ્યું કે આવેશમાં કોઈ કામ કરવું નહિ. આવેશમાં સારું કામ થઈ જાય તો વાંધો નથી, કારણ કે એનાથી તો લાભ જ છે. માટે એ જરૂ૨ ક૨વું પણ કોઈ અકાર્ય ન કરવું. સાકરના ઢગલામાં આંખો મીંચીને હાથ મારીએ અને મોંમાં નાખીએ તોયે વાંધો નહિ. નાનો કે મોટો જે ગાંગડો આવે તે મીઠો જ લાગે. પણ કાંકરીવાળા ખોરાકમાં એમ ન કરાય. આવેશમાં સત્કાર્ય કરી લેવું. લેણદાર આવીને બે શબ્દ આકરા બોલી ઉઘરાણી કરે અને તમે આવેશમાં આવીને તેના લેણા પૈસા આપી દો તો તેથી આબરૂ જાય નહિ પણ ઊલટી વધે. ‘આ તો ખરો શાહુકાર છે' એમ સામાને કહેવું પડે. એવા બે-પાંચ લેણદારોને ગુસ્સાના આવેશમાં પૈસા અપાઈ જાય તો બહાર હવા ફેલાઈ જાય ને લોકો બોલવા લાગે કે ‘આ તો પૈસા આપવા તૈયાર બેઠો છે. નકામી એના નામની ખોટી બૂમ લઈ આવ્યા છે.’ આ સાંભળી બીજા લેણદારો શાંત થઈ જાય અને ઊલટી તૂટી પેઢી પણ સંધાઈ જાય. આબરૂ અકબંધ રહી જાય. પણ આવેશમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1300 આવીને કહી દે કે “જા, નથી આપવા, થાય તે કરી લે,” તો પેઢી ઊઠી જ સમજો. ભવિષ્યમાં કોઈ એક પાઈ પણ ધીરે નહિ. આવેશમાં થયેલા સત્કાર્યથી, પછી પણ આત્માને એક પ્રકારનો આનંદ આવે છે. એ વિચારે છે કે ભલે ગાંડપણમાં આવીને પણ મેં કામ તો સારું કર્યું છે. આવેશમાં ખોટું કામ થઈ જાય તો સત્યાનાશ વળી જાય અને પાછળથી પસ્તાવાનો પાર પણ ન રહે. મોહના ઉદયથી, તીવ્ર કર્મોના ઉદયથી આત્મા બેભાન બને છે. આ રીતે કે કોઈ અજાણપણે થતા નિયમભંગનો બચાવ છે; પણ પળાય તો ઠીક, નહિ તો કાંઈ વાંધો નહિ, એમ વિચારી નિયમ લેવો તે તો ખુલ્લી ઉઠાવગીરી છે. એ રીતે ઇરાદાપૂર્વક નિયમ ભાંગનારાએ તો બહેતર છે કે નિયમ લેવા જ નહિ. રાજીમતીને જોઈ રહનેમિ ભાન ભૂલ્યા, રૂપરંગ જોઈ પતિત પરિણામવાળા થયા, ગાંડીઘેલી વાતો કરવા લાગ્યા પણ રાજીમતીએ સમજાવ્યાં કે તરત ઠેકાણે આવી ગયા. આનું નામ મોહના ઉદયથી પડેલા કહેવાય. ઇરાદાપૂર્વક પડેલા હોત તો તો રાજીમતીને તરત કહી દેત કે-ડહાપણ જવા દે, મારે તારો ઉપદેશ નથી સાંભળવો, શાસ્ત્ર તો હું પણ ભણ્યો છું.” આવાં આવાં કંઈક વચનો સંભળાવત. પરંતુ એ મોહના ધક્કથી પડી ગયા હતા. મોહના ઉદયથી પડેલાને કે પડતાને બચાવવા સહેલા છે. જાણીબૂઝીને પડનારને બચાવવાની કોઈની તાકાત નથી. કેમ કે એ તો કહી દે કે “મારે તો આમ કરવાનું જ છે. ખોટાખરાની પંચાતમાં પડવું છે જ કોને ?' ' નિહુનવો અને દરેક ઉત્સુત્રભાષીઓનું અપલક્ષણ જ એ કે, એ કહી દે કેઆગમો હું જાણું છું, પણ મારે તો આ રસ્તો લેવો જ છે, હું બોલ્યો છું તે હવે કોઈ કાળે નહિ ફરે.” આ સ્થિતિ હોય ત્યાં આપણો કાંઈ ઉપાય નથી. ભૂલેલો સમજે તો ઠેકાણે આવે, મોહોદયથી પડેલા સુધરે પણ ઈરાદાપૂર્વક પડનારને અહીં સ્થાન નથી. પહેલાં નિનવ થનારા શરૂમાં મિથ્યાત્વના ઉદયે સર્વસ્તુમાં મૂંઝાય અને વિપરીત શ્રદ્ધા થાય તેથી ઊંધી પ્રરૂપણા કરે. તે વખતે આચાર્યો તથા ગીતાર્થો એમને યુક્તિપૂર્વક સમજાવતા. જો સમજે તો એવાને શાસનમાં નભાવી લેતા પણ સમજાવવા છતાં ન માને તો શાસ્ત્ર એમને ઇરાદાપૂર્વક આડા માર્ગે જનારા કહ્યા છે અને પછી એમને સંઘ બહાર કર્યા છે. આ રીતે ઇરાદાપૂર્વકની હઠ કરનારા, કદાગ્રહી બનનારા કે નિયમ ભાંગનારા, બીજા વિભાગમાં આવતા નથી. ભૂલથી ભાગે, અગર ભાગે ત્યાં “ભૂલ્યો” એમ સ્વીકારે, એવા વર્ગની વાત કરીએ છીએ. Page #134 -------------------------------------------------------------------------- ________________ 101 - ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 ૧૧૩ જેમ સીડી એ દોરડું તેમ જીવનમાં નિયમઃ શાસ્ત્ર કહે છે કે તીવ્ર કર્મોદય વગેરે કારણે નિયમ ભાંગવાનો ભય છતાં લેવાનું બંધ કરાય નહિ. નિયમ પાળવાની ભાવનાથી, નિયમને મજબૂત રીતે સાચવવાની કાળજી રાખવાની ભાવનાથી નિયમ લેવામાં જરા પણ વાંધો નથી. ભાંગવા માટે નિયમ લેવાતા નથી. દેવાળું કાઢવા પેઢી ખોલાતી નથી. પેઢી ખોલનાર ઘણાય દેવાનાં કાઢે છે માટે પેઢી ખોલવી બંધ પણ કરાતી નથી. હા ! સાવચેતી ખૂબ રખાય. આવશે તો દેશું, નહિ તો હાથ ઊંચા કરતાં શી વાર ? આવી મેલી વૃત્તિથી પેઢી ખોલનારા તો બજારને માટે શ્રાપરૂપ છે. જેને નિયમની દરકાર નથી અને જે ભાંગવા માટે જ નિયમ લે છે; તેવાએ નિયમ ન લેવા. બાકી ભાંગવાના ભયથી નિયમ લેવાનું બંધ ન કરાય. એ વાત સમજાવવાનો આપણો મુદ્દો છે. સામાન્ય ભયથી નિયમ ન લેવો એ ઠીક નથી, એ કહેવાનું તાત્પર્ય છે. નિયમ લેવાની તૈયારી તે વખતનાં પરિણામ, લેતી વખતના પરિણામની શુદ્ધિ, લીધા પછી એનું પાલન અને એ પાલનમાં પરિણામની શુદ્ધિ, એ બધો સમય કોઈકને જીવનમાં ક્વચિત જ આવે અને એ પણ કોઈ વીર નરથી જ બની શકે. એવો ઉલ્લાસ આવે. પરિણામની એવી શુદ્ધિ થાય કે આત્મા પર લાગેલા કર્મમલ ખસે અને જીવનથી ગબડતા આત્માને બચાવવા એ નિયમ જ સમર્થ બને. એટલે તો પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે-નિયમ એ પડતાને માટે આલંબન છે. જેમ સીડી માટે દોરડું આલંબન છે તેમ જીવન માટે નિયમ આલંબન છે. નિયમરૂપી દોરડું ચડતાને ટેકારૂપ બને, ગબડવા ન દે અને અયોગ્ય સ્થાનેથી યોગ્ય સ્થાને પહોંચાડે. આત્માને પાપમાર્ગે જતાં નિયમ રોકે છે. તો-તો જગત સ્વર્ગ બની જાય સત્યવાદીની ખ્યાતિને પામેલો કદી એક વાર જૂઠું પણ બોલી જાય તો પણ એ સત્યમાં ખપે છે. જો સત્યની ખ્યાતિ આટલું કામ કરે તો સત્યનું પાલન શું ન કરે ? શાહુકારીની નામનાથી પણ લાખો મળે છે, તો નામના મુજબ વર્તાવ થાય પછી બાકી શું રહે ? સંયમીને જોતાં જ લોકો હાથ જોડે છે તો સંયમીપણે વર્તવાથી શું બાકી રહે ? જગત સંયમનું પૂજારી છે. સત્ય, અહિંસા અને સંયમને આ જગત પૂજે છે એમ વર્તમાન યુગ પણ સાક્ષી પૂરે છે. પણ જે વસ્તુનું જગત પૂજારી છે એ વસ્તુની બીજામાં અપેક્ષા રાખે છે તે વસ્તુ પોતાનામાં પ્રગટાવવાનો પ્રયત્ન કરે તો જગત સ્વર્ગ બની જાય. જગતનો મોટો ભાગ કાંઈ ધર્મનો વિરોધી નથી. અનાર્યદેશમાં હજી ધર્મપ્રેમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ઓછો હોય તે બને પણ તમે તો જ્યાં જન્મ્યા છો, જ્યાં બેઠાં છો તેની ચોમેર ધર્મનું એવું વાતાવરણ છે કે અશક્તિથી તમે ધર્મ ન કરી શકો તો પણ હૃદય તો જરૂર ડંખે. 1302 મુનિ ગુરુકુલવાસમાં સાધુ સમુદાયમાં જ રહે; અને એ સંસર્ગના પ્રભાવે પતિત પરિણામી થવા છતાં વર્ષો પર્યંત ત્યાં ટકી રહે. ભલે ભાંવના બગડી પણ વેષ, આચાર, વિચાર, આજુબાજુના સંયોગો, ઉચ્ચારણો એ બધું એને ચેતવ્યા કરે. ગૃહસ્થ ગમે તેવો હોય પણ પરિણામ બગડ્યા કે બહાર નીકળે,ત્યાં એને રોકે કોણ ? તેમાં બે હોય તો તો વળી એકના ઊંઘવાની રાહ જોવી પડે પણ એકલો હોય તો તો બારે ભાગોળ મોકળી. એક માણસનો સહવાસ પણ જો આટલો અંકુશ રાખે તો પછી જો સાચી વસ્તુ હાથમાં આવે તો પછી પૂછવું જ શું ? નાના પણ નિયમનો પ્રભાવ ઃ એક દૃષ્ટાંત : તમને ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ તેમાંય શ્રાવકનું કુળ, ઉત્તમ સામગ્રી અને ઉત્તમ સંસર્ગ મળ્યાં તે માટે તમે પુણ્યવાન ખરા પણ એ સામગ્રી મળ્યા પછી એને સફળ ન કરો તો કેવા ? સફળ ન કરો ત્યાં સુધી તો ઠીક પણ અવગણના કરો તો ? અવગણના કરનાર પાપી ખરા ને ? અનિચ્છાએ કેવળ મોટાના કહેવાથી નહિ જેવા નિયમના સ્વીકારથી પણ મોટામાં મોટો લાભ થઈ જાય છે. ઉપદેશ રત્નાકરમાં એક દૃષ્ટાંત છે એક શેઠને એક દીકરો હતો. શેઠ પરમ ધર્માત્મા હતા. દીકરો દુર્ભાગ્યે ૫૨મ ધર્મનિંદક નીકળ્યો. પોતાનું સંતાન ધર્મ પામે એવી શેઠને તીવ્ર ભાવના હતી એથી એ શેઠ પોતાના દીકરાને જે કોઈ ધર્મગુરુ ગામમાં આવે તેમની પાસે લઈ જતા. પેલો પરાણે પરાણે જાય પણ તોયે બહાર આવીને ગુરુની અને ધર્મની ઊલટી નિંદા જ કરે. એથી શેઠને પણ થયું કે આવાને તો ન જ લઈ જવો એ બહેતર છે. પછી શેઠે એની ઉપેક્ષા કરવા માંડી. એમ છતાં કોઈ પણ ભોગે પોતાના પુત્રને ધર્મ પમાડવાની એમની ભાવના રહેતી. એવામાં એક મહાત્મા પધાર્યા અને શેઠ પુત્રને એમનું વ્યાખ્યાન સાંભળવા લઈ ગયા. પેલા મહાત્માએ એને વ્યાખ્યાન બરાબર પોતાના મોં સામે જોઈને સાંભળવા કહ્યું. પેલાએ હા કહી અને બરાબર એ રીતે એ મહાત્માના મોં સામે જોઈને બેઠો. દોઢ કલાક વ્યાખ્યાન ચાલ્યું. પછી ગુરુએ એને પૂછ્યું કે ‘કેમ, આજે તો તેં બરાબર વ્યાખ્યાન સાંભળ્યું ને ?' ત્યારે તેણે ચોખ્ખી ના પાડી. ત્યારે ગુરુએ પૂછ્યું કે ‘તેં મારી સામું જોઈને એટલો વખત કર્યું શું ?’ તેણે કહ્યું કે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો – 88 ૧૧૫ ‘આપના ગળાનો હઇડીયો કેટલી વખત ઊંચોનીચો થાય છે તે ગણતો હતો.' ગુરુએ એને નાલાયક માની એની ઉપેક્ષા કરી. પેલો બહાર જઈને બોલવા લાગ્યો કે ‘કોઈના મોં સામે જોવાથી કાંઈ ધર્મ મળતો હશે ? આવા ને આવા મૂર્ખા સાધુઓ કેટલા હશે ?’ 1303 વળી કોઈ બીજા આચાર્ય પધાર્યા. શેઠ પણ પુત્રને લઈને વ્યાખ્યાનમાં ગયા. ગુરુને અગાઉનો પ્રસંગ જણાવ્યો હતો તેથી ગુરુએ આ વખતે તેને મોં નીચું રાખીને વ્યાખ્યાન સાંભળવા ભલામણ કરી. પેલો પણ મનમાં આચાર્યને મૂર્ખ માનતો નીચું જોઈને બેઠો. વ્યાખ્યાન પૂરું થયા બાદ ગુરુએ પૂછ્યું કે-વ્યાખ્યાન સાંભળ્યું ? પેલો કહે ‘ના.’ ગુરુ કહે તો તેં આટલો વખત શું કર્યું ? પેલો કહે કે આ નીચેના દરમાં કેટલી કીડીઓ ગઈ અને કેટલી બહાર આવી તેની ગણતરી કરતો હતો. આ આચાર્યે પણ એની ઉપેક્ષા કરી. મેલો બહાર જઈને બોલવા લાગ્યો કે ‘એકે મોં સામે ઊંચું જોવાનું કહ્યું અને બીજાએ નીચું જોઈને સાંભળવા કહ્યું. ઊંચું કે નીચું જોવાથી કાંઈ ધર્મ મળી જતો હશે ખરો ?' શેઠ આથી બહુ દુઃખ અનુભવવા લાગ્યા છતાં પોતાના સંતાનને ધર્મ ધમાડવાની ભાવનાથી ચલિત ન થયા. સમય જતાં વળી ત્રીજા આચાર્ય ગામમાં પધાર્યા. શેઠે જઈને આ બધી વાત તેમને જણાવી. આચાર્યે જાણ્યું કે-‘આ જીવ કાંઈ ધર્મને લાયક નથી, તેથી પહેલાં તો એને અહીં આવતો કરવો જોઈએ.’ શેઠને એને સાથે લઈને આવવા કહ્યું. શેઠ પણ એને લઈને વ્યાખ્યાનમાં આવ્યા. શાસ્ત્રને બાધ ન આવે અને પેલાને રસ. પડે એવી વાતો આચાર્ય ભગવંત વ્યાખ્યાનમાં લાવવા લાગ્યા. પેલાને રસ પડવા લાગ્યો. એટલે હવે તો એ શેઠથી પણ વહેલો વહેલો વ્યાખ્યાનમાં આવવા લાગ્યો. એમ કરતાં કરતાં આચાર્ય ભગવંત ઉપર સ્નેહભાવ જાગ્યો. પછી આચાર્ય ભગવંતે જ્યારે ત્યાંથી વિહાર કર્યો ત્યારે ગામના બધા માણસો વળાવવા ગયા, તેમાં આ પણ સાથે ગયો. આચાર્ય ભગવંતે માંગલિક સંભળાવી બધાને છેલ્લી હિતશિક્ષા સંભળાવી ત્યારે ઘણા લોકોએ તેઓશ્રી પાસે જાતજાતના નિયમો લીધા. આચાર્ય ભગવંતે બધાને નિયમો આપ્યા. પછી આ શ્રેષ્ઠીપુત્રને પૂછ્યું કે ‘આ બધાએ નિયમો લીધા તો તારે કાંઈ નિયમ લેવો છે ?' આણે હસીને કહ્યું કે ‘સાહેબ ! મારે તો ઘણા નિયમ છે, જેવા કે, ઊભા ઊભા કદી સૂવું નહિ, આખેઆખું નાળિયેર કદી ખાવું નહિ વગેરે વગેરે.’ ગુરુ કહે ‘આ તો તું અમારી પણ મશ્કરી કરે છે જે સારું ન કહેવાય. બધાએ નિયમો કર્યા તો તારે પણ કોઈ એકાદ નિયમ તો કરવો જોઈએ. જે તારાથી બને તે કર.’ આચાર્ય ભગવંત ઉપરના સ્નેહભાવને લીધે શરમનો માર્યો નિયમ લેવા તૈયાર થયો. Page #137 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નિયમની ભાવના તો હતી જ નહિ. પણ જ્યારે આ રીતે તૈયાર થયો ત્યારે આચાર્ય ભગવંતે એને લાયક નિયમ કરાવ્યો કે જો ! તારા પાડોશમાં પેલો કુંભાર રહે છે. તારે રોજ સવારે એ કુંભારના માથાની ટાલ જોયા વિના મોંમાં પાણી નાખવું નહિ.’ પેલાને તો આ નિયમની વાત સાંભળી બહુ ગમ્મત આવી. એને થયું કે આ નિયમ સારો કે રોજ સવારે કુંભારની મશ્કરી કરવાની મજા આવશે. એ નિયમ લેવા તૈયાર થયો. આચાર્ય ભગવંતે નિયમ કરાવ્યો. સાવ સામાન્ય નિયમ હતો પણ તેઓશ્રીએ આવા નિયમમાં પણ એનો લાભ જોયો. પેલો રોજ નિયમિત આ નિયમ પાળવા લાગ્યો. ૧૧૬ 1304 એક દિવસે એ સવા૨માં થોડો મોડો ઊઠ્યો અને કુંભાર તો વહેલો ઊઠી જંગલમાં માટી ખોદવા ચાલ્યો ગયો. કલાક બે કલાક રાહ જોઈ પણ કુંભાર આવ્યો નહિ . એટલે થાકીને એની પત્નીને પૂછવા ગયો કે કુંભાર ક્યારે આવશે ? પત્ની કહે, ‘રોટલા લઈને ગયા છે એટલે હવે તો સાંજે આવશે.’ભૂખ લાગી હતી પણ નિયમ પૂરો કર્યા વિના ખવાય નહિ. એટલે હવે તો જંગલમાં ગયા સિવાય છૂટકો ન હતો. કુંભાર કઈ દિશામાં ગયો હતો.એ પૂછીને તે તરફ દોડતો ગયો. દૂરથી કુંભારને એક ખાડામાં માટી ખોદતો જોયો. ખોદતાં ખોદતાં ઊંચો નીચો થતાં એની ટાલ જોવાઈ ગઈ એટલે ‘જોઈ લીધી જોઈ લીધી' એમ મોટેથી બોલી પાછો ભાગવા માંડ્યો. અહીં કુંભારે તે જ વખતે જમીનમાં કોદાળીનો ઘા માર્યો તો તેમાંથી નિધાન નીકળ્યું. કુંભારને થયું નક્કી આ જોઈ ગયો માટે બૂમ મારે છે. કોઈને કહી દેશે તો માલ હાથમાંથી જશે. પેલાને બૂમ મારી પાછો બોલાવ્યો ને કહ્યું કે ‘ભાગ નહિ, અહીં આવ, આપણો અડધો અડધો ભાગ.' પેલો પણ વાણિયાનો દીકરો હતો. સમજી ગયો કે કાંઈક ભેદ છે, એટલે ત્યાં આવ્યો. કુંભારને કહે, ‘મને પોણો ભાગ આપ નહીં તો ગામમાં જાહેરાત કરી દઈશ. રાજા બધું લઈ લેશે ને તારા હાથમાં કાંઈ નહિ આવે.’ કુંભાર કબૂલ થયો. પોણો ભાગ લઈ ઘર ભેગો થયો. પછી એને વિચાર આવ્યો કે-મહાત્માએ આપેલા નહિ જેવા સામાન્ય નિયમથી પણ જો આટલો લાભ મળ્યો તો તેમનો સઘળો ધર્મોપદેશ બરાબર સાંભળી ધર્મના સાચા નિયમો કર્યા હોય તો કયો લાભ ન થાય ? આમ તેનો હૃદયપલટો થઈ ગયો. પછી તો ગુરુ ક્યારે પધારે તેની રાહ જોવા લાગ્યો અને ફરી ગુરુ મહારાજ પધાર્યા ત્યારે અનેક સારા સારા નિયમો લઈ આત્મકલ્યાણના પંથે ચડ્યો. જૈન તરીકે ઓળખાવું છે કે જૈન બનવું છે ? મુદ્દો એ છે કે નિયમો જીવનને પાપથી બચાવે છે. ગમે તેવો પાપી પણ પાપ Page #138 -------------------------------------------------------------------------- ________________ 1305 - --- ૮ઃ નિયમ નાનો પ્રભાવ મોટો - 88 – ૧૧૭ કરતી વખતે ક્ષણભર થોભી જઈને વિચાર કરે તો પછી પાપ કરી શકે નહિ. ખૂન કરવા ગયેલો આદમી તલવાર ખેંચીને પણ જો પાંચ-સાત કદમ પાછો હઠે તો પછી ખૂન કરતાં અટકી પણ જાય. એટલો પણ જે સમય મળ્યો એમાં તો એની સામે ફાંસીના માંચડો દેખાશે. રાવણ નિયમથી જ બચ્યો હતો. ગમે તેમ પણ નિયમનો ભંગ તો ન જ થવો જોઈએ, એવું એના મનમાં હતું. ઇંદ્રિયો તથા મનનું દમન થાય એવા નિયમો જેને હોય તે જ જૈન સંઘમાં નભે.” શ્રી જિનેશ્વરદેવના શાસનના ફળની પ્રાપ્તિ શી ? એમ કોઈ પૂછે તો શું કહો ? જૈન કહેવરાવનારે નિયમધારી બનવું જ પડે. શેઠ કહેવરાવનારે શ્રેષ્ઠતા ધારણ કરવી જ પડે. દરેક વસ્તુ યોગ્યતા મુજબ સેવાય તો જ તેનાં ફળ જોવા મળે. જૈન તરીકે ઓળખાવા માટે એને અનુરૂપ વર્તાવ હોવો જ જોઈએ. રાજપાટ, શેઠ, શાહુકારી, હીરા, માણેક, પન્ના કે પાઘડી દુપટ્ટાથી જૈન તરીકે ઓળખાઈ શકાતું નથી. જો એમ ઓળખાઈ શકાય તો એવા તો ઘણા જૈનેતરો પણ મોટા ઝવેરીઓ, રાજા, મહારાજાઓ અને ગાડી મોટરોવાળા છે પણ એટલા માત્રથી તે જૈન તરીકે ઓળખાતા નથી. તમારે જૈન તરીકે ઓળખાવા માટે એમના કરતાં કંઈક નવી ચીજું જોઈએ અને જે જોઈએ તે અંગે હું વાત સમજાવી રહ્યો છું. . * જૈનજીવન એટલે નિયમબદ્ધ જીવન. લોકમાં જાતિથી જેન તરીકે ભલે ઓળખાઓ પણ મહત્તા તો વર્તનથી ઓળખાવામાં છે. તમારા ખાનપાનમાં અને તમારી રીતભાતમાં તમે અન્યથી જુદા પડો ત્યાં તમારું જૈનપણું દીપે. પૂર્વે ક્ષત્રિયો પોતાની જાત પોતાના મોઢે ન બોલે પણ પોતાના પરાક્રમથી જ ઓળખાવે. જાત પૂછનારને એ કહેતા કે-“મારી જાત તો અવસરે ઓળખાશે.” મારા મોઢે એ સાંભળવા નહિ મળે.” જૈનો પણ એ જ રીતે પોતાની કરણીથી ઓળખાય. હીરાનું મૂલ્ય હીરો નથી કહેતો, એ તો ઝવેરી જ કહે. વિદ્યાર્થી પોતે પોતાને “પાસે છું” એમ નથી કહેતો. પોતે તો પેપર લખી પરીક્ષકને સોંપી ઘર ભેગો થાય. એનું લખેલું તપાસી પરીક્ષક એને પાસ-નાપાસ કહે છે. તમે જૈન બનીને ઓળખાવવા માગો છો કે માત્ર જૈન કહેવરાવીને ? -તો ચાંલ્લો એ દંભ છે: તમે કપાળમાં ચાંલ્લો શા માટે કરો છો ? એ ચાંલ્લો કરવાનો પણ હેતુ છે અને તે જરા સમજો. ચાંલ્લો કર્યા પછી જ જિનપૂજા થાય. ચાંલ્લો કર્યા પહેલાં પૂજક પૂજા માટે પ્રભુના અંગને સ્પર્શ કરવા પણ લાયક નથી. શાથી ? ચાંલ્લો એ પરમાત્માની આજ્ઞા મસ્તકે ચડાવવાની કબૂલાત છે. એ કબૂલાત વિના Page #139 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પ્રભુની પૂજા કરવાનો કોઈ પૂજકને અધિકાર નથી. જો પ્રભુની આજ્ઞા માન્ય ન કરવી હોય તો ચાંલ્લો એ દંભ છે. પછી ચાંલ્લો કરવા માટે દેરાસરમાં રાખેલા કેસ૨નો ઉપયોગ કરવાની મના છે એટલું જ નહિ પણ ઘ૨ના કેસરનો પણ એ રીતે ઉપયોગ કરવાની મના છે. જૈનત્વ દર્શાવનાર ચિહ્ન (તિલક) કપાળમાં કરો તો આજ્ઞાને જરૂર મસ્તકે ધો. આજ્ઞા જ માન્ય ન હોય તો કરેલું તિલક ઢોંગમાં ખપશે, દંભ ગણાશે. ૧૧૮ 1306 જે ચોરથી કે દુશ્મનથી પ્રજાનું રક્ષણ ન કરે અને ઉપરથી ચોરીમાં સાથ આપે એવાને રાજ્ય પોલીસનો પટ્ટો આપે ? જેને જોઈને ચોરે ભાગવું પડે; એ જ જ્યારે ચોરનો ભાગીદાર બન્યો છે એમ માલૂમ પડે ત્યારે રાજ્ય પણ એનો પટ્ટો ખેંચી લઈને એને કારાવાસમાં ધકેલે છે. રાજ્ય એને પૂછે કે તારી હાજરી છતાં ચોર ઊભો પણ કેમ રહી શક્યો ? ત્યાં એ પોલીસનો કોઈ બચાવ ન ચાલે. સમકિતીનો વ્યવહાર કેવો હોય ? સાધુપણાની અને શ્રાવકપણાની વાત તો દૂર છે. હમણાં એ વાતો નથી લાવતો પણ નિયમની વાતમાં પણ મૌન રહેશો તો મારે ને તમારે મેળ જામશે નહિ. હજી તો હું જૈન તરીકેના સામાન્ય નિયમોની વાતો કરું છું. એ નિયમો પણ એવા હોય કે ઇતરો તમને જૈનપણાની મગરૂરી ધરાવનારા તરીકે ઓળખે. એમને થાય કે વાહ ! માણસ તો ખરો છે ! ખાવા બેસો ત્યાં તમારી રીતભાત અને તમારા મન પરનો કાબૂ જોઈને એને આશ્ચર્ય થાય. બીજા અનેક ચીંજ ખાતા હોય અને તમે એક જ ચીજ ખાતા હો, એ જોઈને અને ખાવામાં તમારી ઉદાસીનવૃત્તિ જોઈને કોઈને પણ તમને હાથ જોડવાનું મન થઈ જાય. શ્રી શ્રેણિક મહારાજા શ્રી શાલિભદ્રને ત્યાં ગયા અને શાલિભદ્ર જ્યારે દાદર ઊતરી સામો આવી રહ્યો છે ત્યારે શ્રી શ્રેણિક મહારાજાને એને જોઈને થયું છે કે અરે ! આ તે માનવ કે દેવ ? પોતે ઊભા થઈને સામે જઈ દાદર પરથી એને ઊંચકી લે છે અને ખોળામાં બેસાડી ‘કેમ છે ?’ એમ પૂછે છે. શ્રી શાલિભદ્ર કહે છે કે ‘દેવગુરુની કૃપાથી ઠીક છે.’ આ સાંભળી રાજા ચોંકે છે કે અરે ! આવા મહાભોગમાં ડૂબેલાને પણ ‘દેવગુરુ' યાદ છે ! આવી ઉત્તમ ભોગસામગ્રી ધરાવનારો અને જેને ઘેર મગધદેશનો માલિક મળવા આવે તેને પણ ત્યારે ‘દેવગુરુ’ યાદ આવે એ કાંઈ નાનીસૂની વાત છે ? આજે તમારે ઘેર તો રાજ્યનો એક મામૂલી અમલદાર આવે તોયે તમારા મોઢામાં પાણી આવે, છાતી ફુલાવા લાગે અને ‘દેવગુરુ’ તો ક્યાંય ભુલાઈ જાય, યાદ પણ ન આવે; એવી તમારી આજની સ્થિતિ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ 1907 – ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 ૧૧૯ શ્રી શ્રેણિક મહારાજને પણ શ્રી શાલિભદ્રના ભોગની ઇર્ષા નથી આવતી. એ પણ ત્યાં ભોગપુણ્યનું ચિંતવન કરીને વિચારે છે કે ખરેખર, આવા પુણ્યવાનો તો મારા રાજ્યની શોભા છે. રાજ્યની સમૃદ્ધિનાં પ્રતીકો છે.' શ્રી શાલિભદ્ર વિચારે છે કે-હું પણ માનવ અને આ પણ માનવ છતાં એ રાજા અને હું પ્રજા, એ માલિક ને હું એનો આશ્રિત. ખરેખર, મારા પુણ્યમાં ખામી છે. આમ વિચારી એ રાજાની ઇર્ષા નથી કરતો પણ રાજપુણ્યને ચિંતવે છે. બેય સમ્યગ્દષ્ટિ ભેગા થયા છે. જો બેય મિથ્યાદૃષ્ટિ ભેગા થયા હોત તો એક પેલાના રાજ્યને પડાવવા ઇચ્છતા અને બીજો પેલાના સુખને લૂંટવા ઇચ્છત. સામાની ઉદારતાની અપેક્ષા રાખતા હો તો તમે પણ ઉદાર બનો. બીજાની સલામો ઇચ્છનાર કદાચ અન્યને સલામ કરે નહિ તો પણ એની સલામ ઝીલે તો ખરો ને ? ન ઝીલે તો પેલો સલામ કરનારો બે દિવસ સલામ કરી ત્રીજે દિવસે એને ઘમંડી માની સલામ કરવાનું માંડી વાળે. સામાની સલામ સભાવથી સ્વીકારો. સામાની ઉદારતા ઇચ્છનારે પોતે પણ બન્યું નહિ ચાલે. તમે જૈન બનો એમ હું ઇચ્છું છું. તમે જૈન બનશો એટલે ઘણી ખોટી ધાંધલ આપોઆપ શમી જશે. મંત્રીશ્વર વિમલશાહ ઃ . મંત્રીશ્વર વિમલશાહને એમના માલિક રાજા ભીમદેવે ત્રણ-ત્રણ વાર અન્યાય કરી મરણાંત આપત્તિમાં મૂક્યા હતા. પહેલી વાર એક મલ્લ સાથે યુદ્ધમાં ઉતાર્યા હતા. નાની ઉંમરના ઊગતા યુવાન મંત્રીને એક મોટા નામાંકિત મલ્લની સામે યુદ્ધમાં ઉતારવામાં રાજાની દાનત બૂરી હતી. પણ પૂર્વની પુણ્યાઈના યોગે બળવાન બનેલા મંત્રીશ્વરે પહેલા જ દાવમાં એ મોટા પણ મલ્લને પરાસ્ત કર્યો અને એના ઉપર વિજય મેળવ્યો. બીજી વાર એક વિકરાળ સિંહને જંગલમાંથી જીવતો પકડી લાવવા હુકમ કર્યો. આ હુકમ પાછળ દેખીતી રીતે જ મંત્રીને ખતમ કરવાનો ઇરાદો હતો. પણ પુણ્યની બલિહારી છે. જેમ કૂતરાને કાનપટ્ટી પકડીને હાજર કરે તેમ મંત્રીશ્વર સિંહની કાનપટ્ટી પકડીને એને નગરમાં ખેંચી લાવ્યા અને રાજસભામાં હાજર કર્યો. રાજાને કહેવું પડ્યું કે ભાઈ ! એને જલદી પીંજરામાં નાખ નહિ તો કંઈકનાં મોત નોતરશે.” રાજાને મનમાં ચિંતાનો કીડો સળવળે છે કે-આવો બળવાન આ રખે મારું Page #141 -------------------------------------------------------------------------- ________________ - ' 108 ૧૨૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ રાજ્ય પણ પડાવી લે. માટે એની હયાતી મારા માટે ભયરૂપ છે. ખટપટિયા દ્વેષી જનોએ રાજાના કાન બરાબર ભંભેર્યા હતા. કાચા કાનનો ભોળો રાજા એ ખટપટિયાઓની વાતમાં બરાબર આવી ગયો હતો. કોઈ ઉપાય હાથ ન આવ્યો એટલે બનાવટી કારણ ઊભું કરી મંત્રીશ્વરને દેશનિકાલનો હુકમ કર્યો. આવો અન્યાયભર્યો રાજાનો હુકમ સાંભળી નગરના સજ્જનો ખિન્ન બની ગયા. મંત્રીશ્વરને ઘેર જઈને સૌએ મંત્રીશ્વરની સાથે જ નગર છોડી ચાલી નીકળવાની તૈયારી બતાવી. પરંતુ શાણા મંત્રીશ્વરે તેમને એવું ન કરવા સમજાવતાં કહ્યું કેવહાલા નગરજનો ! તમારી મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી મને અત્યંત આનંદ થાય છે. પરંતુ હાલ તમારે મારી સાથે નગરનો ત્યાગ કરવાની જરૂર નથી. હાલ તો તમે સુખેથી માલિકના રાજ્યમાં રહો અને પૂરી વફાદારી જાળવો. ભોળા રાજા પ્રપંચીઓની જાળમાં ફસાયા છે, બાકી એમનો કોઈ દોષ નથી. એ પોતે તદ્દન નિર્દોષ છે. આપણે એનું લૂણ ખાધું છે એ લૂણ હરામ ન કરાય. આવા માલિક સામે બળવો કરવાનું કોઈ કારણ નથી. ગમે તેવો તોયે એ આપણો માલિક છે. તમે જોશો કે થોડા જ વખતમાં હું પૂરા માનપાન સાથે આ રાજ્યમાં પાછો ફરીશ. માટે તમે આ રાજ્યમાં અત્યાર સુધી જે રીતે શાંતિથી રહ્યા છો તે જ રીતે રહો અને આપણા માલિકનું ભલું ચાહો.” આ વિમલશાહ ત્યાંથી ચાલી નીકળ્યા. પોતે બહાદુર હતા. માર્ગમાં નવી સેના ઊભી કરી. બીજું કોઈ રાજ્ય જીતી. એ રાજ્યમાં પોતાના માલિક રાજા ભીમદેવની આણ પ્રવર્તાવી. રાજા ભીમદેવે આ સમાચાર સાંભળ્યા ત્યારે એને થયું કે જેને મેં મોતના મુખમાં ધકેલવા પ્રયત્નો કર્યા એ તો પોતાના બાહુબળથી રાજ્ય મેળવે છે છતાં ત્યાં મારા નામની આણ પ્રવર્તાવે છે, તો એ માણસ બિનવફાદાર કેમ હોઈ શકે ? ખરેખર કેટલાક દુષ્ટ લોકોએ જ એની વિરુદ્ધ ખોટી ખોટી વાતો કરી મને ગેરમાર્ગે દોરવ્યો છે. રાજાએ તરત જ મંત્રીશ્વરને પાછા બોલાવી મોટા સત્કારપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. વિમલશાહ જૈન હતા. એમનામાં જૈનત્વ હતું માટે આ પરિણામ આવ્યું. તમારામાં બળ હોય ને દુશ્મન નબળો હોય તો તેને મસળી નાખવાની ભાવના થાય કે શાંતિથી જીવવા દેવાની ? વગર બળે જ્યાં દાંત પીસાતા હોય ત્યાં બળ હોય તો શું ન થાય ? દાંત પીસવાની કુટેવ કાઢી નાખો. વિમલશાહમાં બળ હતું તેમ કળ પણ ઘણી હતી. એ ધારત તો રાજાને મુશ્કેલીમાં મૂકી પરાસ્ત કરી શકત પણ સાચા બળવાનો કદી દુરુપયોગ કરતા નથી; અને ખોટી ધાંધલ મચાવનારા કમનસીબોને તેવું બળ મળતું નથી. દાંત પીસવાની કુટેવ જાય Page #142 -------------------------------------------------------------------------- ________________ 1909 - ૮ નિયમ નાનો પ્રભાવ મોટો - 88 ૧૨૧ ક્યારે ? અભક્ષ્ય ભક્ષણ, અનાચાર, કુવ્યસનો વગેરે જાય ત્યારે. એ દૂર થાય ત્યારે જ સવિચાર આવે. પૂર્વના શ્રાવકો પુયયોગે મળેલી સામગ્રીને ભોગવતા પણ અનાચારના છાંયડે કદી જતા ન હતા. જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ખાય તે માનવ કે પશુ? જે તે ખાવું, જ્યારે ત્યારે ખાવું, જ્યાં ત્યાં ખાવું એ જેનને ન શોભે. ભાણે બેસી શાંતિથી જમી લેવું એમાં જ માણસાઈ છે. પશુ બોલી ન શકે, તેથી એને જે કાંઈ અરધુંપરધું મળ્યું હોય તે ખાઈ લે અને ભૂખ્યું હોય તેથી ફરી મળે ત્યારે ફરીથી ખાય. પણ ભાણે બેસી પૂરતું ખાઈ શકનાર માણસને વારંવાર જ્યાં ત્યાં અને જે તે ખાવાની ને વાગોળવાની જરૂર શી ? . કલ્પસૂત્રમાં આવે છે કે વારંવાર ખાનારા અને બહુ ખાનારા મોટે ભાગે તિર્યંચગતિમાંથી આવેલા અને તિર્યંચગતિમાં જનારા છે એમ સૂચવે છે. પશુને જોઈતું ન મળે તેથી જ્યારે જે મળે તે ખાધા કરે પણ માણસને તો ભાણે બેસીને ખાવા છતાં વારંવાર ખાવાની જરૂર પડે, તો માણસમાં ને પશુમાં તફાવત શું ? માણસ તો પશુથી પણ આગળ વધ્યો કારણ કે પશુ તો બિચારું જે આપો તે જ ખાય જ્યારે માણસને તો ચાર રોટલી ખાવા માટે આજુબાજુ બીજી ચાલીસ ચીજો જોઈએ છે. જેમ ભાણામાં ચીજ વધારે તેમ માણસ મોટો શ્રીમાન એવી તમારી માન્યતા ઘડાઈ ગઈ છે. શાસ્ત્ર એનાથી જુદું ફરમાવે છે. એ કહે છે કે જેમ ખાનપાનની કે. ભોગોપભોગની સામગ્રી ઓછી તેમ તેનામાં જૈનત્વનો અંશ વધારે. તમારે પેટ ભરવા ભોજનની જરૂર કે ઇંદ્રિયોને બહેકાવનારાં સાધનોની જરૂર ? હમણાં ભોજન ચાલે છે કે ઇંદ્રિયોને બહેકાવવાની પ્રવૃત્તિ ચાલે છે ? નિયમો અનેક પ્રકારના છે. ઇંદ્રિય તથા મનને દમે એવા નિયમો આત્મકલ્યાણકર છે. સાતે વ્યસનનો ત્યાગ તો જૈનજીવન સાથે જડાયેલો જ હોય. શ્રાવક પર્વતિથિએ પૌષધ કરે, નિયત તિથિએ ઉપવાસ કરે, ભોજન વખતે ઉણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ વગેરે કરે; લાલસાને અને વૃત્તિઓને અંકુશમાં રાખવા ચૌદ નિયમ ધારે. એક નિયમ એવો પણ છે કે જેમાં નવકાર ગણ્યા વિના કાંઈ પણ ખવાય પીવાય નહિ. જ્યારે પણ ખાવું પીવું હોય ત્યારે એક સ્થાને બેસી નવકાર ગણી ખાય કે પીવે ને પછી મુખશુદ્ધિ કરી નવકાર ગણીને ઊઠે. આવા માણસને ચોવીસ કલાકમાં એક-બે કલાકથી વધારે ભાગ્યે જ ખાવાપીવાની અવિરતિ હોય. બાકીના ટાઇમમાં એને વિરતિ જ છે. એ પછી જ્યાં ત્યાં ન ખાય, હોટેલમાં ન ઘૂસે કે બજારમાં મોં ચલાવતો ફર્યા ન કરે. એને ખાવાપીવા Page #143 -------------------------------------------------------------------------- ________________ 1310 ૧૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સિવાયના વચલા ટાઇમમાં ચોવિહાર જ છે, વગર અનશને અનશન છે. અચાનક અવસાન થાય તો એ અનશન અને વિરતિમાં જ મરે. એને રસ્તામાં કોઈ પાન ધરે તો એ ન ખાય. કહી દે કે ખાવું હોય તો મારે બેસવું પડે અને ખાઈને મોં શુદ્ધ કરવું પડે એવો મારે નિયમ છે. પેલો પછી કદી એ રીતે ધરે જ નહીં એટલે કાયમની પંચાત મટી જાય. આવા માણસને કોઈ સાંજે ચોપાટી ફરવા જવા કહે તો એ કહી દે કે-‘ના ભાઈ, મારે તો પ્રતિક્ર્મણ ક૨વા જવું છે. તમે પણ સાથે ચાર્લો.’આ સાંભળી પેલા દાક્ષિણ્યવાન હોય તો પ્રતિક્ર્મણ કરવા સાથે આવે અને નહિ તો ત્યાંથી ૨વાના થઈ જાય. તમારામાં તાકાત હોય તો યોગ્ય સ્નેહીઓને જરૂર ખેંચી શકો. શ્રી અભયકુમારે કૈંકને માર્ગમાં જોડ્યા હતા. અનાર્યદેશના પાટવીને મહામુનિ બનાવ્યા હતા. કાલસૌકરિકના પુત્ર સુલસને ધર્માત્મા બનાવ્યો હતો. નવકાર ગણીને જ ખાવુંપીવું અને એ વિના ખાવુંપીવું બંધ, આ કાંઈ આકરો અભિગ્રહ છે ? તમે કહેતા હતા કે ‘સહેલું સહેલું બતાવો’ તો આ હવે સહેલું બતાવું છું. આમાં તો કાંઈ દીક્ષા નથી ને ? આમાં નથી તો દીક્ષા, નથી ઊંચું શ્રાવકપણું કે નથી બાર વ્રતો. એ બધું તો બહુ દૂર છે. સમ્યગ્દર્શન, એનાં લક્ષણ, એનાં દૂષણ, એનાં ભૂષણ એ બધી વાતો હમણાં આગળ ઉપર રાખી છે. હમણાં તો આ સામાન્ય નિયમોની વાત ચાલે છે. એ વ્યસનોથી તો વિરામ પામો ! કુવ્યસનો જાય એટલે રોગ જાય, ખર્ચ બચે, બેકારી ટળે, ધાંધલ ધમાચકડી મટે, દુઃખ જાય, દુર્ધ્યાન જાય, દુષ્ટ વિચારો જાય અને અનેક પીડાઓ ઓછી થાય. પાપના ડૂચા મારનારાનાં મોઢાં જુઓ તો જાણે એક બાજુના ગલોફામાં ગાંઠ નીકળી. વાત કરે તોયે સમજાય નહિ અને બોલતાં થૂંક ઊડે એવી એની દશા હોય. પણ તમે બધા સરખેસ૨ખા છો એટલે તમને વાંધો આવતો નથી, બાકી એ હાલત તો એવી કઢંગી હોય છે કે સારા માણસને એ જોવી પણ ન ગમે. કેટલાકને તો બે પાન સાથે ખાવા જોઈએ. એમાં વળી સત્તર ચીજો નંખાવે એના પૈસા પણ વધારે આપે. રૂપિયા બે રૂપિયા કે પાંચ-દશ રૂપિયાનું પણ પાન થઈ જાય. ચા પણ જાતજાતની. કંઈકને તો અમુક જ હૉટલની ચા જોઈએ. તે સિવાય એને એ ઊતરે નહિ. પીવા છતાં ન પીધી હોય એમ માને. બીડી કે સિગારેટ પણ અમુક જ જોઈએ. આ બધી ઓછી ધાંધલ નથી અને પરાધીનતાનો કોઈ પાર નથી. અમુક જ ચા, અમુક જ પાન, અમુક જ બીડી, આવા અભિગ્રહધારી આજે ઘણા મળશે. એ અભિગ્રહો પાળવાની બહાદુરી બતાવો છો તો અહીં આ અભિગ્રહોમાં કાયર કેમ બનો છો ? ત્યાં શું વાંધો આવે છે ? Page #144 -------------------------------------------------------------------------- ________________ 1શા – ૮ઃ નિયમ નાનો પ્રભાવ મોટો - 88 - ૧૨૩ તમારા ખાનપાનની ઈર્ષ્યાથી આ નથી કહેતો. પુણ્યયોગે તમને મળ્યું છે. તેનો ત્યાગ કરી ત્યાગી બનો તો રાજી થાઉં પણ ત્યાગી ન બનો તો નિયમિત તો જરૂર બનો. અમુક ચીજો વિના ન જ ચાલે એ હાલત કાંઈ ઇચ્છવા યોગ્ય નથી. | દાતાર તો એવા હોય કે ભાણામાંથી પણ યાચકને ટુકડો આપીને જમે. થોડામાંથી પણ થોડું આપ્યા વિના ન રહે. ધર્મીના ઘરની હાલત જ જુદી. પતિ કમાઈને લાવે તો પત્ની ઘીમાં ઝબોળેલી રોટલી ભલે ખાય પણ કદી ન લાવે તો લુખી ખાવામાં ગ્લાનિ કે શરમ ન અનુભવે ! “કેમ ન લાવ્યા ?” એમ ન કહે. પતિને પણ વિશ્વાસ કે સારી ચીજ લઈ જઈશું તો બનાવી આપશે પણ નહીં લઈ જઈએ તો વાંધો નહિ ઉઠાવે. પત્ની પણ નિર્ભય કે સારી ચીજ બનાવીશ તો પતિ ઉપભોગ કરશે પણ કદાચ ન બને તો ધમાલ તો નહિ જ કરે. ધર્મીના ઘરની આવી હાલત હોય. સ્વચ્છંદી જીવન સાથે જૈનશાસનને વૈર છે. હાલ બીજી વાતો આથી રાખી છે. તમે જ મને દીક્ષાની વાત ઉપરથી સામાન્ય નિયમોની વાત ઉપર આવેવા માટે કહેતા હતા. તો હવે હું એ નિયમોની વાત કરું છું. સાત વ્યસનના નિયમની વાત સામાન્ય નથી ? મદિરા, માંસ, શિકાર, જુગાર, નશાખોરી, ચોરી, પરસ્ત્રીગમન અને વેશ્યાગમનનો ત્યાગ કરવો એ કોઈ મોટી વાતં છે ? દુનિયાનો કોઈ સભ્ય ગણાતો માણસ પણ આના નિયમમાં “ના” ન કહે તો પછી જૈનની તો શી વાત ? - ત્યાર પછી શીલપાલનની વાતમાં આવવું પડશે. ત્યાં પણ નિયમન કરવું પડશે. સિંહ જેવા પશુમાં પણ એક એવી વાત છે કે જે જિંદગીમાં એક જ વાર વિષયસેવન કરે છે અને સામાન્ય સિંહો પણ વર્ષમાં એક વાર વિષયસેવન કરે છે. માત્ર એક કૂતરાની જાત એવી છે કે જે વારંવાર વિષયસેવન કરે પણ તે પણ એની મોસમમાં; મોસમ સિવાય નહિ. તમારે આવું કંઈ ખરું ? કે કોઈ નિયમ જ નહિ ? તમારે માટે આવી વાત કરતાં બહુ દુ:ખ થાય છે. કોઈ અંકુશ જ ન હોય તો એ શોભતી વાત છે ? આ વાત તમને ન કર્યું અને પાટે બેસીને તમારા ગુણો જ ગાયા કરું તો એ ચાલે ? આ સ્થિતિમાં શાસનપ્રેમીનું બિરુદ ઘટે શી રીતે ? શાસનપ્રેમીથી મરજી મુજબ ન ચલાય. “શાસનપ્રેમી'નો ઇલ્કાબ રસ્તામાં નથી પડ્યો. જેના શાસનનો એ ઇલ્કાબ છે તેની આજ્ઞા જરૂર માનવી પડશે. આજના કહેવાતા સુધારકો ગમે તેમ વર્તે, ગમે તે ખાય પીવે, ગમે ત્યાં ભટકે, એ એમને પાલવે. એમને તમે શાસ્ત્ર આડું ધરો તો એ શાસ્ત્રને હમ્બગ કહી દેશે, એટલે એને કાંઈ બંધન નથી. પણ તમે તો શાસનપ્રેમી કહેવાઓ છો; તમને એ બધું નહીં પાલવે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ '1312 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નિયમ લેવામાં વિલંબ પણ સારો નથી. આયુષ્ય ચંચળ છે, મોતની નોબતો વાગી રહી છે, મરણને કોઈની શરમ નથી, ઘરડાં પહેલાં જશે ને જુવાન પછી જ જશે એવો કાયદો નથી. ઘરડા ને જુવાન બંનેએ સાવધ થવાનું છે અને અજ્ઞાન બાળકોને પણ સાવધ કરવાના છે, સન્માર્ગે દોરવાના છે. ધર્મ પત્ની પતિને ધર્મમાં જોડી શકે, પાપથી રોકી શકે, એ માટે વારંવાર ટોકી શકે અને જરૂર પડે તો એ માટે રૂસણું પણ લઈ શકે છે. સાડી અને અલંકારો માટે ઘણાં રૂસણાં લીધાં, તો હવે ધર્મ માટે લેવામાં વાંધો નહિ. દુનિયાદારી માટે રૂસણાં લેનાર બાઈ ધર્મ માટે રૂસણાં કેમ ન લઈ શકે? હમણાં કહેશે કે-“મહારાજે તો ઘરમાં ઝઘડા ઘાલ્યા. પણ સાડી ને દાગીના માટેના ઝઘડામાં નુકસાન છે. આવા ઝઘડામાં નુકસાન નહિ પણ લાભ જ થશે. છોકરો ખાય નહીં તો દુ:ખી થનારાં માબાપ, છોકરો ધર્મ ન કરે તો દુ:ખી કેમ ન થાય ? સહેલું શું ? સાધુપણું કે શ્રાવકપણું ? . શ્રાવકના જીવનમાં સંસ્કારો જ સુંદર હોય. એના આચાર-વિચારની પરંપરા જ વિશુદ્ધ હોય એને ત્યાં અભક્ષ્ય તો સહેજે ન હોય. આ સ્થિતિમાં એને નિયમમાં કાંઈ વાંધો આવે ? ન જ આવે. પણ હવે તો હું આ શ્રાવકપણાની વાત કરું છું તે પણ તમને કઠિન લાગે છે. જો કે શ્રાવકપણાનો માર્ગ કાંટાળો અને કચરાળો છે, જ્યારે સાધુપણાનો માર્ગ સહેલો છે. માટે તો શ્રી જિનેશ્વરદેવે પહેલાં જ સાધુધર્મ કહ્યો. બંગલા, બગીચા કે લાડી, વાડી ને ગાડી એ કશાની પીડા સાધુને નહિ. શ્રાવકને તો હજાર ઉપાધિ. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું એ આશ્ચર્ય અને મુનિઓને અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન થાય તૉ પણ ત્યાં આશ્ચર્ય નહિ. મુનિઓને ઘણા ઉપસર્ગો થયા તેની પ્રશંસા નહિ અને આનંદ કામદેવના ઉપસર્ગોની પ્રશંસા સમવસરણમાં ભગવાન પોતે ગૌતમ મહારાજની પાસે કરે છે કે-“તમે તો ત્યાગી પણ આ તો શ્રાવક, સંસારના કાદવમાં ખૂંચેલા, તેણે પણ આવા ઉપસર્ગો સહ્યા.” વાત પણ ખરી કે ઘરમાં બેઠેલો ને બાળબચ્ચાદિ પરિવાર વચ્ચે રહેલો શ્રાવક આવા ઉપસર્ગ સહે એ કાંઈ નાનીસૂની વાત નથી. કામદેવની સામે એના બાળકના ટુકડા કરી કરીને દેવતા બતાવે છતાં કામદેવ ચલાયમાન ન થાય એ નાનીસૂની વાત નથી. આ તો દીક્ષા લેવાય નહિ અને શ્રાવકપણામાં પણ સીધા રહેવાય નહિ, ત્યાં શું થાય ? માટે કહું છું કે-સંસાર છોડો, ન છોડાય તો ત્યાં પણ સીધા રહો, વાંકાઈ મૂકી દો અને અયોગ્ય સંસર્ગથી આઘા રહો. Page #146 -------------------------------------------------------------------------- ________________ 1313 ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 ૧૨૫ વેશ્યાગમન અને વિધવાવિવાહ : સભા વેશ્યા કોઈની માલિકીની સ્ત્રી નથી તો એની સાથે વિષયભોગનો નિષેધ કેમ ?’ વેશ્યા કોઈની માલિકીની નથી તેથી એ પરસ્ત્રી ન કહેવાય. એથી જ શાસ્ત્રકારે એને પરસ્ત્રીગમનથી જુદું વ્યસન લખ્યું. વેશ્યાના સહવાસમાં આવનારના આ લોક અને પરલોક બેય બગડે છે. એનામાં વિષયની માત્રા વધારે છે. બહારથી સુંદર દેખાતી એ નિર્લજ્જતા અને નિર્દયતાની સાક્ષાત્ પ્રતિમા છે. એ એકની નથી, અનેકની છે; માટે કવિઓએ એને કૂતરાની ચાટની ઉપમા આપી છે. પારકા ઘરમાં જનારો પકડાય પણ એના ઘરમાં જનારને કોઈ પકડે નહિ, માટે શાસ્ત્રકારે એ વ્યસન જુદું પાડ્યું. સ્ત્રીને તો મારાપણું રહે છે પણ વેશ્યાને જરા પણ મારાપણું હોતું નથી. એ કેવળ સ્વાર્થને જ સાધનારી છે. વેશ્યાને ત્યાં જનારને પોતાનું સર્વસ્વ હોમવું પડે છે. પૈસા, આબરૂ, આરોગ્ય અને આનંદ એ બધાથી લૂંટાય છે અને આપત્તિના ઢગલા વહોરવા પડે છે. વેશ્યાને ત્યાં જનારો દિવસે દિવસે અધમ બનતો જાય છે અને અંતે સર્વનાશના પંથે પડે છે. દુનિયામાં પણ એની કશી કિંમત રહેતી નથી. વિધવાવિવાહના નિષેધમાં પણ ઘણું રહસ્ય છે. સ્ત્રીને પોતાના પતિમાં જે સર્વસ્વપણાનો ભાવ છે, એ ગયા પછી બધી મર્યાદા તૂટે. એ કહી દે કે-‘તારે એક મારે અનેક.’ શાસ્ત્રમાં પુરુષની પ્રધાનતા સકારણ છે. સ્ત્રી જેટલી ભયંકર બને છે એટલો પુરુષ કદાચ નથી બની શકતો. દુકાન માંડી બજાર વચ્ચે સ્ત્રીઓ બેઠી, પુરુષો નહિ . વિધવાને જ્યાં છૂટ થઈ પછી એ શું ન કરે ? સ્ત્રીનો વિષય બકરીની લીંડીના અગ્નિ જેવો કહ્યો છે, એ ઝટ નથી શમતો. પુરુષનો વિષય તરણાના અગ્નિ જેવો કહ્યો છે. એ જલદી શમે છે. નપુંસકનો વિષય તો નગરના દાહ જેવો ભયંકર છે. સભા : આ બધું શાથી જણાય ?’ કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનના બળે આ જોયેલ છે. આપણે આગમના આધારે આ વાત કરીએ છીએ, જ્યારે લોકોમાં એ અનુભવની વાત છે. શબ્દોમાં સમજાવાય એવી આ વાત નથી. ‘ઊંહું’ કરી ન જ સ્વીકારે તેને સમજાવવાનો કોઈ ઉપાય નથી. આ વાતમાં પણ અપવાદ જરૂર હોય. રાવણ અને સીતાજીની વાત પ્રસિદ્ધ છે સતીઓમાં વિષયની માત્રા ઓછી હોય અને વિષયાધીન પુરુષમાં વધારે હોય એ બને, પણ બહુલતયા આ વાત છે. સ્ત્રીની પાંચે ઇંદ્રિયો તેજ છે. પાંચે ઇંદ્રિયોના વિષયો એને બહુ ગમે છે. સ્ત્રી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1314 માગવાને ટેવાયેલી છે, પુરુષને માટે એ વાત કઠિન છે. વિષયની ગુલામી પુરુષ ખાનગી ગમે તેટલી સ્વીકારે પણ સ્ત્રી જાહેરમાં સ્વીકારે છે. બજાર વચ્ચે દુકાન માંડનાર સ્ત્રીઓ છે. સભા: ‘કહે છે કે, શાસ્ત્રોના પ્રણેતા પુરુષો હતા માટે પુરુષની પ્રધાનતા બતાવી છે.” એ વાત પણ સાચી નથી. પુરુષવચન પ્રમાણ નથી કહ્યું પણ આપ્તવચન પ્રમાણ કહ્યું છે. સર્વજ્ઞ થયેલાનું વચન પ્રમાણ છે, જે સર્વજ્ઞ હોય છે તેને પુરુષવેદ કે સ્ત્રીવેદ બેમાંથી એક પણ વેદનો ઉદય નથી હોતો. એ અવેદી હોય છે. માટે એમનું વચન પ્રમાણભૂત છે. વિષયાધીન પુરુષોનું વચન પ્રમાણ નથી. આ બધી અનુભવસિદ્ધ વાતો અનુભવી હોય તે જાણે. બીજા તો એક બાજુ બેઠાબેઠા વા ખાયા કરે. પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે વેધકતા વેધક લહે બીજા બેઠા વા ખાય.” અહીં પણ એ જ વાત છે. જેને સમજવું હોય તે સમજે બાકી જેને હવા ખાવી હોય તે ભલે ખાય. વેશ્યાને ત્યાં જનારનો પરલોક જ બગડે છે એમ નથી, આ લોકમાં પણ એની બૂરી હાલત થાય છે. મારાપણાની લાગણી ન હોવાથી સામાની પાયમાલીમાં વેશ્યાને સહેજ પણ અસર થતી નથી. વેશ્યાનો સહવાસ મહાભયંકર છે. એ સહવાસમાં ગયેલો એવો તો ગબડે છે કે છેક તળિયે જઈને પટકાય છે. એક પછી એક દુર્ગુણો એનામાં દાખલ થવા માંડે છે, અનેક આપત્તિઓનો એ ભોગ થાય છે, અનેક રોગોમાં એ પટકાય છે અને અંતે પાયમાલ થઈ, બેઆબરૂ બની દુર્ગતિનો મહેમાન બને છે. આ રીતે વ્યસનોના ત્યાગ અને નિયમો અંગે શાસ્ત્રકાર ભગવંતો હજી પણ વિશેષ શું ફરમાવે છે, તે હવે પછી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯ : શું સટ્ટે, જુગાર નથી ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧૪, ગુરુવાર, તા. ૧૩-૩-૧૯૩૦ ♦ ભારે કર્મી કોણ ? નિયમ ન લેનાર કે લીધા પછી સંયોગવશ ભાંગનાર ? ૭ નિયમથી થયેલો લાભ : ૭ અતિચાર અને અનાચાર: પડતાં પડતાં પણ ચડવાનો નિયમ : સાધુપણાનો માર્ગ સરળ છે. શ્રાવકપણાનો માર્ગ કાંટાળો છે : સાતેય વ્યસનોને દેશવટો આપતા મહારાજા કુમારપાળ : ♦ નિયમની મહત્તા : ♦ સટ્ટો અને જુગાર : ♦ સંતોષનું સુખ સમજાય તો સટ્ટો બંધ થાય : ♦ પરસ્ત્રીગમન અને વેશ્યાગમન : 89 ભારે કર્મી કોણ ? નિયમ ન લેનાર કે લીધા પછી સંયોગવશ ભાંગનાર ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં હવે ચિત્તરૂપી કૂટો (શિખરો)ના સ્વરૂપને વર્ણવે છે. મેરૂની શોભા માટે જેમ શિખરો જોઈએ તેમ શ્રી સંઘરૂપ મેરૂને પણ ઉત્તમ પ્રકારનાં અંતઃકરણ જોઈએ; જે ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન હોય. ઇંદ્રિયો અને મનનું દમન થાય એવા નિયમોથી અંતઃકરણ ઊંચા પ્રકારનું બને છે; કેમકે તેનાથી અશુભ અધ્યવસાય નાશ પામે છે; પછી શુભ અધ્યવસાયના યોગે કર્મમલ ખસવાથી એ ઉજ્વલ બને છે અને પછી નિરંતર સૂત્ર તથા અર્થનું સ્મરણ કરવા વડે એ ઝળહળતાં બને છે. આવાં અંત:કરણોથી જ શ્રી સંઘરૂપ મેરૂની શોભા છે. શિખરો વિના જેમ મેરૂ ન શોભે તેમ ઉત્તમ અંતઃકરણ વિના શ્રી સંઘરૂપ મેરૂ ન શોભે. સભા અંત:કરણ એટલે ?’ આત્મામાં મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરવા દ્વારા થતા વિચાર. આત્મા તો અનંતજ્ઞાનાદિ ગુણોનો ધણી છે પણ જ્યાં સુધી એ બહારના કુસંસર્ગમાં છે ત્યાં સુધી વિચાર ખરાબ રહેવાના છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સંઘ તે છે કે જે સંસારથી થોડા સમયમાં છૂટવા માગે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પૈકી એક પણ સંઘ એવો ન હોય જે સંસારમાં રહેવા ઇચ્છે. આ રીતે જેને મુક્તિની જ સાધના કરવાની હોય તેના વિચારો ઉત્તમ જ હોય. એ જે જે મનોવર્ગણાના પુદ્ગલ લે તે સુંદર જ લે, સંસારના રંગરાગમાં પાડે એવાં મનોવર્ગણાનાં પુદ્ગલો એ ગ્રહણ કરે જ નહિ. આત્મા નિયમમાં આવે, અંકુશ સ્વીકારે, તો એ બને. નિયમો વિના મનોવર્ગણાનાં યુગલોને સુંદ૨ બનાવી શકાતા નથી. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય તે નિયમ. 1316 એક વર્ગ એવો છે કે જે નિયમને બંધન માને છે, બેડીરૂપ માને છે. શ્રી જિનેશ્વરદેવના કાળમાં પણ તેવો વર્ગ થોડા પ્રમાણમાં હોય; પણ તે વર્ગ જૈન તરીકે ઓળખાતો નથી. વર્તમાનમાં તો એવો વર્ગ પણ જૈન તરીકે ઓળખાય છે. સ્વતંત્રતાની ઉપાસનાનો દાવો કરનારાને પણ વનમાં અંકુશ લાવ્યા વિના છૂટકો નથી. જે રાજતંત્ર હસ્તગત કરવાની વાતો કરો છો તે પણ નિયમબદ્ધ છે. અંકુશના સ્વીકાર વિના એક પણ કામ સિદ્ધ ન થાય. નિયમને બેડી માની સ્વતંત્રતા પામવાની વાત કરે ત્યાં કહેવું પડે કે એ વર્ગ શાસન પામ્યો જ નથી. એ વર્ગને દૂર રાખો કેમકે એને શાસનમાં સ્થાન નથી. બીજો એક વિભાગ તે છે કે જે ભાંગી જવાના ભયે નિયમ નહિ લેવાનું કહે છે. એ કહે કે-‘કરીએ બધું, તજીએ બધું પણ નિયમ નહિ; કેમકે કદાચ ન પળાય તો ?’ પણ એ ‘કદાચ’ માટે તો નિયમ છે. ‘કદાચ’ નો સંભવ છે માટે જ નિયમ ખાસ જરૂરી છે. પાપ કરતો હોય તે જેમ નિયમ લઈ શકે છે તેમ પાપ નહિ કરનારો પણ પાપ નહિ કરવાનો નિયમ લઈ શકે છે. નિયમ ભવિષ્ય માટે છે; ભૂતકાળનો કે વર્તમાનકાળનો નથી. ભૂતકાળમાં પાપ કર્યું હોય તેનો પસ્તાવો હોય, જે પાપનો નિયમ લે તે વર્તમાનમાં ન હોવું જોઈએ, અને ભવિષ્યમાં પાપ ન કરવા માટે નિયમ છે. કેટલાક કહે છે કે અમુક પાપ તો અમે કરતા જ નથી તો એના નિયમની શી જરૂર ? હું કહું છું કે તો પછી નિયમના સ્વીકારમાં હ૨કત શી ? વિષમ સંયોગોમાં આત્મા કાબૂ ન ગુમાવે માટે નિયમ છે. ‘ભાંગવાના ભયથી નિયમ ન લેવો' આ માન્યતાથી ઘણા આત્માઓ ઉત્તમ સાધનાથી વંચિત રહે છે. નિયમ લેવાના પરિણામ, નિયમનું પાલન, એના પાલન માટેની કાળજી, તે વખતની કર્મનિર્જરા, તે સમયે થતો શુભાશ્રવ, તેનાથી બંધાતું સ્વર્ગાદિનું આયુષ્ય, એ બધા લાભથી નિયમ નહિ લેનારો વંચિત રહે છે. જ્ઞાનીની દૃષ્ટિએ Page #150 -------------------------------------------------------------------------- ________________ 117 -૦૯ શું સટ્ટો, જુગાર નથી? - 89 – – ૧૨૯ અમુક આત્મા અમુક સમયે અમુક પાપ કરવાનો એ નક્કી, છતાં તે નિયમ લે ત્યાં જ્ઞાની બોલતા નથી; કેમકે એ વખતે નિયમ ભાંગનારો પણ નિયમનો પ્રેમી હશે તો બળતે હૃદયે ક્રિયા કરશે. નિયમવાળાના મોંમાં અને નિયમ વિનાનાના મોંમાં વસ્તુ પેસે તેમાં ફરક પડે નહિ ? મોંમાં ચીજ પેસે ત્યારે કયો માણસ થુંકવા જવાનો ? પ્રાયશ્ચિત્ત કરવા કોણ જાય ? નિયમ વિનાનો તો પાપ માને છે જ ક્યાં ? એ તો, કહી દેશે કે મારે ક્યાં નિયમ છે ? જેમ વર્તમાનમાં કાચું પાણી નહિ પીવાવાળાના મોમાં કાચા પાણીનો છાંટો પડી ગયો તો તે આલોચના લેવાનો, પણ નિયમ વિનાનો નહિ લેવાનો. નિયમવાળું જીવન અને નિયમ વિનાનું જીવન એ બે વચ્ચે આટલું અંતર છે. નિયમ લેનારો તીવ્ર કર્મોદયે પડે પણ ખરો. એ પડે જ નહિ એવો કાયદો નથી. મોટા મોટા અરે ! ચૌદ પૂર્વધરોપણ પડે. અગિયારમે ગુણઠાણે ઉપશમભાવનું વીતરાગ ચારિત્ર પાળનારા પણ પડે. પરંતુ પડવાની બીકે ચડવાનું માંડી વાળવું એ તો કેવળ મૂર્ખાઈ છે. પડવાના ઇરાદા સાથે નિયમ લેતા હો તો ન લેતા. કેમ ન પળાય ? જીવન નિયંત્રિત કેમ ન થાય ? આ ભાવનાથી નિયમ લેવાય, લીધા પછી સાચવવા પૂરતી કાળજી રખાય, છતાં તીવ્ર કર્મોદયે પડે તેણે બેફીકર રહેવું; પણ એનો અર્થ એ નહિ કે નિયમ ન ભાંગે તો પણ હરકત નહિ. ભાંગે એના કરતાં નિયમ ન લેવો સારો, આ ભાવનાના યોગે તો ઘણા નિયમથી વંચિત રહ્યા. પૂ. આચાર્ય શ્રી સેનસૂરિ મહારાજાને પ્રશ્ન પૂછ્યો કે : એક જણે બ્રહ્મચર્યવ્રત લીધું પણ પાછળથી ભાંગ્યું અને બીજાએ ભાંગવાના ભયથી લીધું જ નહિ, તો એમાં લઘુકર્મી કોણ ? પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે લેનારો લઘુકર્મી છે, નહિ લેનારો ગુરુકર્મી છે. નિયમથી થયેલો લાભ: જેણે નિયમ લીધો તેની લેતી વખતની ભાવનાની શુદ્ધિ, પરિણામની શદ્ધિ, બોધિબીજનો લાભ, સ્વર્ગાદિ આયુષ્યનો બંધ, (જો આયુષ્યનો બંધ થાય તો) એ લાભ તો થયો જ છે; જેટલો કાળ નિયમ પાળ્યો તેટલો લાભ થયો, નિર્જરા થઈ જ. ત્યાં ખેડૂતનું દૃષ્ટાંત આપે છે ગૌતમ મહારાજાએ પ્રતિબોધેલો ખેડૂત સંયમ લે છે. એ કાંઈ બીજું જાણતો નથી પણ ગૌતમ મહારાજા “આ બધું પાપ છે” એમ સમજાવે છે તે વાત માની લઈને તરત સંયમ લે છે અને એમની સાથે સાથે ભગવાન પાસે આવે છે; પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ભગવાન મહાવીરદેવને જોઈને એ તરત જ પાછો ભાગે છે. આ જોઈ ઇંદ્રમહારાજા હાંસી કરે છે, ત્યારે ખુદ ભગવાન કહે છે કે ‘હાંસી કરવી યોગ્ય નથી, એ જ્વ પામી ગયો.' ફક્ત અહીંથી ત્યાં આવ્યો ને તરત પાછો ભાગી ગયો એને માટે ભગવાને ‘પામી ગયા’નું પ્રમાણપત્ર આપી દીધું. સંયમ લેતી વખતની પરિણામશુદ્ધિનું એ ફળ હતું. ૧૩૦ 1318 અશુભ કે શુભ જે બંધ નિયત થયા તે થયા શ્રી શ્રેણિક મહારાજા કે કૃષ્ણ મહારાજાને ક્ષાયિક સમ્યક્ત્વનો જે લાભ થયો તે જેમ નિયત છે તેમ પૂર્વે ન૨કાયુનો જે બંધ પડેલ છે તે પણ નિયત છે. પહેલાં નરકે વું જ પડ્યું. સારી કરણીનું ફળ મળવાનું ચોક્ક્સ પણ નરકે ગયા વિનાં છૂટકો ન થયો. કર્મવશ જીવ નિયમ ભાંગે પણ ખરો પણ પાછો તે પાપુની નિંદા કરે, ગહ કરે અને શુદ્ધ થાય. શ્રી નંદિષણ મુનિનું દૃષ્ટાંત એ માટે પ્રસિદ્ધ છે. પણ એ રીતે શુદ્ધ કોણ થાય ? પામેલો કે નહિ પામેલો ? મહાત્મા શ્રી નંદીષેણ મુનિવરે પોતાના વ્રતનો ભંગ ન થાય માટે આત્મઘાત કરવાના તમામ પ્રયત્ન કર્યા, પણ ભોગાવલી તીવ્ર હતું; દેવીએ તમામ પ્રયત્નો નિષ્ણ કર્યા, ફાંસો ખાધો તે પણ છૂટી ગયો, કર્મોદયુ નડ્યો, વેશ્યાને ત્યાં ગયા, વેશ્યાના વચનથી અભિમાન આવ્યું, તરણું તોડી સોનૈયાની વૃષ્ટિ કરી, વેશ્યાને આધીન થઈ અને તીવ્ર કર્મોદયે પોતે ત્યાં રહ્યા, પણ તે જ વખતે રજોહરણ સાચવીને ઊંચે મૂક્યું. મનમાં થયું કે ‘મેં વ્રત ભાંગ્યું.’ વ્રત લીધું હતું તો ભાંગ્યું એમ થયું ને ? અતિચાર અને અનાચાર : પેઢી ખોલનારને આવક-જાવક બેય થાય. નિયમ લેનાર કહે કે- ‘ન જ ભાંગે એવી ખાતરી મળે તો જ લઉં' તો એવી ખાતરી કોણ આપે ? છદ્મસ્થકાળમાં રહેલો, કર્મની આધીનતામાં પડેલો, આત્માના એક એક પ્રદેશ ઉપ૨ અનંતાનંત કર્મના ૫૨માણુઓ પથરાયેલા છે એવો-આવા આત્મા માટે ખાતરી કોણ આપે ? કોઈ જ ન આપે. ચડેલાના પરિણામમાં પણ ક્ષણે ક્ષણે પલટા થાય, માટે તો ભંગ છેલ્લો કહ્યો. અતિક્ર્મ, વ્યતિક્રમ, અતિચાર અને પછી છેલ્લે અનાચાર કહ્યો. અતિચાર, સુધી નિયમનો ભંગ નહિ; પણ અનાચાર થયો કે નિયમભંગ થયો. બાવીશ જિનના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હતા એટલે કે સરળ અને સમજદાર હતા, છતાં એ પણ અતિચારના ઝપાટામાં આવતા તો ભગવાન મહાવીરના શાસનના વક્ર અને જય જીવોને અતિચાર નહિ ? Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89 કેટલાક તો વળી દલીલ કરે છે કે-‘અમુક વસ્તુનો નિયમ કર્યો, પછી તેનો ભોગવટો થાય નહિ ને ઇચ્છા થયા કરે તેથી આર્તધ્યાન થાય, તો એનું પાપ ન લાગે ? નિયમ ન હોય તો તરત ભોગવટો કરી લે એટલે આર્તધ્યાન તો ન થાય. શાસ્ત્ર કહે છે કે દુર્ધ્યાનમાં પાપ તો ખરું પણ ભોગવટો કરવાથી થાય તેટલું નહિ-‘મારી નાખું, કાપી નાખું, ખૂન કરું' આ બધી ભાવના કરી, અરે તલવાર પણ ખેંચી પણ જ્યાં સુધી માથું કાપ્યું નથી ત્યાં સુધી દુનિયાના કોઈ જજ્જની તાકાત નથી કે એને ફાંસીનો હુકંમ કરે. 1319 ૧૩૧ શાસ્ત્ર કહે છે કે મનથી ગમે તેટલા લોચા વાળ્યા પણ કાયાની ક્રિયા નથી થઈ ત્યાં સુધી વ્યવહાર અશુદ્ધ નથી બનતો. જો વિચાર માત્રથી જ સારું, ખરાબ થઈ જતું હોય તો તમારે કમાવા માટે પેઢી ખોલવાની જરૂર શી ? લાખ મળવાના વિચાર કરો એટલે કામ પત્યું. પણ ત્યાં તો ક્રિયા કર્યા વિના રહેતા નથી; તો અહીં એ નિયમ કેમ નહિ ? નિયમના વિરોધીઓ ભાંગવાનો ભય બતાવી અનેક આત્માઓને નિયમથી વંચિત બનાવે છે. અતિક્ર્મ, વ્યતિક્ર્મ, અતિચાર થઈ જાય પણ ભંગ એ જુદી ચીજ છે. અનાચાર થાય ત્યારે ભંગ થાય છે. પડતાં પડતાં પણ ચડવાનો નિયમ: ભગવાન પણ જેનો નિયમભંગ જાણતા હતા તેને નિયમ લેતી વખતે અટકાવ્યા નહિ, કેમકે ભગવાન એ પણ જાણતા કે કેટલીયે વાર ચડશે, ત્યારે એનું ઠેકાણું પડશે. મરૂદેવીમાતાનું દૃષ્ટાંત લેનારા લે છે પણ એવું દૃષ્ટાંત તો એ એક જ. ભરત મહારાજાના આરીસાભુવનમાં કેવળજ્ઞાનની વાતો કરનારા એમની પૂર્વની તીવ્ર આરાધનાને યાદ નથી કરતા. બાકી વીંટીઓ તો કેઈની સરી પડી, પાઘડી કેટલાયની ઊડી ગઈ, મહેલ અને બંગલા કેટલાયના ચાલ્યા ગયા, પણ વૈરાગ્ય કોને થયો ? અન્યત્વભાવના કોને આવી ? એકત્વ-ભાવનામાં ક્યારે રમતા થયા ? ઘરમાં કોઈ ભાવ ન પૂછે ત્યારે રૂવો અને એકત્વભાવના ભાવો એ જુદી વાત છે, પણ તે મોહના ઘરની; વિવેકના ઘરની નહિ. વિવેકના ઘરની હોય તે તો એકલો પડે ત્યારે રોતો ન હોય પણ મજામાં હોય. તમને કર્મના પલટાની ખબર નથી. શુભોદય ચાલતો હોય, શુભબંધ પણ થઈ રહ્યો હોય પણ જીવનમાં એક કાર્યવાહી એવી થાય કે શુભ ઉદય તો અશુભમાં પલટાય પણ શુભબંધ પણ અશુભમાં પલટાઈ જાય. ક્ષણ માત્રમાં પલટાઈ જાય એવી કર્મની દશા છે. માટે નિયમ ન ભાંગવાની ગેરંટી કોઈ ન આપે પરંતુ નિયમ લેતી વખતની ભાવશુદ્ધિ, પાલનકાળમાં થતો લાભ, તે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1320 વખતની કર્મનિર્જરા અને થતો શુભબંધ એ વગેરે લાભ છે જ અને તેની ખાતરી કોઈ પણ આપી શકે. શ્રી નંદિષેણ મુનિવરે મહાવ્રત ભાંગ્યું કે તરત આત્મા ડંખ્યો. તે જ વખતે બીજો નિયમ લીધો, તમે તો ભાંગવાના ભયથી લેતા જ નથી પણ આ તો જેવા ફસાયા કે ત્યાં જ, તે જ વખતે, ત્યાંથી છૂટવા માટે બીજો નિયમ લે છે. નિયમના ભંગના અમલમાં જ એ ફસામણમાંથી છૂટવાં બીજો નિયમ લઈ લે એ કેવી વાત ! પાંચ મહાવ્રતોનો જે વખતે ભંગ કરે છે તે જ વખતે એ મહાવ્રતોની પુનઃ પ્રાપ્તિ માટે બીજો નિયમ કરી લે છે. એ નિયમ પણ એવો કડક લે છે કે જેથી જેથી પોતાનો બચાવ થયા વિના રહે નહિ; અને બચાવ ન થાય ત્યાં સુધી અનેક ઉપકાર થયા જ કરે. મહાત્મા શ્રી નંદિષેણ મુનિ થઈને વેશ્યાને ત્યાં આવ્યા અને મુનિ થયા વગર આવ્યા હોત તો એમાં ફેર પડત કે નહિ ? વ્રતભંગની વાત ભગવાન પોતે જાણતા હતા છતાં દીક્ષા આપી. કેમકે કર્મની વિચિત્ર ગતિ પણ તેઓ જાણતા હતા. શ્રી નંદિષણજીને પડતી વખતે પણ કર્મની એ સ્થિતિમાં બચવાની ભાવના થઈ અને એ સ્થિતિમાંથી છટકી શકાય તેવો નિયમ લીધો કે “રોજ દસ જણાને પ્રતિબોધ કરીને ગુરુ પાસે દીક્ષા લેવા ન મોકલું ત્યાં સુધી ભોજન લેવું નહિ.” આ કેવો નિયમ ? નિયમ છે કે જેનાથી ઇંદ્રિયો તથા મન, કાબૂમાં આવે; નિયમ છે કે જેને ચોવીસે કલાક યાદ કરવો પડે. શ્રી નંદિષેણ મુનિનો આ નિયમ એવો હતો કે સવાર પડે ને તેના પ્રયત્નમાં રહેવું પડે. એવા પુણ્યવાન મળે કે જે સંસાર તજીને ચાલી નીકળે ને તે પણ એક બે નહિ પણ રોજના દશ. એ મળે પછી જ ભોજન લેવાય. આ સહેલું નથી. નિયમના પ્રેમી હતા તો નિયમના ભંગ વખતે પણ આ સ્થિતિ રહી. શાસ્ત્રકારો કહે છે કે નિયમભંગના આવા પાત્તાપ પાસે તો નિયમભંગનું પાપ ક્યાંય બળીને ભસ્મ થઈ જાય છે. - ભાંગવા માટે નિયમ લેનારા તો દંભી અને લુચ્ચા છે. પાળવાની બુદ્ધિએ નિયમ લેવાય અને સાચવવા પૂરેપૂરી કાળજી રખાય એના નિયમનો દેવયોગે, તીવ્ર કર્મોદય યોગે ભંગ થાય તો પણ એ મહાપુણ્યવાન છે. * શ્રી નંદિષણ મુનિએ આ નિયમથી બાર-બાર વર્ષ સુધી રોજ દસ-દસ જણને પ્રતિબોધ મુક્તિમાર્ગના મુસાફર બનાવ્યા. અંતે એક દિવસે નવ જણ પ્રતિબોધ પામ્યા અને છેલ્લો એક દસમો કોઈ પણ હિસાબે પ્રતિબોધ પામતો Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89 ૧૩૩ નથી, ત્યારે અધીર બનેલી વેશ્યાએ કહ્યું કે-‘હવે ઊઠો, રસોઈ ઠરી જાય છે,’ ત્યારે શ્રી નંદિષણજી કહે છે કે-‘પણ આ દશમો તૈયાર થતો નથી.' ત્યારે સહસા વેશ્યાથી બોલાઈ જાય છે કે ‘તો પછી એ દશમા તમે તૈયાર થઈ જાઓ.’ આટલું વચન સાંભળતાં તરત જ શ્રી નંદિષેણજી ચાલી નીકળ્યા. ફરી મુનિપણું લઈને સાધી ગયા. 1321 પૂ. આચાર્ય ભગવંત શ્રી સેનસૂરિ મહારાજા કહે છે કે નિયમ લીધા પછી પણ તીવ્ર કર્મોદયે જેનો નિયમ ભંગ થયો છે તે લઘુકર્મી છે અને ભાગવાના ભયે જેણે નિયમ લીધો જ નથી તે ગુરુકર્મી છે. ગુરુકર્મી આત્મા નિયમનો લાભ પામી શકતા નથી. ભાંગવાના ભયે નિયમ ન લેવો તે અજ્ઞાનતા છે. નિયમ લેનારને લેતાં પહેલાંની ભાવના, લેતી વખતની પરિણામ શુદ્ધિ, નિયમ પાલનની કાળજી, નિયમનું પાલન, એ બધાથી થતી નિર્જા અને શુભાશ્રવનો લાભ અપૂર્વ થાય છે. નિયમ નહિ લેનારો આ બધા લાભથી વંચિત રહે છે. નિયમ લેનારો ભાંગવાની ભાગનાવાળો ન હોવો જોઈએ પણ પાળવાની તીવ્ર ઉત્કંઠાવાળો હોવો જોઈએ. સાધુપણાનો માર્ગ સરળ છે, શ્રાવકપણાનો માર્ગ કાંટાળો છેઃ બે વિભાગની વાત કરી ગયા. હવે ત્રીજો વિભાગ એવો છે કે જે એમ માને છે કે નિયમ લેવો ખરો પણ એવો લેવો કે મરતાં સુધી યાદ જ કરવો ન પડે. એક નિયમમાં એ સો બારી રાખે. પરિગ્રહનું પરિમાણ કરે પણ એમાં પાંચ બ્રેડની મર્યાદા કરે, પછી વાંધો શો ? પચાસના પગારવાળો પણ પરિગ્રહના પરિમાણમાં મીંડા ચડાવ્યે જ જાય. તે પછી પણ પાછી છૂટ રાખે. વધે તો બૈરાં છોકરાંના નામેં કરે. દાગીના ભેગા હોય તે જુદા કરી નાખે. હવે આવા નિયમમાં અંકુશ ક્યાં રહ્યો ? સાધુપણાનો માર્ગ સહેલો છે માટે ભગવાને એને પહેલો બતાવ્યો. શ્રાવકપણાનો માર્ગ કાંટાળો અને કચરાળો છે. મુંબઈ જેવા શહે૨માં તમને છૂટા મૂકવા અને હૉટેલમાં પેસવા ન દેવા એ બને ? નવાં નવાં નાટકો અને નવી નવી ફિલમો જોયા વગર તમે રહો ? માટે જ તમારો માર્ગ કઠિન છે; અહીં આવો તો માર્ગ સહેલો છે. શેઠિયાઓને ત્યાં દરવાજે ભૈયા ઊભા હોય છે તે રીતે તમે પાંચ ઇંદ્રિય તથા મન પર નિયમરૂપી ભૈયાઓની ચોકી રાખો. એ ભૈયાઓ બંધૂકવાળા રાખો. હમણાં તમને ભૈયા મળ્યા છે તે તો ચોરના સાથીદાર છે. તમારી એક Page #155 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ ઇંદ્રિય કે મનને તમારા આત્માની નથી પડી. તમને એ ઊંધી જ સલાહ આપે છે અને ઊંધા માર્ગે ઘસડી જાય છે. ૧૩૪ 1322 દેશવિરતિનો માર્ગ સહેલો નથી. પાંચમું ગુણસ્થાનક કઠિન છે. તપાવેલા લોઢાની શીલા પરથી પસાર થવાનું છે. ઢીલા અને પામર હોય તે જ ચોથેથી પાંચમે થઈને છઠ્ઠ જાય. બહાદુરો તો ચોથેથી છઠ્ઠ જ જાય. કાદવવાળા ખાબોચિયામાં પગ તો જે નબળો હોય તે જ મૂકે. બહાદુર તો જરૂર પડ્યે પાંચ કદમ પાછો હઠીને પણ કૂદીને જ જાય. કાદવમાં એ પગ ન બગડવા દે. કેટલાક કાદવ પણ એવા હોય છે કે જે વળગે તો સડો જ થાય. માટે હું તો કહું છું કે સીધા છઠે આવો. એ માર્ગ સહેલો છે. ત્યાં કશો ભય નથી. આગળ-પાછળ કે આજુબાજુ કાંઈ જ નથી. તમારે તો આગળ કાંઈ, પાછળ કાંઈ, આજુબાજુ કાંઈ, જ નથી. તિજોરીમાં કાંઈ અને હૈયામાં કાંઈ. ચારે બાજુથી ઘેરાયેલા, આફતનો પાર નહિ. વાત બધી ભયંકર છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે, સિમેંટ કોંક્રિટની સડક ત્યાં કશો ભય નથી. કાંટા કાંકરા વાગે જ નહિ. તમારા માર્ગમાં તો ચોમેર શૂળો પથરાયેલી છે. એ વાગ્યા વગર રહે જ નહિ. ત્યાં ઓ મા ! ઓ બાપ ! કર્યો ન ચાલે. ઘડીકમાં અમુક માંદો પડ્યો તો ઘડીકમાં અમુક મૂઓ. આમથી તેમ દોડ્યા કરો અને પોક મૂક્યા કરો. પણ મરવાનું તો સરજાયેલું જ છે. સાતેય વ્યસનોને દેશવટો આપતા મહારાજા કુમારપાળ ઃ તમે તો જૈન જાતિમાં જન્મ્યા છો. તમારાથી નિયમો ન પળાય ? પૂર્વે જૈનેતરો પણ નિયમો લેતા અને પાળતા. એમને પૂર્વના સંસ્કારવશાત્ કોઈ કુટેવ પડી હોય તે કદાચ ન છૂટે એ બચાવ છે; પણ તમે તો ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ અને તૈમાંયે શ્રાવકના કુળમાં જન્મ્યા. જન્મથી તમે જૈન, તમારી પરંપરા જૈન, તમારા બાપદાદા પણ જૈન; તમે કાંઈ ઓછા પુણ્યવાન નથી. તમને જૈનપણાના નિયમ ન રૂચે ? સાત વ્યસન જૈનને તો ન જ હોય. શ્રી કુમારપાળ મહારાજાએ સાતેય વ્યસનનાં મનુષ્ય રૂપે પૂતળાં કરાવી, તેના નાક કાન કાપી, મોઢે મશી ચોપડાવી, ગધેડે બેસાડી દેશપાર કર્યા હતાં. ફૂટેલા ઢોલ વગડાવી બહાર કાઢ્યાં હતાં અને ઉદ્ઘોષણા કરાવી હતી કે પ્રજામાંથી જે કોઈ આ સાતમાંથી એક પણ વ્યસનનું સેવન કરશે તેને આ રીતે દેશપા૨ ક૨વામાં આવશે. એમણે દેશ બહાર કાઢ્યાં તો તમે ઘરબહાર તો કાઢો ! અરે, તમારા પોતાના જીવનમાંથી તો કાઢો ! શ્રી કુમારપાળ મહારાજાને આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પહેલા જ પરિચયે પરનારી સહોદ૨૫ણાનો Page #156 -------------------------------------------------------------------------- ________________ 1323 ૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89 ૧૩૫ નિયમ કરાવ્યો છે. એ વખતે એમનામાં બીજી યોગ્યતા ન હતી. આ નિયમના યોગે તેઓ ઘણા પ્રસંગે બચ્યા છે. પરિણામે તેઓ પ૨માર્હત થયા છે અને ભવાંતરમાં ગણધર થશે. સાત વ્યસનના ત્યાગથી જીવન ઘણું સુધરી જાય. જીવનમાં ઘણાં પાપ બંધ થઈ જાય. સાત વ્યસનને નહિ સેવનારો પણ ભવિષ્યમાં નહિ સેવવાનો નિયમ લઈ શકે છે. શ્રી જિનેશ્વરદેવનો સેવક, જેને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમરોમ પરિણમી હોય તે સાતે વ્યસનનો ત્યાગ ન કરે ? આવા ઉત્તમ નિયમો કરી આજે ચોમાસી ઊજવો અને કાલે હોળીમાં ભૂતકાળનાં પાપો બાળીને ભસ્મ કરો. સભા દવામાં દારૂ આવે તો ?’ એવી દવા ન લો. દવાથી જ જીવન ટકે છે એવું નથી. વિકટ અવસ્થામાં સમાધિ માટે ઔષધ તો નિમિત્ત છે. એવા ઔષધ વિના મરી જ જવાય અથવા બીજા ઔષધથી ન જ જિવાય એવું નથી. વૈઘ-ડૉક્ટરને કહો તો તેની બદલીમાં બીજું ઔષધ પણ આપે. આદું ન ખાનારને સૂંઠ અને મધ ન ખાનારને ગોળ વાપરવાનું વૈદ્યો કહે છે. પ્રવાહી દવા ન લે તેને પાવડર કે ગોળી આપે છે. છતાં તમે ઢીલા હો, પ્રવાહી દવા લીધા વગર ન જ રહી શકો તેમ હો અગર તો વૈદ્ય-ડૉક્ટરને સૂચવ્યા છતાં તેઓ કહે કે-પ્રવાહી દવા લીધા વિના છૂટકો જ નથી તો પણ તમે મક્કમ રહો તો સારી વાત છે પણ ઢીલા હો તો તમે જાણો. પરન્તુ એવા પ્રસંગ સિવાય તો માંસ-મદિરાનો નિયમ કરી શકો ને ? ના કહેવા છતાં ડૉક્ટર તમારી જાણ બહાર એવી દવા આપી દે તો તમે બિનગુનેગાર છો. નિયમની મહત્તા ઃ એક ક્ષત્રિયને શિકારનો ભયંકર શોખ. જ્યારે જુઓ ત્યારે તેના હાથ લોહીથી ખરડાયેલા હોય. પંખીઓને તો પકડીને હાથથી જ મસળી નાખતાં તેને જરાયે અરેરાટી ન થાય. જે ગામનો એ ધણી હતો ત્યાંની પ્રજા તેના આ વર્તાવથી ત્રાસી ગઈ હતી. ત્યાંના વણિકો પ્રયત્નપૂર્વક તેને કોઈ મહાત્માના સંસર્ગમાં લઈ આવ્યા. મહાત્માએ એને ઉદ્દેશ્યા વિના જ કર્મના દારુણ વિપાકોનું વર્ણન કર્યું. એ સાંભળતાં પેલાને એવી અસર થઈ કે ત્યાં ને ત્યાં જ પિસ્તોલ ભાંગી નાખી અને હવે પછી કોઈ પણ જીવને નહિ મારવાનો નિયમ મહાત્મા પાસે માગ્યો. મહાત્માએ ઉતાવળ ન કરવા અને બરાબર વિચારીને નિયમ લેવા કહ્યું. પેલાએ કહ્યું કે-ભગવંત ! હું તો ક્ષત્રિય. કેસરિયાં કરનારો, નિયમ પ્રાણના ભોગે પાળીશ માટે આપ બીજો વિચાર ન કરો. મહાત્માએ નિયમ આપ્યો. થોડા દિવસ ગયા ને જમાઈ આવ્યો. ‘શું જમશો ?’ એમ પૂછ્યું-પેલાએ જે ખાવું હતું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1324 તે કહ્યું. ત્યારે આણે સાફ ના પાડી કે હવે એ નહિ બને. અને ત્યાં સુધી કહ્યું કે હવે તો અમારી દીકરી પણ જો ત્યાં આવી વસ્તુ ખાશે તો તેને પણ અહીં સાથે ખાવા નહિ બેસાડીએ. જુદા બેસવું પડશે; કેમકે અમને એનો ચેપ લાગે. આ સાંભળી જમાઈ તો રિસાઈને ચાલ્યો ગયો પણ આ ક્ષત્રિયે તેની પરવા ન કરી. જૈનેતર પણ આવ દઢ હોય તો જૈન કેવો હોય ? જૈનના જીવનમાં તો સાતમાંથી એક પણ વ્યસન હોવું ન ઘટે. સટ્ટો અને જુગારઃ સભા: સટ્ટો જુગાર ગણાય ? સટ્ટો જુગાર નહિ પણ જુગારનો બાપ, જુગારનો દાદો અને જુગારના દાદાનો પણ દાદો છે. તમે પાપથી એવા નિર્ભીક બન્યા કે સટ્ટાને પણ વેપાર બનાવ્યો. તમે એને વેપાર બનાવ્યો ત્યાં હું એને જુગાર કહીને હું ક્યાં ? બાકી જુગારમાં તો કદાચ ઓછી હારજીત પણ થાય પરન્તુ આમાં તો હિસાબ જ નહિ. જુગાર છૂપો ખેલવો પડે, ખબર પડે તો પોલીસ પકડે પણ આ તો દિવસ અને રાત ભલભલા શાહુકારો પણ ખેલે. તેજીવાળો તેજીમાં જ રાચે, મંદીવાળો મંદીમાં રાચે. બધા મંદીવાળા ફસાય ને તેજી થઈ જાય તો તેજીવાળો ખુશખુશાલ હોય. આવી ભાવના હોય ત્યાં આર્તધ્યાન જ નહિ પણ રૌદ્રધ્યાન પણ આવે. પોતાના થોડા લાભ ખાતર અનેકના બૂરાની ભાવના બેઠી જ હોય. આવો પાપી ધંધો શીખવાડ્યો કોણે ? માટે સાત વ્યસન છોડનારે સટ્ટો છોડવો જ જોઈએ. સાતમાંથી એક પણ વ્યસન જૈનને ન હોય. ' સંતોષનું સુખ સમજાય તો સટ્ટે બંધ થાય ? શ્રી જિનપૂજન વિના જૈનથી ખવાય નહિ. મંદિર જવાનું ન જ બની શકે તો ઘરમાં શ્રી સિદ્ધચક્રજી રાખીને પૂજા તો કરવી જ જોઈએ. બેકારીનું મૂળ શું ? અયોગ્ય ખર્ચા. હૉટેલ, ચા, પાન, બીડી, સિગારેટ, નાટક, ચેટક, સિનેમા-આ બધા ખર્ચા શા માટે ? સટ્ટા જેવો વેપાર શા માટે ? સટ્ટો એટલે મોટી લાલસાનો વેપાર. જૈન તો જરૂર પડ્યે ત્રણ-ચાર કલાકનો શાંતિનો વેપાર કરે અને જે મળે તેમાં સંતોષથી જીવે. ન્યાયનીતિથી વેપાર કરનારને છાશ રોટલો નહિ મળે ? હું તો કહું છું કે છાશ રોટલો નહિ પણ દાળ, ભાત, રોટલી, શાક ગરમાગરમ મળવાના. પૂર્વે લોકો ભૂખે નહોતા મરતા. એમના સંસારની તો હાલત એવી હતી કે એ સુખની છાયા સ્વર્ગના દેવને પણ દુર્લભ હતી. સંતોષ એ તો પરમ સુખ છે. મહારાજા શ્રી સિદ્ધરાજ એક સમયે પૂ.આ.ભ.શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને પોતાની સાથે સંઘમાં લઈ ગયા ત્યારે તેઓશ્રીને પાલખી, હાથી, Page #158 -------------------------------------------------------------------------- ________________ 1325. --- ૯: શું સટ્ટ, જુગાર નથી? - 89 - ૧૩૭ ઘોડા, મેના વગેરેનો ઉપયોગ કરવા કહ્યું. પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે-“અમારે એ કાંઈ ન ખપે. અમે તો પદવિહાર જ કરશું.” આ સાંભળી રાજાને જરા રોષ આવી ગયો અને તેનાથી બોલાઈ ગયું કે-“આ તો કેવા ભણેલા મૂર્ખ છે ! છતી સામગ્રીએ ઉપયોગ શા માટે ન કરવો ?' ગુરુભગવંત તો કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા, કેમકે તેઓ જાણતા હતા કે સાહ્યબીમાં પડેલા રાજાને આત્મિક સુખનો ખ્યાલ ક્યાંથી હોય ? પાછળથી રાજાને લાગ્યું કે પોતાની ઉતાવળ થઈ ગઈ. છતી સામગ્રીએ તેનો ઉપયોગ ન કરનારા તો ખરેખર ઉત્તમ આત્માઓ છે એમ એને લાગ્યું. પોતે ગુરુ ભગવંતની પાછળ પાછળ તેમના સ્થાને ગયો. આચાર્ય ભગવંત તો ઘાસની ઝૂંપડીમાં પોતાના શિષ્યો સાથે એ વખતે આહાર વાપરી રહ્યા હતા. રાજાએ એક તરફ છુપાઈને જોયું તો ગામડામાંથી મેળવેલો લુખ્ખો સુક્કો આહાર પાણીમાં મેળવીને વાપરતા દેખાયા. આવો આહાર પણ મહાત્માઓ પ્રસન્નતાપૂર્વક વાપરી રહ્યા હતા. તેમના ચહેરા પર થાક કે ગ્લાનિની જરા પણ અસર જણાતી ન હતી. રાજાને થયું કે ખરેખર, આ મહાત્માઓને ધન્ય છે. મારે તો સેંકડો ચીજો ભાણામાં આવે છતાં કદી સુખથી ખાઈ શકતો નથી. રાજાને સુખનો જેરા ખ્યાલ આવ્યો. ગુરુભગવંત બહાર પધાર્યા ત્યારે રાજા જઈને પગમાં પડ્યો અને ક્ષમા માગી. સાચું સુખ સંતોષમાં છે તે એને સમજાઈ ગયું. મહાવ્રતધારી, મુધાદાયી અને મુધાજીવના તમે સેવક છતાં તમને સંતોષ નહિ એ કેવી દશા ? સંતોષનું સુખ સમજાય તો આજે સટ્ટો બંધ થઈ જાય. સટ્ટો જુગાર તો છે જ. પણ એટલા ખાતર જ તમે જુગાર બંધ ન કરી શકતા હો તો એને બાદ રાખીને પણ સાતે વ્યસનનો નિયમ કરી શકો છો. સટ્ટો મોટી લાલસા પોષવા કરાય છે. લાલસાનો અંત નથી. સોમાંથી હજાર, હજારના લાખ-ઝેડઅબજ-રાજ્ય-ચન્વર્તીપણું, દેવત્વ અને ઇંદ્રપણું-એમ લાલસા વધતી જ જાય છે. ઇંદ્રપણું મળ્યા પછી પણ ન્યૂનતા લાગ્યા જ કરે છે. સટ્ટો તો જુગારને વટલાવે તેવો છે. તે ઉપરાંત ઘોડાની રેસ, ફીચર, આંખફરક વગેરે ઘણી જાતના જુગાર વધી પડ્યા છે. પચાસ ચીજો ખાનારો પચીસથી ચલાવે તો બીજા પાંચને ખવડાવી શકે. તમારા ખર્ચા કેવળ ઘઉં-બાજરાના નથી. એ ખર્ચા જુદા જ છે. તિજોરીમાં પડેલી લક્ષ્મી ઠંડક આપશે કે બળતરા પેદા કરશે, તેની કાંઈ ખાતરી છે ? તિજોરીમાં લક્ષ્મી ભરી હોય અને પક્ષઘાત થયો તો ? જીભ બંધ થઈ ગઈ તો ? એ વખતની દીનતાનું વર્ણન કોણ કરે ? એ સ્થિતિ તો એનો અનુભવી જ જાણે અને બીજા જ્ઞાની જાણે. એવો વખત આવ્યા પહેલાં પોતાના હાથે જ સદ્વ્યય કરો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1326 વિચારશક્તિ છે, સામગ્રી છે તો હવે ડાહ્યા બનો અને સદુપયોગ કરતા થાવ. સટ્ટામાં સુખ ન માનતા. સટોડીઆને જીવનમાં સુખ કે શાંતિનો અનુભવ ભાગ્યે જ હોય છે. સટોડીઆનો મેળાપ પણ મુશીબતે થાય. સવારમાં ઊઠે ત્યારથી એના તાર ટેલિફોન ચાલુ થઈ જાય. મોટરમાં બેઠે પણ એનો જીવ અધ્ધર હોય. ઘેર પૂછો કે શેઠ ક્યારે આવશે ? તો જવાબ મળે કે-“એ તો શેઠ જાણે, આવે ત્યારે ખરા. એમનો કોઈ મેળ નહીં.” શેઠના ભેજામાં એક તરફ તેજી રમતી હોય તો બીજી તરફ મંદી ચાલતી હોય ને હૈયામાં હાય પૈસો ! હાય પૈસો ! થતું હોય. આમ ને આમ ઘણા સટોડીઆ મરી ગયા અને મરતાં નવકાર પણ ન પામ્યા. સભાઃ “સટ્ટો કોને કહેવાય ? એ તમને ખબર. તમેય જાણો છો ને હું પણ જાણું છું કે શેર, ચાંદી, સોનું, રૂ, તેલ, અનાજ બધાના સટ્ટા ચાલે છે. સાધુઓને અઢારમી સદીના કહેનારા મૂઢ અને ગમાર છે. હું પણ તમારી જેમ વીસમી સદીમાં જ છું. શાસ્ત્રનો ઉપયોગ સદીની વિષમતાને છેદવામાં કરવાનો છે. એક પણ પાપને ચાલવા દેવા સાધુઓ તૈયાર નથી. શાસ્ત્રોમાં તો દિશાસૂચન હોય પણ વ્યવહારમાં શું ચાલે છે, એનો ઉપયોગ કેમ થાય છે, એ તમારા જેવા પાસેથી જાણીને પણ કહીએ. શાત્રે સૂચવેલી દિશાથી અમે કરેલાં અનુમાન પોણી સો ટકા એટલે નવાણું ને ત્રણ પાણ તો સાચાં જ નીવડે, બાકી છદ્મસ્થ રહ્યા એટલે પા ટકાની ભૂલ તો કબૂલવી પડે. જીવનમાં અનાજ વિના ન ચાલે એ માન્યું પણ ચાહ, પાન, બીડી, સિગારેટ, નાટક, સિનેમા વગેરે વિના ન ચાલે એ મનાય ? આવા ફાલતુ ખર્ચા બંધ કરો તો એ ખર્ચામાં કોઈ કુટુંબને મોજથી નભાવી શકો. બેકારીના જન્મદાતા તમે જ છો. જ્યાં ત્યાં બહાર ખાવામાં મજા નથી. હૉટેલમાં તાજું ભાગ્યે જ મળે. માટે મોટે ભાગે વાસી હોય.ચાહ વિના ન ચાલે તો ઘેર અને એકવાર પીને ચલાવતાં શીખો. ફાલતુ ખર્ચા બંધ કરો તો ઘણાં કુટુંબને પોષી શકો. ધારે તો મહિને દશ-બાર રૂપિયા સહેજે એક આદમી બચાવી શકે છે, જેમાંથી ખુશીથી બીજા એકનો ગુજારો થાય. પરસ્ત્રીગમન એ વેશ્યાગમન : આ બધાં હાનિકર વ્યસનો છોડાવી મારે તમને સારા સદાચારમાં લઈ જવા છે. પારકી સ્ત્રી કાંઈ બાપીકો માલ નથી કે જેના તેના ઉપર દૃષ્ટિ મંડાય. ૧. આ સાઠ વર્ષ પહેલાંની વાત છે. આજે તો રોજના એથી પણ વધારે બચાવી શકે. Page #160 -------------------------------------------------------------------------- ________________ 1327 - ૯ : શું સટ્ટો, જુગાર નથી ?- 89 – – – ૧૩૯ તમારી સ્ત્રી પર જો પારકાને દૃષ્ટિ કરવાને હક નહિ તો તમને બીજાની સ્ત્રી ઉપર દૃષ્ટિ કરવાનો શો હક ? વળી અનેકથી અપવિત્ર થયેલી વેશ્યાના ઘરમાં જવું તમને શોભે ? સિંહમાં પણ એક એવી જાત છે કે જે આખા જીવનમાં એક જ વાર વિષય સેવે છે. બીજા સામાન્ય સિંહ પણ વર્ષમાં એક જ વાર વિષયસેવન કરે છે. મારે તમને મહિનાઓમાં ઘણા દિવસો બંધ કરાવવા છે. આ નિયમો તમે કરો પછી મારે બીજા પણ સુંદર નિયમો તમને બતાવવા છે. દરેક વસ્તુ ખાતા પહેલાં ત્રણ નવકાર ગણવા અને ખાધા પછી મુખશુદ્ધિ કરી એક નવકાર ગણીને ઊઠવું. આ પણ એક ઉત્તમ નિયમ છે. એમાં અનશન નામનો તપ થાય છે. મરાય તોય અનશનમાં મરાય. આ નિયમ કર્યા પછી જ્યાં ત્યાં નહિ ખવાય. જ્યાં ત્યાં ને હાલતાં ચાલતાં ખાવાની ટેવથી તો દેરાસરમાંયે તમારા પાણીનાં ઠામ રાખવાં પડે છે. બાકી દેરાસરમાં તે વળી કોગળા કરવાના હોય ? પણ મંદિરના વહીવટદારોએ જાણ્યું કે પાણીની વ્યવસ્થા નહીં રાખીએ તો આ નામદારો ભગવાનનું મોં જોવાથી પણ વંચિત રહેશે. માટે પાણી રાખે છે. બાકી એ કોગળા અને એ ભીની ચોકડીમાં તો અસંખ્યાત સંમૂચ્છિમ પંચેંદ્રિય મનુષ્યોની ઉત્પત્તિ તમારા ખાતે જમા થાય છે એ ભૂલવાનું નથી. ફાગણ સુદ ૧૫ પછી પત્તરવેલિયાં અને તમામ ભાજી પાલો ન ખવાય. આ બધું સમજીને થાય તેટલા નિયમ કરો. * (આ વખતે સભાનાં મોટા ભાગે સાત વ્યસન ત્યાગનાં તેમજ બીજાં પણ વિવિધ પ્રકારના નિયમો ગ્રહણ કર્યા હતા) હજી પણ શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં આગળ શું સમજાવે છે તે હવે પછી.. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૫, શુક્વાર, તા. ૧૪-૩-૧૯૩૦ 90 યા દેવું કરે ? : • એક નિયમમાં ત્રણ શરત : • –તેને પાપ માનો તો જ નિયમ પળે : • જો ખોટું ન હોય તો ત્યાગ કેમ ? • એમને પૂછો કે “જો સંસાર સારો હોય તો તો કેમ ? • એણે પાપ પાપ માન્યું જ નથી : • શું સંસારની પુષ્ટિથી ધર્મની પુષ્ટિ થાય ? • ત્યાગી, પરિવારનું ઘડતર કેવું કરે ? • મૂરખને મન બધું જ સરખું : ' • તો...ઉપદેશક અવિરતિના પાપનો ભાગીદાર બને : કરવું પડે અને કરે -એ બેયનો ફેર સમજો ! એમને દોડાવશો તો જ એ કાબૂમાં આવશે : • એકની એક વસ્તુ, એકને માટે ઝેર, એકને માટે અમૃત : • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : . • સમ્યગ્દષ્ટિ-મિથ્યાદૃષ્ટિ માટે અનુષ્ઠાનનો વિવેક : • અર્થ, કામ, મોક્ષની સાધનામાં સધાતો ધર્મ શા માટે ? • નિષ્કામભક્તિ કરનાર કોઈ પણ મોક્ષે જઈ શકે : • અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો : • તો-અમે જાહેર કરશે કે-“એ ચુકાદો અન્યાયી છે ! • એ સંઘના, એ ઠરાવોની કિંમત ફૂટી કોડીની છે : • પીછેહઠ : બાયલાઓની અને બહાદુરોની : • શેઠ અને મિયાંભાઈ ! એક નિયમમાં ત્રણ શરત ઃ અનંત ઉપકારી, સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચફ ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનાં ચિત્તશૂટોનાં સ્વરૂપોનું વર્ણન કરે છે. ઇંદ્રિયો તથા મનને દમનાર નિયમો Page #162 -------------------------------------------------------------------------- ________________ 1329 ૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી - 90 રૂપી સુવર્ણશિલાતલ ઉપર શ્રી સંઘને ઊંચાં, ઉજ્વલ તથા ઝળહળતાં ચિત્તરૂપી કૂટો હોય. ચિત્ત ઊંચાં એટલે ઉત્તમ. શ્રી સંઘનાં ચિત્ત ઉત્તમ જ હોય. અશુભ અધ્યવસાય પાછા હઠે નહિ ત્યાં સુધી શુભ અધ્યવસાય આવે નહિ . જ્યાં સુધી પરિણામ મલિન સેવાતાં હોય ત્યાં સુધી ચિત્ત ઉત્તમ પ્રકારનાં બની શકતાં નથી. અધમ પ્રકારનાં ચિત્તોને સંઘમાં સ્થાન ન હોય. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવું અને ચિત્તને મલિન રાખવાં એ ન બને. રહેવું પ્રભુના સંઘમાં અને વિચારો દુનિયાના રાખવા એ નભે ? ૧૪૧ નિયમના યોગે અશુભ અધ્યવસાય જાય છે અને શુભ અધ્યવસાય આવે છે. એથી ચિત્ત ઉત્તમ બને છે. પછી શુભ અધ્યવસાયના યોગે કર્મમલના ખસવાથી ઉજ્વલ બનેલાં ચિત્તો નિરંતર સૂત્ર અને અર્થના સ્મરણથી ઝળહળતાં બને છે, અયોગ્ય પરિણામને રોકનાર નિયમ છે. નિયમ શાના હોય ? પાપ ન કરવાના અને શુભ કરણી કરવાના. પાપ કરવાના અને શુભ કરણી ન કરવાના નિયમ ન હોય. એ નિયમો નિયમની કોટિમાં જ નથી. અશુભ આશ્રવ સેવવાના નિયમ ન હોય પણ અશુભ આશ્રવથી પાછા હઠવાના નિયમ હોય. એ જ રીતે સંવર ન સેવવાના નિયમ ન હોય પણ સંવર સેવવાના નિયમ હોય. પાપ નહિ કરવાનો નિયમ કરનારને પૂર્વે કરેલા પાપનો પશ્ચાત્તાપ થવો જોઈએ. પૂર્વે કરેલું પાપ ખોટું-ઘણું ખોટું ભાસે ત્યારે નિયમ થાય અને એ નિયમ સાચો કર્યો છે એમ ત્યારે કહેવાય. કરેલા પાપનો પશ્ચાત્તાપ, નિંદા ગુરુ પાસે ખુલ્લાં કરવાની તાકાત હોવી જોઈએ. ભૂતકાળના પાપનો પસ્તાવો, વર્તમાનનો પરિત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાનો નિશ્ચય, આ રીતે એક નિયમમાં ત્રણ ક્રિયા હોય છે. તેને પાપ માનો તો જ નિયમ પળે : જે પૂર્વે કર્યું તે ખોટું હતું એમ માનવું જ જોઈએ અને એમ માને તો જ એનો નિયમે સાચો લેખાય. સાધુએ સંસાર તજ્યો એટલે કે સંસારમાં ફરી નહિ આવવાનો નિયમ કર્યો. જેણે સંસાર તજ્યો તે પોતે જેટલાં વર્ષ સંસારમાં રહ્યો તે વર્ષોને ખરાબ માને, નકામા માને, કિંમત વિનાનાં માને. તમે જે વસ્તુનો નિયમ કર્યો, ભવિષ્યમાં નહિ કરવાનો નિયમ કર્યો, તેને ખોટી કહેવી જ જોઈએ. તમારા કુટુંબને, તમારાં સંતાનોને એ ખોટું છે એમ સમજાવવું જ જોઈએ. એમ ન કહો કે ન સમજાવો તો તમે નિયમના સ્વરૂપને સમજ્યા જ નથી. નિયમ દ્વારા જે પાપ તજ્યાં તેને પાપ ન માનો તો એ કેવું ન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1330 કહેવાય ? આ એક પરીક્ષા છે. તમે જો ત્યાગ કર્યો એ સમજપૂર્વકનો હોય તો જેનો ત્યાગ કર્યો એ ચીજને સારી કહેવાય જ નહિ. જ ખોટું ન હોય તો ત્યાગ કેમ ? દરિદ્રતાને દરિદ્રી તેમજ શ્રીમાન બેય ખોટી જ માને; એકય સારી ન માને. સંસારને સાધુ કે શ્રાવક કોઈ પણ સારો ન જ માને. સંસારને સારો માનનાર એ બેય સાધુ અને શ્રાવક-ધર્મ-કોટિથી બહાર. જો ખોટું ન હોય તો ત્યાગ કેમ ? નિયમ કેમ ? કોઈ સાધુ સંસારને સારો કહે તો એને પૂછી શકાય કે આપશ્રીએ તો કેમ ?” નવકારશીનું પચ્ચખાણ કરનાર આહારને ખોટો કહેવા બંધાયેલો છે. સમ્યગ્દષ્ટિની નવકારશી પણ કીમતી છે. તામલી તાપસના સાઠ હજાર વર્ષ સુધીના છઠ્ઠના પારણે છઠ્ઠના તપ કરતાં પણ એ વધી જાય એમ કહ્યું છે. સભા વચ્ચે નિયમ કર્યા તેમને આ બધું સમજાવી રહ્યો છું. જેનું પચ્ચકખાણ કર્યું તેને પાપમાનો તો જ નિયમ પળે. જેનો ત્યાગ કર્યો તેને પાપ માન્યા વિના, એ પાપ છે એમ કહ્યા વિના, એ પાપના પશ્ચાત્તાપ વિના નિયમ પળતો નથી. એમને પૂછો કે જો સંસાર સારો છે તો આપે ત્યજ્યો કેમ ? - સાધુને શાસ્ત્ર ધર્મના જ દેશક કહ્યા, કેમકે, એ ધર્મ છે. એ દુનિયાની બધી સંસારની ક્રિયાને પાપ જ માને છે. એનાથી સંસારની પુષ્ટિ ન કરાય. એક માણસ સોને જમાડે ત્યારે ધર્મી એની પ્રશંસા શી રીતે કરે ? એ કહે કેમહાપુણ્યવાન ! કેવી ભક્તિ કરી ?' આ રીતે અનુમોદના અને પ્રશંસા કરતાં પણ આવડવી જોઈએ. જમણનાં વખાણ એટલે જમણની વાનગીઓનાસ્વાદનાં વખાણ ન કરાય. ચડવાની નિસરણીથી પણ મૂર્ખઓ પડે અને સાધક સાધનોથી પણ મર્માઓ હારે. નિયમ કરનારના મોંએ તો તાળું મનાય છે. જેનો ત્યાગ કરે તેને એનાથી સારું ન જ કહેવાય. આ પરથી તો સાધુની પણ પરીક્ષા થાય છે. સંસાર સારો. સંસારમાં રહેવામાં વાંધો નથી, એમ સાધુ કહે તો તેમને પૂછવું કે-જો સંસાર સારો હોય તો આપે તજ્યો કેમ ?' , ...એણે પાપને પાપ માન્યું જ નથી: નિયમ કર્યા પછી “એમાં શું ?' એમ ન બોલાય. જ્ઞાનીએ જે પચ્ચકખાણ નિયત કર્યા છે તેમાં ત્યાગ સિવાય બીજું છે શું ? સામાયિકમાં પણ બે ઘડી સાવદ્ય વ્યાપારના ત્યાગનું જ પચ્ચકખાણ છે ને ? જે પાપનો ત્યાગ કરે તે Page #164 -------------------------------------------------------------------------- ________________ 1331 – ૧૦: નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪૩ પહેલાં આચરેલાં એ જ પાપને પ્રશંસાપાત્ર કેમ ગણે ? જેણે જે પાપ છોડ્યું તે જો તે પાપને હજી પણ સારું માને, બીજાને “સારું છે” એમ કહે, તો કહેવું પડે કે એણે એ પાપને પાપ માન્યું નથી અને વાસ્તવિક રીતે છોડ્યું પણ નથી. અહીં જ મોટો ગોટાળો છે. વ્રતધારી શ્રાવક પોતાના અવિરતિમાં પડેલા દીકરાના જીવનને કદી ન વખાણે. જો કે અનુમોદના તો એનામાં બેઠી છે, આવી જાય છે, એ વાત જુદી છે પણ વખાણ તો ન જ કરે. જે વસ્તુ છોડી છે તેના સારાપણાની ભાવના હૃદયમાં ન જ હોવી જોઈએ. પોતે જે ચીજ છોડી હોય તે ઘરમાં દેખાય કે તરત તેના દોષ ગાવાનું મન થાય: ભોજન કરનારો ભોજનને ખરાબ માની મોંમાં મૂકે અને સ્વાદપૂર્વક મોંમાં મૂકે એ બેની ભાવનામાં ઘણું અંતર છે ! આ શાસનની વ્યવસ્થા એવી સુંદર છે કે પાપનો પક્ષપાત કરનાર એમાં ટકી શકે નહીં. . શું સંસારની પુષ્ટિથી ધર્મની પુષ્ટિ થાય ? જે કોઈ પોતાને સાધુ કહે તેને પૂછવું કે-“સંસાર કેવો ? તેમાં રહેવા માટે તમારી સલાહ શું ?' તે વખતે જો એ સંસાર સારો કહે તો કહી દેવું જોઈએ કે તમને સાધુ કહ્યા કોણે ? * સમાં “સંસારની પુષ્ટિ ત્યાગની પુષ્ટિ માટે ન થાય ?' સંસારની પુષ્ટિથી ત્યાગની પુષ્ટિ થાય કઈ રીતે ? સંસાર તો પુષ્ટ જ છે. છઠ્ઠા આરામાં સંસાર બહુ પુષ્ટ, પણ ત્યાં ધર્મ નથી. સંસારની પુષ્ટિથી નહિ પણ સંસાર મોળો પડે ત્યારે જ ધર્મ થાય. અકર્મભૂમિમાં સંસાર પુષ્ટ છે પણ ત્યાં ધર્મ નથી. જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો ધર્મ જ સારી રીતે પાળવા યોગ્ય કેમ કહ્યો ? જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો તો ગૃહસ્થને પગે લાગવું જોઈએ. પરંતુ સુધારકો પણ દેખાવ તો સાધુને જ પગે લાગવાનો કરે છે. જો સંસારની પુષ્ટિથી ધર્મ સધાતો હોય તો સાધુ થવું એ ગુનો બને. સાધુ બન્યા એ ઝૂંપડી ત્યજીને નીકળ્યા ને ? જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો તેમણે ઝૂંપડીને મહેલ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ અને એક મહેલના બે મહેલ કરવાની મહેનતમાં લાગી જવું જોઈએ. સભા: “કર્ભે શૂરા તે ધર્મ શૂરા એમ કહ્યું છે ને ?' કર્મશ્રને સદ્ગુરુનો યોગ મળે, પૂર્વે કરેલા પાપને ખોટું માને, અને સન્માર્ગમાં પોતાની શક્તિ ફોરવે તો ધર્મશૂર થઈ શકે એ વાત સાચી પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ _1332 ધર્મશૂર બનવા માટે કર્મચૂર બનવું જ એ કાયદો નથી. શ્રીમંત માણસે પોતાની હવેલી સળગાવી પહેલાં દરિદ્ર બનવું અને પછી શ્રીમંત બનવું એમ ? આ બધા કુતર્કો છે અને તે ભયંકર નુકસાનકર્તા છે. જેઓએ નિયમો નથી લીધા તે લેવા માટે વિચારે, પણ જેમણે લીધા છે તેમને કેળવણી આપી રહ્યો છું. જે પાપના ત્યાગનો નિયમ કર્યો તે પૂર્વે સેવ્યું હોય તેનો પસ્તાવો કરો અને ભવિષ્યમાં પાપ ન વળગે તે માટે કિલ્લેબંદી કરો તો નિષ્પાપ જીવને જિવાય... ત્યાગી, પરિવારનું ઘડતર કેવું કરે ? મેં ત્યાગ ન કર્યો તો બધાને એ ત્યાગ કરણીય કેમ ? મેં ત્રીસ વર્ષે ત્યાગ કર્યો માટે દીકરો પણ ત્રીસ વર્ષે જ કરે,” આવું વિચારનારા ત્યાગનું કે નિયમનું સ્વરૂપ સમજી શક્યા નથી. તને ત્રીસ વરસ સુધી સત્યનું ભાન ન થયું તેથી તારા પુણ્યવાન બાળકને પણ ન થાય એમ ? તારો બાળક એનું ભાગ્ય હોય તો આઠ વર્ષે પણ ધર્મ પામે. નિયમ લેનારો તો પોતાના બાળકને પણ નિયમમાં જોડાયેલો અને રક્ત થયેલો જોવા ઇચ્છે. જો એમ ન ઇચ્છે તો પોતે જે વસ્તુના ત્યાગનો નિયમ કર્યો તેને હજી પોતે પાપ માન્યું નથી એમ કહેવું પડે. જે ચીજનો પોતે ત્યાગ કર્યો, એની એવી નિંદા કરે કે એ ચીજ ફરી ઘરમાં આવે નહિ. ઘર ચલાવનાર નિયમધારી થાય તો જેના આધારે ઘર ચાલે તે ઘરના બધા નિયમધારી ન થાય ? જરૂર થાય અને તે માટે શિખામણ, હુકમ અને જરૂર પડે તો વિવેકપૂર્વક બલાત્કાર પણ પોતાના આશ્રિત ઉપર થાય. પાપના હુકમ ન થાય; પાપત્યાગના તથા પુણ્યના હુકમ જરૂર થાય. આશ્રિતને ઉન્નત માર્ગે ચડાવવા બધું કરી શકાય. પાપ માનીને તમે જો તર્યું હોય તો જરૂર એમ કરી શકો. જો પાપ માન્યા વિના તર્યું હોય તો એ ત્યાગની કશી જ કિંમત નથી. મિથ્યાદૃષ્ટિનો તપ અજ્ઞાનતપ ગણાય છે, એનો ત્યાગ તે અજ્ઞાન ત્યાગ ગણાય છે, એની મહેનત ફોગટ મનાય છે. પાપને પાપ માન્યા વિના એનો ત્યાગ વ્યર્થ છે. મિથ્યાષ્ટિના હાથમાં ત્યાગ વગેરે સારી વસ્તુ આવે તોય એની કિંમત નથી. તત્ત્વની પ્રાપ્તિ થયા પછી જ કિંમત છે. મૂરખને મન બધું જ સરખુંઃ મૂર્ખના હાથમાં હીરો કે ચિંતામણી આવે તોય નકામા છે. એ એને પથરાથી અધિક સમજતો નથી. એનાથી કાગડો ઉડાડવાનું ક્રમ એ કરે. જે આત્માએ પાપને પાપ માન્યા વિના એનો નિયમ કર્યો તેને મન હીરો કે ચિંતામણી અને પથ્થર બધું સરખું છે. આ બધું સમજાવવા માટે મહેનત કરી રહ્યો છું. નિયમ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૩ – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪પ પછી આપ્યા અને પહેલાં તમને સમજાવ્યું છે. સમજવા છતાં પાપને પાપ ન માનો તો છતું અનાજે ભૂખે મરવા જેવી સ્થિતિ થશે. છતી સામગ્રીએ કંગાલિયત ભોગવવા જેવી હાલત થશે. આ એક સુંદર પરીક્ષા છે. અદ્ભુત થર્મોમીટર છે. બગલામાં મૂક્યું કે તાવ કેટલો છે તે બતાવે. પાપને પારખવા માટેનું આ માપક યંત્ર છે. “અમુક વસ્તુનો કેમ ત્યાગ કર્યો ?' એના જવાબમાં લોચા વાળે તો એને મૂર્ખ સમજવો. રાખવા જેવું ન હતું, ખોટું હતું માટે તો તર્યું તો પછી લોચા શા માટે વાળવાના ? જે રાખવા જેવું નથી તે રાખવાથી દુર્ગતિ છે. એના ફંદામાં જેટલા ફસાયા તેટલી બરબાદી. તો ઉપદેશક અવિરતિના પાપનો ભાગીદાર બને સંસાર સારો, એમાં રહેવામાં હરકત શી ?' આ વાતમાં જો સાધુ “હા” ભણે તો શ્રાવક સંસારમાં રહીને પાપ બાંધે અને એ નામદાર એમાં ટેકો આપીને પાપ બાંધે. શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મોપદેશક શ્રોતામાં સર્વવિરતિની લાલસા જગાડ્યા વિના જ સીધો દેશવિરતિનો નિયમ આપે તો એ નિયમ લેનારની બાકીની અવિરતિના પાપનો હિસ્સોદાર એ બને.' કારણ કે રૂપિયાને બદલે પૈસો કોણ આપે ? કાં તો કૃપણ અને કાં તો અશક્ત, જેની પાસે માલ ન હોય તે. પુણ્યશાળી તો સોનૈયા જ ઉછાળે, પૈસા પણ ન હોય તો પાઈઓ ઉછાળે. સાધુ શક્તિહીન નથી. એની પાસે તો પાંચ મહાવ્રતો રૂપી રત્નો મોજૂદ છે. પાંચ મહાવ્રતો રૂપી અઢળક ધન ધરાવનાર સાધુ કૃપણતા ક્યા પાપે બતાવે ? જો સાધુ કૃપણતા કરે તો એ એની કમનશીબી. કરવું પડે અને કરવું-એ બેયમાં ફેર સમજે ! ગરીબનાં છોકરાં ધૂળમાં રમે અને રાજાનાં છોકરાં મહેલમાં રમે. આમ બંનેનાં રમવાનાં સ્થાન જુદાં. શ્રાવક સાધુને કહે કે-“હું ત્રિકાળ પૂજન કરું, ઉભય કાળ આવશ્યક કરું, નિત્ય સામાયિક કરું, પછી સંસારમાં રહું તેમાં વાંધો શો?” સાધુ કહી દે કે-બધું ખરું, પણ તેથી સંસારમાં રહેવામાં વાંધો નથી એમ સાબિત થતું નથી.” શ્રાવક કહે કે-“પણ લગભગ તમારા જેવો જ બનીને રહીશ' તો સાધુ કહી દે કે એ લગભગનો જ વાંધો. એ “લગભગ રહી જાય છે તે જ ખોટું. સાધુની જો આવી મક્કમ ભાષા હોય તો એણે સંસાર તજ્યો એ વાજબી ઠરે. | ગમે તેવી આપત્તિકાળે પણ ધર્મક્વિાનો નિષેધ ન હોય, સંવરની ક્રિયાનો નિષેધ ન હોય. પાપના ત્યાગનો નિયમ હોય. જે પાપ પૂર્વે સેવ્યું તેના માટે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ _1334 પ્રાયશ્ચિત્ત એ જુલાબ છે. કેટલાક દર્દીઓને પહેલાં પણ જુલાબ દેવાય અને કેટલાકને દવાની સાથે પણ દેવાય. હરડેના ઘસારામાં પણ દવા દેવાય કે જેથી દવા દવાનું કામ કરે અને હરડે જુલાબનું કામ કરે. કેટલાક દર્દી એવા હોય કે એને પહેલાં જ જુલાબ આપ્યો હોય તો એ લાંબી પથારી કરે. માટે એવાને તો દવા અને જુલાબ સાથે સાથે જ ચાલુ રખાય. તમે પણ એમાંના છો. માટે નિયમ લેનારને સમજાવી રહ્યો છું કે પૂર્વના પાપની નિંદા અને ગહ ચાલુ રાખો અને પ્રાયશ્ચિત્ત મળે તે કરવા તૈયારી કરો. નિયમ લેનારને પૂર્વના પાપનો પશ્ચાત્તાપ તો રોજ હોય. પણ આ બધું ક્યારે બને ? પાપને પાપ માનો ત્યારે. તમારા નિયમ માટે જો આટલી મહેનત તો સાધુના નિયમ માટે કેટલી ?, સભાઃ “ગઈ કાલે તો આપે સાધુપણાને સહેલું કહ્યું હતું ને !” હા, પણ એ બીજી રીતે. સ્યાદ્વાદ અહીં લાગુ કરાય. સંસારમાં રહેવાથી પણ મુક્તિ મળે અને સંસારનો ત્યાગ કરવાથી પણ મુક્તિ મળે એમ કહેવું એ સ્યાદ્વાદ નથી. સંસારમાં રહી જાય એને મુક્તિ મળે એ વાત સાચી પણ સંસારમાં રહેવા માટે રહે એને મુક્તિ મળે એ વાત ત્રણ કાળમાં પણ ન બને. સંસારમાં રહેવા માટે રહેવું અને સંસારમાં રહી જવું પડે અને રહી જવું. એ બે વાતમાં ભેદ નથી લાગતો ? એમને દોડાવશો તો જ એ કાબૂમાં આવશે? તમે જ્યાં જાઓ ત્યાં પાછા ન પડો તેવા બનો. હાલનું વાતાવરણ અતિ વિષમ છે અને એ વિષમતામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. ધર્મના સેવન આડે વિદ્ગોના પહાડ ઊભા થતા જાય છે. એવા વખતમાં વસ્તુસ્વરૂપનો ખ્યાલ નહિ હોય તો ધર્મથી ખસી જતાં વાર નહિ લાગે. જૈનોમાં, જૈનેતરોમાં, દેશમાં અને દુનિયામાં બધે જ ઘોંઘાટ ચાલુ છે; બધે એકસરખી હાલત છે. તમે ગમે તે માનો પણ સામો વર્ગ એનું પ્રચારકામ બરાબર ચલાળે જાય છે, અને એ ચલાવવાનો જ. એમને દોડ્યા વિના છૂટકો જ નથી. આમણ આવે ત્યારે દોડાદોડ કરવી જ પડે. એમને દોડાવવાના જ છે. આંખો મીંચીને દોડે એમ જ કરવાનું છે. પંજાબમેલની ઝડપે દોડે નહિ તો એ ભટકાય શી રીતે ? ગાંડાને થકવવા માટે દોડાવવા જ જોઈએ. દોડ્યા વિના એ થાકે નહિ અને થાક્યા વિના એ માને નહિ. ખૂબ દોડે અને થાકે ત્યારે જ એ કાબૂમાં આવે. ઘણા કહે છે કે આપણે બોલ્યા તો એ હાલ્યા, દોડ્યા અને એમનામાં તેજી આવી. હું કહું છું કે ભલે આવી. કેટલીક વાર સામામાં તેજી લાવવી પણ પડે. દીવો બુઝાવાનો થાય Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી - 90 ત્યારે એ વધારે ઝળકે છે. એ વધારે ઝળકે ત્યારે એની જવાની તૈયારી જ સમજવી. તેલ ને પૂરવાની કાળજી રાખો અને વાટ ઊંચી કર્યે જાઓ એટલે વધારે ને વધારે સળગીને અંતે બુઝાઈ જાય. પરિસ્થિતિ એવી છે કે ન પૂછો વાત. એકની એક વસ્તુ એકને માટે ઝેર, એકને માટે અમૃત ઃ ધર્મ એ આજે અર્થકામના સાધનરૂપે સમજાયો છે. જે લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિને મારે તે મિથ્યાગ્દષ્ટિને ઉગારે પણ ખરું; પણ તે ક્યારે ? જો એ ધર્મ અર્થકામની સાધનામાં અટવાય નહિ તો. આજે ધર્મના સિદ્ધાંતો અર્થકામની આડમાં અટવાયા છે. ઓઘદૃષ્ટિએ સારો માનીને સેવાયેલો ધર્મ મિથ્યાદષ્ટિને પણ લાભ આપે. લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ માટે ઝેર છે અને મિથ્યાદષ્ટિ માટે અમૃત બને છે. કારણ કે સમ્યગ્દષ્ટિ સમજે છે અને મિથ્યાદષ્ટિ સમજતો નથી. વગર સમજ્યે પણ અહિંસાદિ સિદ્ધાંતોને ઓઘદ્રષ્ટિએ સેવે તોયે લાભદાયી થાય પણ મુદ્દો એ છે કે અર્થકામની આડમાં એ અટવાવા ન જોઈએ. સર્પમાં વાડ સોંસરા પાર નીકળી જવાની શક્તિ છે પણ જો એ કાંટામાં ભરાય નહિ તો. ગમે તેવો દોડનાર પણ જો સીધોં દોડે તો સર્પ એને પકડી પાડે પણ હોશિયાર દોડનારો કુંડાળે દોડી સર્પને એવો ચક્કર ચક્કર ફેરવે કે અંતે સર્પ થાકે. 1335 ૧૪૭ સભા : ‘વિષ તો બધાને મારે ને ?’ એ વાત ખરી, પણ જેણે એની ટેવ પાડી હોય તેને વિષ પણ ચઢતું નથી. મિથ્યાદૃષ્ટિને વિશ્વ તો છે જ, ત્યાં જેટલી સારી ક્રિયા તે મિથ્યાત્વ, છતાં એટલો પણ લાભ જ આપવાની છે. પણ સાધનામાં ગૂંચવાડો ન જોઈએ. મુક્તિ માટે ધર્મ છે તે અર્થકામ માટે ન સેવાવો જોઈએ. મન ગમે ત્યાં જાય પણ કાયનો કાબૂ ન ખોવાય. વચન અને કાયા ભળ્યા વિનાનું એકલું મન તેટલું કામ કરી શકતું નથી. તંદુલિયા મસ્ત્યાદિનાં દૃષ્ટાંત ક્વચિત્; સર્વત્ર એ સ્થિતિ નહિ. ખૂનની ઇચ્છા કરે, તલવાર ખેંચે પણ માથું કાપે નહિ ત્યાં સુધી એને સજા ન થાય. શાસ્ત્રમાં પણ અતિમ, વ્યતિક્ર્મ, અતિચાર થાય ત્યાં સુધી નિયમભંગ નહિ પણ અનાચાર થાય ત્યારે નિયમભંગ ગણાય. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : ઇચ્છા થવી એ અતિક્ર્મ, ઇચ્છાપૂર્તિ કરવા પ્રવૃત્તિ શરૂ કરવી તે વ્યતિક્ર્મ, વસ્તુનો યોગ સાધવો તે અતિચાર અને કાર્યનો અમલ કરવો તે અનાચાર યાને ભંગ. જેમ પ્રત્યક્ષ સત્તા પણ ખૂનની ઇચ્છા અને તે અંગેની Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1336 પ્રવૃત્તિ છતાં અમલ થાય નહિ ત્યાં સુધી સજા કરતી નથી; તે રીતે અહીં પણ અનાચાર ન થાય ત્યાં સુધી ભંગ નહિ. તંદુલિયા મત્સ્યની વાત જુદી છે કે જે એકલા મનના યોગે સાતમી નરકે જાય છે. મનુષ્યમાં પણ એવા ન જ હોય એમ નહિ. કેટલાકના નામથી જ ત્રાસ વર્તતો હોય, એમના ઘર પર પોલીસની ચાંપતી નજર રહેતી જ હોય. જામીન આપીને જ જે રહી શકતા હોય, ગામ બહાર ક્યાંય જવું હોય તો પણ જેમને પરવાનગી જોઈએ, એવા પણ હોય છે. છતાં સજા તો ગુનો કરે ત્યારે જ થાય તેમ અહીં પણ વ્યવહાર તે જ રીતે ચાલે છે. ગૃહસ્થને તો અનુમોદના પણ ખુલ્લી પણ સાધુને તો તે પણ બંધ છે. મન, વચન, કાયાથી અનુમોદના પણ બંધ છતાં સાધુને અનાચાર સિવાય ભંગ માન્યો નથી. સભાઃ “કાયાથી અનુમોદન શી રીતે ?” મોઢે બોલે નહિ પણ માથું હલાવીને અથવા ઇશારાથી અથવા ખોંખારાથી સંમતિ આપે, મોઢું મલકાવીને સમજાવી દે. એ બધી કાયાની અનુમોદના છે. પૌષધમાં પણ શ્રાવક એ જાતની અનુમોદના કરી નાખે છે ને ? સાધુને ભંગ તો અનાચારથી જ થાય છે. જો અતિર્મથી જ ભંગ થતો હોય તો તો કોઈ મોક્ષમાં જઈ શકે જ નહિ. છબસ્થ અનાદિકાળથી કર્મની આધીનતાથી ટેવાયેલો, એ શરૂઆતથી જ અતિક્ષ્મ વિના સંયમ પાળે એ ન ભૂતો ભવિષ્યતિ એના પર કાબૂ મૂકતો મૂકતો પરિણામે અપ્રમત્ત બની શ્રેણી માંડી, સઘળાં કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી મુક્તિમાં જાય. સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ માટે અનુષ્ઠાનનો વિવેકઃ જેને વિષની ટેવ હોય તેને ચઢે તો નહિ પણ ઊલટો સાપ પણ એને કરડે તો એ સાપ મરે. જંગલમાં તાપ વાણિયાને લાગે, ભીલને ન લાગે. કાંટા વાણિયાને લાગે, ખેડૂતને ન લાગે. ખેડૂત તો કાંટા પણ પગથી ભાંગે. મિથ્યાત્વ એ ઝેર તો છે જ; હવે એમાં નવું ઝેર ચઢવાનું છે ક્યાં? એટલે એને તો જે લાભ થાય તે ખરો. સભા: ‘મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ફેર ખરો ?” લગભગ બંને સરખા, પણ મિથ્યાત્વ યોગે અજ્ઞાન છે. મિથ્યાત્વ કારણ છે અને અજ્ઞાન એ કાર્ય છે. મિથ્યાત્વની હયાતીમાં જ્ઞાન પણ અજ્ઞાન છે અને મિથ્યાત્વ જવાથી અજ્ઞાન પણ જ્ઞાન બને છે. સમ્યગ્દષ્ટિને તો વિષની છાયા Page #170 -------------------------------------------------------------------------- ________________ 1337 – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪૯ પણ મારી નાખે. શેઠિયાના દીકરાને જાડી રોટલી, જાડા ભાત કે જાડી દાળ પણ ન પચે. * મિથ્યાષ્ટિને તો રોમ રોમ વિષ પરિણમ્યું હોય એમાં સારી ચીજથી લાભ થવો હોય તે થાય; પણ સમ્યગ્દષ્ટિ એ જ લોકોત્તર મિથ્યાત્વથી ધર્મ હારી જાય અને માર્યો જાય. મિથ્યાદૃષ્ટિ પણ ગમે તેમ ખીચડો બાફે તો એ ન ચાલે. માણસને ખાવા જોગું ખાય ત્યાં સુધી તો ઠીક પણ ઢોરનું ખાણું ભેગું નાખે તો એ પણ માંદો પડે. મિથ્યાષ્ટિનો ગુણ અનુમોદાય પણ તેની પ્રશંસા ન થાય. ચોરની હોશિયારી જોઈ મનમાં થાય કે આ હોશિયારી સર્જનમાં હોય તો ઠીક હતું; પણ હોશિયારીના ઢોલ ન પીટાય. ગુણ ગાતાં પહેલાં વ્યક્તિ જોવી જોઈએ. અર્થ, કામ અને મોક્ષની સાધનામાં સધાતો ધર્મ શા માટે? મુક્તિની સાધનામાં ધર્મ થાય, અર્થની સાધનામાં પણ ધર્મ થાય અને કામની સાધનામાં પણ ધર્મ થાય; એમ ત્રણેયની સાધનામાં થતો ધર્મ કઈ રીતે કરાય તે સમજવાનું છે. મુક્તિ માટે ધર્મની સાધનામાં મુક્તિ વિના બીજો વિચાર જ નહીં. અર્થની સાધનામાં સધાતો ધર્મ પણ અર્થ માટે ન સાધે. જેમ નીતિ એ ધર્મ છે. અર્થસાધનામાં નીતિ જરૂરી પણ નીતિ એ અર્થ માટે નહિ. શાહુકારી, પ્રામાણિકપણા માટે છે પણ ઊંધુંચતું કરવા માટે નથી. એ જ રીતે કામસાધનામાં પણ ઔચિત્ય, મર્યાદા, સંયમ વગેરે ધર્મ સધાય તે કામ માટે નહિ પરંતુ સદાચારમાં ટકી રહેવા માટે છે. જૈનેતરોમાં પણ ઊંચા પ્રકારના ધર્માત્માઓ આવા હોય છે. એ લોકો નીતિ પાળે તે પણ નિષ્કામભાવે અને ભક્તિ કરે તે પણ નિષ્કામભાવે અને સદાચાર પાળે તે પણ નિષ્કામભાવે. કોઈ પણ પ્રકારની કામના વિના જ એ બધું કરે. ફળ ઈશ્વરાધીન, એમ જ કહે. પોતાને એ ફળનો અધિકારી ન માને પણ કર્મનો જ અધિકારી માને. એનામાં મિથ્યાત્વ છે, એ હોય, પણ એવી નિષ્કામ કરણી કરનારો ચરમાવર્તમાં છે અને નિયમા મુક્તિએ જવાનો. એ પોતાનું બધું ઈશ્વરને સમર્પિત કરે છે એ ખુદ પોતે પણ ઈશ્વરને સમર્ષાઈ જાય છે. મારું કાંઈ જ નથી એમ એ કહે છે. ભક્તિ પણ એ ભવથી છૂટવા કરે છે; ગાંસડા પોટલાં બાંધવા કે હની મારામારી માટે નથી કરતો. એ નિષ્કામ ભક્તિ કરે છે. એકલા જ્ઞાનકાંડમાં બસ એક બ્રહ્મની જ ચિંતા કરે છે. એકલા ક્યિાકાંડમાં પણ એની એ જ હાલત હોય છે. આવા ક્લિારૂપી આત્માઓને શાસ્ત્ર ચરમાવર્તી કહ્યા છે. કેમકે એની સઘળી ક્યિા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1338 મોક્ષને ઉદ્દેશીને જ હોય છે. ભલે એ મોક્ષ ગમે તેવો માને પરંતુ પરોક્ષ એવા મોક્ષ માટે ધર્મની રુચિ સ્વરૂપ ગુણ એનામાં છે. એ ગુણ આજના સુધારક ગણાતા જૈનોમાં પણ નથી. એ સુધારક જૈનો તો કહે છે કે “પ્રત્યક્ષ છોડીને વળી પરોક્ષની સાધના શી ?' માટે તો એ નાસ્તિકની કોટિમાં જાય છે. બીજા નાસ્તિક નહિ પણ એ તો જરૂર નાસ્તિક છે. નિષ્કામ ભક્તિ કરનાર કોઈ પણ વ્યક્તિ મોક્ષે જઈ શકે . પેલાને મોક્ષની શ્રદ્ધા છે. ભલે મોક્ષ આંખે ન દેખાય પણ એના જ્ઞાનીએ કહ્યો એવો એ માને તો છે જ. બધી કાર્યવાહી છોડી નિષ્કામ ભક્તિ, તપ વગેરે એના શાસ્ત્ર કહ્યા મુજબ એ કરે છે. ફળની ઇચ્છા વગર એ. બધું સમર્પિત બનીને કરે છે અને આમાંનું મારું કાંઈ નથી' એ એમની માન્યતા છે. એ સ્થિતિમાં એ આત્માઓ પણ આગળ વધે અને જ્યારે મમત્વ મટી જાય ત્યારે સમ્યકત્વ આવે જ. સમ્યકત્વ આવે ત્યારે ગમે તે લિંગ હોય તેનો વાંધો નથી. જડ ચેતનનો વિવેક થાય, જડ ચેતન ભિન્ન સમજાય, એને અનુરૂપ પ્રવૃત્તિ થાય, પરિણામે કર્મનો ક્ષય થાય, અજ્ઞાન જાય, કેવળજ્ઞાન થાય અને અંતે મુક્તિ સધાય. લિંગનો આપણને કદાગ્રહ નથી. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ।।३।। અર્થ :-“શ્વેતાંબર હોય કે દિગંબર, બુદ્ધ હોય કે બીજા કોઈ, આત્મા સમભાવથી ભાવિત બને છે તે મોક્ષને પામે છે તેમાં સંદેહ નથી. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ સંબોધ પ્રકરણનો આ શ્લોક અહીં લગાડાય. મરજી આવે ત્યાં લગાડનારા અજ્ઞાન છે. વસ્તુને વસ્તુ તરીકે અલગ રાખવી ઘટે. ભેગો ખીચડો બફાય ત્યાં ચરમાવર્તની શંકા. ધર્મ બે રીતે થાય છે. મોક્ષ ખાતર થાય અને કેવળ નામના ખાતર પણ થાય. સારી ચીજને પણ ઝેર બનાવાય તો એ ઝેર ગમે તેવી ટેવવાળાને પણ નડે જ. નામના માટે ધર્મ થયો એટલે વસ્તુ જ ફરી ગઈ. અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો : અપ્રશસ્ત કષાયના ક્ષય માટે જેટલો આશ્રય ક્ષમાનો લેવો જોઈએ તેટલો જ આશ્રય પ્રશસ્ત કષાયનો લેવો જોઈએ. દુનિયાનો રાગ ઘટાડવા માટે એટલો જ રાગ વીતરાગ પ્રત્યે, નિગ્રંથ પ્રત્યે અને ધર્મ પ્રત્યે જોઈએ. ઘરની વસ્તુ Page #172 -------------------------------------------------------------------------- ________________ 1339 – – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 - ૧૫૧ બગડવાથી જેટલો ગુસ્સો થાય તેટલો ગુસ્સો ધર્મ પરની આપત્તિથી થવો જોઈએ. ખીસામાંથી એક રૂમાલ પણ પડી જાય તો કેવી અસર થાય છે તેવી અહીં પણ થવી જોઈએ. પોતાને કોઈ લુચ્ચો કે બદમાશ કહે તો એ કહેનાર પર જેવો ગુસ્સો આવે તેટલો જ દેવ, ગુરુ, ધર્મ માટે એલફેલ બોલનાર પર આવવો જોઈએ. જો એમ ન થાય તો સમજવું કે એ ધર્મહીન છે, ધર્મ પામ્યો જ નથી. જે વીતરાગનો રાગી તે વીતરાગના દ્રષીનો દુશ્મન હોય જ. પોતાની પેઢી માટે ગમે તેમ બોલનારને એની સાત પેઢી ઉખેડી નાખવાની ધમકી આપનારો ભગવાન મહાવીર માટે કોઈ ગમે તેમ બોલે ત્યારે “હશે હવે ! એ તો વીતરાગ છે ને ?' એમ બોલે તે ચાલે તો....અમે જાહેર કરશું કે- “એ ચુકાદો અન્યાયી છે !' આબુતીર્થ ઉપર એક અંગ્રેજબૂટ પહેરીને મંદિરમાં ગયો હતો. તેના ઉપર કેસ માંડવામાં આવ્યો. એ કેસ ચાલતો હતો ત્યારે ત્યાંના મેજિસ્ટ્રેટે કેટલાક આગેવાન જૈનોને ખાનગીમાં બોલાવીને કહ્યું કે “આ કેસ પાછો ખેંચી લો, કેમકે ફેંસલો તમારા ગેરલાભમાં આપવાનો છું.” આગેવાનોએ પૂછ્યું કે-ફેંસલો કાયદેસર આપશો કે બીનકાયદેસર ?” મેજિસ્ટ્રેટે કહ્યું કે-“મારી મરજીથી આપીશ.' આગેવાનોએ કહ્યું કે-“તો અમે ઉપર જઈશું. મૅજિસ્ટ્રેટે કહ્યું- ત્યાં પણ એવો જ ફેંસલો આવે તેવી યોજના છે.' ત્યારે આગેવાનોએ કહ્યું કે-“અમે છેક પ્રીવી કાઉન્સિલ સુધી જઈશું.” મૅજિસ્ટ્રેટે કહ્યું કે-“ત્યાં પણ અમારો ફેંસલો કાયમ જ રહેશે એ વાત નક્ક સમજજો-ત્યારે આગેવાનોએ કહ્યું કે-“તો પછી અમે જગતમાં જાહેર-કરશે કે-આ ચુકાદો અન્યાયી છે. અમારા વીતરાગ એવા નથી કે તમે બૂટ પહેરીને આવો એટલે ભાગી જાય પણ અમે જીવતા છીએ ત્યાં સુધી આ જોહુકમી અને અન્યાય સામે લડી લેવાના. અમારા મંદિરમાં આવવું હોય તો અમારી વિધિઓ -અને રીતરિવાજોને માન આપવું જ પડશે. આવા અન્યાયની જગતમાં દાંડી ને પીટીએ તો અમે જીવતા પણ મૂઆ જેવા જ છીએ.... આ સાંભળી મૅજિસ્ટ્રેટ ખુશ થઈ ગયા, આગેવાનોના જુસ્સાની પ્રશંસા કરી અને અંતે ફેંસલો પણ લાભમાં જ આપ્યો. પણ આ ક્યારે બન્યું ? “મારા દેવ !” એમ હૈયામાં હતું તો. પ્રશસ્ત રાગ દ્વેષ વગેરે વિના ધર્મસાધના અશક્ય છે. એના વિના હૈયામાં ધર્મ ટકે જ નહિ. એ સંઘના, એ દાવોની કિંમત ફૂટી કોડીની છે: સામો વર્ગ એકપક્ષીય છતાં પોતાને સાચા સંઘ તરીકે ઓળખાવે છે, તો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ 1340 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ખરેખર સાચા સંઘને પોતાનું સ્વરૂપ બતાવવામાં હરકત શી ? ભગવાનની આજ્ઞાની અવગણના કરનારા પણ ભેગાં થઈ મીટિંગો કરે છે અને પછી જાહેર કરે છે “સંઘ મળી ગયો.” સંઘબહાર થવાની યોગ્યતા ધરાવનારા તેઓ પોતે કરેલા ઠરાવો માટે જાહેર કરે છે કે-“એ સંઘના ઠરાવો સામે ધૂળ ઉડાડવી એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવું છે. સંઘત્વની જરા પણ લાયકાત નહિ ધરાવનારા જ્યારે આવી જાહેરાતો કરે ત્યારે આગમની આજ્ઞાને શિરસાવંદ્ય માનનારો સંઘ પોતાનું સ્વરૂપ બતાવવામાં પાછો કેમ હઠે ? જો કે એમના ઠરાવોની ફૂટી કોડીની પણ કિંમત નથી, એ ઠરાવો માત્ર કાગળ પરના જે છે, કાગળની શોભા વધારનારા જ છે, એ વાત નક્કી હોવા છતાં તેને જાહેર કરાય તો લોક પણ ઓળખે કે-એ નામદારો કોણ છે, અને જૈનસમાજમાં તેમની કિંમત કેટલી છે !” એમ કરવામાં કેટલીક વખત પીછેહઠ પણ કરવી પડે પણ એ પીછેહઠની પણ એક કળા છે. એ કળા પણ આવડવી જોઈએ. મકાન ઊંચું બાંધવું હોય ત્યારે એની ઊંચાઈના પ્રમાણમાં પાય પણ ઊંડો ખોદવો જોઈએ. પીછેહઠ બાયલાઓની અને બહાદુરોની ? પીછેહઠ કરનારા પણ કાબેલ હોવા જોઈએ. બહાદુરોની પીછેહઠ પણ જીતવા માટે હોય છે, શત્રુને સકંજામાં લેવા માટે હોય છે જ્યારે બાયલાઓની પીછેહઠ ભાગવા માટે હોય છે. * , ખોટી રીતે ધસી જનારો અથડાઈ મરે. બળવાન પણ હલ્લો જોઈને એકવાર પાછો હઠે, પણ દાવ આવે ત્યારે એવો છાપો મારે કે શત્રુને વેરવિખેર કરી નાખે. એ ફાવે ને શત્રુઓ માર્યા જાય. ગઈ લડાઈમાં અંગ્રેજોની પૉલિસી જોઈને ? જર્મનીનો હલ્લો આવવા દીધો, એ જીતતું ગયું તેમ તેમ એના લશ્કરને મહાલવા દીધું, પોતે પીછેહઠ કરતા ગયા. અંતે એવી તરાપ મારી કે જર્મનીમાં ભંગાણ પડ્યાં અને તેમનો ભૂંડો પરાજય થયો. જીતવા ઇચ્છનારો કુશળ હોય તે સામાને દોરી ખૂબ ખેંચવા દે, પેલો માને કે હું ફાવ્યો એટલે આસ્તે કરીને છોડી દે અને પેલો પછડાય. લડાઈની આ નીતિ છે. ધાડ આવે ત્યારે હોશિયાર વાણિયો મિલકત છૂપાવી ઘરનાં બારણાં ઉઘાડાં મૂકે. ખાવાની સામગ્રી ખુલ્લી રાખે. નકામા જેવા માલના ગાંસડા બાંધી રાખે લૂંટારામાં અક્કલ ઓછી હોય. જે હાથમાં આવે તે ઉપાડી જાય. પછી વાણિયો મૂછે હાથ ફેરવે અને કહે કેજોયું ! આમ બુદ્ધિના ખેલ ખેલાય.” Page #174 -------------------------------------------------------------------------- ________________ 1341 ૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી – 90 ૧૫૩ શેઠ અને મિયાંભાઈ : તમે પણ જરા ડાહ્યા બનો. મિયાંભાઈ જેવો સ્વભાવ ન રાખો. શેઠ રસ્તે જતા હતા ત્યાં મિયાંભાઈ સાથે થયા. શેઠની પાસે માલ ખરો. પણ વાણિયાગત આવડે. એ સમજતા કે મિયાંભાઈ સાથે વાતચીત હોશિયારીપૂર્વક કરવાની હોય કારણ કે ત્યાં ‘અબેતબે' થતાં વાર ન લાગે. રસ્તામાં મિયાંભાઈએ શેઠને એમનું નામ પૂછ્યું. શેઠે કહ્યું ‘જગો.' નામ તો જગજીવનદાસ હતું પણ શેઠે વિચાર્યું કે અહીં જગજીવનદાસ થવામાં મજા નથી. મિયાં શેઠિયો સમજી દાનત બગાડે. એના કરતાં ‘જગો’ થવામાં મઝા છે. અનું નામ બુદ્ધિપૂર્વકની પીછેહઠ. મિયાંભાઈ તો હસવા લાગ્યા અને શેઠને કહે છે કે-રે બનીયા, યે ક્યા નામ રખા ? ‘જગો' યે નામ હૈ ક્યા ?' મિયાંભાઈ તો મશ્કરી કરવા લાગ્યા. શેઠ કહે, ‘ભાઈ મેરા તો યે નામ હૈ. સાબ ! આપકા ક્યા નામ ?’ શેઠે ‘સાબ !’ કહ્યો એટલે મિયાંભાઈ ખુશખુશાલ થઈને કહે ‘સુનો બનીયા ! મેરા નામ હૈ મિ-યાં-જા-ફ-૨-ખા-ન !' એમ લંબાવીને મિયાંએ પોતાનું લાંબુ નામ કહ્યું અને શેઠને પૂછ્યું કે-‘સુના મેરા નામ ! કિતના સુંદર ઓર બઢા નામ હૈ ? તુમા૨ા તો ‘જગો !' યે નામ હૈ ક્યા ?' શેઠ કહે ! હા સાબ ! બહોત સુંદર નામ-મિ-યાં-જા-ફ-૨-ખા-ન’ એમ શેઠે પણ લંબાવી લંબાવીને નામ બોલી મિયાંભાઈને ખુશ કર્યા. એમ કરતાં કરતાં ગામ આવ્યું. ભાગોળે એક ઓટા પર વિસામો લેવા બેઠા એટલે મિયાંએ માથા પરથી સાફો ઉતારી એક બાજુ મૂક્યો. અને વાતોએ વળગ્યા. વાતવાતમાં` શેઠે નજર ચુકાવી સળગતી દીવાસળી મિયાંભાઈના સાફામાં મૂકી દીધી. સાફો સળગવા માંડ્યો. એટલે શેઠ ધીરે રહીને બોલ્યા, ‘અબે મિ-યાંજા-ફ-૨-ખા-ન-જી આપકા સાફા સિલગ રહા હૈ જી !' મિયોં ચમકયો અને સાફા સામે જોયું તો સાફો તો લગભગ બળી ગયો હતો. મિયોં કહે-‘અબે બનીયા ! તેરેકુ માલમ પડ ગયા તો જલદી ક્યું નહીં બોલા ?' શેઠ કહે ‘ક્યા કરું સાબ ! આપકા નામ ઇતના લંબા તો જલદી કૈસા બોલા જાયે ? મૈરા જૈસા ‘જંગા !' ઐસા ટૂંકાં હોતા તો તો જલદી બોલા જાતા.' આમ શેઠે અવસરે ટોણો મારી લીધો-ટોણો પણ આ રીતે અવસરે જ મરાય. આ રીતે અવસરે પીછેહઠથી પણ જીત થાય છે; પરંતુ તેમાં ધીરજ અને હિંમત જોઈએ. દેવ-ગુરુ અને ધર્મ પર રાગ વિનાનો માણસ વીતરાગપણાની વાતો કરે એ ઢોંગ છે. એવાઓ તો સંસારમાં ભટકવાના. જ્યાં સુધી પોતે Page #175 -------------------------------------------------------------------------- ________________ 1342 ૧૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ વીતરાગ થયો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મ ઉ૫૨નો રાગ જોઈએ જે. નિયમ લેનારાએ પૂર્વના પાપનો પશ્ચાત્તાપ, નિંદા, ગહ કરવાં જોઈએ; પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ભવિષ્યમાં પાપ ન કરવાની એટલે કે નિયમ પાળવાની પૂરી કાળજી રાખવી જોઈએ. સૂત્રકાર મહર્ષિ હજી પણ આ વિષયમાં આગળ શું કહે છે તે હવે પછી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૨, રવિવાર તા. ૧૬-૩-૧૯૩૦, કારતક વદ ૧, તા. ૧૫-૩-૧૯૩૦નું પ્રવચન ઉપલબ્ધ ન થવાથી તે પ્રગટ કરી શકાયું નથી. માટે પ્રવચન ક્રમ નંબર પણ તેને છોડીને સળંગ ચાલુ રાખ્યો છે. ♦ તો એ સંઘનું ચિત્ત ન કહેવાય : ♦ ઉદારતામાં પણ વિવેક જોઈએ : મોક્ષ આજે ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? ♦ એવું જીવદળ તો કોઈક જ: ♦ શ્રી સંઘમાં હોય તે શું માને ? • શ્રી શ્રેણિક મહારાજાની ઉત્તમતા : ♦ પોતાની મરજી આ શાસનમાં ન ચાલે : જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય ॥ શ્રી સંઘની સ્થાપના શા માટે ? ૦ પછી તો ધોધ વહ્યે જ જાય : પરિણામ જોનારો ક્ષણિક લાભથી ખુશ ન થાય : ♦ ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા ન આવે : - માર્ગાનુસારી જીવ દીર્ઘદર્શી અને પરિણામદર્શી હોય : ♦ જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના કેળવો ! ♦ આ શાસન જેટલું કઠિન તેટલું જ સહેલું : ♦ ધર્મક્રિયામાં જાતને ભૂલો : ♦ ધર્મક્રિયા પસે બ્રેડોની પણ કિંમત નથી ♦ લૂખું ખાઈને પણ ફરજ બજાવો ! ♦ દંભ છોડીને હૈયાના ચોખ્ખા બનો ! ♦ મળેલી સંપત્તિ સાર્થક કરો ! ભગવાનનો સેવક કોના આધારે જ્યું ? વ્યાખ્યાન ક્યારે ફળે ? ♦ તમે પણ ભગવાન મહાવીરદેવના વારસદાર છો ! વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે. ♦ હવે મારો તમારો સંબંધ બદલાયો છે 91 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1344 -તો.... એ સંઘનું ચિત્ત ન કહેવાય : અનંત ઉપકારી, સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ કરતાં તેની મેરૂની સાથે સ૨ખામણી કરે છે. તેમાં પીઠની અને મેખલાની સ૨ખામણી કરી ગયા અને હવે કૂટની સરખામણી કરી રહ્યા છે. મેરૂ ઉપર જેમ ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન શિખરો છે તેમ શ્રી સંઘરૂપ મેરૂ પર ઊંચાં (ઉત્તમ), વિશુદ્ધ (ઉજ્જ્વલ) અને પ્રકાશમાન (ઝળહળતાં) ચિત્તો (ચિત્તકૂટો) છે. એ ચિત્તકૂટો ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો રૂપી સુવર્ણ શિલાતલ ૫૨ ગોઠવાયેલાં છે. શ્રી સંઘનાં ચિત્ત બહુ ઉત્તમ જોઈએ. ઇંદ્રિય તથા નોઇંદ્રિયને (મનને) દમે તેવા નિયમોથી અશુભ અધ્યવસાયનો નાશ થવાથી ઉત્તમ (ઊંચાં) બનેલાં ચિત્ત. શુભ અધ્યવસાયના યોગે પાપમળ ખસવાથી શુદ્ધ (ઉજ્જ્વલ) બને છે અને ઉત્તમ અને શુદ્ધ બનેલાં એવાં એ ચિત્તો સૂત્ર તથા અર્થના નિરંતર સ્મરણથી ઝળહળતાં બને છે. શ્રી સંઘનાં ચિત્ત નિયમહીન ન હોય, બંધનહીન ન હોય, અધમ ન હોય, મલિન ન હોય, તેજહીન ન હોય અને જ્યાં ત્યાં અથડાતાં ન હોય. એ ચિત્ત એવાં ઉત્તમ સ્થાનો સાથે જોડાયેલાં હોય કે અશુભ પરિણામ એને સ્પર્શી જ ન શકે. કોઈનું પણ ભૂંડું કરવાની ભાવના એ ચિત્તમાં ન હોય. જો હોય તો એ સંઘનું ચિત્ત ન કહેવાય. ઉદારતામાં પણ વિવેક જોઈએ ઃ શ્રી સંઘનું ચિત્ત નિયમરૂપી શિલાતલ પર ગોઠવાયેલું હોય. નિયમહીન, બંધનહીન, ઉચ્છંખલપણે ભટકતા ચિત્તમાં ઉત્તમતા આવે ક્યાંથી ? એવાના વિચારમાં કે વાણીમાં મેળ ન હોય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન માનનારો સંઘ પૂજ્ય કોટિમાં નથી કેમકે એ વસ્તુત: સંઘ જ નથી. ચોવીસે કલાક દુશ્મનાવટ વધારનારા અને વેર વાળવાના વિચારો કરનારાં હોય એને સંઘ ન કહેવાય. એવા સંઘને અર્થાત્ એવાં ટોળાંને પૂજવાથી ફાયદો શો ? કાંઈ જ નહિ. લોકમાં પથ્થર એટલા દેવ મનાય છે પણ જૈનોમાં એવું નથી. જેમ જૈનો જેનામાં દેવત્વ હોય તેને જ દેવ માને તેમ સંઘત્વ હોય તેને જ સંઘ માને. પૂજા, સેવા, આરાધના એ બધું સંઘત્વયુક્ત સંઘનું કરાય; સંઘત્વહીન સંઘનું નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેના૨થી સંઘત્વ ઘોળી ન પીવાય. રાગ, દ્વેષ અને મોહના ઝપાટામાં મચ્યા રહેનારાને આ શાસનની પ્રાપ્તિ અને પાલન દુષ્કર છે. જૈન સંઘ તો આખી દુનિયાથી અલગ પડી જાય. બધા પુરુષો અને બધી સ્ત્રીઓને શ્રી જિનેશ્વરદેવે પણ સંઘમાં ગણવાની ઉદારતા ન રાખી. સંઘમાં તો અમુક જ લીધા. આજના Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 લોકો એને ઉદારતાની ખામી કહે છે. પણ એ ઉદારતાની ખામી નથી, ઉદારતામાં પણ વિવેક જોઈએ. વિવેકહીન યિા કરનારા તો જડ કહેવાય. મોક્ષ આજે ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? 1345 ૧૫૭ કેટલીક વખત વિવેક વગરનો સદાચાર પણ દુરાચાર ગણાય છે. આવી ઉદારતા દેખાડી શંભુમેળો ભેગો કરવાથી લાભ શો ? એથી તો ઊલટી ધમાધમ વધે. કોઈ એમ કહે કે-‘બધા ભેગા તો કામ કરવા જ થયાને ?' પણ એ કામ કયું ? મોક્ષમાર્ગને વહેતો રાખવાનું કે બીજું ? શ્રી જિનેશ્વરદેવે જે સંઘ સ્થાપ્યો તે મોક્ષમાર્ગને વહેતો રાખવા. ભગવાને સંઘની સ્થાપના જે મોક્ષમાર્ગ ચલાવવા માટે જ કરી. તેને બદલે એ મોક્ષમાર્ગને ઉખેડવા જ ભેગા થાય તો એ સંઘ ક્યાં રહ્યો ? વસ્તુના ઉદ્દેશને અને એની રક્ષાને કદી ભુલાય ? સભા ‘પણ અત્યારે મોક્ષ ક્યાં છે ?’ મોક્ષ ભલે નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? જેને ન આરાધવો હોય તેને માટે તો ચોથા આરામાં પણ મોક્ષ બંધ જ હતો, એ વખતે આરાધના કરવાથી બે પાંચ ભવે મુક્તિએ જવાતું તેમ અત્યારે પણ તથાવિધ આરાધના કરવાથી બેં પાંચ ભવે મુક્તિએ જવાય. મોક્ષ તો માર્ગની પૂરી આરાધના થાય ત્યારે મળે પણ મોક્ષમાર્ગ તો ચાલુ જ છે, સાધુ; સાધ્વી, શ્રાવક, શ્રાવિકા મોક્ષમાર્ગે ચડ્યાં તે તે જ ભવે મોક્ષે ગયાં એવું બધા માટે બનતું નથી. ભલે એ તે ભવે મોક્ષે જતાં નથી પણ એ મોક્ષની આરાધના કરતાં નથી એમ ન કહેવાય. એવું જીવદળ તો કોઈકું જ ઃ જે ભવમાં મોક્ષમાર્ગ આરાધે તે જ ભવમાં મોક્ષે જાય એવું તો શ્રી જિનેશ્વરદેવના આત્મા માટે પણ નથી. મોક્ષમાર્ગ આરાધે તે જ ભવમાં મોક્ષે જનારનું દૃષ્ટાંત તો શ્રી મરૂદેવા માતા જેવું કોઈક જ. અરે, એ એક જ કે જે અચ્છેરારૂપ છે ? અનંતી.ઉત્સર્પિણી અવસર્પિણીએ એવાં આશ્ચર્યો થાય છે. મોક્ષમાર્ગ મળ્યો, કર્મક્ષય થયો, આત્મા એવો લઘુકર્મી થયો કે તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મુક્તિમાં ગયો એવું જ્વદળ તો કોઈક જ. શાસ્ત્રકારોને મરૂદેવી માતાનું દૃષ્ટાંત લખ્યા પછી કહેવું પડ્યું કે આવું દૃષ્ટાંત તો એ એક જ. જે ભવમાં મોક્ષમાર્ગની આરાધના કરી તે જ ભવમાં મોક્ષે ગયાં એવા કોઈ શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંત છે ? મોક્ષ તો એક, બે, પાંચ, પચીસ કે અનંતા ભવે પણ મળે પણ માર્ગ હોય તો ને ? મોક્ષમાર્ગ વહેતો હોય તો આરાધના થાય; પછી ભલે કોઈ સાધુ થાય, કોઈ સાધ્વી, થાય, કોઈ શ્રાવક થાય કે કોઈ શ્રાવિકા થાય. જેને મોક્ષમાર્ગ સાધવો જ Page #179 -------------------------------------------------------------------------- ________________ 1346 ૧૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ન હોય તે તો સંઘ બહાર જ સમજવા. તે સંઘમાં રહીને કરે પણ શું ? જે કહે કે “હમણાં મોક્ષની વાત નહિ' તો તેને કહેવું જ પડે કે “હમણાં તું સંઘમાં પણ નહિ.” શ્રી સંઘમાં હોય તે શું માને ? ખોટી સંખ્યા વધારવાનો આપણને શોખ નથી. રહેવું સંઘમાં અને મોક્ષમાર્ગની આરાધનામાં વિઘ્નો ઊભાં કરવાં તે ચાલે ? સંઘમાં હૃદય તો નિયમોથી બંધાયેલાં હોય. ગમે ત્યારે ઊઠું, ગમે ત્યાં બેસું, ગમે ત્યાં જાઉં, ગમે તે ખાઉં, અને ગમે ત્યારે સૂવું, મારે કોઈ બંધન જ નહિ' આવું કહેનાર સંઘમાં નથી. જે એમ કહે કે-“અમે તો મધ્યસ્થ ગમે તે દેવ, ગમે તે ગુરુ, ગમે તે ધર્મને માનીએ; અરે સર્વદેવ, સર્વગુર, સર્વધર્મને પણ માનીએ; પૂજા બને તો કરીએ, ન કરીએ તો વાંધો શો ?” આવું આવું બોલે તે આ સંઘમાં ન ચાલે. સંઘમાં હોય તે શું કહે ? “દેવ તો અરિહંત જ, બીજા દેવને ન નમીએ; ગુરુ તો નિગ્રંથ જ; પરિગ્રહીને ગુરુ ન માનીએ અને ધર્મ તે જ કે જેનાથી વિષયકષાયની વાસના ઘટે અને જે આત્માને મુક્તિ ભણી ખેંચે. એથી વિપરીત હોય તેને ધર્મ ન જ માનીએ. તેમજ જિનપૂજા વિના ન જ રહેવાય, રાત્રે ન જ ખવાય, વ્યસનો ન જ સેવાય” આવું આવું કહે તે સંઘ કહેવાય. શ્રી શ્રેણિક મહારાજાની ઉત્તમતા : . સભા: “શ્રેણિક મહારાજા તો અવિરતિના યોગે નિયમ વગરના હતા તો પણ તે આવી ઉત્તમ વ્યક્તિ તરીકે કઈ રીતે ઓળખાયા ?” ડગલે ને પગલે ઓળખાય, દુશ્મનને પણ ઓળખાય એવું એમનું વર્તન હતું. દેવ, ગુરુ, ધર્મની આરાધના જ એવી હતી કે છૂપી ન રહે. ભગવાન મહાવીરદેવના સમાચાર સાંભળે કે સિંહાસન પરથી ઊભા થઈ જાય, જે દિશામાં ભગવાન હોય તે દિશામાં સાત-આઠ ડગલાં આગળ જઈને ત્રણ વખત મસ્તક ભૂમિએ અડાડી ચૈત્યવંદન કરતા અને પછી પાછા ફરી સિંહાસને બેસતા. સમાચાર આપનારને ન્યાલ કરી દેતા. ધર્મી ધર્મી તરીકે ન કેમ ઓળખાય ? સંઘમાંનું રત્ન છૂપું કેમ રહે ? પોતાની મરજી આ શાસ્ત્રમાં ન ચાલે’: શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવું અને બંધન ન જોઈએ તો એ ન નભે. બંધનહીનને આ સંઘમાં સ્થાન નથી. દુધાળું એક પણ જાનવર એવું નહિ કે જેને ખીલો ન હોય, વાડો ન હોય. દુધાળાં જાનવરને ખીલો કે વાડો હોય તે ઉપરાંત Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 ૧૫૯ ગળામાં સાંકળ પણ હોય અને બહુ વહાલાં જાનવરને તો વળી ગળામાં સુંદ૨ પટ્ટો પણ હોયં. જો દુધાળું ઢોર કદી તોફાની થાય તો માલિક એના ગળામાં મોટું લાકડું ઘાલે કે જેથી ક્યાંય દૂર ભાગી ન શકે, કારણ કે એ એને કીમતી માને છે. કયા જાનવરને છોડીને છૂટાં મૂકી દેવાય તે હું તમને ઘણી વાર સમજાવી ગયો છું. એવાં ઢોરને બંધાય જ નહિ. એને છૂટાં જ રાખવાં પડે. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનાર બંધનહીન હોય તે ન બને. દરેક કાર્યમાં પોતાની મરજી એ આ શાસનમાં ન નભે ! વસ્તુનો નાશ કરવાની મરજી ન ચાલે ? શાસનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો માનવા ન માનવામાં મરજી ચાલે ? ‘મને પાલવે તો જીવ માનું નહિ તો ન પણ માનું' એવી પોલ અહીં ન ચાલે.. ન જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય ઃ ન શ્રી જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય. વિધવાવિવાહની વાતો આ શાસનમાં ન જ હોય. કોઈ શીલ ભાંગે માટે બધાને ભાંગવાની છૂટ, એવી વાહિયાત વાતો આ સંઘમાં ન હોય. કંદમૂળમાં અનંતા જીવ ક્યાંથી ? એ સમજવા માટે પૂછે તો વાત જુદી પણ ‘એ હોય જ નહિ' એમ ઠસાવવા માટેની ખોટી ચર્ચાને અહીં સ્થાન નથી. સંઘ બનનારે તો બંધનમાં આવવું જ પડે. સંઘના હૃદયમાં તો જ્ઞાનીએ નિયત કરેલા સિદ્ધાંતોનું મજબૂત સ્થાન હોવું ઘટે. 1347 શ્રી સંઘની સ્થાપના શા માટે ? શ્રી જિનેશ્વરદેવે શ્રી સંઘની સ્થાપના કરી તે મોક્ષમાર્ગ ચાલુ રાખવા; તો તેને આરાધવાનું, પ્રચારવાનું, ટકાવવાનું અને દીપાવવાનું કામ પણ શ્રી સંઘનું છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રી સંઘનું આ સિવાય બીજું કામ શું હોય ? ભગવાન તો વીતરાગ હતા. પોતાની પાછળ પોતાને મા૨ના૨ ટોળું કાયમ રહે એવી મનોકામના એમને ન હતી. ત્યારે પ્રશ્ન થાય છે કે એવા શ્રી વીતરાગદેવે સંઘની સ્થાપના.કેમ કરી ? શાસ્ત્ર કહે છે કે એ પણ શ્રી તીર્થંકર-નામકર્મના વિપાકના યોગે કરી છે. શ્રી સંઘની સ્થાપના તેમણે પોતાની ઇચ્છાથી નથી કરી કેમકે વીતરાગદેવને ઇચ્છા હોતી નથી. શ્રી તીર્થંકર થયા તે પૂર્વેના ત્રીજા ભવે ‘સવિ જીવ કરૂં શાસનરસી'-એ ભાવનાના યોગે એમણે શ્રી તીર્થંકર નામકર્મ નિકાચ્યું છે. આ ભાવના સમસ્ત વિશ્વના સઘળા જ્વો માટે એ મહાપુરુષે કરી, કેળવી અને ગમે તેવી આપત્તિ સહીને પણ ઠેઠ કેવળજ્ઞાન થતાં સુધી પોષી, એના યોગે કેવળજ્ઞાન બાદ શ્રીસંઘ સ્થપાયો. શ્રી તીર્થંકરદેવ દેશના દે છે તે પણ તીર્થંકર નામકર્મના ભોગવટા માટે. વિશ્વ પ્રત્યે ઉપકારની ભાવના તો પહેલાં કરી અને એ ભાવના સિદ્ધ કરવા એ મહાપુરુષે દુનિયાની અનેક તકલીફો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 148 સહેવામાં ઓછપ ન રાખી. કેવળજ્ઞાન થાય ત્યાં સુધી બધી આપત્તિ વેઠીને એ ભાવના એ મહાન આત્માએ આબાદ સાચવી, અને પરકાષ્ઠાએ પહોંચાડી પણ કેવળજ્ઞાન થયા પછી શું ? -પછી તો ધોધ વહે જ જાય ? તળાવમાં પંપ ગોઠવી પાઇપ નાખી પાણી વહેતું કરવાની યોજના કરી પછી પાણી માટે નળના મૂળ સ્થાને પાણી નાખવા જેવું ન પડે. નળની ચકલી ફેરવો કે પાણી આવે જ. શ્રી જિનેશ્વરદેવના આત્માએ પણ એ ભવમાં એ ભાવના એવી કેળવી છે કે કેવળજ્ઞાન થયા પછી તો એ ધોધ વો જ જાય. ગણધર ભગવંતો, દ્વાદશાંગી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ બધું એ ધોધમાંથી જન્મે છે. કેવળજ્ઞાન થયા પછી તો એ આત્મા કેવળ ઉદાસીન હોય છે, ઇચ્છામાત્રનો તેમનામાં અભાવ હોય છે, રાગદ્વેષનો અંશ પણ એમનામાં હોતો નથી. હવે જે ભાવનાથી તેમણે તીર્થકર નામકર્મ નિકાગ્યું અને એના યોગે શ્રી સંઘની સ્થાપના કરી તે ભાવનાં શ્રી સંઘની એક એક વ્યક્તિમાં પેઠેલી હોય કે નહિ ? જે ભાવનાના યોગે તીર્થકર નામકર્મની નિકાચના થઈ, શ્રી તીર્થંકર પદવી મળી, શ્રી સંઘની સ્થાપના થઈ, તે ભાવના જેનામાં ન હોય તેમને શ્રી સંઘ માનવો એ મૂર્ખાઈ ખરી કે નહિ ? ઊંચામાં ઊંચી દયા : શ્રી જિનેશ્વરદેવ પોતે બંધનવાળા કે બંધન વગરના ? એમને પણ “સવિ જીવ કરૂં શાસનરસી'ની એ ભાવના આવી ક્યારે ? શ્રી તીર્થંકર થયા એ પૂર્વેના ત્રીજા ભવમાં એ ભાવના આવી તે વાત તો સાચી પણ કયા સંયોગો અને કઈ વિચારણાના યોગે આવી ? બીજા બધા વાતાવરણથી દૂર જઈને અમુક વાતાવરણમાં આવ્યા ત્યારે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે __ अहो चित्रमेतद् यत्सत्यपि परमेश्वरे प्रवचने स्फुरत्तेजसि दुःखपरीतचेतसो जन्तवः' संसारगहने महामोहान्धकारविलुप्तसत्पये मूढमनस्का उच्चैः परिभ्रमन्ति, तदहमेतानतः संसारदनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति । एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्द्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते । ततः इत्थं सत्वानां तत्कल्याणसम्पादनेनोपकारं कुर्वंस्तीर्थंकरनाम समुपायं परं सत्त्वार्थसाधनं तीर्थंकरत्वमाप्नोति । -પંચસંગ્રહ ટીકા અર્થ: “અહો ! આ કેવું આશ્ચર્ય છે કે-સ્કુરાયમાન તેજવાળું પ્રભાવશાળી Page #182 -------------------------------------------------------------------------- ________________ 1349 – ૧૧: પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - ૧૬૧ પરમેશ્વરનું શાસન વિદ્યમાન હોવા છતાં પણ દુ:ખથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો સંસારઅટવીમાં મહામોહના અંધકારથી સન્માર્ગ લોપાઈ જવાના કારણે મૂઢ મનવાળા બનીને ભટકી રહ્યા છે; તેથી હું આ જીવોને આ પ્રવચનના યોગે યથાયોગ્ય રીતે આ સંસારથી પાર ઉતારું”-આ રીતે વિચારીને સદેવ પરોપકાર કરવાના સ્વભાવવાળા, કરુણાદિ ગુણોથી યુક્ત, પ્રતિક્ષણ પ્રવર્તમાન પરોપકાર કરવાના મહાન આશયવાળા તે મહાત્મા જે જે રીતે બીજાનો ઉપકાર થાય તે તે રીતે પ્રવૃત્તિ કરે છે. તે પછી આ રીતે જીવોના આત્મકલ્યાણનું સંપાદન કરવારૂપ ઉપકારને કરતા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરીને જીવોનું ઉત્કૃષ્ટ આત્મહિત સાધનાર તીર્થંકરપણાને પામે છે. -એ મહાન આત્માએ જગતના સઘળા જીવોને વિષયમાં મહાલતા જોયા ત્યારે તેમને આ ભાવના થઈ. આજે તો એ ભાવના છે કે બીજા વિષયમાં મહાલે તેમાં વાંધો શો ? વિષયના વિપાક જેમની દૃષ્ટિ સામે છે તેમને તો એ કારમાં ભાસે છે. એ તે વખતના આનંદને નથી જોતા પણ પરિણામને જુએ છે. માલિકના દૂધના કુંડા પાસે દંડો લઈને માણસ ઊભો હોય ને બિલાડું એને જોયા વિના ત્યાં દૂધ પીવા જાય તો કોઈ દયાળુ આત્મા તો ત્યાંથી એને જરૂર ભગાડે જ. ત્યાં એ બિલાડાને દૂધ પીવા દેવાની દયા તો મૂર્ખને જ આવે. ભોજનમાં અંતરાયનો વિચાર તો ત્યાં અજ્ઞાન હોય તે કરે, જે એ ડંગોરો ન દેખે તે કરે. માથા પર લાઠી ઉગામેલી દેખે તે તો એને દૂધમાં મોં નાખવા જ ન દે. વિષયના વિપાકને જાણનાર વિષયમાં પડેલાને જુએ, વિષયમાં આનંદ માનનારને જુએ ત્યાં એને આનંદ ન જ આવે. “બિચારા ભલે ભોગવે” એવી ખોટી દયા કે ખોટો આનંદ એને ન થાય, એ તો વિચારે છે કે-“અહો ! આ જગતમાં શ્રી જિનેશ્વરદેવનું શાસન હયાતી ભોગવે છે છતાં આ બધા જીવો વિષયને પરવશ બન્યા છે એ મોટું આશ્ચર્ય છે. આ મહાપુરુષની આવી ભાવના તો જૈન-જૈનેતર સઘળા માટે છે, સારાયે વિશ્વ માટે છે જ્યારે હું તો કેવળ સંઘની જે વાત કરું છું. દુનિયાના સઘળાયે જીવો પ્રત્યેની આવી ભાવનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના થાય છે. શ્રી સંઘમાં રહેલા આત્માઓ મુક્તિપદે પહોંચવાની ઇચ્છાવાળા તો હોય ને ? એ મહાત્માની કેવી ભાવના ? ઊંચામાં ઊંચી દયા આ. એવી દયાના યોગે ધર્મનો ટકાવ છે. જ્યાં આવા પ્રકારની દયા નથી ત્યાં ધર્મ નથી. આ દયા વગરનાં દાન, શીલ, તપ તથા ભાવ નિરર્થક છે. જેને ધર્મ પરિણમ્યો હોય તેને વિષયાધીનોને જોઈને આનંદ ન થાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પરિણામ જોનારો ક્ષણિક લાભથી ખુશ ન થાયઃ ચોર લાખોનો માલ ઉઠાવીને જતો હોય તો એ જોઈને શાહુકાર કદી રાજી ન થાય. અને જો રાજી થાય તો એ પણ ચોરનો સાથી હોવો જોઈએ. દયાળુ શાહુકાર તો વિચારે કે-આ બિચારાની દશા બહુ બૂરી છે. કદી આ વખતે પોલીસના પંજામાંથી છૂટી પણ જાય પરન્તુ આ લતના પરિણામે અંતે હાથપગમાં બેડી સાથે આંસુ નીતરતી આંખે વગર ભાડાની કોટડીમાં જવાનો વખત એને આવશે. પરિણામ જોનારો તે વખતના દેખાવથી કદી ખુશ ન થાય. સાચાં માબાપ તે કહેવાય કે જે બાળકને રાતી પાઈ પણ કોઈની ઉઠાવીને લાવ્યો હોય તો પચાસ પ્રશ્નો પૂછીને પણ પાછી મૂકી આવવા ધકેલે. રાતી પાઈ એટલે ફક્ત રાતી પાઈ જ નહિ સાચો હીરો લાવ્યો હોય તો તે પણ ખરો. આવી ઊંચા પ્રકારની દયા હોય તો જ એ બને. આજે બજારમાં જૂઠ, ચોરી, પ્રપંચ, અનીતિ વગેરે ચાલે છે તેનું કારણ આ દયાનો અભાવ છે. ‘જરા આમતેમ બોલવાથી પાંચ હજાર મળતા હોય તો વાંધો શું ? એવું આજે મનાય છે; કારણ કે પરિણામ સામે દૃષ્ટિ નથી. પરિણામ ન જોનારને શાસ્ત્ર સમ્યગ્દષ્ટિ કહેતું નથી. આ શાસ્ત્રમાં એકેએક ખોટી વાતનું ખંડન આવે છે. ખોટી પીઠ થાબડવાનું, ખોટી ‘વાહ વાહ’ ક૨વાનું કે ખોટો જશ ખાટવાંનું અહીં ન ચાલે. કપટ કરીને કોઈને ઠગી બે પૈસા કમાનાર દીકરાને એનો બાપ બહાદુર કહે એ અહીં ન ચાલે. ૧૬૨ ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા ન આવે : શ્રી જિનેશ્વરદેવનો આત્મા વિચારે છે કે ક્યારે શક્તિ આવે કે સારી દુનિયાના વોને શાસન ત૨ફ વાળું. વિષયના વિપાક દેખાય અને લેખાય તો આ ભાવના આવે. જ્ઞાનીએ કહ્યું કે : સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ; 1350 અંતર્ગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવે બાળ. આજે તો દેવ, ગુરુ, ધર્મથી ન્યારા રહેવાની પેરવી ચાલે છે. બધી વાતમાં ‘હા’ કહે પણ પોતાના ઘર પર હલ્લો ન આવે એની આજે પહેલી કાળજી રાખે. ધર્મના કોઈ કામમાં આગળ ન થાય પણ દીકરાના લગનમાં વરનો બાપ થઈને આગળ ચાલે. આ બધા વ્યવહારકુશળ કહેવાય છે. એવા વ્યવહારકુશળોએ ધર્મને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું કે-‘ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા આવતી નથી.’ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 આજના વ્યવહારકુશળો ધર્મને ક્યારે દગો આપે તે કહેવાય નહીં. પાંચને ભેગાં કરીને એ કહે કે-‘ઉતાવળા ન થાઓ, બધું જુઓ, મહારાજાને શું ? એમને કાંઈ પંચાત ખરી ? મહારાજ બોલે એ બધું ન થાય.’ આવા વ્યવહારકુશળોને ધર્મમાં સ્થાન નથી. 1351 એ નીતિની વાત જ્યાં ત્યાં લાગુ ન પડાય : આચાર્ય શ્રી .હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ આવતી નથી અને કદાચ આવે તો ધર્મના નાશ માટે થાય. જેટલા વ્યવહારકુશળ તે ખરે ટાઇમે અવસર જોવાની જ સલાહ આપે. એમને પૂછીએ કે ‘અવસર ક્યાં સુધી જોવો ?' ત્યારે કહી દે કે ‘થોડો પણ વિરોધ હોય ત્યાં સુધી.’ એટલે દ૨ેક સમયે મૌન ભજવાનું જ કહે કે જેથી પંચાત જ મટી જાય. એ લોકો એક નીતિનો શ્લોક ઉપાડી લાવ્યા છે કે : कोऽहं कौ देशकालौ समविषमगुणा केऽरयः के सहायाः का शक्ति कोऽभ्युपायः फलमिह च कियत् कीदृशी दैवसम्पत् । सम्पत्तौ को निबन्ध: प्रविदितवचनस्योत्तरं किं नु मे स्यादित्येवं कार्यसिद्धाववहिनमनसो हस्तगा सम्पदः स्युः ।। અર્થ : ‘હું કોણ છું ? દેશ-કાળ- કયા છે ? સહૅસ્પર્ધી-પ્રતિસ્પર્ધી ગુણવાળા કોણ શત્રુઓ છે ? કોણ સહાયક છે ? કઈ શક્તિ છે ? કયો ઉપાય છે ? કેટલું ફળ છે ? કેવી દૈવી સંપત્તિ છે ? સંપત્તિમાં કારણ શું છે ? રજૂ કરાયેલ વચનનો મારી પાસે ઉત્તર શું છે . ? ઇત્યાદિ કાર્યસિદ્ધિના વિષયમાં જેનું મન જોડાયેલું છે તેમને સંપત્તિઓ હાથમાં જ છે.” હું કોણ? સભા કઈ ? વગેરે જોઈને બોલવું એ માટે નીતિશાસ્ત્રના સામાન્ય મંતવ્યનો શ્લોક ઉપાડી લાવ્યા અને જ્યાં ત્યાં એને લાગુ પાડવા લાગ્યા, પરન્તુ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે એ ભૂલી ગયા કે : धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनाऽपि शक्तेन, वक्तव्यं तन्निषेधितुम् ।। અર્થ : “ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય અને પોતાના સિદ્ધાંતના અર્થમાં વિપ્લવ થતો હોય તો શક્તિશાળીએ તેનો નિષેધ કરવા માટે કોઈ ન પૂછે તો પણ બોલવું જોઈએ.” પેલા શ્લોકમાં તો નીતિની સામાન્ય વાત છે કે સભા જોઈને બોલવું. ' Page #185 -------------------------------------------------------------------------- ________________ 1352 ૧૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પોતાના વિચારો સામાને કઈ રીતે કહેવાથી હિત થાય વગેરે જોઈને બોલવું. એ વાત સમજાવવા માટે એ શ્લોક છે, જ્યારે અહીં આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાફ સાફ કહે છે તે વાત ભૂલી ગયા. કુશળ એવા કે પોતાને જરા પણ વાંધો ન આવી જાય માટે પગલું ભરે જ નહિ અને કહી દે કે ઉતાવળું પગલું કદી ન ભરવું. શાસ્ત્ર લગ્નાદિમાં ઉદાસીનભાવ રાખવાનું કહ્યું ત્યાં આનંદ મનાવવો અને આનંદ હોવો ઘટે ત્યાં પ્રમાદ અને બેદરકારી રાખવી એવી આજની હાલત છે. લગ્નની કંકોત્રી જાતે લખે, વધારે સંબંધ હોય તો સાથે પત્ર પણ લખે, જાતે જવા જોગું હોય ત્યાં જાતે જાય અને આગ્રહ કરીને કહી આવે કે ‘આપ જરૂર પધારજો, આપના વિના માંડવો નહિ શોભે.’ એ બધા અહીં કામ હોય અને કહો તો સંભળાવી દે કે ફુરસદ નથી. છતાં કામ બતાવીએ તો ચાર બીજાને ભળાવી દે અને પછી પૂછીએ તો કહે કે મેં તો ફલાણાને કહી દીધું હતું. જો પછી બહુ કહીએ તો સંભાળાવી દે કે-‘અમે નવરા નથી બેઠા. હવેથી તમારે અમને ન કહેવું.' ગુરુ પાસે પણ આવું કહી દે. આવા વ્યવહારકુશળો વિના ચલાવી લેવું બહેતર. આવા ટોળાને સંઘમાં ભેળવવાથી લાભ શો ? એ તો કહી દે કે ‘મહારાજને શું ખબર પડે ?' પણ એમ કહેનાર એને એ ભાન નથી કે ધર્મ જવાથી પરિણામ શું આવે ? માર્ગાનુસારી જીવ, દીર્ઘદર્શી અને પરિણામદર્શી હોય ઃ માટે જ ધર્મશાસ્ત્રોએ ધર્મશુદ્ધિ ૫૨ ભાર મૂક્યો. સાચી દયા હોય તેને અયોગ્ય મૂંઝવણ કદી ન થાય. વિષયાધીનોનેં જોઈને શ્રી જિનેશ્વરદેવોને દયા ન આવી કેમકે વિષયના વિપાકોને એ જોતા હતા, જાણતા હતા. આપણે પરિણામ નથી જોતા પણ તે વખતનો દેખાવ અને આડંબર જોઈએ છીએ. માર્ગાનુસારીનો ગુણ છે કે એ દીર્ઘદર્શી અને પરિણામĚર્શી હોય. પરિણામ જોનારને પાપ કરવું પડે તો ન છૂટકે કરે અને તે વખતે એનું હૈયું ડંખે. સમ્યગ્દષ્ટિમાં આ ગુણ વધુ ખીલતો હોય છે. -‘નેળ ન નિભ્રંથસં ' એ વાત અહીં ઘટે છે. શ્રી જિનેશ્વરદેના આત્માને ખટકે છે એ જ કે શ્રી જિનેશ્વરદેવનું શાસન વિદ્યમાન છતાં લોક વિષયાસક્ત બન્યા ? શાસન ન હોય ત્યાં એમ બને એમાં આશ્ચર્ય નહિ. જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના કેળવો : સંઘમા કઈ મનોવૃત્તિ હોય ? એના નિયમ શા ? એ બોલે શું ? ‘અરિહંત એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ, ભગવાને કહેલો એ જ ધર્મ, દર્શન-પૂજાસામાયિક-પ્રતિક્ર્મણ વગેરે ધર્મક્રિયાઓ વિના ચાલે જ નહિ.’ આ બધા વિચારો Page #186 -------------------------------------------------------------------------- ________________ 1353 ૧૧ઃ પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - ૧૫ જેના હોય તે શ્રી સંઘ. એવા પ્રકારનું ચિત્ત તે શ્રી સંઘનું ચિત્ત. શ્રી સંઘનાં એ ચિત્ત ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં જોઈએ. ઇંદ્રિય તથા મનને દમે તેવા નિયમો વડે અશુભ અધ્યવસાય જવાથી એ ચિત્ત ઊંચાં (ઉત્તમ) બને છે, પછી શુભ અધ્યવસાય દ્વારા કર્મમેલ ખસવાથી શુદ્ધ (ઉજ્વલ) બને છે અને પછી સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. સમકિતની સક્ઝાયમાં પણ આવે છે કે શ્રી જિનભાષિત વચન વિચારીએ : ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચેય સમકિતનાં લક્ષણોમાં દરેક લક્ષણ વખતે આ ધ્રુવપદ વિચારવાનું છે. અપરાધીનું પણ ભૂંડું ક્યારે પણ ન વિચારાય ? શ્રી જિનભાષિત વચન વિચારીએ તો ને ? શ્રી જિનભાષિત વચન વિચાર્યા વિના સંઘની એક પણ વ્યક્તિની કોઈ પણ કાર્યવાહી ન હોય, પરંતુ આજે તો આ જ વાત ખટકે છે તેમ છતાં–નમો તિર્થી પદનો ઉપયોગ એવા વણિક વૃત્તિવાળાઓએ પોતાના માટે શરૂ કર્યો. જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના ન જોઈએ ? આ શાસન જેટલું કઠિન તેટલું જ સહેલુંઃ પ્રભુની આજ્ઞા શી ? બોલવું શું? એ બધું સમજવું પડશે. ચલાય જોઈને, બોલાય નિરવદ્યા. ત્યાં સાવદ્ય-નિરવદ્યનો ભેદ સમજવો પડશે. જૈનશાસન જેટલું કઠિન છે તેટલું જ સહેલું છે. શ્રી જૈનશાસનમાં રહેનારો દુ:ખથી ગભરાતો નથી ને સુખ મળે તે માટે ચિંતા કરતો નથી. દુ:ખ માનતો નથી પણ દુઃખ તો પોતાના પાપથી આવ્યું છે એમ માની ખૂબ સમાધિથી વેઠી સારામાં સારી નિર્જરા સાધે છે અને મોક્ષ સિવાયના સુખની ઇચ્છા પણ કરતો નથી. ભયંકર સ્થિતિનો સામનો પણ કરવો પડશે, કઠિન સંયોગોમાં પણ પગ મૂકવો પડશે. કડવી વાતોને પણ હૈયામાં સ્થાન આપવું પડશે. તો જ આ શાસન પમાશે. તો જ દુ:ખ દુ:ખ નહિ લાગે, તો જ સુખમાં પણ દુ:ખ મનાશે; અને આ સ્થિતિ આવી એટલે સુખ માગો તોય મળવાનું અને ન માગો તોય મળવાનું. માગવાની જરૂર જ નથી. ધર્મક્રિયામાં જાતને ભૂલો ! જેને શ્રી જૈનશાસનની આરાધનામાં સુખ લાગે તે બીજું માગે ? એક મહાત્માએ તો કહ્યું કે “હે ભગવન્! મને તારા ચરણની સેવા મળે તો મોક્ષ પણ ન જોઈએ.” ચરણસેવા જ એવી છે કે મોક્ષને ખેંચી લાવે. શ્રેષ્ઠ આરાધક આત્માને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મોક્ષ માગવાની પછી ઇચ્છા નથી, કારણ કે આત્માને ચરણસેવાથી મોક્ષ મળવાનો જ છે એવી સંપૂર્ણ ખાતરી છે. એ તો મોક્ષની દૂતી છે માટે સાચી આજ્ઞાનુસારી સેવા કરનારને મોક્ષ મળવાની ખાતરી જ હોય. માટે તો એ પુણ્યપુરુષો પ્રભુભક્તિમાં પોતાની જાતને ભૂલી જતા હતા અને ધર્મક્રિયામાં એકાકાર બનતા હતા. આજે ધર્મક્રિયામાં જાત ભુલાતી નથી પણ પાપયિામાં અર્થાત્ દુનિયાની કાર્યસ્ક્યિામાં જાત ભુલાય છે. ગુસ્સો આવે ને કોઈને ખતમ કરવાનો વિચાર આવે ત્યારે એ પોતાની જાતને એવી ભૂલી જાય કે કાયદો, સજા, કેદ અને ફાંસી એ કાંઈ દેખે નહિ. ઇન્કમટૅક્સના બચાવ માટે ખોટા ચોપડા લખતાં કેદ વગેરે સજા યાદ આવે નહિ. ખોટી સાક્ષી માટે સજા ભયંકર છે; સો વાર ફાવેલો પણ એક વાર ફસાય ત્યારે છઠ્ઠીનું ધાવણ નીકળી જાય. છતાં ત્યાં જાત ભુલાય છે માત્ર ધર્મ અને ધર્મક્રિયામાં જ જાત ભુલાતી નથી. પેલા મહાપુરુષો ધર્મક્થિામાં જાતને ભૂલતા માટે કેવળજ્ઞાન પામતા હતા. ધર્મક્રિયા પાસે થ્રેડોની પણ કિંમત નથી : પ્રમાદ ભાગે તો જાત ભુલાય. પૂર્વના મહાપુરુષો ધર્મક્થિામાં લયલીન થતા, એકાકાર બનતા ત્યારે એમનામાં અપૂર્વ ઊર્મિઓ જાગતી. એ દશામાં સ્વને ભૂલી જતા અર્થાત્ જાત ભુલાઈ જતી. જો સ્વને ન ભુલ્યા હોત તો શ્રમણ ભગવાન મહાવી૨દેવ સંગમના ઉપસર્ગો સહી શકત ? ‘હું એક રાજકુમા૨, કેવી કોમળ મારી કાય !' એ યાદ કર્યું હોત તો કાર્યસિદ્ધિ ન થાત. એ તારકની વાત જુદી પણ આપણે આપણા જોગું તો કરી શકીએ ને ? પણ આપણી તો હાલત જ જુદી છે. બહાર રસ્તા વચ્ચે વાતો ક૨વામાં બે કલાક ઊભા રહેવાય પણ સામાયિક-પ્રતિક્ર્મણ તો બેઠાં બેઠાં જ થાય; એટલું જ નહિ પણ ટેકો શોધીને બેસાય. એ શું સૂચવે છે વળી ચ૨વાળો તો હોય જ શાનો ? જમીન પણ કટાસણાથી પૂંજે. શાસ્ત્ર કહે છે કે ચ૨વલા વિના ધર્મક્રિયા થાય જ નહિ; પણ જો એવું કહીએ તો જવાબ આપી દે કે-‘સારું ત્યારે, કાલથી નહિ આવીએ.' એમ કહીને ધર્મક્રિયા બંધ કરે. ચરવલા વગર એકલી મુહપત્તિથી પૂંજાય ક્યાંથી ? આજે હવે મંદિરમાં જતાં ખેસ પણ નીકળી ગયો. સામાયિક કરવા માટે ઘરેથી સામગ્રી લાવતાં શરમ આવે. તેથી ઉપાશ્રયની સામગ્રી વાપરે તે પણ પાછી ઠેકાણે મૂકવાની કોઈને ૫૨વા નહિ. પરિણામે આઠ કટાસણાં હોય તો છ મુહપત્તિ હોય અને ચરવળો તો ભાગ્યે જ હોય. કોઈ પાસે હોય તો વળી એવો ગુચ્છાવાળો હોય કે પૂંજવાથી ઊલટા જીવ મરે. ‘આમ ન થાય’ એમ પણ એને ન કહેવાય. કહીએ તો આવવાનું બંધ કરે. સો બસો સામાયિક કરવાવાળા માટે 1354 Page #188 -------------------------------------------------------------------------- ________________ 1355 ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 ચરવળા લાઇનબંધ લટકાવી રાખ્યા હોય તો એમાં બહુ ખર્ચ નથી. બાકી પૈસા જ ગણ્યા કરો તો કાંઈ ન થાય. જે ધર્મક્રિયા પાસે ક્રોડોની કિંમત નથી ત્યાં સો, બસો કે પાંચસો, હજારના ખર્ચનો શો હિસાબ ? 663 લૂખું ખાઈને પણ ફરજ બજાવો : સામી ત૨ફ ધર્મક્રિયા કરનારાને પણ ગરજ નથી. નહિ તો એ કાંઈ જાતે મેળવી ન શકે એવું નથી. ચા-પાણી નાસ્તાના અને ખાવાપીવાના ખર્ચા તો રોજના ચાલુ જ છે. ત્યાં બચાવ કરે કે ‘એ તો અનાદિકાળનું છે' ખાવાપીવાનું અનાદિનું અને આ બધું હમણાંનું થયું ? પેલું યાદ રાખ્યું અને આ ભુલાયું. ધનતેરસની લક્ષ્મીપૂજા . ન ભુલાઈ પણ રોજની પ્રભુપૂજા ગઈ. દુકાનનાં તાળાકૂંચીને પગે લાગવાનું ન ભુલાયું પણ પ્રભુપૂજા વિના, ગુરુવંદન વિના, આવશ્યક ક્રિયા વિના ચાલ્યું-આવી આજની હાલત છે, શ્રાવક સામે મળે ત્યારે હાથા જોડે પણ હસ્તધૂનન ન કરે. શ્રી જિનેશ્વરદેવ લોકોત્તર, એનું શાસન લોકોત્તર અને એનું બધુંયે લોકોત્તર. સારાં કાર્યો માટે, સદ્વિચારોના પ્રચાર માટે લક્ષ્મીનો સદુપયોગ કરતા થાઓ. લૂખું ખાવું પડે તો ખાઈને પણ ફરજ બજાવો. કેવળ તમારા ખોટા મોજશોખના ખર્ચા ઓછા કરો તો પણ ઘણું કામ થાય. દંભ છોડીને હૈયાના ચોખ્ખા બનો ! આજે વિષયના વિપાકમાં શ્રદ્ધા નથી. જ્ઞાનીએ ફરમાવેલા માર્ગ પર પૂરો વિશ્વાસ નથી. ‘નરક છે કે નહિ ? છે તો કોના માટે છે ?’ એનો વિચાર નથી. ઓધાવાળા પણ નરક નિગોદમાં ગયા છે. અહીં દંભ સેવશે તેને દુર્ગતિ નહિ છોડે; માટે હૈયાના ચોખ્ખા બનો. મને ઊઠાં ભણાવશો તો તેમાં મારું કાંઈ જવાનું નથી. હું મૌન રહું તે ભલે પણ એવાને ઓળખું જરૂર. ઘેર બેઠે કલ્યાણ નહિ થાય. ઘરબાર, કુટુંબ, પરિવાર છોડવાં પડશે. જિંદગીનો ઘણો ભાગ ત્યાં ગાળ્યો તો હવે બાકીનો જે રહ્યો તે અહીં આપો. ‘હું મારી સ્ત્રી ને મારાં છોકરાં’ એ ત્રણની આસપાસ રમ્યા કરો અને ઘર, બજાર, પૈસા, ટકા, બંગલા, બગીચા પાછળ ભમ્યા કરો તો જીવન હારી જશો.' મળેલી સંપત્તિ સાર્થક કરો: મળેલી લક્ષ્મીની સાર્થકતા કરો. સંતાન હોય તો જ લક્ષ્મીની સાર્થકતા એમ ન માનો. સંતાન વિના લક્ષ્મી વા૫૨વાના રસ્તા જ નથી એવું નથી. શાસ્ત્ર તો માર્ગાનુસા૨ી માટે પણ કહે છે કે પોતાની મૂડીનો અથવા આવકનો ત્રીજો હિસ્સો ધર્મ ખાતેં કાઢે. શ્રી જૈનસંઘની આટલી વસ્તી અને આટલી ઋદ્ધિસિદ્ધિ છતાં ધર્મની વાતમાં બેકારી કેમ આંખે ચડે છે ? નબળા ને સબળા બેય એકસરખી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1356 બૂમ પાડે છે કે “સમય બહુ કપરો છે, આવો વખત કદી જોયો નથી, બજારમાં મંદી ચાલે છે, ઉઘરાણી ફરતી નથી, પેઢીઓ કાચી પડવા માંડી છે, બેંકોમાં લફરાં વધતાં જાય છે, શું થશે તે કાંઈ સમજાતું નથી.” આવી આવી વાતો કરી પૈસા ભેગા જ કર્યા કરે, ખર્ચવાની વાત જ નહિ. મળેલી સંપત્તિની સાર્થકતા ન કરે અને જાય ત્યારે આંખો ચોળીને રડે. આપત્તિને ખાતે બધું ખોવે પણ સંપત્તિની સાર્થકતા ખાતે થોડું પણ કાઢવા તૈયાર ન થાય એ કેવી કમનસીબી ? બાકી લક્ષ્મી જવા માંડે ત્યારેય ડાહ્યા માણસો તો ચેતી જાય અને “ચાલ્યું” એમ માનીને લહાવો લઈલે અને પોતાનું સાધી લે. સભાઃ “પાંચ કારણ ભેગાં મળે ત્યારે કાર્ય થાય ને ? " પણ તમે જ્ઞાની છો ? ચાર કારણની તૈયારીની ખબર ઉદ્યમ વિના ન પડે. પાંચેય કારણને તૈયાર કરવા પણ આત્મા સમર્થ છે. સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મમાં ઉદ્યમ કર્યા વિના ન જ રહે. સ્વ-પરનો ભેદ સમજનાર, સ્ત્રિ અને દુશમનને ઓળખનાર, તારક કોણ અને ડુબાડનાર કોણ એ જાણનાર સુખ અને દુ:ખનાં કારણ સમજનાર, તેવી તેવી પ્રવૃત્તિ ન કરે અથવા દુઃખથી બચવાની અને સુખ મેળવવાની પેરવી ન કરે ? અંતરાય બાંધનાર, આત્મા છે તો તોડનાર પણ એ બને જ. પણ આ બધું ક્યારે બને ? વિષયના વિપાક નજરે તરવરે તો ! પણ વિષયોમાં લીનતા હોય ત્યાં શું થાય ? ચાહ, પાન અને બીડી, સિગારેટ વિના ચાલતું જ ન હોય ત્યાં શું કરે ? શ્રાવક જમવા બેસે ત્યાં એને તિથિ યાદ આવે જ. પર્વતિથિ હોય તો વનસ્પતિ ન જ ખાય. અઢાર દેશના માલિક કુમારપાળ મહારાજા ચોમાસામાં વનસ્પતિનો સંપૂર્ણ ત્યાગ રાખતા. - ઉદ્યમ વિના કેવળ ભવિતવ્યતાનો જ આગ્રહ હોય તો જેમ શુભોદયમાં આગ્રહ રાખો છો તેમ અશુભોદયમાં પણ ભવિતવ્યતાનો જ આગ્રહ રાખો ! ધર્મમાં ઉદ્યમની જરૂર નથી લાગતી તો સંપત્તિ મેળવવામાં કેમ જરૂર લાગે છે ? અને માંદગી આવે ત્યારે વૈદ્ય ડૉક્ટરની દોડાદોડી શા માટે કરો છો ? આપત્તિમાં વૈદ્ય ડૉક્ટર જોઈએ તો સંપત્તિમાં નહિ ? મોક્ષમાર્ગના આરાધક માટે સંપત્તિ તો મહારોગ છે. રસ્તે ચાલનારો મને-કમને પણ જીવ જૂએ, પણ મોટરમાં મહાલનારો શું જુએ ? એને તો “હું કોણ ?' એવો ગર્વ હૈયામાં ભર્યો છે. મોટર ઊછળે તેમ એનું હૈયું ઊછળે છે. જ્ઞાની કહે છે કે સંપત્તિમાં પણ ડૉક્ટર શોધો, દરેક સાધુ પાસે કલ્યાણનો માર્ગ પૂછો. ભગવાનનો સેવક કોના આધારે જીવે ! સાધુને હાથ જોડીને કહો કે “મહારાજ! જેવું હોય તેવું અમને કહો. અમને Page #190 -------------------------------------------------------------------------- ________________ 1557 ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - ૧૬૯ કદાચ ગુસ્સો આવે તો તેની ચિંતા આપ ન કરો. આપને અમારી શી પડી છે ?” કેટલીક વખત બાપ દીકરાને શિખામણ આપે તો કેટલીક વખત દીકરો બાપને પણ શિખામણ આપી શકે છે. હું ભૂલતો હોઉં તો મને પણ તમે કહી શકો છો. હું તમને કહ્યું કે, “અમે તમારા પર જીવીએ છીએ' તો તમે અમને ચોખું સંભળાવી શકો કે-“મહારાજ ! આવું ન બોલો. અમારા પર જીવવું હતું તો તમારાં સગાં માબાપને કેમ છોડ્યાં ?' વળી એમ પણ કહી શકો કે-“બાપજી!” આપ આવું બોલીને અમારી મશ્કરી ન કરો. આપ તો આ રીતે અમારી પરીક્ષા કરો છો પરંતુ અમને આવું સાંભળીને દુ:ખ થાય છે. માટે હવે ફરી આવું ન બોલતા. અમારા આધારે આપ નહિ પણ અમે આપના આધારે છીએ.” આ તો હું પણ હમણાં એમ કહ્યું કે હું તો તમારા ઉપર જીવું છું,” તો આવું સાંભળી તમને પણ શેર લોહી ચડે. પરંતુ, અમે સેવક તમારા કે ભગવાન મહાવીરદેવના? મહાવીરદેવપ્ન સેવક તમારા આધારે જીવે ? અને તમારા આધારે જીવનારો ભગવાન મહાવીરદેવને હૃદયમાં રાખી શકે ? નહિ. એ તો ભગવાનને ભૂલી જ જાય. માટે તમે હવે સાવધ બનો. વ્યાખ્યાન ક્યારે ફળે ? - સાધુ તો તમને ઉત્તમ સલાહ આપે પણ તે તમને કડવી લાગે ત્યાં શું ઉપાય ?.અહીં કાંઈ કામ ઊભું થાય કે તમને હૈયામાં ફાળ પડે છે. સાવધ એવા છો કે ખિસ્સાનાં બટન પણ ભિડાવીને જ આવો છો. એ ભિડાવેલા બટનવાળાનાં પણ કંઈક ખિસ્સાં કપાઈ ગયાં તે જાણો છો ને ? અહીં બટન ભિડાવવાનાં ન હોય. અહીં તો જેટલાં ખિસ્સાં ખુલ્લો મૂકો તેટલો લાભ; બજારમાં ખુલ્લાં મૂકશો તેટલી હાની સમજવી. અહીં તો જેવો કઢાવનાર મળે તેવું કાઢતા થાઓ તો કલ્યાણ. અહીં પણ કઢાવનારને બદલે ઘલાવનાર મળ્યા તો હોંકાણું સમજવી. વ્યાખ્યાન સાંભળનારે નક્કી કરીને જ આવવું કે “જઈએ છીએ, મોકો આવ્યો તો કાંઈક લાભ લઈને જ આવવાના અને જો વૈરાગ્ય થયો તો ત્યાં જ રહી જવાના.' આ રીતે વર્તે તો વ્યાખ્યાન ફળે. તમારાથી ન થાય તે વાત જુદી. ઘરે પણ પૂછનાર જોઈએ કે-“આટલું સાંભળવા છતાં વૈરાગ્ય કેમ ન થયો ?' પરસ્પર આવું પૂછનારા ચોકીદાર બનો. તમે પણ ભ. શ્રીમહાવીરદેવના વારસદાર છો ! અહીં આવ્યા પછી વૈરાગ્ય થઈ જાય તો કપડા ઉતારવામાં હરકત શી છે ? આ શાસનમાં એ કાંઈ નવું નથી. શ્રી તીર્થંકરદેવો, ગણધરદેવો, રાજામહારાજાઓ અને મોટા શેઠ શાહુકારો પણ ચાલી નીકળ્યા છે ને ? એ રીતે Page #191 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ચાલી નીકળવામાં લાંછન નથી, પોતાના આત્માને રોજ પૂછો કે વૈરાગ્ય કેમ નથી થતો ? એક મહિનો એ રીતે આવો તો જરૂર પરિવર્તન આવશે. અમે મુંબઈ આવ્યા ત્યારે લોકો કહેતા હતા કે મુંબઈમાં નવ વાગ્યાથી વધુ શ્રોતાઓને ન રોકાય. પણ ધીરે ધીરે મુંબઈ ટાઇમ પોણા દશ. (સ્ટા. ટા. સાડા દશ) સુધી લાવ્યો છું અને તોય જોઉં છું કે તમને ફાવે છે. તમે માન્યું છે કે કાંઈક મળે છે. આ રીતે હવે જે મળે છે તે લેવાની ભાવના કરી તો પણ થાય. પૂર્વનાં કથાનકોમાં આવે છે કે આચાર્યો નગરમાં પધારતા અને તેમની એક જ દેશનામાં હજારો આત્માઓ સંયમ લઈને ચાલી નીકળતા અને હજારો વ્રતધારી થતા હતા. જયાનંદ કેવલીની વાત જાણો છો ને ? એક લાખ આત્માઓએ એકસાથે દીક્ષા લીધી છે તેમાં પચાસ હજા૨નો તો પોતાનાં પુત્ર-પુત્રી અને પૌત્રાદિ પરિવાર હતો. શ્રી ઋષભદેવસ્વામીની અસંખ્યાતી પાટ સુધીમાં અસંખ્યાતા રાજાઓ, કોઈ મોક્ષે ગયા તો કોઈ સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં ગયા. એમનું ઉત્તમ કુળ હતું. તમારું કુળ પણ ઉત્તમ છે. તમે પણ શ્રી જિનેશ્વરદેવના વારસદાર છો. તમારે પણ નીકળવાની ભાવના રાખવી જ જોઈએ. ભગવાનના શાસનનો વારસદાર તો વિચારે કે-મારા ઘરમાંથી જો કોઈ ન નીકળે તો બધા ચેતનહીન' છે હમણાં કહેશો કે અમારા ઘરને મહારાજે સ્મશાન કહ્યું પણ હું એમ નથી કહેતો. સમ્યગ્દષ્ટિની માન્યતા આ છે તેમ કહું છું. વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે : તમારે દશ દીકરા છતાં એમાંનો એકેય કમાતો ન હોય તો એ દશેને ડોબાં જ કહો ને ? ‘દશ છોકરા તો દશેય દિશામાં ઘૂમી વળે છતાં આ ડોબાંઓ એવાં છે કે એમાંનો એક પણ કમાતો નથી;’ એમ કહોને ? દશમાં એક આંધળો, એક કાણો, એક લૂલો, એક બોબડો, એક બહેરો, એક બુદ્ધિનો બુઠ્ઠો, એવા જાતજાતના દશ હોય તો છતે દીકરે પોતાને વાંઝિયા જ માનો ને ? એ રીતે પ્રભુશાસનમાં રહેનારો જો પોતાના ઘ૨માંથી કોઈ પણ ન નીકળે તો એ ઘરને ચેતનહીન માને. આવા પ્રકારની હૃદયની દશા થાય તો પલટો આવે. જે યિા જે માટે કરવાની છે તે તે માટે કરતા થાઓ. વ્યાખ્યાન વૈરાગ્ય માટે છે. સંસારની અસારતા સમજવા માટે છે. માટે રોજ જાતને પૂછો કે-‘વૈરાગ્ય કેમ નથી આવતો ?’ એમ કરતાં તમને શ૨મ આવતી હોય તો હું રોજ પૂછું : હવે મારો તમારો સંબંધ બદલાયો છે ઃ ૧૭૦ 1358 હવે તો મારો તમારે સંબંધ બદલાયો છે. બે-ચkર કોઈ વિરોધી આવતા હોય તો ભલે બાકી તમને બધાને મારા પક્ષના માનું છું એટલે વ્યક્તિગત પણ Page #192 -------------------------------------------------------------------------- ________________ 1359 ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - કહીશ. “મહારાજ તો પાપ ખુલ્લાં કરે જ અને તે આપણા હિતને માટે,” એવું માનીને માત્ર આવનારા તમને હું માનું છું. આ તો શ્રી જિનેશ્વરદેવની વાણી છે. જે વાણી ચક્વર્તીના મુગુટ ઉતરાવે તે તમારા પાઘડી દુપટ્ટા ન ઉતરાવે ? જો એમ ન થાય તો કમનશીબી સમજવી. પછી તો ગંગામાં નાહ્યા તોયે એવા ને એવા મેલા રહ્યા જેવું થયું. શ્રી જિનેશ્વરદેવની વાણીના ધોધ છૂટે ત્યાં વૈરાગ્ય ન થાય ? શ્રી સંઘમેરૂના ચિત્તકૂટોનું વર્ણન ચાલે છે. નિયમરૂપી, સુવર્ણશિલાતલ પર એ ગોઠવાયેલા છે. ખાવું, પીવું હરવું, ફરવું બધું બંધનમાં આવે એવા નિયમો કરો. ડગલે પગલે યાદ કરવા પડે એવા નિયમો કરો. નિયમો લીધા પછી યાદ જ ન કરવા પડે એ નિયમો નથી. નિયમો છે કે જે ઇંદ્રિયો તથા મનને દમે. ઘોડાના મોઢામાં પણ લગામ ન નાખી હોય તો સવાર ન થવાય. નિયમ એ અંકુશ છે. મન, વચન, કાયાના યોગ પર કાબૂ છે. એ નિયમોરૂપી શિલાતલ ઉપર ગોઠવાયેલ ઊંચાં ઉજ્જવળ અને ઝળહળતાં ચિત્તકૂટોનું આ રીતે વિસ્તૃત વર્ણન કર્યા બાદ શાસ્ત્રકાર ભગવંત આગળ નંદનવન સાથે સરખામણી કઈ રીતે કરે છે તે હવે પછી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! વીર સં ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૩, સોમવાર તા. ૧૭-૩-૧૯૩૦ 92 સંતોષ, એ સંઘમેરૂનું નંદનવન : • ઇચ્છાનિરોધ વિના સંતોષ ન આવે : મંદિરમાં પેસતાં સાચી નિસ્સિહી બોલો ! • મનની ગતિ પાણીના વહેણ જેવી છે : • નિયમ કોને ન ગમે ? ૦ સારું ન થાય તોય ખોટું તો ન જ કરો ! • હવે સમ્યગુ વર્તનની વાત : • તમારું શું અને પારકું શું ? • પોલા નિયમોથી હેતુ ન સરે ! હૃદયમાંથી સંસારને કાઢો ! • મમતા મૂક્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય ? આત્માના ગુણો ગીરવે મુકાણા છે : • જૈનશાસનમાં ગણાતા જાતવાન બનો ! . • જગતનો માનેલો ઈશ્વર નચાવે છે, શ્રી જિનેશ્વરદેવ બતાવે છે : એવા માટે જ્ઞાનનો વિરહ પણ ભલા માટે છે : * આવા કમનસીબો ઉપર ઉપકાર થાય શી રીતે ? જ્ઞાનીઓની દેશના પણ સત્ત્વશીલ સાંભળી શકે ? ચક્વર્તઓના મુગુટ ઉતરાવતી એ દેશનામાં સામર્થ્ય કેવું હોય ? સમયધર્મને ઓળખવો એટલે શું ? સર્વજ્ઞ શાસનનો સમયધર્મી આવું તો ન જ કહે : એ સમયધર્મ ભગવાનના શાસનનો નથી : આવા સાચાબોલાનો જૈનશાસનમાં ખપ નથી : એવા આસ્તિક ગણાતા, અમને પણ કોર્ટે ખેંચી જાય : • જે વાતે વાતે શાસનનું હિત જુએ તે જ સાચા સેવક : સંતોષ એ સંઘમેરૂનું નંદનવન અનંત ઉપકારી, સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવર શ્રી સંઘની મેરૂ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 સાથે સરખામણી કરતાં પીઠ, મેખલા તથા ચિત્રકૂટોની સરખામણી કરી ગયા અને હવે નંદનવન સાથે સરખામણી કરે છે. મેરૂનું નંદનવન ચિત્તને આહ્લાદ ઉપજાવે તેવું છે. એની સુગંધ ચારે તરફ એવી પ્રસરે છે કે દેવો અને વિદ્યાધરોને ખેંચાઈને ત્યાં આવવાનું મન થાય છે. અશોકાદિ સુંદર વૃક્ષો અને વિવિધ જાતની લતાઓથી એ વન મનોહર છે. વિવિધ પુષ્પોની સુંદર સુવાસથી આખો પહાડ મહેકે છે. શ્રી સંઘમાં પણ આ બધી ઘટના જોઈએ. 1361 ૧૭૩ શ્રી સંઘમાં સત્તાગતે આ બધી વસ્તુ તો જોઈએ જ. તરતમતા ભલે હોય પણ છાયા ન જવી જોઈએ. શ્રી સંઘમેરૂ ૫૨ નંદનવનને સ્થાને સંતોષ છે. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સંતોષ એ જ શ્રીસંઘમેરૂનું નંદનવન છે. એ નંદનવનનો ઉપભોગ કોના માટે ? દેવો તથા વિદ્યાધરો કે જે ત્યાં જઈ શકે તેને માટે. બીજા તો કહી દે કે-‘કોણે જોયું એ નંદનવન ?’ તેમ સંતોષનો અનુભવ પણ સંતોષીને જ થાય. જેમ નંદનવનનો ઉપભોગ યોગ્યતા વિનાના કોઈ કરી શકતા નથી તેમ સંતોષરૂપી નંદનવનના આનંદનો ઉપભોગ પણ યોગ્ય જ કરી શકે છે. સંતોષરૂપી નંદનવનની સુગંધી અને મનોહરતા અનુપમ છે. સૂત્રકાર મહાત્માને દુનિયાની કોઈ વસ્તુમાં જે સુખ ન દેખાયું તે સંતોષમાં જ દેખાયું; અને એથી જ મેરૂ ૫૨ના નંદનવન સાથે એની જ સરખામણી કરી. ઇચ્છાનિરોધ વિના સંતોષ ન આવે : • હવે, ઇચ્છાના નિરોધ વિના સંતોષ ન બની શકે એટલે અહીં પણ પાછા નિયમ આવ્યા, નિયમના બંધનમાં આવે તો ઇચ્છાનિરોધ થાય. નિયમના બંધનમાં આવ્યા પછી પણ જે કાંઈ હોય તેમાં સંતોષ માનવો જોઈએ. જે કાંઈ મળ્યું હોય એટલું બસ છે એવું ન માને તો ઇચ્છાનિરોધ ન થાય. ઇચ્છાનિરોધ થયા વિના મન શાંત ન થાય અને મન શાંત ન થાય તો સંતોષ ક્યાંથી થાય ? એ સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે, એમ કહીને ત્યાં સાધુને લીધાં પણ ગૃહસ્થને ન લીધા. ત્યાં એમ સમજવાનું છે કે સંતોષનો વાસ્તવિક આનંદ અર્થાત્ પૂરો આનંદ સાધુઓ લઈ શકે છે; બાકી ગૃહસ્થો પણ જેટલા અંશે સંતોષ કેળવે તેટલા અંશે આનંદ લઈ શકે છે. સાધુએ તો સઘળી ઇચ્છાઓનો પરિત્યાગ કર્યો છે; માત્ર એક મોક્ષની ઇચ્છા છે, કે જે સંતોષને બાધક નથી પણ પોષક છે. અશુભ અધ્યવસાયને કાઢવાની પેરવી કરો તમે પણ પ્રભુભક્તિમાં ઘણો સમય વ્યતીત કરો, દેરાસર-ઉપાશ્રયમાં વધારે વખત ગાળવાની ઇચ્છા રાખો, તેમાં સંતોષ હણાવાનો નથી. આત્માને Page #195 -------------------------------------------------------------------------- ________________ 1352 ૧૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કર્મબંધ કરાવવાની ઇચ્છા સંતોષની ઘાતક છે. શ્રી સંઘરૂપ મેરૂશૈલના સંતોષરૂપી નંદનવનનો આનંદ જેઓ ઇચ્છતા હોય તેમણે પૌગલિક ઇચ્છાઓને જીતવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. પણ એ ક્યારે બને ? ચિત્ત નિયમ સાથે જોડાય ત્યારે. જો ચિત્ત નિયમ સાથે જોડાય નહિ, નિયમને સ્વીકારે નહિ ત્યાં સુધી આ સંતોષની ઝાંખી પણ થાય નહિ. જે ચીજનો ત્યાગ કર્યો તેના વિચારો પછી બંધ થવાના. શરૂઆતમાં કદી આવે પણ ધીરે ધીરે એ બંધ થઈ જાય. એ રીતે એ અશુભ અધ્યવસાય ગયા પછી શુભ અધ્યવસાય આવવાના. અજ્ઞાનીએ ગોખવાની મહેનત શરૂ કરી એટલે અજ્ઞાન નાસવા માંડે જ. જેટલી મહેનત, તેટલા પ્રમાણમાં એ ભાગવા માંડે; અને જેટલું એ ભાગે તેટલું જ્ઞાન આવે. અશુભ અધ્યવસાયને કાઢવાની પેરવી કર્યા વિના શુભ અધ્યવસાયની રાહ જુઓ તો તે ક્યાંથી આવે ? મંદિરમાં પેસતાં સાચી નિસ્સિહી બોલો , સાચી નિસિપી બોલો તો દેરાસરમાં કાંઈક ચિત્ત ટકે પણ મોઢેથી ખાલી રૂઢિ મુજબ બોલો તો શું થાય ? સાચી નિસ્નેિહી બોલવી નહિ અને મંદિરમાં શાંતિ જોઈએ તે આવે ક્યાંથી ? બહારના અશુભ અધ્યવસાયોને કાઢવા માટે તો નિરિસહીનું વિધાન છે. અશુભ અધ્યવસાય જાય એટલે વીતરાંગની મૂર્તિ પ્રત્યે સભાવ જાગે. મોટો માણસ ઓળખાઈ જાય પછી એના તરફના વિનયને શીખવવો નથી પડતો, એ આપોઆપ આવી જાય છે. બહારના મહેમાન આવ્યા હોય ત્યારે તોફાન ન થાય, એવું નાનાં બચ્ચાં પણ સમજે છે. એ કોણે શીખવ્યું ? સંસ્કાર છે માટે વગર કહ્યું એ ગુણ આવે. મંદિરમાં પેસતાં નિસિપી એ સંસ્કાર છે. એ આવે તો મંદિરમાં જોઈતાં શુભ પરિણામ એની પાછળ ખેંચાઈને આવે. મનની ગતિ પાણીના વહેણ જેવી છે ? અશુભ અધ્યવસાયને રોકવા માટે નિયમ છે. અશુભ અધ્યવસાય રોકાયા પછી મન શુભ અધ્યવસાયમાં જોડાવાનું. મન કાંઈ બેસી તો રહેવાનું નથી જ. ઊંધે કે સીધે માર્ગે એને ગતિ તો જોઈએ જ છે. પાણી વહેવા માંડ્યું એટલે ક્યાંક તો જવાનું જ. પછી તમે એને ખાળ તરફ વાળો તો ગંદું બને અને ઉત્તમ સ્થાને વાળો તો પવિત્ર બને. એને જ્યાં રસ્તો કરી આપો ત્યાં એ વળે. મનની ગતિ પણ પાણીના વહેણ જેવી છે. મનને અશુભથી રોક્યું એટલે ક્યાં તો એ શુભમાં જશે, ક્યાં તો મધ્યવર્તી રહેશે પણ હાનિકારક તો નહિ જ બને : જેને અશુભ અધ્યવસાયો ટાળવા હોય તેને નિયમનો ભય હોય ? ન જ હોય. જેને એ ન ટાળવા હોય તેને નિયમો વિકરાળ લાગે. Page #196 -------------------------------------------------------------------------- ________________ 1363 – ૧૨ઃ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો! - 92 –– ૧૭૫ નિયમ કોને ન ગમે ? અશુભ અધ્યવસાય સાથે જેને અણબનાવ ન હોય, એની સાથે પણ જેને મૈત્રી રાખવી હોય, હૃદયના ખૂણામાં છૂપી પણ એની મૈત્રીની ઇચ્છા હોય તેને નિયમ ન ગમે. એ બચાવ કરે કે-“વખતે થઈ જાય તો ?' એ જ સૂચવે છે કે ઊંડે ઊંડે એના પ્રત્યે પ્રેમ બેઠો છે. જેને અશુભ અધ્યવસાય ગમતા નથી તેને નિયમ પ્રત્યે અભાવ ન હોય. એને તો ક્યારે નિયમધારી બનાય એની ઝંખના હોય. તકે તકે એ વિવિધ નિયમનો સ્વીકાર કરતો જ જાય. નિયમ કરવામાં એને મૂંઝવણ ન થાય. પણ જેને અશુભ અધ્યવસાય સાથે ગોઠડી રાખવી હોય તેને નિયમથી જરૂર મૂંઝવણ થાય. આ સર્વવિરતિપણાના નિયમની વાત નથી કરતો, હજી તો ગૃહસ્થપણાના નિયમોની વાત કરું છું. તદ્દન નહિ ખાવાની કે કશુંયે નહિ ભોગવવાની વાત નથી કરતો પણ તમારી ભૂમિકામાં જે ખાવા લાયક નથી તે નહિ ખાવાની અને જે ભોગવવા લાયક નથી તે નહિ ભોગવવાની વાત કરું છું. સર્વથા બ્રહ્મચર્યની વાત નથી કરતો પણ મર્યાદિત શીલની વાત કરું છું. જેની તેની સાથે કે પરની માલિકી ધરાવતી સ્ત્રી સાથે ભોગ ન હોય એ વાતમાં મૂંઝવણ હોય ? સંપૂર્ણ બ્રહ્મચર્યમાં મૂંઝવણ થાય એ માન્યું પણ આમાં મૂંઝવણ શાની ? આમાં પણ જો મૂંઝવણનો બચાવ કરો તો તો એક જ અર્થ કે પાપ તરફ પૂરો સદ્ભાવ છે. સારું ન થાય તોય ખોટું તો ન જ કરો : નિયમ ન થાય તે વાત જુદી પણ નિયમ કરવા યોગ્ય છે એમ માનવામાં મૂંઝવણ શી ? જે નિયમ કરવા યોગ્ય માને તે પછી મોટે ભાગે એ ક્રિયા કરે જ નહિ. શાહુકારથી ચોરી થાય જ નહિ. સભાઃ “એ તો છૂપી રીતે ચોરી કરે ને ?' છૂપી રીતે ચોરી કરે તે શાહુકાર કહેવાય ? છૂપી રીતે ચોરી કે તો એનું પરિણામ બૂરું આવે. બૂરું પરિણામ જાણવા છતાં છૂપી ચોરી સાથે ગોઠડી રાખનારા છે ખરા; પણ મારે તેમને પૂછવું છે કે સાધુજીવનની વાત તો દૂર રહી પણ ગૃહસ્થ તો બનવું છે કે નહિ ? ઘરમાં રહેવા છતાં, ધર્મને, સારી કરણીને કે શુભ અધ્યવસાયને ફટકો લાગે તેવી કોઈ કરણી ન કરાય; ત્યાં ફટકો ન લાગે એવી જ ગૃહસ્થની બધી કરણી હોય. એ રીતે વર્તનારો ઘરમાં રહેવા છતાં ધર્મને શોભાવે પણ ધર્મને ઝાંખપ ન લગાડે. એને જોઈને બીજા ધર્મ પામે પણ ધર્મ હારે નહિ. એની તમામ કાર્યવાહી ધર્મને દીપાવનારી હોય પણ ધર્મને મલિન બનાવનારી ન હોય. આવો માણસ સંઘમાં કહેવાય ? જે ધર્મને ઝાંખપ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1364 લગાડે, ઇરાદાપૂર્વક ધર્મને ઠોકરે ચઢાવે તે સંઘમાં નથી. સંઘમાં રહેનારે નિયમથી બંધાઈ જવું જોઈએ જેથી અશુભ અધ્યવસાય તો રોકાયા ! શુભ ન બને તોય એકવાર અશુભને તો રોકો ! તમારાથી સારું ન થાય તો ખોટું તો ન જ કરો. -હવે સમ્યમ્ વર્તનની વાત: સાધુ ન થાય તોય શેતાન તો ન જ થવાય. બ્રહ્મચારી ન બનાય તોય વ્યભિચારી તો ન જ બનાય. વ્યભિચારમાં પણ જો પ્રેમ થાય તો બ્રહ્મચર્યમાં શું થાય ? પ્રેમ થાય” એમ કહું છું તે બરાબર ધ્યાનમાં રાખજો-સમ્યગૂ માન્યતાની વાત મેં ઘણો વખત કરી. હવે સમ્યગુ વર્તનની વાત કરું છું. પાપ કરવું પડે તો કરવા છતાંયે પાપને પાપ માનવાથી સમ્યક્ત ટકે છે એમ ઘણા દિવસ સમજાવ્યું; હવે જરા આગળ વધું છું. એકલો વ્યવહાર (ધર્મવ્યવહાર, ઘરવ્યવહાર નહિ) બહુ વાર પોષ્યો, હવે તમને નિશ્ચય તરફ વાળવા પ્રયત્ન છે. કોરી માન્યતા જ હોય પણ એ માન્યતાના અમલમાં તદ્દન મીંડું હોય તો તે ચાલે ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં જેને પૂરી શ્રદ્ધા હોય તે શ્રી જિનેશ્વરદેવની પૂજા, સેવા, દર્શન તથા અને આજ્ઞાના સ્મરણ વિના જીવે શી રીતે ? કદી એનાથી એ ક્રિયા ન થાય તો હૃદયમાં ચીરો પડે: ધર્મક્રિયા કરનારા પોતાની જાતને ભૂલનારા કેટલા ? વ્યવહારની ક્રિયામાં ખામી આવવાથી વ્યવહારમાં જેટલો ધક્કે લાગે છે તેટલો ધક્કે ધર્મક્રિયામાં ખામી આવવાથી ધર્મમાં પણ લાગે છે તેવી ખાતરી છે ? પચીસ-પચાસના કુટુંબમાંથી એક પણ સભ્ય મરે તો જે આઘાત થાય છે તેવો આઘાત ધર્મનાં ઘણાં સાધનોમાંથી એક પણ નષ્ટ થાય ત્યારે થાય છે ? તમારું શું અને પારકું શું? તમારું શું અને પારકું શું, એ કદી વિચાર્યું ? સમ્યગ્દષ્ટિને સ્વપરના ભેદની ઓળખ ન હોય ? હંસની એક ચાંચથી ખીર-નીર જુદાં થાય જ. હંસ દૂધ જ પીવે, પાણીનું એક ટીપું પણ ન પીવે ! ભેળસેળવાળું દૂધ માણસ ભલે ચલાવે, હંસ નહિ ચલાવે. સમ્યગ્દષ્ટિને મારાપણું ક્યાં હોય એ નક્ક કરો. જ્યાં મારાપણું આવશે ત્યાં મહેનત થયા વિના રહેવાની નથી. તમને જ્યાં “ચીજ મારી છે' એમ લાગ્યું પછી કોઈ ઉપદેશકનું કામ નથી. “શરીર મારું છે' એમ માન્યું એટલે જરા પણ પીડા થાય કે બૂમાબૂમ અને દોડાદોડ કરી મૂકો છો. વગર પૂછે બીજાને કહેવા માંડી પડો છો. પાડોશમાં કોઈ પીડાથી બૂમ મારતો હોય તો “હશે ! હોય ? થાય એ તોએમ કહીને પોતે ઊંઘવા માંડે; કારણ કે Page #198 -------------------------------------------------------------------------- ________________ 1355 - ૧૨ ઃ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 ૧૭૭ ત્યાં પારકાપણું છે. જ્ઞાની પોતાના શરીર પર ગમે તેટલી આપત્તિ આવે તોય ન બોલે પરંતુ, ત્યાં “હશે ! હોય !” એમ કહે. મારાપણાની અને પારકાપણાની સાચી સમજનો આ તફાવત છે. પેલા નિયમોથી હેતુ ન સરે: પોલા નિયમોથી હેતુ નહિ સરે. જીવનને કેદખાનામાં મૂકે તેવા નિયમોની જરૂર છે. સંગ્રામમાં ગયેલા સૈનિકો માટે પણ બંધન છે. ત્યાં પાછળ જોવાય જ નહિ. જો ભૂલથી પણ કોઈ સૈનિકે પાછળ જોયું તો મૂઓ સમજવો. એને ઠાર કરવાનો જ હુકમ હોય છે. એક પાછળ જુએ એમ બધા જુએ તો થાય શું ? સૈનિકોએ મોઢાં સામે જ રાખવાનાં. એ રીતે નિયમ પણ એવા લો કે મોટું અર્થાત્ જીવન આ તરફ જ રહે; એ ફરવા દે જ નહિ. આ તો ચારે તરફ મોકળાશ રાખી નિયમ લેવાય છે જેથી હેતુ સરતો નથી. હૃદયમાંથી સંસારને કાઢો ઃ શાસ્ત્ર મંદિરમાં સાચવવાની દશત્રિક કહી છે. તેમાં દૃષ્ટિત્રિકમાં કહ્યું કે-શ્રી જિનમૂર્તિની સામે જ આંખ રહે, બાકીની ત્રણે દિશા વર્જવી. એ જ રીતે ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે પણ એમ જ સમજવું. ઉદય-માર્ગે જવામાં જરા પણ વિઘ્નકર ન થાય તેવા નિયમો જોઈએ. ધર્મક્રિયા માત્રમાં આત્મા તન્મય થાય જ. પાંચે ઇંદ્રિયો ત્યાં જ તલ્લીન બને. ચક્ષુ પ્રભુની મૂર્તિ જ જુએ, કાન પ્રભુની વાણી જ સાંભળે, કાયા પણ બીજે જાય જ નહિ. આમ થાય તો મૂર્તિનાં દર્શનથી જે ભાવના પેદા થવી જોઈએ તે થાય. એકવારનાં મૂર્તિનાં દર્શન પણ બોધિબીજ પમાડ્યા વિના રહે જ નહિ. પણ એ ઓળખાય તો ને ? પ્રતિપક્ષી વસ્તુ હૃદયમાંથી નીકળે તો ને ? જો હૃદયમાંથી સંસારને ન કાઢો, પૌદ્ગલિક લાલસા ન કાઢો, તો “ભવનિબૅઓની માગણી થાય શી રીતે અને ભવનિÒઓ આવે ક્યાંથી ? મમતા છોડ્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય ? હૈયામાં ગમે તેવા વિચારો ચાલતા હોય અને ભક્તિ કરો એ કેવળ બાહ્ય ક્યિા છે. ઠીક છે ! બાળકના અભ્યાસ તરીકે એ ચાલુ રખાય, એનાં વખાણ પણ કરાય; બાકી એની કિંમત મોટી નથી. એ ક્રિયા કીમતી એટલા પૂરતી છે કે જ્યાં ત્યાં માથું મારતો હતો તે ત્યાંથી ખસીને અહીં આવ્યો એટલો ભાગ્યવાન. કેવળ નાશવંત વસ્તુને સેવી રહ્યો હતો, કુદેવાદિની ઉપાસનામાં પડ્યો હતો, તે છોડીને અહીં આવ્યો છે તો હવે દિશા ઊઘડવાનો સંભવ છે. જો કે અહીં આવીને આંધળા Page #199 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ થનારા પણ છે, છતાં સંભવ તો અહીં જાગૃતિનો જ છે. સારા માણસને ગાળ દેવા આવેલો પણ ગાળ ભૂલી ગુણ ગાતો થઈ જાય એવું બને છે અને દુર્જનના ગુણ ગાવા ગયેલો ગુણ ભૂલી ગાળ દેતો પણ થાય એ સંભવ છે. બહારની ધમાલથી ખસી જે આત્મા અહીં આવ્યો તે બાહ્યયિામાં હોય તો પણ ઘણું કમાયો; પણ પ્રતિપક્ષી વસ્તુને તજ્યા વિના, એનાથી ખસ્યા વિના, અશુભ અધ્યવસાયના પરિત્યાગ વિના, મમતા છોડ્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય. આત્માના ગુણો ગીરવે મુકાણા છે ઃ ૧૭૮ 1366 સભા : આત્મા પોતાનો સ્વભાવ મૂકી પરભાવમાં ૨મે તે વ્યભિચાર નથી ?’ છે જ, પણ એ બહુ ઊંચી કોટિની વાત છે. એ વાત હમણાં તમારા માટે એકદમ નથી કરતો; બાકી એ વાત પણ કર્યા વિના નહિ ચાલે, કારણ કે બાહ્યભાવમાં રમણતારૂપ વ્યભિચારના કા૨ણે તો સંસારમાં આથડી રહ્યા છીએ. દુનિયામાં કહેવાય છે કે વ્યભિચારીના ધનનું, આબરૂનું, પ્રાણનું ક્યારે લિલામ થાય તે ન કહેવાય. એ રીતે આત્માનું ૫૨ભાવમાં ૨મણ એ તે દૃષ્ટિએ વ્યભિચારી જીવન છે. એટલા માટે તો આત્માની મિલકત ગીરવે મુકાણી છે. આત્માની અનંત લક્ષ્મી એના હાથમાં છે ? ના. આત્માના બધા ગુણો ગીરવે મુકાઈ ગયા છે. આત્મા અનંત જ્ઞાનનો ધણી છતાં અમુક વાત જાણવી હોય તો આ પાનાં વાંચવા પડે. એ ગ્રંથની સેવા, વિનય, બહુમાન કરીએ અને યોગ્યતા મેળવી વાંચીએ તો એમાંથી કાંઈક આવડે. હવે આ જ્ઞાન છે તો બધું આત્મામાં પણ હાલ ગીરવે મુકાયું છે માટે આટલી મહેનત કરવી પડે છે. એ શાથી ? આત્મા વ્યભિચારી બન્યો, આબરૂ વિનાનો બન્યો માટે. જેમ વાલી વિનાના વારસને યોગ્ય ઉંમરના અભાવે છતી મિલકતે પારકા સામે હાથ ધરવો પડે છે તેવી આ આત્માની પણ હાલત છે. જૈનશાસનમાં ગણાતા જાતવાન હોય : મોટો માણસ પણ જો વ્યભિચારી બને તો એને મૂર્ખ, ગાંડો, બેવકૂફ, એ બધું કહેવાય છે. ડફણાનો ભય રાખ્યા વિના ખોટી સાહ્યબીમાં રાચે તેને અહીં પણ બધું કહેવાય. ગધેડો જાણે છે કે માલિક પાછળ ચાલ્યો આવે છે અને નહિ ચાલું તો ડફણાં પડશે, છતાં ન ચાલે તો ડફણાં ખાવા પડે; તેમ અહીં પણ કરવા યોગ્ય ક્રિયા ન કરે તે ડફણાંને યોગ્ય કહેવાય. જાતવાન ઘોડા પણ ઘોડેસવારના મનને પારખે છે. જો ઘોડા પણ જાતવાન હોય તો જૈનશાસનમાં ગણાતા જાતવાન કે કજાત ? જો માલિકનો પ્રેમ મેળવવા ઘોડાએ જાતવાન બનવું પડે તો Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 મોક્ષ મેળવવા માટે આત્માએ કેવા જાતવાન બનવું પડે ? આત્માની બધી મિલકત પારકા પાસે છે. એટલું સારું થયું કે મહાપુરુષો આગમો કહી ગયા, લખી ગયા, બતાવી ગયા, એટલે આપણે આપણી મિલકત જાણી. બાકી મિલકત છે કે નહિ તે જ ખબર ન હતી. 1367 ―――――――――――― ૧૭૯ જગતનો માનેલો ઈશ્વર નચાવે છે; શ્રી જિનેશ્વરદેવ બતાવે છે દુનિયાનો મોટો ભાગ એમ જ માને છે કે-‘ઈશ્વર તો એક જ છે. આપણે બધા તો એના ગુલામ રહેવા સરજાયા છીએ. બીજો આત્મા કદી ઈશ્વર થઈ શકતો નથી. ઈશ્વરની મરજી હોય તો આત્માને મુક્તિમાં, વૈકુંઠમાં, કૈલાસમાં રાખે નહિ તો આપણી પાસે નવા જ રંગ ખેલાવે. ઈશ્વર જેમ નચાવે તેમ તેના રમકડા તરીકે આપણે નાચવું પડે.' આપણા જિનેશ્વરદેવ તો કહે છે કે-જેવા અમે તેવા જ તમે. જેટલું સુખ અમે ભોગવી શકીએ તેટલું તમે પણ ભોગવી શકો. જેમ અમે આત્મસ્વરૂપ વિકસાવી શક્યા તેમ તમે પણ વિકસાવી શકો. અમે તા૨ક કહેવાઈએ તે માત્ર દિશા બતાવવા વડે, બાકી તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારું એ સ્વરૂપ પ્રગટ કરો તો તમે પણ અમારા જેવા બનો.' એવા માટે જ્ઞાનીનો વિરહ પણ ભલા માટે છે ઃ શ્રી જિનેશ્વ૨દેવ નહોતા મળ્યા ત્યાં સુધી આપણને આપણી આત્મલક્ષ્મીની ખબર ન હતી. દુનિયાના જીવો માલિકીપણું ખોઈ બેઠા છે કેમકે આબરૂ વિનાના બન્યા છે. પરભાવમાં મારાપણું માનનારની આબરૂ શી ? પારકી વસ્તુને પોતાની માને તે એક નંબરનો મૂર્ખા. સુખીને મહાલતા જોઈ પોતે મહાલવા લાગે તે પણ મૂર્ખા. ઉઠાવગીર અને ચોટ્ટાઓ એવા જ હોય છે. એ પારકી મિલકતને પોતાની માને છે. ફાવે ત્યાં કાતર ચલાવીને લોકોનાં ખિસ્સાં કાતરે છે. જૈનદર્શનની અપેક્ષાએ આપણે પણ એવા જ ઉઠાવગીર છીએ. પરવસ્તુને પોતાની માનવાની મૂર્ખતા કરીએ છીએ. માતાપિતા, રાજઋદ્ધિ, સુખ-સાહ્યબી વગેરેમાં સુખની કલ્પના એ વિભાવ છે. આ મહર્ષિ કહે છે કે સંતોષ આવ્યો તો બધા ધર્મ આવ્યા. આપણે ફસ્યા છીએ એવી સમજ આવે તો હમણાં બધી ફસામણનો અંત આવે. કર્મના બંધનથી લાખો વર્ષ ફસામણમાં રહેવું પડે એ બને. શ્રી જિનેશ્વરદેવોને પણ લાંબો સમય ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું ને ? સભા : ‘આગળ તો જ્ઞાનીઓ ભવિષ્ય કહેનાર હતા.’ અત્યારે જ્ઞાની નથી એ જ આપણા માટે સારું છે. જો જ્ઞાની સો વર્ષનું આયુષ્ય કહે તો આ નામદાર નવાણું વર્ષ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ, ત્રેવીસ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1368 કલાક, ઓગણસાઠ મિનિટ અને ઓગણસાઠ સેકંડ સુધી નચિંત જ રહે એ વિચારે કે છેલ્લી સેકંડમાં એવો નવકાર ગણીશ કે સીધો સ્વર્ગે જ જાઉં." સભા: ‘આવાને જ્ઞાની ભવિષ્ય બતાવે ?” બતાવે તો આવો ઉપયોગ કરે એવી લાયકાતવાળા જીવો આજે છે માટે જ્ઞાનીનો વિરહ પણ ભલા માટે છે, ભદ્રબાહુસ્વામી બધું નિમિત્તજ્ઞાન સાથે લઈને ગયા તે આપણા ભલા માટે જ. આજના જીવોને યોગ્યતા મુજબ જ બધું મળ્યું છે. આજે જો કોઈ મરણનો સમય કહે તો ધર્મ ન કરે ને ઊલટો મૂંઝાઈ જાય. બધો પથારો સંકેલવામાં એવો પડી જાય કે એમાં ને એમાં ખોવાઈ જાય. જીવવાની વાત કોઈ કહે તો ધર્મ તરફ બેદરકારી વધી જાય. આવી આજની હાલત છે. આવા કમનસીબો ઉપર ઉપકાર થાય શી રીતે ? દાનધર્મ ભૂલી ગયા અને લક્ષ્મી વિના દાન ક્યાંથી દેવાય ?” એ ગોખી રાખ્યું. નજરે જુએ છે કે જગતમાં ઘણા લક્ષ્મીવાન એવા છે કે જે વગર પૈસાવાળા જેટલું પણ દાન દેતા નથી. આમ છતાં ત્યાં દૃષ્ટિ ન દોડાવતાં બેધડક કહી દે છે કે- લક્ષ્મી ન હોય તો દાન કઈ રીતે થાય ?” આવું કહેનારાનું ધ્યેય લક્ષ્મી છે અને દાન તો ઓઠું છે. જ્ઞાનીએ ભાવિ કહેવા છતાં ઉન્માર્ગે જનારા પાપીઓ તે કાળે પણ હતા. ભગવાને કોણિકને એની છઠ્ઠી નરકની ગતિ કહી ત્યારે એણે શું કહ્યું તે જાણો છો ને ? ભગવાનના વચનમાં એને શ્રદ્ધા તો છે, એટલે એ કહે છે કે-“છઠ્ઠીમાં કેમ જાઉં ? સાતમીમાં કેમ નહિ ? છઠ્ઠીમાં તો સ્ત્રીઓ જાય, હું તો પુરુષ છું, માટે મારે સાતમી હોય.” એ સાંભળી એણે નવાં ચૌદ રત્નો બનાવ્યાં. ચક્વર્તી બનવાના ઉપાયો આરંભ્યા અને એ ઉપાયોમાં જ મરીને છઠ્ઠી નરકે ગયો. આ રીતે પ્રભુવચન પર શ્રદ્ધા છતાં સાતમી નરકે જવાનો પ્રયત્ન કરનારા આત્માઓ તે કાળે પણ હતા. આજે પણ કેટલાક કહે છે કે-“નરકથી અમે ડરતા નથી. સાતને બદલે ચૌદ કેમ ખોલતા નથી ?' આમ બોલવું બહુ ભારે પડી જવાનું છે. ત્યાં ગયા પછી ખબર પડશે. અહીં ત્રણ ડીગ્રી તાવમાં બૂમો પડાય છે અને ડૉક્ટરને ત્યાં દોડાદોડ થાય છે. ત્રણ ડીગ્રીનો તાવ સહાતો નથી તો ચૌદમી નરકની વાત કયા જોરે થાય છે ? આવા કમનશીબો ઉપર ઉપકાર થાય શી રીતે ? જ્ઞાનીઓની દેશના પણ સત્ત્વશીલ સાંભળી શકે? અમે સામાન્ય જ્ઞાન ધરાવનારા મુનિઓ નારકીનું તેવું વર્ણન કરી શકતા નથી પણ જ્ઞાનીઓ જો વર્ણન કરે તો સાંભળતાં પરસેવો છૂટી જાય અને ગાત્રો Page #202 -------------------------------------------------------------------------- ________________ 1369 - ૧૨ : સર્વશાસનનો સમયધર્મ ઓળખો !: - 92 – ૧૮૧ ઢીલાં થઈ જાય. સંસારના પ્રેમીને પણ એ સાંભળીને ઘેર જવું ભારે પડી જાય. નારકીનો તાદૃશ્ય ચિતાર જ્ઞાની રજૂ કરે તો સાંભળતાં ગાંડા થઈ જવાય એવું છે પણ તમે તો એમ ગાંડા બનીને પણ શું ઉકાળવાના ? કંઈ આ ઓઘો થોડો લઈ લેવાના ? બહુ થાય તો છાતી બેસી જાય એવું બને, મોટા વૈદ્યની ઊંચી માત્રાઓ તો મોટા માણસો ખાય. બધાનું એ ગજું નહિ. કેમકે એવી સગવડ લાગે ક્યાંથી ? સામગ્રી, સગવડ, સાધન બધું જોઈએ અને ખર્ચ કરવાની તાકાત પણ જોઈએ ને ? જ્ઞાની મહાપુરુષોની દેશના પણ એવા સત્ત્વશીલ આત્માઓ સાંભળી શકે. તમે અમે નહિ. જ્યારે આ નિયમોની વાતો પણ ભારે પડે છે ત્યારે એ દેશનાની વાત સાંભળો તો ? ઘણા તો એમ પણ કહે છે કે બબ્બે ત્રણ ત્રણ કલાકનો ભોગ આપી પૂજા, સામાયિક કરીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ, તોયે મહારાજ તો ધરાતા જ નથી. તો હવે એ કરવા શું માગે છે ? મોટાની દષ્ટિ મોટી હોય? મારી આટલી નાની વાતોમાં જ્યારે આવી મૂંઝવણ થાય છે ત્યારે જ્ઞાનીઓની ઊંચી વાતોમાં શી દશા થાય ? એ મોટાની દૃષ્ટિ મોટી હોય. અત્યારે શ્રી જિનેશ્વરદેવને કોઈ પૂછે કે, 'ભરતક્ષેત્રના સાધુઓનું સંયમ કેવું ?' તો જણાવે કે- તુચ્છ, કનિષ્ટ કોટિનું.” આપણે તો એમાં પણ આ નથી પળતું ને તે નથી મળતું.' એમ કહીએ છીએ. એ જ સંયમને ભગવાન “તુચ્છ' કહી દે. સંયમની સહેલામાં સહેલી વાત એ જ્ઞાનીઓ એવી રીતે કરે કે ચક્વર્તીના મુગટ પણ ઊતરી જાય: તમને તો દુનિયાની આપત્તિ પણ બેઠી છે. તમારા કાનમાં મીઠા જ શબ્દો પડે એવું નથી. તમારી ખાનપાનની સામગ્રીમાં કોઈ ખામી ન જ આવે એવું નથી. તમારું પુણ્ય તો અધૂરું છે, મેલું છે. ચોવીસ કલાકમાં એકાદ કલાક સુખ તો ત્રેવીસ કલાકની હાયવોય ને બળતરા. લક્ષ્મી દેખાય ત્યારે ક્ષણભર આનંદ થાય પણ એ મેળવવા-સાચવવામાં શી શી મુશીબતો વેઠો છો અને તમે કેવા સુખી છો તે હું જાણું છું. ચક્રવર્તીઓના મુગટ ઉતરાવતી એ દેશનામાં સામર્થ્ય કેવું? ચક્વર્તીનું તો પુણ્ય જબરું. એ સેનાના બળે નભતા નથી, મંત્રીઓની બુદ્ધિએ ચાલતા નથી, રાજાઓની સહાયથી જીવતા નથી, અને અંત:પુરીઓની ખુશી પર એ સુખી નથી. એક લાખ ને બાણું હજારનું ચક્વર્તીનું અંત:પુર છતાં એમાં એક અંત:પુરી પણ એવી નહિ કે જે ચક્વર્તીની ઇચ્છાથી વિરુદ્ધ વર્તવાનો વિચાર કરી શકે. એ બધી ચક્વર્તીને રાજી જોવા ઇચ્છે અને એને રાજી રાખવા Page #203 -------------------------------------------------------------------------- ________________ 1370 ૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પોતે ગમે તેવી તક્લીફો વેઠે. સેવામાં રહેલા સોળ હજાર દેવતા એ ચક્વર્તીની મરજી અનુસારે ચાલવાની પેરવીમાં હોય. ચર્તી જરા કોઈથી નારાજ થાય કે તરત દેવતાઓ એના ગમે તેવા દુશ્મનને મહાત કરે. ચક્વર્તી જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અનાર્ય દેશમાં મ્લેચ્છો એમને બહુ ત્રાસ આપે છે અને મેઘકુમાર દેવની સહાયથી સાત-સાત દિવસ સતત વરસાદ છે. આમ છતાં ચક્વર્તીને કાઈ જ અગવડ ન આવે કેમકે એમનાં ચૌદ રત્નો એમને બધી જ સગવડ પૂરી પાડે છે. ધારે એ છત્ર બનાવે કે વરસાદ જરાય નડે જ નહિ. અંધકા૨માં અજવાળું થઈ જાય. ખેતી સવારે કરે ને બપોરે તો અનાજ તૈયાર થાય. આ બધું છતાં એ સાત દિવસ બેસી રહેવું પડે એથી ચક્વર્તી એ મ્લેચ્છો ઉપર એવા નારાજ થાય છે કે-‘આ કેવા પાપાત્માઓ. છે કે આવો જુલમ કરે છે !' ચક્વર્તીના આવા ભાવ જાણતાં જ દેવતાઓ દંડા લઈને ઊઠે ને પેલાઓને ભગાડે. ચક્વર્તીનાં ખાનપાન એવાં કે તે કાળમાં પણ એના વિના બીજા કોંઈને એ ન પચે. બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એની તહેનાતમાં હાથ જોડીને ઊભા રહે. એવો એક રાજા આ હિંદુસ્તાનમાં કે દુનિયાભરમાં પણ અત્યારે નથી. હાથ જોડીને ઊભા રહેલા એ રાજાઓ પોતાના મુગુટ ચર્તીના ચરણમાં લગાડતા પરંતુ શ્રી જિનશ્વરદેવની વાણી એ ચવર્તીના પણ મુગુટ ઉતરાવતી; અને આવાના મુગુટ ઉતરાવવા એટલે ? એક લાખને બાણું હજાર અંતઃપુરીઓ તજાવવી એટલે ? બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓની સેવામાંથી ખસેડી ખુલ્લાં પગે ચાલતા કરવા એટલે ? છનું ક્રોડ પાયદળ અને ચોરાશી લાખ હાથીઓની માલિકી ત્યજાવવી એટલે ? આ બધી કાંઈ નાનીસૂની વાત છે ? તુચ્છ સુખમાં પડેલા આપણને વૈરાગ્ય ન થાય અને આવી ભરપૂર સાહ્યબીમાં પડેલાને તત્કાલ વૈરાગ્ય થાય, એ દેશનામાં સામર્થ્ય કેવું ? સભા એ દેશના કેવી ?’ એ તો એ જ જાણે. અનુભવની વાત એ અનુભવી જાણે. એ દેશના તો વાંચતાયે આજે ભારે પડે. અનુભવીની તો વાત જ જુદી. આ શાસ્ત્રનાં પાનાં વાંચે ત્યારે આ વાંચતા વાંચતાં એને તો મૂંઝવણ થાય. પાનાં હાથમાં રહી જાય ને એ વિચારે ચઢી જાય. પછી એ આગળ ન વધી શકે. શાસ્ત્ર વાંચતાં દૃષ્ટિ ખૂલતી જાય, આત્માનું સ્વરૂપ જણાતું જાય, સ્વ-૫૨નો ખ્યાલ આવતો જાય અને પોતાની પામરતા તથા પોતાનાં પાપ પરખાતાં જાય તો કોઈ ત્યાગી એવો નથી કે જેની આંખમાં પાણી ન આવે. એ દેશનામાં એ કૌવત છે. ભગવાનની એ વાણી તો ભગવાન સાથે ગઈ પણ આ શાસ્ત્રોમાં જે સચવાઈ રહી છે એ પણ Page #204 -------------------------------------------------------------------------- ________________ 1371 – ૧૨ સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો! - 92 – ૧૮૩ ભગવાનની જ વાણી છે. ત્રિપદીમાંથી દ્વાદશાંગી બની-એ પણ ગઈ. છતાં જતાં જતાં જે રહી તે આ જે છે તે છે. એ કોઈ નવી આવેલી નથી. સભા: ‘એ અખંડિત છે ?' ગયું એટલે ખંડિત છતાં પણ અખંડિત જ; કેમકે એ વિચ્છિન્ન ભાગને સાંધનારા કારીગર પણ એવા નિષ્ણાત હતા. એમણે હેતુ ભલે નવા લીધા પણ વસ્તુ નવી નહિ. માનો કે પહેલું અને છેલ્લું સૂત્ર રહ્યું અને વચલાં સૂત્રો ગયાં તો તે બેનો સંબંધ યોજવા નવા હેતુઓ અનેક લીધા પણ બે સૂત્ર રહ્યાં છે તો એ જ. હોશિયાર પ્રોફેસર દાખલાની ભૂલ તરત પકડે અને બીજાઓ તો ભૂલ પકડતાં બીજી ભૂલો કરે. . સભાઃ “અધૂરા પર આધાર રખાય ?' પૂર્ણ પુરુષે કરેલી વાત અધૂરાથી મનાય છે કે નહિ ? પૂર્ણ ન થવાય ત્યાં સુધી પૂર્ણની દૃષ્ટિથી જોવાવું જોઈએ. મુદ્દો એ છે કે નવું નથી પણ હતું તે આવ્યું છે. જે થોડું રહ્યું છે તેમાં રસ એવો છે કે એ થોડું પણ ઘણું છે. પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે कत्थं अम्हारिसा जीवा, दुस्समादोसदुसिया । હા ! મUTIEા ! હં હુંતા, જિ ન તો વિમો તારા - સંબોધ પ્રકરણ જો જિનાગમ ન હોત તો, દુષમ કાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા અનાથ જીવોનું શું થાત ?' જો આ જિનાગમ હતાં તો અમે જીવ્યા. અનાથ મટી સનાથ બન્યા. અગાધ બુદ્ધિવાળા મહાત્માને પણ કહેવું પડ્યું કે આ આગમમાં ત્રુટિનું નામનિશાન નથી. ઘણી વસ્તુઓ ગઈ તે તો ગઈ પણ રહી તે તો તે જ છે. જે અને જેટલાં આગમ અમને-તમને મળ્યાં છે, તે અને તેટલાં જ આગમ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને મળ્યાં હતાં અને માટે એ મહાપુરુષે કાઢેલા આ ઉદ્ગારો છે. દેશકાળ સાત વ્યસનના ત્યાગને બાધક નથી ? જ્ઞાનીની વાતો પામરોને ભયંકર લાગે. નિયમો કોને ભયંકર લાગે ? પામરોને. એ ઝટ પૂછે છે કે-“સાતે વ્યસનનો પૂરો ત્યાગ તો કેમ થાય ?' સારા સારા માણસો પણ સાત વ્યસનના ત્યાગમાં કાંઈ કાંઈ વાંધા બતાવે છે. અનેક જાતના એ બચાવ કરે છે. “સંસારમાં રહેવું, રાજ્ય એવું, કાયદા એવા, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1372 સ્નેહીઓ સંબંધીઓ, અને આસપાસનું સર્કલ એવું' વગેરે જાતજાતનાં કારણો આગળ ધરે અને વધુમાં તો પોતાની ભાવના પણ એવી એમ સાથે સાથે કહી દેતા હોય તો સારું. બાકી મારો તો એમને પ્રશ્ન છે કે આ દેશકાળ શું સાત વ્યસનના ત્યાગને બાધક છે ? જરા પણ નહીં. ' સમયધર્મને ઓળખવો એટલે શું ? આજના સુધારકો કહે છે કે “સમય જોઈને હાલ ધર્મક્રિયાઓ મોકૂફ રાખો;” ત્યારે મહાપુરુષો કહે છે કે-“સમયને જાણનારા આત્મા પાસે પાપક્રિયા માટે એક મિનિટ પણ નથી.” સમયને ઓળખનારો ધર્મને આવતી કાલ પર રાખે જ નહિ કેમકે આવતી કાલે પોતે રહેવાનો છે એવી ખાતરી નથી. સમય કોઈની રાહ જોતો નથી; એ તો જાય છે તે જાય છે જ અને ગયો તે ગયો. સરી જતા સમયમાં જ્યાં પોતાને રહેવાની ખાતરી જ નથી ત્યાં કંઈ આશાના બળે પાપકર્મ સેવાય ? ન જ સેવાય. આ સમયધર્મ ઓળખ્યો કહેવાય. હાલનો સમયધર્મ જુદો છે. એ તો કહે છે કે “હાલ ધર્મક્રિયા મોકૂફ રાખો અને પહેલાં પૈસાટકા મેળવી લો.” આવું બોલનારને સર્વજ્ઞધર્મનું તો ભાન નથી જ પણ સમયધર્મનું પણ ક્યાં ભાન છે ? સર્વજ્ઞધર્મમાં સમયધર્મ આવી જાય છે. સર્વજ્ઞશાસનનો સમયધર્મી આવું તો ન જ કહેઃ ભગવાન મહાવીરદેવ શ્રી ગૌતમ મહારાજાને ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું કહેતા હતા; વારંવાર કહેતા હતા. કેમકે પ્રમાદ એ પાપ છે. વિષય કષાય એ પ્રમાદ છે. મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદ છે. એ પ્રમાદ છે માટે એ પાપ છે. વિષય કષાય મેળવવામાં પાપ, એનાં સાધન મેળવવામાં પાપ, એની સામગ્રી વધારવામાં પાપ, એ વધે એવું ભણતર ભણવામાં પાપ, એવી કેળવણી લેવામાં પાપ, એવી કેળવણીના પ્રચારમાં પાપ, એ માટે વિદ્વાન બનવામાં પાપ અને એવા વિદ્વાનોની પ્રશંસા કરવામાં પણ પાપ, ટૂંકમાં જ્યાં પ્રમાદ ત્યાં પાપ. પ્રમાદમાં પડેલા આત્માની ભાવના કઈ હોય ? સર્વજ્ઞદેવે તો ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું કહ્યું. કઈ મિનિટે જવું પડે એનો નિશ્ચય નથી ત્યાં પ્રમાદ હોય ? આજના સમયધર્મીઓ કહે છે કે “પહેલાં બેકારી દૂર કરો પછી ધર્મની વાત કરો.' આવા વિચારોથી સર્વજ્ઞધર્મને પડતો મૂકી પાપપ્રવૃત્તિમાં પડી જાય છે. અને એ પડેલી ટેવથી જીવનમાં એ પાપપ્રવૃત્તિ જરૂરી છે એવી મહોર-છાપ મરાવે છે. આવી સાનુકૂળતામાં પણ જે ધર્મ નથી કરતો એ પછી શું કરશે ? બાકી સર્વજ્ઞના શાસનમાં સમય તો જોવાયો જ છે. જો સમય ન જોયો હોત તો ભગવાન Page #206 -------------------------------------------------------------------------- ________________ 1373 – ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 – ૧૮૫ જંબુસ્વામી પછી દશ વસ્તુનો વિચ્છેદ ન જ કહેત. ગમે તેવાને પણ એમની પછી જિનકલ્પ નહિ, કેમકે એ યોગ્યતા જ નથી. સર્વજ્ઞના શાસનમાં સમય નથી જોવાયો એવું કહેનાર અજ્ઞાન છે. બાકી રોટલા પહેલાં અને પૂજા પછી, એવું સર્વશદેવનો સમયધર્મી ન જ કહે. સભાઃ “વેશ સાધુનો પહેર્યો હોય અને અમુક ભેદ હોય તો તે વાત જતી કરી બીજી વાતોના આશ્રયમાં વાંધો ખરો ?' સ્ટીમરમાં કાણું પડ્યું હોય તો એ કાણા પર નહિ બેસતાં બીજી જગ્યાએ બેસે તો વાંધો નહિ ? શાસ્ત્ર તો કહે છે કે દ્વાદશાંગી આખી માને પણ એનો એક જ અક્ષર ન માને તે મિથ્યાદૃષ્ટિ. નિહુનવો આ રીતે જ થતા પણ એ બધા જ નિર્નવો આજનાઓની જેમ બેફામ નહોતા બોલતા; આજ્ઞા સામે કે આગમ સામે આંખ કે આંગળી નહોતા કરતા; માત્ર અમુક મન્તવ્યમાં જ વિપરીત ગયા ત્યાં તો એમને નિનવ કહ્યા. પ્રમાદથી બચાવવાની ચિંતા : ગૌતમ ભગવાન જેવા પરમ સંયમધરને ભગવાન મહાવીરદેવ વારંવાર ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવાનું કહે છે. ગૌતમ મહારાજ જેવાને પ્રમાદ ન થાય તે માટે ભગવાનને આટલી બધી ચિંતા તો તમને પ્રમાદથી અટકાવવા ધર્મગુરુઓને કેટલી હોય ? સાધુ જો એટલું જ કહે કે-“પૂજા કરવી ખરી પણ ફુરસદ મળે તો; તો આજે પૂજા કરનારા અનેક પૂજા છોડી પણ દે. આ તો ગમે તેવા સંયોગોમાં પૂજા કરવી જ જોઈએ એવી માન્યતા છે માટે રોજ, પૂજા થાય છે. • સમયને જાણનારો આવું ન બોલે ઃ - મુનિને પણ પરિણામ બગડ્યા ને ખરાબ ભાવના જાગી, એ લાલસા ન મટી અને મહિનો બે મહિના સંસારમાં જઈ આવવા માગે તો ગુરુ રજા આપે ? અને આપે તો એ ગયેલો ફરી પાછો આવે ? ના. માટે તો બાર-બાર વર્ષ કરીને લજ્જાથી સાઠ વર્ષ સુધી ક્ષુલ્લક મુનિને સંયમમાં ટકાવી રાખ્યા હતા. એ વારંવાર ખુલ્લું કહેતા કે “મારા પરિણામ ટકતા નથી.” તોયે લજ્જાથી રાખ્યા. લજ્જાથી ધર્મસેવન કરનારો પણ બચી જાય છે અને ગમે તેવા સંયોગોમાં ધર્મને નહિ ભૂલવારો ધર્મી રહી શકે છે. “હાલ ધર્મક્રિયાઓ મોકૂફ રાખો, પાપપુણ્યની પંચાતમાં ન પડો, એક વાર પૈસાટકા મેળવી લો, પછી ધર્મ માટે જોઈ લેવાશે; સંસારમાં રહેવામાં કાંઈ પાપ નથી” આવું સર્વજ્ઞની આજ્ઞા મુજબ શાસ્ત્ર કહેલ સમયને જાણનારો બોલી શકે ? ન જ બોલી શકે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 174 એ સમયધર્મ ભગવાનના શાસનનો નથી ? એક મહર્ષિ તો કહે છે કે-સમયના જાણને “કાલે કરીશ” એમ કહેવાનો હક્ક નથી. સમયનો જાણ રાત્રે સૂવે કઈ ઇચ્છાથી અને કેવી રીતે ? “આટલું કામ બાકી છે તે હવે સવારે કરીશ” એમ વિચારીને એ સૂવે ? કે સૂતી વખતે પાપો હૈયાથી બહાર કાઢીને બધું વોસિરાવીને સૂવે ? સવૅ તિવિહેણે વોસિરિય” કહીને એ સૂવે. સવારે પ્રતિક્રમણ. જિનદર્શન-પૂજન, જિનવાણીના શ્રવણ વગેરે ધર્મકરણી કરવાના અભિલાષપૂર્વક સૂવે. જ્યાં બેઠા છીએ ત્યાં ઇચ્છાનુસાર વર્તવામાં કે રહેવામાં હરકત નથી. જ્યાં રહેવું ત્યાં પાપ માનવું ન નભે, જેની જરૂરિયાત તેને ખોટું કહેવાનો હક્ક નથી. જેના વિના ન ચાલે તેને પાપ કેમ કહેવાય ?” આવા વિચાર દર્શાવનારો સમયધર્મ ભગવાનના શાસનનો નથી. આવા સાચાબોલાનો જૈનશાસનમાં ખપ નથીઃ ગઈ કાલે કહ્યું હતું કે આજના વ્યવહારકુશળો ધર્મઘાતક છે. વ્યવહારકુશળ સાથે ધર્મકુશળ હોત તો હરકત ન હતી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે-ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા આવતી નથી. ગમે તેવું સારું કામ હોય પણ ધર્મકુશળતા વિનાના વ્યવહારકુશળો હોય ત્યાં એમાંથી નવો જ ફણગો ફૂટે . એ એમાંથી કાંઈ જુદું જ “á તૃતીય' કાઢે. શાસ્ત્ર કહે છે કે એવા વ્યવહારકુશળો સાથે વાત કરવામાં પણ સ્વ-પરનું નુકસાન છે. એમની જીભ લાંબી હોય, બુદ્ધિ બીજાને ચકરાવે તેવી હોય, મન ચોવીસે કલાક અશાન્ત હોય, વાતમાં બહુ ડાહ્યા હોય; ડાહ્યાએવા કે ચાર આદમીનાં મગજ એ ડહોળે નહિ ત્યાં સુધી એમને જંપ ન વળે. પોતે કરેલી વાતનું પરિણામ શું આવશે તે એ ન વિચારે. પોતાની વાતથી કઈ વસ્તુને આઘાત પહોંચશે તે એ ન હોય. એ તો કહે કે-“તેલ જુઓ, તેલની ધાર જુઓ, આગળપાછળ અને આજુબાજુ બધું જુઓ અને પછી વિચારીને પગલું ભરો' આમ કહીને એવી વાત કરે કે કોઈ પગલું ભરે જ નહિ. આવું કહ્યા છતાં પાછા ઠસ્સાપૂર્વક કહે કે “અમે તો સાચાબોલા.” આવા સાચાબોલાનો આ શાસનમાં ખપ નથી. ધર્મશુદ્ધિવિના વ્યવહારશુદ્ધિ ન આવે? પોતાનાથી ન થાય તો મૂંગો રહે પણ “આ મારાથી નહિ થાય' એમ જ્યાં ત્યાં બોલતો ફરે અને બીજા અનેકને એવું બોલતા કરે એ કેમ ચાલે ? આવું બોલે ને પાછો કહે કે “અમને દંભ ન આવડે.” એમ કહીને પેલા જે કોઈ કાંઈક કરતા હોય તેવા સાચા માણસોને દંભી ઠરાવવાનો પ્રયત્ન કરે. વળી કહે કે “અમારાથી ખોટી “હા” નહિ ભણાય.” પણ અહીં આ આગમો પાસે કોઈના પીરને પણ ‘હા’ Page #208 -------------------------------------------------------------------------- ________________ 1375 - ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 – ૧૮૭ પાડ્યા વિના છૂટકો નથી. પોતાનાથી ન થાય તો પામરતા કબૂલે, અશક્તિ કબૂલે એ વાત જુદી છે. આ તો વાતવાતમાં કહે કે અમે તો ચોખ્ખું ને ચટ્ટ કહેવાવાળા; પણ એ ચોખ્ખું ને ચટ્ટ એવું કે અનેકનું સત્યાનાશ કાઢે. માટે જ કહ્યું કે ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ ન આવે. એવા આસ્તિક ગણાતા અમને પણ કોર્ટે ખેંચી જાય? આજે તો અનીતિ કરે, જૂઠું બોલે અને પાછો એનો બચાવ કરે. જીવવા માટે અનીતિ કરવી, જૂઠું બોલવું, એ કાંઈ ફરજિયાત છે ? પણ એ તો કહે કે તમારે સંસ્થાઓ ચલાવવી, લાખોના ફંડ જોઈએ અને નીતિ-અનીતિની વાત કરો તે કેમ ચાલે ? બજારમાં આવો તો ખબર પડે કે કેટલી વીશીએ સો થાય છે ?” આવી વાતો કરનારાને શું કહેવું ? જો એ આજ્ઞાપાલક દેખાય તો તો એનો કાન પણ પકડ પણ જે શબ્દો પણ સહન ન કરી શકે તે કાન પકડું તો સહન કરે ? અરે ! આસ્તિક અને ધર્મી ગણાતા હોવા છતાં પણ એ જ અમને કોર્ટે ખેંચી જાય. અહીં બોલાયેલા શબ્દોને જુદા સંદર્ભમાં ગ્રહણ કરે. વૈર રાખે અને વૈરના કારણે મહાપુરુષો ઉપર પણ ગમે તેવાં કલંક ઓઢાડે. એવા તો અહીં આવે, પગે લાગે અને ખમાસમણા દઈને એમની જ વાતમાં એમને ખેંચવાના પ્રયત્ન કરે, અને સફળતા ન મળે તો આપત્તિમાં મૂકે, માનપાનના અર્થી અને કેવળ સ્વાર્થને જોનારા શાસનપ્રેમી કહેવરાવે ભલે પણ સાચી શાસનસેવા કરી ન શકે. વસ્તુનો ભાવ ન સમજનાર શાસનસેવા કઈ રીતે કરે ? વાતે વાતે મૂંઝાનારથી સેવા ન થાય. જે વાતે વાતે શાસનનું હિત જુવે તે જ સાચા સેવક એક નબળી વાત જ્યાં સુધી પચાસને ન સંભળાવે ત્યાં સુધી ચેન ન પડે, એવાને શાસ્ત્ર નાલાયક કહ્યા છે. સેવક છે કે જે ચોમેરથી શાસનનું હિત તપાસે. અહિતકર એવું સારું લાગે તો પણ મરતાંયે ન બોલે. કાંઈ ભેદ લાગે તો મનમાં સમજે અને ગળી ખાય. પણ એ ક્યારે બને ? મનમાંથી “હું' પદ નીકળે તો ! આજના વ્યવહારકુશળોમાંથી એ ન નીકળે. તેથી એમની કુશળતા લાભને બદલે હાનિ કરે. ઉપસંહારઃ શ્રી સંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુ જ ભોગવી શકે. સંતોષનો આનંદ સંતોષી જાણે. આ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૪, મંગળવાર, તા. ૧૮-૩-૧૯૩૦, ♦ સંતોષી અને ત્યાગીનું સુખ : · ઇચ્છાઓ નિયમથી અંકુશમાં આવે : સંતોષની શાસ્ત્રીય વ્યાખ્યા : નિયમ ફક્ત નોંધપોથીમાં લખી રાખવા માટે નથી : ચોર માટે ટોકીદાર, ઇન્દ્રિય-મન માટે નિયમ : ♦ વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ? અધર્મ કરવા પણ ધર્મનું જ ઓઠું લેવાય છે? - • ગુણ અને ગુણાભાસને ઓળખો ! • પાંચ વ્રતોની વાત બધા કરે પણ પૂરાં માને નહિ : ♦ લાલચુઓને ધર્મના નામે કપડાં કઢાવીને પણ નચાવી શકાય : · માનવજીવનમાં સાધ્ય શું ? · રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયનાં દૃષ્ટાંત આગળ કરો ! · સારી વાતોને કદરૂપી ચીતરવાનો ધંધો : આવા લેખકોનાં લખાણની કિંમત શી ? ♦ ધર્મયુદ્ધના નિયમો : મહાભારતનો એક પ્રસંગ : ♦ પૃથ્વીરાજ ચૌહાણની ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો : • તે છતાં રાણાપ્રતાપ ન નમ્યો : ૭ જેને ધર્મની કિંમત હોય તે પ્રશસ્ત કષાયોની કિંમત સમજે : ♦ ધર્મનિષ્ઠ મંત્રીની વફાદારી : • ચોરને પણ શાહુકાર બનાવ્યો : પ્રભવ અને જંબસ્વામી : ♦ એમને મન શાસ્ત્રની કઈ વાતો અતિશયોક્તિ રૂપ નથી ? ♦ ભાડૂતી લેખકો પાસે લખાવના૨ાને જાહેરમાં આવવું પડશે ત્યારે... પાખંડને સાફ કરવાની વાત છે, પાખંડીને નહીં : ખતમ કરી નાંખવાની ધમકી : એવા રાજા અને આચાર્ય પદભ્રષ્ટ થવા યોગ્ય છે : • શાસ્ત્રનો અર્થ ! શાસન સ્વીકારે તેની રક્ષા કરે : 93 Page #210 -------------------------------------------------------------------------- ________________ 137 – ૧૩ ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૮૯ સંતોષી અને ત્યાગીનું સુખ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના સંતોષરૂપ નંદનવનનું હવે વર્ણન કરે છે. મેરૂના નંદનવન પર દેવો ને વિદ્યાધરો જ જઈ શકે છે. આપણી ઇચ્છા થાય તો પણ આપણે જઈ શકતા નથી. પૂર્વકાળે પણ સામાન્ય લોકો ત્યાં જઈ શકતા ન હતા. એ જ રીતે શ્રી સંઘમાં સંતોષરૂપી નંદનવનનો લાભ સંપૂર્ણપણે સાધુઓ જ મેળવી શકે છે. મેરૂના નંદનવનની મનોહરતાનો આનંદ અને સુગંધનો ભોગવટો યોગ્યતા વગરનાને નથી જ મળી શકતો તેમ સંતોષરૂપી નંદનવનના સુખના આનંદનો અનુભવ પણ સંપૂર્ણપણે સાચા સાધુઓ જ કરી શકે છે. સાચા સાધુ સિવાય શ્રી સંઘમાં બીજા તેવા સંતોષી હોય ? ન જ હોય. બીજાને એ આનંદની ખબર જ ન પડે. વગર લાયકાતે એ આનંદ ભોગવી શકતો નથી. શાસ્ત્ર ચક્રવર્તીના સુખ કરતાં સંતોષીના સુખને અનંતગણું કહ્યું છે. પગે ચાલનારા, વગડામાં રહેનારા અને રસકસ વગરનું લખું ને સુજ્જુ ખાનારા સંતોષી અને ત્યાગીનું જે સુખ છે તે સુખ છ ખંડના માલિક ચક્વર્તીને પણ નથી. શાસ્ત્ર કહે છે કે ચક્વર્તીને પણ એ ત્યાગીના સુખની ઈર્ષ્યા થાય છે ! એ ઈર્ષા ક્યારે થાય ? સંતોષમાં અનેકગણું સુખ મનાય તો ને ? સંતોષી બન્યા વિના એ સુખ ન ભોગવાય. ઇચ્છાઓ નિયમથી અંકુશમાં આવે: . શ્રી સંઘમેરૂના નંદનવન તરીકે સંતોષ તમને વાજબી લાગે છે ? તમને અહીંના બગીગ્નાની હવાનો, તેની સુગંધીનો થોડો પણ અનુભવ છે તો તેના આધારે મેરૂના નંદનવનના આનંદની કલ્પના કરી શકો છો; તો એ જ રીતે સંતોષનો પણ થોડો અનુભવ કરો તો આ વર્ણવાતા મહાસંતોષની પણ કાંઈક ઝાંખી થાય. પણ તમને સંતોષ જ ક્યાં છે ? એ હોય તો નિયમોમાં હરકતા આવે ? નિયમ લેવામાં, પાળવામાં, સાચવવામાં, વધારવામાં તકલીફ પડી જવાની મનમાં મૂંઝવણ થાય છે એ શાથી? સંતોષથી કે સંતોષના અભાવથી ? કહેવું જ પડશે કે સંતોષના અભાવથી. નિયમનું બંધન તો સંતોષને બાધક નથી પણ સહાયક છે. નિયમથી ઈચ્છાઓ અંકુશમાં આવે છે. ઇચ્છાનો અભાવ એ જ સંતોષ. દુનિયાના અનેક પદાર્થોની તીવ્ર ઇચ્છાઓમાં સંતોષ નથી, અથવા દુનિયાની વિપુલ સામગ્રી મળવાથી સંતોષ થાય તેમ પણ નથી. સંતોષની શાસ્ત્રીય વ્યાખ્યા : દુનિયાના પદાર્થોની કામનાઓ રોકાય એ જ સંતોષ. જેમ જેમ તૃષ્ણા વધે તેમ મનના પરિણામ બગડે. સંતોષની વ્યાખ્યા કરતાં મહાપુરુષોએ કહ્યું કે : Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – – 1378 “સચ તો યાત્ જ સંતોષ: I' અર્થ :-જેનાથી આત્માને સારા પ્રકારનો તોષ થાય તે સંતોષ. દુનિયાની સાહ્યબીની ઇચ્છા ચાલુ રહે ત્યાં સુધી છતી સામગ્રીએ પણ સુખ ન ભોગવી શકાય. કોઈ પોતાને સંતોષી જણાવે તો તેની પાસે પ્રમાણ માગવું પડે. સંતોષી કહેવરાવનારે સંતોષીને છાજતા બંધનમાં આવવું પડે. આજે તો નિયમની એવી દુર્દશા કરી છે કે લીધા પછી એ યાદ જ ના આવે અર્થાત્ એને યાદ કરવાની જરૂર જ ન પડે. એ નિયમ જ એવો લે કે જિંદગી સુધી યાદ ન કરે તોય ન ભાંગે. પહેલેથી જ લાંબો પહોળો રાખે. પોતાને જોવા યોગ્ય પદાર્થો તરફ નજર કરી, ચારે દિશાના યોજન ગણી, ઉપર છોગાના પચીસ-પચીસ યોજન વધારાના રાખે; પછી એને વિચાર જ શાનો કરવો પડે ? ખાવાના નિયમમાં બધી વનસ્પતિ નોંધે, કોઈ બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખે, પછી એ બધી ખુલ્લી રાખી બાકીનાનો નિયમ કરે, કોઈક બાકી રહી જતી હોય તો બીજાઓને પૂછીને પણ તેની નોંધ કરી લે; મતલબ કે વ્યવહારમાં પ્રચલિત વસ્તુઓમાંથી એક પણ બાકી રહેવી ન જોઈએ કે જેથી ભાણામાંથી કાઢવી પડે. આવો નિયમ લે એનું કાંઈ મહત્ત્વ ખરું ? ગામ-પરગામ, સાજે-માંદે અને પછી કોઈ ખાસ કારણે બધી છૂટ ! હવે આવા નિયમે જાત પર અંકુશ ક્યાં મૂક્યો ? એ કહો ! નિયમ ફક્ત નોંધપોથીમાં લખી રાખવા માટે નથી : વિષય વાસનાઓ પર અંકુશ આવ્યા વિના વાસ્તવિક નિયમો થતા જ નથી. નિયમની અવગણના કરનારા સારા નથી, ભાંગવાની બીકે નિયમ નહિ લેનારા મૂર્ખ છે, પરંતુ જેઓ નિયમ લે છે તેમનામાં પણ આ દુર્દશા હોય તો શું કહેવું ? નિયમ એવા લેવા જોઈએ કે ડગલે ને પગલે એને યાદ કર્યા વિના ન ચાલે. રાજનો અમલદાર ખુરસી પર બેસે કે રાજના બધા કાયદા એની નજર સામે આવે. કાયદાના ભાન વગરનો ખુરસી પર બેસી શું ઉકાળે ? આજે નિયમ લેનારને પોતે કયા નિયમ લીધા છે તેનું ભાન જ ન હોય. નોંધપોથી ખોલે ત્યારે જાણે કે મારે આ નિયમ છે. નિયમ નોંધપોથીમાં લખી રાખવા જ લીધા, હૈયામાં રાખવા માટે નહિ. હૈયામાં રાખે તો કદી ભુલાય નહિ. અમુક ખવાય ને અમુક ન ખવાય એવું હૈયામાં હોય તો ભાણે બેસે ત્યારે બધું જુએ, પણ તમામ મોકળું હોય ત્યાં જોવાનું શું રહ્યું ? કોઈ પણ ચીજનો ત્યાગ કર્યો હોય તો જોવું પડે ને ? વિગઈના ત્યાગી એવી વિગઈ તજે કે વાંધો જ ન આવે. કાચી જ તજી હોય પછી પાકીમાં વાંધો જ ક્યાં આવે ? Page #212 -------------------------------------------------------------------------- ________________ 1379 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૯૧ ચોર માટે ચોકીદાર, ઇન્દ્રિય-મન માટે નિયમ: જે નિયમ કરો તે એવા જોઈએ કે જે ઇંદ્રિયો તથા મન પર કાબૂ મૂકે. ઇંદ્રિયો તથા મનને થવું જોઈએ કે અમારી આજુબાજુ નિયમરૂપી ચોકીદારો જીવતા છે. ચોર ચોરી કરવા નીકળે ત્યારથી જ જાણે છે કે ગેટે ગેટે અને ચકલે ચકલે ચોકીદારો બેઠા છે; માર્ગમાં રોણિયા પણ ફરે છે તેથી ખૂબ સાવધગીરી રાખીને નીકળે. એ જ રીતે પાંચ ઇંદ્રિયો અને મન જરા ઊંચાનીચાં થાય કે નિયમોરૂપી ચોકીદારો એને દેખાવા જ જોઈએ. ચોકીદાર તરત પડકાર કરે, ઊભા રાખે, પૂછે કે “ક્યાં જાય છે ? શું કરે છે ?” તમારી પાંચે ઇંદ્રિય અને મનને આ રીતે રોકનાર કોઈ છે ? તમને સર્વથા નિયમ નથી માટે તમારે બધું મોકળું છે એવું ન માનતા. સાધુઓને જે બધાનો પ્રતિબંધ છે તે બધું તમને કરવાની છૂટ છે એવું ન માનતા. તમારે પણ એ નથી જ કરવાનું. સાધુએ વર્જેલાં પાપ તમારે સેવવાનાં છે ? નહિ જ. એ નથી સેવવાનાં. માનો તો તો હૃદયમાં કાંઈક મૂંઝવણ થાય; પણ એ કરવામાં વાંધો નહિ એમ માન્યું તેમાંથી આ બધી પંચાત ઊભી થઈ છે. આ બધાનું કારણ એક જ છે કે સંતોષનો અભાવ છે ! તેવા નિયમો થાય તો અશુભ અધ્યવસાય જાય, શુભ અધ્યવસાય આવે, એથી કર્મક્ષય થાય એટલે ચિત્ત ઊંચાં (ઉત્તમ) અને ઉજ્વલ (શુદ્ધ) બને અને નિરંતર સૂત્રાર્થના સ્મરણથી ઝળહળતાં બને. એવા ચિત્રકૂટ વિના સંઘમેરૂ ન શોભે. એ બાંડી લાગે. નિયમોરૂપી શિલાતલ પર એ કુટો ગોઠવાયેલાં છે. આ કૂટો વગર પહાડ પરનું નંદનવન શોભે નહિ. અહીં સંતોષ એ નંદનવન કહ્યું. માટે ફરી પાછી નિયમની વિચારણા આવી. વનની ચોમેર સુંદરતા પથરાયેલી જોઈએ તો જ એ વન શોભે. સંઘમાં કોણ રહી શકે? અશુભ અધ્યવસાય સામે મજબૂત દીવાલ ઊભી કરો અને ચિત્તને એવું સુંદર બનાવો કે સારીયે દુનિયાથી સંઘ નોખો પડે. શ્રી સંઘનાં ચિત્તો લોકહેરીમાં પડનાર ન હોય. અમલની વાત તો દૂર છે અહીં તો હજી અધ્યવસાયની વાત ચાલે છે ! અશુભ અધ્યવસાય ન હોય તો એના યોગે નિયમશીલા પર ગોઠવાયેલાં ચિત્તો એવા સુંદર બને કે એને દુશ્મનના પણ ભૂંડાની ભાવના ન આવે. આ તો અશુભ અધ્યવસાય રોકવા નથી, પાંચ ઇંદ્રિયોના વિષયોની લાલસામાં જરા પણ વાંધો ન આવે એવી તો કાળજી રાખવી છે, વિષયકષાયને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તકલીફ ન પડે એની સંભાળ લેવી છે અને પોતાને પ્રભુના સંઘમાં મનાવરાવવું છે, એ ચાલે ? ન જ ચાલે. વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ? શ્રી સંઘમાં ૨હેના૨નું ચિત્ત તો દુનિયાથી નોખું પડે. તે ક્યારે બને ? વિષય કષાયથી બહુ દોસ્તી ન રાખે તો. એ દોસ્તી છોડવી તમને પાલવે તેમ છે ? વિષય કષાયનેય રાજી રાખવા અને ભગવાનનેય રાજી રાખવા એ બેય વાત સાથે બને ? વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ? જો વિષય સારા નથી તો તેને મૂકીને ચાલી આવવામાં હાનિ છે ? અને એ છોડવાની ઇચ્છા પણ ન હોય ત્યાં સમ્યક્ત્વ હોય ? આ ચાવી ઘણી સુંદર છે. જૈનશાસનના વાડામાં ભટકતાંઓથી પેસી શકાય તેમ નથી. કદી કોઈ પેસી ગયો તો વધારે વખત રહી શકે તેમ નથી. એને બહાર નીકળવું જ પડે. નીચે જવાના સ્વભાવવાળું પાણી પહાડને ભેદીને પણ નીચે જ જાય. એ જ રીતે નીચો (નીચી ગતિએ) જવાના સ્વભાવવાળા આત્માઓ કદી શાસનના કિલ્લામાં ઘૂસી ગયા તો પણ તેઓ એ કિલ્લામાં બાકોરાં પાડ્યા વિના રહે જ નહિ. સંઘને યોગ્ય ચિત્ત થાય તો નંદનવનનો આનંદ અનુભવાય પણ એ યોગ્યતા વન સંતોષી બને તો આવે ને ? સંતોષ વિના તો શ્રાવકપણું પણ નથી અને સમ્યક્ત્વનો ટકાવ પણ નથી. એક સંતોષ આવી જાય પછી તો તપ, જપ, દાન, દયા વગેરેની જરૂર પણ શી છે ? અર્થાત્ એ બધાં આવી ગયાં જ સમજવાં. સંતોષ વિનાનાં એ બધાં નકામાં છે. મહત્ત્વ સંતોષનું છે. 1380 અધર્મ કરવા પણ ધર્મનું જ ઓઠું લેવાય છે ઃ સભા નીતિકારે પણ સંતોષને જ મહત્ત્વ આપ્યું છે અને આગળ કર્યો છે.’ નીતિકારે પરિમિત સંતોષ કહ્યો જ્યારે આ શાસ્ત્ર પૂર્ણ સંતોષની વાત કરે છે. પરિમિત સંતોષને પણ ન માને અને ન કહે તો જાય ક્યાં ? ધર્મના સિદ્ધાંતો મને કે તમને દરેકને સ્વીકારવા પડે છે અને આગળ કરવા પડે છે; એટલે નીતિકારનો પણ છૂટકો નથી. જુઠ્ઠો વેપા૨ી પણ ‘તાજો માલ’ અને ‘એક જ ભાવ'નાં બોર્ડ મારે છે. જુઠ્ઠો સાક્ષી પણ ‘ઈશ્વરને માથે રાખીને બોલું છું’ એમ જ કહે છે. કેવળ જુઠ્ઠા અને બનાવટીને પણ સાચાના આલંબન વિના છૂટકો થતો નથી. પાપી પણ પોતાના સ્વાર્થની સાધના માટે ધર્મની આડ.રાખે છે. એ ધર્મની આડ વિના એને પણ ટેકો મળતો નથી. દુનિયાના ઠગોએ, ધૂર્તોએ જો દુનિયાને ઠગી હોય તો તે ધર્મના બહાને જ. ધર્મના નામ વિના છેતરાય કોણ ? પુણ્યના નામ વિના કોઈ માણસ રાતી પાઈ પણ નહિ કાઢે. પૈસા કઢાવવા માટે Page #214 -------------------------------------------------------------------------- ________________ 11 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – – ૧૯૩ પાપને પણ પુણ્ય તરીકે ઓળખાવવું પડે. અનાડી, જુઠ્ઠા અને બદમાશ લોકો સત્યના નામે જ દુનિયાને લૂંટે છે. “એક જ ભાવના પાટિયાં તેઓ જ રાખે છે. ગુણ અને ગુણાભાસને ઓળખો : ભયંકર હિંસકોએ પણ “મા હિસ્યાત્ સર્વાણિ ભૂતાનિ' એમ જ લખ્યું. કોઈ પણ જીવને મારવો નહિ એમ જ કહ્યું. “હિંસા પરમો ઘઃ' એમ બોલે બધા, પણ એ પ્રમાણે વર્તવું જોઈએ ને ? ધર્મનો પોકાર તો બધા કરે પણ ત્યાં ધર્મ છે કે નહિ એ સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ. જે વસ્તુ બોલવામાં આવે તે છે કે નહિ એ જોવું તો પડે ને ? ગુણ અને ગુણાભાસ ઓળખાવવા માટેની આ બધી મહેનત છે. આ શાસ્ત્ર ફરમાવે છે કે ગુણની અનુમોદના જરૂર કરો પણ પ્રશંસા કરતાં પહેલાં જરા થોભો. કહેવાય ગુણ, દેખાય ગુણ, સમજાવાય ગુણ અને પરિણામે હોય દોષ, માટે ગુણાનુરાગીએ ગુણાભાસમાં ન ફસાઈ જવાય તેની બરાબર કાળજી રાખવી જોઈએ. પોતાને ગુણાનુરાગીએ કહેવડાવનારે સમ્યક્તનો સ્વીકાર પહેલો જ કરવો પડે. સમ્યક્ત સાચવ્યા વિના ગુણાનુરાગ ટકે નહિ. ગુણ તો બધા જ સારા પણ વ્યક્તિ વિશેષને પામીને એ જ ગુણ ખોટા બને. અમુકમાં જે ગુણ સારા તે જ ગુણ અમુકમાં ખોય. મુનિ ખાય છતાં ઉપવાસી કારણ કે એના આહારનો હેતુ ફરી ગયો. મુનિનો આહાર સંયમપાલન માટે છે. શરીરનો પૂજારી શરીર સારું બનાવવા ભૂખ્યો રહે તો પણ ઉપવાસી નહિ. એને તો શરીર સારું બનાવી વધારે માલપાણી આરોગવાં છે. અગાઉ બ્રાહ્મણો જમણના આગલે દિવસે ભૂખ્યા રહેતા જેથી બીજે દિવસે બરાબર જમી શકાય. ક્યિા એક જ પણ હેતુ ફરી ગયો. સારા ગુણ પણ અયોગ્ય આત્માને પામીને દુર્ગણ થાય છે. ધર્મની આડ વિના અધર્મ જીવતો નથી: બજારમાં છડેચોક ઉઘાડી અનીતિ કરનારો વેપારી પણ જો એ પ્રમાણે બોર્ડ મારે કે “હું અનીતિ કરું છું માટે ઘરાકોએ એમ સમજીને આવવું' તો એ વેપારી ભૂખે ન મરે. અનેક ભાવ કરનારા પણ પાટિયાં તો “એક ભાવ'નાં જ રાખે છે. કેટલાક વેપારી તો એમ પણ કહે છે કે અમને નફાની પરવા નથી, અમે તો ફક્ત ગ્રાહકોની સેવા કરવા જ ધંધો કરીએ છીએ. કોઈ વેપારી તો વળી ગ્રાહકને એમ પણ કહે છે કે-“અરે ભાઈ! તું તો મારો ખાસ જૂનો સંબંધી. તારો ભાવ તો પડતરથી પણ ઓછો લઉં છું. બીજામાં કમાઈ લઈશ. તારામાં કમાવાનું ન હોય.” આમ ધર્મની આડ વિના અધર્મ પણ જીવતો નથી. ધર્મના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1982 નામે આ દુનિયામાં જેટલો અધર્મ થાય છે તેટલો પણ ધર્મ થતો હોત તોયે ધૂળ નાંખી. સીધા અને સાદા ધર્મની વાતને બદલે આજે તો ધર્મના નામે જ અનેક પ્રકારની પોલ ચલાવાય છે, અધર્મ ફેલાવાય છે. પાંચ વ્રતોની વાત બધા કરે પણ પૂરાં માને નહિ? તમામ દર્શનકારો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે નિયમ મુખ્ય બતાવે છે પણ બધે નજર કરો તો સિવાય જૈનદર્શન અહિંસા તો ક્યાંક ખૂણેખાંચરે દેખાઈ જાય તો જુદી વાત. એ જ રીતે સત્ય પણ શોધવા જઈએ તો નામનું ક્યાંક મળે. અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પણ શોધવા પડે. બોલે બધાય પાંચે નિયમ, પણ પૂરા ક્યાંય ન મળે. આજના સમાનવાદીઓ કહે છે કે-“બધા દર્શન સમાન કેમ નહિ ? પાંચે નિયમ તો બધાં જ કબૂલ રાખે છે છતાં જૈનદર્શન જ ઊંચું કેમ ? ધ્યેય બધાનું એક, વ્રત બધાનાં સરખાં, વૈરાગ્યને બધા જ માને છતાં ભેદ શા માટે ? શાસ્ત્ર કહે છે કે એ બધા અધૂરું કહે છે; જ્યારે અહીં પૂરું કહેવાય છે, એટલો ભેદ છે. લાલચુઓને ધર્મના નામે કપડાં કટાવીને પણ નચાવી શકાય? સમાનવાદીઓ કહે છે કે “બધા ગુણની જ વાત કરે છે. પણ એમને જણાવાય કે ગુણની વાત ન કરે તો ઊભા જ કોણ રાખે ? ગાંડી પણ દુનિયાને પોતાના તરફ વાળવી હોય તો ધર્મનો દેખાવ કરવો જ પડે. ધર્મનો દેખાવ કર્યા પછી અર્થકામની લાલસાવાળી દુનિયા પાસે બધા અનર્થ કરાવી શકાય. એરે, કપડાં કઢાવી બજાર વચ્ચે નચાવો તો નાચે પણ ખરો. કંઈક ધૂતારાઓએ ધર્મને નામે અર્થકામના લાલચુ લોકો પાસે આવા નાચ કરાવ્યા પણ ખરા. લજ્જા ગઈ પછી પૂછવું શું? એ તો ઉઘાડું બોલે કે-“પૂરાં કપડાં ન મળતાં હોય તો તે મેળવવા માટે હમણાં તો ઉઘાડા થઈને ફરવામાં હરકત શી ?' એ જ રીતે કહે છે કે ધર્મ વિના કલ્યાણ નથી એ વાત સાચી પણ હમણાં કાંઈ પૂરો ધર્મ કરી શકાય તેમ નથી તો પછી બે-પાંચ વર્ષ માટે ધર્મને સમૂળગો જ મોકૂફ રાખો ને ? એમાં વાંધો શું છે ? પૂરી સામગ્રી એક વાર મેળવી લીધા પછી બધું થઈ પડશે.” માનવજીવનમાં સાધ્યું શું? પૂર્વના સંસ્કારબળે, મહામુશીબતે અનંત પુણ્યરાશીએ ધર્મ મળ્યો, ધર્મસામગ્રી મળી, બાહ્ય અનુકૂળતાઓ મળી, હવે એમાં કદી જરા ખામી હોય તો તે ખામી મૂરવાને બદલે સંપૂર્ણ ધર્મને મોકૂફ રાખી દેવાનું પરિણામ શું ? આ Page #216 -------------------------------------------------------------------------- ________________ 1383 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો – 93 – ૧૯૫ મનુષ્યભવની કાંઈ કિંમત જ નથી ? આ માનવભવનું સાધ્ય શું ? અનેક ચક્રવર્તીઓ અને રાજામહારાજાઓ થઈ ગયા, રિદ્ધિસિદ્ધિવાળા પણ અનેક થયા પરન્તુ તેમાંના કોઈનાં નામ આ શાસ્ત્રના પાને લખાયાં ? સંખ્યાબંધ શહેનશાહો તેમની મોટી મોટી શહેનશાહતો મૂકી મૂકીને ગયા. એમાંનાં કોઈનાં પણ નામને આમાં સ્થાન ન મળ્યું. શાસ્ત્ર તો પૂછે છે કે-માનવજીવનમાં એમણે સાધ્યું શું ? આજે તો બાહ્ય વસ્તુઓ માટે માનવજીવનમાં સાધનાને ગૌણ કરવાનું કહેવામાં આવે છે. પરન્તુ પૂર્વના પુણ્ય, અનેક ભવોના સંસ્કાર ઘડાતાં ઘડાતાં, મહામુશીબતે આ જીવન અને આ સામગ્રી મળી અને તેમાં કાંઈક જાગૃતિ થઈ જેના યોગે ધર્મક્યિા પ્રતિ પ્રેમ જાગ્યો. હવે નજીવા બહાનાં કાઢી, ધર્મને હાલ મોકૂફ રાખવાનું કહેવું એને માટે શાસ્ત્ર તો કહે છે કે- આતં પરં નતમ્ - આવ્યું પણ ગયું એના જેવું થયું. એ ગયેલું પાછું ક્યારે આવે ? ચિંતામણિ કદાચિત્, ક્વચિત્ અને કોઈકને જ હાથમાં આવે. એના રૂપરંગ જોવામાં હાથમાંથી સરીને સાગરમાં પડી જાય પછી એ હાથમાં આવે ? એક ભાગ્યહીન ચિંતામણી મેળવી તેને હાથમાં રાખી વહાણના કિનારે બેસી ચાંદની રાતે ચંદ્રમાં સાથે તેની સરખામણી કરતો મલકાવા લાગ્યો. ચંદ્ર ચઢે કે આ ચઢે ? એમ સરખામણી કરતાં કરતાં ચિંતામણી હાથમાંથી સરી જઈ સમુદ્રમાં પડ્યું. એ પામરને ચિંતામણિ મળ્યું પણ ફળ્યું નહિ. મળેલું સાચવી શક્યો નહિ. સાગરમાં ગયા પછી હવે ડૂબકી મારે તોય એ હાથમાં આવે ? રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયોનાં દષ્યત આગળ કરો: માત્ર શરીરની જ ચિંતા કરશો અને એ માટે કસરત, અખાડા, માલ મિષ્ટાન્નની વાતો કરશો તો આત્માની ચિંતા ક્યારે કરશો ? તમારે દુનિયા સાથે રાચવું છે કે કર્મ સાથે ? સભા; “કાલિકાચાર્ય મહારાજે લડાઈ કરી હતી ને ?' કાલિકાચાર્ય મહારાજે શા માટે લડાઈ કરી ? કર્યા પછી શું કર્યું ? અને એ યુદ્ધમાં કોઈને માર્યા હતા કે કેમ ? એ બધું જાણો છો ? સભા: “એ ખ્યાલ નથી.” ખ્યાલ નથી તો એ વાત ન થાય. તમારા એ પ્રશ્નથી ચાલુ મુદ્દાને કોઈ બાધ નથી આવતો. એ યુદ્ધ સાધ્વીના શીલની રક્ષા માટે હતું. રત્નત્રયીનું રક્ષણ કરવાનો એમાં હેતુ હતો. એ યુદ્ધમાં દુશ્મનને માર્યો નથી અને દુશમનને મારવાની બુદ્ધિ પણ ન હતી. દુશ્મને માફી માગી અને ફરી એવું નહિ કરવાનું જણાવ્યું કે તરત છોડી મૂક્યો. આમ છતાં એમાં પણ જેટલા પ્રમાણમાં દોષ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1384 લાગ્યો હોય તેને દોષ માન્યો છે, તેની આલોચના કરવાની વિધિ છે. અને એ મહાપુરુષોએ એવા લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લીધું છે અને આત્મશુદ્ધિ કરી છે. ખોટી ચીજને ખોટી માની છે, મનાવી છે, લખી છે, પછી વાંધો શો ? પહેલાં તમે રત્નત્રયીના ભક્ત બનો પછી એની રક્ષા માટે પ્રશસ્ત કષાયનાં એનાં સાધનોનાં દૃષ્ટાંતોને આગળ કરો. હજી તો રત્નત્રયીના મહત્ત્વને જ સમજી શક્યા નથી. આત્મઘાત એ પાપ પણ રત્નત્રયીને જીવતી રાખવા માટે આત્મઘાત કરતો પડે તો એ પાપ નથી. રત્નત્રયી જરૂરની જણાય તો આ વાત મનાય. રત્નત્રયી વિના બધું નકામું, આ વાત સમજાય નહિ ત્યાં સુધી પ્રશસ્ત કાયના દૃષ્ટાંતમાંની એક પણ વાતનો ચિતાર તમારી સામે ૨જૂ ક૨વો નથી. સારી વાતોને કદરૂપી ચીતરવાનો ધંધો : i આપણી સારી વાતોને કદરૂપી બનાવીને ચીતરવાનો ધંધો ધમધોકાર ચાલુ છે. આપણે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે કુમારપાળ મહારાજા અગિયાર લાખ ઘોડાના પલાણે પૂંજણી રખાવતા હતા અને ચેડા મહારાજા બાણ પૂંજી પ્રમાર્જીને છોડતા હતા. આ વાતની ટીકા કરતાં તેઓ કહે છે કે-પાટે બેસીને પોથી વાંચનારાને યુદ્ધની શી ખબર ? પછી તો એમ જ કહેવું હતું ને કે-શત્રુના શરીરને પણ પૂંજી પ્રમાર્જીને બાણ મારતા હતા.’ પાછું વળી આગળ લખે છે કે‘પાટે બેસીને જે કહે છે તે શાસ્ત્રોમાંથી જોઈને કહે છે એમ માની લઈએ, પરન્તુ શાસ્ત્રની પણ એ અતિશયોક્તિ છે.’ સભા : 'આપ શાસ્ત્રનાં લખાણ બરાબર સમજી શકતા નથી એમ મનાવવાનો પણ તેમનો હેતુ ન હોય ?’ અમારી સમજફેર પણ થાય, એ કાંઈ અસંભવિત નથી; પરન્તુ તેથી શાસ્ત્રને બાધ આવતો નથી. સભા: ‘હકીકતમાં તો તેઓ શાસ્ત્રને માનતા જ નથી.' તેની તો આ બધી પંચાત છે. સારાં પણ દૃષ્ટાંતોનો આવો દુરુપયોગ કરે છે માટે એ દૃષ્ટાંત એમના માટે નકામાં છે. ઘણી દવાઓ એવી પણ છે કે જે ઢોળી નંખાય તે હા, પણ બધાને એ ન અપાય. વૈદ્યના ઘરમાં બાપદાદાના વખતની અનેક ભારે માત્રાઓ પડી હોય, તે વખતે ફેંકી દે એમ બને, પણ જેને તેને આપે નહિ. પૈસા ખર્ચી શકનાર અને દવા પચાવી જાણનારને જ એ દવા અપાય. એ જ રીતે હાલ પ્રશસ્ત કષાયનાં દૃષ્ટાંતો આપવા જેવાં નથી. જે રત્નત્રયી માટે આ મહાપુરુષોએ પોતાના પ્રાણ સમર્પણ કર્યા, જે Page #218 -------------------------------------------------------------------------- ________________ 1835 - ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૯૭ રત્નત્રયીની પુષ્ટિ અને શુદ્ધિ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું, તેમની એ બધી વાતો જેમને રત્નત્રયી ગમે તેમને કહેવાય. જેના યોગે જે વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુને સાચવવાની મહેનત પહેલી હોવી જોઈએ. જેને મેડીની જરૂર હોય તેને નિસરણી સાચવવી જ જોઈએ. “નિસરણી ન હોય તો શું વાંધો ? એ ભાંગેલી કે સડેલી હોય અથવા દશને બદલે બે પગથિયાંવાળી હોય તો પણ ચાલે એમ ન બોલાય. જેને માળની કિંમત હોય તેને સમજાવાય પણ જે મૂર્ખને માળની ગતાગમ જ નથી તેને શું સમજાવાય ? આવા લેખકોનાં લખાણની કિંમત શી ? ' લખનાર જો સાચો લેખક હોય. શાસ્ત્રના ભાવ સમજવા માગતો હોય, વિચારોને વાગોળીને અને વિષયમાં તન્મય થઈને લખતો હોય તો આપણે એને જરૂર સમજાવી શકીએ, અને જ્યારે સમજવું હોય ત્યારે સમજાવવા તૈયાર છીએ; પણ ભાડૂતી લેખક માટે નિરૂપાય છીએ. પગાર માટે જ લખનારને તો વ્રતાડિતં ના'- બ્રહ્મા પણ તેને રાજી ન રાખી શકે, એમ જ કહેવું પડે. બ્રહ્મા પણ એને જો કાંઈ કહેવા જાય તો એની પણ લખામણીની એ ફી માગે અને કહે કે “જો કોઈના ગુણ ગવડાવવા હોય કે કોઈને માટે ગાળો લખાવવી હોય તો મારી કલમ તૈયાર છે પણ આપો છો શું ? એ વાત પહેલાં નક્ક કરો.” એવાને તમે બોલાવીને કહો કે “ભલા માણસ, આવા સજ્જન માણસ માટે તેં આ શું લખ્યું ?” તો એ કહી દે કે-“એ પંચાત ન કરો. તમારે જે લખાવવું હોય તે બોલો અને પૈસા અહીં મૂકી દો. તમે કહો તેમ લખવા તૈયાર છું.” અરે ! ખુદ ભગવાન મહાવીરદેવ સાક્ષાત્ હોય તો તેમને પણ કહે કે-તમારા ભક્ત રાજાના મુગટમાંથી કે સમવસરણના કાંગરામાંથી થોડાં રત્નો અપાવી દો તો તમારા સમ્યક્તનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દઈએ. પ્રચાર કરવો હોય તો હાથ છૂટો રાખો અને અમને આપવા માંડો. એમને તો કોઈ પણ પ્રકારે ઉદરપૂર્તિ અને સ્વાર્થસિદ્ધિ એ બેનું લક્ષ્ય છે તો હવે આવાના લખાણની કિંમત શી ? ધર્મયુદ્ધ'ના નિયમો મહાભારતનો એક પ્રસંગ : આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે ગમે તેટલું ખરાબ લખવા જતાં પણ સારા શબ્દો પાછા લખાઈ જાય છે. એ મથાળું કરે છે કે-“જૈન પ્રવચનની રત્નકણીઓ', જેનું ખંડન કરવાનું, જેને ફેંકી દેવા યોગ્ય માનવાની, તેને કોઈ રત્નકણીઓ કહે ? પણ આવી વાતનું એ લેખકને ભાન નથી. “ધર્મયુદ્ધ'ની એને જાણ નથી. ન્યાયનીતિ વિનાના આધુનિક તોપગોળાના યુદ્ધને જ એ જાણે છે. મુખ્ય દુશ્મનો સામસામે ખડા રહેતા. દૂત મોકલ્યા વિના, શત્રુને પડકાર્યા વિના એ કદી લડવા Page #219 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ન જતા. લડતા પણ ન્યાયથી જ. અન્યાયથી કદી લડવાનું નહિ. જ્યાં અન્યાય દાખલ થયો ત્યાં તેનું ખંડન પણ બરાબર થયું. ભીમસેન ને દુર્યોધન લડતા હતા. દુર્યોધન કેમેય કરી મરાતો ન હતો ત્યારે શ્રીકૃષ્ણજીએ પોતાના સાથળ પર હાથ મૂકી ઇશારાથી ભીમસેનને સાથળ પર ઘા મા૨વા સમજાવ્યું. ભીમસેને ગદાનો ઘા દુર્યોધનના સાથળ ઉપર કર્યો. આ ન્યાયવિરુદ્ધ હતું. યુદ્ધનો નિયમ કે દુશ્મનની નાભિ નીચેના અંગ ઉપર ઘા ન મરાય. દુર્યોધન પડ્યો. ગુસ્સાના આવેશમાં એ પડેલાને ભીમસેને લાત મારી. આ જોઈ બળભદ્રજી ભયંકર કોપાયમાન થયા. ભીમસેનને એ કહે છે કે-‘ઓ ક્ષત્રિયકુળકલંક ? આ શું ? આવો અધર્મ ? અને પડતા પર પાટુ ? હવે હું યુદ્ધમાં તારી સાથે ઊભો ન રહું. એટલું જ નહિ પણ પહેલાં તને જ મારું.' કોપાયમાન થયેલા બળભદ્રજીને શાંત કરતાં શ્રીકૃષ્ણજીને નવનેજે પાણી ઊતર્યાં. બધા ત્યાં ભેગા થઈ ગયા. બળભદ્રજીને પગે પડ્યા. વારંવાર માફી માગી ત્યારે એ શાંત થયા. આવા એ નીતિમાન હતા. ૧૯૮ પૃથ્વીરાજ ચૌહાણની એ ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો 1386 ક્ષત્રિયો લડતા ખરા પણ એમાંય નીતિનું ખંડન નહિ કરતા. દુશ્મન પડે કે તરત એની પાસે પહોંચી પોતે એને પંખો નાખવા બેસી જતા. દુશ્મન પડ્યા પછી હથિયાર તરત મ્યાન કરતા. ભાગે તેની પૂંઠ કદી ન પકડતા. પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ઘોરીને સાત સાત વાર જીવતો પકડી છોડી મૂક્યો છે. પકડાય અને એ મુસ્લિમ બચ્ચો ‘મેં તેરી ગૌઆ' કહી પગમાં પડે એટલે આ છોડી દે. આઠમી વાર પૃથ્વીરાજ પકડાયો ત્યારે શાહબુદ્દીને એને ન છોડ્યો. ઇતિહાસ કહે છે કે શાહબુદ્દીને એને શિલા પર છૂંદી મારી નાંખ્યો, અને ત્યાં એ બોલ્યો છે કે ‘હાથમાં આવેલા દુશ્મનને છોડી મૂકવાની મૂર્ખાઈ અમે ન કરીએ, એ તમે કરો.’ આજે પણ કેટલાક એ પૃથ્વીરાજ ચૌહાણને મૂર્ખ કહે છે. હું કહું છું કે‘એને મૂર્ખ કહેનારા જાતવાન નથી. એ સાચો ક્ષત્રિય હતો. દુશ્મન મોંમાં તરણું લઈને આવે, હાથ જોડી ‘મૈં તેરી ગૌઆ' એમ કહે એટલે સાચો ક્ષત્રિય એને માફી આપ્યા વગર ન રહે. શરણે આવેલાને સાચો ક્ષત્રિય બચ્ચો કદી ન મારે. જાતવાન હોય તે ગમે તેવા સંયોગામાં પોતાની ઉત્તમતા ચૂકતા નથી. ક્ષત્રિયોનો એ જાતિધર્મ જ છે કે ક્ષત થયેલાને, શરણે આવેલાને આશ્રય આપવો. શરણાગતની રક્ષા માટે તો ક્ષત્રિયોએ પ્રાણ આપ્યા છે; એ ક્ષત્રિયો પોતાને શરણે આવેલાને કદી મારે ખરા ? ન જ મારે. રાજ્ય જાય તો ભલે જાય. લુચ્ચાઓ રાજ્ય લઈ લેશે એ ભીતિથી ધર્મ કદી ન તજાય. આંજના ઇતિહાસકારો તો આવાની પણ ટીકા કરે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ 1387 ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 ૧૯૯ તે છતાં... રાણા પ્રતાપ ન નમ્યો ઃ રાણા પ્રતાપે બધા જુલમો સહન કર્યા, જંગલમાં ભટક્યો, અનાજ વિના બાળકો ભૂખ્યાં ટળવળે, ખાવા બેસે ને ભાગવું પડે, આ બધું છતાં મુસ્લિમ બાદશાહને એ નમ્યો નહિ. બાદશાહ એને નમવાનું પણ નહોતો કહેતો, ફક્ત સંધી કરવાનું જ કહેતો હતો પરન્તુ એવા અધર્મી સાથે સંધી પણ એને મંજૂર ન હતી. ‘બધું જાઓ પણ ધર્મ ન જાઓ' એ જ એનો સંકલ્પ હતો. સભા ‘એણે દેશકાળ ન જોયો ?’ દેશકાળ જોઈને સગવડિયો બન્યો હોત તો એનું નામ ઇતિહાસમાં ન લખાત. રાણા પ્રતાપનું નામ આજે કેમ ગવાય છે ? એના યોગે તો ક્ષાત્રવટ જીવતી રહી. બીજા બધાએ બાદશાહની ગુલામી સ્વીકારી ક્ષાત્રવટને કલંકિત કરી. માનસિંહ જ્યારે બાદશાહ તરફથી મોટી સેના સાથે આવ્યો અને તેને સમજાવવા પ્રયત્ન કરે છે ત્યારે ખોબા જેટલા સૈનિકો છતાં રાણા પ્રતાપે તેને સંભળાવ્યું છે કે-‘કુલાંગાર ! તારું મોં ન બતાવ.' આ ક્યારે બોલાય ? જ્યારે ધર્મની કિંમત હોય ત્યારે. જેને ધર્મની કિંમત હોય તે પ્રશસ્ત કષાયોની કિંમત સમજે : જેને ધર્મની કિંમત હોય તેને પ્રશસ્ત કષાયોની કિંમત સમજાવાય. અહીં કેટલાક તો એવા ભેગા થાય છે કે જે શાસ્ત્રનીં ઊંચી વાતો જીરવી શકે નહિ. સારી વાતોનો દુરુપયોગ કરવાનું જ તેઓ શીખ્યા છે. એવાઓના હાથમાં કોઈ એવી સામગ્રી આપણે નથી આપવા માગતા કે જેથી પોતાના હાથે જ તેઓ દાવાનળ સળગાવે. રત્નત્રયીના મહિમાને સમજો પછી જ પ્રશસ્ત કષાયોના દૃષ્ટાંતોમાં તમને મજા આવે અને એના હેતુઓ આપોઆપ સમજાય. રત્નત્રયીના રક્ષણ માટે જે કાંઈ કરવું પડે તે બધું કરાય. યુદ્ધભૂમિમાં બાણ પ્રમાર્જે તે સાચા બળવાન નથી ? શાસ્ત્ર તો એને જ સાચા બળવાન કહે છે. રસ્તે જનારા નબળા પોચાને જે રહેંસી નાખે તે બળવાન નહિ પણ રાક્ષસો છે. આટલી વાતમાં જેને મૂંઝવણ થઈ ગઈ તે યુદ્ધભૂમિમાં રાજાઓ પડિક્કમણું કરતા હતા એ વાત સાંભળે તો હેબતાઈ જ જાય ને ? એને તો એમ જ થાય કે યુદ્ધમાં વળી પડિક્કમણું ક્યાંથી આવ્યું ? ધર્મનિષ્ઠ મંત્રીની વફાદારી : એક રાજા કોઈ સમયે કારણસર પોતાના રાજ્યની બહાર ગયો છે અને બરાબર સમય જોઈને તે જ વખતે દુશ્મન રાજા ચઢી આવ્યો છે. રાણીએ મંત્રીને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1388 બોલાવી સલાહ માગી કે હવે શું કરવું ? મંત્રી કહે હુકમ હોય તો સૈન્ય લઈ સામો જાઉં. રક્ષણ કરવા માટે જવાનું નક્કી કર્યું. રાણી અને મંત્રી સૈન્ય લઈ સામે જવા નકળ્યા. મંત્રીને સુકાન સોંપ્યું. માર્ગમાં વહેલી સવારે મંત્રી પ્રતિક્રમણ કરે છે, તે એક સૈનિકે જોયું. રાણી પાસે જઈને એ સૈનિકે કહ્યું કે-“એ એચિંદિયા; બેઇંદિયા કરે છે, તે યુદ્ધમાં શું ઉકાળશે ? ત્યાં તો પંચિંદિયા સામે શસ્ત્રો ચલાવવાનાં છે.' રાણી પણ આ સાંભળી મૂંઝવણમાં પડી ગઈ, પણ હવે શું થાય ? તાજું જ સુકાન સોંપ્યું તે એકાએક પાછું પણ કેમ ખેંચાય ? યુદ્ધ થયું અને એ જ મંત્રી દુશ્મન રાજાને બાંધીને રાણી પાસે લઈ આવ્યો. રાણી ખુશ થઈ ગઈ. દુશમન રાજાએ શરણાગતિ સ્વીકારી એટલે સુધી કરી છૂટો કર્યો. પછી પોતાની શંકા ટાળવા મંત્રીને પૂછ્યું કે “મંત્રીશ્વર ! એગિદિયા બેઇંદિયાની ચિંતા કરનારો પંચિંદિયા સામે શસ્ત્રો કેવી રીતે ચલાવે ? આ તમારી વાત સમજાતી નથી. મંત્રીએ કહ્યું- મહારાણીજી ! આ કાયા આપને સોંપી છે પણ મન-વચન તો ધર્મને સોંપ્યાં છે. નોકરીને વફાદાર રહી દુશમનને ભલે બાંધી લાવ્યો; પરંતુ એના પ્રત્યે કોઈ દુશ્મનાવટનો ભાવ નથી, કેવળ ફરજનું પાલન છે. મારા એચિંદિયા, બેઇંદિયા જ એ બધું મને શીખવાડે છે. ચોરને પણ શાહુકાર બનાવ્યો : દુનિયામાં પેટ ખાતર બધું કરવું પડે તો પણ મન-વચનને બગાડવાં એવો કાયદો નથી. પંચેંદ્રિયને બાંધે, તેના પર.પ્રહાર કરે અને તેને ઘટતી શિક્ષા પણ કરે; પરન્ત પંચેંદ્રિયને મારું તો બીજા એકેંદ્રિય આદિના શા હિસાબ ? એવા ગોલા હિસાબ ગણાય? એક અપરાધી આંગણે આવ્યો ને ઘરમાંથી વસ્તુ ઉઠાવી જવાની પેરવીમાં છે અને ઘરમાં રહેનારની ઘરની તથા ઘરની મિલકતની મમતા છૂટી નથી તો બનવા જોગ છે કે પેલા પર ગુસ્સો પણ આવે, એને શિક્ષા કરવાનું મન પણ થાય અને શિક્ષા કરે પણ ખરો. જો મૂર્છા ન હોત તો તેને લઈ જવા દેત, તેને શિક્ષા ન કરત. વિચાર કરતા કે “આવી તુચ્છ વસ્તુ માટે ગુસ્સો શું કરવો ? ભલે બિચારો એ લઈ જતો. આ તો મૂર્છા છૂટતી નથી, આના વિના ચાલતું નથી માટે ગુસ્સો આવી જાય છે. બાકી તો હું પામર છું માટે મને એ અપરાધી દેખાય છે.” નહિ તો પોતે જાતે અપરાધી બની મને પરિગ્રહથી મુક્ત બનાવી શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગમાં સહાયક બને એના જેવો બીજો સારો મિત્ર કયો હોય ?' આવી ભાવના થવી જોઈએ. સાચા દિલે ચોરને પણ જો આવું કહેવામાં આવે તો એ પણ મૂંઝાઈ વિચારમાં પડે. પ્રભવ ચોરને શ્રી જંબુસ્વામીએ આ રીતે જ શાહુકાર બનાવ્યો. Page #222 -------------------------------------------------------------------------- ________________ 1989 - ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - ૭૩ - ૨૦૧ પ્રભવ અને જંબુવામી : પ્રભવે જંબુકુમારના આવાસમાં પ્રવેશ કરી, આવેલા અનેક મહેમાનો તથા ઘરના સર્વે ઉપર અવસ્થાપિની નિદ્રા મૂકી ત્યારે શ્રી જંબુકુમારને એની અસર ન થઈ. તેમણે તરત પ્રભવને કહ્યું કે “પ્રભવ હું જાગતો છું. તારી વિદ્યાની મારા પર અસર નથી. વળી તું જે લેવા આવ્યો તે કશાની મને દરકાર નથી. આ બધી મિલકત અને આઠે સ્ત્રીઓને મૂકીને કાલે સવારે હું ચાલી નીકળવાનો છું. પણ અત્યારે આ બધા મારા વિશ્વાસે ઊંઘી રહ્યા છે માટે તને ચેતવું છું કે તારાથી કાંઈ લઈ શકાશે નહિ. તરત પ્રભવને વિચાર થયો કે-“આ માલિક મૂકવા માગે છે અને હું ચોટ્ટો લેવા માગું છું. એ વાણિયો અને હું ક્ષત્રિય છું. પરન્તુ સાચો ક્ષત્રિય તો એ છે ! પ્રભવ પણ તરત ચેતી ગયો અને જંબુકુમારની પાછળ દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. તેના સાગરીત પાંચસો ચોર પણ તેની સાથે જ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. મમતા છૂટે અને ખુલ્લા દિલે ચોરને જો આ રીતે કહેવાય તો એ પણ છોડવા તૈયાર થઈ જાય અને એને પણ ગુસ્સો ન આવે; પરંતુ એક તરફ ચોરને આ રીતે વાતમાં રોકી રખાય અને બીજી તરફથી પોલીસને બોલાવી લેવાય તો આમ ન બને અને રખે ચોરને જો એ વાતની ખબર પડે જાય તો હથિયારનો ઘા કરી નાસી છૂટે. -એમને મન શાસ્ત્રોની કંઈ વાત અતિશયોક્તિ નથી ? 'એ લોકોને શાસ્ત્રોની વાતો અતિશયોક્તિ લાગે છે અને તે લાગે જ, કેમકે 'પાપી જીવો માટે શાસ્ત્રની એક એક વાત અતિશયોક્તિ છે. શાસ્ત્ર તો કહે છે કે : “સંસારમાં રહેવું પડે તો રહેવું પણ રાચવું નહિ. સંસારમાં રહ્યા છતાં જે રાચે નહિ તે જ સમ્યગ્દષ્ટિ, બીજા નહિ. સમ્યગ્દષ્ટિ છે કે જે તપાવેલા લોઢાના કાયા પર જે રીતે રહેવાય તે રીતે રહે.” આ બધી વાતો એમને અતિશયોક્તિ - ના લાગે ? એમને માટે શાસ્ત્રની કઈ વાત અતિશયોક્તિ નથી? | ( શાસ્ત્ર કહ્યું કે “દેવ તો તે કે જેનામાં રાગદ્વેષનો અંશ પણ ન હોય; આ વત એ માનશે? ( શાસ્ત્ર કહ્યું કે- સાધુ છે કે જે પાપની-સંસારની વાત પણ ન કરે,” આ વાત એ માનશે ? શાસ્ત્ર કહ્યું કે કરેલું, કરાવેલું, અનુમોદેલું સાધુને ન કલ્પ, સાધુ તો નવકોટિ શુદ્ધ આહાર કરે; આ વાત એમના ગળે ઊતરશે ? Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ 1390 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શાસ્ત્ર તો કહ્યું કે-‘સીતાએ રાવણ સામે આંખનું પોપચું પણ ઊંચું નથી કર્યું;' ત્યાં તો એ કહેશે કે ‘આ કેમ બને ?’ એ તો જેવો પંડ તેવું જગતને જુએ. વીસમી સદીમાં જન્મેલા અને એકવીસમી સદી તરફ દોડી રહેલા તેમને આ બધી વાતો અતિશયોક્તિભરી જ લાગવાની. એ લોકો પોતાને ગમે તેટલું જ અને પોતાના વિચારો મુજબનું જ લખતા હોય તોયે ધૂળ નાંખી. પણ વાણી, વિચાર, હૈયું, જાત ને આત્મા એ બધું વેચીને લખતા હોય ત્યાં શું થાય ? એવાને કોણ સમજાવી શકે ? ભાડૂતી લેખકો પાસે લખાવનારાને જાહેરમાં આવવું પડશે ત્યારે જાતે પાખંડી હોય તેને સમજાવાય પણ એની પાછળ પાછળ દોરાનારાં ગાડરનાં ટોળાંને ન સમજાવાય. કુમત કાઢનારો પાખંડી તો દલીંલથી સમજે પણ ખરો; પરંતુ પેલા અભણોને શું સમજાય ? છાપાની કૉલમો ભરનારા બધા વેચાણ થઈ ગયેલા હોય છે. કોઈ, માણસના, કોઈ સ્ત્રીના, કોઈ નોકરના તો કોઈ અર્થકામના વેચાણ છે. એમને સમજાવવા જાઓ તો તરત કહેશે કે-‘અમને કોઈના ૫૨ અંગત વૈર નથી, અમારે કોઈ પોતાના કે કોઈ પારકા નથી, બધા સમાન છે. જ્યાંથી રૂપાની ગોળીઓ મળે ત્યાં અમે ઢળવાના. ત્યાંથી મહિને સો મળે છે, તમે સવાસો આપો તો તમારું લખવા માંડીએ.' આપણે એમને પૂછીએ કે-‘પછી પેલો દોઢસો આપે તો ?' તો કહેશે કે-‘તો તરત ત્યાં જાઉં ? મેં કોઈની કંઠી બાંધી નથી.’ હવે આવા લેભાગુ ભાડૂતીઓનું જેમણે શરણું લીધું છે, તેઓ મહિને કે છ મહિને પણ પસ્તાય નહીં તો કહેજો. આપણે તો જે હૈયે હોય તે બોલે અને લખે એવા જોઈએ. બાકી આવા લેભાગુઓની ટીકાની કોઈ કિંમત નથી. લખાવનારા પણ એવા હોશિયાર છે કે એ છૂપા જ રહે છે. એ સમજે છે કે બહાર આવ્યા તો નામોશી આવશે. જે દિવસે પુરવાર થશે કે લખાવનારા ફલાણા હતા તે દિવસે એ અદૃશ્ય થવાના; અથવા તો જાતનો બચાવ કરવાના કે-‘અમે વળી આવું લખાવતા હોઈશું ? ક્યાં ભગવાન સર્વજ્ઞદેવનું શાસન અને ક્યાં આ લખાણ ? આ તો કોઈ લેભાગુઓનાં લખાણ છે જેની સાથે અમારે કાંઈ લાગતુંવળગતું નથી.' પછી સામસામા એકબીજાને જુઠ્ઠા કરાવવાની કોશિશ કરે અને એક પ્રકારનું નાટક ભજવાય. પણ આવું બધું બનવાને હજી વાર છે. આવા માણસો માટે આખરે તો એ જ અંજામ છે પણ તેને સમય લાગશે. હજી દીવાલો તૂટી નથી, ભેદભરમ ભંગાયા નથી. તમે એવું બોલો કો એમને ખુલ્લા થઈને બહાર આવવું જ પડે. Page #224 -------------------------------------------------------------------------- ________________ 1391 - ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – – ૨૦૩ દરેક વાતના ખુલાસા કરવા પડે. શાસનના વિરોધીઓનું બધું કૌવત બહાર કઢાવવું જ પડે. પાખંન્ને સાફ કરવાની વાત છે, પાખંડીને નહીં? ભયંકર રોગીને આકરા જુલાબ આપવા પડે. ગંધાતા મળ બહાર નીકળે પછી જ વૈદ્ય એમને દવા આપે. આપણે પણ એમના હૈયાની વાતો કલ્પીને શાસ્ત્રના ઓઠે રહીને બધી ખુલ્લી કરવી જોઈએ. એકલા શાસ્ત્રથી પાખંડી કદી નહીં લાગે. મ્યાનમાં રહેલી તલવાર તો ફક્ત દેખાવ પૂરતી કામની. એ જ્યારે બહાર ખેંચાય ત્યારે જ દુશ્મન ગભરાય. એ તલવાર ધારદાર, પાણીદાર અને તેજદાર એવી હોય કે અમાસની અંધારી રાત્રે પણ ઝબકારા મારે. એ તલવાર ફરે ત્યારે વચ્ચે આવનાર કોઈ બાકી ન રહે. આપણે પણ એમની એક એક વાત સેંકડો રૂપે બહાર મૂકી શાસ્ત્ર અને દલીલો રૂપી તીક્ષ્ણ તલવાર ફેરવી એ વાતોના, કુતર્કોના એવા ટુકડા કરવાના છે કે એમનાં બધાં પાખંડ સાફ થઈ જાય. અહીં પાખંડ સાફ કરવાની વાત છે, પાખંડીઓને નહીં. માટે કોઈ અવળો અર્થ ન કરતા. શાસ્ત્રનો જ્ઞાતા શાસ્ત્ર વાંચે અને એ સાંભળીને પાપી જીવો કંપે નહીં એ બને ? શાસ્ત્ર વંચાય ત્યાં હાજર હોય એ પાપી જીવો તો કંપે પણ જે ઘેર બેઠા હોય તે પણ એ વાતો અન્યના મુખેથી સાંભળીને ધ્રુજે. અઢાર પાપસ્થાનકમાં ખેંચેલી દુનિયા પાસે શાસ્ત્ર વંચાય ને જો સાંભળનારા ઊંચાનીચા ન થાય તો પાપ ઘસાય શી રીતે ? તાજા રોગીને સામાન્ય દવા આપે તો પણ ચાલે પણ અનાદિના વ્યાધિગ્રસ્ત, અનંતાનંત રોગથી ભરેલા અને ગાઢ મિથ્યાત્વથી વાસિત એવા દર્દીને દવા કેવી અપાય ? આ તો નિહ્નવપણાનો ચાંદ આપોઆપ લઈને બેઠેલા છે. ભગવાને તો તેમના શાસનમાં સાત નિહ્નવો ગણાવ્યા પણ આજના આ તો એવા નિહ્નવો છે કે જેમની સંખ્યાનો પાર નથી. એમનાં નામ કેટલાં ગણવાં? ખતમ કરી નાખવાની ધમકી : મારી વાતો સાંભળીને ઘણાંને ગભરામણ થાય છે. પણ હું કહું છું કે “જો શ્રી જિનેશ્વરદેવની વાણી હું વાંચું અને એ સાંભળીને પાપી જીવોને ગભરામણ ન થાય તો તો ખરેખર મને જ ગભરામણ થાય કે રખે હું ક્યાંય બોલતાં ભૂલ્યો તો નથી ને ?' આગળ આચાર્યોની દેશનામાં છયે દર્શનના વાદીઓ આવીને ગોઠવાઈ જતા. આચાર્યની આજુબાજુ બળવાન અને મજબૂત સાધુઓ બેસી જતા. એ સમજતા કે આચાર્ય દેશના આપવા બેઠા એટલે બોલ્યા વિના રહેવાના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1992 નહીં. કુદર્શનોનું મૂળથી જ ઉમૂલન કરવાના. તે વખતે સામાને ગુસ્સો તો ઘણો આવે પણ દલીલ વિના નિરુત્તર રહેતા. બહાર જઈને બોલબોલ કરતા, “આને ખતમ કરી નાંખીશું” એવી ધમકી પણ ઉચ્ચારતા. એ આચાર્યો ભાગ્યના જોરે જ જીવતા. અત્યારે તો એમાંનું કાંઈ નથી. એવા રાજા અને આચાર્ય પદભ્રષ્ટ થવા યોગ્ય છે? આચાર્ય હોય અને પાપી ન કંપે તો માનવું કે એ આચાર્ય પદભ્રષ્ટ કરવા લાયક છે. જેમ છતે રાજાએ ચોર, ઉદ્ધવગીર કે બદમાશો કંપે નહીં તો એ રાજા પદભ્રષ્ટ કરવા યોગ્ય છે. નગરમાં ચોર લોકો લહેરથી ફરતા હોય તો માનવું કે રાજા એમાં ભાગિયો છે; બાકી રાજાની હાજરીમાં ચોર તો કંપે જ. જૈનશાસનમાં આચાર્ય એ રાજા છે. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, આશ્રવનાં ખાતાં ખોલનારા, શાસ્ત્ર માટે એલફેલ બોલનારાઓની જો આચાર્ય જ પીઠ થાબડે તો માનવું કે એ પણ એમાં ભળેલા છે. પાપી જો ધર્મીથી ન ડરે તો કોનાથી ડરે ? સાધુની વાત તો દૂર રહી પણ સાચા શ્રાવક પાસે પણ ધર્મનો વિરોધી જતાં કંપે. શાસ્ત્રને હંબગ કહેનારો એના આંગણે પગ પણ ન મૂકી શકે. હજારોને પાળનારો અને સાધર્મિક ભક્તિમાં આંગણે પધારેલાને જાતજાતની વાનગીઓ જમાડનારો શ્રાવક પોતાને એક પાઈ પણ નહિ આપે એવું ધર્મવિરોધી પણ માને. શ્રાવકની આ ખ્યાતિ હોય. ભૂખે મરતા ધર્મવિરોધીને શ્રાવકને આંગણે જતાં હિંમત ન ચાલે. અનેક કવિઓએ રાજાના બે ગુણ વર્ણવતાં કહ્યું છે કે- “બીમાન્ત'Tom રાના' - એની એક આંખમાં પ્રીતિ અને બીજી આંખમાં ભીતિ. સારા માણસને રાજા પાસે જતાં આનંદ થાય કેમકે સજ્જનો પ્રત્યે એની દૃષ્ટિ પ્રસન્ન હોય છે. સજ્જનોને એની પાસે આવતાં ભય ન લાગે પણ પ્રેમ ઊપજે; પરંતુ થોડા ગુનેગારને એની પાસે જતાં ભય લાગે. દરેક પાપીને તો રાજા ભયંકર લાગે. પાપી અને ધર્મી બંનેને રાજા કે સાધુમહારાજ પાસે જતાં કશો તફાવત ન લાગે તો સમજવું કે રાજા પણ પોલા અને એ સાધુ પણ પોલા. સભાઃ “વિરોધીને સુધારવા માટે પ્રેમ ન બતાવાય ?' અહીં સુધારવા માટે પ્રયત્ન કરવાની કે એ માટે મેળ રાખવો પડે તો રાખવાની ના નથી પાડી. સુધારવા માટે ઘરમાં લાવી હૈયાસરસો ચાંપી કેસરિયા દૂધના પ્યાલા પાઓ તેની ના નથી; પણ એને સુધારવા જતાં તમને એ બગાડી ન જાય તેની કાળજી પહેલી રાખજો. ખરી રીતે જોવા જાઓ તો સુધારવાનો એ Page #226 -------------------------------------------------------------------------- ________________ 1398 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - g૩ - ૨૦૫ સાચો રસ્તો જ નથી. તમારી પાસે આવતાં એને ભય ઊપજે એ જ એને સુધારવાનો સાચો માર્ગ છે. શાસ્ત્રનો અર્થ ઃ શાસન સ્વીકારે તેની રક્ષા કરે ? શાસ્ત્રનાં એક એક વચન બહુ વિચારપૂર્વક લખાયેલાં છે. એ વચનથી ધર્મીને આનંદની છોળો ઊછળે અને અધર્મીને કંપારી છૂટે. શાસ્ત્રનો વ્યુત્પત્તિ અર્થ જ એ છે કે शासनात् त्रायते इति शास्त्रम् । શાસ્ત્ર પૂર્વે શાસન-હુકમ કરે અને જે એના શાસનને એટલે હુકમને માને તેનું રક્ષણ કરે. રાજ્યનો પણ કાયદો એ કે પહેલાં એ કાયદો કરે, હુકમ કાઢે, એ જે પાળે તેની એ રક્ષા કરે અને એનો જે ભંગ કરે ને એ શિક્ષા કરે. શિક્ષામાં દંડ, કેદ, દેશનિકાલ અને ફાંસી એ બધું આવી જાય. જેવો ગુનો તેવી સજા. નીચલી કોર્ટે કરેલા હુકમનો પણ અમલ તો થાય જ. હુકમ તે હુકમ. અપીલ કરવી હોય તો દંડ તો ભરી દેવો પડે. જેલ થઈ હોય તો જામીન આપવા પડે. પછી અપીલ સંભળાય. હુકમનો અમલ તો પહેલો થાય જ. હાઈકોર્ટે પણ જોવાનું શું ? નવ્વાણું ટકા તો નીચલી કોર્ટે જે કર્યું હોય તે બહાલ જ રાખવાનું હોય. કાયદાની બારીમાં ગુનેગાર બચતો હોય તો તેને એનો લાભ આપવો એટલું જ હાઈકોર્ટ જુએ. બાકી નીચલી કોર્ટની કાર્યવાહી માને તો સાચી જ. દરેક કાયદા નીચે એના ભંગ માટેની સજા લખેલી જ હોય. અહીં ગંદકી ન કરવી” એવાં પાટિયાં ચોડે ત્યાંય એના ભંગ માટેની સજા નિયત. સજા બે જાતની. દંડ અને જેલ. અધિકારીને ફાવે તે સજા કરે. એક કરે અથવા બેય કરે એ એની મરજીની વાત. એ જ રીતે આ શાસનના હુકમને ન માને, એનો ભંગ કરે, એને પણ સજા થાય. એને શાસન બહાર પણ મુકાય. શાસનના હુકમને માન્યા પછી ભૂલ કરે તેણે શિક્ષા (પ્રાયશ્ચિત્ત) માટે તૈયાર રહેવું જોઈએ; અને એ જ રીતે જે શાસનનું પાલન કરે તેને માટે શાસ્ત્ર રક્ષા કરવા તૈયાર છે. રાજાએ ઉઠાવગીરોથી શાહુકારોની રક્ષા માટે રાજ્યમાં પોલીસ ગોઠવી છે. શાસ્ત્ર વાંચતાં જો શાસન (આજ્ઞા) ન સમજાય તો વાંચનારની ખામી સમજવી. શાસ્ત્રમાં જેવું હોય તેવું જ એ વાંચે. “સમયગ્દષ્ટિ છે કે જે સંસારને ખોટો કહે આમ જ એ વાંચે. “કોઈ સંસારને ખોટો કહેવાની ના કહે તો એ સમ્યગ્દષ્ટિ નહિ' એમ શાસ્ત્રનો જ્ઞાતા કહેતાં અચકાય નહિ. શાસ્ત્ર વાંચતાં ધર્મીને આનંદ ન થાય અને પાપી ગભરાય. નહિ તો માનવું કે વાંચનારમાં વાંચવાની તાકાત Page #227 -------------------------------------------------------------------------- ________________ 1394 ૨૦૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નથી. ધર્મની વાત આવે ત્યાં અધર્મીને પોતાનો નંબર ગયો એમ જ લાગે. શાળામાં ઊંચા નંબરનો રસિયો વિદ્યાર્થી તો વાંચીને ગયો હોય તોયે ગભરાય કે કોણ જાણે શું પૂછશે ! નહિ આવડે ને નંબર જશે તો ! ઠોઠ વિદ્યાર્થીને નંબરની પરવા ન હોય. એ તો કહેશે કે-ડાબેથી જમણે જવું છે જ કોને ? પૂછનાર શિક્ષકને પણ થકવીએ નહિ તો અમે વિદ્યાર્થી શાના ? સભા: “આજે તો માસ્તર મારે તો એ એમનો ગુનો ગણાય છે.? . નઠોર વિદ્યાર્થીનો એ ગુણ છે કે એ એમ જ બોલવાના અને તો જ એમનું મનસ્વી વર્તન એ ચલાવી શકે. હૈયાથી ભૂલેલાને સમજાવાય પણ ભાડૂતીને ન સમજાવી શકાય. પ્રભુશાસનના સંતોષરૂપ નંદનવનની સહેલ કરવા ઇચ્છનારે ઉપરની બધી વાતો સમજી વિચારી તેને અનુરૂપ વર્તન માટે તૈયારી કરવી પડશેએ વિષયમાં વધુ હવે પછી. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪: ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૫, બુધવાર, તા. ૧૯-૩-૧૯૩૦ 94 • સંતોષનો આધાર ચિત્તની પરિણતિ : • શ્રી સંઘના ચિત્તમાં સુદ્રતાને અવકાશ નથી : • આજે દોષનો ટોપલો વાત વાતમાં બીજા પર ઓઢાડાય છે : • ધર્મની સામેનાં આક્રમણનો તો પ્રતિકાર જ કરવો જોઈએ : • શુદ્ર વિચારોવાળાની દશા : ૦ આ શાસનના કાયદા સુંદર છે : • શું બોલાય અને શું મનાય તે સમજો.! • શ્રી સંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય ? જેમ માણસ મોટો તેમ ગંભીર વધારે : • સિંહની ઉદારતા અને ઉત્તમતા એ એની મોટાઈનાં લક્ષણ છે : • વાલી મુનિએ રાવણને શિક્ષા કેમ કરી ? • ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય : • ધર્મને મેલો ન કરવા દેવાય : - સમ્યક્ત શું કામ કરે છે ? • આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી : તીર્થકરોની વિશ્વશ્રેષ્ઠ સમૃદ્ધિ : • સાવઘાચાર્યનો આત્મા હાર્યો અને માનકષાય જીત્યો : તો અમારામાં શાસન ક્યાં રહ્યું ? • સૂર્યનો તો એ ગુણ જ છે કે-એ પ્રકાશ ફેલાવે જ : ૦ કમળ કાદવથી તેમ ગુરુ ગૃહસ્થથી નિર્લેપ રહે : • તો... સમજવું કે સાધુને સંનિપાત થયો છે : • દુ:ખ રોવા આવનારને મુનિ શું કહે ? આ સંસારમાં બેકારી તો શાશ્વત છે : • બેકારીનું મૂળ તપાસો : • ગૃહસ્થનું ઘર : • એ... દુઃખી થાય એમાં દોષ કોનો ? ૦ આવા સમયધર્મીઓને કોણ સમજાવે ? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 15 સંતોષનો આધાર ચિત્તની પરિણતિઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના સંતોષરૂપ નંદનવનનું હવે વર્ણન કરે છે. મેરૂના નંદનવનનો આનંદ જેમ દેવો તથા વિદ્યાધરો જ અનુભવી શકે છે તેમ શ્રી સંઘરૂપે મેરૂના સંતોષરૂપ નંદનવનનો સંપૂર્ણ આનંદ તો સાધુઓ જ મેળવી શકે છે. એ સંતોષની વિચારણા કરતાં જરૂરી આપણે ચિત્તની વિચારણામાં આવવું પડે છે કેમકે એ બધાની પરસ્પર સંકલના છે. બધે વસ્તુ તો એક જ છે. શ્રી સંઘરૂપ મેરૂનાં ચિત્તરૂપી કૂટો નિયમરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાયાં છે. નિયમ તે છે કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય. એવા નિયમરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાય ત્યારે સંઘનાં ચિત્તો ઊંચા (ઉત્તમ-આધ્યાત્મિક) બને છે ! શ્રી સંઘનાં ચિત્તો કદી અધમ, લાલસાવાળાં, તુચ્છ ઇચ્છાઓવાળાં ન હોય. એ ચિત્તો ક્ષુદ્ર પણ ન હોય. શ્રી સંઘના ચિત્તમાં દરેકના ભલાની જ ભાવના હોય પણ કોઈના બૂરાની ભાવના ન હોય. “કાલે તે મને આમ કહ્યું હતું, ને પરમદિવસે તેમ કહ્યું હતું” એવા વિચારો શુદ્ર લોકોને આવે. એ દુર્ગાન છે. શ્રી સંઘનાં ચિત્તો એવા દુર્ગાનથી પર હોય છે. શ્રી સંઘના ચિત્તમાં શુદ્ધતાને અવકાશ નથી ? સિંહ જંગલનો રાજા કહેવાય છે. વનરાજના નામે એ ઓળખાય છે. નાનાં પ્રાણીઓ પર એ કદી તરાપ મારતો નથી. હાથી એની પાસે આવતાં ગભરાય પણ શુદ્ર જીવો તરફ તો આંખ ઊંચી કરીને દૃષ્ટિ પણ એ કરતો નથી. એને કોઈનો ભય નથી. હજારો ક્ષુદ્ર પ્રાણીઓ ચારે તરફ ફરતાં હોય પણ એ સદા નિર્ભય હોય છે. ક્ષુદ્ર જંતુઓની દોડાદોડીથી ગભરાય તો એ રાજા શાનો ? જેને શુદ્ર જંતુઓની ચિંતા નથી તેને શુદ્ર વિચારો પણ સતાવતા નથી. અહીં પણ જે શુદ્ર ચિંતાઓમાં પડે તે આગમને તથા એના માર્ગને ભૂલે. રાજ્યનું રક્ષણ કરી રહેલા રાજાની પ્રવૃત્તિ તરફ દૃષ્ટિ જ નથી હોતી. એ સમજે છે કે પામરો માટે તો આંખનું પોપચું ઊંચું કર્યું કે બસ ! એ ચૂપ થઈ બેસી જવાના. સિંહની એક ત્રાડથી જંગલનાં તમામ જાનવરો ન માલૂમ ક્યાં છુપાઈ જાય છે. એની ત્રાડથી હાથી જેવા પણ ભાગે તો અન્ય ક્ષુદ્ર જંતુઓનું તો પૂછવું જ શું ? પોતાના બળ પર એ મુસ્તાક છે તેથી ક્ષુદ્ર વિચારો અને આવતા જ નથી. જંગલી જાનવરોમાં પણ જે મોટા કહેવાય છે તેનામાં આ ગુણ છે. ક્રૂરતાને લઈને એ મોટા નથી કહેવાતા પણ આ ગુણને કારણે એ મોટા કહેવાય છે. એનામાં ક્રૂરતા છે પણ તેનો ઉપયોગ એ સ્થાને જ કરે છે, જ્યાં ત્યાં નથી કરતો. ભૂખ્યો ન થાય ત્યાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94 સુધી સિંહ કોઈનો શિકાર નથી કરતો, એ પડ્યો જ રહે છે. એવા એક જ દીકરાથી સિંહણ સુખે સૂએ છે; એને ભયનું નામનિશાન પણ નથી. જ્યારે અનેક બચ્ચાં છતાં ભૂંડણ ભયભીત થઈને ફરે છે અને એને વિષ્ટા ગૂંથવી પડે છે. સિંહ જેવો એક જ દીકરો જેને પેદા થાય તેની માતા નિર્ભય થઈ ગઈ; એની દૃષ્ટિ ક્ષુદ્ર તરફ ન હોય. એ જ રીતે શ્રી સંઘનાં ચિત્ત એવાં ઉત્તમ હોય કે જેમાં ક્ષુદ્રતાને અવકાશ જ ન હોય. 1397 ૨૦૯ આજે તો ક્ષુદ્ર વિચારોનો અંત જ આવતો નથી. એ કચરો સાફ કરવામાં જ જિંદગી સાફ થઈ જાય તેમ છે. ક્ષુદ્રતાને કારણે આવતા અધમ વિચારો અધ્યાત્મનો નાશ કરે પણ વિકાસ ન કરે. ગમે તેણે ગમે ત્યારે ગમે તેટલું બગાડ્યું હોય’તે શ્રી સંઘને યાદ જ ન આવે; કદી યાદ આવે તો તેની અસર ન થાય અને કદાચ અસર થાય તો પણ તેનો અમલ તો ન જ થાય. આ પોતાની જાત માટેની વાત છે, પોતાની અંગત વાત છે. પ્રભુના માર્ગ પર આક્રમણ થાય ત્યાંની વાત નથી; કેમકે અશભોદય જાતને છે, માર્ગને નથી. આજે દોષનો ટોપલો વાતવાતમાં બીજા પર ઓઢાડાય છે પોતાનું બગાડવાની કોઈનામાં તાકાત હોય એવું સંઘમાં રહેલો માનતો જ નથી. પોતાની આબાદી કે બરબાદીનું કારણ એ પોતાને જ માને છે. ‘ફલાણાએ મારું બગાડ્યું’ આ ભાવના આવી કે પરિણામ બગડ્યાં. હૈયું અધમતાને પંથે વળ્યું. સંગમે ઘણા ભયંકર ઉપસર્ગો કર્યા પણ મહાવીર પ્રભુના હૃદયમાં તેની કાંઈ જ અસર નહીં કેમકે-‘આ સંગમ કરે છે' એવું માને તો અસ૨ થાય ને ? ભગવાન તો માને છે કે સંગમ તો બિચારો નિમિત્ત છે, મારા કર્મે જ એને ઘસડી આણ્યો છે. આજે તો પોતાનું જરા પણ ખરાબ થાય એટલે દોષનો ટોપલો વાતવાતમાં બીજા ૫૨ ઓઢાડાય છે. દરિદ્રીઓ શ્રીમંતોનો વાંક કાઢે છે. પોતે કમાય નહિ, કમાઈ શકે નહિ, એમાં પણ એ બીજાનો જ વાંક કાઢે. એને પૂછો કે જો બધાથી જ તારું બગડે છે તો તારાથી બીજાને શું થાય છે ? એનો જવાબ એ નહિ આપે. જો બધાથી એનું બગડતું જ હોય તો એ પહેલા નંબરનો નાલયક જીવ હોવો જોઈએ. જૈનસંઘ અને જૈનશાસન એ શું ચીજ છે એની એને ગતાગમ જ નથી. અહીં દર્શાવેલાં એક એક રૂપક જો બરાબર વિચારાય તો એ વિચારણામાં વર્ષો વીતી જાય. અને એમાંના એક રૂપકનું પણ અનુકરણ થાય તો બેડો પા૨ થઈ જાય કેમકે વાત તો બધામાં એક જ છે. ધર્મની સામેના આક્રમણનો તો પ્રતિકાર કરવો જ જોઈએ ઃ શ્રી સંઘનાં ચિત્ત એટલાં ગંભી૨, ધીર અને ઉદાર હોય કે એ કોઈને પોતાનું Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1398 બગાડનાર માને જ નહિ. શ્રી જિનેશ્વરદેવે કહ્યું કે આત્માના કેવળજ્ઞાનને કોઈ દાબી શકતું નથી તેમ કોઈ પ્રગટાવી શકતું પણ નથી. એને દાખનાર પણ તારો આત્મા છે અને એને ઉઘાડનાર પણ તારો આત્મા જ છે. કર્મરૂપ માટીમાં ભળ્યો છે માટે મલિન છે અને એ મલિનતામાંથી બહાર નીકળે એટલે શુદ્ધ થાય. “ફલાણાએ આમ કર્યું અને ઢીકણાએ આમ કર્યું” એ વિચારોની ક્ષુદ્રતા સંઘમાં રહેલાના ચિત્તમાં ન હોય. કર્મની આધીનતાથી એવા વિચાર કદાચ આવી જાય તોયે તેને ઉદ્દેશીને અમલ તો ન જ થાય. ફરીથી બરાબર સમજી રાખો કે આ આપણી જાત માટેની વાત છે, ધર્મ માટેની નથી. શુભોદય કે અશુભોદય તો આપણને છે, ધર્મને નથી. શ્રી સિદ્ધગિરિની યાત્રા બંધ કરવી પડી તો શાના કારણે ? એ આપત્તિ સિદ્ધિગિરિને હતી કે આપણને હતી ? માટે ધર્મની સામે આશ્મણ કરનારા મિથ્યાષ્ટિઓનો તો પ્રતિકાર કરવો જ જોઈએ. વસ્તસ્વરૂપ ન સમજવાથી ગોટાળા ઘણા થાય છે માટે વાતને બરાબર સમજો. ક્ષુદ્ર વિચારોવાળાની દશાઃ શુદ્ર વિચારોવાળાની દશા કેવી છે ? એ નવરા પડે કે એને શુદ્ર વિચારો આવ્યા જ કરે. કૂતરાં નવરાં પડે કે બેઠાં બેઠાં માખો માર્યા જ કરે. સિંહ કદી એવી ચેષ્ટા ન કરે. એ ભર્યા પેટે પડ્યો હોય ત્યારે પ્રાણીઓ ત્યાં આવી ગેલ કરે, અડપલાં કરે તોય એ પડ્યો પડ્યો જોયા કરે પણ પેલાંઓને કાંઈ ન કરે; કેમકે એમાં એને નાનમ લાગે છે. સિંહ સમજે છે કે “એ પ્રાણીઓ બિચારાં આવું વર્તન ન કરે તો એ શુદ્ર શાનાં ? અને હું પણ તેમના જેવો થઈને એવું વર્તન કરું તો ક્ષુદ્ર ગણાઉં! આ શાસનના કાયદા સુંદર છે : હૈયામાં જ્યાં સુધી ફલાણાએ આમ કર્યું તો હું પણ તેની સામે આમ કેમ ન કરું ?' એવી ક્ષુદ્રતા હોય ત્યાં સુધી સંતોષરૂપી નંદનવનનો આનંદ ન મળે ? એ કાંઈ રસ્તામાં નથી પડ્યો. સંઘની બેજવાબદાર વાતો કરનારાઓથી સાવધ રહેવું પડશે. આજે ઘણી જગ્યાએ શુદ્ર કલહો ચાલે છે. કોઈનું ભલું કરવું તે પણ કોઈના માટે નથી. વ્યાખ્યાન પણ કોઈના પર ઉપકાર કરવા માટે નથી. ઉપકાર તો બીજા જરૂર માને પણ વ્યાખ્યાતા પોતે પોતાનો સ્વ-ઉપકાર રહેલો જ છે. શ્રી તીર્થંકરદેવ પણ દેશના તીર્થકર નામકર્મ ખપાવવા માટે આપે છે, એમ શાસ્ત્ર કહ્યું. જો ઉપકાર માટે જ આપતા હોય તો મોક્ષમાં ગયા કેમ ? અહીં જ વધુ વર્ષો કેમ ન રહ્યા ? કર્મો પૂરાં થયા પછી એક પણ આત્મા અહીં ન રહ્યો. પોતાની જાતે જ ઉપકારીનો Page #232 -------------------------------------------------------------------------- ________________ 1999 - ૧૪ : ક્ષતા છો, સંતોષ કેળવો- 94 - - ૨૧૧ ચાંદ લગાડીને ફરવામાં ડહાપણ નથી. જરૂર, આપણા માટે શ્રી જિનેશ્વરદેવ તારક, ઉપકારક, ઉદ્ધારક એ બધું ખરું પણ તેઓ કદી એમ ન કહે કે-“અમે તમારા તારક.” જૈનશાસનની ખૂબી જ આ છે. આ શાસનના કાયદા જ સુંદર છે. શિષ્યની ફરજ ભક્તિ માગવાની ખરી પણ ભક્તિના પાત્રથી તેને એવું ન પુછાય કે-તે ભક્તિ કેમ ન કરી ? વસ્તુનું વર્ણન બધું થાય પણ એ વર્ણન કરતાં હૈયામાં પોતાના માટે ભક્તિની વાસના ન આવે. સામાના ભલા માટે બધું કહેવાય પણ પોતાના ઉત્કર્ષ માટે કશું ન કહેવાય. સભા: “વાંદવા ન વાંદવાના પ્રશ્નમાં શું સમજવું ?” વંદનના પ્રશ્ન તો વિધિવિધાન તથા સાંભોગિક-અસાંભોગિક માંડલીના વિચાર કરવા પડશે. એમાં ઘણા હેતુ છે. સમજદાર હોય તે એ સમજી શકે. પૂ. ઉપાધ્યાજી મહારાજા ફરમાવે છે કે જેઓ આ બધાં વિધિવિધાન અને માંડલીના સાંભોગિક-અસાંભોગિક વ્યવહાર આદિ ન માને, ન સમજે તે અજ્ઞાન છે. શું બોલાય અને શું મનાય તે સમજો આપણો મુદ્દો એ છે કે સંઘનું ચિત્ત છીછરું ન હોય, ક્ષુદ્ર ન હોય. કોઈ સારું કામ આવે ત્યાં “અમુકે શું કર્યું ?” એમ એના મનમાં ન આવે. નાનો આવીને કહે અને સારું લાગે તો અમે એની વાત સ્વીકારી લઈએ પણ તેથી એનાથી એમ ન કહેવાય કે હું શિખામણ દેવા આવ્યો હતો અને મહારાજે મારી શિખામણ માની.” તમે આવીને વાતો કરો ત્યારે નાનામાં કાંઈ બુદ્ધિ જ ન હોય એમ અમે ન માનીએ પણ શિખામણ દેવા આવ્યાની ડંફાશ તમારાથી પણ ન મરાય. નાનાએ આપેલી ચીજ મોટો સ્વીકારી લે પણ પોતે આપવા આવ્યાનો ડોળ નાનાથી ન કરાય. નાના મોટાને પાટલે બેસાડી જમાડે તેમ છતાં મેં એમને જમાડ્યા એમ ન કહે, ભક્તિ કરી એમ કહે. શેઠિયો ફૂલનો હાર રાજાને પહેરાવે અને અહોભાગ્ય પોતાનું માને. હાર તો રાજા પહેરે છે અને અહોભાગ્ય પહેરાવનાર પોતાનું માને છે. મોટો માણસ નાનાનો હાથ પકડે ત્યાં પણ નાનો એમ માને કે કેટલી મારા પર મહેરબાની ?' આમ મોટાને હાર પહેરાવાય અને મોટો હાથ પકડે ત્યાં બંને જગ્યાએ નાનો જ પોતાનું અહોભાગ્ય માને છે. મુદ્દો એ છે કે વ્યવહારમાં જે સેવ્ય-સેવકભાવનો વિવેક છે તે અહીં આવ્યો નથી. એ નથી માટે સંઘત્વહીનતા દેખાય છે. વ્યવહારમાં તો તમે બધું બરાબર સમજ્યા છો. ત્યાં લક્ષાધિપતિ હોય તે ભલે શેઠ કહેવાય પણ એને પણ પોતાના શેઠને “શેઠ સાહેબ” કહેવા જ પડે. એમ કહી કહીને જીભ સૂકવવી જ પડે. ત્યાં પ્રત્યક્ષ સ્વાર્થ દેખાય છે જ્યારે અહીંનો સ્વાર્થ હૈયામાં સમજાયો નથી. એ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1400 સમજાય તો શુદ્ર વિચારો દૂર ભાગે. સંઘનાં હૈયાં ક્ષુદ્ર વિચારોથી રહિત જ હોય. જ્યાં ક્ષુદ્ર વિચારોની પીંજણ ચાલે ત્યાં સંઘનાં કાર્ય સીદાયા વિના ન રહે. શ્રીસંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય ? આત્મકલ્યાણની ચિંતા કરનારાઓનો સમૂહ એનું જ નામ સંઘ. આત્મકલ્યાણની ચિંતા વિનાના જીવો સંઘમાં રહી શકતા નથી. એવા સંઘમાં આવા ફંદ હોય ? “તારું છોકરું આમ કરી ગયું ને તેમ બગાડી ગયું” આવી વાતો કરવી એ તો બાઈઓના ધંધા છે. શુદ્ર વિચારો શ્રી સંઘમાં રહેનારને આવે જ નહિ. શ્રી સંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય, તત્ત્વજ્ઞાનીના હૈયામાં અનર્થકર વિચારો આવે જ નહિ. અનર્થકર વિચાર તો દૂર રહ્યા પણ નકામા વિચારો પણ તેને ન આવે. કદી આત્મા સારી ભાવનાથી ખસી જાય અને નકામાં કે અનર્થકર વિચારો આવી જાય તો પણ તે વાણીથી બોલે તો નહિ જ; કદી કોઈ મૂર્ખના સંસર્ગથી બોલાઈ જાય તો પણ એ આચરણમાં તો ન જ આવે. આચરણમાં આવે તો તત્ત્વજ્ઞાન ટકી શકે નહિ અને અંતે નષ્ટ પામે. જેમ માણસ મોટો તેમ ગંભીર વધારે : " પ્રભુના શાસનને માનનારો શ્રી સંઘ તત્ત્વનો અજાણ ન હોય. ભલે વિસ્તારથી, ભેદ-પ્રભેદ વગેરેથી ઊંડું જ્ઞાન કદાચ ન ધરાવે; પરન્તુ ઓઘ રીતે તો જાણે જ કે-સંસાર અસાર છે, પુણ્ય-પાપ છે, તેનાં પરિણામ સ્વર્ગ-નરકાદિ પણ છે; વગેરે. આવા સંઘના હૈયામાં ક્ષુદ્ર વિચારોની ઘટમાળ ચાલતી હોય એ કમનશીબી છે. એના યોગે જ સંઘ પોતાનું સ્થાન ગુમાવતો જાય છે. દુનિયામાં જેમ માણસ મોટો તેમ તેનામાં ગંભીરતા વધારે. એવી રીતે અહીં પણ મોટાઈના પ્રમાણમાં ગંભીરતા વધતી જવી જોઈએ. ઇંદ્રિયો તથા મનમાં શુદ્ર વિચારોરૂપી હડકવા ન જોઈએ. કોઈ પોતાનું બગાડનાર છે એમ એ ન માને. એ તો એમ જ વિચારે કે “એ બોલે છે તો એની પાછળ કાંઈક હેતુ હશે પણ એથી મારું કાંઈ બગડતું નથી.' કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થાને ફરમાવે છે કેઆપણને કોઈ જો ખરાબ કહે તો પ્રભુશાસનમાં રહેલો વિચારે કે એ જે કહે છે તે સાચું છે કે ખોટું ? જો મારામાં એ કહે છે તેવી ખરાબી હોય તો મારે સુધરવું જોઈએ અને જો એવું ન હોય તો એવી ખોટી વાત કરનારા બેજવાબદારની કિંમત શી ? “ભગવાન મહાવીરદેવને ગોવાળિયા હેરાન કરી ગયા, એકે પગમાં ખીર રાંધી તો બીજો કાનમાં ખીલા ઠોકી ગયો, જંગલમાં જાનવરો ત્રાસ આપી Page #234 -------------------------------------------------------------------------- ________________ 1401 ૧૪.: ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! - 94 - ૨૧૩ ગયાં. તો શું એ બધા બહુ બળિયા હતા ? ભગવાનમાં તેમનો પ્રતિકાર કરવાની તાકાત ન હતી ? અનંત બળના ધણી હતા છતાં એ બધું સહન કેમ કર્યું ? એક જ માન્યતા કે-મારું બગાડનાર કોઈ જ નથી. એ બિચારા મારું શું બગાડવાના છે ? સિંહની ઉદારતા અને ઉત્તમતા એ એની મોટાઈનાં લક્ષણ છે ? શિયાળિયાંથી ડરે તેને સિહ કોણ કહે ? સિંહ ઊઠીને જો જંગલનાં નાનાં જનાવરો સાથે લડવા જાય તો સિંહ વહેલો મરી જાય, કારણ કે એવા જનાવરોનો પાર નથી. ચોવીસે કલાક સિંહને એ ધંધો ચાલુ રાખવો પડે તોયે જંગલ ખાલી ન થાય. સિંહ એ કામમાંથી નવરો પડે જ નહિ અને એમાં ને એમાં એ ખપી જાય. સંમૂચ્છિમ જીવો તો એવા કે જેમ મારો તેમ નવા પેદા થાય. શુદ્ર જંતુઓની ઉત્પત્તિ મોટી, સંખ્યા મોટી અને વિશાળતા ઘણી. ચોમાસાના એક જ વરસાદમાં અસંખ્ય અળશિયાં પેદા થઈ જાય. એને માબાપની જરૂર જ નહિ. હવે એવા જંતુઓને મારવાની પ્રવૃત્તિમાં સિંહ જો પડે તો એ રાજા તરીકે રહે ? મોટાં જાનવરો નાના જંતુઓ સાથે ધમાચકડીમાં પડે જ નહિ. પડે તો એ જુલ્મીમાં ખપે. પછી એ રક્ષક ન કહેવાય પણ રાક્ષસ કહેવાય. રક્ષક જાનવરોની તો ક્ષુદ્ર જંતુઓ પ્રત્યે દિલસોજી હોય. સિંહ તો માને કે મારી હયાતીમાં આ નાનાં પ્રાણીઓ કિલ્લોલ ન કરે તો પછી ક્યાં કરે ? કેમકે સિંહ જાગતો બેઠો હોય ત્યાં સુધી એ વનમાં બીજાં મોટાં જાનવર આવવાની હિંમત કરતાં નથી, એટલે નાનાં પ્રાણીઓ નિર્ભય હોય છે. માટે જ સિંહ એ વનનો રાજા કહેવાય છે; કેમકે નાનાઓનો એ રક્ષક છે. વાઘ, દીપડો, ચિત્તો વગેરે ક્રૂર છે તેથી એ રાજા નથી કહેવાતા. સિંહ ક્રૂર નથી પણ ઉદાર છે માટે એ રાજા કહેવાય છે. ચિત્તા વગેરે પાછળથી હુમલો કરે પણ સિંહ કદી પાછળથી હુમલો ન કરે. હાથીને દૂરથી જુએ એટલે એ ગર્જના કરે, પૂંછડું પછાડે, ચેતવે અને સામેથી તરાપ મારે અને તે પણ એના ગંડસ્થળ પર જ. ઉદારતા અને ઉત્તમતાને લઈને જાનવર પણ મોટાં કહેવાય છે. ડગલે ડગલે એની ભીતિ નહિ. એ આરામમાં પડ્યો હોય ત્યારે આદમી પાસેથી ચાલ્યો જાય તોયે એ આંખ પણ ઊંચી ન કરે. જેના તેના પર એ ગુસ્સો ન કરે. દરેકને મારી નાખવાની ભાવના એને ન હોય. બેઠાં બેઠાં માખીઓ તો કૂતરો જ મારે. એના પેટમાં માખી જાય તોયે એને ઊલટી ન થાય. માખીથી ઊલટી પણ સારા કોઠાવાળાને થાય. આ તો કોઠો જ એવો અધમ માખીમય કે ઊલટી પણ એનાથી નાસી જાય. માખી મારવાથી એનું પેટ કાંઈ ભરાતું નથી, એને કાંઈ લાભ થતો Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નથી, પરંતુ વગર લાભની ક્રિયા જો એ ન કરે તો એ અધમ કહેવાય શી રીતે ? પોતાનું પેટ ભરાય નહીં અને સામાના પ્રાણ જાય એ કામ તો અધમનું જ હોય. વાલીમુનિએ રાવણને શિક્ષા કેમ કરી ? સંઘના વિચારો એવા ક્ષુદ્ર ન હોય. જ્યાં ક્ષુદ્ર વિચારો છે ત્યાં પ્રભુનું શાસન નથી એવું શાસ્ત્રો ભારપૂર્વક કહે છે. ‘મને જિનેશ્વરદેવના વચન પર પૂરી શ્રદ્ધા છે' એમ બોલનારના ક્ષુદ્ર વિચારો કેમ મટતા નથી ? ‘ફલાણાએ મને ગાળ કેમ દીધી ?' એવી ફરિયાદ કરવાની એને હોય ? એ તો સમજે કે એ બોલ્યો તો એને ભારે. આ વાત જાત માટે છે. શાસ્ત્ર પર આક્રમણ કરનારા તો સર્વથા પાપી છે; જ્યારે આપણા પર આક્રમણ થાય છે તેમાં તો આપણો પણ હિસ્સો છે. આપણા પૂર્વકર્મનો ઉદય બેઠો જ છે. એ વેઠવામાં-એ સહન કરી લેવામાં આપણા આત્માનું તો કલ્યાણ જ છે; અને શાસ્ત્ર પરના આક્રમણમાં આપણા આત્મકલ્યાણનો નાશ છે. 1402 વાલીમુનિને સીધો જ જો`રાવણ મારવા આવ્યો હોત તો એ મહાત્મા તેનો કાંઈ પણ પ્રતિકાર ન કરત, કારણ કે તેઓ પોતાના શરીરમાં તદ્દન નિ:સ્પૃહ હતા; પણ આણે તો આખો અષ્ટાપદ પર્વત મૂળમાંથી ઉપાડવાનો પ્રયત્ન આરંભ્યો. એમાં તો મહાત્માએ અનેક જીવોની ભયંકર હિંસા અને તીર્થનો નાશ થતો જોઈને એના નિવારણ માટે ધ્યાનને પણ મૂકીને એને શિક્ષા કરી. વાલીમુનિ વિચારે છે કે રાવણને વેર તો મારા ૫૨, એમાં આ તીર્થે એનું શું બગાડ્યું ? શાસ્ત્રને કે મંદિરને અશુભોદય નથી. શુભોદય અને અશુભોદય તો આપણને છે. માનો કે આપણા અશુભોદય વિના પણ સામો આત્મા ધર્મનો વૈરી જ છે અને ધર્મીને કનડે જ છે તો એ રીતે કનડતો હોય તે વેઠવામાં પણ આપણું તો કલ્યાણ જ છે. ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય : ધર્મ અને ધર્મીમાં ફરક છે. ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય, રોગીને ઘેર લાવી ખવડાવવામાં વાંધો નહિ. લોક દયાળુ કહેશે પણ રોગજનક વસ્તુ ન ખવડાવાય. એ ખવડાવાથી તો રાજ્ય સારું હોય તો સજા થાય. ધર્મીમાં ખામી નભે પણ ધર્મમાં ખામી ન જોઈએ. આપણામાં કોઈ ખામીની વાત કરે તો ગમ ખાવી પણ ધર્મમાં ખામી બતાવે તો એને જરૂર પકડવો. ધર્મના આધારે જ તમારું અને અમારું એમ ઉભયનું કલ્યાણ છે. ઝેર Page #236 -------------------------------------------------------------------------- ________________ 1403 – ૧૪ઃ સુદ્રતા છોડો, સંતોષ કેળવો ! - 94 - - - ૨૧૫ દેવા આવનારને પણ કહેવાય કે બહુ ગુસ્સો આવતો હોય તો મને ઝેર આપી દે પણ મહેરબાની કરીને આ શાસ્ત્રમાં-ધર્મમાં ઝેર ન રેડતો. મને ઝેર દે તો સમાધિ રાખીને સાધી શકું પણ આમાં ઝેર ભેળવીશ તો જીવશે કોણ ? હાલત બહુ કઢંગી છે. આ ભાઈને પેલા ભાઈ સાથે વૈર છે; એટલે એ ભાઈની આબરૂ બગાડવા એના જમણમાં એવું કારસ્તાન કરે કે જેટલા જમે તેટલા માંદા પડે. હવે ફક્ત પેલાની આબરૂ બગાડવા આવો ધંધો કરે એ તો કેવળ અધમતા છે ને ? વૈર કોઈની સાથે અને સજા કોઈને ! આ સારું કહેવાય ? તાકાત હોય તો વૈરીની કાનપટ્ટી પકડને ? વૈરીને મૂકી આડાઅવળાં ફાંફાં મારનારા તો કાયરો છે. ', ધર્મને મેલો ન કરવા દેવાય ? સામાની કોઈ ક્રિયા ખરાબ લાગી તો એને મોઢે કહો પણ એ વાતને યાદ રાખી કોઈનું ભલું થતું બગાડવું એવો કાયદો નથી. ધર્મને મેલો ન કરવા દેવાય. વ્યક્તિને દીધેલી ગાળ કાંઈ ધર્મને લાગતી નથી. સભાઃ “રાવણ સમકિતી છતાં આવી આચરણા કેમ કરી ?' મોહ બહુ ભયંકર છે. વિષયકષાયમાં પડેલા ક્યારે પાગલ થાય એ કહેવાય નહિ. દેશવિરતિના ધર્મને સરસવની ઉપમા આપી. કેમકે ધર્મ તો ત્યાં નહિ જેવો જ, બાકી બધું તો બીજું ને ? પોતે દીકરા પણ પોતાના બાપના કહેવરાવે. કાંઈ બાપની જગ્યાએ ભગવાનનું નામ ન દે. ભગવાનનું નામ તો કોઈ પૂછે કે દેવ કોણ?” ત્યારે કહે. તેને ગરજ મંદિર તથા ઉપાશ્રયની વધારે કે ઘર તથા દુકાનની ?ગમે તેવો હોય તો પણ ભલે બેસે અહીં પણ ચિંતા ત્યાંની કરે. એને અહીંથી ખસતાં, ગુસ્સો આવતાં કે માન નડતાં વાર કેટલી ? જરા પણ નહીં. આપણે સમજાવીએ કે “ભાઈ ! આમ ન થાય” તો તરત કહી દે કે “એ આપને ખબર ન પડે. વળી પોતાને ડાહ્યામાં ખપાવવા કહે કે “એ બોલી ગયો એનું મને કાંઈ નથી પણ આજ એ બોલ્યો ને કાલે બીજો બોલે; જો એવું બધું ચલાવી લઈએ તો અમારો વ્યવહાર પણ ન નભે.” એટલે પોતાનો એ વ્યવહાર ચલાવવા સેંકડો ઊંધાં-ચત્તા કર્યા વિના એ રહે નહિ. આ બધી બહુ નીચી કોટિની વાતો છે ? સમ્યક્ત શું કામ કરે છે ? રાવણ ગમે તેવો પણ કોણ ? રમણીનો રાગી, રાજ્યનો લોભી, નિયાણું કરીને આવેલો, નિયમા નરકે જનારો; પોતે જેટલું ભેગું કર્યું છે તેની મમતા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1404 છૂટી જાય ખરી ? નહિ જ. થાકે ત્યારે બોલે નહિ. સમ્યક્ત છે એટલે અવસરે અવસરે ચેતે પણ ખરો. વાલીમુનિએ પહાડ દબાવ્યો ત્યારે રાવણને લોહીની ઊલટી થઈ, પોતાની ભૂલ સમજાઈ કે તરત મહાત્માએ અંગૂઠો ઉપાડી લીધો; ત્યારે રાવણ બહાર આવીને પશ્ચાત્તાપ કરે છે અને આવીને મુનિને વંદન કરે છે. સમ્યક્ત ન હોય તો આ બને ? ઊલટો વેર વધારે રાખી, ન ચાલ્યું માટે ચાલ્યો જાય. આ તો મુનિ પાસે આવીને કહે છે કે “મહાત્મન ! જેવા તમે ઉપકારી છો તેવો જ હું અપકારી છું, જેટલા તમે ઉત્તમ છો તેટલો જ હું અધમ છું, આપ તો જીવનદાતા છો અને મને જીવતો રાખવામાં આપની ઉપકારબુદ્ધિ જ કારણભૂત છે. આજે તો બળવાન કદી સુદ્રને પકડીને દયાથી છોડી મૂકે તો પણ પેલો બબડે કે-જોયું ? પકડ્યો ભલે પણ કંઈ હાથ ચલાવી શક્યો ? શાનો ચલાવે ? માલ શું છે એનામાં ?” નબળો નબળો પણ ઉપરથી ડામ દેતો હોય એવાં વેણ કાઢે.' પકડાયો કેમ ?” એ ન વિચારે. મિથ્યાદૃષ્ટિ હીણકર્મી આત્મા ઉપકારના નતીજામાં પણ આવું આવું બોલે. આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી : આપણે વિરોધી સામે કડક થઈએ છીએ તેનો હેતુ પણ આ છે. જો ધીમા શબ્દો બોલીએ તો તરત આક્ષેપ કરે કે-જોયું ? અંદર પોલ છે નહિ તો બોલ્યા વિના રહે ? પણ બોલે ક્યાંથી ?” કડક બોલવાથી ગુસ્સાખોર ભલે કહે પણ અંદર પોલ છે' એમ નથી કહેવાતું. “પોલ છે” એમ કહેવા માટે તો અરધો પોણો કલાક વિચારી લેખ લખે તેમાં આડુંઅવળું પહેલાં ચીતરી પછી ડચકાં ખાતાં જરા લખે કે અહીં પોલ જણાય છે.” કેમકે ખાતરી છે કે સામે દારૂગોળો તૈયાર છે; પડકાર થયા વિના નહિ રહે. પણ જો ધીમા શબ્દોમાં તેમને કહીએ કે-“અરે ભાઈ ! નાહકના નાદાન બની શાસન કેમ ડહોળો છો ? તો તરત કહે કે-“જોયું ! હવે મહારાજ સમજી ગયા કે જો વધારે બોલવા જઈશું તો આ લોકો આપણી છાતી પર ચઢી બધી પોલ ખુલ્લી કરી દેશે.” તમે એ લોકોની પેરવી સમજો. વાતવાતમાં એ જાત પર વાત લાવે છે તેનો હેતુ એક જ છે કેકાંઈ કરતાં અટકે. પણ એ અટકે કોણ ? જેને આગમ કરતાં પણ પોતાની જાત વધારે લાગતી હોય તે, જે આગમને પોતાની જાત કરતાં ઊતરતું માનતો હોય તે. સભાઃ “બધાનું મનોબળ કાંઈ સરખું હોય ? ન પણ હોય. પરંતુ ત્યાં પણ કરણ શું ? કર્મનું એટલું જોર છે માટે ને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાને બહેકાવનારી ચીજો Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94 આત્માને દબાવે છે ત્યારે ને ? એમાં જરાયે બચાવ ન ચાલે. આની-આ આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી સમવી. નામકર્મ તો નાશ પામવાનું છે ને ? જે આગમના યોગે નામના, પૂજા, પ્રતિષ્ઠા મળી, તે મળ્યા પછી એ જ આગમને એક બાજુ મૂકવાં અને જે નામકર્મના નાશ વિના મુક્તિ નથી એ નામકર્મના યોગે જ મળેલી નામનાને આગમના ભોગે સાચવવી એમાં ડહાપણ છે કે મૂર્ખતા ? સભા 1405 ૨૧૭ ‘ભગવાન તો ગયા, એમનાં નામકર્મનો તો નાશ થયો થતાં આજે પણ તેમનું સ્મરણ, પૂજા, સન્માન સત્કાર છે ને ?’ નામકર્મના નાશ વિના મુક્તિ નથી જ. ભગવાનના આત્માથી છૂટા પડેલા નામકર્મનાં પુદ્ગલો પણ આ કામ કરે છે. એમણે જગત ઉપર અનુપમ ઉપકાર કર્યો માટે એનું સ્મરણ થાય છે. મમતા મૂકી, રાજ ઋદ્ધિ અને શરીર સુધ્ધાં તજ્યાં, ઉપસર્ગો વેઠી ઘાતીકર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવ્યું, ધર્મતીર્થની સ્થાપના કરી, સત્યનું પ્રકાશન કર્યું, પાખંડીઓ સામે અડગ રહ્યા અને નામકર્મને આધીન ન થયા માટે એમના નામનું સ્મરણ આજે થાય છે. તીર્થંકર નામકર્મનો વિપાક કેવળજ્ઞાન થયા પછી જ ઉદયમાં આવે છે. જો તીર્થંકર નામકર્મના વિપાકથી મળતી દિવ્ય ઋદ્ધિ બીજા કોઈ જીવને મળે તો એ એને પચાવી શકે જ નહિ અને મુક્તિએ જઈ શકે નહિ. તીર્થંકર નામકર્મના’વિપાકોદયમાં પૌદ્ગલિક સામગ્રી એટલી બધી આવીને હાજર થાય છે કે કાચો પોચો ત્યાં વિરાગી રહી શકે નહિ. એમની બેઠક, ઊઠક બધું જુદું. અહમહમિકાથી (હું પહેલો, હું પહેલો એવી પડાપડીથી) અસંખ્યાતા ઇંદ્રોની સેવા બીજા કોઈ પચાવી શકે ? નહિ જ. હું તો ખરી વાત કહું કે-ચાર પાઘડીઓ જો સીધી આવીને અમારા પગમાં નમે તોય હૃદયમાં ઉછાળો આવે એવી આજની અમારી હાલત છે. ચારસોની ગાળ સાંભળવી સહેલી પણ ચારનો નમસ્કાર ઝીલીને પચાવવો કિઠન. ગમ ખાનારા ઘણા પણ ‘આપ મહાવિદ્વાન એ પ્રશંસાના શબ્દો સાંભળીને પચાવનાર થોડા; અધવચ્ચે જ કુંટાઈ મરનારા ઘણા.’ તીર્થંકરોની વિશ્વશ્રેષ્ઠ સમૃદ્ધિ : દેવો અને ઇંદ્રો ત્રણ ત્રણ ગઢ બતાવે તે કેવા ? ઘોર મિથ્યાદૃષ્ટિ પણ દૂર દૂરથી જોવા દોડ્યા આવે અને એક વાર તો શિર ઝુકાવે તેવા. રાજા, મહારાજા અને ચવર્તીઓ પણ ત્યાં આવીને એ ઋદ્ધિ, સમૃદ્ધિ જોઈને આભા બની જતા. કોઈ સમ્રાટ એવો નથી થયો કે જેણે આવી સાહ્યબી ભોગવી હોય. એ સાહ્યબી Page #239 -------------------------------------------------------------------------- ________________ - 1405. ૨૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તો એક શ્રી તીર્થંકરદેવ જ ભોગવે છે. એ પરમાત્મા જ્યાં જ્યાં વિચરે ત્યાં છયે ઋતુઓ અનુકૂળ, પવન પણ અનુકૂળ અને ભૂમિ એવી બને કે ધૂળની રજકણ પણ ક્યાંય ન ઊડે. ત્યાં વાતાવરણ કેવળ સેવા, ભક્તિ, બહુમાન અને પ્રેમનું જ જોવા મળે. દેવતાઓ પરમાત્માને જમીન પર પગ ન મૂકવા દે. પગ મૂકતાં પહેલાં તો સુવર્ણકમલ ગોઠવાઈ જાય. પ્રભુને જોવું નથી પડતું કે ક્યાં બેસું? એ ક્યાં બેસવાના છે એની ચિંતા દેવતા રાખે અને જ્યાં બેસે ત્યાં સિંહાસન ગોઠવાયેલું જ હોય. આજનો રાજા જોયા વિના બેસવા જાય તો જમીન પર પટકાય. પ્રભુ વિચરે ત્યાં કાંટા પણ સીધા હોય તે ઊંધા થઈ જાય. આકાશમાં ઊડતાં પંખીઓ ભગવાનને પ્રદક્ષિણા કરે. પક્ષીઓ મધુર અવાજ કરે. ચારે તરફ વાતાવરણ શાંત અને મનોહર હોય. એ શાંતિ સાચી હોય પણ દાંભિક નહિ. શુભ કરણીના યોગે શુભ નામકર્મ બંધાય, ચારે તરફ યશ ફેલાય પણ હયાતીમાં જ; એમાં ફેરફારીનો પ્રસંગ આવે ત્યારે નામનાને વળગાય કે આગમના સત્યને ? સાવધાચાર્યનો આત્મા હાર્યો અને માનકષાય જીત્યો? સાવદ્યાચાર્ય પૂર્વે શાસનની અપૂર્વ સેવા કરીને તીર્થંકર નામકર્મનાં દળિયાં એકઠાં કર્યા હતાં. તે વખતના તમામ ગામના સંઘો એમના વચન પર નિર્ભર હતા. ઢોંગી ચૈત્યવાસીઓ અને દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા વેષધારીઓ એમના નામથી ધ્રૂજતા હતા. એમણે સંધોમાં કાયદો કરવો કે જે મંદિરોના ચૈત્યવાસીઓ માલિક બની બેઠા છે તે મંદિરોમાં કોઈએ દર્શન કરવા પણ જવું નહિ, કેમકે ભક્તિનો તે લોકો દુરુપયોગ કરે છે. આવક બંધ થવાથી પેલા મૂંઝાયા. એ ઢોંગીઓ જાણતા હતા કે આ આચાર્ય છે ત્યાં સુધી આપણો કાંઈ પત્તો લાગશે નહિ. એ ઢોંગીઓ પોતાનો સ્વાર્થ સાધવા એમને સામે લેવા આવતા, હાથ જોડતા અને પગચંપી કરી ખાનગીમાં વિનવતા કે-“આટલા કઠોર શા માટે થાઓ છો ? થોડા નરમ થાઓ. આ શ્રાવકો મંદિરમાં દર્શન પૂજન કરવા આવે એમાં હરકત શી ?” આચાર્ય કહેતા કે-એ વાત ન કરો. તમારું તો મોટું જોવામાં પણ પાપ છે. તમે તો દેવદ્રવ્યના ભક્ષકો પાક્યા છો. આવું તેમને મોઢે સંભળાવતા. એક વખત પ્રસંગ એવો બન્યો કે આચાર્ય માટે બેસી વ્યાખ્યાન કરી રહ્યા હતા અને કોઈએ પ્રશ્ન કર્યો. હવે એ પ્રશ્નનો જો સીધો ઉત્તર આપે તો પોતાની નામનાને ધક્કો લાગશે એમ તેમને લાગ્યું. હકીકતમાં તો નામના વધે તેમ હતું. તીર્થકર નામકર્મનાં એકઠાં થયેલાં દળિયાં નિકાચિત બને તેવું હતું પણ મનાઈ ગયું Page #240 -------------------------------------------------------------------------- ________________ 1407 – ૧૪ : સુદ્રતા છોડો, સંતોષ કેળવો!- 94 – ૨૧૯ જુદું. મોહાધીનતાના યોગે એવો વિચાર આવી ગયો કે સીધો જવાબ આપવાથી નામના ચાલી જશે. આથી ત્યાં આત્મા હાર્યો અને માન કષાયે વિજય મેળવ્યો. એક તરફ ઉસૂત્રભાષણ અને બીજી તરફ નામના, એમ બે પલ્લાં સામે નજરે ચઢ્યાં, આત્મા નબળો થયો અને નામના તરફ ખેંચાયો. સહેજમાં શું ? એમ મનાવવામાં અંતે માન કષાય ફાવ્યો, “કપિલ !અહીં પણ ધર્મ અને તહીં પણ ધર્મ એમ જેમ મરીચીએ કહ્યું તેમ આ આચાર્યું પણ “અપવાદે એમ પણ હોય” એમ કહ્યું. શાસ્ત્ર કહે છે કે આથી તીર્થકર નામકર્મનાં દળિયાં વિખરાઈ ગયાં અને આચાર્ય પોતાનો સંસાર વધાર્યો. નામના રાખવા ગયા પણ ત્યારથી એ “સાવદ્યાચાર્ય કહેવાણા. “સાવદ્યચાર્ય” એટલે “પાપાચાર્ય'. તો અમારામાં શાસન ક્યાં રહું? સભા: “સંઘ તે વખતે જબરો શે ?” સંઘ તો હંમેશાં જબરો જ હોય, ટોળાંની વાત જુદી. અત્યારે સંઘમાં રહેલાની દૃષ્ટિ થાબડથીબડ કરવાની છે તે યોગ્ય નથી, યશ વગેરે શુભ નામકર્મના ઉદયથી છે. શુભ નામકર્તાનો ઉદય આ આગમના પ્રતાપે છે. રક્ષા આગમની કરવાની કે નામનાની ? મિલકતની જરૂર છે એ માન્યું પણ મિલકત આપીને આબરૂ રાખે તે શાહ કે આબરૂ વેચીને મિલકત રાખે તે શાહ ? આબરૂ વેચીને મિલકત સાચવી રાખનારને દુનિયા પણ શાહ નથી કહેતી; એને તો દેવાળિયા કહે છે. નાદારી નોંધાવેલા બાપના સંતાનોએ વર્ષો પછી વ્યાજ સાથે દેવું ચૂકવ્યું એવા પણ દાખલા છે અને લોકો એને પૂજે છે. દુનિયા અંતે તો સત્યની પૂજારી છે. મૂર્ખ હોઈ ઢોંગી તરફ ઝૂકી જાય એ બને પણ એને વસ્તુ સાથે વૈર નથી. આગમ કરતાં, ધર્મ કરતાં જાતની કિંમત વધારે આંકનારા, આબરૂ કરતાં પૈસાની કિંમત વધારે આંકનારા જેવા છે. જાત સારી હોય, પ્રામાણિક હોય, નિષ્કલંક હોય એ ઉત્તમ છે; એ અનુપમ કામ કરી શકે એની ના નથી; પણ જાતને નિષ્કલંક રાખવા ધર્મને-આગમને કલંક લાગવા દે, તે તો આબરૂ વેચીને પૈસા સાચવનારા જેવા છે. આવા સમયે આરામથી અમારી જાતનો બચાવ કરીને બેસી ન રહેવાય. એ તો ધર્મ માટે બોલે છે ને ? આગમ માટે બોલે છે ને ? ક્યાં અમારા માટે બોલે છે ?' એવું વિચારી મૌન રાખી બેસી રહીએ તો અમારામાં શાસન ક્યાં રહ્યું ? આ રીતે જાતને થાબડ્યા કરવાથી શું વળે ? એ વાત સીધી જ છે કે હલ્લા તો જ્યાં થાપણ હોય ત્યાં જ આવવાના. જોખમ તો પેઢી માંડીને બેઠો હોય તેને જ Page #241 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છે, બીજાને શું ? દેવાળું ધનવાનને આવે, દરિદ્રીને શું ? કપડાં હોય તેને નિચોવવાં પડે, ન હોય તેને શું ? શાસન ઉ૫૨ પ્રીતિ હોય તેનાથી આવા સમયે બોલ્યા વગર રહેવાય જ નહિ. ૨૨૦ 1408 સૂર્યનો તો એ ગુણ જ છે કે એ પ્રકાશ ફેલાવે જ : પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે શ્રી જિનેશ્વરદેવના પણ નિંદકો છે. રોમરોમ પ્રાણીમાત્રના ભલાની જેમને ભાવના છે, કોઈ પણ જંતુના બૂરાની જેમને અંશ માત્ર ભાવના નથી, આખી જિંદગી જેમણે પરોપકારમાં સમર્પી છે અને જગત સમક્ષ જેઓ એકાંતે કલ્યાણકારી માર્ગ મૂકી ગયા છે એવા શ્રી જિનેશ્વરદેવના પણ નિંદકો હોય, તો આજે આગમના કે અમારા હોય તેમાં નવાઈ છે ? શીતલનાથ ભગવાનની દેશનાથી શ્રમણો તથા બ્રાહ્મણોને શાશ્વત વૈર થયું. સુવિધિનાથ ભગવાન પછી લાંબા કાળ સુધી શાસનનો વિચ્છેદ રહ્યો છે; માહણો બ્રાહ્મણ બન્યા હતા, વેદમાં ગોટાળા કર્યા હતા, સંસારને સારભૂત કહ્યો હતો. પૈસા લઈ ધર્મક્રિયા કરાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી અને ગૃહસ્થ ગુરુ બની બેઠા હતા. દુનિયાનો મોટો ભાગ એ માર્ગે વળેલો હતો ત્યારે શ્રી શીતલનાથ ભગવાન થયા. એમણે ધર્મદેશનામાં એ તમામ વાતોનું ખંડન કર્યું અને સ્પષ્ટપણે જણાવી દીધું કે ‘ગૃહસ્થ ગુરુ ન હોઈ શકે.' પોતે કેવળજ્ઞાનથી જાણતા હતા કે બધા ઉન્માર્ગગામી બન્યા છે અને એ ઉન્માર્ગ રૂઢ થઈ ગયો છે. એવા સંયોગોમાં દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ બરાબર કહીને ગુરુતત્ત્વમાં બહુ ખેંચ્યું ન હોત અને થોડું ઢીલું મૂક્યું હોત તો નાહકના ઉંદર-બિલાડી જેવા વૈર શ્રમણ-બ્રાહ્મણ વચ્ચે ન થાત ને ? આ વૈરના-કલહના ઉત્પાદક શ્રી શીતલનાથ ભગવાનને કહેવા ? ના, નહિ જ. પાપાત્માઓના પાપ જ એ કલહનું કારણ છે. સૂર્ય ઊગે ત્યારે ઘુવડ આંખ મીંચે એમાં સૂર્યનો શો દોષ ? દોષ તો એ કમનસીબ આંખોનો છે કે જે સૂર્ય ઊગતાં જ મીંચાઈ જાય છે. સૂર્ય પોતાનાં કિરણો ઘુવડની આંખ પરથી પાછાં ખેંચે ખરો ? સૂર્યનો તો ગુણ છે કે એ પ્રકાશ ફેલાવે અને શાહ અને ચોરને જુદા પાડે જ. શ્રી જિનેશ્વરદેવના શાસનનો પણ ગુણ કે એ આવે એટલે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્દષ્ટિ આત્મા અલગ પડે જ, ઉત્સૂત્રભાષી અને શુદ્ધ પ્રરૂપક જુદા પડે જ. કમળ કાદવથી, તેમ ગુરુ ગૃહસ્થથી નિર્લેપ રહે હૈયાની ક્ષુદ્રતા સંઘને શોભે નહિ. ક્ષુદ્ર વિચારોને સંઘમાં સ્થાન ન હોય. શ્રી સંઘમાં રહેલો, કોઈ પણ વ્યક્તિને પોતાનું બગાડનાર ન માને. જેના યોગે ધર્મ Page #242 -------------------------------------------------------------------------- ________________ 1409 --- ૧૪: ક્ષુદ્રતા છો, સંતોષ કેળવો !- 94 – ૨૨૧ મળે, નામના મળે, બધી સામગ્રી મળે તેની રક્ષાની દરકાર ન હોય એ બને ? શાસનમાં-સંઘમાં સાધુને શાસ્ત્ર પ્રધાનપદ આપ્યું અને ગૃહસ્થ, સાધુની આજ્ઞાથી જ ચાલે એવો કાયદો કર્યો તેનું કારણ એ જ છે કે શાસનની રક્ષા થાય. ગમે તેવો તોયે ગૃહસ્થ એ ગૃહસ્થ. એને ઘરબાર યાદ આવ્યા વિના ન રહે. માટે જ શાસ્ત્ર કહ્યું કે સાધુ પણ સાધુ થયા પછી ઘરબારીના સંગી થયા તો સાધુપણામાંથી ગયા. શ્રી આચારાંગ સૂત્રના પાંચમા લોકસાર અધ્યયનનાં બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું કે: सावद्यानुष्ठानप्रवृत्तेषु गृहस्थेषु देहसाधनार्थमनवद्यारम्भ-जीविनः साधवः पकाधारपड्कजवन्निर्लेपा एव भवन्ति ? - અર્થ :- “સાવદ્ય/પાપયુક્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત ગૃહસ્થો વિષે અનવદ્ય નિષ્પાપ પ્રવૃત્તિથી જીવતા સાધુઓ દેહ ટકાવવા માટે પંકના આધારે જીવતા પંકજની જેમ નિર્લેપ જ હોય છે.” જો કે મુનિને ગૃહસ્થની નિશ્રા છે, આહીરાદિની પ્રાપ્તિ ગૃહસ્થથી છે એટલે નિશ્રા રાખે છે પણ તે કમળની જેમ રહે છે. કમળને કાદવ અને પાણી, સાથે સંબંધ હોવા છતાં તે બંનેથી અલગ અને નિર્લેપ રહે છે. જો કાદવ અને પાણીનો સંગ ન મૂકે તો કમળ કરમાઈ જાય અને એમાં ડૂબી જાય તો સડી પણ જાય. એ જ રીતે મુનિ નિશ્રા વિના સંયમપાલન કરી ન શકે પણ તેમાં લેપાય તોયે સંયમ હોરી જાય, કાદવ અને પાણી તો સ્વસ્વરૂપમાં જ રહે છે પણ કમળ જો તેમાં ડૂબે તો સડે અને અતભ્રષ્ટ તતભ્રષ્ટ થાય. સભાઃ “કાદવ અને પાણી જો કમલને નિશા ન આપે તો ? તો કમળ એવું ભાગ્યવાન છે કે એ રાજાના મસ્તક ઉપર જઈને બેસે. એને ગભરામણ કશી નથી, જો એ કમળ જેવા હોય તો. સાધુ ગૃહસ્થની નિશ્રા સેવે પણ પરિચય કે પંચાત ન કરે. તો સમજવું કે તે સાધુને સનિપાત થયો છે? ધર્મ સિવાય મુનિ ગૃહસ્થનો વિશેષ પરિચય ન કરે અને ગૃહસ્થની પંચાતમાં તો મુનિ પડે જ નહિ. મુનિ જો ગૃહસ્થના પરિચયમાં પડ્યા તો ગૃહસ્થો એવા છે કે મુનિને ખિસ્સામાં મૂકી. ગૃહસ્થનાં ખિસ્સાં મોટાં, એના પાઘડી દુપટ્ટા મોટા, એના બંગલા બગીચા મોટા અને એની મોટરગાડીઓ પણ મોટી. એ બધામાં જો સાધુ તણાયા તો પછી માનવું કે ઉપાશ્રયમાં એનું ખોળિયું Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જ રહે, એનો આત્મા નહિ. સાધુ ગૃહસ્થને કહે-‘તારો વેપાર કેમ ચાલે છે ? તારું શરીર કેવું છે ? તારે છોકરાં કેટલાં અને કેવાં છે ? મારા શ્રાવક ભિખારી ન હોય, દેશાવર જાઓ, વિલાયત જાઓ, વિજ્ઞાન ખીલવો, બેસી શું રહ્યા છો ? તો સમજવું કે એ સાધુને સન્નિપાત થયો છે.’ 1410 શ્રાવક રોતો આવે તો મુનિ તેને ઉપદેશ આપે, તેનો અશુભોદય સમજાવે અને તેને ધર્મમાં જોડાવાનું કહે. પણ શ્રાવક પોક મૂકે તે પહેલાં જ મુનિ પોક મૂકે તો શું થાય ? મુનિ પોતે જ એને ‘તું શી આપત્તિમાં છે ?’, એમ પૂછે તો પછી પેલો પોતાની સંસારની બધી આપત્તિ ન ગણાવે ? સંસાર આપત્તિઓથી ભરેલો જ છે. એક પછી એક એ ગણાવે જ જાય. કહે કે-છોકરું નથી, સ્ત્રી માથાભારે ને ઝઘડાખોર છે, બજાર મંદા છે, ધંધા ઠંડા છે, નોકરો લુચ્ચા છે, વગેરે. આપત્તિઓના ઢગલા બતાવે. સાધુની ઉપાધિઓની તો શાસ્ત્ર ગણના કરીને બાવીસ કહી છે; પણ ગૃહસ્થની ઉપાધિઓનો તો કોઈ પાર જ નથી. એ ગણાય શી રીતે ? આજે કોટ્યાધિપતિ કહેવાતો કાલે ભિખારી બની જાય. ઘડી પહેલાં લાલચોળ દેખાતો ઘડી પછી જુઓ તો. કાળો ધબ દેખાય. સાધુ તો પાસે આવનારને સંસારની અસારતા સમજાવે. આજે સાધુઓ પણ જે બેકારીની બૂમો મારી રહ્યા છે તે તો સંનિપાતના જોરે. નહિ તો નિરસ આહારવાળા વનમાં બેકારી શી હોય ? બેકારીના સમયમાં તો સાધુ જેટલો લેવાય તેટલો લાભ લઈ લે. કંઈકને સમજાવીને સન્માર્ગે વાળે તો કંઈકને શ્રેણી પણ મંડાવે, જો કાળ સારો હોય તો. કારણ કે આપત્તિ આવે ત્યારે સહેજે સંસારી જીવની ભાવના ધર્મ તરફ વળે. દુઃખ રોવા આવનારને મુનિ શું કહે ? આપત્તિમાં માણસને દેવ યાદ આવે અને ગુરુ પાસે પણ એ હૈયાની બળતરા સાથે પોતાનાં દુ:ખ રોવા આવે. હવે ગુરુ પણ પાધરું જ એને પૂછે કે‘તારે શું દુ:ખ છે ?’ એટલે બેય સ૨ખા ભેગા થયા. પછી ત્યાં કાણ મંડાય કે શાંતિ જન્મે ? આજના સમયધર્મની મોકાણ જ એ છે કે એ કાણને પણ સમયધર્મ માને છે. સંસારમાં કાણ મોકાણ છે તે સામાને દિલાસો આપવા માટે કે વધારે રોવડાવવા માટે ? ત્યાં જઈને કહેવું જોઈએ કે-‘સંસાર નશ્વર છે. મરણ તો શ્રી જિનેશ્વરદેવના માથે પણ હતું;' વગેરે કહીને સામાને દિલાસો દેવો ઘટે. આજે તો મરનારની પાછળ કાણિયા આવે તેમને સાચવવા મરનારની વિધવાને ગામનાં દેવાં કરવાં પડે છે. ઘીમાં ઝબોળેલી રોટલી ખવરાવવી પડે છે. આવનારા સો કદમ દૂરથી રોવાનો ઢોંગ કરી પોક મૂકે ત્યારે Page #244 -------------------------------------------------------------------------- ________________ 1411 - ૧૪: ભદ્રતા છોડો, સંતોષ કેળવશે ! - 94 ૨૨૩ ઘરના ભાઈ-બાઈને પણ તરત બધાં કામ પડતાં મૂકી સાથે ઓઢીને બેસી જવું પડે. આંખમાં પાણી ન આવે તોયે લાવવું પડે. સાધુ પાસે દુ:ખી આવે ને સાધુ જ દુઃખની વાત માંડે તો પેલો વધુ દુ:ખી થાય ને તરત આંખમાં પાણી આવે. પણ જો મુનિ આવનારને તરત જ કહે કે‘ભાગ્યશાળી ! સંસાર તો દુ:ખમય જ છે.” આ સાંભળતાં પેલાને અર્ધી શાંતિ થાય. એ માને કે-“દુ:ખથી ભરેલા આ સંસારમાં તો એકાદ દુ:ખ જ છે, અથવા તો અમુક જ દુ:ખ છે.' એટલે મારી પાસે કોઈ રોતો આવે તો હું તેની સામે રોવા ન બેસું. દુ:ખીને સંસારની અસારતા સમજાવીને શાંતિ આપવી એ જ ભાવવેદ્યનો ગુણ છે. એને એ રીતે થયેલી અરધી શાંતિમાં ધર્મનું શરણ બતાવાય તો જરૂર યથાશક્ય તે સ્વીકારે. આ સંસારમાં બેકારી તો શાશ્વત છે : આજે બેકારી નથી એમ હું કહું તો કેટલાકે મારી સામે ઘુરક્યિાં કરે અને કેટલાક મને ગાળો પણ દે. જો કે બેકારીની જેવી બૂમ છે તેવી બેકારી નથી એમ તો હું માનું જ છું. જ્યાં સુધી તમારા ખર્ચા કાયમ છે ત્યાં સુધી બેકારીની બૂમ ખોટી છે. પણ એ વાત બાજુએ રાખીને તમારી વાત માની લઉં કે બેકારી છે, તો પણ મારે તો એ જ સમજાવવું છે કે સંસાર બેકારીથી જ ભરેલ છે. બેકારી સંસારમાં ન હોય તો શું મોક્ષમાં હોય ? દરેક કાળમાં સુખશાંતિથી રોટલા ખાનાર કેટલા ? આ સંસારમાં બેકારી તો શાશ્વત છે. સંસારમાં ભયંકર બેકારી લાગી ત્યારે તો ચક્રવર્તીઓ મુકુટ ઉતારી ઉતારીને ચાલી નીકળ્યા. બેકારીનું મૂળ તપાસો! જ્યાં બધાં જ ભૂખ્યાં હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને જ ઘીમાં ઝબોળીને રોટલી ખાવી હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને મોટર ગાડીઓ જોઈતી હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને જ ચાર શાક ને બે ફરસાણ ખાવાની લાલસા હોય ત્યાં બેકારી કેમ ન હોય ? બાકી લખી રાખો કે રોટલાની બેકારી દુનિયામાં છે જ નહિ. જો રોટલાની જ બેકારી હોત તો હિંદુસ્તાનની વસતિ બત્રીસ કેડથી ઘટતી નથી તેવું ન હોત. સોળ વર્ષથી હું ઓછેવત્તે અંશે આ બેકારીની બૂમ સાંભળ્યા કરું છું. પણ વસતિ તો એટલી ને એટલી જ છે. માટે બેકારી રોટલાની નથી પણ જીભની છે. મારા શ્રી જિનેશ્વરદેવોએ નિર્ણય કર્યો છે કે સંસારમાં રૂલાવનારી અઢી આંગળની જીભ છે. શ્રીમંત અને ગરીબ બેયને બેકારી જીભની જ છે ! ગરીબ Page #245 -------------------------------------------------------------------------- ________________ - 1412 ૨૨૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એક મરચાં માટે ફરે છે તો શ્રીમંત ચાર શાક માટે રુએ છે. કોઈક તો વળી અમુક જ શાક માટે રુએ છે, તો કોઈક વળી એમાં મસાલા બરાબર ન હોય માટે એ છે. છતી સામગ્રીએ પણ ઘરમાં થાળીઓ પછડાતી ન હોય એવાં ઘર ઓછાં મળશે. રસોયાને બે પાંચ સંભળાવાતી ન હોય કે ઘરની સ્ત્રી પર લાલ આંખ થતી ન હોય એવાં પણ ઘર ઓછાં મળશે. સ્ત્રી જબરી હોય તો બોલી ન શકે પણ મનમાં જ બળ્યા કરે અને કેવી કુભાર્યા મળી છે !” એમ બબડ્યા કરે એ જુદી વાત. ટૂંકમાં બેકારી રસનાની છે. એ સ્વાદ બંધ થાય (આયંબિલ જ કરવાનું નથી કહેતો પણ સ્વાદ પર અંકુશ મૂકવાનું કહું છું) અને ડાહ્યા બનો તો આજે બેકારી બંધ થાય. ગૃહસ્થનું ઘર : પૂર્વે ગૃહસ્થના ઘેર પાંચ-પચીસ ભિખારીઓ પોષાત. સાચો ગૃહસ્થ તે જ કહેવાય. આજે આવા ગૃહસ્થ ઓછા મળે છે. આજે તો તોલી તોલીને અને માપી માપીને બધું રંધાય છે. ઘરમાં આઠ ખાનારા હોય તો બત્રીસ રોટલીનો લોટ બંધાય. વ્યાખ્યાનમાંથી ઊઠીને ચાર મહેમાનને ઘેર લઈ જવા હોય તો તમને મૂંઝવણ થાય. એ ભળે શી રીતે એની ચિંતા થાય. ગૃહસ્થને ઘેર આમ ન ચાલે ! ગૃહસ્થને ઘેર આવેલો જમ્યા વગર કે ઉચિંત આદર-સત્કાર વગર જઈ જ ન શકે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયની જ વાત કરું છું. રાત્રીની વાત નથી. રાત્રે તો શ્રાવકને ત્યાં પાણી પણ અપવાદે મળે. આજે તો રાત્રે પણ તમારે ત્યાં ચા-પાણી-નાસ્તા ચાલે છે ને ? સભાઃ “અહીં આવનારા એવા ન હોય.” ન હોય તો સારું પણ એ વાતમાં બહુ માલ નથી. ઘરમાંથી એકાદ જણ અહીં આવતો હોય, બાકી આઠ જણા તો ઘરે જ રહેતા હોય. અહીં આવનારામાં ઘરડા ડોસા અને નાના છોકરા વધારે. એ કદાચ રાત્રે ન પણ ખાતાં હોય પરંતુ બીજાઓનું શું ? આજે ઘરના માલિક કોણ છે ? ઘરની માલિકી ભોગવી શકાતી નથી અને દેશની ને દુનિયાની માલિકી હસ્તગત કરવાની શેખાઈ શી રીતે કરાઈ છે તે સમજાતું નથી. ઘરની સ્ત્રીઓ કોઈ હિસાબમાં ગણે નહિ, છોકરાં કશું માને નહિ, છતાં માલિક કહેવરાવતા ફરે તેને શું કહેવું ? આજે તો દશા લગભગ આવી છે ! આગળનાં કાળમાં સારાં રાજ્યોમાં દંડ તો છત્રમાં જ રહેતો બાકી જોવા ન મળે. ચોર વિના દંડ કોનો કરે ? જો શ્રીમાન અને દરિદ્રી બેય સંતોષી હોય તો Page #246 -------------------------------------------------------------------------- ________________ 1413 ૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94 પછી બેકારી રહે ક્યાં ? પુણ્યવાનોની હયાતીમાં આવી દશા હતી. શ્રીમાનને ત્યાં કેટલા ખાંઈ ગયા તેનો હિસાબ નહોતો રહેતો. આજની બેકારી રસનાની છે, રોટલીની નથી. ૨૨૫ એ દુઃખી થાય એમાં દોષ કોનો ? મારા માટે ઘણાં કહે છે કે-‘એમની પાસે જઈને ગમે તેટલી વાત કરો પણ એમને કાંઈ અસ૨ જ નથી થતી.’ ‘હું પૂછું છું કે-રોતો આવે એની પાસે રોવા બેસું ? પાપ પોતે કરે અને વિપાક ઉદયમાં આવે ત્યાં ભોગવ્યા વગર ચાલે ? મુનિનું કામ એ છે કે ફરી પાપમાં ન પડવા ચેતવે. ‘હેરાન થઈ ગયો, મરી ગયો’ એવી બૂમો મારે પણ પાપ કરતાં પાછો ન ફરે, મંદિરની આશાતના કરતો ન અટકે, કોઈનું કહ્યું ન માને, મંદિરના ઓટલે બેસી ધંધાધાપા ચલાવે, ચાહ ચેવડો ઝાપટે, બીડીઓ ફૂંકે અને કોઈ સમજાવવા જાય તો સંભળાવે કે ‘ભગવાન તો અંદર બેઠા છે, અહીં ઓટલા ૫૨ થોડા બેઠા છે ? તમે તમારું કામ કરો. અમને શિખામણ આપવા ન આવો.’ આવા મૂર્ખાઓનું થાય શું ? એ દુઃખી થાય તેમાં કોઈનો દોષ કે એમના પાપકર્મનો દોષ ? આવા સમયધર્મીઓને કોણ સમજાવે ? કેટલાક તો એવા પણ છે કે પોતાને ફાયદો થતો હોય ને સામે બસો જણાને નુકસાન થતું હોય તો પણ એ પોતાનો ફાયદો જુએ. બે વખત એ રીતે ફાવે પણ ત્રીજી વખત એવો સાફ થઈ જાય કે પછી શોધ્યો પણ ન જડે. જેને કર્મનું સ્વરૂપ, એંના ઉદય કે વિપાકને જોવા નથી તેણે સમજાવાય પણ શી રીતે ? અશુભ કર્મના ઉદય થકી કોઈને પૂરું ખાવા ન મળે કે ધંધો નોકરી ન મળે એ માન્યું પણ જે જાતની બૂમો પડાય છે તેવી પરિસ્થિતિ નથી. તમે ઘરમાં સલાહ આપો છો કે આવક ઘટે તેમ ખર્ચ ઘટાડવા-સમયધર્મ તે આનું નામ. આજેના સમયધર્મીઓ વિપરીત દિશામાં જાય છે. તેઓ કહે છે કે ચૂમોતે૨ની સાલમાં (આ સાલમાં વિશ્વયુદ્ધના કા૨ણે ઘણાની આવક વધી ગઈ હતી) વધી ગયેલા ખર્ચા હવે ઘટે કઈ રીતે ? આવા સમયધર્મીઓને કોણ સમજાવી શકે ? ડાહ્યા માણસો તો સમજે કે ઘરમાં જ્યારે સોનૈયા ઊછળતા હતા ત્યારે ભલે મિષ્ટાન્ન ઉડાવ્યાં પણ આજે નથી તો ક્યાંથી ઉડાવાય ? એ વખતે સોનૈયાને શાશ્વત માનવાની ભૂલ કરીને રોજ મિષ્ટાન્ન ઉડાવવાની ટેવ પાડી પણ હવે એ ચંચળ સોનૈયા ચાલ્યા ગયા. મિષ્ટાન્ન મળવાં બંધ થયાં ને રોવાનો વખત Page #247 -------------------------------------------------------------------------- ________________ 114 ૨૨૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ આવ્યો, તો હવે ફરિયાદ કરવા ક્યાં જવું ? આવક ઘટે એટલે ખર્ચ ઘટાડવો જ પડે અને એ જ સમયધર્મ. આ તો કહે છે કે ચુમોતેરની સાલમાં મોટર ગાડી વસાવી તે હવે ચોર્યાસીની સાલમાં કઢાય કેમ ? એમ વિચારી જલદી કાઢે નહિ, ખર્ચામાં ખુવાર થાય અને ભૂખ ભેગો થાય ત્યારે ન છૂટકે પાણીના ભાવમાં કાઢે એ ડાહ્યો કે મૂર્ખ ? | માટે સમજો કે બેકારી રોટલીની નથી પણ રસનાની, રંગરાગની અને મોજમજાની છે. માટે એવી વાતમાં આવી જવા જેવું નથી. તેથી જ શાસ્ત્ર સાધુને કહ્યું કે ગૃહસ્થની નિશ્રા યદ્યપિ સેવો તો પણ એના પરિચયમાં આવી એની પંચાતમાં પડશો નહિ. આ વિષયમાં સૂત્રકાર મહર્ષિ આગળ શું કહે છે તે હવે પછી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૬, ગુરુવાર, તા. ૨૦-૩-૧૯૩૦ ♦ ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ? ♦ સંતોષ વાર્તાથી નથી આવતો : ♦ સંધત્વ હોય ત્યાં ભાવના કઈ હોય ? -એ બિચારા અજ્ઞાન છે : • ખોટાને સલામ ન ભરાય ઃ તો પૂજાવાની માગ છોડી દો ! આહાર લેવો, પણ સ્વાદ ન કરવો : દરેક ક્રિયાના સારને વિચારો ! ♦ ♦ ધ્યેયપૂર્વક તપ કરી ! રાગ અને વિરાગનો સંગ્રામ ચાલુ જ છે : આત્મામાં પણ આંતરસંગ્રામ : બે પ્રકારનાં અનુષ્ઠાન : વચનાનુષ્ઠાન સામે આજનો હલ્લો ! પાંચ પ્રકારની ક્ષમાનું ઉદાહરણ : ઉપકાર ક્ષમા-૧ : ♦ અપકાર ક્ષમા-૨ : ♦ એ બે ક્ષમા તાત્ત્વિક નથી : • સીતાએ પોતાની ફરજ વિચારી : ૦ ખરા-ખોટાનો વિવેક કરો ! ♦ ખંડન વિના મંડન નહિ ! વિપાક ક્ષમા-૩ : વચન ક્ષમા-૪ : · શાસ્ત્ર કર્યું માનવું ? કેવળ બુદ્ધિવાદમાં ન ખેંચાઓ ! • અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન નકામો : • કૃત્રિમ સ્નેહની પૂજા ન કરો ! સ્વભાવે ક્ષમા-૫ : ૦ તો... બળથી નહિ પણ કળથી કામ લેવું ઘટે : 95 Page #249 -------------------------------------------------------------------------- ________________ - 1416 ૨૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી હવે શ્રી સંઘમેરૂના સંતોષરૂપી નંદનવનના સ્વરૂપને સમજાવતાં ફરમાવે છે કે જેમ મેરુપર્વતના નંદનવનનો આનંદ દેવતા તથા વિદ્યાધરો જ મેળવી શકે છે તેમ શ્રી સંઘરૂપી મેરૂપર્વતના સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે; કારણકે યોગ્યતા તથા તાકાત વિના એ આનંદ મેળવી શકાતો નથી. સભા: ‘ત્યાં દેવ તથા વિદ્યાધર એમ બે કહ્યા અને સરખામણીમાં અહીં એકલા * સાધુઓ જ કહ્યા તેનું કારણ ? એ બેયથી વધી જાય તેવા સાધુઓ છે. વળી અહીં પણ સાધુઓ તેમજ સાધુપણાના અર્થીઓ એમ બે પણ લેવાય. સંતોષ કાંઈ બોલાવ્યે આવતો નથી. એના માટે જીવમાં યોગ્યતા જોઈએ અને એટલા માટે ફરીને આપણે કૂટની વિચારણા પર આવ્યા. મેરૂના ચિત્રકૂટો જેમ સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં, ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં હોય છે તે રીતે શ્રી સંઘરૂપી મેરૂનાં ચિત્તકૂટો (શિખરો) પણ ઇંદ્રિય તથા મનને દમે તેવા નિયમોરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં, અશુભ અધ્યવસાયના ત્યાગથી ઉત્તમ (ઊંચાં), શુભ અધ્યવસાય યોગે કર્મક્ષયથી ઉજ્જવલ (શુદ્ધ) અને નિરંતર સૂત્રાર્થના સ્મરણથી ઝળહળતાં (પ્રકાશમાન) હોય. ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ? અશુભ અધ્યવસાયો-શુદ્ર લાલસાઓ જાય ત્યારે. તૃષ્ણાઓ પર કાપ મુકાય ત્યારે. એ વિના સંતોષ ન આવે. સંતોષ વાતોથી નથી આવતો ? સંતોષ વિના દુનિયાની સામગ્રીથી ગમે તેવો સુખી પણ દુ:ખી છે; અને દુનિયાના ગમે તેવા વિષમ સંયોગોમાં પણ સંતોષી હોય તે પરમ સુખી છે. એ સંતોષનો આનંદ સાધુઓ લઈ શકે છે કેમકે એમણે લાલસાના બધા હેતુઓ તજ્યા છે અને તેવા સંસર્ગોનો પણ નાશ કર્યો છે. સાધુઓ કેવળ આત્મસાધનામાં રક્ત છે માટે જ એનો આનંદ લઈ શકે છે. બીજા પણ કેટલે અંશે મમતાને તજે એટલે અંશે આનંદ મેળવી શકે પણ સંપૂર્ણ આનંદ તો સાધુઓ જ મેળવી શકે છે. જ્યાં “મારું-તારું, “આ છે ને તે છે, “ફલાણે આમ કર્યું ને આમ ન કર્યું” એમ બેઠું છે, આ “મિત્ર અને આ દુશ્મન” એમ માનવાની પરિસ્થિતિ છે ત્યાં સંતોષનો આનંદ ક્યાંથી આવે ? સંતોષ વાતોથી નથી આવતો. દુનિયાના સુખમાં મગ્ન રહેવું અને સંતોષનો આનંદ લેવો એ બે વાત Page #250 -------------------------------------------------------------------------- ________________ 1417 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા - 95 – – ૨૨૯ કેમ બને ? ઉકરડા વચ્ચે બેસવું અને સુગંધી લેવી તે ક્યાંથી મળે ? સ્થળ, વાતાવરણ એ બધું વિચારવું જોઈએ ને ? સંઘ' એ અનુપમ ચીજ છે? સંઘ એ અનુપમ ચીજ છે, લોકહેરીમાં પડેલું ટોળું એ સંઘ નથી. સંઘ તે કે જે લોકને પોતાના તરફ ખેંચે પણ પોતે લોક પાછળ ન ઘસાય. શ્રી સંઘની સાધના લૌકિક નહિ પણ લોકોત્તર હોય. એની સાધના દુનિયાદારી માટે નહિ પણ કેવળ આત્મકલ્યાણ માટે હોય. માટે તો એ તીર્થકરવત્ પૂજ્ય ગણાય છે. જેને તેને તીર્થકરવત્ ગણીએ તો આ દુનિયામાં સંઘના કાંઈ તોટા નથી. મનુષ્યોના સમુદાયોને જ જો સંઘ કહેવાતો હોય તો ડગલે ને પગલે પાંચ-પચાસ માણસોનાં ટોળાં તો છે જ. તો તો રોજ જ્યારે ને ત્યારે અને જ્યાં ત્યાં તીર્થકર મળ્યા જ કરે; પણ એવું નથી, જે શ્રી સંઘ તીર્થકરવત્ પૂજ્ય મનાય છે તે ચીજ જ જુદી છે. સંઘત્વ હોય ત્યાં ભાવના કઈ હોય? શ્રી સંઘને દુનિયા સાથે મેળ ન હોય. શ્રી સંઘ તો દુનિયામાં કમને રહેલ હોય. જેને દુનિયામાં રહેવાની જ ભાવના હોય તે શ્રી સંઘમાં નથી. આ રીતે જ્યારે સંસારમાં રહેવાની ભાવનાવાળો સંઘમાં નથી ત્યારે “સંસારમાં સાર છે, સંસારમાં રહેવામાં વાંધો શો ? સંસારમાં રહેવું જ જોઈએ” આવી ભાવના હોય ત્યાં સંઘત્વ મનાય ?. પૂર્વના શ્રાવકોની ભાવના કઈ હતી ? રાજા-મહારાજાઓ છતાં યુદ્ધભૂમિમાં પણ પોતાના સ્વરૂપને કે પોતાના કર્તવ્યને એ ભાવનાના બળે જ નથી ભૂલ્યા. એ ભાવનાને અને આજની ભાવનાને કોઈ મેળ મળે ? શ્રી ચેડા મહારાજા યુદ્ધભૂમિમાં પણ બાણને પ્રમાર્જતા, પડિક્કમણું કરતા. શ્રી કુમારપાળ મહારાજા ઘોડાના પલાણે પૂંજણી બંધાવતા, અગિયાર લાખ ઘોડાને ગાળેલું પાણી પીવડાવાય એવી વ્યવસ્થા કરાવી, આ બધી વાતો આજનાઓને હમ્બગ લાગે છે; લાગે જ, કારણ કે પેલા મહાપુરુષોની ભાવના ક્યાં ! અને આ પામરોની ભાવના ક્યાં ? ઉદાર તો સહેજે લાખોનાં દાન દે; એને મન એ કાંઈ મોટી વાત નહિ પણ કપણની તો એ વાત સાંભળી છાતી જ બેસી જાય. શાસ્ત્રમાં લાખોના દાનની વાત આવે ત્યારે કુપણ શ્રોતા કહી દે કે “એ તો બધાં ગપ્પાં. જેનાથી રાતી પાઈ ન છૂટે એ વળી લાખોનાં દાન દેવાયાં એ વાત માને શી રીતે ? એને એ બધી અતિશયોક્તિ જ લાગે. એ જ રીતે ભૂતકાળના આ બધા પુણ્યવાન મહાપુરુષોની વાતો આજના પામરોને અતિશયોક્તિભરી લાગે એમાં કાંઈ આશ્ચર્ય નથી. - એ બિચારા અજ્ઞાન છે : જેઓ ચોવીસે કલાક નળની ચકલીઓ ઉઘાડી રાખી પા શેર ને બદલે પાંચ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1518 મણ પાણી ઢોળતા હોય, એમાં એને જરા પણ વાંધો ન જણાતો હોય એને શ્રી કુમારપાળ મહારાજાની ૧૧ લાખ ઘોડાને પાણી પણ ગાળીને પીવડાવવાની વાત કઈ રીતે જચે ? જેમને ભક્ષ્યાભઢ્યના વિવેકનું કોઈ ભાન જ નથી તેમને શ્રી કુમારપાળ મહારાજાના ચોમાસામાં લીલોતરીના અને પાંચ વિગયના ત્યાગની વાતો કઈ રીતે મગજમાં ઊતરે ? જેમને દિવસમાં દસ વાર ખાવા જોઈએ અને ચોવીસે કલાક મોટું ચાલતું જોઈએ એને છત્રીસ કલાકના ઉપવાસની વાત શી રીતે ગમે ? એ તો કહી દે કે કોઈ ન જુએ તેમ છાનું છાનું ખાઈ લેતા હશે ! અજાણ જૈનેતરો આવી શંકા કરતાં પણ આજે તો હવે જૈનોમાં પણ એક એવો વર્ગ નીકળ્યો છે કે જે આવી ખોટી વાતો ફેલાવે છે. આ મહાપુરુષોની વાતો આજના પામર જીવોને ન ગમે એમાં કાંઈ નવાઈ નથી કેમકે બિચારા અજ્ઞાન છે. ખોટાને સલામ ન ભરાય ? - શ્રી જિનેશ્વરદેવના શાસનની સઘળી વાતો ન્યારી છે. એને લોંકની વાતો સાથે મેળ હોય જ નહિ. આપણે સંસારને ખરાબ કહીએ ત્યારે લોક એને સારો કહે; આપણે એને તજવા જેવો કહીએ ત્યારે લોક એને રહેવા જેવો કહે; આપણે વિષયને વિષ કહીએ ત્યારે લોક એને ભોગવવા જેવો કહે; આપણે સંબંધીને બંધનું કહીએ ત્યારે લોક અને સાથી કહે; આપણે પૈસા-ટકાને દુ:ખનું સાધન કહીએ ત્યારે લોક એને સુખનું સાધન કહે; હવે આ બધી વાતનો મેળ મળે શી રીતે ? આ પંચાતની પતાવટ થાય કઈ રીતે ? આમાં અરધી પતાવટ કરવી છે ? લક્ષ્મી અરધી સારી અને અરધી ખરાબ એવી પંચાત થઈ શકે ? સાચા અને ખોટા વચ્ચે પતાવટ થાય જ નહીં. ખોટાને સલામ ભરાય કઈ રીતે ? જે શ્રીસંઘ તીર્થકરવત્ પૂજ્ય, એની વાતો કાંઈ છોકરાંની રમત ન હોય. - તો પૂજાવાની માગ છોડી દોઃ આમ પણ ચાલે ને તેમ પણ ચાલે; સંસારને સારો પણ માનીએ, “સંસાર છોડવા જેવો” એવું જ શા માટે માનીએ ?’ આમ કહે તેમને તો કહી દેવાનું કેતો તીર્થકરવત્ પૂજાવાની માગ છોડી દો.” “શાહ” કહેવડાવવું હોય તો Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 માગનાર ગમે ત્યારે આવે તો એને પૈસા આપવા જ પડે; કદી એકાદ દિવસનો વાયદો થાય પણ ‘જા, નથી આપતો', કહે એટલે શાહુકારપણું જાય. એમ ‘સંસાર નથી છૂટતો, અવસ૨ે છોડશું’ એમ કહે તો તો સંઘમાં નભે પણ ‘શાના છોડીએ ? શું છોડીએ તો જ ધર્મ થાય એવું થોડું છે ?' આવું બોલે અને સંઘ તરીકે પૂજાવા માગે એ ચાલે ? ન જ ચાલે. બધાને ‘બાપા’ કહેવડાવવાનું મન થાય પણ દુનિયાના દીકરાઓ કાંઈ એમ કહેવા બંધાયેલા થોડા છે ? કોઈ કહે કે ‘તારા બાપથી હું મોટો છું માટે મને બાપા કહે' તોયે પેલો કહી દે કે ‘ન કહું. હું તો મારા બાપને જ બાપ, માને જ મા અને ભાઈને જ ભાઈ કહેવાનો.' યોગ્ય રીતે માબાપ બનો; કાર્યવાહીથી પણ માબાપ જેવા બનો તો તો હજી ઠીક છે; પણ કાંઈ કર્યા વિના બાપ કહેવડાવવા ઇચ્છો, તો એમ કોઈ કહેવા તૈયાર થાય ? સંઘના આચાર પાળવા નથી, વનમાં ઉતારવા નથી અને સંઘ તરીકે પૂજાવું, એ કોઈ કાળે ન બને. 1419 ૨૩૧ આહાર લેવો પણ સ્વાદ ન કરવો: આ મહાપુરુષોની વાતોંથી તમારી લીલા ઊડી જાય છે. સૂત્રકાર મહર્ષિ ઝીણવટથી આ બધી વાતો સમજાવે છે. જૈનશાસન લીલાને તો દોષિવલાસ માને છે. લીલા પણ માણવી અને આત્મશુદ્ધિની વાતો કરવી એ બે વાતને મેળ નથી. જૈનશાસનના ત્યાગની વાત સાંભળી ઘણાંને તો તમ્મર આવે છે. આ શાસન કહે છે કે શરીર નભાવવા ખાવું પડે માટે આહાર લેવો પણ સ્વાદ ન ક૨વો. હવે તમને તો સ્વાદ વિના ગળે ઊતરે નહિ ત્યાં થાય શું ? તમે તો છત્રીસ કલાકનો ઉપવાસ ભલે કરો પણ પારણામાં કઈ હાલત ? પારણામાં તો સ્વાદની એવી ધાંધલ કે ઉપવાસ આખોયે એળે જતો રહે . ઇંદ્રિયનિગ્રહ માટે તો ઉપવાસ હતો. એ ઇંદ્રિયનિગ્રહ પારણામાં ક્યાંય સંતાઈ જાય ને સ્વાદની લાલસા ફાટી નીકળે. કોઈ આત્મા અંતરાયના ઉદયે તપ ન કરે તે નભે પણ જો ભોજન નિર્મમત્વભાવે કરે તો પણ એ તપસ્વી ગણાય. જ્યારે તમારું તો પારણું એવું, એમાં ધમાધમ એવી કે કદાચ ઉપવાસની કરેલી કમાણી ધૂળમાં મળે અને કોઈ વખત તો ઉપવાસથી મેળવેલા લાભ કરતાં પારણામાં થઈ ગયેલ હાનિનું પલ્લું નમી જાય. દરેક ક્રિયાના સારને વિચારો માનો કે અભ્યાસના યોગે કદી એમ થઈ પણ જાય પણ ધ્યેય કયું જોઈએ ? છત્રીસ કલાક ઉપવાસ થયો તો કલાક અરધો કલાક વધારે થઈ જાય ત્યાં ધાંધલ ન હોય; અને જો એમ કરે તો પછી છત્રીસ કલાકમાં મેળવ્યું શું ? વેપાર Page #253 -------------------------------------------------------------------------- ________________ 1420 ૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કહેનારો પણ ફળને જુએ છે. દરેક ચીજના સારને જોવો જોઈએ. તપનું ફળ કાંઈ પારણું છે ? ના. પૂજા કરી અને ‘ભવનિવ્રેઓ’-‘ભવનિર્વેદ’ની માગણી કરી આવ્યા પછી બહાર નીકળીને ભવરાર્ગનું કામ એવું ને એવું ચાલુ રાખો તો પૂજા ફળે ? એ તો યંત્રવત્ ક્રિયા થઈ. ચાવી ફેરવી ને રેકોર્ડ વાગી ગયા જેવું થયું. એમાં લાભ શો થયો ? દરેક ક્રિયાના સારને ન વિચારો, સમયે યાદ ન કરો તો ક્રિયા ફળે ક્યાંથી ? રસોઈ કે મીઠાઈ બની ગઈ તેથી શું વળે ? જમીએ ત્યારે જ તેનો સ્વાદ આવે. રસોઈ તૈયાર થઈ ગઈ ને કોઈના મરણનાં સમાચાર આવ્યા તો રસોઈ રસોઈના ઠેકાણે રહે. છત્રીસ કલાકના ઉપવાસ પછી પારણાની પાંચ-દશ મિનિટ ન સચવાય તો કેટલીક વખત લાભને બદલે ગેરલાભ વધી જાય. સવારથી જ ધાંધલ શરૂ થઈ જાય કે-‘મોં બગડી ગયું છે, માથું ચડી ગયું છે, તૃષા લાગી છે, આમ થાય છે ને તેમ થાય છે’ આવું કર્યા કરે તો ઉપવાસના ઉત્તમ ફળને હારી જવાય છે. ઉપવાસમાં આહા૨પાણી તજ્યા શા માટે ? નિરાહારી બનવા માટે. એને બદલે પારણામાં એવી ધમાધમ કરે અને એટલી તો ચીજો બનાવરાવે કૈ નિરાહારીપણું કયા ખૂણે છુપાઈ ગયું છે તે શોધવું પડે. હેતુ જ ભૂલી જવાય છે. ધ્યેયપૂર્વક તપ કરો : ધ્યેયપૂર્વક તપ ક૨વામાં આવે તો એક પછી એક એમ ઉપવાસો કરતાં પરિણામે એ ધૈર્ય આવે કે પછી પણ પહેલાંની જેમ ધમાધમ ન જ થાય. મોડું થાય તોયે કાંઈ ન બોલે. પહેલાં જેને પચીસ ચીજ જોઈતી હતી તે હવે કહી દે કે ‘જે હશે તે ચાલશે.' રસોઈમાં કાંઈ ફેરફાર હોય તો પણ બોલ્યા વિના જમી લે. ખામીની સૂચના કરે એ વાત જુદી પણ હવે થાળી તો ન જ પછાડે. પૌદ્ગલિક પદાર્થોની લાલસાથી આત્મા પાછો હઠે તો તપથી નિર્જરા થાય. આજે તો લાલસા એવી છે કે ભગવાનને પણ કહી દે કે-‘રોજ તારી સેવા કરું છતાં હજી મારી દશા આવી ને આવી રહી ! તારી સેવાનું કાંઈ ફળ નહિ ?’ ભગવાન પણ જો બોલતા હોત તો કહી દેત કે-‘ભાઈ ! રહેવા દે, મારે તારી સેવાની જરૂર નથી. બાકી હું કાંઈ તારો નોકર-ચાકર નથી કે તારી આવી સેવાના બદલામાં મારે તારાં બધાં કામ કરી આપવાં !' રાગ અને વિરાગનો સંગ્રામ ચાલુ જ છેઃ આવી સાચી વાતો હું સંભળાવું એટલે કહે છે કે-‘મહારાજ બહુ કડવું કહે છે.’ સાંભળનારને જરા અણગમતી વાત આવે એટલે-તરત ફરિયાદ આવે કે‘મહારાજ બધું વિરુદ્ધ જ કહે છે.' પણ વિરુદ્ધ કહેવા તો હું અહીં આ પાટે બેસું Page #254 -------------------------------------------------------------------------- ________________ 1421 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધ - 95 - ૨૩૩ છું. તમને ગમે તેવી વાત કરવા હું અહીં બેસતો જ નથી. તમને જે ગમે છે તે નહીં ગમાડવા માટે તો મારી આ બધી મહેનત છે. તમને સંસાર ગમે છે, મને એ નથી ગમતો, માટે તમારી પાસે છોડાવવાની મહેનત કરું છું. પાટે બેસું ત્યારથી જ સંસારને ખોટો કહેવાની શરૂઆત કરું છું. ભલે ધીમે બોલું કે ઊંચે અવાજે બોલું પણ ઇરાદો એક જ, તમને સંસારથી ખસેડવાનો. જેને આ વાત ગમે તે આવે. સંસારથી ખસવું ગમે તે ખસે. જેને એ ન પાલવે તેને માટે સંસારની શેરીઓ મોટી છે, ભલે ફર્યા કરે. આપણો તેમાં ઉપાય નથી. વ્યાખ્યાન સાંભળવા માત્રથી પણ ફાયદો કોને થાય ? એ આ ધ્યેય સમજીને આવે તેમને. બીજા ઇરાદે આવે તે તો જેમ જેમ આ સાંભળતા જાય તેમ તેમ રોષથી બળતા જાય. મારી તપના પારણાની આવી વાત સાંભળીને એ કહેશે કે-“આ સાધુને તો ઉપવાસનું પારણું પણ ખટકે છે !” સભાઃ “આવા વિચારના તો અહીં ઓછા હશે !' કબૂલ. બધા કાંઈ એવા ન હોય. પણ સાવ ન હોય એવું પણ નહિ. જે એવી ભાવનાથી આવ્યા હોય તેને તો લાગે પણ ખરું અને બોલે પણ ખરા કેવાતવાતમાં વિષયના ભોગની અને ખાનપાનની ટીકા મહારાજ કેમ કરે છે ?” સંસારરસિકોના બે-પાંચ ચોકીદાર તો આ સભામાં કાયમ એવા આવે જ કે જે કયા શબ્દો, ક્યારે અને કેવી રીતે બોલાય છે તેનું બરાબર ધ્યાન રાખે, કોઈ ન દેખે તે રીતે લખી લે, ન લખાય તેમ હોય તો મનમાં ગોખ્યા કરે. એ ગોખવામાં એવા ખોવાઈ જાય કે પછીનું કહેવાયેલું કાંઈ સાંભળે જ નહિ. બહાર જઈને પેલું ગોખેલું બોલે અથવા તો મીઠુંમરચું ભભરાવી ભળતી રીતે પ્રસિદ્ધ કરી કાંઈ નવાજૂની કરવાની એમની ભાવના હોય. ત્યાં સામે કોઈ પૂછે કે-“પણ પછી શું કહ્યું હતું તે તોં સંભળાવ' એટલે ત્યાં એ તરત પાછો પડે. દરેક કાળમાં એ કાયદો કે જ્યાં ત્યાગની વાતો હોય ત્યાં રાગને પોષવાની ભાવનાવાળાના દૂતો ગોઠવાઈ જ ગયા હોય. પ્રજાની સભામાં રાજ્યના જાસૂસો અને રાજ્યની સભામાં પ્રજાના જાસૂસો હોય છે. અહીં પણ સંસારનો અને સંસારના અભાવનો, રાગ તથા વિરાગનો સંગ્રામ ચાલુ જ છે. આત્મામાં પણ આંતરસંગ્રામ : આત્મામાં પણ એ જ આંતરસંગ્રામ ચાલુ છે. ત્યાં મોટે ભાગે રાગ જ જીતે છે. વૈરાગ્ય જ વારંવાર હારે છે. પાંચ-પચાસ વખતના યુદ્ધમાં કોઈકવાર રાગને જરા ટક્કર લાગે. એમ કરતાં કરતાં કેટલેક કાળે આત્મા બળવાન થાય ત્યારે વૈરાગ્ય જીત પર ચડે. આત્માની બળવત્તરના વધતી જાય તેમ તેમ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1422, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને ત્યાર બાદ છેલ્લે સામર્થ્યયોગ આવે, ક્ષપકશ્રેણિ મંડાય અને કેવળજ્ઞાન પમાય. શાસ્ત્રયોગ એટલે શાસ્ત્ર કહે તે કરવું તે. ત્યાં પણ રાગ ટક્કર મારી દે. એ સમજાવી દે કે-“ભાઈ ! શાસ્ત્ર તો બધું કહે, એ કહેનારા તો બધા પરમ વિરાગી, એ કહે તે બધું આપણાથી થાય ? એ તો લોઢાના ચણા, એ ચાવવાનું તો એમનું જ કામ. આપણે તો એમને પગે લાગીએ.” શાસ્ત્ર કહે છે કે આમ કેટલોય કાળ અને કેટલાય ભવ સુધી શાસ્ત્રયોગ સેવે ત્યારે સામર્થ્યયોગ આવે. મનને આત્મા સમજાવે, મારી મારીને ઠેકાણે લાવે, વળી પાછું ભાગે અને વળી સમજાવે, વિષયના વિપાક સંભળાવે, નરકાદિ ગતિનાં વર્ણન કરે, સમજવીને પાછો વાળે, પાછો ભાંગે અને પાછો ફેરવે, એમ કેટલોય કાળ શાસ્ત્રયોગ સેવે ત્યારે સામર્થ્યયોગ આવે. બે પ્રકારનાં અનુષ્ઠાનઃ ઉપાદેય અનુષ્ઠાન બે પ્રકારનાં છે. વચનાનુષ્ઠાન અને નિ:સંગાનુષ્ઠાન. શાસ્ત્રવચન અનુસારે અનુષ્ઠાન કરવું તે વચનાનુષ્ઠાન. એ વચનાનુષ્ઠાનના વારંવાર સેવન કરવાના પરિણામે તેના પરિપાકરૂપે સહજપણે થતું કોઈ પણ પ્રકારના સંગ વગરનું એક માત્ર મુક્તિના હેતુથી તન્મયપણે થતું અનુષ્ઠાન તે નિ:સંગાનુષ્ઠાન. ઘણા કાળ સુધી વચનાનુષ્ઠાન સેવે ત્યારે નિ:સંગાનુષ્ઠાન આવે. આજે વચનાનુષ્ઠાન પર ઘા છે, બધો હલ્લો એની જ સામે છે. વચનાનુષ્ઠાન સામે આજનો હલ્લો : * . છછું ગુણઠાણે નિ:સંગાનુષ્ઠાન અંશે છે, સાતમે ગુણઠાણે બરાબર છે અને આગળ પૂરેપૂરું છે. જ્ઞાનીના વચનને આધીન થવાની વાત હોય ત્યાં વિકલ્પ ન કરાય પણ આજે તો આની સામે જ હલ્લો છે. વ્યવહારમાં પણ જ્યાં સુધી શેઠ ન બનાય ત્યાં સુધી શેઠની આધીનતા હોવી જોઈએ. આવડત ગમે તેટલી હોય પણ પોતાના નામે સોદો ન કરાય. શેઠના નામે જ સોદા થાય. ખોટ જાય તો ભરવાની તાકાત શેઠમાં છે, પોતાનામાં એ તાકાતનો અભાવ છે માટે જ માથા પર શેઠ સારો. એ રીતે નિ:સંગ દશા ન આવે ત્યાં સુધી વચનાનુષ્ઠાનનું સેવન કરવું જ જોઈએ. પાંચ પ્રકારની “ક્ષમા'નું ઉદાહરણઃ આ વાત સમજવા માટે આપણે ક્ષમાના પાંચ પ્રકાર વિચારવાના છે. પાંચમા પ્રકારની ક્ષમા આવી ગયા પછી ભય નહિ. એ પાંચમી ક્ષમા તે “સ્વભાવ ક્ષમા' છે. એ પ્રાય: સાતમું ગુણસ્થાનક આવ્યા પછી આવે છે. છઠ્ઠા ગુણઠાણે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 ૨૩૫ રહેલા શ્રી જિનેશ્વરદેવો, શ્રી જિનલ્પી મહાત્માઓ વગેરે અપ્રમત્ત દશામાં વર્તતા આત્માઓને પણ આ ક્ષમા હોય છે. એ આત્માઓ એવા કેળવાઈ ગયા હોય છે કે જેને ગુસ્સો જ ન આવે. ગમે તેવા પ્રસંગો આવે, ગમે તેવી પીડા કે તકલીફો હોય, અરે ! પ્રાણ જવાનો પ્રસંગ આવી લાગે તો પણ એને કષાય નામેય સ્પર્શી શકે નહિ. એમની પ્રકૃતિ જ એવી. પાણી ઠંડું એ એનો સ્વભાવ જ છે; એ રીતે એ આત્માનો પણ સ્વભાવ જ એવો. આત્માના ગુણરૂપ એ ક્ષમા બની ગઈ. એ જ સ્વભાવ ક્ષમા અર્થાત્ ધર્મક્ષમા. 1423 ક્ષમાના પાંચ પ્રકાર છે : (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) સ્વભાવ ક્ષમા. પહેલી ત્રણ પ્રકારની ક્ષમા મિથ્યાષ્ટિને પણ હોય. પછીની બે સમ્યગ્દષ્ટિને જ હોય. તેમાંય પાંચમી સ્વભાવ ક્ષમા તો છà ગુણઠાણે રહેલા શ્રી જિનેશ્વરદેવો; શ્રી જિનકલ્પી મહાત્માઓને તથા ઉપરના ગુણઠાણે રહેલા મહાત્માઓને જ હોય છે. ઉપકાર ક્ષમા-૧ : કોઈએ કાંઈ ભલું કર્યું હોય, એ કદી કટુ શબ્દો સંભળાવે તે એના ઉપકારને યાદ કરીને ગમ ખાઈ ક્ષમા રાખવી તે ‘ઉપકાર ક્ષમા'. નોકરો શેઠની ગાળ ખાઈ લે છે ને વેપારીઓ ગ્રાહકની ગાળો સાંભળી લે છે. એવા પણ વેપારીઓ છે કે જે ગ્રાહકની ગાળ ખાઈને પણ ગ્રાહકનાં મન સાચવે છે. પોતાનો લાભ દેખાય ત્યાં બધું ભૂલે. ઘરમાં પણ કોઈ માણસ ન ગમતો હોય છતાં એની પાસે કામ લેવા માટે એને નભાવવો પડે છે એ ઉપકાર ક્ષમામાં જાય. ઉપકારને પણ ભૂલીને આક્રેશ કરનારા કૃતઘ્ની છે. તેના કરતાં આ ઘણા સારા. છતાં આ તાત્ત્વિક ક્ષમા નથી. અપકાર ક્ષમા–૨: પોલીસ દંડો ઉપાડે ત્યારે વિચાર આવે કે જો કાંઈ બોલવા ગયા તો દંડા પડશે માટે ગમ ખાઈને ક્ષમા રાખવી, ગુસ્સો ન લાવવો તે ‘અપકાર ક્ષમા' છે. એવા પણ મૂર્ખ હોય છે કે ત્યાં પણ પરિણામનો વિચાર કર્યા વિના ગુસ્સો કરે છે ને માર ખાય છે. તેના કરતાં પરિણામનો વિચાર કરીને ગમ ખાઈ જનારા ડાહ્યા ખરા પરંતુ આ તાત્ત્વિક ક્ષમા નથી. અપકારના ભયથી રાખેલી ક્ષમા છે. એ બે ક્ષમા તાત્ત્વિક નથી : આ બે ક્ષમા કોઈ પણ વ્યક્તિને હોઈ શકે છે. બળવાન આગળ નબળાની Page #257 -------------------------------------------------------------------------- ________________ 1424 ૨૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ક્ષમા એ કાંઈ તાત્ત્વિક ક્ષમા નથી. આ બે ય ક્ષમા મિથ્યાદષ્ટિને પણ હોઈ શકે છે. માટે તો શાસ્ત્ર વારંવાર કહે છે કે જરા ગુણ દેખો કે ઉતાવળા ન થાઓ, જરા થોભો, વિચાર કરો કે એની ઉત્પત્તિ ક્યાંથી છે ? સ્ત્રીઓ ઘ૨માં પરાભવ ઓછો સહે છે ? ઘણો સહે છે; માટે એને તપસ્વિની કે ક્ષમાધારિણી કહેવી ? ના. ત્યાં તો લાલસાઓની ગુલામી છે માટે બધું સહે છે. તમને ખરેખર એ દેવ માનીને સેવે છે એમ ? સીતાજી જેવા માટે કહી શકીએ કે એ મહાસતી, મહાપતિવ્રતા, પતિભક્તિપરાયણ હતાં. પિતાના વચન ખાતર રામચંદ્રજી વનવાસ જવા નીકળ્યા ત્યારે સીતાને પૂછવા ગયા હતા ? નહિ જ. છતાં સીતાજી તરત જ પાછળ ચાલી નીકળ્યાં હતાં. એ કાંઈ જેવાં તેવાં ન હતાં. રાજવૈભવમાં ઊછરેલી એ સુકોમળ બાળા રાજા જનકની પુત્રી અને ભામંડળની બહેન હતી. નવયૌવના હતી. રામચંદ્રજી એમને પરણીને આવ્યા ને તરત આ બનાવ બન્યો છે. છતાં ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ રામચંદ્રજીની પાછળ વનમાં જવા ચાલ્યાં. ‘જ્યાં પતિ ત્યાં હું, જ્યાં કાયા ત્યાં છાયા' આવી તો એ મહાદેવીની દૃઢ માન્યતા હતી: આજે તો સમાન હકની મારામારી ચાલે છે ને ? સીતાજીએ પોતાની ફરજ વિચારી : માબાપની આજ્ઞા પાળવી હોય, એમની ભક્તિ કરવી હોય તો આજે તો મોટે ભાગે સ્ત્રીને પૂછવું પડે. આજની સ્ત્રી તો કહી દે કે-‘મને પૂછ્યા વિના માબાપની ભક્તિ કરનારા તમે કોણ ? મારું કહ્યું માનવું ન હતું અને માબાપ કહે તેમ જ કરવું હતું તો મને પરણ્યા શું કામ ?' માબાપ-દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, ઘરની સ્ત્રી કહે તો જ થાય એવું ગુલામીખત લખી આપવું છે ? આવું ગુલામીખત સહી કરીને પછી જ પરણે એવી આજના મોટા ભાગની દશા છે. દેવ-ગુરુ-ધર્મ-માતા-પિતા અને ઘરમાં વડીલ આદિની ભક્તિ માટે સ્ત્રીની આજ્ઞાની જરૂર ખરી ? સીતાજીને બોલતાં નહોતું આવડતું કે ‘મને પૂછ્યું કેમ નહિ ? પૂછવું નહોતું તો પરણ્યા શું કામ ?' આવું કશું રામચંદ્રજીને ન કહેતાં એમણે તો ફક્ત પોતાની ફરજનો જ વિચાર કર્યો. પતિ પોતાના પિતાની આજ્ઞા પાળવા વનવાસ જાય છે તો મારી ફરજ તેમની સાથે જવાની, એટલું વિચારી સીધાં પાછળ ગયાં છે. આ આર્ય સંસ્કાર છે. ખરા-ખોટાનો વિવેક કરો ! આજના સંસ્કારો ભયંકર છે. એનો ફેલાવો એ અધઃપાતની નિશાની છે. એ મરવાનાં લક્ષણ છે, જીવવાનાં નહિ. પુરુષ સ્ત્રીને લાવે એટલે પિતાનો પુત્ર મટી જાય એમ ? પોતાને પરણ્યા પછી પતિને પોતાનાં મા-બાપના દીકરા મટી Page #258 -------------------------------------------------------------------------- ________________ 125. - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધ - 95 ૨૩૭ જવાનું કહે એ. આર્ય સ્ત્રીના સંસ્કાર છે ? સ્ત્રી પરણનારે મા-બાપના દીકરા મટી જવું જોઈએ એમ ? પોતાના નામ સાથે પિતાનું નામ જોડે છે કે પત્નીનું ? પેઢી પિતાના નામની, ઓળખાય પિતાના નામથી, વારસો પિતાનો ખાય અને આજ્ઞા સ્ત્રીની માનવાની, આ ક્યાંનો ન્યાય ? વળી એ આજ્ઞા પણ કેવી ! છેક મા-બાપના મટી જવા સુધીની ! પેલો પુરુષ કહે છે કે-“પણ આ તો મારી માતા, નવ માસ મને ગર્ભમાં રાખનારી, ભીનામાંથી સૂકામાં પોઢાડનારી, પાળીપોષીને મોટો કરનારી, મારી ખાતર કડવા ઉકાળા પોતે પીનારી, આ મારી સગી જનેતા છે, તોયે તેની સ્ત્રી કહી દે કે “એ બધી વાત ખરી પણ મારે તો હૂતો દૂતી બે સિવાય ત્રીજું તૂત ને જોઈએ.' બોલો ! આ કેવી ભયંકર હાલત છે ? સીતાજીમાં . તો સાચો પ્રતિપ્રેમ હતો. એમનામાં વિષયવાસના નહોતી એમ આપણે કહેવા નથી માગતા પણ બહુલતા એની નહિ. જ્યારે આજે બહુલતા વિષયવાસનાની અને પતિપ્રેમ નામનો, એવી સ્થિતિ છે. એમ ન હોય તો પતિ ફરજ બજાવે, જીવન સુધારે, સન્માર્ગે જાય ત્યાં પત્નીથી આડે અવાય ? પતિ-પત્ની પરસ્પરના હિતમાં રાજી હોય કે નારાજ ? ખરા-ખોટાનો વિવેક તો કરવો પડશે ને ? ખંડન વિના મંડળ નહિ ખોટાને ખંડ્યા વિના અને ખરાને મંડ્યા વિના નહિ ચાલે. ખોટાના ખંડન વિના ખરાનું મંડળ થાય જ નહિ. એકલું ખંડન થાય શી રીતે ? દરજી પણ કાતર મૂક્યા વિના કોટ-ખમીસ નહિ સીવી આપે. કાતર વિના સોય, દોરો, સંચો, કારીગર. એ તમામ નકામાં. આખા તાકા પર કાતર ફર્યા વિના કોટ સીવાય ? વેતર્યા પછી પણ ગમે તેવો હોશિયાર કારીગર હોય તોયે નાના નાના કટકા તો કાઢવા જ પડે છે. સભાઃ “અત્યારે તો ઘણા કાઢવા પડે છે.” એ ફેશન વધી માટે; પણ એ વાત જવા દો. આપણી મુદ્દાની વાત એ છે કે કોઈ પણ ખોટી વાતનો વિરોધ કરવો જ પડે. ખોટી વાતનો વિરોધ એ વિરોધ નથી. સ્વરૂપ બતાવ્યા વિના છૂટકો થાય જ નહિ. ક્ષમા, શાંતિ કે કોઈ પણ ગુણ જુઓ ત્યાં જરા થોભો અને વિચારો કે એ શા માટે છે ? અલબત્ત, એવા સમયમાં પણ જે ક્ષમાં નથી રાખતા એનાથી એ સારો; ભયંકર પ્રસંગમાં પણ પરિણામને વિચાર્યા વિના ગુસ્સો કરનારા મૂર્ખાઓ કરતાં એ સારો; પણ એટલા ઉપરથી એને ધર્માત્મા ન કહેવાય. જેટલા ગરજવાન અને ડરપોક, તેમનામાં આ બે ક્ષમા તો હોય, હોય ને હોય જ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 126 - ત્રીજી વિપાક ક્ષમા મિથ્યાષ્ટિને પણ હોય અને ચોથી વચન ક્ષમા તો સમ્યગ્દષ્ટિ વગેરેને જ હોય. ત્રીજી ક્ષમા તો ઢીલા પોચાને પણ હોય, ચોથી સમ્યગ્દષ્ટિ વગેરેને અને પાંચમી ધર્મમાં તો સંપૂર્ણ આત્મરંગે રંગાયેલા અપ્રમત્ત મહાત્માઓને જ હોય. વિપાક ક્ષમા-૩ કષાયના વિપાક જાણી, નરકાદિ દુર્ગતિનું સ્વરૂપ જાણી, ત્યાં જવાના ભયથી ક્ષમા રાખે તે “વિપાક ક્ષમા'. દુર્ગતિથી ડરીને એ ધ કરતો નથી. શાસ્ત્ર કહે છે કે આ સોદો છે. ભયથી એણે ક્ષમા રાખી છે. આ ક્ષમા પણ આસ્તિકને આવે. કર્મને, કર્મના સ્વરૂપને, બંધને અને દુર્ગતિને માને તો આ ક્ષમા આવે ને ? નાસ્તિક તો આ બધું માને જ નહિ પછી એને ક્યાંથી આવે ? શાસ્ત્ર કહે છે કે કોઈવાર આપત્તિ પ્રસંગે શંકારૂપે એને પણ આવી જાય પણ બહુલતયા એ ટકે નહિ. બહુ આપત્તિ પડે, ઠોકર વાગે ત્યારે એને એવી શંકાં થઈ જાય કે શું જ્ઞાનીના વચન ખરાં હશે ? પણ એ પાછું ટકે નહિ. ક્વચિત્ ટકે તો નાસ્તિકપણું ખસી જાય ને આસ્તિકપણે પામી જાય પણ બહુધા ન પામે. દુનિયામાં ડાહ્યાની સલાહ ન માનનારને પણ કોઈ વખત થપ્પડ વાગે ત્યારે ઘડીક એમ થઈ જાય છે કે ફલાણાની સલાહ માની હોત તો ઠીક થાત પણ વળી પાછું થઈ જાય કે “ઠીક છે હવે એ તો, ફાવ્યું વખાણાય.”એમ મન વાળીને પાછો કરતો હોય એમ કરે. શ્રી સિદ્ધગિરિનો જ્વલંત પ્રભાવઃ શ્રી સિદ્ધગિરિજીનું વાતાવરણ જ એવું છે કે ત્યાં ગમે તેવો નાસ્તિક જાય તો પણ એકવાર તો માથું હલાવે. “કાંઈક મહિમા છે” એમ એને એકવાર તો થાય પણ પાછો બહાર આવે ત્યાં ચક્ર ફરે. એમ થાય કે “ઠીક હવે, એમાં કયો મહિમા થઈ ગયો !” શ્રી સિદ્ધગિરિજી ઉપર “વિ-અભગિની પરીક્ષા થાય પણ નાસ્તિક-આસ્તિકની પરીક્ષા એકદમ ન થાય; કેમકે એકવાર તો નાસ્તિક પણ માથું હલાવે એવો એ શાશ્વત ગિરિરાજનો જ્વલંત પ્રભાવ છે. આ ત્રીજી વિપાક ક્ષમા મોટા ભાગે મંદમિથ્યાષ્ટિને આવે, બાકી વર્તમાનના કટુ વિપાકના યોગે ગાઢ મિથ્યાષ્ટિને ક્યારેક આવી જાય તે વાત જુદી. આ ક્ષમાની માત્રા પહેલી બે ક્ષમા કરતાં કેટલાય ગણી વધારે તોયે ક્ષમા કહેવાય ઢીલી. નરકે ન જવું પડે માટે એ ક્ષમાનું પાલન છે ને ? ધ્રુધ ભૂંડો છે માટે એં પાલન નથી. લોભી વેપારી પણ ચોરીનો માલ બે રીતે ન લે. એક તો “ચોરી એ પાપ છે, શાસ્ત્ર ના પાડે છે, ચોરી ન જ કરાય અને ચોરીનો માલ Page #260 -------------------------------------------------------------------------- ________________ 1427 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 - ૨૩૯ પણ ન લેવાય,” એ રીતે ન લે તો તો એ ધર્મી ગણાય; પણ હાથમાં કડી પડવાના ભયથી પણ ન લે એવું બને. ચોરીને પાપ માનનાર તો તરત જ એ ચીજને પાછી કાઢે અને કડીના ભયથી ન લેનાર તો લઉં કે ન લઉં' એવો ઘણી વાર વિચાર કરે. કડીના ભયથી ન લે પણ ન દેખાય તો લઈ પણ લે. મુદ્દો એ છે કે ત્યાં ચોરીનો ભય નથી પણ કડીનો ભય છે. કડીનો ભય પણ કેદથી બચાવનાર તો છે જ પણ ચોરીના-પાપના ભય જેટલી એ ભયની કિંમત નથી. આ રીતે વિપાકના ભયથી ક્ષમા રાખવી તે વિપાકક્ષમા; એ ક્ષમાધારીને પણ સમ્યક્ત હોઈ શકે. - વચન ક્ષમા – ૪ : '. શાસ્ત્ર કહ્યું માટે જ ક્ષમાનું પાલન કરવું એ વચન ક્ષમા.” દરેક વાત શાસ્ત્રના કહ્યાથી જ કરે. શાસ્ત્ર નિષેધેલાનો ત્યાગ કરે અને શાસ્ત્ર વિહિત કર્યું હોય તેની આચરણા કરે. પોતાનો આત્મા શાસ્ત્રને જ સમર્પિત હોય. બીજાને યુક્તિ વગેરેથી બને તો સમજાવે પણ પોતાના આત્મામાં તો સમર્પણ વિના બીજી ભાવના જ નહિ. “કોઈ પૂછે કે અમુક કામ કેમ નથી કરતા ? અમુક કામ કેમ કરો છો ?” એનો જવાબ એક જ હોય કે શાસ્ત્ર ના કહેવાથી તે તે નથી કરતા અને શાસ્ત્રનું ફરમાન હોવાથી તે તે કરીએ છીએ. શાસ્ત્રથી વિપરીત વર્તવામાં લાભ બતાવે તોયે તે ન ઇચ્છે. કોઈ કહેશે કે “આમ કરો, નહિ તો મરી જશો તોયે ન ગભરાય. કહી દે કે અમારે તો ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું તે પ્રમાણ. એનાથી એક કદમ પણ વિરુદ્ધ ન જવાય. કોઈ ગાંડા કહે તો કબૂલી લે અને કહી દે કે ભલે અમે ગાંડા કહેવાઈએ પણ અમારું હિત શાસ્ત્ર મુજબ વર્તવામાં જ છે. બીજાને યુક્તિથી સમજાવે પણ પોતાનો આત્મા તો ત્યાં કોઈ હેતુ ન માગે. ઘણી વાતો એવી છે કે જ્યાં હેતુ ન હોય પણ ભગવાને કહ્યું તે જ સત્ય માનવાનું. ઘણા પદાર્થો માત્ર આગમગમ્ય છે, ત્યાં હેતુ ન હોય, હેતુ મળે નહિ અને હેતુ પુછાય જ નહિ. સભા: “એવું એકાદ દૃષ્યત આપશો ?” આઠ જવ પ્રમાણનો એક અંગુલ છે. એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાતી નિગોદ છે. તેમાં એક નિગોદમાં અનંતા જીવો છે એમ શાસ્ત્ર કહ્યું. નિગોદ અસંખ્યાતી છે. કાળ અનંતો છે, એક એક નિગોદમાં જીવો અનંતા છે અને અનાદિથી અનંતકાળ સુધીમાં ગમે ત્યારે જ્ઞાનીને પુછાય કે કેટલા જીવો મુક્તિએ ગયા ? તો એનો જવાબ એક જ મળે કે-“એક નિગોદનો અનંતમો Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 142 ભાગ મુક્તિએ ગયો.” કોઈ કાળ એવો નથી કે જ્યારે આ સિવાય બીજો જવાબ હોય. અરધી નિગોદ, પા નિગોદ, સોમો હિસ્સો કે બસોમો હિસ્સો, એવો કોઈ જવાબ નહિ. “એક નિગોદનો અનંતમાં ભાગ’ એ જ જવાબ.. સભા: “એક ચોક્કસ નિગોદનો અનંતમો ભાગ કે ગમે તે નિગોદનો ?' જીવો નીકળે બધી નિગોદમાંથી પણ એક એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષે ગયા એ તત્ત્વ. અનંતમા ભાગમાં વધઘટ થાય પણ ભાગ તો અનંતમો જ રહે. હજી કોઈ પૂછે કે “કાળ' અનંતો અને જીવ અનંતા તો અનંત કાળે પણ જીવો પૂરા કેમ ન થાય ? ત્યાં જવાબ આપ્યો કે-“જેટલો કાળ છે. તેનાથી જીવ અનંતગુણા છે.” એટલે અનંતગુણા અને અનંતમો ભાગ, એ હિસાબે વાંધો ન આવે. કોઈ પૂછે કે આ વાત શાથી જાણી? તો એનો જવાબ એ જ કે કેવળજ્ઞાનીએ જોયું અને કહ્યું તેથી. છતાં કોઈ કહે કે “મને તો નથી દેખાતું.” તો એને કહેવાનું કે-કાંતો કેવળીનું કહ્યું માન, નહિ તો કેવળી થા; પછી તને પણ દેખાશે ! ખૂબી તો એ છે કે જે આ કેવળી થાય છે એ બધા એક મતમાં બેસી જાય છે. સભાઃ “જીવો મોક્ષમાં ગયા જ કરે છે તો ત્યાં જગ્યા ઘટે નહિ ?' એક દીવો થાય એટલે મકાનમાં બધે પ્રકાશ ફેલાઈ જાય. બીજા દીવાનો પ્રકાશ પણ એમાં સમાઈ જાય. એને બીજી જગ્યા ન જોઈએ. એ જ રીતે લાખો, છેડો કે અબજો દીવાઓનો પ્રકાશ પણ ત્યાં સમાઈ જાય. પ્રકાશ વધે પણ જગ્યાનો અભાવ ન નડે. એ પ્રકાશમાં મનુષ્યો અવરજવર કરે તોયે વાંધો ના આવે. આ દીવા તો રૂપી છે. આત્માઓ તો અરૂપી છે. એ સિદ્ધના આત્માઓ છે. ત્યાં તેમના સિવાય બીજા પણ અનંતાનંત આત્માઓ છે. ચૌદ રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદ છે. એકએક નિગોદમાં અનંતા જીવો છે. એક જીવના આત્મપ્રદેશ અસંખ્યાતા છે અને એક એક આત્મપ્રદેશ પર કર્મના અણુઓ અનંતાનંત છે. હવે આ બધું નજરે જોવા માગે તો દેખાય ? જ્ઞાન થાય ત્યારે જ દેખાય. શાસ્ત્ર કયું માનવું? વ્યવહારમાં અનુભવીઓ ઘણી વાર કહે છે કે “ભાઈ ! અનુભવ કરી જો, પછી જ સમજાશે.” બાપને પણ કહેવું પડે છે કે “દીકરા ! તું ન સમજે. હમણાં તો અમે કહીએ તેમ કર. મોટો થઈશ એટલે બધું સમજાશે. ઘણી ચીજો એવી છે કે અનુભવ વિના ન સમજાય. પત્તો જ ન લાગે. માટે જ પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે : Page #262 -------------------------------------------------------------------------- ________________ 1420 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 - --- ૨૪૧ વેધકતા વેધક લહે, બીજા બે વા ખાય. ઘણી એવી વાતો છે કે જેમાં યુક્તિ ન હોય. શાસ્ત્ર કહે માટે જ માનવાની. હવે શાસ્ત્ર કયું માનવું ? ત્યાં જરા થોભો. જે શાસ્ત્ર આપ્તપ્રણિત હોય તે માનવાનું. ત્યારે આપ્ત કોણ ? સંપૂર્ણ રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોય તે આપ્ત. ઘણાઓ આક્ષેપ કરે છે કે શાસ્ત્રો પુરુષોએ રચ્યાં માટે સ્ત્રીઓને અન્યાય કર્યો. પણ પુરુષનાં રચેલાં શાસ્ત્રો છે એમ માને છે જ કોણ ? પુરુષ તથા સ્ત્રી ઉભય વેદનો જેમનામાંથી નાશ થયો છે એવાં સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રો જ માનવાનાં છે. સભાઃ “વિચારવાની શક્તિ મનની કે આત્માની ?” વિચારનાં પુગલો આત્મા બહારથી ગ્રહણ કરે છે અને મન દ્વારા વિચારે છે. મન એ તો સાધન છેઃ કોળિયો લે છે હાથ, ચાવે છે દાંત, પણ પચાવે છે તો જઠર ને ? કેવળ બુદ્ધિવાદમાં ન ખેંચાઓ! આત્મા શાસ્ત્રને આધીન થાય ત્યારે વચન ક્ષમા આવે. એ ક્ષમાવાળા જીવને ગુસ્સો ન જ થાય; કારણ કે શાસ્ત્રની આધીનતા છે. શાસ્ત્ર પ્રણેતા આપ્ત હતા, ત્યાં જરા પણ રાગદ્વેષ કે અજ્ઞાન નહોતું, માટે એ કહે તે ખરું જ હોય એવી દૃઢ શ્રદ્ધા છે. તેથી જ એમણે રચેલાં શાસ્ત્રના આધારે ક્ષમા રાખવી એ વચન ક્ષમા; અને એ તાત્ત્વિક ક્ષમા છે. આ ક્ષમા ઘણા ઊંચા પ્રકારની છે. એનાથી ઊંચી તો પછી સ્વભાવ ક્ષમા/ધર્મ ક્ષમા જ રહી, જે એ વચન ક્ષમાના યોગે જ આવે. વચન ક્ષમાને ધરનારો આત્મા આ આગમનાં વચનોને સિદ્ધ કરવાનો જ પુરુષાર્થ કરે; પણ તેનું ખંડન કરવાની પ્રવૃત્તિ ન કરે. આજનાઓ તો કહે છે કે “શાસ્ત્રની વાતો અમારી બુદ્ધિમાં બેસે તો માનીએ. શાસ્ત્ર પૂછે છે કે-“તમારી બુદ્ધિ કેટલી ? શાસ્ત્ર એટલે આપ્તપુરુષનાં વચનો. આપ્ત એટલે રાગદ્વેષ અને અજ્ઞાનરહિત મહાપુરુષો. એમનાં વચનો રાગદ્વેષથી ભરેલા અજ્ઞાનોની બુદ્ધિમાં બેસે કઈ રીતે ? અને આ દશામાં વચનાનુષ્ઠાન આવે કઈ રીતે ? આજે તો આ વચનાનુષ્ઠાન સામે જ મોટો હલ્લો છે. સ્વતંત્રતા શબ્દને આગળ કરીને એ હલ્લાને જોરદાર બનાવાઈ રહ્યો છે. એ કહે છે કે-“અમે ન વિચારી શકીએ ? ત્યાં સવાલ છે કે “તમારી બદ્ધિ કેટલી ? એ કહે છે કે-“અમે પણ અનાજ ખાઈએ છીએ, પણ તમે ધૂળ ખાઓ છો એવું કહ્યું કોણે ? એ કહે છે કે-“શું Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અમારામાં બુદ્ધિ નથી ? ત્યાં સવાલ છે કે ‘તમારી બુદ્ધિનું માપ કેટલું ? શાસ્ત્રકારો કહે છે અને વ્યવહારુ અનુભવમાં પણ પ્રત્યક્ષ છે કે અનુભવીનો અનુભવ અનુભવી જ જાણે. ત્યાં બુદ્ધિવાદ નકામો છે. એ લોકો જેના હિમાયતી છે તે આજની સ્વરાજની હિલચાલમાં પણ ઉઘાડું કહેવામાં આવે છે કે ‘હમણાં બુદ્ધિવાદને આઘો મૂકો અને અમે કહીએ તેમ કરો. આમ બુદ્ધિવાદને ફટકો તો મરાઈ જ રહ્યો છે. માટે એકલા બુદ્ધિવાદમાં ન ખેંચાઓ ! અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન નકામો : 1430 પેઢીનો અનુભવી મુનીમ રૂપિયા પરખે તે પહેલાં એના નખ અને પથરો બેય ઘસાઈ જાય છે, પણ પછી તો એવો ટેવાઈ જાય છે કે રૂપિયો હાથમાં આવતાં જ પારખી લે. હવે કોઈ નવો માણસ એને પૂછે કે ‘ર્શી રીતે પારખ્યો ?’ તો કહે કે ‘અનુભવ લે, એટલે તને પણ આવડશે.’ પણ પેલો કહે કે ‘ના, મને તો હમણાં જ સમજાવો;' તો કહેવું પડે કે ભાઈ ! તારા જેવા મૂર્ખ સાથે વાત કરવાનો સમય નથી.' માટે જ કહ્યું છે કે ‘મૂર્ખને જ્ઞાન કદી નવ થાય; દેતાં પોતાનું પણ જાય.' એ મૂર્ખને સમજાવવાની ના પાડો તો કહેશે કે-એ બુઢ્ઢો શું સમજાવે ? જાણતો હોય તો સમજાવે ને ?' આ રીતે અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન કરવો તે યોગ્યે પોતાની આબરૂ બગાડવા જેવું છે. માટે શાસ્ત્ર અયોગ્યને ઉપદેશ દેવાની ના પાડી. મૂર્ખાને સમજાવવાની મહેનતમાં ઉતરવાનો નિષેધ કર્યો. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે : કદાગ્રહી (પકડેલું ન છોડનાર)ને સમજાવવાનો પ્રયત્ન એ કૂતરી ૫૨ કસ્તૂરીનો લેપ કરવા બરાબર છે. જે કૂતરી ધૂળમાં આળોટ્યા વગર રહેવાની જ નથી એના ૫૨ કસ્તૂરીનો લેપ કરાય ? કોઈ કહે કે મેં તો કૂતરીને કસ્તૂરી ચોપડી’તો કહેવું પડે કે ‘મૂર્ખા ! તેં જાત પણ ન ઓળખી ?' માટે તો ગધેડાનો માલિક ગધેડાને કદી નવડાવતો નથી. હાથી, ઘોડાના માલિકો એમનાં જનાવરોને નવડાવે પણ આ નહીં નવડાવે. કારણ, ઘડી પછી રાખનો ઢગલો દેખે એટલે ત્યાં જઈ આળોટવાનો, ભૂંકવાનો અને રૂંવાડે રૂંવાડે રાખ ભરવાનો. એને નવડાવવાથી ફાયદો શો ? સભા પૂ. ઉપાધ્યાયજીએ કૂતરો ન કહેતાં કૂતરી કહી તેમાં કાંઈ વિશેષ કારણ ખરું ?’ એ વધારે અશુચિવાળી અને અપવિત્ર છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ 131 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા - 95 - ૨૪૩ શ્રી જૈન સંઘમાં રહેલી માતા કેવી હોય ? આગમ અને આગમની વાતો નહિ સાંભળનારી, નહિ સમજનારી આજની માતાઓ એવી છે કે જેને પોતાના કર્તવ્યની ખબર નથી અને કોઈ સમજાવે તો સમજવાની એટલી દરકાર પણ નથી. એવી માતાઓ મોટા ભાગે પોતાના સંતાનોનું અહિત જ કરે છે; મા હોવા છતાં શત્રુનું કામ કરે છે. માતા તો આર્યરક્ષિતની માતા જેવી જોઈએ. માતાને પોતાના સંતાનના આત્માની ચિંતા હોવી જોઈએ. એ પોતાના સંતાનને દૂધ પાય, ખવરાવે, નવરાવે, રમાડે પણ ચિંતા એક જ હોય કે એ બાળક પોતાની કૂખ લજવી દુર્ગતિમાં ન ચાલ્યું જાય. જૈનશાસનની માતાઓ દૂધ પાતાં પાતાંયે બાળકને શિક્ષણ એવું આપે કે એ સંસારમાં ન ભટકે. આવી માતાઓ થશે ત્યારે જૈનશાસનની જાહોજલાલી ઓર હશે. માતા, પિતા, પત્ની, સંતાન એ તમામે પરસ્પરના આત્માની ચિંતા કરવી જોઈએ. આજે તો બહુધા ખોખાંની જ ચિંતા થાય છે અને એ ચિંતા એવી થાય છે કે આત્માની ચિંતા એમાં અટવાઈ ગઈ છે. કૃત્રિમ સ્નેહની પૂજા ન કરો.” રૂપાળું બાળક રોગ થતાં કુદરૂપું બને એટલે એ જ માતાનો પ્રેમ એના પરથી ઊતરી જાય. હસમુખા અને રૂપાળાં બાળકને સૌ તેડે. રોતલ અને કદરૂપાં બાળકને કોઈ ન બોલાવે. પેલાને તેડે છે એમાં દેખાવ ભલે ઉપકારનો કરે પણ એ ઉપકાર નથી કરતો, એનું રૂપ ગમે છે, એનાં અંગોપાંગ કોમળ લાગે છે માટે તેડે છે. નાના બાળકનો બોજો પણ થોડો હોય. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ માતા પણ એને કેડે બેસાડવાનો મોહ ઘટાડતી જાય, કેમકે બોજો વધે છે. બાળક નાનું હોય ત્યારે વજનમાં હલકું અને એનાં અંગોપાંગ સુંવાળાં માટે તેડે છે ? કેટલાક તો પોતાનો શોખ પૂરો કરવા કે ઇચ્છાની તૃપ્તિ કરવા તેડે. કેવળ પરોપકાર માટે જ તેડે છે એવું ન માનવું. પોતાના બાળકને તેડનારી મા બીજાંના બાળક માટે ક્ષણનો પણ સમય આપવા તૈયાર નથી હોતી. આ રીતે નિર્દોષ બાળકને પણ જે સ્વાર્થ વિના ન સાચવે તે તમને સ્વાર્થ વિના જ રોટલા કરીને ખવડાવે છે એમ ? પણ તમે રાગાંધ અને વિષયાંધ બન્યા છો તેથી એને સાક્ષાત્ દેવી માની બેઠા છો. કયા દેવલોકથી આ દેવીઓ ઊતરી આવી છે તે કહેશો ? માટે કહું છું કે જરા સાવધ થાઓ. પતિ પત્નીને અને પત્ની પતિને પરસ્પર સાચી રીતે ઓળખો અને ઓળખાવો. સભા: ‘એમ કરવા જતાં તો ઘરમાં ધાંધલ મચી જશે.” બોલતાં આવડે તો ધાંધલ નહિ મચે. વિવેકપૂર્વક બોલતાં શીખો. કૃત્રિમ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1432 સ્નેહની પૂજા ન કરો. સાચા સ્નેહીને શોધો. દંભના ફંદામાં ન ફસાઓ. એમાં ફસેલાં છુટી શકતા નથી. સાચા સ્નેહી તો જરૂર એકબીજાને ચેતવે. મોહને લઈને ઘણીવાર ન કહે તો પણ એકાદવાર તો ચેતવે જ. લગ્ન વખતે “આમાં કાંઈ સાર નથી' એવું એકાદ વાર તો હિતસ્વી મા-બાપ સંતાનને સંભળાવી જ દે. પોતાના સંતાનને તેમજ બીજા પણ પોતાના પરિચયમાં આવનારને એકાદ વાર પ્રભુમાર્ગ તરફ દોરવાનું, તે તરફ આંગળી ચીંધવાનું મન સાચા સ્નેહીને થઈ જ જાય. આજ એ શાથી નથી થતું? કારણ આગમ પાનામાં છે, હૈયામાં નથી માટે. સ્વભાવ ક્ષમા-૫ : શાસ્ત્રના સ્મરણ વિના પણ જે આત્માને સહજપણે જ ગુસ્સો ન આવે, એ રીતે ક્ષમાથી ટેવાઈ ગયેલા આત્માની ક્ષમા એ સ્વભાવ ક્ષમા છે. શાસ્ત્રના સ્મરણની એને હવે જરૂર જ નથી. સ્વભાવ ક્ષમાવાળો આત્મા વચન ક્ષમાની આરાધનાના યોગે એવો જ ટેવાઈ ગયો હોય છે. અપ્રમત્ત ભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવ આદિના આત્માઓ પૂર્વની આરાધનાના યોગે એવા ટેવાઈ ગયા છે કે ગમે તેવા અપરાધી પ્રત્યે પણ એમના કઈ રૂંવાડેય રોષ પ્રગટતો નથી. કલ્પસૂત્રમાં સ્વભાવ ક્ષમાના સ્વામી પરમાત્મા શ્રી મહાવીરદેવને ઉદ્દેશીને કવિ કહે છે કે “હે ભગવનું ! રોષ પણ તારાથી રોષ પામ્યો. ગુસ્સો પોતે તારી ઉપર ગુસ્સે થયો. એ વિચારે છે કે-“હું જોઈ રહ્યો છું કે-જે અપ્રતિમ બળના ધણી છે, જગતનો નાશ તથા રક્ષણ કરવામાં સમર્થ છે અને જેમની સામે સંગમ જેવો ભયંકર પાપાત્મા અપરાધી તરીકે ઊભો છે ત્યાં પણ આ મહાત્માની આંખમાંથી કરુણાનાં આંસુ વહે છે કે “આ બિચારાનું થશે શું?” તો આ હાલતમાં મારે અહીં રહીને હવે કરવું શું ? સંગમ જેવો આવા ઘોર ઉપસર્ગ કરે અને પોતે બળવાન છતાં મારો ઉપયોગ ન કરે તો હવે એમને મારો ખપ ક્યારે ? હું એમની પાસે રહ્યો પણ મારી તો અહીં કાંઈ કિંમત જ નથી. નબળા હોત તો તો મન વાળત કે શું કરે ? પણ આ તો સારાયે જગતનું રક્ષણ અને વિનાશ કરવામાં સમર્થ છતાં એના રૂંવાડે પણ રોષ નહિ તો મારે હવે અહીં રહેવું નકામું છે.” આમ વિચારીને રોષ પોતે ભગવાન પર રોષે ભરાઈને ચાલતો થયો.” આનું નામ સ્વભાવ ક્ષમા. કેટલાયે ભવો સુધી વચન ક્ષમાનું પાલન કર્યું ત્યારે શ્રી જિનેશ્વરદેવ સ્વભાવ ક્ષમા પામ્યા. વચનાનુષ્ઠાનના વારંવાર પાલનથી જ નિ:સંગાનુષ્ઠાન આવે. Page #266 -------------------------------------------------------------------------- ________________ 1433 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધ- 95 ૨૪૫ - તો બળથી નહિ પણ કળથી કામ લેવું ઘટે: આપણો મુદ્દો એ છે કે જ્યાં બેઠા છો તે સ્થાન ભયંકર ન લાગે ત્યાં સુધી સાચા સંતોષનું સ્વપ્ન પણ ન આવે. સંસાર ભયંકર ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? ઘરબાર કુટુંબ પરિવાર બંધન ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? બંગલા કેદખાનાં ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? ચોથા ગુણસ્થાનકવાળા આત્મા અંતરાયના ઉદયે સંસારમાં રહે ભલે પણ એનો આત્મા અંદરથી ઉદ્વિગ્ન હોય. પથ્થર તળે હાથ દબાયો છે તે બળથી ન નીકળે પણ કળથી કાઢવો પડે. બળ કરવા જાય તો હાથ છૂટો પડી જાય. વ્યવહારમાં કોઈ પાસે પાંચ હજાર લેણા પડી ગયા. હવે એ માણસ ભલે સામું જોવા લાયક ન હોય તોયે સલામ કરવી પડે. બાળકના હાથનો અલંકાર નીકળે તેમ ન હોય તો તેલ ચોપડી ધીરે ધીરે કળથી કઢાય. એકદમ ખેંચવા જાય તો હાથ છોલાઈ જાય ને લોહી નીકળે. એ જ રીતે આત્મા કર્મથી બંધાયેલો છે તો હવે કળથી કામ કાઢી લેવું ઘટે. પણ એ ક્યારે બને ? સંસાર ભયંકર માને અને મોક્ષની ઇચ્છા જાગે તો ને ? સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ મેળવી શકે છે કારણ કે એ યોગ્યતા અને તાકાત તેમનામાં જ છે. એ વિષયમાં શાસ્ત્રકાર પરમર્ષિ વિશેષ જે કાંઈ ફરમાવે છે તે હવે પછી.. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૭, શુક્રવાર, તા. ૨૧-૩-૧૯૩૦ સંતોષરૂપી નંદનવન : સંઘમાં કોણ રહી શકે ? ♦ -એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી : • નિયમ કોણ કરી શકે ? નિયમનો હેતુ સમજો ! ૦ “સંતોષ છે ત્યાં ધમાલ નથી : તમારી સાધુપણાની ઇચ્છા કેવી ? ઊઠતાં જ ‘નમો અરિહંતાણં' બોલનારા કેટલા ? પ્રાથમિક ભૂમિકામાં પહેલો આચાર પછી વિચાર : ♦ રૂઢિથી પણ સારી ક્રિયાઓ થાય : સર્વવિરતિ પામવાના પરિણામ વિના દેશિવરતિ નથી : ભાવના દાનની કે ખાવાની ? ધર્મક્રિયા શા માટે ? ♦ દુનિયાનાં ધ્યેય ન્યારાં છે : ♦ ધર્મક્રિયાનું ધ્યેય મુક્તિ : ત્યાં શાસન૨સ નથી : ♦ મોક્ષ તો માત્ર પુરુષાર્થથી જ સાધ્ય છે. પ્રશંસા પણ સાચી કરો ! ભાટચારણ જેવી નહિ ! ♦ અર્થ-કામની પ્રાપ્તિમાં તો પુણ્યની જ પ્રધાનતા ! ♦ પુદ્ગલના સુખની મહોકાણ : ♦ મોક્ષ માટે જ ઉદ્યમ કરો ! ભૂતકાળના દીવા અને આજની લાઇટો : 96 સંતોષરૂપી નંદનવન : અનંત ઉપકારી, સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી સંઘરૂપી મેરૂપર્વતના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરે છે. સંતોષ એ નંદનવનના Page #268 -------------------------------------------------------------------------- ________________ 1435 - - ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૪૭ સ્થાને છે, સમ્યગ્દર્શન એ પીઠના સ્થાને છે, મૂળગુણો મેખલાના સ્થાને છે અને ઉત્તરગુણો સુવર્ણના સ્થાને છે. સુવર્ણશિલાતલ પરનાં ઊંચા, ઉજ્વલ અને કાન્તિમાન ચિત્રકૂટો (શિખરો)ના સ્થાને, ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો પર ગોઠવાયેલાં ઉત્તમ, શુદ્ધ અને દીપ્તિમાન ચિત્તો છે. મેરુના નંદનવનના આનંદનો ઉપભોગ જેમ દેવો અને વિદ્યાધરો જ કરી શકે છે તેમ સંતોષરૂપી નંદનવનનો આનંદ સંપૂર્ણતયા સાધુઓ જ લૂંટી શકે છે. તે પછી અમુક અંશે સાધુપણાના અર્થીને એ આનંદના ઉપભોક્તા ગણી શકાય. સંઘમાં કોણ રહી શકે ? સઘળી આપત્તિઓમાં પણ સુખી રાખનાર સંતોષ જ છે પણ એ સંતોષ આવે ક્યારે ? ચિત્ત ઊંચી કોટિનાં હોય ત્યારે; માટે ફરીને આપણે જે કુટોનું વર્ણન કરી ગયા ત્યાં જ આવવું પડે છે. પરસ્પરની સંકલના જ એવી છે કે એકબીજા વિના ચાલે જ નહિ. સંતોષરૂપી નંદનવનનો સંપૂર્ણ આનંદ તો ભલે મુનિ લે પણ એની છાયા તો તમારા પર હોવી જોઈએ ને ? છાયાની પણ જેને ભાવના ન હોય, દૂરથી આવતી ખુશબો પણ જે ન લઈ શકે અથવા ખુશબો લેવાનું પણ જેને મન ન થાય તે સંઘમાં રહી શકે ? ન જ રહી શકે. - એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી ? : - શ્રી સંઘમાં રહેનારને સંતોષમાં આવવાની ભાવના થાય જ. જો કે તેમ મેરૂનું નંદનવન જોયું નથી પણ આ વર્ણન સાંભળીને કોઈ લઈ જનાર મળે તો જવાની ભાવના થાય ને? એ જ રીતે સંઘના સંતોષરૂપી નંદનવનનું વર્ણન સાંભળીને જેનેં ત્યાં જવાનું મન ન થાય અને ભાગતો ફરે તો કહેવું પડે કે એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી. સંતોષ આવે ક્યારે ? ચિત્ત ઉત્તમ થાય ત્યારે, એટલે કે ચિત્તમાંથી ક્ષુદ્રતા માત્ર નાશ પામે ત્યારે ક્ષુદ્ર આત્મા તો ધર્મ માટે નાલાયક છે. વસંતવાતમાં ઊછળી પડે, જૂનાં વેરને ન ભૂલે, બદલો લેવાની જ પેરવીમાં રહે, એવો ક્ષુદ્ર માનવી તો સામાન્ય ધર્મ માટે પણ લાયક નથી તો સંતોષની તો વાત જ શી ! શુદ્ર વિચારો દૂર થાય ત્યારે નિયમરૂપી શિલાતલ પર ચિત્તરૂપી કૂટો ગોઠવાય અને એ ઊંચાં (ઉત્તમ), ઉજ્વલ (શુદ્ધ) તથા દીપ્તિમાન (ઝળહળતાં) બને. નિયમ કોણ કરી શકે ? | નિયમ કોણ કરી શકે ? જે પાપથી ડરે તે, વિષયકષાયથી ઉભગે તે. એ વિના કરેલા નિયમો માલ વિનાના, માત્ર શોભાના હોય. જેને વિષયકષાયનો કે પાપનો ડર ન હોય એ નિયમ કરે તો એ નિયમ શાના ? એના નિયમનો હેતુ Page #269 -------------------------------------------------------------------------- ________________ 1436 ૨૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શો ? અશુભ અધ્યવસાય ગયા વિના નિયમ થાય કેવી રીતે ? અશુભ અધ્યવસાય ગયા વિના નિયમ થાય નહિ, નિયમ વિના ચિત્ત ઉત્તમ બને નહિ, ચિત્ત ઉત્તમ બન્યા વિના શુભ અધ્યવસાય આવે નહિ, શુભ અધ્યવસાય આવ્યા વિના કર્મ ખસે નહિ, કર્મ ખસ્યા વિના ચિત્ત ઉજ્વલ (શુદ્ધ) બને નહિ, ચિત્ત શુદ્ધ બન્યા વિના સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ થાય નહિ અને એ સ્મરણ થાય નહિ ત્યાં સુધી ચિત્ત દીપ્તિમાન બને નહિ; આ બધી પરંપરા છે. નિયમનો હેતુ સમજો ઃ અયોગ્ય વસ્તુ અયોગ્ય જણાય નહિ ત્યાં સુધી એનાથી બચવાના નિયમો લેવાની ભાવના થાય શાની ? આજના નિયમો મોટા ભાગે શોભારૂપ છે, નિયમધારી કહેવરાવવારૂપ છે. એ નિયમોની આત્માને અસર થવી જોઈએ તે થતી નથી. નિયમો હોવા છતાં આત્માની નિદ્રા જીવતી જાગતી રહે છે. જ્યાં આત્મા જીવતો જાગતો રહેવો જોઈએ, તેને બદલે એની નિદ્રા જીવતી જાગતી રહે એ કેવી ઊલટી દશા ? જો અયોગ્ય પ્રવૃત્તિ અટકે જ નહિ તો એ નિયમ શાના ? નિયમનો હેતુ સમજાય તો આ દશાન હોય. સંતોષ છે ત્યાં ધમાલ નથી : નિયમ એ અંકુશ છે; લગામ છે. પરંતુ આજે નિયમ એવા કે એ મોટા ભાગે લગામ બને જ નહિ. વાત એ છે કે વિષયકષાયનો ભય પેદા થયો નથી અને ભય પેદા થયા વિના જે પરિણામ લાવવા માગીએ તે આવે નહિ. સંતોષ છે ત્યાં ધમાલ નથી. બધી ધમાલનું મૂળ અસંતોષ છે. ટીકાકાર મહર્ષિ ફ૨માવે છે કે ઇંદ્રિયો તથા મન પર કાબૂ મૂકે તે જ નિયમ. જ્યાં અંકુશ નહિ તે નિયમ નથી. નિયમની વાતમાં બારીઓ રાખવાની વાત ભૂલી જાઓ. જેને વિષયકષાય જ ગોખ્યા કરવા છે, એની ગુલામી જ જારી રાખવી છે તેને આવા નિયમો નહિ જ ગમવાના. તમને વિષયકષાયની સોબતમાં આત્મકલ્યાણ લાગે છે ? આજનો નિયમ લેનારો પોતાના વિષયકષાયમાં જરાય હ૨કત ન આવે એ જ ધ્યાન રાખે છે. એવા નિયમોની આત્માને અસર થતી નથી, જીવનમાં પરિવર્તન આવતું નથી, ચિત્ત ઉત્તમ બનતું નથી, શુદ્ધતા અને દીપ્તિમત્તા આવતી નથી. એવો આત્મા સંતોષરૂપી નંદનવનનો લાભ કઈ રીતે લઈ શકે ? તમારી સાધુપણાની ઇચ્છા કેવી ? સંતોષરૂપી નંદનવનનો સંપૂર્ણ આનંદ સાધુઓ લઈ શકે અને તે પછી એનો આંશિક આનંદ સાધુપણાના અર્થીઓ લઈ શકે છે. સાધુપણાની Page #270 -------------------------------------------------------------------------- ________________ 167 - ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – ૨૪૯ ઇચ્છાવાળા પણ એ આનંદ લઈ શકે જરૂર, પણ તમારી તો એ ઇચ્છા પણ કેવી ? કદી ફળવતી બને એવી ખરી ? કે કૃપણની લક્ષ્મી જેવી ? ખાલી નકામી તિજોરીમાં પડી રહે એવી ? કૃપણની લક્ષ્મી કોઈના કામમાં ન આવે, તેમ તમારી સાધુપણાની ઇચ્છા કદી સાકાર ન બને તેવી કે સાકાર બને તેવી છે ? આત્માને પૂછીને ખાતરી કરો. જો એ ઇચ્છા બરાબર હોય તો અહીંનું જીવન પણ દિનપ્રતિદિન શુદ્ધ બને. ઘણા માણસો એવા દેખાય છે કે વાતો સારી સારી કરે પણ પાંચ વર્ષ પછી પણ જુઓ તો એવા ને એવા જ હોય. જેવા પહેલાં જોયા હોય તેવા જ આજે દેખાય. જો વસ્તુ સારી લાગી તો એને માટે પ્રયત્ન કાંઈ ન કરે ? પક્ષઘાતવાળો આદમી પણ સ્થાને પહોંચવા ઘસડાઈ ઘસડાઈને પણ પ્રયત્ન કરે તો તદ્દન નીરોગી આદમી પોતાને ઈષ્ટ લાગે તે તરફ પહોંચવા એક કદમ પણ આગળ ન જાય ? બધા મોઢેથી તો બોલે છે કે-“અમે સમજીએ છીએ કે સંસાર ખોટો છે, પણ એ દેખાય છે ક્યાં ? ઘરમાં ? બજારમાં ? ઉપાશ્રયમાં ? સભા: ‘ત્યારે એમ બોલાય છે તે શું બનાવટી ?' ઊઠતાં જ “નમો અરિહંતાણં' બોલનારા કેટલા? ' બહુલતયા બનાવટી-વેપારી જેમ “એક જ ભાવનાં પાટિયાં મારે છે એ જેટલાં સાચાં તેટલું જ આ પણ સમજવું. સંસારની, ઘરબારની, વ્યવહારની એ બધી પ્રવૃત્તિમાં જો જરા પણ ફેર ન પડે તો એને સંતોષરૂપી નંદનવનમાં પેસવા કોણ દે ? દુનિયામાં પણ મોટા બગીચામાં ઊંચા વર્ગના માણસોને જ જવા દે; મેલાંઘેલાને કોઈ પેસવા ન દે. બધા મિલમજૂરો અને મુફલિસ માણસો જે બગીચામાં જતાં હોય ત્યાં તમે જાઓ ? પેલા તો ત્યાં જઈને ઊલટો ગંદવાડ કરે અને બગીચાની સુવાસને બદબોમાં ફેરવી નાખે. દુનિયાના બગીચામાં નીચલા વર્ગના માણસો માટે આ નિયમ, તો આ સંતોષરૂપી નંદનવનમાં એમ ને એમ ઘૂસી શકાય ? નંદનવન ગમ્યું તો ખરું, એની સુંદરતા સારી તો લાગી પણ ત્યાં જવા જોગી પરિણામની ધારા જોઈએ કે નહિ ? સાધુ જ લાયક છે એમ કહ્યું ત્યાં તમારામાં એ યોગ્યતા ન જ આવે એમ કહેવાનો ભાવ નથી; પણ યોગ્યતા લાવવાના પ્રયત્ન તો જોઈએ ને ? જૈન સમાજમાં આજે નાના નિયમધારી તો ઘણા છે પણ એ નિયમ એવા કે મરતાંયે યાદ ન કરવા પડે. સાધુપણાની વાત તો દૂર રહી પણ શ્રાવકપણામાંયે આવી પોલ ચાલે ? દીક્ષા ન લેવાય એ માન્યું પણ ત્રિકાળ પૂજાને બદલે એકવાર પૂજનનું પણ ઠેકાણું નહિ, ગુરુવંદન કે વ્યાખ્યાન Page #271 -------------------------------------------------------------------------- ________________ 1438 ૨૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શ્રવણનું ઠેકાણું નહિ, દાન-શીલ-તપ-ભાવનું ઠેકાણું નહિ, નવકારશી ને તિવિહાર-ચોવિહારના પચ્ચક્ખાણનું પણ ઠેકાણું નહિ, એ ચાલે ? સવારમાં ઊઠતાં જ ‘નમો અરિહંતાણં' બોલનારા જૈનો કેટલા ? સમ્યગ્દષ્ટિપણું છે કે એમાં પણ પોલ છે ? બૂમો મારતા હતા કે, ‘આ તો દીક્ષાની જ વાતો કરે છે' પણ એ વાત તો હવે દૂર રહી પણ આ બધી વાતમાંયે ઠેકાણું છે ? પછી તો ‘ભગવાનના શાસનમાં જ રહેવું નથી' એમ કહો તો.બધી વાતનો અંત આવે; એમ કરવું છે ? તો પછી આ બધી વાતો પડતી મૂકી દઉં ? શાસ્ત્ર તો કહે છે કે જ્યાં સુધી સાધુપણું જચવાનું નથી ત્યાં સુધી એક પણ ધર્મ સાચી રીતે જચવાનો નથી. પ્રાથમિક ભૂમિકામાં પહેલાં આચાર પછી વિચાર : જેનામાં સાધુપણું લેવાની બુદ્ધિ નથી તે પ્રભુશાસનમાં રહેવા લાયક જ નથી. પ્રભુને એ માનતો જ નથી. સંસાર ભૂંડો લાગે નહિ ત્યાં સુધી એક પણ ધર્મક્રિયા આત્મશુદ્ધિ માટે થાય નહિ. એવો માણસ તો દાન દે તો એનું દાન લેનારના પણ બાર વગાડી દે. એ જ્યાં ત્યાં પોતાના દાનને ગાયા જ કરે અને દાન લેનારને હલકો પાડ્યા કરે. સભા: ‘વ્યવહારમાં પણ કોઈને રોટલા ખવડાવ્યાની વાત ગાનારો લાયક નથી ગણાતો.’ એ બધી વાતો હમણાં ભુલાઈ ગઈ છે. આજે તો કહે છે કે- ‘સાધુઓ અમારા રોટલા ખાય છે તો અમારું કહ્યું કેમ ન કરે ? અમારી વાતમાં ‘હા’ કેમ ન ભણે ?' સાધુ તમારું ગવરાવ્યું ગાય ? ન જ ગાય. જાનૈયા ગાય. આ કાંઈ જાનૈયા નથી. જ્ઞાનીએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ભવની ભીતિ અને મોક્ષની પ્રીતિ થાય નહિ ત્યાં સુધી એની પાસે ધર્મની વાત ન કરો. ધર્મગુરુ કહેવા અને એમને અર્થગુરુ ને કામગુરુ બનાવવાની ઇચ્છા રાખવી એ નભે ? અર્થ અને કામની વાતોમાં પડે એ પછી ધર્મગુરુ કહેવાય ? આજે વાતવાતમાં ‘સાધુઓ સમાજમાં ભારભૂત છે, મફતના રોટલા ખાય છે' એમ બોલાય છે એ શાથી ? જૈનસમાજમાં હોવી જોઈએ તે છાયા ઘટી ગઈ છે ત્યારે ને ? જૈનસમાજના આચાર-વિચાર ભુલાયા છે ત્યા૨ે ને ? સભા : બધા કાંઈ એવા હોય ?’ બધા એવા છે એમ ન કહેવાય. પણ સારા ગણાતા શ્રાવકોનાં ઘરોમાં પણ આ ફાલ પેદા થવા લાગ્યો છે, કારણ કે જૈનપણાની છાયા ઘટવા લાગી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ 139 – – ૧૦ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૧ સભા: “શિક્ષણ એવું મળ્યું છે ?' શિક્ષણની વાત જવા દ્યો. શિક્ષણ તો સ્કૂલમાં રહ્યું પણ ઘરમાં શું ? ઘરમાંથી જૈનકુળના આચારો ખસવા લાગ્યા તેની આ બધી પંચાત છે. જૈન ઘરોમાં સવારના પહોરમાં જે ગુંજારવ થવા જોઈએ, જે જાપ થવા જોઈએ, જે કરણી થવી જોઈએ તે બધું અદૃશ્ય થવા લાગ્યું છે. “નમો અરિહંતાણં' કહીને ઊઠનાર કેટલા ? બહુ ઓછા. વ્યસની એવા કે-વ્યસનમાંથી પરવારે ત્યારે તો માંડ સ્કૂર્તિ આવે. સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી કાંઈ જ ન મળે. વીસ-પચીસ માણસના કુટુંબમાં એક-બે પણ આવા આચારવાળા હોય તો બીજામાં છાયા પડે ને ?.આચારના યોગે વિચાર છે. પહેલાં ઉત્તમ આચાર આવે પછી જ ઉત્તમ વિચાર આવે. આગળ વધ્યા પછીની ભૂમિકાએ વિચારના યોગે આચાર આવશે પણ શરૂઆતમાં તો આચારના યોગે જ વિચાર. રૂટિથી પણ સારી ક્રિયાઓ થાયઃ . નાના બાળકને વિચાર ન હોય, સમય ન હોય, પણ દેખે તેવું કરે. પથારીમાં ઊઠતાં વડીલોને જે ક્રિયા કરતાં દેખે ત્યાં તરત એ દોરાય. બાપાજી સામાયિક-પડિક્કમણામાં બેસે એટલે બાળક પણ બેસતું થાય. એને કહેવું ન પડે. છોકરો નવો નવો પેઢી પર બેસે ત્યારે જૂઠું બોલતાં, ગ્રાહકને ઊઠાં ભણાવતાં કે આંખો મીંચી ઇશારે વાતો સમજાવતાં એને ન આવડે પણ બાપાજીને એ બધું કરતાં જુએ એટલે તરત શીખી લે; એ કળા શીખવાડવી ન પડે. પછી આંખના ઇશારાના હેતુ એ આપોઆપ સમજી જાય. જૂઠું નહીં બોલવું એમ કહેનારા પણ જૂઠું બોલવાથી એવા ટેવાઈ ગયા હોય છે કે પોતે જૂઠું બોલે છે એનું એને ભાન પણ નથી રહેતું. હાલતાં ચાલતાં અને વાતવાતમાં જૂઠું બોલે છે પણ એની એને ગમ જ નથી. દશા એવી આવી ગઈ છે કે સાચું બોલવું હોય તો વિચાર કરવો પડે; અનીતિ વિનાવિચારે થઈ જાય. જૈનકુળના આચાર તો એવા હોય કે વિનાવિચારે નીતિ જ થાય; સાચું જ બોલાય, સારી જ ક્રિયા થાય. ભાવના ન હોય તોયે ખેંચાઈને પણ મંદિરે જવાય. રૂઢિથી પણ આ બધી ક્રિયાઓ થાય. આજે તો અનીતિ, જૂઠ, પ્રપંચ આદિ રૂઢ થઈ ગયાં છે. સર્વવિરતિ પામવાના પરિણામ વિના દેશવિરતિ નથી ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિ દેવતાઓ અને ઇન્દ્રો શ્રાવકકુળને ઝંખે છે. સામગ્રી તો તેમની પાસે ઘણી છે, ધારે ત્યારે જ્ઞાની પાસે જઈ શકે છે, શ્રી તીર્થંકરદેવોની દેશના એ સાંભળી શકે છે, છતાં એ શ્રાવકકુળને ઇચ્છે છે. કારણ કે ત્યાં દેવલોકમાં વિરતિ નથી માટે સમજે છે કે શ્રાવકનું કુળ મળે તો તે Page #273 -------------------------------------------------------------------------- ________________ - 1440 ૨૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ધાર્યું કામ થાય. સામાયિક માટે દેવો શ્રાવક કુળને ઇચ્છે, જ્યારે તમને એ કુળ મળ્યું છે છતાં તમે સામાયિકને આવતા ભવ માટે રાખો છો. સાધુપણાને પણ આવતા ભવ પર રાખો છો. એ જ સૂચવે છે કે તમને સાધુપણાની ઇચ્છા નથી. તમે સાધુ થઈ ન શકો એ બને પણ તમને ઇચ્છા ન હોય એ વાત મંજૂર નથી. ઇચ્છાવાળા સેંકડે એક ટકો પણ નથી. મને જેવું લાગે છે તેવું કહું છું, બાકી એકને બદલે દશ ટકા નીકળે તો રાજી થાઉં. તમારા હૃદયના કોઈ ખૂણામાં પણ એ ભાવના હોય તો હું રાજી. પણ એવા બહુ ઓછા નીકળશે. આંગળીના વેઢે ગણાય એટલા. જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ ઇચ્છાનું પ્રમાણ અત્યારે તો ઘટતું જતું દેખાય છે. એમાં હવે પલટો આવે ને પ્રમાણ વધે તો વાત જુદી. કેટલાયે વ્રતધારી શ્રાવકો એવા જોયા છે કે જે એમ કહે કે છે કે-સાધુપણાની ઇચ્છા ન હોય એમાં વાંધો શો ? શ્રાવક તો છીએ ને ? એમને ખબર નથી કે સાધુપણાની ઇચ્છા વિના દેશવિરતિ હોઈ શકતી નથી. દેશવિરતિ શા માટે છે ? એ પણ એમને ખબર નથી. વ્રત, નિયમ, દાન, શીલ, તપ, ભાવ એ બધાના હેતુની પણ એમને ખબર નથી. ભાવના દાનની કે ખાવાની ? દાન શા માટે ? આજે દાનમાં મુક્તિનો હેતુ દેખાતો નથી પણ લાભનો હેતુ જ દૃષ્ટિગોચર થાય છે. જો મુક્તિનો હેતુ હોય તો તો મૂચ્છ છોડવાનું મન થાય. પાંચ આપે તોય એમ જ થાય કે “કમનસીબ છું કે પાંચ જ આપી શકું છું. પણ આજે તો પાંચ આપીને કહે છે કે-“પાંચ તો દીધા, હવે શું છે ? સમ્યગ્દષ્ટિની ભાષા તથા વર્તાવ જુદાં જ હોય. એ એવાં હોય કે જોનારને થાય કે “કાંઈક છે.” જેને એ દાન આપે તેના પણ પરિણામ બદલાય. ચિત્ત વિત્ત અને પાત્ર એ ત્રણેય શુદ્ધ એ ઊંચી કોટિનું સુપાત્રદાન. એ ત્રણેય પોલાં તો એ દાન પણ પોલું, માલ વગરનું, વખતે નુકસાન પણ કરે. પાત્ર ઉત્તમ હોય, દેવાની ચીજ નિર્દોષ હોય અને દાતાર મૂચ્છ વિનાનો હોય, એ ક્યારે બને એ આત્માને પૂછો. બારમા અતિથિસંવિભાગ વ્રતમાં એ નિયમ, કે મુનિને આપીને ખાવું અને મુનિ જે લે તે જ ખાવું. હવે એવા પણ આપનારા હોય છે કે જે મુનિને કહે છે કે “સોપારી પણ લો અને ચપટી બજર પણ લો. આપ ન લો તો મારું શું થાય ?' હવે આ ભાવના કઈ સમજવી ? દાનની કે પોતાને ખાવાની ? ધર્મક્રિયાના ધ્યેયમાંથી મુક્તિ ઊડી ગઈ છે. હૈયામાં મુક્તિ નથી પણ સંસાર બેઠો છે. “આ મળે ને તે મળે” એ જ વિચારો મનમાં રમ્યા કરે છે. તપસ્વીને પહેલા પારણા કરતાં બીજા પારણે મન ઉપર કાબૂ વધારે કેમ હોવો જોઈએ ? તપનો હેતુ સિદ્ધ કરવા. અમૃતક્યિા તો દૂર રહી પણ તહેતુક્યા તો જોઈએ ને ? Page #274 -------------------------------------------------------------------------- ________________ 1441 ૧૬ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ 96 ૨૫૩ ધર્મક્રિયા શા માટે ? ધર્મક્રિયા સંસાર રાખવા માટે કે છોડવા માટે ? સંસાર છોડવા માટે જ નાનામાં નાની પણ ધર્મક્રિયા થાય. મૂળમાં હશે તો ડાળેપાંખડે પણ આવશે. લીંબડે તો લીંબોળી જ મળે; કેરી ન મળે. કોઈ પણ ધર્મક્રિયામાં ભાવના એક જ કે-‘આ બધા સંસારના ફંદાથી ક્યારે છૂટું ! સંસાર રાખવાની કે સંસારમાં રહેવા માટેની એક પણ ધર્મક્રિયા અહીં નથી. ભગવાનનાં દર્શન કરવાની કે હાથ જોડવાની ક્રિયામાં પણ હેતુ તો મુક્તિનો જ. ભગવાનની ચરણસેવા માગો છો તે શા માટે ? એ ચરણ ચારિત્રમય છે માટે ને ? એ પણ જો ભોગમાં પડેલાં હોત તો ન માગત-જેને માટે જે માગીએ તે કેમ ભુલાય ? વેપારી ચોવીસે કલાક મહેનત તમામ પ્રકારની કરે પણ પૈસાને ભૂલે નહિ. લોઢું ઉપાડે કે સોનું ઉપાડે, પેઢીએ બેસે કે તડકામાં દોડાદોડ કરે પણ ધ્યેય એક જ, પૈસા મેળવવાનું. ઘાંચી, મોચી, તેલી, તંબોળી, ચોકસી કૈં ઝવેરી બધાની મહેનત પૈસા માટે જ. પેઢી નાની કે મોટી પણ શા માટે ? પૈસા માટે. દુનિયાનું ધ્યેય અર્થકામનું ગોઠવાઈ જ ગયેલું છે.’ સભા ‘અનાદિકાળના એ સંસ્કાર છે.’ એ સંસ્કારને પલટાવવા એ જ જૈનશાસનની પ્રાપ્તિ. એ અનાદિની ટેવનું તો આજે આ બધું તોફાન છે. દીક્ષા અને શાસ્ત્ર કેમ ગમતાં નથી ? કહે છે કે‘મહારાજ બધે ત્યાગ જ લાવે છે. આચારાંગ મૂકી સંઘ પ્રકારણ કાઢ્યું તો ત્યાંય ત્યાગ !' પણ જે હોય તે લવાય. બૈરાં છોકરાં એ સંઘ છે ? જો એ જ સંઘ હોય તો તો આ બધી કાંઈ પંચાત જ ન હોત-પંડ, પ્રમદા ને પુત્ર એ જ સંઘ એવો ઠરાવ કરી લો તો ચાલે ? આ વૃત્તિ નહિ પલટાય ત્યાં સુધી નાની ક્રિયા પણ ફળ નહિ આપે. આ શાસનમાં નાનામાં નાની કે ગાંડીઘેલી ક્રિયા પણ મુક્તિ માટે છે. દુનિયાનાં ધ્યેય ન્યારાં છેઃ આજની હાલત જુદી છે. જે લક્ષ્મીને સારી માની તે જ હૈયાને બાળનારી થઈ પડે છે; એ શાથી ? પૈસા માટે બાપે દીકરાને માર્યા છે અને દીકરે બાપને માર્યા છે., પતિએ પત્નીને મારી છે અને પત્નીએ પતિને માર્યો છે. આવાં દૃષ્ટાંત અનેક છે. સગા ભાઈને પણ આપત્તિમાં મદદ કરનાર ભાઈ કેટલા ? ઘસીને ના પાડી દે. પૈસા માટે, મા, બાપ, સ્ત્રી, પુત્ર બધાંનો અરે, દેશનો પણ ત્યાગ કરાય છે ને ? અર્થકામના રસિયા ત્યાગી નથી ? ત્યાગ તો એને મન ૨મત છે. એના જેવો ત્યાગી તો દુનિયામાં કોઈ નથી. દુનિયાનાં ધ્યેય ન્યારાં છે. બાપાજી ખરા પણ મિલકત આપે તો, દીકરો ખરો પણ કમાઈને લાવે તો, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ - 142 પત્ની ખરી પણ ભોગને લાયક હોય તો, પતિ ખરો પણ સામગ્રી લાવી આપે તો, હેતુ વિના પ્રેમ સાચવનારા વિરલા; એવા હોય તે અપવાદ. ધર્મક્રિયાનું ધ્યેય મુક્તિઃ જૈનશાસનની દરેક યિામાં ધ્યેય મુક્તિનું છે. ઘરબાર, કુટુંબ પરિવાર, બંગલા બગીચા, વાડી વજીફા એ એકેય ધ્યેય નથી. વજકર્ષે વીતરાગ દેવ અને નિગ્રંથગુરુ સિવાય કોઈને ન નમવાનો અભિગ્રહ લીધો અને માલિક રાજાએ પોતાને નમવાનું કહેવરાવ્યું ત્યારે એણે શું કહ્યું? માલિક રાજાએ મહેતલ આપી હતી કે “કાં તો નમ, નહિ તો લડવા તૈયાર થા.” આ વખતે વજકર્ણને કાંઈ દીક્ષાની ભાવના ન હતી, એ સર્વવિરતિ તરફ એટલો ઢળ્યો નથી, ઇચ્છા છે છતાં પરિણામની તીવ્રતા નથી, તરત છૂટી શકે તેવું સામર્થ્ય નથી, વર્ષોલ્લાસ જાગ્યો નથી, તો પણ એણે કહેવરાવ્યું કે-“સ્વામી ! આપને નહિં નમવામાં મારી બહાદુરીનું અભિમાન કારણ નથી પણ વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ વિના કોઈને નહિ નમવાનો મારો ધાર્મિક નિયમ, એ જ કારણ છે, માટે એના વિના આપ જે જોઈએ તે માગો.' રાજ્ય જાય એની એને પરવા ન હતી પણ ધર્મ છોડવા એ તૈયાર ન હતો. આ રીતે રાજપાટ ઋદ્ધિસિદ્ધિ તમામ એ આ અવસરે છોડવાને તૈયાર હતો. જેટલા જૈન એ બધા દીક્ષા લઈ જ લે એ ન ભૂતો ન ભવિષ્યતિ', પણ જૈનશાસનની રક્ષા માટે પ્રસંગે બધું છોડવાને તો તૈયાર હોય જ. લક્ષ્મીનો ત્યાગ ન કરી શકે. મમત્વ ન.મૂકી શકે એ માન્યું પણ ધર્મીને જ્યારે લાગે કે અત્યારે લક્ષ્મી મૂકવામાં જ ધર્મનો ટકાવ છે, એ લક્ષ્મીને પંપાળવામાં ધર્મનો નાશ છે, ત્યારે ધર્મી લક્ષ્મીને ઠોકર મારે. -ત્યાં શાસનરસ નથી ? અર્થકામ કેવળ ઉદ્યમને આધીન નથી. મુખ્યત્વે ત્યાં ભાગ્યની પ્રધાનતા છે છતાં એ અર્થકામની પ્રાપ્તિ માટે બધું જ થાય છે. જે શરીરને ખૂબ સાચવવામાં આવે છે તેને પણ તડકામાં રખડાવાય છે. ત્યાં કશું સમજાવવું નથી પડતું. જો અર્થકામથી શાસનરસિક બનાવાતા હોત તો શ્રી જિનેશ્વરદેવ સમવસરણના કિલ્લાના કાંગરામાંથી એક એક રત્ન આપી બધાને શાસનરસિક બનાવત. પરંતુ પરમાત્માએ જોયું કે ત્યાં શાસનરસ નથી. વળી માનો કે ભગવાને રત્ન આપ્યું પણ લેનાર કમનશીબ હોય તો એ રત્ન એની પાસે રહે. નહિ, ઉપરથી એનાં હાડકાં ભંગાવે. ભગવાન તો સમવસરણમાં એને સાચવે અર્થાત્ ભગવાનના પ્રતાપે સમવસરણમાં એને કોઈ ન સતાવે પણ બહાર નીકળે ત્યાં એના જેવાં રત્નભૂખ્યા વરૂઓ ટાંપીને બેઠાં જ હોય, જે મારી મારીને એની Page #276 -------------------------------------------------------------------------- ________________ 1443 – ૧૬ઃ ઉદ્યમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૫ પાસેથી પડાવી લે. અર્થકામના રસિકોની હાલત આવી છે. તે લૂંટાય ત્યારે છોડે છે. જ્યારે શાસનરસિકતા એ છે કે જે અવસરે સ્વેચ્છાએ બધું છોડે છે. મોક્ષ, તો માત્ર પુરુષાર્થથી સાધ્ય છે? અર્થકામના નામે તો આજે પણ કંઈકને ભેગાં કરી શકાય છે. પચાસ ક્રેડના ઢગલો કરી દરેકને પાંચ-પાંચ હજાર આપવા માંડીએ તો જૈન થવા આવનારની ઓછપ ન રહે. દીક્ષા લે એને બે હજાર આપવાનું જાહેર કરીએ તો અનેક દીક્ષા લેવા આવે. એ મનમાં વિચારે કે એકવાર તો બે હજાર ઘર ભેગા કરી દીક્ષા લઈ લો, પછી જોયું હશે. થોડા દિવસ પછી ક્યાં ઘર ભેગા નથી થવાતું ? પણ પછી લીધેલા ટકે કેટલા ? અર્થકામ પુરુષાર્થથી મળે ભલે પણ એ મળે જ એમ નહિ; ત્યાં કેવળ પુરુષાર્થ જ કારણ નથી, એ કર્માધીન છે, પૂર્વના શુભોદયને આભારી છે, પુગલમય છે. મુખ્યતયો પુરુષાર્થ જ કારણ હોય તો તે એક મોક્ષ માટે જ છે. એટલે તો સમ્યગ્દષ્ટિના પુરુષાર્થથી જે ગુણ પેદા થાય, ક્ષયોપશમ ક્ષય કે ઉપશમ ભાવે જે ગુણ પ્રગટે, તે મુક્તિ માટે જ થાય. જેમ જેમ કર્મો દબાય કે વિખરાય તેમ તેમ ગુણ પ્રગટે. સંપૂર્ણ કર્મક્ષય થવામાં મુખ્યપણે આત્માના પુરુષાર્થની જ જરૂર છે, ત્યાં બીજા કશાની જરૂર નથી. ત્યાં તો માત્ર કર્મોને ઝાટકવાનું જ કામ છે. અર્થકામની સાધનામાં એવું નથી. ત્યાં એકલો જ પુરુષાર્થ કારણભૂત નથી. કદાચ ભાગ્ય હોય તો જ એ પુરુષાર્થ ફળે. અર્થકામ સંયોગાધીન છે, એનો વિયોગ નિયમા છે; મુક્તિનું સુખ સંયોગજન્ય નથી. માટે એનો વિયોગ પણ કદી નથી. પુરુષાર્થ છતાંય શુભોદય વિના અર્થકામ ન મળે. સભા: ‘અશુભોદયને લઈને અર્થકામ ન મળે એ વાત સાચી પણ એ અંશુભોદયને ઉડાડવાની કોશિશ કરે તો તો અર્થકામ મળે ને ?' અશુભોદય ઉડાડવાની જ કોશિશ કરે તો ને ? ખરેખર એમ કરે તો તો સ્થિતિ જરૂર ફરી જાય, બાકી તો અશુભોદય ઉડાડવા જતાં બીજાં કેટલાંય એવાં અશુભ કર્મો બાંધે કે જેથી અર્થકામ ઊલટા દૂર ભાગી જાય. સભાઃ “સુ'ઉદ્યમ કરે તો ?' મોક્ષની ભાવનાથી જ કરાતો ઉદ્યમ એ “સુ'ઉદ્યમ કહેવાય. એવો ‘સુ'ઉદ્યમ આરંભે તેને તો પછી અર્થકામ એ ઘાસતુલ્ય છે, ફળતુલ્ય નથી, ફળ તો મુક્તિ જ છે. ઉદ્યમની પ્રધાનતા કેવળ મુક્તિ માટે જ છે. મુક્તિ માટે તો એક જ ક્રિયા કે શુભ તથા અશુભ એ બેય કર્મોને કાઢવાનાં, બેયને ઝાટકવાનાં, બેયને ખંખેરવાનાં અને અંતે બેયને વિખેરવાનાં જ છે. જ્યારે અર્થ કામ માટેના ઉદ્યમમાં તો સિદ્ધિ ત્યારે થાય કે પહેલાં તો અશુભ કાઢવાં પડે, એ કાઢ્યા પછી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શુભ ઉતારવાં પડે અને એ ઉતાર્યા પછી પણ એ ઉદયમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડે. શુભ કર્મો ઉદયમાં આવે ત્યારે જ અર્થકામ મળે. તે પણ ઉદયમાં આવે તો જ મળે પણ ઉદયમાં આવતાં પહેલાં જ જો વિખરાઈ જાય તો બાજી ખલાસ. ' મુક્તિ માટેના પ્રયત્નમાં તો બેયને કાઢવાની જે વાત છે. માટે તો સંથારા પોરસમાં સાધુ અને શ્રાવક રોજ બોલે છે કે – संजोगमूला जीवेन, पत्ता दुःख परंपरा । तम्हा संजोग संबंध, सव्वं तिविहेण वोसिरियं ।। .. અર્થ “જીવે દુ:ખોની પરંપરા સંયોગના કારણે પ્રાપ્ત કરી છે. તેથી સર્વ પ્રકારના સંયોગ સંબંધને મન વચન કાયાથી વોસિરાવું છું.. દુ:ખ સંજોગથી જ થાય છે, પછી તે સંજોગ શુભ યા અશુભ ગમે તેવા હોય. શુભ પણ સારું ક્યારે ? મુક્તિ માટે એ મેળવે તો અથવા જે શુભ દ્વારા મુક્તિમાર્ગે આત્મા જાય તે શુભ સારું. કેવળ ઉદ્યમથી જો અર્થકામની પ્રાપ્તિ થતી હોત તો આ દુનિયામાં ઉદ્યમ કે ઉદ્યમીઓની ઓછપ નથી. એવા કૈક ઉદ્યમીઓને કપાળે હાથ મૂકવા પડે છે. મળેલા અર્થકામ છતે ઉદ્યમે ચાલ્યા પણ જાય છે અને કેંકને રોવું પડે છે. બુદ્ધિમાનની બુદ્ધિ પણ ત્યારે બહેર મારી જાય છે. એના ઉદ્યમમાં ઓછપ નહોતી, ખાવાની પણ ફુરસદ નહોતી. ચાર-ચાર મોટરો દોડતી હતી, એવા પણ ગઈકાલના કોટ્યાધિપતિ આજે નાદાર બની જાય છે, એ શું ? ઉદ્યમમાં ખામી ન હોય, મોટરમાં પેટ્રોલના કેન પણ સાથે રાખ્યા હોય કેમકે કેટલા માઈલની શેઠને મુસાફરી કરવાની હોય એ નક્કી નહિ અને એટલી દોડધામ છતાં દેવાળું આવે, એ શાથી ? સભા: ‘ઉદ્યમ નિષ્ફળ જાય ?' હા-જરૂર જાય. આંખો ખુલ્લી રાખીને જુઓ તોય નજરે દેખાય તેમ છે. સભા: “પણ ક્યિા તો ફળવતી જ હોય ને ?” હા. માટે જ એ ક્રિયા સ્વર્ગ કે નર્ક કંઈક તો ફળ આપે જ. એ નિષ્ફળ જાય જ નહિ. શ્રેષ્ઠતા કે દીનતા, આશાપૂર્તિ કે નિરાશા, શુભ કે અશુભ કાંઈક તો ફળ આપે જ. પથ્થર લઈને માથું ફોડે તો લોહી તો નીકળે જ, એ પણ નિષ્ફળ ન જાય. પ્રયત્ન કરતાં રોટલો મળે છતાં ખવાય નહિ એમ પણ બને. સભા: ‘એ તો ફળનો ભોગવટો ભલે ન થયો પણ ફળ તો મળે ને ?” - ફળનો ભોગવટો ન મળે અને ફળ પણ ન મળે, એવુંયે બને. અર્થકામની પ્રાપ્તિ કેવળ ઉદ્યમાધીન નથી પણ ભાગ્યાધીન પણ છે. અશુભ કર્મના ઉદયથી Page #278 -------------------------------------------------------------------------- ________________ 145 – ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૭ તો એ મળતા જ નથી પણ શુભ કર્મ કર્યા હોય તેના ઉદયની પણ રાહ જોવી જ પડે. શુભ કર્મનો પણ ભોગવટો ન આવડે તો એ જ સંહારક બને. દુર્ગાન કરે તો દેવતા લક્ષ્મી વરસાવે ખરા ? દાક્તરની તૃષા પાણીથી કદી ન શકે. તૃષા શમાવનાર પાણી પણ ઊલટી એની તૃષાને વધારે. એના પર પાણીનાં બેડાં છંટાય તોય એ એને ઊલટો બાળે; ઊલટો એ વહેલો મરે. આકરા તાવમાં માથે મૂકેલા પાણીનાં પોતાં પણ ગરમ થઈ જાય છે, એટલે તો ત્યાં ઢગલાબંધ બરફ વપરાય છે. સારી ચીજ પણ કર્મયોગે ખરાબ થઈ જાય છે. એક આદમી પાસે લાખ હોય તે સુખે જીવે છે અને બીજા પાસે લાખ હોવા છતાં મનમાં બળ્યા જ કરતો હોય છે; શાથી ? એક જ આદમી તરફ એકને પ્રેમ થાય છે ને બીજાને દ્વેષ થાય છે; શાથી ? કામાંધ બનેલો કુમ્ભા પર રાગ કરે અને રૂપવતી પર દ્વેષ કરે; એનું કારણ ? ભૂંડને મિષ્ટાન્ન આપો તો ન ખાય અને ઉકરડે જઈ વિષ્ટા આરોગે; કારણ ? અશુભ પુદ્ગલનો જ એને યોગ છે. એવા પ્રકારનો એને અંધાપો છે. કર્મયોગે સારી ચીજ પણ નઠાંરી અને નઠારી ચીજ પણ સારી લાગે છે. આ બધું સમજીને શ્રી જૈનશાસનની સોડમાં બેસાય, એના સિદ્ધાંતોને અનુસરાય, એના આચારો સેવાય, તો અરધી પાપપ્રવૃત્તિ તો આપોઆપ પલાયન થઈ જાય. સભા : જેમ ભૂંડને મિષ્ટાન્ન ખવડાવવાની મહેનત નકામી તેમ અયોગ્યને આ ઉત્તમ ધર્મ આપવાની મહેનત પણ નકામી ?” હા. એવી મહેનત ન જ કરાય. શ્રી જિનેશ્વરદેવોએ પણ અયોગ્ય જીવો માટે એવી મહેનત કરવાની ના કહી છે. વિતંડાવાદી સાથે વાદ કરવાની મના કરી છે. ભયંકર પરિણામવાળા શુષ્કવાદનો નિષેધ કર્યો છે. તમને પણ જિજ્ઞાસુ અને યોગ્ય માનીને હું આ બધી મહેનત કરી રહ્યો છું. જેનામાં યોગ્યતા ન દેખાય તેના માટે અમારાથી મહેનત કરાય જ નહિ. સભા: ‘અર્થકામની ર્દશનામાંથી પણ સારું લેવાય ને ?” શાસ્ત્ર કહે છે કે અર્થકામની દેશનાની જરૂર જ નથી. જે હિતકર હોય તેને માટે શાસ્ત્રનો ઉપદેશ જરૂરી છે. અર્થકામ તો અહિતકર છે. અને તેને માટે સ્વાભાવિક રીતે જ પ્રત્યેક સંસારી જીવોની પ્રવૃત્તિ ચાલુ છે, માટે શાસ્ત્રકારો એના ઉપદેશની પ્રવૃત્તિ કરતા જ નથી. જે શાસ્ત્રકારો એવી પ્રવૃત્તિ કરે છે તે અજ્ઞાન છે. વળી તમે એમાંથી સારું લેવાની વાત કરો છો તો તમને સાર લેતાં કેટલો આવડે છે તે હું જાણું છું. લાખની સોનાની લગડી પડેલી દેખાય તો હાથકડીના ભયને ઘોળી પી જઈને ખિસ્સામાં નાંખે એવા ઘણા છે. પછી Page #279 -------------------------------------------------------------------------- ________________ 1446 ૨૫૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ પોલીસ-તપાસ આવે ત્યારે પસ્તાવો થાય તે વાત જુદી. એ પસ્તાવો પણ વસ્તુ ઉપાડ્યાનો નહિ પણ આ ધાડ ક્યાંથી આવી, તેનો હોય. આવી મનોદશાવાળા સાર ગ્રહણ કરે ? સ્વાર્થ હોય ત્યાં સુધી ગુણ ગાય અને સ્વાર્થ ન સરે તો ગાળો દે એવા પણ કૈંક જોયા છે. પાગલ બનીને પ્રશંસા કરનારા પાગલ બનીને ગાળો દેતા થઈ ગયા છે અને એવાને કહ્યું પણ છે કે “ભલા માણસ ! જે મોંએ પાન ચાવ્યાં તે મોંએ કોલસા ચાવતાં શરમ પણ નથી આવતી ?.લાલસા પોષાઈ ત્યાં સુધી સ્તુતિ અને પછી તરત ગાળ દેનારા તમે તે કાંઈ માણસ છો ?' એવાઓની ઢગલાબંધ ગાળો સાંભળી લીધી છે. એની નોંધ પણ રાખવાની ન હોય. કેવળ અર્થકામના રાણી અને ગુણ પ્રત્યે રાગનો છાંટો પણ નહિ ધરાવનારા ધર્મકથામાંથી પણ સાર નથી લેતા તો અર્થકામની કથામાંથી સાર શું લેવાના ? માટે જ્ઞાનીઓ અર્થકામની દેશનાનો પુરુષાર્થ કરતા જ નથી. પ્રશંસા પણ સાચી કરો, ભાટચારણ જેવી નહિ. ' એક વાત મારે તમને સમજાવવી ઘણી હોય છતાં સંજોગ ન જોવાથી મૌન રહું છું; કેમકે લાભ ન દેખાય ત્યારે ન કહું. તમે જેની પ્રશંસા કરો છો તે પણ સાચી નથી કરતા, ગુણ માનીને નથી કરતા; ગુણ દેખીને કરતા હોત તો હું રાજી થાત. તમારી ઇચ્છા પૂરી થતી હોય ત્યાં તમે ઢળી પડો તેવા છો. ગરજે ગમે તેને બાપ કહેવા તમે તૈયાર છો. ગરજે ગમે તેની પગચંપી કરતાં પણ તમે અચકાઓ તેવા નથી. બધા નંહિ, પણ મોટા ભાગની આ હાલત છે. એટલે તમારી પ્રશંસા પણ સાચી નહિ પરંતુ ભાટચારણના જેવી બની જાય છે. શાસ્ત્રમાં એક કથા આવે છે. એક રાજાની રાણી હાથીના મહાવતમાં લુબ્ધ બની હતી. રાજા જ્યારે ઊંઘે ત્યારે રાણી છાનીમાની મહાવત પાસે જાય. મોડું થાય તો પેલો મહાવત સાંકળથી રાણીને મારે. મહાવતના હાથનો માર રાજાની રાણી ખાય, મહાવતની માફી માગે અને કરગરીને કહે કે-“શું કરું ! રાજા જાગતો હોય ત્યાં સુધી કેવી રીતે આવું ? મોડું થવામાં ગુનો મારો નથી પણ રાજાનો છે. જે મહાવત રાણીના નોકરના નોકરનો નોકર અને એનો પણ નોકર થવાને યોગ્ય નહિ, તેના હાથનો માર રાજાની રાણી શાથી ખાય ? કામની આધીનતાથી. તમે પણ એ રીતે અર્થકામ માટે જેની તેની પ્રશંસા અને ગુલામી કરી રહ્યા છો. ગુણ દેખીને ઢળતા હોત તો જરૂર રાજી થાત, કેમકે જૈનધર્મીની એ ફરજ છે કે જ્યાં ગુણ દેખે ત્યાં ઢળે, પ્રમોદ પામે, આનંદ અનુભવે. પણ જૈનધર્મી ઘેલા ન હોય, જેમ તેમ બોલ્યા જ ન કરે, એ તો Page #280 -------------------------------------------------------------------------- ________________ 1447 – ૧૬ઃ ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 –– ૨૫૯ સંનિપાતનાં લક્ષણ છે. સિદ્ધાંતની રૂઈએ હું તમને સમજાવી રહ્યો છું કે અર્થકામ માટે કેવળ ઉદ્યમ ફળતો નથી. અર્થકામની પ્રાપ્તિમાં તો પુણ્યની જ પ્રધાનતા ? ઈરાનનો બાદશાહ અમાનુલ્લાખાન પહેલવહેલો અહીં આવ્યો ત્યારે કેટલું માન મળ્યું ? બ્રિટિશ શહેનશાહનો પ્રતિનિધિ વાઇસરોય પણ કલકત્તાથી મુંબઈ આવે એની આગતા-સ્વાગતા કરે એ ઓછું માન નથી. એ જ રીતે આખા યુરોપમાં પણ એવું જ માન એને મળ્યું. કોઈ શહેનશાહ એવો નહિ કે જેણે એને બાદશાહી માન ન આપ્યું હોય. એ રીતે આખી દુનિયામાં ફર્યો, બધે સ્વાગત પામ્યો, એ સ્વાગત લઈને ઘેર આવ્યો, ગાદી પર બેઠો કે તરત જ ભાગવું પડ્યું. આનું કારણ ? ઉદ્યમ કમ હતો ? એ દુનિયામાં શા માટે ફર્યો હતો ? પોતાની સત્તાનું પ્રદર્શન કરવા અને બીજી પર પોતાનો પ્રભાવ પાડવા. બધાને એની ગરજ પડે એવી સ્થિતિમાં એ હતો છતાં એને જ ભાગવું પડ્યું; અને એ ભાગ્યો ત્યારે એનો એક પણ મિત્ર કે એક પણ સ્નેહી એને જોઈતી સહાય કરવા આગળ ન આવ્યો, એની મુશ્કેલી દૂર કરનાર ન નીકળ્યો, એનું કારણ ? ઉદ્યમ, બુદ્ધિ, બળ બધું હતું પણ શું નહોતું ? વિચારો. સભા : પુણ્ય નહોતું.' દેવતાઓ જેની સેવામાં હોય છતાં સુભૂમ ચક્વર્તી સાગરમાં ડૂબી મરે અને એનું શબ પણ સ્નેહીઓ જોવા ન પામે, એ કોનો દોષ ? રક્ષકો ચારે તરફ કેટલા હતા ? શાસ્ત્ર કહે છે કે અર્થકામની પ્રાપ્તિમાં ઉદ્યમ ઓછું કામ કરે છે. ત્યાં પુણ્યની પ્રધાનતા છે ! ધન્નાજી લક્ષ્મી મૂકીને ભાગતા હતા છતાં જ્યાં પગ મૂકતા ત્યાં લક્ષ્મી એમના ચરણોમાં આળોટતી. વાણિયાના પુત્ર છતાં ક્ષત્રિય રાજાઓ પોતાની પુત્રી એમને પરણાવતા. મહારાજા શ્રેણિકના એ જમાઈ હતા. માટે સોચો ! પુણ્ય એ જ. એમાં પ્રધાન કારણ છે; ઉદ્યમ નહિ. પુગલના સુખની મહોકાણઃ અર્થકામની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુણ્યાનુબંધી પુણ્ય છે. અર્થકામ તો પુણ્યાનુબંધી પુણ્યવાળાના દાસદાસી જેવા છે. ઉદ્યમ તો મોક્ષ માટે જરૂરી છે કે જ્યાં કેવળ કર્મને ઝાપટવાનું કામ છે પણ મેળવવાનું કામ જ નથી. પૌદ્ગલિક સુખમાં એક અપલક્ષણ છે કે બધું સારું મળ્યું હોય પણ એમાં જરાક ફેરફાર થાય એટલે એ સારું પણ બૂરું બની જતાં વાર ન લાગે. અમનચમનની બધી સામગ્રી ભેગી કરી હોય પણ એક તાર આવે કે પાંચ લાખ ગયા કે તરત વાજાંગાજાં બધું Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – – 1448 બંધ. જે સુખમાં આટલા સમાચાર પણ ભંગાણ પાડે તે સુખમાં કયો બેવકૂફ રાચે ? દુનિયાના નિષ્ણાત કારીગરોને બોલાવીને બેનમૂન બંગલો બંધાવ્યો હોય અને જેને જોતાં આંખો ધરાતી ન હોય, ત્યાં જ આવા સમાચાર આવે એટલે રસ ઊડી જાય અને મૂડ ખલાસ થઈ જાય. મનમાં ચિંતાનો કીડો સળવળવા માંડે પછી એ બંગલો જોવામાં પણ ચિત્ત લાગે નહીં. પુગલજન્ય સુખ આવે છે. સો મણ દૂધના ભાજનને પ્રાણનાશક બનાવવામાં વાર કેટલી ? વિષનો એક કણીઓ ભળ્યો એટલી જ વાર. આખા લાડવામાં ચાર ગાંગડી ગોળની આવી જાય તો ખાવાનો રસ માર્યો જાય. રસોઈમાં સહેજ મસાલામાં ફેરફાર થઈ ગયો હોય તો જમવાની મજા ઊડી જાય. પુદ્ગલના સુખની આ જ મહોકાણ છે. મોક્ષ માટે જ ઉધમ કરો: મોક્ષ માટેનો પ્રયત્ન નિયમા ફળે. મોક્ષ ન મળે ત્યાં સુધી એ પ્રયત્ન એને સામગ્રી એવી આપે કે જરાય દુ:ખી થવા ન દે અને અંતે શાશ્વત સુખ આપે જ. માટે જ જ્ઞાનીઓ મોક્ષ માટે જ પ્રયત્ન કરવા ભલામણ અને આગ્રહ કરે છે. કહે છે કે-“જો શક્તિસંપન્ન હો અને ઉદ્યમ જ કરવો હોય તો મોક્ષ માટે જ ઉદ્યમ કરવાની અમારી ભલામણ છે, અમારો આગ્રહ છે.' અર્થકામ માટે પ્રયત્ન એ અશુભોદયનું કારણ છે. પોતાના હાથે જ પોતાના મોં પર મસી ચોપડવાનો એ પ્રયત્ન છે. જ્ઞાની કહે છે કે એદી બનો તો તમારું ભાગ્ય. પણ ઉદ્યમી બનો તો ઉદ્યમ એવો કરો કે અશાંતિ આવે જ નહિ. સજ્જન માટે અન્યને સુધારવામાં બહુ વાર પણ દુર્જન માટે બીજાને બગાડવામાં કાંઈ વાર જ નહિ, માટે દુનિયામાં દુર્જનને ફાવટ વધારે છે. સભા: “ખરાબ ચીજ પણ સુધારે નહિ ?' એવી ચીજ તો કોઈક જ. જેમ લૂણ ખારું છતાં રસોઈને સ્વાદિષ્ટ બનાવે. પણ તેય પ્રમાણમાં હોય તો. પ્રમાણાધિક થાય તો બગાડી મારે. સામાને સુધારવા જતાં પોતાનું ન બગડે એની કાળજી પહેલી રાખવાની. સુધારાય યોગ્યને, અયોગ્યને સુધારવાનો પ્રયત્ન કરવો જ નહિ. કારીગર સુથાર પણ થાંભલો બનાવે તે ગાંઠ વિનાના કાષ્ઠનો. ગાંઠવાળા કાષ્ઠ પર એ હથિયાર ચલાવે જ નહિ. એ સમજે કે એમ કરવામાં હથિયાર બુઠ્ઠાં થઈ જાય ને થાંભલો બને નહિ. જે હથિયાર કમાણીનાં સાધન છે તેને એ બુઠ્ઠાં કરે ? ન જ કરે. સાગરની એક છોળથી ગંગા ખારી થઈ જાય પણ લાખ ગંગા ભેળી થઈ Page #282 -------------------------------------------------------------------------- ________________ 1449 –– ૧૯ : ઉધમ તો એક્માત્ર મોક્ષ માટે જ 96 – ૨૯૧ સાગરમાં ઠલવાય તોયે એ તો એવો ને એવો જ ખારો રહે. તેમ શાસ્ત્ર કહે છે કે કેટલાક દુર્ભવિ એવા મગશેળિયા છે કે ગમે તેમ કહો પણ એમને અસર ન જ થાય. માટે તો ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે : હમણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે; ન્યું જલધિજલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે. અર્થ : હીન આત્માઓનો સંસર્ગ ત્યજે નહિ તેનો ગુણ ટકતો નથી; જેમ સમુદ્રમાં ભળેલું ગંગાનું પાણી ખારું થયા વિના રહેતું નથી. વિચારો કે પૌગલિક સંયોગોની સ્થિતિ શી છે ! ઉદ્યમ મોક્ષ માટે જ જરૂરી છે. એકલા ઉદ્યમથી જ. જો અર્થકામની પ્રાપ્તિ થતી હોત તો આટલી બેકારીની બૂમ હોત જ નહિ. પાપજન્ય પ્રવૃત્તિથી સુખનાં સાધનો પણ દુ:ખકારક બને છે. ભૂતકાળનાં દીવા અને આજની લાઇટોઃ આજનાં તમામ સુખનાં સાધનો ભયંકર છે. જેટલો આરંભ-સમારંભ વધારે, જેટલો જીવઘાત વધારે, તેટલાં એ સાધનો ખતરનાક છે. દીવેલનો દીવો મોટી લાહ્ય ન લગાડે. જ્યારે વીજળીના દીવા ક્યારેક ભયંકર આગ લગાડે. દીવેલના દીવાની જ્યોતને જરા આગળ અડી જાય તો બહુ તો ફોલ્લો પડે પણ વીજળીના તારને હાથ લાગે તો મામલો ખતમ-માણસ મડદું થઈને જ પડે. વીજળીના તારને પંખીનો પગ અડે કે બિચારું ખલાસ. દીવેલનો દીવો ઠંડો, આંખના તેજને વધારે અને વીજળીના દીવા આંખના તેજનો નાશ કરે.દીવેલના દીવાની જ્યોત પર દીવેલની ધાર પડે તો દીવો ઓલવાઈ જાય, જ્યારે ઘાસલેટની ધાર પડે તો ભડકો થાય. દીવેલથી ઘાસલેટ વધારે નુકસાનકારક અને એનાથી વીજળી વધારે ભયંકર. જેના ઘરમાં વીજળી છે તેને અકસ્માત નથી થતા એ પુણ્યવાન. દીવેલના દીવાનું પાપ અને આરંભ કેટલાં ? સળગાવે અને વાપરે એટલું. વીજળીના દીવામાં આખું પાવરહાઉસ ચાલુ રહે ત્યાં સુધીનું આરંભનું પાપ માથે બેઠું છે. સંભાઃ “દેરાસરમાં પણ એ લાઇટ આવી છે ને ?” વીસમી સદીની બુદ્ધિમાં એ ગુણ છે કે પ્રભુશાસનની બુદ્ધિ પેસવા જ ન દે. એ બુદ્ધિના નિધાનોને સમજાવે કોણ ? જેમાં હિંસા વધારે એમાં લાભ તો મૂર્ખ જ માને. વીજળીની બત્તીઓ કેવી ? લાહ્ય જેવી. મંદિરમાં આ બત્તીઓથી વાતાવરણ બગડ્યું છે. એ બત્તીઓએ મંદિરોના વાતાવરણને કલુષિત કર્યું છે. બેય પ્રકારના દીવાઓનો અનુભવ કરી જુઓ તો ખબર પડશે. ઘીના દીવાના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1450 રજકણો ક્ષયરોગને હરે છે અને પેટ્રોલના ધુમાડા ક્ષયરોગને નોતરે છે, છતાં અજ્ઞાનના યોગે એનો ફેલાવો વધતો જાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઉદ્યમ કેવળ મોક્ષ માટે જ હોય. તીવ્રકર્મના ઉદય પણ મોક્ષ માટેના પ્રયત્નથી ટળી જાય છે. આપણા કરતાં ભગવાન મહાવીરદેવને અશુભ કર્મના ઉદય વધારે હતા તો પણ અડગ રહીને સહ્યા ને ? સંતોષરૂપી નંદનવનના આનંદ વિષે શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૭ઃ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૮, શનિવાર, તા. ૨૨-૩-૧૯૩૦, 97 • મોક્ષ માટે ઉદ્યમ પ્રધાન : મળેલું છોડવામાં ભાગ્યનું કામ શું ? • ભાગ્ય અને પુરુષાર્થનો ભેદ સમજો ! એકલો પુરુષાર્થ ફળતો હોય તો તે મોક્ષ માટેનો જ: દુનિયાની સાધના પુણાધીન છે : મહેનત રહી જાય અને લક્ષ્મી વહી જાય : • ડાહ્યો આદમી કયો ઉદ્યમ કરે ? : નબળા ધર્મ કરે અને સબળા રહી જાય : . • ગુણોની પ્રાપ્તિ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમને આધીન છે : અહીં કર્મસામ્રાજ્ય છે, મોક્ષમાં એ નથી : • દુનિયાનો કાયદો ન્યારો : મોક્ષ માટે ઉધમ પ્રાધાનઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂગિરિના સંતોષરૂપ નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. એ સંતોષના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા માટે આપણને ફરીને કૂટની વિચારણામાં આવવું પડ્યું છે. જેમ મેરૂના નંદનવનનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લઈ શકે છે તેમ સંતોષનો સંપૂર્ણ આનંદ સાધુઓ જ લઈ શકે છે. અશુભ અધ્યવસાય ગયા વિના ચિત્ત ઊંચા (ઉત્તમ) બને નહિ. ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો વિના અશુભ અધ્યવસાય જાય નહિ. એ ગયા વિના શુભ અધ્યવસાય આવે નહિ અને એ આવ્યા વિના ચિત્ત શુદ્ધ બને નહિ; કારણ કે શુભ અધ્યવસાયથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષય થવાથી ચિત્ત શુદ્ધ બને છે. ચિત્ત શુદ્ધ થયા વિના સૂત્રાર્થનું નિરંતર સ્મરણ થતું નથી અને એ સ્મરણ નિરંતર થાય નહિ ત્યાં સુધી ચિત્ત ઝળહળતાં બનતાં નથી. આ ન બને ત્યાં સુધી સંતોષરૂપી નંદનવનના આનંદની આશા નકામી. આપણે જોઈ ગયા કે પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જરૂરી છે. અર્થકામ માટે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પુરુષાર્થ ગૌણ છે. અર્થકામ એકલા પુરુષાર્થથી નથી મળતા. મોક્ષ માટે પુરુષાર્થ પ્રધાન છે, બીજાં કારણો ગૌણ છે. બીજે બધે પુરુષાર્થ ગૌણ છે. 1452 નિગોદના વો નિગોદમાંથી બહાર નીકળે છે ત્યાં પુરુષાર્થ ક્યાં છે ? ભવિતવ્યતાના યોગે જ એ બહાર નીકળે છે. સમ્યગ્દષ્ટિ માટે ઉદ્યમની પ્રધાનતા છે. સમ્યગ્દષ્ટિ માર્ગનો જ્ઞાતા છે કારણ કે તેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, સંસાર અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે, સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે અને એ છોડવામાં જ કલ્યાણ છે એમ એણે જાણ્યું છે, ઇંદ્રિયો વિકરાળ છે, મન ચંચળ છે, વિષયો ભયંકર છે એ પણ સમ્યગ્દષ્ટિ જાણે છે માટે એ સાવધ રહે જ અને આ બધાં મોક્ષના વિઘ્નોને ખસેડવાના પુરુષાર્થની એને માટે પ્રધાન આવશ્યકતા છે. જો એ ઉદ્યમની પ્રધાનતા માને તો જ આગળ વધી શકે. મળેલું છોડવામાં ભાગ્યનું કામ શું ? ભાગ્ય ૫૨ ભરોસો રાખીને બેસી રહેનારથી મુક્તિએ જંઈ શકાય જ નહિ. સંસાર અનાદિ અનંત છે, લાંબો પહોળો પાર વિનાનો છે, સ્થાન ઘણાં છે, યોનિ (ઉત્પત્તિસ્થાનો)નો સુમાર નથી, ગતિ-સ્થિતિ-આયુષ્ય આ બધું ભયંકર છે. આ બધી ભયંકરતાઓ સામે હોય ત્યારે કપાળે હાથ દઈને બેસી રહેનાર કાંઈ સાધી ન શકે. વિષયોની આસક્તિ એવી છે કે ભલભલાને કપાળે હાથ મુકાવે છે. ભલભલાઓ પણ વાતવાતમાં ભાગ્યની વાત જ આગળ કરે છે. પણ મળેલું છોડવું ત્યાં ભાગ્યનું કામ શું ? નહિ મળેલું નહિ ઇચ્છવું અને મળેલું છોડવું તેમાં ભાગ્યની જરૂર નથી. નહિ મળેલું મેળવવામાં તથા મળેલું સાચવવામાં ભાગ્યની જરૂર છે. ભાગ્ય અને પુરુષાર્થનો ભેદ સમજો : ઇચ્છેલું મળતું નથી અગર મળેલું સચવાતું નથી, ત્યાં ભાગ્યની વાત કરાય; પણ મળેલું મૂકવામાં અને નહિ મળેલું નહિ ઇચ્છવામાં ભાગ્યનો ખપ નથી. પુણ્યાનુબંધી-પુણ્યને પણ ઉપાદેય એટલા માટે જ માનવામાં આવે છે કે એ પુણ્યનો અધિકારી એ પુણ્યના વિપાકથી મળેલાં પૌદ્ગલિક સુખોને ભયંકર માને છે અને એનાથી સાવચેત રહે છે. સ્થિરા દૃષ્ટિમાં એ જ વાત આવે છે. પુણ્યયોગે મળેલી સામગ્રી પ્રત્યે પણ ત્યાં અભાવ હોય, શ્રી જિનપૂજનાદિ સાચા ભાવે ક્યારે થાય ? મોક્ષની ઇચ્છા થાય ત્યારે. એકલું મોક્ષનું ધ્યેય થયું એટલે ઉદ્યમ જોઈએ જ. વિના ઉદ્યમે કોઈ ઘસડીને ત્યાં લઈ જાય એવું નથી. દુનિયાની ચીજોને જે નાશવંત માને અને તેથી એ મેળવવાની જેને ઇચ્છા ન થાય, મળી હોય તે છોડવાની જેને ભાવના થાય તે જ આત્મા હૃદયપૂર્વક અહીં આવી શકે. Page #286 -------------------------------------------------------------------------- ________________ 158 – ૧૭ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં?... 97 – ૨૩૫ સભાઃ “બુદ્ધિ એ પણ પુરુષાર્થ ?' બુદ્ધિ ક્ષયોપશમના કારણે છે. પુરુષાર્થ જુદી ચીજ છે. એક ને એક ગાથા તરત આવડે અને બીજાને ચોવીસ કલાક ગોખે તોય ન આવડે. પુરુષાર્થ તો બેય કરે છે. ત્યાં ઉદ્યમ એ જ કારણ નથી પણ કર્મના ક્ષયોપશમની પ્રધાનતા છે. કર્માધીન આત્માને, ગમે તેવા સંયોગાધીન આત્માને, સાવધ રાખનાર મુક્તિમાર્ગ પ્રત્યેનો પ્રેમ અને એની પ્રાપ્તિનો ઉદ્યમ જ છે. એકલો પુરષાર્થ ફળતો હોય તો તે મોક્ષ માટેનો જ? ઉદ્યમ એકાંતે જરૂરી અને લાભદાયી હોય તો તે કેવળ મુક્તિ માટેનો જ છે. જો કે એમાંયે કર્મવશાત્ આત્માને ટક્કર પણ લાગે પરંતુ તોયે પરિણામે સિદ્ધિ છે જ. અર્થકામની સાધનામાં એકલો ઉદ્યમ કદી જ ફળતો નથી. જેઓને અર્થકામ મળ્યા છે ત્યાં કારણભૂત પૂર્વની આરાધના છે. ચક્વર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ આ બધાને સાહ્યબી અઢળક હોય છે. સમૃદ્ધિથી ભરપૂર આવાસોમાં એ બધા જન્મ. આવાં ઉત્તમ કુળો પૂર્વે સંયમ આરાધ્યું ત્યારે જ મળ્યાં છે. સભા: ‘એ પણ પુરુષાર્થ તો ખરો ને ?' કબૂલ, પણ તે મુક્તિ માટેનો, કે જે મંજૂર છે. એ પુરુષાર્થ અર્થકામ માટે નથી થયો. વાસુદેવ નિયાણું કરીને તેવી માગણી કરે છે પણ એ તો પછી. પહેલાં આરાધના તો મુક્તિ માટે જ કરે છે. * એકલો પુરુષાર્થ ફળતો હોય તો મોક્ષ માટેનો જ. દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ તો અશુભ કર્મ જાય, શુભ કર્મનો સંયોગ થાય અને તે પણ ઉદયમાં આવે ત્યારે થાય; જ્યારે મુક્તિની પ્રાપ્તિમાં તો કર્મનો અભાવ એ જ કારણ. શુભ અને અશુભ બેય પ્રકારના કર્મનો અભાવ એ જ મુક્તિ. એ પ્રયત્નમાં તો માત્ર કાઢવાની જ, ઝાટકવાની જ વાત છે, નાખવાની કે રાખવાની વાત જ નથી. એકલું કાઢવાનું જ કામ હોય ત્યાં એકલો ઉદ્યમ ફાવે. કાઢવું, પાછું નાખવું અને સાચવવું, ત્યાં ભાગ્ય જોઈએ. એકલો ઉદ્યમ ફળે તે મુક્તિના પ્રયત્નમાં જ અને મુક્તિ માટેનો જ. દુનિયાની સાધના પુણ્યાધીન છે? મુક્તિની સાધનામાં કેવળ ઉદ્યમની જ પ્રધાનતા છે. ઉદ્યમ કરવા છતાં પાછા પડીએ ત્યારે જ ભાગ્ય વગેરેની ખામી કઢાય. દુનિયાની સાધના પુણ્યાધીન છે, શુભાશુભ કર્મને આધીન છે; જ્યારે મુક્તિની સાધના પુરુષાર્થને આધીન છે અને મુક્તિની પ્રાપ્તિ કેવળ કર્મક્ષયને આધીન છે; ત્યાં કશાના Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1454 આવાગમનની કે સંયોગની જરૂર જ નથી. માત્ર વળગેલાને કાઢવાની જ ક્રિયા ત્યાં કરવાની છે. ધર્મની સાચી ઇચ્છા ક્ષયોપશમથી થાય છે ઉદયથી નહિ. સમ્યકત્વની પ્રાપ્તિ પાંચ પ્રકૃતિના ઉપશમથી અથવા સાત પ્રકૃતિના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષયથી થાય છે. દેશવિરતિની પ્રાપ્તિ આઠ કષાયોના ક્ષયોપશમથી થાય છે. સર્વવિરતિની પ્રાપ્તિ બાર કષાયના ક્ષયોપશમથી થાય છે. પુણ્યના ઉદયે આ બધી વસ્તુઓની પ્રાપ્તિ ન કહી પણ કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયના કારણે એ પ્રાપ્તિ કહી. “યથાપ્રવૃત્તિકરણ” નદી ગોળ પાષાણ ન્યાયે થાય છે, “અપૂર્વકરણ” ઉદ્યમથી થાય છે. શ્રેણિ ઉપશમ અને ક્ષાયિક એમ બે પ્રકારે મંડાય છે. ઉપશમ શ્રેણિવાળો દશમાના અંતે મોહનો ઉપશમ કરી અગિયારમે ઉપશાંત વીતરાગ દશાને પામે છે. પરન્તુ અંતર્મુહૂર્તમાં જ ત્યાં લોભ મોહનીયનો ઉદય થતાં ત્યાંથી પાછો પડે છે જે યાવત્ પહેલા ગુણઠાણે આવી મિથ્યાત્વભાવને પણ પામે છે. ક્ષપકશ્રેણિવાળો આત્મા દશમાના અંતે મોહનો ક્ષય કરી સીધો બરમે ગુણઠાણે પહોંચી ક્ષીણમોહ દશાને પામે છે. બારમાના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય કરી તેરમું ગુણઠાણું પ્રાપ્ત થતાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય ત્યારે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયની વાત બધે આવી પણ પુણ્યોદયથી તેની પ્રાપ્તિ ન કહી; પુરુષાર્થની જ પ્રધાનતા આવી. તેમાં ગૌણપણે પુણ્યોદય ભલે હોય પણ મુખ્યતા તો પુરુષાર્થની જ છે, મહેનત રહી જાય અને લક્ષ્મી વહી જાય : - ઘરબાર, લક્ષ્મી આદિમાં શુભોદય જોઈએ, એ ન હોય તો મહેનત નકામી જાય. મહેનત રહી જાય ને લક્ષ્મી વહી જાય. શુભ અને અશુભ બેયના ક્ષયથી મુક્તિ છે. આપત્તિમાં દુ:ખી ન થાય ને સંપત્તિમાં ખુશી ન થાય તે મુક્તિ પામે. આપત્તિથી ગભરાય નહિ ને સંપત્તિથી લોભાય નહિ તે મુક્તિ પામે. અમુક સંયોગો કાઢે અને અમુક સંયોગો મેળવે ત્યારે લક્ષ્મી મળે, જ્યારે મોક્ષ મેળવવા માટે તો બધાને કાઢવાનો જ કેવળ ઉદ્યમ જોઈએ. બધાને કાઢવામાં કશાની જરૂર નથી. કોઈને બેસાડવા હોય તો તેને સલામો ભરવી પડે. કોઈની ગરજ ન હોય તો સલામો શા માટે ભારે ? મોક્ષના પ્રયત્નમાં તો શુભ અને અશુભ બન્નેને ધક્કા જ મારવાના છે, બન્ને પ્રકારના કર્મસંયોગોને વિખેરવાના છે. વિખેરતાં વિખેરતાં સંઘરવા મંડી પડાય તો એ મારી પાડે. અર્થકામની સાધના એકલા ઉદ્યમથી ફળતી નથી, જ્યારે મુક્તિ માટે જેણે યત્ન આરંભ્યો તે કદી નિષ્ફળ ગયા નથી; સાચો પ્રયત્ન શરૂ થયો કે નિયમા અર્ધપુગલ પરાવર્તની Page #288 -------------------------------------------------------------------------- ________________ 1455 – ૧૭ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં ?- 97 – ૨૭૭ અંદર મુક્તિ મળવાની જ. અર્થકામ માટે ઉદ્યમ કરનારા નિષ્ફળ થયાના દાખલા થોકબંધ મળે છે, મુક્તિ માટે તો શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થયું કે એક પુગલ પરાવર્તમાં મુક્તિ. વલ્લો આદમી કયો ઉધમ કરે ? અર્થકામની સાધના તો ભાગ્ય હોય તો જ ફળે એ વાત નક્ક છે તેથી હવે ઉદ્યમ જ કરવો છે તો તે જેનું ફળ નિશ્ચિત છે તેને માટે કરવો કે જેનું ફળ અનિશ્ચિત છે તેને માટે ? ડાહ્યો આદમી કયો ઉદ્યમ કરે ? સમ્યગ્દષ્ટિ તો જેનું ફળ નિશ્ચત છે તેવો મુક્તિ માટેનો જ ઉદ્યમ કરે, અર્થકામ માટે એને ઉદ્યમ કરવો પડે પણ હૈયાથી ન કરે. એટલા માટે તો તે અર્થચિંતા માટે ગણતરીના બેચાર કલાક જ રાખ્યા; કેમકે એ વસ્તુ ભાગ્યાધીન છે. મારી સામાયિકની ભગવાન મહાવીર પણ પ્રશંસા કરે અને હું સાડા બાર દોકડાનો જ માલિક કેમ ?' એવું પુણિયા શ્રાવકે ન વિચાર્યું અને “અમારી પાસે આટલી મિલકત છતાં ભગવાન પુણિયા શ્રાવકની જ કેમ પ્રશંસા કરે ?' એવું આનંદ કામદેવે ન કહ્યું. લક્ષ્મીની પ્રાપ્તિ ભાગ્યાધીન જ્યારે ધર્મની પ્રાપ્તિ ક્ષયોપશમાધીન છે. નબળા ધર્મ કરે ને સબળા રહી જાય ? બુદ્ધિમાં બળિયા ઘણા હોય પણ એ જ ધર્મની બાબતમાં “અમારાથી નહીં બને” એમ કહી દે છે ને ? નબળા ધર્મ કરે ને સબળા રહી જાય, એવું પણ નજરે દેખાય છે. માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિમાં પણ તે યોગ્યતા છે કે જેના યોગે એ પણ ધીમે ધીમે આગળ વધે. પણ મુખ્યતયા ધર્મની પ્રાપ્તિ તો ક્ષયોપશમાધીન છે. મોક્ષની ક્યિા રૂચી એટલે સમજવું કે એ જીવનો હવે આ છેલ્લો પુદ્ગલ પરાવર્ત છે. મિથ્યાત્વનો રસ મંદ પડે તેથી ધર્મરુચિ થાય પણ ગુણ પ્રગટે તે કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી. ગુણોની પ્રાપ્તિ ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમને આધીન છે? ગુણોની પ્રાપ્તિ ઉપશમે. ક્ષય અને ક્ષયોપશમને આધીન છે પણ બંધને આધીન નથી. ચક્વર્તી અને રંક બેય કેવળજ્ઞાન પામે, કેમકે કેવળજ્ઞાન એ માત્ર ઘાતી કર્મના ક્ષયથી મળે છે. એક કાળમાં ચક્વર્તી એક જ થાય પણ કેવળજ્ઞાની ઘણા થાય, કેમકે ચક્વર્તી થવામાં શુભોદય જોઈએ. તીર્થંકર થવામાં પણ તીર્થંકર નામકર્મનો ઉદય જોઈએ પણ કેવળજ્ઞાની થવામાં એ કાંઈ ન જોઈએ. માત્ર કર્મપ્રકૃતિઓનો ક્ષય જ જોઈએ. શ્રી તીર્થંકરદેવ તથા કેવળજ્ઞાનીનું જ્ઞાન સરખું પણ સાહ્યબીમાં ભેદ, કેમકે એ વાત કર્મને આધીન છે. શ્રી તીર્થંકરદેવની દેશનાથી એક સમયે સર્વ સંશય છેદાય, કેવળજ્ઞાનીની દેશનાથી એમ ન પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ બને, કારણ કે એમાં કારણભૂત કર્મ છે. શ્રી તીર્થંકરદેવ માટે દેવતાઓ સુવર્ણકમળ ગોઠવે અને કેવળજ્ઞાની માટે એવો નિયમ નહિ, ત્યાં કારણભૂત પુણ્યકર્મ છે. મને નહિ અને આમને કેમ ? એમ કેવળજ્ઞાની ભગવંત કહે ? ન જ કહે. અહીં કર્મસામ્રાજ્ય છે, મોક્ષમાં એ નથીઃ કર્મક્ષયસાધ્ય વસ્તુઓમાં કર્મબંધની જરૂર નથી. કર્માધીન વસ્તુઓમાં બંધની અપેક્ષા છે. શ્રી તીર્થકર તો તે જ થાય કે જે પૂર્વના ત્રીજે ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરે. પૂર્વે કાંઈ ન આરાધ્યું હોય એવો જીવ પણ ધર્મ પામી, કેવળજ્ઞાન મેળવી મુક્તિએ જાય એવો દાખલો કોઈક મળે, પણ તીર્થકર તો પૂર્વના ત્રીજે ભવે તીર્થંકર નામકર્મ નિકાચે તે જ થાય; કેમકે ત્યાં પદવીની વાત છે. એ પુણ્ય વિના ન હોય. મોક્ષમાં તો શ્રી તીર્થકર, કેવળી, ગણધર, આચાર્ય, પાઠક, સાધુ બધા સરખા પણ અહીં તમામ ભેદ છે. એ તમામ પદસ્થોના ભેદ અહીં રહેવાના, કારણ કે અહીં કર્મસામ્રાજ્ય છે. મોક્ષમાં કર્મસામ્રાજ્ય નથી. દુનિયાનો કાયદો વ્યારો: દુનિયામાં મોટો તે ગણાય છે કે જેનું કર્મસામ્રાજ્ય મોટું. દુનિયાનો કાયદો ન્યારો. દુનિયામાં સુખી તો સાધુ હોય પણ શેઠ તમે કહેવાઓ. લોકોની આંખ સાધુ પર ન ઠરે પણ રાજા પર ઝટ ઠરે. પુણ્યનો બંધ સાધુને હોઈ શકે છે પણ પુણ્યનો ઉદય રાજાને વધારે છે તેથી તેના તરફ બધાની આંખ વધારે ઢળે છે. કર્મના સામ્રાજ્યમાં ઉદ્યમની વાતો કરવી તે બેવકૂફી છે. કર્મક્ષય સાધ્ય વસ્તુ માટે જ ઉદ્યમ કરો, જો સફળતા જોઈતી હોય તો. અર્થકામનો પુરુષાર્થ તો નમાજ પઢતાં મશીદ કોટે વળગે તેવો છે. ફાવ્યા તો ઠીક નહિ તો લેવાને બદલે દેવાના થાય તેવો એ ઉદ્યમ છે. ગયા કમાવા ને આવ્યા ગુમાવીને એટલું જ નહિ, ઉપરથી દેવાનો ગાંસડો બાંધીને પાછો એ દેવું પૂરું કરવાની પંચાતમાં પડે. એના એ દિવસો કઈ રીતે પસાર થાય એ તો એ જ જાણે ને બીજા કેવળી ભગવાન જાણે, આપણે ન જાણી શકીએ. સંતોષરૂપી નંદનવન વિષે જ્ઞાની ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૯ રવિવાર, તા. ૨૩-૩-૧૯૩૦ 98 • સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ : અનર્થોનું મૂળ અર્થ : અર્થ-કામ આપવા માટે માત્ર પુરુષાર્થની અસમર્થતા : મિથ્યાદૃષ્ટિ આંધળા છે; સમ્યગુદૃષ્ટિ દેખતા છે : અર્થકામ માટે દુનિયા મરવા પણ તૈયાર છે : જૈનને મુક્તિમાં શંકા ન હોય : મોક્ષ પુરુષાર્થમાં ફળ અવશ્ય મળે જ : ઇંદ્ર સેવા કરે છતાં હર્ષ કે સ્પૃહા નથી , અર્થકામ પચે તો ફળે : પુણિયો શ્રાવક અને મમ્મણ શેઠ : મમ્મણ શેઠનો ઉદ્યમ મારી નાંખનારો છે : મહેનત ઘી માટે કરો, દહીં-છાસ આપોઆપ મળશે : પુણ્યયોગે બધું આપોઆપ થાય છે : ' . એને બેમાંથી એકેયમાં હાનિ નથી : . ભોગ પણ રોગ માનીને ભોગવે છે : • વ્યાખ્યાનો સામે મનાઈ હુકમ : • પહેલી ધાડ ધર્મ ઉપર : ધર્મના ધ્યેય વિંનાની વિદ્યા પણ કુવિદ્યા : • એ સાધુ કેવા બુદ્ધિનિધાન (!) છે ? • કર્મની પરવશતા હોય ત્યાં સમાનતા ક્યાંથી ? • તો અર્થકામ. તમારા દાસ...: • મુક્તિમાં શું નથી ? અને મુક્તિ મળે શાથી ? • શાસ્ત્રોમાંથી પણ ફાવતી આજ્ઞાઓ શોધાય છે : • તમે બધા તો સોનું છો ને ? • સાચી રીતે ગુણથી સંઘ બનો, નહિ તો જેવા છો તેવા ઓળખાવવા પડશે : સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ: અનંત ઉપકારી સૂત્રકાર ભગવંત શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘ મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. સંતોષ એવી વસ્તુ છે કે જેનો Page #291 -------------------------------------------------------------------------- ________________ 158 ૨૭૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ આનંદ દરેક લઈ શકતા નથી. મેરૂના નંદનવનનો આનંદ જેમ દેવો તથા વિદ્યાધરો જ લૂંટી શકે છે તેમ સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે. સંતોષ” શબ્દ તો આખી દુનિયા બોલે છે. પણ સંતોષને જીવનમાં ઉતારવો બહુ કઠિન છે. સૂત્રકાર મહર્ષિ એટલા માટે જ પહેલા ચિત્તરૂપી કૂટોનું વર્ણન કરી ગયા. કોઈ પણ જાતની ક્ષુદ્ર ભાવના વિનાનું ચિત્ત થાય ત્યારે સંતોષ પામવાની યોગ્યતા આવે. શ્રીસંઘના ચિત્ત શુદ્ર એટલે અદ્યમ ન હોય; પણ ઇંદ્રિયો અને મનને દમે તેવા નિયમરૂપી શિલાતલ ઉપર ઊંચી રીતે ગોઠવાયેલાં હોય, ક્ષુદ્ર વિચારોને ત્યાં સ્થાન જ ન હોય. સંઘ એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. એ ચારેયના ચિત્તમાં સુદ્ર વિચારો હોય જ નહિ. હા, એ વાત ખરી કે ચિત્તની ઉચ્ચતા (ઉત્તમતા), વિશુદ્ધિ અને દીપ્તિમત્તા સાચવવા જે કરવું પડે એ બધું જ કરે. શ્રીસંઘ ત્યાં જરા પણ મલિનતા આવવા ન દે; પરંતુ શ્રીસંઘના ચિત્તમાં કોઈ પણ શુદ્ર વિચાર ન આવે. શ્રીસંઘનાં ચિત્ત ઊંચા નિયમથી બંધાયેલાં હોય. ઇંદ્રિયો અને મન જેનાથી દમય તે નિયમો કહેવાય. નિયમધારીથી ઇચ્છા મુજબ ન ચલાય. નિયમો ચિત્તને ઊંચી કોટિનાં બનાવે છે. એક પણ અધમ વિચાર ત્યાં આવવો જોઈએ નહિ. અશુભ અધ્યવસાય જવાથી શુભ અધ્યવસાય આવે એટલે કર્મ ખસે જેથી ઉત્તમ ચિત્ત પણ શુદ્ધ બને, ઉજ્વલ બને. વિશુદ્ધ અને ઉજ્વલ બનેલા એ ચિત્તમાં સૂત્રાર્થનું નિરંતર સ્મરણ ચાલુ રહે તો એ ઝળહળતાં બને. આટલું બન્યા પછી સંતોષની વાત થાય. અનર્થોનું મૂળ અર્થ લાલસા છૂટે નહિ, તૃષ્ણા ઘટે નહિ, દુનિયાના પદાર્થો માટે ગમે તેવી પ્રવૃત્તિ કરતાં આંચકો આવે નહિ, કોઈને સુખી જોવાની ભાવના જાગે નહિ, પોતાના સુખ માટે બીજાનું ગમે તેટલું નુકસાન થાય તેની પરવા હોય નહિ અને આને આવું મળે તો મને કેમ નહિ ?” આ જ ઘટમાળ દિનરાત હૈયામાં ચાલુ હોય તો એ બધાના પરિણામે ચિત્તની અધમતા વધતી જ જાય. કદી કોઈ પુણ્યોદયે મળી ગયેલી સારી ચીજ પણ ચિત્તની અધમતાના યોગે ભયંકર બને છે. જેને જેને પામીને પુણ્યવાન આત્માઓ કલ્યાણ સાધે છે તેને તેને પામીને અધમ આત્માઓ દુર્ગતિ સાધે છે. માટે જ્ઞાનીઓ ફરમાવે છે કે જો તમે મહેનત જ કરવા માંગતા હો, જો ઉદ્યમ કરવા તમે શક્તિમાન હો, તો તે મહેનત મુક્તિ માટેના પ્રયત્નમાં યોજો. મુક્તિ માટેના પ્રયત્નમાં શક્તિની સફળતાનો પૂર્ણ સંભવ છે. મુક્તિ માટે પ્રયત્ન આરંભનાર મુક્તિ ન મળે ત્યાં સુધી સંસારમાં પણ Page #292 -------------------------------------------------------------------------- ________________ 1459 ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ - 98 ૨૭૧ આનંદમાં જ રહે છે, દુઃખ એને સુખ માટે આવે છે, અર્થકામ તો એના દાસ બનીને રહે છે, એનાથી એ દૂર જતા જ નથી; પરંતુ અર્થકામ માટે જો પ્રયત્ન માંડ્યો તો એ સફળ નહિ થાય અને સુખ નહિ મળે. મોક્ષ માટેના પ્રયત્નમાં પુરુષાર્થ નિયમા સફળ થશે અને મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુઃખ આવવાનું નથી. અર્થકામ માટેનો પુરુષાર્થ સફળ નહિ થાય અને એમાં તકલીફ રહેવાની જ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - “અર્થાનામર્નને પુરૂ- મનિતાનાં ચ રક્ષળે । સાથે દુ:Ü વ્યયે દુઃઘ-મર્થોડનનિવન્ધનમ્ ।" અર્થ : ધનનું ઉપાર્જન ક૨વામાં દુઃખ છે, ઉપાર્જિત ધનનું રક્ષણ કરવામાં દુઃખ છે, ધનના લાભમાં દુઃખ છે, નાશમાં દુઃખ છે; ખરેખર ! અર્થ અનર્થનું કારણ છે.’ ગુજરાતી ભાષામાં પણ એક કવિ કહે છે કે : ધન મેળવતાં દુ:ખ છે, સાચવતાં પણ દુ:ખ, જો આવેલું જાય તો, જાયે સમૂલું સુખ. ધન પેદા કરવામાં, એની ૨ક્ષા કરવામાં, એના ભોગવટામાં અને એના નાશમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. ધનની ઇચ્છા થઈ એટલે એ ન આવે ત્યાં સુધી દુ:ખ. આવે એટલે ક્ષણવાર આનંદ થાય. પણ પછી ક્યાં મૂકવું અને કેમ સાચવવું એની ચિંતા. એના ભોગવટામાં જરાક ત્રૂટી આવી એટલે દુઃખ. એ જાય તોયે દુઃખ અને એ ન જાય તોયે એની રક્ષા કરવા પાછળ દુઃખ. મુદ્દો એ છે કે ધન માટેની પ્રત્યેક અવસ્થામાં પરિણામે દુઃખ જ છે. અર્થકામની ઇચ્છાથી થયેલા ઉદ્યમથી અર્થકામ મળે જ એ નક્કી નથી. રૂપરંગમાં ભેદ પડે છે અને કોઈ કાળો કે કોઈ ધોળો, કોઈ દેખતો તો કોઈ કાણો કૂબડો એ બધું શું ઇચ્છાથી છે ? નહિ જ; કર્મની પરાધીનતાથી છે. જે ચીજો ઇચ્છાથી મળતી નથી. તેની ઇચ્છા થાય તો પરિણામે દુ:ખ આવે જ. પુરુષાર્થ તેમાં જ ક૨વો યોગ્ય છે કે જેથી ધારેલી ધારણા સફળ થાય; અને એવા પ્રયત્નમાં આજુબાજુની વસ્તુઓ તો સ્વયં આવી મળે છે. યોગ્યતા આવે એટલે કૈંક માણસો સલામ ભરતા થઈ જાય છે, એ સલામો ભરાવવા માટે જાહેરાતો આપવી પડતી નથી. દુનિયાના પદાર્થોની ઇચ્છા ખસી એટલે અર્થકામની સાહ્યબી તો એના ચરણોમાં આવેલી જ પડી છે. એ યોગ્યતા જ એવી છે. મોક્ષ માટે કરાયેલા પુરુષાર્થમાં એ શક્તિ છે કે એ મોક્ષ ન આપે ત્યાં સુધી એ પુરુષાર્થને કરનારા આત્મા પાસે દુન્યવી સુખસામગ્રી હાજર જ રાખે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1450 અર્થ-કામ આપવા માટે માત્ર પુરુષાર્થની અસમર્થતાઃ મોક્ષ માટેના પ્રયત્નથી કાં તો નિર્જરા થાય છે અથવા શુભાનુબંધી શુભ બિંધ થાય છે. દુનિયાના પદાર્થોની ઇચ્છાથી અને એને મેળવવાના પ્રયત્નથી અશુભ કર્મ બંધાય છે. એ આશ્રવનો હેતુ છે. અર્થકામના પ્રયત્નને સુખનું સાધન ન મનાય. જેને સંસાર ન ગમે, જેને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ રૂચે, તે આત્માઓ ગમે તેટલી સુખની સામગ્રી વચ્ચે પણ અર્થકામના. ભિખારી નથી બનતા. એ ભોગવટો કરતા, પણ એના ગુલામ નહોતા થતા. અર્થકામ એ મહાપુરુષોને એવા ન મૂંઝવી શકતા કે જે ધર્મને ભુલાવે. પુરુષાર્થ કરવાનો ઇન્કાર નથી. પણ જ્ઞાની પુરુષાર્થ મોક્ષ માટે જ કરવાનું ફરમાવે છે. અર્થકામમાં એકલો પુરુષાર્થ અકિંચિત્કર છે. એટલું જ નહિ પણ એવો પુરુષાર્થ કરીને હોય તે પણ ગુમાવવું એ તો કેવળ મૂર્ખતા છે. ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ ધર્મ એ તમામ સાધનસામગ્રી ઉત્તમ મળવા છતાં જો પુરુષાર્થ અવળા માર્ગે ખર્ચાય તો શાસ્ત્ર કહે છે કે પૂર્વ-પુણ્યોદયે મળેલી સારી સામગ્રીનો એ ભયંકર દુરુપયોગ થાય છે. મિથ્યાદષ્ટિ આંધળા છે; સમ્યગદષ્ટિ દેખતા છેઃ અર્થકામના પુરુષાર્થથી જો કાર્યસિદ્ધિ થતી જ હોત, પ્રયત્નથી લક્ષ્મી મળતી જ હોત, એમાં એકાંતે સુખ નિશ્ચિત જ હોત, એને મેળવીને સેવનારા સદ્ગતિએ જ જતા હોત અને ભવાંતરમાં પણ એ સહાયક થવા આવીને મળતી હોત તો એ પ્રયત્ન કરવા યોગ મનાત, પણ એવું છે ખરું ? નથી જ. માટે ઉદ્યમ તો મોક્ષનો જ જોઈએ. શાસ્ત્રકારે એકલા ઉદ્યમની પ્રધાનતા સમ્યગુદૃષ્ટિ માટે કહી. આંધળા માટે ઉદ્યમની પ્રધાનતા નહિ પણ દેખતા માટે પ્રધાનતા ઉદ્યમની જ ગણાય. આંધળો ઘેર પહોંચે, ઘેર પહોંચતાં રસ્તામાં અથડાય નહિ, ટિચાય નહિ, ગબડે નહિ તો એ ભાગ્યવાન. જો એ માર્ગમાં ગબડે તો પણ એને મૂર્મો નહિ કહેવાય; પરંતુ જો એ વગર ટિચાયે ઘરે પહોંચે તો સૌ એને ભાગ્યશાળી કહે. એ પોતે પણ પોતાને ભાગ્યશાળી માને. કારણ કે માર્ગમાં પથરા ઘણા હતા, અંતરાયો ને અવરોધો ઘણા હતા, તેમ છતાં એ હેમખેમ ઘરે આવ્યો એ ભાગ્યશાળી કહેવાય. એ રસ્તામાં ટિચાયો હોત તો દોષ ભાગ્યને દેવાત, પણ એના ઉદ્યમની ખામીનો નહિ. દેખતો ટિચાય તો દોષ એના ઉદ્યમની ખામીનો કઢાય. શાસ્ત્ર કહે છે કે મિથ્યાદૃષ્ટિ આંધળા છે ને સમ્યગુદૃષ્ટિ દેખતા છે. આંધળા માટે બચાવ ચાલે પણ દેખતાથી બચાવ ન કરાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ મિથ્યાદ્દષ્ટિ તો ભૂલેલા છે, અર્થકામથી રંગાયેલા છે, વિષયકષાયથી ઓતપ્રોત છે, વિષયકષાયના પરિણામનું એને ભાન નથી એટલે એનો એ બચાવ કરે છે; આ બધું સારું તો નથી પણ એને માટે બચાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટ માટે બચાવ નથી. નિગોદના જીવો નિગોદમાંથી બહાર નથી આવતા માટે એને એદી કહેવાય ? એ કરે શું ? બહાર આવે શી રીતે ? ભવિતવ્યતા પાકે ત્યારે જ એ ત્યાંથી બહાર આવે. નિગોદની સંખ્યા પણ મોટી, અંત વિનાની. નિગોદના અસંખ્યાતા ગોળા, એકેક ગોળમાં અસંખ્યાતી નિગોદ અને એકેક નિગોદમાં અનંતા જીવો. જ્યારે જ્ઞાનીને પુછાય ત્યારે જવાબ એક જ મળે કે એક નિગોદ્દનો અનંતમો ભાગ મોક્ષે ગયો. હંમેશ માટે આ એક જ જવાબ. આવા નિગોદના જીવને ત્યાં પડ્યો છે માટે દોષિત ન કહેવાય. કર્મથી એ સ્થાનમાં એ બિચારા એવા ઘેરાયેલા પડ્યા છે કે ભવિતવ્યતા પાકે નહિ ત્યાં સુધી ત્યાંથી બહાર આવી શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ પણ નિગોદના જીવો માટે ટીકાટિપ્પણ નથી કરતા, કેમ કે એ જીવોમાં તેવી યોગ્યતા નથી. એક જ ઇંદ્રિયવાળા એ જીવોને ફક્ત અક્ષરનો અનંતો ભાગ ચેતના પૂરતો ઉઘાડો છે એમ જ્ઞાનીએ એમના માટે કહ્યું છે; બાકી તો લગભગ જડ જેવા છે. અવ્યક્ત વેદના ભોગવી રહ્યા છે. મૂર્છિત દશામાં પડ્યા છે. 1461 ▪ ―――――― - 98 ૨૭૩ અર્થકામ માટે તો દુનિયા મરવા પણ તૈયાર છેઃ એ જીવો નિગોદમાંથી બહાર નથી નીકળતા છતાં એમને એદી ન કહેવાય; પણ તમે જો મંદિર, ઉપાશ્રયે ન આવો તો એદી કહેવાઓ જ. ‘પાપને નથી છોડી શકતા' એમ કહી શકો પણ ‘અમારાથી નીકળાતું નથી’ એમ તમારાથી નહિ કહેવાય. મિથ્યાદ્દષ્ટિ માટે તો બચાવ છે, કેમ કે, એ તો અર્થકામમાં મૂંઝાયેલો છે, અર્થકામનો જાપ જપે છે, સંસારની અસારતાનું એને ભાન નથી, મુક્તિનું અનંત સુખ એની બુદ્ધિમાં હજી બેસતું નથી, અર્થકામમાં જ એ બાદશાહી જોઈ રહ્યો છે, રાજઋદ્ધિને સુખસાહ્યબીના મનોરથ એને થયા જ કરે છે, એટલે એ બધું તે કરે એમાં નવાઈ નથી. અર્થકામ માટે તો એ તન, મન, ધન ખરચી દેવા તૈયાર છે. એને માટે તો એ મરવા પણ તૈયાર છે. દુનિયા અર્થકામ માટે મરતી આવી છે, મરે છે અને મરશે: મુક્તિ માટે મરનારા થોડા. અર્થકામ માટે ગુલામી કરાવવી હોય તોયે વાંધો ન આવે. અર્થકામ માટે તો માણસ જાજરૂ સાફ કરવા પણ તૈયા૨ થાય. કંઈક મળે છે એમ જાહે૨ ક૨વામાં આવે તો માણસ બધું કરવા તૈયાર છે. અર્થકામ જો દૃષ્ટિમાં આવે તો લોકો નાચવા કૂદવા પણ તૈયાર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1462 જ છે. અર્થકામ માટે તો ચણા ફાકીને પણ મુસાફરી કરનારા છે. મુદ્દો એક જ કે અર્થકામ મળવા જોઈએ. જૈનને મુક્તિમાં શંકા ન હોય? સંસાર અસાર ન લાગે, લક્ષ્મી તજવા યોગ્ય ન લાગે ત્યાં સુધી થાય શું ? આજે તો કહે છે કે, “જ્યાં બેઠા છીએ તે ત્યાજ્ય કેમ ?' વ્યાજ માટે લાખની મૂડી બેંકમાં મૂકી કાગળની કાપલી લઈ આવે. દલ્લો મળવાનો હોય ત્યાં બધું કરે. બેંકના માલિકનું તો મોઢું પણ દીઠું ન હોય છતાં ત્યાં વિશ્વાસ. કહે કે, એ તો બહુ સધ્ધર ! સધ્ધર મનાતા પણ નથી તૂટ્યા ? પણ ત્યાં એ વિચાર ન આવે. અહીં જ્ઞાનીના વચન સામે કહી દે કે “મુક્તિ કોણે જોઈ ?' તારા બાપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ અને કેવળજ્ઞાનીઓએ જોઈ છે. બેંકો તો તૂટવાની શંકા છતાં ત્યાં નાણાં મુકાય અને અહીં વાતે વાતે શંકા. શાસ્ત્રને ગપ્પાં કહેતાં વાર જ નહિ. શાસ્ત્રો રચનારા ત્યાગી હતા, કેવળ પરમાર્થી હતા, જગતના ઉપકારની ભાવનાથી જ શાસ્ત્રો રચ્યાં છે, કાંઈ ખોટું લખવાનું એમનું પ્રયોજન ન હતું. આ બધી વાતોનું એ નામદારોને કાંઈ ભાન જ ન હોય. જૈનને મુક્તિમાં શંકા ન હોય. ધર્મક્રિયાથી જૈન ડરે નહિ. ગ્રંથકાર કહે છે કે “મિથ્યાષ્ટિ અર્થકામ માટે પ્રયત્ન કરે એ સારો નથી પણ એનેબટે અજ્ઞાનતાનો બચાવ છે; પરંતુ પ્રભુનું શાસન પામેલા માટે બચાવ નથી.' મિથ્યાદૃષ્ટિ તો પ્રભુનું શાસન પામ્યો નથી, સંસારની અસારતા એના ગળે ઊતરી નથી, મુક્તિની સુંદરતા એને ભાસી નથી, જીવાજીવાદિ પદાર્થોનો એને વિવેક નથી, મુક્તિની ઇચ્છા પ્રબળ થઈ નથી, એવાને સંસાર અસાર માનવાનું કે વિષયકષાયને છોડવાનું કહો તે માને ? તમે તો સમ્યગુદૃષ્ટિ સુશ્રાવક ગણાઓ છો ને ? માટે તમારે તો આ બધી વાતો કબૂલવી પડશે. મોક્ષ પુરૂષાર્થમાં ફળ અવશ્ય મળે જ ઃ સમ્યગુદૃષ્ટિનો પુરુષાર્થ કેવળ મુક્તિ માટેનો જ હોય. અન્ય પુરુષાર્થ માર્ટે તો શંકા છે કે ફળ ન પણ મળે ! કેમ કે મોક્ષ સિવાયના પ્રયત્નનું ફળ તો ભાગ્યાધીન છે. એ ફળ ન મળે અને દુર્બાન રહે તો દુર્ગતિ થવાનો પણ ભય ત્યાં છે. મોક્ષના પુરુષાર્થમાં તો કદી શંકા જ નથી. ભાગ્યની એમાં જરૂર નથી. સભાઃ “એમાં પણ અંતરાય આવે એ ભાગ્ય નહિ ?” . એ અંતરાયને કાપવો એ પુરુષાર્થ. મુક્તિ મળવામાં નડતા અંતરાયોને તોડવા એ જ મુક્તિ માટેનો પુરુષાર્થ છે. કર્મોના વળગાડથી આત્માના ગુણો દબાયેલા છે. તે કર્મોને ખસેડવાના પુરુષાર્થની જરૂર છે જ. એ પુરુષાર્થ વિના Page #296 -------------------------------------------------------------------------- ________________ 146s - ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૭૫ મુક્તિ ન મળે. એ પુરુષાર્થમાં તો લહેર છે. જેટલું કર્યું તેટલું પત્યું, થયું તેટલું ફળ મળી ગયું અને આરંભાયા પછી અધૂરું રહ્યું ત્યાં વચ્ચે અર્થકામ એની સેવામાં હાજર છે. સભાઃ “પછી તો એની લીલામાં પડી જાય ને ?” આ વાત મુક્તિગામી આત્માની ચાલે છે; એ આત્મા લીલામાં ન લેપાય. જેની નજર સામે સંસાર જ તરવરે તેવા આત્માની આ વાત નથી ચાલતી. મુક્તિ માટેનો પુરુષાર્થ થયો કે એ જ્યાં જન્મે ત્યાં અર્થકામની છોળો ઊછળે, ચારે તરફ આનંદ વર્તાય, લોકોના દુઃખનો નાશ થાય. મુક્તિગામી આત્મા જ્યાં જન્મવાનો હોય ત્યાં અર્થકામની સામગ્રી આગળથી જ હાજર હોય. અર્થકામથી વિરક્ત થઈ મુક્તિનો પ્રયત્ન કરનારને તો ઉપાડવા ભારે પડે એટલા અર્થકામ આવી મળે છે. શ્રી તીર્થંકરદેવોનો મુક્તિ માટેનો એવો પ્રબળ પ્રયત્ન છે કે એ ત્યાગી થયા પછી પણ લક્ષ્મી એમનો કેડો છોડતી નથી. ચક્રવર્તીની સાહ્યબીને પણ ટક્કર મારે એવી એમની સાહ્યબી હોય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, “હે ભગવન્! તારી સ્તુતિ કરવી કઈ રીતે ? ત્યાગ પણ અનુપમ અને સાહ્યબી પણ અઢળક ! ચક્રવર્તીની સાહ્યબીથી કેટલાય ગણી સાહ્યબી.” શ્રી તીર્થંકરદેવોનો મોક્ષ માટેનો પુરુષાર્થ એટલો પ્રબળ છે એમની અર્થકામની અભિલાષા તદ્દન નાશ પામી હોવા છતાં એ મુક્તિએ ન જાય ત્યાં સુધી અર્થકામ એમનો પલ્લો છોડતા નથી. જો કે જેઓ અર્થકામ માંગીને મેળવે છે. (નિયાણું કરીને) તેમનો પણ પલ્લો અર્થકામ છોડતા નથી પણ એ બેમાં બહુ ભેદ છે. મોક્ષ માટેનો પ્રયત્ન કર્યા પછી તે ધર્મના બદલામાં અર્થકામ માંગનારા વાસુદેવ વગેરેનો પણ અર્થકામ છેડો તો ન છોડે પણ એ અર્થકામ એની પાસે રહીને. એ ઊંચે ન જાય તેની કાળજી રાખીને, મોજમજામાં એને મૂંઝવીને સીધો પાતાળમાં ધકેલી આપે. જ્યારે તીર્થંકરદેવ વગેરે આત્માને માટે એ અર્થકામ એ આત્મા નીચે ન જાય એની કાળજી રાખીને, એમના શરીરને પણ તકલીફ ન પડવા દઈને, ટેકો આપીને મુક્તિ ભેગા કરે. ચક્રવર્તી જો જીવે ત્યાં સુધી સાહ્યબીમાં પડ્યો રહે તો સાહ્યબી એને સાતમી નરકે મોકલી આપે. ઇદ્રો સેવા કરે છતાં હર્ષ કે સ્પૃહા નથી . શ્રી તીર્થંકરદેવો ઋદ્ધિ સિદ્ધિ પામે છે એનું કારણ કે પૂર્વે એ એને લાત મારીને આવ્યા છે; એમને એની ઇચ્છા સુધ્ધાં નહોતી. તીર્થંકરદેવને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1484 સુખસાહ્યબી એટલી મળે છે કે જેટલી ચક્રવર્તીને નથી મળતી. ચક્રવર્તી જન્મે ત્યારે સૂતીકર્મ કે ધાત્રીકર્મ દેવીઓ નથી કરતી. જ્યારે તીર્થંકરદેવ માટે તો બધી ક્રિયામાં દેવદેવીઓ હાજર. એમને નવરાવે, ધોવરાવે, સાચવે, રમાડે, બધું દેવદેવીઓ જ કરે છે. દુનિયાના બીજા કોઈ આત્માને આટલી સાહ્યબી મળતી નથી. શ્રી તીર્થંકરદેવના ભવમાં એમની સેવા કરવા ઇંદ્રો આવે પણ ત્યાંય એમને હર્ષ કે સ્પૃહા નથી. ઇંદ્રોને પણ એમની નિઃસ્પૃહતા જોઈને એમના પ્રત્યેની ભક્તિ વધતી જાય છે. એવી સેવા શ્રી તીર્થંકરદેવ સિવાય બીજા કોઈની થતી નથી. આજે તો એકાદ મોટો માણસ પણ સામે ચાલીને હાથ મિલાવે તો “હું કોણ ?” એમ થઈ જાય. એમાં જો ઇંદ્ર સેવા કરવા આવે તો તો છાતી જ બેસી જાય ને ? પણ એ આવે જ ક્યાંથી ? ઇંદ્રની સેવા એ કયા હૈયાથી પચાવે ? . ' અર્થકામ પચે તો ફળે? અર્થકામ પચે તો ફળે, પણ પચે ક્યાંથી ? સેંકડોપતિ હજારોપતિ થાય એટલે પાડોશીને એ ભારે થઈ પડે છે. અરે, પછી તો એ મા-બાપ, કુટુંબ પરિવાર, ધર્મક્રિયા વગેરે બધું ભૂલે છે. મળે બધું પુણ્યયોગે પણ “મેં મેળવ્યું એમ એ બોલે છે. પુણ્યનો તો એને ખ્યાલ જ નથી. મૂછે હાથ દઈને કહે છે કે “માણસ ધારે તે કરી શકે.” એ વખતે ભાગ્યને તો એ માનતો જ નથી, મોક્ષ માટે પુરુષાર્થ કરે છે તેનામાં મળેલી સામગ્રીને પચાવવાની શક્તિ હોય છે; બીજામાં એ શક્તિ નથી હોતી. મોક્ષ માટે પ્રયત્ન કરનારને મળેલા અર્થકામ તો મોક્ષપ્રાપ્તિમાં સહાય કરે છે. એ આત્મા, એ અર્થકામને બંધન માને છે, એટલે એમાં એ મૂંઝાતો નથી, કેમ કે એ બધું તો એ આત્મા ભાગ્યાધીન માને છે. એટલે એના ધર્મારાધનમાં વાંધો આવતો નથી. એનું ધર્મારાધન ચાલુ જ રહે છે. પેલાનો તો મળેલાને સાચવવામાંથી જ પાર ન આવે ત્યાં એ ધર્મ કરે ક્યાંથી ? આજનો શ્રીમંત તો કહે છે કે આ ધરમબરમ અમારા માટે નથી. એ તો દરિદ્રી અને નવરાઓ માટે છે. એમને તો ફુરસદ જ ક્યાં છે ? એ લક્ષ્મીવાન સુખે ખાતો પીતો પણ ન હોય તે વળી સુખે ધર્મ કરે ? મોક્ષ માટે પ્રયત્ન કરનાર દરિદ્રી હોય તોયે સુખી છે અને અર્થકામ માટેનો પ્રયત્ન કરનાર મોટો શ્રીમંત હોય તોયે દુઃખી છે., પુણિયો શ્રાવક અને મમ્મણ શેઠ: - દૃષ્ટાંત બેય છે. એક બાજુ પુણિયા શ્રાવકનું છે તો બીજી બાજુ મમ્મણ શેઠનું છે. સાડા બાર દોકડાના માલિક પુણિયા શ્રાવકના ચોવીસે કલાક Page #298 -------------------------------------------------------------------------- ________________ 1465 – ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૭૭ સમાધિમાં જતા હતા; જ્યારે જેના બનાવેલા બે રત્નના બળદનાં શીંગડાંમાંનું એક શીંગડું રત્ન મઢીને પૂરું કરવા માટે મહારાજા શ્રેણિકના રાજ્યભંડારનો પૈસો પણ પૂરતો ન હતો એટલી સંપત્તિ ધરાવનાર મમ્મણ શેઠના ચોવીસે કલાક ઉપાધિના. મમ્મણ શેઠ પુરુષાર્થ ઓછો નહોતો કરતો. ચોમાસાની અંધારી રાત્રે ભરવરસાદમાં પોતડી પહેરીને નદીમાં તણાઈ આવતાં ચંદનનાં લાકડાં લેવા એમાં પડતું મૂકતો અને એ લાકડાં વેચી પૈસા મેળવતો. એ પૈસાથી રત્નો ખરીદી સોનાના બળદને રત્નોથી મઢતો. આટલાં રત્નોનો માલિક ફક્ત તેલ ને ચોળા ખાઈને જીવન ગુજારતો. આ ઓછો પુરુષાર્થ નહોતો. પણ એ પુરુષાર્થ જ એના સંતાપ માટે નિમિત્ત થયો. પુણિયો શ્રાવક સામાયિક એવી શાંતિથી કરતો કે ભગવાને પણ એના સામાયિકની પ્રશંસા કરી અને શ્રેણિક રાજાને એ સાંભળીને એના સામાયિકને મેળવવાની ઇચ્છા થઈ. મમ્મણ શેઠનો ઉધમ મારી નાંખનાર છેઃ ભગવાન મહાવીર દેવે મમ્મણ શેઠની પ્રશંસા ન કરી, કેમ કે, એનો ઉદ્યમ તો મારી નાંખનારો છે. એ ઉદ્યમે જ એને મળેલ લક્ષ્મીએ સાતમી નરકે મોકલી આપ્યો. ઘણા શ્રીમંતો એવા છે કે લક્ષ્મી આવતાંની સાથે જ એમને શરીરના રોગ પણ ભેગા આવે. ઘરમાં ખાનપાનની સામગ્રી ઘણી થાય પણ એને માટે તો કાંજી કે ઘેંસ જ બનાવવી પડે. ડૉક્ટરોની વિઝિટો અને એમનાં બીલ ચાલુ જ હોય. અર્થકામ મળવા, સાચવવા, ભોગવવા એ બધું ભાગ્યાધીન છે. મોક્ષના પ્રયત્નથી મળતી લક્ષ્મી અજબ કોટિની છે. આત્માનો જે ગુણ પ્રગટ થયો તેમાં કોઈનો ભાગલાગે નહિં. બીજાને આપવાથી એમાં વધારો થાય પણ ઘટાડો ન થાય. પુરુષાર્થ તો એકલા મોક્ષ માટે જ જરૂરી છે. અર્થકામ માટે પુરુષાર્થ સહાયક ભલે હોય, પણ એ અકિંચિકર છે. અશુભ કર્મો ખપે ત્યારે અર્થકામ મળે પણ એ અશુભ કર્મોય મોક્ષ માટેના પ્રયત્નથી જ અથવા મોક્ષ માટેના ધર્માનુષ્ઠાનથી જ ખપે છે. મહેનત ઘી માટે કરો, દહીં-છાશ આપોઆપ મળશેઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ (મન-વચન કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદ એ બધા જ અશુભ આશ્રવના હેતુ છે. મિથ્યાદૃષ્ટિ શુભાશ્રવ પણ બાંધે. પરંતુ તે પણ બાલતપથી એટલે કે તપથી બાંધે પણ ખાઈને ન બાંધે. અશુભ ત્યારે ખપે અને શુભ ત્યારે બંધાય કે કાં તો શ્રી જિનેશ્વર દેવે કહેલા માર્ગનું સેવન થાય અથવા તો ઓઘદૃષ્ટિએ પણ દુનિયામાં ચાલતા ધર્મનું (ધર્મનું, પણ અધર્મનું નહિ). સેવન થાય. દુનિયાના બધા ધર્મોએ અહિંસા, Page #299 -------------------------------------------------------------------------- ________________ 153 ૨૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહને માન્ય રાખ્યા છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહમાં કોઈએ ધર્મ કહ્યો નથી. આથી આપણા મંતવ્યની પુષ્ટિ થાય છે. અર્થકામ માટે પુરુષાર્થ નકામો છે એમ લાગે છે ? અર્થકામ મેળવનારને પણ જરૂર તો ધર્મની જ છે. ધર્મ વિના એ પણ નથી મળતા. ઘી માટે દૂધ લાવનારને દહીં, છાશ તો મળે જ. મોક્ષ માટેનો પુરુષાર્થ દૂધના સ્થાને છે. ઘી એ મોક્ષના સ્થાને છે અને દહીં, છાશ, અર્થકામના સ્થાને છે. ઘી માટેનો પુરુષાર્થ કરનારને દહીં-છાશ લેવા જવાં ન પડે. મહેનત ઘી માટે કરવાની કે દહીં-છાશ માટે ? સભાઃ “મહેનત તો શક્તિ પ્રમાણે થાય ને ?' શાસ્ત્ર કહે છે કે શક્તિ ગોપવવી નહિ તેમ શક્તિનો અતિરેક પણ કરવો નહિ. શક્તિને ગોપવવી એ જેમ અતિચાર છે. તેમ શક્તિનો અતિરેક એ પણ નાશનો હેતુ છે : શાસ્ત્ર તો આટલું માર્ગદર્શન કરીને અટકે. પછી એથી આગળ ન વધે. સભાઃ “પછી આગળનો વિવેક તો પેલો કરે ને ?' વિવેક વિના ધર્મ છે ક્યાં ? ગૃહસ્થને મુનિ એટલું કહે કે, “ગૃહસ્થ ભીખ માંગવી યોગ્ય નથી. મુનિ ભિક્ષા માંગી શકે. પણ ગૃહસ્થ માંગવા જાય તો તેનું અપમાન થાય અને ધર્મ પણ નિંદાય.” મુનિએ આટલું કહ્યા પછી ગૃહસ્થ પૂછે કે તો હું શું કરું ?” તો મુનિ દુકાન ખોલવાનું ન કહે. મુનિ ભિક્ષા લેવા જઈ શકે. એની કોઈ નિંદા ન કરે. ગૃહસ્થ પણ પૌષધમાં હોય તો “જયણા મંગલ' બોલી આયંબિલ એકાસણું કરવા જાય. બાકી કાંઈ કામ ધંધો કરે નહિ ને કોઈના ઘેર ગૃહસ્થ ભિક્ષા માટે જાય એ યોગ્ય નથી, અનૌચિત્ય છે, ધર્મની લઘુતા કરાવનારું છે. મુનિ આટલું જ સમજાવે, આથી આગળ ન વધે. આ તો કહે છે કે “ગોર હાથ પણ મેળવી આપે અને ઘર પણ ચલાવી આપે.” તો એ બને ? ગોર તો હાથ મેળવી આપે પણ પછી ધણી-ધણિયાણી વચ્ચે કજિયો કંકાસ થાય ને માથાં પણ ફૂટે તેમાં ગોર શું કરે ? જ્ઞાની તો માર્ગ બતાવે પણ ઠેઠ સ્થાને મૂકવા ન આવે. આજે તો કહે છે કે સાધુઓ તેમના ધનવાન ભક્તો પાસે કારખાનાં કેમ ખોલાવતા નથી ? ઘણા જૈનો ઠેકાણે પડે ને ? આ રીતે સાધુઓને આવી અર્થકામ અને આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં જોડવાની હિમાયત કરનારાઓ ચડેલાને પાડવા મથે છે. જે સાધુઓ એવી પ્રવૃત્તિમાં જોડાય છે એને ચડેલાને પડવાથી હાડકાં ભાંગે છે એનું ભાન નથી. બંને મૂર્ખ છે અને પ્રભુશાસનમાં રહેવા લાયક નથી. Page #300 -------------------------------------------------------------------------- ________________ 1467 – ૧૮ : અર્થકામ માટે પુષ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 - ૨૭૯ પુણ્યયોગે બધું આપોઆપ થાય છે? મોક્ષ માટેનો પુરુષાર્થ એવો છે કે એ પુરુષાર્થ કરનાર માટે આગળની બધી તૈયારી આપોઆપ થાય છે. રાજાની સવારી આવે તે પહેલાં નગરની શેરીઓ આપોઆપ સાફ થઈ ગઈ હોય. રાજા કાંઈ સાફ કરવા માટે કહેવરાવે નહિ. રાજ્યનો અમલદાર રાજાના આગમનની ખબર નગરજનોને આપે એટલે આખું નગર સાફ અને સુશોભિત થાય જ. એ બધું પુણ્યયોગે થાય છે. તમે ક્યાંય જાઓ ત્યાં કશું ન થાય, પણ શ્રી જિનેશ્વરદેવો જ્યાં પધારવાના હોય ત્યાં દેવતાઓ અગાઉથી બધી તૈયારી કરી જ રાખે. ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યાં જ તૈયારીઓ થવા માંડે. ભગવાન દેવલોકથી ચ્યવે ત્યાં જ ઇંદ્રનું સિંહાસન કંપાયમાન થાય. જમ્યા પહેલાં માતાને ઉત્તમ સ્વપ્નો આવે. માતા આનંદવિભોર હોય. જમ્યા પહેલાં જ દેવતાઓ એ ઘરને ધનધાન્યથી અને ઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર કરી દે. એમને કમાવા જવું જ ન પડે. દેવતાઓ એમની નોકરી કરવા લાગી જાય, તે પણ વેઠ માનીને નહિ પણ પોતાનો ધર્મ માનીને અહોભાવથી એ બધું કરે છે. શ્રી તીર્થંકરદેવને સ્તનપાનની, ખાવા-પીવાની, ભણવા-ગણવાની કશાની ચિંતા નહિ. એમની એ બધી ચિંતા ઇંદ્ર કરે છે. એમને કોઈ વાતની પરાધીનતા નહિ. બીજાને તો સ્તનપાન કરવું હોય તોયે માતાની મરજી થાય ત્યારે થાય. “ઊંઊંકર્યા કરે પણ માતા નવરી થાય ત્યારે કરાવે ને ? શ્રી તીર્થંકરદેવના આત્માને બાલ્યપણામાં ઇંદ્ર એમના અંગૂઠામાં જ અમૃતનો સંચાર કરે, જેથી સ્તનપાન માટે માતાની અપેક્ષા જ ન રહે. ભગવાનને રમત-ગમતની ઇચ્છા નથી હોતી તો પણ દેવતાઓ કુમારનાં રૂપ લઈ લઈને એમની સાથે ક્રીડા કરવા આવે છે. એમના ચિત્તને કોઈ પણ રીતે ખુશ રાખવું એ જ મુદ્દો છે. આ બધું પુણ્યથી, મોક્ષ માટે કરાયેલા પ્રયત્નથી થાય છે. અર્થકામ માટે પ્રયત્ન કરનારાને તો અશુભના બંધ થાય છે; માટે પુરુષાર્થ તો એકલા મોક્ષ માટે જ ઘટે. અર્થકામ માટે પુરુષાર્થ કરનારાનો તો પૂર્વનો ધર્મ ખવાઈ જાય છે, ચિંતાની સગડી વળગે છે, ક્યારેક અર્થકામ ભાગી પણ જાય છે અને અંતે આત્મા દુર્ગતિમાં ચાલ્યો જાય છે. ધર્મ માટે પુરુષાર્થ કરનારને કદી દુર્દેવના યોગે લક્ષ્મી ન પણ મળે તો પણ એ મજેથી જીવે છે. એને કુટુંબી પણ એવા મળે કે ઘરના દારિદ્રયની વાત કોઈ બહાર જાણવા પણ પામે નહિ. ઘરની સ્ત્રી પણ એમ જ કહે કે “ચિંતા ન કરો, ધર્મપ્રભાવે બધાં સારાં વાનાં થશે.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - - 148 એને બેમાંથી એકેયમાં હાનિ નથી : એવાં કુટુંબો આજે પણ છે કે જે અશુભોદયમાં હોવા છતાં પણ ધર્મની સાધના મજેથી કરી રહ્યાં છે. જૂના કાળની ઘરડી ડોશીઓ હજી પણ સવારે ચાર વાગે ઊઠી સાત વાગ્યા સુધી શાંતિથી પ્રતિક્રમણ અને સામાયિક કરે છે, કેમ કે, એમને સંસ્કાર એવા છે, જો ધર્મ પરિણમ્યો હોય તો ! મોક્ષનો પુરુષાર્થ કરનાર દુન્યવી સામગ્રી ન મળે તોય શાંતિ અને આનંદ મેળવે છે. એ મળે તોય શાંતિમાં, મળેલું જાય તોય શાંતિમાં અને ગયેલું આવે તોય શાંતિ રાખે છે. ગયેલું આવે યા નવું મળે તો પુણ્યોદય માની તેનો સદ્વ્યય કરી મુક્તિ નિકટ લાવવાનો પ્રયત્ન કરે છે. મળેલું જાય તો અશુભોદય માની સમભાવે સહી નિર્જરા કરી તેને પણ મુક્તિ નિકટ આવવાનું કારણ બનાવે છે. એમાંથી એકમાં એને હાનિ નથી ભોગ પણ રોગ માનીને ભોગવે છેઃ શ્રી તીર્થંકર દેવો ભોગ પણ ભોગકર્મના ક્ષય માટે ભોગવે છે, ભોગ પણ રોગ માનીને ભોગવે છે. રોગીને જેમ દવા ખાવી પડે અને ખાય તે રીતે એ તારકો ભોગ ભોગવે છે. એમને ભોગનો રંગ નથી. શાલિભદ્રને ત્યાં રોજ નવાણું પેટીઓ ઊતરતી. દેવતાઈ ભોજન, દેવતાઈ વસ્ત્રો અને દેવતાઈ અલંકાર તેમાં આવતા. એને ફક્ત એક “સ્વામી” શબ્દ સાંભળતાં વૈરાગ્ય થયો. મળેલી સાહ્યબીમાં જો એ લીન હોત તો આટલા માત્રથી વૈરાગ્ય આવે ? એ પોતાના વિશાળ મહેલની બહાર નહોતો નીકળતો પણ ત્રિકાળપૂજન રોજ કરતો. એની રોજની ધર્મક્રિયામાં કોઈ ખામી ન હતી. “સ્વામી' શબ્દથી એને વૈરાગ્ય થયો એમાં નવાઈ નથી, કારણ કે વસ્તુસ્વરૂપને એ સમજેલો હતો. મિથ્યાષ્ટિ અર્થકામ માટે બધું કરે એ સારું નથી, પણ એ સંભવિત છે; જેમ આંધળો અથડાય એ સંભવિત છે. સમ્યગુદૃષ્ટિ અર્થકામ માટે લાંબી પેરવી ન કરે. નીતિ પાળવાથી ભૂખે નહિ મરાય એવો એને વિશ્વાસ છે. આજે ઘણા બોલતા થઈ ગયા છે કે “જૂઠું બોલ્યા વિના કે આડુંઅવળું કર્યા વિના વેપાર ચાલે નહિ.” વ્યાખ્યાનો સામે મનાઈ હુકમ આજના દયાળુ પણ કેવા છે ? પોતાના કોઈ સ્નેહીને આપત્તિ આવે ત્યાં દયા નહિ, કોઈ સંબંધી રાજ્યના ગુનામાં ફસાય અને સજા પામે ત્યાં છોડાવવા ન જાય, કોઈ સંબંધી રોગી બને કોઈ દરિદ્રી બની ભૂખે મરે ત્યાં ખબર લેવા ના Page #302 -------------------------------------------------------------------------- ________________ 148૭ – ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 = ૨૮૧ જાય, પાપોદયથી કોઈ રિબાતો હોય ત્યાં દયા નહિ, પણ જો કોઈ ધર્મનો નિયમ કરે, કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો ત્યાં બધી દયા ઊભરાય. દીકરો જૂઠું બોલે તો દયા ન આવે. પણ દીકરો કંદમૂળ ન ખાવાનો કે રાત્રીભોજન ન કરવાનો નિયમ લે તો તરત દયા આવે કે “અરે ગાંડા ! અત્યારથી આવી બાધા હોય ? હજી તો ઊગીને ઊભો થાય છે, શું ખાધું પીધું છે કે અત્યારથી આવા નિયમ !” કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો એની સાતમી પેઢીનો કોઈ સગો થતો હોય તે કાકો બનીને અટકાવવા આવે. આજ સુધી કદી ભત્રીજાની ખબર લેવા ન આવ્યો હોય, મરતાં પાણી પાવા પણ ન આવે એવો હોય પણ તે વખતે “હું એનો કાકો છું' એમ કરતો આવે. પેલો ભત્રીજો પૂછે કે, “કાકા ! અત્યાર સુધી ક્યાં હતા ? હું વીસ વરસનો થયો ત્યાં સુધીમાં તો કોઈ દિવસ મારી ખબર લેવા નથી આવ્યા. મેં ભૂખ્યા દિવસો કાઢ્યા ત્યારે મારો ભાવ કદી નથી પૂછ્યો ને આજે એકાએક ક્યાંથી દર્શન દીધાં ?' ત્યારે એ કાકો કહેશે કે એ તો તારું ભાગ્ય, પણ આજે તો આવ્યો છું ને ?' આમ, આપત્તિમાં એનું ભાગ્ય માનનારો કાકો એ ભત્રીજાનું સાધુ બનવાનું ભાગ્ય સ્વીકારવા તૈયાર નથી અને ઉપરથી પ્રશ્ન કરે કે, “કયા સાધુએ તને ભોળવ્યો ? કાચી બુદ્ધિનાને વૈરાગ્ય થઈ જાય એવાં વ્યાખ્યાનો આપવાનો અધિકાર એમને કોણે આપ્યો ? એની સામે હું મનાઈ હુકમ કઢાવીશ.' આવા કંઈક બખાળા કાઢે પણ કરી શકે નહિ કાંઈ. ધર્મની સામે પણ સત્તાધીશોને લાવવાની એમની પાપી આકાંક્ષાઓ છે, પણ એમાં એ હજુ સુધી ફાવ્યા નથી. હું વર્ષોથી વ્યાખ્યાનો કરું છું. મારાં વ્યાખ્યાનો બંધ કરાવવાની એમની પ્રબળ ઇચ્છા છે. પણ ભગવાનની વાણી એવી છે કે એને કોઈ કાયદો અટકાવી શકે નહિ. પહેલી ધાડ ધર્મ ઉપર ઃ આજની કોઈ પણ હિલચાલમાં પહેલી ધાડ ધર્મ ઉપર લાવવામાં આવે છે. બેકારીની બૂમ મારે ત્યારે પહેલાં દેરાસરમાં કેસર વગેરેના ખર્ચા તથા ભગવાનની અંગરચના બંધ કરવાના પોકાર કરે. હોટેલ, નાટક, સિનેમા અને બીજા મોજશોખના ખર્ચા એમની આંખે ન ચડે, કોઈ પીવડાવે તો કેસરિયા દૂધ મજેથી પીવા માંડે પણ ભગવાનના પ્રક્ષાલમાં દૂધ અને મંદિરના દીવાઓમાં ઘી વપરાય તે એમને ખટકે. મંદિર, ઉપાશ્રયને ભારરૂપ માને અને હોટેલ, સિનેમાને આશીર્વાદરૂપ માને એવી એમની હાલત છે. દેવ, ગુરુ, ધર્મ માટે ગમે તેવા હલકા શબ્દો બોલતાં ન અચકાય એવા એ, કોઈ ગૃહસ્થ માટે ગમે તેમ નહિ બોલે; કારણ કે સમજે છે કે ત્યાં તો સામો જવાબ મળશે. દેવ તો વીતરાગ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 170 એટલે એ બોલે નહિ અને સાધુનો ધર્મ સમતા રાખવાનો એટલે સાધુ જો સમજાવવા જાય તો એમને કહી દે કે, “મહારાજ ! “ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફિલ જાય.” માટે તમારે તો કાંઈ જ બોલાય નહિ.” આવો એમનો ન્યાય છે. ધર્મના ધ્યેય વિનાની વિધા પણ સુવિધા નીતિકારે પણ કહ્યું કે, અમુક માટે અમુક તજવું અને અમુક માટે અમુક તજવું. એવી રીતે દેશ માટે જરૂર પડે તો અમુક તજવું, પરંતુ છેલ્લે કહ્યું કે, ધર્મ માટે જરૂર પડે તો બધું તજવું. એટલે ધર્મ સાચવીને જ બધું કરવાનું. દેવ, ગુરુ, ધર્મની રક્ષા માટે જે જરૂર પડે તે કરવામાં બાધ નહિ. પણ એ ત્રણને બાધ આવે તેવું કશું ન થાય. આ ધ્યેય જેમણે સાચવ્યું તેમનાં જ નામ ઇતિહાસમાં અમર થયાં છે. ધર્મના ધ્યેય વિનાની વિદ્યા પણ કુવિદ્યા છે. આજના ભણેલા દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, માતા-પિતા આદિ કશાને માનતા નથી, કારણ કે, એ ભણતરનું ધ્યેય જુદું છે, એના સંસ્કાર જુદા છે. આજનો એ સુધરેલો પોતાના ઘરડા બાપને બાપ કહેતાં શરમાય છે. શાસ્ત્રમાં આવતાં દેવનાં વર્ણનને એ ગપ્પાં માને છે, સાધુ એને ભારભૂત લાગે છે અને ધર્મને એ ફુરસદિયાઓનું કામ માને છે. સાધુને દાન આપવું એ એમને નિરુદ્યમી બનાવવા જેવું લાગે છે. “સાધુએ પણ સમાજનું કામ કરીને ખાવું જોઈએ” એમ એ કહે છે. “એમ ને એમ આપવાથી એ નિરુદ્યમી બને તેનું પાપ કોને શિરે ?' એમ પૂછે છે. આવા તો એ પાપભીરુ છે. એ સાધુ કેવા બુદ્ધિનિધાન (!) છે ? શીલમાં પણ આજના ભણેલાઓ માનતા નથી. એ કહે છે કે શરીરની હાજત પૂરી કરવી એમાં પાપ શું ? ઇચ્છા થાય તો એને પૂરી કરવામાં પાપ હોય ? તપને પણ એ નિરર્થક માને છે. “છતે અનાજે ભૂખ્યા રહેવામાં બુદ્ધિમત્તા શી છે ?” એમ એ પૂછે છે. એક સાધુએ તો વળી એવું કહ્યું કે, “મુંબઈમાં આયંબિલ કરનારાની સંખ્યા વધી એ જ સૂચવે છે કે બેકારી વધી.” બોલો, આ કેવા બુદ્ધિના નિધાન છે ? વળી આગળ વધીને એ તો ત્યાં સુધી કહે છે કે “આટલી બેકારીમાં ધર્મના ઉત્સવોનું કામ શું છે ? આ વરઘોડા શા માટે ? અમે આવા વરઘોડામાં માનતા નથી અને આવવાના પણ નથી. હું તો કહું છું કે આવા સાધુને તો તમારે પણ કહી દેવું જોઈએ કે “મહારાજ ! આવી બેકારીમાં તમે પણ નવરા બેસી રહી અમને ભારભૂત શા માટે બનો છો ? મજૂરીએ લાગી જાઓ. તમને બેઠા બેઠા રોટલા ખવડાવી નિરુદ્યમી બનાવવાનું પાપ અમારે નથી કરવું.” જે સાધુને પ્રભુભક્તિના ખર્ચ વખતે બેકારી ખટકતી હોય તો એવા Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ - 98 ૨૮૩ સાધુને રોટલા આપવા શ્રાવકને ન ખટકે ? આજનાઓને ધર્મની વાતો અણગમતી શાથી લાગે છે ? ધ્યેય વિનાનું ભણતર છે માટે. આજના ભણતરનું ધ્યેય શું ? પેટ ભરવાનું. તો પેટ તો જનાવર પણ મજેથી ભરે છે. પેટ માટે જ્ઞાન હોય ? જો પેટ માટે જ વિદ્યા મેળવતા હો તો બહેતર છે કે અભણ રહો. કર્મની પરવશતા હોય ત્યાં સમાનતા 1471 - ક્યાંથી ? જે પેટ આ શરીર સાથે જ બળી જવાનું તેને માટે જ્ઞાન હોય ? ખુરશી ટેબલ ૫૨ બેસી લોકો ૫૨ રૂવાબ જમાવવા માટે વિદ્યા મેળવવાની હોય ? જેના મોઢામાંથી વચનો પણ ગમે તેવાં નીકળે એવા મૂર્ખાને ભણેલ કેમ કહેવાય ? મંદિરો પ્રત્યેનો લોકોનો પ્રેમ ઘટાડનારા અને ધર્મભાવનાથી પતિત કરનારાઓને ભણેલા કહેવાય ? બધાને બંગલા કેમ નહિ, એવી સમાનતાની વાતો કરનારા ઘરમાં કચરો કાઢવા માણસ તો રાખે જ છે. ત્યાં સમાનતા ભૂલી જાય છે. દેણદાર ઉપર દાવા બાંધે ત્યાં સમાનતા યાદ નથી આવતી. એક રૂપાળો અને બીજો કાળો કેમ ? કર્મની પરવશતા છે ત્યાં સમાનતા ક્યાંથી આવવાની ? ૨હેવું અસમાનતામાં અને થવું સમાન એ કેમ બને ? પૂરી સમાનતા તો સિદ્ધાવસ્થામાં છે; પણ એ મોક્ષની વાત જ સાંભળવી ગમતી નથી. મિથ્યામતિ પણ આવા ન હોય. મિથ્યામતિમાં પણ એવા પડ્યા છે જે આ ધર્મને સાંભળે એટલે હાથ જોડે અને આશ્ચર્ય પામે છે: આ લોકો તો ધર્મ હમ્બગ જ કહે છે એટલે મિથ્યામતિથી પણ આગળ વધ્યા. એમને કઈ ઉપમા આપવી તે જ્ઞાની જાણે. તો અર્થકામ તમારા દાસ... : જેમને સંસાર ગમે, મોક્ષ ન ગમે, તે ધર્મને લાયક જ નથી. ખાલી સારા શબ્દો બોલવાથી કાંઈ ન વળે. અહિંસા શબ્દ બોલવાથી જ અહિંસા ન આવે. કસાઈ પણ ‘અહિંસા પરમો ધર્મ' બોલે પણ એથી વળે શું ? ‘એક જ ભાવ’નાં બોર્ડ તો ઘણાય મારે પણ પાછા ઘરાક એટલા ભાવ કરતા હોય ત્યાં એ બોર્ડની કિંમત શી ? જેમને સંસાર ન ગમે, મોક્ષ ગમે તેમને અર્થકામ તો ઝેર જેવા લાગે અને ત્યારે જ ધર્મની આચરણા થાય. વાસુદેવોએ પહેલાં તો ઉદ્યમ સારા ભાવે કર્યો, પણ પછી એના બદલામાં સુખ માંગ્યું. માંગ્યું એટલે મળ્યું તો ખરું. પણ એ એવો બોજો થયો કે ભોગવવો ભારે પડ્યો. કર્મના સામ્રાજ્યમાં કર્મલભ્ય વસ્તુ માટે ઉદ્યમ કરવો, ત્યાં ઉદ્યમની વાતો કરવી, એ લાભને બદલે હાનિ વહોરવા માટે છે. શાસ્ત્ર કહે છે કે ‘પ્રયત્ન Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 142 કોર તો મોક્ષ માટે કરો, અર્થકામ માટે ન કરો. મોક્ષ માટે પ્રયત્ન કરો તો અર્થકામ તો તમારા દાસ છે. પણ જો અર્થકામની ગુલામી કરી અને ધર્મને ઠોકરે માર્યો તો અર્થકામ મળવા તો દૂર રહ્યા, પરંતુ મળેલા પણ લાત મારી ચાલ્યા જશે અને મોટી તકલીફ ઊભી થઈ જશે.' મુક્તિમાં શું નથી ? અને મુક્તિ મળે શાથી? મુક્તિ કર્મનો અભાવ થાય ત્યારે મળે છે. શુભ અને અશુભ બેય પ્રકારનાં કર્મોનો અભાવ એ જ મુક્તિ. મુક્તિ વિના જે જોઈએ તે બધામાં કર્મનો સદ્ભાવ. સંપૂર્ણ કર્મનો ક્ષય થાય ત્યારે જ મુક્તિ મળે. એ મુક્તિમાં બંગલા, બગીચા નથી, મનગમતાં ખાનપાન નથી, ખબરઅંતર પૂછનાર સ્નેહી-સંબંધી પણ નથી. દુનિયાની એ બધી ચીજો તો કર્મથી મળે છે. મુક્તિ સંપૂર્ણ કર્માભાવે છે. વળી દુનિયાની ચીજો જે શુભ કર્મથી મળે છે એ શુભ કર્મબંધ પણ ક્યારે ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ (મન-વચન-કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદ ઢીલા થાય, મંદ પડે ત્યારે. અર્થકામ માટે એકલો પ્રયત્ન કળતો નથી. એની સફળતા ભાગ્યાધીન છે. એકલો પ્રયત્ન તો મોક્ષ માટે જ જરૂરી છે અને માટે તો સમ્યગુદૃષ્ટિને જ ઉદ્યમની પ્રધાનતા કહી. અર્થકામ પાછળ ઘૂમ્યા કરનારને પણ અર્થકામ નથી મળતા એ નજરે દેખાય છે. શાસ્ત્રોમાંથી પણ ફાવતી આજ્ઞાઓ શોધાય છે: સાધુને નમસ્કાર મળે છે અને તમને કેમ નહિ ? કેમ કે સાધુનો પ્રયત્ન મોક્ષ માટેનો છે. એ પ્રવૃત્તિ અશુભ ત્યાગની અર્થાત્ શુભાશુભ ક્ષયની છે. અર્થકામની પ્રવૃત્તિનો સાધુ સર્વથા ત્યાગ કરે છે. સાધુ તે કે જે જગતના જીવોને અર્થકામની પ્રવૃત્તિથી રોકે અથવા તો મર્યાદિત કરાવે પણ એમાં જોડાવાનું તો ન જ કહે. પ્રભુશાસનને પામેલા ગૃહસ્થનો ધર્મ પણ એ જ કે પોતાના જીવનને અર્થકામની પ્રવૃત્તિથી રોકે અથવા મર્યાદિત કરે. પણ એ ક્યારે બને ? અર્થકામ ખોટા મનાય તો ને ? ભણતર, ગણતર, બોલવું, ચાલવું બધું મોક્ષ માટે જોઈએ. તે સિવાયના ખોટા સાધ્ય માટે કે દુન્યવી સાધ્ય માટે જ ભણે ગણે તે આ શાસનમાં રહી શકતા નથી. મોક્ષ માટે પ્રયત્ન કરનાર, એના માટે ભણનાર અને એના માટે જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવું માનનાર સંઘમાં ગણાય. એથી વિપરીત માનનાર સંઘ નહિ પણ હાડકાંનો ઢગલો, એમ જ્ઞાનીઓ કહે છે. આજે તો નિશાળે જતા છોકરાને મા-બાપ વાતવાતમાં કહે છે કે ભણીશ નહિ તો કમાવાનો ક્યાંથી ? ખાઈશ શું ? હવે આ બાળક તો કમાવા માટે જ ભણતર છે એમ માને એમાં નવાઈ શી ? Page #306 -------------------------------------------------------------------------- ________________ 148 – ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૮૫ બાળકમાં આવા સંસ્કાર નાંખનાર મા-બાપ પોતે જ છે. એમને પણ એમના બાપે આવું જ કહેલું એટલે એ પણ શું કરે ? સભાઃ “એવો જ વ્યવહાર ચાલ્યો આવે છે.” તે આ શાસનમાં કેમ નભે ? એવો વ્યવહાર ચાલતો હોય અને ઓઘાવાળા એમાં સિક્કા મારે પછી ઓછપ રહે ? આજે તો શાસ્ત્રોમાંથી પણ કમાવાની, ખાવાપીવાની અને બીજી પોતાને મનગમતી આજ્ઞાઓ શોધાય છે. શાસ્ત્રમાં એ મળે ક્યાંથી ? પણ પછી ફાવતા અર્થ કઢાય છે. શાસ્ત્રમાં આવે કે “ગૃહસ્થ માટે ભિક્ષા અનુચિત છે !' વાત પણ સાચી. સાધુ પાતરાં લઈ ભિક્ષાએ નીકળે તો કોઈ કાંઈ ન બોલે પણ તમે નીકળો તો ? આપે તો નહિ પણ ઉપરથી લોક નિંદા કરે. એ નિંદા સાંભળી ગુસ્સો આવે અને ધર્મથી પતિત થાય એટલે પેલા લોકો શાસ્ત્રના એ વચનમાંથી એવો ભાવ કાઢે કે “જોયું ? શ્રાવક વેપાર ન કરે તો ધર્મથી પતિત થાય. માટે સાધુએ શ્રાવકને વેપાર કરવાનું કહેવું જોઈએ, નહિ તો એ ધર્મથી પતિત થાય તેમાં સાધુ નિમિત્ત બને. શાસ્ત્રનાં વચનોમાંથી આવા ઊલટા ભાવો આજે કાઢનારા કાઢી રહ્યા છે. શાસ્ત્રથી અને સાધુથી તો ઔચિત્ય સમજાવાય પણ લોકોને દુન્યવી પ્રવૃત્તિઓમાં જોડાવાનું ન કહેવાય. એ પ્રવૃત્તિઓમાં જોડાવાને તો દુનિયા ટેવાયેલી જ છે. તમે બધા તો સોનું છો ને ? મારે તમને સંતોષરૂપી નંદનવનમાં લાવવા છે અને ત્યાંના આનંદનો રસ લૂંટતા કરવા છે. એ માટેની યોગ્યતા કેળવવા ઘાટ ઘડી રહ્યો છું. એ ઘાટ ઘડવા માટે હથોડા કે હથોડીના ઘા મારું તે ખમવા તો પડશે ને ? જેવા ઘાટ ઘડવા છે તે ઘડવા દ્યો તો કામ બને. મોટો હથોડો તો લોખંડના ઘાટ ઘડવા જોઈએ. સોનાના ઘાટ ઘડવા તો નાની હથોડીથી કામ ચાલે. તમે બધા તો સોનું છો ને ? શાસ્ત્રકારે શ્રીસંઘને મેરૂની ઉપમા આપી જે રીતે એનું વર્ણન કર્યું છે તેમાં તો ખરેખર કમાલ કરી છે. યોગ્યતાની તમામ વાતો એમાં કહી નાંખી છે. કશું બાકી રહેવા દીધું નથી. અત્યારે આ વિષય ચર્ચાય તેટલો ચર્ચવામાં લાભ છે, કેમ કે, “અમે સંઘ, અમે સંઘનો આજે પોકાર ઊઠ્યો છે. સૌ પોતાને સંઘ માને છે પણ એ બધા આવ્યા ક્યાંથી ? અમે એ બધાને તીર્થકર જેવા માનીને કઈ ગતિમાં જઈએ ? ધર્મના સિદ્ધાંતો સામે, ધર્મનાં અનુષ્ઠાનો સામે ધોળે દિવસે ધાડ પાડનારાઓને તીર્થકરવત્ પૂજ્ય શ્રી સંઘ માનીએ શી રીતે ? “અમે સંઘ'નો Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1474 પોકાર કરનારા એ લોકો કહે છે કે “સાધુ ઓઘો પણ અમે કહીએ ત્યારે અને કહીએ તેને જ આપે.' પણ આવું કહેનારને એ ઓઘો શું? અને શા માટે ? -એ વાતનું લેશ પણ જ્ઞાન નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની એને કાંઈ ગમ નથી. આવાને સંઘ શી રીતે માનીએ ? સાચી રીતે ગુણથી સંઘ બનો, નહિ તો જેવા છો તેવા ઓળખાવવા પડશે? શાસ્ત્રમાં આચાર્યને નવ રીતે શ્રી જિનેશ્વરદેવ જેલ ફહ્યા છે, નવ પ્રકારના વર્તનથી આચાર્ય શ્રી જિનેશ્વર દેવ સાથે સરખાવ્યા છે, પણ કોઈ ગૃહસ્થને એ સ્થાને ન મૂક્યા. સંઘ બનવું હોય તો સાચી રીતે ગુણથી બનો તો જરૂર માનવા, પૂજવા તૈયાર છીએ. સંઘ તરીકે મનાવા, પૂજાવાના કોડ હોય તો સંઘ બનો, બાકી ખોટી હોહા મચાવો તો જેવા હો તેવા ઓળખાવવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે. સંતોષરૂપ નંદનવન માટે શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો વિર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૦ સોમવાર, તા. ૨૪-૩-૧૯૩૦ 99 • જે હૃદયથી ઉત્તમ બને, તે સંતોષ અનુભવે ! • અર્થકામ આવે તોય દુઃખ, જાય તોય દુઃખ, પરિણામે પણ દુઃખ : ચૈતન્ય શક્તિ જાગ્રત થાય તો...! • જડને જીતવા જડનો જ ઉપયોગ કરો ! • અપ્રશસ્ત કષાયને જીતવા પ્રશસ્ત કષાયની જરૂર : • શાસ્ત્રો એ અનુભવની વાણી છે : " - પછી બાહ્ય આલંબનોની જરૂ૨ નથી : • આલંબન વિના ધ્યાન શાનું? . - એ આલંબન ક્યાં છે ? જ્ઞાનક્રિયાભ્યાં મોસઃ ! • દુનિયા અર્થકામના ધ્યાનમાં લીન છે : • અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો માંડો ! • આ તો મુત્સદ્દીગીરી થઈ ? • નિર્દોષ પ્રેમ કોને કહેવાય? - • કષાય પ્રશસ્ત ક્યારે કહેવાય ? • સારો માણસ ખોટું કરે તે વધારે ટીકાપાત્ર : • તો... એ મોટા થવાને લાયક નથી : • રૂપ પણ પ્રભાવક બને ! : - • વૈરાગ્યપોષક સંગીત એ સાચી કળા છે : • પ્રશસ્ત વિના અપ્રશસ્તથી નહિ બચાય : • લક્ષ્મીનો સદુપયોગ-દુરુપયોગ : • ધર્મી અને દુનિયાના રંગે રંગાયેલાનો ભેદ : • મંત્રોની સિદ્ધિ પણ જિતેન્દ્રિયને થાય છે : એવું જીવન એ જીવન - બાકી લુહારની ધમણ : • પ્રેમની વાત કરનારાઓમાં પોલ છે: Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 15 જે હદયથી ઉત્તમ બને, તે સંતોષ અનુભવે! અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં તેમાં રહેલા સંતોષરૂપ નંદનવનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. એ સંતોષરૂપ નંદનવનનો આનંદ સાધુઓ જ લૂંટી શકે છે. સંતોષ એ એવી વસ્તુ છે કે જેનો અનુભવ તે જ કરી શકે કે જે હૃદયથી ઉત્તમ બને. અશુભ અધ્યવસાય ગયા વિના શુભ અધ્યવસાય આવે નહિ. શુભ અધ્યવસાય આવે ત્યારે એના યોગે કર્મક્ષય થવાથી ઉત્તમ ચિત્ત ઉજ્વલ બની નિરંતર સૂત્રાર્થનું સ્મરણ કરી ઝળહળતું બને છે. આમ ન થાય ત્યાં સુધી સંતોષ આવે નહિ. શુદ્ર હૃદયવાળા કદી સંતોષ ન પામી શકે. સંતોષનો આનંદ સાધુઓ જ માણી શકે છે, એમ કહેવાનો હેતુ એક જ છે કે સંપૂર્ણ રીતે સઘળા અશુભનો ત્યાગ સાધુઓ જ કરી શકે છે. જેનો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ હોય તેને જ સંતોષ હોય. મોક્ષ સિવાયનો પુરુષાર્થ તો ધર્મકરણીમાં પણ ક્ષુદ્રતા લાવે. ધર્મ કરતી વખતે પણ એ દુન્યવી પદાર્થોમાં રાચેસાચે. સાધુપણાના અર્થીને પણ આંશિક સંતોષ હોઈ શકે. પણ એ પુરુષાર્થ એકલા મોક્ષ માટે જ કરવા જેવો છે એમ માને તો. મોક્ષ માટે પુરુષાર્થ કરનારને અર્થ કામની ચિંતા કરવી જ ન પડે. અર્થકામ તો એની મેળે જ આવીને એને મળે. અર્થકામ માટેનો પુરુષાર્થ તો ભયંકર છે. ત્યાં તો ભાગ્ય હોય તો જ એની પ્રાપ્તિ થાય. અર્થકામ આવે તોય દુખ, જાય તોય દુ:ખ, પરિણામે પણ દુખઃ અર્થકામની ઇચ્છા થયા પછી તે મળે તોયે પાપ અને ન મળે તોયે પાપ. અર્થકામની ઇચ્છા થયા પછી વસ્તુ મળે કે ન મળે તોયે એ ઇચ્છા આત્માને સંસારમાં રખડાવે. વસ્તુ મેળવવાની ઇચ્છા થઈ કે આર્તધ્યાન શરૂ થયું. પછી પુરુષાર્થ ઘણો કર્યો. પણ ભાગ્યના અભાવે ન મળ્યું તો નિરાશા આવે, પોતાના ભાગ્ય પર ગુસ્સો આવે, બીજા ઉપર પણ ઈર્ષાભાવથી રોષ પેદા થાય, દુષ્ટ ભાવનાઓ જાગે; મળે તોયે ભાગીદાર વગેરેને ભાગ આપવાનો આવે ત્યારે તેમના પ્રત્યે દુર્ભાવના જાગે અને પરિણામે દુર્ગતિ થાય. મળે એને સાચવવાની પણ ચિંતા કેટલી ? પ્રયત્ન કરનારામાં પણ ભાગ્ય હોય એને મળે ને ભાગ્ય ન હોય એને ન મળે. ઇચ્છા થતાંની સાથે જ પરિણામ બગડવા માંડે અને કર્મબંધ થવા માંડે. મુદ્દો એ છે કે અર્થકામ આવે તોયે દુઃખ, જાય તોયે દુઃખ, પરિણામે પણ દુઃખ, મોક્ષ માટેનો પુરુષાર્થ આરંભાય ત્યારથી આર્તધ્યાન મંદ પડે. કદાચ પ્રયત્ન પૂરો ન થાય તોયે એક, બે, પાંચ કે પચીસ ભવે પણ મુક્તિ મળે જ અને ત્યાં સુધી અર્થકામ એને છોડે નહિ. એક દિવસનું સંયમ જો મોક્ષ ન આપી શકે Page #310 -------------------------------------------------------------------------- ________________ 14TI – – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૮૯ તો છેવટે વૈમાનિક દેવલોક તો અવશ્ય આપે જ. સમ્યગુદૃષ્ટિ પણ સમ્યગુદૃષ્ટિપણામાં આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવનું બાંધે. મરીને વૈમાનિકમાં જાય. આત્માની શક્તિ અનંત છે. અનંતા ભવના કર્મસંચયને બાળીને ભસ્મ કરનાર આ આત્મા છે. ઘાસની ગંજીમાં પડેલો અગ્નિનો એક કણિયો આખી ગંજીને બાળીને ભસ્મ કરે તેના જેવી આ વાત છે. ચૈતન્ય શક્તિ જાગ્રત થાય તો...! જડની શક્તિ પણ અનંત છે. પરંતુ એ ત્યાં સુધી કે જ્યાં સુધી આત્માનું ચૈતન્ય જાગ્રત ન થાય. એ જાગ્રત થયું, એટલે જડની અનંત શક્તિ આત્માની અનંત શક્તિને ન પહોંચે. આપણે સામાન્ય તાવમાં મૂંઝાઈ જઈએ અને શ્રી જિનેશ્વરદેવ મરણાંત ઉપસર્ગથી પણ ન મૂંઝાય. તેમના જેવી સંહનનની શક્તિ તે કાળે બીજા આત્માઓમાં પણ હતી છતાં એ મૂંઝાતા, દુઃખમાં “ઓય બાય” કરતા પણ શ્રી જિનેશ્વરદેવ કદી ન મૂંઝાયા. “ભગવાન ગમે તેટલા ઉપવાસ કરી શકે. કેમ કે, “એમનું સંઘયણ એવું છે” એમ ન કહેવાય, કારણ કે, ભૂખ તો એમને પણ લાગતી હતી. એ સંહનનવાળાને ભૂખ પણ એવી જ લાગે પણ એ ભૂખને ગણે નહિ અને બીજા ગણે એટલો તફાવત. એમને કોઈ મારે તો માર ન લાગે ? લાગે જ. આપણું શરીર નબળું છે તો આપણને મારનારા પણ નબળા છે. એમનું સંવનન મજબૂત તો એમને મારનારા પણ એવા જ સંહનનવાળા હતા. એમનાં હાડકાં મજબૂત એટલે ભાંગીને ભુક્કો ન થાય એ વાત સાચી. માટે તો કહ્યું કે પહેલા સંઘયણ વિના કેવળજ્ઞાન ન થાય. જડને જીતવા જડનો ઉપયોગ કરો! મોક્ષ માટે પુરુષાર્થ કરનારને અર્થકામે તો મળે જ છે. પણ એ વાતની આજે શ્રદ્ધા નથી. મોક્ષના પ્રયત્નનો આરંભ કર્યા પછી જે દુઃખ આવે છે તે તો પૂર્વના અશુભ કર્મના ઉદયથી આવે છે. સભાઃ “આત્મસ્વરૂપે પ્રગટ કરવા પૌગલિક આલંબને શા માટે ? આત્માના મૂળ સ્વરૂપને પગલે દાવ્યું છે માટે. પુદ્ગલના એ ઢગલાને કાઢવા પુદ્ગલ જોઈશે જ. એના પ્રયત્નમાં આત્મા સાથે છે જ. બાકી આત્માને કાંઈ હાથપગ નથી. તે તે પુદ્ગલોનો સાથ મેળવી આત્મા જો યોગ્ય પરિણામ ધારણ કરે તો જ આત્માને દબાવનારા એ યુગલો ખસે. વાસણ પર કાટ ચડ્યો હોય ત્યારે એ કાટને કાઢી એનું મૂળ સ્વરૂપે પ્રગટ કરવા આંબલી વગેરે પ્રતિપક્ષી પુદ્ગલ જ જોઈએ. દ્રવ્યસંયમ ગમે તેટલું પળાય પણ સિદ્ધિ તો ભાવસંયમથી જ મળે; પણ એ ભાવસંયમનું કારણ દ્રવ્યસંયમ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1478 અપ્રશસ્ત કષાયને જીતવા પ્રશસ કષાયની જ જરૂર : દૂધમાંથી ઘી બનતાં પહેલાં દૂધનાં અનેક રૂપક થાય છે. પ્રતિપક્ષી પુદ્ગલો દૂધમાં ભેળવવાં પડે છે. જડના સંસર્ગમાં હોવા છતાં “જડની સહાય ન જોઈએ એમ કહેવું છે ને નભે. જેના ફંદામાં ફસ્યા તેની સામે તેવા જ ઉપાયો યોજવા, તે જ જાતિના પ્રતિપક્ષીને એની સામે ઊભો રાખવો, તો જ એના ફંદામાંથી છુટાય; માટે તો જ્ઞાનીઓએ પ્રશસ્ત કષાયોની છૂટ આપી. અપ્રશસ્ત કષાયો ત્યારે જ જીતાય કે જ્યારે એમની સામે પ્રશસ્ત કષાયોને ઊભા રખાય. સબળા દુશ્મનને જીતવા વધુ સબળા દુશ્મનોનો સાથ મેળવી લેવો પડે, તો જ જીત થાય. આત્મામાં જ્ઞાન છે, એ દબાયેલું છે, એને પ્રગટ કરવા કક્કો ઘૂંટવો જ પડે. બાહ્ય સાધન વિના એ પ્રગટ થતું નથી. આત્માની અનંત શક્તિ પ્રગટાવવા ઈર્યાસમિતિ આદિનું પાલન, શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ અને એનું પઠનપાઠન કરવાં જ પડે. મળેલાં સાધનોનો સદુપયોગ થાય તો જ કેવળજ્ઞાન પેદા થાય. આંખો બંધ રાખવાથી કે એનો સદુપયોગ ન કરવાથી ન તો ઇર્યાસમિતિ પળાય, ન વીતરાગની મૂર્તિનાં દર્શન થાય અને ન શાસ્ત્રોનું વાંચન થાય. એ બધા વિના ભાવગુણ પ્રગટે ક્યાંથી ? શાસ્ત્રો એ અનુભવીની વાણી છે? બંધ આંખવાળાને પણ જ્ઞાનાદિ થાય. પરંતુ ત્યાં પણ પૂર્વની આરાધના કારણરૂપ છે. પૂર્વની આરાધનાના બળે અહીં સામગ્રી વિના પણ વસ્તુની પ્રાપ્તિ થાય. એટલે એક અથવા બીજા પ્રકારે પણ જરૂરી સાધનો તો જોઈએ જ. જડના સંસર્ગમાં ફસાયેલા આત્માને એ જડને ખસેડવા જડની સહાય વિના છૂટકો જ નથી. ગમે તેટલાં પુસ્તકો ભણેલો હોય પણ વગડામાં ભૂલો પડે ત્યારે અભણ ગામડિયાને એણે માર્ગ પૂછવો જ પડે. ત્યાં પુસ્તકનું કામ નહિ પણ ભોમિયાનું કામ. આ શાસ્ત્રો એ અનુભવીની વાણી છે માટે એને શ્રુત કહ્યું છે. જો એ કલ્પિત હોત તો એને શ્રત ન માનત. સભાઃ “અપંગને કે અંધને કેવળજ્ઞાન થાય ? સંભવિત છે. કેવળજ્ઞાનમાં એ વસ્તુઓ બાધક નથી. તીર્થસ્થાપના પૂર્વે કેવળજ્ઞાન થયું હોવું જ જોઈએ. તેનો હેતુ એ છે કે મુક્તિમાર્ગના નિરૂપણમાં ફેરફારનો સંભવ જ નહિ. આપણા જ્ઞાનમાં શંકા થાય પણ કેવળજ્ઞાનમાં એક પણ શંકાને અવકાશ નથી. આપણું જ્ઞાન મેલું અને અધૂરું છે, એ જ્ઞાન ચોખું અને પરિપૂર્ણ છે. આપણને પુદ્ગલના સંયોગો મૂંઝવે છે, એમને મૂંઝવતા નથી. આંખ સામે રૂપ આવે તે આપણા ચેતનને મૂંઝવે છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી Page #312 -------------------------------------------------------------------------- ________________ 1479 – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૯૧ રૂ૫ આત્માને મૂંઝવે છે ત્યાં સુધી સામે એવાં રૂપ રાખવાં કે જેથી પેલાં રૂપ આત્માને મૂંઝવી ન જાય. એ રૂપ ન મૂંઝવે ત્યાર પછી મૂર્તિનાં દર્શનનું કામ નથી. રમણીના રૂપથી મૂંઝાનારો આત્મા સાચું આત્મધ્યાન કરે એ સંભવિત નથી. - પછી બાહ્ય આલંબનોની જરૂર નથી : દુનિયામાં ગમે તેવા રૂપરંગ ન મૂંઝવે પછી સ્થાપના નિક્ષેપાની અર્થાત્ બાહ્ય આલંબનોની જરૂર નથી. છઠ્ઠા ગુણઠાણે રહેલો છતે જિનમંદિરે દર્શન કરવા ન જાય તો એને પ્રાયશ્ચિત્ત આવે, કેમ કે, એ હજી પ્રમાદી છે. અપ્રમત્ત બને, તદાકાર થાય ત્યારે બાહ્ય આલંબનની જરૂર નથી. જ્ઞાની કહે છે કે છપ્રસ્થથી એકસાથે બે ક્રિયા ન થાય. જે ક્રિયા કરવી તેમાં તન્મય બનવું, તો જ એ ક્રિયા સારી રીતે થાય. વ્યાખ્યાનમાં સામાયિક થાય પણ સાંભળવું અને નવકારવાળી ગણવી એ બે કામ સાથે ન થાય. સામાયિક લેનાર પણ શ્રુત સામાયિક કરી શકે છે. વ્યાખ્યાન ઊઠે ત્યારે જ ઊઠવું એવો સંકલ્પ કરીને બેસે પણ મોડો આવ્યો હોય ને અડતાલીસ મિનિટ પૂરી થઈ ન હોય તો પાછળથી વધારે વાર બેસી એટલો સમય પૂરો કરે. આલંબન વિના ધ્યાન શાનું? વગર આલંબને જીવ ધ્યાન કોનું કરે ? સ્વનું તો હજી ભાન પ્રગટ્યું નથી. રહેવા ઘરબાર જોઈએ, ખાવા માલપાણી જોઈએ, રંગરાગ અને રમણીના રૂપરંગ-ઢંગ બધું જોઈએ, સલામો ભરવી-ભરાવવી ગમે, આ બધાં આલંબનો લે છે, માત્ર ધર્મની વાત આવે ત્યાં “આલંબનની શી જરૂર ?' એમ બોલે એ કેમ ચાલે ? સાધનને વળગી જ રહેવાનું જ્ઞાની નથી કહેતા. પણ હજી તો જ્યાં શાક વિના રોટલી ગળે નથી ઊતરતી ત્યાં બાહ્ય સાધનો નકામાં કેમ મનાય ? આત્મગુણ પ્રગટાવવા છે માટે જ બાહ્ય સાધનોની જરૂર છે. જો પ્રગટી ચૂક્યાં હોત તો જરૂર નહોંતી; પણ નથી પ્રગટ્યા માટે તો જરૂર છે. ચોવીસે કલાક દુનિયામાં રાચેસાચે અને આત્મકલ્યાણકર અનુષ્ઠાનમાં આલંબન ન સ્વીકારે એ ન નભે. ઘરના ખૂણે આંખો મીંચીને ધ્યાન કરવાનો દેખાવ કરે તે કાં તો ઊંધે છે ને કાં તો વિકલ્પો કરે છે. આલંબન વિના ધ્યાન શાનું કરે ? ધર્મધ્યાનના ચારેય અને શુક્લધ્યાનના પહેલા બે પાયામાં પણ આલંબન તો છે જ. - એ આલંબન કયાં છે ? ધર્મધ્યાનમાં (૧) શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વિચારણા (૨) વિપાકના Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1480 સ્વરૂપનું ચિંતન (૩) અપાય વિચારણા (૪) લોકસ્વરૂપ ચિંતન આ ચાર આલંબન છે. શુક્લધ્યાનના પહેલા પાયામાં દ્રવ્ય, ગુણ, પર્યાયની વિચારણાનું આલંબન છે. પણ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં એમ પલટો થયા કરે. બીજા પાયામાં જે ગુણ, જે દ્રવ્ય કે જે પર્યાય લે, તેની જ વિચારણા કરે. શુક્લધ્યાનનો ત્રીજો-ચોથો પાયો તો કેવળજ્ઞાન પછી ચૌદમે ગુણસ્થાનકે છે. જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ! જેને આજ્ઞા સમજવી નથી, અપાયમાં શ્રદ્ધા નથી, વિપાકને વિચારવા નથી અને લોકસ્વરૂપનું ચિંતન કરવું નથી એ ધર્મધ્યાન શું કરે ? એને તો આર્ત રૌદ્ર હોય; પૈસા, અમદા અને પુત્રાદિ પરિવારના વિચારો ચાલતા હોય; જે જોયું, જે જાણ્યું કે જે અનુભવ્યું હોય તેના વિચાર થાય. “સોડ€ના જાપ માત્રથી કેવળી થવાતું હોત તો બધા કેવળી થઈ જાત; ' કોણ?ને મર્દ કોણ ! એની જાપ કરનારને ખબર જ નથી. ઘણા કહે છે “મેં સિદ્ધશિલા જોઈ પણ એ તો સાંભળેલા શબ્દોથી થયેલી કલ્પના છે. આત્માના સ્વરૂપનું જેને ભાન ન હોય એ ધ્યાન કોનું ધરે ? શાસ્ત્ર જ્ઞાનયામ્યાં મોક્ષ' કહ્યું પણ એકલા જ્ઞાનથી મોક્ષ ન કહ્યું. સભાઃ “જ્ઞાનમાં રમણતા એ પૂર્ણ ક્રિયા નહિં ?” ખરી, પણ જ્ઞાનમાં રમણતા આવે ક્યારે ? એ માટે બીજી કેટલી ક્રિયાઓ કરવી પડે ? આત્મા યોગ્ય ક્રિયામાં લીન થાય ત્યારે જ જ્ઞાન રમણતા ધ્યાન આવે. દુનિયા અર્થકામના ધ્યાનમાં લીન છે? અર્થકામનું ધ્યાન તો દુનિયામાં ચાલુ જ છે. દુનિયા એમાં તન્મય છે. એવી તન્મયતા અહીં થવી જોઈએ. એ થાય તો પ્રમાદ જાય અને સાતમું ગુણસ્થાનક આવે. નિરાલંબન ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે છે. ચોથે, પાંચમે, છછું ધર્માભિમુખપણું છે; પણ ત્યાં ધર્મધ્યાન નથી, કેમ કે હજી આત્મા તદાકાર બન્યો નથી. શાસ્ત્ર વાંચ્ચે કાંઈ ધર્મધ્યાન નથી આવતું. પ્રમાદ નાશ પામે, અવિરતિ જાય, વિરતિ આવે પછી સાતમું ગુણઠાણું આવે ત્યારે ત્યાં નિરાલંબન ધર્મધ્યાન થાય. ચોથે, પાંચમે, છછું સાલંબન ધર્મધ્યાન હોય છે. ત્યાં નિરાલંબન ધર્મધ્યાનની પ્રાપ્તિ નથી. દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, ધર્માનુષ્ઠાન-વગેરે પ્રત્યે રાગ, એના વિરોધીઓ પ્રત્યે દ્વેષ, એની સામે આક્રમણ આવે ત્યાં ક્રોધ, એનું ગૌરવ જાળવવા માન, એને સાચવવા ને કેળવવા માયા અને એને વધુ ને વધુ Page #314 -------------------------------------------------------------------------- ________________ 1481 - ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૯૩ ખીલવવા લોભ, એ બધાં આત્માને ધર્મધ્યાન તરફ વાળનારાં સાધનો છે. નાના સાધુને નવો લોચ કઠિન લાગે ત્યારે એને સમજાવાય કે “તું મહા ભાગ્યવાન કે તારા માથે ઇંદ્ર પણ છત્ર ધરે છે.” આથી એ આનંદથી લોચ કરાવે. હવે “ઇંદ્ર છત્ર ધરે છે” એ વાત દેખીતી મૃષા છે. પણ પણ હિતકર છે, માટે મૃષા નથી. જેમાં સ્વ-પરનું કલ્યાણ હોય એને મૃષા ન કહેવાય. જે એને મૃષા કહે છે તેને સ્વ-પરના હિતનું જ્ઞાન નથી. અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો માંડો ! | દુશ્મન સામે એની જાતના જ લડવૈયા ઊભા રાખવા પડે. કૂતરા સામે સિંહથી ન લડાય. ત્યાં કૂતરા જ ઊભા રાખવા પડે. મારવાડમાં પહાડી પ્રદેશમાં “મેણા” નામની એક લૂંટારાની જાત વસે છે. ત્યાં મુસાફરી કરવી હોય ત્યારે એની જાતનો જ વળાવીઓ સાથે રાખવો પડે. મોટો પૈસાવાળો તલવાર પાસે રાખીને અનેક સાથીઓને સાથે લઈને જતો હોય. પણ પેલો પહાડ પરથી પથરા ગબડાવે ત્યાં એ શું કરે ? ઘણા સાથીઓ સાથે હોવાથી માનો કે લૂંટાય નહિ. પણ મારે તો જરૂર ખાય. કદી એ પકડાઈ જાય તો પણ પેલા એમ ને એમ મિલકત ન લે પણ મારીને લે. એમ ને એમ લે તો એ દયાદાન ગણાય માટે મારીને લે એવી એ જાત છે, માટે બચવું હોય તો એની જાતનો વળાવો સાથે લેવો જ જોઈએ. સામે જેવી જાત હોય તેવી જાતના તમામ રંગ કરવા જ પડે. સભાઃ “શ્રી મલ્લિનાથ ભગવાનની માયા પ્રશસ્ત હતી ?” ત્યાં એમાં મોટાઈ મેળવવાનો અપ્રશસ્ત ભાવ સાથે આવી ગયો છે; માટે તો એમણે સ્ત્રીવેદ બાંધ્યો છે. અપ્રશસ્ત ભાવ ન આવવાની જાગૃતિ જોઈએ જ. અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો ગોઠવાય તો આત્મા ફાવે. પેલા બે લઢે તેમાં ફાવટ આત્માને આવે. પહેલાં જે પ્રેમ દુનિયા માટે હતો તે હવે દેવ-ગુરુધર્મ માટે થાય; પોતાની જાત, પત્ની અને છોકરાં માટે પૈસા ખર્ચતો તે હવે દેવગુરુ-ધર્મ માટે ખર્ચ, ક્રોધાદિ કષાયો દુન્યવી પદાર્થો માટે કરતો તે હવે દેવ-ગુરુધર્મની રક્ષા માટે કરે એટલે એ ભાઈબંધે દિશા પલટી. એ દિશામાં જેમ જેમ આગળ વધે તેમ તેમ કષાય મંદ પડે. આ તો મુત્સદ્દીગીરી થઈ ! નીચેની સોબતમાં ફસાયા તો તેમાંથી છૂટવા એમાંથી કાંઈક સારા માણસને સાથે લેવામાં ફાયદો છે. પુણ્ય ગ્રાહ્ય એટલા માટે જ છે કે એ પણ કર્મની જ જાતિનું છતાં કાંઈક ઠીક છે. પાપ લોઢાની બેડી અને પુણ્ય સોનાની બેડી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1492 પાપમાં ફસાયા તો એનાથી બચવા પુણ્યની જરૂર છે. એકલું જ પાપ હોય તો બચાવે કોણ ? પુણ્યને સાથી બનાવાય તો એ પોતાની જાતના (પાપ)ને હઠાવે. સભાઃ “શરૂઆતમાં પુણ્ય એકાંતે જરૂરી ?” ના. કર્મનો ક્ષય જ થતો હોય તો પુણ્યનું કામ નથી. પુણ્ય આવે એનો ઇન્કાર નથી. પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય માનવાનો હેતુ એ જ છે કે એ પાપની સામે ઊભું રહે અને એને હઠાવે. ખરાબ ચીજથી પણ લાભ થતો હોય તે લઈ લેવો. કર્મક્ષયની ક્રિયા શરૂ કરી એટલે એ ક્ષય પૂરો ન થાય ત્યાં સુધી પુણ્ય બંધાય જ. જ્ઞાનીએ બતાવેલી દરેક ક્રિયા એવી છે કે એ સાધવા માંડી અને જો પૂરી ન સધાય, તોય સહાયરૂપ તો જરૂર થવાની અર્થાત્ પુણ્ય બંધાવાનું જ. એટલે જ દુનિયાના રંગરાગમાં રંગાયેલો કાંઈ ન કરે તોય જ્ઞાનીએ એને દાન દેવાનું કહ્યું. આ રીતે જ્ઞાનીએ પાપની ઇમારતમાં કાણું પાડ્યું. રસ્તો ખોલ્યો. આજે પાઈનું દાન દેનારો આવતી કાલે પૈસાનું દેશે અને છેવટે બધું જ તજશે. રંગરાગમાં પડેલો શીલમાં ના પડે, તપથી તોબાહ પોકારે પણ દાનમાં ના ન પાડે. એને દાન દેતો કર્યો એટલે માનવું કે મોહના ઘરમાં છીદ્ર પડ્યું. બે દિવસે, ચાર દિવસે પણ એ દાન શા માટે !એવો વિચાર એને આવે.એના ઘરમાં ધર્મરાજાનો સૈનિક પેઠો.ધર્મ અને મોહ એ બેયની સેના અંદર ગોઠવાઈ ગઈ એમ સમજો. સભાઃ “આ તો મુત્સદ્દીગીરી થઈ !” એ મુત્સદ્દીગીરી વિના ચાલે તેમ નથી. આત્મકલ્યાણ માટે એ ઘણી જરૂરી છે. નિર્દય લૂંટારાને સાથી તરીકે ન લેવાય પણ લૂંટનો ધંધો કરવા છતાં થોડી પણ શાહુકારી સ્વીકારતા હોય તેને લેવાય. “મેણો'માં પણ બે જાત હોય છે. એક તો કેવળ લૂંટારા અને બીજા પ્રમાણિકતાને પણ જાણનારા અને શાહુકારો સાથે સંબંધ રાખનારા લૂંટારા. એવાને સાથી કર્યો હોય તો પેલા કેવળ લૂંટારાને ભાગવું પડે. આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયો છે, એમાંથી છટકવું છે તો એમાં ગભરાયે ન પાલવે. મુત્સદ્દીગીરી કેળવી એનાં પ્રતિપક્ષી સાધનોનો ઉપયોગ કરવો જ પડે. નિર્દોષ પ્રેમ કોને કહેવાય? ઘરબારથી છૂટવા દેવ-ગુરુ-ધર્મ પર રાગ કરવો જ પડે. ત્યાં એકદમ ઉતાવળે “રાગ એ પાપ” કહેનારા મૂર્ખ છે. “રાગ એ પાપ” એ પાઠ જ્યાં ત્યાં લાગુ કરવાનું એમને ભણાવ્યું કોણે ? પહેલા ઉપવાસમાં આર્તધ્યાન થવાનો પૂરો સંભવ છે. આજનાઓ કહે છે કે, “આર્તધ્યાનથી દુર્ગતિ થાય માટે ઉપવાસ Page #316 -------------------------------------------------------------------------- ________________ 1483 – – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો – ૭૭ – ૨૯૫ ન કરવો. પણ પહેલા ઉપવાસે તો મોટે ભાગે આર્તધ્યાન થવાનું. પછી જેમ જેમ ઉપવાસનો અભ્યાસ વધે તેમ તેમ આર્તધ્યાન ઓછું થતું જાય અને શુભ ભાવના વધતી જાય. બાકી ઉપવાસ ન કરે તેને શું આર્તધ્યાન નથી ? આનંદથી ખાવુંપીવું એ કયું ધ્યાન ? સભા : નિર્દોષ આર્તધ્યાન.” રંગ રાખ્યો ! આર્તધ્યાન અને નિર્દોષ ! ભારે મેળ બેસાડ્યો. ધન્યવાદ આપવા જોઈએ. આજે વાતવાતમાં બોલે છે કે નિર્દોષ પ્રેમ. કઈ જગ્યાએ ? વિષયવાસનાના પાત્ર પર નિર્દોષ પ્રેમ ન હોય. વિષયવાસના જેનાથી ખસે એ પાત્ર પર પ્રેમ તે નિર્દોષ પ્રેમ. દેવ-ગુરુ-ધર્મ એ ત્રણનાં પ્રેમ, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણનો પ્રેમ તે નિર્દોષ પ્રેમ છે. આ તો કહે છે કે “મને મારાં બાળકો પર નિર્દોષ પ્રેમ છે !” એ બધી વાતો ફક્ત બોલવામાં છે. હું કહી ગયો છું કે બાળકના અંગોપાંગ મુલાયમ લાગે છે, એની કાલી ભાષા ગમે છે, વગેરે સ્વાર્થના કારણે જ પ્રેમ છે. સ્વાર્થ ઘવાતો લાગે ત્યાં એ જ પાત્ર ઉપર દ્વેષ જાગતાં વાર લાગતી નથી. ધર્મ કરતાં તકલીફ પડે, આર્તધ્યાન થાય તોય એનો અભ્યાસ ચાલુ રાખવાનું શાસ્ત્ર, ફરમાવે છે. એ કરતાં કરતાં તે દિવસે આર્તધ્યાન આપોઆપ બંધ થશે. કષાય પ્રશસ્ત ક્યારે કહેવાય ? આત્માના ગુણો પ્રગટાવવા બાહ્ય આલંબનોની જરૂર છે. જો એમ ન હોય તો પ્રશસ્ત કષાયનાં વખાણ શાસ્ત્ર ન જ કરત. પ્રશસ્ત કષાયમાં પોતાની નામનાની કે મોટાઈની ભાવના આવે તો માર્યા જવાય. પ્રશસ્ત કષાયના બહાના તળે બીજાનું ભૂંડું તો ન જ ઇચ્છાય. એ રીતે પ્રશસ્ત કષાયમાં અપ્રશસ્ત ભાવના ન પોષાય તેની ખાતરી જરૂરી છે. શ્રીસંઘનાં ચિત્ત શુદ્ર ન હોય. મોટો માણસ નાના માણસોના દોષ ગણ્યા ન કરે. નાનામાં તો દોષ હોય જ. દોષ છે માટે તો એ નાનો કહેવાય છે. નાનાના દોષોને સહી ન લે તે મોટો માણસ થવાને લાયક જ નથી. સો રૂપિયાના પગારદાર જેવું પાંચ રૂપિયાનો પગારદાર કામ નહિ જ કરવાનો. પાંચ રૂપિયાના પગારદારને બજારમાં ચીજવસ્તુઓના ભાવતાલ કરવા મોકલો તો એ ગોટાળા જ વાળે એમાં નવાઈ શી ? “નાનો બગાડે છે” એમ મોટાથી ફરિયાદ ન કરાય. કેમ કે, નાનાના હાથે બગડી જવું સહેલું છે. એ બગાડતો નથી પણ એનાથી બગડી જાય છે. “એ બગાડે છે એમ માનીને જો મોટો એનું બગાડે તો એ મોટો નાનાથી પણ અધમ કોટિનો છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1484 સારો માણસ ખોટું કરે તે વધારે ટીકાપાત્ર ઃ રાજા પણ હલકા માણસોના દોષ જોયા કરે તો એનાથી રાજ્ય ન થાય. સામાન્ય માણસ કાયદાનો ભંગ કરે તો જજ બહુ ટીકા ન કરે. ભીલ કે કોળીવાઘરીએ ચોરી કરી હોય તો બે-ચાર મહિનાની સજા કરી કેસ પતાવી દે. લાંબી ટીકા-ટિપ્પણ ન કરે, કેમ કે, એ શુદ્ર જાત છે. તક મળે તો એ ચોરી કર્યા વિના રહે એ મુશ્કેલ. પરંતુ જો કોઈ સારા ઘરનો સુખી ગણાતો ચોરી કરે તો જજ ટીકા કર્યા વિના ન રહે. એ ચુકાદામાં લખે કે, “આવા સારા ગણાતા માણસો પણ ચોરી કરે તો એ રાજ્યને માટે શ્રાપરૂપ છે.” શાહુકારો ચોરી કરે તો રાજ્ય કેમ નભે ? હલકા માણસોની વાત જુદી છે એમ રાજ્યકર્તાઓ પણ વિચારે. તો... એ મોટા થવાને લાયક નથી ? શ્રીસંઘનાં ચિત્ત ઉત્તમ જોઈએ. વાતવાતમાં ફલાણાએ આમ કર્યું ને ઢીંકણાએ તેમ કર્યું એવા વિચારો એને ન આવે. એવા વિચારો જેને આવતા હોય તે પ્રશસ્ત કષાયને લાયક નથી. પ્રશસ્ત કષાયનો અધિકારી તે છે કે જેનામાં ઘણા દોષ ગળી જવાની તાકાત હોય. પોતાનું અપમાન કે પોતાની જાત ઉપર આવતી આપત્તિની ચિંતા એને ન હોય. મોટાના દુશ્મન ઘણા એ સામાન્ય નિયમ. સારામાં સારો અને સાચામાં સાચો જજે ન્યાયી ચુકાદો આપે તો પણ જેના ઉપર હુકમનામું થાય કે જેને સજા થાય તે તો એ ચુકાદાને અન્યાયી જ માને. ન્યાયાધીશને ગાળો જ આપે. અપીલ કરે તેમાં એ ન્યાયાધીશની ભૂલ જ બતાવે ને લખે કે “વિદ્વાન મેજિસ્ટ્રેટે ભૂલ કરી છે માટે આ કેસની ફરી તપાસ થવી જરૂરી છે.” સારા તથા મોટા માણસો તરફ દુર્ભાવ રાખી એમની નિંદા કરનારા ઘણા હોય છે. જો મોટાઓ એમના બકવાદની કિંમત આંકે તો શાસ્ત્ર કહે છે કે એ મોટા થવાને લાયક જ નથી. રૂપ પણ પ્રભાવક બને! પ્રશસ્ત કષાયો વિના અપ્રશસ્ત કષાયોને કાઢી શકાય તેમ નથી. ભગવાન મહાવીર ઉપર ગૌતમ મહારાજાને રાગ થયો તો એ સમકિત પામ્યા ને ? મહાઅભિમાનથી જીવતા આવ્યા ત્યાં ભગવાનને દેખતાં જ થયું કે “કાંક છે.” એ કાંકમાંથી જ રાંકપણું ગયું. એ કાંકમાં એમણે કાંઈ ભગવાનના આત્મગુણો નહોતા જોયા. શાસ્ત્ર કહે છે કે, અરિહંતનું રૂપ, સાહ્યબી અને દેખાવ પ્રશસ્ત કોટિનાં હોય છે. દુનિયાના માણસોને એવું રૂપ ન સાંપડે. જે રૂપ કામી આત્માને મળ્યું હોય તો ભયંકર છે એ જ રૂપ સમ્યગુદૃષ્ટિને મળ્યું હોય તો પ્રભાવના કરનાર છે. શ્રી જિનેશ્વરદેવોનું તથા આચાર્ય ભગવંતોનું રૂપ જોઈને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો 99 ઘણા ધર્મ પામે. આચાર્યના રૂપરંગ અને વ્યક્તિત્વ જોઈને પણ ઘણા પાખંડીઓ નિરુત્તર થઈ જાય. ત્યાં રૂપ પણ એ કામ કરે છે. એ રૂપ ઘણા આત્માને આત્મધર્મમાં વાળવામાં નિમિત્ત બને છે. 1485 ૨૯૭ સભા : ‘ગૌતમ મહારાજાને રાગ ભગવાનના શરીર પર થયો, ગુણ પર થયો કે આત્મા પર થયો ?' પહેલાં તો શરીરનાં જ દર્શન થાય છે ને ? એ જોઈને વિચારે છે કે દેવોનાં જે જે વર્ણન મેં વાંચ્યાં છે તે આ દેવ નથી; કેમ કે તે દરેકમાં અમુક અમુક ખામી છે. જ્યારે આમનામાં તો એક પણ ખામી દેખાતી નથી, ‘સઘળા દોષરહિત અને સઘળા ગુણ સહિત વીતરાગ દેવ તે આ’, એમ પછી એમને તરત જ વિચાર આવે છે. પહેલું રૂપસ્થ ધ્યાન પછી પદસ્થ વગેરે ધ્યાન છે. વૈરાગ્યપોષક સંગીત એ સાચી કળા છેઃ ‘મારા મનના સંશય કહે તો સર્વજ્ઞ માનું' એ વિચા૨ તો એમને પછી જરા ઊંડા ઊત૨વાથી આવે છે. પણ ઊંડા ઉતા૨ના૨ તો એ રૂપ ને ? શ્રી તીર્થંક૨દેવની આંતરિક શોભાની તો શી વાત કરવી ! પણ એ જ્યાં વિરાજમાન હોય ત્યાં દેવો આજુબાજુનો બહા૨નો દેખાવ પણ એવો કરે કે દુશ્મનને પણ એ જોવાના કોડ થાય; અનેક જીવોને એ સમોસરણમાં દાખલ થવાનું મન થાય અને અંદરનું વાતાવરણ એવું કે ગુસ્સાખોરનો પણ ગુસ્સો શાંત થઈ જાય. મોટાઓના ચહેરાનું નૂર પણ એવું હોય કે પ્રતિસ્પર્ધીને બેસાડી દે. જો એમ ન થાય તો પુણ્યની એટલી ખામી. પૂર્વાચાર્યોમાં એ પ્રભાવ હતો કે એમના રૂપરંગ જોઈને પાખંડીઓ થંભી જતા. બાલમુનિને જોઈને બધાની આંખો ખેંચાય એનું કારણ ? મોટા મુનિઓ જેવી એની કાંઈ આચરણા નથી; પણ બાળશરીરના કારણે એની થોડી ઘણી પણ આચરણા આકર્ષિત કરે છે. મોટા મુનિ અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે તોય થાય કે કરે, પણ બાલમુનિ ફક્ત એક ઉપવાસ કરે તોય દરેકને આશ્ચર્ય થાય. કારણ ? આવું નાજુક શરીર અને આ ભાર ? રૂપ એ પણ ગુણ છે. માટે તો શાસ્ત્ર કહ્યું કે મંદિરો એવાં બનાવરાવવાં કે પાખંડીઓની પણ આંખો ખેંચાય. ‘નથી પ્રવેશવું’ એમ નક્કી કર્યું હોય તોય અંદર જવાનું મન થઈ જાય. એ મંદિરોની ભીંતો જ એને બોલાવે. શ્રી જિનેશ્વર દેવની યોજનગામિની દેશનાનો ધ્વનિ પણ એવો મીઠો કે પાખંડીઓ પણ ખેંચાઈને આવે ને સાંભળીને આનંદ પામે. સ્તવન તો એક જ હોય પણ કોઈ ગમે તેમ બોલી જાય ને કોઈ મધુર સ્વરે ગાય તો તેમાં ભાવમાં ફેર પડે ને ? સંગીતને કળા કહી છે. રૂપરંગના પોષણ માટેનું સંગીત એ કળા નહિ, વૈરાગ્યપોષક સંગીત એ કળા.. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૩૫ દર્શન ભાગ-૩ 1496 પ્રશસ્ત વિના અપ્રશસ્તથી નહિ બચાયઃ પ્રશસ્ત વિના અપ્રશસ્તથી ન બચાય. રમણીના રૂપરંગમાં મૂંઝાયેલાઓને ત્યાંથી ખસેડી મંદિરમાં પ્રવેશતા કરવા એ નાનાં છોકરાંઓની રમત નથી. કહે છે કે “મંદિરોમાં આટલા ખર્ચા શા માટે ? તેનો જવાબ છે કે “આવા મૂર્ખાઓને ડાહ્યા કરવા માટે.” એક મૂર્તિ બેસાડવામાં અબજો ખર્ચાય તોય. શાસ્ત્ર કહે છે કે ઓછા છે. મંદિર તો એવું બનાવો કે હજાર ગાઉ દૂર રહેલાને પણ જોવા આવવાનું મન થઈ જાય અને ન અવાય તો પોતાને કમનસીબ માને. ભગવાન બધે છે છતાં પરદેશીઓ આબુ બહુ જાય છે અને જોઈને જૈનોની દેવભક્તિ માટે આફરીન થઈ જાય છે. શહેરની વચ્ચે જેમ પેઢીઓ હારબંધ છે તેમ મંદિરો હારબંધ બધાની નજર ખેંચે તેવાં હોય તો તેમાં ખોટું શું ? જેમ ડગલે ને પગલે હોટલો અને થિયેટરો છે, તેમ આકર્ષનારાં મંદિરો હોય તો સારું ને ? લક્ષ્મીનો સદુપયોગ-દુરુપયોગ મંદિરમાં પૈસા ખર્ચવા એ લક્ષ્મીનો સદુપયોગ છે અને મહેલાતો બાંધવી એ લક્ષ્મીનો દુરુપયોગ છે. મહેલાતો એ અપ્રશસ્ત રૂપ છે, મંદિર એ પ્રશસ્તરૂપ છે. ગમે તેવો માણસ પણ મંદિરમાં જઈને બોલવાનો તો પ્રાર્થના જ ને ? એ રસ્તેથી પસાર થાય તોય યોગ્ય જીવ મંદિરને ને ભગવાનને સંભારે. કુબેરદત્ત શેઠના મરણના સમાચાર સાંભળી કુમારપાળ મહારાજા એને ત્યાં ગયા છે, ત્યારે હવેલીના ચોકમાં દાખલ થતાં જ પહેલાં એ શેઠિયાનું મંદિર જોવાનું મન થયું. સ્ફટિક રત્નનું એ મંદિર એવું આકર્ષક હતું કે કોઈને પણ એમાં પ્રવેશવાનું મન થાય જ. કુમારપાળ મહારાજા કહે છે કે “ખરો ધર્મી ! કે પોતાના મહેલને પણ ટક્કર મારે એવું સુશોભિત મંદિર બનાવ્યું છે.' એ શેઠિયાઓ માનતા કે “અમે રંગરાગમાં ફસાયેલા છીએ માટે અમને આકર્ષવા આવાં આલંબનો જોઈએ જ.' આજનો હિસાબ જુદો છે. આજના લોકોની દૃષ્ટિ આલોક સામે છે તેથી આવો વ્યય એમને ખટકે, શાસ્ત્ર તો પરલોક સુધારનારી ચીજ સામે જ દૃષ્ટિ રાખવા કહે છે. ધર્મી અને દુનિયાના રંગે રંગાયેલાનો ભેદઃ દુનિયાના રંગરાગ ગમે તેને ભગવાનની મૂર્તિ ગમે ? સારામાં સારી ચીજ ધર્મી પહેલાં ભગવાનને ધરાવે, જ્યારે દુનિયાના રંગે રંગાયેલા એવી ચીજ પોતાના વહાલાં બાળકોને ધરે. સારા અલંકાર એ પોતાની પત્નીને ધરે, જ્યારે ધર્મી ભગવાનની મૂર્તિને ધરાવે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો ૨૯૯ હવે આવી ભાવનાવાળા અને શાસનથી દૂર રહેલાઓ સાથે આપણને મેળ મળે ? સારામાં સારી ચીજની લાલસા પોતાને છૂટતી નથી માટે એવી ચીજ પહેલાં પ્રભુ પાસે ધરાવીને પછી જ ખાવી એ નિયમમાં લાલસા ઉપર એટલો અંકુશ મુકાય છે. પ્રભુને એ ચીજ ધ૨વા જાય ને ભાવના જાગે, વૈરાગ્ય પેદા થાય તો નિયમ લઈને એનો ત્યાગ પણ કરી લે. પ્રભુ સન્મુખ ફળ ધરતી વખતે કયું ફળ માંગે ? એક ફળ મૂકીને એવાં સો મળે એમ ! કે મોક્ષફળ માંગે ? મોક્ષમાં વિઘ્નકર રસના છે એનું તરત ત્યાં ભાન થાય. ભગવાને આ બધા ૨સ તજ્યા માટે પૂજ્ય બન્યા એ વિચાર પણ ત્યાં આવવાનો અવકાશ છે. હવે જો તેનો ત્યાગ થાય તો ઉત્તમ પણ એટલો વખત ત્યાં જે લાલસામાં રુકાવટ આવી એના પણ લાભ તો છે જ. સમ્યષ્ટિની ઇચ્છા તો મોક્ષની જ હોય. પુણ્ય આવે તો ઇન્કાર નથી, પણ ઇચ્છા તો નિર્જરાની જ. જીવાજીવાદિ પદાર્થો જાણ્યા પછી કર્મબંધથી બચી નિર્જરા સાધી મુક્તિ મેળવવાની જ ઇચ્છા હોય. શુભ આશ્રવ આવે અર્થાત્ પુણ્યબંધ થઈ જાય તો વધુ લાભ લે. એ માંગે નહિ પણ મળે તો સદુપયોગ પૂરતો કરે. પ્રયત્ન તો મોક્ષ માટે જ જરૂરી છે. ‘ઇષ્ટફળ સિદ્ધિ’માં માંગણી એ જ કે ‘મોક્ષની સાધનામાં સહાયક સાધનો મળે' મુખ્ય માંગણી તો મોક્ષની જ. ઉત્તમ દેશ, આરોગ્ય, પંચેદ્રિયપૂર્ણતા એ બધું માંગે, પણ નિર્જરા માટે, લહેર માટે નહિ. પુણ્યનો ઇન્કાર નથી પણ પુરુષાર્થ તો મોક્ષ માટેનો જ કે જે એકાંતે હિતકર છે. એ પુરુષાર્થના પ્રભાવે, એ દુનિયામાં ૨હે ત્યાં સુધી દીનતા એની પાસે આવે જ નહિ. અર્થકામ માટેના પુરુષાર્થમાં લાભ ભાગ્યાધીન છે, શંકિત છે અને તોટો નિશ્ચિત છે. મંત્રોની સિદ્ધિ પણ જિતેંદ્રિયને થાય છે 1487 - 99 મોક્ષ માટેના પ્રયત્નમાં નિશ્ચિત લાભ જ છે. ત્યાં તોટાનું તો નામનિશાન પણ નથી અને રિદ્ધિ સિદ્ધિનો પાર પણ નથી. પરંતુ ‘રિદ્ધિ સિદ્ધિનો પાર નથી’ એ વાતમાં મૂંઝાવાનું નિહ. એ વાતમાં મૂંઝાયા તો મર્યા સમજવું. આવી જાય એની પરવા નહિ, એનો સદુપયોગ થાય. એ આત્મા તો એ રિદ્ધિ સિદ્ધિને દાસી કે ગુલામડી જેવી માને. એની સંગતમાં એ શ૨મ અનુભવે. મંત્રોની સિદ્ધિ પણ જિતેંદ્રિયને થાય છે. મોક્ષ માટેનો પ્રયત્ન કરનાર અર્થકામથી વંચિત નહિ રહે. અર્થકામ એને છોડશે પણ નહિ. શ્રી જિનેશ્વર દેવો પોતાના અંતિમ ભવમાં કદી દરિદ્રી હોતા નથી. મોક્ષ માટેનો પ્રયત્ન કરનારને અબજો આવે કે જાય પણ પ્રસન્નતા એકસ૨ખી જ રહે. દુનિયાની લક્ષ્મી મેળવે એનાં વખાણ થાય કે ખર્ચે એનાં ? ખેડૂત ખેતી કરે તેમાં અનાજની કિંમત છે, ઘાસની કિંમત નથી; તેમ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1488 પુણ્ય એ ઘાસના ઠેકાણે છે. એકલું અનાજ થાય ને ઘાસ ન થાય અથવા ઓછું થાય તો ખેડૂત અફસોસ ન કરે. ઊલટું ઓછું ઘાસ થાય ને વધારે અનાજ પાકે એ ખેતર સારું ગણાય. એકલું ઘાસ થાય ત્યારે તો ખેડૂત કપાળે હાથ મૂકે અને કહે કે, મહેનત માથે પડી. એવું જીવન એ જીવન બાકી લુહારની ધમણઃ ક્રોડો મૂકીને મરે તેની કિંમત નથી. પણ ક્રોડો આપે કે ક્રોડોનું દાન કરે તેની કિંમત છે. જન્મીને મરે તો સૌ પણ એને કોઈ ન સંભારે. જન્મીને કાંઈ કરીને મરે તેને સૌ સંભારે. “કાંઈ” એટલે જેલમાં જઈને કે દુર્ગતિ ખરીદે એવી ક્રિયા કરીને નહિ. પણ સંયમ પાળીને, દાન-શીલ-તપ-ભાવ આરાધીને મરે તો. એ જીવન તે જીવન બાકી તો લુહારની ધમણ. એ પણ શ્વાસોશ્વાસ તો લે જ છે. પ્રેમની વાત કરનારાઓમાં પોલ છેઃ આ દશા આવે ત્યારે સંતોષના ઘરમાં અવાય. એવો સંતોષી તો ખોટ જાય ત્યારેય લહેરમાં હોય. એ કહે કે, જવાનું તો હતું જ, પારકું હતું. છતાં મારું માન્યું હતું એ જ મારી મૂર્ખાઈ હતી. લાખ જાય તોય એને શોક ન થાય. કેમ કે એને સ્વપરનો વિવેક છે. સગર ચક્રવર્તીના સાઠ હજાર દીકરા એકસાથે મરી ગયા ત્યારે, પહેલાં તો એમને શોક થયો. પણ કોઈએ કહ્યું કે, “અજિતનાથ ભગવાનના બંધુને આ ન છાજે. શ્રી જિનેશ્વરદેવના કુટુંબમાં તો વૈરાગ્યની છોળો ઊછળે.” આ સાંભળીને તરત ચક્રવર્તીએ મુગટ ઉતાર્યો. કાણ ન માંડી. પણ સંયમ સ્વીકારી ચાલી નીકળ્યા. શોકને વૈરાગ્યમાં પલટાવી દીધો. આજે તો કોઈ મરી જાય એની પાછળ શોક પ્રગટ કરવા માથાના વાળ ખેંચે પણ ઊખડી ન જાય એની કાળજી બરાબર રાખે. મરનારની પૂંઠે આયંબીલ કરનાર, ત્યાગ કરનાર, ઘર છોડનાર કેટલા ? પ્રેમની વાતો કરનારાઓમાં આટલી પોલ કેમ ? મોક્ષ માટેનો પુરુષાર્થ એકાંતે લાભારૂપ છે. અર્થકામ માટેનો પુરુષાર્થ કેવળ પાપરૂપ છે, દુર્ગતિદાયક છે. મિથ્યાદૃષ્ટિ અર્થકામ માટે પ્રયત્ન કરે એ ક્ષત્તવ્ય છે, કેમ કે એ અજ્ઞાન છે પણ સમ્યગુદૃષ્ટિનો એ પ્રયત્ન ક્ષન્તવ્ય નથી. શાસ્ત્રકાર ભગવંત સંતોષરૂપ નંદનવનના વિષયમાં વિશેષ શું વર્ણન કરે છે તે હવે પછી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૧, મંગળવાર, તા. ૨૫-૩-૧૯૩૦ 100. • એ આનંદ કોણ લૂંટી શકે ? • ખામી શ્રદ્ધાની કે ભાવનાની ? એક અગત્યનો પ્રશ્ન : સાચો બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન, એકબીજાના પૂરક : • ભાવ નથી આવતો કારણ કે હૈયામાં વાસના જુદી છે : • દુનિયા દુઃખી નથી એવું સાંભળ્યું છે ? પહેલો બાહ્ય ત્યાગ પછી આંતરત્યાગ : વ્યવહારો કેવા હોવા જોઈએ ? શ્રીમંત તો દેવ જેવો ગણાય પણ ક્યારે ? • શ્રાવક માત્રનો નિર્ણય : પાપ થઈ જાય તે ક્ષત્ત પણ કરાય તે અક્ષત્તવ્ય : • સાચા સમયજ્ઞ ભગવાન છે : સમયને જીતે તે મોક્ષે જાય : • નાશકનાં સેવનમાં સમયધર્મ નથી' • ધર્મક્રિયાની કોઈ પણ સમયમાં મના નથી : ધર્મગુરુઓની જરૂર ધર્મ માટે જ છે : • એવા ધર્મગુરુ પાસે તમે રાજીનામું માંગી શકો છો ! • દીક્ષા એ બચ્ચાનો ખેલ નથી : ત્રણ ખંડના માલિકોની પણ કઈ દક્ષા ? • શું એમને ધર્મવિરોધી ન કહેવાય ? • આજનું ધર્મવિરોધી પ્રચારકાર્ય : • સામુદાયિક પાપની પ્રવૃત્તિ : એ આનંદ કોણ લૂંટી શકે ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવરજી શ્રીસંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. મેરૂનું નંદનવન એવું મનોહર અને સુગંધી મહેકથી ભરપૂર છે કે એનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લૂંટી શકે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ -- 1490 એ જ રીતે શ્રીસંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટવાના અધિકારી સાધુઓ જ ગણાય. ઊંચા પ્રકારના નિયમોમાં આવ્યા વિના અશુભ પરિણામ જતાં નથી; એ ગયા વિના શુભ પરિણામ આવતાં નથી, શુભ પરિણામ આવ્યા વિના કર્મ ખસતાં નથી, કર્મ ખસ્યા વિના ચિત્ત વિશુદ્ધ બનતાં નથી, ચિત્ત વિશુદ્ધ બન્યા વિના નિરંતર સૂત્રાર્થનું સ્મરણ થતું નથી, એના સ્મરણ વિના ચિત્ત ઝળહળતાં બનતાં નથી, આટલું થયા પછી જ સંતોષ આવે; માટે જ કહ્યું કે સાધુઓ જ એ નંદનવનરૂપી સંતોષનો આનંદ લૂંટી શકે છે. ' . . ખામી શ્રદ્ધાની કે ભાવનાની ? સાધુઓનો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે છે. સુખના અર્થીએ સઘળો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ કરવો ઘટે. અર્થકામનો પુરુષાર્થ ફળે પણ ખરો અને ન પણ ફળે. એની સફળતા ભાગ્યાધીન છે. એ પુરુષાર્થ નં ફળે તો વર્તમાનમાં હાનિ છે જ અને ફળે તો વર્તમાનમાં તકલીફ ન દેખાય પણ ભાવિમાં તકલીફ નિર્માયેલી જ છે. જ્ઞાની કહે છે કે, “પુરુષાર્થ એવો કરો કે જીવન નિર્ભય બને.” મોક્ષ માટે પુરુષાર્થ કરનારને આપત્તિ હોતી જ નથી માટે જ્ઞાનીએ એ પુરુષાર્થ ફરમાવ્યો છે. મોક્ષ માટેનો પુરુષાર્થ ધર્મ છે. એ ધર્મ કાં તો મુક્તિ આપે અને મુક્તિ ન આપે ત્યાં સુધી અર્થકામ તો છે જ. પણ જ્ઞાનીના વચન પર, જ્ઞાનીના બતાવેલા માર્ગ પર વિશ્વાસ છે ? ખામી શ્રદ્ધાની છે કે ભાવનાની ? તમારી નજર સામે રહેલાં દૃષ્ટાંતો ઉપર પણ શ્રદ્ધા છે કે નહિ ? એવા પણ પુણ્યાવાન થયા છે કે જેને ઘર કેમ ચાલે છે તેની ખબર જ નહોતી. જિંદગીભર ભોગ ભોગવ્યા અને મન થયું ત્યારે ચાલી નીકળ્યા. શ્રી શાલિભદ્રજી કમાવા નહોતા ગયા; પરંતુ પૂર્વે ધર્મ એવો આચરેલો કે બધું આપોઆપ આવી મળ્યું. આ બધી વાતો હૃદયમાં સ્થિર થઈ હોય તો મોક્ષને વિસરીને અર્થકામમાં જ આત્મા મશગૂલ બન્યો રહે એ હાલત હોય ? આજે ધર્મ તરફ લગભગ બેદરકારી અને અર્થકામમાં એકાકારપણું છે તે હોય ? ન જ હોય. ચોવીસ કલાકમાં મોક્ષ કેટલી મિનિટ યાદ આવે ? મોક્ષ ભુલાય એટલે ધર્મ તરફ બેદરકારી થાય અને અર્થકામમાં ગુલામી વધે જ. શ્રી જિનેશ્વર દેવના સંઘની આ સ્થિતિ ન હોય. જ્ઞાનીનું કહેલું કાં તો હૃદયમાં જચતું નથી, કાં તો એને યાદ રાખવા કે સ્થિર કરવા મહેનત નથી. જચતું હોય તો એને માટે મહેનત ન થાય એ પણ ન બેસે તેવી વાત છે. કદી મહેનત ન થાય તો પણ એને માટે પશ્ચાત્તાપ ચાલુ હોય તોય લાભ થાય. Page #324 -------------------------------------------------------------------------- ________________ 1491 ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100 ૩૦૩ એક અગત્યનો પ્રશ્ન ઃ સંતોષરૂપી નંદનવનનો આનંદ લેવો પણ એ અંગે કોઈ કાર્યવાહી કરવી નહિ એ કેમ ચાલે ? એ કાર્યવાહી ન થાય ત્યાં સુધી સફળતા પ્રાપ્ત ન થાય. શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ તથા વીતરાગ માન્યા, એમણે હતું તે જ કહ્યું એ વાતની ખાત૨ી થઈ, એમણે કહ્યા મુજબનાં દૃષ્ટાંતો નજર સામે તરવરતાં દેખાય છતાં હૈયામાં તેની કાંઈ અસર જ ન થાય, એવા ને એવા રહેવાય, જ્ઞાનીનો માર્ગ ન વિચારાય, જ્ઞાનીની આજ્ઞાની અવગણના કરાય છતાં શ્રી તીર્થંકરવત્ પૂજ્ય મનાવવાના જાપ કેમ જપાય છે ? ખરેખર શ્રીસંઘ પચીસમો તીર્થંકર છે, એની આજ્ઞા અતિ મહત્ત્વની છે, એ આજ્ઞા ન માને તે ભયંકર ગુનેગાર છે, એ બધી વાતો કબૂલ પણ એ સંઘત્વયુક્ત સંઘ માટે કે સંઘત્વ વિનાના સંઘ માટે ? એ અગત્યનો પ્રશ્ન છે. સાચો બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન, એકબીજાના પૂરક : .જ સંયમની રુચિ વિના શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો હૈયામાં નહિ ઊતરે; પરંતુ હજી તો મૂળમાં જ વાંધા છે. દેવ-ગુરુને ધર્મ એ ત્રણ મૂળ છે. એના પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ વિના એક પણ અનુષ્ઠાન સફળ ન થાય. સામાયિક, પૂજા, પૌષધ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ત્યારે જ ફળે કે જ્યારે આ ત્રણમાં વિશ્વાસ આવે. કરેલી ક્રિયા તદ્દન નિષ્ફળ ન જાય એટલે એનાથી કાંઈક લાભ તો થાય પણ એવા રાંક લાંભની કિંમત નથી. દેવ-ગુરુ અને ધર્મ એ જ તા૨ક અને એની આજ્ઞાના પાલનમાં જ કલ્યાણ, એ વાત હૈયામાં સ્થિર થવી જોઈએ. એ સ્થિર ન થાય ત્યાં સુધી સંતોષનો આનંદ ન જ આવે. હૈયામાં ચોવીસે કલાક આર્તધ્યાનની સગડી સળગતી હોય, અર્થકામની જ ચિંતા ચાલતી હોય ત્યાં સંતોષનું સ્થાન જ ક્યાંથી હોય ? ચોવીસે કલાક એકસ૨ખું ધર્મચિંતન માનો કે સાધુ કરે પણ શ્રાવક માટે નિયમિત પ્રવૃત્તિ જે નિયત કરાયેલી છે તે તો તેને હોય ને ? સમ્યગ્દષ્ટિની કરણી તો હોય ને ? અરે છેવટ માર્ગાનુસારિતાપણું તો હોય ને ? વિભવ ન્યાયથી મેળવે, પાપભીરુતા કેળવે અને જિતેંદ્રિય તો બને ને ? માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણમાં આ ત્રણ ગુણની જ વાત આપણે કરીએ છીએ. સર્વ વિરતિ અશક્ય એ વાત માની, અરે દેશિવરિત અશકય એ પણ માન્યું, સમ્યગ્દૃષ્ટિની કરણી અશક્ય નથી તેમ છતાં એ પણ શક્ય નથી એમ માની લીધું, પણ માર્ગાનુસારીપણાના આ ત્રણ ગુણની પ્રવૃત્તિ તો હોય ને ? માર્ગાનુસારીને આ ત્રણમાં કંઈ મહેનત છે ? નથી જ. જ્યાં પાપનું સ્વરૂપ બતાવાય, ધર્મનું સ્વરૂપ સમજાવાય ત્યાં તો એ દોડતો જાય, એ સમજવા માટે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એની તીવ્ર ઇચ્છા હોય, અન્યાયથી એ પાછો હઠ, પાપથી એ ડરે અને ઇંદ્રિયો ઉપર એ કાબૂ રાખવાના પ્રયત્ન કરે. આમાંનું કશું હોય નહિ ને સંતોષની વાતો કરે તો તે મળે ક્યાંથી ? સભાઃ “આજના બુદ્ધિવાદને અને આજ્ઞાપાલનને મેળ કેમ મળે ? - સાચો બુદ્ધિમાન તો આજ્ઞાપાલક જ હોય. બુદ્ધિમાનને સર્વજ્ઞદેવની આજ્ઞા કેમ ન જચે ? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહની સર્વજ્ઞદેવની વાત કયા સુબુદ્ધિમાનને ન ગમે ? શ્રી જિનેશ્વર દેવની સેવાનો, એમની આજ્ઞાના પાલનનો, ત્યાગી ગુરુઓનો અને ત્યાગધર્મનો સુબુદ્ધિમાન વિરોધ કરે ? સુબુદ્ધિવાદ સાથે તો આજ્ઞાપાલન ઓતપ્રોત હોય, જ્યાં સુબુદ્ધિ છે ત્યાં આજ્ઞાપાલનમાં હરકત જ નથી. બુદ્ધિહીનને જ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન જચે. જ્યાં મૂર્ખતા છે ત્યાં આજ્ઞા કાંટાની જેમ ખૂંચે છે. બાપની સારી આજ્ઞા કપૂતને ન ગમે પણ સપૂતને ગમ્યા વિના રહે જ નહિ. : . ભાવ નથી આવતો કારણ કે હૈયામાં વાસના જુદી છેઃ સુબુદ્ધિશાળી પોતાના સારા વડીલ, આગેવાન કે સત્તાધીશની આજ્ઞા માને છે. એટલી સુબુદ્ધિ સાચવી છે તો જ એનું પેટ ભરાય છે. જો એટલી સુબુદ્ધિ પણ એણે વેચી ખાધી હોત તો એનું પેટ ન ભરાત; તેમ અહીં પણ યોગ્ય આજ્ઞાના અમલ વિના સંસારસાગરથી પાર કેમ ઉતરાય? મુદ્દો એ છે કે છેલ્લી કક્ષાની પણ શુભ ક્રિયાનો અમલ ન થાય તો તેનો એક જ અર્થ થાય કે ધર્મ રૂચતો નથી. પછી “માનવજીવન બહુ કીમતી છે.” એવી વાતો કરવાનો અર્થ શો ? આજની ધર્મક્રિયાઓમાં શુષ્કતા કેમ ? ક્રિયા મજેની છે, એના હેતુ મજેના છે પણ હૈયું જુદું બન્યું છે. એક-એક વસ્તુ મજેની છતાં હૈયું વિપરીત બન્યું છે એ જ શુષ્કતાનું કારણ છે. કહે છે કે “મંદિરમાં ચિત્ત ચોંટતું નથી, પૂજામાં મજા આવતી નથી, એકની એક મૂર્તિ વારંવાર જોવામાં આનંદ શો આવે ?” દુનિયાના પદાર્થ માત્રમાંથી જ્ઞાનીઓએ આત્માને ઠારનારી જે આકૃતિ શોધી તે આજના બુદ્ધિવાદીઓને ગમતી નથી. એનું કારણ કે એમના હૈયામાં વાસના જુદી છે. આ શાસનની નાનામાં નાની ક્રિયામાં જે સૂત્રો યોજાયાં છે તે તથા તેના ભાવ દુનિયામાં શોધ્યા મળે તેમ નથી. સામાયિક લેવા તથા પાળવાનાં સૂત્રોમાં જે ભાવ ભર્યા છે તે ભાવનું ગદ્ય કે પદ્ય બીજે ક્યાંય છે ? હોય તો લાવો ! છતાં આનંદ શાથી નથી આવતો તે આત્માને પૂછો. જૈન આગમના આવા ઉમદા સાહિત્યમાંની એકેએક વસ્તુમાં રહેલો સુંદર ભાવ દુન્યવી કોઈ ચીજમાં નથી મળવાનો; છતાં ચિત્તવૃત્તિ અહીં નથી ટકતી અને ત્યાં સ્થિર થાય છે; એનું Page #326 -------------------------------------------------------------------------- ________________ 1463 - ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 - - ૩૦૫ કારણ ? ત્યાં બધી ગરબડ ચાલે છે. અહીં માત્ર બોલ્ય નથી ચાલતું. અહીં અમલની વાત છે. વાતવાતમાં અંકુશ છે. “દુનિયા દુઃખી નથી” એવું કદી સાંભળ્યું ? દેરાસરમાં બોલાયેલાં સૂત્રો સફળ ત્યારે ગણાય કે પ્રવેશતાં બોલાયેલી નિસિહી પાળે તો. સામાયિકનું ફળ ત્યારે કે સર્વસાવધ યોગનો ત્યાગ કરે તો. સારી પણ ક્રિયા આજે ભારભૂત લાગે છે એનું કારણ હૃદય પલટાઈ ગયું છે. એ પલટાયેલા હૃદયમાં પુનઃ પલટો થાય તો જ સંઘત્વ આવે. પછી એ દુનિયાની સઘળી કાર્યવાહી કરતાં છતાં એમાં લેપાય નહિ. દુનિયાને એ પોતાની ન માને. અઢારે પાંપસ્થાનક છોડ્યા વિના કલ્યાણ નથી એમ એ માને. આવું માને તે જ શ્રીસંઘમાં છે. ભગવાન બોલે નહિ અને સાધુ સર્વજ્ઞ નહિ, . એટલે તમારી ક્રિયામાં રહેલી પોલને પકડે કોણ ?' દુનિયા દુઃખી નથી એવું સાંભળ્યું છે? આજે બુદ્ધિની ખિલવટ જુદી રીતની થાય છે. જેમાં સુખ છે તેમાં દુઃખનો ભય બતાવાય છે અને દુઃખમાં સુખનો આરોપ થાય છે. એવા આરોપિત સુખ માટે દુનિયા આખી મહેનત કરે; પરિણામે પાપ બંધાય, અશુભ કર્મ તાજાં થાય, શુભ કર્મનો નાશ થાય અને દુઃખના પહાડ તૂટી પડે. દુનિયાની સાધના ખીલવવા તો અનાદિકાળથી દુનિયાનો પ્રયત્ન ચાલુ જ છે. હરેક કાળમાં દુનિયાનો એ પ્રયત્ન ચાલુ જ છતાં “દુનિયા દુઃખી નથી” એવું કદી સાંભળ્યું ? એવો સમય કદી જોયો ? ' દુનિયા દૂર રહી.. એક ગામ પણ સુખી નથી મળતું. ગામ પણ દૂર રહો, એક કુટુંબ, અરે, એક ઘર પણ સુખી છે ? એક ઘરમાં પણ પૂરું સુખ ન મળે. એય દૂર રહો, એક માણસને પણ ચોવીસે કલાક સુખના જોયા ? જે સુખી છે ત્યાંય દુઃખ નથી એવું જોયું ? આ બધું પ્રત્યક્ષ જોવા છતાં વિચારવા નહિ થોભો ? સુખ અહીં નથી પણ ક્યાંય બીજે છે એ નહિ વિચારો ? એ વિચાર આવે એ જ જૈનશાસનની પ્રાપ્તિ. એ શાસનના સાધુ તથા શ્રાવક લોકની સાથે ભળે ? શાસ્ત્ર કહે છે કે સંસારમાં રહેલા શ્રાવકને કરવું પડે તો કરે બધું પણ લાંબી લટપટ ખટપટમાં ન પડે. અનુકંપા આવે તો પોતાની મિલકત બધી આપી દે, યોગ્ય સલાહ પણ ક્યારેક આપી દે પણ બીજી લપ્પનછપ્પનમાં ન પડે. કુટુંબપાલન કરે છતાં રહે એનાથી નિરાળો. “અંતર્ગત ન્યારો રહે' એ ઉક્તિ અહીં લાગુ પડે છે. જે સંયોગમાં બેઠો હોય ત્યાંની કરણી કરે ભલે પણ એ બધામાં પોતાપણું ન માને. દીકરાનો બાપ કહેવાયો માટે દીકરો રૂએ તો પીઠ પર હાથ ફેરવી લે, પણ એમાં “મારું” કે “સારું' ન માને. ઔચિત્ય સાચવી લે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ - 1494 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ કોઈમાં લેપાય નહિ. આડતિયાની મહેમાનગતિ કરવી પડે તો કરે પણ હૃદયમાં એમાં તદાકાર ન થઈ જાય. પણ એમાં જો કોઈ સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા આવી જાય તો એની આગતાસ્વાગતા એ હૈયાથી કરે. શ્રીમંત શ્રાવકને લેવા સામે ગયા તે વાત જુદી પણ સામાન્ય સાધર્મીનું સ્વાગત કરવા સામે ગયા ? એની મહેમાનગતિ કેવી કરી એ આત્માને પૂછો. પહેલો બાહ્ય ત્યાગ પછી આંતરત્યાગ : સભાઃ “પરભાવમાં પડેલો વ્યભિચારી ન કહેવાય ?' કહેવાય જ; પણ એ વાત બહુ ઊંચી કોટિની છે. પરભાવ ખસ્યા પછી તો શરીરની સેવા પણ ન થાય. દુનિયાની તમામ કાર્યવાહીથી ઘેરાયેલાને શરીરની મૂચ્છનું પૂછવું જ શું ? શાસ્ત્રકારે પહેલાં સ્વજન ધૂનન કહ્યું, પણ શરીરની મૂચ્છનો ત્યાગ પહેલો ન કહ્યો. શરીરની મૂર્છા ગયા વિના સંયમ હોય નહિ એમ કહેનારા ગાંડા છે. સંયમ સ્વીકાર્યા વિના કદી શરીરની મૂર્છા છૂટતી નથી. અનાદિકાળથી આત્મા શરીની સેવામાં તો પડેલો છે. હજી શરીરથી દૂર રહેલી વસ્તુઓ ખેંચે છે તો એની સાથે એકમેક થઈને રહ્યો છે, તેની મૂચ્છ એકદમ શી રીતે છોડે ? ઘર ખરાબ લાગે તો મૂકીનેય ભાગે પણ શરીર ખરાબ લાગે તો કાંઈ ગળે ટૂંપો દેવાય ? નહિ જ. ટૂંપો દેવાથી તો ફાયદો પણ નથી, પહેલો બાહ્ય ત્યાગ કે પહેલો આંતરત્યાગ ? બાહ્ય ત્યાગ વિના મોટા ભાગે આંતરત્યાગ ન આવે. આંતરત્યાગ વિના બાહ્ય ત્યાગની કિંમત નથી એ વાત સાચી પણ બાહ્ય ત્યાગ વિના એ આવે ક્યાંથી ? છેટે રહેલી ચીજો મૂંઝવે તો આ શરીર ન મૂંઝવે ? હજી તો લક્ષ્મીની આધીનતા પાર વિનાની છે. લક્ષ્મી જાય કે આવે બેયમાં સનેપાત થઈ જાય છે. એ આંતરત્યાગી કઈ રીતે બને ? એવો માણસ કહે કે હું ત્યાગી છું અને મને શરીર પર મમત્વ નથી તો એ મનાય ? જે ચીજ જે સ્વરૂપે માનવી જોઈએ તે ચીજ તે સ્વરૂપે ન મનાય તો સત્ય ન પમાય. લોકિક બુદ્ધિનો પરિત્યાગ કરી લોકોત્તર બુદ્ધિ સ્વીકારો તો જ આ શાસન પામવાની લાયકાત આવે. લોકોત્તર બુદ્ધિને જરા પણ ફટકો ન પડે, ઉત્તમ ભાવનાને આઘાત ન થાય તે રીતે શ્રાવક વર્તે. મહેમાન આવે તો મહેમાનગતિની મના નથી, પણ મહેમાન માટે ધર્મકરણી ન ચુકાય. મહેમાનને પણ ધર્મકરણીમાં સાથે લેવાય.અને ન આવે તો ગાદીતકિયે બેસાડી પોતે ધર્મકરણી કરવા જાય પણ મહેમાન ખાતર ધર્મકરણી ચુકાય નહિ. મહેમાન પણ શ્રાવકના આચાર જાણી જ જાય અને એવા જ સમયે આવે અને યજમાનના આચારને યોગ્ય રીતે જ વર્તે. મહેમાનને પણ આ રીતે Page #328 -------------------------------------------------------------------------- ________________ 1895 – ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 – ૩૦૭ સમજાવવું એ પોતાના હાથમાં છે ને ? આમાં ઔચિત્યભંગ નથી. તાવ આવે તો પથારીમાં પડો કે નહિ ? આ તો કહે છે કે, “મહેમાન સાથે નાટક-સિનેમા જોવા જવું જ પડે.” હવે શ્રાવકના આવા વિચાર હોય ? શ્રાવક તો મહેમાનને મંદિર ઉપાશ્રયે લઈ જાય. તમે જેવું વર્તન રાખો એવા જ મહેમાન તમારે ત્યાં આવે. અરે ! તમારી છાપ એવી હોય તો મહેમાન પણ સુધરી જાય; પણ તમારે એવી છાપ ઊભી કરવી જોઈએ ને ? નાટક-સિનેમામાં સાથે જવા જેવી વાતોને ઔચિત્યમાં ખપાવો તો તમે લોકોત્તર બુદ્ધિના ભંજક છો અને તેથી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ પાળવાને લાયક નથી. વ્યવહારો કેવા હોવા જોઈએ ? શ્રી રામચંદ્રજી જાણતા હતા કે સીતાજીનો પોતાના ઉપર પૂરો પ્રેમ છે અને પોતાને પણ સીતાજી ઉપર પ્રેમ હતો. પણ એ પ્રેમ કાંઈ પિતાજીના વચનપાલનમાં આડે આવે ? ન જ આવે. દુન્યવી પ્રેમ ધર્મની બાબતમાં આડે ન જ આવવો જોઈએ. જો એ પ્રેમ આડે આવત તો દશરથ રાજાની આજ્ઞા રામચંદ્રજીથી પછાત ? પોતાના દીકરા ભારત માટે સગી મા કૈકેયી રાજ્ય માંગે છે અને રાજા દશરથ તથા રામચંદ્રજીએ રાજ્ય આપ્યું, પણ ભરત એ રાજ્ય લેવાની સાફ ના કહે છે. એ કહે છે કે બધા આપે પણ મારાથી લેવાય ? પોતાની માતા પર પ્રેમ હોવા છતાં એ પ્રેમ જ્યારે ધર્મની આડે આવે છે એમ લાગ્યું એટલે ભરતે કહ્યું છે કે “એ મા, મા નથી” “ભક્તિ કે પ્રેમ જો ફરજ ચુકાવે તો એ નકામા છે. તમારા આજના બધા વ્યવહાર પ્રભુની આજ્ઞા ભુલાવે તેવા, આજ્ઞા વિરુદ્ધના છે એમ લાગે છે ? એ વ્યવહારપાલન વખતે જૈનત્વ યાદ આવે છે ? વ્યવહારો પ્રભુની આજ્ઞા પળાય તેવા જોઈએ, ન પળાય તો છેવટે આજ્ઞાબાધક તો ન જ હોય. બજારમાં મંદિર ઉપાશ્રય ભુલાય છે, પણ મંદિરમાં બે કલાક જાય તો તરત બજાર યાદ આવી જાય છે. એ ભુલાતું જ નથી. જૈન હોય તે શાસનને પોતાનું માને કે ઘરને ? શ્રાવકના દીકરાને સાત વ્યસનના નિયમ કરાવવા પડે ? એટલે કે એ કરાવવા માટે મહેનત પડે ? જ્યાં ત્યાં નહિ ખાવાના કે અભક્ષ્યભક્ષણ નહિ કરવાના નિયમ માટે એને સમજાવવું પડે ? જો એવું હોય તો આપણી કઈ હાલત છે તે વિચારો. જૈનકુળમાં જન્મેલાના આચાર જ એવા હોય કે આ નિયમો માટે મહેનત જ ન હોય. જૈનને પૂજા કરવાના નિયમનું કહેવું પડે ? આજે તો પોતાના કપાળમાં જ ચાંલ્લા કરી પતાવે છે અને હવે તો ચાંલ્લાય નથી કરતા. કરે તોય ભૂંસીને બહાર જાય. કેટલાક તો કંકુની ટીલી જ કરે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ 1463 ૩૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ દેરાસરમાં નહાવાની જોગવાઈ મળે છે માટે નહાવાનો લાભ લઈ લે અને કેસરની વાટકી તૈયારી રાખી હોય માટે કપાળમાં ટીલી કરી રવાના થઈ જાય. સભાઃ “એવી ઝીણી ટીલી તો સ્ત્રીઓ કરે. પુરુષ છતાં સ્ત્રીને યોગ્ય પ્રવૃત્તિ કરે તો એ સ્ત્રીવેદની આગાહી ખરી ?” શ્રીમંત દરિદ્રીને યોગ્ય કાર્યવાહી કરે તો એ. તે જ વખતે દરિદ્રી છે. તો પછી ભાવિની આગાહીનું પૂછવું જ શું? આમાં પણ એમ જ સમજવું. ધર્મમાં કોઈ ખોટી ચીજ હોય તો બતાવો ! બાકી તમે ગાંડા બનો તેથી ધર્મનાં કાર્યો બંધ ન કરાય. આજે તો જરા કડવી વાત કહેવાય છે તો તરત આંખનાં ભવાં ઊંચા થઈ જાય છે. કહે છે કે, “આજ સુધી અમે જૈન કહેવાતા હતા, ઊંચા શ્રાવક ગણાતા હતા, પરંતુ હવે એવું બતાવાય છે કે જાણે અમારી એક-એક વાતમાં વાંધા ! આવું માને તેમને શું કહેવું ? તમને થોડું પણ સારું મળ્યું છે માટે ભવિષ્યમાં એ ટકે. ફરીથી મળે અને છે એથી પણ અધિક સારું મળે એ માટેની મારી આ બધી મહેનત છે. શ્રીમંત થવાની ઇચ્છાવાળો પોતાની થોડી પણ મિલ્કત સાચવવા અને વધારવા મહેનત કરે કે નહિ ? જૈનકુળના આચાર પૂરા નથી પળાતા પણ પાળવા માટે પ્રયત્ન તો કરો ને ? પ્રયત્ન કરો તો ફળ મળે. ઘણા કહે છે કે “વ્યવહાર તો અમારે સાચવવા પડે ને ?' શાસ્ત્રકારો ધર્મને બાધ આવે તેવા વ્યવહાર સાચવવાની સાફ ના પાડે છે. દુનિયાના વ્યવહાર પણ ધર્મને પોષક જ જોઈએ. પોષક ન હોય તોય બોધક તો ન જ જોઈએ. બને ત્યાં સુધી તો પોષક જ જોઈએ. શ્રાવકના મિત્ર કે સ્નેહી મોટા ભાગે શ્રાવક જ હોય. કદી બીજા હોય તો એને સારા બનાવી લેવા. એમ ન બને તોય એ પોતાના માર્ગમાં વિઘ્નકર ન થાય એની તો કાળજી રાખવી જ. જો એની છાપ તમારા ઉપર પડતી માલૂમ પડે તો એને સલામ ભરી એનાથી આઘા ખસી જવું. એટલેથી જ અટકાયત કરી દેવી. ' શ્રીમંત તો દેવ જેવો ગણાય પણ ક્યારે ? દુનિયામાં પણ નીતિ છે કે સામાન્ય માણસ મોટા શ્રીમંત સાથે સંબંધ બાંધવા ન જાય; કેમ કે મોટે ભાગે શ્રીમંતોમાં બે અપલક્ષણ હોય છે. એક તો સામાન્ય માણસ પોતાને ત્યાં આવે ત્યારે એનો ભાવ ન પૂછવો અને પોતે એને ત્યાં જાય ત્યારે એને ઊભે પગે રાખવો. શ્રીમંતોનું આ એક ભારે અપલક્ષણ છે. એ સામાન્યને ત્યાં જાય ત્યારે પેલો શું એની કોથળો પાથરીને બેસાડે ? ના. એ તો માગીનાગી ભેળું કરીને, પણ એની મહેમાનગતિ કરે જ. શ્રીમંત ત્યારે જ સાચો કે એ કોઈ પણ રીતે એનો બદલો વાળ ને પેલાને જરાય વાંધો ન આવવા Page #330 -------------------------------------------------------------------------- ________________ 1497 ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100 દે. પોતે મોટો માણસ છે. પણ સામો સામાન્ય છે એ વાતનો ખ્યાલ એ ન રાખે. શ્રીમંત તો સંસારમાં દેવ જેવો ગણાય, પણ જો સાચી શ્રીમંતાઈ, અસલ ખાનદાની હોય તો. શાસ્ત્ર એને કલ્પતરુ કહ્યો, પણ ક્યારે ? પોતાની છાયાથી સામાને સુખ આપે તો કે ધક્કા ખવડાવી સામાનું તેલ કાઢે તો ? એ કલ્પતરુ જરૂર, પ્રભાવક જરૂર પણ એવો બને તો ! રાજા રાજા બને, ગૃહસ્થ ગૃહસ્થ બને, શ્રીમંત શ્રીમંત બને તો જરૂર ધર્મના પ્રભાવક થાય. શ્રાવક માત્રનો નિર્ણયઃ ૩૦૯ આવા શ્રીમંતોના નોકરો પણ પ્રમાણિક જ હોય. તેમને જોઈએ તેથી સવાયું મળતું હોય તેથી અન્યાયની ભાવના થાય જ નહિ. સો રૂપિયાના પગારની લાયકાત ધરાવનારને એંસી આપો તો સમજી લેવું કે એ આડુંઅવળું કરી દોઢસોનો પગાર પાડવાનો જ. કોઈક પ્રામાણિકની વાત દૂર રાખો. અપવાદ તો બધે હોય. પોતાના નોકરનો પગાર ટૂંકો હોય તો એમાં માલિકની આબરૂ ઓછી નથી થતી ? પણ એ વાત આજે સમજાતી નથી. સાચો શ્રીમંત તે કે જે પોતાના નોકર સાથે પોતાના ઘ૨ના માણસ જેવો જ વર્તાવ રાખે છે, એમ એ નોકરને પણ લાગે, પોતાનો મુનીમ પણ પોતાના જેવો બને એ જ એની ભાવના હોય. એ ભાવના ક્યારેઆવે ? વસ્તુસ્વરૂપ સમજાય ત્યારે. શ્રાવકપણું ગુમાવાય તેવો વ્યવહાર હોય તો શ્રીસંઘત્વ કેમ ટકે ? આજે હવે કોઈ અન્યને સંઘ બહાર કરવાની વાત નથી. પણ ઘરનાને જ સંઘ બહાર કરવાનો વખત આવ્યો છે. સમર્થ વિદ્વાન પણ નિહૂનુંવ થાય તો શાસ્ત્રકારે તેમને સંઘ બહાર કર્યા ને ? શ્રાવકું માત્રનો એ નિર્ણય હોય કે ભલે પહેલા ખોળાનો પોતાનો દીકરો હોય પણ ભગવાનની આજ્ઞાથી એ વિરુદ્ધ જાય તો બહાર કાઢે. ભલે લાખ્ખો આવતા હોય પણ ધર્મની હાનિ થતી હોય તો કહી દે કે ‘એ લાખ્ખો પણ મારે ન જોઈએ.' ન પાપ થઈ જાય તે ક્ષન્તવ્ય પણ કરાય તે અક્ષન્તવ્ય : આજે તો કહે છે કે ‘જરાક જુઠ્ઠું બોલવાથી બે હજાર આવતા હોય તો લઈ લેવામાં વાંધો શો ? પછી પ્રાયશ્ચિત્ત લઈ લેશું ! એ બે હજારમાંથી બસો દેરાસરમાં ખર્ચી નાંખશું.’ હવે આ રીતે પાપ જાય કે વધે ? પાપ થઈ જાય તે ક્ષન્તવ્ય છે પણ પાપ કરાય તે ક્ષન્તવ્ય નથી. આત્માને પૂછો કે, પાપ કરાય છે કે પાપ થઈ જાય છે ? જુઠ્ઠું બોલાય છે કે બોલી જવાય છે ? ચોરી કરાય છે કે ચોરી થઈ જાય છે ? પ્રેમ કરાય છે કે પ્રેમ થઈ જાય છે ? આ બધું આત્માને પૂછો. પ્રભુમાર્ગને પોષક ક્રિયા કેટલી અને શોષક ક્રિયા કેટલી, એ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1498 આત્માને પૂછો. આ બધો હિસાબ મેળવવો પડે. આવશ્યક ક્રિયા એટલા માટે જ છે. એમાં આ બધા વિચાર કરવાના છે. એ વિના જૈનત્વ રહે ક્યાં ? શ્રી જિનેશ્વર દેવના ધર્મ મુજબ વર્તવાથી મન-વચન-કાયાને પીડા જ નહિ, ત્રણેય સુખી. શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલાને પૂર્વના અશુભોદયે કદાચ દુઃખ પણ હોય તો પણ એ દુઃખી ન હોય. શ્રીમંત પણ લક્ષ્મી આવે તો એને પુણ્યોદય માને, પુદ્ગલનો સંયોગ માને અને એ લક્ષ્મીને પોતાની ન માનતાં એનાથી લેવાય તેટલો લાભ લે. આ શાસનને પામેલો દરિદ્ર પણ પોતાના ભાગ્યોદયનો અભાવ માને અને પુદ્ગલનો સંયોગ ન હોવામાં ઉપાધિ ઓછી એમ માને. આ રીતે એ બેય મજામાં હોય. મુનિ ભિક્ષા લેવા જાય ત્યાં મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ માને. તે રીતે શ્રાવકને પણ એની કક્ષા મુજબ એવો વર્તાવ હોય ને ? એ કદી રોવા ન બેંસે. બીમારી આવે ત્યારે બૂમ પાડે તો પણ એ જવી હોય તો જાય અને ન જવી હોય તો ન જાય અને બૂમ ન પાડે તોય જવી હોય તો જાય ને ન જવી હોય તો ન જાય, માટે શાસનને પામેલો બીમારીમાં બૂમ ન પાડે. રોગની તીવ્રતાથી બૂમ પડી જાય તે વાત જુદી પણ અંદરની સમજ જીવતી હોય. ઉપચાર કરે પણ હાયવોય ન કરે. શ્રી સનતકુમારને રોગ હતા પણ એ દુ:ખી ન હતા. અશુભોદયે દુઃખ હોય તો પણ એ આત્મા દુઃખી ન હોય. સાચા સમયજ્ઞ ભગવાન છે. આખી દ્વારિકા નગરીમાં ઢંઢણમુનિને ભિક્ષા નહોતી મળતી. લાભાંતરાયનો ઉદય હતો. “પોતાની લબ્ધિથી નિર્દોષ ભિક્ષા મળે તો જ લેવી અર્થાત્ તો જ આહાર કરવો.’ આ નિયમ લાભાંતરાયને તોડવા માટે લીધો છે. તે પછી પણ ભિક્ષા નથી મળતી. એક વખત પોતાની લબ્ધિથી ભિક્ષા મળી છે એમ માનીને લીધી. ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ભગવાન કહે, “વત્સ ! એ તારી લબ્ધિથી નથી મળી, બીજાની લબ્ધિથી મળી છે. ત્યારે શું કર્યું ? જંગલમાં જઈ ભિક્ષા પરઠવી દીધી. દિવસોથી તપસ્વી, પારણું કરવાની તૈયારી, આહાર મળ્યો છતાં ભગવાને આ રીતે કહ્યું, “ભગવાને સમય પણ ન જોયો ? આ વખતે એવું કહેવાનો સમય હતો ?' ઢંઢણ મુનિએ આવું કાંઈ વિચાર્યું ? ના, એ તો ભગવંતને સાચા સમયજ્ઞ માને છે. તેઓ આવું વિચારે ખરા ? એ તો માને છે કે ભગવંતે પોતાના ભલા માટે જ આમ કહ્યું છે. આજની જેમ વાતવાતમાં સમયને આગળ ધરનારા હોત તો ત્યાં શું થાત ? ' Page #332 -------------------------------------------------------------------------- ________________ 1499 ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100 ૩૧૧ સમજીને જીતે તે મોક્ષે જાય ઃ નવકા૨ માટે કહ્યું કે કોઈ સ્થાન કે કોઈ સમય એવો નથી કે જ્યારે નવકા૨ ન ગણાય. ત્યારે આજનાઓએ શોધી કાઢ્યું કે લગ્ન વખતે ન ગણાય. તો તે વખતે ન ગણાય એમ કહ્યું કોણે ? હા, મરતાની પાસે કાનમાં મોં ઘાલીને સંભળાવાય છે એમ ન ગણાય. પણ તે વખતે મનમાં પણ ન જ ગણાય એવું ક્યાંથી લાવ્યા ? આ લોકો તો વાતવાતમાં સમયને જ આગળ ધરે છે. તો સમય શું બધાનું કલ્યાણ કરશે ? સમય દુનિયાને મોક્ષે પહોંચાડશે ? સમયને જીતે તે મોક્ષે જાય કે સમયને શરણે થાય તે ? સર્વજ્ઞના શાસનમાં સમય તો છે જ. પણ અગિયાર વાગે ખાવાનો સમય ને રાત પડ્યે ઊંઘવાનો સમય, એ શું ધર્મ છે ? શ્રી ઢંઢણ મુનિને તો પ્રતિજ્ઞા વહાલી હતી. તરત જ એ ભિક્ષા પરઠવવા ગયા. મોદકને ભાંગતા ગયા, એનો ચૂરો કરતા ગયા તેમ તેમ લાભાંતરાય તૂટતો ગયો, કર્મનો ચૂરો થતો ગયો, શ્રેણી માંડી, ઘાતિકર્મ ખપાવ્યાં અને કેવળજ્ઞાન પણ પામ્યા. નાશકના સેવનમાં સમયધર્મ નથી : તારક વસ્તુ હર સમયે બરાબર સેવાય જ, નાશક વસ્તુને ગમે તે સમયે પણ ન જ સેવાય. આજે નાશકના સેવનમાં સમયધર્મ મનાવાય છે માટે આટલો ખુલાસો કરવો પડે છે. સમયનો મહિમા તો સર્વજ્ઞ શાસનમાં ડગલે ને પગલે છે. સમય એટલે આગમ. આગમનું નામ પણ સમય છે. તેના આધારે જ બધી ક્રિયા હોય. કલ્પિત ક્રિયા'ન ચાલે. ત્રિકાળ પૂજા તે સમયધર્મ, ઉભયટંક આવશ્યક તે સમયધર્મ, મહાપુરુષોના આગમન સમયે પ્રવેશ-મહોત્સવ ઊજવવો તે પણ સમયધર્મ છે. આજે એ બધા સમયધર્મમાં વાંધા છે. ખાવાપીવાના સમય એ બરાબર સાચવે છે. સભા ઃ ‘નવાર અશુચિ વખતે ગણાય ?’ મનમાં ગણાય, દર્દીને અંત સમયે મોટેથી પણ સંભળાવાય પણ એનો અર્થ એ નહિ કે એ બહાને ફાવે તેમ ગણાય. શક્ય હોય ત્યાં સુધી સઘળી પવિત્રતા જાળવવી જ જોઈએ. સમય જોવો તે આનું નામ. ધર્મક્રિયાની કોઈ પણ સમયમાં મના નથી : ધર્મક્રિયાની કોઈ સમયમાં મના છે જ નહિ. ઘરમાં મડદાં પડ્યાં હોય ને દીક્ષા લેવાય છે. રામાયણમાં એ વાત આવવાની છે. પોતાનો મોહ છૂટતો ન હોય એ વાત જુદી. દુનિયાનો વ્યવહાર એમાં આડો ન આવે. દુનિયાના Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1500 વ્યવહાર પણ ધર્મને પોષક જ જોઈએ, બાધક ન જ જોઈએ. ધર્મશાસ્ત્રોને દુનિયાદારી સાથે જરાય લાગતુંવળગતું નથી. જો એમ લાગતુંવળગતું હોય તો એક પણ મહાવ્રત ન પળાય. પાંચેય મહાવ્રતોની પ્રતિજ્ઞાઓ કેવી છે ? એમાં જરાય પોલ છે ? મન, વચન, કાયાએ ન કરાય, ન કરાવાય, ન અનુમોદાય તેવી છે ને ? ધર્મગુરુઓની જરૂર ધર્મ માટે જ છેઃ સૂર્યનો પ્રકાશ ન થાય ત્યાં સુધી બહેનોથી રસોડામાં ન જવાય અને ચૂલો ન સળગાવાય એમ સાધુ કહે પણ પછી કોઈ બાઈ બે કલાક સુધી ન પણ જાય તો એને ઠપકો દેવા જવું એ સાધુનું કામ નથી. પુંજણી રાખી ચૂલો પૂંજવાનું સાધુ કહે પણ પૂંજ્યા પછી ચૂલો સળગાવવાનું તો સાધુ ન જ કહે. શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવ, શ્રી ગણધરદેવો, શ્રી આચાર્ય ભગવંતો વગેરે બધા થયા પણ કોઈએ “સમયસર ચૂલો સળગાવવો” એમ કહ્યું ? કેમ નહિ ? પાપ તો છે જ અને દુનિયા એ કામમાં તો તત્પર જ છે. વગર ઉપદેશે પણ એ ક્રિયા અટકવાની નથી. સાધુ ચાલ્યા ગયા. ત્યાં પેઢીઓ બંધ થવાની નથી, બંગલા ખાલી થવાના નથી. સાધુ ચાલ્યા જવાથી મંદિર, ઉપાશ્રયનાં દ્વાર બંધ થાય એમ બને. પણ સાધુના અભાવે પેઢી કે રસોડાને તાળાં મરાયાં ? કંપનીઓ તૂટવા માંડી ? બેંકોના વહીવટ અટક્યા ? ના, એ બને જ નહિ. સાધુના વિહાર જ્યાં બંધ થયા ત્યાં મંદિર ઉપાશ્રયને તાળાં મરાયાં એ જોઈએ છીએ. સાધુના અભાવે સામાયિક, પૂજા આદિ ધર્માનુષ્ઠાનો ઘસાયાં દેખાય છે. પરદેશમાં સાધુ નથી ત્યાં વેપાર ધંધા, પેઢીઓ, કંપનીઓ વગેરે ચાલે છે કે નહિ ? ચાલે જ. ત્યારે હવે કહો કે સાધુનું કામ શા માટે ? ધર્મ માટે જ. જે સાધુ ધર્મને મૂકી દુનિયામાં ડહાપણ ડહોળવા જાય તે કેવો ? એવા ધર્મગુર પાસે તમે રાજીનામું માંગી શકો છો ! . સાધુના કહેવાથી જ જો તમે દરેક કાર્ય કરવા તૈયાર થતા હો તો હું તો કહું છું કે તમે બધા અહીં જ આવી જાઓ ને ? પણ નહિ આવવાના તેની મને ખાતરી છે. શ્રી જિનેશ્વરદેવના અભાવે, આચાર્ય ભગવંતોના અભાવે, મુનિઓના અભાવે અને શાસ્ત્રના ઉપદેશ વિના પણ દુનિયામાં અઢારે પાપસ્થાનકોની કાર્યવાહી ચાલુ હતી, છે અને રહેવાની જ. સાધુએ અનીતિ કરવાનું કહ્યા પછી જ કોઈએ અનીતિ કર્યાનો એક પણ દાખલો છે ? પરંતુ અનીતિ ન કરવાનું કહ્યા છતાં અનીતિ કર્યે જ જાય એવા દાખલા ઠામઠામ છે. ધર્મગુરુઓની દુનિયાને જરૂર શા માટે એ કહો ! કેવળ ધર્મ માટે જ ધર્મગુરુઓની જરૂર છે. ધર્મને મૂકી Page #334 -------------------------------------------------------------------------- ________________ 1501 - ૨૦ : બુદ્ધિવાદ અને આશા પાલન – 100 - ૩૧૩ બીજી-ત્રીજી પંચાતમાં પડે એ તો પતિત છે. ધર્મ, ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ધર્મના હેતુ, ધર્મનાં સાંધન વગેરે કહે તે જ ધર્મગુરુ. ધર્મની વાત મૂકી પતિત થનાર પાસે સાચા શ્રાવકો રાજીનામું માંગી શકે છે. જે પોતાની ફરજ ન બજાવે તેની પાસે રાજીનામું માંગવામાં હરકત શી ? સભાઃ “તમને રાજીનામું માંગવાનો શો અધિકાર ?” એમ કહે છે.” આગમ એ જ. અધિકાર. વળી જો એમ અધિકાર માંગે તો પછી વંદન કરાવવાનો એને પણ શો અધિકાર ? સભાઃ “એ તો કહી દે કે “વંદન ન કરતા.” તો એ જ જોઈએ છે ને ? એમ કહી દે પછી “તમે અમુક સાધુને કેમ વાંચતા નથી ?' એવું કોઈથી નહિ કહેવાય. કોઈ કહે તો તમે કહી શકો કે “એ પોતે જ ના પાડે છે.” આ ભેદ પાડ્યા વિના કલ્યાણ નથી. દીક્ષા એ બચ્ચાનો ખેલ નથી ? પ્રભુશાસન પામ્યા પછી દીનતા ન હોય અને હોય તો એ પૂર્વના પાપોદયના કારણે સમજવી. કૃષ્ણ અને બળભદ્ર બળદેવ અને વાસુદેવ હતા. પણ એમની અંતિમ હાલત યાદ છે ને ? બેય બળવાન હતા, પુણ્યવાન હતા પણ પૂર્વનો પાપોદય આવ્યો ત્યારે આખી દ્વારિકા ભડકે બળતી એમણે નજરે જોઈ, આમ છતાં તેઓ કાંઈ ન કરી શક્યા. બીજી વાત એ કે બળતી દ્વારિકામાંથી પણ બચવા માટે દીક્ષા લેનાર કેટલા નીકળ્યા ? દીક્ષા એ બચ્ચાંના ખેલ નથી કે જે તે એને લઈ લે, પુણ્યવાન હોય તે જ લે. દેવોએ ઉદ્ઘોષણા કરી છે કે જે સંયમનો ઉમેદવાર હશે તે જ આમાંથી બચી શકશે, એને જ ઉપાડીને ભગવાન પાસે પહોંચાડવામાં આવશે. બીજો કોઈ બચી નહિ શકે. ભાગશે તેને સેંકડો ગાઉથી પણ લાવીને હોમવામાં આવશે. દ્વારિકાનું એક બચ્ચે પણ આ દીક્ષાના ઉમેદવાર સિવાયનું બચી શકશે નહિ. છતાં નામની જ સંખ્યા દીક્ષા લેવા માટે નીકળી. ભડકે બળતી જ્વાળાઓમાં બધાને બળીને ભસ્મ થતા જોવા છતાં દીક્ષા લેવા કેમ ન નીકળ્યા ? કારણ કે, એ વાત કઠિન છે. સૌને એ લેવાનું મન ન થાય. દુઃખી હોય, દરિદ્રી હોય, ઘરમાં કે બજારમાં કિંમત વિનાનો હોય, જેના તેના ટૂંકારા સાંભળતો હોય, એને પણ દીક્ષાનું મન થતું નથી. ત્રણ ખંડના માલિકોની પણ કઈ દશા ? બળતી દ્વારિકાને કૃષ્ણ અને બળભદ્ર આંસુનીતરતી આંખે જોઈ રહ્યા છે. મા-બાપને બચાવવા પ્રયત્ન કરે છે, ત્યાં દેવતા સાફ કહે છે કે એ પ્રયત્ન રહેવા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1502 દો, તમારા બે જણ વિના કોઈ જ નહિ બચે. છતાં રથમાં બેસાડીને મા-બાપને લઈ જાય છે ત્યાં દરવાજે આવી રથ અટકે છે. દેવો સાફ કહે છે કે આ મહેનત ફોગટ છે. મા-બાપ અંતે અનશન કરી નેમનાથ ભગવાનનું શરણું સ્વીકારે છે અને પુત્રોને જવાનું કહે છે. આ રીતે કૃષ્ણ અને બળભદ્ર પોતાનાં મા-બાપને પણ બચાવી શકતા નથી. ત્રણ ખંડના માલિકોની પણ આ દશા થઈ. સભાઃ “બધાંનું પાપ એક સાથે ઉદયમાં આવ્યું ?' હા ! આજે પણ જુઓને ! નાટક-ચેટકમાં એકસાથે તાલીઓ પડે છે ને ? અને દીક્ષા જેવી ચીજના વિરોધમાં પણ આજે એ જ સ્થિતિ છે ને ? સામુદાયિક કર્મ આમ જ બંધાય છે. દીક્ષાની વાતમાં એક જ મુદ્દો કે “બસ, ગમે તેમ થાય પણ દીક્ષા નહિ.” પણ છે શું ? તો કહેશે કે “કાંઈ નહિ, પણ દીક્ષા ન થવી જોઈએ.” હવે આનો શો ઉપાય ? જૈન સંઘ તો તે જ કહેવાય કે જે કોઈની દીક્ષા થતી જોઈને રાજી થાય. આજના જુવાનિયાઓનું ખમીર બીજે વળી ગયું છે. કોઈ ભાગ્યવાન યુવાનો સાધુના સંસર્ગે બચ્યા તે બચ્યા. પણ તેમને જોઈને પેલાઓને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે આવી જુવાનીમાં વળી તમે ક્યાં ફસાયા ? પેલા પણ ડાહ્યા છે. એ તમને કહી દે છે કે બધા કાંઈ તમારા જેવા તોફાનીઓ ન હોય; જરા સમજો તો સારું.’ શું એમને ધર્મવિરોધી ન કહેવાય ? આજના જુવાનોનું ખમીર દીક્ષા જોઈને ઊકળે છે, પણ પાપપ્રવૃત્તિઓ જોઈને નથી ઊકળતું. દુનિયાની સાધના માટે તો એ પણ બધું કરવા તૈયાર છે. જો એ ત્યાં સંસારની પાપપ્રવૃત્તિઓમાં મા-બાપ કે સ્ત્રીપુત્રાદિનો ત્યાગ ન જ થાય એવું માનતા હોત તો આપણે તેમને પ્રામાણિક કહેત, તેમની માન્યતા પ્રામાણિક છે એમ માનત. પણ એવું નથી એમ નજરે દેખાય છે. માટે તેમની માન્યતાને અપ્રમાણિક કહેવામાં વાંધો નથી. જે લોકો દીક્ષામાં જે જે વાતનો વિરોધ કરતા હતા તે લોકો દેશની રાષ્ટ્રીય ચળવળમાં એ બધી વાતોનો વિરોધ નથી કરતા, પણ તેને વાજબી ઠરાવે છે. ત્યાં તો કહે છે કે, “સ્વરાજ્યની લડત ખાતર મા-બાપને રોવરાવીને પણ જવાય, આપતું કાળે એ કશું ન જોવાય. જે એવું ન જોવે અને ઝંપલાવે તે જ વીર છે, બહાદુર છે. જે જોવા રહે તે કાયર છે.” આપણે હવે આવું બોલનારને અપ્રામાણિક કહી શકીએ, કારણ કે હવે નક્કી થાય છે કે એ નામદારોને ધર્મ સાથે જ વૈર છે, નહિ તો અહીં દીક્ષામાં જુદી વાતો કેમ કરે ? મા-બાપ પોતાના વહાલા Page #336 -------------------------------------------------------------------------- ________________ 1503 – ર૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 – ૩૧૫ દીકરાને વિલાયત મોકલે છે, ત્યારે સાગરમાં સ્ટીમર ડૂબવાનો ભય નથી ? દીકરાની વહુ સાગરનો ભય બતાવે તો મા-બાપ સમજાવે કે “અત્યારે અપશુકન ન કરો. બધાં સારાં વાનાં થશે.” એમ કહીને પેલીને ચૂપ કરે. આ રીતે કેટલાય છોકરાઓને તેનાં મા-બાપે અને સાસુ સસરાએ વળાવ્યા છે અને એવી રીતે ગયેલાઓમાંના કેટલાક અકસ્માતથી મર્યા પણ છે અને રંડાપો પામેલી તેમની વહુ-દીકરીઓ આજે પણ જીવે છે. છતાં ત્યાં મન વળાવે છે અને કહે છે કે, “હોય, એ તો ચાલ્યા કરે.” એમ કહીને પાછા જાતે મૂકવા જાય છે. પેટ કે પૈસા ખાતર આટલો ત્યાગ કરવાનું મા-બાપ કહે તો મુક્તિ માટે શ્રી જિનેશ્વરદેવ ઓટલો ત્યાગ કરવાનું કહે ત્યાં વાંધો ઉઠાવે એને ધર્મવિરોધી ન કહેવાય ? સમકાલે એ બધાને આજે ધર્મ પ્રત્યે વૈર-વિરોધની ભાવના જાગી છે. આજનું ધર્મવિરોધી પ્રચારકાર્ય : - આજે ભૂલેચૂકે એક સમાચાર દીક્ષાના વહેતા થાય તો તરત તાર ટપાલની ધમાલ બોલે છાપાંની કૉલમો કાળી થાય. આ શું છે ? એક આચાર્યશ્રી કાઠિયાવાડમાં જઈ રહ્યા છે ત્યારે એ આચાર્યશ્રી એક, પ્રવેશનો દિવસ એક અને ગામ પણ એક તેમાં તો દસ ગામોમાં તાર પહોંચી ગયા કે “સાવધ રહેજો, તમારા ગામમાં દીક્ષા આપવાના છે. અને ખરેખર દીક્ષા લેનાર તો કોઈ હતું જ નહિ. આજે આ જાતનું પ્રચારકાર્ય ચાલુ છે. જ્યાં એ યુવક સંઘ ન હોય ત્યાંથી પણ એના નામે તારો થતા હોય અને તેમાં જણાવે કે “ફલાણા સાધુ જુલમી છે.” વગેરે ! આ બધું સામૂહિક પાપ થાય છે ને ? સામુદાયિક પાપની પ્રવૃત્તિ ઃ કોઈના મરી જવાથી એના ઘરનાઓ મહિનાઓ સુધી રૂએ અને આંખમાં આંસુ પાડે પણ તેના કોઈ સમાચાર છાપામાં ન આવે, પણ દીક્ષા લેનારનો કોઈ દૂરનો સગો પણ પોતે માની લીધેલા વ્યવહાર ખાતર પરાણે આંખમાં આંસુ. લાવ્યો હોય તો છાપામાં મોટાં મથાળાં આવે કે “ભયંકર જુલમ, મોટો અત્યાચાર, મચેલો હાહાકાર, વિરોધ કરો, હડતાળ પાડો વગેરે વગેરે.” જો કે કોઈ એનો સગો હડતાળ પાડવા તૈયાર ન હોય પણ જુઠ્ઠો પ્રચાર જોરશોરથી કરે. કાંઈ ન દેખાય તોય બનાવટી વાતો ઊભી કરે અને લોકલાગણી ઉશ્કેરવા લખે કે “એની મા તો બેહોશ થઈને પડી હતી' વગેરે. આજનો મોટો ભાગ એ ટોળામાં ભળ્યો છે. એ સામુદાયિક પાપની ક્રિયા છે. સાચી વસ્તુ પર પણ ફાવે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ – - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1504 તેવા દોષારોપણ કરાઈ રહ્યા છે અને દયાના સ્વરૂપને સમજ્યા વગર દ્રવ્યદયા માત્રમાં દોરાયેલા જૈનેતરોને પણ ભોળવીને એમાં ભેળવી પાપ બંધાવે છે; જ્યારે પોતે તો ઘોર પાપ બાંધી જ રહ્યા છે. ઉપસંહારઃ મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન ચાલી રહ્યું છે. એનો આનંદ લૂંટવાના અધિકારી સાચા સાધુઓ જ છે. હવે એ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : સંતોષી નર સદા સુખી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૨, બુધવાર, તા. ૨૯-૩-૧૯૩૦ 101 • મોક્ષનું સુખ અને સંતોષનું સુખ સમાન છે : સમ્યક્ પ્રકારે તોષ તે સંતોષ : ", સંતોષ વિના કશામાં સુખ નથી : પૌગલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે : * ચાણક્ય અને ચંદ્રગુપ્ત : આવી શ્રદ્ધા ધર્મમાં જોઈએ : શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કડવી લાગે : મધુબિંદુ : ગાંડો રાજા ડાહ્યો બન્યો : . • જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી : • દુનિયાનાં તમામ સુખની પરાધીન છે: ઇંદ્રિયોના વિષયોમાં સુખની કલ્પના એ મૂઢતા છે : • વિરોધીઓનો નવો દાવ અને તેનો ખુલાસો : • વિરોધ છતાં અથડામણ નહિ : દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાતમાં પડતા નથી : • એ વાત બનાવટી અને ઉપજાવી કાઢેલી છે : • દેશપ્રેમની વાતો કરી પણ તે માટે તેમણે છોડ્યું શું ? • જૈન સાધુ અને સ્વરાજ : • વિદ્યાનો દુરુપયોગ : : : • વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી : દેશદ્રોહીનો ઇલ્કાબ કોના માટે ? • ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ : મોક્ષનું સુખ અને સંતોષનું સુખ સમાન છેઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘની સ્તુતિ કરતાં અનેક રૂપકોથી તેનું વર્ણન કરે છે. એ રીતે સંઘને મેરૂની સાથે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - , 1506 સરખાવતાં મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન ચાલી રહ્યું છે. સંતોષરૂપ એ નંદનવનનો આનંદ સાધુઓ જ લૂંટી શકે છે. એ આનંદ લૂંટનારે ચિત્તની અધમતાનો ત્યાગ કરવો પડે છે. શુભ અધ્યવસાયો સંગ્રહીને કર્મમલ ખસેડવો પડે છે અને સૂત્રાર્થનું નિરંતર સ્મરણ કરી ચિત્તને પ્રકાશમાન બનાવવું પડે છે. મહાપુરુષોએ મોક્ષના સુખ અને સંતોષના સુખને સરખાં કહ્યાં છે. એ બંને સુખમાં અંતર નથી. સઘળી ઇચ્છાઓનો અભાવ, પુદ્ગલ સંસર્ગનો અભાવ, એકાંત આત્મરમણતા એ જ મોક્ષ. દુનિયાના કોઈ સુખ સાથે સંતોષની સરખામણી થઈ શકે તેમ નથી, કેમ કે એ એનાથી વિપરીત છે. સંતોષમાં સ્થિર થનાર મુક્તિ પામે પણ સંતોષહીન આત્મા કદી મુક્તિ ન પામે. * . સમ્યક પ્રકારે તોષ તે સંતોષઃ દુન્યવી પદાર્થોની ઇચ્છાનો અભાવ એ જ સંતોષ. દાન, શીલ, તપ, ભાવ પણ સંતોષીથી જ બને. કૃપણ, અનાચારી, ઇંદ્રિયાધીન તેમજ અધમ અધ્યવસાયવાળામાં સંતોષ ન હોય. ઉદારતા હોય નહિ, સદાચાર સેવે નહિ, ઇચ્છાઓ ઉપર અંકુશ નહિ, એનામાં સંતોષ ક્યાંથી હોય ? સમ્યક્ પ્રકારે તોષ, તે સંતોષ. જ્ઞાનીએ પોતાના અનુભવનું વર્ણન આ શાસ્ત્રમાં કર્યું છે. જેવો સંતોષનો આનંદ અનુભવ્યો તેવો કહ્યો. તમારી દોડધામમાં “હાજીહા' ભણનારું આ શાસ્ત્ર નથી. તમે જેમાં આનંદ માનો તેમાં આનંદ કહેવા આ શાસ્ત્ર તૈયાર નથી. સંતોષ વિના કશામાં સુખ નથી ? પુદ્ગલના રંગીની અને સંગીની એ દશા છે કે પોંતાના મનગમતી વાત આવે તો એ સાંભળે. નવું આવે અને તેમાંય પોતાને કાંઈ છોડવાનું આવે કે તરત એ મૂંઝાય. માટે તો એને સત્ સાથે જ વિરોધ હોય છે અને તેથી એ સત્ય વસ્તુ સમજી શકતો નથી. મહાપુરુષોએ અનુભવ કરી જીવનમાં ઉતારીને પછી એ બધી વાતોની શાસ્ત્રોમાં નોંધ લીધી છે. આ મહાપુરુષો જેવા તેવા ન હતા. ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા એ, ઉત્તમ સામગ્રીવાળા હતા. ગણધર ગોત્ર બાંધીને આવેલા તથા પૂર્વધર થવા સર્જાયેલા એ આત્માઓ પૂર્વે તેની આરાધના કરીને આવેલા હોય છે. એમણે બધે શોધ કરી, બધાં શાસ્ત્ર જોયાં, દુનિયાના બધા પદાર્થો જોયા, તે પછી જ લખ્યું કે સંતોષ વિના કશામાં સુખ નથી. સંતોષી સાધુ અને અસંતોષી ચક્રવર્તી એ બંનેને સામસામે બે પલ્લામાં બેસાડો તો એકને જેટલું સુખ તેટલું જ બીજાને દુ:ખ. સંતોષીને સુખનો પ્રકર્ષ હોય છે ને અસંતોષીને દુઃખનો પ્રકર્ષ હોય છે. સંતોષ વિના સાચી ઉદારતા, Page #340 -------------------------------------------------------------------------- ________________ 1507 - ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 - ૩૧૯ સાચા સદાચાર કે સાચી ભાવના આવતા નથી. એ ત્રણ માટે ઇચ્છાનો નિરોધ જોઈએ. ઇચ્છાનો અભાવ ન હોય તો ઉદારતા કલંકિત થાય છે. પૌલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે? ઇચ્છાનો અભાવ ન હોય તેવી વ્યક્તિ દાનમાં, શીલમાં, તપમાં, ભાવમાં, બધામાં લાલસાને સામેલ રાખે અને સોદાબાજી કરે. પૌદ્ગલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે. જે ધારણાએ ધર્મ કરે તે ન ફળે તો તરત એ ધર્મથી ખસી જાય છે. ઇતરોમાં પણ નિષ્કામ ભક્તિની પ્રધાનતા છે. એમના ધર્મગુરુઓએ ગમે તેવી સેવા કરનારા શિષ્યો સામે લાંબા સમય સુધી દૃષ્ટિ પણ ન કરીને તેમની પરીક્ષા કરી છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તઃ ચાણક્ય ચંદ્રગુપ્તની પરીક્ષા કર્યાનો એક પ્રસંગ આવે છે. રાજ્યના ભયથી બંને નાસતા ફરે છે. રાજ્યના મારાઓ પીછો કરી રહ્યા છે. નાસતા નાસતા એક સરોવરના કાંઠે ધોબી કપડાં ધોઈ રહ્યો છે. તેને ત્યાંથી ભગાડી તેનો વેષ પહેરી ચાણક્ય કપડાં ધોવા લાગ્યો અને ચંદ્રગુપ્તને સરોવરમાં ડૂબકી મારી છુપાઈ જવા કહ્યું. થોડીવારમાં મારાઓ ત્યાં આવી પહોંચ્યા. ધોબીને પૂછ્યું કે અહીં થોડી વાર પહેલાં બે માણસોને ભાગતા જતા જોયા ? ધોબી કહે, “હા, આ સરોવરમાં છુપાયા છે.” પેલાઓ કપડાં તથા શસ્ત્રો કિનારે ધોબી પાસે મૂકી સરોવરમાં ડૂબકી મારવા તૈયાર થયા. જેવી ડૂબકી મારી કે ચાણક્ય તલવારથી તેમનાં મસ્તક ઉડાડી દીધાં. ચંદ્રગુપ્તને બહાર કાઢી પૂછ્યું કે, “મેં મારાઓને કહ્યું કે, ચંદ્રગુપ્ત આ સરોવરમાં છુપાયો છે. તે સાંભળી તને મારા માટે શો વિચાર આવેલો ?' ચંદ્રગુપ્ત કહે, “તમે તો મારા પિતાના સ્થાને છે. તેથી જે કાંઈ કહ્યું હોય તે મારા ભલા માટે જ હોય. તેથી મને કોઈ જાતનો બીજો વિચાર ન હતો.” કેવી શ્રદ્ધા ? જો એ શ્રદ્ધા ન હોત તો ચંદ્રગુપ્તને એ વખતે થઈ જાત કે “આવો વિશ્વાસઘાત ?” આ દૃષ્ટાંતથી શાસ્ત્ર ફરમાવે છે કે દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે આવી શ્રદ્ધા જોઈએ. એ ન હોય ત્યાં સુધી મનાય કે તત્ત્વમાં પૂરી શ્રદ્ધા નથી. - આવી શ્રદ્ધા ધર્મમાં જોઈએ? મહર્ષિઓએ પ્રાણાંત કષ્ટો સહ્યાં તે આવી જ શ્રદ્ધાએ. બાકી તો પરલોકની વાતો સંપત્તિ સમયે કદી મીઠી લાગે, પરંતુ આપત્તિ વખતે મીઠી લાગવી મુશ્કેલ છે. કોઈકને જ લાગે. શરીરની ચામડી જીવતી ઊતરતી હોય, ઘાણીમાં પિલાવાતું હોય એ વખતે પરલોક યાદ કરી સમભાવે સહાતું હોય એ શ્રદ્ધા કેવી ? બાહ્ય Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ 1503 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તમામ વસ્તુઓને ભૂલી ગયા ત્યારે ને ? આજે તો અમુક રોગ કાઢવા અમુક પાપ કરવું પડે તો તે વખતે મક્કમ રહીને નહિ કરનારા કેટલા? કોઈક જ સાચી શ્રદ્ધા વિના આપત્તિમાં આવું સહોતું નથી. જ્ઞાનીએ કહ્યું તેમાં એકાંત હિતની અવિચલ શ્રદ્ધા જોઈએ. આજે તો ઇરાદાપૂર્વક દુઃખના દાવાનલમાં ફેંકવાનું અને ફેંકાવાનું ચાલુ છે. આપત્તિ વખતે પરલોકની વાતો મીઠી નથી લાગતી. આજે તમને પરલોક ભુલાવવો કે નિયમથી ખસેડવા એ સહેલું છે. ધર્મક્રિયા જરૂરી એમ સૌ કોઈ કહે, પણ પાછું કહે કે, “પણ એ અવસરે હોય, કાંઈ આંખો દહાડો ન હોય; બધું જોવું જોઈએ.” શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કડવી લાગેઃ . ચાણક્ય પ્રત્યે ચંદ્રગુપ્તને શ્રદ્ધા થાય કેમ કે એમાં લાભ પ્રત્યક્ષ છે; અને અહીં તો મળેલું મૂકવાનું છે અને પરોક્ષની આશા પર નિર્ભર રહેવાનું છે. અખંડ શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કરડી લાગવાની. કોઈ પૂછે કે ચક્રવર્તીને દુઃખ શું ? અસંતોષ એ જ દુઃખનો પ્રકર્ષ, બાકી કાંઈ એનો દુઃખનો ફોટો ન પડાય કે જેથી કોઈને બતાવી શકાય ! અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ તો જેને એનો અનુભવ હોય તે જાણે. એનાં કાંઈ બાહ્ય ચિહ્નો નથી કે જે બતાવી શકાય. વિશ્વાસ લાવી તે માર્ગે કદમ ભરવાં જોઈએ. જ્યાં જે વસ્તુ ન હોય ત્યાં તે માનવી-મનાવવી એ મિથ્યાત્વ છે. સંસારમાં રહેવું, આશ્રયોને જીવતા રાખવા, ચિંતાઓ કર્યા કરવી, લાલસાઓથી છૂટવું નહિ અને સંતોષની વાતો કરવી તે મૃષા છે. વ્યાધિ આવે ત્યાં તો પૂર્વનો અશુભોદય કહી શકીએ. પણ આધિ અને ઉપાધિ તો વર્તમાન અસંતોષને જ આભારી છે. રોગીએ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો એટલે ચૌદ આની દુઃખ તો એ મનોબળથી જ ઓછું થઈ જાય છે. મધુબિંદુઃ મધુબિંદુનું દષ્ટાંત વિચારો. જે ડાળી પકડીને ભાગતો માણસ લટક્યો છે તે ડાળીને ઉંદર કાપી રહ્યો છે, જે કૂવા પર લટકે છે તે કૂવામાં ચાર મોટા અજગર મોં ફાડીને બેઠા છે, જ્યારે ઉન્મત્ત બનેલો હાથી તો આખા વૃક્ષને મૂળમાંથી હલાવી ઉખેડી નાંખવા મથી રહ્યો છે. આમ ચારે તરફના ભય વચ્ચે રહેલા તેને વિમાનમાં રહેલો દેવ પોતાના વિમાનમાં આવી જવા કહે છે ત્યારે એક મધના ટીપામાં લુબ્ધ બનેલો તે વિમાનમાં જવા તૈયાર થતો નથી. આવી હાલત અસંતોષી જીવની છે. અસંતોષ એને બધી પીડા ભુલાવે છે. દરેક ઇંદ્રિયોના વિષયો ક્ષણિક છે. છતાં ક્ષણિક લાગતા નથી એનું કારણ ? Page #342 -------------------------------------------------------------------------- ________________ 1500 - ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 - ૩૨૧ ગાંડો રાજા ડાહ્યો બન્યોઃ એક રાજાએ કોઈ રૂપાળી રમણીને પકડી લાવી પોતાની રાણી બનાવી હતી અને એ રાણીના પ્રેમની પાછળ રાજા પાગલ બન્યો હતો. કર્મસંયોગે રાણીને રોગ થયો ને મરી ગઈ. પાગલ રાજા રાણીના મૃતદેહને કાઢવા દેતો નથી. મંત્રીઓએ લાગ જોઈ રાણીના શબને ફેંકાવી દીધું. બે-ત્રણ દિવસ પછી રાણીને શોધી કાઢવાના બહાને મંત્રીઓ રાજાને એ વનમાં લઈ ગયા. દરમ્યાન વનનાં પશુપંખીઓએ રાણીના મૃતદેહને વિકૃત કરી મૂકયો હતો. એ જોઈને ગાંડો રાજા ડાહ્યો બન્યો અને વિચારવા લાગ્યો કે જે શરીરની પાછળ હું પાગલ બન્યો હતો તે શરીરનું સ્વરૂપ આ ? તરત મુગટ ઉતારી રાજ્ય છોડી સંયમ લઈને ચાલી નીકળે છે. જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી લાલસાના કારણે સ્ત્રી પુરુષની સેવા કરે છે, લાલસાના કારણે પુરુષ સ્ત્રીને એની તમામ સામગ્રી પૂરી પાડે છે, લાલસાના કારણે પિતા પુત્રનું લાલનપાલન કરે છે, લાલસાના કારણે પુત્ર પણ પિતાની સેવા કરે છે અને એ લાલસાના કારણે જ અસંતોષનું. દુઃખ દુઃખ તરીકે દેખાતું નથી. રાજા, શહેનશાહ કે ચક્રવર્તીને બોજો ઓછો નથી હોતો. પણ “હું રાજા', “હું શહેનશાહ”, “હું ચક્રવર્તી”, એવી “હું” પદની ભાવનાએ એ જીવે છે અને તેથી બોજો લાગતો નથી. મોટા વેપારીને શાખ સાચવવાની ચિંતા ઓછી નથી, ચોમેર ચિંતાની સગડી સળગતી હોય છે. પણ ચાર જણ સલામ ભરે, એ સલામ એને બધું દુ:ખ ભુલાવૈ છે. જો ક્ષણભર પણ વિચાર કરે તો એક ક્ષણ પણ બંગલામાં એ ન રહે, એ નિશ્ચિતપણે જીવી ન શકે. જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી. પરંતુ “હું” અને “મારું” એ ભાવનામાં તકલીફો એને જણાતી નથી. તમે એકાંતમાં બેસી થોડો પણ વિચાર કરો તો અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ સ્પષ્ટ સમજાય તેવું છે. ચિત્ર પણ યથાર્થ રીતે જોવું હોય તો તેનો કળાકાર જે દિશામાં જે ખૂણેથી જોવાનું કહે તે રીતે જોવું જોઈએ. શાસ્ત્રકારો પણ આ બધી વાતો સમજવા માટે તમને તેમના જેવા વિચારના બનવાનું કહે છે. મહાપુરુષોએ પ્રાણાંત કષ્ટ સહ્યાં ક્યારે ? ભવિષ્યના સુખ માટે વર્તમાનનાં દુઃખ સહાય ક્યારે ? અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ સમજાય ત્યારે. દુનિયાનાં તમામ સુખ પરાધીન છે? જ્ઞાની કહે છે કે સંતોષનું સુખ સ્વાધીન છે, જ્યારે દુનિયાનાં તમામ સુખ પરાધીન છે. ખાવાનું પણ પીરસનારી મનગમતી વસ્તુ પીરસે તો ભાવે, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ - - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1510 ફેરફાર થાય તો ન ભાવે. સ્વાદ લાગવો તે ખાવાની વસ્તુ તેમજ રસના ઇંદ્રિયને આભારી છે. વસ્તુ સારી ન હોય અથવા જીભમાં રોગ હોય તો સ્વાદ ન આવે. એ સુખ પરાધીન છે. પાંચ ઇંદ્રિયોના શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ એ તમામ સુખ પરાધીન છે. ગાનતાનનો રસિયો હોય, ગાનતાન મજેથી ચાલતાં હોય પણ એમાં જો માથું ચડે કે પેટમાં શૂળ ઊપડે તો તરત ગાનતાન બંધ કરવાનું કહે; પછી એ અવાજ એનાથી ન ખમાય. પરાધીન વસ્તુમાંથી સુખ મેળવવું એ આત્માની સત્તાની વાત નથી પણ સત્તા બહારની વાત છે. ઇંદ્રિયોના વિષયોમાં સુખની કલ્પના તે મૂઢતા છે: ' જ્ઞાનીઓ કહે છે કે દુનિયાનાં મનગમતાં બધાં સુખ આજ સુધી કોઈએ મેળવ્યાં નથી અને મેળવશે નહિ. આત્માનું સુખ તો અનંતા આત્માઓએ મેળવ્યું છે, મેળવે છે અને મેળવશે. ખાતાં મૂકવી ન ગમે એવી સ્વાદિષ્ટ-ચીજ પણ ભાણે બેઠેલો માણસ ખાય ક્યાં સુધી ? પુદ્ગલના વિષયો પરિમિત, ઇંદ્રિયના વિષયો પરિમિત, ભોગવટો પરિમિત, દુનિયાની ચીજો પરિમિત અને ઇચ્છાઓ અપરિમિત. ઇચ્છાનો અંત નથી. દુનિયાના વિષયોનું કોઈ પણ સુખ આત્માને સ્વાધીન નથી પણ પરાધીન છે. પરાધીનતામાં સુખની કલ્પના કરવી તે ઝાંઝવાનાં જળ પાછળ અટવાઈ મરવા જેવું છે. ભાણે બેઠેલો મનભાવતી વસ્તુ ગળા સુધી ઠાંસીને ખાય પણ પછી શું ? પેટ ચડે, તૃષા વધે, ગળું સુકાય અને પાણીની જગ્યા ન હોય ત્યારે કઈ હાલત ? લેવાના દેવા થાય. પેટમાં પીડા ઊપડે ને ડૉક્ટરને બોલાવવા દોડાદોડ થાય. દુનિયાના પદાર્થોનું, ઇંદ્રિયોના વિષયોનું તમામ સુખ પરાધીન છે. એમાં સુખની કલ્પના તે મૂઢતા છે. સભાઃ “પણ ખાવામાં માપ રાખે તો ?' તો તો સંતોષ આવ્યો ને ? ત્યાં તો આ શાસ્ત્રની વાત જ આવી. ઈચ્છા ઉપર અંકુશ આવીને ઊભો રહ્યો. પછી વાંધો ન રહ્યો. ખાવા બેસે ત્યાં પરિમિત ખાય કોણ ? સંતોષી હોય તે. જમણમાં કેટલાક માણસો મિષ્ટાન્ન ન ખાય પણ ગરમા-ગરમ ભજિયાં અને મસાલાદાર વાલ પેટ ભરીને ખાય તે શાથી ? સ્વાદને વશ થઈને. જાણે છે કે એકલું કઠોળ ખાવાથી ઝાડા થાય. પણ સ્વાદમાં લુબ્ધ બનીને ખાય. પરાધીન વસ્તુમાંથી કોઈ આત્મા ઇચ્છા મુજબ સુખ ન મેળવી શકે. સંતોષી જ સિદ્ધિસુખનો પણ અનુભવ કરી શકે. પૌદ્ગલિક ઇચ્છાના કાપમાં બધું આવી જાય. શ્રી જિનેશ્વરદેવને શાસનની ખૂબી એ છે કે એક વાત લીધી એટલે તેમાં બીજી અનેક વાતો આવી જ જાય. ઘણાથી આ નથી ખમાતું. તેઓ મૂંઝાય છે એટલે વાતમાં અટકાયત લાવવા બનતી કોશિશ કરે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ 1511. – ૨૧-: સંતોષી નર સદા સુખી – 101 - છે. સીધો હલ્લો લાવી શકતા નથી. કેમ કે પ્રભુના આગમ સામે સીધો વિરોધ ટકી શકતો નથી. પછી ફાવતા નથી એટલે વાંકા માર્ગે જાય છે. વિરોધીઓનો નવો દાવ અને તેનો ખુલાસો આજે એક વાતનો ખુલાસો કરવો જરૂરી હોઈ આટલી પીઠિકા કરવી પડે છે. અહીં વ્યાખ્યાન રોજ વંચાય છે અને તમે બધા રોજ સાંભળો છે. કોઈ પણ નવા આવ્યા હોય તો તે પણ સાચી વાત જાણી શકે તે આ ખુલાસાનો હેતુ છે. તમે જાણો છો કે અહીં વાનમાં ચાલી રહેલી રાજકીય હિલચાલ અંગે આપણે કાંઈ બોલતા નથી. ક્યારેક કોઈ બે વાત બોલ્યા હોઈએ તો તે શાસનને ઉપયોગી લાગી હોય તેવી જ, તે સિવાય કશું નહિ. વિરોધ કરનારાઓએ પહેલાં ઘણો વિરોધ કર્યો પણ એકેય વાતમાં ફાવ્યા નહિ. પછી વ્યાખ્યાનમાંથી એક વાક્ય પકડીને દુનિયાભરમાં ઘૂમ્યા, અજ્ઞાન ટોળાંને ભેગાં કરી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, અનેક ખટપટ કરી કાગળના ઘોડે ઠરાવો કર્યા અને એમની ઇચ્છા તો એવી હતી કે હિંદુસ્તાનભરના સંઘોમાં વિરોધના ઠરાવો થાય તો આ સાધુ ફેંકાઈ જાય અને હંમેશને માટે આડે આવતા મટી જાય. પણ એ પ્રયત્નમાં પણ પાછા પડ્યા અને પરિણામ એવું આવ્યું કે એમના આગેવાનને કબૂલવું પડ્યું, કે “ખરેખર, આપણે નકામો કાગારોળ મચાવ્યો, આમાં ઉતાવળ થઈ ગઈ છે, વાત એટલી મહત્ત્વની ન હતી. કાયદો, વ્યવહાર અને ધર્મગુરુપણાની દૃષ્ટિએ આવું કહેવાનો એમને અધિકાર હતો.” સભાઃ “આ તો ઈંડા પ્રકરણની વાત છે.' હા, એ જ વાત છે. એ બહાને વ્યાખ્યાન બંધ રખાવવા પણ બધે ફરી વળ્યા; પણ એમાંયે ન ફાવ્યા. સમજી ગયા કે આપણા બધા દાવ અવળા પડ્યા, એટલે હવે પાછો એક નવો દાવ ખેલવા તૈયાર થયા. દુનિયા જેને માને છે તેની સામે અથડામણમાં ઊતારવાનો કિસ્સો ગોઠવ્યો છે. પણ તેમને ખબર નથી કે અમે (જૈન સાધુઓ) કોઈની સામે ખોટી અથડામણમાં ઊતરતા નથી. આ શાસનની સામે છ દર્શનો ઊભાં છે. કોઈ અમુક ન માને તો કોઈ અમુક નયા માને, જ્યારે આ દર્શન ભિન્ન ભિન્ન અપેક્ષાએ સર્વનય માને છે. આવા સંખ્યાતીત વિરોધ છતાં આ શાસને ક્યાંય કોઈની સામે અથડામણો ઊભી કરી ? નહિ જ. સાધુની દૃષ્ટિએ અઢારે પાપસ્થાન પાપ છે અને એ દૃષ્ટિએ તો તમે પણ પાપી છો. રોજ ભગવાનની વાણી સાંભળો છો, ‘હિંસામાં પાપ” એ રોજ સાંભળો છો. છતાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા મને કે કમને રોજ કરો છો તે અમે જાણીએ છીએ, તો Page #345 -------------------------------------------------------------------------- ________________ . 1512 ૩૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ હવે અમે શું કરીએ ? તમને અહીંથી કાઢી મૂકીએ ? ચક્રવર્તીઓ સામ્રાજ્ય છોડીને સાધુ થયા, રાજ્યને ખરાબ કહ્યું. પણ પછી રાજ્ય કરનારાઓની બોચી પકડવા ગયા ? ના, એ ન જે જાય. બધાને દુઃખથી મુકાવી મુક્તિમાં મોકલવાની શ્રી જિનેશ્વરદેવોને ભાવના હતી. છતાં ઊંચકીને કોઈને લઈ ગયા ? શી રીતે લઈ જાય ? એ તો મુક્તિનો માર્ગ બતાવે પછી જેને જવું હોય તે જાય. બાકી જો ઊંચકીને લઈ જવાતા હોત તો એકને પણ બાકી ન રાખત. “અહિંસા પરમો ધર્મ:' એ સિદ્ધાંતનું અણીશુદ્ધ પાલન કરવાથી મુક્તિ મળે એમ ભગવાને કહ્યું. ગણધર દેવો, પૂર્વધરો અને મહાપુરુષો એ સિદ્ધાંત તરફ આપણને ખેંચે અને ખેંચાઈને એ નિયમ જે પાળે તેને મુક્તિ મળે. આમ છતાં કોઈ પાપાત્મા કહે કે, હું તો હિંસા કરવાનો જ, તો કોઈ એને મારવા ગયું ?' વિરોધ છતાં અથડામણ નહિ? અમુક દૃષ્ટિએ જોવા જઈએ તો વિરોધ ગણાય. પણ તેથી અથડામણ કરવાનું કોઈ કારણ નથી. સંયમનો માર્ગ દર્શાવવો એમાં આવા વિરોધની આવશ્યકતા નથી. શ્રી જિનેશ્વરદેવના પ્રવચનને પામેલો, પ્રભુમાર્ગનો જાણકાર કશું એવું વાહિયાત ન બોલે કે જે એને ચાર જણ વચ્ચે પુરવાર કરવું પણ ભારે પડે. વિરોધીઓ સીધો હલ્લો કરવામાં ન ફાવ્યા ત્યારે હવે શું કરે ? બનાવટી વાતો ઊભી કરે. ન હોય તેવી વાતો ઉપજાવે. આ લોકોએ પણ એવો દાવ શોધ્યો છે. અત્યારની રાજકીય ચળવળથી તમે બધા વાકેફ છો. કોઈ છૂપી વાત નથી. રોજ છાપામાં તમે અમે વાંચીએ છીએ. સ્વરાજ મેળવવાની આ હિલચાલ ચોમેર પ્રસરેલી છે. અનેક મરવા તૈયાર થયેલા એમાં જોડાયા છે. કોઈ હૃદયથી તો કોઈ ઉપર ઉપરથી, તેની વિગતમાં આપણે ઊતરવા માંગતા નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાતમાં પડતા નથીઃ હું તો રોજ કહું છું કે દુન્યવી પ્રવૃત્તિઓ સાથે અમારે લાગતુંવળગતું નથી. અમે આ સંસારને અને સંસારનાં રાજ ઋદ્ધિ સિદ્ધિ સાહ્યબી તમામને ખોટી માનીએ છીએ; માત્ર મોક્ષને જ સાચો માનીએ છીએ. શ્રી જિનેશ્વરદેવે એ જ કહ્યું છે, અમે એ જ માનીએ છીએ અને જે અહીં આવે તેમને એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાત આપણે અહીં કરતા નથી. એનું જ મંડન કરીએ છીએ. એ મંડન કરતાં એનાથી વિરુદ્ધ વાતનું સામાન્ય ખંડન થાય છે તે જુદી વાત છે. પરંતુ તે સિવાય ખાસ કોઈ બીજી વાતમાં આપણે પડતા નથી. એ રત્નત્રયીનો ખાસ કોઈ વિરોધ કરે ત્યારે એનો બચાવ કરીએ કે એ વિરોધનું ખંડન કરવું પડે તો કરીએ એ વાત Page #346 -------------------------------------------------------------------------- ________________ 1513 – ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 – ૩૨૫ બરાબર છે, પરંતુ ત્યારે પણ એ સિવાયની બીજી વાત આપણે કરતા નથી. વિરોધીઓ સમૂજી ગયા છે કે આ તો એવી કિલ્લેબંધી કરીને બેઠા છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાયની કોઈ ચોથી વાતમાં તો પડતા જ નથી. એટલે હવે એક નવો દાવ એમણે ફેંક્યો. એક નવી વિચિત્ર વાત ઉપજાવી કાઢી અને યુવકસંઘની પત્રિકામાં લખ્યું કે – ગાંધી મીઠું ચોરવા જાય છે માટે એને પૈસા આપવામાં તથા મદદ કરવામાં પાપ છે.” આવું રામવિજયજી કહે છે તથા જેને તેને ખાદી ન પહેરવાના નિયમ આપે છે. - એ વાત બનાવટી અને ઉપજાવી કાઢેલી છે? . આપણે આજ દિવસમાં આવી કોઈ વાત કરી નથી. કેવળ બનાવટી વાત ઉપજાવી કાઢી છે; પરંતુ વાત ઉપજાવતાં પણ આવડી નથી. ગાંધી પોતે ખુલ્લું આહ્વાન કરીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવો પડકાર કરીને અને દાંડી પીટીને જાય છે, “એંશી જણ સાથે જાય છે ને નથી પકડી શકતા તો એંશી હજાર જશે તેને કેમ પકડશે !' એમ કહીને ખુલ્લી રીતે જનારને કોઈ સામાન્ય બુદ્ધિવાળો પણ ચોર કહે ખરો ? એ શું કાંઈ કોઈનો માલ બથાવી પાડવા જાય છે ? આ પત્રિકાના લખનારા ભણેલા બુદ્ધિશાળી છે કે અભણ ગમાર છે તે સમજાતું નથી. આવું લખનારમાં અક્કલ કેટલી માનવી ? અહીં આવનારા નવા માણસો આવી ખોટી અને બનાવટી વાતોમાં જ આવી જાય માટે આ ખુલાસો કરાય છે. કેવળ ધર્મ અને ધર્મીઓ પ્રત્યેના ઈષ્યભાવથી એ મલિન બુદ્ધિવાળાઓ આવી બનાવટી વાતો ઊભી કરે છે. વ્યાખ્યાન બંધ કરાવવા ઠેઠ સુધી પહોંચ્યા હતા પણ એમાં ફાવ્યા નહિ. સત્તાધીશોએ કહ્યું કે, “વ્યાખ્યાન બંધ કઈ રીતે કરાવાય ?' સ્વતંત્રતાની વાતો કરનારા બીજાની સ્વતંત્રતાને રૂંધવા કેવા કૂટ પ્રયત્નો કરે છે તે જુઓ. દેશપ્રેમની વાતો કરી પણ તે માટે તેમણે છોડ્યું શું? તેઓ જેમને પોતાના મહાન નેતા ગણે છે અને જેમની આટલી મહત્તા ગાય છે તેમના કહેવા મુજબ પોતાની વકીલાત છોડી ? આ યુવક સંઘના મુખપત્રના તંત્રીઓ, વકીલો, ધારાશાસ્ત્રીઓ અને ડૉક્ટરો છે. તેઓ વાતો ગમે તેટલી કરે, દેશપ્રેમનાં ભાષણો અને લેખો લખે પણ તે માટે કશું છોડવા તૈયાર નથી. એવો અવસર આવ્યો ત્યારે એ બધા ક્યાં સૂઈ ગયા હતા ? ૧૯૨૦૨૧ની સાલમાં પણ નથી છોડ્યું અને અત્યારે પણ નથી છોડવાના. એમના Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1514 સ્વાર્થ અને પ્રપંચ તો હવે ઉઘાડાં પડી ગયેલાં છે. અમને જૈન સાધુઓને એ બધી વાત સાથે કોઈ નિસબત નથી. નમુચી ગાદીએ બેઠો ત્યારે બધા આશીર્વાદ દેવા ગયા, પણ જૈન સાધુઓ નથી ગયા. નમુચીને રોષ આવ્યો તો ભલે આવ્યો પણ જૈન સાધુને એ રાજગાદી સાથે નિસબત હોય તો જાય ને ? આપણે કોઈને ખાદીની ના પાડી નથી પણ એ નામદારો ખાદી કેવી અને ક્યાં પહેરે છે તે વાતમાં ઊંડા ઊતરવામાં સાર નથી. જ્યાં જેવો રંગ તેને અનુરૂપ વેષ પહેરવાના દેખાવ એ લોકો સારી રીતે કરી શકે છે. ' ' . જૈન સાધુ અને સ્વરાજઃ જૈન સાધુ તો સંયમ સ્વીકાર્યું ત્યારથી સ્વરાજ પામેલા જ છે. દીક્ષા લે ત્યારથી ખુલ્લા પગે ચાલે છે. વાહનની એમને પરવા નથી, હજામની એમને જરૂર નથી, ધોબીનો એમને ખપ નથી, દુન્યવી કોઈ ચીજની સ્પૃહા નથી, સઘળી ગુલામીથી એ મુક્ત બન્યા છે. આવું સ્વરાજ પોતે પામેલા છે અને દુનિયામાં ઠેર ઠેર ફરીને લોકોને આવું સ્વરાજ આપવાનો એ પ્રયત્ન કરે છે. આ બધું બોલવાની આપણને જરૂર ન હતી. પણ આ નામદારોએ બોલવાની ફરજ પાડી છે. બુદ્ધિ હોય તો સામે આવીને પ્રામાણિક વિરોધ કરે તો વાંધો નહિ પણ સિદ્ધાંતની વાતમાં સીધી રીતે ફાવટ ન આવી માટે આવા ઉપાયો યોજે તેમાં તેમની કાંઈ લાયકાત ન કહેવાય. જે વખતે જે ઘોંઘાટ ચાલતો હોય તેના ઓઠા નીચે ધર્મ સામે વિપ્લવ જગાડવાની એ લોકોની મનોવૃત્તિ સારી નથી. વિધાનો દુરુપયોગઃ આ યુવક સંઘના સેક્રેટરીઓ ભણેલાગણેલા ડિગ્રીધારીઓ છે. પણ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું મન થાય છે. ખોટું લખતાં કે બોલતાં એ અચકાતા નથી, યેનકેન પ્રકારે દેવ, ગુરુ, ધર્મને હલકા પાડવાના એ પ્રયત્નો કરે છે. શાસ્ત્ર વિરુદ્ધ બોલવા-ચાલવાનો એમને શોખ જાગ્યો છે. દુન્યવી કામનાઓ સિદ્ધ કરવામાં નડતરરૂપ હોવાથી દેવ, ગુરુ, ધર્મની નિંદા કરતાં તેઓ અચકાતા નથી અને એમના માટે ગમે તેવી બનાવટી વાતો ઊભી કરવામાં પાછી પાની કરતા નથી. આવા વિષયાંધોને જ્ઞાનીઓએ જન્માંધા કરતાં પણ ભૂંડા કહ્યા છે. જન્માંધ તો સારા કે જે હોય તે ન જોઈ શકે પણ વિષયાંધ તો એવા છે કે જે ન હોય તે જુએ. આવી બનાવટી વાતો કરનારાને તો દુનિયા પણ ઓળખી લે છે. આવું કરવાથી એમની પ્રતિષ્ઠા ઘટે છે ને ડિગ્રીઓ લાજે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ 1515 - ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 - ૩૨૭ વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી ? હવે તેમના જે દેશનેતાની તેઓ આટલી મહત્તા ગાય છે તે શું કહે છે ? એમણે જાહેર કર્યું છે કે આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થીઓ, કૉલેજિયનો, વકીલો અને વૈપારીઓ, જો સ્કૂલ, કૉલેજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તેઓ દેશદ્રોહીઓ છે. હવે વિચારો કે દ્રોહી કોણ ? અમે તો સ્કૂલ, કૉલેજમાં જતા નથી, વેપાર ધંધા કરતા નથી અને કોઈ ખેંચી ન જાય તો કોર્ટનાં પગથિયાં ચડતા નથી. અમે જો કોર્ટે જતા હોત તો આવું ખોટું લખનારાને ભારે પડત. પણ એ ખટપટમાં અમે પડતા નથી. હવે જેઓ દેશના નામે મોટી મોટી વાતો કરે છે, તેમનાં જીવન તપાસો. ભગવાન મહાવીરને ન માને તો એ જાણે પણ જેમને માને છે, જેમના નામે મોટી મોટી વાતો કરે છે, તેમના આદેશોને તો અમલમાં મૂકે ને ? પણ ના. વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી. તેમની વાતો એ તો નર્યો દંભ છે. * . દેશદ્રોહીનો ઇલ્કાબ કોના માટે એ લોકો કોલેજોની પુષ્ટિ કરી રહ્યા છે, જ્યારે એમના નેતા તેમ કરવાની ના પાડે છે. હિંસા કરી ડૉક્ટરી લાઇન વિકસાવી રહ્યા છે, જ્યારે એમના નેતા રાજકીય પ્રવૃત્તિમાં પણ હિંસાની ના પાડે છે. જેના નામે વાતો કરે છે તેના કહેવાથી વિપરીત વર્તન કરે છે. કોર્ટમાં ગયા વગર રહેતા નથી, રાજ્યનાં ખાતાંઓને નભાવે છે, કારખાનાંઓ ખોલાવે છે અને પાછા દેશભક્તિનો દાવો કરે છે. કેવળ વાતો કરવા સિવાય દેશ ખાતર કશો ભોગ નહિ આપનારા એ બધા તો દેશ જ્યારે સ્વતંત્ર બને ત્યારે પણ દેશદ્રોહીનો ઇક્લાબ મેળવવાના અધિકારી ગણાશે. આપણે તો કહી શકીએ છીએ કે, “અમે ધર્મક્રિયામાં રક્ત હતા, દેશની અને વિશ્વની શાંતિ માટે દર પખ્ખીએ દેશ, રાજ, પુર બધાને શાંતિર્ભવત'ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા, દુનિયાભરને માટે શાંતિની પ્રાર્થના અમારી ચાલુ જ હતી” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃત્તિ તો ઉપકારક જ છે. ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ઃ આજની હિલચાલમાં અંગ્રેજી શિક્ષણ છોડવાનું કહેવામાં આવે છે. જ્યારે આપણે તો આરંભ-સમારંભ વધારે એવા શિક્ષણનો પહેલેથી જ વિરોધ કરતા આવ્યા છીએ. “મહાવીર વિદ્યાલયનો વિરોધ કેમ કરો છો ?” એવું હવે એમનાથી પુછાય તેમ નથી. રાજકીય પ્રવૃત્તિમાં હિંસાનો નિષેધ થાય છે ત્યાં Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1516 ભણતર માટે દેડકાં મારવાનું કેમ કહેવાય ? વાતો કરનારા આ બધી વાતોનો અમલ નથી કરતા. પરંતુ માત્ર ધર્મ પ્રત્યે વૈર કેળવે છે. જે તરફનો પવન વાય તે તરફની જાવસોઈ કરે. બોલે ઘણું પણ કરે કાંઈ નહિ. સાધુ તો શક્ય હોય તે જ બોલે. બોલે અને ન થાય તો ?” એની તેમને ચિંતા હોય છે. માટે તો ‘પ્રાય, વર્તમાન જોગ, ક્ષેત્ર સ્પર્શના” વગેરે શબ્દપ્રયોગો સાધુઓ પોતાની ભાષામાં કરે છે. પેલા તો “હા” એ “હા” કરે અને અવસરે ફેરવી તોળે. જૂઠું બોલવાનો ભય એમને નહિ. આ તેમની પામરતા છે અને એ અવસરે પરખાઈ જાય છે. તમને મારી સલાહ છે કે એવાના ઝપાટામાં આવી જઈ ધર્મને ન ભૂલતા.ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ. ધર્મ ભૂલીને દેશની કે પ્રજાની આબાદી કોઈ કરી શક્યું નથી અને કરી શકશે નહિ. ધર્મ ભુલાય ત્યાં નુકસાન નક્કી છે. દેવ, ગુરુ, ધર્મને આઘા મૂક્યાં તો ભટકાઈ મરશો અને મૂર્ખમાં ખપાશો. . ઉપસંહારઃ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય એ બધી પ્રવૃત્તિ કરવા યોગ્ય; અને આજ્ઞાનો ઘાત થાય એ બધી પ્રવૃત્તિ તજવા યોગ્ય છે. દેવ, ગુરુ, ધર્મની સેવામાં કલ્યાણ છે. સ્વનું, પરનું અને વિશ્વનું કલ્યાણ એ ત્રણેની સેવામાં છે. એ ત્રણની સેવા આવી એટલે સંતોષ આવ્યો. સંતોષ આવ્યો અને ઇચ્છા ગઈ એટલે સાહ્યબી તૈયાર છે. ઇચ્છા રોકાઈ એટલે સુખ આવ્યું જ સમજો. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કાન ખુલ્લા રાખવાથી તો ઇચ્છા હોય તો ન પણ સંભળાય, પણ કાન બંધ કર્યા તો શબ્દાદ્વૈત સંભળાય. એ રીતે ઇચ્છાઓ રોકાણી, દુનિયાના પદાર્થોની ઇચ્છાઓ ભુલાણી કે સુખસાહ્યબી તૈયાર જ છે. સંતોષરૂપી નંદનવનના સુખનું હજી પણ વિશેષ વર્ણન જ્ઞાનીઓ કઈ રીતે કરે છે તે હવે પછી. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૨, ગુરુવાર, તા. ૨૭-૩-૧૯૩૦ 102 ઇચ્છા માત્રનો અભાવ એ જ સંતોષ : સંતોષનું સુખ સ્વાધીન છે : • જે સંતોષથી ભાગે એનાથી સુખ ભાગે : અપાત્રને મળેલી લબ્ધિ પણ ઉત્પાત મચાવે : જ્ઞાનદાનનો હેતુ શો ? મળેલી લબ્ધિઓનો ઉપયોગ શો ? • સુગંધીના સ્થાને શીલ : શીલ અર્થાત્ સદાચાર : પાંચ મહાવ્રતોરૂ૫ સદાચાર : • દુનિયા અન્યાયથી તો ભરેલી છે : • મોહરાજાના ભામટા દૂતો : જાતમાં પણ અન્યાય ભર્યો છે : • જૈનશાસન પામ્યા વિના સાચો ન્યાય નથી : • ઘરમાં ધર્મ થાય તે સરસવ જેટલો : - • દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ? યોગ્યતા વિના અંગત ઉપદેશ ન અપાય : • મુનિને ઉપદેશની આજ્ઞા પણ આદેશની નહિ ? સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મના : • શાસ્ત્રો કદી ખોટી હઠ ન કરે : • ભાવના સારી હોવા છતાં અમલ યોગ્યતાના આધારે : • પ્રવૃત્તિ સુખ માટે છતાં સુખી કેમ નહિ ? દરેક કાળમાં અયોગ્ય માણસો હોય : • કર્મસત્તા માન્યા વિના છૂટકો નથીઃ • અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન : કર્મસત્તાથી બચાવનાર એક શ્રી જૈનશાસન છે : દ્રવ્યઉપકાર નામનો, ભાવઉપકાર કામનો : • ભાવ ઉપકારમાં ભય નથી : Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1518 ઇચ્છા માત્રનો અભાવ એ જ સંતોષ : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘની મેરૂ સાથે સરખામણી કરતાં પીઠ, મેખલા અને કૂટ સાથે સરખામણી કર્યા બાદ હવે નંદનવન સાથે સરખાવે છે. શ્રીસંઘરૂપ મેરૂનું નંદનવન સંતોષ છે. એ નંદનવનનો આનંદ સંપૂર્ણ રીતે સાધુઓ જ લૂંટી શકે છે. સંતોષ એ એવી વસ્તુ છે કે મુક્તિમાં ગયા પહેલાં જ મુક્તિસુખનો અનુભવ કરાવે છે, એનો સ્પષ્ટ ખ્યાલ કરાવે છે, છેવટ એની ઝાંખી તો કરાવે જ છે. સ્તોમાં જે સુખ અનુભવાય છે તે જ સુખ મોક્ષમાં છે, પરંતુ ત્યાં એ સંપૂર્ણપણે છે. કેમ કે કોઈ પણ પ્રકારની મલિનતાનો ત્યાં એક પણ હેતુ રહ્યો નથી. ઇચ્છા માત્રનો અભાવ, જડના સંસર્ગ માત્રનો અભાવ, એ જ સંતોષ. જડના સંસર્ગના યોગે જન્મતી તૃષ્ણાને રોકવી એ જ સંતોષ. એ સંતોષ પૂર્ણ કોટિએ પહોંચે ત્યારે મુક્તિ. જડના સંસર્ગની ઇચ્છા ઘટે નહિ ત્યાં સુધી અશુભ ધ્યાન જાય નહિ ને શુભ ધ્યાન આવે નહિ. જડના સંસર્ગની આશામાં આર્દ્રધ્યાન ને રૌદ્રધ્યાન છે. એના અભાવમાં ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાન છે. દુનિયાના પદાર્થોની ઇચ્છા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ અનુપમ સુખ મળતું જાય. સંતોષનું સુખ સ્વાધીન છે પરાધીન વસ્તુ મેળવવાની ઝંખનાથી, ન મળે તો રોવાથી કે ગભરાવાથી સુખ કદી મળતું નથી. સંતોષનું સુખ સ્વાધીન છે. જ્યારે દુનિયાનું સુખ પરાધીન છે. પારકા પાસેથી મંળનાર સુખનો આધાર એની મહેરબાની પર છે. દુનિયાની એક પણ ચીજ એવી નથી કે જે સ્થિર હોય, એકસરખી રહેવાની હોય, એમાં ફેરફાર થવાનો ન હોય અને કેવળ સુખ આપનારી હોય. એમાં પલટો આવે કે સુખમાં પલટો થાય જ. મોક્ષસુખ સ્વાધીન છે અને તે સંતોષરૂપી નંદનવનમાંથી આંશિક પ્રાપ્ત થાય છે. જે સંતોષથી ભાગે એનાથી સુખ ભાગે ઃ જે સંતોષમાં ઝીલે, મુક્તિને આરાધે તે સુખ પામે. જે સંતોષથી ભાગે એનાથી સુખ પણ ભાગે. સંતોષરૂપી નંદનવનનો આનંદ સંપૂર્ણ રીતે મુનિઓ લઈ શકે છે, કેમ કે એ એમાં રહી શકે છે. દુનિયામાં બાગબગીચામાં હરવાફરવાનો આનંદ કોણ લઈ શકે છે ? જેમને ઉપાધિ ન હોય તે. ખાનપાનની સામગ્રી ભરપૂર હોય, ધંધા પાણીની ચિંતાનો બોજ ન હોય, એવા સુખી માણસો નિરાંતે બગીચામાં ફ૨વા હ૨વા જઈ શકે. ઘરમાં ખાવાનાં ફાંફાં હોય, હૈયામાં ચિંતાની લ્હાય લાગી હોય તે બગીચામાં ફરવા જઈ શકે ? Page #352 -------------------------------------------------------------------------- ________________ 1519 ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો બગીચો એ સુખ, શાંતિ, આરામ અને આહ્લાદક સુગંધી ફેલાવનાર સ્થાન છે. પણ દુ:ખિયા જીવને તો એ બાળનારું સાધન છે. ચિંતાથી સળગી રહેલાને એ બગીચામાં ઠંડક આપતા ફુવારા પાસે લઈ જાઓ તોયે એને ચેન ન પડે. એની બળતરા મટે નહિ . અંદર બળતરા ચાલતી હોય ત્યારે બહારની ઠંડક કાંઈ શાંતિ આપી શકતી નથી. ઊલટી બોજારૂપ બને છે. દુન્યવી સંસર્ગની ચિંતા મટે તો જ શ્રીસંઘના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટી શકાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ છોડે તે જ એ નંદનવનમાં મહાલી શકે. - 102 ૩૩૧ અપાત્રને મળેલી લબ્ધિ પણ ઉત્પાત મચાવે સ્વાધીન સુખને મૂકી બહારના સુખ પાછળ ભટકે એની આબરૂ શી ? પ્રભુના શાસનને પામેલાં આત્માની એક જ ઇચ્છા હોય કે ક્યારે આ બધી જંજાળથી મુક્ત થાઉં ! તો જ એ સંતોષ પામે. આ નંદનવનમાં ઘણી લબ્ધિઓ છે. અહીં રહેનાર મહર્ષિઓ એવી લબ્ધિઓ પામે છે કે જેના યોગે આખી દુનિયાને જોઈ શકે, દૂરના પદાર્થો નજીકથી નિહાળે, દૂર રહેલાની સાથે વાતચીત કરી શકે; ટૂંકમાં એને માટે કશું મુશ્કેલ નથી. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન પણ થાય. પણ એ થાય તેને કે જે સંતોષરૂપી નંદનવનમાં સ્થિર બને. એ મળેલી લબ્ધિઓથી એ પોતાનું અને પરનું પણ હિત કરે છે. અરે ! વગર પ્રયત્ને પણ એમનાથી દુનિયાનું હિત થયે જાય છે. એમના દેહના મળ પણ એવા થઈ જાય કે એને સ્પર્શીને ગયેલો વાયુ રોગીને સ્પર્શે તો એના રોગ દૂર થઈ જાય. આ લબ્ધિ સંતોષરૂપી નંદનવનના ભોક્તાને મળે અર્થાત્ સંતોષીને મળે. અસંતોષીને કદાપિ મળી જાય તો એ તો મળેલી એ લબ્ધિથી ઉલ્કાપાત મચાવે. આજે પણ ભણતર વધે તેમ ગાંડપણ વધે છે ને ? કેમ ? સંતોષ નથી માટે. ભણેલો કદી ઉન્મત્ત કે ઉચ્છંખલ હોય ? વસ્તુને મેળવીને એનો સદુપયોગ કરે તે જ વસ્તુતઃ એનો લાભ મેળવી શકે; બાકી તો લબ્ધિ મળે ને પેટી ખોલીને બેસી જાય, એવા અપાત્ર અને લાલસાવાળાને એવી વસ્તુઓ મળતી જ નથી. જ્ઞાનદાનનો હેતુ શો ? આજે તો પેદા થતી સામાન્ય લબ્ધિઓ પણ પચાવી નથી શકાતી તો વિશિષ્ટ લબ્ધિઓ માટે તો શું થાય ? ભણતર, વિદ્યા, મતિ-શ્રુતનો ક્ષયોપશમ વગેરે પણ લબ્ધિ છે ને ? થોડું ભણ્યો, જરા લખતાં-બોલતાં આવડ્યું કે એનો રૂવાબ વધી જાય અને તોફાન મચાવે. જો એને પૂર્વનું જ્ઞાન હોય તો તો એ શું ન કરત ? પણ એ હોય જ નહિ. એ જ્ઞાન દરેકને ન પચે અને તેથી દરેકને એ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1520 જ્ઞાન આપવાનો અધિકાર પણ નથી. કેવળ સ્વાર્થ માટે ભણનારા તો દુનિયાને શ્રાપરૂપ છે, એમ જૈનશાસન માને છે; કારણ કે પોતાના સ્વાર્થ માટે બીજાને ગમે તેટલું પણ નુકસાન પહોંચાડતાં એ અચકાતા નથી, માટે તેમનું જ્ઞાન એ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે. ધોળે દિવસે લોકોની આંખમાં ધૂળ નાંખી લૂંટ ચલાવવાની કે એકના ચાર કરવાની લાલચ બતાવી છેતરપિંડી કરવાની કળા ભણનારા પરિણામ શું લાવે ? એ પોતાની મેળે એવું ભણતો હોય તો એ જાણે પણ ભણાવનાર બીજાને ભણાવે શા માટે, એ નક્કી કરો. બીજાને જ્ઞાનદાન આપવાનો હેતુ બતાવો. ભણીને સારાયે જગતને એ આશીર્વાદરૂપ થાય એ જ જ્ઞાનદાન પાછળનો હેતુ છે અને મોટે ભાગે એ જ હેતુ આગળ ધરવામાં આવે છે. મળેલી લબ્ધિઓનો ઉપયોગ શો ? કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવું એ જુદી ચીજ છે ને ઘર ભરવું એ જુદી ચીજ છે. પોષણ કરવું એ તો ભણેલા માટે સામાન્ય વાત છે. ભણેલો ધાર્યું કામ કરી શકે માટે જગતને લાભકર્તા બને એ જ જ્ઞાનદાન પાછળનો હેતુ છે. જ્ઞાનદાન કોને દેવાય તે નક્કી કરો. કેવળ કાયકષ્ટથી લબ્ધિઓ નથી મળતી. પણ સંતોષપૂર્વક મોક્ષમાર્ગની ક્રમસર આરાધના કરવાથી મળે છે. લબ્ધિધરો પોતાને લબ્ધિ મળ્યાનું કોઈને કદી કહેતા નથી અને મળેલી લબ્ધિનો ઉપયોગ જાત માટે કદી કરતા નથી. કેવળ સંઘના હિત માટે, શાસનની પ્રભાવના માટે કે ધર્મના સંરક્ષણ માટે જ તેઓ લબ્ધિનો ઉપયોગ કરે છે. સંતોષરૂપી નંદનવનમાં મહાલે તેને જ આ લબ્ધિઓ મળી શકે છે. એવી લબ્ધિઓ વડે આ નંદનવન અતિ મનોહર છે. સુગંધીના સ્થાને શીલઃ હવે મગજને તર કરનારી સુગંધીના સ્થાને આ નંદનવનમાં શીલ છે. એ શીલરૂપી સુગંધી એવી જોઈએ કે જે અન્યને પણ સુગંધી આપે. બગીચાની ખુબૂ એવી હોય કે બહાર નીકળ્યા પછી પણ અમુક સમય સુધી એનો અનુભવ થયા કરે. શીલ તો એવું જોઈએ કે સારા જગતને સુવાસિત કરે. શીલ અર્થાત્ સદાચારઃ અહીં શીલ એટલે બ્રહ્મચર્ય જ એમ નહિ પણ શીલ એટલે સદાચાર એમ સમજવું. સ્પર્શેન્દ્રિયનો વિષય ઘણો ભયંકર છે માટે શીલનો રૂઢ અર્થ બ્રહ્મચર્ય અર્થાત્ સ્ત્રીસંગનો ત્યાગ એવો કર્યો. બ્રહ્મચર્યનો વ્યુત્પત્તિ અર્થ તો ત્રણ તે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 કૃતિ બ્રહ્મચર્યમ્ એટલે આત્માએ કેવળ બ્રહ્મમાં રમવું તે બ્રહ્મચર્ય, પાંચે ઇંદ્રિયો ઉપર કાબૂવાળો એ બ્રહ્મચારી. દરેક ઇંદ્રિયોના વિકારો જીતે તો જ આત્મા બ્રહ્મચારી બની શકે, નહિ તો વ્યભિચારી બનતાં વાર કેટલી ? રૂપ, રસ, શબ્દ, ગંધમાં એટલે એ પ૨વસ્તુઓમાં સ્વબુદ્ધિ આવી, એમાં આનંદ માન્યો, તો સ્પર્શ માટે પાછળ દોડે ને ? કોઈ પુણ્યવાન બચી જાય તે વાત જુદી પણ એ પડવાનું લક્ષણ તો ખરું જ. કૂવા કે ખાડાના કિનારે ચાલવામાં ભય તો છે જ. જો બીજો માર્ગ હોય તો એ માર્ગે ચાલવાની બેવકૂફી કોણ કરે ? બાકીની ઇંદ્રિયોના વિષયો સ્પર્શનેદ્રિયને સતેજ કરે છે. આત્માને કામચેષ્ટામાં ઉન્મત્ત બનાવી પરાધીનતામાં ધકેલી દે છે. આ નંદનવનનું શીલ એવું હોય કે બીજા વિષયાધીનોની વિષયવાસના પણ શમી જાય. 1521 - ૩૩૩ પાંચ મહાવ્રતોરૂપ સદાચાર : શીલ એટલે સદાચારની સુગંધથી આ નંદનવન મહેકે છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચેના સર્વથા ત્યાગરૂપ સદાચારો નાનાસૂના નથી. એ પાંચ મહાવ્રતો છે અને એના પાલન માટે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નિર્દોષ ભિક્ષાચર્યા વગેરે ઉત્ત૨ ગુણો છે. આ બધા ગુણોમાં જે લીન થાય તે નંદનવનના શીલનો પાળનાર બન્ને. આત્મા એ ગુણમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ લાલસા ઘટે અને મુક્તિની નિકટ જતો જાય. દુનિયા તો અન્યાયથી ભરેલી છે: આ પાંચ મહાવ્રતો જે પુણ્યવાન પામ્યા હોય અથવા જે પુણ્યવાનની દૃષ્ટિ એ પામવા તરફ હોય તે દુન્યવી કોઈ પણ વસ્તુને ઇચ્છે નહિ. આખી દુનિયા એને અસાર લાગે. દુન્યવી બધી પ્રવૃત્તિથી એ અલગ રહે. ‘ફલાણો અમુક રીતે અન્યાય કરે છે તો બીજો વળી અમુક જાતનો અન્યાય કરે છે' એવી વાતો એ ન બોલે. દુનિયા અન્યાયથી ભરેલી છે. ન્યાય રૂચે તેણે પોતે જ ન્યાયી બનવું જોઈએ. દુનિયામાં ઠામ ઠામ અન્યાય હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દુનિયાની સારી ચીજ બધી પોતાને જ મળે એવું આખી દુનિયા ઇચ્છે છે. અર્થકામ માટે અન્યાય, અનીતિ, પ્રપંચ ચાલુ જ છે. એ આજના નથી પણ અનાદિકાળથી ચાલુ છે. એટલે જ્યાં ત્યાં એ જોઈને ગુસ્સે થયા કરો તો એ ગુસ્સાથી કદી પરવારશો જ નહિ. અન્યાય ક્યાં નથી ? કયા ઘરમાં, કયા કુટુંબમાં, કયા સમાજમાં, કયા ગામમાં, કયા દેશમાં અન્યાય નથી ? જૈનશાસન જ એક એવું છે કે જ્યાં અન્યાય નથી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મોહરાજાના ભામટા દૂતો : ગ્રંથકાર વર્ણન કરે છે કે ભવચક્રપુરમાં વિવેકગિરિ ઉપર જૈનશાસન નામનું નગર છે. ત્યાં પણ મોહરાજાના ભામટા દૂતો ભરાયેલા છે એટલે ત્યાં વસનારાઓએ પણ ગફલતમાં રહેવા જેવું નથી. એ ઉઠાવગીરો ત્યાં પણ એમની કળા અજમાવ્યા વગર રહે એવા નથી. એ વિવેકરૂપી પહાડ પર કોઈ ચડવા જાય કે તરત છૂપી રીતે પગ ખેંચીને પટકનારા ત્યાંયે ગોઠવાયેલ જ છે. અન્યાય, અનીતિ અને અધર્મ ચારે તરફ પ્રસરેલા છે. શાસ્ત્રકારો કહે છે કે આમાં કોની સાથે અને કેટલાની સાથે બાઝવા જઈએ ? અન્યાય, અનીતિ, અધર્મ ઉપરાંત હિંસા, જૂઠ, ચોરી, પ્રપંચ, અનાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આ બધા રૂપક ભેદે સર્વત્ર છે, પછી આશ્ચર્ય શું? આશ્ચર્ય તો કોઈ નીતિવાન બને, કોઈ સદાચારી બને એમાં છે, એમ શાસ્ત્ર કહે છે. શ્રી તીર્થંકરદેવોએ કહ્યું કે, “જૈનશાસન આશ્ચર્યભૂત છે માટે તો એને લોકોત્તર કહ્યું, કેમ કે એ ક્યાંક જ હોય. ભરત ક્ષેત્રના બત્રીસ હજાર દેશમાં ફક્ત સાડા પચીસ દેશમાં જ ધર્મ છે. એમ કેમ ? બધે કેમ નહિ ? નહિ જ વળી. એમાં પ્રશ્ન શો ? એ સાડા પચીસ દેશમાં પણ જૈનશાસન કેટલી જગ્યાએ ? અને જ્યાં જૈનશાસન છે ત્યાં પણ એ આત્માઓના હૈયામાં જૈનશાસન કેટલા પ્રમાણમાં ? કોઈ પૂછે કે આમ કેમ ? તો કહેવું પડે કે એ આશ્ચર્યભૂત છે માટે. જાતમાં પણ અન્યાય ભર્યો છે? અકર્મભૂમિમાં પણ પ્રભુશાસન નથી. ત્યાં કલ્પતરુ ફળે છે, ત્રણ દિવસે ભૂખ લાગે છે, કષાયો ઓછા છે અને ત્યાંથી મરીને એ જીવો નિયમા દેવલોકમાં જાય છે, છતાં ભગવાનનું શાસન પામવાની યોગ્યતા ત્યાં પણ નથી. શાસન અમુક જગ્યાએ જ રહે અને તે પણ કર્મભૂમિમાં જ. અયોગ્ય કર્મોથી ભરપૂર દુનિયામાં સુકર્મ કરનારા નીકળે એ જ આશ્ચર્ય. અકર્મભૂમિમાં આયુષ્યની કે દેહના પ્રમાણની વધઘટ ભલે હોય પરંતુ તે સિવાય બધી સ્થિતિ લગભગ એકસરખી છે. અહીં કર્મભૂમિમાં તો બધી વિષમતા છે તેથી ત્યાં વસ્તુની પ્રાપ્તિ કઠિન છે. કેટલાક કહે છે કે, “અમારે અન્યાય સાથે વૈર છે.” તો તપાસ કરો કે અન્યાય ક્યાં છે અને ક્યાં નથી ? તમારી જાતમાં અન્યાય નથી ? તમારી આંખો ક્યાં ખેંચાય છે ? ગમે તેવો ઉદાર શેઠિયો પણ લક્ષ્મીન વારસો કોને આપે ? પોતાની ઉદારતાનો લાભ ભલે બીજાં ક્ષેત્રોને આપે પણ લક્ષ્મીનો માલિક કોને બનાવે ? પોતાનું બાળક ભૂલ કરે તો કહે કે “હોય, બચ્યું છે પણ પારકું બાળક હોય તો જુદી રીતે વર્તે. પોતાની સાથે બેસનારા સારા અને સાથે Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 ૩૩૫ નહિ બેસનારા ખરાબ એમ શાથી ? આ બધું વિચારો તો સમજાય કે જાતમાં પણ અન્યાય ભર્યો છે. 1523 જૈનશાસન પામ્યા વિના સાચો ન્યાય નથી : જૈનશાસન ‘પામ્યા વિના' સાચો ન્યાય છે જ નહિ. ‘પામ્યા વિના’ એ શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. એ પોતે તો ન્યાયી બને, શુદ્ધ બને અને ક્રમસર એ વાતમાં એવી રીતે આગળ વધે કે બીજાને પણ તેવા બનાવી શકે. શ્રી તીર્થંકરદેવે જ્યારે નિર્ણય કર્યો કે, ‘સવિ જીવ કરૂં શાસન રસી', પછી એ નિર્ણયની સફળતા માટે શું કર્યું ? માથા પરથી મુગટ ઉતાર્યો અને સર્વથા ત્યાગમાર્ગનું સેવન કર્યું. અર્થકામ, રાજપાટ, ઋદ્ધિ સિદ્ધિ વગેરેની તમામ વાતો બંધ કરી. પાસે આવ્યા તે દરેકને ધર્મલાભ સંભળાવ્યો, સંસારની અસારતા જ બતાવી. સંસારની કોઈ વસ્તુને સૌરભૂત ન જ કહી. કેમ કે, સંસારમાં સારભૂત કશું છે જ નહિ. મોટો સામ્રાટ પાસે આવ્યો તો તેને પણ છોડવાનું જ કહ્યું. પોતે બધું છોડ્યું અને બધાને છોડવાની જ વાત કરી. કેવળજ્ઞાન થયું ત્યાં સુધી એ જ ભાવના કેળવી અને ખીલવી. ભોગાવલી કર્મના ઉદયે પાણિગ્રહણ કર્યું તો પણ દરેક તીર્થંક૨દેવોએ ‘એ ક્રિયા સંસારમાં રૂલાવનારી છે' એમ કહી કહીને જ કર્યું છે. એ માટે સીધી ‘હા’ કોઈ તીર્થંકરદેવે નથી પાડી. માતા-પિતા પરણવાનું કહે ત્યાં દરેક તીર્થંકરદેવોએ એક જ વાત કહી કે ‘સંસારમાં રૂલાવનાર પાણિગ્રહણ માટે આટલો આગ્રહ શા માટે ?’ ઘરમાં ધર્મ થાય તે સરસવ જેટલો પોતે સંસારમાં રહ્યા તેને ખોટું કહેતા ને સંસારથી છૂટ્યા ત્યારે જ એમને આનંદ થયો છે. આખી દુનિયા સંસારથી ક્યારે છૂટે આ એક જ ભાવના એમને હતી. રાજ્યમાં કે ઘરમાં રહીને ધર્મ થાય તે તો સરસવ જેટલો; એની કિંમત કશી જ નહિ: કોઈ સર્વવિરતિ ન લે અને બીજું માંગે ત્યાં એ પરમ જ્ઞાનીઓ કહે કે, ‘શું લેવું.! તે તમે જાણો પણ લેવા યોગ્ય પ્રથમ ચીજ તો આ જ; તે લેવા અસમર્થ હો તો યથાશક્ય બીજું લો પણ ધ્યેય તો આનું જ રાખજો.’ એ ઉપકારી એવા કે દુનિયાને એવી વસ્તુ આપે કે જે પામનાર પોતાને નવી ભૂમિકામાં મૂક્યો માને. એ ક્રિયા બધી મોક્ષે જવા માટે જ હોય તેથી ત્યાં પશ્ચાત્તાપને અવકાશ જ નથી. અહીં સંસારમાં તો ઘડીમાં હસાવે, ઘડીમાં લડાવે અને ઘડીમાં રડાવે એવા સંયોગો, સાધનો ને સામગ્રી છે. દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ? આવ્યા પછી ન જાય તેવું સુખ આપવાની તાકાત ન આવે ત્યાં સુધી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ 1524 અભ્યાસ કરવો જોઈએ; પણ સામર્થ્ય વિના આજે જ બધાને સુખી કરવાની પ્રવૃત્તિ કરવા જાય તો તે ફળે નહિ. લક્ષાધિપતિ પોતાના લાખ રૂપિયાથી એકસામટા બધાને સુધી કરવા માંગે અને દરેકને વહેંચવા જાય તો ચપટી ચણા પણ એક જણના ભાગમાં ન આવે; પણ લાખથી થઈ શકે એટલાનું જ ભલું કરે તો પરિણામે એથી વધારેનું પણ ભલું થાય. હાથમાં કોડિયું લઈ આખી દુનિયાનું ભલું કરવા નીકળે તો એ થાય કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવ કહે છે કે દુનિયા જે સુખ માટે તલસે છે, તે, તે સુખ છે કે જે મળ્યા પછી પાછું ન જાય. એવું સુખ અપાવવાની મહેનત જોઈએ. “સવિ જીવ કરૂં શાસનરસીની ભાવના શ્રી તીર્થંકરદેવના આત્માઓએ તીર્થંકરપણાના ભાવમાં પણ છેક કેવળજ્ઞાન થયું ત્યાં સુધી સેવી અને ખીલવી, તે દરમ્યાન ઘણા જીવોને દુઃખી જોયા પણ બોલ્યા નહિ અને ગભરાયા પણ નહિ; કેમ કે, દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ? . સભાઃ “આગ લાગે ત્યાં થોડું તો પાણી છંટાય ને ?' પાણી હોય તો છંટાય પણ થોડું હોય તો ન છંટાય; કારણ કે આગ બુઝાય નહિ અને છાંટનારો તરસે મરે. ઉનાળાની ઋતુ હોય, આગ લાગી હોય, એકાદ માટલી જ પાણી હોય અને આજુબાજુના દશ ગાઉમાં પાણી ન મળતું હોય તો છાંટે ? ન જ છાંટે. ઘર બળી જાય તો બળવા દે પણ પાણી ન છાંટે. કહી દે કે “જીવતા હોઈશું તો નવાં ઘરબાર વસાવીશું” પણ તરસે ન મરાય. મૂર્ખાઈ કરીને છાંટે તો એટલા પાણીએ આગ બુઝાય નહિ, ઘરબાર પણ જાય, પાણી પણ જાય અને કદાચ પાણી વિના પ્રાણ પણ જાય.' યોગ્યતા વિના અંગત ઉપદેશ ન અપાયઃ શ્રી જિનેશ્વર દેવ વીતરાગ થયા, આખી દુનિયાને તારવાની ભાવનાવાળા હતા. પણ ઉપકાર કોના પર કર્યો ? ફક્ત ભવ્ય જીવો ઉપર. બીજા પર એ માટે મહેનત કરી જ નહિ; કેમ કે, એ મહેનત નકામી છે એમ એ જાણતા હતા. આખી દુનિયાનું ભલું કરવાની તાકાત કોઈ કાળે કોઈનામાં હોય એ ન ભૂતો ન ભવિષ્યતિ.” ભાવના ભલું કરવાની હોય, વાત પણ ભલું કરવાની થાય પણ પ્રવૃત્તિ તો યોગ્ય જીવ માટે જ થાય. અસંભવિત વસ્તુના મનોરથ થાય, કેમ કે, આખી દુનિયાના ભલાની ભાવનામાં આત્માની શુદ્ધિ છે. ભાવના તો ઉદાર અને કરવા યોગ્ય છે. પણ પ્રવૃત્તિ તો યોગ્ય રૂપમાં થવી જોઈએ. શ્રી તીર્થંકરદેવો તો ઘોર કસાઈઓને પોતાની નજર સામે જોતા હતા અને પોતે દયાના સાગર હતા તો પણ એ પરમાત્મા કાંઈ બોલ્યા જ નથી કે શિખામણનો એક શબ્દ કહ્યો નથી. દેશનામાં પુણ્ય-પાપનો વિવેક કરાવે. પુણ્યાત્મા અને Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 ૩૩૭ પાપાત્માના સ્વરૂપની ઓળખ આપે એ વાત જુદી પણ યોગ્યતા જોયા વિના અંગત ઉપદેશ કોઈને આપ્યો નથી. બાકી શક્તિ તો તે હતી કે અસંખ્ય ઇંદ્રો એમની સેવામાં હતા. સભા એ દેવો ભગવાનને પાપીઓને સમજાવવાની વિનંતી ન કરે ?’ 1525 ન કરે, કેમ કે ભગવાન યોગ્ય જ કરે એવી એમને પ્રતીતિ હતી. એ ભક્તો ઉછાંછળા કે ખોટી કૂદાકૂદ કરનારા ન હતા. એ ઇંદ્રોને ભગવાન હુકમ કરે ને માનો કે એવા પાપાત્માઓને એ ઇંદ્રો કદાપિ પૂરી રાખે તો કાયાથી તો પાપથી રોક્યા પણ પરિણામ શું આવે ? જે શ્રી જિનેશ્વરદેવો પોતાના દરેક કલ્યાણ કે નારકીમાં પણ શાંતિના સ્થાપક બને છે તે જ શ્રી.જિનેશ્વ૨દેવોના નિમિત્તે બધે અશાંતિ ફાટી નીકળે એવું તેઓ કરે ? ન જ કરે. આપણે જાણીએ છીએ કે આ બધા વિષય ભોગવનારા દુર્ગતિમાં જવાના છે, તો સ્ત્રી-પુરુષ ભેગાં જ ન થાય એ માટે ચોકીપહેરો મુકાય ? એવા પ્રયત્નથી ધર્મ ફેલાય કે ભયંકર ધાંધલ ધમાલ થાય ? ઉપકારની ભાવના જરૂ૨ હોય પણ પ્રવૃત્તિ તો યોગ્ય જ જોઈએ. ભાવના અને પ્રવૃત્તિમાં આસમાન-જમીનનું અંતર છે. કૃષ્ણને પીડાથી બચાવવા બળદેવજી અને લક્ષ્મણને પીડાથી બચાવવા સીતાજીનો જીવ નારકીમાં ગયા હતા અને દુઃખમુક્ત કરવા તેમને ત્યાંથી ઉપાડ્યા તો તેમને ઊલટી વધારે વેદના થઈ. એ ક્ષેત્રને યોગ્ય તેમનું શરીર જ એવું હોય કે બચાવનાર કરે શું ? કૃષ્ણ તથા લક્ષ્મણજીને કહેવું પડ્યું કે ‘મહેરબાની કરીને અમને મૂકી ઘો, તમારા બચાવવાના પ્રયત્નથી તો અમારી પીડા ઊલટી વધે છે.' શિયાળામાં માછલાં બિચારા પાણીમાં ટાઢું મરતાં હશે એવી દયા લાવીને બહાર કાઢીએ તો ઊલટાં મરણને શરણ થઈ જાય. માટે દયા પણ પાત્રે હોય, કુપાત્રે નહિ. મુનિને ઉપદેશની આજ્ઞા પણ આદેશની નહિ કુમારાળ મહારાજાએ અમુક ઢબે, અમુક પ્રમાણમાં સત્તાથી દયા પળાવી. પણ ત્યાંયે શાસ્ત્રે લખ્યું કે તે વખતના જીવોના પુણ્યોદયે કુમારપાળ મહારાજાને તેવી બુદ્ધિ ઉત્પન્ન થઈ; નહિ તો ૫૨માત્મા મહાવીરદેવનો પ્રભાવ ઓછો ન હતો. રાજા શ્રેણિક જેવો ભક્ત હતો અને કાલસૌરિક કસાઈ પણ તેમના રાજ્યમાં જ હતો તો પણ લાભ ન જોયો. ત્યાં ભગવાન બોલ્યા પણ નથી. મુનિને ઉપદેશની આજ્ઞા છે પણ આદેશ કરવાની શાસ્ત્ર ના પાડી છે. મુનિ શ્રાવકને ‘સામાયિક કરવું જોઈએ’ એમ કહે પણ ‘કર’ એમ ન કહે, કેમ કે ‘કર’ એમ કીધા પછી પેલો ન કરે તો ? કાનપટ્ટી પકડીને સામાયિક કરાવવાનો મુનિ પ્રયત્ન કરે તો રોજ ઝપાઝપી થાય ને પગે પડનારા ક્યારેક માથું ફોડનારા બને Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1526 એવી હાલત થઈ જાય. યોગ્ય આત્મા માટે કાનપટ્ટી પકડવાની પણ છૂટ છે પણ બધા માટે નહિ. સામાન્ય રીતે તો મુનિને ઉપદેશની જ આજ્ઞા, આદેશની નહિ; આદેશનો તો નિષેધ છે. જો હિતના ઉપદેશની આજ્ઞા છે તો આદેશની કેમ નહિ ? એવા પ્રશ્ન કોઈને થાય પરંતુ આદેશમાં તો ઘણા વાંધા છે. સભાઃ “તો પછી યુવક સંઘવાળાને સુધારવાની મહેનત ન હોય ને ?' - જેઓ અયોગ્ય છે એમને સુધારવા આ કહેવાતું જ નથી પણ તમે અયોગ્યના સંસર્ગમાં ન ફસાઓ માટે જ કહેવાય છે અને ચેતવાય છે. મિથ્યાત્વનું ખંડન દુનિયા માટે નથી. પણ સમ્યગ્દષ્ટિઓને સ્થિર કરવા માટે છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે પ્રભુનો વરઘોડો ત્રણ હેતુ માટે છે. મહાધર્મીઓને મોટી નિર્જરા માટે. ચલાયમાન થાય તેવા ધર્મીઓને સ્થિર કરવા માટે - અને:. ભદ્રિક આત્માઓને ધર્માભિમુખ કરવા માટે છે; પણ નિંદકોને નિંદા કરવા માટે ધર્મીઓ વરઘોડો નથી કાઢતા, છતાં એ નિંદા કરે તો એ પાપ એને શિરે. આજના લોકો અવળે બાઝનારા છે. એ કહે છે કે “વરઘોડો ન કાઢ્યો હોત તો નિંદા ન કરત ને ?” સાધુ ગામમાં આવે ત્યારે સંઘ પ્રવેશ મહોત્સવ શા માટે કરે ? ગુરુદર્શનથી અનેક ભવ્યાત્માઓ કર્મક્ષય કરે, ચલધર્મીઓ એ મહિમા દેખીને ધર્મમાં સ્થિર થાય અને ભદ્રિક આત્માઓ ધર્માભિમુખ થાય; પણ એમાંયે કાળા વાવટા લઈને સામે આવનારા નીકળે એને શું કરીએ ? સભા: ‘એ કાળા વાવટાની કાળાશ કોને વળગે ?' એ કોને વળગે તે તમે જ વિચારી લો, મને ન પૂછો. નવકારશી કરનાર સારામાં સારું જમણ જમાડે પણ રોગી જમનારો પોતાના શરીરની દરકાર રાખ્યા વિના ભાન ભૂલીને જમે, આંખો મીંચીને જે આવ્યું તે ઝાપટે, પછી ઝાડા થાય, માંદો પડે, તાવ આવે, પગ તૂટે, કમ્મર ફાટે, બેચેની થાય અને પથારીમાં પડે તો એનો વાંક જમાડનારના શિરે ? જમાડનારની સામે નોટિસ કાઢી ફરિયાદ માંડે કે એણે જમાડવા નોતર્યો માટે માંદો પડ્યો તો એ ફરિયાદ ચાલે કે પોતે બેવકૂફમાં ખપે ? દાતાર દાન દે ને કૃપણ પાડોશી પેટ ફૂટે તો પેલો દાન દેવાનું બંધ કરે ? આજના લોકો પોતાનો દોષ સારી ચીજ પર ઢોળે છે. સારી ચીજને કદરૂપી તરીકે ઓળખાવવા જેટલી નીચી કક્ષાએ પહોંચી ગયા છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ 1527 - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 - ૩૩૯ સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મના : પોતાને જે ચીજ સારી લાગે તે કરાય, બીજાને એ કરવા માટે સમજાવાય પણ કોઈ ન કરે તેની સાથે મારામારી કરવા ન જવાય. ડાહ્યા માણસોની સભા ભેગી થઈ હોય ત્યારે ચાર તોફાનીઓ એક ખૂણે ભેગા થઈ ખટપટ કરતા હોય તો તેના તરફ લક્ષ આપવા જાય તો ટાઇમ પૂરો થઈ જાય ને કામ રહી જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ અયોગ્યની સાથે ચર્ચામાં ઊતર્યા હોત તો યોગ્ય જીવોને તારવાનો તેમને સમય જ ન રહ્યો હોત. ભગવાનને કેવળજ્ઞાન તો ઋજુવાલિકા નદીને તીરે થયું હતું. પરંતુ ત્યાં તો કલ્પ સાચવવા પૂરતી ક્ષણભર દેશના કરીને તરત ત્યાંથી ચાલી નીકળ્યા અને ખરી દેશના તો અપાપાનગરીએ આવીને આપી. “જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં જ બધા તીર્થકરો દેશના દે છે તો હું પણ કેમ ન દઉં !” એવી હઠ એમણે ન કરી. જ્ઞાની એવી હઠ કરે ? ત્યાં પણ હજારો મનુષ્યો હતા. પણ ધર્મને માટે અયોગ્ય જોવા માટે ભગવાને ત્યાં દેશના ન દીધી. એમને તો હવે તીર્થ સ્થાપવાનું હતું, એ માટે લાયક જીવો જ્યાં જોયા તે તરફ તરત પ્રભુ ચાલી નીકળ્યા. સભાઃ “સાધુ અયોગ્ય ક્ષેત્રમાં ન જાય ?' જાણતા હોય તો ન જાય. ભૂલથી જઈ ચડ્યા હોય ને ક્ષેત્ર સંયમને માટે અયોગ્ય જણાય તો ભરચોમાસે વરસાદની ઝડીઓ વરસતી હોય તો પણ ત્યાંથી વિહાર કરવાની છૂટ છે. સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મનાઈ છે. પૂર્વાચાર્યોએ અનેક દેશોને વિહાર માટે અયોગ્ય ઠરાવ્યા હતા. સંયમનો પરાભવ થાય તેવા દેશમાં વિહાર કરવાની મનાઈ છે અને જ્યાં સંયમ સચવાય એવા દેશમાં જ વિહાર કરવાની સાધુને છૂટ છે, પોતાનો આત્મા હણાય એવો ઉપકાર કરવાની શાસ્ત્ર મના કરી છે. જ્ઞાની કદી ખોટી હઠ ન કરે? ભગવાનમાં તો અનંત શક્તિ હતી ને ? એ પોતે અનાર્યદેશમાં કેમ ન ગયા ? રાજગૃહીમાં ભગવાનના ચૌદ ચોમાસા થયા. આટલાં બધાં ગામો છતાં ત્યાં જ આટલાં બધાં ચોમાસા કેમ ? સંપ્રતિ મહારાજાએ અનાર્ય ક્ષેત્રોમાં પહેલાં યોગ્ય તૈયારી કરી ત્યાર બાદ ત્યાં પધારવા માટે આચાર્ય ભગવંતને વિનંતી કરી છે. ભગવાન શ્રી મહાવીરદેવ પણ અયોગ્યને ન સમજાવે તો આપણાથી એવી હઠ થાય ? ન જ થાય. અનંત શક્તિના સ્વામી એવા ભગવાન પણ એ ન કરી શકે તો અમે કોણ ? ભગવાન શ્રી મહાવીર દેવે એવી હઠ ન કરી કે જ્યાં Page #361 -------------------------------------------------------------------------- ________________ vo. - 152 • સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કેવળજ્ઞાન થયું ત્યાં જ તીર્થ સ્થાપું. જ્ઞાની કદી હઠ ન કરે. એ તો જ્યાં લાભ જુએ ત્યાં જ પ્રવૃત્તિ કરે. ભગવાનને અર્થકામના રસ્તા બતાવતાં આવડતું હતું પણ એ ન બતાવ્યા. કારણ ? બધાને સુખી બનાવવાની તો એમની પણ ઇચ્છા હતી ને ? તમે જૈન હોવા છતાં આટલું પણ ન સમજો ? આવી બાબતમાં બહુ ખુલ્લું કહેવું વાજબી નથી જણાતું. બાકી જમાનો બહુ ભયંકર આવતો જાય છે. હિતની વાત પણ ખુલ્લી કરવાથી એમાંયે ધાંધલ થાય છે. આંખોનાં ભવાં ચડી જાય છે. આંખમાં રોગ થયો છે. સારી વાતની પણ ઊંધી અસર થાય છે. સારી વાત થતી હોય તોયે બબડે કે “જોયું ? અમારું બગાડવા માટેના જ. આ બધા પ્રયત્નો છે.” આવી હાલત હોય ત્યાં થાય શું ? ભાવના સારી હોય ત્યાં અમલ યોગ્યતાના આધારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત થાય એમાં બગડવાનું શું ? પાછા એવું બોલનારા સામે આવી વાત ન કરે પણ બહાર આડીઅવળી વાતો કર્યા કરે એવી હાલત છે. શ્રી જિનેશ્વરદેવમાં શક્તિ અનંત હતી; છતાં એમના સમયમાં પણ અનાર્ય, અધર્મી, કસાઈ, ઘોર પાપી, ચોર, બંદમાશ, ઉઠાવગીર, દરિદ્રી, દીન, દુઃખી, નિર્ધન, કુટુંબહીન, પરિવાર વગરના વગેરે બધા હતા કે નહીં ? હતા જ. શું નહોતું? પણ એમણે પણ એ તરફ આંખમીંચામાં કર્યો. શું ભગવાનને એમના ઉપર ઉપકાર નહોતો કરવો !પણ કરે શું ? ઉપકાર ગમે તેટલો કરવો હોય પણ અમલ તો સાધનના પ્રમાણમાં અને સામાની યોગ્યતાના આધારે થાય ને ? સગી મા પોતાના દીકરાની છાતી પર પગ મૂકી મોંમાં ચમચી ઘાલી દવા પાઈ શકે. છોકરું બૂમરાણ મચાવે તોય ગભરાય નહિ. પણ પડોશણના છોકરાને એ રીતે પાવા જાય તો માથે આરોપ આવી જાય. અરે ! બે શોક્ય હોય અને શોક્યના દીકરા પર પ્રેમ પણ હોય છતાં એ છોકરાને પણ સગી માની જેમ દવા ન પાઈ શકે. જો એ રીતે પાવા જાય ને કદાપિ પેલી ગળે પડે તો મુસીબતમાં મુકાય અને સંયોગવશ દવા કદાચ વાંકી પડે તો એના પર વહેમ પણ આવી જાય કે નક્કી કાંઈક કરી નાંખ્યું. समयं गोयम ! मा पमायो । પરમાત્મા મહાવીર દેવે ગૌતમ મહારાજાને વારંવાર એ જ કહ્યું કે સમર્થ નયમ ! મા પમાને - “હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.” મને અને તમને વારંવાર જો કોઈ એમ કહે તો જરૂર ગુસ્સો આવે અને સંભળાવી દઈએ કે “આમ પાછળ શું પડી ગયા છો !” પણ ભગવાન તો વારંવાર ગૌતમ મહારાજને એ જ કહેતા હતા. ભગવાન ગૌતમ મહારાજને એ Page #362 -------------------------------------------------------------------------- ________________ 1529 - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 -- ૩૪૧ જ કહેતા હતા. કારણ કે એમનામાં એ યોગ્યતા હતી. ઉપકારબુદ્ધિ ભલે હોય પણ પ્રવૃત્તિ તો જે એ પચાવનાર હોય એના માટે થાય. વળી ઉપકારભાવનાની પાછળ કઈ બુદ્ધિ છે એ જોવું જોઈએ. પ્રવૃત્તિ ઉપકારની હોય પણ પ્રાપ્તિ શાની થાય છે એ પણ જોવું જોઈએ. પ્રવૃત્તિ સુખ માટે છતાં સુખ કેમ નહિ? અજ્ઞાન એ ભયંકર વસ્તુ છે. ઇરાદાપૂર્વક પારકાનું સત્યાનાશ વાળવાની બુદ્ધિએ પ્રવૃત્તિ કરનારા પાપાત્માઓ તો બહુ થોડા હોય છે. જો એવા સંખ્યાબંધ જીવો હોત તો આ દુનિયામાં કોઈ જીવત નહિ. ઇરાદાપૂર્વકનું બીજાનું બગાડવાની જ પ્રવૃત્તિ કરનારા, પોતાનું બગાડીને પણ બીજાનું બગાડનારા તો ગણ્યાગાંઠ્યા અને માનચાંદ આપવા જોગા છે. એ સિવાયના બીજાઓ પોતાના દુઃખ માટે કે કોઈનું બગાડવા કે કોઈને દુઃખી કરવા પ્રવૃત્તિ કરતા નથી. સુખ માટે જ પ્રવૃત્તિ કરે છે છતાં લોકો સુખી કેમ નહિ ? ભગવાન સ્પષ્ટ જણાવે છે કે જગત અજ્ઞાનના કારણે સુખી નથી. સુખ માટે કરવા લાયક જે પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરદેવોએ કહી છે તે ક્રમસર થાય તો સુખ આવે અને એવા પ્રયત્ન કરનારા જ જ્ઞાની છે. શ્રી જિનેશ્વરદેવ એટલે અનંતજ્ઞાની, એમણે બતાવેલા માર્ગે જે પ્રવૃત્તિ કરે અને બીજાઓને જે એ પ્રવૃત્તિમાં પ્રેરે તે જ્ઞાની અને બાકીના ઊંધી પ્રવૃત્તિ કરનારા બધા અજ્ઞાની. આ સત્ય હકીકત સ્વીકાર્યા સિવાય કોઈને છૂટકો જ નથી. દરેક કાળમાં અયોગ્ય માણસો હોયઃ વ્યવહારમાં રહેલાને દ્રવ્યસહાયની, દ્રવ્યદાનની, દ્રવ્યથી ભક્તિ કરવાની છૂટ પણ સમજીને તથા સમજાવીને. ભિખારીને રોટલો આપનાર પણ પોતાને એનો જીવનદાતા ન માને ! જો એ સમ્યગૃષ્ટિ હોય તો. કેમ કે રોટલાના ટુકડાથી એનું ભલું જ થાય એમ લખી આપ્યું નથી. એ રોટલાનો ટુકડો ખાય, એનાથી અપચો થાય અને એ ભિખારી માંદો પડે એમ પણ બને. શુભ ભાવનાથી અપાય, સામો ક્યારે સુખી થાય એ ભાવનાથી અપાય, એના દુઃખનું કારણ પાપ ખસે એ ભાવનાથી અપાય, બને તો એને સમજાવાય તો એ રોટલો પેલાને પચે અને તેના ઓડકાર જુદા આવે. સમ્યગુદૃષ્ટિનું અનાજ પણ મંત્રેલું હોય, એનો ખાનારો પણ ગુણવાન થાય. એનું ભોજન ભૂતના વળગાડ જેવું ન હોય. પોતાની પાસે આવનારાને, નજીક બેસનારાને પાપનો ભય સમજાવવો જોઈએ. પણ આજની તો વાતો જ બધી જુદી છે. તમે હોટલમાં જાઓ એ વાંક હોટેલવાળાનો ? આજના લોકો તો અવળા વળગે એવા છે. એ કહે છે કે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1530 હોટલો કરી શા માટે ? નાટક અને સિનેમાઘરો ખુલ્લો મૂક્યાં છે માટે જઈએ છીએ.” આ એક પ્રકારની કુટેવ છે. શ્રી કુમારપાળ મહારાજાએ તો સાતેય વ્યસનનાં પૂતળાં બનાવી તેને ગધેડે બેસાડી હદપાર કર્યા હતાં;' છતાં એમને પણ ગાળો દેનારા હતા ને ? હોય જ. દરેક કાળમાં એવા અયોગ્ય માણસો હોય તો પછી આજે હોય એમાં કાંઈ નવાઈ છે ? વેપારી સંતોષી બન્યા હોત તો આજનો સટ્ટો વેપારમાં ખપત ? ચોવીસે કલાક જેમાં અશાંતિ રહે એ સટ્ટો વેપાર ન ગણાત. સંતોષી તો કહે કે ભલે મોટર ન મળે, જે મળે તે ખાઈશું પણ વેપાર તો બે-ચાર કલાક પૂરતો સંતોષપૂર્વકનો જ હોય. કર્મસત્તા માવ્યા વિના છૂટકો નથી ? આજે તો સટ્ટો એ વેપાર ગણાય છે. ચુમ્મોતેરની સાલમાં (વિ.સં. ૧૯૭૪) લડાઈના મામલામાં વેપારીઓ અને સટોડિયાઓ ભળતા પૈસા કમાયા અને આંખો મીંચીને ખાનપાન ને મોજશોખના ખર્ચા વધાર્યા. એ ન વધાર્યા હોત તો આજે આટલી બેકારીની બૂમો ન હોત. તે વખતે એ બાપનો માલ માન્યો, “આવેલું શા માટે છોડીએ ? મળેલું કેમ ન ભોગવીએ ?' એમ ઉન્મત્ત પ્રલાપ કર્યા, તો હવે પોક પણ મૂકવી પડે. એ વખતે ભાનભૂલા કેમ બન્યા ? જરા વિચારક અને ડાહ્યા બનવું હતું ને ? બુદ્ધિ ઠેકાણે રાખી હોત તો આ દિવસો ન આવત. ચાર દિવસ પહેલાંનો દરિદ્રી એકાએક કોટિપતિ થાય અને એ વખતે માણસ મટી પાગલ બને તો પાછો ભિખારી બને ત્યારે રોવું પડે એમાં નવાઈ શી ? તમે પોતે નીતિમાન બનો. અન્યાય, અનીતિ, અધર્મ આદિને રજા આપો તો કોઈની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. કદી પૂર્વનો અશુભોદય આવે તો પ્રેમથી ભેટી લો. આવો અનુભવ તો કરો ! એમાંયે મઝા છે. બાંધીને આવેલું ભોગવ્યા વિના છૂટકો છે ? નહિ જ. શાસ્ત્ર પંદર કર્માદાનની ના પાડી છતાં મિલો કેમ ખોલી ? સભાઃ “હુન્નર ઉદ્યોગ વધે અને બધાને કાપડ મળે માટે !” પછી પાપ કોણ ભોગવશે ? જેનો દુનિયાની સાહ્યબી ભોગવવામાં હિસ્સો છે તેનો પાપનાં ફળ ભોગવવામાં હિસ્સો નહિ ? ભોગ ભોગવો તમે અને પાપ ભોગવે બીજા એમ ? સભાઃ “આજે એવી પણ માન્યતા ધરાવનાર છે. દુનિયાના પાપનો પોતે સ્વીકાર કરી લે એવા બહાદુરો પણ છે.” કોઈ ગમાર એવા હોય તો ભલે. બાકી તો લોક પણ બોલે છે કે “વાવે તેવું Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો 102 લણે ને કરે તેવું પામે.’ વર્તમાન સ૨કા૨ પણ ચોરી કરનારને હાથકડી પહેરાવે છે, એનાં મા-બાપને નહિ. પેલો કહે કે મને તો મા-બાપે મોકલ્યો હતો, તો પણ કડી તો એને જ પહેરવી પડે. જ્યાંથી મુદ્દો મળે એને જ સજા ભોગવવી પડે. ખૂન ક૨ના૨ને જ ફાંસી મળે, બીજાને નહિ. મેલ ચીકણા કાપડને લાગે, કોરાને નહિ. કર્મસત્તાને અર્થાત્ કર્મના હુકમને માનો છો કે નહિ ? આર્યદેશમાં જન્મેલા કર્મને ન માને ? એક સલામો ઝીલે ને બીજાને સલામો ભ૨વી પડે, એક વક્તા ને એક શ્રોતા, એક માલિક ને એક નોક૨, એક બાપ ને એક દીકરો, એક પતિ ને એક પત્ની, એક રાજા ને એક ટ્રંક, એક ધોનારો ને એક ધોવરાવનારો, એક ખાનારો ને એક ખવરાવનારો, આ બધા ભેદ કર્મસત્તાના નથી ? આવી પ્રત્યક્ષ વાત માનવામાં પણ વાંધો નથી ? બાપને બાપ કહેવા જ પડે. ત્યાં એમ ન કહેવાય કે ‘હું બાપ કેમ નહિ ?' કર્મસત્તા માન્યા વિના છૂટકો જ નથી. જેઓ ઈશ્વરને કર્તા માને છે તેમને પણ એમ તો સ્વીકારવું પડે છે કે ‘ઈશ્વર કહે છે કે સંચિત કર્મ ભોગવ્યા સિવાય કોઈના પી૨નો પણ છૂટકો થતો નથી.' શ્રી રામચંદ્રજીને વનવાસ ભોગવવો પડ્યો એ વાત એમણે પણ કરી છે ને ? 1531 ૩૪૩ અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન : મુદ્દો એ છે કે સંતોષનું સુખ સ્વાધીન છે. બહારની ચીજોનું સુખ પરાધીન છે, ભાગ્યાધીન છે. સમ્યદૃષ્ટિ માટે ઉદ્યમની પ્રધાનતા કહી છે. કેમ કે એનો પ્રયત્ન કેવળ મોક્ષ માટે છે, જેની સફળતા નિશ્ચિત અને આત્માને સ્વાધીન છે. રાવણ સમર્થ હતો પણ એનો પ્રયત્ન નિષ્ફળ ગયો, કારણ કે અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન છે. શ્રી રામચંદ્રજીના જયમાં પણ ભાગ્યની જ પ્રધાનતા; પ્રયત્ન તો અકિંચિત્કર. શ્રી જિનેશ્વરદેવો એમના પ્રયત્નમાં કદી નિષ્ફળ ન થયા: કેમ કે એમનો પ્રયત્ન મોક્ષ માટે હતો. એક ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં ચક્રવર્તી બાર જ થાય, તેરમો ન જ થાય, શ્રી જિનેશ્વરદેવ ચોવીસ જ અને કેવલી અસંખ્યાતા થાય એનું કારણ ? ચક્રવર્તી થવાનો પ્રયત્ન તો બધા કરે પણ એ થવું ભાગ્યાધીન છે. કોણિક થવા ગયો તો મોતને ભેટ્યો. શ્રી સીતાજીને કલંક આવ્યું તે ભોગવવું જ પડ્યું. શ્રી રામચંદ્રજીનાં એ રાણી હતાં, બધી રાણીઓમાં મુખ્ય એ પટ્ટરાણી હતાં, સૌમાં માનીતાં હતાં, મોટાં સતી હતાં, પતિનો પણ પ્રેમ પૂરો હતો. છતાં કર્મે એને જંગલમાં ધકેલ્યાં ને ? કર્મસત્તાના પરિણામથી ન તો એમને શ્રી રામચંદ્રજીએ બચાવ્યાં કે ન રાવણને મારનાર સમર્થ એવા લક્ષ્મણે બચાવ્યાં. Page #365 -------------------------------------------------------------------------- ________________ 12 * ૩૪૪ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ કર્મસત્તાથી બચાવનાર એક શ્રી જિનશાસન છે? - કર્મસત્તાથી બચાવનાર કોઈ નથી. ફક્ત એક શ્રી જિનશાસન છે, કેમ કે એ કર્મને કાપવાનો રસ્તો બતાવે છે. કર્મ કપાય અને નવાં આવતાં રોકાય તો જ આત્માની મુક્તિ થાય. સંવર અને નિર્જરા એ બે જ મુક્તિના માર્ગ છે. એ બે માર્ગના પ્રયત્નમાં એવો ગુણ છે કે કદાપિ ભૂલ થાય, કાપ બરાબર ન મુકાય અને દરવાજો ઉઘાડો રહી જાય. એથી અંદર કર્મ પ્રવેશે તો પણ સારાં જ પ્રવેશે, ખરાબ તો નહિ જ; કારણ કે પરિણામ શુભ છે ને ? પરિણામ અશુભ થાય તો માનવું કે સંવર કે નિર્જરાથી ખસ્યો. શ્રી સીતાજીએ પણ સંવર અને નિર્જરાનો જ માર્ગ લીધો. દિવ્ય કરીને તરત જ જ્યાં કર્મ કપાય ત્યાં જવા ચાલી નીકળ્યાં. “જાઉ છું” એમ કહ્યું ને એ સાંભળતાં શ્રી રામચંદ્રજીને આંચકો આવી ગયો. ક્યાં ?' એમ પૂછતાં તો સીતાજીએ લોન્ચ કરી માથાના વાળ એમના પર ફેંક્યા. એ જોતાંની સાથે જ રામચંદ્રજી મૂચ્છિત થયા. સીતા જેવી મહાસતી પણ રામચંદ્રજીને એવી મૂચ્છિત થયા. સીતા જેવી મહાસતી પણ 'રામચંદ્રજીને એવી મૂચ્છિત અવસ્થામાં મૂકીને દીક્ષા લેવા ચાલ્યાં ગયાં અને જ્ઞાનીએ દીક્ષા આપી પણ ખરી. સીતાજીએ સાફ સાફ કહ્યું કે, “મારે કર્મને ભોગવવાં પડ્યાં ત્યારે તમે મારું શું સાચવ્યું? જ્યારે ભોગવવું મારે જ પડ્યું ત્યારે હવે નવું બાંધું શા માટે ? હવે તો જ્યાં કર્મ કપાય એવા શ્રી જિનશાસનનું જ શરણ. હવે તો નહિ રામનું શરણ કે નહિ દિયર લક્ષ્મણનું શરણ.' શ્રી રામચંદ્રજી રુએ ત્યાં સીતાજી પણ રોવા બેસીને કાણ ભેગી મોકાણ ન કરે. સુખ શામાં ? પૈસામાં ? રાજઋદ્ધિ, સિદ્ધિ, કુટુંબ પરિવાર એ બધાંમાં ? ના. જો એમ હોય તો આજે ઘણા રાજાઓ પોકે પોકે રુએ છે ! ઘણા શેઠિયાઓના મોં પર નૂર કેમ નથી દેખાતું ? દ્રવ્યઉપકાર નામનો, ભાવઉપકાર કામનો ? દ્રવ્યઉપકાર નામનો છે, ભાવઉપકાર કામનો છે. દ્રવ્યઉપકાર ભાવઉપકારનું કારણ છે. માટે શક્તિના પ્રમાણમાં યોગ્ય રીતે એ કરાય; જેમ તેમ વિના વિવેક કરે તો લેવાના દેવા થાય. દ્રવ્યદાન કરતી વખતે પાત્ર કુપાત્રનો વિચાર કરવો પડે. પરિણામ જોવું પડે. અનુકંપાની વાત જુદી. દાન શાનું કરવું એનો પણ વિવેક જોઈએ. દૂધનું દાન હોય પણ અફીણ કે દારૂનાં દાન ન હોય. વ્યસનનાં દાન ન હોય. વ્યસનીને તે તે પદાર્થોનાં દાન દેવાથી તો વ્યસનની પુષ્ટિનું પાપ ભોગવવું પડે. વ્યસની બીમાર પડ્યો હોય, વ્યસન છોડવાની ભાવના હોય તો યોગ્ય લાગે તો વિવેકી ઉચિત રીતે વર્તી શકે છે. પરંતુ તે પણ વ્યસની પોતાને વ્યસનનો પદાર્થ મળ્યો એમ જાણી શકે એ રીતે તો Page #366 -------------------------------------------------------------------------- ________________ 15૩૩ - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 - ૩૪૫ નહિ જ. અફીણિયાના પગ તૂટે તો પગ દબાવાય પણ અફીણનું દાન ન કરાય. આપઘાત કરનારાઓને પણ અફીણનું દાન ન કરાય. દ્રવ્યદાન કરનારાએ આ બધો વિવેક શીખવો પડે. ભાવઉપકારમાં ભય નથી : ભાવઉપકારમાં ભય નથી, પણ દ્રવ્યઉપકારમાં પાત્રની યોગ્યતા, વસ્તુની યોગ્યતા વગેરે બધું જોવાનું. અફીણના દાનમાં તમે ઉલટાવી ઉલટાવીને પૂછ્યું પણ એક જ વાત કે વ્યસનનાં દાન ન હોય. અહીં તો સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્ર સિવાય ચોથી વાત બોલવાની જ નથી. તમે ગમે તેવા પ્રશ્નો કરી એનાથી. ખસેડવા માંગો તોય ખરું નહિ. મારે તમારી પંગતમાં આવીને બેસવું નથી. પણ તમને અહીં બેસાડવા છે. કેમ કે જે સ્થાન લીધું છે તેની પાકી પ્રતીતિ છે. મારી પાસે કોઈ રોતો આવે તો એના ભેગો હું રોવા ન બેસું. પેલો કહે કે, “મરી ગયો, લાખ ગયા, બાપ મરી ગયા, આમ થયું ને તેમ થયું.' તો મારી પાસે એનો એક જ જવાબ કે એ બધું થવાનું નિશ્ચિત હતું તે જ થયું છે. માટે કર્મસત્તાને ખસેડવાની મહેનત કર. એને આડે આવવાની મહેનત મૂકી દે. મોટાની સામે ચડાઈ કરનારો માર ખાઈ જાય. બંગલા બગીચા મૂકવાના જ છે તો સીધેસીધા જ મૂક ને ? જેને દિવસમાં દસ વખત ચ્યા વિના નહોતું ચાલતું તેવાને પણ જ્યારે કેન્સર જેવું દર્દ થયું ત્યારે વાંકા રહીને ચલાવવું પડ્યું છે. પાણીનું ટીપું પણ ગળે ન ઊતરે ત્યાં કરે શું ? કર્મસત્તા બહુ ભયંકર છે. મહિનાઓ સુધી કેન્સરના દર્દી, ભૂખ, તરસનું દુઃખ વેઠી વેઠીને મરે છે. ઉપસંહાર: . માટે આ બધી વાતો સમજો અને સંતોષરૂપી નંદનવનની સહેલ કરવા આવો. ત્યાં શીલ રૂપી સુગંધી એવી જોઈએ કે જે બીજાને પણ સુવાસિત બનાવે. ગ્રંથકાર આ વિષયમાં વિશેષ વર્ણન શું કરે છે તે હવે પછી. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૩ શુક્રવાર, તા. ૨૮-૩-૧૯૩૦ - ઉત્તરગુણના સર્વથા અભાવમાં મૂલગુણ ન ટકે : • શ્રી જિનાજ્ઞા પ્રત્યે દુર્ભાવ હોય તેનું ભણતર ધૂળ છે ઃ ♦ એવા ભોલા પણ સમાજ માટે શ્રાપરૂપ છે : ૭૦ એ વાતો વાહિયાત છે : ♦ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે : ♦ પોતાનો દોષ જમાના પર ન ઢોળો મહાવ્રત જેને રોમેરોમ પરિણમ્યાં હોય તે જગતનંદનીય છે : ♦ એક મહાવ્રત ગયું તો પાંચેય જાય ઃ • આવી નમ્રતાનો ગુણ ક્યાંથી ! ♦ એક જ દેશનામાં વૈરાગ્ય ઃ ♦ પાઘડી હજી કેમ ઊતરતી નથી ? દ્રવ્ય ચારિત્ર એ જ ભાવ ચારિત્રનું કારણ : આ કેવી પરીક્ષા શોધી ! ♦ પુરુષ તથા સ્ત્રી વચ્ચે અંતર : વ્યવહાર બરાબર જાળવ્યો : ♦ સમાન હક્કની વાતોમાં તો માર્યા જવાશે : • નારી રાજાના મંત્રીઓ તો પુરુષો જ : ૦ આજે તો જ્ઞાન છે જ ક્યાં ! ♦ માર્ગ નાશ પામશે તો શું થશે ? * ગુરુનિશ્રાએ જ્ઞાન ન ભણે તેને વાચના આપવાનો અધિકાર નથી : ♦ હું નથી રમતો પણ મારી વય ૨મે છે ઃ ♦ ‘લોકવિરુદ્ધની ખોટી રજૂઆત : ♦ ત્રણ તત્ત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવા ? • આજે શાસન ખરું કે નહિ ? દુરારાધ્ય કહ્યું પણ અનારાધ્ય ન કહ્યું : 103 Page #368 -------------------------------------------------------------------------- ________________ 1535 ૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 ઉત્તરગુણના સર્વથા અભાવમાં મૂલગુણ ન ટકે ઉત્તરગુણનો સર્વથા અભાવ હોય તો એક પણ મૂલગુણ ન ટકે. મૂલગુણને દિપાવનાર, ટકાવનાર, ખીલવનાર અને વધારનાર ઉત્તરગુણો છે. જેને એ ગુણો ઉપર પ્રેમ હોય તેને ત્રિકાલપૂજાદિ ન ગમે ? જે આ ક્રિયા ન કરે તેનામાં કદાચ દર્શનરુચિ હોય તો પણ વ્યવહારથી એને મિથ્યાદ્દષ્ટિ કહી શકાય. જેને સમ્યગ્દર્શન હોય તે બાર મહિને એકવાર જિનપૂજા કરે એવું બને ? ફુરસદે અને ફાવે તો કરે એવું બને ? અને તેમ છતાં કહે કે અમને રુચિ છે તો એ મનાય કઈ રીતે ? અને એને જૈન કહેવા પણ કઈ રીતે ? જાતિથી જૈન કહેવાય ભલે પણ સાચી રીતે એ જૈન નથી. કોઈ કહે કે, ‘મને વેપાર કરવાની બહુ ઇચ્છા છે પણ દુકાન ફાવે ત્યારે અને ફાવે તો ઉઘાડું' તો એ પેઢી ચાલે ? શ્રી જિનાજ્ઞા પ્રત્યે દુર્ભાવ હોય તેનું ભણતર ધૂળ છેઃ ૩૪૭ ઉત્તરગુણો એ મૂલગુણોને દિપાવનાર, ટકાવનાર અને વધારનાર છે. ઉત્તરગુણો આઘા મૂકે તો મૂલગુણનો રાગ નાશ પામે. આ બધી વસ્તુ પરિણામ પમાડવા સમ્યગ્દર્શનમાં દઢતા, રૂંઢતા, ગાઢતા અને અવગાઢતા જોઈએ. સમ્યષ્ટિ માટે પણ ત્રણ ક્રિયા કહી. શુશ્રુષા, ધર્મરાગ અને દેવ-ગુરુની વૈયાવચ્ચ. શુશ્રુષા એટલે શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળવાની ઇચ્છા એ કેવી હોય ? ‘તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સૂણ્યાની રીત રે, પ્રાણી, ધરીએ સમકિત રંગ...૧’ આજ તો કહે છે કે આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે. ભગવાન તો સાડી ચોવીસસો વર્ષ પહેલાં થયા. એમનું કહેલું આજે કેમ ચાલે ? આજે તો કોઈ કોઈ સાંધુઓ પણ બોલે છે કે ‘આ શાસ્ત્રો આજે શું કરવાનાં ? દુનિયાનું જ્ઞાન ભણો. શાસ્ત્રોની ઝીણી ઝીણી વાતો આ જમાનામાં ન ચાલે. જમાનો વીજળીવેગે આગળ વધી રહ્યો છે. પૃથ્વીકાય, અપ્લાય આદિની વાતો આ જમાનામાં ન . હોય. વાસી, વિદળ, ભક્ષ્ય, અભક્ષ્યની પંચાત આ યુગમાં નકામી છે.’ આવું બોલનારા સાધુ કે શ્રાવક જે હોય તેમને શ્રી જૈન સંઘથી બહા૨ ક૨વા જેવા છે. અજ્ઞાનને ઘનિષ્ઠ બનાવવાની તેમની પ્રવૃત્તિ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે દુર્ભાવ આવ્યો. તે ગમે તેટલું ભણ્યો હોય તો પણ એનું ભણતર ધૂળ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ - 13 ૩૪૮ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - એવા ભણેલા પણ સમાજ માટે શ્રાપરૂપ છેઃ શ્રી જિનેશ્વરદેવની વાણી પ્રત્યે સમ્યગુદૃષ્ટિનો ઉપર કહી ગયા તેવો રાગ હોય. દેશવિરતિધર સર્વવિરતિ બનવા માટે અને સર્વવિરતિધર સર્વ વિરતિપણામાં તન્મય બનવા માટે એ વાણીને વિચારે. આજનાઓ કહે છે કે આ બધાની શી જરૂર ? હું કહું છું કે, “વ્યવહારમાં ચોપડાની શી જરૂર ?' તીર્થમાં માર્ગાનુસારી પણ આવે. આ શાસનમાં જ્ઞાની અને અજ્ઞાની બેય ચાલે પણ એ ભગવાનના કથન પ્રત્યે ગાઢ રાગવાળા જોઈએ. કોઈ વતન બેસે તો ત્યાં એ પોતાની ખામી માને પણ એમ ન કહે કે, “કહ્યું, કહ્યું હવે ભગવાને ! આ જમાનામાં કોણ એ માનવાનું !” આવું બોલનારા ગમે તેવા ભણેલા હોય, ગમે તેવા ડિગ્રીધારી હોય તો પણ એ સમાજને માટે શ્રાપરૂપ છે; કશા જ કામના નથી. એ વાતો વાહિયાત છે: ધર્મરાગ કેવો હોય ? ત્યાં કહ્યું કે જાતનો બ્રાહ્મણ હોય, ભૂખ્યો હોય, અટવી ઊતરી આવ્યો હોય અને થાકેલો હોય, તે વખતે એને ભોજનમાં સુંદર ઘેબર મળે અને એના પર જેવો રાગ થાય, એનાથી અધિક રાગ ધર્મ પર જોઈએ. દેવગુરુની વૈયાવચ્ચ વિદ્યાસાધકની જેમ કરે. સમયસર જ જાય. વિદ્યાસાધક સમય ન ચૂકે. કાળી ચૌદશે, મધ્ય રાત્રિએ સ્મશાનભૂમિમાં એકલો જાય અને કલાકો સુધી ઊભો રહે અને વિદ્યાની સાધના કરે. આ તો કરવું કંઈ નહિ અને શ્રદ્ધા છે એમ કહેવું તે ચાલે ? ને જિનપૂજા કરવી, ન ગુરુવંદન કરવું, ન શ્રી વીતરાગ ભગવાનની વાણી સાંભળવી અને શ્રી જિનેશ્વરદેવના વચન પર રુચિની વાત કરવી, દેવગુરુની ભક્તિની વાત કરવી એ વાહિયાત વાતો છે. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે : આજે દુનિયાનું સાહિત્ય વાંચવાની ભલામણ કરવામાં આવે છે, પણ તેમને ઘરનું સાહિત્ય વાંચવામાં રસ નથી. ચાવી વિના બંધ થઈ જાય તેવાં તાળાં આવે છે. એવું તાળું બંધ કરી દો અને ચાવી ન હોય તો ઊઘડે શી રીતે ? જૈન સાહિત્યનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે. એના વિના અન્ય સાહિત્યનું વાંચન કરવા જશો તો અટવાઈ જશો. તત્ત્વ હાથમાં નહિ આવે. જૈન સાહિત્ય જાણ્યા વિના બીજાની વાત હોય ? આવા ઉપદેશ અને પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સાધુપણાની વાત કરવી કઈ રીતે ? દુનિયાનું જ્ઞાન એ સાધન છે. કક્કો, બારાખડી એ Page #370 -------------------------------------------------------------------------- ________________ 187 - ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 - ૩૪૯ જ્ઞાનનાં સાધન છે. પણ જો એ સમ્યજ્ઞાનમાં સહાયક થાય તો જ્ઞાન નહિ તો અજ્ઞાન. ઊલટું એ ભણવાથી જ જ્ઞાનાવરણીય બંધાય. સદુપયોગ માટે ભણાતો કક્કો જ્ઞાનાવરણીયનો ક્ષય કરે પણ સ્વાર્થવૃત્તિથી ભણાતો હોય તો એ જ્ઞાનાવરણીય બંધાવે એમ પ્રભુનું શાસન કહે છે. પણ આવી વાતો અમે કહીએ એટલે એ કહે છે કે “આ તો લકીરના ફકીર પુરાણપાઠી છે.' પણ એમને ખબર નથી કે “એ પુરાણપાઠ વિના તો કોઈના બાપને પણ ચાલ્યું નથી. ભગવાન શ્રી મહાવીરદેવને પણ જાણ્યા શાથી ? પુરાણપાઠથી જ ને ?' પોતાનો દોષ જમાના પર ન ઢોળોઃ ઉત્તરગુણો વિના મૂલગુણની ખાતરી શી ? કહે છે કે “અમને ધર્મની ધગશ બહુ છે પણ જો એમ હોય તો સિદ્ધાંતને ટક્કર લાગે તેવી પ્રવૃત્તિ કેમ ? ત્યાં કહે છે કે, “એ તો જમાનો એવો છે.” હું કહું છું કે પોતાનો દોષ જમાના પર જ ઢોળો. મહાપુરુષો પ્રાણાંત કષ્ટ વચ્ચે પણ ધર્મને નથી ચૂક્યા. આચાર્યદેવ શ્રી, કાલિકસૂરિજી મહારાજાએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “યજ્ઞમાં પાપ છે અને એનું ફળ નરક છે. માટે તું નરકમાં જવાનો છું.” રાજાએ પૂછ્યું કે, “તમે ક્યાં જશો ? સૂરિજીએ કહ્યું કે, “હું સ્વર્ગમાં જઈશ.” આ વખતે પૂજ્ય આચાર્ય ભગવંતે રાજાને સારું લાગે તેવી વાત કરીને તેને પોતાનો બનાવી લીધો હોત તો તેની પાસે બીજાં કામ કરાવી શકત ને ? પણ ઘર બાળીને તીર્થ કરવા જેવા કામની કિંમત નથી. સત્યને છુપાવીને કદી બે-પાંચ રાજાને ભક્ત પણ બનાવ્યા; પરંતુ એમાં શ્રી જૈનશાસનની શોભા શી વધી ? હા, જાતને માનપાન મળે. પણ એવાં માનપાનની ઇચ્છાવાળાએ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે પોતે ભગવાન મહાવીરનો સાધુ નથી. નોકર એકનો ને કામ બીજાનું કરવું, એ વાજબી કહેવાય ? સભાઃ “બેયનો પગાર ખાય તો ?' એ બેયથી ભ્રષ્ટ થાય. ધ્યેય પ્રભુમાર્ગના અનુયાયી બનાવવાનું જોઈએ, પણ પોતાના ભક્ત બનાવવાનું નહિ. વ્યાખ્યાન તમારી પાસે અમારાં વખાણ કરાવવા માટે નહિ પણ તમને પ્રભુમાર્ગના અનુયાયી બનાવવા માટે છે. જેને પોતાનાં વખાણ સાંભળવાની ઇચ્છા આવી તે ગયો સમજવો. મુનીમ ગ્રાહકને ખુશ ત્યાં સુધી રાખે કે જ્યાં સુધી શેઠની તિજોરીમાં આવક થાય. ખોટનો વેપાર એ ન જ કરે. પ્રભુમાર્ગના અનુયાયી બનીને ભક્ત બનો તો વાંધો નહિ. પણ પ્રભુમાર્ગને વિસરીને ભક્ત બનવા આવો તો “ના” કહેવી પડે. એવું ટોળું તો મારી પાડે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ 13 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મહાવ્રત જેને રોમેરોમ પરિણમ્યાં હોય તે જગતનંદનીય છે: સંતોષરૂપી નંદનવનના આનંદની વાત ચાલે છે. એ માટે પહેલી વાત એ કે સમ્યગ્દર્શન દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. મૂળગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે અખંડિત પ્રેમ જોઈએ. મહાવ્રત તથા સમિતિ ગુપ્તિ પ્રત્યેનો પ્રેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પ્રેમથી કદી ખસે કે ચસે નહિ, કેમ કે જીવાજીવાદિનું સ્વરૂપ એણે જાણ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચે ગુણો સર્વાંશે હોય એ મહાવ્રત. એ જેને રોમ રોમ પરિણમ્યાં હોય તે જગતને વંદનીય છે. સમ્યકત્વનું અને જ્ઞાન મેળવ્યાનું ફળ એ પાંચ મહાવ્રત છે અને એનું પરિણામ અવ્યાબાધ પદ છે. મહાવ્રત જાય તો અવ્યાબાધ પદ પણ ગયું સમજવું. એક મહાવ્રત ગયું તો પાંચેય જાય ? હિંસા, જૂઠ, ચૌરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને મનથી, વચનથી, કાયાથી ન કરે, ન કરાવે ન અનુમોદે એ રીતે નવકોટિ પચ્ચકખાણ કરે એ પાંચ મહાવ્રત છે. એમાં ક્યાંય પોલ ન ચાલે. મુનિ કહે કે, “પરિગ્રહ મુનિ ન રાખે પણ ગૃહસ્થને શો વાંધો !” તો ? તો એનું પાંચમું મહાવ્રત ગયું એટલે પાંચેય જાય. એકની ચોમેર ચારે છે. રેલનો પાટો ચાર હાથનો વચ્ચેથી તૂટે એટલે રેલનો વ્યવહાર અટકે જ. સભાઃ “વિરુદ્ધ વર્તનારને ખરાબ કયા શાસ્ત્રમાં કહ્યા ?” શાસ્ત્રોમાં ઠામ ઠામ કહ્યા છે. એક અક્ષર વિરુદ્ધ બોલનારને ઉત્સુત્રભાષી, પાપી અને અદિઠ્ઠ કલ્યાણકરા કહ્યા છે. સત્યના રક્ષણ માટે વિરોધ અને વિરોધીઓનું સ્વરૂપ બતાવેલું જ હોય. ઘર હોય ત્યાં દીવાનખાનું, રસોડું, દરવાજો, સાંકળ બધું જ હોય. સમ્યગૃષ્ટિનો મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યે અખંડ પ્રેમ હોય. દેશવિરતિની મૂળ તથા ઉત્તરગુણોની નજીક જવાની પ્રવૃત્તિ હોય અને ત્યાં એને અધિક પ્રેમ હોય; જ્યારે સર્વવિરતિની એ મૂળગુણો તથા ઉત્તરગુણોમાં તન્મયતા હોય. આવી નમ્રતાનો ગુણ ક્યાંથી ! આ સમજાય તો જે વાતો આટલી ખુલ્લી કહેવી પડે છે તે કહેવી પડત નહિ. વ્યવહારમાં વિનય વગેરે બધું તમને આવડે છે, વગર શીખવાડ્યું આવડે છે. મોટા માણસને સામે લેવા જવો, આ બધું કાંઈ શાળામાં તમે નથી શીખ્યા પણ વગર શીખે આવડી ગયું છે. એક નોકરિયાત જે એના ઑફિસર પ્રત્યે વર્તે Page #372 -------------------------------------------------------------------------- ________________ 1539 - ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 ૩૫૧ છે, ત્યાં જે વિનય સાચવે છે એ રીતે જો દેવ ગુરુ ધર્મ પાસે વર્તે તો આજે માર્ગ પામે. જેઓના મગજમાં રાઈ ભરી છે એવા મોટા ધારાશાસ્ત્રીઓ પણ મેજિસ્ટ્રેટો પાસે એકદમ નમ્ર બની જાય છે. મંદિરમાં મૂર્તિઓ જોઈને ફાવે તેમ બોલનારા અને સાધુઓને ઘેલા કહેનારા કોર્ટમાં મામૂલી પગારદાર મેજિસ્ટ્રેટ પાસે એકદમ વિનિત બને છે, સલામ ભરે છે, ઊભા થઈને જ બોલે છે અને માય લૉર્ડ, માય લૉર્ડ કહીને જ સઘળી દલીલો કરે છે. એમને જોઈને એમ થાય કે મંદિર ઉપાશ્રયમાં જેમની ઉદ્ધતાઈનો પાર નથી એવાઓમાં આવી નમ્રતાનો ગુણ આવ્યો કયાંથી ? . સભાઃ ‘ત્યાં તો પ્રત્યક્ષ સજા છે.” આ જ મૂર્ખતા છે, એ જ ભયંકર અજ્ઞાન છે કે જે તમાચો મારે તેની પાસે સીધા ચાલવું અને જે દયાની ભાવનાથી સજા ન કરતાં શિખામણ આપે ત્યાં ઉદ્ધત બનવું. આવા ઉદ્ધતોમાં પણ ત્યાં આવી નમ્રતાનો ગુણ ક્યાંથી આવ્યો ? વાતવાતમાં “અમારા વિચાર” એમ બોલનારાનું એ “હું” પદ ક્યાં ખોવાઈ ગયું ? ત્યાં તો કાયદેસર બોલાય. જજ્જ પણ કાયદા બહાર ન જાય. મોટામાં મોટો બૅરિસ્ટર પણ ત્યાં જજ્જનો વિનય જાળવે, સલામ ભરે. ત્યાં નાત જાત કે મોટો નાનો એ ન જોવાય. ખુરશીને લાયક થયો એટલે ખલાસ, ત્યાં પછી કશી દલીલ ન ચાલે. કેટલીક વાર મેજિસ્ટ્રેટ પેલાથી કાયદા ઓછા પણ જાણતો હોય, કદી એ બાબતમાં એને પૂછે પણ ખરો. પણ ઓછું જાણો છો માટે નહિ ચાલે” એમ એનાથી નહિ કહેવાય. મંદિર અને ઉપાશ્રયોમાં સ્વતંત્રતાની બાંગ પોકારનારા ત્યાં આવા ગુલામ કેમ ? પૈસાએ એવા બનાવ્યા ને ? પૈસા માટે ગુલામી કરનારા મંદિર ઉપાશ્રયમાં ઉદ્ધતાઈ બતાવતા હોવા છતાં એવાને મોટા માનવા કે શાસનની પ્રભાવના કરનારા માનવા એના જેવી અજ્ઞાનતા કઈ ? સભા : “મેજિસ્ટ્રેટ ઓછું ભણેલા છે એમ જણાવીને એને ખસેડવા એવી ધારાશાસ્ત્રી કોર્ટને અરજી કરે તો ?” તો મેજિસ્ટ્રેટને બદલે એ ધારાશાસ્ત્રી જ કદાચ ખસી જાય. મૅજિસ્ટ્રેટ દોરવાઈ ગયા છે એવો આરોપ કરવો એ પણ ભારે પડી જાય. જો એ પુરવાર ન થાય તો બાર વાગી જાય. રાજસત્તાના કાયદા બહુ ભારે છે. એ રીતે જૈનશાસનમાં પણ નાનામાં નાનો છતાં યોગ્ય સ્થાનને પામેલો હોય તો તે તમારે બધાને ત્રિકાળ પૂજ્ય છે. ભલે ઓછું ભણેલો હોય પણ યોગ્ય સ્થાન પામ્યો એટલે વંદનિક થઈ ચૂક્યો. કેટલાક કહે છે કે, “અમે વર્ષો સુધી સામાયિક, પડિક્કમણાં અને પૌષધ કર્યા છે, જીવ વિચાર આદિ પ્રકરણો અને Page #373 -------------------------------------------------------------------------- ________________ 1540 ૩૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કર્મગ્રંથ વગેરે ભણ્યા છીએ અને આ તો સાધુ બન્યા છતાં કાંઈ ભણ્યા નથી ને હજી ચાર દિવસ થયા દીક્ષા લીધી છે, એને અમે વાંદીએ ?' હું કહું છું કે લાખ વાર વાંચવા પડે. આટલું ભણ્યા તો હજી પડ્યા કેમ રહ્યા? કર્મગ્રંથ ભણનારા તો ઘણા ગબડી પણ ગયા. પ્રકરણો અને કર્મગ્રંથ ઘરે બેસી રહેવાનું કહે છે ? આટલું આટલું ભણ્યા છતાં સાધુપણું ન લઈ શક્યા માટે નીચા અને વગર ભણેલા સાધુપણું લઈ શક્યા માટે એ ઊંચા અને જ્ઞાની એમાં નવાઈ શી ? એક જ દેશનામાં વૈરાગ્યઃ શ્રી કૃષ્ણ મહારાજા તથા શ્રેણિક મહારાજા એમ નહોતા કહેતા કે, “ખુદ પ્રભુની દેશના કાયમ સાંભળનારા અમને વૈરાગ્ય નહિ અને આને એક જ દેશનામાં વૈરાગ્ય કેમ ?' એ તો ઊલટા તાજુબ પામીને ધન્યવાદ દેતા કે “અમે રોજ સાંભળવા છતાં પામી શકતા નથી અને આ એક જ દેશનામાં પામ્યો માટે મહા પુણ્યવાન ! શ્રી કૃષ્ણ મહારાજાના નાના ભાઈ શ્રી ગજસુકુમાળે દીક્ષા લીધી તે જ દિવસે કેવળજ્ઞાન અને મુક્તિ મેળવી, ત્યાં કૃષ્ણજીએ એમ ન કહ્યું કે, હું નેમનાથજીનો પરમ શ્રાવક છતાં મારું ઠેકાણું નહિ અને ગજસુકુમાળને એક જ દિવસમાં તમામ સિદ્ધિ કેમ ? ઉઘાડી વાત છે કે કૃષ્ણજી રાજ ન છોડી શક્યા માટે એમને નહિ અને ગજસુકમાળે રાજ છોડ્યું, દીક્ષા લીધી, તે જ દિવસે ગુરુઆજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાયોત્સર્ગ ઊભા રહ્યા, માથે માટીની પાળ બાંધી મુકાયેલા અગ્નિને સમભાવે સહ્યો તો કેવળજ્ઞાન પણ મળ્યું અને મુક્તિ પણ મળી, તો એમાં નવાઈ શી ? પાઘડી હજી કેમ ઊતરતી નથી ? જીવવિચાર વગેરે વર્ષો સુધી ભણવા છતાં એ ભણનારાઓની પાઘડી હજી કેમ ઊતરતી નથી ? ઘરબાર, કુટુંબ પરિવારનો મોહ કેમ છૂટતો નથી ? જે સાધુ વગર ભયે પણ મા-બાપ વગેરે છોડીને અહીં આવ્યા તે ઉત્તમતા વિના ? છોકરાંને રમાડી રમાડીને ઘરડા થયા છતાં એ મોહ હજી છૂટતો નથી તો જ્ઞાનના ફળની પ્રાપ્તિ ક્યારે થશે ? અહીં આવેલો ભલે ઓછું ભણેલો હોય પણ જ્ઞાનના ફળની પ્રાપ્તિ એને થઈ માટે એ વંદનિક છે જ. માત્ર સૂત્રો ગોખી નાખ્યાં અને જ્ઞાનનો ઘમંડ ધરાવે અને પછી સાધુઓ માટે ગમે તેમ પ્રમાણપત્રો ફાડે એને ભણેલા કહ્યા કોણે ? વિરતિ પ્રત્યે પ્રેમ કે બહુમાન વિનાના આવા લોકોને ભણેલા માનવા તે અજ્ઞાનતા છે. એવાને ભણેલા તરીકે માન અપાય જ નહિ. Page #374 -------------------------------------------------------------------------- ________________ 1541 · ૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ 103 1 ૩૫૩ દ્રવ્ય ચારિત્ર એ જ ભાવ ચારિત્રનું કારણ : જે ભણેલો હોય તેને ભણતરના ફળ પ્રત્યે પ્રેમ ન હોય ? જ્ઞાનનું ફળ વિરતિ એટલે ચારિત્ર છે એમાં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવ ચારિત્ર ઊંચું પણ એ ભાવ ચારિત્રનું કારણ તો દ્રવ્ય ચારિત્ર જ છે. ભાવ ચારિત્ર કોઈને હોય, દ્રવ્ય ચારિત્ર ઘણાંને હોય. પહેલાં દ્રવ્ય ચારિત્ર પછી ભાવ ચારિત્ર. ભાવ તો કોઈકને પહેલાં હોય. દ્રવ્ય યોગે ભાવ છે. અતિમુક્તક કુમારને નવ વર્ષે કેવળજ્ઞાન થાય છે. પણ તે પૂર્વે થોડીવાર પહેલાં નાવડી (નાની પાતરી) તરાવે છે. સ્થંડિલ ગયા છે ત્યાં કાચલી પાણીમાં તરાવે છે ને ? થોડીવાર પછી તો ભગવાનના વચનથી ઈરિયાવહી કરીને કેવળજ્ઞાન પામવાના છે એવાની પણ અત્યારે કઈ સ્થિતિ ? અપ્લાયનું પણ જ્ઞાન કે ભાન છે ? ભાવ મુનિપણું છે ? સ્થવિર મુનિઓ જે મહાવિદ્વાન અને ગીતાર્થ હતા એમણે ભગવાનને આ વાતની ફરિયાદ કરી. ત્યારે ભગવાને એમને ચૂપ રહેવાનું કહીને ફરમાવ્યું કે, ‘એ મહાત્માની આશાતના ન કરો.’ મુનિઓ તરત મૌન થયા. પાણીમાં નાવડી ચલાવનાર મુનિની આશાતના ન કરવાનું ભગવાન પોતે કહે છે. એ કેવળજ્ઞાનને પમાડનારા ભાવો વગેરે એ બાલમુનિને પણ આવે જ છે ને ? એમને પાપનો ભય છે. પાપનો ભય હોવો એ જેવું તેવું જ્ઞાન છે ? ભણવું એ પાપ ક૨વા માટે કે પાપથી ડરવા માટે ? પાપ કરવા જ ભણે એ કેવા ? અતિ મુક્તક જેટલો પાપનો ડર બીજાઓને પરિણમન નહોતો થયો એ ખુલ્લી વાત છે. ભગવાને પાપની આલોચનામાં ઈરિયાવહી કરવાનું એમને કહ્યું. બાળક છે પણ પ્રભુના વચન પર દૃઢ પ્રતીતિ છે. તરત જ વિચાર્યું કે ‘ભગવાને ઈરિયાવહીથી પાપ જાય એમ કહ્યું માટે એવી ઈરિયાવહી કરું કે પાપ જાય જ. ઈરિયાવહીનો અર્થ જાણતો નથી. બસ, ‘પાપ જાય’ એ જ ભાવનામાં ઈરિયાવહી કરે છે, ત્યાં જ શ્રેણિ માંડે છે. સઘળાં ઘાતિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામે છે. આ કેવી પરીક્ષા શોધી ! આજના કેટલાક પોતાના જ્ઞાનનું ઘમંડ ધરાવનારાઓ એવા છે કે પોતે કોઈ સ્તવન, સજ્ઝાય કે રાસ વગેરે વાંચ્યા હોય ગુરુગમથી નહિ પણ પોતાની મેળે જ વાંચ્યા હોય એમાંથી એકાદી આંટીઘૂંટીવાળી કડી લઈને સાધુ પાસે આવીને પૂછે અને સાધુએ પોતે એ ન વાંચી હોવાથી કદી ન સમજાવી શકે એટલે તરત પ્રમાણપત્ર ફાડે કે ‘લો સાધુ થયા ! જ્ઞાન તો છે નહિ' જાણે એ કડીમાં જ બધું જ્ઞાન આવી ગયું. આવા મિથ્યાભિમાનીઓ પોતાને શાની માને છે. કેવી પરીક્ષા શોધી ? આવાને બોલાવાય નહિ, એમને આગળ કરાય નહિ, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 152 એમને જરા પણ મહત્ત્વ અપાય નહિ. શાસ્ત્રની વિધિ જાણો છો ? ચંદનબાળા જેવી સાધ્વી હોય, સો સો વર્ષનો દીક્ષાપર્યાય હોય અને બીજી તરફ કઠિયારાની જાતનો આજનો દીક્ષિત સાધુ હોય અને કાંઈ ન ભણેલો હોય છતાં એ સાધ્વી ત્યાં ઊભી થાય અને એને વંદન કરે. હવે એ સાધ્વી આ સાધુની પરીક્ષા લે તો એ સાધુ એની સામે ટકે ? નહિ જ. આ વિધિ બરાબર સમજો. પુસ્તકનું જ્ઞાન પુસ્તકમાં રહી જાય અને વગર પુસ્તકના જ્ઞાનવાળાને અહીં કેવળજ્ઞાન થઈ જાય. સાધ્વીને ત્યાં પેલા કઠિયારા નવદીક્ષિત સાધુને વંદના કરતાં આંચકો ન આવે. પુરષ તથા સ્ત્રી વચ્ચે અંતર ઃ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે પુરુષ તથા સ્ત્રી બેય મોક્ષમાર્ગ સાધી શકે છે. પુરુષની પ્રધાનતાનો ભેદ અમુક બાબતમાં રાખ્યો. કેવળજ્ઞાન બેય પામે ત્યાં વાંધો ન કહ્યો. કેમ કે ત્યાં વીતરાગ દશા છે એટલે વેદ એક પણ નથી, સમકોટિના આત્મા છે. પુરુષ જ મોક્ષ પામે અને સ્ત્રી ન પામે એમ પણ જૈનશાસ્ત્ર કહેતું નથી. અમુક વસ્તુમાં બંનેમાં અધિકાર ભેદ જરૂર છે અને તે જ્ઞાનીએ જોયો છે માટે કહ્યો છે. સમાન પાપની ક્રિયા પુરુષ તથા સ્ત્રી સમાન રીતે કરે તો પણ ત્યાં સ્ત્રી પુરુષને નહિ પહોંચી શકે. કેમ કે પુરુષ એ પાપક્રિયાથી સાતમી નરક સુધી જઈ શકે છે, જ્યારે સ્ત્રી છઠ્ઠી નરક સુધી જ જઈ શકે છે. પાપના પરિણામની એવી તીવ્રતા એનામાં આવતી નથી. છતાં સ્ત્રી કેવળજ્ઞાન પામે, કેમ કે, ત્યાં તો વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. મુદ્દો એ છે કે કષાય ખસેડવાનું સ્ત્રી કરી શકે. પણ કષાયના બંધમાં તો સ્ત્રી જરૂર પાછી પડે. છદ્મસ્થપણે વ્યાખ્યાન સ્ત્રી ન વાંચે કેમ કે એના અંગચેષ્ટાદિથી નુકસાન થવા સંભવ છે. પુરુષ હાથ વગેરે હલાવે અને સ્ત્રી હાથ હલાવે તેની અસરમાં અંતર છે. જ્યાં જ્યાં અંતર કહ્યો તે તે પચાવવાની તેનામાં તાકાત નથી. સભાઃ “સ્ત્રીપરિષદમાં સાધ્વી વાંચે !” પાટે બેસીને નહિ પણ સામાન્ય રીતે સામે બેસીને વાંચે. પુરુષ બજાર વચ્ચે ઓટલે સૂઈ શકે. પણ સ્ત્રી નહિ સૂઈ શકે, કારણ કે, એની અંગરચનામાં જ ફરક છે. એ જ રીતે વિચારોમાં, ઇંદ્રિયોમાં, કાર્યવાહીમાં પણ ભેદ છે. પુરુષનો વિષય ગમે તેટલો તીવ્ર તોય શાસ્ત્ર એને તરણાનો ભડકો કહ્યો, એક ઝપાટે ખલાસ; એના વિષયનો વેગ મર્યાદિત છે. સ્ત્રીનો વિષય તીવ્ર છે. ન જાગે ત્યાં સુધી કાંઈ નહિ પણ જાગે ત્યારે એની માત્રા તીવ્ર ઘણા લાંબા સમય સુધી ન શમે; એટલું પુરુષ તથા સ્ત્રી વચ્ચે અંતર છે. સ્ત્રી મહાસતી પણ બની શકે છે Page #376 -------------------------------------------------------------------------- ________________ 154૩ – ૨૩ઃ સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 – ૩૫૫ એવું પણ શાસ્ત્ર કહ્યું, પણ જેનામાં જે ગુણદોષ હોય તે તો બતાવવા જ પડે ને એને છુપાવે કઈ રીતે ? વ્યવહાર બરાબર જાળવ્યો ? અનંતજ્ઞાનીઓએ પુરુષની પ્રધાનતા બહુ વિચારપૂર્વક કહી છે. અધમ કોટિના પુરુષો અધમ માર્ગે જાય છે એ વાત જુદી. જ્યાં સમાનતા રાખવાની હતી ત્યાં જ્ઞાનીએ રાખી અને અંતર કહ્યું, કેમ કે એ વીતરાગ હતા. એવું ન હોતા તો કેવળજ્ઞાન માટે પણ યોગ્યતા ન બતાવત. પુરુષને ટક્કર મારે એવું શીલા સ્ત્રી પાળી શકે છે એમ પણ એ શાસ્ત્રકારોએ જ કહ્યું છે. કેવળજ્ઞાન થયા પછી સ્ત્રી દેશના આપે. કેમ કે પછી વિકાર ગયો. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સ્ત્રી દેશના દે, ને પુરુષ સાંભળે તો વિપરીત પરિણામનો ઘણો સંભવ. સાંભળતાં સાંભળતાં પણ એનાં અંગોપાંગ તરફ નજર ખેંચાઈ જાય. જ્ઞાનીએ જે જે વસ્તુ ઉપયોગી હતી તે રાખી અને જ્યાં અંતર હતું ત્યાં તે પ્રમાણે કહ્યું. વ્યવહાર બરાબર જાળવ્યો એ ખૂબી. ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા એ સ્ત્રી તીર્થંકર હતા. એમણે ગણધર સ્થાપ્યા વગેરે બધું કર્યું પણ એમની સાથે સમોસરણમાં સાધ્વીઓ જ, એ મર્યાદા સાચવી. સમાન હક્કની વાતોમાં તો માર્યા જવાશેઃ પુરુષની પ્રધાનતા અનંતજ્ઞાનીઓએ જ્ઞાનથી જોઈને કહી છે. બધી વાતમાં યુક્તિ ન મળે. જો કે હઠવાદ ન હોય તો તો બધું મનાય તેમ છે. સમાન હક્કની વાતોમાં પડ્યા તો માર્યા જવાશે. આ વિષયમાં વધારે બોલવું યોગ્ય નથી. સ્ત્રી પુરુષની અંગરચનામાં જૈ ફેર કેમ છે, એ કહો ! મિસિસ ફલાણા લખાય છે. પણ મિસ્ટર ફલાણી લખાયું ? મિસિસની ઓળખ તો પુરુષોના નામથી થઈને ? ત્યાં પુરુષની પ્રધાનતા થઈને ? ત્યાં પ્રધાનતા માનવી જ પડી. જાય ક્યાં ? ન માને તો આબરૂ જાય. અનાદિસિદ્ધિ સિદ્ધાંતોને કમને પણ પાળવા પડે છે. નારી રાજાનાં મંત્રીઓ તો પુરુષો જ ઃ છોકરાને પ્રેમ મા પર વધારે, મા એને વધારે સાચવે, ભીનામાંથી સૂકામાં મા સુવાડે. આમ છતાં શાળામાં કે પેઢી પર પોતાની સાથે બાપુનું નામ લખાવે છે, માનું નહિ; એનું કારણ? કોઈ કોઈ સ્ત્રી રાજા બની. પરંતુ કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે જુઓ તો તંત્ર પુરુષના જ હાથમાં. નારી રાજાના મંત્રીઓ તો પુરુષો જ. પતિના મર્યા પછી મહિનાઓ સુધી ખૂણે સ્ત્રીને બેસી રહેવું પડે, પુરુષને નહિ. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1544 સભા વિલાયતમાં ખૂણો નથી.' ખૂણો નહિ હોય તો બીજું કાંઈ હશે ? જે હોય તે. ખૂણાના ભાવને સમજો. હા ! એથી સ્ત્રી જાતિના હક્ક છીનવી ન લેવાય, એને ઉત્તમ ક્રિયામાં અંતરાય ન કરાય, એ મોક્ષની અધિકારિણી નથી, એમ ન કહેવાય. ધર્મની રક્ષા ઘણી વખત પુરુષો કરતાં સ્ત્રીઓએ વધારે કર્યાનાં દૃષ્ટાંત છે. શ્રાવક કરતાં શ્રાવિકાની અને સાધુ કરતાં સાધ્વીની સંખ્યા લગભગ દરેક કાળે વધારે હોય છે, ધર્મ એનાથી વધારે શોભે છે, એ બધી વાત ખરી તો પણ સાચી વસ્તુને આ શાસ્ત્ર,છુપાવે નહિ . પુરુષની પ્રધાનતાને હૃદયપૂર્વક વિચારીએ તો જરૂર વાજબી લાગે તેમ છે. પણ યુક્તિ નહિ મળે. જો કે તોયે આજના સુધારકોની સામે પાંચ-પચાસ યુક્તિઓ ધ૨ી શકીએ તેમ છીએ. હઠ કરે અને ન માને તેનો ઉપાય નથી. આજે તો જ્ઞાન છે જ ક્યાં ? જ્ઞાની અને સંયમીમાં મોટું અંતર છે. ભણેલો હોય તે જ સંયમી એવું નથી. સંયમી ચૌદ પૂર્વી પણ હોય અને કાંઈ નહિ જાણનારો, માત્ર અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન ધરાવનારો, એ પણ પૂરું નહિ જાણનારો પણ ગુરુ કહે તેમ કરનારો હોય એટલે બસ. સભા ‘કેવળજ્ઞાન ક્રમથી મળે ?’ ના ! મતિ, શ્રુત હોય પણ અવિધ કે મનઃપર્યવ ન હોય તો પણ મળે. સભા ‘જ્ઞાન ઉઘોતનો આજનો જમાનો ક્રમની વાત કરે છે ને ?’ આજે તો જ્ઞાન છે જ ક્યાં ? જ્ઞાન ઓછું ને આડંબર ઘણો છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં તો શાંતિના શેરડા હોય, શુભ ભાવના ફુવારા ઊડે, જ્ઞાન વધે તેમ ઉચ્ચતા વધે પણ ઉશ્રૃંખલતા ન આવે. દેવ ગુરુ ધર્મ માટે મરજી આવે તેમ બોલનારાને જ્ઞાની કેમ કહેવાય ? જ્યારે સમ્યગ્દર્શન ઢીલું થયું એટલે જ્ઞાન ગયું. શાહુકારી ગઈ એટલે બજા૨ની આબરૂ ૨૬. આ મુંબઈમાં એ નિયમ હતો કે કોઈ પણ સારી ચીજ ઝવેરી બજા૨માંથી નીકળે પણ હવે કાયદો થયો કે ભગવાનનો વરઘોડો ઝવેરી બજારમાંથી ન કાઢવો. એ શાથી ? મૂર્ખાઓની મૂર્ખાઈથી ને ? શાહુકારો વસે એ વિસ્તારમાં ગાળો ન બોલાય, એલફેલ ન બોલાય. ગૃહસ્થના પાડોશમાં વસનારાથી હલકી ભાષા ન બોલાય. ભાષા પણ સારી બોલાવી પડે. ઝવેરી બજારમાંથી સાધુ નીકળે, પ્રભુનો કે ગુરુનો વરઘોડો નીકળે ત્યારે મોતી ઊડે કે પથરા ઊડે ? મોતી ન હોય તો પથરા ઉડાડાય એવું ખરું ? પથરા કોણ ઉડાડે ? આ બધી અધમ મનોવૃત્તિનાં પરિણામ છે. આજના Page #378 -------------------------------------------------------------------------- ________________ 155 ૨૩: સમશાનનું ફળ વિરતિ - 103 – – ૩૫૭ એ જ્ઞાનીઓની પરીક્ષા લેવાય તો ખબર પડે. મહાપુરુષોની રચેલી એકાદ પંક્તિ લઈ ગાયા કરે કે “શું મુંડે શું લોચે રે.” . પણ એ પંક્તિના રચનારાએ પોતે જ મુંડાવ્યું એનું એ બોલનારાને ભાન નથી. એ પંક્તિના રચનારા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા છે. એમણે દીક્ષા નાની વયમાં જ લીધી છે; અને આજે એમનાં વચન ટંકશાળી ગણાય છે, એમના વચન પર મદાર બંધાય છે, એમનાં વચનોની સાક્ષી અપાય છે. બાલ્યકાળમાં દીક્ષા લઈને જ્ઞાનાભ્યાસ કર્યો, તો તેઓ આ બધું પામ્યા ને ? પેલા પંક્તિ ગાનારાઓની જેમ પોસા, પડિકમણા કરવા ઘરમાં પડી રહ્યા હોત તો ? કહે છે કે, “એ તો પોસા પડિકમણા કરવા ઘરમાં રહ્યા છે. એમની વાત તો જુઓ ! ઘરમાં રહીને તો થાય ત્યારે કરે, કદી ન પણ કરે, જ્યારે સાધુને તો કાયમ છે. ઉપાધ્યાયજી મહારાજા તો ફરમાવે છે કે નાની વયના સાધુઓથી તો તીર્થ અવિચ્છિન્ન છે. એમણે એ પણ કહ્યું કે મિથ્યાદૃષ્ટિને દ્રવ્ય સમકિતનો આરોપ કરીને દીક્ષા આપી શકાય. જો બધામાં ભાવ ચારિત્ર જોવા જાય તો શાસનનો નાશ થાય. * માર્ગ નાશ પામશે તો શું થશે ? * . એ મહાત્મા વળી કહે છે કે જે મહાપુરુષ અવિધિનું ઉમૂલન કરી સર્વને વિધિમાં જોડી શકે તે પુણ્યવાનને તો ક્રોડ વંદન પણ વિધિમાર્ગ સ્થાપવાની તાકાત વિનાના આત્માઓ જો અવિધિએ ચાલતા ક્રિયામાર્ગનો લોપ કરે તો તે માર્ગના નાશક છે. માર્ગ હશે તો સુધારા પણ થશે અને સિદ્ધિ પણ થશે. પરંતુ માર્ગ ગયો તો શું થશે ? મંદિર, મૂર્તિ તથા આગમનાં પાનાં છે તો આપણે જૈન રહ્યા છીએ અને આટલું પણ કરીએ છીએ; એ ન હોત તો ? આપણા પૂર્વજો ઉદાર ન બન્યા હોત અને મૂર્તિ મંદિર ન સ્થાપ્યાં હોત તો આપણે શું કરત ? અત્યારે નવી મૂર્તિ ન ભરાવીએ તો જૂની લાવીને પણ પૂજીએ છીએ પણ, તે છે તો ને ? પૂર્વપુરુષો ગ્રંથો રચી ગયા તો વાંચીએ છીએ ને ? એ બધું ન હોત તો આપણે પણ ઊંધા માર્ગે જ હોત. ગુરુનિશ્રાએ જ્ઞાન ન ભણે તેને વાચના આપવાનો અધિકાર નથી ? ભક્તિ એ મોક્ષની દૂતિ છે. ભક્તિયોગ થઈ જતી અવિધિ અકિંચિત્કર છે. જો વિધિનો રસ હોય અને વિધિની ભાવના તથા વિધિની કાળજીથી ક્રિયા કરે તો એમાં રહી જતી અવિધિની કિંમત કાંઈ જ નથી. વજસ્વામી ઘોડિયામાં અગિયાર અંગ ભણ્યા હતા. સાધ્વીજી ગોખતાં હતાં તે સાંભળીને જાતિ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1548 મરણના યોગે એમને જ્ઞાન થયું હતું. સાધુ થયા પછી કોઈ પ્રસંગે એકલા એકલા સાધુઓને વાચના આપવાની રમત રમતા હતા. ગુરુ એ બોલતા હતા તે સાંભળી ગયા. પોતે નજીકના બીજા ગામમાં જવા તૈયાર થયા ત્યારે સાધુઓએ પૂછ્યું, કે ભગવંત ! અમને વાચના કોણ આપશે ? ગુરુ કહે વજ તમને વાચના આપશે. સાધુઓને પણ ગુરુવચન પર કેટલો વિશ્વાસ ? તરત “તહત્તિ' કહી પ્રમાણ કર્યું પણ “આ વજ શું વાચના આપશે ?' એમ ન કહ્યું. વજ મુનિએ વાચના આપી, ગીતાર્થોએ પણ વિનયપૂર્વક હાથ જોડીને એમની પાસે વાચના લીધી. ગુરુ પાસે વાચના લેતા હતા તેના કરતાં વિશેષ રસ પડ્યો અને “ગુરુ મોડા આવે તો ઠીક’ એમ પણ મનમાં ભાવના થઈ. ગુરુ બીજે દિવસે આવ્યા. શિષ્યોને વાચના અંગે પૂછ્યું. શિષ્યોએ કહ્યું, કે અમને બહુ જ આનંદ આવ્યો. અમારી વિનંતી છે કે આપ અમારા વાચનાચાર્ય તરીકે એમને જ સ્થાપો. ગુરુએ ના પાડતાં જણાવ્યું કે ગુરુનિશ્રાએ એ હજી ભણેલ નથી માટે એ હજી વાચનાચાર્ય થવાને યોગ્ય નથી. એ રીતે ભણ્યા પછી વાત. હું નથી રમતો પણ મારી વય રમે છે: આવા જ્ઞાની પણ બાલ્યવયના યોગે રમવામાં પડી જતા. ગુરુ કહેતા ત્યારે એ કહેતા કે, “હું નથી રમતો પણ મારી વય રમે છે.” ત્રણ જ્ઞાનના ધણી શ્રી જિનેશ્વરદેવો પણ નાની વયમાં રમતા હતા. વયનો પ્રભાવ કામ ન કરે ? આજના તત્ત્વજ્ઞાનીઓ તો આવા નાના સાધુ માંટે ઝટ કહી દે કે ‘લો ! સાધુ થયા છે ! કેમ ચાલવું તે તો આવડતું નથી, ઈર્યાસમિતિનું તો ભાન નથી.” પણ એમ ન બોલાય. એ વય જ. એવી છે કે એનાથી એવું બની જાય. કાંઈક યાદ આવે કે તરત ઉમળકો આવે ને દોડી જાય. કહેવામાં આવે કે તરત હસી પડે અને કહી દે કે “મારાથી દોડી જવાયું.” વયનો એ પ્રભાવ છે પણ એમને જો શ્રાવક હાથ જોડીને મીઠા શબ્દમાં કહે તો તરત એમને ભાન થઈ જાય. ફક્ત આવી ભૂલો કાઢી એ સાધુને નહિ વાંદનારા મિથ્યાદૃષ્ટિ છે. લોકવિરુદ્ધની ખોટી રજૂઆતઃ બાળકને પ્રેમથી સમજાવવા મા-બાપ પણ શું નથી કરતાં ? બાળકને સમજાવવા હાથ ફેરવવો પડે. તેની સાથે ગેલ કરવી પડે અને એ કહે તે બધું કરવું પણ પડે. છોકરાંને મનાવતાં વાર કેટલી ? માએ ચાર ધોલ મારી હોય પણ ઘડી પછી પ્રેમથી હાથ ફેરવી “ભાઈ !” કહે ત્યાં ખુશ થઈને હસી પડતાં એને વાર નહિ. માથી રિસાઈને છોકરું કદી ભાગી ન જાય. આ તત્ત્વજ્ઞાનીઓ (!) તો બાળસાધુને જોઈને અકળાય છે. કહે છે કે, “એને વંદન Page #380 -------------------------------------------------------------------------- ________________ 157 -- ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 – ૩૫૯ કેમ કરાય ?” વંદન માટે પણ બાલ્યવય એમને નડે છે. પરંતુ વર્ષમાં બે વખત શ્રીપાળરાજાનો રાસ વાંચનારા એ ઉંમરવાળાઓને વૈરાગ્યનો ખ્યાલ કેમ નથી આવતો ? “લોકવિરુદ્ધની ખોટી રીતે રજૂઆત કરનારા એ લોકો મયણા સુંદરીએ શું કર્યું હતું, તે કેમ ભૂલી જાય છે ? શ્રી જિનેશ્વરદેવના વચન ખાતર એ શ્રદ્ધાળુ રાજકન્યાએ બાપનો, સભાનો અને નગરના લોકોનો વિરોધ કર્યો હતો કે નહીં ? શું એને દુરાગ્રહ કહેશો ? ત્રણ તત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવા ? જેને ઉત્તરગુણ કે મૂળગુણ ઉપર પ્રેમ નથી એના સમકિતની ખાતરી શી ? સમકિત હોય તો પણ એ સમકિતને એણે લજવ્યું કહેવાય. રોજ “કરેમિભંતે'ના પાઠ ઉચ્ચરનારા અને રાસની ઢાળો લહેકાથી ગાનારા “લોકવિરુદ્ધની આવી અવળી રજૂઆત કરે તે યોગ્ય છે ? રોગ કાઢવા માટે આયંબિલ કરવાની મનફાવતી વાત એ રાસમાંથી યાદ રાખી. પણ મયણાસુંદરીએ જિનમંદિરમાં માતાને “અહીં નિસિહી કહીને આવ્યા છીએ માટે બીજી કોઈ વાત ન થાય” એમ કહ્યું તે કેમ યાદ ન રાખ્યું ? મયણાએ કોઈની દરકાર ન કરતાં સ્પષ્ટ કહ્યું કે, “પિતા પાલક ખરા પણ “એમના આધારે જ હું” એ વાત માન્ય ન રખાય.” આજના એ શ્રાવકો તો ગુરુતત્ત્વને જ ઉડાવે છે. ત્રણ તત્ત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવાં ? સત્યની રક્ષા ખાતર તો હરિશ્ચંદ્ર કેટલું વેડ્યું ? સ્ત્રીને બીજે ઘેર પાણી ભરતી કરી, છોકરાંને ત્રીજે ઘેર છૂટાં મૂક્યાં, પોતે રખડતો થયો, શા માટે ? સત્ય માટે ને ? મયણાએ તત્ત્વ માટે વેક્યું. રાસમાં તો મહાપુરુષોએ વૈરાગ્યની છોળ ઉછાળી છે પણ વાંચનારા પોતાની દૃષ્ટિએ વાંચે છે. ગુરુ પાસે રાસ ધારવો જઈએ પછી વંચાય. સભા પણ ગુરુ શિષ્યને શોધે કે શિષ્ય ગુરુને શોધે ?” છોકરાં નિશાળે ભણવા જાય કે શિક્ષક છોકરાંને ઘેર ઘેર ભણાવવા જાય ? ટ્યૂશનની વાત છોડી દો. જે ગુરુ ઘેર ઘેર જાય એનામાં ગુરુતા જ ન હોય. મૂળગુણ અને ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ હોય તો સમ્યકત્વ દૃઢ થાય. દ્રવ્ય ચારિત્ર એ તો મૂળગુણની સેવા છે, પાલન તો હજી દૂર છે. પૂરું પામ્યા પછી જ લેવાની વાત કરનારાનો તો પત્તો જ ન લાગે. ગૌતમ મહારાજા જેવું ચારિત્ર પાળીએ છીએ એમ કોઈ કહે તો તે જૂઠું છે. ભગવાન મહાવીરે દર્શાવેલા અને ગૌતમ મહારાજાએ સેવેલા સંયમ માર્ગના અમે તો હજી એકડા ઘૂંટીએ છીએ, છઠ્ઠા ગુણઠાણની ટોચે હોવાની વાત અમારાથી થાય તેમ જ નથી. વ્યવહાર નય અમને છઠું હોવાનું કહે તો ઠીક છે, બાકી તો પાલન થવાથી આગળ વધશે એ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1548 પ્રતીતિને કારણે આ બધી અમારી મહેનત છે. જ્ઞાની ભગવંતો કહે છે કે પ્રયત્નથી છઠું સાતમું યાવત્ તેરમું અને ચૌદમું પણ મળશે. આજે શાસન ખરું કે નહિ? ભગવાનના શાસનમાં પાંચ પ્રકારનાં ચારિત્રમાંથી આજે બે રહ્યાં; સામાયિક અને છેદોપસ્થાપનીય. વળી પાંચ પ્રકારના મુનિમાંથી બે રહ્યા; બકુશ અને કુશીલ. આમ છતાં આજે શાસન ખરું કે નહિ ? કર્મગ્રંથ ભણેલા તો ઘણાં રાત્રે ખાતાં અને અસત્ય બોલતાં જોવામાં આવે છે. સાધુની પારિષ્ઠાપનિકા સમિતિની ખામીની તેઓ વાત કરે છે તે હું જાણું છું; પણ એ તો ઠેઠ સુધી નથી પહોંચી શકતા માટે એટલે સુધી જ ગયા છે. એક વસ્તુ રસ્તામાં પડી ગઈ, અનુપયોગનો દોષ થયો જરૂર પણ યોગ્ય સ્થળે શોધવા છતાં ન મળી. પછી વોસિરાવી દીધી તો ત્યાં પાછળની ક્રિયા સાથે મુનિને કાંઈ લાગતુંવળગતું નથી. શરીરનો મળ તજવા વખતે વોસિરાવ્યો ત્યાર પછીની ક્રિયા સાથે નિસબત નથી. એ માટે સ્થાન જોઈએ તે બે જાતનાં હોય. કુદરતી અને કૃત્રિમ. તમે વિવેક ચૂક્યા એટલે મુનિને કુદરતી ન મળે એ બને. તમને જાજરૂ વિના ન ચાલે એવી દશાએ તમે પહોંચ્યા. તેથી મુનિને આધાકર્મીનો દોષ તો લાગ્યો પણ પછીની ક્રિયાનો દોષ ન લાગે. મુંબઈની વાત તો દૂર રહી પણ હવે તો ગામડામાં પણ ચોમાસામાં એવી સ્થિતિ હોય છે કે મુંબઈ જેવી ભૂમિ પણ વખતે ત્યાં નથી મળતી. દુરારાધ્ય કહ્યું પણ અનારાધ્ય ન કહ્યું: કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરદેવે પોતે કહ્યું છે કે, આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે.” દુરારાધ્ય કહ્યું, પણ અનારાધ્ય ન કહ્યું. એ લોકોના કહેવા પ્રમાણે તો મુનિનું મડદું બળે તો એ પાપ પણ મુનિને લાગે ને ? પણ એમ ન લાગે. મુનિ કાળધર્મ પામે એટલે આચાર્ય તેમના દેહને વોસિરાવે, પછી શ્રાવકો નવરાવે, ધોવરાવે અને અગ્નિસંસ્કાર કરે એનું પાપ એ મુનિને નહિ. શ્રી તીર્થંકરદેવના શબને પાણીથી નવરાવે છે, ચંદનથી વિલેપન કરે છે, પુષ્પોથી પૂજા કરે છે અને એ રીતે અનેક પ્રકારે ઇંદ્રો ભક્તિ કરે છે અને પછી ચંદનની ચિતામાં અગ્નિસંસ્કાર કરે છે ને ? સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટવા ઇચ્છનારને મૂળ ગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ કેવો હોય તે વિષે વધુ હવે પછી. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો વિર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૪, શુક્રવાર, તા. ૨૯-૩-૧૯૩૦ 104 • મહાવ્રતોના પ્રેમ વિના... એ અસંભવિત : • જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે સંઘમાંથી નીકળી જાય છે : જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે : • અર્જુન માળી અને સુદર્શન : • અંતર્મુહૂર્તમાં બધાં પાપ બળીને ભસ્મ થાય : બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છે : • એકસરખી દશા તો મુક્તિમાં જ છે : * મોક્ષના પુરુષાર્થમાં જ બધા લાભ સમાયા છે : • અર્થકામના પુરુષાર્થમાં ઘાંચીના બેલ જેવી દશા છે : જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ : જેની પૂંઠે જવું હોય તે મહાજન તેં જોઈએ ને ? • ક્ષમા જેમ ગુણ છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ છેઃ " • દરેક વસ્તુને મર્યાદા હોય : • એવી શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે : નવકાર પણ ગુરુ પાસે ભણવો, સ્વતંત્રપણે નહિ : • શાસ્ત્ર વનસ્પતિ ખાવાની છૂટ આપી નથી : • ઉપદેશકની પણ કસોટી કરી સાંભળો : • ન કરી શકો તે બને પણ તેથી મૂળમાં ઘા ન કરો : • વાત કરો તો બરાબર સમજીને કરજો : • ધર્મના નાશ વખતે ધર્મીને ગુસ્સો આવે જ : • મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથી : • સાચામાં કટુતા રહેલી છે : • મુનિ વંદનાને વિપ્ન માને : મહાવ્રતોના પ્રેમ વિના... એ અસંભવિત ઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરી રહ્યા છે. મેરૂની મેખલા, કૂટ તથા નંદનવન વગેરેના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ .' 1550 ટકાવનો આધાર, પીઠની દઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતા ઉપર છે. ઉત્તર ગુણ તથા મૂલગુણનો તો શ્રીસંઘ પૂજક હોય. જો ત્યાં તેનો પ્રેમ નથી તો એ પીઠ પોલી સમજવી. પીઠ તે કે જે ઉપરની મેખલાને ખસવા ન દે, એને હાનિ પહોંચવા ન દે. મૂલગુણમાં પાંચ મહાવ્રતો છે. અણુવ્રતો તો એ મહાવ્રતો ઉપરના પ્રેમથી આવે છે. મહાવ્રતો લેવાની ઇચ્છા હોય પણ સામર્થ્યના અભાવે ન લઈ શકે તે અણુવ્રતો લે. મહાવ્રતો લેવાની ઇચ્છા વિના અણુવ્રતો આવતાં જ નથી. કેમ કે, ત્યાં સમ્યકત્વનો જ સદભાવ નથી. અણુવ્રતો તો મહાવ્રતો સુધી પહોંચવા માટે વચ્ચેના ટેકા જેવાં છે. ચાલવાની ઇચ્છા છતાં શક્તિ ન હોય ત્યાં જેમ લાકડી, ટેકા રૂપ છે, તેમ અણુવ્રતો મહાવ્રતો પામવા માટે ટેકારૂપ છે, મહાવ્રતો ઉપર પ્રેમ વિના સાચા દેશવિરતિધર બનાય જ નહિ. મહાવ્રતો ઉપર પ્રેમ વિના સમ્યકત્વની દઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાતો અસંભવિત છે. મૂલગુણ માટે ઉત્તરગુણ ઉપર પ્રેમ જોઈએ. ઉત્તરગુણ વિના મૂલગુણ ટકી, ખીલી, શોભી, દીપી કે વૃદ્ધિ પામી શકતા નથી. જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે સંઘમાંથી નીકળી જાય છે : સંઘમાત્રને અર્થાત્ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને મૂલગુણો પ્રત્યે પ્રેમ હોય જ. જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે આપોઆપ સંઘમાંથી નીકળી જાય છે. મહાવ્રતો ઉપર પ્રેમ હોય, એ. ક્યારે મળે એવી ભાવના હોય, તો જ મનાય કે પ્રભુનાં વચન ઉપર એને પ્રેમ છે, તે સિવાય સંઘત્વ નથી. સાધુ-સાધ્વી મહાવ્રતધારી હોય અને શ્રાવક-શ્રાવિકાને મહાવ્રત ને હોય એ ખરું, પણ મહાવ્રતો પ્રત્યે પ્રેમ તો હોય જ. એમાં કોઈ દેશ, કાળ બાધક નથી, કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિબંધક નથી. જે કાળે આ બધી વસ્તુઓ મૂલગુણોને હાનિકર હશે ત્યારે પ્રભુનું શાસન જ નહિ હોય. આ વાત સઘળાના હૈયામાં વ્યાપ્ત જોઈએ. ચોથા અને પાંચમા ગુણઠાણે રહેવાની અને માર્ગાનુસારીની પણ આવી જ દશા હોય. આ ત્રણે મહાવ્રતો પામેલા નથી. છતાં મહાવ્રત પામવા જેવાં છે એવી માન્યતાવાળા હોય, તો એ મહાવ્રતો પામેલાની માન્યતા કેવી હોય ? આમાં કોઈ પણ સંયોગ બાધ નથી કરતો એ વાત સંઘના હૃદયમાં ન જચે ત્યાં સુધી નિયમ લે કોણ ? અને ત્યાં સુધી ચિત્ત ઉત્તમ, વિશુદ્ધ અને ઝળહળતાં બને ક્યાંથી ? જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે? જેની સમ્યક્ત્વરૂપી પીઠ મજબૂત હોય તેને જ મૂલગુણ તથા ઉત્તરગુણ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૪: શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો 104 1551 ૩૭૩ પ્રત્યે પ્રેમ આવે; જેને વસ્તુનો જ પ્રેમ નથી તેને મૂલગુણ અને ઉત્તરગુણ ગમે ? ન જ ગમે. નાનામાં નાનો નિયમ પણ પ્રેમ વિના ન લેવાય તો મૂલગુણ પ્રેમ વિના લેવાય ? નિસરણી ચડવા માંડે તે પહેલે પગથિયેથી કે તે પછીના દરેક પગથિયેથી જ્યારે પૂછો ત્યારે ઉ૫૨ જ જવાનું કહે. એનું ધ્યેય ઉપરનું જ. એ કદી પાંચમે પગથિયે કે પંદરમે પગથિયે જવું છે એમ ન કહે. એમ કહેનારો મૂર્ખમાં ખપે. એ રીતે નાનામાં નાના નિયમનો હેતુ પણ મુનિપણાનો છે. મુક્તિનો હેતુ તો ખરો પણ મુક્તિ મળવાની મુનિપણાથી, માટે આપણે હાલ મુનિપણાની વાત રાખો. એક માણસ જિંદગીભર નિયમો તથા સામાયિકાદિ કરે છતાં મૂલગુણો ન પામે, એને માટે પશ્ચાત્તાપ પણ ન હોય અને બીજો માણસ નિયમાદિ નહિ કરવા છતાં એકાએક મુનિપણું પામે, તો એને એકાએક મુનિપણું કેમ પ્રાપ્ત થઈ ગયું, એં પૂછવાનો પેલાને અધિકાર નથી. વ્યવહારમાં વસ્તુની પ્રાપ્તિમાં ભાગ્યની મહત્તા છે, જ્યારે જૈન શાસનમાં ગુણોની પ્રાપ્તિમાં ક્ષયોપશમ કે ક્ષયની મહત્તા છે. લક્ષ્મી ભાગ્યાધીન છે, જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમાધીન છે. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ અશુભોદયના અભાવથી અને શુભોદયના સદ્ભાવથી થાય છે.જ્યારે જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. જેના ક્ષય કે ક્ષયોપશમ જોરદાર તેને જલ્દી પ્રાપ્ત થાય અને જેના એ મંદ તેને મોડી પ્રાપ્તિ થાય. - સભા ઃ ‘ક્ષય કે ક્ષયોપશમ થવામાં કારણ પૂર્વની આરાધના ?' પૂર્વની આરાધનાથી પણ થાય અને તે વિના પણ નવીન સંયોગ પામવાથી પરિણામની સુંદરતાના યોગે ઉલ્લાસ આવે, વીર્યોલ્લાસ જાગે અને પરિણામની ધારા એકદમ તીવ્ર અને સુંદર બને તો તત્કાલ પણ ક્ષય તથા ક્ષયોપશમ થઈ જાય, એમ પણ બને. જિંદગી સુધી ધર્મ કરનારા રહી જાય અને આ ચડી જાય. જન્મથી સારા ગુણો ધરાવનારા એવા પણ આત્મા હતા કે જેને કેવળજ્ઞાન મેળવવામાં વિલંબ થયો, અમુક ભવો કરવા પડ્યા અને કેટલાક એવા પણ આત્મા થયા કે જેનું પૂર્વજીવન ત્રાસદાયક હતું, જોવું કે સાંભળવું પણ ન ગમે તેવું હતું. છતાં એ ધર્મમાં એવા લીન થયા કે તરત કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. દઢપ્રહારી અને અર્જુનમાલી જેવા માટે કેવળજ્ઞાનની કલ્પના કોણ કરે ? સુદર્શન શેઠ તથા અર્જુનમાલી એ બેની સરખામણી કરો. સુદર્શન શેઠ જન્મથી જૈન. પરમ શ્રાવક, ભગવાન મહાવીરદેવના પરમ ભક્ત અને અર્જુનમાલી મિથ્યાદૅષ્ટિ તથા યક્ષનો પૂજારી. બનેલા બનાવ અંગે એને યક્ષ ૫૨ ગુસ્સો આવ્યો, યક્ષે એના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યારથી એ રોજ છ પુરુષ તથા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ --- 1552 એક સ્ત્રી મળી સાતનો ઘાત કરતો હતો. રોજ સવાર પડે અને સાતના પ્રાણ લે પછી જ એ જંપતો. રાજાને કાયદો કરવો પડ્યો, દાંડી પીટીને પ્રજાને જાણ કરવી પડી કે અર્જુનમાલી આ રીતે રોજ સાત જણનો ઘાત કરે છે માટે સવારે વહેલું કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. અર્જુન માળી અને સુદર્શનઃ હવે એવામાં એકદા ભગવાન મહાવીરદેવ ત્યાં સમોસર્યા છે. સવારે વહેલા કોણ દર્શને જાય ? સૌને ભય છે. પ્રાણનો સંશય છે. સુદર્શન શેઠે ભગવાનનાં દર્શન કરવા જવાની માતા-પિતા પાસે આજ્ઞા માંગી. મા-બાપે ના પાડીને કહ્યું કે, “ભાઈ ! અહીં રહ્યા રહ્યા પ્રભુને વંદના કરો અને પ્રભુની સાંભળેલી દેશનાનું ચિંતન કરો.” સુદર્શન કહે છે કે, “પ્રભુ ઉદ્યાનમાં પધારે અને ક્ષુદ્ર પ્રાણના ભયથી દર્શન કરવા ન જવાય તો ભક્તિ શાની ? જેને શ્રી જિનેશ્વરદેવનું શરણ છે તેને કોઈ શું કરનાર છે ?” સુદર્શન પ્રભુનાં દર્શન માટે નીકળે છે. ગામ બહાર આવ્યા ત્યાં અર્જુનમાળી સામો આવ્યો. સુદર્શને એને જોયો. એના હાથમાંનું ભયંકર મુદ્ગર જોયું, જીવવાની હવે આશા ન હતી એટલે તરત અભિગ્રહ કર્યો કે, “જો આ આપત્તિથી બચાવ તો બધું ખુલ્લું નહિ તો અન્ન પાણીનો ત્યાગ અને પ્રભુનું શરણ.” એના સુવિશુદ્ધ ધ્યાનના તેજને યક્ષ ન સહી શક્યો એટલે નાસી ગયો, કે તરત અર્જુનમાલી મૂચ્છિત થઈને નીચે પડ્યો. થોડી વાર પછી ચેતના આવતાં સુદર્શનને પૂછ્યું કે, “તમે ક્યાં જાઓ છો ?” સુદર્શન કહ્યું કે, પ્રભુ મહાવીરદેવને વંદન કરવા અને પછી પ્રભુ કેવા છે, તેનું વર્ણન કર્યું. તે સાંભળી અર્જુનમાળી યક્ષનો પૂજારી મટી ભગવાન મહાવીરદેવનો રાગી બન્યો. બેય જણા હવે પ્રભુને વંદન કરવા જાય છે. બેમાંથી એક સમ્યગ્દષ્ટિ, જન્મથી જૈન અને પ્રભુનો પરમ શ્રાવક છે, જ્યારે બીજો જન્મથી માળી, મિથ્યાદૃષ્ટિ અને ઘાતકી છે. બંનેએ પ્રભુની દેશના સાંભળી. સુદર્શન શેઠ અણુવ્રતો લઈ શ્રાવકપણું અંગીકાર કરે છે. જ્યારે અર્જુનમાળી મહાવ્રતો ઉચ્ચારી મુનિપણું સ્વીકારે છે. “મને તો હજી મુનિપણાના ભાવ આવતા નથી અને આને મુનિપણું ?' એવું સુદર્શન ભગવાનને કહેતા નથી. આજે તો ઘણા જિંદગીભર સામાયિક, પૌષધ અને પડિક્કમણા કરનારા કહે છે કે “અમને હજી સુધી વૈરાગ્ય ન આવ્યો અને આને ચાર દહાડા દેરે ઉપાશ્રયે ગયો ત્યાં વૈરાગ્ય ?' આવું બોલનારાઓને શાસન પરિણમ્યું નથી. એમની ક્રિયા એ દંભ છે અને “અહં ભાવની પોષક છે. “જાવ નિયમ'ના પચ્ચખાણ પૂર્વક બે ઘડીની સામાયિક કરનારા, જાવજીવની સામાયિક કરનારને ઝૂકે નહિ તો એની સામાયિકની કિંમત શી સમજવી ?” Page #386 -------------------------------------------------------------------------- ________________ 155૩ - ૨૪શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 – ૩૯૫ અંતર્મુર્તમાં બધાં પાપ બળીને ભસ્મ થાય ? જે આત્મા સામાયિક કરી પોતાની બે ઘડીને સફળ માને છે તે સાંભળે કે કોઈ જાવજીવનું સામાયિક લે છે, તો ત્યાં એને પ્રેમ ન થાય ? પ્રેમને બદલે ધાંધલ ધમાલ થાય તો સમજવું કે એના સામાયિકની કશી કિંમત નથી. ઘરબાર, કુટુંબ પરિવારની મમતા મૂકીને જે અહીં આવે છે તે નાનીસૂની વાત છે ? વગર પુણ્ય કે વગર ભાવનાએ કોઈ આવી શકે ? એ આવનારા માટે, જિંદગીભર સામાયિક, પૌષધ, પડિક્કમણા કરનારા છતાં પોતે નહિ છોડી શકનારા, ગમે તેમ બોલે અને એને શિર ન ઝુકાવે તો ત્યાં માની લો કે એને એના સામાયિક, પૌષધ કે પડિક્કમણાં ફળ્યાં નથી. સુદર્શન શેઠ તો આશ્ચર્ય પામ્યા છે અને હાથ જોડીને કહ્યું છે કે, “ધન્ય છે આને !” ભગવાનની દેશના તો એમને પણ ગમી હતી. પણ હજી ઘર છોડવાનો ઉલ્લાસ જાગતો નથી. અર્જુનમાળીએ મુનિપણું લીધું, પાળ્યું અને તે જ ભવે કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. સભા : “એટલી વારમાં બધાં પાપ બળી ગયાં ?” હા ! બાળતાં આવડવાં જોઈએ. લાકડાંના ગંજમાંથી બબ્બે લાકડાં કાઢીને બાળો તો એનો અંત ક્યારે આવે ? પણ એ ગંજમાં જ દેવતા મૂકો તો તરત ફેંસલો. દેવતા મૂકતાં આવડવો જોઈએ, નહિ તો અનંતાનંત કર્મોનો પાર ક્યારે આવે ? કદી ન આવે. જ્યારે જ્યારે ત્યારે અંતર્મુહૂર્તના એ પ્રકારના દવ વિના ચાલવાનું નથી. બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છેઃ એ બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છે. એના માટે જ આ બધી તૈયારી છે. એ માટે પ્રયત્ન કરનારા તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં અને એનાથી વિપરીત પ્રયત્ન કરનારા તે આજ્ઞા બહાર. સમ્યગૃષ્ટિની મહેનત એ માટે જ હોય. ત્યાં ન ટકોય તો બધી મહેનત માથે પડે. ત્યાં ટકવા માટે જ આ બધો અભ્યાસ છે. એ સંગ્રામ જ્યારે ત્યારે પણ કર્યા વગર છૂટકો છે જ નહિ; એના વિના મુક્તિ થવાની જ નથી. જે સુદર્શનના પગમાં પહેલાં અર્જુનમાળી પડ્યો હતો તે જ સુદર્શન હવે અર્જુનમાળીના પગમાં પડે છે. “મારાથી તું પામ્યો માટે હું તને કેમ નમું ?” એમ કહેવાનો સુદર્શનને અધિકાર નથી. કોટ્યાધિપતિનો નોકર બે કરોડનો માલિક ન થાય ? છતાં એ પોતે માને કે આ પ્રભાવ શેઠનો; પણ પેલો શેઠ હજી એને નોકર કહીને બોલાવવા જાય તો એ મૂર્ખમાં જ ખપે ને ? નોકર હતો ત્યારે હતો, હવે તો વધી ગયો ને ? જ્ઞાની કહે છે કે જેને Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - - 1554 કર્મનો ક્ષય કે ક્ષયોપશમ થઈ જાય તે આગળ વધે એમાં આશ્ચર્ય પામવાનું નથી. સીતાની દૃષ્ટિએ, રાવણ ભયંકર હતો પણ એ જ રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાજીનો જીવ એમના ગણધર થવાના છે. ત્યાં સીતાજી એને એમ નહિ કહે કે, “પૂર્વે તું કેવો હતો ? આ તો સંસાર છે, નવાનું જૂનું અને જૂનાનું નવું એમાં થયા જ કરે. એકસરખી દશા તો મુક્તિમાં જ છે? ફેરફાર વગરની એકસરખી દશા તો મુક્તિમાં જ છે. સંસારમાં રહેવું અને ઊંચાનીચાની પંચાતમાં પડવું એ તો હારી જવા જેવું છે. જન્મથી ધર્મક્રિયા કરનારો રહી જાય અને નિમિત્ત યોગ વગર ક્રિયા કરનારો આગળ વધી જાય. આત્મા લઘુકર્મી થયો કે જોતાંવેંત એને સામગ્રી ફળી. એમાં એની ઈર્ષા શી ? શ્રી જિનેશ્વરદેવ ગર્ભથી જ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા; હવે કોઈ પૂછે કે “એ કઈ નિશાળે ભણ્યા?' તો એ ચાલે ? એમની કોઈ પણ ક્રિયા માટે કંઈ ન પુછાય. એ પૂછવામાં તો આપણો ખોવાઈ જઈએ. આત્મા લઘુકર્મી અકામ નિર્જરાથી પણ થાય અને સકામ નિર્જરાથી પણ થાય. એક ભવમાં પણ કર્મના અનેક પલટા થાય છે. ઊંચ નીચ થાય છે અને નીચ ઊંચ થાય છે. હાથમાં હાથ મેળવનારા ક્યારેક એકબીજાની પીઠ પાછળ ઘા પણ કરી લે છે. આ બધું બને છે ને ? મોક્ષના પુરુષાર્થમાં જ બધા લાભ સમાયા છેઃ જેની સમ્યગદર્શનરૂપી પીઠ મજબૂત છે એનું શિર મૂલગુણ તથા ઉત્તરગુણ તરફ જરૂર ઝૂકે. મૂલગુણ તથા ઉત્તરગુણ તરફ જેને પ્રેમ નથી તે સંઘમાં આવી શકતો નથી. સંતોષરૂપી નંદનવનનો આનંદ એ વિના લેવાય શી રીતે ? સમ્યગુદૃષ્ટિ આત્મા પ્રયત્ન મોક્ષ માટે જ કરે, કેમ કે એનું ફળ નિશ્ચિત છે અને એમાં હાનિ લેશ પણ નથી. મોક્ષનો પુરુષાર્થ કરનારો એ ભવમાં મોક્ષ ન મેળવી શકે તો પણ એ સદ્ગતિમાં જ જાય; એને દુર્ગતિ, દીનતા કે દારિક્ય ન જ હોય. એ જ એક પુરુષાર્થ એવો છે કે જેમાં બધા લાભ સમાયા છે. પુરુષાર્થ કરવો તો એ જ કરવા યોગ્ય છે. બીજા તમામ પુરુષાર્થમાં ફળ ભાગ્યાધીન છે, ભવિતવ્યતા પર આધારિત છે. પણ મોક્ષના પુરુષાર્થમાં એમ નથી, તેથી સમ્યગુદૃષ્ટિ માટે ઉદ્યમની જ પ્રધાનતા કહી. અર્થકામના પુરુષાર્થમાં ઘાંચીના બેલ જેવી દશા છે: અર્થકામના પુરુષાર્થમાં બધી જ પંચાત છે. ગમે તેટલી મહેનત કરો પણ એક અશુભનો ઉદય આવ્યો ત્યાં બધું ખલાસ, પાછા હતા ત્યાં ને ત્યાં. ઘાંચીનો Page #388 -------------------------------------------------------------------------- ________________ 1555 - ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 - ૩૬૭ બેલ આંખે પાટા હોવાથી ફર્યા જ કરે. પણ જ્યારે જુઓ ત્યારે હતો ત્યાં ને ત્યાં જ; આવી દશા છે. આપણી ધર્મક્રિયાઓ પણ ઘાંચીના બેલ જેવી હોય તો વિચારવા જેવું નથી ? રોજ ક્રિયા કરવા છતાં ત્યાંના ત્યાં જ રહો તો પ્રશ્ન ન થાય ? ઘાંચીના બેલને પાટા કાઢી નાંખો તો પછી એ આગળ ન ચાલે, ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાય. પાટાને કારણે જ એ પોતાને આગળ ને આગળ ચાલતો માને છે; માટે ચાલે છે. તેથી એની આંખે પાટા રાખવા જ પડે છે. આપણે શું એ બેલથી પણ કમઅક્કલ છીએ ? રોજ સામાયિક કરનારને જીવનભરની સામાયિકની ભાવના ન થાય ? માત્ર ત્યાં જ સંતોષ માને ? સ્તવન, સઝાય, રાસ આદિ વાંચવા અને સારી રીતે લલકારીને ગાવા છતાં તેના હેતુઓ જાણવા કે સમજવાનો પ્રયત્ન ન કરે તે ચાલે ? એ બધામાં આવતા પુણ્યને અને પુણ્યથી મળતા સુખને જ આગળ કરે તો લાભ શો થાય ? પોતે ધર્મક્રિયા કરવા છતાં જરા પણ આગળ ન વધે, આત્મા પર અંકુશ ન મૂકે, એક પણ ઇંદ્રિય પર કાબૂ ન ધરાવે, જ્યાંનો ત્યાં જ બેસી રહે અને બીજો કોઈ જો એનાથી આગળ વધે તો ન ખમી શકે અને તેનાં દૂષણ કાઢે, તો એવાને શાસ્ત્રકારો ધર્મ પામ્યા વિનાના જ ગણાવે છે. કોઈને ચડતો જોઈને એમ થવું જોઈએ કે, “આ પામી ગયો અને હું હજી એવો ને એવો રહ્યો !એના બદલે ઊંધી વાતો કરે કે “એ શું પામવાનો હતો ! અમે કંઈ એવાને ન નમીએ !” તો કહેવું પડે, “ભાઈ ! તારી કમનસીબીનો પાર નથી કે તને આવા વિચારો આવે છે ! આટલો ધર્મ કરવા છતાં સંસારના વિષય કષાયથી ખસાતું નથી અને જે ખસે છે એના પ્રત્યે દુર્ભાવ કરે છે ” જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ? શાસ્ત્ર કહે છે કે જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ. હાથે પુસ્તક વાંચનારા મોટા ભાગે આગમના ઊંધા અર્થ જ લે છે. ધ્યેય વગરનું વાંચન ઊંધા અર્થ તરફ દોરી જાય છે. જ્ઞાની કહે છે કે એવાને શાસ્ત્ર પણ શસ્ત્રરૂપ બને છે. જે તારે તે જ મારે. જૈન સંઘમાં શ્રીપાળ મહારાજાનો રાસ વર્ષમાં બે વાર વાંચવાનું રૂઢ છે છતાં વર્ષોથી એ રાસ વાંચનારાને હજી “લોકવિરુદ્ધ’નો અર્થ નથી સમજાતો તે આશ્ચર્યજનક છે. વાતવાતમાં એ લોકો લોકવિરોધના નામે ધર્મ છોડવાની વાત કરે ત્યારે દુઃખ થાય છે અને વિચાર આવે છે કે એમણે વર્ષો સુધી રાસ વાંચ્યો કે પછી પાનાં જ ફેરવ્યાં ? સ્વ મહત્તા ગાતાં તેઓ બોલે છે કે “આપણને હઠ નહિ, શાસ્ત્ર પણ કહે છે કે કદાગ્રહ ન કરવો. આવું બોલતી વખતે શ્રીપાળના રાસમાં આવતો મયણાસુંદરીનો પ્રસંગ તેમને કેમ યાદ નથી આવતો ? મયણાસુંદરીએ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1556 શ્રી જિનેશ્વરદેવના વચનનો પક્ષ સ્થાપ્યો ત્યાં લોકનો વિરોધ ન હતો ? જન્મ આપનાર અને પાળી પોષીને મોટી કરનાર બાપનો જ વિરોધ હતો, આખી સભામાં એની સાથે કોઈ ન હતું. “મારું ભણાવેલું આણે બરાબર ટકાવ્યું આવું માનનાર માત્ર તેનો ઉપાધ્યાય હૈયાથી ખુશ હતો. પરંતુ રાજાના ગુસ્સા સામે એ પણ બોલવાની હામ કરે તેમ ન હતું. લોકોએ પણ મયણાને ઉશ્રુંખલ કહી અને ત્યાં સુધી કહ્યું કે એને ભણાવનાર પાઠક કેવો મળ્યો! જેની પાછળ જવું હોય તે મહાન તો જોઈએ ને? ' મારા ગુરુની નિંદા થાય છે માટે નમતું મૂકું એવું મયણાસુંદરીને તે વખતે ન થયું. લોકવિરોધથી એ જરા પણ ગભરાઈ નથી. “જયવીયરાય” સૂત્ર ત્યારે ... પણ હતું. તો વિરૂદ્ધડ્યા તે વખતે પણ બોલાતું હશે ને ? એ પદથી લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ જ્ઞાનીઓએ ફરમાવ્યો છે પણ લોક વિરોધ કરે એ બધાં કાર્યોનો નહિ, એટલું પણ એ રાસ વાંચનારાઓ મયણાસુંદરીના દૃષ્ટાંતથી કેમ સમજી શકતા નથી ? આ શાસ્ત્ર જેમ લોકવિરુદ્ધનો ત્યાગ કરવાનું કહ્યું તેમ, લોકરીનો પણ ત્યાગ કરવાનું કહ્યું છે. લોક જે માર્ગે જાય તે માર્ગે સારાસારનો વિચાર કર્યા વગર જે જાય તે મૂર્ખમાં ખપે. સમ્યગુદૃષ્ટિ કદી લોકહેરીમાં ન પડે. લોકના કહેવા મુજબ ચાલવાથી તો રામચંદ્રજી જેવા પણ ત્રણ-ત્રણ વખત આપત્તિમાં મુકાયા છે. સભાઃ “પહાનનો યેન ાત: ૧ પંથ કહ્યું છે ને ?”, એની ના નથી. અહીં લોકહેરીના ત્યાગની વાત છે: મહાજનો જે માર્ગે ગયા હોય તે માર્ગે ન જવાની વાત નથી; પણ જેની પાછળ જવું હોય તે મહાજન તો જોઈએ ને ? મહાજનને બદલે એ મહાઝુંડ થાય તો ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે તે મહાજન; એથી વિપરીત ચાલે તે મહાઝેડ. અમુક કોમવાળા ભૂતને ઝંડ કહે છે. આજે તો તજવા યોગ્યને સ્વીકારવાની અને સ્વીકારવા યોગ્યને તજવાની વાતો ચાલે છે. લોકની પૂંઠે વિના વિચાર્યું ચાલ્યા તો માર્યા જવાના. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું છે કે કેવળ બહુમતીના માર્ગને સંમત થાય તો મનુષ્ય મટી નિગોદિયા થવું પડશે. પંચેન્દ્રિયમાંથી એકેંદ્રિયમાં જવું પડશે. દોરનાર કોણ અને દોરાનાર કોણ ? હાથી મોટો કે મહાવત મોટો ? નાનો પણ મહાવત મોટા હાથી પર ચડી બેસે છે અને એને દોરે છે. એકેંદ્રિય અને જડ એવો નાનો પણ હીરો રાજાના મસ્તકે ચઢીને બેસે છે અને એનાથી રાજા દીપે છે. આ બધા ભેદ સમજો અને લોકહેરીમાં ન ખેંચાઓ. શ્રી જિનાજ્ઞા મુજબ ચાલવામાં જ કલ્યાણ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ 1557 - ૨૪ઃ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો – 104 - ૩૬૯ ક્ષમા જેમ ગુણા છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ છે: જે માણસો આવા મજેના રાસ વાંચવા છતાં લોકવિરુદ્ધ અને લોકવિરોધના ભેદને ન સમજે, લોકરીમાં તણાય અને શાસ્ત્રની પંક્તિઓના ફાવે તેમ અર્થ કરે, એવાની પાસે રહેવું. એમને સાંભળવા, એમને સહકાર આપવો, એમને પુષ્ટિ આપવી એ બધું ઇરાદાપૂર્વક ધર્મનો નાશ કરનારું આચરણ છે. ઘણા કહે છે કે એ બધું ખરું પણ અમુક ગુણ તો એમનામાં પણ છે ને ? હું કહું છું કે ગુણ તો અહીં પણ નથી ? નામના ગુણોને આગળ કરીને ભવિષ્યના પરિણામને ન વિચારવાની મૂર્ખાઈ ન કરાય. ક્ષમા એ જેમ ગુણ છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ પણ છે, વિચારવાનું કે નહિ ? ક્ષમાની પણ મર્યાદા સમજવી જોઈએ. જ્ઞાની કહે છે કે જેના યોગે ક્ષમા મળી તેના જ નાશ વખતે પણ ક્ષમા ધારણ કરનારો મૂર્ખ છે. જે આગમના યોગે ક્ષમાની પ્રાપ્તિ તે જ આગમના નાશ વખતે પણ ક્ષમા ? એ ક્ષમા ગુણ નથી પણ ભયંકર દુર્ગુણ છે. શરીર માટે લક્ષ્મી, પણ એ શરીરની ખાનાખરાબી વખતે પણ લક્ષ્મી ના ખર્ચે અને સાચવી રાખે એ કેવો ? ડૉક્ટર કહે કે “તાત્કાલિક ઓપરેશન કરવું પડશે નહિ તો ખેલ ખલાસ છે, પાંચ હજારનો ખર્ચો થશે. નક્કી કરીને જણાવો.” ત્યારે પેલો કહે છે કે “એ નહિ બને, પૈસા તો સાથે રાખીને જ મરીશ.” તો એ કહેનારો કેવો સમજવો ? આ ગ્રંથકારો જેટલા થયા, એમની ક્ષમા તથા શાંતિનો છેડો ન હતો. એમણે જાત પરના આક્રમણ વખતે પૂરી ક્ષમા અને શાંતિ રાખી. પરંતુ જ્યારે ધર્મ પર કે આગમ પર હલ્લો આવ્યો ત્યારે પોતાની તમામ શક્તિ - ખર્ચીને પ્રતિકાર કર્યો છે; તે વખતે ક્ષમાના જાપ જપવા નથી બેઠા. - દરેક વસ્તુને મર્યાદા હોય? છોકરા પર બાપનો પ્રેમ ખરો પણ એ ક્યાં સુધી ? છોકરો ઘર સાચવતો હોય ત્યાં સુધી તો બાપ એને સાચવે પણ એ જો ઘરમાં આગ લગાડવાનું કામ કરે તો બાપ એને મારીને કાઢી મૂકે ને ? એવું કરે ત્યાં બાપનો પ્રેમ ચાલ્યો ગયો એમ ન કહેવાય. દરેક વસ્તુને મર્યાદા હોય. જો એવી મર્યાદા ન હોય તો રક્ષણીય વસ્તુનું રક્ષણ ન થાય. રક્ષણીયનો નાશ થતો હોય ત્યારે રક્ષાના પ્રયત્નો દાબી રખાય નહિ. કર્મક્ષયના સાધનને કર્મબંધનાં સાધન બનાવાય નહિ. કેટલાક ભોળાઓ એવી ખોટી ક્ષમા અને શાંતિમાં અંજાઈ જાય છે અને કહે છે કે, “આની આંખમાં જરા પણ લાલાશ નથી આવતી.' શેની આવે ? ઓરમાન માની આંખમાં આંસુ ન આવે, કદી આવે તો એ ઢોંગનાં આંસુ હોય, સાચાં ન હોય. છોકરો મરવા પડ્યો હોય ત્યારે ઢોંગ તો એ પણ કરે પણ સગી માના હૈયામાં તે Page #391 -------------------------------------------------------------------------- ________________ - 1558 ૩૭૦ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ વખતે શું થતું હોય તે તો તે જાણે. એના ગળે એવો ડૂમો ભરાય કે એક અક્ષર પણ એ બોલી ન શકે. પોતાના બાળકના મોતની કુશંકા પણ સગી મા કરે; પેલી તો નઠોર થઈને કહે કે, “હવે એમ કાંઈ મરી જવાનો હતો ?” તે વખતે સગી મા કહે કે “જે મા નથી થઈ તેને માના હૈયાની શી ખબર પડે ?” એ જ રીતે જેને આગમ પ્રત્યે પ્રીતિ ભક્તિ છે તેના હૈયામાં આગમ સામેના હલ્લા વખતે શું થાય છે, તેની ખબર આગમની દરકાર વગરનાને શી પડે ?' ' એવી શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે: મુંબઈમાં આઠ દિવસ પછી ધાડ આવવાની છે એવી ખબર મળે તો તો માલ લઈને પહેલી ટ્રેનમાં જ ઊપડો ને ? ધાડ આવશે ત્યારે આવશે પણ આજે જ નાસવાની તૈયારી કરો ને ? વસ્તુનો નાશ સામે દેખાય ને જો બૂમ ન મારે, તો સમજવું કે એને વસ્તુનો પ્રેમ જ નથી. પ્રેમ હોય એનાથી ચીસ નીકળી જ જાય. સામો મારવા માટે હાથ ઉગામે તો માર્યા પહેલાં જ “ઓ બાપ રે !' થાય ને ? સાપ દોડતો સામે આવી રહ્યો હોય તો “ઓ મા !” કરતાં રાડ પાડીને ભાગો કે નહિ ? કેમ ? ત્યાં શરીર મારું મનાયું છે. એ જ રીતે જે આગમને પોતાનું માને એને કંઈ ન થાય ? ત્યાં શાંતિની વાત કરવી એ તો મડદાની શાંતિ છે અને એ શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે. સમતાના સાગર એવા મહાત્માઓએ ધર્મની રક્ષા માટે, આગમના સંરક્ષણ માટે ઓછું નથી કર્યું. એક-એક કુમત નીકળ્યો ત્યારે એને ઉખેડવા મહેનત કરવામાં આચાર્યોએ દિવસ કે રાત જોયાં નથી અને રાજના ભયની પણ પરવા કરી નથી, કેમ કે, જેને પોતે પામ્યા એના નાશને કેમ જોઈ શકે ? પ્રયત્ન કરવા છતાં નાશ થાય એ વાત જુદી. કહે છે કે, “સૌ સોની મરજી, પણ એ મરજી પોતાના ઘરમાં ચાલે; અહીં કેમ ચાલે ? દુનિયામાં ઘણા મિથ્થામતિ છે. તેમને એમની પ્રવૃત્તિમાં કોઈ રોકવા જતું નથી. શ્રી જિનેશ્વરદેવે પૂજાનું વિધાન કર્યું, હવે ન કરે તો એની મરજી, કરે તો ઉત્તમ પણ “પૂજામાં શું પડ્યું છે ?' એમ કહે એ ચાલે ? નવકાર પણ ગુર પાસે ભણવો, સ્વતંત્રપણે નહિ? આજે ગુરુગમ વિના સ્વયં પુસ્તકો વાંચવાથી જ ઘણી ગરબડ તો ઊભી થઈ છે. જ્ઞાની કહે છે કે નવકાર પણ ગુરુ પાસે ભણવો પણ સ્વતંત્રપણે નહિ. આજે તો ભાષાંતરો સ્વયં વાંચી પોતાને ફાવતી વાતો વચ્ચેથી ઉપાડે. શ્રાદ્ધવિધિ વાંચે ને પછી અહીં આવીને કહે છે કે, “તમે તો દાતણ કરવાની ના કહો છો પણ શ્રાદ્ધવિધિકારે તો દાતણની વિધિ બતાવી છે. હવે આવું અધૂરું વાંચે એને શું કહીએ ? શ્રાદ્ધવિધિમાં તો એમ કહ્યું છે કે જો તું દાતણ કરતો હોય, અથવા Page #392 -------------------------------------------------------------------------- ________________ 1559 ૨૪ ઃ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો ૩૭૧ છઠ્ઠ-અઠ્ઠમ-ઉપવાસ વગેરે તારાથી ન થતા હોય અને દાતણ કર્યા વિના ન રહી શકતો હોય, તો દાતણ આ વિધિથી કર કે જેથી ધર્મ સચવાય. જ્યાં જીવજંતુ ન હોય ત્યાં અને વિશેષ જીવાત વગરનાં દાતણ કર.' હવે આ વિધિ કહી તેનો અર્થ એવો કરે કે ‘શાસ્ત્રકારોએ દાતણની છૂટ આપી છે તો એ ચાલે ? શાસ્ત્ર વનસ્પતિ ખાવાની છૂટ આપી નથી : - 104 કેટલાક કહે છે કે બટાટાની મના છે તે બરાબર છે. પણ ભીંડા વગેરેની તો છૂટ છે ને ? તો આવી છૂટ કોણે આપી ? જ્ઞાની કહે છે કે જો તું બધી વનસ્પતિ છોડે તો તે ઉત્તમ પણ ન છોડી શકે તો અનંત કાયને તો છોડ ! પણ એનો અર્થ એ નથી કે તમને પ્રત્યેક વનસ્પતિની છૂટ આપી. ભીંડા વગેરે વનસ્પતિ ન ખાય તે સારા કે ખોટા ? પુસ્તકમાંથી આવું આવું કાઢીને લઈ આવે ત્યારે કહેવું પડે કે ‘ભાઈ ! તું જાતે ન વાંચ પણ ગુરુ પાસે ધારીને વાંચ.’ આવું કહીએ ત્યારે એ કહે છે કે ‘હું કક્કો બારાખડી ભણ્યો છું અને વાંચવા આંખો મળી છે. પછી કોઈની ગુલામી શા માટે કરું ?' આવી દશા હોય ત્યાં જ્ઞાન પામે ? જો કક્કો ભણી ગયે વિદ્વાન થવાતું હોત તો બધા નિશાળે શા માટે જાય છે ? એ. બી. સી. ડી. ભણ્યું ભાષા શીખી જવાતી હોય તો હાઈસ્કૂલ અને કૉલેજની જરૂ૨ ક્યાં રહી ? કક્કો બારાખડી શીખીને અને શબ્દકોશ વાંચીને જ બધા વિદ્વાન ન થઈ જાય ! કૉલેજમાં પણ પ્રોફેસર બોલે તે વિદ્યાર્થીને સાંભળવું પડે છે. છૂટાંછવાયાં વાક્યો વાંચી જવાથી ગ્રંથના ભાવ ન નીકળે. વ્યવહારમાં શિક્ષક કે પ્રોફેસ૨ની નિશ્રા લેવી પડે તેમ અહીં પણ ગુરુગમ જોઈએ. પરંતુ અહીં ગુરુગમની વાત કરીએ ત્યારે કહે કે ‘શું અમારી બુદ્ધિ ગીરવે મૂકી છે ?' હવે આવાને શું કહેવું ? અર્થકામની વિદ્યામાં નિશ્રા ખરી અને મોક્ષની વિદ્યામાં નિશ્રા જ નહિ ? દરેક ગ્રંથ ભણો, વાંચો પણ તે ગુરુનિશ્રાએ. શંકા પડે ત્યાં. પૂછો. એમ ને એમ આગળ ન વધો. ઉપદેશકની પણ કસોટી કરી સાંભળોઃ આવા ગુરુગમ વિના જાતે ભણેલાઓને ઓળખી લો. એ રાસ કે ગ્રંથ વાંચે ત્યાં એમની નજર રિદ્ધિ સિદ્ધિ સામે હોય. એમને પૂછો કે, ‘રાસ શા માટે વાંચો છો ? શ્રોતાઓને શું સમજાવવું છે ?' એ બધું પૂછો એટલે સાચી વાત આપોઆપ નીકળી આવશે. ઉઠાવગીર ગ્રાહકને જ્યાં વેપારી ઉપરાઉપરી પાંચદશ પ્રશ્ન પૂછે કે, ‘કયું ગામ ? શું નામ ? શો વેપાર ? શી આવકજાવક ?’ એટલે આપોઆપ પેલો ચાલતી પકડે. જેને તેને માલ કાઢીને બતાવવા ન મંડી પડાય. સાધુ માટે પણ આવો કાયદો રાખો. મને પણ પૂછો. તમે સાધુને કહો કે, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1550 “સાહેબ ! આધિ, વ્યાધિ, ઉપાધિમાં મરી રહ્યા છીએ. એનાથી ભરેલા સંસારમાં તો ક્ષણ એકની પણ શાંતિ નથી. શાંતિ તો ધર્મમાં છે માટે એ જ બતાવો.” સાધુ પાસે આવવાનું એટલા માટે જ છે. તમે ઉપાધિ મૂકીને અહીં આવો તો ઉત્તમ પણ એ ન બને તો ઉપાધિ લેવા તો ન જ આવતા. તમે એ ભૂલી ગયા માટે આ દશા આવી, નહિ તો વેષધારીઓ આ શાસનમાં નભે ? આજે તો એ વેષધારીઓ તમને ઘેટાં સમજે છે. એ કહે છે કે આ ગાડરડાંઓને તો જેમ હાંકવાં હોય તેમ હકીએ. જે શાસનમાં ત્યાગના ફુવારા ઊડે, જ્યાં શ્રી જિનેશ્વરદેવો, ગણધરદેવો, પૂર્વધરો, આચાર્યો અને મુનિઓ બધા જ ત્યાગી, ત્યાં વેષધારીઓ નભે ? શ્રી જિનેશ્વરદેવને રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો, જન્મતાં જ દેવો અને ઇંદ્ર જેમની સેવામાં હાજર રહેતા, એ જ ભવમાં જેમની મુક્તિ નિશ્ચિત હતી, છતાં સઘળી સાહ્યબીનો ત્યાગ કરી તેમણે દીક્ષા લીધી, અટવીમાં ભટક્યા, ઘોર ઉપસર્ગો અને પરિષહો સહ્યા ત્યારે કેવળજ્ઞાન પામ્યા. આવા તો આ શાસનમાં દેવ છે અને ગુરુ કેવળ નિઃસ્પૃહ છે અને દુનિયાના કોઈ પણ પદાર્થની સ્પૃહા ન હોય તે આ શાસનમાં ગુરુ થવાને લાયક છે. મહાવ્રતોને ધરનારા, એ મહાવ્રતોને પાળવામાં ધીર નિર્દોષ ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરનારા, સમભાવમાં, સામાયિકમાં સ્થિર રહેનારા અને ધાર્મિક ઉપદેશક જે હોય તે જ ગુરુઓ હોય છે. શ્રી શ્રેણિક મહારાજા જેવા પરમ ભક્તને ભોજનના થાળ મોકલવાનું ગૌતમ મહારાજાએ કહ્યું હોત તો ? પણ એ કહે જ શાના ? શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ-આઠમે દીક્ષા લીધી. પછી જ્યાં ભિક્ષાએ જતા ત્યાં લોકો હાથી, ઘોડા, હીરા, માણેક અને પોતાની ઉત્તમ કન્યાઓ આગળ ધરતા. ભગવાનને તો એ કશાનો ખપ જ ક્યાં હતો ? પોતાને યોગ્ય ભિક્ષા ન મળવાથી સાડા તેર મહિના આહાર વિના વિચર્યા. બીજા વર્ષની વૈશાખ સુદી ત્રીજે શ્રી શ્રેયાંસકુમારના હાથે નિર્દોષ ભિક્ષા મળી ત્યારે પારણું થયું. આમ રાજા મહારાજા ગુરુ પણ ભિક્ષા માંગીને સંયમપાલન કરતા. આહાર પણ રૂક્ષ અને તુચ્છ લેવાનો. ન કરી શકો તે બને પણ તેથી મૂળમાં ઘા ન કરોઃ જે શાસનમાં આવા દેવ, આવા ગુરુ અને ધર્મપાલનની આ વિધિ ત્યાં કોઈ પણ પ્રકારના ગોટાળા નભે ? પણ એ તમારા પોલાણથી નભ્યા. તમે મજબૂત રહ્યા હોત તો આજની દશા ન હોત. તમે તેમને કહી શકો કે, “મહારાજ ! જેમ અત્યારે ગૌતમ મહારાજ જેવું સંયમ નથી. તેમ તે સમયનું શ્રાવકપણું પણ નથી Page #394 -------------------------------------------------------------------------- ________________ 1561 – ૨૪ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો – 104 - ૩૭૩ એટલે એવા સંયમનો અમે આપના માટે આગ્રહ નથી રાખતા પણ તેથી એ સંયમનાં મૂળત્તો ન ઉખેડાય ને ? તમારાથી કે અમારાથી અમુક ક્રિયા ન થાય એ નભે પણ એથી એ ક્રિયાના મૂળમાં તો ઘા ન કરાય ને ?' સમજાવવાની આ રીત છે. તેમને કહો કે, “આપથી સંયમ ન મળે તો સંવિજ્ઞ પાક્ષિક બનો, કહો કે અમે મુનિ નથી”, અમે આપને ખુશીથી પાળીશું, પણ માર્ગના મૂળ ઉપર ઘા ન કરો.” શ્રાવક આવું કહેવાને હક્કદાર છે. મુનિ તો તમને હદમાં રહીને કહી શકે, ગમે તેટલું કહે પણ તમે ન માનો તો મુનિથી શું થાય ? તમે એ બાબતમાં વધારે સત્તાવાળા છો. પ્રભુની આજ્ઞા ન માનનારનો ઓઘો ખૂંચવી લેવાનો તમને હક્ક છે. . વાત કરો તો બરાબર સમજીને કરજોઃ - આ શાસનમાં ઘણા શ્રાવકોએ સાધુને પણ તાર્યા છે. પણ તમે સમજીને આ બધી વાત કરજો."વગર સમયે ગપ્પાં મારવા જશો તો પાછા પડશો. જૈનશાસનની પાટ ઉપરથી અર્થકામની વાત કરાય નહિ અને કરે તો સંભળાય પણ નહિ. અર્થકામને વખાણનારો ત્યાં ટકી શકે જ નહિ. જૈનશાસનમાં તો એક-એક વ્યક્તિ પોતાને પામર માને. જો કે એમ પામરતા માનવી એ નાનીસૂની વાત નથી. પોતાનાથી ન બને તો એ કહી દે કે, “અમારાથી બનતું નથી માટે અમે પાપી છીએ પણ વસ્તુ તો આ જ સાચી છે. રામાયણમાં તમે સાંભળી ગયા છો ને ? વજજંઘ રાજાને બચાવવા આવેલો સાધર્મિક કેવો હતો ? સમકિતિ પણ વેશ્યાગામી હતો ને ? પાછો રાજાને ત્યાં ચોરી કરવા ગયો હતો. ત્યાં વાત સાંભળી અને ખબર પડી કે આ તો સાધર્મિક ઉપર આપત્તિ. બધું પડતું મૂકી સાધર્મિકને બચાવવા ઊપડી ગયો. ત્યાં પોતે જેવું હતું તેવું કહ્યું. સાચી વાત કબૂલવામાં વાંધો શો ? વજજંઘને પણ એ સાંભળતાં નવાઈ નથી થતી. કેમ કે સમજે છે કે જીવો કર્માધીન છે. પ્રભુવચનના પ્રેમે એને સાધર્મીની આપત્તિ ટાળવાનું સૂઝાડ્યું. . . ધર્મના નાશ વખતે ધમને ગુસ્સો આવે જ મુદ્દો એ છે કે અમારાથી અને તમારાથી કાંઈ ન બને એ ચાલે. પણ તેથી આ આગમની સામે ન થવાય. પોતે જ્યાં બેઠો છે એ ડાળ કપાતી જુએ છતાં જેની છાતીમાં થડકારો ન થાય, બચાવવાની શક્તિ છતાં કાંઈ પ્રયત્ન ન કરે એ ડાહ્યો કે બેવકૂફ? જે સ્ટીમરમાં બેઠો હોય તેને કોઈ મૂર્ખ માણસ કાણી કરતો હોય તો કરવા દેવાય ? કોઈ ગાંડો બનીને એમ કરતો હોય તો એને બાંધીને ઓરડીમાં પૂરી દેવાય. પણ સ્ટીમરને કાણી ન કરવા દેવાય. એ જ રીતે ધર્મના Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1552 નાશ વખતે ધર્મને ગુસ્સો આવે જ. એ વખતે કોઈ ગુસ્સાખોર કહે તો રાજી થાય અને કહે કે, “આવો ગુસ્સો કરવા માટે તો મેં જન્મ લીધો છે. દુનિયાના રંગરાગ, બૈરાં-છોકરાં, કુટુંબકબીલા અને પૈસાટકા માટે તો આજ સુધી ગુસ્સો કરવાનું આદર્યું છે. હવે ગુસ્સાની દિશા પલટી છે. જે કોઈ કહે કે, “અમે આવા ઝઘડા કરવા નથી માગતાં તેમને કહે કે અનાદિકાળથી ઝઘડા કરતા આવ્યા છો. આજ સુધી ખોટા ઝઘડા કર્યા તો હવે ખરા ઝઘડા કરવાના સમયે પાછી પાની કેમ કરો છો ? ઘણા વળી કહે છે કે, “ધર્મમાં ઝઘડો હોય ? શાસ્ત્ર કહે છે કે, ધર્મી ધર્મ માટે ઝઘડા કરે જ. મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથીઃ કામશાસ્ત્ર કહે છે કે યુવતી જોઈને જેને વિકાર ન થાય તે કાં તો યોગી અને કાં તો પશુ; એ જ રીતે ધર્મશાસ્ત્ર કહે છે કે દેવ ગુરુધર્મની અપભ્રાજના, માર્ગની નિંદા અને માર્ગના નાશ વખતે જેને ગુસ્સો ન આવે તે કાં તો વીતરાગ અને કાં તો ધર્મહીન. જો તમે બધા વીતરાગ હો તો તમને હાથ જોડું. વીતરાગ ન હો અને ગુસ્સો પણ ન આવતો હોય તો ધર્મહીન કહું ને ? વખતે તિરસ્કાર પણ કરું. મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથી. નવા શ્રોતાઓ માટે મારી પરીક્ષા જુદી છે. ઉપરાઉપરી પાંચ-દશ વાત કરડી કહું, એમાં જો એનું મોં બગડતું જોઉં તો એનો પારકો માની પછી કાંઈ ન કર્યું અને એના મોં પર જો ઉલ્લાસ જણાય તો એને પોતાનો એટલે શાસનનો અને ઉપયોગી માનું. સાચામાં કટુતા રહેલી છે? શ્રી જિનેશ્વરદેવ કદી અસત્ય બોલ્યા નથી, પછી ત્યાં શ્રદ્ધા કેમ નહિ ? સાચામાં કટુતા રહેલી છે. સાકરના પાણીએ દર્દ ન જાય. પણ માથાના વાળ ઊખડે તેવા ઉકાળાથી દર્દ જાય. મુનિની દેશના પણ એવી હોય કે સાંભળનારના માથાના વાળ ઊંચા થઈ જાય અને હૈયામાં ખળભળાટ થઈ જાય; પણ તમે મને હાથ મૂકવા દ્યો તો ને ? સાચી વસ્તુ પર આપત્તિ આવે ત્યારે સત્યના પ્રેમીને ગુસ્સો આવે જ. મુનિ વંદનાને વિપ્ન માને? | મુનિ તો વંદનાને વિપ્ન માને. મુનિ જો વંદનામાં મૂંઝાયો તો એ મૂઓ સમજવો. એ તો વંદના પોતાને નહિ પણ સંયમને માને અને જે સંયમને આખી દુનિયા વાંદે છે તેને પોતે ખૂબ મક્કમતાથી સેવવું જોઈએ એમ માને. એ સંયમ Page #396 -------------------------------------------------------------------------- ________________ 1583 – ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 - ૩૭૫ સામે હલ્લો આવે ત્યારે એ પ્રતિકાર કર્યા વિના રહી શકે જ નહિ. એ વખતે ગુસ્સો ન આવતો હોય તો લાવવો પડે. ઉપસંહાર: જેની પીઠ પોલી તે આ શાસનમાં ન નભે; એ આપોઆપ શાસનની બહાર થઈ જાય છે. જેની પીઠ મજબૂત છે તે તો મેખલા, કૂટો, નંદનવન વગેરે સાચવવા પ્રાણ આપે. દેવ-ગુરુ-ધર્મ માટે પ્રાણ આપવા એનો ભક્ત તૈયાર ન હોય ? પેઢી માટે હોશિયાર માણસ તૈયાર કરો છો તો આ શાસનની પેઢી માટે એકેક દીકરો આપવા નિયમ કરો. એમ ન કરી શકો તો જાતે આવો. આ બધી ભાવનાઓમાં વિઘ્ન કરનારાઓનો સંગ છોડો. શાસ્ત્રકાર ભગવંત શ્રીસંઘ મેરૂના વિષયમાં હજી પણ આગળ જે વિશેષ વર્ણન કરે છે તે હવે પછી. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : દયાની ઓળખ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-0)) રવિવાર, તા. ૩૦-૩-૧૯૩૦ 05 • મેરૂ પર્વતમાં ગુફા તથા સિંહો : • જીવદયા રૂપ શ્રીસંઘમેરૂની ગુફા : • એ ગુફામાં રહે કોણ? • સ્વદયામાં પરદયા રહેલી છે : • દ્રવ્યદયા અને ભાવદયા : • અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી : • દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છે : મુનિને એકલી ભાવદયા અને ગૃહસ્થને બેય દયા : • દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત ઘણી : • મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની રક્ષા છે : ભોજનમાં છએ કાયની વિરાધના : • આ શરીર ગધેડાની જાતનું છે : • મુનિનો દેહ એ મોક્ષનું સાધન : • વેષધારી વહોરવા આવે તો ? • અંતિમ પ્રદેશવાદી નિદ્ભવ : • એ પરમ શ્રાવકે કરેલો ઉપાય : • મુનિ સદોષ-નિર્દોષ જુએ : • સ્વાર્થીઓને મુનિપણાની પરવા ન હોય ? • ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં ડરે : • સૂત્રાનુસારી પ્રવચન એ સાચા સાધુનું જીવન છે : શાહુકારને તો પોલીસ પણ સલામ કરે છે : • શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા ? • અમને મનુષ્યથી ભય નથી : • પહેરામાં કેમ આવ્યા ? • કરશે તે ભરશે, આપણે શું? Page #398 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : દયાની ઓળખ - 105 અનંત ઉપકારી સૂત્રકા૨ પ૨મર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંધરૂપ મેરૂના પીઠ, મેખલા, ફૂટ તથા નંદનવનનું વર્ણન કરી ગયા. શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ પીઠ એટલી મજબૂત હોય કે એ કદી ડગે નહિ. શ્રીસંઘમાં રહેલી એક-એક વ્યક્તિને મૂળગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ હોય. એ ગુણો પ્રત્યે પ્રેમ વિના નિયમધર બની શકાતું નથી, ચિત્તની ઉત્તમતા પ્રાપ્ત થતી નથી, કર્મનો ક્ષય થતો નથી, ચિત્ત ઉજ્વલ બનતાં નથી, સૂત્રાર્થનું નિરંતર સ્મરણ થતું નથી, ચિત્ત ઝળહળતાં બનતાં નથી અને એના વિના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટી શકાતો નથી. એ સંતોષરૂપી નંદનવનમાં શીલની સુગંધી એવી હોય કે જેનો ભોક્તા દુનિયાને પણ સુવાસિત કરી શકે. 1565 ૩૭૭ આજે તો પીઠનું જ ઠેકાણું નથી, મૂળગુણ અને ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ નથી, એ પ્રેમ વિના નિયમરૂપી સુવર્ણશીલાતલ હોય ક્યાંથી અને એના વિના ચિત્તરૂપી કૂટો ગોઠવાય કયાં ? આ બધા વિના સંતોષરૂપી નંદનવનનો આનંદ લાવવો ક્યાંથી ? મેરૂ પર્વતમાં ગુફા તથા સિંહો હવે ગ્રંથકાર જે પર્વતમાં ગુફા તથા સિંહો હોય છે, તેને શ્રીસંઘરૂપ મેરૂમાં ઘટાવે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં ગુફાને સ્થાને જીવદયા છે, જે જૈનોમાં તો અતિ પ્રસિદ્ધ છે. જીવદયા શબ્દને તો જેનનું બચ્ચું પણ જાણે. દયાના જાપને તો ઘણા જપે છે. પણ દયાના સ્વરૂપથી ઘણા અજાણ છે. જીવનું સ્વરૂપ સમજાય તો દયા પળાય. હિંસા તો જીવની થવાની ને ? એ હિંસા કેમ થઈ ? ક્યારે થઈ ? એ બધું સમજાય તે દયા પાળી શકે. દયા પર પ્રેમ આવે તો જ સાચી દયાનાં પરિણામ હૃદયમાં જાગે. જીવદયા રૂપ શ્રીસંઘમેરૂની ગુફા જીવદયા એ શ્રીસંઘરૂપ મેરૂની સુંદર ગુફા છે. મેરૂમાં જેમ અનેક ગુફાઓ છે તેમ શ્રીસંઘરૂપ મેરૂમાં પણ જીવદયા રૂપ અનેક પ્રકારની ગુફાઓ છે. જ્યાં જાઓ ત્યાં ખૂણે ખૂણે દયારૂપી ગુફાઓ હોય જ. પહાડ પર બહાર ગમે તેટલો તાપ હોય પણ ગુફામાં ઠંડક હોય અને અંદર આવનારને ઠંડક મળે. એ જ રીતે જીવદયા પણ સ્વ-૫૨ નિવૃત્તિ એટલે કે શાંતિની હેતુભૂત છે. નિવૃત્તિ એટલે શાંતિ. એ ગુફામાં રહે કોણ ? હવે એ ગુફામાં રહે કોણ ? પહાડની ગુફામાં સિંહ આદિ જાનવરો રહે અને Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1566 તપસ્વી મહાત્માઓ પણ રહે. તપસ્વી તે કે જે અહિંસામાં સ્થિર હોય. અહિંસારૂપી ગુફામાં સ્થિર ન ૨હે તે તપસ્વી નથી. શ્રીસંઘરૂપ મેરૂશૈલીમાં રહેલી અહિંસારૂપ ગુફાઓમાં કર્મરૂપ શત્રુનો જય ક૨વા માટે મદોન્મત્ત બનેલા ઉદ્દામ બનેલા અને શાક્યાદિ કુમતરૂપી હરણીઆંઓને ત્રાસ પમાડનારા સિંહરૂપી મુનિઓનો નિવાસ છે. મેરૂની ગુફામાં સિંહના વાસથી ક્ષુદ્ર જંતુઓ એમાં પેસી શકતાં નથી, તેમ અહિંસારૂપી સુંદર ગુફા કે જે સ્વ-૫૨ને શાંતિ આપનારી છે - તે ગુફામાં કર્મરૂપી શત્રુના જય માટે અભિમાની બનેલા મુનિઓ વસે છે, કે જેઓ એ કર્મરૂપી શત્રુ પર જય મેળવવાના પ્રયત્નમાં આડે આવનારા હરણીઆંઓને ત્રસ્ત કરવા માટે સિંહ જેવા છે. સ્વદયામાં પરદયા રહેલી છેઃ મેરૂમાં જેમ ગુફાઓ ઠામઠામ હોય તેમ શ્રીસંઘમાં જીયાની વાતો ઠામઠામ હોય જ. કોઈ પણ ક્રિયાના ઊંડાણમાં જીવદયા જ છે. જીવદયા વિનાની એક પણ ક્રિયા શ્રી જૈનશાસનમાં ન હોય. દયા સ્વ-પર ઉભયની હોય. પોતાના આત્માની દયા જેને ન હોય તે શ્રી જિનેશ્વરદેવે કહેલ એક પણ અનુષ્ઠાન સાચી રીતે સેવી શકતો નથી. પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ આદિ દરેક ક્રિયામાં સ્વદયા જ છે. શાસ્ત્ર કહે છે કે પોતાના આત્માની દયામાં પરની દયા રહેલી જ છે. જ્યાં પોતાની દયા નથી ત્યાં પરદયાની ભજના છે. સ્વદયાના લક્ષ્ય વિના માત્ર મંદિર તથા ઉપાશ્રયને શોભાવવા માટે જ આવનારાની અને પોતાનાથી જ ધર્મનો ટકાવ માનનારાની ધર્મક્રિયાની કશી જ કિંમત નથી. ક્રિયા માત્ર પોતાના આત્માની દયા માટે છે, જેમાં પરની દયા આવી જાય છે. પ૨ની દયા ક૨વા નીકળેલો જો સાચા ભાવે નીકળ્યો હોય તો એમાં સ્વદયા નિયમા છે. ખરેખર એ દયા કરવા નીકળ્યો છે કે નહિ તે જોવું જોઈએ. દ્રવ્યદયા અને ભાવદયા : દયાના બે પ્રકાર છે; દ્રવ્યદયા અને ભાવદયા. ભાવદયામાં દ્રવ્યદયા રહેલી છે, જ્યારે, દ્રવ્યદયામાં ભાવદયાની ભજના છે. દ્રવ્યદયા બે રીતે થાય છે. પૌદ્ગલિક રીતે અને આત્મિક રીતે. ભાવદયા માત્ર આત્મિક રીતે જ થાય છે. દ્રવ્યપ્રાણ બચાવવા તે દ્રવ્યદયા અને ભાવપ્રાણ બચાવવા તે ભાવદયા. ખાનપાન તથા વસ્ત્રાદિવિહીન કોઈને જોઈને દયા આવે તે દ્રવ્યયા. ધર્મહીનને જોઈને દયા આવે તે ભાવદયા. દ્રવ્યદયા તો દુનિયામાં ઘણાને હોય છે ઃ ભૂખ્યા-તરસ્યાને જોઈને દયા તો રસ્તે ચાલનારાને પણ આવે, કેમ કે, Page #400 -------------------------------------------------------------------------- ________________ 1557 ૨૫ : દયાની ઓળખ – 105 - ૩૭૯ ભૂખ-તરસના દુઃખનો અનુભવ સૌને છે. અંશે પણ દુઃખનો અનુભવ સૌને થયો હોય છે. કોઈને દીન જોઈને દ્રવ્યદયા સૌને આવે, કંપારી પણ આવે; પણ ભાવદયા તો કોઈકને જ આવે. ભાવદયામાં દ્રવ્યદયા પણ હોય. મુનિને માત્ર ભાવદયા, જ્યારે ગૃહસ્થને ભાવદયા સાથે દ્રવ્યદયા પણ હોય. અમુક પ્રકારની સહાયથી કોઈ આત્માની ઉન્નતિ થતી હોય તો ગૃહસ્થ તે માટે દ્રવ્યસહાય પણ કરી શકે છે. સુપાત્રે દાન આપતા મુનિને દાન દેતાં ગૃહસ્થ વિચારે કે ભાવદયાના નિર્મળ ઝરણારૂપ આ મુનિ મારા અન્ન પાણીની સહાયથી કર્મક્ષયની સાધના સારી રીતે કરે અને એમની દેશનાથી અનેક આત્માનું કલ્યાણ થવા સાથે મારો પણ વિસ્તાર થાઓ. અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી ? અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી. શાસ્ત્ર ભક્તિના અર્થમાં પણ અનુકંપા શબ્દનો પ્રયોગ કર્યો છે. સુપાત્રમાં પણ ભાવદયા ઘટે; પોતાના આત્માની દયા પણ ત્યાં ઘટે છે ને ? જ્યાં ઘટે તે ઘટાવવું, ભક્તિને અનુકંપાનું રૂપક આપી શકાય. એક આત્મા ધર્મમાં આગળ વધવા ઇચ્છતો હોય પણ સહાય વિના સીદાતો હોય, એને ગૃહસ્થ દ્રવ્યસહાય કરી શકે છે. ગૃહસ્થને આ રીતે ભાવદયામાં દ્રવ્યદયા પણ આવે છે. મુનિ કેવળ ઉપદેશ જ આપી શકે, દ્રવ્યનો તો પોતે ત્યાગ ર્યો છે, ત્યાં આપે કયાંથી ? દુન્યવી તમામ ક્રિયાનો ત્યાગ કરી કર્મક્ષયની ક્રિયા કરનારને ભગવાનની આજ્ઞાનું પાલન એ જ દાનાદિક છે. ત્યાં પણ સ્વ-પરની ભાવદયા તો છે જ. દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છેઃ ગૃહસ્થ મુનિને અન્નદિ આપે ત્યાં ભાવના તો એ જ કે “આ મુનિ ખૂબ સંયમની સાધના કરે.” મુનિના પાત્રમાં ઘીની ધાર કરતી વખતે ગૃહસ્થ શું ઇચ્છે ? પોતાના સગા દીકરાને ન આપે અને પોતે પણ ન ખાય, તેવું અને તેટલું, મુનિના પાત્રમાં વહોરાવે તે વખતે એની ભાવના કઈ હોય ? “આ મહાત્મા સંયમ સાધી રહ્યા છે. અને એ જ્યાં જાય ત્યાં આ શરીરથી અનેકના ઉપર ઉપકાર કરે છે માટે મને પણ તેમાં કાંઈક હિસ્સો મળે', આ ભાવના છે ને ? અનેક આત્માઓનું મુનિના તે શરીરથી કલ્યાણ થાય એ ભાવનામાં બીજા આત્માઓ પ્રત્યે પણ ભાવદયા છે અને પોતાની ભાવદયા તો છે જ. દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છે. ધર્મના મૂળમાં પણ દયા છે, ધર્મની કાર્યવાહીમાં પણ દયા છે અને ધર્મના પરિણામે પણ દયા છે. દયાના સ્વરૂપની આ સ્થિતિ છે. જેના પ્રત્યે દયા કરી તેની તો દયા છે જ પણ તેમાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 156 પોતાના આત્માની દયા છે. અનેકના ભલાની ભાવનામાં તેમની ભાવદયા છે અને “હું અહિંસક થાઉ” એ ભાવનામાં પોતાના આત્માની દયા છે. ખરી વાત એ છે કે આજે ભાવદયા લુપ્ત થઈ ગઈ છે. સમ્યગદૃષ્ટિને કેવળ દ્રવ્યદયા ન હોય પણ ભાવદયા સાથે જ હોય જ. સામા ઉપર ભલે એકલી દ્રવ્યદયા થાય, સામો ભાવદયા ઝીલે કે ન ઝીલે પણ સમ્યગુદૃષ્ટિના હૈયામાં તો બેય દયા હોય. એની દ્રવ્યદયામાં ભાવદયા બેઠી જ છે. મુનિને એકલી ભાવયા અને ગૃહસ્થને બેય દયા : " જેને ભાવદયાનાં પરિણામ છે તે દ્રવ્યદયા વિના રહેતો જ નથી. જેઓ એમ કહે કે, “અમને ભાવના છે” પણ આપે નહિ, તો માનવું કે એને વસ્તુ પરિણમી નથી, મમતા કે મૂર્છા ઘટી નથી. મુનિને એકલી ભાવદયા છે જ્યારે ગૃહસ્થને બેય દયા છે; તો સારા કોણ ? આજના લોકો કહે છે કે, ગૃહસ્થ સારા કે જે બેય દયા કરી શકે છે, મુનિ શું કરી શકે ?” મૂર્ખાઓના હિસાબ આવા હોય છે. એ કહે છે કે, “મુનિ તો માત્ર દેશના દે, વાતો કરે અને અમે તો પૂજા કરીએ, મંદિર ઉપાશ્રય બંધાવીએ, તેનો વહીવટ કરીએ, તેની વ્યવસ્થા સંભાળીએ, તેની મૂડીમાં વધારો કરીએ વગેરે.” પણ શાસ્ત્ર કહે છે કે, “સુવર્ણનાં મંદિર બંધાવો અને એમાં રત્નની પ્રતિમા પધરાવો, લાખો અને અબજો રૂપિયા એમાં ખર્ચો પણ મુનિના એક ક્ષણના સંયમને પણ એ પહોંચે નહિ.” પરિગ્રહના ફંદામાં ફસાયેલાઓ પોતાના દ્રવ્યનો જો સદુપયોગ કરે, તો તેની પ્રવૃત્તિથી ઘણા પર ઉપકાર થઈ શકે એ વાત સાચી. પરંતુ તેમ છતાં એ મુનિથી વધુ ઉપકારી નહિ. મુનિપણાની કિંમત તો એનાથી કેટલાય ગણી વધારે છે. એક ભાગ્યશાળીએ લખ્યું હતું કે, “સાધુ કાંઈ ન કરી શકે, જ્યારે ગૃહસ્થ તો તીર્થ પર આપત્તિ આવે તો તરત એનો બચાવ કરી શકે છે. અમે ગૃહસ્થ હતા તો બચાવ માટે યુરોપ દોડીને ગયા વગેરે.” એમના હિસાબ આવા છે. આથી એ એમ નક્કી કરવા માંગે છે કે સાધુ કરતાં પણ ગૃહસ્થ ઊંચા, પણ આવા હિસાબ માંડનારને એ ખબર નથી કે મુનિ તો કરવાનું કરી ચૂકેલા છે, ગૃહસ્થ કર્યા વિના રહી ગયો છે, માટે એને એ બધું કરવાનું છે. બાકી આવા ખોટા હિસાબ મૂકનારાને ભાવપ્રાણની કિંમત નથી. દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત ઘણી ઃ હજાર રૂપિયાની થેલી મોટી, એનો ભાર વધારે, એને ઉપાડવા મજૂર જોઈએ અને પાંચ-દશ રતીનો હીરો નાનો, વજનમાં હલકો, વીંટીમાં રહી શકે પણ એ કીમતી વધારે રૂપિયા ગણતાં કલાકો થાય, આંગળાં દુઃખવા આવે, Page #402 -------------------------------------------------------------------------- ________________ 1550 - ૨૫ : દયાની ઓળખ - 105 ૩૮૧ હાથ પણ કાળા થાય; બહુ રૂપિયા હોય તો કાંટે જોખવા પડે છતાં કહો કે કિંમત રૂપિયાની વધારે કે પેલા હીરાની ? રૂપિયાની થેલીને વધારે ઊંચી કોણ માને ? મૂર્ણો હોય . હજાર રૂપિયાના ઢબુ બત્રીસ હજાર અને પાઈ એક લાખ ને બાણું હજાર. વજન અને સંખ્યામાં તો એ બહુ વધી જાય, છતાં હીરો એ હીરો. કિંમત એની અનેકગણી વધારે. એ જ રીતે શાસ્ત્ર દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત બહુ આંકી છે. દ્રવ્યપ્રાણ તો રહે તોય પીડા, જાય તોય પીડા અને ભાવપ્રાણ તો પ્રગટ થયા એટલે પત્યું, બધી જ લપ છૂટી જાય; પણ ભાવપ્રાણની કિંમત સમજાય તો ને ? ભાવપ્રાણને પ્રગટાવવા દ્રવ્યપ્રાણની સહાયની જરૂર છે માટે દ્રવ્યદયા વિહિત છે.. મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની રક્ષા છે: આત્મા કર્મવશ છે ત્યાં સુધી ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દશ પ્રાણ છે જ અને રહેવાના. એને ન સાચવે તો ભાવપ્રાણ શી રીતે પ્રાપ્ત થાય ? “મુનિ તો ભાવપ્રાણના ધણી, એને વળી આહારની જરૂર શી ? રહેવા ઉપાશ્રય શા માટે ? ગમે ત્યાં પડ્યા રહે;” આવું કહેનારા પણ છે. શાસ્ત્ર કહે છે કે મુનિનું શરીર કીમતી. એ આવે ત્યારે એમને સામે લેવા જવું પડે, દેખતાં હાથ જોડવા પડે, ત્રણ ખમાસમણાં દેવાં પડે, અભુઠ્ઠીયો ખામવો પડે, ખાનપાનાદિથી સંપૂર્ણ ભક્તિ કરવી પડે એ બધું શા માટે ? મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની પણ રક્ષા છે. આંખ પર આપત્તિ આવે ત્યારે આંખમાં બળે તેવી દવા પણ એમાં નાંખવી પડે. આંખ બચાવવા પાંચસો હજારનું પાણી પણ કરવું પડે; કેમ કે એ સાધન છે. દુનિયાની સાધનાના સાધન માટે જો આટલી કાળજી લેવામાં આવે તો આત્મકલ્યાણની સાધના માટેના સાધન માટે કેટલી કાળજી જોઈએ ? મુનિનું શરીર સંયમપાલનનું સાધન છે. એ બેસે, ઊઠે, ખાય, પીવે, બોલે, ચાલે એ બધામાં સંયમપાલન છે. ગૃહસ્થની આંખ કાળજીના અભાવે જાય તો તેનાથી થતો માત્ર દુન્યવી વ્યવહાર અટકે પણ મુનિની આંખ કાળજીના અભાવે જાય તો ઈર્ષા સમિતિ, શાસ્ત્રવચન આદિ સંયમપાલનની પ્રવૃત્તિ અને સંયમની શુદ્ધિ, વૃદ્ધિ અટકે. મુદ્દો એ છે કે જેમ જેમ ભાવપ્રાણ ખીલતા જાય તેમ તેમ દ્રવ્યપ્રાણની ચિંતા વધારે જોઈએ. કેમ કે એ ભાવપ્રાણમાં હેતુભૂત છે. ભિક્ષા લઈને આવે ત્યારે મુનિ માટે રોજ આ ગાથા વિચારવાની કહી છે. अहो जिणेहिं असावज्जा, वित्ति साहूण देसिआ । मुकख्साहण हेउस्स, साहू देहस्स धारणा ।।१।। Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1570 શ્રી જિનેશ્વરદેવ કેટલા ઉપકારી કે જેમણે મોક્ષની સાધનાના હેતુભૂત સાધુના શરીરની રક્ષા માટે પાપરહિત એવી વૃત્તિ (ભિક્ષાચર્યા) બતાવી છે. મુનિ ભિક્ષા લાવીને રોજ આ ભાવના ભાવે એવી વિધિ છે. સાધુનું શરીર મોક્ષની સાધનામાં જ હેતુભૂત છે, તેથી એને માટે અસાવદ્ય એવી ભિક્ષા શ્રી જિનેશ્વરદેવે પણ કહી. સાધુ સઘળાં પાપથી વિરમેલા છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે પાપ અથવા અઢારે પાપસ્થાનક તેમણે વોસિરાવેલા છે. દુનિયાની કોઈ પણ ચીજ અકૃત (પોતે નહિ કરેલી), અકારિત, (પોતે નહિ કરાવેલી) અને અનનુમત (એટલે પોતે નહિ અનુમોદેલી, એને પોતે સારી નહિ કહેલી) હોય તો એ ચીજ મુનિ લે, છતાં એના પાપનો અંશ પણ એને ન લાગે. જે શબ્દો બોલ્યો તે બરાબર યાદ રાખજો. ભોજનમાં છએ કાયની વિરાધનાઃ ભોજન બનાવવામાં છએ કાયની વિરાધના છે. અગ્નિ વિના તો રસોઈ થાય જ નહિ. અગ્નિ એ ચોધારું શસ્ત્ર છે. ચોતરફ જીવોને બાળે છે. ઊંચે, નીચે, આજુબાજુ દરેક તરફ એનાથી અનેક જીવો બળી મરે છે. રસોઈ પકાવવામાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છએ કાયની વિરાધના રહેલી છે. હજી આગળ વિચારો ! એક રોટલી પણ બને ક્યારે ? અનેક પાપસ્થાનક ભેળાં થાય ત્યારે એક રોટલી બને. વિચારે તેને આ વાત દીવા જેવી સમજાય તેમ છે; પણ વિચારે કોણ ? ખેડૂત અને ખેતી વિના ઘઉંની રોટલી બને ? મા-બાપ વિના ખેડૂત હોય ? લગભગ બધાં પાપસ્થાનક એક રોટલીમાં રહ્યાં છે છતાં, પોતે નહિ કરેલ, નહિ કરાવેલ, નહિ અનુમોદેલ રોટલી સાધુ લે છે અને તેથી એને દોષ લાગતો નથી. સાધુ પણ વહોરીને આવ્યા પછી એ રોટલીનાં વખાણ કરે, લાવેલી ગોચરી ઉપર રાગ કરે, તો એને પણ પાપનો અંશ લાગે. સભાઃ “સાધુ કંદમૂળ લે ? એ અકૃત, અકારિત અને અનનુમોદિત હોય તો શો વાંધો ?' ના, ત્યાં પાપ છે. એ ચીજ જ નિષિદ્ધ છે અને એ ચીજ વિષયને વધારનારી છે. ઘી, દૂધ, કાંઈ તામસી કે રાજસી પ્રકૃતિ કરતાં નથી, ઊલટી સાત્ત્વિક પ્રકૃતિ કરે છે; જ્યારે અનંતકાય તો વિષયને વધારનારાં છે. સાધુને અમુક હેતુ માટે જેમ ઘી-દૂધનો નિષેધ છે, તેમ અમુક હેતુ માટે ઘી-દૂધની છૂટ પણ છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો વિગઈ માત્ર વિકારક છે. મુનિ માટે વિગઈનો પ્રતિબંધ છે. મુનિ કારણ વિના કદી વિગઈનો ઉપભોગ ન કરે. Page #404 -------------------------------------------------------------------------- ________________ 1571 - ૨૫ : દયાની ઓળખ - 105 - ૩૮૩ સભાઃ “વિગઈ વિના ચાલે ખરું ?' જરૂર ચાલે; ન કેમ ચાલે ? મહાપુરુષોએ બરાબર ચલાવ્યું છે. ધના કાકંદી જેવા ભરપૂર સાહ્યબીવાળા પુષ્પની શય્યામાં પોઢનારાએ પણ દીક્ષા લીધા પછી જાવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કર્યા છે. પારણે આયંબીલ અને એ આયંબીલમાં આહાર પણ એવો કે જેના પર માખી પણ ન બેસે. નવ મહિનામાં તો શરીર એવું થયું છે કે ખુદ ભગવાને શ્રીમુખે કરેલી એમની પ્રશંસા સાંભળીને, વનમાં કાઉસ્સગ્ન ધ્યાને રહેલા એ મુનિને શોધવા નીકળેલા રાજા શ્રેણિકને, પોતાની નજરે પડવા છતાં એ ઓળખાયા નથી. માથું ટૂંબડા જેવું, શરીર હાડપીંજર જેવું, જીભ પલાશના પાંદડા જેવી, આંખો ઊંડી ઊતરી ગયેલી, જાણે વૃક્ષનું પૂંઠું ઊભું હોય એવા એ લાગતા હતા. રાજા શ્રેણિકે માંડ માંડ એમને શોધ્યાં છેઃ આ શરીર ગધેડાની જાતનું છેઃ આપણી પામરતાનો દોષ વસ્તુ પર ન કરાય. આપણે ન કરીએ તે ખામી આપણી છે. વિગઈ વગર ન જ ચાલે એમ નથી. દુનિયામાં ઘણાને વિગઈ નથી મળતી, છતાં અલમસ્ત શરીરવાળા દેખાય છે અને મોજથી જીવે છે. આ શરીર તો ગધેડાની જાતનું છે. પંપાળો તેમ આડું ચાલે ને પથ્થર મારો તો ઠેકાણે આવે. એને જેમ સાચવો તેમ એ ઢીલું થવાનું અને એના ઉપર જેમ કડકાઈ કરો તેમ એ કામ આપવાનું, એ એનો નિયમ છે. ચાર દિવસ તડકામાં ચાલતાં અમૂંઝણ થાય પણ પાંચમે દિવસે એની મેળે એ ઠેકાણે આવે. અનંતજ્ઞાનીઓની એકેય આજ્ઞા એવી નથી કે જેથી અહિત થાય. મુનિનો દેહ એ મોક્ષનું સાધન દુનિયાભરના આત્માઓને મુક્તિએ મોકલવાની ભાવનાવાળા અનંતજ્ઞાનીઓની એકે આજ્ઞા એવી ન હોય કે જે આત્માને અહિતકર હોય. જેમને એ ભાવદયાના સાગર પ્રભુની આજ્ઞા નથી ગમતી, તેમની કમનસીબી છે. મુનિનો દેહ એ તો મોક્ષનું સાધન છે. તમારી મોટર અને મંદિરનો રથ એ બેય વરઘોડામાં નીકળે, તોય રથને ધર્મનું સાધન મનાય. પણ મોટરને ન મનાય. મોટ૨ તો બાર મહિનામાં બે-ચાર વખત વરઘોડામાં નીકળે. બાકી તો બારેય માસ તમારી ધમાલમાં જ વપરાય. વરઘોડામાં વપરાય તે પણ પોતાના દીકરા માટે અથવા તો જેની શરમ પડે એવા સંબંધીના દીકરા માટે, બાકી કોઈ સામાન્ય માણસના દીકરા માટે કે શ્રીસંઘના ઉપયોગમાં એ ભાગ્યે જ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1572 કામમાં આવે. હાલત આવી છે માટે એ મોટર ધર્મનું સાધન ન કહેવાય. રથ તો વરઘોડામાં જ નીકળે માટે એને ધર્મનું સાધન કહેવાય. વેષધારી વહોરવા આવે તો ? મુનિના શરીરને ધર્મનું સાધન કહેવાય. કેમ કે કેવળ સંયમ માટે જ એની તમામ ક્રિયા છે. તમારું શરીર સામાયિક કરે તો પણ બે ઘડીનું કરે, તે પણ ફુરસદે કરે અને તે પણ થાય તો કરે નહિ તો ન પણ કરે. વળી, એ સામાયિકમાં પણ દેશથી પાપ તો બેઠેલું જ છે. તમે પૌષધ કર્યાની તારીખનું વ્યાજ, જેને ધીર્યા હોય એની પાસેથી છોડી દો છો ? નહિ જ. અર્થાત્ પૌષધમાં પણ અનુમોદના ચાલુ છે. પૌષધ કરવા આવે છે તે પણ બધી પેરવી કરીને જ આવે છે. ઘરના માણસોને અને નોકરચાકરોને તમામ સૂચનાઓ કરીને જે આવે અને છતાં જરૂર પડે તો ઉપાશ્રયે આવીને પૂછી જવાનું અને હું ઇશારે સમજાવું તે સમજવાનું, એમ બધી ભલામણ કરીને આવે. સાધુ માટે એવું નથી. આ સાધુની વાત કરું છું, વેષધારીની નહિ હોં ! વેષ સાધુનો હોય છતાં દુનિયાની મમતા જતી ન હોય, પાપસ્થાનકની ક્રિયામાં મહાલતો હોય, પાપની દેશના દીધે જ જતો હોય, એવાની વાત નથી. પણ જે ખરેખર મુનિ છે તેની વાત કરું છું. તમારામાં સામર્થ્ય હોય તો વેષધારી તમારાથી ગભરાય, સામે આવવાની હિંમત જ ન કરે. અસાધુને સાધુ માનવા તે દશ પ્રકારનાં મિથ્યાત્વોમાંનું એક છે. સભાઃ “વેષધારી વહોરવા આવે તો ?' ' , આવે તો આપો પણ તે વખતે કહો કે, “ગૃહસ્થ છું, આવેલા કોઈ પણ વાચકને પાછો કાઢતો નથી માટે આપું છું; બાકી મુનિ તરીકે વહોરાવતો નથી. લોક ધર્મની નિંદા ન કરે માટે આપું છું.” આ રીતે કહીને આપો તો ફરી નહિ આવે. કહેવાની અનેક રીત હોય છે. નીડર હોય તે આ રીતે સ્પષ્ટ કહે. નબળો હોય તે વળી બીજી રીતે કહે. એ કહે કે, “આપ પધાર્યા તો ઠીક છે, સાંભળ્યું છે કે આપ દેશનામાં આવી આવી વાત કરો છો, તો એ વાત સાચી છે ? અમારે એ જાણવાની ઇચ્છા છે.” એમ આવેશ આવ્યા વિના પ્રશ્નો કરવા. એમને આવેશ આવે તો ભલે, પણ તમારે ગુસ્સો ન કરવો. ઠંડકથી જ વાત કરવી. અંતિમ પ્રદેશવાદી નિહનવઃ શાસ્ત્રમાં એક નિદ્ભવની વાત આવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંના અંતિમ એક પ્રદેશમાં જ આત્માનું અસ્તિત્વ છે, એમ તે માનતો હતો; અને તેમાં એ દલીલ આપતો કે સો તંતુના પટમાં કારણભૂત સોમો તંતુ છે. નવાણું તંતુ ભેગા થયા હોય પણ સોમો તંત ન આવે ત્યાં સુધી તો તંતુનો પટ ન બને; માટે Page #406 -------------------------------------------------------------------------- ________________ 1573 ૨૫ : દયાની ઓળખ - 105 – ૩૮૫ સો તંતુનું પટપણું સોમા તંતુમાં છે. પણ એ કુતર્કવાદીને એવો ખ્યાલ ન હતો કે સોમો તંતુ આવ્યા પછી પણ પહેલો અગર વચ્ચેનો કોઈ પણ તંતુ ન હોય તો પણ એ સો તંતુનો પટ ન બને. એના કુતર્ક સામે આ સબળ યુક્તિ છે. પણ એ માને તો ને ? પછી તો એનું ટોળું વધતું ચાલ્યું. નવો મત ચાલુ થઈ ગયો અને એનો ઉપદેશ દેવા માંડ્યો. એક પરમ શ્રાવકના જાણવામાં આ વાત આવી; એના મનમાં આમને સાચો પાઠ ભણાવવાની ભાવના થઈ; પણ પેલી યુક્તિથી તે માનવાના નહિ એટલે એણે બીજો રસ્તો મનમાં વિચારી રાખ્યો. એ પરમ શ્રાવકે કરેલો ઉપાયઃ ફરતાં ફરતાં પેલો નિદ્ભવ એ ગામમાં આવ્યો ત્યારે આ શ્રાવક એમને સામે લેવા ગયો અને ભક્તિનો દેખાવ કરી પોતાના ઘેર વહોરવા માટે એમને તેડી લાવ્યો. મુનિની સન્મુખ તમામ ઉત્તમ ચીજો ધરી અને જે જે ચીજનો મુનિએ ખપ બતાવ્યો તેની છેલ્લી એક-એક કણી લઈ મુનિના પાત્રમાં વહોરાવી. મુનિએ કહ્યું, ‘ભાગ્યશાળી ! આ શી મશ્કરી માંડી છે ? મગજ તો ઠેકાણે છે ને ?' શ્રાવકે જણાવ્યું કે, “ભગવંત ! આપના સિદ્ધાંતનું જ પાલન કરું છું. આપ વસ્તુના છેલ્લા પ્રદેશમાં જ વસ્તુનું અસ્તિત્વ માનો છો એટલે હું પણ વસ્તુના છેલ્લા કણ દ્વારા બધો માલ આપને વહોરાવું છું. બાકીનો તો આ માલ વગરનો કચરો, જેમાં વસ્તુનું અસ્તિત્વ જ નથી તે કાંઈ આપને વહોરાવાય ?' આ સાંભળતાં જ એ નિદ્ભવની સાન ઠેકાણે આવી ગઈ. “મિચ્છામિ દુક્કડ' દઈ પોતાની ભૂલ સુધારી લીધી. આમ ઉપાય તો છે પણ પોતાના હૈયામાં પ્રભુમાર્ગ પ્રત્યેની પ્રીતિ અને પ્રતીતિ હોવી જોઈએ ને ? મુનિ સદોષ-નિર્દોષ જુએ : આજના લોકોની દૃષ્ટિ જુદી છે. માર્ગની જાણકારી નથી છતાં ડહાપણનો પાર નથી. મુનિ ભિક્ષાએ આવે ત્યારે, જેને ત્યાં આવે તેને ત્યાં સારી ચીજ પણ હોય અને સામાન્ય ચીજ પણ હોય. મુનિ તે વખતે સામાન્ય ચીજમાં અધિક દોષ જુએ તો સારી ચીજ પણ લે.ચીજ સારી કે સામાન્ય, એ જોવાનું નથી પણ દોષિત કે નિર્દોષ એ જોવાનું મહત્ત્વનું છે. પણ એ જગ્યાએ આજનો કોઈ જમાનાવાદી હાજર હોય ને જુએ તો કહેશે કે “જોયું ! મુનિએ રોટલો ન લીધો ને શીરો લીધો.” શાસ્ત્ર આવા ક્ષુદ્ર હૃદયના લોકો ઊભા હોય ત્યાં મુનિને ગોચરી લેવાની પણ ના પાડી, કેમ કે એવાઓ તો ધર્મની હિલના કરે; સદોષ નિર્દોષનું એમને કાંઈ ભાન નથી. જો મુનિ શીરામાં અલ્પ દોષ દેખે અને રોટલામાં અધિક દોષ જુએ અને તેમ છતાં મુનિ શીરાને બદલે રોટલો લાવે, તો શાસ્ત્રદૃષ્ટિએ એને દોષ લાગે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ - 154 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મુનિએ રોટલો કે શીરો જોવાના નથી પણ બેંતાલીસ દોષ જોવાના છે. શીરો કે રોટલો બેય મુનિને તો એક જ રીતે વાપરવાના છે, અર્થાત્ સ્વાદ વિના જ વાપરવાના છે. સાપ જેમ દરમાં જાય તે રીતે કોળિયો સીધો ગળા નીચે ઉતારવાનો છે. વિધિ એ છે. આ ધ્યેયથી મુનિ ગોચરી વહોરે પણ દોષ જોનારા ત્યાં દોષ જ જુએ કે “જોયું ! મુનિએ માલ લીધો પણ રોટલો ન લીધો.” - સભાઃ “વેષધારી છે એમ ખબર પડે ને એ વહોરવા આવ્યા હોય તો આપે પ્રશ્નો કરવાના કહ્યા પણ એ પ્રયોગ કદાચ સુસાધુ હોય તો તેને તકલીફરૂપ થાય ને ? કુસાધુને તો કોઈ ભય ન હોય, તો લાભ શો થાય ? કસાધુને ભય ન જ હોય એમ ન સમજવું. ચોર શાહુકારથી ડરતો જ રહે. કેમ કે ચોવીસે કલાક એનું હૈયું ડંખતું હોય. પોલીસને દેખે કે એના પગ ધ્રૂજે. એવા પણ વિરોધીઓ છે કે જે મારા જેવાને જોઈને ઇરછે કે આવા સાધુ ન હોય તો સારા.” આવી ભાવનાવાળા અને લોકોને ઊંધે માર્ગે દોરતા હોય છતાં પાછા જ્યારે અમને કોઈ વાર મળી જાય ત્યારે એવી રીતે નમન કરે કે, એ જેને ગુરુ માનતા હોય તેને પણ એ રીતે નમન ન કરતા હોય, કેમ કે એના હૈયામાં ડંખ તો છે જ. જેઓ એમ કહેતા હોય કે “સાધુઓને દુનિયાની પ્રવૃત્તિ કરવામાં હરકત શી ?” તેમને પણ જો સભા વચ્ચે બોલવા ઊભા કરો તો એવું નહિ બોલે. અરે ! પોતાના ગણાતા પચાસ માણસમાં ખૂબ જોરશોરથી ભાષણ કરતો હોય ત્યાં ખબર પડે કે એક શાસનપ્રેમી પ્રશ્ન કરે એવો આવી ચડ્યો છે તો તરત વાત ફેરવી નાંખે. “આ તો એક સમજવાની વાત છે.” એમ કહીને ગોટાળા વાળવા માંડે. પેલા પચાસ જણા કાંઈ બોલે તો એમને ઇશારાથી સમજાવી દે કે પેલા શાસનપ્રેમીનો પડછાયો પડ્યો છે. હવે પેલા પચાસ છે, ત્યાં ઓ એકલાનો ભય શો ? પણ એ બધાના હૃદયમાં ડંખ તો છે જ, સ્વાર્થથી રસ્તો ભુલાયો છે એમ તો એમનું હૈયું પણ પુકારે છે. સ્વાર્થીઓને મુનિપણાની પરવા ન હોય ? આંખ ફરક કાઢનારા અને છક્કો પંચો જોઈ આપનારા સાધુ પાસે સ્વાર્થને લઈને જનારા જાય, માથું પણ નમાવે, એના દેખતાં કરે બધું પણ બહાર આવ્યા પછી એ જે બોલતો હોય તે સાંભળો તો ખબર પડે કે એ સાધુ માટે એના હૈયામાં પૂજ્યબુદ્ધિ નથી. આમ છતાં અવસરે પોતાના સ્વાર્થ માટે એવા સાધુને પણ પંચમકાળના કલ્પતરુ કહી દે, કેમ કે એ સ્વાર્થીઓને મુનિપણાની પરવા નથી હોતી. Page #408 -------------------------------------------------------------------------- ________________ 1575 - ૨૫ : દયાની ઓળખ - 105 ૩૮૭ ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં ડરેઃ સુસાધુને તકલીફ પડે તો શું થાય ?' એ વાતથી બેફિકર રહેવું. જો એવી કલ્પના કરીએ અને જો દુર્જનનું જ ધાર્યું થતું હોય તો સજ્જન એકે ન જીવી શકે, સુસાધુ એકે ન રહી શકે. દુર્જનનું રાજ્ય થાય તો સારાયે જગતમાં અરાજકતા જ વ્યાપે. દુર્જનની તો આખી દુનિયાના તમામ પદાર્થોના માલિક બનવાની ભાવના હોય, સારીયે દુનિયાના શહેનશાહ બની જવાની તમન્ના હોય પણ એ ન જ બને. એવું બન્યું કદી સાંભળ્યું છે ? ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં જ ડરે. દેવાળિયો પોતાને કોઈ ન ઓળખતા હોય ત્યાં રૂવાબથી ફરે પણ પોતાને જાણનાર એક શાહુકારને દૂરથી પણ જુએ કે તરત લપાઈ જાય, આઘોપાછો થઈ જાય. સૂત્રાનુસારી પ્રવચન એ સાચા સાધુનું જીવન છે? શાસ્ત્રનું સ્વરૂપ કહેતાં સાધુ જરા પણ ન મૂંઝાય. સૂત્રાનુસારી પ્રવચન એ તો સાચા સાધુનું જીવન છે. એ સુસૂત્ર ભાષણને છુપાવવું એમાં તો સાચા સાધુજીવનની બરબાદી છે. શાસ્ત્રાનુસારી વાત બોલવામાં ભય શો ? બહુ તો એથી નારાજ થયેલા રોટલા ન આપે એ જ ને ? આપણામાં આપણાપણું ન હોય, સાચું સાધુજીવન જીવવાની તાકાત ન હોય તો એ રીતે પ્રશ્નો કરી તકલીફ આપનારા તો ઉપકારી અને લાભપ્રદ છે. સાચી વાત તો દુંદુભિ વગાડીને કહેવી. ગેટે ગેટે પોલીસ હોય પણ શાહુકારને ભય શો ? જ્યારે ચોર તો વગર ગેટ નં-વગર પોલીસે છુપાતો ફરે, કેમ કે એનું હૈયું ડંખતું જ હોય. શાહુકારને તો.પોલીસ પણ સલામ કરે છે: ગુનેગાર છુપાતો ફરતો હોય પણ ઊંઘમાંયે એને પોલીસના ભણકારા સંભળાતા હોય. જરા કોઈ એવાને દેખે ને ભડકે અને એનાથી બોલાઈ પણ એવું જ જાય. કેમ કે પાપ એ બધું કરાવે છે. હજારો પોલીસ ઊભી હોય તોય શાહુકારને એનો ભય હોતો નથી, ભય ચોટ્ટાને હોય છે. શાહુકારને તો પોલીસ પણ સલામ કરે છે. ખોટા માણસને સારા માણસ પાસે આવવું હોય તો સારાનો. સ્વાંગ સજીને આવવું પડે છે ને ! અને પાછો પોતે એને માનતો હોય એવો દેખાવ પણ કરવો પડે છે. વ્યવહારમાં તો આ બધું હોય છે. પણ આ વીસમી સદીની સભ્યતામાં આવો દંભ ક્યાંથી આવ્યો ? આજના એ સુધારકોનો તો દાવો છે કે, “અમે તો હૈયામાં જે હોય તે કહીએ અને ઇચ્છા પ્રમાણે વર્તીએ. અમારી ઇચ્છાની આડે ન આવવું.” હું કહું છું કે આ વીસમી સદી જો આવું કહે છે તો તમે સાધુઓને ત્રણ ગુણા નમવાનો ઢોંગ શા માટે કરો છો ? તેઓ જ્યારે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 156 આ રીતે અમને નમે ત્યારે એમના વિચારો અમારાથી ભિન્ન છે એવું કઈ રીતે અમે જાણી શકીએ ? આગમના એક પણ સિદ્ધાંતની મશ્કરી કરનારા સાધુને પગે કેમ લાગે છે ? શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા? સોળ વર્ષની ઉંમરે માણસ પુખ્ત વયનો ગણાય છે અને પોતે સ્વતંત્રપણે પોતાને માટે કોઈ પણ નિર્ણય લઈ શકે છે, એમ આજે કહેવાય છે. હું કહું છું કે ભગવાન મહાવીરદેવે પણ એ જ કહ્યું છે, પણ તેમના એ વચન સામે વિરુદ્ધ ઠરાવ કરનારા આજે હવે ક્યાં ખોવાઈ ગયા ? આજની રાજકીય હિલચાલમાં હવે એ નિયમના પાલનની વાત કરાય છે અને મા-બાપને પૂછયા વિના એ ઉંમરના જુવાનિયાઓ લડતમાં ઝંપલાવે છે, ત્યાં એ વયની દીક્ષા માટે બૂમરાણ મચાવનારા ચુપકીદી પકડે છે. તો શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા ? તો એમના વચન સામે હોહા કેમ મચાવી ? અમે ઢીલા એ વાત માની પણ ભગવાન ઢીલા હતા ? નહિ જ. અમે છંધસ્થ માટે બોલતાં કદાચ ભૂલીએ પણ ભગવાનના વચનમાં તો ભૂલ ન હોય ને ? એમ કહી દે કે “અમે મહાવીરને નથી માનતા' તો તો સમજ્યા. પણ એમ તો ન જ કહે. કહે તો સમાજમાં રહે ક્યાં ? એટલા માટે એમને આવા ખેલ ખેલવા પડે છે. અમને મનુષ્યથી ભય નથી : અમે તો સંસારનો વિરોધ કાયમ કરતા આવ્યા છીએ. તમારા બંગલા, બગીચા, મોજશોખ, રંગરાગ બધું જ ખોટું કહીએ છીએ અને તો પણ તમારી સામે ઊંચી પાટ પર બેસીને દેશના આપીએ છીએ. જો ભય હોય તો એ બને ખરું ? માટે અમને ભય નથી એ વાત સાચી પણ એ ભય કોનાથી નથી ? મનુષ્યથી. બાકી કૂતરું ભસતું આવે તો અમારે પણ આઘા ખસવું પડે. હા ! અમારામાં એ ગુણ આવ્યો હોય કે અમને દેખીને કૂતરું પણ ભસતું બંધ થઈ જાય તો તો ઊભા રહીએ પણ એ તાકાત તો નથી એટલે એનાથી ખસવું જ પડે છે. માણસ આવે તો ન ખસીએ કારણ ખાતરી છે કે માણસ લાત ન મારે. લાત કોણ મારે ? જનાવર. લાત ગધેડું મારે, માથું સાંઢ મારે, બચકું કૂતરાં ભરે, પથરા વાંદરા મારે. પણ કહો, માણસમાં આવાં કોઈ લક્ષણ હોય ? અને હોય તો પછી એ માણસ કહેવાય ? પહેરામાં કેમ આવ્યા? એક જણાએ લખ્યું કે, “ટાઉન હૉલમાં વ્યાખ્યાન કરી બહાર આવ્યા ત્યારે Page #410 -------------------------------------------------------------------------- ________________ 15 - ૨૫ : દયાની ઓળખ - 105 - ૩૮૯ પહેરામાં કેમ આવ્યા ?' એ વખતે મેં કાંઈ કહ્યું નથી. પણ હું કહી શકું કે તે વખતે શ્રાવકોએ પેલા જનાવરનાં લક્ષણોવાળા માનવો જોયા હશે ! તેથી મારી ફરતો પહેરો ગોઠવી દીધો. જો કે ટાઉન હોલમાં તો જૈનેતરોની સામે પણ મેં સંસારની અસારતા જ વર્ણવી છે, સંસારને છોડવાનું જ કહ્યું છે; હજારો માણસો જેમાં જૈનતરો પણ હતા, તે બધા એ તત્ત્વની વાતોથી આનંદ પણ પામ્યા છે પણ ત્યાં ભય ન હતો. કેમ કે એ બધા માનવો હતા. પણ બહાર નીકળ્યા પછી ત્યાં મનુષ્યના રૂપમાં બીજાં પ્રાણીઓ નજરે ચડ્યાં એટલે આઘા ખસવું જ પડે ને ? “નાગાથી બાદશાહ આઘા” તેમ એવાથી સાવધ રહેવામાં નાનપ નથી. સભાઃ “કહેવત છે ને કે ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે !' સાવધગીરી હોય તો ન કરડે; ડાંગ જુએ તો ન કરડે, બાકી ગફલતમાં રહે તો એ પણ કરડી જાય. એનો સ્વભાવ તો કરડવાનો છે ને ? પણ સાવધગીરી જુએ ત્યાં એ ડરપોક ભાગી જાય છે. એનાથી ભય ન પામીએ પણ સાવધ તો રહેવું જોઈએ. હાથીને જોઈને કૂતરાં ભસે પણ પાસે ન આવે કેમ કે હાથી સાવધ છે. હાથી કૂતરાં સામે ભલે જુએ નહિ પણ સૂંઢ અને પૂંછડું હલાવ્યા જ કરે. સાવધ રહેવાનું શાસ્ત્ર કહે છે. સભા: “કૂતરું કદી આગળ વધે તો હાથી સૂંઢમાં લઈને એને ફેંકી દે કે નહિ ?' એને આગળ વધવા તો દો ! હાથીની સૂંઢ સુધી આગળ વધતાં કૂતરાં કદી જોયાં ? મુનિ ડરે નહિ પણ જનાવરના ગુણ ધરાવતા માનવોથી સાવધ તો જરૂર રહે. માનવીનો ભય ન હોય કેમ કે એ તો વિચારીને બોલે-ચાલે. વિચારમાં ભેદ હોય તો પણ તે સભ્યતાપૂર્વક વિચારોની આપ-લે કરે. એક માણસ મુનિને બજારમાંથી જતા જોઈને ગમે તેવા શબ્દો બોલવા માંડે અને ચાર હાથ કૂદકા મારે, તો એ લક્ષણ કોનું સમજવું ? માણસનું તો નહિ જ ને ? કરશે તે ભરશે, આપણે શું ? સાચી વાત કરતાં ભય રાખવાનું કારણ નથી. ગમે તેટલા વિરોધીઓ છે તો પણ સાધુ જીવી શકે છે ને ? જો કે બધા કાંઈ વિરોધીઓ જ નથી; ઘણા તો દોરવાઈ ગયેલા હોય છે. મુનિ વહોરવા જાય ત્યાં કહે છે કે “અમારે ત્યાં કેમ નથી પધારતા ? અમે કાંઈ એવા વિરોધી નથી, એ તો વિરોધમાં ગણાઈ ગયા.” આવું બોલનારા છે. ઘણા તો ભોળા અને દોરવાયેલા જ છે બાકી સાચા વિરોધી તો ગણતરીના જ હોય. બધા વિરોધી હોય તો જિવાય જ નહિ. બધે જ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1578 જનાવરો હોય તો થાય શું ? લાકડી પણ કેટલું કામ કરે ? વિરોધીઓ છે તો ગણતરીના પણ એ છે પ્રવૃત્તિશીલ. સતત ઉદ્યમી છે, માટે ચારે તરફ ઘૂમ્યા કરે છે. ધર્મી જો એ રીતે ઘૂમવા માંડે તો એ કાંકરા અલગ થાય. કેમ કે એ છે ઘઉંમાં કાંકરા જેટલા. પણ ધર્મી તો નિરાંત કરીને બેઠા છે. એમને ખાતરી છે કે “ભગવાનનું શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે અને પાખંડીઓ થવાના જ છે એમ ખુદ ભગવાન જ કહી ગયા છે માટે એ તો “કરશે તે ભરશે, આપણે શું ?' આમ કહીને બેસી રહેનારા છે, તેનું જ આ પરિણામ છે. . ભાવદયા વિના દ્રવ્યદયા નથી. એ દયાના વિશેષ વર્ણનમાં હજી પણ શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૬: દ્રવ્યથા...ભાવદયા...નિર્ચામણા તથા ઉદારતા, 106| વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, ચૈત્ર સુદી-૧ તા, સોમવાર, ૩૧-૩-૧૯૩૦ • દ્રવ્યદયા અને ભાવદયા વચ્ચેનો ભેદ : • ભાવદયા દ્રવ્યદયાને દીપાવે છે : • કર્મના નાશનો સુમાર નથી : • ધર્મક્રિયામાં અનુકંપાનો હિસ્સો : ડાહ્યો માણસ પરિણામનો વિચાર કરે : નાનામાં દોષો આવે તે મોટા ભાગે મોટાના કારણો : આપ ભલા તો જગ ભલા : . ભાવદયા સહવાસમાં આવનારને ધર્મ પમાડે : • સમ્યગુદૃષ્ટિની માન્યતા જ જુદી : • આજના લોકોની હાલત : • મુનિ શું સમજાવે ? • સ્વાશ્રયી જીવનનો મર્મ : . . • પૈસા કમાવાના રસ્તા મુનિ ન બતાવેઃ . • ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવે : - એક અગત્યનો ખુલાસો • દૂધ પાઈને સાંપ ન ઉછેરાય 0 ધાનો દશમન સાસે પણ મર્મ મિત્ર ખોટો : • ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છે : • ભરત મહારાજાની જાગૃતિ ઃ • એ અપમંગલ નથી પણ સુમંગલ છે : • દીક્ષા કે ધર્મ કોના માટે ? • પ્રેરણા વિના જાગો એવા તમે ખરા? • સૂત્રાનુસારી ભાષા કઈ ? • દાનાદિ પ્રભાવ શાનો ? • ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય ? • ધન તો ધર્મીનું ગુલામ છે : • જૈનકુળની ભાવના અને આચાર : • જેની કિંમત હોવી જોઈએ તેની અકિંમત કરી છે : Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 15:30 દ્રવ્યદયા અને ભાવદયા વચ્ચેનો ભેદ : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રવણજી હવે શ્રીસંઘરૂપ મેરૂ પર્વતમાં રહેલી જીવદયા રૂપી ગુફાઓનું વર્ણન કરે છે. એ ગુફાઓમાં તપમાં લીન એવા મુનિવરોનો વાસ છે, જેઓ કર્મરૂપી શત્રુનો નાશ કરવા સદા તત્પર રહે છે. કર્મનો જય કરવા ઉદ્દામ બનેલા એ તપસ્વી મુનિવરો કુમતવાદીઓ રૂપી હરણિયાઓ પ્રત્યે સિંહ જેવા છે. જૈનશાસનની એકએક કાર્યવાહીમાં, તેના એક-એક એનુષ્ઠાનમાં જીવદયા છે. એ જીવદયા બે પ્રકારની - દ્રવ્યદયા અને ભાવદયા. દ્રવ્યદયા તો જૈનેતરો પણ કરી શકે છે. દુઃખીને જોઈને દયા આવવી તે સહજ છે. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી ભાવદયા આવવી કઠિન છે. જેને પોતાના આત્માની ચિંતા હોય તેને જ ભાવદયા આવે. એ જેને ન હોય તેને ભાવદયા આવી શકતી નથી. જેને પોતાના આત્માની દયા ન હોય એને ન તો પારકાની ભાવદયા આવે, ન તો જ્ઞાની પ્રત્યે ભક્તિનાં પરિણામ આવે, ન તો એ સુપાત્રમાં વિધિપૂર્વક દાન દઈ શકે કે ન તો કુપાત્રનું પોષણ કરવાના પરિણામે લાગતા પાપથી બચી શકે. અન્યની વાસ્તવિક દયા એ ન કરી શકે, તેમજ ઉપકારીની સાચી ભક્તિ પણ એ ન કરી શકે. સુપાત્રદાનની પણ તેવી પરિસ્થિતિ એને ન હોય. એ જે કાંઈ કરે તે બધું ઓઘ રીતે કરે. ભાવદયા આવે ત્યાં આખી દશા ફરી જાય. ભાવદયા જેને આવે તે જ સાત ક્ષેત્રની ભક્તિ વાસ્તવિક રીતે કરી શકે. દુઃખીને દેખીને દયા આવે તે દ્રવ્યદયા અને ધર્મહીનને દેખીને દયા આવે તે ભાવદયા. ભૂખ્યા, તરસ્યા કે બીમાર આદિને જોઈને તો સૌ કોઈને દયા આવે. કોઈક જ મહાક્રૂર હોય તેને ન આવે. પરંતુ દ્રવ્યદયાની સફળતા ભાવદયાની છે. આપત્તિ શાથી આવે છે એ સમજાય ત્યારે દ્રવ્યદયા એ ભાવદયાનું કારણ બને છે. આપત્તિ પાપના યોગે થયેલા કર્મબંધના ઉદયે આવે છે ને ? ધર્મીને ભૂખ્યા, તરસ્યા કે રોગી કરતાં ધર્મહીનને જોઈને ઘણી દયા આવે. ત્યાં એનું હૃદય ખૂબ દ્રવે. એ ભાવદયાના અભાવે બધાં જ દુઃખ બેઠાં છે. સમ્યગુદષ્ટિ એટલે ભાવદયામય બનેલો આત્મા. સંસારને સાચા સ્વરૂપે ઓળખે અને એનાથી ડરે, પાપથી ડરે તેમજ મોક્ષને સદા ઝંખે એ સમ્યગુદૃષ્ટિ. એને ધર્મહીનની દયા ન આવે ? આવે જ.-સમ્યગુદૃષ્ટિને દ્રવ્યાનુકંપા તો હોય જ પણ દુઃખી સામે આવે ત્યારે પણ એના હૃદયમાં ભાવદયા તો કાયમ હોય. સઘળી દયા સ્વદયા માટે જ છે. બીજાની હિંસા ન કરવી તે પણ પોતાના આત્માની થતી હિંસાથી બચવા માટે છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ 1581 – ૨૬ : દ્રવ્યદયા... ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૩ ભાવદયા દ્રવ્યદયાને દીપાવે છે ભાવદયા એ દ્રવ્યદયાને દીપાવે છે. બીમાર પાસે ભાવદયાવાન જાય તો એ દરદીને શાંતિ આપે. એ એવી ઉત્તમ વાતો કરે કે દરદીમાં હિંમત પ્રગટે, હતાશા દૂર થાય, દુર્બાન અટકે, શુભધ્યાનમાં લીન થાય, અશુભ કર્મો ખપે અને શુભોદય પ્રગટ થાય, પરિણામે દરદીની ગતિ સુધરે, પરંતુ ત્યાં જો કેવળ દ્રવ્યદયાળુને બેસાડો તો ઊંધું વાળે. એ ત્યાં બેસીને એવી વાતો કરે કે પેલાને ચિંતાનો ભાર વધી જાય. “શરીર આટલું બધું લેવાઈ ગયું ? ફિક્કાશ તો બહુ આવી ગઈ છે, કોઈ મોટા ડૉક્ટરને બતાવો, આમ ગફલતમાં ન રહેશો,” આવી જાતજાતની વાતો કરી રવાના થાય. પોતે કરે કાંઈ નહિ ને ઊલટો દરદીને ઢીલો પાડતો જાય. પેલો બિચારો, દુર્ગાનમાં પડી વધારે રિબાયા કરે. મોટું ઓપરેશન કર્યા પછી દરદીની સેવામાં જેને તેને ન રખાય. એ એવા મજબૂત મનવાળો જોઈએ કે ડૉક્ટરે કહ્યા મુજબ જ દરેક સૂચનાઓનો કડકાઈથી અમલ કરે. ત્યાં મા-બાપને કે સ્નેહીને ન રખાય કે જેઓ પેલો બહુ બૂમો મારતો હોય તો લાગણીમાં આવી જઈને બે-પાંચ પાણીનાં ટીપાં પાઈ દે. એમાં તો દરદીનો જાન જોખમમાં મુકાઈ જાય. શરીરના રોગી માટે આટલી કાળજી તો આત્માના રોગી માટે કેટલી કાળજી જોઈએ ? આત્માના રોગી પાસે કાયદાનું મજબૂત પાલન કરનાર જ જોઈએ. નિષ્ણાત ચિકિત્સકો કદી દરદીની બૂમોથી ગભરાતા નથી. એ જાણે કે બૂમો પાડવી એ દરદીનો સ્વભાવ છે. જો એથી ચિકિત્સક પણ ગભરાઈ જાય તો યોગ્ય ચિકિત્સા એ ન કરી શકે અને ઉપચારો તો ફળે નહિ. જેમ શરીરના રોગ માટે જરા પણ ન મૂંઝાય એવા ચિકિત્સક જોઈએ તેમ આત્માના રોગ માટે પણ એવા જ ચિકિત્સક જોઈએ. કર્મના નાશનો સુમાર નથીઃ ભૂખ્યાને ખવડાવો અને તરસ્યાને પાણી પાઓ એટલે ભૂખ અને તૃષા મટે એ પ્રત્યક્ષ દેખાય છે. દરિદ્રીને રૂપિયો આપો એટલે એ રૂપિયાનો માલિક થયો, એ પણ પ્રત્યક્ષ દેખાય છે. એટલે જ આખી દુનિયા દ્રવ્યદયા તરફ ઘસડાઈ છે. દ્રવ્યદયા કરો છો તે છે ખરી, ખોટી નથી. પણ એમાં ભાવ ભળે તો એ સાચી રીતે ઉપકારક બને. જ્ઞાનીને દુઃખી કરતાં પણ ધર્મદીનની વધારે દયા આવે છે, વિષય કષાયમાં સડતા અને ખાનપાન તથા રંગરાગમાં ગબડતાની બહુ દયા આવે છે, કેમ કે, એના યોગે એ જીવો જે દુર્ગતિમાં ગબડવાના છે તે જ્ઞાનીઓ નજરે જોઈ રહ્યા છે. રોગ તો માત્ર શરીરને હાનિ કરે અને શરીર તો આખરે બાળી મૂકવાનું છે. પણ કર્મના નાશનો તો સુમાર નથી. જેનશાસનમાં Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1532 ભાવદયાની મુખ્યતા છે, તેમ છતાં દ્રવ્યદયાના પણ ત્યાં ધોધના ધોધ વહે છે. એ ધોધનો આ શરીરમાં વિરોધ નથી. અનુકંપામાં પાત્રાપાત્ર જોવાનું છે જ નહિ, કેમ કે સુપાત્રમાં તો ભક્તિ હોય, જ્યારે અનુકંપા અપાત્ર કે કુપાત્રમાં જ હોય. દ્રવ્યદયાની મના નથી, પણ હૃદયમાં ભાવદયા જીવતી જાગતી હોવી જોઈએ. પૂર્વના મહાશ્રાવકો એક મંદિર બાંધે અથવા પ્રતિષ્ઠા કરે, ત્યારે હજારો દીનદુઃખિયાને રાજી કરતા. આ પ્રસંગે જેને રાજી કરવામાં આવે તે આ મંદિરના રાગી થશે, એ જ એ પુણ્યવાનોની ઇચ્છા હતી. “આ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે ખોબે ખોબે અમને મળ્યું” એ ભાવના એ દીનજનોને થાય અને ફરી પણ “આવો પ્રસંગ જલદી આવે” એમ એ ઇચ્છે છે, અને એ રીતે પણ ભગવાનને રોજ યાદ કરે. ધર્મક્રિયામાં અનુકંપાનો હિસ્સોઃ દરેક સ્થળે અને દરેક કાળે મહાશ્રાવકો નાની ધર્મક્રિયામાં પણ અનુકંપાનો મોટો હિસ્સો રાખે, નહિ તો અજ્ઞાનો પામી શી રીતે ? એવાઓને પમાડવા માટે દ્રવ્યાનુકંપા એ મજબૂત સાધન છે. અનુકંપા વિનાની લુખ્ખી ધર્મક્રિયા ફળતી નથી, દીપતી નથી અને શોભતી પણ નથી. જે શ્રાવક દીનદુઃખીને જોઈને છતી શક્તિએ સહાય કર્યા વિના ચાલ્યો જાય, ત્યાં શાસ્ત્ર કહે છે કે એને ધર્મ પરિણમ્યો નથી. જ્યાં ભાવદયા છે ત્યાં દ્રવ્યયા હોય જ. ટુકડામાંથી પણ ટુકડો આપવાની એને મરજી થાય જ. ન અપાય તો. છેવટ આશ્વાસન પણ આપે અને તેય ન બને તો એનો પસ્તાવો કરે. ડાહ્યો માણસ પરિણામનો વિચાર કરે ભાવદયાની જેટલી કાર્યવાહી તે બધાની પાછળ જીવદયા બેઠી છે. સમ્યગુદૃષ્ટિ પરિણામ વિચાર્યા વિના એક પણ ક્રિયા ન કરે. ખાવા બેસે ત્યાં પણ વિચારે કે જો લોભાયા તો મર્યા. કહેવત છે કે વૈદ્ય ખાતાં પહેલાં દોઢ કલાક વિચારે અને જ્યોતિષી ઘર બહાર પગલું મૂકતાં પણ નક્ષત્ર જુએ. એમનાં માનસ એ રીતે ઘવાયેલાં જ હોય. ખાટી કેરીમાં સાકર નાંખી વૈદ્ય કદી નહિ ખાય, કેમ કે એ જાણે છે કે એથી આરોગ્યને નુકસાન છે. તમે સ્વાદના રસિયા છો એટલે એ ખાટી કેરીના રસમાં ખાંડ નાંખીને પણ તમે ખાધા વગર ન રહો. આરોગ્યના અર્થીને ત્યાં મોટે ભાગે દાળ શાકમાં પણ બહુ તેલ મસાલા નહિ નંખાય. અહીં સમજવાનો મુદ્દો એટલો જ છે કે ડાહ્યો માણસ પરિણામનો વિચાર કર્યા વગર કોઈ કામ નહિ કરે. દરેક વસ્તુનો ઉપભોગ કરતાં પહેલાં સમ્યગુદૃષ્ટિ ખૂબ વિચારે કેમ કે એ પણ આત્માના આરોગ્યનો અર્થી બની ગયો છે અને તેથી પોતે Page #416 -------------------------------------------------------------------------- ________________ 15a૩ – ૨૯ : દ્રવ્યદયા. ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૫ જ પોતાનો વૈદ્ય બની ગયો છે. પોતાની પ્રકૃતિને પોતે પરખી હોય છે. એટલે ભલે સર્વ વિરતિ નથી લેવાતી, ઇંદ્રિયોની આધીનતા નથી છૂટતી પણ એનો પસ્તાવો તો એ જરૂર કરે. જૈનશાસનમાં સંઘમાં ગણાવું અને અવિરતિની પ્રવૃત્તિ ખટકે નહિ એ નભે ? રોજ આ વાત વિચારો. એ વિચારવામાં તો તકલીફ નથી ને ? નાનામાં દોષો આવે તે મોટા ભાગે મોટાના કારણે : પાંચ હજાર ખર્ચીને સ્વામીવાત્સલ્ય કરે અને પાંચ ભિખારીને ધક્કા મારીને કાઢે એ કેવું ? એ પાંચને મીઠાઈના ટુકડા આપો તો કેવા ગુણ ગાય ? અને તમને કલ્પતરુ જેવા માને, પણ એટલી ઉદારતા કેળવાતી નથી. નસીબજોગે કાર્યવાહકો પણ તમને એવા જ મળે છે. કરનારા ઉદાર હોય પણ કાર્યવાહકો જ એવા મળે કે જે અપજશ અપાવ્યા વિના ન રહે. સભાઃ “ભિખારીમાં પણ એવા કજાત હોય છે કે આપો તોય વાંકું બોલે.” એ વાંકું બોલનારા કજાતને વાંકું બોલવાનું કારણ જો સુજાત ન આપે તો મોટે ભાગે વાંકું નહિ બોલે. બધા કજાત હોય છે એવું નથી. હજારમાં પાંચપચીસ એવા પણ નીકળે તો તેની ઉપેક્ષા કરવી. ભાવદયા રોમ રોમ પરિણમી હોય તો દ્રવ્યાનુકંપા ખૂબ ખીલે. આં તો કદી ભિખારીને આપે તોય પાંચ-દશ કડવાં વેણ કે બે-પાંચ ગાળો સંભળાવીને આપે અને ત્યારે જ એને સંતોષ થાય. આ કેવું કહેવાય? કસોટી અહીં જ છે. જેમ દુઃખી ચીડિયા થાય તેમ દીનજનો પણ ચીડિયા અને લાલચુ થઈ જાય. એ સમજે છે કે ઘણું માગ્યા કરીશું ત્યારે સામો કંટાળશે અને ત્યારે માંડ-માંડ અહીંથી કાઢી મૂકવા ટુકડો આપશે. આવી હાલતમાં પોતાના આત્માને મૂકીને વિચારશો તો એની પરિસ્થિતિ અને તમારી ફરજ આપોઆપ સમજાશે. જ્યારે શ્રીમંતો ઊંચી કોટીના હતા ત્યારે ભિખારીઓ પણ એવા હતા. નાનામાં દોષો આવે છે તે મોટા ભાગે મોટાના કારણે આવે છે. શ્રીમંત કૃપણ બને ત્યારે ભિખારીઓ કોલાહલ મચાવે એ કાયદો છે. આપવાની શક્તિવાળા કૃપણ બને તો પછી ભિખારીઓને આપે કોણ ? સારામાં જેમ જેમ ઉત્તમતા આવે તેમ તેમ અધમમાં પણ ઉત્તમતા આવે. આપ ભલા તો જગ ભલાઃ થોડા સમય પહેલાંનો જ બનાવ છે. એક ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો. ઘણા ગરીબ લોકો તેમાં સપડાયા અને મરવા લાગ્યા. એક ઉદાર દિલના શેઠે છૂટે હાથે દરેકને મદદ કરવા માંડી. તે વખતે બન્યું એવું કે એક Page #417 -------------------------------------------------------------------------- ________________ 1584 ૩૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નામચીન ચોરનું આખું કુટુંબ રોગચાળામાં ફસાયું. એ હતો ચો૨નો સરદાર એટલે એને મદદ કોણ કરે ? એને કોઈએ કહ્યું કે ‘પેલા શેઠ પાસે જાં, એ તને મદદ ક૨શે.’ એ ચોર પણ કુટુંબને બચાવવા શેઠ પાસે ગયો અને મદદ માટે આજીજી કરી. શેઠે પણ એને તરત બધી જોઈતી મદદ આપી અને કહ્યું કે કુટુંબની બરાબર દવા વગેરે કર, આ પૈસા પાછા લેવાના નથી. શેઠની મદદથી ચોરનું કુટુંબ બચી ગયું. વખત જતાં વાર લાગતી નથી. રોગચાળો ગયો અને વાત વિસારે પડી. સૌ પોતપોતાના કામે લાગી ગયા. ચોર પણ એના ધંધે લાગ્યો. એક વખત શેઠ દીકરાની વહુને લઈને ૨થમાં ૫૨ગામ જતા હતા ત્યાં માર્ગમાં જંગલમાં પહોંચ્યા ને ચોરની ધાડ પડી. રથમાંથી મોઢું બહાર કાઢી શેઠે પૂછ્યું કે, ‘કોણ છે ?’ ચોરના સરદારે શેઠના શબ્દ સાંભળ્યા ને તરત આગળ આવ્યો. પોતાના ઉપકારી શેઠને જોઈને સાથીદારોને કહ્યું કે, ‘અરે ! આ તો આપણા મહેમાન છે. એમને ન લૂંટાય.' શેઠની મહેમાનગતિ કરી આખે માર્ગે ચોકી કરી શેઠને સહીસલામત ઘર સુધી પહોંચાડ્યા. શેઠે સારાપણું રાખ્યું તો ચોરે પણ લાયકાત બતાવી. દુનિયામાં પણ કહેવત છે કે ‘આપ ભલા તો જગ ભલા.’ ભાવદયા સહવાસમાં આવનારને ધર્મ પમાડે સારામાં જો સારા વિચાર ન આવે તો અધમમાં તો ક્યાંથી આવે ? અધમ તો અધમ છે જ. અધમ છે માટે અધમ ભાષા પણ બોલે, પરંતુ સારો માણસ સારાપણામાં રહે તો પેલો જરૂર પસ્તાય. તદ્દન હીણકર્મીની વાત જુદી. ભાવદયા એવી છે કે એના સહવાસમાં જે આવે તેને ધર્મ પમાડે. હઠીલા અને કદાગ્રહી ન પામે તે વાત જુદી. એવા પણ જીવો પડ્યા છે કે એના ઉ૫૨ સજ્જન માણસ દયા કરે તો એ એને ડરપોક માને. કોઈ શ્રીમાન પાંચ આપે તો કહેશે કે ‘પાંચ જ આપ્યા’, દશ આપે તો કહેશે કે, ‘ઠીક હવે ! દશ આપ્યા એમાં શી નવાઈ કરી ?’ અને કદાપિ પેલો પંદર આપે તો કહેશે કે, ‘આપ્યા તો શું થઈ ગયું ? એમાં કયો મોટો ઈડરિયો ગઢ જીતી લીધો ?' આમ જેને કોઈ પણ વાતમાં કોઈના ગુણ જોવા જ નથી એ અકર્મીઓની વાત જવા દો, બાકી સામાન્ય રીતે બધા કાંઈ એવા નથી હોતા. એવા પણ છે કે જે થોડું આપે તોય સંતોષ પામે અને કદાચ ન આપે તોય કહેશે કે ‘ભલે ન આપે. અમારે તેમની પાસેથી કાંઈ જોઈતું નથી, પણ એમનાં દર્શન તો કરવાં જ છે,’ એક શ્રીમંત શેઠિયાના ઘરની સ્થિતિ પલટાઈ ત્યારે એના ઘરની સ્ત્રીઓએ ભિખારીઓને જણાવ્યું કે, ‘જુઓ ! હવે પહેલાંની જેમ નહિ આપી શકાય. પણ તમે આવજો Page #418 -------------------------------------------------------------------------- ________________ 1585 – ૨૬ઃ દ્રવ્યદયા.. ભાવદયા.... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૭ જરૂ૨, જે હશે તે આપીશું.” પેલા ભિખારીઓ પણ કેવા ? એ કહે છે કે નહિ આપો તો ચાલશે પણ આપનાં દર્શન કરવા તો આવશે જ.” આ હમણાંનો જ બનેલો બનાવ છે, કોઈ જૂના કાળની વાત નથી. સમ્યગદષ્ટિની માન્યતા જ જુદી : ભાવદયા જો જીવનમાં પરિણમે તો તેને આનંદ જુદો જ આવે. સમ્યગુદૃષ્ટિની માન્યતા જ જગતના જીવો કરતાં જુદી. એની વિચારણા ઊંચી હોય. પોતાને ગાળ દેનારને એ કર્માધીન માને છે અને સામા જીવના સ્વરૂપને વિચારી પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલું જ નહિ પણ ઉપરથી એ એની દયા ચિંતવે અને વિચારે કે, “એ બિચારો પાપથી તો મરી જ રહ્યો છે તો હવે એ મરેલાને મારવાથી શું ?” ભાવદયાળુ કદી કોઈને અન્યાય ન કરે, એની શક્તિ કદી ઉન્માર્ગે ન જાય. મળેલી શક્તિનો એ કદી દુરુપયોગ ન કરે, કેમ કે શ્રી જિનેશ્વરદેવના આગમોની વાસના એના હૈયામાં ભરી છે. ભાવદયા જાગ્યા વિના સુપાત્રની ભક્તિ પણ સમ્યક્ પ્રકારે થતી નથી. આજના લોકોની હાલત? આજના લોકોની હાલત જ જુદી છે. એ તો કહે છે કે, “જૈન ધર્મે દુનિયા ઉપર ઉપકાર શું કર્યો ? જૈન સાધુઓ લોકોનું શું ભલું કરે છે ? એમની પાસે તો જ્યારે જાઓ ત્યારે “સંસાર અસારની પોક મૂકે, બે કડવા શબ્દો સંભળાવે, ઉપાશ્રયની ચાર દીવાલ વચ્ચે પડ્યાં રહે અને વાણિયાના મફતનાં માલપાણી ઉડાવે, બાકી કરે શું ? જ્યારે જુઓ ત્યારે નવરા પડ્યા હોય.” આ બધા આજના કેવળ દ્રવ્યદયાળુઓના વિચારો, આગળ વધીને એ તો ત્યાં સુધી પણ કહે છે કે સાધુઓને કોઈ માંદા પાસે બોલાવો તો નવકાર સંભળાવે અને પચ્ચકખાણની વાત કરે; પણ નહિ કોઈ વૈદ્ય ડૉક્ટરની વાત કે નહિ કોઈ દાવાદારૂની. વાત. લોકકલ્યાણની તો કોઈ વાત જ એમની પાસે નથી.” આવી વાતો કરનારા એ બિચારા ભાવદયાના સ્વરૂપને સમજતા જ નથી. સભાઃ “સાધુ નિર્ધામણા કરાવવા જાય ?' હા, જરૂર જાય. સભાઃ “વગર બોલાવ્યું પણ જાય ?' યોગ્ય લાગે તો વગર બોલાવ્યું પણ જાય. કોઈ ધર્માત્મા હોય ને બોલાવી ન શકે તેવા સંયોગોમાં હોય તો વગર બોલાવ્યું પણ જાય. રોજ સમાધિ આપે ને જરૂર પડે તો કલાક બેસે પણ ખરા. એક અશ્વને પ્રતિબોધ કરવા ભગવાન શ્રી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1535 મુનિસુવ્રતસ્વામી એક રાતમાં સાઠ યોજના ગયા હતા. નિર્ધામણા કરાવવા જવાય પણ પાછી બીજી કોઈ લપ્પનછપ્પનમાં ન પડાય. મુનિ શું સમજાવે ? સાધુ તો એમ જ સમજાવે કે, “રોગ તો ભલભલાને આવે, અમને ને તમને બેયને આવે, કર્મ કોઈને છોડતું નથી, તું દવા કરે છે તેનો ઇન્કાર નથી પણ કોઈ - એવો ઉપચાર ન કરતો કે જેથી પાપની ખરીદી થાય અને દુર્ગતિમાં જવું પડે.” દરદી કહે કે, “પણ સાહેબ ! રાત્રે પાણી વિના ચાલતું નથી.” ત્યારે સાધુ કહે કે, “ભાઈ ! તું જ કહે છે કે હવે મોત નજીક છે. એ જ્યારે આવશે ત્યારે આખું જીવન જશે તોય ચલાવવું પડશે તો હમણાં એક પાણી વિના કેમ ન ચાલે ? એક રાત પાણી વિના ન રહી શકાય ?” • • દરદી કહે કે, “સાહેબ ! પણ સહન થતું નથી.” સાધુ સમજાવે કે, “ભાઈ ! સમતા રાખી સહન કર, જો નરકાદિમાં ઘસડાઈ ગયા તો તપાવેલા તાંબાના રસ પીવા પડશે ત્યાં શું થશે ? પાણીની તૃષા સહેવી એ તો સ્વાધીન વાત છે પણ નરક તિર્યંચ ગતિમાં ભૂખ તરસ પરાધીનતાએ વેઠવાનાં છે અને પારાવાર પીડા ભોગવ્યા વિના ત્યાં છૂટકો થવાનો નથી. સ્વાધીનપણે તકલીફ ભોગવવાની શક્તિ છતાં પણ ભોગવનારા અજ્ઞાન છે. આ લોકમાં સારું સારું ખાવાનું મળે, મેવા મીઠાઈના થાળ ભર્યા હોય છતાં એ કાંઈ નહિ ખાતાં ઉપવાસ કરે તે તપ કહેવાય અને નારકીમાં કાયમ ભૂખે મરવાનું છે છતાં એ તપ ન કહેવાય. સભાઃ “નિર્ધામણાનો અર્થ શો ?' સામા આત્માને દ્રવ્યપ્રાણની અસારતા સમજાવી એની દૃષ્ટિ ભાવપ્રાણ તરફ ખેંચવી અને એને એમાં લીન કરવો તેનું નામ નિર્ધામણા. આવી નિર્ધામણા કરાવવા સાધુ જરૂર જાય. પણ “તને કેમ છે ? આ શું થઈ ગયું ? શરીર બહુ લેવાઈ ગયું છે ! ફલાણા વૈદ્ય કે ડોક્ટરની દવા કરો !” આવી આવી વાતો કરવા સાધુ ન જાય. આત્માની દવા કરે તે સાધુ અને શરીરની દવા કરે તે ડૉક્ટર. સભાઃ ડૉક્ટરો જેમ વધારે હોય તેમ સારું ને ?' - શરીરના પ્રેમી જીવો ડૉક્ટરો વધારે હોય એમ ઇચ્છે ને આત્માના પ્રેમી જીવો સાધુઓ વધારે હોય તેમ ઇચ્છે છે. જ્યાં સુધી ભાવરોગ જશે નહિ ત્યાં સુધી દ્રવ્યરોગ કોઈ કાળે નાબૂદ થવાના નથી. આજે જેમ જેમ ડૉક્ટરો વધતા જાય છે તેમ તેમ રોગો પણ વધતા જાય છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ 1587 ૨૬ : દ્રવ્યદયા... ભાવદયા... નિર્યામણા તથા ઉદારતા -106- ૩૯૯ સ્વાશ્રયી જીવનનો મર્મ : સભા ઃ ડૉક્ટર ઘરનો હોય તો બીજા પર આધાર રાખવો ન પડે ને ?’ એમ બીજા પર આધાર ન રાખવો હોય તો ઘાંચી, મોચી, ચમાર, લુહાર, સુતાર બધું જાતે જ બનવું પડશે. ઘરના વાડામાં કૂવો રાખી ખેતી જાતે કરવી પડશે. જાજરૂ પણ જાતે જ સાફ કરવું પડશે અને મર્યા પછી કોઈની સહાય ન લેવી પડે માટે શરીરને અગ્નિદાહ દેવાની તૈયારી પણ જાતે જ કરી રાખવી પડશે. આજે સ્વાશ્રયી બનવાની વાતનો એક મેનીયા ચાલ્યો છે પણ તેમાં વિવેક ચુકાયો છે. દરેક વસ્તુ પોતપોતાની ભૂમિકા પ્રમાણે થાય. બધાં કામ દરેકથી થાય એવું નથી બનતું, અને બધાં કામ દરેકે જાતે જ કરવાં જોઈએ એમ માનવું એમાં વિવેકનો અભાવ છે. ઘણાં કામ એવાં છે કે જે જાતે કર્યા કે કરાવ્યા વગર ચાલે તેમ હોય તો એ પંચાતમાં ન પડવું એ જ હિતકર છે. સભા ‘કરણ, કરાવણ ને અનુમોદનનાં ફળ સરખાં કહ્યાં છે ને ?’ એવું એકાંતે નહિ . પાપ કરવું અને કરાવવું એમાં લાખો ગાડાંનું અંતર છે. કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેનાં ફળ સરખાં કહ્યાં. પણ તે ત્યાં કે જ્યાં ત્રણેના પરિણામની ધારા એકસરખી બનતી હોય, પરંતુ એ ક્વચિત્ બને છે. બલભદ્રમુનિ એ પાત્ર છે, વહેરાવનાર રથકાર એ દાતાર છે અને મુનિને ત્યાં ખેંચી લાવનાર મૃગલો અનુમોદનાર છે. એ ત્રણેના પરિણામની ધારા એકસરખી થઈ છે. પણ આવાં દૃષ્ટાંત કોઈક જ. જો એમ દરેક વખતે સરખું માનીએ તો તો શ્રી જિનેશ્વરદેવ તેવા પ્રકા૨ની ક્રિયા કરીને તીર્થંકર થયા તો આપણે તેમની અનુમોદનાથી તીર્થંકર થઈએ, પણ એમ બનતું નથી. એક જણ સંઘ કાઢે ને બીજો અનુમોદના કરી સંઘ કાઢવાનો લાભ મેળવી જાય એમ ? તીવ્ર પરિણામની ધારા હોય તો ક૨ના૨ રહી જાય અને અનુમોદનાર પામી જાય એ વાત જુદી પણ્ સામાન્ય નિયમ એવો કે કરનારને વધારે લાભ અને કરાવનારને ઓછો. એ રીતે પાપમાં પણ એમ જ સમજવું. જાતે પાપ કરનારનાં પરિણામ અતિ નિર્ધ્વસ છે, જ્યારે કરાવનારનાં પરિણામ એવાં નિસ નથી હોતાં. એક ક્રિયા રોજ થાય અને કોઈક વાર થાય એમાં પણ પરિણામમાં ઘણો ભેદ છે. બનેલી ચીજોના ઉપયોગમાં અને જાતે બનાવવામાં પરિણામની ધારામાં બહુ અંતર છે. કર્માદાનના નિયમવાળાને રોટલી ખાવાથી ખેતીના ધંધાનું પાપ લાગતું નથી, ત્યાં નિયમભંગ થતો નથી. બે જણ જમવા બેસે તેમાં એક જણ મૂંગો મૂંગો ખાઈ લે અને બીજો ખાતો જાય ને વખાણ કરતો જાય કે ‘આ તો ભાલના ઘઉંની રોટલી લાગે છે, ભાલની જમીન બહુ સારી, Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1590 ત્યાંના ઘઉંની મીઠાશ જ જુદી, ખાવા જેવા તો એ જ ઘઉં.” આવું બોલનારો તમામ પાપ બાંધે. બજારમાં શાકભાજી લેવા જનારો સડેલું ન હોય તે જુએ પણ ક્યાં પાડ્યું અને કેવી રીતે પાક્યું વગેરે વિગતમાં ન ઊતરે. ઊતરે તો એ પ્રકારનાં પાપ બાંધે. અનાજ સડેલું ન જોઈએ ને વસ્ત્ર ફાટે તેવું ન જોઈએ એટલે કે ટકાઉ જોઈએ, બસ આટલું જ જુએ અને બીજી પંચાતમાં ન પડે તે અનેક પાપથી બચી જાય. સભાઃ “અંશે તો કર્માદાન લાગે ને ? ના, અંશેય ન લાગે, કેમ કે એની એ વૃત્તિ જ નથી.. ગૃહસ્થને “દુવિહં તિવિહેણનું અને મુનિને ‘તિવિહં તિવિહેણના પચ્ચકખાણ છે. અહીં મુદ્દો એ છે કે “દુવિહં તિવિહેણના પચ્ચકખાણવાળાને અનુમોદના ખુલ્લી છે એટલે તે દોષ બેઠો છે પણ ત્યાં નિયમભંગ નથી. સંવાસાનુમતિ શ્રાવકને તો એમાંયે બહુ અલ્પ બંધ હોય. જેટલે અંશે નિયમ નથી તેટલે અંશે દોષ લાગે. સાધુને તો “તિવિહં તિવિહેણ પચ્ચખાણ છે એટલે એને દોષ ન લાગે. ભાવ અનુકંપા કેળવ્યા વિના કદી પરિણામ ટકતાં નથી. સભાઃ “સમ્યગદૃષ્ટિને કોઈ પૂછે કે રસોઈ કેવી બની છે ? તો શું કહે ?” તેનો યોગ્ય જવાબ આપે. ઘરમાં રહ્યો છે માટે સામાને ઉપયોગ આપવા, માત્ર હોય તેવી વાત જણાવે પણ પછી ગુણદોષ ગાવામાં ન પડે. બોલવા બોલવામાંયે ભેદ પડે છે ને ? એમ કહે ખારી, છે અને બીજો મોઢું બગાડી ખા.આ...આ.રી' છે એમ લંબાવીને બોલે. સમ્યગુદૃષ્ટિની ઇંદ્રિયો તેજ ના હોય એવું નહિ. સ્વાદને તો એ તરત પરખે પણ પરખવું અને એમાં ભળી જવું એ બે વાતમાં અંતર છે. જમતી વખતે ભોજનના સ્વાદમાં એ કદી પોતાના આત્માને ન ભૂલે. એક જ ભોજન એક જ સમયે સાથે બેસી બે જણા કરે. એમાં એક કર્મ બાંધે અને બીજો કર્મ છોડે. કારણ કે પહેલો અજ્ઞાની છે અને બીજો સમ્યગુદૃષ્ટિ જ્ઞાની છે, માટે જ કહ્યું છે કે : “જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કઠિન કર્મ કરે છે.' ખાતે પોતે પણ કર્મક્ષય થાય ખરો. પણ ખાતે પોતે જે મોજ માને એને તો ન જ થાય. સભાઃ “સ્વાશ્રયી જીવનનો સાચો અર્થ શું ?' કશા દુન્યવી પદાર્થ માત્રમાં ન લેવાયું . ત્યાગવૃત્તિથી દુનિયાનાં ઓછામાં ઓછાં સાધનોથી નિભાવવું તે. Page #422 -------------------------------------------------------------------------- ________________ 158૭ – ૨૬ દ્રવ્યદયા.. ભાવદયા.. નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૧ પૈસા કમાવાના રસ્તા મુનિ ન બતાવેઃ આજના લોકોને તો એમ જ થઈ ગયું છે કે, “આ સાધુઓ લોકોનું શું ભલું કરી શકે ?” કોઈ દુઃખી આવે તો એ તો એક જ વાત કહે છે કે “ભાઈ ! તારો અશુભોદય છે, એ ટાળવા પરમાત્માની આજ્ઞાનું આરાધન કર, મમતાને ઓછી કર, રાગ દ્વેષને મંદ બનાવ, વિષય કષાયને વીસરી જા, સંતોષી થા વગેરે.” પેલો પૂછે કે, “આ સિવાય બીજું કાંઈ ખરું ?' તો હવે મુનિ બીજું બતાવે ક્યાંથી ? પૈસા કમાવાના રસ્તા મુનિને કોઈ પૂછે તો તે મુનિ પાસે ક્યાંથી મળે ? ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવેઃ ભાવદયાને ખીલવવાની વાતો દ્રવ્યદયાના હિમાયતીઓને બહુ ગમતી નથી. બાકી ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવે છે. ભાવદયાના સ્વામી શ્રી જિનેશ્વરદેવો જ્યાં ભિક્ષા લે છે ત્યાં સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે. જ્યાં ભાવદયા છે ત્યાં દ્રવ્ય ખેંચાઈને આવવાનું જ. આત્મા ભાવદયામય બનવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવોની દયા અનુપમેય છે. પોતાના આત્માની એવા પ્રકારની દયા કે જેમાં અનંતા જીવોની દયા થાય છે ભાવદયા છે. મુનિને ચૌદ રાજલોકમાં અમારી પડહ વગડાવનારા કહ્યા છે. શ્રાવક તો ગામમાં વગડાવે, રાજા દેશમાં વગડાવે જ્યારે મુનિ તો ચૌદ રાજલોકમાં વગડાવે. અનંતા જીવો માટે અમારી પડહ વાગે એવું મુનિનું જીવન છે. સ્વયં વિરતિધર અને બીજાને વિરતિ પમાડવાનો પ્રયત્ન કરનારા એ જ સાચા દયાળુઓ છે. એક અગત્યનો ખુલાસો અહીં એક વાત બરાબર સમજી લો. તમે ગૃહસ્થ છો. આ ભાવદયાની વાતના બહાના હેઠળ દ્રવ્યદયા કરતા હો તે માંડી ન વાળતા. દ્રવ્ય અનુકંપા એ તો ભાવદયાના મૂળમાં સિંચન છે. શ્રાવક દ્રવ્યદયા વિનાનો હોય જ નહિ. એના ઘેર આશાએ આવેલો કોઈ ખાલી હાથે પાછો જાય જ નહિ. સુકાઈ ગયેલી નદીમાં પણ ખોદવાથી પાણી મળ્યા વિના રહેતું નથી, તેમ સામાન્ય સ્થિતિના શ્રાવકને ત્યાંથી પણ ટુકડો તો મળે જ. શ્રાવકની એવી ખ્યાતિ હોય જ. પોતાને માટે ચાર જ રોટલી હોય તો પણ આવનારને એમાંથી એક તો આપે જ. કોઈને ના કહેતાં શ્રાવક મૂંઝાય. સભાઃ ગઈ કાલે કુસાધુને ભિક્ષા અંગે જે વાત કરી ત્યાં આ વાતથી બાધ નહિ આવે ?' કારીગર એનું નામ કે જે કોઈ પણ વસ્તુને ઉપયોગમાં લે, પણ તે વસ્તુ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ વસ્તુ હોવી જોઈએ, ઉપયોગમાં આવે એવી હોવી જોઈએ. પણ જે ઉપયોગમાં આવે એવી જ ન હોય, તદ્દન નકામી હોય તો એને માટે એ વ્યર્થ મહેનત ન કરે. લાકડાંનો આગળનો અને પાછળનો ભાગ ઉપયોગમાં લે. છોડાં પડે એ પણ ઉપયોગમાં લઈ લે પણ ગાંઠ આવે એને પણ શું કરે ? એ ગાંઠ પર ઓજારો ચલાવી પોતાનાં ઓજારો બુઠ્ઠાં કરવાની બેવકૂફી કારીગર કદી ન કરે. એ ગાંઠ કાં તો મડદાં બાળવામાં, કાં તો હોળીમાં હોમવામાં અને લગ્નાદિના મોટા જમણવાર પ્રસંગે ચૂલામાં બાળવામાં કામમાં લે. 1590 દૂધ પાઈને સાપ ના ઉછેરાય દયા ગમે તેવી હોય પણ એ પાત્ર જ એવું હોય કે જે ધ્યાના સ્વરૂપને ઊલટી રીતે પરિણામમાં લાવે તો ! સાપને દૂધ પાવાથી જીવન આપનારું દૂધ પણ ઝેર બને છે. કેમ કે સાપનો સ્વભાવ જ એવો છે. માટે તો કહેવત પડી કે ‘દૂધ પાઈને સાપ ન ઉછેરાય.’ નિનાવો, ઉત્સૂત્રભાષીઓ, ઉન્માર્ગદેશકો એ બધા માર્ગના નાશક છે. એ સુપાત્ર નથી, પાત્ર નથી પણ કુપાત્ર છે. જેમને માર્ગ પ્રત્યે ભક્તિ નથી, માર્ગના જ જેઓ નાશક છે તેમને સુપાત્ર બુદ્ધિએ દાન હોય ? એમને આપેલું દાન માર્ગનાશમાં સહાયક બને. માટે ત્યાં બરાબર વિવેક કરવાનો છે. સ્નેહીને, સંબંધીને, અતિથિને આમંત્રણ કરીને ઘર બતાવાય, દીન આદિને પણ દયાભાવે ઘર બતાવાય પણ ચોરને કદી ઘર ન બતાવાય. માણસ તો બધાય છે. ચોર પણ માણસ છે, જનાવર નથી, પણ એને ઘર બતાવવાની મૂર્ખાઈ ન કરાય. એ પૂછે તોય પૂર્વમાં ઘર હોય ને પશ્ચિમ ભણી નજર કરાય. જો ભૂલેચૂકે ઘર બતાવ્યું તો ક્યારેક અર્ધી રાતે આવવાનો ને લૂંટ કરીને ભાગવાનો. જરૂર પડે તો ઘા પણ કરી નાંખે એવો ભયં ત્યાં રહ્યો છે. દાનો દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખોટો : દુનિયાને સાપનો વિરોધ નથી. પણ સાપના ઝેરનો વિરોધ છે, તેમ આપણને પણ કોઈ વ્યક્તિ પ્રત્યે વેર વિરોધ નથી, પણ ઉત્સૂત્ર ભાષણનો વિરોધ છે. ઉત્સૂત્રભાષી પોતાનું બગાડીને બીજા અનેકનું બગાડે એવા છે. અગ્નિ જો તેના સ્થાને સળગે તો હરકત નહિ પણ જ્યાં ત્યાં ન સળગાવાય. દરેક ઘ૨માં અગ્નિ ખરો પણ તે ચૂલામાં કે દીવાની વાટમાં, પણ તિજોરીમાં હોય ? જેમ અગ્નિ વિના જિવાય નહિ તેમ જ્યાં ત્યાં અગ્નિ સળગવા માંડે તો પણ જિવાય નહિ. અગ્નિની જરૂ૨ ખરી પણ તે તેના સ્થાને, બધે નહિ. એ રીતે પાત્રમાં દાન જરૂરી પણ તે પાત્ર હોય તો. છેવટે અનુકંપાપાત્ર હોય, અરે કુપાત્ર છતાં અનુકંપા યોગ્ય હોય તો પણ ઠીક પણ એ કુપાત્ર સુપાત્રનું વૈરી Page #424 -------------------------------------------------------------------------- ________________ 1591 – ૨૬ઃ દ્રવ્યદયા.. ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૩ હોય તો પછી એના પ્રત્યે વર્તાવ જુદો જ હોય. દુનિયા કહે છે કે સ્વજનને જમાડાય. પરજનને જમાડાય અને દુશ્મન પણ દાનો હોય તો તેને પણ જમાડાય. પણ જેને માટે ખાતરી હોય કે આ જમીને પણ નખ્ખોદ કાઢવાનો છે તો એવા મૂર્ખ મિત્રને પણ નિમંત્રણ ન કરાય. કહેવત છે કે, “દાનો દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખોટો.' દાનો દુશમન મરતાંયે કોઈનું ભૂંડું ન કરે. ભલે અમુક બાબતમાં વાંધો પડી જવાથી દુશ્મનાવટ થઈ હોય પણ તેથી સામાના ભંડાની એને ભાવના ન થાય. વિરોધીનું એ ભૂંડું ન ઇચ્છે. વિરોધીનું ભૂંડું કરવા એ કદી લુચ્ચાઓની જમાતમાં ન ભળે. ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છેઃ ભાવ અનુકંપાને બરાબર સમજો. ભાવ અનુકંપાના ઘાતકની સેવાની ના પાડી છે. એનો સહવાસ પણ ન કરાય. ભાવ અનુકંપાના પોષક હોય એની સેવા-ભક્તિ બધું કરાય, એને તો ભેટાય પણ ખરું. ભાવ અનુકંપા ન જાણતા હોય પણ તટસ્થ હોય એવાની પણ યોગ્ય સેવા કરી લઈએ. પણ ભાવ અનુકંપાના ઘાતક હોય એવાની દયા, સેવા કે સહવાસ ન જ કરાય. ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છે. ભરત મહારાજાની જાગૃતિઃ * * * દરદીને ઔષધ વિના ચાલતું નથી તો ત્યાં શાસ્ત્ર મના ન કરી પણ એને જો નવકાર સંભળાવવા જાય ને ત્યાં કોઈ એમ કહે કે, “હવે અત્યારે નવકાર શા ? એને બિચારાને જંપવા દો ને !” તો શાસ્ત્ર કહે છે કે એ ઊડ્યો. સારી ચીજ ચોવીસે કલાક કાને પડે તો સારું કે છેલ્લે જ રાખવી છે ? ભરત મહારાજાએ સાધર્મિકોને કહ્યું હતું કે, “તમે જિંદગીભર અહીં રહો, મારે ત્યાં જમો, આરંભ સમારંભ ન કરો, નિરંતર ધર્મધ્યાન કરો, પણ મને રોજ એટલું યાદ કરાવો કે.., નિત મવાન, વર્ધત મ, તસ્મ ના નામ ન!' અર્થ : “હે રાજન તું (કર્મસત્તાથી) જિતાઈ રહ્યો છે, (કર્મશત્રુઓનો) ભય તારા માથે વધી રહ્યો છે માટે (કોઈ પણ જીવને અને તારા આત્માને પણ) હણ નહિ, હણ નહિ.” “હે રાજન્ ! જગત કહે છે કે તું પખંડવિજેતા છે. પણ ખરેખર તો તું રાગાદિ આંતરશત્રુઓથી જિતાઈ ગયો છું. જગત માને છે કે તું નિર્ભય છે. પણ ખરેખર તો તારા માથે કર્મશત્રુઓનો ભય વધી રહ્યો છે, માટે હે રાજનું ! Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1592 તું મહારંભ ને મહાપરિગ્રહમાં પડી જીવોને હણ નહિ અને વિષય કષાયને આધીન થઈ તારા ભાવપ્રાણોને પણ હણ નહિ.” ભરત મહારાજાએ પોતાને જાગૃત રાખવા આવા સાધર્મિકો રાખ્યા હતા. તમે કોઈ આવા ચોકિયાતો તમારી આજુબાજુ રાખ્યા છે ? એ અપમંગલ નથી પણ સુમંગલ છે? આજના સમયધર્મીઓ તો કહે છે કે મોજશોખમાં પડેલાને નવકાર સંભળાવવા તે અસમયોચિત છે. હું તો પાટે બેસીને પહેલાં જ એ તમને સંભળાવું છું. અહીં આવનારા તો બધા સાજાતાજા જ આવે છે ને ? તોયે એમને નવકાર સંભળાવું છું. કેમ ? કારણ કે સારી વાત તો કોઈ પણ સમયે થાય. લગ્નમંડપમાં આવેલો ધર્મી શેઠિયો એમ કહે કે, “આવો લગ્નમંડપ છોડીને બીજે જ દિવસે જંબુકુમાર ચાલી નીકળ્યા હતા તો એમાં હરક્ત ખરી ? ધર્માને તો એ સાંભળીને મીઠું જ લાગે, એને કદી ખોટું ન લાગે. સમ્યગુદૃષ્ટિ મા-બાપ તો ઘોડે ચઢીને પરણવા જતા દીકરાને કહે કે, “દીકરા ! હજી પણ સમજાય તો પાછા ફરવા જેવું છે. આ કાંઈ અપમંગલ નથી પણ સુમંગલ છે. દીક્ષા કે ધર્મ કોના માટે ? સાચો ગુરુ મરતાંને પણ “સંસાર અસાર' કહે અને જીવતાને પણ એમ જ કહે. સાધુની ભાષા એક જ. પોતે જન્મે એટલે કે સાધુ થાય ત્યાંથી મેરે ત્યાં સુધી એક જ વાત કરે કે “સંસાર ખોટો, મોક્ષ સાચો, ધર્મ સાધન, મોક્ષ સાધ્ય, બધું મૂકવાનું અને આ ઓઘો લેવાનો.” પોતાની પાસે આવનાર નાનું બાળક હોય, યુવાન હોય કે પથારીમાં મરવા પડેલો સો વરસનો ડોસો હોય, એ બધાને એક જ વાત સંભળાવવાની: પાટે બેસીને જે એમ કહે કે, “તમે તો ગૃહસ્થ છો માટે વેપાર ધંધા કરો, ખાઓ પીઓ અને અવસરે ધર્મ કરી લો તો વાંધો નહિ” - આવું બોલનારને શાસ્ત્ર ભાવાનુકંપાના ઘાતક કહે છે. આજનો સમયધર્મ શું કહે છે ? “બાળકની તો રમવાની વય છે, યુવાનીમાં તો વિકાર જાગે માટે એ ભોગ ભોગવવાની વય છે એટલે એનાથી ધર્મ ન સધાય, પ્રૌઢોએ ઘરનાં બાળબચ્ચાંને પંપાળવાનાં અને વૃદ્ધોએ ઘરની સંભાળ રાખવાની.” આ આજનો સમયધર્મ છે. હવે દીક્ષા કે ધર્મ કોના માટે એ કહો ! પ્રેરણા વિના જાગો એવા તમે ખરા? સ્વયંસંબુદ્ધ એવા શ્રી જિનેશ્વરદેવોને પણ લોકાંતિક દેવો બોધ કરવા આવે એવો કલ્પ છે. યથાસમયે પ્રભુ પાસે આવીને તેઓ કહે છે કે, “ભગવન્! આપ તો સ્વયંસંબુદ્ધ છો પણ અમારો કલ્પ અને આપ પ્રત્યેની ભક્તિના વિશે અમે Page #426 -------------------------------------------------------------------------- ________________ 159૩ – ૨૩ઃ દ્રવ્યદયા... ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૫ આપને બોધ કરવા આવ્યા છીએ. સ્વામી ! જાગો, ઊઠો અને જગતના કલ્યાણ માટે ધર્મતીર્થ પ્રવર્તાવો.” એમને માટે પણ જો આવી જરૂ૨ તો આપણા માટે નહિ ? એ તો એવા કે પેલા દેવ આવ્યા કે તરત ઊભા થયા અને તમે ? દસદસ મહિના થયા છતાં સાત વ્યસનના નિયમમાં પણ હજી વાંધા કાઢો છો. કોઈ છ વ્યસનની વાત કરે છે તો કોઈ પાંચ વ્યસનની વાત કરે છે. આટલી આટલી ટકોર કરવા છતાં, તમારી જાતને આટલી ખુલ્લી રીતે, છે તેવી ચીતરવા છતાં તમારા હૈયાં હાલતાં નથી તો વગર કહ્યું કરો ખરા ? આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ, તેમાં પણ શ્રાવકકુળ, ભગવાન મહાવીરદેવનો ધર્મ, નિગ્રંથ ગુરુના રોજના ટોણા, વિરાગ પોકારે એવી મૂર્તિ અને વિરાગ પોકારે એવા સાધુ, આટલી અનુકૂળતા છતાંય “હમણાં નહિ, હમણાં નહિ' એમ કર્યા કરે એ પ્રેરણા વિના જાગે ? સૂત્રાનુસારી ભાષા કઈ ? શ્રી જિનેશ્વરદેવના સાધુની વાણીમાં એક જ વાત હોય - “આ આત્મા અનાદિકાળથી સંસારરોગથી પીડાય છે, મોક્ષ એની નીરોગાવસ્થા છે, ધર્મ એના માટેનું પરમ ઔષધ છે અને અર્થકામ ભયંકર કુપથ્ય છે. કુપથ્થોનો ત્યાગ કરી, ધર્મઔષધનું સેવન કરી મુક્તિ રૂપી નીરોગાવસ્થા પ્રાપ્ત કરો.” સાધુ, સાધુ બન્યો ત્યારથી આ એક જ વાત કરે. એનાથી બીજું બોલે એ એના સાધુપણામાં ત્રુટી, એવાને ઉસૂત્રભાષી કહેવાય. ઉપર કહ્યું એની પુષ્ટિ માટે બધું બોલે, સમસ્ત દ્વાદશાંગીમાં અને ચૌદે પૂર્વમાં વાત તો આ જ છે. શ્રી જિનેશ્વર દેવોએ, ગણધર ભગવંતોએ અને પૂર્વાચાર્યોએ આ જ વાત કરી છે. સૂત્રાનુસારી ભાષા આ છે. આથી વિપરીત બોલનારા ઉસૂત્રભાષી છે. દાનાદિ પ્રભાવ શાનો ? આ તમને એક થર્મોમીટર આપું છું. એ જોતાં તમને આવડવું જોઈએ. અંગ્રેજી અક્ષરો વાંચતાં આવડે અને પારો જોતાં આવડે, એ બધા તાવને પરખી શકે. ડૉક્ટર, કંપાઉન્ડર કે ઘરનો નોકર પણ પરખી શકે. એ જ રીતે આ થર્મોમીટરથી તમે પણ સુસાધુ-કુસાધુ ઓળખી શકો, પણ એ થર્મોમીટર પાસે રાખતાં આવડવું જોઈએ. કાચનું છે માટે સાચવીને રાખવું જોઈએ, બેદરકારી ન રખાય. કોઈ એમ કહે કે, “સંસારરોગ શાનો ? મોક્ષ છે જ ક્યાં ? ત્યાં જ નીરોગાવસ્થા, એવું કેમ ? ધર્મ જ ઔષધ અને અર્થકામ કુપથ્ય, એનું કાંઈ કારણ ?' આવું બોલનારને ઉસૂત્રભાષી કહીને ઉઠાડી મૂકવો, અથવા પોતે એનાથી દૂર ખસી જવું. અર્થકામનો સદુપયોગ થઈ શકે. પણ એ સદુપયોગ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કાંઈ અર્થકામનો પ્રભાવ નથી. દાન એ કાંઈ અર્થનો પ્રભાવ નથી, શીલ એ કામનો પ્રભાવ નથી, તપ એ મિષ્ટાન્ન કે ભોજનનો પ્રભાવ નથી અને ભાવના એ રંગરાગનો પ્રભાવ નથી. પણ એ બધો પ્રભાવ તો ધર્મનો-આશાનોઆગમનો છે. જેને સંસાર રોગ લાગે તે જ આ બધું સારી રીતે કરે. ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય : 1594 જેને સંસા૨ ગમે તે વળી દાન આપે ? દાન દેવામાં અને દેવરાવવામાં તો નવ નેજે પાણી ઊતરે. કદી બોર્ડ ખાતર, નામના ખાતર, વાહવાહે ખાતર દાન દે પણ લક્ષ્મી કુપથ્ય છે એમ માનીને એ દે ? લક્ષ્મીને કુપથ્ય માનીને દાન દેનારા દાતારો જૈનસમાજમાં પાકે તો પૂર્વના કાળમાં ધર્મની જે જાહોજલાલી હતી તે આજે પાછી આવે. પૂર્વના જૈનોની ઉદારતા ન હોત તો આટલાં મંદિરો આજે જોવા મળત ? આજના કૃપણના કાકાઓ સ્વદ્રવ્યથી મંદિરો બંધાવે ? મજૂરની મજૂરીમાં કાપ મૂકનારા અને ભગવાનની મૂર્તિ માટે ભાવતાલ કરનારા, સ્વમંદિરો બંધાવે એ કદી ન બંને. શાસ્ત્ર કહે છે કે ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય, એમાં ભાવતાલ ન જ કરાય. છેઃ ધન તો ધર્મીનું ગુલામ મંત્રીશ્વર વસ્તુપાળ આબુજી ૫૨ મંદિર બંધાવતા હતા. એક વખત અનુપમાદેવી સાથે ત્યાં ગયાં છે. પરમાત્માની પૂજા કરી મંદિરના કામનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે જણાયું કે કામ તો કાંઈ આગળ વધતું જ નથી. કારીગરોને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે, ‘મંત્રીશ્વરજી ! રોજ નીચેથી ઉપર જવા આવવામાં જ સમય ઘણો જાય છે, ઠંડી પણ પુષ્કળ પડે છે એટલે બપોરે સૂર્યના તાપમાં જે કામ થાય તે થાય.' આ સાંભળી અનુપમાદેવીએ મંત્રીશ્વરને જણાવ્યું કે ‘આ રીતે કામ ચાલે તો મંદિર આ ભવમાં પૂરું નહિ થાય અને આપણે આપણા હાથે પ્રતિષ્ઠા નહિ કરી શકીએ માટે જો આપણે સ્વહસ્તે પ્રભુપ્રતિષ્ઠા કરવી હોય તો હવે કારીગરો આથી ચાર ગુણા રાખો, ખાનપાન અને વસ્ત્રાદિ ઋતુને અનુકૂળ તેમને આપો અને મહેનતાણું રોજ ઉપર નહિ. પણ પથ્થરમાં કારીગીરી કરી જેટલો ભુક્કો પાડે તેના ભારોભાર સુવર્ણ આપો, તો જ મંદિર સમયસર તૈયાર થાય અને આપણા મનોરથ સફળ થાય.’ મંત્રીશ્વરે એ પ્રમાણે કર્યું અને આજે આબુજીનાં એ મંદિરો વિશ્વમાં વખણાઈ રહ્યાં છે. સભા : ‘આજે એટલું ધન ક્યાં છે ?’ જે છે, તેના પ્રમાણમાં પણ દાન થાય છે ? કહો કે ધન છે પણ ધનનો સદુપયોગ નથી. ધનનો સદુપયોગ થાય ત્યાં ધન તો ચોમેરથી દોડી દોડીને Page #428 -------------------------------------------------------------------------- ________________ 1595 – ૨૬ : દ્રવ્યદયા... ભાવદયા.. નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૭ આવે છે. અરે, આકાશમાંથી ઊતરે છે અને પાતાળમાંથી નીકળે છે. પણ જોજો ! ધન માટે ધર્મ ન કરતા. ધર્મ તો ધર્મ માટે જ. મુક્તિ માટે જ કરજો. ધન તો ધર્મીનું ગુલામ છે. ધનહીન અને ધનવાન એ બેય ધર્મી હોય તો સુખી હોય. લક્ષ્મીની મમતા જાય તો જ સાચી ઉદારતા આવે. જૈનકુળની ભાવના અને આચાર? જૈનકુળની ભાવના તથા એ કુળના આચાર જ એવા હોય કે જે ભલભલાને પાપથી બચાવે. મંત્રીશ્વર વસ્તુપાળ, તેજપાળ ઉપર એક વખત ભયંકર આરોપ આવ્યો હતો. વિરોધીઓનું એ તર્કટ હતું. મંત્રીશ્વરોનો નિયમ એવો કે આંગણે આવેલો કોઈ ભૂખ્યો ન જાય. ભોજનશાળા એવી ચલાવતા કે રોજ હજારો અતિથિ અભ્યાગતો જમે. ત્યાં પધારતા મુનિઓને અનુપમાદેવી પોતે વહોરાવે. મંત્રીશ્વરના એ રસોડેથી રાજાને ત્યાં રોજ મિષ્ટાન્નના થાળ મોકલાય. કોઈ વિજ્ઞસંતોષી વિરોધીએ રાજાના કાન ભંભેર્યા કે આ મંત્રીઓને ત્યાંથી તો રોજ વધ્યો-ઘટ્યો ને એંઠોજૂઠો માલ આપને ત્યાં મોકલાય છે. કાચા - કાનનો રાજા એક વખત આ વાતની ખાતરી કરવા જોગીના વેષમાં ત્યાં જઈ સૌની સાથે પંગતમાં જમવા બેસી ગયો. એવામાં એક મુનિ વહોરવા પધાર્યા. અનુપમાદેવી વહોરાવે છે. ઘીની ધાર કરતાં મુનિનું પાત્ર ઘીથી ખરડાયું એટલે અનુપમાદેવીએ પોતાની કીમતી સાડીના છેડાથી એ સાફ કરી નાખ્યું. મુનિ કહે, “આ શું કરો છો? આવી કીમતી સાડી શું કામ બગાડી ? બીજા કપડાથી સાફ થઈ શકત.' ત્યારે અનુપમાદેવી મુનિને બે હાથ જોડીને કહે છે કે, “મહારાજ ! દેવગુરુના પ્રભાવે અને આપ પૂજ્યોની કૃપાથી લીલાલહેર છે. આવી સાડીઓનો હિસાબ નથી. વંધમાં ભાગ્યયોગે રાજા પણ એવા પુણ્યવાન મળ્યા છે કે એના આશ્રયે ધર્મનાં કાર્યો બહુ સુખપૂર્વક સારી રીતે કરી શકીએ છીએ.” રાજા આ સાંભળી વિચારે છે કે જેમની સ્ત્રીઓ આવી ભક્તિ કરે અને પાછળ પણ મારા આટલાં ગુણગાન ગાય એ મંત્રીઓ મને કદી એઠોજૂઠો માલ ન જ મોકલે. પેલા વિજ્ઞસંતોષીઓની વાત તદ્દન જૂઠી લાગે છે. અનુપમાની આવી ભાષા કેમ નીકળી ? સાડીનો મોહ છૂટ્યો માટે ને ? જેની કિંમત હોવી જોઈએ તેની અકિંમત કરી છેઃ આજે બાઈઓ દેરાસરમાં રૂમાલ તો લાવે છે, પણ તે જમીન પૂંજવા નહિ, પણ પાથરીને બેસવા માટે કે જેથી સાડી ન બગડે. કદી પૂંજે તો પણ ધૂળ સાફ કરવા. જીવોની રક્ષા માટે નહિ. આ દશામાં ઉદારતા આવે ક્યાંથી ? આજે તો કટાસણું સારું હોય પણ ચરવળો ઠેકાણા વગરનો હોય. જેની કિંમત હોવી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1598 જોઈએ તેની અકિંમત કરી છે. ખરી વાત એ છે કે ધર્મના વિષયમાં કાળજી નથી. અમુક સાડી તો લગ્નમાં જ પહેરાય અને અમુક તો અમુક પ્રસંગે જ પહેરાય. વ્યવહારની એ વાતો વગર ભણાર્થે આવડે છે કેમ કે ત્યાં કાળજી છે. જ્યારે અહીં કાળજી નથી. જીવરક્ષા કરવા કરતાં વસ્ત્રને વહાલાં ગણાય એ દશામાં હજારો રૂપિયા સન્માર્ગે વપરાય તોય સાચી ઉદારતા આવે એ આશા ઓછી. શ્રીસંઘમેરૂની જીવદયારૂપી ગુફા તથા તેમાં વસતા તપસ્વી મુનિઓનું વિશેષ વર્ણન શાસ્ત્રકાર ભગવંત આગળ કઈ રીતે કરે છે તે હવે પછી. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૨૭ : સંસાર એક કતલખાનું વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૨ મંગળવાર, તા. ૧-૪-૧૯૩૦ ૭ શરીરની સેવામાં આત્માનો સંહાર છે : ♦ જેને પોતાની દયા નથી એને પરની વાસ્તવિક દયા પ્રગટતી નથી : ૭ હિંસાના ત્રણ પ્રકાર : ♦ બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે ઃ ♦ અહિંસાની રક્ષા માટે જે દ્વાદશાંગીની રચના : ૭૦ સંસાર એ કતલખાનું : ૭ જડનો પ્રભાવ : ૭ સંયમપાલન શા માટે ? • જ્ઞાન વધે તેમ ઉદાસીનતા વધે : ૦ આસ્તિક્ય વિના ભાવાનુકંપા ન આવે : • એકડા વગરનાં મીંડાં : ♦ મોહનું સામ્રાજ્ય મહાભયંકર છે ઃ ચડ્યા નહિ. એને પડવાનું શું ? ૭. બળવાનની સામે ક્ષમા, અહિંસાદિ સહજ છે ઃ ♦ સમ્યગ્દષ્ટિના વિચાર : · દયા હોય તો બધે દેખાય : ♦ કર્મના સ્વરૂપને સમજવું પડશે : આત્મા અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં શું થાય ? ♦ મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન ન હોય : · નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે ♦ અવસરે સાચી વાત બોલવી પડશે : ♦ સિદ્ધાંત સમજો તો બોલાય : ♦ બળિયાની સામે અહિંસા, સંયમ, તપ ફરજિયાત છે ઃ • જેને મુનિપણું ગમે નહિ એ દયાળુ નહિ : એ પડેલાં પણ આખરે ચડવાના જ છે ઃ શાસ્ત્રનો અભ્યાસી આવું બોલે ? ભવદત્ત અને ભવદેવ : 107 Page #431 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં હવે તેમાં રહેલી જીવદયારૂપી ગુફાઓનું વર્ણન કરે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં ઠામ ઠામ જીવદયારૂપી સુંદર ગુફાઓ છે, જેમાં રહેલા તપસ્વી મુનિઓ કર્મશત્રુને જીતવા ઉદ્દામ બનેલા છે. ઉદામ બનેલા તે તપસ્વી મુનિઓ કુમતવાદીઓરૂપી હરણિયાઓને ત્રાસ પમાડવા માટે સિંહ જેવા છે. શરીરની સેવામાં આત્માનો સંહાર છેઃ ૪૧૦ 1598 જૈનશાસનમાં એકે ક્રિયા એવી નથી કે જેમાં જીવદયાની વાત ન હોય. એ દયા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. દ્રવ્યદયા આખી દુનિયામાં પ્રચલિત છે, જેથી તે સામાન્ય માણસ પણ પામી શકે છે. આખી દુનિયા શરીરની તો પૂજારી છે જ. શરીર ઉપર મમત્વ કોને નથી ? શરીર ઉપર આવતી આપત્તિને દુઃખરૂપ આખી દુનિયા માને છે અને તેથી જ એ દુઃખને દૂર કરવામાં દયા પણ આખી દુનિયા માને એ બનવા જોગ છે. જૈનશાસનમાં શરીરની દયા કરતાં આત્માની દયાની મુખ્યતા છે. શરીરની સેવામાં તો આત્માનો સંહાર છે. માટે જ મહર્ષિઓએ શરીરની સેવા છોડી પ્રાણાન્ત કષ્ટો સહ્યાં. ઘોર ઉપસર્ગપરિષહો વેઠ્યા અને ત્યારે જ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવી શક્યા. તત્ત્વજ્ઞાનીઓને બહા૨ની દયા કરતાં અંદરની દયા પ્રધાન છે. દુનિયાને દ્રવ્યદયા તરફ ઝુકાવવી સહેલી છે. પણ ભાવદયામાં લઈ જવી મુશ્કેલ છે. કેમ કે ભાવદયામાં તો આ લોકની સુખસાહ્યબી છોડવાની છે, એટલું જ નહિ પણ પરલોકની ઋદ્ધિસિદ્ધિ પણ ઇચ્છવાની નથી. ત્યાં તો માત્ર મુક્તિના અનુપમ સુખની જ ઇચ્છા રાખવાની છે. જેને પોતાની દયા નથી એને પરની વાસ્તવિક દયા પ્રગટતી નથી : સુખ કાં તો દેખાતું હોય (આ લોકના ભૌતિક સુખની જેમ) યા તો કલ્પેલું સુખ મળવાનું બતાવાતું હોય (પરલોકનું) તો તો દુનિયા હયે માને, કેમ કે દુનિયાના રંગરાગ ને ખાનપાન આદિના સુખનો એને અનુભવ છે, પણ મુક્તિના સુખનો તો કોઈને અનુભવ નથી. એટલે એ માનવું મુશ્કેલ છે અને દુનિયાને મનાવવું પણ મુશ્કેલ છે. જેને પોતાની દયા નથી એને બીજાની વાસ્તવિક દયા પ્રગટતી નથી. હિંસાના ત્રણ પ્રકારઃ હિંસાના ત્રણ પ્રકાર છે. સ્વરૂપ હિંસા, હેતુ હિંસા ને અનુબંધ હિંસા. મુક્તિની સાધના માટે કરવી પડતી જરૂરી ક્રિયામાં જે હિંસા થયા વિના રહે Page #432 -------------------------------------------------------------------------- ________________ 1599 – ૨૭ : સંસાર એક કતલખાનું - 107 – ૪૧૧ નહિ એ હિંસા તે સ્વરૂપ હિંસા, દુન્યવી તમામ ક્રિયા તે હેતુ હિંસામાં જાય છે, જ્યારે એમાં રાચી માચીને જે ક્રિયા થાય તે અનુબંધ હિંસામાં જાય છે. કેટલીક વખત દયા પણ હિંસાને અનુસરતી હોય છે. અનુબંધ અને હેતુ હિંસાથી બચીને છેવટે જ્યારે સ્વરૂપ હિંસાથી પણ બચશે ત્યારે મુક્તિ થવાની છે. છેલ્લે કાયયોગનો નિરોધ થશે, શૈલેશીકરણ થશે પછી જ મુક્તિ થશે. બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે: સમ્યગુદૃષ્ટિના જીવનમાં અનુબંધ હિંસાનો સર્વથા અભાવ હોય છે. પણ હેતુ અને સ્વરૂપ હિંસા તો એને હોય છે. પાંચમા ગુણસ્થાનક સુધી પણ હેતુ હિંસા હોય. છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ હેતુ હિંસા હોય. સાતમા ગુણસ્થાનકે હેત અને અનુબંધ હિંસાનો અભાવ હોય છતાં કાયયોગે થતી હિંસા (સ્વરૂપ હિંસા) ત્યાં પણ સંભવે છે. સંપૂર્ણ અહિંસક દશા ન આવે, શૈલેશીકરણ ન થાય ત્યાં સુધી આત્માની મુક્તિ નથી. આ બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે. પોતાનો આત્મા હિંસાના યોગે સંસારમાં રૂલે છે, દુઃખી થાય છે એ રીતે જ્યારે પોતાની દયા આવે ત્યારે એની તમામ કાર્યવાહી કરી જાય છે, કેમ કે ધ્યેય ઊંચું, આદર્શ સાચો એટલે કાર્યવાહી સારી જ થાય. અહિંસાની રક્ષા માટે જ દ્વાદશાંગીની રચના : જીવદયા એ શ્રી જિનેશ્વરદેવના શાસનનો મૂળ સિદ્ધાંત છે. આ શાસનમાં એકે અનુષ્ઠાન કે એકે ક્રિયા એવી નથી કે જેમાં જીવરક્ષા ન હોય. મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ બધામાં હિંસા છે માટે જ એ બધાનો ત્યાગ છે. તેથી એ બધાનો ત્યાગ અહિંસા માટે જ છે. એક પણ પાપસ્થાનક એવું નથી કે જેમાં હિંસા ન હોય. અહિંસાની રક્ષા માટે જ આખી દ્વાદશાંગીની રચના છે એમ કહી શકાય. મૂળ તત્ત્વો બે છે, જીવ અને અજીવ. અજીવના સંગમાં જ્યાં સુધી જીવ ફસાયો છે ત્યાં સુધી તેની હિંસા થવાની જ. સંસાર એ કતલખાનુંઃ સંસાર એ આત્મા માટે કતલખાનું છે. ત્યાં ચોવીસે કલાક આત્માની કતલ ચાલી રહી છે. એ કતલખાનામાંથી છૂટવાની ભાવના એ ભાવાનુકંપા. એમાંથી બીજાને છોડાવવાની ભાવના એ વિશેષ કોટિની ભાવાનુકંપા અને વિશ્વના સઘળા જીવોને એમાંથી છોડાવવાની શ્રી જિનેશ્વરદેવોને થતી ભાવના એ ઉત્કટ કોટિની ભાવાનુકંપા, પણ પહેલાં પોતાની ભાવદયા આવે પછી બીજાની આવે ને ? સંસારરૂપી કતલખાનામાં ચોવીસે કલાક આત્મા પોતાના હાથે જ પોતાની Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1:00 કતલ કરે છે એ ખૂબી છે. રાજા તો નોકર કે મારા પાસે કતલ કરાવે પણ મોહ એવો ભયંકર છે કે આત્માની કતલ પોતાના હાથે જ કરાવે છે. એવી સામગ્રી એ પૂરી પાડે કે આત્મા પોતે એમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં લીન થઈ પોતાની કતલ પોતે જ આનંદથી કર્યું જાય. કતલખાનામાં રહેલો આત્મા કંપતો હોય કે નચિંત હોય ? જાનવરોને પણ કતલખાનામાં લઈ જવામાં આવે ત્યારે, એમના પણ પગ ધ્રૂજે છે. એનાથી પણ ભયંકર કતલખાનું આ છે અને એનો જ એ પ્રભાવ છે કે દુનિયામાં કોઈ જ સુખ નથી. કતલખાનામાં સાચું સુખ હોય ક્યાંથી ? આટલા અનુભવ પછી પણ એ સંસારરૂપ કતલખાનામાં દુઃખ ન માનતાં સુખ માનવું એ અજ્ઞાનતા નથી? જડનો સંસર્ગ છે ત્યાં સુધી કદી સાચું સુખ હોય જ નહિ. દરેક વખતે આત્મગુણોને દબાવાય, સ્વભાવથી ખસેડી એને વિભાવમાં ઘસડાય એ ઓછી કતલ છે ? જડનો પ્રભાવ એક માણસને મારી નાંખવો અને એકને એ જીવનભર રિલાયા કરે એવી સ્થિતિમાં મૂકવો, એ બેયમાં પાપ છે. તેમાં વધુ પાપ કયું! એ વાત જવા દો પણ રિબાનારાની દશા કઈ એ વિચારો. મોહ પણ એમ જ કરે છે. એ મારતો નથી કેમ કે આત્મદ્રવ્ય શાશ્વત છે એટલે એ એનો નાશ તો કરી શકતો નથી પણ એ એને દિનપ્રતિદિન એવી સ્થિતિમાં મૂકે છે કે જેથી આત્મા રિલાયા જ કરે. એ પ્રતાપ જડનો છે. “જડ શું કરી શકે એવા ડંફાસ મારવા જેવી નથી. જડ તો નચાવે, કુદાવે, હસાવે, રોવરાવે બધું જ કરી શકે. આત્મા જેવા આત્માને કંગાળ થઈ લોકો પાસે ઘેર ઘેર ભીખ માંગતા ફરવું પડે એ પ્રભાવ જડના સંસર્ગનો કે બીજાનો ? અમુક ચીજ ન મળે તો રોવા બેસવું, જાણે કે એના વિના સત્યાનાશ નીકળી ગયું, એ પ્રભાવ પણ જડના સંસર્ગનો જ છે અને એથી આત્માની પોતાના હાથે જ ચોવીસે કલાક કતલ ચાલુ છે. આ ખ્યાલ ન આવે ત્યાં સુધી એક પણ સારો ગુણ ન આવે એમ શ્રી જિનેશ્વર દેવ ફરમાવે છે. ક્ષમા, તપ, સંયમાદિ ગુણો તો ઘણી વખત આવ્યા, પણ ભાવદયા વગરના હોવાથી મુક્તિ ન પમાડી શક્યા. ભાવદયા સહિત એ ગુણો આવે તો તે સાચા બને અને એ સાચા બને ત્યારે આત્માને મુક્તિ મળે. સંયમપાલન શા માટે? કેવળજ્ઞાન તો જ્યારે ત્યારે પણ માત્ર અંતર્મુહૂર્તમાં જ થવાનું છે, છતાં વર્ષો સુધી અને ભવો સુધી સંયમપાલન શા માટે ? એક જ હેતુ કે અભ્યાસના યોગે ભાવાનુકંપા જગાડવા માટે. દુનિયાની સઘળી તકલીફો કરતાં Page #434 -------------------------------------------------------------------------- ________________ 1:01 ૨૭ : સંસાર એક કતલખાનું - 107 - ૪૧૩ ક્ષપકશ્રેણીના એ અંતર્મુહૂર્તની તકલીફ વધારે છે. સ્વયંભૂરમણ સમુદ્રને ભુજાથી તરવો સહેલો પણ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામવું દુષ્કર. અનાદિકાળથી અનંતાનંત કર્મો વળગેલાં છે તેને ખસેડવાં એ નાનુંસૂનું કામ છે ? જડના સંસર્ગને આત્મા કતલખાનું સમજે ત્યારે એ દશા આવે. જ્ઞાન વધે તેમ ઉદ્ઘાસીનતા વધે? સંસારરૂપી કતલખાનામાં બધાની કતલ ચાલી રહી છે. પછી ભલે કોઈ બંગલામાં કે કોઈની ઝૂંપડીમાં કતલ થાય એ વાત જુદી. કોઈની કતલ એમ ને એમ થાય તો કોઈની માલમલીદા ખવરાવીને થાય. નાનામોટાના દેખાવ એ કેવળ આભાસ માત્ર છે. નાનો ઝૂંપડીમાં રોઈ રોઈને પોતાની કતલ કરી રહ્યો છે. જ્યારે મોટો મૂર્ખા બંગલામાં હસી હસીને પોતાની કતલ કરી રહ્યો છે. કોઈ મજૂરી કરી પોતાની કતલ કરે છે તો કોઈ ગાદીતકિયે બેસી જાતની કતલ કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ રાજા ને રંક સમાન કહ્યા તે આ રીતે; કેમ કે જ્ઞાની ભિન્ન ભિન્ન રૂપે પણ બેયની એકસરખી કતલ થતી જોઈ રહ્યા છે. જેને આત્માની ભાવદયા જાગે તે આત્મા કદી પણ ગમે તેવા સંયોગોમાં મૂંઝાય નહિ. અનાદિના અભ્યાસના યોગે બીમારીમાં બૂમ પડી જાય. પણ તેમ છતાં એને મૂંઝવણ ન થાય. આપત્તિમાં જે ગભરાય, ધૃજે તે વહેલો મરે. દુમન પણ એને નબળો જાણી પહેલો પકડે પણ જો એ જરા હિંમત બતાવે, સામનો કરવા તૈયાર થાય તો પેલો પણ ક્ષણભર તો અચકાય. પણ આ બધું ભાવાનુંકશા જાગે ત્યારે બને. દુનિયાની કોઈ ચીજ એને ન તો હસાવે કે ન રડાવે પણ ઉદાસીન રાખે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ બધું જુએ અને તેમ તેમ ઉદાસીનતા વધે. આસિફ્ટ વિના ભાવાનુકંપા ન આવે - શ્રી જિનેશ્વરદેવોની રાજા તથા રંકમાં સમાન બુદ્ધિ છે. કેમ કે તેઓ એ બેયને કતલખાનામાં પુરાયેલા જોઈ રહ્યા છે. બેયની હાલત કફોડી જોઈ રહ્યા છે. આ વાત સમજાય ત્યારે સાચી અનુકંપા આવે. સાચો નિર્વેદ અને સાચો ઉપશમ પણ ભાવાનુકંપા વિના ન આવે. આસ્તિકા વિના ભાવાનુકંપા ન આવે માટે આસ્તિક્યને મુખ્ય કહ્યું. સંસારમાં આપત્તિ લાગે તેને ધર્મપ્રેમ જાગે. ભાગ્યયોગે પમાયેલા આ સાચા જીવનનું સ્વરૂપ વિચારાય તો સાચી ભક્તિ થાય. દેવગુરુની ભક્તિમાં લીનતા આવે ત્યારે ભાવપૂજામાં આત્મા નાચે, પણ એ બધું સંસારને કતલખાનું માને તો ને ? કતલખાનાને આનંદ-પ્રમોદખાનું મનાતું હોય ત્યાં શું થાય ? શાસ્ત્ર કહે છે કે સમ્યગુદૃષ્ટિના પગ મંદિરે જતાં ઉત્સાહથી ઊપડે અને પૂજા કરીને પાછા ફરતાં લથડિયાં ખાતો હોય. આ સ્થિતિ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – – 1602 આવે ધીમે ધીમે એ વાત ખરી પણ એ આવવી જોઈએ એમ તો હૈયામાં હોવું ઘટે. હૈયામાં એ આવ્યું પછી ફિકર નહિ. એકડા વગરનાં મીંડાં જ્યારે પોતાના આત્માની દયા આવે ત્યારે જ પરના આત્માની દયા સાચી રીતે પળાય. મોહ છોડીને ધર્મ તો ત્યારે જ થાય. એક મુક્તિને છોડીને દુન્યવી તમામ ચીજોની ઇચ્છાથી જો લોકો પાસે ચોવીસે કલાક પગના અંગૂઠા પકડાવીને પણ ધર્મ કરાવવો હોય તો મુશ્કેલ નથી. એ માટે તો બધા લોકો બધું કરવા તૈયાર છે. બે ઘડીનું નહિ પણ ચોવીસે કલાકનું પડિક્કમણું આનાથી સો ગુણા આદમી કરવા આવે પણ દુનિયાદારીના લાભ માટે, મુક્તિ માટે નહિ. એ બધાને શ્રી જૈનશાસને નાસ્તિક અને મિથ્યાદૃષ્ટિની કોટિના કહ્યા છે, એકડા વગરનાં એ મીંડાં છે. ભલે અબજોની સંખ્યા સુધીનાં એ મીંડાં હોય પણ એની કિંમત શી ? એકડા વિનાનું એક મીંડું હોય કે અનેક મીંડાં હોય એ બધું સરખું જ છે. કિંમત વિનાનું જ છે. એક એકડો આગળ આવે એટલે એની કિંમત વધી જાય. પછી તો જેટલાં મીંડાં વધારે એટલી કિંમત વધારે. સંસારમાં કતલખાનું લાગે ત્યારે એકડો આવે. મોહનું સામ્રાજ્ય ભયંકર છે: આજ સુધી આપણે સંસારને અસાર કહેતા હતા, હવે એને કતલખાનું કહીએ છીએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સંસારને સત્તર ભયંકર ઉપમાઓ આપી છે એમાંની આ એક છે. આપણે ઘરનું કાંઈ કહેવું નથી. જે કહેવું છે તે મહાપુરુષો શાસ્ત્રોમાં લખી ગયા તે જ કહેવું છે. કોઈ ક્ષણ. એવી નથી કે જેમાં આત્માની કતલ ચાલુ ન હોય. વીતરાગ ભાવને પામવાની તૈયારીવાળા પણ ગબડી જાય છે. સાવધ રહેવામાં ન આવે તો આવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ક્ષણમાં ચાલ્યાં જાય છે. શ્રી તીર્થંકર નામ કર્મના ભેગાં થયેલાં દળિયાં, વિના સાવધગીરીએ, ક્ષણમાં વિખરાઈ જાય છે. સાવધાની વિના તો બધી મહેનત પળવારમાં ધૂળમાં મળી જાય છે. મોહનું સામ્રાજ્ય મહાભયંકર છે. મોહ દેખાવમાં મીઠો છે. પણ પરિણામે ખતરનાક છે. રૂપરંગમાં એ એવા મૂંઝવે કે ન પૂછો વાત. મોહના સાથમાં પડેલા પણ અંશે દુર્જન છે, જ્યારે મોહ મહાદુર્જન છે. માટે જ જ્ઞાનીઓએ “આપ્ત વચન પ્રમાણ” એમ કહ્યું. મોહાધીન જતો અનાપ્ત છે. અનાપ્ત વચન પ્રમાણ ન કહ્યું; કેમ કે એનો ભરોસો નહિ, એ ક્યારે દગો દે તે કહેવાય નહિ, કેમ કે એ પોતે જ મોહને પરાધીન થઈને પડેલા છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ 1603 ૨૭ : સંસાર એક કતલખાનું 107 ૪૧૫ ચડ્યા નથી એને પડવાનું શું ? જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી કોઈપણ ક્ષણે પડવાનો ભય ચાલુ છે. સંયમ લીધા પછી પણ પડાય, ન પડાય એમ નહિ. બારમે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પડવાનો ભય નથી. છઠ્ઠા ગુણસ્થાનકવાળા ન જ પડે એમ તો અજ્ઞાની હોય તે બોલે. અગિયા૨મે ગુણસ્થાનકે પહોંચેલો પડે, તો છઠ્ઠાવાળાની ગુંજાયશ શી ? ન જ પડવાના હોય એને જ દીક્ષા અપાય એમ હવે કહેવાય ? ન જ પડે એની ખાતરી શી ? શ્રી જિનેશ્વરદેવ પાસે દીક્ષા લેનારાઓ, પૂર્વધર થયેલાઓ, અગિયા૨મે ગુણસ્થાનકે ગયેલાઓ પણ પડે છે. મોહનું સ્વરૂપ જ એવું છે. ઘણોય સાવધ હોય પણ કોઈ જમીન જ એવી હોય કે જ્યાં પગ ખસે જ ત્યાં શું થાય ? એવી જમીન તો જે ઠેકીને કૂદી જાય તે જ બચે બાકી તો ગમે તેટલું સાચવીને ચાલે તોય ખવાનો જ. કારણ કેં એ જમીન જ એવી લીસી ને ચીકણી છે કે જ્યાં ગમે તેટલી સાવધગીરી પણ ન ચાલે. કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી સામા જીવનું પતન જોવા છતાં પણ સંયમ આપેલ છે. કેમ કે એ જોતાં હતા કે પડશે તો એ ફરી ચઢવાનો. વ્યવહારમાં પણ કહેવત છે કે ચઢે તે પડે, પડેલો પાછો ચઢે પણ ખરો. પણ મોં વકાસીને ઊભો રહેલો પાંગળો તો કદી ચઢે જ નહિ, પછી એ પડે શાનો ? પરંતુ એને કદી ચઢવાની આશા જ નથી. દરિદ્રીને શાનું ? આબરૂ હોય તેને જ આબરૂ જવાનો ભય ને ? પોતે નહિ ચઢેલા અને ચઢવાની ઇચ્છા વિનાના છતાં ચઢનાર માટે પડવાના ભયની વાતો કરનારાને શાસ્ત્ર વાયડા કહે છે. ચઢ્યા નથી એને પડવાનું શું છે ? એ તો પડેલા જ છે. બળવાનની સામે ક્ષમા, અહિંસાદિ સહજ છેઃ રાગ, દ્વેષ, મોહ ભયંકર શત્રુઓ છે. સંસાર એ કતલખાનું જ્યારે લાગે ત્યારે પોતાના આત્માને એનાથી બચાવવાની તીવ્ર ભાવના જાગે અને પછી બચવા માટે એ આત્માને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે મહાવ્રત પાળવાં પડે. પાળવાં પડે એમ નહિ. પણ એ આત્મા પાળવાને ઇચ્છે. પાળવાં પડે તો ત્યાં કહેવાય કે જ્યાં ફરજિયાતપણે પાળવાનાં હોય. ઘણીવા૨ ફરજિયાત અહિંસક કે સહનશીલ બનવું પડે છે. ફરજિયાત સંયમ પાળવું પડે એવું પણ બને છે. ગમે તેવો ગુસ્સો આવે પણ ઘણીવા૨ ફરજિયાત ગમ ખાવી પડે છે. નબળાની સામે શક્તિ છતાં જે હાથ ન ઉગામે તે જ સાચો દયાળુ છે. બળવાનની સામે તો કસાઈ પણ હાથ જોડે તેમાં નવાઈ નથી, કેમ કે, સમજે છે કે એક મારતાં બે સામી પડશે. બળવાનની સામે ક્ષમા, અહિંસા, Page #437 -------------------------------------------------------------------------- ________________ - HEM ૪૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સહનશીલતા એ ફરજિયાત છે. ઘણાયે સ્વતંત્ર મિજાજના હોય પણ સો પચાસ રૂપિયા માટે અનેકની ગુલામી કરતા ફરે છે, બૂટનો અવાજ પણ ન થાય તે રીતે સંયમથી ચાલે છે અને વારંવાર શેઠને સલામો ભરે છે. શાસ્ત્ર કહે છે કે, બળવાનની સામે ક્ષમા, અહિંસા વગેરે સહજ છે. ઘણાં જંતુ એવાં હોય છે કે જરા અવાજ થતાં નિચેષ્ટ થઈને પડે છે. જાણે મરી ગયાં હોય એવાં જ દેખાય. એનાં અંગમાં લેશ પણ સંચાર ન થવા દે, પણ જેવો ભય દૂર થાય કે ચાલવા માંડે. ભયના કારણે અવાજ માત્રથી આવી ચેષ્ટા એ કરે છે. આ રીતે પોતાનાં અંગોપાંગની ચેષ્ટા એણે રોકી માટે એને સંયમી કહેવાય ? નહિ જ. બળવાનની સામે કોણ થાય ? ત્યાં તો કળથી જ કામ લેવાય. ત્યાં તો પ્રત્યક્ષ દેખાય છે કે જો હાથ ઉપાડ્યો તો ડાંગ પડવાની જ છે. ગમે તેવો હાથ હોય પણ સામે ડાંગ પડી કે મામલો ખલાસ. બે ગાડાંવાળા પરસ્પર હરીફાઈમાં ઊતરે પણ ગાડાવાળો કાંઈ ઘોડાગાડીવાળા સાથે હરીફાઈમાં ઊતરવા ન જાય, કારણ કે સમજે છે કે એમાં હારવાનું જ છે. જ્ઞાની કહે છે કે નબળા પ્રત્યે જ્યારે દયાની ભાવના આવે ત્યારે જાણવું કે દયા હવે હૈયામાં પરિણમી છે. સમ્યગદષ્ટિના વિચારઃ શાસ્ત્રકારોએ ઉપશમનું લક્ષણ બતાવતાં કહ્યું કે : “અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂલ' ' , | નિરપરાધી પ્રત્યે તો પ્રતિકૂલ ચિતવવાનું શું હોય ? પરંતુ અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂલ ચિતવવાની મના છે. નિરપરાધી પ્રત્યે પણ પ્રતિકૂલ ચિતવે એ મહા કમનસીબી છે. અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળ ન ચિંતવાય ત્યાં ગુણની કિંમત છે. આ વાત બધે લાગુ પડે. દરેકે પોતાના આત્મા સાથે લાગુ પાડવાની છે. જ્યાં જ્યાં ગુણની પ્રશંસા કે અનુમોદના કરવા જાઓ ત્યાં આ વિચાર હૈયામાં આવવો જોઈએ. જ્ઞાનીએ કહેલી આ ભાવના આવે ત્યારે જ સાચું બળ આવે. જે રાજાઓએ દુમન રાજા સામે હથિયાર ચલાવ્યાં ત્યાં કહ્યું કે, ન છૂટકે ચલાવ્યાં, ચાલ્યું નહિ માટે ચલાવ્યાં ત્યાં સુધી તો અમુક દૃષ્ટિએ શાસ્ત્ર એનો બિચાવ કર્યો. પણ જ્યાં નિરપરાધી પ્રત્યે શસ્ત્રો ઉગામ્યાં ત્યાં બચાવ હોય ? નાનો રાજા મોટા રાજાને ખંડણી ભરે તે ક્ષમાશીલ કે ઉદાર છે માટે? એ કાંઈ દયાદાન કરે છે ? પુણ્ય માનીને આપે છે ? ના. જો એમ હોય તો તો આ જગતમાં કોઈ પણ નથી. બધા જ દાતાર છે. ભયંકર આપત્તિમાં પણ જે ગુણ જાળવી શકે છે, હીનસત્ત્વો ઉપર પણ જે દયાનાં પરિણામ રાખી શકે છે ત્યાં Page #438 -------------------------------------------------------------------------- ________________ 1605 - ૨૭: સંસાર એક કતલખાનું – 107 – ૪૧૭ મનાય કે એને જરૂર દયા પરિણમી છે. પણ એ તો સંસારને કતલખાનું માને ત્યારે જ બને, પોતાના આત્માની ચોવીસે કલાક કતલ ચાલુ છે એમ સમજાય તો જ બને. તમારા આત્માની ચોવીસે કલાક કતલ ચાલુ છે એમ તમને લાગે છે કે નહિ ? એ કતલખાનાથી છૂટવાની ભાવના થઈ કે મહાવ્રત આવ્યાં. આ બધા વિચાર સમ્યગુદૃષ્ટિને હોવા જોઈએ. દયા હોય તો બધે દેખાયઃ શ્રીસંઘરૂપ મેરૂમાં જીવદયારૂપી કંદરાઓ (ગુફાઓ) ઠામ ઠામ છે. શ્રી જૈનશાસનમાં જીવદયાના જે ઘોષ છે તે બીજે ક્યાંય નથી. આ શાસનમાં ખાનપાનના રીતરિવાજ અને રંગરાગ પર જે અંકુશ છે તે બધા જીવદયા માટે જ છે. એ અંકુશ ઇતરમાં જોવા નહિ મળે. આ શાસનમાં પગલે પગલે અહિંસાની રક્ષાના પ્રયત્નો છે. નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા અહીં છે. કીડીને પણ સાચવી સંભાળીને યોગ્ય સ્થાને મૂકે તે દયા જૈનોમાં જોવા મળે, બીજે નહિ. કીડીઓ થાય તેવી ચીજ જ્યાં ત્યાં ઢોળાય નહિ તેની કાળજી જૈનો રાખે, બીજા ન રાખે. ખાટલા, પલંગ કે ગાદલાં તડકે ન મુકાય એ જૈનો જાણે, બીજા ન જાણે. જે જૈનો મૂકતા હોય, તેઓ અજ્ઞાન છે અને પાપ બાંધે છે. કદી તડકે મૂકતા હોય ને જંતુ દેખાય તો તરત એને ઉપાડીને છાંયામાં મૂકવાની કાળજી રાખવી જોઈએ. આ બધાં દયાનાં પરિણામ જૈનમાં આવે, બીજાને નહિ આવે. નાના પ્રત્યે જેને દયા હોય તે મોટા પ્રત્યે કદી ઘાતક ન હોય, કેમ કે એને દુઃખની સમજણ છે, દુઃખનું સ્વરૂપ એ સમજ્યો છે. નાનો જંતુ કાંઈ બોલે છે ? નહિ જ. જે ન બોલે તેના પર જેને દયા હોય તેને બીજે દયા ન હોય ? નાના જંતુ પર પણ દયા એ સાચી ક્ષાત્રવટ છે. શ્રી જિનેશ્વરદેવો સાચા ક્ષત્રિય હતા. “કીડી મંકોડીને પાળવામાં કાંઈ દયા સમાઈ જતી નથી” એવો આક્ષેપ કરનારા થાપ ખાય છે, નાના જંતુને મારે એમાં શું ?' એમ માની તેને રિબાવનારા કે તેના પ્રત્યે બેદરકાર રહેનારાઓ મોટા માણસને પાળવાની વાત કરતા હોય તો પણ તે ઘાતકી છે. કેમ કે એ એને શા માટે પાળે છે તે તો એ જ જાણે. અત્યંત દુઃખી નાના ઘણા જંતુને રિબાતા મૂકીને એ જ્યારે મહેનત કરીને મોટાને બચાવવા જાય ત્યાં દયા નથી. પણ જરૂર કાંઈક બીજો ભેદ છે. દયા હોય તો બધે દેખાય. કર્મના સ્વરૂપને સમજવું પડશેઃ ઓછી મહેનતે ઘણો દુઃખી જીવ બચતો હોય, સહેલાઈથી બચતો હોય, પછી ભલે એ નાનો હોય છતાં ત્યાં બેદરકાર રહેનારા મોટા આદમીને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1606 બચાવવાનો વિચાર કરે ત્યારે ત્યાં દયા કરતાં કાંઈક બીજી જ ભાવના છે. જ્યારે દયા હોય ત્યારે વાણી ને વર્તન જુદાં જ હોય. મુનિને ષકાયરક્ષક કહ્યા છે. મુનિ ત્રસકાયના રક્ષક તો છે જ. પણ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના પણ રક્ષક છે. પૃથ્વીકાયાદિ જીવો કે જે હાલી ચાલી શકતા નથી તેના પર પણ પગ ન આવે તેની કાળજી જૈન મુનિઓએ રાખવાની છે. એ જીવોને દુઃખની સીમા નથી. મુનિ એ જીવોનો સંઘટ્ટો (સ્પર્શ) પણ ન કરે. સ્પર્શ કરવાથી પણ એને બહુ દુઃખ થાય છે. સભાઃ “દુઃખમાં તો એ પડેલા જ છે !' દુ:ખમાં પડેલા તો છે જ પણ એને અડવાથી એ દુ:ખમાં પણ વધારો થાય. દાઝેલા અંગ પર કોઈ અડે તો કેવી વેદના થાય ? દુનિયામાં પણ એવા દુઃખી મનુષ્યો હોય છે કે જે પંખો પણ ન સહી શકે અને અવાજ પણ ન સહી શકે. એવા દુઃખી માણસોને જોવા જનારો ત્યાં જરા પણ બોલે નહિ. મનુષ્યમાં આવા દુઃખી જીવો દેખાય, તો પૃથ્વીકાયાદિ જીવોનું દુઃખ તો અતિ ભયંકર છે. આવી દયા પાળનારો જ્યારે મનુષ્યની દયા કરવા નીકળે એની રીત જુદી જ હોય. સભાઃ “વનસ્પતિ દેખાય છે તો પ્રફુલ્લિત !' એ તો એના અવયવો પ્રફુલ્લિત દેખાય છે. પણ એમાં ગોંધાઈને રહેલો જીવ ક્યાં પ્રફુલ્લિત છે ? કર્મના સ્વરૂપને સમજવું પડશે. આપણે પાંચે ઇંદ્રિયોથી પરિપૂર્ણ છીએ, સતેજે મનવાળા છીએ, પુસ્તક વાંચીને પંડિત બનેલા હોઈએ તોયે ઘણી વખત એવું બને છે કે આપણી પીડા આપણે સહન કરી શકતા નથી, માત્ર “કાંઈક થાય છે” એમ કહીને પતાવાય છે. મોટા સર્જનો માટે પણ ઘણીવાર એવા પ્રસંગો આવે છે, જ્યારે એ પોતે પણ પોતાને થતા દર્દને કહી શકતા નથી. કર્મના ઉદયથી થતી પીડા અનિર્વાચ્ય છે. દર્દી દર્દની પીડામાં બૂમો મારે છે. પણ જ્યાં મરણ નજીક આવે ત્યાં શાંત થઈ જાય છે. કેમ કે દુ:ખ એટલું વધી ગયું કે વાચા જ બંધ થઈ ગઈ. તાવનું જોર વધે ત્યારે દર્દી મૂચ્છિત થઈ જાય છે, ત્યારે એ ઘેનમાં છે એમ કહેવાય છે, પણ એ ઊંઘ નથી. ડૉક્ટર પણ એ વખતે બરફ ઘસવાનું કહે, પણ બીજી કોઈ ખાસ દવા ન આપે. કારણ કે વ્યાધિ પૂરબહારમાં ફાટી નીકળ્યો છે. ત્યારે હવે વિચારો કે ન બોલતો સારો કે બોલે તે ? ગમે તેવા સ્થાનમાં પડી રહેવું પડે અને ખસી ન શકાય એ હાલતમાં ઓછું દુઃખ છે? ભયંકર તાપ હોય કે હિમ જેવી ઠંડી હોય કે પછી આગ લાગી હોય તો પણ ખસાય નહિ, આ હાલત ઓછા દુઃખની નથી. પણ કર્મ એવાં ઉદયમાં આવ્યાં છે કે એ બિચારાં ત્યાં ચોટ્યાં જ રહે છે, કે જ્યાં વધારેમાં વધારે Page #440 -------------------------------------------------------------------------- ________________ 1607 - ૨૭ : સંસાર એક કતલખાનું - 107 - ૪૧૯ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. બે દિવસ પણ એક જ સ્થાને બેસી તો જુઓ ! તો દુઃખીનાં દુઃખનો કાંઈક ખ્યાલ આવે. આત્મા અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં થાય શું? ગર્ભનું દુઃખ યાદ કેમ નથી આવતું ? ત્યારે મૂચ્છિત હતા માટે, પણ એ યાદ ન આવે માટે ત્યાં દુઃખ નથી એમ ન કહેવાય. મૂચ્છિત અવસ્થાનું દુઃખ ઘડી પછી મૂર્છા ઊતરી જતાં પણ યાદ નથી આવતું તો ગર્ભનું દુઃખ ક્યાંથી યાદ આવે ? આત્મા જ્યાં અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં થાય શું ? મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન ન હોય ? એકેંદ્રિયની દયા પાળનારા પંચેદ્રિયની દયા પાળે ત્યારે એની ભાવના ન્યારી જ હોય. શ્રી જિનેશ્વર દેવ કહે છે કે એકેન્દ્રિયની દયા પાળનારા જ પંચેંદ્રિયની દયાના સાચા પાલંક છે. શ્રી જિનેશ્વરદેવોએ આ સંસારરૂપી કતલખાનામાં બધાની કતલ થતી જોઈ ત્યારે નિર્ણય કર્યો કે એ બધાને ત્યાંથી કાઢવા એ જ સાચી દયા. મા-બાપ તથા ગુરુના ઉપકારનો બદલો શી રીતે વળે ? ખવરાવે, પીવરાવે, હવરાવે, ધોવરાવે કે પુષ્પશયામાં પોઢાડે, એ કશાથી એ બદલો ન વળે પણ એમને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ પમાડાય તો એ બદલો વળે. ' સભાઃ “મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન હોય ?' ન હોય. દયાળુ કોઈના નાશની ભાવના જ ન કરે. મુક્તિને સાધનારી જેટલી ક્રિયા તેમાં જે હિંસા થયા વગર ન જ રહે તેને સ્વરૂપ હિંસા કહી, એ આપણે પહેલાં જ વિચારી ગયા. સભાઃ “મુક્તિને સાધનારી ક્રિયા કઈ ?” સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર. સમ્યગદર્શન એટલે સંસારને કતલખાનું માની તેને છોડવા જેવો માનવો, સમ્યગુજ્ઞાન એટલે સંસારરૂપી કતલખાનાને ભિન્ન ભિન્ન રીતે ઓળખી, જેવો છે તેવો જાણવો અને સમ્યકુચારિત્ર એટલે કે કતલખાનાથી છૂટી જવું. ખીલો આ એક જ છે. ગમે ત્યાં ફરો પણ આ ખીલેથી ખસવાનું નહિ. આ ચાવી એવી મઝેની છે કે સ્વરૂપ તરત પરખાય. આ ખીલેથી ખસ્યા એ ઉસૂત્રભાષી ઠર્યા. દુધાળાં જાનવર ખીલે જ રહે અને જે ઢોર એ ખીલેથી ખસે તે ડાંગ ખાય, ડમ્બે પુરાય, માલિકને મળાય તો મળાય, નહિ તો કસાઈવાડે પણ જાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છોડીને જનારા એ બધા ડબામાં પુરાવા સર્જાયેલા છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સભાઃ ‘કહે છે કે ‘ઉત્સૂત્રભાષી’ શબ્દ હમણાં બહુ બોલાય છે.' જરૂર પડે ત્યારે જે બોલવાની જરૂર હોય તે અવશ્ય બોલાય. જગદ્ગુરુ શ્રી હરીસૂરીશ્વરજી મહારાજા પોતે ફ૨માવે છે કે ‘હવે નિહ્નવ શબ્દ ન વપરાય. કેમ કે નિદ્ભવ તો કોઈ એકાદ સૂત્ર વિરુદ્ધ કહેતા હતા. પણ હવે તો આખું જ પલટાવાય છે ત્યાં નિહ્નવ ન કહેવાય, પણ ઉત્સૂત્રભાષી જ કહેવા પડે.' ૪૨૦ 1608 હું તો હવે ઉત્સૂત્રભાષી કહેવા કરતાં સૂત્રવિરુદ્વાચારી કહેવાની જરૂ૨ જોઉં છું. ઉત્સૂત્રભાષીમાં તો થોડું પણ સૂત્રનું પાલન હોઈ શકે એવું સમજાય છે. પણ આ તો જે પાલન કરે છે તે પણ સૂત્ર વિરુદ્ધની પુષ્ટિ માટે. એવા સાધુ જે સાધુવેષ રાખે છે અગર એવા શ્રાવક જે કપાળમાં ચાંલ્લા રાખે છે તે પણ સૂત્રની વાતોના મંડન માટે જ મોટે ભાગે ૨ાખે છે. વેષના પ્રભાવે મુનિ કહેવરાવાય, પાટે બેસાય અને અજ્ઞાન લોકને આડુંઅવળું સમજાવાય એ બને ને ? ચાંલ્લો હોય તો જૈન કહેવરાવાય અને પછી મરજી મુજબ વર્તાય, એવી દશા છે. ત્યાં જે થોડું ઘણું પાલન છે તે પણ સૂત્રની વાતોના વિનાશ માટે છે, માટે એંની બધી ક્રિયા એ બકાચાર અર્થાત્ બગલાના આચાર જેવી છે. સભા એવા મુનિઓની વાણી તો ગેરલાભ કરે ને ?’ માટે શાસ્ત્ર કહે છે કે એવાની વાણી સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા છે. સોનાની છરી ભેટમાં રખાય. પણ પેટમાં ન ખોસાય, વાણી સાંભળ્યા વગર રહેવાય. પણ નાશક વાણી ન સંભળાય. આ શાસનમાં પાપી નભે પણ પાપને પાપ તરીકે ન સ્વીકારે એ ક્ષણભર પણ ન નભે. પાપના ત્યાગમાં તો સામર્થ્ય જોઈએ. પણ પાપને પાપ કહેવામાં પણ સામર્થ્ય જોઈએ ! એ પણ ન કહેવાય તેનો અર્થ શો ? પાપને પાપ પણ ન કહે તે તો ઇરાદાપૂર્વક ધર્મનાશની ભાવનાવાળા છે. દયાનો પ્રસંગ આવ્યો છે માટે એને પૂરો સ્પષ્ટ કરી લઈએ. નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે નાના જીવોની દયામાં ધર્મ નથી સમાઈ જતો, એવો આક્ષેપ કરનારાને તમારે કાંઈ કહેવું પડે કે નહિ ? નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે. બળવાનના પડખામાં તો સૌ ભરાવાના પણ નબળાની પડખે કોણ ? સાચો ક્ષત્રિય જ નબળાની વહારે ચઢે. આપણે સાચા ક્ષત્રિયના સંતાનો છીએ. બળવાનને તો ઘણા મળશે, પણ નબળાને કોઈ નહિ મળે. આથી બળવાનની દયા ન ક૨વી એમ નથી કહેતો, માટે ઊંધું નહિ લેતાં પણ બળવાનની દયા માટે નબળાનો ભોગ ન લેતા. Page #442 -------------------------------------------------------------------------- ________________ 1609. - ૨૭ : સંસાર એક કતલખાનું - 107 – ૪૨૧ અવસરે સાચી વાતો બોલવી પડશે? આ જૈનશાસન એ ખરેખરું નંદનવન છે. એમાં જ્યાં બેસો ત્યાં અનુપમ આનંદ આવે, પણ બેસવું જોઈએ. જેમ એમાં ઊંડા ઊતરો તેમ મઝા આવે. દયાના વિચાર આવશે તે દિવસે હાલત જુદી થશે. દયાના વિચાર આવવા જોઈએ. ઘણા એવા આક્ષેપ કરે છે કે, “જૈનો તો કીડી મંકોડી જેવા નાના જંતુની દયા પાળે છે પણ એ આક્ષેપને તમે વધાવી લો. કહી દો કે “તમારી વાત સાચી છે, જેનું કોઈ નહિ એના અમે. જેની બધાએ ઉપેક્ષા કરી તેની રક્ષાની કામગીરી અમે ઉઠાવી. જેનું કોઈ તારણહાર નહિ તેને બચાવવાની જોખમદારી અમારી. બધા તમારા જેવા પાકે તો એ જીવોનું થાય શું ?” કોઈ એમ કહે કે, “દેડકાની દયાની વાતો શું કર્યા કરો છો ? તો કહેવું કે, તમે નિર્દય પાક્યા માટે.” એ કહેશે કે, “તમારામાં માનવદયા તો છે નહિ !” તો કહેજો કે, “હૈયામાં માનવદયા જરૂર છે. પણ એવી ઘેલી માનવદયા નથી કે જે બીજા જંતુના ભાગ લે.” આ બધું બોલવું પડશે. સિદ્ધાંત સમજો તો બોલાય.’ અવસરે આવું બોલવું જ જોઈએ. પણ સિદ્ધાંત સમજો તો બોલાય ને ? વસ્તુનું ધ્યેય નિશ્ચિત હોય તો ભૂલ ન થાય. માર્ગનો જાણકાર ગલી કૂંચીમાં થઈને પણ ઘેર જલદી પહોંચે. એ વાહનોથી ધમધમતા જોખમવાળા માર્ગે ન ચાલે. માર્ગના અજાણને તો લાંબું ચક્કર ખાઈને મોટા રસ્તે જ જવું પડે. જાણકારને તો કેડીમાર્ગ પણ જવાની છૂટ છે. માટે માર્ગના જાણકાર બનો અને માર્ગના નાશકોને બરાબર જવાબ આપી બોલતા બંધ કરો. બળિયાની સામે અહિંસા, સંયમ, તપ ફરજિયાત છે? - થોડા બળવાનને ઘણા બળિયા સામે ફરજિયાત શાંત રહેવું પડે છે. પણ તેથી એ કાઈ શાંત ન કહેવાય. બળવાનની સામે અહિંસા, સંયમ, તપ એ ફરજિયાત છે. પીંજરામાં ઊભેલો સાક્ષી ગમે તેવું જૂઠું બોલે પણ હોશિયાર જજ્જ એ પારખી લે ને પછી કરડી નજર કરી, બે-પાંચ સવાલ એવા કરે કે પેલો સાચું બોલી જ જાય; પણ તેથી એ કાંઈ સાચાબોલો કહેવાય ? ના સાચું બોલવું ન હતું, પણ બોલાઈ ગયું. હાથમાં તલવાર લઈને કોઈને મારવા જતો માણસ સામે અધિક બળવાનને જોતાં ગભરાઈ જાય અને હાથમાંથી તલવાર પડી જાય. તેથી એ મારવા નહોતો જતો એમ ન કહેવાય. નબળા પ્રત્યે પણ દયાના પરિણામ તેને જ આવે કે જે સંસારને કતલખાનાં માને. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1510 જેને મુનિપણું ગમે નહિ એ દયાળુ નહિ? દયાની વાત જૈનશાસનમાં ઠામ ઠામ છે. સાચી દયા મુનિપણા વિના ન પળી શકે, એમ તમને લાગે છે કે નહિ ? જેને મુનિપણું ગમે નહિ એને દયાળુ મનાય ? મુનિપણાની ઇચ્છા વિના નથી તો શ્રાવકપણું આવતું કે નથી સમ્યગ્દષ્ટિપણું આવતું. જેઓને મુનિપણાનો વિરોધ હોય તેઓ જૈનશાસનની બહાર છે એમ લાગે છે ને ? વાતવાતમાં કહે છે કે “આ મુનિપણું પાળશે એની ખાતરી શી ?' એને કહો કે, “ભલા માણસ ! ખાતરી વિના તો આખો સંસાર ધમધોકાર ચાલે છે.” સારો નીકળશે કે ખોટો એની ખાતરી વિના છોકરાંઓને જન્મ આપો છો કે નહિ ? કેવી નીવડશે તેની ખાતરી વિના કન્યા પરણી લાવો છો ને ? બાપ કહેવાતો ખૂની નહિ થાય અને મા કહેવાતી ઝેર નહિ ખવડાવી દે એની ખાતરી શી છે ? પરંતુ ઓઘ ખાતરીથી જેમ દુનિયાનો પાપ-વ્યવહાર ચાલે છે તેમ ઓઘ ખાતરીથી ધર્મ-વ્યવહાર ચાલે એમાં હરકત શી છે ? એ પહેલા પણ આખરે ચઢવાના જ છે? કેટલાક કહે છે કે, “સમજ્યા વિના સામાયિક કેમ કરાય ?' પરંતુ સમજ્યા વિના ખાઈ-ખાઈને આટલા મોટા થયા એ વાત તેઓ ભૂલી જાય છે. અનાજ ખાવાથી સારા થવાશે અને માટી ખાવાથી નુકસાન થશે એનું ભાન જ ક્યાં હતું ? માતાએ અનાજના કોળિયા મોંમાં ઘાલીને ખવરાવ્યા અને માટી ખાધી તો મોંમાં આંગળાં ઘાલી-ઘાલીને કઢાવી ત્યારે મોટા થયા. સમજ્યા પછી જ ખાવું કે ખવરાવવું એવું ઠરાવ્યું હોત તો વહેલા સ્મશાન ભેગા થયા હોત. મા-બાપ ખવરાવે તે ખાવામાં જેમ વાંધો નહિ તેમ ઉપકારી મહાપુરુષો જ કરાવે તે કરવામાં વાંધો શો ? એમાં કંઈ લાંછન લાગે છે ? કર્માધીન આત્માની ખાતરી તો કેવળજ્ઞાની સિવાય કોઈ ન આપી શકે. કેવળજ્ઞાની પણ જોઈ રહ્યા છે કે આત્માના પરિણામમાં ક્ષણે-ક્ષણે પલટા થાય છે. સંયમ લીધા પછી પરિણામમાં પલટા ન આવે એવું નથી. પલટા તો આવ્યા કરે, ઊંચે ચઢે, સ્થાને જ રહે કે નીચે પણ જાય, એ બધું બને. આવ-જા થયા જ કરે, જો પલટાનો હિસાબ ગણી ધર્મ ન અપાય તો શ્રી જિનેશ્વરદેવ કહે છે કે મુક્તિમાં કોઈ જાય જ નહિ. એ તો એમ ને એમ મહેનત કરતાં-કરતાં એક દિવસ એવો આવશે કે તે દિવસે ક્ષપક શ્રેણિ મંડાઈ જશે, કર્મક્ષય થશે અને કેવળજ્ઞાન પમાશે. અરે ! ઉપશમ શ્રેણિમાં તો શ્રેણિએ ચઢેલો પણ પડે છે અને યાવત્ નિગોદમાં પણ ચાલ્યો જાય છે. ચૌદ પૂર્વધર પણ મહાઅજ્ઞાની થઈ જાય તો તેમાં નવાઈ નથી. પણ શાસ્ત્ર કહે છે કે એ પડેલા પણ આખરે ચઢીને મુક્તિએ જવાના જ છે.” . Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1612 નિશાળમાં ભણવા આવતા એમ વાતો કરાવતા ગુરુ પાસે પહોંચી ગયા. ગુરુએ પણ જોતાંની સાથે મુનિને પૂછ્યું કે, “આ ભાગ્યશાળીને કેમ લાવ્યા ? દીક્ષા લેવા?' મુનિ કહે, “હાજી.” હવે આને કંઈ દીક્ષાની ભાવના નહોતી. પણ ના પાડે તો ભાઈ ખોટા પડે, એટલે ગુરુએ જ્યારે એને પૂછ્યું કે, “કેમ ભાગ્યશાળી ! દીક્ષા લેવી છે ને ?' એટલે કહે, “હાજી.” ગુરુએ તે જ વખતે દીક્ષા આપી અને ત્યાંથી અન્ય મુનિઓ સાથે તરત જ વિહાર પણ કરાવી દીધો. સગાંવહાલાં આવ્યાં તેમને ગુરુએ કહી દીધું કે, “ભવદેવ આવ્યો હતો ખરો પંણ તે તો ગયો.” આ ભવદેવને જરા પણ દીક્ષાના ભાવ ન હતા. નાગિલાના ધ્યાનમાં જ બાર વર્ષ સુધી ભાવ વિના સંયમ પાળ્યું છે. એ જ ભવદેવ તે અંતિમ ભવમાં જંબૂસ્વામી થયા છે, પાંચસો ચોરોના પ્રતિબોધક થયા છે, ભગવાનના શાસનમાં ચરમ કેવળી થયા છે. જ્ઞાનીઓના માર્ગના આવા રહસ્યની એ અજ્ઞાનીઓને શી ખબર પડે ? મોક્ષ માટેની દીક્ષા આપવાની પ્રવૃત્તિને પઠાણશાહી કહેનારા એ પોતે જાતે જ શ્રી જૈનશાસનનો નાશ નોતરવા પઠાણશાહી ચલાવી રહ્યા છે. એમને છાજે એવું એ બોલે છે ને કરે છે અને એમની જાતનાં જાનૈયા એમનું સાંભળે છે અને એમના ટોળામાં ભળે છે. એવાઓ કદી દુન્યવી ડિગ્રીઓ ધરાવતા હોય તોયે અજ્ઞાન અને બેસમજ છે. જૈનશાસનની દયાને નહિ સમજનારા ગમે તેમ બોલે તોય મૂંઝાવું નહિ. શ્રીસંઘરૂપ મેરૂની જીવદયા રૂપી ગુફાઓ અને તપસ્વી મુનિઓ રૂપી ઉદ્દામ બનેલા સિંહો વિષે હજી પણ જ્ઞાનીઓ જે વિશેષ વર્ણન કરે તે હવે પછી. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1612 નિશાળમાં ભણવા આવતા' એમ વાતો કરાવતા ગુરુ પાસે પહોંચી ગયા. ગુરુએ પણ જોતાંની સાથે મુનિને પૂછ્યું કે, “આ ભાગ્યશાળીને કેમ લાવ્યા ? દીક્ષા લેવા ?' મુનિ કહે, “હાજી. હવે આને કંઈ દીક્ષાની ભાવના નહોતી. પણ ના પાડે તો ભાઈ ખોટા પડે, એટલે ગુરુએ જ્યારે એને પૂછ્યું કે, “કેમ ભાગ્યશાળી ! દિક્ષા લેવી છે ને ?” એટલે કહે, “હાજી.” ગુરુએ તે જ વખતે દીક્ષા આપી અને ત્યાંથી અન્ય મુનિઓ સાથે તરત જ વિહાર પણ કરાવી દીધો. સગાંવહાલાં આવ્યાં તેમને ગુરુએ કહી દીધું કે, “ભવદેવ આવ્યો હતો ખરો પંણ તે તો ગયો.” આ ભવદેવને જરા પણ દીક્ષાના ભાવ ન હતા. નાગિલાના ધ્યાનમાં જ બાર વર્ષ સુધી ભાવ વિના સંયમ પાળ્યું છે. એ જ ભવદવ તે અંતિમ ભાવમાં જંબુસ્વામી થયા છે, પાંચસો ચોરોના પ્રતિબોધક થયા છે, ભગવાનના શાસનમાં ચરમ કેવળી થયા છે. જ્ઞાનીઓના માર્ગના આવા રહસ્યની એ અજ્ઞાનીઓને શી ખબર પડે ? મોક્ષ માટેની દીક્ષા આપવાની પ્રવૃત્તિને પઠાણશાહી કહેનારો પોતે જાતે જ શ્રી જૈનશાસનનો નાશ નોતરવા પઠાણશાહી ચલાવી રહ્યા છે. એમને છાજે એવું એ બોલે છે ને કરે છે અને એમની જાતનાં જાનૈયા એમનું સાંભળે છે અને એમના ટોળામાં ભળે છે. એવાઓ કદી દુન્યવી ડિગ્રીઓ ધરાવતા હોય તોયે અજ્ઞાન અને બેસમજ છે. જૈનશાસનની દયાને નહિ સમજનારા ગમે તેમ બોલે તોય મૂંઝાવું નહિ. શ્રીસંઘરૂ૫ મેરૂની જીવદયા રૂપી ગુફાઓ અને તપસ્વી મુનિઓ રૂપી ઉદ્દામ બનેલા સિંહો વિષે હજી પણ જ્ઞાનીઓ જે વિશેષ વર્ણન કરે તે હવે પછી. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૩ બુધવાર, તા. ૨-૪-૧૯૩૦ ♦ શાસંનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે : ♦ પાપથી બચાવે તે પાત્ર ઃ ♦ અનુકંપાદાન ધર્મપ્રભાવના માટે : ♦ પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મના ઃ ♦ મુનિ અવસરે ત્રાડ પાડે જ ! સંસાર કદી બંધ થવાનો નથી : વાસ્તવિક દયા કોને આવે ? ત્રણ પ્રકારના જડનો સંસર્ગ : ♦ પહેલું આસ્તિક્ય ને પછી અનુકંપા : શ્રાવકને બિચારા કહેનારા અજ્ઞાન છે ઃ ♦ ધર્માનુષ્ઠાન સામે બળાપો ન કરો : ♦ દુ:ખ કેમ આવ્યું ? એ સમજો! શ્રાવકના દીકરાના સંસ્કાર આવા હોય ? પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ? સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે : ♦ શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન ઝૂકે : ૭. સદ્દાલક શ્રાવક : ૦ વફાદારીનો ગુણ : બાપ પહેલો કે પત્ની પંહેલી ? ૭ ભક્તિની વિધિ સમજો : • પ્રભુપૂજાની સામગ્રી કેવી હોય ? ૭ તમારો આદર્શ શો છે ? પાત્રની પરીક્ષાનો અભાવ : તો શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાય : જટાયુ પક્ષી અને શ્રી રામચંદ્રજી : રાસમાંથી શું યાદ રાખ્યું ? ♦ ધર્મીને ધર્મનો ખર્ચો કેટલો ? ♦ જાતની નામનાના રસિયા ચેતનાહીન છે : ‘નામ’ પણ ‘ભાવ’નું પૂજાય છે ઃ જાપ મરીચિના નામનો કે ભગવાન શ્રી મહાવીરના નામનો ? અભિમાને ભાન ભુલાવ્યું છે : મંદિર-ઉપાશ્રય એ દવાખાનાં છે : 108 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1614 શાસનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે: અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘમેરૂની જીવદયારૂપી સુંદર કંદરાઓ (ગુફાઓ)નું વર્ણન કરે છે. એ ગુફાઓમાં કર્મરૂપી શત્રુઓને પરાજય પમાડવા માટે ઉદ્દામ બનેલા અને કુમતવાદીરૂપી હરણિયાઓને ત્રાસ પમાડવામાં સિંહ સમા તપસ્વી મુનિઓ વસે છે. શ્રી જૈનશાસનમાં એક પણ ક્રિયા એવી નથી કે જેમાં જીવદયા ન હોય, જ્યારે બધા કુમતવાદીઓ નામના અહિંસક છે પણ જીવદયાના સિદ્ધાંતોના ઘાતક છે. દયાના નામે અનેક રીતે દયાના સંહારક છે. આ શાસનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે છે. અહિંસક ભાવને ખીલવનારી પ્રત્યેક વસ્તુ ધર્મની કોટિમાં છે અને જેમાં અહિંસાની ભાવના નથી તે વસ્તુ ધર્મની નાશક છે. આ શાસનમાં કોઈ ક્રિયા એવી ન હોય કે જેમાં અહિંસકભાવ ખંડિત થાય. કદાચ પ્રવૃત્તિમાં હિંસા હોય તે બને પણ તે સ્વરૂપહિંસા છે. બાકી તો સ્વપરની અહિંસાના ભાવને પોષક એવી જ ક્રિયા આ શાસનમાં વિહિત છે; ને માટે તો જ્ઞાનીને દાનમાં ભેદ પાડવા પડ્યા. એક સુપાત્રદાન અને બીજું અનુકંપાદાન. જ્યાં હાથ જોડાય ત્યાં પાત્રતા જોવાની. અનુકંપાનું સ્થાન તે પાત્ર નથી. અનુકંપાના સ્થાનમાં પાત્રાપાત્ર કશું જોવાનું નહિ. આ રીતે ન વર્તાય તો ક્રિયાનો હેતુ સફળ ન થાય. પાપથી બચાવે તે પાત્રઃ અહિંસક ભાવના જાળવવી અને દુનિયામાં રહેવું, ત્યાં ઉચિત પ્રવૃત્તિ જોઈએ જ. દુનિયામાં હિંસાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે માટે અહિંસક ભાવ સાચવવાની કાર્યવાહી જરૂર જોઈએ. સુપાત્રમાં તો શક્તિ છે, ત્યાં વિનય કરવાનો, હાથ જોડવાના એ બધું છે. “લ્યો, લઈ જાઓ!” એમ જો સુપાત્રને કહ્યું, તો ભક્તિ ન થાય. પણ આશાતના થાય. એમ કરવાથી સુપાત્રદાન ન રહ્યું, લાખનું દાન નિષ્ફળ અને લાભને બદલે હાનિ. શ્રાવક એ સાધર્મિક છે; એને “લે અલ્યા.” એમ કહેવાય ? જો એમ જ કહેવું હોય તો પછી એને સાધર્મિક ન કહો, એક ગરીબ માણસ કહો. જો સુપાત્રે દાન આપ્યાની વાત કરશો તો શાસ્ત્ર કાનપટ્ટી પકડીને પૂછશે કે, “આપતી વખતે હાથ જોડી બહુમાનપૂર્વક ભક્તિ કરી હતી ? “નિસ્તાર કરો !” એમ કહ્યું હતું ?” નોકરને પચાસ આપવા હોય તો “લે, લઈ જા” એમ કહીને આપી દેવાય.પણ સાહેબને પાનનું બીડું પણ આપવું હોય તો ઊભા થઈને માનપૂર્વક આપવું પડે ને ? એમ ન આપો તો એ અપમાન માને. મરજી મુજબ આપવું, ઇચ્છા મુજબ વર્તવું અને સુપાત્રદાનની વાતો કરવી એ ન ચાલે. Page #448 -------------------------------------------------------------------------- ________________ 1615 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૨૭ પપા ત્રાય તિ પાત્રમ્' - પાપથી બચાવે તે પાત્ર અને એમાં પણ સુંદર તે સુપાત્ર. સુપત્ર પાપથી સારી રીતે બચાવે. પણ પોતે પાપથી બચેલો હોય તો તે બીજાને પાપથી બચાવે ને ? અનુકંપાદાન ધર્મપ્રભાવના માટે: અનુકંપાદાન એ તો ધર્મપ્રભાવનાનો હેતુ છે અને ધનની મૂચ્છ છૂટે એ એનાથી થતો લાભ છે. બાકી અનુકંપાને યોગ્ય જીવો એ સુપાત્ર નથી પણ અપાત્ર છે. એને તો માટીના ઠામની જ્ઞાનીઓએ ઉપમા આપી છે. સુપાત્ર તો પોતે પાપથી બચેલા છે અને દાન દેનારને પણ પાપથી બચાવે છે. સાત ક્ષેત્રમાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ એ ત્રણમાં તો કાંઈ જોવાપણું છે જ નહિ. સાધુ-સાધ્વી છે કે જે એ ત્રણેના પ્રચારક છે અને શ્રાવક-શ્રાવિકા એમાં સહાયક છે. આ સાતેય સુપાત્ર છે. શ્રાવક-શ્રાવિકા અણુવ્રતધારી હોય અથવા તો સમ્યગૃષ્ટિ હોય પણ એને મહાવ્રત ઉપર તથા પ્રભુની આજ્ઞા ઉપર પ્રેમ હોય જ, માટે એ સુપાત્ર કહેવાય. અમુક અંશે પાપથી બચે અથવા તો પાપને પાપ માની તેનાથી બચવાની ભાવના સેવે તે સુપાત્ર છે. પ્રભુના માર્ગની વૃદ્ધિમાં જેને આનંદ થાય તે સુપાત્ર. એવા પ્રત્યે ભક્તિ જ હોય. “એ તારક છે અને એની સેવાથી આત્મા સંસારસાગરથી તરે' એ એક જ ભાવના છે. અનુકંપા દાનમાં સામાનું દુઃખ દૂર થાય એ હેતુ છે. અહિંસક ભાવને ટકાવ્યા સિવાય કોઈ ક્રિયા ધર્મરૂપ થતી નથી. વિવેક વિના અહિંસક ભાવ ટકતો નથી. કુપાત્ર તો ઊંધી જ પ્રવૃત્તિ કરવાનો છે. પણ ત્યાં અનુકંપા કરવામાં બીજો વિચાર કરવાનો નથી. કોઈ પણ જીવ દુઃખી હોય તેનું દુઃખ દૂર થાય, તે સુખી થાય અને એથી શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય એ જ ત્યાં હેતુ છે. એ દાન લેનારા પણ એમ કહે કે પ્રભુના શાસનને પામેલા એવા ઉદાર હોય છે કે એની પાસે જનારો લીધા વિના પાછો આવતો નથી. અહીં અનુકંપા કરનારે એટલો વિવેક કરવાનો રહે છે કે ભૂખ્યાને અન્ન અને વસ્ત્ર વિનાનાને વસ્ત્ર આપવામાં હરકત નથી. પણ પૈસા આપતાં પહેલાં એનો કેવો ઉપયોગ કરશે એ વિચારવાનું. પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મનાઃ સુપાત્રદાનમાં બધો વિવેક કરવાનો. દેવનું મંદિર, દેવ, આગમ, સાધુસાધ્વી, શ્રાવક, શ્રાવિકામાં દેવ કોણ, ગુરુ કોણ, આગમ કયું, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા કોણ, એ બધું જરૂર વિચારવું પડશે. બધી વસ્તુ અહિંસક ભાવને ટકાવનારી હોવી જોઈએ. અહિંસક ભાવને હાનિ પહોંચે, એ ભાવ તરફ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1616 બેદરકારી થાય તેવી એક પણ ક્રિયા આ શાસનમાં વિહિત નથી. શૈલેશીકરણ ન આવે ત્યાં સુધી હિંસા તો છે જ. પણ તેમ છતાં અહિંસક ભાવ તો અખંડિત જોઈએ જ. દરેક ક્રિયા વખતે આત્મા તે ભાવમાં ઝીલે. તે ભાવને ઠોકર વાગે એવી ક્રિયા સારી દેખાતી હોય પણ મોકૂફ રાખવી. સુરિપુરંદરો શાસનરક્ષા માટે સુપ્રયત્નો કરે પણ એમ કરવામાં પણ જો વારંવાર આધ્યાન થતું હોય તો ન કરે. આંખ લાલ કરે, ગરમ થઈને બોલે એમાં વાંધો નહિ, પણ હૈયું નિર્મળ જોઈએ. સામાનાં હાજા ગગડે તેવું બોલાય પણ હૈયાથી સામાનું અહિત ન ઇચ્છાય. એ સ્થિતિ ન જળવાય તો શાસ્ત્ર એ ક્રિયા મોકૂફ રાખવાનું કહે છે. પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મના છે. અહિંસક ભાવ હણાવો ન જોઈએ. અહિંસક ભાવને નામે પાછી અયોગ્ય પ્રવૃત્તિ થવી ન જોઈએ. આંધળિયાં કરવાનો આ ધર્મ નથી. ધ્યેય અહિંસાનું જળવાવું જ જોઈએ. મુનિ અવસરે ત્રાડ પાડેઃ શ્રીસંઘમેરૂની જીવદયારૂપી ગુફામાં કર્મરૂપી શત્રુને પરાજય પમાડવામાં ઉદ્દામ એવા મુનિવરો કુમતવાદી રૂપી હરણિયાને નસાડવામાં સિંહ જેવા છે. સિંહની એક ત્રાડથી હરણિયાં ભાગે જ અને ચપેટો પડે તો તો જીવે જ નહિ. મુનિ ત્રાડ પાડે ? હા ! એ શાશ્વત નિયમ છે. અવસરે જો ત્રાડ ન પાડે તો મુનિપણું ટકતું નથી. અશક્તિ હોય ને ત્રાડ ન પાડી શકે તે વાત જુદી, પરંતુ તે વખતે પણ જો બીજો કોઈ ત્રાડ પાડે તો એને આનંદ જરૂર થાય. કુટુંબ પર ધાડ આવે ત્યારે ડરપોક બધા ઢીલા થઈને બેસી રહે, પણ જો એમાંથી એક પણ શૂરો નીકળે ને ધાડને ભગાડે તો બધાને આનંદ થાય. “તેં કેમ બૂમ મારી ?' એવી ફરિયાદ કોઈ ન કરે. સંસાર કદી બંધ થવાનો નથીઃ શ્રી જિનેશ્વરદેવને કોમળ પણ કહ્યા અને કઠોર પણ કહ્યા. તેમને દયાળુ પણ કહ્યા અને નિર્દય પણ કહ્યા. દયાળુ એવા કે જીવમાત્ર દુઃખી ન થાય એવી ભાવના અને વિધિવિધાન એવાં કઠિન કે કોઈ નબળો પોચો ત્યાં ન ટકે. દયાળુ એવા કે બધાને સિદ્ધિપદે પહોંચાડવાની ભાવના અને નિર્દય એવા કે એક-એક કર્મશત્રુને વીણી વીણીને સાફ કર્યા. આ બધી વાતો મગજમાં ઊતરે ક્યારે ? સંસારને કતલખાનું મનાય ત્યારે. સંસારની વાસ્તવિક સ્થિતિ વિચારી તેનાથી જે લાભ થાય તે લેવાનો છે, બાકી સંસાર કાંઈ બંધ થવાનો નથી. અનંતા તીર્થકરો ત્યાગના ધોધ વહેવરાવી ગયા, વર્તમાનમાં વિશ વિહરમાન ભગવંતો વહેવરાવે છે અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરદેવો વહેવરાવશે. પણ સંસાર કદી Page #450 -------------------------------------------------------------------------- ________________ 1st - ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108 - ૪૨૯ બંધ થયો નથી અને થવાનો નથી, માટે સંસાર બંધ થવાની ફિકર સંસારરસિક જીવોએ કરવી જ નહિ. કેમ કે સંસાર અનાદિ અનંત છે. ત્યાગીના સહવાસથી સંસાર સારો બનશે. પણ એ કદી અટકવાનો નથી. જ્યાં સુધી જડનો સંસર્ગ છે ત્યાં સુધી ચોવીસે કલાક આત્માની કતલ ચાલુ છે એ સમજાય તો શ્રી જિનેશ્વરદેવે વર્ણવેલી દયાનાં પરિણામ આવે. વાસ્તવિક દયા કોને આવે ? જેને પહેલી દયા પોતાના આત્માની આવે તેને જ વાસ્તવિક પારકી દયા આવે. ભૂખ્યા-તરસ્યાને દેખીને તો સામાન્ય જનને પણ દયા આવે. એ દયા આવવી સહેલી છે, પણ શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી દયા આવવી કઠિન છે. આ શાસનમાં તો ખાતાપીતાની પણ દયા ખાવાની છે, જ્યારે ભૂખ્યાની દયા તો છે જ. શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ તે રાજા અને રંક બેય સમાન દુઃખી છે કેમ કે બેય સંસારમાં રૂલી રહ્યા છે એમ એ નજરે જુએ છે. દુનિયાની દયા માત્ર રંક ઉપર છે, રાજા ઉપર નથી. રાજાને તો એ સલામ ભરે છે. પ્રભુશાસનના દયાળુને તો બેયની દયા આવે. જ્ઞાની તો બેયની હાલત કફોડી જુએ છે. રાજાને એ ઘમંડી જુએ છે ને રંકને એ દીન જુએ છે. એક મેળવવાની મથામણમાં છે ને બીજો ભોગવવામાં લીન થયેલો છે. એક મેળવવા માટે જ્યાં ત્યાં અથડાય છે ને બીજો ભોગવવામાં મશગૂલ બન્યો છે. બેય દુર્ગતિમાં જવાના છે એમ જ્ઞાની જુએ છે. આ શાસનમાં બેયને માટે ઉપદેશ એક જ છે. એ ઉપદેશ ઝીલે તો બેયને મુંડાય અને મુંડાય તે મુક્તિ પામે. ત્રણ પ્રકારના જડનો સંસર્ગઃ જડનો સંસર્ગ આત્માની કતલ કરે છે એ સમજાય તો આ વાત જચે. આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય જડના સંસર્ગથી નાશ પામ્યા છે, યાને દબાયા છે. કતલના બે અર્થ, કપાવું અને ઘવાવું. જડનો સંસર્ગ ક્યારે છૂટે એ જ ચિંતા ચોવીસે કલાક જોઈએ. જડના સંસર્ગમાં પહેલો સંસર્ગ કર્મનો છે જે અતિ સૂક્ષ્મ છે. આચારાંગમાં આ વાતો આવી ગઈ છે. કર્મ એ પણ જડ છે, આત્માની સાથે ક્ષીરનીરની જેમ મળેલાં છે, દેખાતાં નથી, ક્યાં છે, કેવા છે એની ખબર પડતી નથી, એવો એ સંસર્ગ છે. નજરે પડે તો તો કાતરથી કાપીને એને અલગ કરાય પણ એવા એ નથી. બીજો સંસર્ગ શરીરનો છે. એ સંસર્ગ લગભગ અહીંથી થયેલો છે. ત્રીજું બંધન એવું છે કે જે છેટે છતાં આત્માને મૂંઝવે છે. એમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસાટકા વગેરે તમામ આવી જાય છે. સૌથી પહેલો ત્યાગ કયા બંધનનો થાય ? “કર્મ છૂટશે ત્યારે આ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1618 બધું છોડીશ” એમ કહેવાય ? ઘણા કહે છે કે અંદરનો – હૈયાનો ત્યાગ જોઈએ, પણ એ ત્યાગને હજી વાર છે. જેને દૂરનું છોડતાં હજી મૂંઝવણ થાય છે તે હૈયાનું છોડશે ? પહેલું આસ્તિક્ય અને પછી અનુકંપા જડના સંસર્ગને ભયરૂપ માને તો પોતાની દયા આવે ને ? દુનિયાના પદાર્થો ભોગવતાં સમ્યગુદૃષ્ટિ આત્માને તો કંપારી થાય. એક પ્રકારની મૂંઝવણ થાય. અનેક ભાવો સુધી એવી મૂંઝવણ થાય ત્યારે ઠેકાણું પડે. લાખો મેળવવાની ઇચ્છા હોય, એ માટેના પ્રયત્ન હોય છતાં બધાને મળતા નથી, પરંતુ તેથી ઇચ્છા નથી એમ ન કહેવાય, તેમ અહીં પણ મૂંઝવણ સાચી છતાં બળ ન પ્રગટે ત્યાં સુધી જડના સંસર્ગથી છુટાય નહિ એ બને, પણ મૂંઝવણ સાચી જોઈએ. આંખમાં આંસુ ને હૈયામાં હસવું એ ન ચાલે. જ્યાં સુધી જડનો સંસર્ગ ભયંકર ન ભાસે ત્યાં સુધી દયાનાં પરિણામ વાસ્તવિક નથી માટે પહેલું આસ્તિક્ય અને પછી અનુકંપા કહી. શ્રાવકને બિચારા કહેનારા અજ્ઞાન છે: સાધર્મિક પ્રત્યે દયા ન હોય પણ ભક્તિ હોય. દયા તો ગરીબની હોય, દીન-અનાથની હોય. શ્રી જિનેશ્વરદેવ જેના બાપ છે તેને દયાપાત્ર બિચારા કહેવાય ? નિગ્રંથ જેના ગુરુ છે અને દયાપ્રધાન ધર્મનું જેને શરણ છે એવા શ્રાવકને બિચારા કહેનારા પોતે જ બિચારા છે. જે ખરેખર શ્રાવક નહિ હોય તે બિચારા થઈને ભૂખે મરશે, પણ જે શ્રાવક હશે તે તો બહાદુર થઈને ભૂખ વેઠશે. જેને કોઈનું શરણ ન હોય તે બિચારા કહેવાય, જ્યારે આને તો જીવતાં અને મરતાં, આ ભવે ને ભવાંતરે શ્રી જિનેશ્વરદેવે નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું શરણ છે. એમને બિચારા કહેનારા અજ્ઞાન છે. ધર્માનુષ્ઠાન સામે બળાપો ન કરો : આજના બેજવાબદાર અજ્ઞાન લેખકોએ જેમ તેમ લખી લખીને ઘણા મુગ્ધ લોકોને દીન અને દુઃખી બનાવ્યા છે. દસકા, વિસકા પહેલાં પાપોદયે દુઃખી થનારા પણ ગ્લાનિ નહોતા બતાવતા. આજે તો દીનતા એવી આવી અને ફેલાવનારાઓએ એવી ફેલાવી કે એમાં ફસાનારા બિચારા જ્યાં કોઈ ધર્માનુષ્ઠાન થતું જુએ કે તરત હૈયામાં બળાપો કરે અને કહે કે “અહીં આટલા પૈસા ખર્ચ અને અમારે માટે કાંઈ નહિ ?” શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલા આવું બોલે ? એ આવું બોલતા થયા ત્યારથી એમના લમણે ભીખ ચોંટી. આ ભવે તો Page #452 -------------------------------------------------------------------------- ________________ 1619 - - ૨૮: સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 ૪૩૧ ભીખ વળગી પણ ભવાંતરમાં તો એથીયે ભૂંડી રીતે ભીખ વળગવાની છે. આ ભવમાં તો ઉત્તમ જાતિ તરીકે જોઈએ, પણ દયાળુઓ ટુકડો ફેંકશે પણ ભવાંતરમાં તો એ ટુકડો પણ દુર્લભ બનશે. પોતે જે ક્રિયા ઇચ્છવી જોઈએ તે બીજો કોઈ પુણ્યવાન કરે તેમાં બળતરા શાની ? ખુશ થવાને બદલે દાંતિયા કરાય ? “મને નહિ અને આવામાં ખર્ચાય ?' આવો બળાપો કરનારાના ભાગ્યમાં શું હોય ? દુખ કેમ આવ્યું? એ સમજો !? શ્રી જિનેશ્વરદેવની પૂજા તો એ તારકોના પુણ્યથી ખેંચાઈને જગત કરે છે, બાકી તમે એવા ભોળા નથી કે જ્યાં ત્યાં પૈસા નાંખી આવો. શ્રી જિનેશ્વરદેવની પૂજાનું મન પુણ્યવાનને જ થાય છે. “આ ઓચ્છવોમાં પૈસા ખર્ચવા કરતાં સમાજનાં કાર્યોમાં પૈસા ખર્ચાયતો ખોટું શું ?' આવા કુસંસ્કારો પાપોદયે દુઃખી થયેલાઓમાં ફેલાવીને એમના ધર્મધનનો પણ એ હીણકર્મી આત્માઓએ નાશ કર્યો છે. જૈન પોતે દુઃખી કેમ થયો એ ન સમજે ? “મને કેમ નહિ ?” એવું પૂછનારો અને ખોટો હક્ક કરનારો શું એ પારકા ઉપર જન્મ્યો હતો ? જો એમ જ હતું તો જન્મતાં પહેલાં જેની મદદ મેળવવા ઇચ્છે છે તેનો જવાબ મંગાવીને પછી જ જન્મવું હતું ને ? જે કર્મના યોગે જન્મ્યો તે કર્મના યોગે જીવવામાં વાંધો શો ? આ તો કહે છે કે, “અમે જમ્યા માટે તમે અમને જિવાડો કેમ નહિ ?' જાણે કે કોઈના માટે જ જન્મ્યા ન હોય ? જો એવું હતું તો પછી જિવાડશો કે નહિ ?' એમ પૂછીને પછી જ જન્મ લેવો જોઈતો હતો. એ શ્રાવકના દીકરાના સંસ્કાર આવા હોય ? અમદાવાદથી મુંબઈ આવે ને કોઈ સામે લેવા ન આવ્યું તો ખેદ કરાય ? કરણી એવી કરો, પુણ્ય એવું બાંધો તો આખી મુંબઈ સામે લેવા આવે. દેવગુરુ, ધર્મમાં ખર્ચાતા ધનને બંધ કરી પોતાના પેટના ખાડા પૂરવાની વાતો કરનારા ભક્તિની પાત્રતા તો ગુમાવે છે, પણ દયાને પાત્ર પણ નથી રહેતા. એ હણ કર્મીઓ કહે કે, “પ્રભુભક્તિમાં કેમ ખર્ચો છો ?' તો કહેવાનું કે, “અમારી ઇચ્છા.” તરત એ કહેશે કે, ‘તો અમને કેમ નથી આપતા ?' તો કહી દેવાનું કે, અમારી મરજી.” એમને પૂછો કે, “તમારામાં આવી યાચકવૃત્તિ આવી ક્યાંથી ? અધિકારપૂર્વક માંગો છો તો કાંઈ થાપણ જમા મૂકી ગયા છો ?” આનો અર્થ અવળો ન લેતા. ભક્તિના સ્થાને ભક્તિ અને દયાના સ્થાને દયા ન કરવી એવું કહેવાનો અહીં આશય નથી. પણ એ કહેવા શું માંગે છે એ તો એને પૂછો ! શ્રાવકનો દીકરો દેવગુરુ સામે કે ધર્માનુષ્ઠાનો સામે આંખો કાઢીને પૈસા માંગે ? Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ | 1620 પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ! ધર્મના રક્ષકને તો બધી ચિંતા હોય. અણસમજુઓ ઉછાંછળા થાય પણ રક્ષક એવા ન બને. ગાંડાઓ પાંચા ગાળ પણ દે. પરંતુ શેઠિયા સામી ગાળ ન દે. એ તો ગંભીરતા રાખી વાત ગળી ખાય. જેમ જેમ ભક્તિનાં કાર્યો બંધ કરીને પોતાને આપવાનું કહે અથવા તો ધર્માનુષ્ઠાનો સામે આંખો કાઢે, તેમ તેમ સાચા શ્રાવકનું મન ત્યાંથી ઊઠી જાય. “ધર્મના નામે આવા ધુમાડા કેમ કરો છો ?' એમ બોલ્યો કે સાચો શ્રાવક એને “સુપાત્રમાંથી કુપાત્ર બન્યો’ એમ માને. ભક્તિમાંથી તો ગયો. પણ અનુકંપાને લાયક પણ રહ્યો કે કેમ એ પ્રશ્ન છે. શ્રી જિનેશ્વરદેવને તથા એમના આગમને તુચ્છ કહે અને એ બંને માટે એલફેલ બોલે, નિગ્રંથ ગુરુઓ માટે પણ એલફેલ બોલે અને એમના ઉપર કારમાં ખોટાં કલંકો ચઢાવે ત્યાં સાચો શ્રાવક દયા પણ શી રીતે કરે ? જેને પોતે પૂજતો હોય તેને માટે એલફેલ બોલનારની દયા કરવાનું મન પણ થાય શી રીતે ? પોતાની સ્ટીમરને કાણી કરનાર પ્રત્યે દયાળુને દયા કરવાનું મન કઈ રીતે થાયં ? પણ એ દયાળુઓ એ બિચારાને કર્માધીન માને છે અને ટુકડો ફેંકવાથી પણ જો પેલાઓ દેવગુરુની નિંદા કરતા અટકતા હોય તો આપે, એ દયાથી નહિ, પણ તિરસ્કારબુદ્ધિથી અપાય છે. સાચો શ્રાવક ત્યાં પણ કહીને આપે કે, “આમ તો તમે મારા રોટલાના ટુકડાને પણ લાયક નથી, પરંતુ અમારા હૃદયમાં દયાના અંકુરો છે અને તમે કેવળ રોટલાના ટુકડા માટે જ જો પ્રભુને ગાળો દેતા હો તો એ ગાળો દેતા બંધ થાઓ તે માટે તમને ટુકડા આપીએ છીએ.” દુર્જનને સલામ ભરવાનો હેતુ એક જ કે એ વિના કારણ હેરાન ન કરે. પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ? એના દ્વારા દુષ્ટ દેવતાઓને બલિ અપાય છે, કે નાહકના એ દુષ્ટ દેવો પુણ્યકાર્યમાં વિઘ્ન ન કરે. સભા પોતાને બાકળા મળે એમાં એ દેવો પોતાનું અપમાન ન માને ?” ના. એને એ જ ગમે. જેવી જેની યોગ્યતા. ભૂંડનો એ ગુણ કે વિષ્ટામાં જ એ આનંદ માને. નહિ જેવા સ્વાર્થ માટે ઘોર પાપ કરનારા આત્માઓ આ સમાજમાં આજે જીવે છે, એક પેટ ભરવાને ખાતર પ્રભુ, પ્રભુના આગમો અને પ્રભુના નિગ્રંથો માટે ફાવે તેમ લખનારા છે અને એ છડેચોક લખે જાય છે. એમને પૂછો કે, “અરે ! ભાગ્યશાળી ! આવું શા માટે લખો છો ?' તો કહેશે કે, પેટ માટે.” પેટ ભરવા માટે પણ કોને માટે શું લખવાનું, એ કાંઈ જોવાનું જ નહિ ? પેટ માટે શ્રી જિનેશ્વરદેવના શાસનની નિંદા થાય ? માનપાન માટે ધર્મની અવગણના કરાય ? દુનિયાની વાહવાહ માટે ધર્મને છેહ દેવાય ? જે Page #454 -------------------------------------------------------------------------- ________________ 1621 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૩૩ વખતે દુનિયાનો મોટો ભાગ અધર્મ તરફ ઝૂકતો હોય ત્યારે અધર્મીઓની વાહવાહ ખત્તર ધર્મને છોડી દેવો એ બહાદુરી કે બેવફાઈ ? સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે : જડ અને ચેતનનો વિવેક થાય ત્યારે જ અહિંસાનાં પરિણામ ટકે અને સાચી દયા જન્મે. સાધર્મિક ભક્તિની વાતમાં તો સાધર્મીનું બહુમાન કરવું પડશે અને સાધર્મીએ ધર્મ પ્રત્યે પ્રેમી બનવું પડશે. “અમે સુક્ષેત્ર' એવું પોતાના મોઢે સાચો સાધર્મી ન બોલે. સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે. ખેડૂત સુક્ષેત્રને શોધે કે સુક્ષેત્ર ખેડૂતને શોધે ? ઉખરભૂમિને તો કંઈક માલિકો મૂકી મૂકીને ચાલ્યા ગયા. ન ચાલ્યા જાય તો કરે પણ શું ? કેમ કે એવી ભૂમિમાં તો ગાડાંનાં ગાડાં વાવે તોય દાણોયે પાકે નહિ. વરસાદ ન પડે ને ન પાકે એ તો ઠીક પણ વરસાદ પડે તોય કેવળ કાદવ કરે ને અનાજ તો ન જ પાકે. કાળી જમીન પાસે બધા ખેડૂતો આવે. કેમ કે એમાં તો ઓછી મહેનતે પણ મબલખ પાક થાય. તમે સુપાત્ર બનો તો ભક્તિ કરનારને ઉમળકો આવે જ. શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન મૂકેઃ સુપાત્ર કદી પોતાના સુપાત્રપણાની દાંડી પોતાના મોઢે ન પીટે. એ લોકો કહે છે કે, “અમે તો શુદ્ધ ઇરાદે દરેક ક્રિયા કરીએ છીએ. પરંતુ શુદ્ધ ઇરાદાવાળાની ક્રિયા પણ શુદ્ધ જ હોય ને ? શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન ઝૂકે. હોશિયાર શાહુકાર ધોળો દેખાતો રૂપિયો પણ એકદમ જ ગલ્લામાં ન નાખે. પહેલાં નખથી ખખડાવે, છતાં વહેમ પડે તો પથ્થર પર પટકે અને જરા બોદો લાગે તો પાછો આપે. પચાસ રૂપિયામાં ઓગણપચાસ સારા હોય ને એક જ બોદો હોય તોય ચલાવી ન લે, કેમ કે, એ પરીક્ષક છે. પરીક્ષક કદી ખોટા ઉદાર ન થાય. તેમ અહીં પણ શુદ્ધ ઇરાદાવાળા, સર્વદેવ, સર્વગુરુ અને સર્વ ધર્મને સમાન માને એમ બને ? પ્રભુને પૂજે તેય સાધર્મિક અને ગાળો દે તેય સાધર્મિક એમ માને ? જૈનકુળમાં જન્મ્યો એટલે બસ, પછી ભલે ભગવાનને ભાંડે તોય સાધર્મિક ગણવાનો ? ત્યાગની વાત કરે તેય સાધુ ને રાગની વાત કરે તેય સાધુ, માત્ર વેષ જોઈએ, પછી ભલે એ ભાંડ હોય કે ભવૈયો હોય એમ ? એ રીતે ગમે તેને સાધુ માનવા તૈયાર ? કપડાં ન પહેરે એ જ નિષ્પરિગ્રહી એવું માનો તો તિર્યંચ બધા નિષ્પરિગ્રહી કહેવાશે. કેમ કે, એ તદ્દન વસ્ત્ર વિનાના છે. તદ્દન વસ્ત્ર વિનાના આદમી કેટલા મળશે ? જ્યારે ઢોર તો બધાં જ એવાં મળશે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – – 1622 સદ્દાલક શ્રાવક : શુદ્ધ પરિણામ આવે ત્યારે તો સ્થિતિ આખી ફરી જાય. ભગવાન શ્રી મહાવીરદેવનો સદ્દાલક નામનો એક શ્રાવક હતો. પહેલાં ગોશાળાએ એને પ્રતિબોધ કર્યો હતો. પણ પાછળથી ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા અને સત્ય વસ્તુને એ પામ્યો. ભગવાનનો એ ઉપાસક થયો. પછી જ્યારે ગોશાળો ત્યાં આવે છે ત્યારે એ સામે પણ ન ગયો. એ સામે ન આવવાથી ગોશાળાએ પોતાના શિષ્યોને એને બોલાવવા મોકલ્યા, તોયે એણે આવવાની ના કહી એટલે ગોશાળો ખુદ એની પાસે ગયો. સદ્દાલકે ગોશાળાને પોતાની પાસે આવતો જોયો એટલે આંખો નીચી કરીને બેઠો. ગોશાળો એને સામે ન આવવાનું અને આ બધા પરિવર્તનનું કારણ પૂછે છે, ત્યારે એ આંખો નીચી રાખીને ગોશાળાની સામે દૃષ્ટિ પણ કર્યા વગર જ જવાબ આપે છે. કારણ કે એ સમજે છે કે ઘણા વખતનો પરિચય છે. જરા શરમ પડે કે આંખો ઢળી જતાં વાર ન લાગે. નીચી આંખો રાખીને જ સદાલકે ગોશાળાને જણાવી દીધું કે, “હવે એ બધી ભૂર્તિકાળની વાતો બની ગઈ. અત્યારે તો હું ભગવાન શ્રી મહાવીરદેવનો શ્રાવક બન્યો છું. તમારી સામે હવે ઊંચી આંખ કરીને જોવાનો પણ નથી, તો પછી બીજી ત્રીજી વાતોની તો આશા જ છોડી દો. છેવટે ગોશાળો એને ધન્યવાદ આપીને પાછો ફરે છે. સભાઃ ગોશાળાએ તેને ધન્યવાદ કેમ આપ્યા ?” જેનો ભક્ત બન્યો તેમના પ્રત્યે આવી મક્કમ વફાદારીનો ગુણ જોઈને એનાથી ધન્યવાદ અપાઈ ગયા. સદ્દાલક જૈનેતર હતો. ઇતરો પણ આવા મક્કમ હતા. આજે તો વાત વાતમાં “એમાં શું ?' એ વાતે ઘર ઘાલ્યું છે. વફાદારીનો ગુણ : અંગ્રેજોમાં એ ગુણ હતો કે એક નોકર પોતાના માલિકને વફાદાર નીવડેલો માલૂમ પડે તો પછી એ વિરોધી હોય તોય એની પીઠ જરૂર થાબડે. એ ગુણથી તો ઘણા આત્માઓ ધર્મ પામે. ધર્મીમાં વફાદારીનો ગુણ ન હોય ? જેનું લૂણ ખાય તેનું જ હરામ કરનારા માટે તો ક્યા શબ્દો કહેવા ? જૈનકુળમાં જન્મેલો છતાં જૈનશાસનની નિંદા કરે એ ઘરમાં કે સમાજમાં તો રહેવા લાયક નથી જ, દુનિયામાં રહેવા લાયક નથી, કેમ કે જેના યોગે પોતે ઓળખાયો, મનાયો તેની પણ તેનામાં વફાદારી નથી. ગોશાળો એ રીતે જ સદ્દાલકનાં વખાણ કરે છે કે ભલે એ મહાવીરનો ભક્ત બન્યો. પણ જેનો એ ભક્ત બન્યો તેની વફાદારીમાં એ ટેકીલો કેવો ? આજે તો પચાસના પગારદારને કોઈ સો Page #456 -------------------------------------------------------------------------- ________________ 153 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૩૫ આપનાર મળે તો પચાસવાળાને પડતો મૂકી સો આપનારના પલ્લામાં બેસી જતાં એને વાર નહિ. આ દશા શાથી ? ધર્મહીન બન્યા અને દેવગુરુ ધર્મને ભૂલ્યા માટે. બાપ પહેલો કે પત્ની પહેલી ? જે દેવગુરુ ધર્મના ભક્ત ન હોય તે મા-બાપના ભક્ત ક્યાંથી હોય ? કદાચ એ ભક્ત દેખાતા હોય તો સ્વાર્થથી, પત્ની આવે કે તરત મા-બાપને આઘા કાઢે એવા. શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનાર કદી એવું ન કરે. પિતાનું વચન પાળવા ખાતર વનવાસ જતી વખતે રામચંદ્રજી સીતાજીને પૂછવા નથી ગયા. આજ તો સમાન હક્કની મારામારી મોટી ચાલે છે. આજની સુભાર્યાઓ એવી કે આવું કાંઈ બને તો તરત કેસ કરવા ઊભી થાય અને પડકાર કરે કે, “મને (પત્નીને) પૂળ્યા વિના મા-બાપની આજ્ઞા મનાય કેમ ?' વારુ ! બાપ પહેલો કે પત્ની પહેલી ? રામચંદ્રજી તો કહે છે કે, પિતાના વચનનું પાલન કરવા રાજઋદ્ધિનો ત્યાગ કરવો એમાં પત્નીને પૂછવાનું શું ? આજે તો કહે છે કે, “પરણતી વખતે કોલ આપ્યો છે.” શું કોલ આપ્યો છે ? મા-બાપને વેચી ખાવાનો એમ ? દેવગુરુ, ધર્મ, મા-બાપ એ બધાં પછી અને પહેલી ઘરની દેવી એમ ? વીસમી સદીના આ બિરાદરોને ભણેલા કહેવા કે મૂર્ખ ? સ્ત્રીને ખાતર દેવગુરુ, ધર્મ, મા-બાપ વગેરેને ન ગણે એ કેવા સમજવા ? ઠીક છે ! પોતે દુનિયામાં બેઠો છે ત્યાં સુધી પોતે પોતાની સ્ત્રીના ખાનપાનની, વસ્ત્રાદિની સંભાળ ન લે, પોતે સ્વચ્છંદપણે વર્તે અને પોતાની સ્ત્રીને દુઃખી કરે તો એ ગુનેગાર છે, પણ “મને પરણ્યા પછી દેવગુરુ, ધર્મ કે મા-બાપ પાસે જવું હોય કે એમની સારસંભાળ લેવી હોય તો એ બધું મને પૂછીને જ થાય” આવો પત્ની સાથે કોલ કરીને જો એ લોકો પરણતા હોય તો તો મારે કહેવું પડે કે એ નમાલાઓ પુરુષ કહેવરાવવાને પણ લાયક નથી, પછી ભલે એ પોતાના મનથી પોતાને મૂછાળા માની મલકાયા કરે. શ્રી આનંદઘનજી મહારાજ તો કહે છે કે, એવાની પુરુષમાં ગણતરી જ નથી, માટે જ એ મહાત્માએ કહ્યું કે – “જે તે જીત્યા રે, તેણે હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ?” ભક્તિની વિધિ સમજો : - પ્રવૃત્તિ અશુદ્ધ હોય તો માનવું પડે કે ઇરાદો અશુભ છે. ઠીક છે, ક્વચિત્ ઇરાદો શુભ હોય છતાં અજ્ઞાન યોગે કે છદ્મસ્થતાના યોગે ક્યારેક ભૂલ પણ થાય. પણ કાયમ ભૂલ થાય તો તો ઇરાદો અશુભ માનવામાં વાંધો નથી. માટે ? Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1624 તો બધી મર્યાદા જુદી જુદી બાંધી. સાધુને જીવનભરનું સામાયિક, શ્રાવકને બે ઘડીનું સામાયિક અને ચાર કે આઠ પ્રહરનો પૌષધ, આ બધી મર્યાદા ખરીને ? સાતે ક્ષેત્રો પૂજ્ય છતાં ત્યાં દશા નિર્મમભાવની છે. પૂજ્ય પોતાની પૂજા ઇચ્છે નહિ અને ધર્મી સાતે ક્ષેત્રની શક્તિ મુજબ પૂજા કર્યા વિના રહે નહિ. હવે આ દશામાં વિગ્રહ છે ક્યાં ? ભક્તિની વિધિ સમજો ! લાખોની કમાણી કરાવનાર આડતિયાની મહેમાનગતિ જે રીતે કરો. તેથી પણ અધિક રીતે દરિદ્રી પણ શ્રાવક આવે એની ભક્તિ કરવાની છે અને મુનિપાત્ર તો એથી પણ ઊંચું છે. પ્રભુપૂજાની સામગ્રી કેવી હોય? જેટલી ઉત્તમ ચીજો પોતાના ભોગવટામાં લો તેથી અધિક સારી ચીજો દેવગુરુ ધર્મની ભક્તિમાં વાપરવી જોઈએ. રાજદરબારમાં સુંદર કપડાં પહેરીને જનારા મંદિર-ઉપાશ્રયે એથી પણ સુંદર વસ્ત્રો પહેરીને જાય. શ્રાવક ઘરે પ્યાલા વગેરે જેવા વાપરે તેનાથી પણ સુંદર કળશાદિક પાત્રો મંદિરમાં વાપરે. બાકી આજની હાલત તો જુદી છે. ભગવાનને કહેવા ત્રણ લોકના નાથ અને પૂજા કરવા જાય ત્યારે પંચિયું કે મેલાંઘેલાં કપડાં પહેરે, જેમ તેમ ડૂચા વાળ, કેસર વગેરે સામગ્રી ઘસનારાએ જેવી તૈયાર રાખી હોય તેવી લઈને કામ ચલાવે. અભિષેકના કળશો પણ કેવા ? ચીકણા, ઉપર ઉપરથી સાફ કરેલા પણ અંદર હાથ નાંખે તો હાથ ચીકણા થયા વિના રહે નહિ. એવા ગંદા પ્યાલામાં પાણી ન પીવાય પણ એ ગમે તેવા કળશોથી અભિષેક થાય. આ કેવા પ્રકારની ભક્તિ ? છતાં બચાવ કરવો હોય તો કરું કે “નહિ કરનારા કરતાં તો સારા છે ને ? નહિ મામા કરતાં કહેણા મામા શું ખોટા ? એ બધું ઠીક છે, બાકી બતાવો કે ભક્તિ છે ક્યાં ? વાઢી નમાવીને જેને ઘી ખાવા મળે તેને પૂજા કરવા ઘરનું કેસર ન મળે ? એક શ્રીમાન ઉત્તમ સામગ્રી લઈને પૂજા કરવા જાય તેને જોઈને અનેક લોકો ધર્મ પામે. તમારો આદર્શ શો છે? ઉમદા સામગ્રી લઈને પ્રભુભક્તિ કરવા જનારને જોઈને બધા એની ભક્તિની અનુમોદના કરીને લાભ લે છે. આજે જેઓ સાધર્મનો ઉદય કરવા નીકળ્યા છે તેઓ પોતાની જાતનો ઉદય નથી કરી શકતા, તો સાધર્મનો ઉદય શી રીતે કરવાના ? જેમને કેમ બોલવું, કેમ ચાલવું, કેમ વર્તવું તેનું ભાન નથી એવાઓ તો પોતાના સહવાસમાં આવનારનું પણ સત્યાનાશ વાળવાના. જાતનો ઉદય ન કરે તે બીજાનો કદી ન કરી શકે. પાંગળો આદમી બીજાને દોરે શી રીતે ? શરીરના કે દુનિયાદારીના ભોગવટામાં જે ચીજો વપરાય તેનાથી Page #458 -------------------------------------------------------------------------- ________________ 1625 - ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108 – ૪૩૭ ઉમદા ચીજો ધર્મમાં વપરાવી જોઈએ. તમારાં સામાયિક પ્રતિક્રમણનાં સાધનો આજે કેવાં હોય છે ? ચરવળો, કટાસણું, મુહપત્તિ અને એ વખતનાં વસ્ત્રો સુંદર, ઉત્તમ અને ભાવનાની વૃદ્ધિ કરનારાં જોઈએ. પુસ્તકો પણ સારાં, બોધદાયક હોવાં જોઈએ. આજે તો નવલકથાઓ, શૃંગારોત્તેજક પુસ્તકો અને જોવા માટે પણ અયોગ્ય એવાં ચિત્રોવાળાં પુસ્તકો ઘરમાં જ્યાં ત્યાં પડ્યાં હોય. આ બધાથી મોક્ષ નજીક આવશે ? તમારો આદર્શ શો છે ? પાત્રની પરીક્ષાનો અભાવ: તમારે ત્યાં દીવાનખાનાં છે, રસોડામાં છે, વિલાસ ભુવન છે, ગાડી ઘોડા ને મોટરો પણ છે. પરંતુ એ બધું તમને ક્યાં લઈ જશે ? અહીંથી મરીને કઈ ગતિમાં જવું છે એ કહો ! ગામમાં મંદિર હોય એથી ન ચાલે. પણ ઘરે ઘરે મંદિર જોઈએ. ઘરમાં ઉપાશ્રય પણ જોઈએ, ઘરે ઘરે ઘા જોઈએ, એક અખંડ મુનિનો વેષ તો ઘરમાં જોઈએ જ, કે જેનાં રોજ દર્શન કરતાં કરતાં જ્યારે ભાવના થાય ત્યારે કોઈને પણ પૂછ્યાગાળ્યા વિના ગૂપચૂપ એ ધારણ કરીને સીધેસીધા અહીં આવી જવાય. પરંતુ તમારે સાધુ થવું છે ? કે પછી શેઠ થવું છે ? કે રાજા-મહારાજા થવું છે ? શેઠ કે રાજા મહારાજા થવું હોય તો તમે પોતાને જૈનશાસનના આરાધક ન કહેતા. આરાધના કરો અને શેઠ શાહુકાર કે રાજા મહારાજા હો, બનો કે કહેવાઓ એમાં વાંધો નથી. તમારું ધ્યેય ફરે તો આજે ઉદય થાય જૈન સમાજમાં પૈસા ખર્ચાય છે તે એટલા છે કે એની સરખામણીમાં કોઈ ઊભું ન રહે. જૈનસમાજમાં સખાવતોનો તોટો નથી, ઉદારતાનો અભાવ નથી, પણ પાત્રની પરીક્ષાનો અભાવ છે. જે દીક્ષામાં ધન વ્યય થાય છે તે દિશા પલટાય, ધ્યેયની શુદ્ધિ થાય તો આજે ઉદય થાય. એકે જૈન પછી ભૂખે ન મરે. જેની સેવાનો ઉપદેશ શ્રી જિનેશ્વરદેવો આપે, નિગ્રંથ ગુરુઓ આપે અને જેની સેવાનાં વિધાનો શ્રી જિનેશ્વરદેવોનાં શાસ્ત્રોમાં હોય એ શ્રાવક ભૂખે મરે એ ન ભૂર્તો ન ભવિષ્યતિ'. તો શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાયઃ જટાયુ જેવો પક્ષી શ્રાવક બન્યો એટલે રામચંદ્રજી જેવાએ પણ એની ભક્તિ કરી એ જાણો છો ને ? એ પક્ષીએ મુનિ પાસે ત્રણ નિયમો લીધા હતા. ૧. માંસ ન ખાવું, ૨. શિકાર ન કરવો. ૩. રાત્રીભોજન ન કરવું. આવા ત્રણ નિયમો લેતી વખતે પોતાને કોઈ સહાયક મળશે જ એવું નક્કી તો ન હતું ને ? જંગલમાં રહેનારું અને ક્રૂર જાતિનું એ પક્ષી એને અનાજ વગેરે ન મળે તો એ Page #459 -------------------------------------------------------------------------- ________________ 1626 ૪૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ખાય શું અને એનું થાય શું ? નિયમ લેતાં એણે આવો કશો જ વિચાર નથી કર્યો. આજના શ્રાવકને રાત્રીભોજનના નિયમમાં વાંધા આવે છે. સારા સારા શ્રાવક પણ કહે છે કે, ‘શું કરીએ ? ધંધા એવા છે કે રાત્રે ખાધા વિના ચાલતું નથી, માટે પાંચ તિથિનો નિયમ આપો, રોજ તો નહિ બને.' આ કેવી દશા છે ? આગળ વધીને કેટલાક તો ત્યાં સુધી કહે છે કે, ‘શું રાત્રે ખાવાથી શ્રાવકપણું જતું રહ્યું ?' હું પૂછું છું કે આમ બોલવાથી શ્રાવકપણું રહે ? રાત્રે ખાવા છતાં એનો પસ્તાવો હોય તો હજી શ્રાવકપણું ૨હેવાનો સંભવ ખરો પણ આ રીતે બોલનારનું શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાય. જટાયુ પક્ષી અને શ્રી રામચંદ્રજી : જટાયુને નિયમ આપીને મુનિવર રામચંદ્રજીને કહે છે કે, ‘હે રામચંદ્ર ! આ જટાયુ પક્ષી હવે તમારો સાધર્મી છે અને સાધર્મિકની ભક્તિ કરવાનું શ્રી જિનેશ્વરદેવે વિધાન કર્યું છે. સાધર્મિકની ભક્તિમાં આત્માનું કલ્યાણ છે.’ તરત રામચંદ્રજી એ વાતને વધાવી લેતાં‘કહે છે કે, ‘આજ સુધી વનવાસમાં અમે ત્રણ ફરતા હતા તે હવે ચાર થયા. અમે ભાઈ તો ચાર છીએ. પણ હવે આજે આ એક ભાઈ વધ્યો અને હવે આજથી અમે પાંચ ભાઈ.’ રામચંદ્રજી જેવા જટાયુ જેવા પક્ષીને પોતાનો ભાઈ ગણે છે. શ્રાવકને શ્રાવકની ભક્તિનું મન ન થાય ? રાસમાંથી શું યાદ આવ્યું ? તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકો, પણ પૂજાની સામગ્રી સારી રાખી ન શકો એ શું ? સારા શ્રાવક તો સાથિયો કરવાના પાટલા પણ પોતાના રાખે અને તે પણ ચાંદી વગેરેના રાખે. શ્રીપાળ મહારાજાના રાસમાં આ બધું વર્ણન આવે છે. પણ તમે એ યાદ રાખો ખરા ? ના. તમે શું યાદ રાખો ? રોગ ગયો, રાજ્ય મળ્યું, સ્ત્રીઓ પરણ્યા એ ત્રણ વાત યાદ રાખો. શ્રીપાળ મહારાજના રાસનો સાર તો તમે આજે સમજો છો ને ? પૂજા વગેરે સામગ્રીમાં લક્ષ્મીનો સદુપયોગ કરાય. તો લક્ષ્મી પણ એને છોડે નહિ. એવા પુણ્યવાનને છોડીને લક્ષ્મી જાય પણ કયાં ? કદી પૂર્વના પાપોદયે જાય તો પણ ભાગ્યવાન એને ‘ઉપાધિ ગઈ’ એમ માને, એને એની મૂંઝવણ ન થાય. ધર્મીને ધર્મનો ખર્ચો કેટલો ? તમારો રસોડાનો ખર્ચ બાર મહિને કેટલો અને પૂજાનો ખર્ચ કેટલો ? રસોડાનો જો પાંચ હજારનો હોય તો પૂજાનો પાંચસોનો પણ ખરો ? શાસ્ત્ર કહે છે કે, ધર્મીની લક્ષ્મીમાં ધર્મનો અર્ધ ઉપરાંત ભાગ છે. રૂપિયે નવા આના Page #460 -------------------------------------------------------------------------- ________________ 1627 ૨૮. ઃ સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108 ૪૩૯ હોય. નવા ધર્મી માટે ચોથો ભાગ છે. પણ જેમ ધર્મની માત્રા વધે તેમ ધર્મનો હિસ્સો પણ વધતો જાય અને એથી ક્રમશઃ મમતા ઘટતી જાય. દુનિયાદારીના આત્માને બંગલો શોભાવવાનું મન થાય. દુનિયાદારીનો જીવ દીવાનખાનાં શણગારે ત્યારે શ્રાવક મંદિર અને ધર્મસ્થાનો આંખો ઠરે તેવાં બનાવે. ઇંદ્રો સમવસરણ એવું રચે છે કે, જ્યાં મિથ્યાદૃષ્ટિઓ પણ આવીને માથાં હલાવે છે અને ‘કાંઈક અદ્ભુત’ છે એવા ઉદ્ગારો કાઢે છે. જાતની નામનાના રસિયા ચેતનાહીન છે આજના લોકો કહે છે કે, ‘વીતરાગને પૂજા શી ? સાધુને માટે આલીશાન મકાનો શા માટે ? પથ્થરોમાં પૈસા ખરચવાથી ફાયદો શો ?’ હું કહું છું કે એ પથ્થરોમાં જ ચૈતન્ય છે. મંદિર અને ઉપાશ્રયના પથ્થરોના અણુ અણુમાં ચૈતન્ય જગાડવાનું સામર્થ્ય છે. એ જોતાં પણ જેમનું ચૈતન્ય ન જાગે એ પૂરેપૂરા જડ છે. આબુ દેલવાડાનાં મંદિરો જોઈને આજે એવાઓની આંખો પહોળી થાય છે. એમને ખટકે છે કે ‘આમાં આટલા પૈસા,?’ પણ એ જ મંદિરોને લીધે આજે પશ્ચિમના દેશોમાં પણ જૈનોની ઓળખ છે. તમારા બંગલાથી ત્યાં જૈન તરીકે કોઈ ન ઓળખત. તમારા બંગલાની નામના વધારવામાં ચૈતન્યનો વિકાસ થશે કે પ્રભુના મંદિરની નામના વધારવામાં ? પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો ફરમાવે છે કે કેવળ પોતાની નામના વધા૨વાના રસિયા તો ચેતનાહીન છે. ‘નામ’ પણ ‘ભાવ’નું પૂજાય છેઃ અહિંસક ભાવને ટકાવવા માટે આ શાસનની તમામ ક્રિયાઓ છે. શ્રી જિનેશ્વર' દેવનું પૂજન, નિગ્રંથ ગુરુઓનું સેવન, આગમનું આરાધન, સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ભક્તિ એ સાતે ક્ષેત્રની સેવા અહિંસક ભાવને ટકાવવા માટે છે. પ્રભુના શાસનનો પ્રભાવ અનુપમ છે. ક્ષેત્રમાં ક્ષેત્રપણું જોઈએ. હવે કેવળ નામને ન પૂજતા. એકલું નામ હવે રદ છે. નામ પણ ભાવનું જ પૂજાય છે. જાપ મરીચિના નામનો કે ભગવાન શ્રી મહાવીરના નામનો ? શ્રી અરિહંતનું નામ પૂજાય છે, કેમ કે એ ભાવથી શુદ્ધ છે. જાપ મરીચિના નામનો થાય કે ભગવાન શ્રી મહાવીરના નામનો ? આત્મા તો એક જ છે. છતાં જાપ ભગવાન શ્રી મહાવીરના નામનો જ થાય છે. મહાવીર નામ ધરનારા પામરનો જાપ ન થાય. ભળતા નામે જ્યાં ત્યાં ભોળવાઈ ન જવાય, Page #461 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ ત્યાં તો સ્પષ્ટ કહેવું પડે કે અમે તે શ્રી મહાવીરદેવના નામનો જાપ જપીએ છીએ કે જે સિદ્ધાર્થ મહારાજા અને ભગવતી શ્રી ત્રિશલાદેવીના પુત્ર હતા અને જેમણે આવી આવી રીતે તપ-સંયમની આરાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું હતું અને ધર્મતીર્થની જેમણે સ્થાપના કરી હતી. ૪૪૦ 1628 અભિમાને ભાન ભુલાવ્યું છે મુનિને કર્મશત્રુને જીતવામાં ઉદ્દામ કહ્યા. શુભ તથા અશુભ બેય કર્મોનો મુનિ નાશ કરે. શુભ કર્મમાં મુનિ હસે નહિ અને અશુભ કર્મમાં મુનિ રૂએ નહિ. અશુભ કરતાં શુભમાં ધર્મીએ બહુ સાવચેત રહેવું જોઈએ. માટે તો શાસ્ત્રે કહ્યું કે સો રૂપિયાની મૂડી થાય એટલે શ્રાવકના ઘરમાં મંદિર જોઈએ. કેન્ કે પછી જોખમદારી વધી એટલે રક્ષા જોઈએ જ. જો રક્ષાની વ્યવસ્થા ન કરાય તો પછી હજાર, લાખ, દશ લાખના વિચારો છાતી પર ચઢી બેસે. છાતી ફૂલવા માંડે અને અંદરના દેવ ગુરુ ધર્મ બહાર નીકળી જાય. ‘હું શ્રાવક, પ્રભુની સેવક' એ ભુલાય છે ને હું ‘લખપતિ’ એ ભાવના આવે છે. પછી તો પોતે શેઠ થયો ને સલામો ભરનારા નોકરો મળ્યા, એટલે બધી હાલત ફરી જાય. એ ચાલે ત્યારે ધરણી ધ્રૂજે. એના પગ જમીનને ન અડે. બજારમાં બૂટ પહેરીને ચાલે, બગીચા વગેરેમાં ચંપલ કે સપાટ પહેરીને ચાલે, દીવાનખાનામાં અને રસોડામાં મોજાં પહેરીને ફરે, આમ જમીનને તો એના પગ અડકે જ નહિ. હવે તો પંચાત વધી. શરીરમાં પણ વાતવાતમાં ૨ોગ જણાય. કોઈ એને શિખામણ દે તો એ સામેથી પેલાને કહે કે, ‘હું કોણ ? તમે કોને શિખામણ આપવા નીકળ્યા છો ?’ પેલો ચૂપ જ થઈ જાય. તમે નિરીક્ષણ કરજો કે મોટો માણસ ઉપાશ્રયે આવે તે એક મોટા મુનિને વંદન કરીને તેમની પાસે બેસી જાય. બીજાઓને એ ન વાંદે. એને એક જ ગુરુ, બાકીના અગુરુ ! વળી ગુરુ જેમ સાધુને નામ દઈને બોલાવે તેમ એ પણ ‘ફલાણા વિજય' એમ નામ દઈને વાત કરવા મંડી પડે, કેમ કે એ અભિમાનીને ‘હું કોણ !'ના સંનિપાતે ભાન ભુલાવ્યું છે. મંદિર-ઉપાશ્રય એ દવાખાનાં છે જેમ જેમ દુન્યવી સાહ્યબી અને સુખ-સંપત્તિ વધે તેમ તેમ ધર્મક્રિયાના ધોધ વહેવા જોઈએ. મંદિર તથા ઉપાશ્રયની સામગ્રી તથા ઉપકરણોમાં લક્ષ્મી વપરાય તો ચૈતન્ય હણાય નહિ. તે સિવાયનાં દુન્યવી સાધનોના વપરાશમાં તો ચૈતન્ય ક્ષણે ક્ષણે હણાઈ રહ્યું છે એ નજરે દેખાય છે. જડના સંસર્ગના કા૨ણે જ આત્મા માટે આ સંસાર કતલખાનું બન્યો છે. તેની સામે શ્રી જિનેશ્વરદેવનાં મંદિર અને ઉપાશ્રય એ દવાખાનાં છે. બીજી રીતે જોઈએ તો મંદિર અને ઉપાશ્રય એ બે Page #462 -------------------------------------------------------------------------- ________________ 16 - ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 – ૪૪૧ મોટાં દવાખાનાં છે. અહીં રોજ ઑપરેશનો ચાલે છે. મંદિરમાં સાથિયો કરો છો એ કેસનું ઘડતર છે. ઉપાશ્રયમાં એ કેસ પ્રમાણે ઉપચાર અને દવાઓ તૈયાર થાય છે. એ ઉપચાર થતાં હોય ત્યારે ગભરાયે ન ચાલે. “રાત્રે ખાવાની ના કેમ પાડો છો ?' એવું અહીં હવે ન પુછાય. અહીં તો દુન્યવી દરેક કાર્યો માટે “ના” જ સાંભળવા મળશે અને તે તમારે સ્વીકારવાની. ફક્ત એક જ ચીજની “હા” છે, તે શાની ? આ ઓઘાની. પછી એકદમ ન લઈ શકે તેને માટે તેને તેને યોગ્ય નાનું નાનું અપાય. પણ દુનિયાદારીની કોઈ પણ વાતો તો અહીં ન જ થાય. કેવળ આ ભાવના ગમે, આ ઉપચારોનો મોખ હોય, પથ્ય પાળવું હોય, ઇંદ્રિયો ઉપર કાબૂ રાખવો હોય તો અહીં આવવું, નહિ તો વિના કારણ હોહા મચાવવા કે આ પવિત્ર વાતાવરણની હવા બગાડવા અહીં આવવામાં સાર નથી. હવે મુનિ એ કમતવાદી રૂપી હરણિયાં માટે સિંહ જેવા ક્રૂર છે એ વિષયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૪, ચૈત્ર સુદી-૪ ગુરુવાર, તા. ૩-૪-૧૯૩૦ - 109 • ધર્મક્રિયા પ્રેમથી ક્યારે થાય ? • સુપાત્રદાનમાં ભક્તિ છે : સુપાત્રમાં વિવેક હોવો જોઈએ : સુપાત્રમાં વિવિક ભૂલ્યા તો હારી ગયા : અર્થકામની વાતો સાધુ પાસે ન થાય : ભાવના સાચી ક્યારે ? ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ : • સમ્યગુદૃષ્ટિ જ્યાં ત્યાં ન ઝૂકે : • સમ્યગુદૃષ્ટિના ઉદ્ગારો કયા હોય ? • અનાથી મુનિ અને રાજા શ્રેણિક ? - સાધુના પણ શેઠ બનવાની ભાવના ન રાખો : શેઠાઈ બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવો : • આ શાસનની મર્યાદાઓ જુદી છે : • ધર્મ લેવા આવનારની કસોટી કઈ ? શ્રીમંતાઈના ઘમંડનો મીણો પહેલાં ઉતારવો પડેઃ મુનિને કોઈ ચમરબંધીની પણ પરવા ન હોય : સમ્યગ્દષ્ટિ કે સાધુ કદી દીન ન બને : • સંસારની મોહિની જુદી છે : સાધુ નવરા ન હોય : - વાત કરવા માટે લાયક કોણ ? ભાષા સમિતિના પરમાર્થને સમજો : આવા સર્વોત્તમ સાહિત્યને ગાળ દેનારા કમનસીબ છે : એવે અવસરે ધીમે બોલાય જ નહિ : આવી દલીલ કરનારને શું કહેવું ? સાધુનાં મા-બાપ કોણ બની શકે ? સાધુનાં સાચાં મા-બાપ બનો : • મા-બાપની ફરજ : પૂર્વના શ્રાવકો : મંત્રીશ્વર વસ્તુપાળનો પ્રસંગ : • જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે : Page #464 -------------------------------------------------------------------------- ________________ 1es – ૨૯ : મુનિની મર્દાનગી અને મોક્ષની પક્કડ - 109 - ૪૪૩ ધર્મક્રિયા પ્રેમથી ક્યારે થાય ? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂ૫ મેરૂની જીવદયા રૂપી કંદરા (ગુફા)નું વર્ણન કરે છે. જૈનશાસનમાં પ્રત્યેક વાતમાં જીવદયાને મહત્ત્વ અપાય છે. દયા વિના ધર્મની સાધના થઈ શકતી નથી. કોઈપણ ધર્મક્રિયા એવી ન હોય કે જેમાં અહિંસક ભાવને ટક્કર લાગે. એ અહિંસક ભાવ, એ દયાના પરિણામ સાચી રીતે ત્યારે જ ટકે કે જ્યારે પોતાના આત્માની દયા જાગે, પોતાનો આત્મા હણાઈ રહ્યો છે એ ન સમજાય ત્યાં સુધી કોઈ પણ ધર્મક્રિયા વાસ્તવિક રીતે થઈ શકતી નથી. ધર્મ મુક્તિ માટે છે પણ દુનિયાના કોઈ પદાર્થ માટે નથી. દુનિયાની કોઈ ચીજ શાંતિ આપી શકતી નથી, પણ આધિ, વ્યાધિ, ઉપાધિ કરનારી છે. જે સુખરૂપે દેખાય છે, તે પણ પરિણામે ભયંકર છે. માટે દુનિયાના પદાર્થની પ્રાપ્તિ માટે ધર્મ નથી. જેનાથી છૂટવા માટે ધર્મ છે એ જડના સંસર્ગથી આત્મા રિબાય છે એમ જ્યારે આત્મા માને ત્યારે જ ધર્મક્રિયા પ્રેમથી થાય. સુપાત્રદાનમાં ભક્તિ છે• | નાના કે મોટા દરેક અનુષ્ઠાનમાં જીવદયાની પ્રધાનતા બેઠી છે. માટે તો સુપાત્રદાન અને અનુકંપાદાન અલગ કરવાં પડ્યાં. અનુકંપાદાન અપાત્ર કે કુપાત્રમાં જ થાય. કુપાત્રની કોઈ પણ કાર્યવાહીનું અનુમોદન થાય તો તો લેવાના દેવા થાય. દુઃખીનું દુઃખ દૂર કરવાનો જ માત્ર ત્યાં વિચાર છે. સુપાત્રદાનમાં ભક્તિ છે. ત્યાં નક્કી કરવું પડે કે કયા ગુણને લઈને ભક્તિ કરવી. મુનિને દેખીને એક જ ભાવના આવે કે આ તારક છે. એના રૂપ, રંગ, શરીર, ક્રિયા, વિદ્વત્તા એ તમામની પ્રશંસા થાય, કેમ કે એ બધી ચીજો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન અને પ્રચારમાં જોડાયેલી છે. સાધર્મિક વાત્સલ્યમાં શ્રાવકને શા માટે જમાડો ? એ બંગલા-બગીચાવાળો છે માટે ? એ પાંચ-પાંચ દીકરાનો બાપ છે માટે ? એ બહોળા કુટુંબ-પરિવારવાળો છે માટે ? ના. મુનિની તો બધી ક્રિયા કેવળ મુક્તિ માટે છે પણ શ્રાવકની ભક્તિ કરાય ત્યાં કહેવું પડે કે, એ શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શ્રદ્ધાળુ છે, પ્રભુભક્તિમાં રત છે, ધર્મ સાંભળવાનો રસિયો છે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો પાલક છે. ત્યાં લક્ષ્મીવાન તેમજ નિર્ધનની ભક્તિ સરખી રીતે થાય. પણ પંગત જુદી ન રખાય. મહેમાન તરીકે પોતાને ત્યાં આવે ત્યારે ગમે તેમ વર્તે પણ સાધર્મિક તરીકે આવે ત્યાં ભેદ નહિ. કોઈ રાજા મહારાજા કે કોઈ અમુક જાતિના આવે ત્યાં વાત જુદી, બાકી તો જે Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1632 સાધર્મિક વધુ ધર્મી ત્યાં પ્રભુ જોઈએ. સુપાત્રની ભક્તિમાં બધું જોવું જોઈએ. ત્યાં પોલ ન ચલાવાય. સુપાત્રમાં વિવેક હોવો જોઈએ: શાસ્ત્ર સાધુની ભક્તિ ખૂબ કરવાનું કહ્યું, પણ સાધુની, વેષધારીની નહિ. દેવભક્તિની વાત આવી ત્યાં શાસ્ત્ર કહ્યું કે, દેવ તે કે જે અરિહંત હોય, વીતરાગ હોય, અઢારે દોષથી રહિત હોય. બધા દેવની ભક્તિ ન કરાય. ગુરુભક્તિમાં પણ એ જ ન્યાય કે સાધુની ભક્તિ થાય. પણ વેષધારીની નહિ. સુપાત્રમાં વિવેક હોવો જોઈએ. જો દેવના નામે કુદેવ, ગુરુના નામે કુગુરુ અને ધર્મના નામે કુધર્મ સેવાય તો સમ્યકત્વ પુસ્તકમાં રહે ને મિથ્યાત્વ હૈયામાં આવે. સમ્યગુદૃષ્ટિ જ્યાં ભક્તિ કરે ત્યાં વિવેકપૂર્વક જોઈને કરે. અનુકંપામાં ગમે ત્યાં અપાય, વ્યવહારમાં રહ્યો છે તો અયોગ્ય છતાં પાંચ સારા ગૃહસ્થ આવે તો દુનિયાની કાર્યવાહીમાં પણ આપવું પડે તે વાત જુદી, કેમ કે ત્યાં લાચારી છે. દુનિયામાં રહેવું અને દુનિયા સહાય કરતી હોય ને પોતે ન કરે તો નભી ન શકે. અનુકંપામાં પચાસ ભિખારી આવ્યા, હવે એમાં સારો ખોટો ઓળખવા ક્યાં જવાય ? પણ ભક્તિ જ્યાં ત્યાં ન થાય. વ્યવહારમાં હાથ બધાની સાથે મિલાવાય, પણ સલામ તો અમુકને જ થાય. હાથ પણ સરખે સરખાની સાથે મિલાવાય, અધમની સાથે નહિ. અધમની તો સલામ ઝિલાય, એને સલામ કરાય નહિ. દુનિયાના વ્યવહારના આ બધા કાયદા છે તો ધર્મ માટે કાયદો જ નહિ ? ભક્તિ ગમે ત્યાં કરવાની એ ચાલે ? સુપાત્રમાં વિવેક ભૂલ્યા તો હારી ગયા ? દુઃખી તરીકે કોઈને અપાય એ વાત જુદી પણ શ્રાવક તરીકે આપવું હોય તે તો હાથ જોડીને જ અપાય ને ? ભલે પાઈ અપાય પણ એની રીતે જ અપાય. પાઈ દેવા માટે નથી દેવાની પણ લેવા માટે દેવાની છે. જેની અષ્ટપ્રકારી પૂજા કરો તેને જોઈને ઊભા ન થવાય ? ગમે તેની મૂર્તિને દુનિયા દેવ કહે એટલે એની પૂજા કરવા મંડી પડાય ? હાથમાં તલવાર, ભાલો દેખાય ત્યાં પણ “પ્રશમરસ નિમગ્ન' બોલાય ? અમુક દેવોને ઉત્તમ જાતિનાં પુષ્પો નથી ચઢતાં. ચંદન, કેસર અને ઉત્તમ પુષ્પો વગેરે શ્રી વીતરાગદેવને જ વરેલાં છે, બાકી તો તેલ અને ગુલાલ, કેમ કે વસ્તુમાં ફરક છે. “સંસારથી તારો એમ કોને કહેવાય ? તરેલાને જ કહેવાય ને ? ગુરુને પણ ખમાસમણાં, ઇચ્છકાર, અભુઠ્ઠીઓ આદિ કરવાના પણ તે વેષધારીને હોય ? સુપાત્રમાં વિવેક ભૂલ્યા તો હારી ગયા. તમારી દયાના યોગે આ દેવ ગુરુ ધર્મ જીવતા નથી. એ તો કહે છે કે Page #466 -------------------------------------------------------------------------- ________________ 1es૩ – ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 - ૪૪૫ તરવું હોય તો આવો, અમારા જેવા થવું હોય તો આવો પણ અમને તમારા જેવા બનાવવા આવતા જ નહિ. ટોળું વધારવામાં આ શાસને ઉદય માન્યો જ નથી. બીજા તીર્થંકરદેવો સાથે આટલા દીક્ષિત થયા અને પોતે એકલા જ કેમ ? એ વિચાર ભગવાન શ્રી મહાવીરદેવે ન કર્યો. અર્થકામની વાતો સાધુ પાસે ન થાય ? પૂજ્ય વસ્તુ માની ત્યાં ભલે કાળના પ્રમાણમાં જોવાય પણ જોવાય તો બધું જ. ત્યાં પોલ ન ચાલે. માટે તો મંદિર ઉપાશ્રયમાં પ્રવેશતાં પહેલાં “નિરિસહી” કહેવાનું વિધાન રાખ્યું. “નિસ્નેિહી' એટલે બહારની સંસારની વાતોનો નિષેધ, પછી સાધુ પાસે અર્થક્રમની વાતો થાય ? અર્થકામની વાતો કે બેકારી ટાળવાના ઉપાયો તમારાથી અમને ન પુછાય. ઉપાશ્રયમાં આવી સાધુને તેજી મંદી પુછાય? સાધુથી એવું કહેવાય ? આ બધું નક્કી કરવું પડશે. ઉપકારની ભાવનાથી ઉપાશ્રયમાં ચૂલો સળગાવાય ? કે ઘર માંડીને રહેવાય ? કદી આપતું કાળમાં પાંચ-પચીસ માણસોને રક્ષા માટે ત્યાં સ્થાન આપ્યું હોય માટે કાયમ ખાતે એનો દાખલો ન લેવાય. ભાવના સાચી ક્યારે ? - સારી ભાવના વાંઝણી ન જોઈએ. કૃપણનો કાકો બે કરોડ પાસે હોય છતાં કહ્યા કરે કે, “મારી સંઘ કાઢવાની બહુ ભાવના છે', પણ પચીસ વર્ષ વીતે તોય ભાવના એની વાતમાં જ રહે. પરંતુ એક પાઈ પણ તે ખાતે કાઢે નહિ તો એ ભાવના કહેવાય કે ભાવનાની મશ્કરી કહેવાય ? સમય આવે ત્યારે જે સામગ્રી હોય તેનો ઉપયોગ થાય તો ભાવના સાચી, એ ન થાય તો ભાવના ખોટી. ઉદયન રાજર્ષિને ભાવના જાગી કે “ધન્ય છે તેમને કે જેમણે બાલ્યવયમાં સંયમ ગ્રહણ કર્યું. ભગવાન શ્રી મહાવીરદેવ જો અહીં પધારે તો હું પણ તે પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરું.” રાત્રે આ ભાવના કરી ને સવારે સમાચાર મળ્યા કે ભગવાન શ્રી મહાવીરદેવ ઉદ્યાનમાં સમોસર્યા છે. તરત જ ત્યાં પહોંચ્યા. ભગવાનને વંદના કરી મુગટ ઉતાર્યો અને પોતાની ભાવના સફળ કરી. આ ભાવના સાચી કહેવાય. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિઃ ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં અંતર છે. છતી ભાવનાએ પરિણામ ન થાય એ બને. છતે પરિણામે પણ પ્રવૃત્તિ ન થાય એ પણ બને. પરંતુ સમય આવ્યા છતાં જે પ્રવૃત્તિ ન કરી શકે, જેને પરિણામ ન આવે ત્યારે એની આંખમાં પાણી તો આવે ને? ત્યારે એ પોતે જ કહે કે, મારી ભાવના જ ખોટી Page #467 -------------------------------------------------------------------------- ________________ 1634 ૪૪૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છે. આજે તો પ્રવૃત્તિ, પરિણામ કશાનું ઠેકાણું નહિ ને સાચી ભાવનાની વાતો કરે એ ઉઠાવગીરી નથી ? દૂધે ધોઈને આપવાની વાતો કરે પણ વાયદા ઉપર વાયદા વીત્યે જાય તોય દોઢિયું પણ આપવાની વાત નહિ એ દેવાળિયો નથી ? સમ્યગ્દષ્ટિ જ્યાં ત્યાં ન મૂકે : સુપાત્રદાનમાં ઘેલા ન બનાય. પાત્રાપાત્રનો વિવેક કરવો જોઈએ. અનુકંપાદાનમાં દયા જ પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેવોએ અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી કેમ કે, ત્યાં સર્વેનાં તાત્કાલિક દુઃખ દૂર કરવાની અને સુખ કરવાની ભાવના છે. અનુકંપાદાન એ ધર્મપ્રભાવનાનું કારણ છે. સુપાત્રદાનમાં તો પહેલાં હાથ જોડાય, પછી હૈયાના ઉમળકાથી ખોબે ખોબે દેવાય. સમ્યગુદૃષ્ટિના હાથ જ્યાં ત્યાં ભેગા ન થાય, એનું મસ્તક જ્યાં ત્યાં ન ઝૂકે. વ્યવહારથી કોઈને સલામ કરવી પડે એ વાત અલગ પણ હૈયાથી ઝૂકે તો અમુકને જ, સર્વત્ર ન ઝૂકે. ‘બાપા’ બધાને ન કહેવાય. કદી કોઈ વૃદ્ધને ‘બાપા’ શબ્દથી બોલાવાય તો પણ એને માતાના પતિ ન મનાય, એની પાસે વારસો લેવા ન જવાય. એ જ રીતે સ્ત્રીમાત્રને પત્ની ન કહેવાય. મા તે મા, બહેન તે બહેન, પત્ની તે પત્ની અને ૫૨ તે ૫૨. બધે જ આંખ ન મંડાય અને માંડે તે ગુનેગાર ગણાય. સ૨કા૨ પણ એને પકડી જાય. સમ્યગ્દષ્ટિના ઉદ્ગારો કયા હોય ? સમ્યગ્દષ્ટિ વિનીત અને નમ્ર એવો હોય કે ગુણવાનના ચરણે માથું મૂકે તે એવું મૂકે કે પછી કાપી લે તો પણ ન બોલે, પણ મૂકે યોગ્ય સ્થાને જ, જ્યાં ત્યાં નહિ. શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને તેમના અનુયાયી પાસે જ એનું શિર ઝૂકે. ‘આટલા શ્રાવકને સહાય આપી મેં જિવાડ્યા' એવું સમ્યગ્દષ્ટિ કદી ન બોલે. એ તો કહે કે, ‘હું કંગાળ એમને જિવાડનાર કોણ ? પ્રભુશાસનના પ્રભાવે જ એ પુણ્યાત્માઓ જીવે છે. હું તો એમનો સેવક છું.’ ‘ચાર-ચાર શ્રાવકોના કુટુંબને હું નભાવું છું' આવું બોલનારા કંગાળ છે અને એવાને પણ શરણે જનારા એ શ્રાવકો નથી. સાચા શ્રાવક હોય તે તો એવાને કહી દે કે, ‘શ્રી જિનેશ્વરદેવ એ જ પરમ શરણ છે. સાધર્મિક તરીકે આપને ભેટું એ વાત ખરી અને આપની ઇચ્છા હોય તો આપની સહાય લઉં પણ ખરો, પરંતુ સમય આવ્યે હું પણ ભક્તિ કરું. પુણ્યોદયે આપને ધન મળ્યું છે, મને નથી મળ્યું પણ મેં એ ધનની ઇચ્છા કરી છે જ ક્યાં ? મેં તો ‘ભવે ભવે તુમ્હેં ચલણાણં’ કહીને પ્રભુના ચરણની જ સેવા માંગી છે.’ Page #468 -------------------------------------------------------------------------- ________________ 1635 – ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 – ૪૪૭ અનાથી મુનિ અને રાજા શ્રેણિકઃ અનાથી મુનિને જોઈને શ્રેણિક મહારાજાએ વિચાર્યું કે, “આવી ભરયુવાન વયે આવો તપ આણે આદર્યો ? તો નક્કી એ બિચારાને સુખ-સામગ્રી નહિ મળી હોય. એટલે રાજા મુનિને આશ્વાસન આપવા જાય છે અને કહે છે કે, “અરે યુવાન ! આ વયમાં આવું કષ્ટ શા માટે ? તારો કોઈ નાથ ન હોય તો હું તારો નાથ થાઉ પણ તું આ કષ્ટ છોડી દે.” આ સાંભળી મુનિ હસે છે. એ જોઈને રાજા આશ્ચર્ય પામી મુનિને હસવાનું કારણ પૂછે છે. મુનિ રાજાને કહે છે કે, “નાથ વિનાનો તું મારો નાથ બનવા આવ્યો છે તો રાજન ! પહેલાં તું તો નાથવાળો બન !' મગધ દેશના માલિકને આવું કોણ કહે ? સાધુના પણ શેઠ બનવાની ભાવના ન રાખોઃ વાણિયાની પાઘડીમાં મોહાઈ જનારા શ્રી જિનેશ્વરદેવના સાધુ ન હોય. ફલાણા ભાઈશ્રી અહીં આવે તો મારા અનુયાયીઓ વધારે” એમ જૈન સાધુ માને ? જે પોતે જ પાઘડીમાં મૂંઝાયા છે તે એ સાધુની માન્યતાવાળા શી રીતે વધારશે ? મગધ દેશનો માલિક નાથ બનીને બધી સામગ્રી આપવા આવે ત્યારે આવું સ્પષ્ટ તે જ કહે કે, જેને રોમેરોમ જિનશાસન પરિણમ્યું હોય. રાજા શ્રેણિક વિચારે છે કે હું માણસ ઓળખવામાં ભૂલ્યો છું. આ રાજા ગુણાનુરાગી હતો. આજના શેઠિયાઓ તો સાધુને કહી દે કે, મહારાજ ! ઉપાશ્રયે આવવાનો અમને ટાઇમ નથી.” એવાને તો સાધુએ પણ કહી દેવું જોઈએ કે તારા માટે ઉપાશ્રયમાં જગ્યા પણ નથી. અહીં કોઈ શેઠિયો આવે એનું ઔચિત્ય ગૃહસ્થો જાળવે અને એને. આગળ બેસાડે એ વાત જુદી પણ એનાથી શેઠ બનવાની ભાવનાએ અહીં ન અવાય. સાધુના પણ શેઠ બનવાની ભાવના હોય ? ઠીક છે, અટક તરીકે શેઠ કહેવામાં વાંધો નથી. શેઠાઈ બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવો આજના કેટલાક શેઠિયાઓ તો એવા છે કે એ મંદિરમાં આવે ત્યારે પૂજારીએ એની તહેનાતમાં રહેવું પડે. પેલો શેઠિયો હુકમ કરતો કરતો જ આવે. કેસરની વાડકી એને તૈયાર જોઈએ. ઝપાટાબંધ નવ અંગે તિલક કર્યા ન કર્યા અને પંજાબ મેઈલથી ઝડપે પાછો ભાગે. આવાની પૂજા વગર ભગવાનને કાંઈ ઊણપ રહેવાની હતી ? અસંખ્યાત દેવોના સ્વામી ઇંદ્રો પણ પ્રભુની ભક્તિ જાતે કરે છે. એ માને છે કે ત્યાં કાંઈ હુકમ કરવાના ન હોય. દેવ પાસે જે આવો વર્તાવ રાખે કે ગુરુ પાસે કેવો રાખે ? બજારમાં પણ એમનો રૂવાબ કેવો ? એ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1636 જ્યાં ત્યાં પોતાનું પોઝીશન જાળવવાની મથામણમાં જ હોય. એ જાણતા નથી કે અહીં દહેરે-ઉપાશ્રયે તો એ પોઝીશન બહાર મૂકીને આવવાનું છે. રાજા પણ છત્ર, ચામર, દંડ વગેરે રાજચિહ્નો મંદિરમાં ન લાવે કેમ કે, સમજે છે કે ત્રણ જગતના નાથ પાસે રાજા તરીકે ન જવાય. રાજા તો દુનિયાનો, પણ ત્યાં રાજા નહિ. કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરી મહારાજાને કહ્યું હતું કે, “હું અઢાર દેશનો રાજા ખરો પણ આપનો તો ગુલામનો પણ ગુલામ થવાને લાયક નથી. આપે મને રાજા ન માનવો. આપ જો મને રાજા માનશો તો મારો નાશ નક્કી છે.” વાત પણ ખરી કે જો ગુરુ રાજા માને તો પછી સાચી વાત કહી શકે જ નહિ. ખામી તો સેવક મનાય ત્યાં બતાવાય. શેઠિયાઓએ પોતાની શેઠાઈને બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવવું જોઈએ. * : આ શાસનની મર્યાદાઓ જુદી છે: શ્રી જૈનશાસનના કાયદા અદ્ભુત છે. અહીં એક દિવસના સંયમીને પણ છ ખંડના માલિક વંદન કરેએના ચરણોમાં માથું મૂકે. ઇતર શાસનમાં તાપસના આશ્રમમાં રાજા જાય તો ત્યાં એ અતિથિ ગણાય અને તાપસો એનું આતિથ્ય કરે. અહીં એમ નથી. અહીં તો મુનિ જો રાજાને ત્યાં જાય તો રાજા સન્માન કરે, પણ રાજા મુનિ પાસે જાય તો મુનિ ઊભા પણ ન થાય અને બેઠા બેઠા જ ઠંડકથી “ધર્મલાભ” આપે. અપરિચિત રાજા આવવાનો હોય અને એને ધર્મ પમાડવાની બુદ્ધિ છે, તો ત્યાં શાસ્ત્રકારોને એક વિધિ રાખવી પડી. જો એ આવે ત્યારે આચાર્ય ઊભા થાય તો સંયમની લઘુતા દેખાય અને જો ઊભા ન થાય તો પેલા કદાચ ઘમંડી હોય તો ધર્મ પામે નહિ અને સંસારમાં રૂલે; માટે એના આવવા અગાઉ જ આચાર્ય મુકામમાં આંટા માર્યા કરે. પેલો આવે અને હાથ જોડે એટલે આચાર્ય “ધર્મલાભ” કહે અને પછી બેય બેસી જાય. આવો વિધિ રાખવો પડ્યો. બાકી જો સાધુ સામે લેવા જાય તો એને સંયમની કિંમત નથી. આ ઓઘાના ગૌરવને સાચવવા જે મર્યાદા જાળવવી પડે તેનું માન એ ઓઘાને જ છે. દુનિયામાં વ્યવહાર છે કે નામ ખાતર પણ અમુક કામ કરવાં પડે. પોતે ભલે ભડકું ખાતો હોય પણ મહેમાન આવે ત્યારે એને યોગ્ય (છેવટ ઘઉની રોટલીથી પણ) સરભરા કરવી પડે. એ રીતે સાધુતાના અને શ્રાવકપણાના ગૌરવને જાળવવા પણ બધું કરવું પડે. જ્યાં કોઈને સાધુની ગણના નથી ત્યાં જવાથી સાધુતાનું અપમાન છે. હજારો ગૃહસ્થોની સભામાં મુનિ જઈને બધાની સાથે ભોંય પર બેસી જાય એ મૂર્ખાઈ નથી ? એ પોતે ભલે પોતાને નિરભિમાનીમાં ખપાવે પણ લોક શું કહેશે ? લોક તો માનશે કે, “આ પણ Page #470 -------------------------------------------------------------------------- ________________ 1637 - ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 - ૪૪૯ આપણી નાતમાં ભળે એવો છે. એને સાધુપણાનું ભાન નથી.” આ તો કહે છે કે, “એ ભલેને હાથ ન જોડે, હું તો એ બધાને જોડવા તૈયાર છું ને ?' આવાને શું સમજાવવું ? ધર્મ લેવા આવનારની કસોટી કઈ ? અનાથી મુનિએ તો શ્રેણિક રાજાને કહ્યું કે, “રાજન્ ! તું મને રખડતો ન માન. મારે પણ તારા જેવો જ પિતા હતો. મારે ઘેર પણ રિદ્ધિસિદ્ધિનો પાર ન હતો; પણ મેં જોયું કે કર્મજન્ય આપત્તિમાં કોઈ રક્ષક નથી. માત્ર રક્ષક હોય તો એક શ્રી વીતરાગ દેવ જ છે. એમની આજ્ઞાના પાલનમાં જ આત્માનું રક્ષણ છે. એ માટે જ બધાને મૂકીને અહીં આવ્યો છું. એટલે હવે અનાથ મટી સનાથ બન્યો છું.” શાસ્ત્ર કહે છે કે આ સાંભળી રાજા શ્રેણિક સમ્યકત્વ પામ્યા. નવા આગંતુકની કસોટી આ રીતે થાય. ત્યાં શરૂમાં એને હળવી ચોંટ લાગે એવો ઉકળાટ બતાવવો જોઈએ. વૈદ્ય પણ દર્દીની કસોટી કડવા ઉકાળા અને કઠિન પરેજીની વાતથી જ કરે. મીઠી મીઠી વાતો તો લોભિયા કરે. સારા વૈદ્યની એ ખ્યાતિ કે શરૂમાં તો એ મગના પાણી પર જ રાખશે, અરે કદાચ બે-ચાર ઉપવાસ પણ કરાવશે. ધર્મ લેવા નવા આવનાર માટે પણ કસોટી એ કે એને પહેલાં જ સંસારની ભયંકરતા બતાવાય. • શ્રીમંતાઈના ઘમંડનો મીણો પહેલાં ઉતારવો પડેઃ * લક્ષ્મીના મદમાં ઉન્મત્ત બનેલા પણ અમારી પાસે આવ્યા છે અને આવે છે. એ એની ખુમારીમાં અહીં આવી અમને કહે કે, “જુઓ મહારાજ ! આ સ્વતંત્રતાનો યુગ છે. અમારા સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા અમે હકદાર છીએ. આ તો વીસમી સદી છે. વિજ્ઞાનવાદનો જમાનો છે. એ ન્યાયે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ. તમારી અઢારમી સદીની રીત અહીં નહિ ચાલે, માટે સમજીને વાત કરજ્જો.” ત્યારે હું પણ એને પહેલાં જ કહી દઉં કે, “ભાઈ ! મારી વાત પણ સાંભળી લે. તું સ્વતંત્ર છે તો અમે પણ સ્વતંત્ર છીએ અને ગમે તેવા લક્ષ્મીવાનને પણ અમારી પગની પાનીએ બેસાડીએ છીએ. શ્રીમંતોના ઘમંડને તો અમે ઠોકર મારીએ છીએ. લક્ષ્મીને લાત મારીને તો અમે અહીં આવ્યા છીએ માટે તું પણ એ બધું સમજીને અહીં વાત કરજે.” આ સાંભળે એટલે એ ધીમો પડે ને પછી કહે કે, “ના, ના, સાહેબ, મારું કહેવાનો આશય એવો નથી.” આટલી ચકમક ઝર્યા પછી બીજી જ મિનિટથી વાત મઝથી ચાલે. કોદરાની કોદરી બનાવતાં એનો મીણો ઉતારવો પડે તેમ શ્રીમંતાઈના ઘમંડનો કે એની ઉશૃંખલતાનો પણ મીણો ઉતારવો પડે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મુનિને કોઈ ચમરબંધીની પણ પરવા ન હોય ઃ હું એક વાર ફરીથી જાહેર કરું છું કે ‘કાયદાબાજોથી અમે ડરતા નથી. કારણ કે કાયદા વિરુદ્ધના કોઈ કામમાં અમે પડતા નથી; શ્રીમાનોને અમે પગ પાસે બેસાડીએ છીએ, દુન્યવી સાહ્યબીને ઠોકરે મારીએ છીએ, તમારા આધારે અમે જીવતા નથી, આ તો પરમાત્મા મહાવીરદેવનું શાસન છે, આ કોઈ રસ્તે રખડતાનું શાસન નથી. મહાપુણ્યોદયે આ માર્ગ મળ્યા પછી કોઈથી પણ ખોટી રીતે દબાય તે બીજા, અમે નહિ.' અમારી આ વાત સાંભળે કે ચમરબંધીનાં પણ હાજાં ગગડે. મુનિને પરવા શી ? ઉદરપૂર્તિ માટે ફક્ત ચાર રોટલીના ગ્રાહક. જ્યાંથી મળે ત્યાંથી લઈ લે ને પોતાની સંયમસાધનામાં લાગી જાય. સમ્યગ્દષ્ટિ કે સાધુ કદી દીન ન બને : 1638 સુપાત્ર કદી કંગાલ ન હોય. દુ:ખી કે આપત્તિમગ્ન હોય છતાં દીન ન હોય. એને દુઃખ કે આપત્તિ આવે એ બને. ખાવા ન મળે એ બન્ને, મૂઠી ચણા ૫૨ રહેવું પડે એ બને પણ સમ્યગ્દષ્ટ કે સાધુ કદી દીન ન બને. મહાપુરુષોને પણ ભિક્ષા માંગતાં આહાર નથી મળ્યો. ઢંઢણકુમાર જેવાને પણ મુનિ થયા પછી ભિક્ષા નથી મળી. આગળના રાજાઓ મંત્રીની સલાહ માનતા. પણ તે જ્યાં સુધી રહેમનજ૨ હોય ત્યાં સુધી. એ રાજાઓની એક આંખ ધોળી અને બીજી લાલ રહેતી. અવસરે એ લાલ આંખ કરી જાણતા. વિના અવસરે એ શબ્દ પણ ન બોલતા. કુમારપાળ મહારાજાની આખી સેના ફૂટી ગઈ હતી. પણ પોતાના પરાક્રમથી યુદ્ધમાં વિજય મેળવ્યો એટલે સેના પુનઃ આજ્ઞામાં આવી ગઈ, પરંતુ એ રાજાએ મરતાં સુધી કોઈ પણ સુભટને તેની બેવફાઈ માટે ઠપકો નથી આપ્યો, એવા તો એ ગંભીર હતા. પેલા પણ સમજી ગયા કે અહીં હવે પોલ ચાલે તેમ નથી. સંસારની મોહિની જુદી છે ઃ ચક્રવર્તીઓ સેનાના બળે છ ખંડની સાહ્યબી નહોતા ભોગવતા. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ એમના ચરણોમાં નમતા. ચક્રવર્તી જો એ રાજાઓની મહેરબાની ઉપર નભતો હોય તો એ બત્રીસ હજાર ભેગા થઈ એને એકને દબાવી ન દે ? બત્રીસ હજાર રાજાઓ સેના સાથે તૂટી પડે તોય ચક્રવર્તીનું રૂંવાડુંય ન ફરકે અને એ જો પોતાની આંખનું પોપચું પણ ઊંચું કરે તો એ બધાનાં ગાત્ર ઢીલાં થઈ જાય. ચક્રવર્તી દેખાવમાં તો લાગે મનોહર પણ એ જ્યારે ગુસ્સે થાય ત્યારે એની સામે ઊંચી આંખ કરીને જોવાની કોઈની હિંમત ન Page #472 -------------------------------------------------------------------------- ________________ 1639 – ૨૯ : મુનિની મર્દાનગી અને મોક્ષની પક્કડ - 109 - ૪૫૧ ચાલે એટલો તો એનો તાપ હોય; માટે જ એ છ ખંડની સાહ્યબી નિ:શંક ભોગવી શકે છે. સોળ હજાર દેવો તો એના સેવકો હોય, પરંતુ એ પણ જો આડા ચાલે તો માર ખાઈ જાય. સભાઃ “દેવો શા માટે સેવા કરે ?” પુણ્યનું આકર્ષણ છે. અમુક પુણ્યવાનની સેવા વ્યંતર દેવો હૃદયથી કરે છે. એ પુણ્યવાનની સેવામાં એને પોતાનું ગૌરવ જણાય છે. સાહેબના પટાવાળાના મગજમાં તમારા કરતાં ચાર ગુણી રાઈ હોય. કેમ કે, સાહેબની આગળ એ ચાલે ત્યારે એને એમ થાય કે “હું કોણ ? સાહેબનો પટાવાળો !' આભિયોગિક કર્મને લઈને એ એમાં આનંદ માને છે. કેટલાક દેવો એવા કે જેમને ઇન્દ્રના વાહન થવું પડે. ઇન્દ્ર ક્યાંક જવાની તૈયારી કરે એટલે એમની સવારી માટે પેલાએ ઐરાવત હાથી બની તૈયાર રહેવું પડે. પણ એ માને કે, “હું કોણ ! ઇન્દ્રનું વાહન ! બીજા તો ઇન્દ્રની સાથે હાથ મિલાવી ન શકે. જ્યારે મારા પર તો ખુદ ઇન્દ્ર બેસે. સંસારની મોહિની જુદી છે. જે વાતાવરણમાં પેદા થયો ત્યાં જ એ આનંદ પામે. એમ ન હોય તો જિવાય નહિ. સાધુ નવરા ન હોય ? મોહે મૂર્ખાઓ ઉપર એટલી સત્તા જમાવી છે કે આ શાસન પણ ત્યાં ફાવ્યું નથી. મોહના નશાના યોગે કેટલાક શ્રીમંતો એમ પણ કહે છે કે, “સાધુ પૂજ્ય ખરા, આપણા શિરતાજ છે એમાં ના નહિ. પણ તેથી એ આપણું માન કે સભ્યતા પણ ન જાળવે ?' આ ઝેર મોહે હૈયામાં ઘાલ્યું છે. અહીં આવે, અદ્ભુઠ્ઠીયો ખામે પણ હૈયામાં વાત પોઝીશનની રમતી હોય, એવા સંયોગોમાં વસ્તુતત્ત્વ ન પામે તેમાં નવાઈ શી ? કહે છે કે, અમે ગમે તેમ બોલીએ પણ મહારાજ ભાષાસમિતિ શું કામ ગુમાવે ? ક્યા પંડિતે આ પાઠ એમને ભણાવ્યો ? એ હું સમજી શકતો નથી. એક જણ કહે છે કે, “ચોર શબ્દ તે બોલે, બીજાને ચોર તે કહે કે જે પોતે ચોર હોય, માટે સાધુથી આવો શબ્દપ્રયોગ ન કરાય. આ ડાહ્યાને પૂછો કે આવું બોલવાથી તે પોતે જ ચોર નથી ઠરતો ? સાધુ ધીમું ધીમું જ બોલ્યા કરે ? એ શું ભારખાનાના ડબ્બા છે કે જે ધીમે ધીમે એંજિન પાછળ ઘસડાયા કરે ? ભારખાનાના ડબ્બાઓને કોઈ ટાઇમ જ નથી. અંતરાય ન નડે તો છ કલાકે પહોંચે અને અંતરાય નડે તો ક્યારે પહોંચે એનો નિયમ નહિ. ઢોરોને લઈ જનારી માલગાડીમાં કોણ હોય ? ઢોર અને એને પાળનારા નોકરો. એ નોકરો ઘાસના ઢગલા ઉપર બેસી જાય. એ બંનેને સમયની ચિંતા ન હોય. સાધુ એવા નવરા ન હોય. સાધુની સ્પીડ તો પંજાબ મેઈલ જેવી હોય, પણ તે Page #473 -------------------------------------------------------------------------- ________________ 1640 ૪૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સમયે, વિના સમયે નહિ. સાધુ મીઠા શબ્દો બોલે એ વાત ખરી પણ જે સમયે પાપાત્માઓ ધર્મ ઉપર આક્રમણ લાવે ત્યારે પણ એમ ? ના. ત્યારે તો સાધુ એવું બોલે કે આવનારને ભોંય ભારે પડે. સાધુ પાસે જઈને દેવ ગુરુ ધર્મ માટે કોઈ એલફેલ બોલે ને સાધુ સાંભળી ૨હે તો પેલો તો છાતી ઉપર ચઢી જાય. પૂર્વાચાર્યોને અંગારા કહે, શાસ્ત્રોને દફનાવી દેવાનું કહે તોય સાધુ મૂંગા રહે ? અરે સાચો સાધુ તો તે વખતે એને કહી દે કે ‘તું અહીંથી ઊભો થઈ જા. તારી સાથે તો વાત કરવી પણ યોગ્ય નથી.' પેલાને તમ્મર આવી જાય એવું કડક તે વખતે સાધુ બોલે. સાધુ એને કહી દે કે ‘અરે કંગાળ ! પહેલાં કારણ સમજાવ. પછી પૂર્વાચાર્યો માટે જેમ તેમ બોલ. ખાલી બખાળા ન કાઢ.' વાત કરવા માટે લાયક કોણ ? કોઈ માણસ એના લેણદા૨નો વાયદો પૂરો થયા પહેલાં જ મરી જાય તો એમાં કાંઈ એનો ગુનો નથી. પેલો લેણદાર એના દીકરા પાસે ઉઘરાણી કરે અને એ ન આપે તો તો કાંઈ કહે પણ એ પહેલેથી જ એના બાપને ગાળો દેવા માંડે તો તો એ દીકરો પહેલાં તો બાપની બદનક્ષીની ફરિયાદ માંડે. એ જ રીતે એ લોકો અહીં આવે, સિદ્ધાંતની વાતો મૂકે, સાધુ એને જવાબ ન દઈ શકે, એની દલીલોના ફુરચા ન ઉડાડે તો તો દાંત ભીંસી ગમે તેમ બોલે (જો કે વિવેકી તો, તો પણ એવું ન કરે) તો એ વાત જુદી પણ મુનિની તો જીભ સાબૂત છે, જવાબ દેવાની તાકાત છે છતાં પેલો પૂર્વાચાર્યોને ગાળો દે તો એ સાંભળી ૨હે ? જો સાંભળી ૨હે તો માનવું કે એનામાં શ્રી જિનેશ્વરર્દેવના શાસન પ્રત્યે પ્રેમનો છાંટો પણ નથી. ભગવાન શ્રી મહાવીરદેવને ગાળો દેનારો અહીં ઉપાશ્રયમાં પગ પણ મૂકી શકે ? એ તો વાત ક૨વા કે અહીં બેસવા માટે પણ નાલાયક છે. લાયક તો તે છે કે જે સમજવા માટે મહેનત કરે, સમજવા માટે વિનયપૂર્વક વાત કરે, ન સમજાય તોય સભ્યતા ન ગુમાવે, આક્ષેપબાજી ન કરે. આ તો પોતાને ભગવાન, ભગવાનના આગમો અને સાધુઓ માટે ફાવે તેમ બોલવું છે અને સાધુ જ્યારે તેના સચોટ રદિયા આપી પ્રતિકાર કરે ત્યારે ભાષાસમિતિની વાતો કરવી છે, એ ચાલે ? આવા પ્રસંગે દેવગુરુ ધર્મના રક્ષણ માટે કડક કડક શબ્દો ન બોલે અને ભાષાસમિતિના નામે ઢીલી વાતો કરે તે સાધુ નથી. કદાચ પોતાનામાં એવી શક્તિ ન હોય તો એમ કહી દે કે, ‘ભાઈ ! મારામાં સમજાવવાની શક્તિ નથી, સમજવું હોય તો અમુકની પાસે જા અને ન સમજવું હોય તો તું જાણ, પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે. કાંઈ એલફેલ બોલીશ નહિ.' Page #474 -------------------------------------------------------------------------- ________________ 1641 - ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 – ૪૫૩ ભાષાસમિતિના પરમાર્થને સમજો, જે મુનીમ પોતાના શેઠ માટે બોલાતી ગાળો શાંતિથી સાંભળી લે એવાને ચોપડા, તિજોરી કે વહીવટ સોંપાય ? આટલી સીધીસાદી વાત અહીં પણ લાગુ કરવાની છે. ત્યાં એ વાત બરાબર સમજનારા અહીં ભાષાસમિતિની વાત કેમ આગળ કરે છે ? ભાષાસમિતિ તે કે જેમ વાણી ઝરે તેમ ઉન્માર્ગના ભુક્કા ઊડે અને સન્માર્ગનો પ્રચાર થાય. જે વાણીથી ઉન્માર્ગની પુષ્ટિ થાય તે વાણીમાં તો ભાષાસમિતિ ખંડિત થાય છે. જે સાધુની વાત સાંભળીને ઉન્માર્ગીઓ હસીને જાય, “અમારો સિદ્ધાંત પોષાયો’ એવી પાપી માન્યતા પુષ્ટ કરીને જાય એ સાધુ ભાષાસમિતિના પરમાર્થને સમજ્યો જ નથી અને આવા અણસમજુ સાધુઓ પાટે બેસવાને પણ લાયક નથી. આવા સર્વોત્તમ સાહિત્યને ગાળ દેનારા કમનસીબ છેઃ પોતાના અસીલની લુચ્ચાઈ જાણવા છતાં પૈસા ખાતર વકીલ એનાં વખાણ કરે, એ દુનિયામાં ચાલે છે. પણ અહીં એવું ચાલે ? આત્માને તારનારી વસ્તુ માટે સાધુ બેદરકાર શી રીતે રહી શકે ? ભાષાસમિતિની વાત ક્યાં સુધી ? હજી તો આ શબ્દો કાંઈ નથી. પણ શાસ્ત્રકારે તો કુવાદીઓને મૂર્ખ ચક્રવર્તી કહ્યા છે. ચક્રવર્તી છ ખંડના માલિક હોય તેમ આ મૂર્ખ પણ જ્યાં બેસે ત્યાં જ ખાડા પાડે. જે મૂર્ખને થોડી વાર પહેલાંની વાત પણ યાદ નથી રહેતી એવાને સર્વજ્ઞના સિદ્ધાંતની શી ખબર હોય ? સાહિત્યનું એને ભાન શું હોય ? શ્રી જિનેશ્વરદેવના અહિત્યની તુલનામાં ઊભું રહે એવું એક તો સાહિત્ય લાવો ? જૈનશાસનને.નવતત્ત્વનું જે વર્ણન કર્યું એવું એક તત્ત્વ પણ બીજે નહિ મળે. આવું સાહિત્ય પામી એને ગાળ દેનારા કમનસીબ નથી ? એવે અવસરે ધીમે બોલાય જ નહિઃ એવા ગાળ દેનારને હીણકર્મી ન કહેવાય ? પોતાના બાપને દેવાતી ગાળા તો કપૂત સાંખી લે. બાપે કદી ભૂલ કરી હોય અને પોતાનાથી બોલાય તેમ ન હોય તો નીચે મોંએ ત્યાંથી ચાલ્યો જાય. પણ સાંભળવા ઊભો ન રહે, તો પછી આ તો વીતરાગ જેવા બાપને ગાળો દેવાય તે કેમ સંભળાય ? આજે તો પોતાની કીર્તિ અખંડિત રાખવા એ સાંભળી લેવાય છે અને ઉપરથી ગૌરવ લેવાય છે કે, “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' - સમતા સમાન ગુણ નથી અને શાંતિ વિના ધર્મ નથી વગેરે. લાખનું નુકસાન થતું હોય કે જાતને કલંક આવતું હોય ત્યાં શાંતિ કે ક્ષમા નથી રખાતી. પણ ધર્મની વાત આવે ત્યાં એવી વાતો આગળ કરાય તો એવી પોલ ચાલે ? એવા નાલાયકો માટે તો સાધુ કોષમાંથી વણી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 12 વીણીને એને યોગ્ય એવા શબ્દોનો ઉપયોગ કરે કે જેથી એના આક્ષેપોના ફુરચા ઊડે અને એ તમામ આક્ષેપો વજૂદ વિનાના ઠરે. શેઠને ત્યાંથી છૂટો થયેલો મુનીમ શેઠ માટે બહાર ગમે તેમ બોલવા માંડે તો શેઠ છાપામાં જાહેરાત આપી દે કે, “અમારે ત્યાં ગોલમાલ કરવાથી એને છૂટો કરવો પડ્યો છે. દયા આવવાથી જેલ ભેગો નથી કર્યો, પરંતુ એ વિશ્વાસ કરવા લાયક નથી.' આટલી જાહેરાતથી પેલાની અસર ઊડી જાય. જો શેઠ પણ એને ભઈ બાપા કરે તો શેઠને ચોથે દિવસે દેવાળું આવે, કારણ કે શેઠની તિજોરી ખાલી હોવાની વાત તો પેલો ફેલાવતો જ હોય. એ જ રીતે મુનિ પણ જો ધીમું ધીમું બોલે તો પેલાની વાતો લોકને સાચી લાગે માટે મુનિથી એવે અવસરે ધીમું બોલાય જ નહિ. આવી દલીલ કરનારને શું કહેવું? આચાર્ય પાસે આવીને પેલો ભગવાન મહાવીરને ગાળ દઈ જાય તો ભલે તે ભગવાન મહાવીરના આચાર્યને માનતો હોય તો પણ જુહો છે. આચાર્યને માને તે ભગવાન મહાવીરને ગાળ દે શી રીતે ? ભગવાન મહાવીરદેવની ગેરહાજરીમાં આચાર્યો શાસનના શિરતાજ છે. એ આચાર્યોને ગાળ દેનાર પણ સંઘ બહાર છે. શાસ્ત્રોમાં આચાર્યોની શ્રી જિનેશ્વરદેવ સાથે નવ રીતે સરખામણી કરી છે. આચાર્યો હુકમ પણ કાઢે. આજે તો કોઈ આચાર્ય એમ પણ કહે છે કે, “બિચારો ભગવાનને ગાળ દે છે. પણ મને તો માને છે ને ? માટે અવસરે ધીમેથી સુધારી લઈશ.” આવી દલીલ કરનારને શું કહેવું ? એને કહેવામાં આવે કે “પણ આપની પાસે આવું આવું બોલી જાય તે કેમ ચાલે ?' તો કહેશે કે “સમતા રાખો, પછી સુધારીશું.” પછી ક્યારે ? સંપૂર્ણ દવ લાગી ગયા પછી ? સાધુનાં મા-બાપ કોણ બની શકે ? પિતાને માટે ખરાબ વાત સાંભળી રહે તે દીકરો નથી. તેમ ભગવાન કે પૂર્વાચાર્યો માટે એલફેલ વાતોને સાંભળી રહે તેને સાધુ મનાય ? આજે આવી રીતે એલફેલ બોલનારા તથા એને નિભાવનારા ગૃહસ્થોને સાધુનાં મા-બાપ બનવું છે, પણ એમને હું કહું છું કે “પહેલાં તમારા ઘરમાં છોકરાંઓનાં તો માબાપ બનો ! ઘરનાં ચાર છોકરાંને તો સન્માર્ગે ચડાવો ! પોતાનાં પેદા કરેલાં અને દૂધ પાઈને ઉછરેલાં પોતાનાં સંતાન ભગવાનને અને ભગવાનના શાસનને છડેચોક ગાળ દે ત્યાં તો “શું કરીએ ?' એવું કહેનારાઓ સાધુનાં માબાપ બનવા આવે છે તે આશ્ચર્ય છે. સાધુનાં સાચાં મા-બાપ બનો: સૂયગડાંગ”ની એ વાતો કરે છે. પણ એ તો મેં પણ વાંચ્યું છે. ત્યાં તો મા Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 ૪૫૫ બાપને ભૂંડ તથા સાપણ જેવાં પણ કહ્યાં છે. તમે શામાંના છો એ નક્કી કરો ! આજનાં શ્રાવક-શ્રાવિકા જો સાધુ-સાધ્વીના સાચાં મા-બાપ થાય તો તો મને બહું આનંદ થાય. જેમ વ્યવહારમાં મળમૂત્ર સાફ કરવાથી માંડીને બાળકની તમામ ફીકર ઠેઠ સુધી કર્યા કરે એ મા-બાપ છે. એવાં મા-બાપ જો શ્રાવકશ્રાવિકા બને તો તો અમારે બધી પંચાત જ મટી જાય. પછી આ બોલવું પડે છે તે ન બોલું. વ્યાખ્યાન પણ ધીમે જ વાંચું. આ તો તમારું કામ મારે કરવું પડે છે. તમે મા-બાપ બનો તો હું નારાજ઼ નથી. શાસ્ત્ર કહે છે શ્રાવક-શ્રાવિકા મા-બાપ છે, માટે એ સ્વીકાર્ય છે પણ મા-બાપ બનો તો ! મા-બાપની ફરજ 1643 જો તમે મા-બાપ બનો તો પછી તમારી સલાહ વિના એક કદમ હું ન ભરું. સભાઃ ‘મા-બાપ શી રીતે બનાય ?’ એ માટે વ્યવહારમાં જુઓ. દીકરાના મનોરથ પાર પાડવા મા-બાપના પ્રયત્ન હોય. પોતાનો દીકરો સો ગુણો શ્રીમાન બને એમ મા-બાપ ઇચ્છે. પુણ્યોદયે પોતાના દીકરાને જે મળ્યું હોય તે વધે એવી પ્રવૃત્તિ મા-બાપ કરે. દીકરો માંદો પડે તો મા-બાપ પોતાના બંગલા પણ તારાજ ક૨વા તૈયા૨ થઈ જાય. દીકરાની માંદગીના ખબર આવતાં પહેલી ટ્રેનમાં દોડે, ડૉક્ટર અને સર્જન બોલાવવા પડે, હજારોની ફી ખર્ચવી પડે, આ બધું કરવું પડે ને ? એ જ રીતે બધું સાધુ માટે પણ સમજી લો. દીકરો કદી ખોટનો વેપાર કરી આવે તો મા-બાપથી દાંતિયા ન કરાય. પણ બાજી સુધારી લેવાય. દીકરો કદી માર્ગમાં ગબડી જાય તો તરત ઊભો કરી દેવાય પણ ઉપ૨થી માર ન મરાય. વ્યવહારની આ બધી રીત.તો તમે જાણો છો ને ? એ જ રીતે શ્રાવકો સાધુનાં મા-બાપ બને અને એમની તમામ ચિંતા કરે. પૂર્વના શ્રાવકો પૂર્વે એવા શ્રાવકો હતા, જે સાધુની તમામ ચિંતા કરતા હતા. ‘ઇચ્છકાર’માં પહેલા બે પ્રશ્નો પૂછવાની અને પછી ભાતપાણીના લાભની વિનંતી કરવાની વિધિ એ માટે જ છે ને ? ૧. ‘સુખત૫શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ?' સ્વામી શાતા છે જી ?’ ૨. ૩. ‘ભાતપાણીનો લાભ દેજોજી.' ત્યાં સંયમયાત્રાનો પ્રશ્ન પહેલો છે. એમાં વિઘ્ન હોય તો શ્રાવક બધી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 144 તપાસ કરે કે શું વિઘ્ન છે, વિપ્ન કરનાર કોણ છે, એ દૂર કઈ રીતે થાય તેમ છે વિગેરે તપાસ કરીને વિઘ્ન દૂર કરે. ભાત પાણીનો લાભ એટલે એકલા ભાત ન સમજવા. ગામડામાં રોટલા ખાવા બોલાવે ત્યાં એકલા રોટલા ન હોય. પણ સાથે બધું હોય ને ઘીની વાઢી તો ઊંધી વળતી હોય. એ તો બોલવાની એક જાતની ભાષા છે. શ્રાવકો ત્રણે કાળ મુનિના સંયમની આ રીતે ખબર લે. મંત્રીશ્વર વસ્તુપાલનો પ્રસંગ વસ્તુપાલના સમયમાં એક વખત રાજાના મામાએ જૈન મુનિ સામે આંગળી ચીંધી, મુનિનું અપમાન કર્યું. વસ્તુપાલે આ વાત જાણી કે તરત પોતાના સેવકોને એ મામાની આંગળી કાપી લાવવાનો હુકમ કર્યો અને એ આવે પછી જ અન્નપાણી લેવાનો સંકલ્પ કર્યો. અહીં હિંસકભાવ નથી. પણ આ રીતે શિક્ષા થવાથી ભવિષ્યમાં મુનિઓની આશાતના ન થાય એ હેતુ છે. સેવકો આંગળી કાપી લાવે છે. રાજા પાસે ફરિયાદ જાય છે. રાજા ગુસ્સે થાય છે. વસ્તુપાળને રાજસભામાં હાજર થવાનો હુકમ મોકલે છે. વસ્તુપાળ નથી જતાં એટલે યુદ્ધની તૈયારી થાય છે. રાજ્યનાં ડાહ્યા ગણાતા અન્ય મંત્રીઓ વચ્ચે પડે છે. રાજાને સમજાવે છે કે, “રાજ્યને આબાદ કરનારા મંત્રીશ્વર સામે સાચું કારણ જાણ્યા સિવાય આવું પગલું ભરવું વાજબી નથી. મંત્રીશ્વર વિના કારણે આમ ન કરે.” રાજા ઠંડો પડ્યો અને તપાસ કરાવી. પછી તો મંત્રીશ્વરને સત્કારપૂર્વક રાજ્યકચેરીમાં તેડાવ્યા છે. રાજ્યના ડાહ્યા આગેવાનોએ મંત્રીશ્વરની લડતને ન્યાયયુક્ત કહી છે. વસ્તુપાલને પેલા સાધુ કાંઈ ફરિયાદ કરવા નહોતા ગયા. પણ વસ્તુપાલન મુનિ પ્રત્યે પૂર્ણ આદર હતો. જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે: આજ તો કહે છે કે, “અમે સંઘ, અમારી આજ્ઞા માનો.” આવું કહેનારા પાછા પૂર્વાચાર્યોને ગાળો દેતા હોય. એવાં ગાંડાઓના ટોળાંને સંઘ માનવાની મૂર્ખાઈ કોઈ ન કરે. એવાને તો હડફેટે ચઢાવવા પડે. જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે, મા-બાપને ગાળો દેનારા નિંદકોની નહિ. ઉપસંહાર: હવે જીવદયા રૂપી કંદરાઓમાં વસતા, કર્મશત્રુને પરાજય પમાડવામાં ઉદ્દામ અને કુમતવાદીરૂપી હરણિયાઓને ત્રસ્ત કરવામાં સિંહ જેવી મુનિવરોનું વિશેષ વર્ણન શું કરે છે, તે હવે પછી. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનશાસનની કથાઓ...વૈરાગ્યરસ અને વર્તમાન સમય 110 વીર સં. ૨૪પ૬ વિ. સં. ૧૯૮૦, ચૈત્ર સુદી-૫ શુક્રવાર, તા. ૪-૪-૧૯૩૦ • હિંસાના ત્રણ પ્રકાર : • જૈનદર્શન અને અન્ય દર્શનમાં ભેદ શું ? • સુપાત્ર દાન અને અનુકંપા દાન : ' - તો ભક્તિની વાતો એ દંભ છે : શાસન કોનાથી દીપે ?' જ્ઞાન-અજ્ઞાનનો ભેદ સમજો : • જૈનશાસન શા માટે છે ? • વૈરાગ્ય રસ વિનાની કથાઓ એ તો ખાલી ખોખાં છે : કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુ : • દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય : • સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય : • દાનમાં પણ ભાવનું મહત્ત્વ : - કુપાત્રને સુપાત્રના નામે પૂજવામાં ધર્મનો નાશ છે: સુપાત્રની ભક્તિમાં બધું જોવાનુંઃ ' ધર્મીનાં ઘરોમાં શું જોવા મળે ? શ્રી જિનમૂર્તિની વિશેષતા: • શ્રી જિનમૂર્તિ ભરાવવાની વિધિ : • મંદિર ઉપાશ્રયોને એના સ્વરૂપમાં જ રહેવા દો : • હૈયે હોય તો હોઠે લાવો : • દેવો અને ઇંદ્રોની પ્રભુભક્તિ : • આજના લેખકો કેવા છે ? . • “વેધકતા વેધક. લહે....” જ્ઞાનની આજ્ઞા સામે પ્રશ્ન જ ન હોય : સમય, ત્રેવડ અને તૈયારી - એ ત્રણે જોઈએ : વ્યાખ્યાનમાં શું વાંચું છું તે જાણો : મારે તમારું ઘડતર કરવું છે : • સાધુ સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ? સાતે ક્ષેત્રને ઓળખો : Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – - 146 હિંસાના ત્રણ પ્રકાર : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘમેરૂની જીવદયારૂપી કંદરાઓનું (ગુફાઓનું) શાસનમાં વર્ણન કરી રહ્યા છે. શ્રી જિનેશ્વરદેવના શાસનનું એક પણ અનુષ્ઠાન એવું ન હોય, જેમાં અહિંસક ભાવને ટક્કર લાગે. દરેક ક્રિયામાં અહિંસક ભાવની મુખ્યતા જળવાવી જોઈએ. માટે તો જ્ઞાનીઓને ક્રિયાના વિવેકપૂર્વક વિભાગ કરવા પડ્યા. જે ક્રિયા મુક્તિની સાધક છે તેમાં તેને વિધિપૂર્વક કરવા છતાં અનિવાર્યપણે થતી હિંસાને જ્ઞાનીએ સ્વરૂપ હિંસા કહી. જે ક્રિયા અજયણાપૂર્વક કરવામાં આવે તેમાં થતી હિંસા એ હેતુ હિંસા છે. જે ક્રિયા આજ્ઞાની ઉપેક્ષા અને મિથ્યાત્વને આધીન થઈને કરવામાં આવે તેમાં થતી હિંસા તે અનુબંધ હિંસા છે. પૂજામાં સ્વરૂપ હિંસા કહી પરંતુ તે પૂજા પણ મુક્તિ માટે અને જયણાપૂર્વક કરે તો જ. દુનિયાની ઇચ્છાઓ, દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ માટે પૂજા કરે તો ત્યાં પણ હેતુ હિંસા છે અને એમાં વાંધો નહિ, એ તો એમ જ થાય.” એવી મનોવૃત્તિ ઘડાઈ જાય તો તે અનુબંધ હિંસામાં પણ જાય. જેનાથી છૂટવાનું છે તેનાથી જ બંધાવાય. " જૈનદર્શન અને અન્ય દર્શનમાં ભેદ શું ? સંસારના પપાસુ રહેવું અને ધર્મી કહેવરાવવું એ ન બને. સંસારમાં રહે તે નભે, કેમ કે ત્યાં લાચારી માને છે. પણ ત્યાં પ્રેમ જીવતોજાગતો રહે, એમાં રાચીમાચીને રહેવાનું મન થતું હોય અને સંસાર જ મઝેનો લાગતો હોય તેને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વાસ્તવિક સ્થાન નથી. મુક્તિના ધ્યેય વિના પ્રભુનું શાસન ફળતું નથી. અન્ય દર્શનીઓની જેમ તમે પણ દેવગતિ વગેરેના ધ્યેયથી ધર્મક્રિયા કરો અને સંસારનાં સુખ મેળવો તો જૈનદર્શન અને અન્ય દર્શનનો ભેદ ક્યાં રહેશે ? “ઇતર દર્શનો એ કુ-દર્શનો અને જૈનદર્શન એ સુદર્શન એવું શા માટે ? એવો કોઈ તમને પ્રશ્ન કરે તો તમે શો જવાબ આપશો ? દાન તો આપણી માફક ત્યાં પણ દેવાય છે, શીલ પણ પળાય છે અને તપનાં પણ વિધાન ત્યાં છે. ત્યાં પણ કાંઈ બધા જ લોકો એકાદશીમાં ફરાળ ખાતા નથી. સુંદર વિચાર તો તેઓ પણ કરે છે, પણ ભેદ ત્યાં છે કે એ ચારે કરવા શા માટે ? ક્રિયા એક જ, વસ્તુ એક જ પણ ધ્યેય અલગ છે. ધ્યેય બદલવાથી આખી વસ્તુ જ ફરી જાય છે. તમે સ્વાર્થ માટે કોઈને જમાડો અને વિના સ્વાર્થે જમાડો તેમાં ફેર પડી જાય કે નહિ ? જેવો ભાવનામાં ભેદ તેવો ક્રિયાના ફળમાં પણ ભેદ. સંસારનો રસ કાઢ્યા વિના ધર્મક્રિયા જિનશાસનની થઈ શકતી નથી. Page #480 -------------------------------------------------------------------------- ________________ 1647 ૩૦ : જૈનશાસનની થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય – 110 — ૪૫૯ સુપાત્રદાન અને અનુકંપાદાન : માટે તો દાનમાં જ્ઞાનીએ સુપાત્રદાન અને અનુકંપાદાન – એમ ભેદ પાડ્યા. અનુકંપા દાન અપાત્ર કે કુપાત્રમાં જ છે. દાન કરતાં ત્યાં કશો વિચાર કરવાનો નહિ. પણ સુપાત્રમાં તો ભક્તિ છે. તેથી ત્યાં પાત્રાપાત્રનો વિવેક જરૂ૨ ક૨વાનો છે. પૈસા ઉછાળીને દાન દેવાય ત્યાં કોણ લેશે ? તે ન જોવાય. દીન, અનાથ, કંગાળ કોઈ પણ લે અને સુખી થાય એ જ અનુકંપાદાનમાં ભાવના. એ રીતે આંખો મીંચીને સુપાત્રના નામે ગમે તેને ન દેવાય. મૂર્તિ ગમે તેવી હોય, હાથમાં હથિયાર હોય કે પાસે સ્ત્રી બેસાડી હોય. પણ નામ મહાવીર લખ્યું હોય તો પૂજાય ? ન જ પૂજાય. વેષ મુનિનો હોય પણ વેશ્યાને ઘેર જતો હોય તો વંદન થાય ? ન થાય. કોઈ પૂછે કે વેષ તો છે પછી વંદન કેમ નહિ ? વેષને અનુરૂપ વર્તન નથી માટે. કોઈ કહે કે, “હું જૈન છું, પણ ફાવે તો મહાવીરને માનું. ન ફાવે તો ન પણ માનું. શાસ્ત્રોને હું કાંઈ માનતો નથી. આ જમાનામાં વાતવાતમાં ધર્મ અને પાપની વાતો કર્યે ન ચાલે, બાકી તો હું પણ જૈન છું, તમારા એકલાનો જ ઇજારો નથી.” આવાને જૈન મનાય ? આવાની ભક્તિ થાય શી રીતે ? અનુકંપા કરો તે વાત જુદી પણ સાધર્મિક તરીકે એવાની ભક્તિ તો ન જ થાય ને ! પાત્રની વાત આવે ત્યાં જોવું પડે કે દેવ તો વીતરાગ શ્રી જિનેશ્વર જ, ગુરુ તો નિગ્રંથ જ અને ધર્મ શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલો છે તે જ. દેવ, ગુરુ, ધર્મને અખંડિતપણે માને તેં જ જૈન, એ ત્રણની મશ્કરી કરે તે જૈન નહિ. સાતેય સુપાત્રની ભક્તિ કરવાની છે તે ગુણ મેળવવા માટે છે. અનુકંપાદાનમાં તો ‘એ બિચારો સુખી થાય’ એ જ ભાવનાં છે. અનુકંપાદાન આંખ મીંચીને દેવાય, પણ સુપાત્રની ભક્તિમાં યોગ્યતા જોવી જોઈએ. ત્યાં આંખ મીંચે ન ચાલે. જો ત્યાં આંખો મીંચાય તો સમ્યક્ત્વ ડૂલ થાય, મિથ્યાત્વ આવી જાય અને પામેલો ધર્મ હારી જવાય. તો ભક્તિની વાતો એ દંભ છેઃ - આંજના કેટલાક કહે છે કે, ‘આ દેવ, આ ગુરુ અને આ ધર્મ સારા અને આ ખોટા, એની આપણે શી પંચાત ? આપણે તો બધાય સરખા.' તો તો કહેવું પડે કે સાધુને પણ બાવાની જેમ અનુકંપાદાન દેવાય છે. વાસણ સાફ કરવાની જેમ ભગવાનની મૂર્તિ સાફ કરાય છે. બાકી ભક્તિની વાતો થતી હોય તે બધો દંભ છે. આવો દંભ આ શાસનમાં નહિ ચાલે. ભક્તિ તો પાત્રની જ થાય. હાથ તો અમુકને જ જોડાય. કોઈનું ભલું કરવા બધું દઈ દેવાય તે જુદી વાત. એમ દઈ દેવાની મના નથી. પણ ગમે ત્યારે ગમે ત્યાં પાત્રની વાત આવી ત્યાં બરાબર વિચારવાનું આટલું સમજો ! Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1648 સભાઃ “સમજાય તો છે પણ વર્તન ક્યાં છે ?' સમજ્યા પછી હૃદય સંખશે જરૂ૨. કદી અયોગ્યને નૂકશે તો પણ મનમાં ભૂલ તો જરૂર માનશે. હિસાબનો જાણકાર વેપારી ભલે ગ્રાહકને ઊઠાં ભણાવે. પણ મનમાં તો સમજે કે હું ખોટો છું. બેના માલના પાંચ કહી દે તો ખરો પણ એમ કહેવામાં જુઠું, અનીતિ અને જુલમ કરું છું એ મનમાં સમજે. સુપાત્રની વાત આવે, ભક્તિના પાત્રની વાત આવે ત્યાં આંખો ન મીંચાય, જેમ તેમ ગોટા વાળવા અને સારામાં ખપવું એ બે વાત નહિ બને. શાસન કોનાથી દીપે ? શાસ્ત્ર કહે છે કે, દેવ એ જ દેવ, ગુરુ એ જ ગુરુ, આગમે એ જ આગમ અને ધર્મ એ જ ધર્મ એમાં ફેરફાર ન ચાલે. નવપદમાં તમને ગૃહસ્થને ન લીધા, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ નવપદમાં ક્યાંય ગૃહસ્થ છે ? નવપદની આરાધના કરનારો આ વાત સમજે તો આરાધના કરી શકે કે ગમે તેમ હાંક્ય રાખે તોય ચાલે ? જ્ઞાન-અજ્ઞાનનો ભેદ સમજો: કહે છે કે, “દુન્યવી જ્ઞાન પણ જ્ઞાન જ છે ને ? આ આગમ પણ જ્ઞાન અને દુન્યવી ભણતર પણ જ્ઞાન.' તો તો ચોપડા લખવા એ પણ જ્ઞાન ને ? જમાના ઉધાર ને ઉધારના જમા લખવા એ પણ જ્ઞાન ને ? ખોટા ચોપડા પણ કાંઈ મૂર્ખા નહિ બનાવી શકે, એ પણ ભણેલો જ બનાવવાનો, માટે એ પણ જ્ઞાન, એમ ? ખીસા કાતરવાની કળાનું શિક્ષણ એ પણ જ્ઞાન ? મકાનો, કારખાનાંઓ, ટ્રેન, વિમાન તથા બધાં આરંભ સમારંભનાં સાધનો એ પણ જ્ઞાન ? સભાઃ “એ જ્ઞાન પણ અજ્ઞાન કોટિનાં છે.' એવા જ્ઞાનનો પ્રચાર સમ્યકત્વને શુદ્ધ બનાવે ? કોઈ જૈન મોટી સ્ટીમર બનાવે તો જૈનશાસનની પ્રભાવના થાય ? વકીલ, બૅરિસ્ટરથી શાસનની પ્રભાવના થાય ? સો બૅરિસ્ટર બેઠા હોય અને એક આત્મા જૈન સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરનારો બેઠો હોય ત્યાં શાસન દીપે કોનાથી ? સિદ્ધાંતનું પાલન કરવાથી જ દીપે. પેલા સ્વાર્થીઓ તો ખીસું ભરે. કદી ઉપકાર કરે તો નામનો, બાકી કામ ખીસું ભરવાનું. પણ એ એવી સફાઈપૂર્વકનું હોય કે પોતાની પોલ કોઈને જણાવા ન દે. જૈનશાસન શા માટે છે? જૈનશાસન તમને રૂપાળા, રંગીલા બનાવવા માટે નથી. પણ સંસારથી Page #482 -------------------------------------------------------------------------- ________________ 1649 – ૩૦ : જૈનશાસનની થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 — વિમુખ બનાવવા માટે છે, ઘરબાર, કુટુંબપરિવાર, પૈસાટકા, બંગલા-બગીચા વગેરે તમામથીં વિરક્ત બનાવવા માટે છે. ધર્મ પામ્યા પહેલાં એ આત્મા ઘરે આવે ત્યારે દોડતો આવતો હોય તો પણ ધર્મ પામ્યા પછી ઘ૨માં લથડતા પગે આવે. ધર્મ પામ્યા પહેલાં ઘર એને મઝેનું લાગે, પોતાનો બંગલો જોઈને રાચે. પણ જ્યાં ધર્મ હૃદયમાં આવે કે એને એ બધી પંચાત લાગે, વળગણ લાગે, એનાથી છૂટવાની ઐને ભાવના રહ્યા કરે. એમાં લેપાય તો શાસ્ત્ર કહે કે, આત્મા ધર્મ પામ્યો નથી, અગર પામ્યો છે, તો તેનું પરિણમન થયું નથી. વૈરાગ્યરસ વિનાની કથાઓ એ તો ખાલી ખોખાં છેઃ ૪૭૧ જેને ધર્મ પરિણામ પામ્યો હોય એની દશા જુદી હોય. મયણાસુંદરી સિદ્ધાંત ખાતર પોતાના બાપાની સામે ભરસભામાં અડગપણે ઊભી રહી હતી. આખું રાજ વિરુદ્ધ હતું છતાં એ ડગી નથી. કર્મયોગે સંસારમાં રહેવું પડ્યું. પણ સંસારને તાબે એ નથી થઈ. ગુસ્સાના આવેશમાં પિતાએ કોઢિયા સાથે પરણાવી છતાં તેથી જરાય ગભરાતી નથી. રાજપુત્રીને કોઢિયા સાથે પરણતાં ત્રાસ ન થાય ? સભા ‘આવું દૃષ્ટાંત તો એએક જ મળે ને ?’ ના, એવું નથી. આ શાસનમાં તો એવાં દૃષ્ટાંતો કે કથાઓનો તોટો નથી. શ્રી જ્ઞાતા ધર્મકથા નામના અંગસૂત્રમાં સાડાં ત્રણ કરોડ કથાઓ છે. પૂર્વે એ સઘળી લભ્ય હતી. આજે બધી નથી મળતી તો પણ હજી ઓછી નથી. દુનિયાના કયા સાહિત્યમાં આવી અને આટલી કથાઓ છે ? અને દૃષ્ટાંતો એ તો આ શાસનની શોભા છે, જ્યારે આજની નોવેલોની વાત કરવા જેવી નથી. એનું નામ જ નોર્વેલ એટલે નો-વેલ - એટલે જેમાં કોઈ સારી વાત ન મળે. એમાં લેખક કલ્પનાના ઘોડા દોડાવીને પણ ત્રણ વાત લાવે. પહેલાં છોકરાછોકરીને ભેગાં કરે. પછી મધ્યમાં છૂટાં પાડી ઝુરાવે અને અંતમાં પાછાં ભેગાં કરે કે ભટકાવી મારે. આ સિવાય કોઈ તત્ત્વ એમાંથી શોધ્યું ન મળે. આ શાસનની કોઈપણ કથા વાંચો તો એમાં રસના ઝરા વહે છે. વાંચવાની આવડત હોય તો મહાત્માઓના મુખકમળમાંથી નીકળેલી વાણી દ્વારા સર્જાયેલ એ કથાઓ અને દૃષ્ટાંતો કેવળ રસનાં કુંડાં જ છે. પરંતુ કમનસીબો એ રસને પામી શકતા નથી. એ રસ પણ ઊલટો એમને ખટકે છે. દુનિયાનો એક ૨સ એવો નથી કે જેને આ શાસનના સાહિત્યે પોષ્યો ન હોય, પરંતુ છેવટનું ધ્યેય એનું એક વૈરાગ્યનું જ. આજના કમનસીબોને ખટકે છે એ જ. એવા એક લખનારાએ લખ્યું પણ છે કે, ‘જૈનશાસનના પૂર્વના મહાન લેખકોએ કરી છે Page #483 -------------------------------------------------------------------------- ________________ 1650 ૪૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તો કમાલ પણ દુઃખ એ વાતનું છે કે ઠેકાણે ઠેકાણે વૈરાગ્ય જ ભર્યો છે. એ જો કાઢી નાખવામાં આવે તો એ સાહિત્ય વાંચી દુનિયા ખુશ થઈ જાય.' એ અજ્ઞાનો એટલું પણ સમજતા નથી કે જો એ કાઢી નાખવામાં આવે તો પછી ૨હે શું ? ખાલી ખોખું. ભોજનના અણુએ અણુએ જેમ લૂણ પરિણમવું જોઈએ તેમ શાસ્ત્રના પદે પદે વૈરાગ્ય પરિણમવો જોઈએ. કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુઃ જૈનશાસનના મહાપુરુષોએ કથાઓમાં તથા દૃષ્ટાંતોમાં ડગલે-પગલે એક જ હેતુ રાખ્યો છે કે, આ કથાઓના યોગે આત્મા આશ્રવથી છૂટે, સંવરનું સેવન કરે, નિર્જરા સાધે અને મુક્તિ પામે. પહેલેથી છેલ્લે સુધી એ જ પ્રયત્ન. જે આ કથાના યોગે આશ્રવ પામે, સંવરથી દૂર રહે, નિર્જરા ન સાધે અને મુક્તિ ભૂલી જાય તો એનામાં અને મિથ્યાદષ્ટિમાં ફરક નથી. દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય દુનિયાનું તમામ જ્ઞાન એ સમ્યગ્નાન નથી. એનાથી દર્શનમાં, ચારિત્રમાં કે તપમાં સમ્યપણું ન આવે. એ ન આવે એટલે ન સાધુ બનાય, ન ઉપાધ્યાય બનાય, ન આચાર્ય બનાય અને ન સિદ્ધ કે અરિહંત બનાય. આવા જ્ઞાનને સમ્યજ્ઞાન મનાય શી રીતે ? સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય સમ્યગજ્ઞાની અને મિથ્યાજ્ઞાનીનો વિવેક તો કરવો જ પડશે, નહિ તો શંભુમેળો થશે. સંખ્યા વધારવાના લોભે એવા શંભુમેળામાં ન રાચો. ઘઉં ખાનારો મણ ઘઉંમાંથી પાશેર કાંકરા કાઢી નાખતાં. ગભરાતો નથી. હા ! ઘઉં વેચનારો ગભરાય. એ તો ઉપરથી બીજા પાશેર કાંકરા લાવીને એમાં નાખે. તમે એવા નથી ને ? શાસનની ઉપાસના કરનારે કાંકરાથી રાજી ન થવું. કાંકરા નભાવ્યા તો તો બધી રસોઈ બગડશે. થોડું ઓછું થાય તેથી ન ગભરાઓ. ઘરમાં ચાર જણા હોય તેના પાંચ કરવા પારકાને ઘરમાં પ્રવેશવા ના દેવાય. ઘરના વધીને પચીસ થાય ત્યાં ગભરામણ નહિ. કેમ કે એ તો બધા મૂડીને સાચવે પણ પારકો એક પેસી જાય તો તે માલ બગાડે, મૂડી ખાઈ જાય, વખતે બહાર પણ ફેંકી આવે, એ બધું જ કરે. કેમ કે એ કોણ ? પા૨કો. દાનમાં પણ ભાવનું મહત્ત્વ ઃ શ્રી જિનેશ્વરદેવે અનુકંપાનો નિષેધ નથી કર્યો. ત્યાં કરોડો પણ ખર્ચવાની ના નથી પાડી. અનુકંપાદાનમાં તો શાસનની પ્રભાવના કહી છે. કોઈ પણ Page #484 -------------------------------------------------------------------------- ________________ 1651 — ૩૦ : જૈનશાસનની ક્થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય – 110 —— ૪૭૩ દયાના કામમાં જૈનોનો ફાળો હોય જ. છતી શક્તિએ એ ન આપે એવું ભાગ્યે જ બને. ના તો એ પાડે જનહિ. શક્તિ હોય તો મૂઠી ભરીને સોનૈયા આપે, એના અભાવે રૂપિયા, પૈસા, પાઈ કે છેવટે ચપટી આટો પણ આપે. શક્તિ પ્રમાણે આપે. અનુકંપામાં કશો વાંધો નહિ . પણ જ્યાં પાત્રની વાત આવી, દેવ, ગુરુ, ધર્મ, સાધર્મિક એ બધાની વાત આવે ત્યાં આંખો બંધ રાખીને આગળ વધ્યા તો ફસાયા. અભિનવ શેઠે દાનશાળા ખોલી હતી. ત્યાં ગરીબોને રોજ અડદના બાકળા અપાતા હતા. અને જીરણ શેઠ તો રોજ ભગવાન મહાવીર દેવને પારણાની વિનંતી કરી ઘરે આવીને ભાવના ભાવતા હતા. ભગવાને અભિનવ શેઠના ઘરમાં પ્રવેશ કર્યો. શેઠે નોકરોને બાકળા વહોરાવવા હુકમ કર્યો. ભગવાને બાકળા વહોર્યા ત્યાં સોનૈયાની વૃષ્ટિ થઈ. મહાપુરુષનાં પગલાંનો તો એ પ્રભાવ છે કે હીણભાગીને પણ આ લાભ તો મળે જ. પણ જ્યારે કેવળજ્ઞાનીને કોઈએ પૂછ્યું કે, ‘અમારા ગામમાં પુણ્યવાન કોણ ?' ત્યારે જ્ઞાનીએ કહ્યું કે, ‘જીરણ શેઠ પરમ પુણ્યવાન છે.' અભિનવ શેઠને સોનૈયાની પ્રાપ્તિ થઈ એટલું જ પણ જીરણ શેઠની ભાવના તો કેવળજ્ઞાન આપનારી હતી. ભગવાને દાન લીધું, દુંદુભિ વાગી, એ સાંભળતાં ધ્યાનની શ્રેણી અટકી માટે કેવળજ્ઞાન ન થયું. દુંદુભિ વાગવામાં જરા વિલંબ થયો હોત તો એ કેવળજ્ઞાન પામત. જેઓ પાત્રની પરીક્ષા ન કરે તેને તે લાભ તો ન જ મળે. પોતાના નિસ્તાર માટે જે પાત્રને આપવાનું તેને અનુકંપા બુદ્ધિએ આપનાર આત્માને એ દાન સમ્યક્ પ્રકારે ન ફળે. અભિનવ શેઠ તો અજ્ઞાન હતો. મિથ્યાદ્દષ્ટિ હતો. પણ જાણકાર જો સુપાત્રની અનુકંપા કરે તો આશાતના થાય, માટે પરીક્ષા, વિવેક વગેરે અખંડપણે જાળવવાં પડશે. કુપાત્રને સુપાત્રના નામે પૂજવામાં ધર્મનો નાશ છે નિનાવ . તો જૈનશાસનને પામીને તેના એક જ સૂત્રની ઉત્થાપના કરનારને કહ્યા, પણ જેને તેને ન કહ્યા. કેમ કે, દુનિયા મિથ્યાદૃષ્ટિ તો છે અને તે, તે તે રૂપે ઓળખાય છે એટલે તેની વાત જુદી છે. પણ આ તો મહાવીરદેવને માનવાની વાત કરીને એના વચનની ઉત્થાપના કરનાર છે માટે એને નિશ્ર્વન કહ્યા. મુનીમ હોય અમુક શેઠનો અને મળેલો હોય બીજાની સાથે એ નભે ? ન જ નભે. બીજાનો મુનીમ આપણું ખરાબ બોલે ત્યાં એટલી ગભરામણ નહિ. કેમ કે એ તો પા૨કો છે જ. પણ પોતાનો મુનીમ ખરાબ બોલે છે એમ ખબર પડે તો એ જોખમકા૨ક ખરો ને ? નિહ્નવ જેવા બનેલા છતાં પોતાને સારા માનનારા અને એને પૂજનારા એ બધા ધર્મનો નાશ કરનારા છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1652 સુપાત્રની ભક્તિમાં બધું જોવાનું ઃ સત્પાત્રમાં, સાચા સાધર્મિકમાં અનુકંપા કરે તે તેમની આશાતના કરનારા છે. એ જ રીતે 'અમે તો વેષ જોઈએ' એમ કહીને ગમે તેવું નિભાવનારા અને એવાની પણ સુપાત્ર તરીકે ભક્તિ કરનારા પણ અજ્ઞાનતાથી સ્વ-૫૨નો નાશ નોતરનારા છે. કેટલાક કહે છે, ‘અમે એવી ઝીણવટમાં ક્યાં ઊતરીએ ?' એમને પૂછો કે, દુનિયાના વ્યવહારમાં કોઈ અજાણ્યો ભપકાદાર કપડાં પહેરી નવી જ મોટરમાં ઊતરીને આવે એટલે લાખ રૂપિયાનો ચેક આપી દો છો કે ઝીણવટમાં ઊતરો છો ? કયા ગામના, ક્યાંથી આવ્યા, કોની પેઢી, શો સંબંધ વગેરે તમામ વાત પૂછે કે નહિ ? કદી પૂછ્યા વગર આપે ને પેલો નાદાર થાય તો લાખ જાય કે નહિ ? કોર્ટમાં ફરિયાદ કરે અને કહે કે, ‘હું તો એને શરાફ માનતો હતો. પણ આ તો કાલે લઈ ગયો અને આજે નાદાર થયો, એ કેમ ચાલે ? માર લઈ ગયેલા પૈસા એણે ક્યાં નાંખ્યા ?' તો કોર્ટ એ કાંઈ ન સાંભળે. એ તો કહી દે કે તું શરાફ માન કે શાહુકાર માન પણ એ નાદાર થયો એટલે હવે તારું કાંઈ ન ચાલે, પછી ભલે એ સવારે લઈ ગયો અને સાંજે નાદાર થયો, તારા પૈસા એણે ગમે ત્યાં નાંખ્યા પણ નાદાર થયો એટલે વાત પતી ગઈ. તારે હવે એના નામનું નાહી નાંખવાનું. બધી વાત ભૂલી જવાની. જેવું ત્યાં એવું અહીં. માટે જ્ઞાની કહે છે કે સુપાત્રની ભક્તિમાં બધું જોવાનું. આંખો મીંચ્યું ત્યાં ન ચાલે. ધર્મીનાં ઘરોમાં શું જોવા મળે ? : ભક્તિના પાત્ર તે સુપાત્ર. જ્ઞાનીએ તે સાત કહ્યા અને સાતેનાં લક્ષણ બાંધ્યાં. પહેલા ત્રણ તે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ. આ ત્રણમાં તો ક્યાંય વાંધો આવે એવું નથી. એ એવાં રૂઢ છે કે એમાં કદી આજના કેટલાક ગમે તેવી બૂમો મારે તો પણ તેમનું કાંઈ વળે નહિ. દરેક મંદિરમાં બે જ પ્રકારની મૂર્તિ જોવા મળે. પદ્માસને રહેલી અને કાયોત્સર્ગમાં રહેલી. આ સિવાય કોઈ ત્રીજા પ્રકારની મૂર્તિ જોવા ન મળે. આજના સુધારકોને એમાં કળા નથી દેખાતી. એવા કળાના રસિયાઓને કહી દેવું કે તમારું અહીં કામ પણ નથી. એવા ભલે નાટક સિનેમામાં, પફ પાવડરના થપેડા કરી કાળાના ધોળા બનનારાઓમાં અને પુરુષ મટી સ્ત્રી બનનારાઓમાં કળાનાં દર્શન કર્યા કરે. એવા કળાપ્રિયોને ત્યાં જ રહેવા દો. એવા વિલાસીઓનું આ મંદિરોમાં કામ શું છે ? જે મૂર્તિની આંખમાંથી અમી ઝરે, મુખ પર પ્રસન્નતાં ઝળકે, અંગેઅંગમાંથી વીતરાગતા પ્રસરે ત્યાં જેમને કળા ન દેખાય એવા તો દૂર રહ્યા જ સારા. Page #486 -------------------------------------------------------------------------- ________________ 1853 – ૩૦ : જૈનશાસનની સ્થાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૬૫ આજના એ સુધારકો કોઈ ધર્મીના દીવાનખાનામાં જાય એટલે તરત કહે કે, અહીં તો ચારે બાજુ સાધુઓના ફોટા જ દેખાય છે. કોઈ સુંદર રમણીના કલાત્મક ફોટાનાં તો દર્શન જ નથી થતાં. એવાને સ્પષ્ટ કહી દો કે, તું અહીં આવીશ જ નહિ. તારે અંગપ્રદર્શન કરતી સ્ત્રીઓના ફોટા જોવા હોય તો બીજે જા. અહીં તો ભગવાન તથા સાધુનાં ચિત્રો જોવા મળશે અને પુસ્તકો પણ ધર્મનાં જ વાંચવા મળશે, નોવેલો નહિ મળે. ધર્મીને ત્યાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો હોય તે પણ મોટે ભાગે શ્રી જિનેશ્વરદેવના શાસનનાં હોય, જેનાં તેનાં ન હોય. ધર્મીના દીવાનખાનામાં જ્યાં નજર નાંખો ત્યાં ઓઘા, ચરવળા, પાતરા, કટાસણા, મુહપત્તિ અને ધર્મનાં પુસ્તકો વગેરે જ જોવા મળે. સભાઃ “આજે તો ધાર્મિક પુસ્તકોમાં પણ પોતાનું ગોઠવી દે છે ” તો એવાં ધાર્મિક પુસ્તક પણ ન વંચાય. અહીં તો આપ્તવચન પ્રમાણ. કુતીર્થમાં ગયેલી શ્રી જિનેશ્વર દેવની મૂર્તિ પણ જેમ પૂજ્ય નહિ તેમ મૂર્ખાઓએ પોતાનું ઉમેરીને પ્રગટ કરેલાં ધર્મશાસ્ત્રોને પણ પ્રમાણ ન મનાય. જો કે આગમોમાં પોતાનું ઉમેરે એટલી હદે એ હજી નથી જઈ શક્યા. જાય તો જિવાય તેમ નથી. હજી તો નવું લખે તેમાં પોતાનું ગોઠવે છે પણ કદી કોઈ મૂળમાં પોતાનું ગોઠવે તો આપણે જાહેર રીતે તેનો બહિષ્કાર કરવો પડે. કહ્યું છે કે – “પરતીર્થી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યા વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, - તે જયણા પટ ભેદ રે...' પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાનાં આ વચનો જાણો છો ને ? શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પણ જો આપણા હાથમાંથી ગઈ, અન્યના કબજામાં ચાલી ગઈ અને જુદી રીતે, તેમ જુદી દૃષ્ટિએ બીજાઓમાં પૂજાતી થઈ ગઈ તો પછી એ આપણા માટે અપૂજ્ય છે. શક્તિ હોય અને પાછી લાવી સ્વસ્થાનમાં સ્થાપી શકો તો પૂજા થાય. ચાર દિવસ માટે કોઈના કબજામાં ગઈ હોય, તે માટે કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય તે દરમ્યાન તેની પૂજા કરો એ વાત જુદી. શ્રી જિનમૂર્તિની વિશેષતાઃ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં જેમને કળા ન દેખાય એવાઓનું મંદિરમાં કામ નથી. કેટલાંક મંદિરમાં બીજાં રૂપકો ગોઠવાય છે તે પણ યોગ્ય નથી. પવિત્ર સ્થાનોમાં જેટલી પરવસ્તુઓ પેસે છે તે આશાતનાજનક છે, હાનિકર્તા છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1654 કોઈ એમ કહે કે, “બસ ! મંદિરમાં આ જ દેખાય ? બીજું કશું નહિ ?' તો કહેવાનું કે, “ત્યાં તો એ જ હોય. બીજું કશું ન હોય.' કાપડિયાની દુકાને જ્યાં આંખ ફેરવો ત્યાં કાપડ જ દેખાય, ગાંધીની દુકાને કરિયાણાં જ દેખાય. ત્યાં ગોળ, ખાંડ કે ઘી, તેલ જોવા માંગો તો ન જ મળે. મુંબઈમાં તો વળી એ તમામ ચીજોનાં બજાર પણ અલગ. જેમ કે, ખાંડ બજાર, ભાત બજાર, ખારેક બજાર, કાળા બજાર વગેરે. શ્રી જિનમૂર્તિ અને જિનમંદિર તો વીતરાગતામય છે. શ્રી જિનેશ્વરદેવે કહેલી વાણી જે ગણધર દેવોએ સૂત્રમાં ગૂંથી અને પૂર્વાચાર્યોએ ભાગ, ચૂર્ણ, ટીકા વગેરેમાં ખીલવી તે આગમ. આ ત્રણ પાત્રમાં તો વાંધો નથી, તે પછીનાં ચાર પાત્રો, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમાં જરા પંચાત વધારે છે. જો કે પહેલાં ત્રણ પાત્રોમાં પણ સાવ પંચાત નથી જ એવું નહિ છતાં ત્યાં અલગ એવું કરી નાંખ્યું છે કે ખાસ ગૂંચવાડો રહેવા પામે નહિ. જેમ કે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ હોય, પણ એના હાથમાં માળ હોય તો એ ન મનાય. કેમ કે એ અજ્ઞાનતાનું ચિહ્ન છે. સભાઃ “એને પણ હજી કોઈ ભજવા યોગ્ય છે એમ થયું.” એ મુદ્દો પછી, પહેલો મુદ્દો અજ્ઞાનતાનો. માળા કોણ રાખે ? ગણવામાં ભૂલ થતી હોય, યાદ ન રહેતું હોય છે. બીજો મુદ્દો, “હજી પણ તેને કોઈ ભજવા યોગ્ય છે.” એ શ્રી જિનમૂર્તિમાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન એ કશાનું ચિહ્ન ન જોઈએ. શ્રી જિનમૂર્તિ બે જ મુદ્રામાં હોય કેમ કે છેલ્લે મુક્તિગમન વખતની એ બે જ મુદ્રા છે. કાયાના યોગો રૂંધાઈ જાય અને મુક્તિ પમાય તે વખતની શ્રી તીર્થંકર દેવોની આ બે પ્રકારોમાંની ગમે તે એક પ્રકારની મુદ્રા હોય છે. એમાં જેને કલાવિહીનતા લાગે તેવાને માટે આ મંદિરોમાં સ્થાન નથી. “નિસહી' કહીને વિલાસની કળાને પણ વોસિરાવે તે અહીં આવે. વૈરાગ્યની કળા તો મૂર્તિમાં ઠાંસી ઠાંસીને ભરી છે. નવો જોવા આવનારો પણ એ વાત કબૂલે તેમ છે. સમચતુરઢ સંસ્થાન વગેરે યથાવિધિ જોઈએ. ચક્ષુ, શ્રીવત્સ, તિલક વગેરે આપણે કેમ કરીએ છીએ તે સમજો. શ્રી જિનેશ્વરદેવના અંગ કંચન વર્ણનાં અને રત્ન સમાન તગતગે એવાં છે. નેત્રો વગેરે વધારે તગતગતાં છે. શાસ્ત્રોમાં મૂર્તિનાં વર્ણન આવે છે. તેમાં આંખની કીકીને શ્યામ મણિ સાથે સરખાવી છે. આ બધા રત્નોના દેખાવ તરીકે આપણે શ્રીવત્સ, ચક્ષુ, તિલક વગેરે કરીએ છીએ. પરમાત્માના શરીરનો આબેહૂબ ચિતાર આપવા માટે એ બધું કરવામાં આવે છે. શક્તિના અભાવે ન થઈ શકે એ વાત જુદી. Page #488 -------------------------------------------------------------------------- ________________ 1655 - ૩૦: જૈનશાસનની સ્થાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૬૭ શ્રી જિનમૂર્તિ ભરાવવાની વિધિ પરમાત્માની મૂર્તિ સમચતુરઢ સંસ્થાન આકારવાળી હોય અને તેથી તે અત્યંત આકર્ષક લાગે. એવી સપ્રમાણ મૂર્તિ બનાવવા માટે શાસ્ત્ર વિધિ બાંધી કે, પરમાત્માની મૂર્તિના કારીગર સાથે ભાવતાલ ન કરાય. કામ સુંદર કરે માટે મોં માંગ્યા દામ આપવાના. કારીગર જેમ પ્રસન્ન રહે તેમ મૂર્તિ સારી બનવાની. એને વસ્ત્રો પણ પોતે આપે. બને તો રોજ નવાં વસ્ત્રો આપે નહિ તો ધોએલાં સ્વચ્છ વસ્ત્રો આપે. સુંદર ગાદી-તકિયા અને કીમતી પાટલા રાખે. જેના ઉપર મૂર્તિ રાખી કારીગર પણ બેસીને સુખપૂર્વક ઘડતર કરે. ત્યાં ઘીના દીવા અને સુગંધી ધૂપ ચાલુ હોય, જે વાતાવરણને વિશુદ્ધ અને સુવાસિત રાખે. કારીગરોને ભોજન પણ ઋતુને અનુકૂળ અપાય કે જેથી તેમનું આરોગ્ય સારું રહે. વાયુસંચાર ન થાય, ખરાબ પ્રકાર ન આવે તેવા પદાર્થો ભોજનમાં અપાય. કારીગરો પોતાના ઘેર જમે તો અભક્ષ્ય પદાર્થો પણ વાપરે. તેથી તેમને પોતે જ જમાડે. કારીગરો માટે રસોઈ પણ અલગ બને. એમનાં ચિત્ત પ્રસન્ન રહે તેની કાળજી બરાબર રખાય. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે જ કામ કરવાનું એમને કહી દેવાનું. ચિત્તમાં જરા પણ ઉગ કે ખિન્નતા હોય તો કામ મૂકી દે. ત્યાં રોજ આટલા કલાક કામ કરવું એવો હિસાબ નહિ. મનની પ્રસન્નતા હોય તો એકધારું કલાકો સુધી કામ કરે અને મન આનંદમાં ન હોય તો બે દિવસ ન પણ કરે. કામ સુંદર, ચિત્તને આલાદ આપે તેવું અને બરાબર વિધિપૂર્વક કરવાનું. એ પ્રમાણે વારંવાર ભલામણ કરે. સંપ્રતિ મહારાજાએ આ રીતે મૂર્તિઓ ભરાવી. તેથી તેમની બનાવેલી મૂર્તિઓ આજે પણ દર્શન કરનારાના ચિત્તને આકર્ષિત કરે છે. આ રીતે કારીગરોને સાચવવાથી તેઓ કામચોરી કરશે અથવા હરામખોરી કરતા થઈ જશે એવું ન માનતા. કોઈ નાલાયક હોય તેની વાત જવા દો. બાકી લાયક કારીગરો તો દિલ દઈને કામ કરતા થઈ જાય. આનંદની લહેરો વચ્ચે કામ કરતાં તેઓ પોતાના પરિશ્રમને પણ ભૂલી જાય અને માને કે આટલું સન્માન આ પ્રભુના પ્રતાપે છે. તેથી પરમાત્મા પ્રત્યે તેમને આદરભાવ વધી જાય. એથી તો વસ્તુપાળ તેજપાળે જે કારીગરો પાસે મંદિર બંધાવ્યાં તે કારીગરોએ પણ પોતાના તરફથી ત્યાં એક જિનમંદિર બાંધ્યું. એમને પણ એવી ભાવના થઈ આવી. મંદિર ઉપાશ્રયોને એના સ્વરૂપમાં જ રહેવા દો: નાટક, સિનેમાઓમાં ઘેલાં બનેલાંને આ પ્રભુમૂર્તિઓ કલાવિહીન લાગે તો એ ઘેલાઓ ત્યાં જ ભલે મ્હાલે, અહીં તેમનું કામ પણ નથી. દુર્ગતિના મહેમાન Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1655 બનનારાઓ માટે આજે તેવી તેવી સામગ્રીઓ ઘણી છે. જેઓને પુરુષને સ્ત્રી બનેલી જોવામાં અને કાળાને ધોળા બનેલા જોવામાં મઝા આવતી હોય તેમને આ વીતરાગની મૂર્તિ જોવામાં મઝા નહિ આવવાની. ત્યાનાં નાચનખરાં જોવાને ટેવાઈ ગયેલાં તેમનાં મન અહીં ઠરે પણ શી રીતે ? મંદિરોમાં પણ એટલું બીજું પેઠું તેનાથી હાનિ જ થવાની. મંદિરોને મંદિરોના રૂપમાં અને ઉપાશ્રયોને ઉપાશ્રયોના રૂપમાં જ રહેવા દો. જૈનો જૈન સ્વરૂપે રહે તો જ શાસન દીપે. જમાનાના નામે દુનિયાની હવામાં તણાઈને મંદિરો અને ઉપાશ્રયમાં પરિવર્તન લાવવાની વાત ન કરો. જૈનોથી જૈન મટી જવાય તેવી વાહિયાત વાતોમાં ન પડાય. હૈયે હોય તે હોઠે લાવોઃ આપણે આ પાંચમા આરામાં જીવી રહ્યા છીએ. તમારે અહીં ચોથા આરાનો અનુભવ કરવો છે કે છઠ્ઠાનો ? જો ચોથો આરો અનુભવવો હોય તો ગુપચુપ આગમની ગુલામી કબૂલો, આગમાં માન્ય છે એમ લખી આપો, આગમો પ્રત્યે શિર ઝુકાવો અને જો છઠ્ઠા આરાનો જ અનુભવ લેવો હોય તો દુનિયામાં બધી સામગ્રી ભરી પડી છે. હૈયામાં જે હોય તે સાફ સાફ કહી દો કે બધી વાતનો પાર આવે. આ તો દરેક સારી વાતને, “આ તો ચોથા આરાની વાત' કહીને ઉડાવવી, આગમો માટે એલફેલ બોલવું અને પાછા મહાવીરના નામે બધા ખેલ કરવા એ કેમ ચાલે ? અમારો મોટો વિરોધ ત્યાં છે. જો તમારી માની લીધેલી સ્વતંત્રતામાં જ માનતા હોય તો મહાવીરનું નામ શા માટે આગળ કરો છો તે સમજાવો. મહાવીરને માનનાર એમની એમના જેવા શ્રી જિનેશ્વરદેવ સિવાય દુનિયાની કોઈ પણ વ્યક્તિની સાથે તુલના કરે ? એમની સાથે જેની તેની સરખામણી કરે ? કરે તો પુરવાર કરવાની તૈયારી ન રાખે એવું બને ? દેવો અને ઇન્દ્રોની પ્રભુભક્તિઃ ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી જ અસંખ્યાતા દેવો સંથા ઇન્દ્રોની દોડાદોડ થવા માંડે, ગર્ભમાં પણ પ્રભુ ત્રણ જ્ઞાનના ધણી હોય, પ્રભુ ગર્ભમાં આવે ત્યારે દેવો મહોત્સવ કરે, પ્રભુ જન્મે ત્યારે ચોસઠ ઇન્દ્રો તેમને મેરૂ પર્વત પર લઈ જઈને ત્યાં તેમનો જન્માભિષેક ઊજવે અને ભક્તિ કરે, એમના દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણના મહોત્સવ ઇન્દ્રો કરે, નિર્વાણ પછી પ્રભુના દેહને અગ્નિસંસ્કાર ઇન્દ્રો કરે તથા એમની દાઢાઓ તથા અસ્થિ દેવલોકમાં લઈ જઈને ત્યાં વજના દાભડામાં રાખી એની પણ પૂજાભક્તિ કરે. એ જ્યાં રાખ્યા હોય તે પવિત્ર સ્થાનની આશાતના ન થાય માટે એની સંપૂર્ણ મર્યાદા જાળવે. Page #490 -------------------------------------------------------------------------- ________________ 1657 - ૩૦ : જેનશાસનની કથાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 - ૪૯ દરેક દેવલોકમાં આવા પ્રકારની ગોઠવણ હોય છે. આવા પરમાત્મા મહાવીરદેવને માનનારા જૈનો છે. લૌકિક મહાવીરને માનનારા જૈનો નથી. આજના લેખકો કેવા છે ? એક લેખકે ચંદનબાળા પાસે સ્ત્રી-સ્વાતંત્ર્ય માટે ભાષણ કરનારા ભગવાન મહાવીરને ચીતર્યા છે. હું કહું છું કે એ મહાવીર બીજા, અમારા નહિ. એ લેખકે જે લખ્યું છે તે વાત પહેલાં એક વખત કહી ગયો છું. ફરી ટૂંકમાં કહું છું : ભગવાનનો અભિગ્રહ પૂરો થયો તે વખતની વાત છે. ચંદનબાળાને આંખમાં આંસુ આવ્યાં ત્યારે અભિગ્રહ પૂરો થવાથી ભગવાન પાછા ફર્યા. ત્યાં આ લેખક લખે છે કે, “ભગવાને ચંદનબાળાની માફી માંગી અને ત્યાં તે વખતે સ્ત્રી-સ્વાતંત્ર્યનું મોટું ભાષણ કર્યું. ચંદનબાળાનું દુઃખ જાણવા ભગવાને ત્યાં ઇંતેજારી બતાવી.' માસિકોમાં આ વાત આવી ગઈ છે. એનો લખનાર મને મળ્યો ત્યારે એની સાથે કેટલાક સવાલ-જવાબ પણ થયા જેનો સાર કાંઈક નીચે મુજબ છે. પ્રશ્ન: ‘આ વાત તમે લાવ્યા ક્યાંથી ?' લેખક : રાજકીય દૃષ્ટિએ ઉપયોગી થાય માટે ગોઠવી કાઢી. પ્રશ્ન: “પણ એવું થાય શી રીતે ? લેખક: તમારી અને અમારી દષ્ટિ જુદી છે. તમારી દૃષ્ટિએ નહિ થતું હોય, પણ અમારી દૃષ્ટિએ તો એવું બધું થાય. તમને એ નહિ સમજાય. (લખનાર મોજથી હસતો જાય અને આવા જવાબ આપતો જાય.) * પ્રશ્નઃ “આ કોઈ શાસ્ત્રમાંથી લીધું કે ઘરનું ચલાવ્યું ? લેખક : મહાવીર અને ચંદનબાળા એ બે શાસ્ત્રમાંથી લીધાં અને બાકીની વાત ઘરની ગોઠવી દીધી. પ્રશ્નઃ “ઘરનું ગોઠવવું હતું તો પાત્રનાં નામ બદલવાં હતાં ને ?' લેખક : નામ બદલાય તો પછી તેની આટલી અસર ન થાય. પ્રશ્ન: ‘તો સ્પષ્ટ લખો કે પાત્રો શાસ્ત્રમાંથી લીધાં છે અને બીજી વાતો બધી ઘરની લખી છે જેથી લોક છેતરાય તો નહિ ?' લેખકઃ તો તો લોક સમજી જાય કે આ તો ઇતિહાસનું ખૂન કર્યું છે ! પ્રશ્ન : “એટલે ઇતિહાસનું ખૂન કરવું ખરું પણ લોકમાં જણાવા ન દેવું, આમાં પ્રામાણિકતા ક્યાં રહી ?' Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1658 લેખક : એ તો એમ જ ચાલે. એવું બધું કાંઈ જોવાય નહિ. એમાં કોઈને અન્યાય કર્યો છે એવું કાંઈ અમે માનતા નથી. આવા ઉડાઉ જવાબ આપી હસ્યા કરે. હસવાનું કારણ પૂછ્યું તો કહે, “એ તો મારી એવી ટેવ છે. અમે તો દરેક વાતમાં હસીએ, કોઈ ચર્ચામાં ન ઊતરીએ. વિચાર-સ્વાતંત્ર્યમાં માનનારા એટલે અમારા વિચારો પ્રમાણે લખીએ, બોલીએ, બધું કરીએ. તમારા વિચાર તમને મુબારક. અમારે એની સાથે કોઈ તકરાર નથી. પ્રશ્ન: “પણ તમારા અને અમારા વિચારો વચ્ચે આ મહાપુરુની કનડગત કરવાનું કાંઈ કારણ ?' લેખકઃ કારણ કાંઈ નહિ અને એમાં વળી કનડગત શાની? ફાવે તેવું લખીએ. આવાને સાધર્મિક તરીકે પૂછવામાં ઘોર પાપ છે. સંઘમાં તાકાત હોય તો આવાને નવકારશીના જમણમાંથી પણ ઉઠાડી મુકાય, કેમ કે ત્યાં તો નવકારને માનનારને જમવાનો હક્ક છે; નવકારની ઠેકડી કરનારાને તો કાંડ પકડીને કાઢી મુકાય. ગમે તેવા કુળનો હોય તોય ત્યાં એની જોહુકમી ન ચાલે. જેને કક્કો પણ ન આવડતો હોય તે આ શાસનમાં ચાલે પણ નવકારમાં રહેલાં પદો તરફ વિરુદ્ધ ભાવવાળો તો એક ક્ષણ પણ ન ચાલે. સભાઃ “ઇન્દ્રો દાંત, દાઢા, અસ્થિ વગેરે કેમ લઈ જાય ?' ભક્તિ છે, હૈયાનો પ્રેમ છે માટે. જ્યાં અંતરનો પ્રેમ હોય ત્યાં પ્રશ્ન જ ન હોય. વહાલો દીકરો મરી જાય ત્યારે મા-બાપ એનાં વસ્ત્રો વગેરે પણ સાચવે. એ જુએ ને પુત્રને યાદ કરે, કેમ કે ત્યાં પ્રેમ છે. દુનિયાના પ્રેમીઓ પણ પોતાના પ્રેમપાત્રની પ્રિય વસ્તુઓ સાચવી રાખે છે અને તેને જોઈ જોઈને પોતાના પ્રેમીને યાદ કરી આંસુ સારે છે. ઇદ્રો તો શ્રી જિનેશ્વરદેવોને પરમ તારક માને છે. એ તારકની ભક્તિને જ કરવાનો રસ્તો માને છે, માટે જ એમનાં અસ્થિ વગેરે લઈ જાય છે. ઇંદ્રોથી કે દેવોથી સામાયિક કે નવકારશી આદિ પચ્ચકખાણ થવાનાં નથી એટલે એ વિબુધો (દવો) પરમાત્માની ભક્તિ છોડતા નથી. જો કે પરમાત્માનાં જે અંગો વગેરે લઈ જાય છે તે શાશ્વત નથી. કાળે કરી એ પુદ્ગલો વિખરાઈ જવાના તે વાત જુદી પણ રહે ત્યાં સુધી તો સાચવી જ રાખે અને એની ભક્તિ કરે જ. જ્યાં ભક્તિ જાગી હોય ત્યાં આવા પ્રશ્નોને સ્થાન જ નથી. વેધકતા વેધક લહે...” પથારીમાં પડેલો દર્દી, વૈદ્યના કહેવા છતાં ઊઠી નહિ શકનારો પણ જ્યારે એનો કોઈ પરમ સ્નેહી કે ખાસ નિકટનો મિત્ર એના જોવામાં આવે કે તરત Page #492 -------------------------------------------------------------------------- ________________ 1959 - ૩૦ : જૈનશાસનની કથાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૭૧ સંભાળપૂર્વક પથારીમાં બેઠો થઈ જાય છે. ક્યાંથી આવી એ શક્તિ એનામાં, તે એ પોતે પણ નથી જાણતો. પ્રેમનું સ્વરૂપ જ એવું છે. પ્રેમની એ પ્રકૃતિ છે. ભક્તિ જાગે ત્યાં એ બધું સહેજે થઈ જાય છે. કેમ કે ભક્તનો એ સ્વભાવ છે. એને શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છે. માટે તો પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું છે કે – વેધકતા વેધક લાહે મનમોહનજી, બીજા બેઠા વા ખાય, મનડું મોહ્યું રે મન મોહનજી.” યોગ્યતા હોય તેનામાં આ ભક્તિ આવે. શાસ્ત્રમાં આવે છે કે અમુક પુત્રોએ માતા-પિતાની આવી રીતે ભક્તિ કરી ત્યારે આજના સુપુત્રો (!) કહેશે કે, “એ તો બધાં ગપ્પાં. અમને તો કાંઈ એવી ભક્તિ જાગતી નથી તો એ વળી કાંઈ અમારાથી જુદી માટીના થોડા હતા ? એ બધી કેવળ અતિશયોક્તિવાળી વાતો છે.” જ્ઞાનીની આજ્ઞા સામે પ્રશ્ન જ ન હોય ! ચૌદ પૂર્વધર, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા ભગવાનના પ્રથમ ગણધર શ્રી ગૌતમ મહારાજાને જ્યારે ભગવાન આજ્ઞા કરે ત્યારે કશું વિચારવા થોભે નહિ. આજ્ઞા એ જ પ્રમાણ. વિચારવાનું ક્યારે ? આજ્ઞા કરનારમાં ખામી મનાય ત્યારે ને ? મધ્યરાત્રિએ પ્રતિબોધ કરવા મોકલે છે. પણ ત્યારે “રાત્રે કેમ !” “મને જ કેમ ?” “બીજાને કેમ નહિ ?' એવો એક પણ પ્રશ્ન તેમના મનમાં ઊઠતો નથી. એ માને છે કે ભગવાન સર્વજ્ઞ છે, પરમ તારક છે, યોગ્યને યોગ્ય આજ્ઞા જ એ કરે, ત્યાં પ્રશ્ન જ ન હોય. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના શિષ્ય કહ્યા છે. અતિપરિણત, અપરિણત અને પરિણત. તેમાં પહેલા બે પ્રકારના અયોગ્ય. ત્રીજા પ્રકારનો યોગ્ય. માર્ગે જતાં ગુરુ કહે કે, “પેલા ઝાડ પર ચઢી જા.” ત્યાં જે શિષ્ય ચડવા લાગે તે અતિપરિણત અને જે શિષ્ય ચર્ચા કરવા લાગે કે “આ તો સચિત્ત છે” વગેરે કહે તે અપરિણત, કેમ કે, “સચિત્ત છે” વગેરે જાણ્યું તો ગુરુ પાસેથી ને ? તો એ વાતની ગુરુને ખબર નથી ? ગુરુના કથનનો વાસ્તવિક મર્મ સમજે તે પરિણત. શંકા કે ચર્ચા ત્યારે જ થાય કે જ્યારે હૈયાની શ્રદ્ધામાં પોલ હોય. “માWIઈ થો' આણાયે ધમ્મો – આજ્ઞામાં ધર્મ છે, મનઃકલ્પિત શંકા કે ચર્ચા ખોટી. એના યોગે તે શંકા ઉઠાવનારાઓએ ભગવાનની મૂર્તિને જ ઉઠાવી નાંખી. મૂર્તિ-પૂજા Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1650 અને મંદિરનિર્માણમાં આરંભ, સમારંભ, હિંસાની વાતો કરનારને એ ખબર નથી કે શ્રી જિનેશ્વરદેવો એ જાણતા ન હતા ? એમણે જેમાં લાભ જોયો તે કર્યું. વસ્તુસ્વરૂપ સમજવા બધા વિચાર કરાય, ઘટતી શંકાઓ કરાય પણ જ્યાં આજ્ઞા આવી ત્યાં કશો જ વિચાર નહિ. દેવ, ગુરુ અને ધર્મને સ્વીકારતાં પહેલાં ખૂબ વિચાર કરો. સઘળી પરીક્ષા કરો, બરાબર ઓળખ મેળવો. તારક ન લાગે તો ન માનો, તારક લાગે તો જ માનો. મનાવવાની બળજબરી નથી પણ માન્યા પછી ગોટાળા ન વાળો. ગાંગેય મુનિ પહેલાં ભગવાન મહાવીર દેવને નથી નમ્યા. પ્રશ્નોના જવાબ મળ્યા છતાં નથી નમ્યા. પણ જ્યારે ઝીણામાં ઝીણા પ્રશ્નોનાં સમાધાન થયાં ત્યારે એમના સર્વજ્ઞપણાની ખાતરી થઈ અને એ ખાતરી થતાં જ ઝૂકી પડ્યા. બાપ પાલક છે એ ખાતરી છે પછી ત્યાં પગમાં માથું મૂકતાં શરમ ન આવે. બાપ છે કે પાપ છે તે જોવાનું પણ પરીક્ષા થયા પછી પ્રશ્ન ન હોય. આજ્ઞાની આધીનતાની વાત ચાલે છે. ગૌતમ મહારાજ વિચાર ક્યારે કરે ? ભગવાનની પણ ભૂલ થાય એમ માને તો ને ? એમ તો માનતા જ નથી. પછી ક્ષણનો પણ વિચાર શેનો ? સભાઃ “વળી એમાં પોતાનો પણ લાભ છે ન્ને ?' ત્યાં પાછી સ્વાર્થબુદ્ધિ આવી. એ તો એક પ્રકારનો સોદો થયો. આ તો એક જ વાત છે. “આજ્ઞા પ્રમાણ.” ભગવાન કરણીય જ કહે. અકરણીય ન જ કહે. આવી સચોટ શ્રદ્ધા. એવા આજ્ઞાધીન હતા, આજ્ઞાપાલક હતા. તેથી તો ભગવાનના નિર્વાણ પછી તરત કેવળજ્ઞાન લાધ્યું ને ! પ્રભુન વચન ઉપર એમને અભુત પ્રેમ હતો. આદર્શ પ્રેમ તે એ. આજના લેખકો રાગી પાત્રોમાં આદર્શ પ્રેમની વાત ગોઠવે છે એ મિથ્યા છે. રાગી પાત્રોમાં આદર્શ પ્રેમ - એ ન ભૂતો ન ભવિષ્યતિ.” પ્રેમી પાછળ મરવાની વાત બેય ઠેકાણે આવે પણ રાગીમાં ને વીતરાગમાં આસમાન-જમીનનો ભેદ. જ્યાં આદર્શ પ્રેમની સંભાવના જ નથી ત્યાં તેની સ્થાપના અનુચિત છે. એક જગ્યાએ પ્રેમ સુસ્થાને છે, બીજે પ્રેમ કુસ્થાને છે. ઇંદ્રો હાડકાં વગેરે પ્રેમથી લઈ જાય છે, એવો પ્રેમ કેમ ? તે તે જ જાણે. પુણિયો શ્રાવક સામાયિકમાં એવો લીન શી રીતે ? તે પુણિયો જ જાણે. ગણધર દેવો પ્રહર પ્રહર સુધી હાથ જોડીને ઊભા પગે અને ઊંચા કાને રોજ હર્ષપૂર્વક, જરા પણ અંગોપાંગ હલાવ્યા વગર ભગવાનની દેશના સાંભળતા હતા, નિદ્રા અને વિકથા રહિતપણે સાંભળતા હતા. દ્વાદશાંગીના રચનારા પોતે જ હતા. પણ “એની એ વાત કેમ સાંભળું ?' એવો વિકલ્પ પણ ત્યાં નહોતો આવતો. પોતે જાણતા હતા એવી પણ વાત ભગવાનના શ્રીમુખે સાંભળવા તેઓ આતુર રહેતા. ભગવાનના મુખે એ વાતો સાંભળતાં તો એમને Page #494 -------------------------------------------------------------------------- ________________ 18ા – ૩૦ : જૈનશાસનની સ્થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૭૩ આનંદના ફુવારા છૂટતાં. વિનીત થવા માટે શાસ્ત્ર દૃષ્ટાંત ગણધર દેવનું આપ્યું છે. એ રોજ આ રીતે કેમ સાંભળતા હશે ? એ પ્રશ્ન જ અસ્થાને છે. એમની ભક્તિ જ અનુપમ. સમય, ત્રેવડ અને તૈયારી – એ ત્રણ જોઈએ: આપણી પાસે તો સમય, ત્રેવડ અને તૈયારી એ ત્રણેય નથી. ત્રણેનો આપણી પાસે અભાવ છે. તમારે સાંભળવાનું તો ફુરસદે ને ? કલાક કે દોઢ કલાકનો સમય તો વ્યાખ્યાન વાંચનાર મહારાજનો, તમારો નહિ ને ? કેમ કે રોટલાની ગરજ મહારાજને, માટે એ સમય સાચવે, એવી જ માન્યતા છે ને ? ત્રેવડ એટલે સાંભળતાં સાંભળતાં જે ગ્રહણ કરવું જોઈએ, તે પણ ક્યાં છે ? અને તૈયારી એટલે જે સાંભળ્યું તેના અમલની તૈયારી, તે પણ નથી. આપણા માટે આ ત્રણેયમાં વાંધા - પૂર્વે આ ત્રણેય હતા. સમય બરાબર સચવાતો, ત્રેવડ પણ પૂરી અને તૈયારી પણ એવી જ. એક-એક દેશનામાં હજારો આત્માઓ સંયમધર બનતા અને એમાં એવા પણ આત્માઓ હોય કે જેઓ શ્રેણી માંડી કેવળજ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા જાય. હજી ગુરુ તો પાટે રહી જાય અને શિષ્યો મોક્ષમાં પહોંચી જાય. એ શી રીતે બને ? શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે અત્યંત ભક્તિભાવથી, હૈયાના પ્રેમથી. એટલે જ્યાં વિશ્વાસ હોય ત્યાં એની આજ્ઞામાં પ્રશ્ન ન હોય અને વિશ્વાસ ન હોય તો એ મિથ્યાદૃષ્ટિ છે. આગળ વધીને સામે થાય તે મહાનાસ્તિક છે અને એથી પણ આગળ વધી ને ગાળો આપે તે તો માણસમાંથી પણ ગયો સમજવો. એને શેમાં ગણવો ? સભા પશુમાં.” પશુઓમાં પણ ઘણી જાત હોય છે. કેટલાંક ઘરમાં કે બંગલામાં રખાય. જ્યારે કેટલાંકને રખડતાં જ મુકાય. હાથી જેવા પશુ પર અંબાડી શોભે પણ ગધેડા પર એ મૂકવા જાઓ તો એના ભારથી જ ગધેડો બેસી જાય, વખતે માર્યો પણ જાય. * * * * વ્યાખ્યાનમાં શું વાંચું છું તે જાણો: શાસ્ત્ર કહે છે કે, આંધળિયાં ન કરો. પણ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કર્યા પછી જે તારક લાગે ત્યાં નમી પડો. ત્યાં અક્કડ ન રહો. ત્યાં દંભ ન રાખો. જો ત્યાં પણ એવું કરશો તો હાથમાં આવેલી ઉત્તમ ચીજ ફેંકી દેવા જેવું થશે. ચિંતામણિ રત્ન મળ્યું તો ખરું. પણ વહાણના કિનારે બેસી એ રત્નની ચંદ્રમા સાથે સરખામણી કરતાં હાથમાંથી સરીને દરિયામાં પડી ગયું. મળેલી Page #495 -------------------------------------------------------------------------- ________________ ४७४ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1652 અમૂલ્ય વસ્તુ મૂર્ખાઈ કરી ગુમાવી નાંખી. જૈનશાસનને સર્વથી શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે સાધનોની કોઈ કમી નથી. સાધનો પૂરતાં છે પણ ધ્યેય મુક્તિનું હોય તો. સંસારમાં જ રહેવું હોય તો સેંકડો વાંધા આવે. કહે છે કે, મહારાજની વાત તો બધી સાચી હોય છે. પણ વાતવાતમાં અમારી આટલી ટીકા કેમ કરે છે ?' હું પૂછું છું કે, અમારે પાટે બેસીને ટીકા કોની કરવાની ? જેમને સુધારવા હોય તેમની ખામીઓ હોય તે શોધીને ન બતાવું તો એ સુધરે શી રીતે ? એ લોકો કહે છે કે, “તમે વ્યાખ્યાન વાંચો, તત્ત્વની ઝીણી ઝીણી વાતો બધી સમજાવો, પણ અમને નિરાળા રાખો.” જો એ રીતે જ વાંચવાનું હોય તો મારી મેળે એકલો બેસીને જ ન વાંચું ? નાહકના તમારા બે કલાક શું કામ બગાડું ? તમે જુઓ છો કે તમારી સામે બેસી હું અત્યારે કાંઈ વાંચતો નથી. વાંચવાનું તો મેં ઉપર રાખ્યું છે. હું અહીં વાંચતો નથી. એની પણ મારી સામે બૂમ છે. વાત પણ ખરી છે. હું તમારી સામે પાનાં નથી વાંચતો. પણ હું તો તમારા ચહેરા વાંચું છું. વ્યાખ્યાન તમને શ્રોતાઓને વાંચવા માટે છે માટે તમારાં મોઢાં જોઈને તમને વાંચું છું. આચારાંગ પૂરું કરવું જ એવો કોઈ સંકલ્પ નથી. પણ આચારાંગ આંખ સામે રાખી તમને વાંચું છું અને જરાક અવકાશ દેખાય,કાંઈક જગ્યા મળી એવું લાગે તે જ વખતે આચારાંગની વાત તમારા હૈયામાં ઠસાવી દેવાની મારી યોજના હોય છે. મારે તમારું ઘડતર કરવું છે: મારે તમારું ઘડતર કરવું છે. પછી એમાં નંગ બેસાડાય. નંગ કાંઈ લગડીમાં ન બેસાડાય અને માટીમાં પણ ન બેસાડાય. એવા સોનામાં બેસાડવાથી તો એ નંગની પણ કિંમત ઘટે. ખાણમાંથી કાઢેલા સોનાને શુદ્ધ કરવા માટે એના પર ખૂબ પુટ પણ કરવા પડે. કાપ, છેદ વગેરે કરવું પડે. કુલડીમાં નાખી અગ્નિથી તપાવવું પડે. લાલઘૂમ પ્રવાહી થાય અને ચકરડીની જેમ ફરે. એ જોઈને કારીગર ગભરાય નહિ, કારણ કે, એને ખાતરી છે કચરો બળશે, પણ સોનું બળવાનું નથી. રાખમાં પડશે તોય સોનું ઓછું થવાનું નથી. સોનું ક્યાંય જાય નહિ. માટીની રાખ થાય. તેવી રીતે અહીં કંઈ પણ રહે એ સોનું અને ભાગી જાય તે માટી. જે કારીગર ગભરાય તેનું સોનું ઓછા ટચનું રહે. સો ટચનું સોનું કરવા ઇચ્છનાર કારીગરે નિર્ભય બનવું પડે. નંગ જડવા લાયક સોનું બનાવવા માટે તે સો ટચના શુદ્ધ સોનાને એરણ પર મૂકી કારીગર હથોડીથી ટીપે, પતરું કરે, સરખો ઘાટ આપે, દિવસો સુધી મહેનત કરે ત્યારે એમાં નંગ જડાય. મારો પણ એ જ પ્રયત્ન છે. તેમાં હું જેટલી કસર રાખું તેટલી મારામાં ખામી. Page #496 -------------------------------------------------------------------------- ________________ 1963 – ૩૦ જૈનશાસનની કથાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૭૫ સાધુ-સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ? - આ રીતે તમે ઘડાઓ તો શાસ્ત્ર કહે છે કે, એવા શ્રાવકો પણ અવસરે સાધુનાં મા-બાપ બને, પરંતુ જે પોતાના સંતાનનાં પણ મા-બાપ થઈ શકતાં નથી તે સાધુનાં મા-બાપ શી રીતે થઈ શકે ? મા-બાપ થનારે બધી સંભાળ રાખવી પડે. સાતે ક્ષેત્રને ઓળખો : સાત ક્ષેત્રમાં ત્રણ ક્ષેત્ર અંગે તો વિચારી ગયા. ૧. શ્રી જિનમૂર્તિ, ૨. શ્રી જિનમંદિર, ૩. શ્રી જિનાગમ. ૪-૫. સાધુ-સાધ્વી છે કે જે એ ત્રણને માને, એ ત્રણને સેવે, એમની આજ્ઞા પાળે અને એનો પ્રચાર કરે. ૬-. શ્રાવક-શ્રાવિકા તે કે જે એ પાંચને માને, સેવે અને સાધુ-સાધ્વી જે પ્રથમના ત્રણનો પ્રચાર કરે તેમાં એમને સહાય કરે. આવી રીતે વર્તે તે ચતુર્વિધ સંઘ બાકીનો અસ્થિસમૂહ. સુપાત્રની ભક્તિ મુક્તિને આપે છે તે અંગે વિશેષ હવે પછી. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મુનિ સિંહોની ત્રાડ શાસન વિરોધીઓને પડકાર વીર સં. ૨૪પ૬ વિ. સં. ૧૯૮૯. ચૈત્ર વદી-૮ સોમવાર, તા. ૨૧-૪-૧૯૩૦ 111 કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહે : • પાપી પ્રત્યે દયા પણ પાપ પ્રત્યે ક્રૂરતા : • જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ : • અર્થકામનો રાગ છે ત્યાં હિંસક વૃત્તિ છે : • અર્થકામને સારા માનવા એ કુમત છે : • સ્યાદૂવાદ એ ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી : • જૈનદર્શન સર્વનયથી વાત કરે છે : • તારક પણ નાશક બને છતાં કહેવાય છે તારક જ ઃ સાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરે : • મોક્ષે જવાના અસંખ્ય યોગ છે : ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે : • મુનિઓ સિંહ કઈ દૃષ્ટિએ ? ' આવો ઠરાવ એ તો બુદ્ધિનું પ્રદર્શન : • એવાના ગુરુ થવા કોણ ઇચ્છે ? ' • એ લોકો પણ વિચારમાં તો પડ્યા છે : • શાસનપ્રેમીઓ હવે નિર્ણય કરે ? એવાને જૈન કેમ કહેવાય : - • પારકાને ઘરમાં પ્રવેશવા દેવાય નહિ : પારકી શોભા એ શોભા છે ? કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહેઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રીસંઘની સ્તુતિ કરતાં એની મેરૂ સાથે સરખામણી કરે છે : એ સરખામણીમાં પીઠ, મેખલા, કૂટ, નંદનવન વગેરે સાથેની સરખામણી વિષે આપણે જોઈ ગયા. તે પછી એ પણ જોઈ ગયા કે શ્રીસંઘરૂપ મેરૂમાં જીવદયારૂપી સુંદર કંદરાઓ (ગુફાઓ) ઠામ ઠામ છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ 1665 -૩૧ : મુનિ સિહોની ત્રાડ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૭૭ આ શાસનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે જેમાં જીવદયાની મુખ્યતા ન હોય. કુમતવાદી રૂપી હરણિયાંઓને ત્રાસ પમાડતા સમર્થ મુનિવરો રૂપી સિહોં એ ગુફાઓમાં વસે છે. જો કુમતવાદી ભાગે નહિ તો મુનિ છે એની ખાતરી શી ? જો હરણિયાં ભાગે નહિ તો તે વનમાં સિંહ છે એની ખાતરી શી ? જીવદયાની ગુફાઓમાં મુનિઓરૂપી સિંહો ન હોય તો અહિંસાનો પ્રચાર ન થાય. કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહે, હિંસા ફેલાય, જેના પર પ્રેમ હોય તેની અયોગ્ય કાર્યવાહી જોવા છતાં જેની એના તરફ આંખ લાલ ન થાય એ વસ્તુતઃ હિતૈષી જ નથી. સિંહ જેવો શૌર્યવાન છે તેવો જ ક્ષમાવાન છે. ક્ષુદ્ર જંતુઓ પ્રત્યે તો એ તંદન બેદરકાર હોય છે. એનાં કડપ એવો કે ક્ષુદ્ર જંતુઓ એની પાસે ફરકે જ નહિ એ વાત સાચી. મુનિમાં પણ તેવું જ શૌર્ય જોઈએ. એની ક્ષમા શૌર્યવાળી હોય. એને જોઈને ઉન્માર્ગગામીઓ ધ્રુજે. હરણિયાં તથા કૂતરાં જેવા ક્ષુદ્ર પ્રાણીઓ સિંહ પાસે ગેલ ન કરે. જો કે સિંહ તેમના પર ત્રાપ નથી મારતો પણ પેલાઓને ભય ખરો. પાપી પ્રત્યે દયા પણ પાપ પ્રત્યે ક્રૂરતાઃ જીવદયા રૂપી ગુફાઓમાં મુનિઓ રૂપી સિંહોનો વાસ હોવાથી કુમતવાદી રૂપી હરણિયાંઓનો સંચાર થતો નથી. મુનિઓ સુકોમળ પણ ખરા અને કઠોર તથા ક્રૂર પણ ખરા. તમામ પ્રાણીઓ પ્રત્યે એ દયાળુ હોવાથી સુકોમળ પરંતુ પાપ પ્રત્યે ક્રૂર. મુનિને પાપી આત્મા પ્રત્યે દયા આવે પણ પાપ પ્રત્યે ક્રૂરતા જ હોય. જ્યાં પરિણામે આત્માનું હિત જણાતું હોય ત્યાં ખોટી દયા એ ન બતાવે. ગજસુકુમાળ પર શી શી વીતશે એ જાણવા છતાં ભગવાને એમને સ્મશાનમાં જવાની આજ્ઞા આપી. આવું શૌર્ય ન હોય તો મુક્તિ સહેલી નથી. મોક્ષમાર્ગનો ઉપદેશક ઢીલો થઈને બોલે કે, “કાંઈ વાધો નહિ” દીક્ષા ન લેવાય તો સંસારમાં રહીને પણ ધર્મ થાય તો કોઈ મુક્તિએ ન જાય. ત્યાં તો મુનિ કઠોરતાપૂર્વક સ્પષ્ટ કહે કે, “દીક્ષા વિના ધર્મ જ નથી.” મોક્ષમાર્ગનો ઉપદેશક સંસારને સારો કહેવાની દયા બતાવે તો પોતે મુક્તિમાર્ગ આરાધે શી રીતે અને બીજાને આરાધાને પણ શી રીતે ? સિંહને જોઈને તો હાથીઓ પણ નાસભાગ કરે. સંસારરૂપી અટવીમાં મુનિઓ સિંહ સમાન છે. જો એમનામાં શૌર્ય ન હોય તો મોક્ષમાર્ગની. દેશના કે પ્રચાર શક્ય જ નથી. જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ? સમ્યગુદર્શન આવે એટલે સ્થિતિ ફરી જાય, સમ્યગુજ્ઞાનથી હેયોપાદેય જણાય, સમ્યફચારિત્રપાલનમાં દુનિયાની કોઈ પણ વસ્તુની પરવા ન રખાય” Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1656 આવું નિર્ભીકપણે ન બોલતાં, મુનિ ઢીલું બોલે તો એ મુનિને સિંહની ઉપમા વાજબી ન ગણાય. સિંહથી હરણિયાં ત્રાસ પામે તેમ મુનિથી કુમતવાદીઓ ત્રાસ પામે જ. સૂર્યોદય થતાં જ ચોરને ત્રાસ થાય. એ સૂર્યને મનમાં ગાળો પણ દે. પણ તેથી સૂર્ય કાંઈ ઊગતો અટકે ખરો ? સત્યવાદી મુનિઓને દેખતાં કુમતવાદી રૂપી ઉન્મત્ત આત્માઓ નાસભાગ કરે. પણ એમાં વાંક કોનો ? અહિંસાની કંદરાઓને અખંડ રાખવી હશે તો એમાં સિંહો વસાવવા પડશે. જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ. વનના અધિપતિ સિંહથી તો વનની ગંભીરતા અને મહત્તા છે. સભાઃ “હવે તો સિંહના નાશમાં વનની નિર્ભયતા મનાય છે !!. નાગરિકો જંગલી બનવા માંગે છે માટે એ દશા છે. પોતાના અમુક લાભ ખાતર આજના નગરવાસીઓને પણ જંગલવાસી બનવાના કોડ જાગ્યા છે. વનનો રાજા સિંહ છે. વનની એ શોભા છે. વનમાં સિંહ હોય તો ગમે તેવાને પણ સાવધ થઈને ત્યાંથી જવું પડે. જીવદયા રૂપી કંદરાઓમાં આજે હિંસક જાનવરો બહુ ઘૂસ્યાં છે અને ઘૂસવા માંડ્યાં છે. સિંહ એ રક્ષક છે. એની હિંસા મર્યાદિત છે. ક્ષુદ્ર પ્રાણીઓ પર એ ત્રાપ મારતો નથી. એની ધાકથી શુદ્ર પ્રાણીઓ ત્યાં આવે નહિ એ જુદી વાત. ક્ષુધાતુર થયા વિના સિંહ કોઈનો ઘાત કરતો નથી. ત્રાડ માર્યા વિના, સામાને ચેતવ્યા વિના એ મોટા દુશમનને પણ મારતો નથી અને પાછળથી કદી હુમલો કસ્તો નથી. સામેથી જ એ ત્રાપ મારે છે. સિંહના આ ગુણો સામે તેની હિંસકવૃત્તિ ગૌણપદે છે. જીવદયા રૂપી ગુફાઓમાં હિંસકોનો વાસ વધતો જાય છે માટે મુનિસિંહોની જરૂર છે. અર્થકામના રસિયા એ હિંસકો અહીં સમજવાના છે. અર્થકામનો રાગ છે ત્યાં હિંસક વૃત્તિ છેઃ જૈનશાસનનો એ સિદ્ધાંત છે કે જ્યાં સુધી અર્થકામનો શગ છે, રંગે રંગે એનો રંગ છે, અર્થકામ મેળવવાની આકાંક્ષા જીવતી જાગતી છે અને એ મેળવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે ત્યાં સુધી હિંસક વૃત્તિ જ છે. સભાઃ “ધર્મબિંદુમાં કહે છે કે પરસ્પર બાધ ન આવે તેમ બધા પુરુષાર્થ સેવવા.” ત્યાં એમ કહે છે કે જે સંપૂર્ણ મોક્ષ પુરુષાર્થ ન સાધી શકે તે બીજા પુરુષાર્થ તો સાધી રહ્યો છે. પણ તે એવી રીતે સાધે કે પરસ્પર-બાધ ન આવે અર્થાત્ ધર્મને ન ભૂલે. એ આત્મા ધર્મથી ખસે નહિ માટે એમ કહ્યું છે. પરસ્પર બાધ Page #500 -------------------------------------------------------------------------- ________________ 1667 -૩૧ : મુનિ સિહોની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 11 - ૪૭૯ આવે તો કોને મુખ્ય રાખવા એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ત્યાં એમ જણાવ્યું છે કે અર્થથી કામ છે માટે કામના ભોગે અર્થને સાચવવો અને ધર્મથી અર્થકામ છે માટે એ બેયના ભોગે ધર્મ સાચવવો. આ ત્રણે પુરુષાર્થને આ રીતે પરસ્પર બાધ ન આવે તેમ સેવનારને ત્યાં ધર્મી નથી કહ્યો પણ ધર્મનો અધિકારી કહ્યો. અર્થકામની પ્રવૃત્તિ કરતાં છતાં ધર્મને વીસરતો નથી માટે ધર્મનો અધિકારી કહ્યો પણ એને ધર્મી તો ન કહ્યો. અર્થકામમાં પડ્યા છતાં એને ધર્મ સાચવવાની કાળજી છે, આથી ધર્મ માટે એ લાયક છે. અર્થકામને સારા માનવા એ કુમત છે: અર્થકામનો રાગરંગ, એ મેળવવાની આકાંક્ષા, આ જેના હૈયામાં છે એ બધા હિંસક વૃત્તિવાળા છે. આવાને ત્રાસ પમાડવા મુનિઓરૂપી સિંહો જરૂર જોઈએ, નહિ તો એ નઘરોળ બને. મુનિરૂપી સિંહને જોઈને અર્થકામના રસિયા હિંસકોને ત્રાસ થાય કે જરૂર એ મારો હિસાબ માંગશે, કાંડું પણ પકડશે. મુનિ પાસે આવતાં પોતાની ખબર લેવાશે એવો ભય એને હોય જ. મુનિ આંખ પણ કાઢે, કાંડું પણ પકડે અને કદી બળાત્કાર પણ કરે, એ વાત ખોટી નથી. મુનિની હયાતીમાં હિંસક પ્રવૃત્તિ મંદ પડે. મુનિની હાજરી હોય ત્યારે ગૃહસ્થની અર્થકામની પ્રવૃત્તિ મોળી પડે. એમના વિયોગે ભાવના ફરી જાય એ વાત જુદી. અર્થકામને સારા માનવા કે કહેવા એ કુમત છે. મુનિનાં દર્શને એ ભાવના નીકળી જ જાય. ગૃહસ્થ પ્રભુપૂજાને જેમ સારી માને તેમ અર્થકામને સારા માને ? પૂજાથી મુક્તિ તેમ અર્થકામથી મુક્તિ માને ? નહિ જ. અપેક્ષાથી આવી વાતો કરનારાનાં આંતરડાં ઊંચાં આવે એવા પ્રશ્નો એમને પૂછો. ગૃહસ્થાવાસમાં પડેલાને અર્થકામની જરૂર પડે છે એમ કહો. સાધુ અર્થકામ વિના નભાવી શકે અને ગૃહસ્થ નથી નભાવી શકતા એ વાત સાચી પણ તેથી એ અર્થકામ યોગ્ય કહેવાય ? નહિ જ. સ્યાદ્વાદ એ ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી ? આ દર્શનમાં એક પણ અપેક્ષા એવી નથી કે જેને લઈને અયોગ્યને યોગ્ય તરીકે સમજાવી શકાય. સ્યાદ્વાદ એટલે ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી. ગમે તેવી વાગુજાળમાં પણ પોતાના સિદ્ધાંતને ચસકવા ન દે એ સ્યાદ્વાદ. હજારો યુક્તિ સામે પણ સ્યાદ્વાદી તો અડગ ઊભો રહે. એક પણ ખોટી વાતને સાચી ન માને કે ન માનવા દે તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદી બાપને બાપ માને. પણ કહે કે દીકરાનો બાપ, જેનો તેનો નહિ. પતિ ખરો પણ એની પત્નીનો જ. એ રીતે તમામ સગાઈમાં ઘટાવવું. એક વસ્તુના અનંતા ધર્મને સ્યાદ્વાદ માને ખરો પણ એ રીતે Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1658 માને કે જેથી બધા ભેગા ન થઈ જાય. વસ્તુના સ્વરૂપને સાચવે તે સ્યાદ્વાદ વસ્તુનો લોપ કરે તે સ્યાદ્વાદ નહિ. સંયમથી પણ મુક્તિ અને અસંયમથી પણ મુક્તિ એમ સ્યાદ્વાદ કદી ન કહે. આજે અન્ય દર્શનના પંડિતો પણ કબૂલે છે કે શ્રી મહાવીરનો સ્યાદ્વાદનો સિદ્ધાંત એવો છે કે ભલે દરેક દર્શનકારે એનું ખંડન કરવાનો ડોળ કર્યો, પણ આખરે ખંડનને બદલે શરણે જવું પડ્યું. સ્યાદ્વાદમાં ગોટાળો તો સ્વાર્થીઓએ કર્યો છે, પોલ ચલાવવા ઇચ્છનારાઓએ કર્યો છે. સ્યાદ્વાદી એટલે સાચો એકાંતવાદી, ખોટો નહિ. સ્યાદ્વાદ જ માનવું એ પણ એકાંતવાદ છે ને ? સ્યાદ્વાદ માનવામાં સ્યાદ્વાદ ખરો ? જૈનદર્શન સર્વનયથી વાત કરે છે? સ્યાદ્વાદી સ્યાદ્વાદ વિના એક ક્ષણ પણ ન નભાવે, પણ વસ્તુની સ્પષ્ટતા જરૂર કરે. સાધક બાધક જરૂ૨ સમજાવે. દરેક દર્શન એક-એક નયથી વાત કરે. છે. જ્યારે જૈનદર્શન સર્વનયથી વાત કરે છે. આ બાપ જ છે, આ દીકરો જ છે એમ કુદર્શન કહે પણ જૈનદર્શન તો કહે કે, બાપ પણ, દીકરો પણ, એમ “પણ” કહીને બીજું પણ છે એમ સૂચવે છે. સ્યાદ્વાદી એવું ન કહે કે પતિ, માટે ગમે તેનો પતિ. પતિ તરીકે એને માન્ય રાખે પણ એની પત્નીનો જ. “પૂર્વના કોઈ ભવમાં તો એ પોતાની સ્ત્રી હશે ને ? માટે આ આ ભવમાં ભલે માતા હોય, પણ પૂર્વભવની અપેક્ષાએ માતાને પત્ની માનવાની મૂર્ખાઈ સ્યાદ્વાદી ન કરે. વસ્તુને મનગમતી રીતે અંગીકાર કરવાનો વાદ તે સ્યાદ્વાદ નહિ. જો એમ જ હોય તો અનંતજ્ઞાનીના જ્ઞાનની કિંમત શી ? કાંઈ જ ન રહે; પણ એમ નથી. મનને અંકુશમાં રાખી વસ્તુને હોય તેવી કહેવી તે સ્યાદ્વાદ. સંસાર સારો પણ કહેવાય અને ખરાબ પણ કહેવાય એવો સ્યાદ્વાદ હોય ? આવી ભૂલ ન ખાતા. સંસાર ખરાબ ન માને ત્યાં સુધી સમ્યકત્વ ન આવે, એ વાતનું શું થાય ? સ્યાદ્વાદમાં સંસારને સારો પણ માનવાની બારી હોય તો બતાવે. એક વસ્તુના સઘળા ધર્મને સંપૂર્ણતયા સ્વીકારે તે સ્યાદ્વાદ. તારક પણ નાશક બને છતાં કહેવાય તારક જ એ ન્યાયે એમ પણ કહ્યું કે દ્વાદશાંગી જેમ તારક છે તેમ નાશક પણ છે. પણ એ ડૂબનારના માટે જ નાશક છે. બાકી દ્વાદશાંગી સ્વયં તો તારક જ છે. ઝેર ખાવા છતાં કોઈ જીવે પણ ખરો ? અરે કેટલાકને તો ઝેર ચઢે પણ નહિ; પણ ઝેર તો નાશક જ કહેવાય, એને જિવાડનાર ન જ કહેવાય. દ્વાદશાંગીથી ડૂબવાનો ઇન્કાર નથી. પણ એ કહેવાય તારક જ. સ્ટીમરમાં ગયેલા ડૂળ્યા પણ સ્ટીમર કહેવાય તો તારક જ. જગતમાં કોઈ એવી ચીજ નથી કે જે વૈરાગ્ય ન Page #502 -------------------------------------------------------------------------- ________________ 1689 -૩૧ : મુનિ સિંહોની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૧ કરાવે. પણ બધી ચીજો કાંઈ વૈરાગ્યનાં સાધન કહેવાય. સ્ત્રીથી પણ કોઈને વૈરાગ્ય આવે. પણ તેથી એ વૈરાગ્યનું સાધન ન કહેવાય. નમી રાજર્ષિને સ્ત્રીથી વૈરાગ્ય થયો, ઇતર દર્શનમાં ભર્તુહરિને પણ સ્ત્રીથી વૈરાગ્ય થયાની વાત આવે છે. તેમ છતાં સ્ત્રી એ વૈરાગ્યનું સાધન નથી. જો સ્ત્રી એ જ વૈરાગ્યનું સાધન હોય તો તમારે અહીં આવવાનું કામ નથી, ઘરે સાધન તૈયાર છે. સાધુની જેમ સ્ત્રીનો પણ સહવાસ કરવો એમ સ્યાદ્વાદી બોલે ? મુનિની દેશનાની જેમ સ્ત્રીદર્શને વૈરાગ્ય થવાનું સ્યાદ્વાદે માન્ય રાખ્યું પણ સ્ત્રી એ વૈરાગ્યનું કારણ છે એ વાત સ્યાદ્વાદીને માન્ય નથી. સ્યાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરેઃ મુનિના સહવાસની જેમ સ્ત્રીના સહવાસને વિહિત ન કહ્યો. એ લોકો તો ત્યાં સુધી કહે છે કે, “સ્ત્રી માટે આવા એકાંત નિયમ શા માટે ? ત્યાં સ્યાદ્વાદ કેમ નહિ ?” આવા સ્યાદ્વાદીઓ સંસારમાં રખડનારા કુવાદીઓ છે. ચંડકોશિયાએ ભગવાનને ડંખ માર્યો અને એને જાતિસ્મરણ થયું એ વાત સ્યાદ્વાદને માન્ય પણ કોઈને ડંખ મારવાથી જાતિસ્મરણ થયું એ વાત સ્યાદ્વાદને માન્ય પણ કોઈને ડંખ મારવાથી જાતિસ્મરણ થાય એ વાત માન્ય ખરી ? નહિ જ. ગજસુકુમાળના મસ્તક પર એમના સસરાએ માટીની પાળ બાંધી અંગારાની સગડી ભરી અને મુનિ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. બીજે દિવસે કૃષ્ણજી ભગવાનને વંદન કરવા આવ્યા અને ગજસુકુમાળજીના સમાચાર પૂછળ્યા. ભગવાને બધી વાત કહી, અને સાથે જણાવ્યું કે, “એ તો તમારા ભાઈને મુક્તિએ જવામાં સહાયક થયા છે માટે ગુસ્સો કરવાનું કારણ નથી.” એ વાત માનવામાં સ્યાદ્વાદને વાંધો નહિ. પણ દરેક મુનિને માથે અંગારાની સગડી ગોઠવી મુક્તિએ પહોંચવામાં સહાય કરવાની ગાંડી વાત સ્યાદ્વાદ માન્ય ન રાખે. સ્યાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરે. ગજસુકુમાળ તો સમર્થ હતા પણ કોઈ અસમર્થ હોય તો ? ચંડકોશિયાને તો ભગવાન મળ્યા, લાલ લોહીને બદલે સફેદ દૂધ જેવું લોહી નીકળ્યું ને જાતિસ્મરણ થયું. પણ બીજો કોઈ મળ્યો હોત તો ? પહેલાં પણ એ અનેકને કરડ્યો હતો પણ જાતિસ્મરણ નહોતું થયું. મોક્ષે જવાના અસંખ્ય યોગ છેઃ અયોગ્ય ક્રિયાથી પણ સારું થઈ જાય અને યોગ્ય ક્રિયાથી પણ બૂરું થઈ જાય, પણ યોગ્યને યોગ્ય જ અને અયોગ્યને અયોગ્ય જ કહે એ સ્યાદ્વાદ. મોક્ષે જવાના અસંખ્યાતા યોગ છે. એમાંથી એકને પણ આરાધવાથી મુક્તિ મળે; કારણ કે, મુખ્યપણે એકની આરાધનામાં ગૌણપણે બીજા યોગોની આરાધના Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1670 સમાય છે. દાન દે એમાં દાનની મુખ્યતા છે પણ ત્યાંય શીલ, તપ તથા ભાવ તો છે જ પણ ગૌણપણે છે. જો એમ ન હોય તો દાતાર મુક્તિએ ન જાય. શીલ પાળનારમાં પણ દાન, તપ તથા ભાવ ગૌણપણે છે એ રીતે બધે ઘટાવવું. દાન દેનારો શીલ તપની નિંદા કરે, ભાવથી ભાગતો ફરે, અનીતિથી પણ કમાવાનું સારું માને તો એવા દાનથી એને મુક્તિ મળે ? કદી ન મળે. મુક્તિ ત્યાગથી મળે, મુક્તિના અસંખ્ય યોગોમાં એક પણ યોગ એવો ન હોય કે જેમાં ત્યાગ ન હોય. દાન, શીલ, તપ, ભાવ, જિનપૂજન, સામાયિક, પૌષધાદિ તમામ ક્રિયામાં ત્યાગ છે. ત્યાગ બધે રૂઢ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત તે આ છે. વૃક્ષ જોઈને કોઈને વૈરાગ્ય થયો પણ એ વૈરાગ્યનું કારણ ન કહેવાય. તમે રોજ બગીચામાં જાઓ છો, પણ વૈરાગ્ય નથી થતો. કેમ કે એ વૈરાગ્યનું કારણ નથી. બગીચામાં જઈને આવે એને વૈરાગ્ય ન થાય તો તેને કમનસીબ ન કહેવાય; પણ વૈરાગ્યનાં સાધનો વચ્ચે રહે છતાં વૈરાગ્ય ન થાય તો એને કમનસીબ કહેવાય. પેલાને એવાં સાધન ન મળવાની દૃષ્ટિએ,કમનસીબ કહીએ એ જુદી વાત: જંગલમાં ભટકનારને પૈસા ન મળે ત્યાં કમનસીબ ન કહેવાય, પણ શહેરમાં દુકાન ખોલવા છતાં પૈસા ન મળે તે કમનસીબ કહેવાય. જેને દુકાનની સામગ્રી ન મળી તેને એ ન મળવા બદલ કમનસીબ કહીએ એ જુદી વાત. યોગ્ય સ્થાને યોગ્ય ચીજ ન મળે તે કમનસીબ કહેવાય. ધર્મસામગ્રી મળવા છતાં જે ન તરે તે કમનસીબ કહેવાય. પણ ધર્મસામગ્રી ન મળે અને ન તરે તે કમનસીબ ન કહેવાય. એને યોગ્ય સામગ્રી ને મળવા પૂરતો કમનસીબ કહીએ તે જુદી વાત. વેશ્યાવાડે રહેનારો ઓઘો લઈને આવે ? ન જ આવે. આવે તો આશ્રર્ય. સ્થૂલિભદ્રજીને વેશ્યાનું ઘર છૂટ્યું, પિતાના મૃત્યુ પર ઉદ્યાનમાં જઈ ઘડીભર વિચાર કર્યો ત્યારે વૈરાગ્યે થયો. જ્યાં સુધી અર્થકામના રંગરાગથી હૈયાં ભર્યા છે ત્યાં સુધી અહિંસક વૃત્તિ ન આવે. ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે: બાર વ્રતધારી શ્રાવકને સવા વસો જ દયા કેમ, એ વિચારો. ડગલે પગલે સ્થાવર જીવોનો ઘાણ તો એ કાઢી રહ્યો છે. “આ જોઈએ ને તે જોઈએ” એ તો એને ચાલુ છે, વ્યવહારનાં પાપકાર્યોની અનુમોદના ચાલુ છે, લાખોની લેવડદેવડ ચાલુ છે ત્યાં બીજું શું હોય ? સામાયિકમાં પણ અહિંસા કેટલી ? ત્યાં પણ તમામ કાર્યવાહીની અનુમોદના બેઠી છે. ચતુર્દશીનો પૌષધ કરે અને તે દિવસના વેપારમાં અહીં કે વિલાયતમાં લાખોનો નફો મળે તો લે કે ન લે ? તે દિવસે નોકરે ભૂલ કરી હોય ને ઘરમાં નુકસાન થાય તો ગુસ્સો ન આવે ? Page #504 -------------------------------------------------------------------------- ________________ 161 -૩૧ : મુનિ સિહોની ત્રાણ.. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૩ આકાંક્ષા જીવતી જાગતી બેઠી છે, હજી ગઈ નથી. ઘેર જવાનું નક્કી કરીને જ બધા અહીં આવો છો ને ? મંદિર ઉપાશ્રયે આવનારા દસ-અગિયાર વાગે નક્કી પાછા આવવાનું કહીને જ આવે છે. સભાઃ “આપના હાથ હાલે છે એમાં પણ વાઉકાયની હિંસા નહિ ? અમે પણ વિના કારણે હાથ ન હલાવીએ પણ અત્યારે આ હાથ હાલ છે તે પૈસા માટે હાલે છે ? હું કહી ગયો કે અર્થકામ માટેની પ્રવૃત્તિમાં હિંસા છે, હિંસકભાવ છે. અહીં પણ હાથ હલાવવામાં ખાનપાન, માનપાન કે વાહવાહની ઇચ્છા હોય તો હિંસા લાગે. સાધુ પાટે સમજાવવા બેસે છે તે રોટલા માટે ? સભાઃ “રોટલા વહોરે તો છે ને ? . શા માટે ? સ્વાદ માટે કે પેટ ભરવા ? સભાઃ “પેટ ભરવા.” પેટ પણ ભરવું તે શા માટે ? સંયમ માટે ને ? તમે પણ એ પ્રમાણે કરો તો તમે પણ સાધુ. સાધુ પંડને ચલાવવા માટે આહાર લાવે. ત્યાં પણ જો બીજી ભાવના આવે તો હિંસકભાવ આવે. ભિક્ષા લાવીને રાખી મૂકવાની પણ સાધુને મના છે. જ્યારે જ્યારે જોઈએ ત્યારે મુનિ લેવા જાય. મહાતપસ્વી માટે જેટલી વખત આહારની જરૂર પડે તેટલી વખત આપવાની છૂટ, પણ જ્યારે જ્યારે જોઈએ ત્યારે ત્યારે લેવા જવું પડે. લાવીને રાખી ન મુકાય. રાખી મૂકવામાં તો મૂર્છાભાવ છે. “વખતે ન મળ્યું તો ? આ વિચાર આવે એટલે દૃષ્ટિ ફરી ગઈ. વળી લાવી રાખેલું સાચવવાની પંચાત થાય. કીડી મંકોડી થવાનો પણ સંભવ. ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે. સાધુ હિંસાના એક પણ કારણને પાસે ન રાખે. મારાપણાની ભાવના પોષાય એવી એક પણ ચીજ પાસે ન રાખે. સંયમની જરૂરિયાત કરતાં જરા પણ આગળ ન વધે. સભાઃ “પુસ્તકોના ભંડારમાં મારાપણું નહિ ? ત્યાં પણ મારાપણું આવે તો મૂચ્છ પેદા થાય. બાકી નામ લખાય છે તે તો ઓળખાણ પૂરતાં. એમાં વાંધો શો ? એટલે મોટા ભાગની એવી વાતો તો સારા માણસોને કલંકિત કરવા ફેલાવાય છે. એ બધી વાહિયાત વાતો છે. મુનિઓ સિંહ કઈ દષ્ટિએ ? અર્થકામની પ્રવૃત્તિ એ હિંસા છે. એ હિસાભાવના પર હલ્લો લાવનારા હોવાથી એ દૃષ્ટિએ મુનિઓ હિંસક છે; માટે એમને સિંહ કહ્યા. સાધુને જોઈને હવે આ બંગલા છૂટી જશે' એવી મૂંઝવણ શ્રાવકને થાય. શરૂઆતમાં મૂંઝવણ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ થાય, પણ પછી આનંદ થાય. કેદમાં પડેલા કેદીને મુદત પૂરી થતાં છોડાવવા આવનારને જોઈને આનંદ થાય તેમ શ્રાવકને પણ મુનિને જોઈને એવો જ આનંદ થાય. સાધુને જોઈને પહેલાં ભય લાગે અને પછી આનંદ થાય. જો પહેલાં ભય ન લાગે તો તમે સાધુની ફરજ સમજ્યા નથી અને પછી આનંદ ન થાય તો તમે અમોને ઉપકારી માનતા નથી. મુનિનાં દર્શનથી ‘હવે એ મુનિ અમારી બધી મમતા છોડાવશે' એવી ભાવનાનો સંચાર થાય. એનાથી શ્રાવકને શરૂઆતમાં જરા ભય લાગે, પણ પછી આનંદ થાય. તમને તો આજે ભય કે આનંદ કશું થતું નથી. તમે તો એટલું સમજ્યા છો કે ‘મુનિ આવે એટલે સામા જવું, બૅંડવાજા વગાડાવવાં, ગામમાં લાવી ઉપાશ્રયમાં બેસાડવા, એ જ કહે એમાં ‘હાજી હા’ ભણવી અને આ અમારા ગુરુ - અમે એમના ભક્તો એમ બીજાને કહેતા ફરવું.' આ બધો તો સામાન્ય વ્યવહાર છે. પણ સાંમે શા માટે જવું. બૅંડવાજાં શા માટે વગાડાવવાં, ટોળે વળી શા માટે લેવા જવું, એવા મહોત્સવોમાં હજારોનો વ્યય શા માટે કરવો, લાવીને પાટે શું કામ બેસાડવા અને રોજ બબ્બે કલાક વ્યાખ્યાનમાં શા માટે ગાળવા, આ બધું વિચારવા કાંઈ પ્રયાસ કર્યો ? સભા ધર્મનો ઉદ્યોત કરવા. આટલા માત્રથી ઉદ્યોત થાય ? મુનિ આવ્યા એવા વિદાય થાય તો ઉદ્યોત થઈ જાય ? , 1672 સભા કોઈ સાધુ થાય તો ઉદ્યોત થાય.’ તે બીજા થાય તો જ ને ? તમે તો નહિ ને ? પાટણમાં આચાર્ય ગયા અને તેમના જવાથી જે થવું જોઈએ તે થયું. એમાં બીજાએ મૂંઝાવાની જરૂ૨ ક્યાં હતી ? જૈનોને તો મૂંઝવણ ન હતી. જૈનેતરો પણ જે સજ્જન હતા તેમને પણ મૂંઝવણ ન હતી. પરંતુ જૈનેતરોમાં નહિ જન્મેલા અને જૈન જાતિમાં જન્મવા છતાં જૈનત્વના સિદ્ધાંતોને નહિ માનવાના યોગે ત્યાંથી એ બહિષ્કૃત થયેલા ત્રિશંકુ જેવાને મૂંઝવણ થઈ. તેઓ હવે એક નવી વાત શીખ્યા છે. એ વાતની પહેલ જામનગરે કરી છે. પુણ્ય ખસવા માંડે ત્યારે જમા ઉધારની નોંધ જુદી જાતની થાય. એ લોકો કહે છે કે, ‘જે આચાર્યો તથા સાધુઓ અમારાં ફરમાન માને તે ખરા, બાકી ખોટા.’ શ્રી જિનેશ્વરદેવો તો ફરમાવે છે કે જે આત્મા અર્થકામને ત્યજી મુક્તિના ધ્યેયથી પંચમહાવ્રતરૂપ મુનિધર્મને આરાધે અને ફેલાવો કરે તે સાધુ. ત્યારે આ પોતાને શ્રી જિનેશ્વરદેવના ભક્તો કહેવરાવનારાઓ, પોતાને ન માને તે સાધુ નહિ એમ Page #506 -------------------------------------------------------------------------- ________________ 1673 -૩૧ : મુનિ સિંહની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૫ જણાવે છે. આ લોકો ભગવાનની પૂજા પણ શા માટે કરે છે ? કહેવું જ પડે કે ભગવાનના વચનાનુસાર સાધુઓ વર્તન કરે છે તેમને અટકાવવા માટે, એમની કાર્યવાહી આ રીતે વિપરીત પ્રકારની હોવાથી એમની પૂજા પણ અર્થહીન છે. આવો ઠરાવ એ તો બુદ્ધિનું પ્રદર્શન છેઃ એ લોકો સાધુઓને કહે છે કે, “ભગવાન તો ચોવીસસો વર્ષ પહેલાં થઈ ગયા; એ તમને રોટલા આપવા નહિ આવે. તમારે તો અમારે આધારે હાલમાં જીવવાનું છે માટે અમે કહીએ તેમ વર્તવું પડશે.” આની સામે જવાબમાં સાચા સાધુઓ કહે છે કે, “અમે તમારા આધારે નહિ પણ ચોવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલા એ ભગવાનના શાસનના આધારે જીવીએ છીએ માટે અમારા રોટલાની તમે ચિંતા નહિ કરતા. અમારે તો ભગવાનની આજ્ઞા મુજબ વર્તવાનું છે. તમે કહો તેમ નહિ જ.”એટલે એ લોકો ઠરાવ કરે છે કે, “લબ્ધિસૂરિ તથા તેમના સાધુઓને તથા નવદીક્ષિત સાધુઓને સાધુ માનવા નહિ.” આ ઠરાવનો અમલ કરવાની એ લોકો બધાને ભલામણ કરે છે. હવે એવી ભલામણ કરનારાને પૂછો કે, “એમને સાધુ કેમ ન માનવા એનો ખુલાસો આપો.” આનો ખુલાસો એ નહિ આપી શકવાના. સાધુ થયેલા કે નવા સાધુ થનારા કોઈ પણ એમની આજ્ઞા માનવાની પ્રતિજ્ઞા લઈને સાધુ થયા છે ? વિચારો કે એ લોકો કેટલી હદે ઊંધા જાય છે અને પોતાની જાતને કેટલી નીચી કક્ષાએ ઊતરી ગયેલી જાહેર કરે છે ? જો કે આવું કરનારા છે થોડા પણ એ લોકો બધાને પોતાના ટોળામાં જ ગણે છે. તેથી પાટણવાળાએ આ વખતે ડહાપણ વાપરી “શાસનરસિક સંઘ'ના નામે કંકોત્રી બહાર પાડી. એટલે એ લોકો અકળાયા અને ઠરાવ કર્યો કે, “અમારા ગામમાં અમે જ સંઘ છીએ. બીજો કોઈ સંઘ નથી.” પણ તમે જ સંઘ હો તો ભલે હો ! કોણ ના પાડે છે ? તમારા સંઘમાં ગણાવા કોઈ આવ્યું નથી. શાસનરસિક સંઘ કંકોત્રી બહાર પાડે છે, દીક્ષા આપનાર, લેનાર, મહોત્સવ કરનાર, મહોત્સવમાં ભાગ લેવા આવનાર બધા શાસનરસિક સંઘમાં છે તો પછી તમારે હવે ચિંતા કરવાની જરૂર ક્યાં છે ? જો લબ્ધિસૂરિજી મહારાજે અલ્પ સંખ્યા ધરાવતા શાસનરસિક સંઘના ગુરુ કે આચાર્ય થવાનો ઇન્કાર કર્યો હોત અને બધાના એટલે એમના પણ ગુરુ ગણાવાની ઇચ્છા જાહેર કરી હોત તો તો આવા ઠરાવની જરૂર હતી કે લબ્ધિસૂરિ અમારા ગળે પડવા આવે છે. પણ એ અમારા ગુરુ નથી, પણ એવું તો કાંઈ હતું નહિ. પછી તો ઠરાવ કરી બુદ્ધિનું પ્રદર્શન કરવાની જરૂર શી હતી ? એ તો ત્યાં આવ્યા ત્યારથી જ ભગવાનની આજ્ઞા માને તેને સંઘ.અને ન માને તેને અસ્થિસમૂહ જ કહે છે, પછી એમને ચિંતા કરવાની જરૂર ક્યાં છે ? Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1674 એવાના ગુરુ થવા કોણ ઇચ્છે ? શ્રી જિનેશ્વર દેવના શાસનને માનનાર સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની અવગણના કરનારાના ગુરુ થવાનું ઇચ્છે પણ નહિ. એવાના પણ ગુરુ થવા ઇચ્છનારાઓનો ઇરાદો ચોખ્ખો ન હોય. માનવું પડે કે એ કાં તો પેટ ભરવા નીકળ્યા છે અથવા તો ખોટી વાહવાહ માટે નીકળ્યા છે. એવાઓને શ્રી જિનેશ્વરદેવના શાસન ઉપર પ્રેમ નથી અને એ શાસન સાથે સંબંધ પણ નથી. એવા સાધુઓ મંદિરમાં જતા હોય તો પણ સાંધુ ગણાવા માટે જાય છે. પણ હૃદયથી નથી જતા. નક્કી માનો કે આ એક રોગચાળો છે અને તેનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે. જો કે સંખ્યામાં તેઓ ચડિયાતા છે, અહીંની સંખ્યા અલ્પ છે. પણ તેથી મૂંઝાવાની જરૂ૨ નથી. અહીંની અલ્પ સંખ્યા પણ એ ઝાઝાને હંફાવે તેમ છે કારણ કે અહીં ભગવાનના શાસનનું બળ છે. સભા ‘એ લોકો કહે છે કે દીક્ષામાં હાથી કેમ લાવ્યા ?’ હાથી કેમ લાવ્યા એ પ્રશ્ન શો ! લાવી શકાતો હોત તો દેવલોકથી ઐરાવણ હાથી લાવત. જો વડોદરા જેવું શહેર હોત તો એકને બદલે અનેક હાથી લાવત. શાસનરસિક સંઘ પર શાસનદેવની મહેરબાની છે. સંખ્યા ઓછી હોય તેથી શું ? એ લોકો પણ વિચારમાં તો પડ્યા છે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત ચાલે તે સંઘ નથી. પણ હાડકાંનો ઢગલો છે તેમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે. આજ્ઞારૂપી ચૈતન્ય વગરનાં એ મડદાં છે. બે જીવતા માણસથી ઘર ચાલે. પણ ઘણાં મડદાંથી ન ચાલે, ઊલટું ગંધાઈ જાય. પાટણના દીક્ષા મહોત્સવમાં બહારના ભાગ લેવા જનારાને એ લોકોએ સંભળાવ્યું કે, ‘પારકો મફતનો માલ ખાવા આવ્યા છો ને ?’ જુઓ ! એમની વૃત્તિ કેટલી નીચી પરાકાષ્ઠાએ પહોંચી છે ? જવાબમાં પેલા આવનારાઓએ સંભળાવ્યું કે, ‘ભાગ્ય જોઈએ છે. તમે ગામમાં છતાં તમને જમાડતા નથી અને અમને બહારવાળાને નોતરે છે.' એ લોકોને પણ હવે સમજાવા લાગ્યું છે કે, ‘આપણે ખોટે રસ્તે છીએ’, એટલે હવે કહે છે કે, ‘આવી દીક્ષાની અમારી ના નથી.’ એવું કહેનારાને પૂછો કે અઢાર વર્ષ અંદરની દીક્ષા આવી રીત વિના ક્યારે થઈ છે ? સુરતના સંમેલન અને પાટણના દીક્ષા મહોત્સવથી એ લોકો ખરેખર વિચારમાં તો પડી ગયા છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ 1675 -૩૧ : મુનિ સિહોની ત્રાણ. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૭ શાસનપ્રેમીઓ હવે નિર્ણય કરે? પેટ્રોલ વિના મોટર ન ચાલે. ધર્માદા સંસ્થાઓમાં પેટ્રોલ પૂરનાર તો શાસનરસિકો જ છે. સાચા દાન, શીલ, તપ, ભાવ શાસનરસિક સિવાય બીજાથી ભાગ્યે જ બને. ત્યાં તો આજે છતી મોટરે પેટ્રોલ ખૂટ્યાં છે. શાસનવિરોધ કરનારાઓની મોટરો અટકી પડી છે. શાસનપ્રેમીઓએ તો હવે નિર્ણય કરી લેવાની જરૂર છે કે શાસનવિરોધી ગમે તેવો મોટો માણસ હોય તો પણ તેને મોં ન આપવું. એને સલામ કરવાની નહિ. એ કરે તો ઝીલવાની નહિ. મોઢું ફેરવી લેવાનું. પોતાને ઘેર આવે તો પણ નરમાશથી કહી દેવાનું કે, “આ ઘર આપ જેવા નામવરો માટે લાયક નથી.” આ રીતે શાસનપ્રેમીઓ કરે તો એ લોકો નિપ્રાણ બની જાય. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, ભગવાનની આજ્ઞાથી વિપરીત જીવન જીવનારા બધા લુહારની ધમણ જેવા છે. શાસનરસિકોના ટેકા વિના એમની એક પણ સંસ્થા ચાલતી નથી. એવાને જૈન કેમ કહેવાય ? જામનગરની મૂર્ખાઈનું અનુકરણ કરીને આપણે પણ પોતાની મૂર્ખતા જાહેર કરી છે. જામનગરવાળાઓએ તો સાગરજી મહારાજને અને નવદીક્ષિતને જ નહિ માનવાનું ઠરાવ્યું હતું. જ્યારે આમણે તો આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. તથા નવદીક્ષિત તેમજ બધી સાધુને નહિ માનવાનું ઠરાવ્યું છે. જેઓ પાંચ મહાવ્રત પાળે છે, એ માટે જીવન સમપ્યું છે, એનો પ્રચાર કરે છે, રોટલા કે માનપાન માટે પાંચ મહાવ્રત પાળતા નથી, પ્રભઆજ્ઞાનું આરાધન કરે છે, કલ્યાણમાર્ગ માટે જ જેમનો પરિશ્રમ છે એવાને નહિ માનવાનું કહેનાર માટે સમજુ લોક તો એમ જ કહે કે એ લોકો જૈન જ કેમ કહેવાય ? સભાઃ “ઓખા હિન્દુસ્તાનમાં તો લબ્ધિસૂરિજી મહારાજ આચાર્ય તરીકે માન્ય છે છતાં એમના માટે આવો ઠરાવ કરનારા પોતે જ સંઘમાં કેવી રીતે - ગણાય ?' હું જે સમજાવવા માંગું છું એ જ આ ભાઈ કહી રહ્યા છે. આવા ઠરાવથી તો એમની સ્થિતિ કફોડી થાય છે. એમના પર ગુસ્સો લાવવાનું આપણને કારણ નથી. આટલું પણ બોલવાનું કારણ એ છે કે આવી વાત બહાર આવે ત્યારે સત્યને સત્ય રૂપે જણાવી દેવાની ફરજ છે. “લબ્ધિસૂરિજી મ.ને સાધુ માનીએ છીએ' એમ આપણે કહેવાની જરૂર નથી. કેમ કે એ તો છે જ. શાસનની અખંડ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1676 સેવા કરનારને સાધુ ન માનવાનું ઠરાવનારાએ પોતાની મૂર્ખતા જાહેર કરી છે. જેનામાંથી શાસન જાય છે તેનામાં કુદરતી મૂર્ખતા આવે છે, નહિ તો કોઈ આવું સાહસ ન કરે. તેમને કોઈ જબરદસ્તીથી કહેવા ગયું નથી કે, “તમે આમને સાધુ માનો,” પછી આવા નિરર્થક બકવાદની જરૂર શી હતી ? કોઈ કહે કે, “હું તમને નોકરીમાં રાખવાનો નથી' તો એ એનો મિથ્યા પ્રલાપ છે. જે પોતે જ દરિદ્રી છે, પચીસ રૂપરડીનો પગાર આપવાની પણ ત્રેવડ નથી, તેને ત્યાં નોકરીએ રહેવા પણ કોણ જવા નવરું છે ? એવા નોખા પડે તો વાતાવરણ ચોખ્ખું થાયઃ જેઓને આજ્ઞાની પડી નથી; જેઓ આગમો માટે એલફેલ બોલે છે તેવાના તો ગુરુ થવામાં પણ લાંછન છે. અવસર આવે.તો એવાના ગુરુ થવા કરતાં બહેતર છે કે એવા ગામ, નગર કે દેશનો ત્યાગ કરવો. પૂર્વે આચાર્યોએ સંયમને વ્યાઘાત પહોંચે તેવા દેશોના વિહારનો પ્રતિબંધ કર્યો છે. પોતાના સંયમને વ્યાઘાત પહોંચાડીને ઉપકાર કરવા સાધુઓ બંધાયેલા નથી. જે છોકરો બાપને બાપ ન કહે તેના બાપ થવામાં મજા પણ શી છે ? હવે તો એવા સાધુ અને એવા શ્રાવકો અરસપરસ ભેગાં મળી અહીંથી જુદા પડે તો જ નિરાંત થાય. આજે લગભગ સાડા ત્રણસો સાધુ કહેવાય છે એના બસો રહે તો વાંધો નથી, જો કે સાધુ તો લાખ હોય તોયે ઇન્કાર નથી. પણ ઓછામાં ઓછા અત્યારે બે હજાર તો જોઈએ એમ માનું છું. પણ એ લોભે આગમવિરોધીઓનું ટોળું વધારવા ઇચ્છા નથી. સો સાધુ એક રંગના હોય, એક જ સૂર નીકળે તો પરિણામ જુદું જ આવે. ચોમેર લાહ્ય લાગી હોય ત્યારે બંબાવાળા મજબૂત જોઈએ, પંપનાં મોઢાં સરોવર કે કૂવામાં જોઈએ. પાણીના ફુવારા એવા છોડે કે બારી કે મકાન પડી જાય તેનો વિચાર ન કરે. પડેલું પછી નવું થાય પણ આગ તો એક વખત બુઝાવી જ જોઈએ. એમની સંખ્યા મોટી છે. પણ એમાં આગ સંકોરનારા ઘણા છે. જેઓ એમને પુષ્ટિ આપે છે, થાબડે છે તે બધા આગમાં વાયુ ફૂંકનારા છે. આઘા રહેનારા સંકોરનારા છે. મનથી એને ભૂંડું માનનારા બચાવવાની કાળજીવાળા છે અને બોલીને ખુલ્લી રીતે ચેતવનારા પાણીના ફુવારા છોડનારા છે. એ આગમવિરોધીઓ જુદા પડે તો વાતાવરણ ચોખ્ખું થાય. સભાઃ “દરેક પક્ષ બીજાને પોતાનામાં ભેળવવા તો ઇચ્છે ને ? શાસનપક્ષ આગમ વિરુદ્ધ બોલનારને જો ભેળવવાની વાતો કરે તો તે મૂર્ખાઈ છે. એ તો કહે છે કે તમે અમે જાતિએ જૈન ખરા પણ જૈન સંઘ તરીકે Page #510 -------------------------------------------------------------------------- ________________ 17 ૩૧ : મુનિ સિંહોની ત્રાણ. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૯ ભેગા તો ત્યારે જ બેસાય કે આગમને નમો તો.” એમાં પરસ્પર સારું મનાવનારાઓ જો ભેગા ભળી ગયા તો એવી મૂર્ખતા કરે કે જે મૂર્ખતાથી વીસ વરસથી તકલીફ વેઠવી પડે છે એ વેઠવાનો કાળ વધી જવાનો. ખુલ્લું કહેવાનું કે, “તમે અમે ભાઈઓ છીએ, અમને તમારા પર જરા પણ દ્વેષ નથી, મનુષ્ય તરીકે ભાઈઓ છીએ, એક ગામના વતની તરીકે ભાઈઓ છીએ. પણ જૈન સંઘ તરીકે સાથે નહિ.” આ રીતે કામ લેવાય તો બે-પાંચ વરસ જરા અથડામણ દેખાય. પણ પછી એકદમ શાંતિ અનુભવાશે. પારકાને ઘરમાં પ્રવેશવા દેવાય નહિ ? બહારના મહેમાન હોય ત્યાં સુધી ઘરનાને શાંતિ નથી. કેમ કે એ બધા પારકા-મહેમાન, ચાર દી'ના આઠ દી” કરે એટલે એ કેમ જાય એવો રસ્તો યજમાનને યોજવો જ પડે. મહેમાનને મૂકવા જાય ત્યાં આંખમાં પાણી લાવે, વિયોગથી થતું દુઃખ બતાવે પણ એ જાય, ગાડી ઊપડે એટલે “હાઆશ' કરે. પોતાના માથા ઉપરથી મોટો બોજો ઊતર્યો એમ માને. મહેમાન હોય એટલે રોજ કાંઈ ને કાંઈ માલપાણી બનાવવાં પડે. એની સાથે ઘરનાને પણ એ ખાઈ ખાઈને માંદા થવું પડે. દીકરો થયો હોય તેને બહાર કાઢવાની ચિંતા નહિ. પણ દિીકરી જન્મે ત્યારથી જ ચિંતી. કેમ કે એ પારકે ઘરે મોકલવાની. મોટી થાય ને યોગ્ય ઘર ને યોગ્ય વર ન મળે ત્યાં સુધી ઘરમાં સાપનો ભારો લાગે. સ્વ-પરનો ભેદ જણાયા વગર રહેતો નથી. જૈનશાસનમાં પણ સ્વ-પરનો વિવેક જોઈએ. બે માણસથી ઘર ચલાવાય, પણ પારકાને ઘરમાં પ્રવેશવા ના દેવાય. પારકાને દત્તક લઈ દીકરો બનાવાય, પણ એ બાપનું નામ બદલે તો. અહીં આવ્યા પછી ત્યાં એનો હક્ક નહિ કે એના બાપનો અહીં હક્ક નહિ. મારા કહીને પારકાને ઘરમાં સ્થાન આપ્યું તો દુઃખના દહાડા આવવાના. પોતાપણું મૂકીને આવે એને ૨ખાય. પારકી શોભા એ શોભા છે ? પારકાને ઘરમાં ન પ્રવેશવા દેવાય. ઉપાધ્યાયજી મહારાજા પણ ના પાડે છે. લગ્નમાં પારકા દાગીના લાવીને દીકરાને પહેરાવ્યા હોય તો એ જ્યાં સુધી ધણીને પાછા ન સોંપાય ત્યાં સુધી બાપને ચેન ન પડે. ઘડીમાં સાજનમાં જાય ને ઘડીમાં દીકરા પાસે ચક્કર લગાવી જાય. જ્યારે ઘેર આવી તમામ મુદ્દા ધણીને આપી આવે ત્યારે ચેન પડે. પારકી શોભા એ શોભા છે ? જો પાંચ હજારનું નંગ જાય તોયે સામો દસ હજારનું કહે તો પાંચનું હતું એમ જાણવા છતાં આબરૂ ખાતર દસ હજાર પણ આપવા પડે. ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, પરની Page #511 -------------------------------------------------------------------------- ________________ 1678 ૪૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સોબતમાં શોભાની ભાવનામાં આત્માનો નાશ છે. અહીં પણ પારકાને ન ભેળવવા. એ પોતાને ભણેલા કહે તો કહી દેવું કે અમારે ભણેલાની જરૂર નથી. વગર કેળવાયેલા ઘઉંના આટાથી ચલાવાય પણ સાફ કરેલા પથ્થરના ભૂકાથી કામ ન લેવાય. કેળવણી વગર ચાલે પણ પ્રભુવચનમાં શ્રદ્ધા ન ધરાવે તો તેને એક ક્ષણ પણ ન નભાવાય. જૈનશાસનમાં સંઘ મેરૂમાં અહિંસારૂપી ગુફાઓમાં કુમતવાદીઓરૂપી હરણિયાંને ત્રાસ પમાડવામાં સમર્થ મુનિસિંહો વસે છે, એ વિષે `શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું વર્ણન કરે છે તે હવે પછી. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા વીર સં. ૨૪૫૦ વિ. સં. ૧૯૮૬. ચૈત્ર વદ-૯ મંગળવાર, તા. ૨૨-૪-૧૯૩૦ 112 • જીવદયાની રમણતા એટલે શું ? • સાધ્યની સાથે રહે તે હેતુ : • આજના ઝઘડા સમ્યગ્દર્શનના અભાવના છે : • સ્ત્રી કેમ મોક્ષે ન જાય ? ફરજિયાત અમલમાં મૂકવો પડે તે કાયદો : - • ઠરાવની ભૂમિકા જ ખોટી છે : • વાણિયા મહારાજને સમજાવે ? સાધુ વિચારપૂર્વક જ બોલે : • સાધુ કાયદા કોના માને ? પૂછ્યા વિના દીક્ષા લેવાય જ નહિ એવો નિયમ નથી : સમકિતીને સંયમ હીરાથી પણ અધિક લાગે : • ખોટાને ગુસ્સો ન આવે : • શાસ્ત્રો ગુરુની નિશ્રાએ વાંચવાનાં છે: - આજના શ્રીમંતોની દશા કેવી છે ? અહિતકર તો ન જ બોલાય : તમને સારી ઈ રીતે કહેવાય ? કોરી પ્રશંસાથી ઉદય ન થાય : તમે અહીં ઘરના કે બહારના ? • શ્રત માનનારને જ કેવળજ્ઞાન થાય: જીવદયાની રમણતા એટલે શું? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા શ્રી નંદીસૂત્રમાં શ્રીસંઘની મેરૂની સાથે સરખામણી કરે છે. એમાં કંદરાની સરખામણી વિષે આપણે વર્ણન કરી ગયા. કંદરા એટલે મોટી ગુફા. હવે પહાડમાં રહેલી નાની ગુફાઓની સરખામણી કરી રહ્યા છે. પર્વતમાં નાની મોટી ગુફાઓ ઘણી હોય, એમાં ધાતુઓ, રત્નો, ઔષધિઓ વગેરે હોય. Page #513 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કંદરાઓમાં સિંહો ફરે અને ગુફાઓમાં સિંહો રહે. કંદરા અને ગુફા વચ્ચે આટલું અંતર સમજવું. શ્રીસંઘ મેરૂમાં કંદરાને સ્થાને જીવદયા છે. કુમતવાદીરૂપી હરણિયાંઓને ત્રાસ પમાડનાર મુનિઓરૂપી સિંહો ત્યાં ફરે છે. એ શ્રીસંઘ મેરૂમાં ગુફાને સ્થાને વ્યાખ્યાનશાળા (ઉપાશ્રયો) સમજવાની છે. ૪૯૨ 1680 સભા ‘જીવદયાની રમણતા એટલે શું ?' જીવ માત્રની ભલાની ભાવના. કંદરાઓમાં મુનિરૂપી સિંહો ફરે અને ગુફામાં એ ૨હે. મુનિરૂપી સિંહોને જોઈને કુમતવાદીઓ ત્રાસે. જો એમ ન હોય તો કંદરાના જીવોને રક્ષણ ન મળે. એ કંદરા સુસ્થિત ન ટકે. અયોગ્ય આત્માઓને તો મુનિ પાસે આવતાં ત્રાસ થાય. સિંહની એક ત્રાડથી પણ જાલિમ જાનવરો ભાગે જ. એ શૌર્ય એનામાં છે. વિના પ્રહારે દુશ્મનો રસ્તો માપે. શ્રીસંઘમેરૂની વ્યાખ્યાનશાળા રૂપી ગુફામાં હેતુઓ રૂપી ધાતુઓ છે. વસ્તુને સિદ્ધ કરવા અપાય તે હેતુ. પક્ષ સ્થાપવા માટે પ્રબળ સહાયક તે હેતુ. ધૂમ્ર હેતુથી નિશ્ચયરૂપે અગ્નિ સાધ્ય થાય. ગરમી તો સૂર્યના તાપથી પણ થાય, પરંતુ અગ્નિનો પ્રબળ હેતુ ધુમાડો. વસ્તુની સ્થાપના સિદ્ધ કરવા મોટામાં મોટું સાધન હેતુ. સાધ્યની સાથે રહે તે હેતુઃ ન હેતુ બે પ્રકારના; અન્વય અને વ્યતિરેક. જેને માટે હેતુ આપે તે ત્યાં હોય જ, એ અન્વય અને સાધવા યોગ્ય પદાર્થ ન હોય ત્યાં હેતુ ન જ હોય એ વ્યતિરેક. અગ્નિ એ સાધ્ય અને ધૂમ્ર એ સાધવાનો હેતુ. ધૂમ્ર હોય ત્યાં અગ્નિ જરૂર હોય તે અન્વય હેતુ અને અગ્નિ ન હોય ત્યાં ધૂમ્ર ન જ હોય તે વ્યતિરેક હેતુ. સાધ્યની સાથે રહે તે હેતુ. પોતે ૨હે તો સાધ્યને પકડે તે હેતુ. કેટલાક હેતુ ભાસે ખરા પણ હોય નહિ, તે નકામા. સમ્યગ્દર્શન હોય ત્યાં સંયમની રુચિ હોય જ. સમ્યગ્દર્શન વિનાનું સંયમ સંયમ નથી. જ્ઞાન અને ચારિત્રને મોક્ષમાર્ગ બનાવનાર હોય તો સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એકલું હોય તો પણ ઠીક પણ એના વિના જ્ઞાન-ચારિત્રની કિંમત નથી. જ્ઞાન અને ચારિત્ર મુક્તિનાં સાધન નથી. પણ સમ્યગ્દર્શન વડે એ મુક્તિનાં સાધન બને છે. સમ્યગ્દર્શન રહિત એકલાં જ્ઞાન-ચારિત્ર મુક્તિ ન આપે. કરોડો વર્ષ સંયમ પાળે અને પુસ્તકો ઘણાં વાંચી જાય. પણ સમ્યગ્દર્શન વિના એ તમામ વ્યર્થ. ભલે જ્ઞાન વિશિષ્ટ ન હોય, સામાન્ય જ હોય, ચારિત્ર સામાન્ય હોય, પણ સમ્યગ્દર્શન મજબૂત હોય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય. જ્ઞાન અને ચારિત્રને સુંદર બનાવનાર સમ્યગ્દર્શન છે. આ શાસનમાં સંયમમાં ઢીલા હજી નભે, વગર ભણેલાં પણ Page #514 -------------------------------------------------------------------------- ________________ 1681 ૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા – 112 નભે, પરંતુ દર્શનહીણા ન નભે. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું એવી શ્રદ્ધા તો સમ્યગ્દર્શન. સંસાર ખોટો, તો ખોટો માનવો જ પડે. જો સંસાર સારો હોત તો શ્રી જિનેશ્વરદેવો એનો ત્યાગ શું કામ કરત ? ત્યાં દલીલ કે યુક્તિ ન મગાય. પોતે ન તજી શકે તે કમનસીબી માને. એવી શ્રદ્ધા આવે તો અલ્પ જ્ઞાન પણ મહાન થાય અને નાનો ત્યાગ પણ મોટો બને. આજના ઝઘડા સમ્યગ્દર્શનના અભાવના છે આજે ત્યાગ તથા જ્ઞાનની નિર્બળતા શ્રદ્ધાના અભાવે છે. આજના રગડાઝઘડા પણ સમ્યગ્દર્શનના અભાવના છે. બધા જ્ઞાન ચારિત્ર ખટકતાં નથી, પણ દર્શન ખટકે છે. જ્ઞાન. ચારિત્રમાં તો બચાવ કરી શકે. જ્ઞાનમાં ક્ષયોપશમના અભાવનો અને ચારિત્રમાં સામર્થ્યના અભાવનો બચાવ કરે પણ દર્શનમાં શું કહે ? કોઈ સંયમ ન લે તેને નાસ્તિક ન કહેવાય. કેમ કે, ‘તાકાત નથી’ એવો એ બચાવ કરી શકે છે; પણ દર્શન માટે શો બચાવ કરે ? એટલે દર્શન માનવામાં જ મોટી મૂંઝવણ છે. મન, વચન, કાયા એ ત્રણે યોગોના મુખ ઉપર દર્શન તાળું લગાવે છે. ભગવાને શું કહ્યું છે તે સમ્યગ્દષ્ટિએ પહેલું જોવું પડે. ત્રણેય યોગો પર બેડી નાંખનાર પહેલું સમ્યગ્દર્શન છે. માટે તો આજે કહે છે કે, ‘દર્શનના જમાના વયા ગયા.' આવા પ્રલાપો આટલા માટે જ કરનારને કરવા પડે છે. ૪૯૩ સભા ‘શાસ્ત્રમાં તો પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા' એમ જ કહ્યું છે ને ?’ એ જ્ઞાન પણ સમ્યગ્દર્શનપૂર્વકનું. એના વિનાના જ્ઞાનને તો શાસ્ત્ર અજ્ઞાન જ કહે છે.. દર્શન વિના જ્ઞાન ચારિત્રની કિંમત નથી. ઘણો તપ કરે, મહિના મહિનાના ઉપવાસ કરે, અગ્નિમાં પડતું મૂકે. પર્વતની ટોચેથી ઝંપાપાત કરે, એ બધાની કશી કિંમત નથી. કેમ કે, એ બધું તો સંસા૨માં અનાદિકાળથી ચાલુ છે. જેને માટે પ્રાણ આપવા લોકો તૈયાર ન થાય એવી દુનિયામાં કઈ ચીજ છે ? શ્રી જિનેશ્વરદેવના કથનને જ સત્ય ન માને તે શું ન માને એ આશ્ચર્ય. સભા ‘શ્રી જિનેશ્વરદેવને જ માનવા એ પક્ષપાત નહિ ?' ના. અહીં મહાવી૨ને જ માનો એમ નથી કહેતા. જે વીતરાગ હોય, જે રાગ-દ્વેષના વિજેતા હોય, જે અરિહંત હોય, એને માનવાનું કહેવામાં આવે છે. મહાવીર પણ અરિહંત થયા માટે મનાયા. સો ટચનું સોનું સૌ ચોકસી જણાવે. પણ કસોટીના પથ્થરે આવે તો ખરું ને ? સાચી ચાવી હાથમાં આવે તો જ્યાં ત્યાં ડાફોળિયાં મારવાં ન પડે. સભા ‘તમે પણ સર્વજ્ઞ નથી તો સાચો ધર્મ શી રીતે જાણી શકો ?' Page #515 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સર્વજ્ઞના વચનથી સાચો ધર્મ સ્વીકાર્યા વિના સર્વજ્ઞતા આવતી જ નથી. સર્વજ્ઞ બન્યા પછી ધર્મની જરૂ૨ નથી. ધર્મની પરીક્ષા છદ્મસ્થકાળમાં જ છે. એ માટે સાચી ચાવી જોઈએ. વિષયથી આત્માને જે આઘો ખસેડે, કષાયોને જે તજાવે, ગુણ પ્રત્યે રાગ જન્માવે અને મોક્ષમાર્ગની ક્રિયામાં જે અપ્રમત્ત બનાવે, તે જ સાચો ધર્મ. વિષયનો વિરાગ કયો ધર્મ કરાવે ? જે ધર્મના સ્થાપક વીતરાગ હોય, પ્રચારક ગુરુઓ નિગ્રંથ હોય અને જેના સિદ્ધાંત ત્યાગમય હોય, તે ધર્મ વિષયનો વિરાગ કરાવે. જે ધર્મમાં આશ્રવ અને સંવરનો ઝીણવટથી વિચાર કરવામાં આવ્યો હોય, જીવ અને અજીવના વિભાગ સ્પષ્ટ બતાવવામાં આવ્યા હોય, અમુકમાં ઓછા જીવ અને અમુકમાં વધારે જીવ એજેમાં વિચારાયું હોય, જીવો શાથી જન્મે અને મરે એ બધાનો સૂક્ષ્મપણે જ્યાં વિચાર કરવામાં આવ્યો હોય તે ધર્મ વિષયથી વિરાગ પમાડે, કષાયો તજાવે વગેરે કરાવે. ૪૯૪ 1682 સભા ‘આ બધું તો દિગંબર અને સ્થાનકવાસીમાં પણ છે ને ?’ ત્યાં પૂરું નથી. એકે ભગવાનને માન્યા પણ તેમની આકૃતિને ન માની. એટલે કે બાપને માન્યા પણ તેમના ફોટાને ન માન્યો. એક કહે છે કે પુરુષ મોક્ષે જાય અને સ્ત્રી ન જાય. વીતરાગ આવો પક્ષપાત કરે ? નહિ જ. જીવાદિ પદાર્થોના સ્વરૂપમાં પણ એ આગળ નહિ વધે. એકે મૂળ આગમોને જ માન્યા તે પણ પૂરા નહિ, બીજાઓ આગમ માનતા જ નથી. એમણે નવાં ઉપજાવ્યાં. છદ્મસ્થના ઉપજાવેલામાં ગોટાળા હોય. સ્ત્રી કેમ મોક્ષે ન જાય ? : સાચા ધર્મની પરીક્ષામાં મુસીબત નથી. પણ અર્થમની આસક્તિ જતી નથી. પહેલાં એ બધા અર્થકામ અંગેના કામમાંથી પરવાર્યા પછી જ આ, એ ભાવના છે ત્યાં શું થાય ? આ તો એવું જ રાખ્યું છે કે દેવ પણ જે ચમત્કારી હોય તે માનવા, શાસ્ત્ર પણ તે માનવું કે જેમાં પોતાને કાંઈ બાધ ન આવે, આ દશામાં હવે સાચા ધર્મની પરીક્ષા શી રીતે થાય ? સભા ‘સ્ત્રી કેમ મોક્ષે ન જાય ?’ તેઓ કહે છે, એક સૂતરનો તંતુ પણ અડે તો કેવળજ્ઞાન અટકી જાય. સ્ત્રીથી નગ્ન રહેવાય નહિ, તેથી સાધ્વી થવાય નહિ; એટલે મોક્ષે જવાય નહિ. સૂતરના તંતુથી કેવળજ્ઞાન ઊંડી જવાની ત્યાં માન્યતા છે. જેમ પાટણમાં ઠરાવ થયો તે જોયો ને ? એક માણસને દીક્ષા અપાય એટલે બધા સાધુપણામાંથી ઊડી જાય તેમ. આ કેવો ઠરાવ ? એક માણસ ઉન્માર્ગે ચઢ્યો એટલે એ આવી ભૂલો Page #516 -------------------------------------------------------------------------- ________________ 1683 - ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૪૯૫ કેમ કરે છે એ ન પુછાય. નિસરણીના એક પગથિયેથી પગ ખસ્યો. તે ગબડીને નીચે જ આવવાનો. એ મોટા ભાગે નીચે પટકાય નહિ ત્યાં સુધી અટકે નહિ. એ લોકોના ઠરાવનો ભંગ ડગલે ને પગલે થવાનો. એવા ઠરાવોની કિંમત નથી. એમને જ પોતાના શબ્દોની કિંમત નથી. જૈનશાસનના શબ્દપ્રયોગો સાચા સાબિત થાય તેવા છે. દરેકને મગજમાં ઊતરી જાય તેવા છે. જિનેશ્વરદેવની આજ્ઞા ન માનનારને શાસ્ત્ર હાડકાંનો ઢગલો કહ્યો તે સાબિત કરી શકાય એમ છે. ફરજિયાત અમલમાં મૂકવો પડે તે કાયદો : ડાહ્યા માણસો એવા ઠરાવો કરે કે જે વાંચનારને બરાબર જ લાગે. કોઈ માને કે ન માને પણ અનાયાસે એનો અમલ થાય. ગવર્નમેન્ટે કાયદા ઘડનારી કમિટી (ધારાસભા) રાખી છે. એમાં પસાર થાય ત્યારે કાયદો બને. એ કાયદાથી મહેનત કરે તોય છટકી ન શકે. એને કાયદાને તાબે થવું જ પડે. કાયદો એ જાળ છે, એની ચુંગાલમાંથી કોઈ ખસી શકે નહિ. નાનું બચ્ચું પણ જેનું ઉલ્લંઘન કરે એ કાયદો નથી. ફરજિયાત અમલમાં મૂકવો પડે એ કાયદો. વિતરાગ શાસનને માનનારાના ઠરાવ એવા હોય કે મને કે કમને બંધનરૂપ થાય જ. સાધુપણાના આચાર જ એવા કે એમાંથી જરા ખસે અને પછી એ ડોળ કરવા માંગે તો પણ લોકમાં નભે નહિ. રેલમાં બેસનારા પોતાને મુનિશ્રી તથા ધર્મોપદેશક લખાવે પણ જૈન સાધુના આચાર લોકમાં એવા રૂઢ છે કે પેલાને જોઈને જૈનેતર પણ એને પતિત કહે. અત્યાર સુધી સંઘ બહાર મુકાયા તે આવાં જ કારણોથી. એવાઓએ ઘણાંયે ફાંફાં માર્યા. પણ એમના કપાળમાંથી સંઘ બહારની છાપ ન ગઈ. એ નિયમને અનુસરતો કાયદો હતો. ઠરાવની ભૂમિકા જ ખોટી છેઃ આ લોકોના ઠરાવની ભૂમિકા વાંચો. એ લખે છે કે, “અમે કરેલો કાયદો ગર્વભરી રીતે તોડી અમારા ગામમાં, અમારામાં કુસંપ કરાવ્યો માટે એવી ક્લેશકારી પ્રવૃત્તિવાળા સાધુ તરીકે રહી શકતા નથી, માટે એમને સાધુ ન માનવા !” “જિનેશ્વરનો કાયદો” એમ લખાય ત્યાં તો વિચાર કરવો પડે પણ અમારો કાયદો' એ શબ્દ લખે છે ત્યાં જ એમની વાત ઊડી જાય છે. સાધુઓએ કાંઈ એમની સત્તા સ્વીકારી નથી. એમને પોતાના ઉપરી તરીકે માન્યા નથી. એમની સાથે કોઈ લેવડદેવડનો વ્યવહાર રાખ્યો નથી. “સાહેબજી ! કૃપા કરો ! બાપજી ! લાભ દેવા પધારો !” એમ કહો, ત્યારે મુનિ વહોરવા આવે છે. આપવાનું તમારે છતાં લાભ દેવાનું મુનિને કહો છો. જૈનશાસનની ખૂબી એ છે Page #517 -------------------------------------------------------------------------- ________________ 1684 ૪૯૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કે ત્યાં એક પણ બંધન કોઈનું નડતું નથી. લખે છે કે, ‘અમારો કાયદો સાધુએ ગર્વભરી રીતે તોડવાથી અમારામાં કુસંપ થયો.’ સભાઃ ‘એ તો સૂચવે છે કે એમનામાં પણ ફૂટ છે !' તે છે જ. આનો અર્થ તો એ થયો કે એમનો કાયદો એમનામાં પણ બધાને માન્ય નથી. સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને કે તમારી ? એમણે પ્રતિજ્ઞા કોની આજ્ઞા માનવાની લીધેલી ? સભા ‘કેટલાક એમની આજ્ઞાને પણ માને છે.’ એવાને ૨દબાતલ થયેલા સમજવા. જે સાધુએ વાણિયાની સત્તા સ્વીકારી તેમને માટે એ વાણિયાઓ પરસ્પરમાં વાતો કરતાં શું કહે છે એ જાણો છો ? વાત વાતમાં કોઈ એમ કહે કે, ‘વાત બધી ખરી પણ મહારાજ માનશે ?’ એટલે તરત બીજો કહે કે, ‘એ ચિંતા ન કરો ! મહારાજ કોના ! એ તો આમ ચપટી વગાડતાં મનાવી લઈશ.’ જ્યાં હાથ જોડીને ઊભા રહે, એ સ્થિતિ હોય ત્યાં આવી પામરતા આવે છે. એવા સાધુઓ પાટે બેસે તો પણ એમની કિંમત ફૂટી કોડીની નથી. કેમ કે એ વેચાણ થઈ ગયેલા હોય છે. શ્રી જિનેશ્વરદેવનું આગમ એ વાંચી શકે તેમ નથી. એ કદી પાનાં ન જુએ પણ સામાનાં મોં જોઈને તેમને રૂચે એવું જ વાંચે. એમની દશા કફોડી છે. વાણિયા મહારાજને સમજાવે ? એવા સાધુઓ ભલે સાધુવેષમાં હોય, પણ’એમની સ્થિતિ નાટકિયા જેવી છે. નાટકિયો રાજા બને, પાઠ આબેહૂબ ભજવે. પણ મનમાં બરાબર સમજે કે પોતે પચાસનો પગારદાર ભવૈયો છે. સાચા સાધુની તો એ છાપ હોય કે કોઈ શ્રાવકને કોઈ બીજો શ્રાવક મહારાજને સમજાવવાનું કહે તો એ કહી દે કે, ‘હું એમને સમજાવનાર કોણ ? હું તો સેવક, ને એ ગુરુ, હું તો એમને વિનંતી કરું. એ કૃપાળુને યોગ્ય લાગે, આગમને બાધક ન હોય અને ત્યારે સ્વીકારે તો ભલે, બાકી મારી વાત એ માની જ લે એ વાત ખોટી. હું એમની પાસે બેસું છું એ વાત ખરી પણ તે એમની સેવા કરવા માટે, મારી વાત સમજાવવા માટે નહિ. સમજવાનું તો મારે જ એમની પાસે હોય. વાણિયો મહારાજને સમજાવે ? સભાઃ “ઘરકા બમ્મન બેલ બરાબર', એમ કહેવાય છે ને ?’ w એ દુનિયાના વહેવારમાં ભલે કહેવાતું હોય, અહીં એ ન ચાલે. વળી સાધુની ભાષા પણ એવી હોય કે જેમાં દોષ ન લાગે..કરણીય કરે ખરા પણ ‘કરીશ’ એમ ન કહે. ગોચરી સાથે આવે પણ ‘આવીશ' એમ ન કહે. કહે તો Page #518 -------------------------------------------------------------------------- ________________ 1685 –– ૩૨ - શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 - ૪૯૭ વર્તમાન જોગ” જ. મુંબઈ આવવા માટે વિહાર કરે તો પણ કહે તો ક્ષેત્રસ્પર્શના' જ. ઉપર તમે આવ્યા હો ને હું તમને કહી દઉં કે “અમુક વાત હું વ્યાખ્યાનમાં કહીશ” પણ પછી સભામાં જૈનેતરો આવ્યા હોય તો એ વાત ન પણ કહેવાય તેમ હોય તો ? માટે સાધુ નિશ્ચયાત્મક ભાષા ન બોલે. સાધુ વિચારપૂર્વક જ બોલેઃ ઇતર પાસે જૈનોની હલકાઈ થાય એવું એ અજ્ઞાનો ભલે બોલે પણ સાધુ તો વિચારીને જ બોલે. એમણે તો ઊંધી જ કાર્યવાહી હાથ ધરી છે. તમે જ્યારે ગાયું કે - અમે કરવાના, કરવાના, કરવાના, શાસનની સેવા કરવાના.” ત્યારે એમણે ગાયું કે – નહિ કરવાના, નહિ કરવાના, શાસનસેવા નહિ કરવાના.' પણ વિચારો કે સેવા નહિ કરવાથી નુકસાન કોને જશે ? આ તો એવો ન્યાય થયો કે દુશ્મન કમાયો માટે પોતે ગુમાવવું. આ તે કેવી મૂર્ખાઈ ? કોઈ ચાર ડાહ્યા હોય તો એમને કહે કે, “ભલા ભાઈ ! આ શું કરો છો ?' યંગ મેન્સ જૈન સોસાયટીના પ્રમુખે કહ્યું કે, “અમીચંદ જૈન ન હતો, નાનકપંથી હતો અને એને માટે કોઈ પુસ્તકનું પ્રમાણ આપ્યું. છતાં પેલા લોકો કહે છે કે, “ના, એ જૈન હતો.” પ્રમુખ જૈન પરનું કલંક ટાળે છે ત્યારે એ લોકો એને જૈન કહીને કલંક સાચું ઠરાવવા પ્રયત્ન કરે છે. આમાં શી મહત્તા સમજતા હશે ? દૃષ્ટિ ફરી ગઈ છે એનું એ પરિણામ છે. એટલે હવે એવો પણ વખત આવે કે તમે ભગવાન મહાવીરને દેવ કહો તો એ લોકો એમને કુદેવ કહીને ઊભા રહેશે. વિચારો તો એ વખત પણ આવી લાગ્યો છે એમ જણાશે. સંઘ - શબ્દ તો એમણે પકડ્યો પણ સંઘ કોને કહેવાય એનું એમને જ્ઞાન નથી. જો એ - લોકો પોતાને સંઘ તરીકે પુરવાર કરતા હોય તો આજે આપણે પણ લબ્ધિસૂરિજીનો બોયકોટ કરીએ. પણ આવી ચેલેંજ આપવી પણ કોને ? જામનગરવાળાએ જેટલા શબ્દ લખ્યા એટલા જ એમણે લખ્યા. આટલી તો એમનામાં બુદ્ધિ છે. કાયદાબાજ એક ને એક, કાયદો ઘડે તો પણ શબ્દરચના જુદી આવે. આ તો એ જ શબ્દો કે, “સાધુ છે નહિ અને માનવા નહિ.” આ “છે નહિ અને માનવા નહિ' એમ કહેવું એ ભયંકર છે. વેપારી આડતિયા વગેરે સામસામે હિસાબ કરવા બેસે ત્યારે રકમોના વાંધા પડે તો ચોપડા જોઈને વાતો કરે, બીજી ત્રીજી અનેક વાતો કરે, હસ્તે કોણ હતો ? બોલાવો એને, વાઉચર Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1686 ક્યાં છે ? આવા બધા બખાળા કાઢે પણ એકબીજાને કે એકબીજાના ચોપડાને કોઈ જુઠ્ઠા ન કહે. સાધુ કાયદા કોના માને? જામનગરે ઠરાવ કર્યો કે, સાગરજી મ.ને સાધુ ન માનવા અને સુરત એમને આમંત્રણ આપ્યું તો હવે જામનગરના ઠરાવની કિંમત શું ગણવી ? સભાઃ “એક કોડીની પણ નહિ.” .. એ રીતે આ લોકો પણ કહે છે કે, “અમારો કાયદો તોડ્યો. તેથી અમારામાં કુસંપ થવાથી એમને (લબ્ધિસૂરિજી મહારાજને) સાધુ ન માનવા... હવે એમનો કાયદો કોઈ તોડે તેથી એમનામાં કુસંપ શા માટે થાય ? એમને પૂછો કે, તમારા કાયદા માનવા સાધુઓ કાંઈ બધાયેલા છે ? સાધુ તમારા તો ગુરુ છે, શિષ્ય તો ભગવાન મહાવીરદેવના છે. એ વિહાર કરે તે ભગવાનની આજ્ઞા મુજબ; તમારી આજ્ઞા મુજબ નહિ. ચોમાસુ લાવવા માટે તમે એમને વિનંતી કરો છો, આજ્ઞા નથી કરતા. ગામમાં પધારવા માટે વિનંતી તમે એમને કરો છો. પણ પોતાને ગામમાં રાખવા માટે એ તમને વિનંતી કરવા નથી આવતા. સાધુ વિહારની તૈયારી કરે તો “રહો સાહેબ !” એમ વિનંતીપૂર્વક તમે કહો છો. પણ “બેસી જાઓ, નહિ જવાય” એમ કહો છો ખરા! આ પદ્ધતિથી તમે જગતને એ તો ખાતરી કરાવી આપી છે કે એ તમારા ગુરુ છે. તમારા એ ગુરુ જ અને શિષ્ય તો એ ભગવાન મહાવીર દેવના છે. તેથી સાધુ કાયદા ભગવાન મહાવીર દેવના અને તેમના આગમના માને પણ તમારા તો કદી ન માને. શ્રાવક પણ તે જ કે જે આગમને માને. . ચડવું પડવું કર્માધીન છે? પોતાના ઘડેલા કાયદામાં પોતે જ અંદર અંદર લડે એમાં સાધુને શું ? સાધુને તો એ કામ છે કે જે કોઈ દીક્ષા લેવા આવે ત્યારે ત્યાં ગામ હોય, શ્રાવકો હોય અને તેઓ મહોત્સવ કરતા હોય તો તે રીતે દીક્ષા આપે; જંગલમાં આવે તો ઝાડ નીચે પણ દીક્ષા આપે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે દીક્ષા લેનારની ભાવના વધી ગઈ અને ગુરુ દૂર હોય તો પોતે જાતે પણ વેષ પહેરી લે અને પછી ગુરુ પાસે જઈને દીક્ષા લે. દીક્ષા લેનાર કાંઈ બધાને પૂછવા બંધાયેલો નથી. બધા કાંઈ એના કાકા-મામાં થતા નથી. વેપારમાં પણ સલાહ કોઈ અનુભવીની લેવાય. બધાની ન લેવાય. આત્મકલ્યાણના માર્ગ માટે કાંઈ એવો કાયદો નથી કે ઘણાની સલાહ Page #520 -------------------------------------------------------------------------- ________________ 1887 – ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૪૯૯ લેનાર ન જ પડે. જમાલી ભગવાનના ભાણેજ, ભગવાનના જમાઈ, દીક્ષા મહોત્સવ અનુપમ, દીક્ષાદાતા ભગવાન પોતે, સ્થળ રાજગૃહી નગરીનું ઉદ્યાન, આ બધું છતાં પડ્યા ને ? ચડવું પડવું કર્માધીન છે. પડતાં પૂછવું નહિ અને ચડતાં બધાને પૂછવું જ પડે એ ક્યાંનો કાયદો ? ચાર જણા ના પાડે. તેથી ચડવાનું માંડી વાળે અને જિંદગી બરબાદ થાય એની જોખમદારી કોના ઉપર ? પૂછડ્યા વિના દીક્ષા લેવાય જ નહિ, એવો નિયમ નથીઃ જંબુકુમારે દેશના સાંભળી, વૈરાગ્ય થયો અને માતા-પિતાને પૂછવા આવે છે. નગરના દરવાજે આવતાં પરચક્રને જોઈને વિચાર થાય છે કે કદાચ શસ્ત્ર વાગે ને અવિરતિપણામાં જ મૃત્યુ થઈ જાય તો ? એટલે તરત પોતે પાછા ફરી ચોથું વ્રત લઈને આવે છે. કહો ! હવે બાકી શું રાખ્યું ? માત્ર ઔપચારિક રીતે પૂછવાનું. પૂછયા વિના લેવાય નહિ એવો નિયમ બાંધીએ તો તો મરતાં પણ નિયમ કરવાના બંધ થશે. ત્યાંય પૂછવા માટે થોભવું પડશે. આજની લડત સમ્યગ્દર્શનના અભાવની છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન ચારિત્રની કિંમત નથી. માર્ગાનુસારી એક દિવસનો મુનિ પણ મહર્ષિ ગણાય છે અને માર્ગથી પતિત હજાર વર્ષનો મુનિ નકામો. “અમુક સાધુ નથી” એમ કહેનારા તો પોતાની જાતને જ ખુલ્લી કરે છે. ઉંમર લાયકને રજા વિના દીક્ષા વિહિત ન હોત, નાના બાળકને અપાતી દીક્ષા અનુચિત હોત, તો એ આ પ્રમાણે ખુલ્લી રીતે થાત જ નહિ. એના વરઘોડા ચઢત જ નહિ. આજે એમને પણ કહેવું પડે છે કે “આવી દીક્ષામાં “ના' કોણે કહી ?” સમકિતીને સંયમ હીરાથી પણ અધિક લાગે ઃ હવે આવી દીક્ષામાં જો “ના” નહિ તો સિદ્ધ થાય છે કે જેમ સોળ વર્ષનાને દીક્ષા અપાય તો આઠ વર્ષનાને પણ અપાય. બહુ સમજદાર તો કહે કે ગર્ભના નવ માસ ભેગા ગણી સાત વર્ષનાને પણ અપાય. એથી આગળ વધે તો ત્યાં સુધી શાસ્ત્ર કહે છે કે, માતા-પિતા દીક્ષા લેતાં હોય, બાળકને કોઈ રાખનાર ન હોય અને બાળકને પિતા સાથે રહેવું હોય તો પાંચ વર્ષનાને પણ દીક્ષા અપાય. આવું શા માટે ? તો કહે છે કે, સંયમ વિનાનો એક પણ દિવસ જાય તે ભયંકર છે. તમને તો કશો ભય નથી. પણ સંયમ વિનાનો એક પણ દિવસ સમ્યગદષ્ટિને કારમો લાગે. પશ્ચાત્તાપથી એનું હૃદય બળ્યા કરે. સામાયિક, પૌષધાદિ ક્રિયા તે એટલા જ માટે કરે. સર્વવિરતિ પ્રત્યે વેગપૂર્વક ચાલે તે દેશવિરતિ. પક્ષાઘાત થયો હોય ને હીરો દૂરથી જુએ તો મનમાં થાય કે ક્યારે કોઈ આવે ને ઉપડાવી લઉં. ચોથા ગુણસ્થાનકે આ દશા છે. કેંકના Page #521 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 19 તો હીરો ભાળીને પક્ષાઘાત મટી ગયા. અકડાયેલો હાથ એવો લાંબો થઈ જાય કે પક્ષાઘાત ભુલાઈ જાય ને દઈ જતું રહે. મનનો ઉલ્લાસ એ કામ કરે છે. ઇષ્ટ વસ્તુને જોતાં જ એવો ઉલ્લાસ જાગે છે. સમ્યગુદૃષ્ટિને સંયમની કિંમત હીરાથી પણ અધિક છે. ખોટાને ગુસ્સો ન આવે? સમ્યગુદૃષ્ટિને તો થાય કે સમજે તે દીક્ષા કેમ ન લે ? લે તો એને કેમ રોકાય ? વ્યાખ્યાન સાંભળતાં વૈરાગ્ય થાય અને ઓધો ઉપાડી લે એવા દીકરાના સમાચાર સાંભળી સમ્યગુદૃષ્ટિ બાપ ખુશી થાય. આજે તો ઉલ્લાસની ખામીની પંચાત છે. સમ્યગુદૃષ્ટિના વિચાર તીવ્ર હોય. આજે તો મૂચ્છિત જેવી દશા છે. કૃપણને ગમે તેવું સંભળાવો તોય ગુસ્સો ન આવે, એ તો બધી વાતને હસી જ કાઢે. દાતારને તો જરા સંભળાવો કે આંખ લાલ કરી પૈસા આપી દે. ખોટાને ગુસ્સો ન આવે. લુચ્ચા પણ દેખાવ શાણાનો કરે. દુર્જનની શાંતિ સજ્જનની શાંતિને ટપે એવી હોય છે. દુર્જનની મધુરતા સજ્જનની મધુરતાને ટપે એવી હોય છે. નીતિકારને પણ કહેવું પડ્યું કે, સજ્જનની જીભમાં કટુતા છે, પણ હૃદયમાં એટલી જ મધુરતા હોય છે. જ્યારે દુર્જનની જીભમાં મધુરતા છે અને હૃદયમાં ઝેર ભર્યું હોય છે. આ કસોટી છે. ઓરમાનમાં કદી બાળકની છાતી પર પગ મૂકી દવા નહિ પાય; - એ તો સગી મા જ પાય. ઓરમાન માના હૃદયમાં એ ઉમળકો આવે જ નહિ. સગી મા પણ દીકરાનું ઓપરેશન હોય તો તેને ડૉક્ટરને સોંપે છે. ઓપરેશન કરનાર ડૉક્ટર એ મા-બાપને પણ બહાર કાઢે છે. કેમ કે એ ખોટા મોહમાં ફસાયેલ છે. એ જ રીતે ખોટા મોહમાં ફસાયેલાં માં-બાપથી સાધુઓ પણ દીક્ષારૂપી ઓપરેશનનું કામ છૂપી રીતે કરે. સભાઃ “મા-બાપનો પ્રેમ એ ખોટો મોહ છે ?” હા ! સ્વાર્થી પ્રેમ ! પાંગળા દીકરાને મા-બાપ કેવી રીતે પાળે ? એક રૂપાળો અને એક કદરૂપો હોય તો પ્રેમમાં ભેદ પડે કે નહિ ? એક કમાઉ હોય ને બીજો ગમાર હોય તો દૂધની વહેંચણીમાં ફેર પડી જાય. કમાઉના બે ભાગ ને ગમારનો એક ભાગ. પરમાર્થી પ્રેમ તો સમ્યગ્દષ્ટિ મા-બાપનો હોય. એ માબાપની માન્યતા જુદી. મોહમાં ફસેલાં મા-બાપથી તો દીક્ષાર્થી દીકરાને ભાગીને છૂપાઈને દીક્ષા લેવી પડે છે. ત્યાં છોકરો છુપાય છે, સાધુ છૂપાવતા નથી. સાધુ માટે છુપાવવાનું કહેનારા ગમાર લોકો છે. છુપાવ્યા છુપાવાતા હોત તો એકને પણ ન છોડત. અમે છુપાવીએ ને એ બૂમ મારે તો ? પઢાવીને બહાર મોકલવ Page #522 -------------------------------------------------------------------------- ________________ 1889 –– ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૫૦૧ હોય તો વાત જુદી, પણ રાખવા છે તો પાસે જ. ઇચ્છા વિના આ ઓઘો કોઈને અપાતો નથી. ભાવના વિના દીક્ષા કોઈને દેવાતી નથી. પકડીને પાઈ દેવાય તેવી આ દવા નથી. શાસ્ત્રમાં કહેલી વાતો ઘસી ઘસીને પાઈએ, વૈરાગ્ય પેદા કરાવીએ, ત્યારે હજારમાંથી કોઈ એકાદ બે તૈયાર થાય. આને ભોળવણી કહો, શિખવણી કહો, ભભૂતિ કહો, જે કહેવું હોય તે કહો, તે કબૂલ છે. એવી શિખવણી તો તમે પણ આપો છો. પતાસા બદલે કલ્લી ન કાઢી અપાય એવી શિખામણ તમે નથી આપતા ?. અમે પણ દીક્ષા લેનારને કહીએ કે તારાં ઘેલાં મા-બાપ આવે છે, એ માથું પણ ફોડશે, પણ સાવધ રહેજે. આ બરાબર ને ? અટવીમાં લૂંટારાને જોઈને તમે પણ નાસી છૂટવાની સલાહ આપો છો; એ રીતે અમે પણ એવાથી નાસવાની સલાહ આપીએ. કોઈ એમ કહે કે, “સંયમની ભાવના બહુ તીવ્ર છે, પણ મા-બાપ અત્યંત ક્રૂર છે' તો એનાથી બચવા માટે ભાગી છૂટવાની સલાહ અમે આપીએ. વ્યવહારમાં જેટલી શિખામણ તમે આપો એટલી જ અમે આપીએ. તમે સંસારમાં ફસાવાની સલાહ આપો, અમે સંસારમાંથી નીકળવાની સલાહ આપીએ. તમે પાપી બનો છો, અમે પુણ્યવાન બનીએ છીએ; તમને પાપ લાગે છે, અમને પુણ્ય બંધાય છે, તમને કર્મ બંધાય છે, અમારાં કર્મ છૂટે છે, તમારી કિંમત નથી, અમારી કિંમત છે. આ વ્યાખ્યાનશાળા રૂપી ગુફામાં એવા સેંકડો હેતુરૂપી ધાતુઓ છે. જેને કોઈ તોડી શકે નહિ. ' સભાઃ “આવેલાને છુપાવાય ખરો ?' શરણાગતને શરણ અપાય. હલ્લ વિહલ્લ ચેડા રાજાને શરણે ગયા. તેમણે શરણ આપ્યું. કોણીકથી એમનું અપહરણ કર્યાનો દાવો ન કરાય. તમારા ઘરસંસારના ત્રાસથી ભાગીને આવનારને અમે શરણ આપીએ, પણ ત્યાં વાલની વીંટી પણ કાઢીને આવે તો. ચોરને અમે શરણ ન આપીએ. અત્યારે તો કાંઈ નથી. પણ મૂળચંદજી મહારાજના સમયમાં તેમણે બે-ચાર ગામ એવાં રાખ્યાં હતાં કે જ્યાં તેઓ દીક્ષા આપતા હતા. ત્યાંનો સંઘ એવો મજબૂત કે રાજની પોલીસને પણ એ ગામમાં પેસવા ન દે. અમલદારો પણ ત્યાં હાથ ખંખેરતા. બહુ લૂંટારા વસતા હોય ત્યારે આમ જ કરવું પડે. સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારા છે. એ આજ્ઞાને આઘી મૂકનારા સાધુ નથી. જેમની પાસે કોઈ સત્તા નથી, જેમને કાયદાનું જ્ઞાન નથી, જેમને ઠરાવ કરતાં આવડતા નથી, એવા સત્તા વગરના માણસોના ઠરાવની કિંમત નથી. એમની સભા એમના સર્કલ પૂરતી, જે બાજુનો વાયરો વાય તે બાજુ ફરે એવી. જેમણે Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 160 ભગવાનને આઘા મૂક્યા, ભગવાનના સિદ્ધાંતોને આઘા મૂક્યા, ભગવાનના આગમને આઘા મૂક્યા, તેમના ઠરાવોની કશી જ કિંમત નથી. શાસ્ત્રો ગુરુની નિશ્રાએ વાંચવાનાં છેઃ કુયુક્તિઓનો નાશ કરવાથી શ્રુતરનો દીપે છે. કેવળજ્ઞાની પણ શ્રતની નિશ્રા વિના દેશના દઈ શકતા નથી. એક વાત સમજાવવા હજારો યુક્તિઓનો ઉપયોગ કરવો પડે. યુક્તિઓના ઉપયોગ વિના માત્ર પાનાં. વાંચી જવાથી શ્રુતરનો દીપ્તિમાન ન થાય. ઘસાયા પછી વેચવા લાયક બને છે. સુયુક્તિ કરતાં કુયુક્તિની સંખ્યા વધારે પણ જોર વધારે નહિ. ડાહ્યા થોડા, ગાંડા ઘણા પણ વર્ચસ્વ ડાહ્યાનું હોય. માણસ થોડા અને ઢોર ઘણાં પણ સત્તા માણસ ભોગવે. લાખ યુક્તિઓની સામે એક સુયુક્તિ બસ છે. એક મરણિયો સોને - ભારે. હાથી થોડા, ટોળાં ગધેડાનાં જ હોય. કુયુક્તિ વધારે જ હોય એ શાશ્વત નિયમ. સુયુક્તિ સામે કુયુક્તિ ઢગલાબંધ હોવાથી તે શાસ્ત્રોનું મંથન કરવું પડ્યું. ષડ્રદર્શન જાણે તે જિનદર્શન જાણે અને સાચું સમ્યકત્વ ત્યારે જ આર્વે. સભાઃ “શ્રાવક પણ પદર્શન વાંચે ?' ગુરુની નિશ્રાએ બધું વાંચી શકે. બાકી બધા સ્વયં ડાહ્યા થાય તો મોકાણ મંડાય. ડાહ્યા તો થોડા હોય. બીજા તો નિશ્રાએ ચાલનારા હોય. ઘરમાં બધા ડાહ્યા થાય તો ઘર ન ચાલે. કંપનીમાં પણ જેનું રોકાણ મોટું તેની વાત પર બધાએ ધ્યાન આપવું પડે, ભલે વોટ બધાના હોય. એ જ રીતે ગીતાર્થ એક અને નિશ્રામાં ચાલનાર બધા. બધા જ શ્રીમંત થઈ જાય તો ગાડીમાં બેસે કોણ અને ગાડી ચલાવે કોણ ? માટે ગુરુની નિશ્રાએ શાસ્ત્રો વાંચવાનાં છે. યુક્તિ સામે કુયુક્તિઓ ઘણી રહેવાની. સો વિકલ્પો ઊઠે, પણ આગમના એક પાનાથી એ બધા ટળી જાય. એ આગમના લખનારા જો આજે હાજર હોત તો ઓછપ શી રહેત ? સેંકડો શંકાઓ જ્યારે તેમના લખાણથી ટળે છે તો જાતે હોત તો ? એક જૈનદર્શનની પાછળ કુદર્શન કેટલાં ? અનંતા નય એની સામે ઊભા છે. અનંતા વિરોધની સામે એ ટકે છે. જમાલી જેવા પણ ભગવાનની સામે થયા ત્યાં કર્મની વિચિત્રતા છે. દરેક કાળમાં કુયુક્તિઓનું સામ્રાજ્ય જ રહે છે. આજના શ્રીમંતોની દશા કેવી છે ?? જગતના જીવોને વિષયવાસનાથી વિરાગ પમાડવો છે. વિષયમાં રહેલાને જ વિરાગી બનાવવા છે. વિષયની સામગ્રી વચ્ચે જન્મ્યા એ જ વિરાગ પામ્યા છે. આ મુંબઈમાં સાધુ કેટલા? ગણ્યાગાંઠ્યા જ ને ? અને મોટર બંગલાવાળા Page #524 -------------------------------------------------------------------------- ________________ 1691 - ૩૨ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 - ૫૦૩ કેટલા ? હવે એ સાધુ વિચારે કે, “આ બધા મોટર બંગલાવાળા આગળ સંસારની અસારતાની વાત ક્યાં કરવી ?” એક સાચો ત્યાગી હજારો બંગલાવાળાને સંસારની અસારતા કબૂલાવે છે. મોઢે ન કબૂલે તો હૈયામાં કબૂલે. હૈયામાં પણ તરત ન કબૂલે તો આપત્કાળે પણ સાધુને સંભારીને કબૂલે. એ શ્રીમંતોની સ્થિતિ જોવી હોય તો મોડી રાત્રે આમતેમ પાસાં ફેરવતા હોય ને લવારો કરતા હોય ત્યારે સાંભળવું. એ બબડે છે કે લોક મને બે કરોડનો આસામી કહે છે. પણ અહીં તો તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે. આજનો શ્રીમંત પોતાની સ્થિતિ જેવી છે તેવી જાહેરમાં મૂકે તો સાંજે દેવાળું આવે. એમાં અપવાદ હોય તે જુદી વાત. પૂર્વના શ્રીમાનોને શ્રીમંતાઈની પરવા ન હતી. મળેલી શ્રીમંતાઈ પાછળ એ ઘેલા ન હતા. પુણ્યથી મળેલી સામગ્રીનો એ ભોગ કરતા હતા. આજનો શ્રીમંત ભોગ કરી શકતો નથી, પણ લક્ષ્મીની સેવા કરે છે. પૂર્વના શ્રીમાનો જિનમંદિરે પૂજા કરવા અને ઉપાશ્રયે ધર્મક્રિયા કરવા ઠાઠથી દાન દેતાં દેતાં જતા હતા. જ્યારે આજના શ્રીમાનોની દશા વિચિત્ર છે. આજના શ્રીમાનને તો ખાવામાંય શાંતિ નથી અને રહેવામાંય શાંતિ નથી. સવારે ઊઠતાં જ ધમાલ શરૂ થઈ જાય. નોકર કપડાં પહેરાવે, ડ્રાઇવર મોટર હાજર રાખે, જેમ તેમ તૈયાર થઈ મોટર ભગાવે ત્યારે નોકરનેય ખબર ન હોય કે ઘરની સ્ત્રીનેય ખબર ન હોય કે શેઠ ક્યારે પાછા આવશે ! ચાલતી મોટરે તાર આવે તો અધવચ્ચેથી મોટર પાછી વાળે, એવી દશા છે. આ બધું શાથી ? અહિતકર તો ન જ બોલાયઃ આજે શાંતિનો દેખાવ કરનારા મોટા ભાગે બનાવટી છે, સાચાઓ એવી શાંતિ નથી દેખાડી શકતા. શાસ્ત્ર કહ્યું કે, સત્ય પણ મિત, હિત અને પ્રિય હોય એવું બોલવું. આ રીતે સત્યને ત્રણ વિશેષણ લગાડ્યાં. તેમાં મિતને બદલે ઘણું બોલાય તો હજી નભે, પ્રિયને બદલે અપ્રિય બોલાય તોય ચાલે અને અવસરે સત્યને બદલે અસત્ય પણ બોલવું પડે, પણ અહિતકર તો ન જ બોલાય. લોકપ્રિય બનવું જંરૂર પણ લોકનું સત્યાનાશ વળે તેવું ન કરવું. બધા વિદ્યાર્થીને હોશિયારીનો ચાંદ ગમે, પણ શિક્ષક કાંઈ બધાને એ ચાંદ ન આપે. શિક્ષકને પણ બધા વિદ્યાર્થીઓની ચાહના તો ગમે, બધાના તરફથી માનપત્રની ઇચ્છા તો હોય, પણ તેથી કાંઈ એ ઠોઠને હોશિયાર ન કહે. થોડાને બદલે ઘણું કહેવામાં વાંધો નહિ, મીઠું બોલવાને બદલે કડવું બોલવામાં પણ વાંધો નહિ. રોગ ઘટાડે તે કડવું છતાં મીઠું જ કહેવાય. ગળી મીઠાઈ પણ ખાટાં તીખાં વગર ગળે ન ઊતરે. જમવા બોલાવે ને એકલી મીઠાઈ જ પીરસે તો જમનારા ગાળો દે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 192 એકલી મીઠાઈ પાચન પણ ન થાય. તમને સારા જ કહ્યા કરું તો એમાં તમારું શું વળે ? તમને માત્ર સારા જ કહેનારા તો તમારો ઘાત કરનારા છે. ઠોઠ પુત્રને પણ હોશિયાર કહેનાર મા-બાપ એને મરતાં સુધી ઠોઠ જ રાખનાર છે. ચોર દીકરાની પણ પીઠ થાબડનાર મા-બાપ એક દહાડો એના પગમાં બેડી નંખાવનાર છે. એવા બાપ કરતાં તો હાથકડી પહેરાવનાર પોલીસ સારી કે જેથી પેલો ચોરી કરતો તો અટકે ! તમને સારા કઈ રીતે કહેવાય ? વિષયના કીડાને સારા કહેવા એ સાધુનું કામ નથી. એને ખોટા જ કહેવાય. તમને સારા કહેવા હોય તો શ્રી જિનેશ્વરદેવે કહેલી ક્રિયાને આગળ ધરીને કહેવાય કે, આ ભાઈ નિત્ય જિનપૂજન કરે છે માટે સારા છે. એકલા સારા કહે તો મારી નાંખે. કોરી પ્રશંસાથી ઉદય ન થાય? • શ્રીસંઘરૂપ મેરૂની જીવદયારૂપ કંદરામાં મુનિરૂપી સિંહો ફરતા હોવાથી કુવાદીઓરૂપી શિયાળિયાંઓ ત્યાં ન ફરકે. વ્યાખ્યાનશાળારૂપ ગુફાઓમાં મુનિસિંહો જ રહે. શિયાળિયાંઓ ત્યાં રહે તો તોં ઉત્તમ ધાતુઓ પર મળમૂત્ર કરીને બગાડે. એવાઓ પાટે બેસે તો સંસારને પણ સારો કહી દે. આજનો શ્રોતા વર્ગ તો “હાજીહાકરનારો છે.. આજે એવી પણ તૈયારી નથી કે શાસનસેવા માટે ફાળો આપવા કોઈ સામેથી પૂછતા આવે. તમે અહીં ઘરના કે બહારના ? એકલી પ્રશંસા તો બહારના કરે કે જેને કાંઈ અડતું આભડતું ન હોય. એકલી કોરી પ્રશંસા કરનારાથી ઉદય ન થાય. જમણમાં બહારના જમવા આવનારા તો બધા બહુ સારું બહુ સારું' કરે. પણ તિજોરીની ફીકર તો ઘરનાને હોય. જમાડનાર બીજે દિવસે ભિખારી બને તો પેલા વખાણ કરનારા પાછી એની નિંદા કરે. આજે ધર્મસંસ્થાનાં ખાતાંઓ કેટલાં સદાય છે એની ચિંતા કોણ કરે છે ? જે ઘરના હોય એને ચિંતા થાય. દરેક માણસ યથાશક્તિ સહાય કરી શકે. પચાસના પગારદારને શેઠ પાંચ ઘટાડે તો કબૂલ કરે. પણ પાંચ આવી સહાય ખાતે વાપરવા હોય તો વાંધા છે. પાંચ લાખવાળો સવા લાખ આવા કામ માટે જુદા કાઢવા તૈયાર નથી. પાંચ લાખના માલિકને સાફ થતાં વાર નથી લાગતી. ઉપરથી લાખનો દેવાદાર પણ બને અને નાદારીનો ચાંદ કપાળે લાગતાં વાર પણ ન લાગે; પણ હોય ત્યારે ચોથી ભાગ જુદો કાઢવો એને પાલવતો નથી. લૂખી પ્રશંસા કર્યા કરવી અને કરવું કાંઈ નહિ એ તો ઢોંગ છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ 19૩ - ૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 - ૫૦૫ લગ્નાદિમાં તો પાડોશીથી સવાયું ખર્ચ કરો છો. આજે ધર્મની લુખી પ્રશંસા કરનારું ટોળું મોટું છે. ભોગ આપવાની વાત આવે ત્યાં સરકી જતાં વાર નહિ. શાસન તો જયવંત છે. અમુક જ નિભાવે છે, અગર તમે જ નિભાવો છો એવું ન માનતા. શ્રી જિનેશ્વરદેવને લાખના મુકુટ ચઢે છે તે એમની પુણ્યાઈથી. એ ચઢાવનારાને બીજાઓ ભલે પુણ્યશાળી કહે પણ ચઢાવનાર એમ ન માને કે, અમારાથી ભગવાનની શોભા છે.' તમને, મને, બધાને એ તારકના પુણ્યની તાકાત ખેંચે છે. તમે અહીં ઘરના કે બહારના ? તમે બધા સરકારના ટૅક્સ જેટલા વધે તેટલા આપવા તૈયાર પણ અહીં આપવાનું હોય ત્યાં બધા વાંધા, એનું કારણ ? શાસનને પોતાનું માન્યું નથી. દરેક વ્યક્તિ શાસનને માને અને શક્તિ મુજબ ભોગ આપે તો શાસન સામે આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નથી. શાસનના સેવક આટલા બધા છતાં v.રે સમયે “અમે શું કરીએ ?' એમ કહીને ઊભા રહે એ ચાલે ? લૂખી પ્રશંસા કરવાનું વધી ગયું છે. દેવ સારા, ગુરુ સારો, ધર્મ સારો એમ કહ્યું. એટલા માત્રથી તમારું શું વળ્યું ? દેવ તો વીતરાગ છે માટે સારા, ગુરુ ત્યાગી અને નિગ્રંથ છે માટે સારા અને ધર્મ દયામય છે માટે સારો પણ તમે શાથી સારા ? માંદા પાસે બહારના જોવા આવે અને બે શબ્દ સારા બોલીને જાય તે હજી ચાલે, પણ ઘરનાએ તો ચાકરી કરવી પડે. બહારના તો આવીને એટલી ખબર પૂછે છે માટે સારા પણ ધરના જો એમ ખબર પૂછીને ચાલતા થાય તો બહારનાથીયે ભંડા. ઘરના જો એવું કરે તો પથારીએ પડેલાની હાલત શી થાય ? પેલાને અકળાઈને રાડ પાડવી પડે કે, “ઘરમાં કોઈ મૂઓ છે કે નહિ ?” તમે ઘરના કે બહારના ? દેખાવું ઘરના જેવા અને બનવું બહારના, એ વસ્તુ બહુ ભયંકર છે. એવા પર વિશ્વાસ ન રખાય. વિશ્વાસ રાખનારને વિમાસવાનો પ્રસંગ આવે. જો કે અમે એવો વિશ્વાસ રાખતાયે નથી. કોરી “હા જી' ભણે, હૃદયમાં કાંઈ, મોંએ કાંઈ અને વર્તાવ જુદો ત્યાં વિશ્વાસ રખાય કઈ રીતે ? અમે વિશ્વાસ રાખીએ એવો તમે સાચી રીતે વર્તાવ કરો તો વિશ્વાસ રાખવાનો ઇન્કાર નથી. શ્રુત માનનારને જ કેવળજ્ઞાન થાયઃ પાંચ જ્ઞાનમાં શ્રત એ બોલતું જ્ઞાન છે. શાસન શ્રતના બળે જ ચાલે છે. શ્રી તીર્થંકરદેવો પણ કેવળજ્ઞાન થયા પછી ૩પને વા, વા, યુવા એ ત્રિપદી બોલે એટલે દ્વાદશાંગી રચાય, તીર્થ સ્થપાય. “આ રીતે ગોચરી Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 164 કરવી, આ રીતે વિહાર કરવો એ બધું તો શ્રુતજ્ઞાનના આધારે જણાવાય ને ? શ્રુત માનનારને જ કેવળજ્ઞાન થાય. જે શ્રત ન માને તેને કદી કેવળજ્ઞાન ન થાય. શ્રુતજ્ઞાન સ્વપર ઉપકારી છે, જ્યારે બાકીનાં ચારે જ્ઞાન માત્ર સ્વ ઉપકારી જ છે. - સાધુઓ સયુક્તિઓરૂપી ઘસારાથી કૂતરત્નોને દીપ્તિમંત કરે છે. સાધુઓ ભિખારી નથી. વ્યાખ્યાનશાળારૂપી ગુફાઓમાં ધાતુઓ, રત્નો, ઔષધિઓ ભરેલી પડી છે. આ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત વિશેષ શું ફરમાવે છે તે વિષે હવે પછી. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી.. વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૭. ચેત્ર વદ-૧૦ બુધવાર, તા. ૨૩-૪-૧૯૩૦ 113 • પચ્ચકખાણનો અર્થ શો ? • અહિંસાદિ શબ્દથી ને મૂંઝાઓ : • કર્મબંધનો આધાર પરિણામ પર છે : જૈનશાસનનું પચ્ચખાણ સહેલું નથી : લીધેલા નિયમ ભુલાય કેમ ? • સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ ? • પારલૌકિક હિત એ જ વાસ્તવિક હિત છે: • દ્રવ્યાનુકંપા : હિંસાદિ પાંચેનો સંવર દુનિયાની સાધના માટે ન થાય ? • તો સમ્યક્ત્વ પણ પગ કરીને ચાલ્યું જાય : • ધર્મઘેલા બનો પણ હૈયા વિનાના નહિ બનતાઃ • એક પણ યોગની અવગણના ન થાય : • જ્ઞાની સમાન પણ શક્તિમાં ભેદ : • જીવ-અંજીવ પર દ્વાદશાંગી રચાયેલી છે : • કર્મનું આવરણ ખસે એટલે શક્તિઓ પેદા થાય : આત્માની શક્તિ અનંત છે ? • ધ્યેય ફરી જાય તો સંવર પણ આશ્રવ બને : ચિંતામણિ પાસે શું મંગાય ? આ ભાવના તે બ્રહ્મચર્યની કે અબ્રહ્માની ? . • તો સત્ય પણ અસત્યમાં પરિણમે : • કુહરોના સ્થાને મંદિરો : • સૂરિવરો રૂપી શિખરો • કલ્પવૃક્ષ સમા મુનિઓથી શોભતા વનરૂપી ગચ્છો : • શ્રુતજ્ઞાન રૂપ રત્નમય ચૂલા : • શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ ઝીલીને આચાર્ય તમારા પર નાખે : • શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા શું ફરમાવે છે ? તે જોઈએ : Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનંત ઉપકારી, સ્ત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂના વર્ણનમાં હવે ગુફાઓના સ્વરૂપને વર્ણવે છે. શ્રીસંઘમેરૂમાં વ્યાખ્યાનશાળાઓરૂપી ગુફાઓ છે. એ ગુફાઓમાં કોઈથી બાધિત ન થાય તેવા હેતુઓરૂપી ધાતુઓ છે, વિવિધ પ્રકારનાં સુંદર શ્રુતરત્નો છે અને શ્રુતાધારે તપ તપતા મહર્ષિઓને થયેલી લબ્ધિઓરૂપી ઔષધિઓ છે. પચ્ચક્ખાણનો અર્થ શો ? 1696 શ્રી મેરૂ ગિરિ જેમ ત્યાં સુંદર અને સ્વચ્છ ખળખળ વહેતા નિર્મળ ઝરણાથી મોતી તથા હીરાના હારની શોભાને ધારણ કરે છે તેમ શ્રેષ્ઠ સંવરૂપ સ્વચ્છ અને સુંદર જળના ઝરણાથી મનોહ૨ હારની શોભાને ધારણ કરતો શ્રીસંઘમેરૂ પણ શોભે છે. તાપથી તપેલા માનવોને જ્યાં ઝરણાં વહેતાં હોય એ ભૂમિમાં જતાં જ શાંતિ મળે છે. એના જળના પાનથી તૃષા શમે છે. એમાં સ્નાન કરવાથી કાયાની મલિનતા અને શ્રમ ટળે છે. શ્રીસંઘમેરૂ પર પણ કાયમ વહેતા સંવરના ઝરણા આત્માના મળને સાફ કરનાર તેમજ તાપ-તૃષાને શમાવનાર છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવ છે; અને એ પાંચનું વિરમણ તે સંવર છે. પચ્ચક્ખાણ કરવાથી વિરમણ થાય છે. પચ્ચક્ખાણનો અર્થ શો ? પૂર્વે જે સેવ્યું હોય તેની નિંદા, વર્તમાનમાં તેના સેવનનો સર્વથા પરિત્યાગ તથા ભવિષ્યમાં તેનું સેવન ન કરવાનો દૃઢ નિશ્ચય, તે પચ્ચક્ખાણનો અર્થ છે. અહિંસાદિ શબ્દથી ન મૂંઝાઓ : સારી ક્રિયાના પચ્ચક્ખાણમાં પૂર્વે કરેલી એ સારી ક્રિયાની અનુમોદના, વર્તમાનમાં એ કરવાની તીવ્ર ભાવના અને ભવિષ્યમાં એ કર્યા વિના ન રહેવાનો નિશ્ચય હોય. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન તથા પરિગ્રહાદિ જે પાષો પૂર્વે સેવ્યાં હોય તેની નિંદા, વર્તમાનમાં સર્વથા પરિત્યાગ અને ભવિષ્યમાં એ ન સેવવાના નિશ્ચય વિના પચ્ચક્ખાણ ફળે નહિ. વર્તમાનકાળની અહિંસા, સત્ય, સંયમાદિના ગર્ભમાં ભવિષ્યકાળની હિંસા, અસત્ય, અસંયમાદિ ન જોઈએ. અહિંસાદિ શબ્દોથી મૂંઝાવું નહિ. પૂછવાનું કે એ શા માટે ? એના ઉત્તર ૫૨ બધો આધાર છે. સમ્યગ્દષ્ટ આત્મા ત્રણ વાતનો નિર્ણય કરે. શું કરવાનું, કઈ રીતે કરવાનું અને શા માટે કરવાનું ? અહિંસા શબ્દ માત્રમાં ધર્મ નથી, પણ આજ્ઞામાં ધર્મ છે. જો શબ્દ માત્રમાં ધર્મ હોય તો અધર્મી પણ અહિંસા પાળત. અહિંસાના નામે એ અધર્મ કરત. હિંસાત્યાગ કરતાં પહેલાં પૂર્વે સેવેલી હિંસાનો પશ્ચાત્તાપ ત્યારે જ થાય છે કે એ હિંસા આત્માની દુર્દશા કરનાર સમજાય તો; Page #530 -------------------------------------------------------------------------- ________________ 1897 – ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૫૦૯ અને તો જ સાચો અહિંસક ભાવ સ્વીકૃત થાય. આશ્રવ અધર્મ છે ને સંવર ધર્મ છે. પૂર્વે કરેલ હિંસાદિનો પશ્ચાત્તાપ થાય, વર્તમાનમાં સવર્થ એનો પરિત્યાગ કરાય અને ભવિષ્યમાં નહિ કરવાનો નિશ્ચય કરાય તો સંવર સધાય અને તો પચ્ચખાણ ફળે. પરાધીનતાથી થાય એ વાત જુદી. દેવલોકમાં જવું પડે અને ત્યાં થાય એ વાત જુદી પણ ધ્યેય એ નહિ. કર્મબંધનો આધાર પરિણામ પર છે: પૂર્વે હિંસાદિ કર્યાનો અખંડ પશ્ચાત્તાપ, વર્તમાનમાં એનો સદંતર ત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાનો દઢ નિશ્ચય, એમાં ક્યાંય સ્વાર્થ છે ? ત્યાં સ્વાર્થનો અંશ પણ નથી. જૈનશાસનનું “સંવર' તે છે. હિંસા તજી એટલા માત્રથી અહિંસક ભાવ ન આવી જાય. હિંસા તજવાથી તે વખતના પાપથી હજી બચે, જો કે એ બચવાનો આધાર પણ પરિણામ પર છે. તંદુલીયો મત્સ્ય હિંસા નહિ કરવા છતાં માત્ર તેના પરિણામના યોગે મરીને સાતમી નરકે જાય છે. કર્મબંધનો આધાર પરિણામ પર છે. કોઈ સલામ ભરે, નમન કરે, સેવા કરે તો તે શા માટે કરે છે એ જાણીને એને ઓળખવો જોઈએ. તમારા ઘરમાં તિજોરી ક્યાં છે, જોખમ ક્યાં રખાય છે, એ વગેરે જોવા વગર પગારે તમને સલામ કરવા અને તમારી પગચંપી કરવા કોઈ આવે એમ પણ બને. તો એવાને તમે ઓળખી લો ને ? પ્રાણાતિપાત આદિ પાંચેનું વિરમણ શા માટે એ નક્કી કરાય તો સંવર થાય. જો એમ ન હોય તો તો જે જે જીવો જે જે કાળે હિંસા ન કરતા હોય તે તે કાળે તે તે જીવો સંવરવાળા ગણાવા જોઈએ. પણ એમ ગણાતા નથી. દરેક માણસો કાંઈ ચોવીસે કલાક હિંસા નથી કરતા, જૂઠ, ચોરી, મૈથુન આદિ કાર્ય ચોવીસે કલાક ચાલુ નથી હોતાં તો એ ચાલુ ન હોય તે કાળે તે મહાવ્રતધારી ખરા ? નહિ જ. ઊંઘતા હોય ત્યારે એ આત્માઓ મહાવ્રતધારી ખરા? કેમ નહિ ? ત્યાગનો પરિણામ નથી માટે એ મહાવ્રતધારી નહિ. જૈનશાસનનું પચ્ચકખાણ સહેલું નથી? જો “અહિંસા' શબ્દ બોલવા માત્રથી અહિંસા થતી હોત તો જ્ઞાનીને કડક કાયદા કરવા ન પડત. દર્શન માટે પણ નિસ્ટિહીનાં વિધાન ન હોત. નાનામાં નાની ક્રિયામાં પણ વિધિનો આગ્રહ ન હોત. “નિસિહીથી જ જિનદર્શન ફળે. નિસ્સિહી'માં પણ એ જ ત્રણ વાત છે; પૂર્વના પાપનો ત્રાસ, વર્તમાનમાં પાપનો ત્યાગ અને ભવિષ્યમાં ન કરવાની વૃત્તિ. એવું છે માટે તો સમ્યગુદૃષ્ટિને મંદિરથી નીકળી ઘેર જતાં પગ ન ઊપડે. અહીં સામાયિક પ્રતિક્રમણ પૂરું થતાં ઉપધિનો ગોટો બગલમાં લઈને તમે હર્ષભેર ઘર તરફ દોડો છો તે એમ ન થાય. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1998 જૈનશાસનનું પચ્ચકખાણ સહેલું નથી, કઠિન છે. જેના ત્યાગનું પચ્ચખાણ કર્યું તે ચીજ હૈયેથી કાઢવી પડે, પૂર્વે તે કર્યા બદલ રોજ માફી માંગવી પડે, હૃદયથી રોજ પશ્ચાત્તાપ ચાલુ હોય. માટે સૂત્રમાં કહ્યું કે, “તસ અંતે પરિવાર નિવામિ રિમિ સખા વોસિરામિ ' નિંદા કરવી પડે, ગહ કરવી પડે અને પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરવો પડે. આજે તો વાતવાતમાં ‘પચ્ચકખાણ ભાંગી જાય તો ?' એ વાત આવીને ઊભી રહે છે. એનું કારણ કે કરેલું પાપ પાપરૂપે હજી સમજાયું નથી. હજી એ પાપનો સાચો પસ્તાવો થયોં નથી. જે ક્રિયા હૈયાને બાળે તે ફરીને કરવાનું મન થાય ? ને જ થાય. દઢ પ્રહારીનો દીક્ષા પછી એ અભિગ્રહ હતો કે પોતે કરેલાં પાપ પોતાની મેળે કે કોઈના કહેવાથી પણ યાદ આવે તો તે દિવસે આહાર પાણી ન લેવાં. કેવો કઠોર અભિગ્રહ ! આવા ઘાતકીને જોઈને લોકો બોલ્યા વિના રહે ? બરાબર છ મહિના સુધી આહાર પાણી ન કર્યો અને છઠું મહિને કેવળજ્ઞાન થયું. લીધેલા નિયમ ભુલાય કેમ? પોતે પૂર્વે કર્યું તે ખોટું સમજાય તો નિયમ ભાંગવાની ચિંતા હોય ? તીવ્ર કર્મોદયે ઠોકર લાગે તે વાત જુદી. આત્મા બેહોશ બને ત્યારે એવું બને એ સંતવ્ય, બાકી ભુલાય શી રીતે ? આપેલા પાંચ રૂપિયા બરાબર યાદ કરી પાછા લેવાય છે. એ ભુલાતા નથી, તો લેવાયેલા નિયમ પાળતી વખતે ભુલાય કેમ ? એ પુરવાર કરે છે કે પૈસા પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલો પ્રેમ પચ્ચકખાણ પ્રત્યે નથી. પૈસા જવાથી જે શોક થાય છે તે શોક પચ્ચક્ખાણ ભાંગવાથી થતો નથી. આ દશાથી આત્માને મુક્ત કર્યા વિના છૂટકો નથી. સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ ? સંવર એ આત્માને લાગતાં નવાં કર્મોને રોકે છે. સમ્યગુદૃષ્ટિ આત્મા સંવરનો સ્વીકાર કરી નિર્જરા કરવા દ્વારા મુક્તિને સાધે. સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ. સમ્યગુદૃષ્ટિ આ બે પુરુષાર્થ સાધવામાં પ્રયત્નશીલ હોય. નવા દુશ્મનને એ ઘૂસવા ન દે અને પેસી ગયેલાને હડસેલીને કાઢે તો મુક્તિ સાધે. ઘેર બેઠાં ખાતાંપીતાં મુક્તિ ન સધાય. શ્રેષ્ઠ સંવરરૂપી પાણીનાં ઝરણાં શ્રીસંઘ મેરૂમાં કાયમ ખળખળ વહે છે, જેથી મનોહર હારની જેવાં એ શોભે છે. એ ઝરણાં સંસારની તૃષ્ણાઓને હણે છે. વર્તમાનમાં તકલીફ કદી લાગે. પણ એનું પરિણામ સુંદર અને સ્વચ્છ છે. નદીઓ સુકાય પણ મેરૂનાં ઝરણાં કદી ન સુકાય. એ જ રીતે શ્રીસંઘ મેરૂમાં પણ સંવરનાં ઝરણાં કાયમ રહે છે. સાધુ, સાધુ થયા પછી પણ પોતાના પૂર્વકાળને ભૂલતો નથી, પણ સંભારીને કરેલા Page #532 -------------------------------------------------------------------------- ________________ ૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 ૫૧૧ પાપનો પશ્ચાત્તાપ કરે છે. તો એ રીતે સાવધિરિ રહે જ કે રાખવી પડે ? ગમે તેવી ઉતાવળ હોય કે ગાઢ ઊંઘ આંખમાં ભરાણી હોય તો પણ હોશિયાર માણસ ઘરનાં બારણાં દીધાં વિના સૂતા નથી. મૂર્ખાની વાત જવા દો પણ ચકોર માણસ તો સમજે છે કે, ‘આ બધું મારું છે અને એને લઈ જનારા લૂંટારા બહાર ઘણા ભટકે છે.’ સમ્યગ્દષ્ટિ પાપને પાપ માનતો હોય, તેથી એના ફાંદામાં ન ફસાઈ જવાય એની કાળજી એને હોય જ. પારલૌકિક હિત એ જ વાસ્તવિક હિત છેઃ 1699 પ્રાણાતિપાત આદિ પાંચે આશ્રવના ત્યાગ વિના, દુનિયાના સંગના ત્યાગ વિના, દુન્યવી અર્થકામની પ્રવૃત્તિની લાલસાના ત્યાગ વિના અહિંસા આવતી નથી અને દેશથી એ આવે ત્યારે એની કસોટી માટે પૂછવું કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહનું પાલન શા માટે ? એની બરાબર તપાસ કરવી. સભાઃ ‘આત્માના હિત માટે.’ ઇહલૌકિક કે પારલૌકિક ? પારલૌકિક હિત વિના ઇહલૌકિક હિત વાસ્તવિક ન થાય. જેમાં પારલૌકિક હિત ન સમાયું હોય એવી એક પણ ક્રિયાથી આ લોકનું સાચું હિત ન સધાય. વર્તમાનમાં સારું દેખાતું હોય પણ જેનું પરિણામ ખરાબ હોય એને સારું કહેવાય ?”ન જ કહેવાય. સાકરનો પ્યાલો મીઠો, પીતાં મજાનો લાગે, વગ૨ આનાકાનીએ પીવાય. પણ કફના દર્દી માટે એનું પરિણામ ખરાબ, માટે એ એના માટે સારો ન જ કહેવાય. હું સંવરની વાત કરું છું. પાંચે સંવ૨નો સ્વીકાર શા માટે ? એ પ્રશ્નના ઉત્તર ૫૨ તમામ આધાર છે. દુનિયાની એક પણ કાર્યવાહીને સમ્યગ્દષ્ટિ આત્મા કરણીય માનતો જ નથી. સામાન્ય દાનની દ્રવ્યાનુકંપાથી વધારે કિંમત નથી. ભાવાનુકંપા વિના-દ્રવ્યાનુકંપા વસ્તુતઃ ફ્ળતી નથી. દ્રવ્યાનુકંપા : દ્રવ્યાનુકંપાનો ધર્મ ગૃહસ્થમાં તો હોય જ. ગૃહસ્થમાં જો એ ન હોય તો એની ભાવાનુકંપા નાશ પામે; પણ ભાવનુકંપા વિનાની દ્રવ્યાનુકંપા લગભગ નકામી. શ્રી જિનેશ્વરદેવે દ્રવ્યાનુકંપાનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી. દ્રવ્યાનુકંપા એ તો ગૃહસ્થ માટે ધર્મનું મૂળ છે. સામાન્ય આત્માને ધર્મના માર્ગે ચઢવાનો એ રસ્તો છે. જે આત્મા બીજું કાંઈ વિશેષ ન કરી શકે તે પણ આ તો કરી શકે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા વિનાના આત્માને પણ દુ:ખીને Page #533 -------------------------------------------------------------------------- ________________ 1700 ૫૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જોઈને દયાના અંકુરા ફૂટવા સહજ છે. પણ ભાવદયાપૂર્વકની દ્રવ્યદયામાં જે અંકુરા ફૂટે તે ભાવદયા વિનાની દયામાં ન ફૂટે. હિંસાદિ પાંચેનો સંવર દુનિયાની સાધના માટે ન થાય પૂર્વે સેવેલ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહાદિનો પશ્ચાત્તાપ એટલા માટે કે એ ક્રિયા દુર્ગતિમાં લઈ જનાર છે. વર્તમાનમાં તો એનો ત્યાગ કરે છે જ; અને ભવિષ્યમાં એ ક્રિયાનો ત્યાગ કરવાનો દૃઢ નિશ્ચય એટલા માટે કે આત્મા દુર્ગતિએ ન જાય. આ પાંચેના સંવરની મુક્તિ થાય. મુક્તિ ન થાય ત્યાં સુધી સદ્ગતિ તો થાય જ. મુક્તિની ઇચ્છા સિવાય બીજી કોઈ ઇચ્છાથી થતી આ ક્રિયા સંવરને આશ્રવ બનાવે છે. બીજી કોઈ.ઇચ્છા ન આવે તો એ સંવર તો છે જ. પરંતુ બીજી ઇચ્છા એમાં ભળે તો એ સંવર નહિ. આ પાંચે ચીજ ઊંચી છે. એનો ઉપયોગ દુનિયાની કોઈ પણ સાધના માટે ન થાય. મુનિ પણ કષ્ટો સહે છે અને ગૃહસ્થ પણ કષ્ટ સહે છે, પણ મુનિ સહે તેની કિંમત છે, ગૃહસ્થ સહે તેની કોઈ કિંમત નથી. એનું કારણ ત્યાં અર્થકામની ઇચ્છા છે. અર્થકામની ઇચ્છાનો અભાવ નથી ત્યાં સંવર રહેતો નથી: તો સમ્યક્ત્વ પણ પગ કરીને ચાલ્યું જાય : શ્રી જિનેશ્વરદેવે કહેલ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ એ પાંચે ક્યાં રહે ? આ વાતનો વિચાર ન કરે તો આ જમાનામાં તો સમ્યક્ત્વ પગ કરીને ચાલ્યું જાય તેવું છે. રાજાઓને પૂછો કે રાજ્ય કેમ કરો છો ? તો કહેશે કે પ્રજાના રક્ષણાર્થે. આ જવાબ સાચો છે ? આ સિવાય બીજો કોઈ ભાવ જ નથી ? રામચંદ્રજીની ગેરહાજરીમાં ભરતજીએ ગાદી સંભાળી એ પ્રજા૨ક્ષણાર્થે કહેવાય. જ્યારે કોઈ રક્ષક ન હોય ત્યારે ગાદી સંભાળવી પડે એ પ્રજા૨ક્ષણાર્થે કહેવાય; પણ રક્ષક મળ્યા છતાં બેસી રહે, ગાદી ન છોડે તો શું સમજવું ? ધર્મઘેલા બનો પણ હૈયા વિનાના નહિ બનતા ધર્મના ઓઠા વિના આ જગતમાં કદી કોઈ પૂજાયો નથી, પૂજાતો નથી અને પૂજાશે પણ નહિ. તેમાંયે આ તો આર્યદેશ છે. કેટલાક જ્ઞાનીઓએ તો આ દેશને ધર્મઘેલો કહ્યો છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન કહે છે કે, ધર્મઘેલા બનો, પણ હૈયા વિનાના નહિ બનતા. ધર્મની વાત આવે ત્યાં આર્યદેશ ઝૂકી પડવાનો. અનાર્યદેશોમાં ધર્મના નામે કાંઈ ન થઈ શકે. ત્યાં શાકાહારની વાત કરે, પણ તે શરીર માટે છે. ધર્મદ્રષ્ટિએ એવી વાતો નથી થતી. માંસાહારથી શરીરમાં Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ 1701 ૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 વિકૃતિ થાય છે, રોગો પેદા થાય છે માટે એના ત્યાગની વાત તેઓ કરે છે. લોકોને એના ત્યાગ માટે શરીરના આરોગ્યની વાત આગળ ધરવામાં આવે છે. એમની પાસે આત્માની મલિનતાની વાત કરો તો એને એ હમ્બગ માનશે. પાપ પુણ્યની વાતો તો આ આર્યદેશમાં જ ચાલે છે. મને કે કમને જ્યાં ‘ધર્મ' શબ્દ સંભળાય તે આ આર્યદેશ છે. ઠામ્ ઠામ ધર્મની વાત અહીં જ સાંભળવા મળે. આ આર્યદેશનો કસાઈ પંચેન્દ્રિયની કતલ કરવા છતાં પણ આંગણે આવેલા કૂતરાને રોટલો નાંખવામાં પાપ ન માને પણ ધર્મ માને. પોતાના ધંધાને પણ એ પેટ માટે કરવો પડે છે એમ માને. આંગણે આવેલો કૂતરો મૂર્ચ્છિત થાય તો આર્યદેશનો કસાઈ એને પાણી છાંટે છે. આર્યદેશનો એ ગુણ છે. અહીંનો કસાઈ અને અનાર્યદેશનો ઊંચો ગણાતો માણસ એ બેને સાથે ઊભા નહિ રખાય. આર્યદેશમાં દયાના સંસ્કારો રૂઢ છે. આ દેશમાં દરેકને દયા આવે જ. પશ્ચિમની તમામ પ્રવૃત્તિ શરીર માટે છે. ―― સભા ત્યાં પણ દેવ, ગુરુ, ધર્મ મનાય છે !’ મોટો માણસ માનીને એને દેવ માનવામાં આવે છે. ત્યાં આત્મતત્ત્વનો વિચાર સરખો પણ નથી. “દુર્વાતો પ્રવતત્ પ્રાની, ઘરનાદ્ધર્મ ગુ~તે” - દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણા કરી રાખે તે ધર્મ, એ માન્યતા ત્યાં છે જ નહિ. અહીં તો દેવ, ગુરુ, આગમ એ બધાને માનવા તે ધર્મ માટે છે. ધર્મ આત્માના બચાવ માટે છે, આત્માની શુદ્ધિ માટે છે. ધર્મને શુદ્ધ બનાવનાર દેવ, ગુરુ તથા આગમ છે. ચાંલ્લો કરવો એ ધર્મ નથી, પણ ધર્મનું સાધન છે, સૂત્રો એ પણ સાધન છે, સાધુ પણ સાધન છે અને શ્રી જિનેશ્વરદેવ પણ સાધન છે. ધર્મ તો બીજી જ વસ્તુ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીએ છીએ. કારણથી કાર્ય પેદા થાય છે માટે આરોપ કરીને એને ધર્મ કહીએ છીએ. આત્માનો ધર્મ તો અનંતદર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય તથા સુખ છે. એ ધર્મ દબાયેલો છે. તેને પ્રગટ કરવા માટે આ બધો ધર્મ છે. તિલક કરવું કે દાન દેવું એ બધાં કેવળ સાધન છે. સંપૂર્ણપણે એ પરિણમે તો એનાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય. જ્યાં સુધી આત્મસ્વરૂપ સંપૂર્ણતયા પ્રગટ ન થાય ત્યાં સુધી એ આત્મા બધું કરે. એક પણ યોગની એ આત્મા અવગણના ન કરે. કોઈ આત્મા પૂજા ન કરતો હોય અને દાન દેતાં દેતાં મુનિના સ્વરૂપને ઓળખી જાય, શુભ ભાવનામાં ચઢી જાય અને ક્ષપકશ્રેણી માંડે તો પણ એ યોગે એને કેવળજ્ઞાન થઈ જાય. પૂજા તો નહોતો કરતો ને એને કેવળજ્ઞાન કેમ થયું ? એ ન પુછાય. અસંખ્યાત યોગમાંથી એકની પણ Page #535 -------------------------------------------------------------------------- ________________ 1702 ૫૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અવગણના ન થાય. પોતે દાન દે માટે શીલ, તપ, ભાવની અવગણના ન કરે. પોતાનાથી એ ન થઈ શકવા માટે પોતાની કમનસીબી માને. બીજા યોગોની અવગણના ન કરે તો એક યોગે પણ કેવળજ્ઞાન થાય. એક પણ યોગની અવગણના ન થાય વાસણ ધૂળથી પણ ઉટકાય અને રખ્યા, કોલસા કે આંબલીથી પણ ઉટકાય. પોતે આંબલીથી ઉટકે માટે રખ્યા, કોલસા કે ધૂળને નકામાં ન કહેવાય. કોઈ આત્માને ભક્તિમાં આનંદ આવે તો ત્યાં કામ સાથે પણ એ જો આગમનો જાણકાર હોય તો ત્યાં એને ઓર આનંદ આવે અને જલદી કામ સાધે. જો આગમને અવગણે તો કદી મુક્તિ ન થાય. ક્રિયા કરે અને જ્ઞાનને બિનજરૂરી માને એની મુક્તિ ન થાય. સામાયિકમાં ઊંઘે, નવકારવાળી હાથમાંથી પડી જાય, એ પડી ગયાનું ભાન પણ ન હોય, પોતે પટકાય ત્યારે જ ખબર પડે કે નવકારવાળી પડી ગઈ છે, આ દશામાં કાર્યસિદ્ધિ થાય ? સામાયિકનો ભાવ સમજાય તો કેવી લહેર આવે ? નહિ ભણેલો પોતાને કમનસીબ માને તો જ્ઞાનની રુચિ કાયમ હોવાથી એને પણ કેવળજ્ઞાન થાય. એ રીતે વગર ભણેલાને પણ અહીં કેવળજ્ઞાન થાય છે, ચૌદપૂર્વીને જ કેવળજ્ઞાન થાય એવું નથી. કાંઈ પણ જ્ઞાન ન હોય તોય કેવળજ્ઞાન અટકે નહિ એ આ શાસન છે. એક ગાથા ૫મ ગોખતાં ભલે ન આવડે પણ ગાથા ગોખવા પર પ્રેમ હોય તો કેવળજ્ઞાન થાય. હંમેશાં ભણેલાની સંખ્યા ઓછી જ સમજવી. ચૌદપૂર્વી થોડા જ હોય અને તેમાંય પાછો ફરક હોય. ગણધર દેવની જે શક્તિ હોય તે બીજા ચૌદપૂર્વમાં ન જ હોય. બીજા એમનાથી કમ સમજવા. સૂત્રજ્ઞાન બધા ચૌદપૂર્વીમાં સમાન પણ અર્થજ્ઞાનમાં ભેદ. આંક તો-તમે પણ ભણ્યા પણ ગણિતનો પ્રોફેસર એનો જે ઉપયોગ કરે તે તમે ન કરી શકો. એક ચૌદપૂર્વી વ્યાખ્યામાં ત્યાં ને ત્યાં આંટા મારે, એક ચૌદપૂર્વી ગગનમાં ઊડે. એક સૂત્રના અનંતા અર્થ અને અનેક રીતે કહેવાય. જ્ઞાની સમાન પણ શક્તિમાં ભેદ : એક વ્યક્તિ એકની એક વાત રોજ કહે તોય બધાને સાંભળવાનું મન થાય અને બીજી વ્યક્તિ પહેલી જ વાર કોઈ વાત કરે તોય એને કોઈ સાંભળવા તૈયા૨ નહિ એનું કારણ ? વાત તો એ જ રાજારાણીની હોય પણ એ ક૨વામાં જ ખૂબી. જે વખતે જે શબ્દ નીકળવો જોઈએ તે જ નીકળે એ ખૂબી. કક્કો, બારાખડી અને વાક્યો લખતાં તો બધાને આવડે પણ એક લખે તે કોઈને વાંચવુંય ન ગમે અને એકનું લખ્યું કોઈને હાથીમાંથી મૂકવુંય ન ગમે. આખી Page #536 -------------------------------------------------------------------------- ________________ 1703 - ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 - ૫૧૫ દ્વાદશાંગી કક્કો, બારાખડીમાંથી જ રચાય છે, એ જ સ્વર અને એ જ વ્યંજનોથી બનેલી છે. આગમવેત્તા તો ઘણા હોય, પરંતુ પ્રભાવક દેશનાદાતા થોડા હોય, કોઈ માણસ વિદ્વાન ઘણો હોય, પણ વાતમાં પાછો પડે. સામાને વાતમાં નિગ્રહ કરતાં એને ન આવડે. ગણધરદેવની દેશના શ્રી જિનેશ્વરદેવ જેવી લાગે. એવી દેશના બીજા ચૌદપૂર્વાની ન હોય. જ્ઞાન સમાન પણ શક્તિમાં ભેદ. વસ્તુના સ્વરૂપની ખિલવણી શ્રી ગણધરદેવો ખૂબ કરી શકે. જીવ-અજીવ પર દ્વાદશાંગી રચાયેલી છે? જીવ અજીવ પર તો આખી દ્વાદશાંગી રચાયેલી છે. દ્વાદશાંગીમાં તત્ત્વ જીવ અને અજીવ બ. કર્મ સહિત આત્મા તે સંસારી અને કર્મરહિત આત્મા તે મુક્તાત્મા. આ જ વાત દ્વાદશાંગીમાં છે. તમામ તત્ત્વો જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સમાય છે. એકવાદિ બારેય ભાવનાઓમાં પણ મુદ્દો તો એ જ છે. કોઈ ધોળો ને કોઈ કાળો એ બધા ભેદ તો જડના યોગે છે. એક ગાથા એક વ્યક્તિ થોડી ક્ષણોમાં જ કહી જાય અને એ જ ગાથા કહેવા માટે પૂર્વધરને બેસાડો તો એમની અને તમારી જિંદગી પૂરી થઈ જાય તોય પાર ન આવે. એ ખજાનો ખૂટે જ નહિ, જેમ ઘડા નીચે ચિત્રાવેલી મૂકી હોય તો ઘડામાંથી ઘી ખૂટે જ નહિ તેમ. કર્મનું આવરણ ખસે એટલે શક્તિઓ પેદા થાયઃ ૩૫ને વા, વિરામે વા, ઘુવે વા – આ ત્રણ પદથી શ્રી ગણધરદેવે પોતે દ્વાદશાંગી બનાવી થોડું પણ બીજ સારી ભૂમિમાં વવાયેલું લાખ્ખો મણ અનાજ આપે અને ઉખર ભૂમિમાં વવાયેલું નકામું જાય. ગણધરદેવ તો બીજબુદ્ધિના ધણી છે. પદાનુસારિણી લબ્ધિવાળાને આચારાંગનું એક પદ આપો તો આખું આચારાંગ બરાબર બોલી જાય. પૂર્વે એવા ચિત્રકાર હતા કે એક અંગૂઠો જોઈ જાય તો તેના પરથી તે માણસનું આબેહૂબ ચિત્ર બનાવી આપે અને તેના શરીર પર તલ કે મસા જે હોય તે પણ બરાબર આવી જાય. પથ્થરનું પૂતળું બનાવનાર કારીગર એવું બનાવે કે જોનારને એ સાક્ષાત્ લાગે. સ્પર્શ કરે ત્યારે જ ખબર પડે કે આ તો પથ્થરનું છે. ગણધરદેવ જેવું જ્ઞાન કોઈ ચૌદપૂર્વીને ન હોય. ગણધરદેવ તો જાતે દ્વાદશાંગી બનાવે. જ્યારે બીજાઓ તો તે ભણીને જ્ઞાન મેળવે. શક્તિ દરેક આત્મામાં જરૂર છે પણ તે દબાયેલી છે. એક માણસ એક મિનિટમાં પચાસ શબ્દો બોલે તો બીજો એકસો બોલે. મુદ્દો એ છે કે વૃદ્ધિ પામતી શક્તિ છે કે નહિ ? કર્મનું આવરણ ખસે તો તેમ થાય. અંતર્મુહૂર્તમાં જેમ કેવળજ્ઞાન થાય છે તેમ અંતર્મુહૂર્તમાં નરકે પણ જવાય છે. ગણધરદેવનું Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 17 વાગુબળ એવું છે કે અંતર્મુહૂર્તમાં એક પણ શબ્દ દબાયા વિના આખી દ્વાદશાંગી બોલી જાય. એ એક પ્રકારની લબ્ધિ છે. જે સોનું પાંચ ટચનું છે તે સો ટચનું પણ થાય એમાં નવાઈ નથી. છેલ્લી કોટિની શુદ્ધિ આવે ત્યારે તે દશા થાય. સોનાની વાત તમને જલદી બેસે. પુદ્ગલના રસિયા માટે પુદ્ગલનો અનુભવ ઘણો હોય, તેથી એના દાખલા તરત સમજાય. આત્માની વાતોથી અજાણ્યા, આત્મશક્તિના પરિચયથી દૂર રહેલાને એ વાત જલદી ન બેસે. પથ્થર બંને હોય પણ એક પથ્થરને કારીગર ઘસીને અરીસા જેવો બનાવે; બીજા પર કારીગીરી ન ચાલે. એ વાત તમને બેસે. કારણ કે, પુદ્ગલનો તમને અનુભવ છે. લાકડું બાઈના હાથમાં આપો તો તરત ચૂલામાં ઘાલે અને કારીગરને આપો તો તેમાંથી એવું સુંદર રમકડું બનાવે કે મોભે ટાંગવાનું મન થાય. બાઈ કારીગરને પૂછે કે આવું રમકડું શી રીતે બનાવ્યું તો કારીગર અભ્યાસ કરવાનું કહે. આત્માની શક્તિ અનંત છે. • અનંતકાળથી તમે પુદ્ગલનો અભ્યાસ કર્યો છે. તેથી આ બધી વાતો તમને ગળે ઊતરે છે. જ્ઞાની ફરમાવે છે કે હવે બે-પાંચ-દશ ભાવો આત્માનો અભ્યાસ કરો તો આ વાતો પણ સમજાશે. ઠોઠ નિશાળિયો પહેલા નંબરવાળાને પૂછે કે, “શિક્ષકના બોલવાની સાથે જ તને બધી વાતો કઈ રીતે સમજાય છે ?” તો પેલો કહે કે, “તું બરાબર અભ્યાસ કર તો તને પણ સમજાશે.” ગણધરદેવને દિશાંગી બોલવામાં અંતર્મુહૂર્ત થાય, તે પણ શબ્દરૂપે બોલવાને માટે. આત્માની શક્તિ અનંત છે. એ લબ્ધિ છે. હથિયારૂજેવું ધારદાર એવું કામ આપે. ક્ષયોપશમ તીવ્ર હોય તો બધું બને. એ બધી મન-વચન-કાયાની લબ્ધિ છે. કાયાની એક એવી પણ લબ્ધિ છે કે જેના યોગે મુનિ જેમ જમીન પર ચાલે તેમ પાણી પર ચાલે. એક એવી લબ્ધિ છે કે નંદીશ્વર દીપે મુનિ એક જ ડગલે જાય. અહીંથી પગ ઉપાડ્યો કે સીધો ત્યાં મૂકે અને વળતાં બે ડગલે પાછા અહીં આવી જાય. એક લબ્ધિ એવી છે કે શરીર એટલું જ રાખે, પણ હાથ ઊંચો કરી મેરૂના શિખરને અડે. આ શક્તિ આત્માની છે. એ યુગલના યોગે છે, પણ એ યોગ લાવનાર આત્મા છે. પુદ્ગલ તો બધા મોજૂદ છે, પણ તેને ઉપયોગમાં લેવાનું કામ આત્માની શક્તિ પર છે. ધ્યેય ફરી જાય તો સંવર પણ આશ્રવ બને? ચૌદપૂર્વે દેશના દેતા હોય ત્યારે શંકા પડે તો એક હાથ પ્રમાણનું આહારક શરીર બનાવીને ભગવાન તીર્થંકરદેવ પાસે મોકલીને જવાબ મંગાવી શંકા દૂર Page #538 -------------------------------------------------------------------------- ________________ 170s - ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૫૧૭ કરે. વ્યાખ્યાન ચાલુ હોય ને આ ક્રિયા કરે, તેમાં કોઈને ખબર પણ ન પડે. એમને શંકા પડ્યાનું પણ કોઈ જાણી ન શકે. પુદ્ગલો આહારક, વૈક્રિય, ઔદારિક બધા છે, પણ આત્માની શક્તિ વિના એને ઉપયોગમાં ન લેવાય. આત્માની શક્તિ પાસે એ પુદ્ગલો રમકડાં છે. અહિંસાના પ્રભાવે દુનિયાની રિદ્ધિસિદ્ધિ, ભોગે વગેરે પણ મળે, પરંતુ એનું પરિણામ ભયંકર છે. જે સંવર મુક્તિ આપે એ જ સંવર સંસાર વધારે, જો ધ્યેય ફરી જાય તો. સંવરનું ધ્યેય મુક્તિ વિના બીજું ન હોય. ધ્યેય બીજું થયું કે સંવર પણ આશ્રવ બને. ચિંતામણી પાસે શું મંગાય ? શ્રી જિનેશ્વરદેવની અહિંસા ક્યાં હોય, ક્યાં વપરાય, એનો શો ઉપયોગ થાય અને એનાથી કઈ વસ્તુની સાધના થાય એ નક્કી કરો. ચિંતામણી પાસે ચપટી આટો માંગો તો એ તો આટો પણ આપે. પરંતુ એ મંગાય ખરો ? તમે તમારા ગાલે લપડાક મારવાનું કહો તો એ પણ મારે પણ એવું કામ એને બતાવાય ? ચિંતામણિ પાસે આટો માંગનાર મૂર્ખ છે. અહિંસા પાસે પણ જે માંગો તે મળે પણ એનો ઉપયોગ શું માંગવામાં થાય ? અહિંસાદિ સંવરની ક્રિયાનો ઉપયોગ દુનિયાદારી માટે કરવો તે ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકવા બરાબર છે. આ ભાવના તે “બ્રહ્મચર્યની કે અબ્રહ્મ'ની ? પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવને ભૂતકાળમાં સેવ્યાનો પશ્ચાત્તાપ, વર્તમાનમાં એનો સર્વથા પરિત્યાગ અને ભવિષ્યકાળમાં એ ન સેવવાનો નિશ્ચય – તે રૂપ સંવરના ઝરણાથી શ્રીસંઘરૂપ મેરૂ હારની શોભાને ધારણ કરે છે.. સભાઃ “અહિંસા જેમ હિંસારૂપે પરિણમે તેમ બ્રહ્મચર્ય અબ્રહ્મરૂપે પરિણમે ?” આજે તો એ જ ચાલુ છે. આજે તો કહે છે કે વીસ વર્ષ સુધી બરાબર બ્રહ્મચર્ય પળાય, એ વય સુધી વીર્યનું સંરક્ષણ બરાબર થાય તો પછી ભોગો સારી રીતે ભોગવાય. વીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાથી શરીરમાં રૂપ, કાંતિ, લાવણ્ય અને બળ વધે છે, જેથી કોઈને આધીન કરવાનો પ્રયત્ન ન કરવો પડે. કેમ કે, એથી લોકોનાં મન આપોઆપ તેના પ્રત્યે ખેંચાય છે. આવી વાતો આજે ચાલી પડી છે. આમાં ધર્મ ક્યાં રહ્યો ? આ ભાવના તે બ્રહ્મચર્યની કે અબ્રહ્મની ? અબ્રહ્મ સારી રીતે સેવવા માટે બ્રહ્મચર્યની વાતો ચાલી રહી છે. આ કઈ દશા સૂચવે છે ? Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1706 તો સત્ય પણ અસત્યમાં પરિણમે એ જ રીતે સત્ય પણ અસત્યમાં પરિણમે તેવું આજના વ્યવહારમાં ચાલુ છે. સત્ય બોલવાથી પ્રતિષ્ઠા વધે, એનાથી પ્રસિદ્ધિ વધે, એના યોગે ગ્રાહકો વધે, પરિણામે આવક વધે, આ સત્ય કે અસત્ય ! કોઈ ક્રિયા એવી નથી કે જેને આજના મૂર્ખ સંસારરસિકોએ વિકૃત ન કરી હોય. શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક ક્રિયાઓમાં આજના પુદ્ગલાનંદીઓ કાળા ડાઘ પાડ્યા વિના રહ્યા નથી. પુદ્દગલાનંદી તો આત્માનંદીને ૨માડી પણ જાય; પરંતુ આત્માનંદી જો પક્કો હોય તો પેલો એનો ગુલામ થઈ જાય. માટે આત્માની શક્તિ ખીલવો. જે દૃષ્ટિ શરીર પર છે તે અંદર રહેલા આત્મા પ્રત્યે લાવો. શરીર અને આત્મા જુદા જણાય તો સંવર પ્રેમ થાય. કુહરોના સ્થાને મંદિરો : હવે ઝરણાની ઉપમા પછી ગ્રંથકાર આગળ ચાલતાં કહે છે કે, ‘મેરૂગિરિ ૫૨ કુહરો છે. જેમાં મોર નાચે છે. શ્રીસંઘમેરૂ ૫૨ શ્રી જિનેશ્વરદેવનાં મંદિરોના રંગમંડપો એ કુહરને સ્થાને છે અને ત્યાં નાચનારાં મોરને સ્થાને શ્રાવકો છે. શ્રાવકો ત્યાં કયા શબ્દોથી નાચે ? ‘વીર મને તારો, મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને રે;’ આપો આપો ને મહારાજ, ’ અમને શિવસુખ આપો;' આમ કહો છો ને ? એ હૈયાથી કહેવાવું જોઈએ, માત્ર મોઢાનું નહિ. સૂરિવરો રૂપી શિખરો હવે મેરૂ ગિરિ પર શિખર છે જે એની આસપાસ ઝબૂકતી વીજળીઓથી સુંદર લાગે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પણ વિનયથી નમેલા મુનિવરોરૂપી વીજળીથી શોભતા સૂરિવરોરૂપી શિખરો છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પીઠસ્થાને મૂળગુણ અને ઉત્તરગુણ લીધા હતા. મૂળગુણ અને ઉત્તરગુણના ધા૨ક મુનિઓ હોય છે. શિખરની સેવામાં વીજળીઓ ઝબૂકતી હોય છે. તેમ સૂરિવરોની સેવામાં મુનિઓ ઝળકતા હોય છે. આમાં શ્રાવકને ક્યાંય ન લીધા. મંદિરો તથા ઉપાશ્રયોને દીપાવવાનું કામ શ્રાવકોનું. મંદિરોના રંગમંડપોમાં નાચનારા મો૨ના સ્થાને શ્રાવકોને લીધા. મોર જો નાચવાનું અને સુંદર ટહુકાઓથી કલ્લોલ ક૨વાનું મૂકી દઈને કાગડાની જેમ કાઉવાઉ કરે તો એથી કાંઈ શિખર Page #540 -------------------------------------------------------------------------- ________________ 1707 –– ૩૩: શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૧૧૯ કલંકિત થતું નથી. પણ મોર મોરપણું ગુમાવે છે. આચાર્યને સાધુ નહિ માનવાનું કહેનારા મોરપણું મૂકી કાગડા બને છે. કાગડાનો સ્વભાવ કાઉવાલે કરવાનો છે. એ કાઉવાઉ કરે, તેથી આશ્ચર્ય ન પમાય. જાતિસ્વભાવ ફરતો નથી. એની કાઉવાઉથી કાંઈ શિખર હાલે ? ન જ હાલે. શિખર સ્થિર છે. વીજળી તો એને દીપાવે. વીજળી એના પર પડે તોય ઠંડી પડી જાય. મોટા પુરુષને ત્યાં ગમે તે ઇરાદે ગયેલો દુશ્મન પણ સેવા કરીને પાછો ફરે, એ ફાયદો, સજ્જનનું બગાડવા આવેલો દુર્જન પણ સલામ ભરીને પાછો જાય. મેરૂનું શિખર સ્થિર છે, કેમ કે એની પીઠ દસ હજાર યોજન પહોળી અને એનું મૂળ એક હજાર યોજન ઊંડું છે. જેટલો મહેલ ઊંચો એટલો પાયો મજબૂત જોઈએ ને ? મુનિરૂપી સેવકો ઝળકે છે, કેમ કે તેઓ વૈયાવચ્ચમાં પ્રવીણ છે. વિનયથી નમ્ર છે માટે તેઓ શોભે છે. સાંભળવાનું બધાએ શિખરનું. કલ્પવૃક્ષ સમા મુનિઓથી શોભતા વનરૂપી ગચ્છોઃ વિવિધ ગુણોથી શોભતા કલ્પવૃક્ષ સમા મુનિઓ છે. મૂળગુણો અને ઉત્તરગુણોરૂપી ફળના સમૂહથી વ્યાપ્ત વનોથી શ્રીસંઘમેરૂ ભરચક છે. નાના પ્રકારની રિદ્ધિસિદ્ધિ રૂપી ત્યાં કુસુમો છે. આજે તો આનંદઘનજી મહારાજની પંક્તિ બંધા બોલતા થઈ ગયા છે કે – ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા.” પણ ત્યાં શું કહ્યું ? મુનિનો સમુદાય તે ગચ્છ. ભગવાનના ગણધર અગિયાર હતા, પણ ગણ નવ હતા. બે ગણના વાચનાચાર્ય એક, એવી રીતે ચાર ગણના વાચનાચાર્ય બે હતા. એ રીતે ગણ નવ હતા. ગણ એટલે ગચ્છ અને ગણાધિપ એટલે ગચ્છાધિપતિ. આ રીતે શ્રી તીર્થંકરદેવના વખતમાં પણ ગચ્છની હયાતી તો હતી જ. એક આચાર્યનો પરિવાર વધે એટલે તેની સંભાળ માટે વિભાગોમાં વહેંચણી કરે તે ગંચ્છ અને તે ગચ્છ તે આચાર્યના નામે ઓળખાય. સામાન્ય જ્યિાના ભેદની કિંમત નથી. પણ તાત્વિક ભેદ જ્યાં પડ્યો ત્યાં એવા ગચ્છને શાસ્ત્ર અપ્રમાણિક ઠરાવ્યા. ઉપાધ્યાયજી મહારાજાએ આ બધું સ્પષ્ટ લખેલ છે. ગચ્છો એટલે ઝઘડા નથી. વિવિધ રિદ્ધિસિદ્ધિરૂપી પુષ્પોથી શોભતા અને મૂળગુણ તથા ઉત્તરગુણરૂપી ફળોથી લચી પડેલા કલ્પવૃક્ષ સમાન મુનિઓ છે. તે મુનિઓનો સમૂહ તે ગચ્છ છે. વૃક્ષોનો સમૂહ જેમાં હોય તે વન. આવા વનનો સમુદાય મેરૂમાં ઘણો છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પણ એમ સમજવું. ગચ્છોના સમૂહથી તે શોભે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ' 1 પ૨૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ગચ્છોના વાડા ન જોઈએ.” એમ સમજ્યા વિના બોલે તે ન ચાલે. વસ્તુતત્ત્વ જાણ્યા વિના બોલવાથી પાપ લાગે છે. શ્રુતજ્ઞાન રૂપ રત્નમય ચૂલા હવે મેરૂગિરિના શિખરને ચૂલા શીખા છે. એ શીખા નિર્મલ વેરૂલ રત્નની છે શ્રીસંઘમેરૂમાં શિખર સમાન સૂરિવર પણ ઉત્તમ જ્ઞાનરત્નરૂપી ચૂલાથી દીપ્તિમાન છે. એ શ્રુતજ્ઞાનરૂપ રત્ન ચૂલા સમજવી. ત્યાં કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન તો પ્રભુની હયાતીમાં કે ત્યારબાદ થોડો કાળ હોય, બાકી શાસન તો દીર્ઘકાળ સુધી શ્રુતજ્ઞાનના બળથી જ નભે. શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ ઝીલીને આચાર્ય તમારા પર નાખે? : : કમળની ઉપમામાં શ્રતને નાળ તરીકે ગણેલ છે જ્યારે મેરૂમાં ચૂલાના સ્થાને ગણે છે. શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ આચાર્ય ઝીલે અને તમારા પર નાખે. હવે વિચારો કે આચાર્ય ત્યાંથી પ્રકાશ લઈને તમારા પર નાખે કે તમારામાંથી લઈને ત્યાં ફેંકે ? શ્રુતને કમળની ઉપમામાં નાનું કહ્યું, કેમ કે નાળ વિના કમળ બહાર જ ન આવે. અહીં શ્રુતને રત્નમય ચૂલી કહી, ત્યાંથી પ્રકાશ ઝીલીને આચાર્ય બધા પર નાખે. એ જ રીતે ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ વગેરે ક્રમસર ઝીલે. ત્યાંથી ઝિલાયેલું તે સાચું અને ઘરનું ખોટું. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શું ફરમાવે છે ? તે જોઈએ: શ્રીસંઘમેરૂના વર્ણનમાં ચૌદ ગાથા કહી. આ નંદીસૂત્રની ગાથા છે, જેના કહેનારા મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ ગણિવરજી છે. હવે આ વિષયને સમાપ્ત કરવો છે. ચર્ચા ચાલુ થઈ ત્યારે ચાલુ કર્યો હતો. જામનગર અને પાટણે જે કરવું હતું તે કર્યું, એટલે આપણે પણ આ વિષયને હવે પૂર્ણ કરીએ પણ એ પૂર્ણ કરતાં પહેલાં એક-બે દિવસ માટે શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘસ્વરૂપ માટે શું ફરમાવે છે તે પણ વિચારી જઈએ. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સુ.મ.ના શબ્દોમાં વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૦, ચૈત્ર વદ-૧૧ ગુરુવાર, તા. ૨૪-૪-૧૯૭૦ 114 • જેને તેને સંઘ ન કહેવાય ? • મુખ્યતયા શ્રમણ સમુદાય તે સંઘ : આજ્ઞામાં હોય તે સંઘ : . • બહુમતી કોની ? દેવાદિ દ્રવ્યનું ભક્ષણ અનેક રીતે થાય છે? - • ધર્મસ્થાનોમાં દુનિયાદારીની વાત ન થાય? • મંદિર ઉપાશ્રયના કાયદાને માન આપો : - તો ઉપાશ્રયોની હાલત શી થશે ? • મર્યાદા શી વસ્તુ છે, એ સમજો : મર્યાદાભંગ કદી ન કરાય : • એ દાન ન થાય પણ અસતી પોષણ થાય : ભગવાનને કશાની જરૂર નથી : . આજના લોકોની વાત ન્યારી છે : • આજની દલીલોના ગર્ભમાં ખોટી દાનત રહેલી છે : • ધર્મ ફળ શી રીતે ? • ધર્મી કદી પૈસા માટે પોક ન મૂકે : - • સમતાના આવા પાઠ કોણે ભણાવ્યા? • ધર્મસ્થાનો સાચવવાની જવાબદારી તમારી છે : એવાને સંઘમાં ગણનારા પણ. સંઘ બહાર છે : આ ગાથાઓ આજના ટોળાઓને આબાદ લાગુ પડે છે : 'लालयेत् पंच वर्णाणि' જૂની વાતને તાજી કરવા સંમેલન ભરવાનાં : વિસમી સદીના કોઈ પણ ચાળે ચડવા જેવું નથી : ભાંગફોડ કરવાનું કામ અમારું નથી' સ્વાર્થીઓની સેવા ન થાય : અધર્મી ઊંઘતા સારા : Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી મહારાજા શ્રી નંદીસૂત્રમાં ચૌદ ગાથા દ્વારા શ્રીસંઘનું જે વર્ણન કરી ગયા, તે આપણે વિસ્તારથી જોઈ ગયા. હવે શ્રી સંબોધ પ્રકરણમાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘના સંબંધમાં જે ફરમાવે છે તે જોઈએ. જેને તેને સંઘ ન કહેવાય ? તેઓશ્રી ફરમાવે છે કે શ્રીસંઘ એ ઘણી જ અનુપમ વસ્તુ છે. જેને તેને સંઘ કહેવામાં આવે તો સમ્યકત્વ નાશ પામે અને મિથ્યાત્વ આવે. શ્રી તીર્થંકરદેવ પછી તરત જ શ્રીસંઘ પૂજ્ય કોટિમાં આવે છે, પરંતુ જે સંઘમાં સંઘત્વ ન હોય તે પૂજ્ય કોટિમાં તો નથી રહેતો. પણ સહવાસ કરવાને યોગ્ય કોટિમાં પણ નથી રહેતો. જેટલી વસ્તુની મહત્તા તેટલી એની મોટાઈ જોઈએ. નંદીસૂત્રમાં તો શ્રી દેવવાચક ગણિવરજી મહારાજા મંગલાચરણ કરતા હોઈ માત્ર ત્યાં મંડનાત્મક સ્વરૂપ છે, જ્યારે અહીં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તો ખાસ સ્વરૂપ વર્ણવતા હોઈ સંઘ તરીકે ઓળખાતા સમુદાયના ગુણ-દોષ બંને કહે છે. કોને સંઘ કહેવાય અને કોને સંઘ ન ક ાય એ બેય વાતનું વર્ણન કરે છે. મુખ્યતયા શ્રમણ સમુદાય તે સંઘ ઃ | મુખ્યતયા તો શ્રમણ સમુદાયને સંઘ કહેવામાં આવે છે. જેમાં ચાર પ્રકારનો સંઘ કહેવાય છે તેમ પ્રથમ ગણધરને પણ સંઘ કહેવામાં આવે છે. બીજા એની નિશ્રામાં માટે એ પણ સંઘમાં ગણાય. જો સંઘને સામાન્ય અર્થમાં પૂજ્ય ગણીએ તો તો શ્રાવકને પણ સાધુ હાથ જોડે, પણ મર્યાદા એવી નથી. ચારેય એકત્રિત થાય ત્યારે એ તમામ સંઘ કોટિમાં છે. શ્રાવક-શ્રાવક ભેગા થાય તો પરસ્પર હાથ જોડે, ભક્તિ કરે, એ બધું બને. પણ એકબીજાને ઇચ્છામિ ખમાસમણા ન દે. સંઘ એ શ્રી તીર્થકરવત્ પૂજ્ય છે માટે શ્રાવકને વંદન થાય ? કદી નહિ. સંઘમાં આચાર્ય મુખ્ય છે અને બધા આચાર્યની નિશ્રામાં છે. માટે આચાર્ય પૂજ્ય છે. પણ તે યોગ્યતા અનુસાર. હજારો સાધુઓ સંઘમાં ખરા પણ એ બધા આચાર્યને નમે પણ આચાર્ય એમને ન નમે. આજ્ઞામાં હોય તે સંઘ ઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે, સુખશીલિયાઓ સદા પોતાના શરીર સામે જુએ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત આવે કે તરત શરીર તપાસે. માત્ર સુખશીલિયા જ હોય તે તો ઠીક પણ આગળ વધીને સ્વચ્છંદવિહારી બન્યો તે તો શિવપંથના વૈરી થયા, કેમ કે એ તો મરજી આવે Page #544 -------------------------------------------------------------------------- ________________ 1711 –૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં -114– પ૨૩ તેમ ચાલે. આવા લોકો આજ્ઞાથી ગયા. એવાઓ ઘણા હોય તો પણ એમને સંઘ ન કહેવાનું આ મહાત્મા ફરમાવે છે. તેઓશ્રી કહે છે કે, એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા ભલે હોય પણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તે સંઘ, આજ્ઞાથી બહાર હજારો કે લાખો હોય તો તે નકામા. પ્રભુના શાસનમાં બહુમતીવાદ નથી. બહુમતીવાદ તો આજના કહેવાતા સુધારેલા યુગની પેદાશ છે. વીસમી સદીના એક પણ ચાળાને અડતા નહિ, કેમ કે એનો ચેપ લાગે છે. સાચી વાત બધાને ગમતી નથી. આ રજોહરણ સાચો છે, પણ તે ગમે કેટલાને ? બધાને ન ગમે માટે એની વાત કરવી બંધ કરાય ? તમને ગમે એવું જ કહેવા સાધુઓ બંધાયેલા નથી. કયા વિષય પર વ્યાખ્યાન વાંચવું એ અંગે તમારો મત રોજ અમારે લેવાનો ? જેઓને આ વીસમી સદીનો બહુમતીનો ચેપ લાગે છે તેઓ સદ્ભાવના હારી જાય છે. એવા ઘણા હોય તો પણ એને સંઘ ન મનાય. બહુમતી કોની ? જૈનશાસનમાં બહુમતી ગીતાર્થ, સમજદાર તથા માર્ગના જ્ઞાતાની છે. અજ્ઞાનોની બહુમતી કોઈ કાળે ન ગણાય. પ્રમાદી ઘણા હોય એ બને. પણ પ્રમાદને ભૂંડો માને એ જ સાતમા ગુણઠાણાને સારું કહી શકે. પ્રમાદને પણ જરૂરી માને તો જેને નવો ચીલો પાડવો હોય એની વાત એ જાણે પણ જે રેલગાડીએ નિશ્ચિત પાટા પર ચાલવું હોય એણે તો પાટા પર ટિચાઈ પડાય એવી વસ્તુ ત્યાં નથી ને એ જ જોવાનું. હોય તો તેને દૂર ખસેડી નાખવી. ' દેવાદિ દ્રવ્યનું ભક્ષણ અનેક રીતે થાય છે: જેને આજ્ઞાની કિંમત નથી એવા મોક્ષમાર્ગના વૈરીને સંઘ તરીકે ના ઓળખાવાય. વળી આગળ વધીને કહે છે કે, દેવાદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર હોય તેને પણ સંઘમાં ન ગણાય. આદિ શબ્દથી સાધારણ દ્રવ્ય પણ આવી ગયું. દેવાદિ દ્રવ્યનું ભક્ષણ ખાવાથી જ થાય છે એમ ન માનવું. અનેક રીતે ભક્ષણ થાય છે. અમુક રકમ બોલ્યા કે તે જ વખતે આપી દેવાની વિધિ છે. આપવાના કહ્યા એટલે એ દ્રવ્ય પરથી માલિકી ગઈ. બેંકમાં નાણાં મૂકો કે વ્યાજ શરૂ થાય. મૂક્યા પહેલાં કોઈ જમે પણ ન કરે. અહીં પણ આપ્યા કહ્યા પછી માલિકી જાય છે. એને બદલે આજે તો ઉઘરાણી કરવા છતાં મહિનાઓ સુધી પૈસા ન ભરે એ શું બતાવે છે ? વહીવટદાર યાદ ન કરે તો વર્ષો પણ ચાલ્યાં જાય. આમાં વ્યાજભક્ષણનો દોષ લાગે છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1712 ધર્મસ્થાનોમાં દુનિયાદારીની વાત ન થાય મંદિર અને ઉપાશ્રય એ ધર્મસ્થાનો છે. એની અંદર કે બહાર, એના ઓટલા ઉપર બેસી દુનિયાદારીની વાતો કરવામાં પણ દેવાદિ દ્રવ્યભક્ષણનો દોષ લાગે છે. સાધારણ દ્રવ્ય પણ ખાઈ જવા માટે નથી. એ દ્રવ્ય પણ સાતે ક્ષેત્રને પોષવા માટે છે. ધર્મને સહાયક એવી દરેક વાત તથા ક્રિયા થાય પણ અર્થકામની પ્રવૃત્તિ કે એની એક પણ વાત ત્યાં ન થાય. ઉપાશ્રયમાં નવકારસીની રજા અપાય. પણ દુનિયાદારીની કોઈ પંચાત ત્યાં ન કરાય. ધર્મસ્થાનોનો વહીવટ કરતાં આવડે તો વહીવટ કરનાર તીર્થંકર નામકર્મ ઉપાર્જે; અને જો ઊધું વાટે તો ડૂબે માત્રા ખાતાં આવડે તો પચે અને શરીર પુષ્ટ કરે, નહિ તો ફૂટી નીકળે. સ્વાર્થવૃત્તિના કારણે આ બધી વાતો ભુલાઈં ગઈ છે. ૫રમાર્થ વૃત્તિ નાશ પામી છે. ઉપાશ્રયમાં બીજાં કામ થાય તો એ સ્થાનનું મહત્ત્વ ઘટે. એક દિવસ બીજું કામ કર્યું, પછી તો રોજ થવાનું. બપોરે નવરાશમાં ત્યાં જઈને તમારા ચોપડા લખો તો પછી વ્યાખ્યાન વખતે લખો તો પણ કોણ રોકવાનું ? દુનિયામાં આવું નહિ ચાલે. ગમે તેવી સ્વતંત્રતાની વાતો કરનારો, ગમે તેવો તોફાની અગર ગમે તેવો ધારાશાસ્ત્રી પણ, એ બધા કોર્ટમાં તો શાંત જ ઊભા રહે, ઊંચે સ્વરે બોલે જ નહિ, કેમ કે સમજે છે કે આ કાંઈ પોતાના ઘરનું દીવાનખાનું નથી. જો આવી મર્યાદા ન હોત તો બધા ભણેલા ભેગા થઈને ત્યાં શું ન કરત ? પરિણામ વિષમ આવત. ગમે તેવો કાયદાબાજ પણ ત્યાં મર્યાદાથી જ વર્તે એવો એ સ્થાનનો મહિમા છે.’ મંદિર ઉપાશ્રયના કાયદાને માન આપો ઃ મંદિર તથા ઉપાશ્રયમાં પણ એના કાયદાઓને માન આપવું જ પડે, તો જ ધર્મ સચવાય. આ રીતે મર્યાદા સચવાય તો મંદિર તથા ઉપાશ્રય એ બેય સ્થાન તારક છે. તોફાની છોકરાને મા-બાપ કદી ઘરના આંગણે તોફાન કરવા દે પણ ટ્રેનમાં કે સ્ટીમરમાં ન કરવા દે. ત્યાં પડી જવાનો અને મરી જવાનો ભય છે. મંદિર તથા ઉપાશ્રયના સ્થાનનો મહિમા બરાબર સચવાય તો એ તારે પણ એને માટે આજે વિપરીત ચર્ચા ચાલે છે. એનું કારણ એ કે ભાવના ફરી છે. ...તો ઉપાશ્રયોની હાલત શી થશે ? આજે કહેવામાં આવે છે કે મોટા મોટા ઉપાશ્રયો છોકરાં ભણાવવાના ઉપયોગમાં કેમ ન લેવાય ? પણ છોકરાંને ભણાવાય છે શા માટે, એ વાતને તેઓ અડતા જ નથી. જો બધા પ્રકારના જ્ઞાનની વાત કરતા હોય તો એકલા Page #546 -------------------------------------------------------------------------- ________________ 1713 —૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ૫૨૫ વિદ્યાર્થીની વાત ન થાય, પછી તો ઝવેરાતનો ધંધો શીખનાર, કાપડિયાનો ધંધો શીખનાર વગેરે બધાને ત્યાં સ્થાન આપવું પડે. તો પછી ઉપાશ્રયોની હાલત શી થશે ? આજે તો આ બે સ્થાનોમાં બહા૨નું ભુલાય છે એ પ્રતાપ કોનો ? મનેકમને મર્યાદા સચવાય તેનો. અહીં દુનિયાદારીની વાતો ચાલે તો ભાવના પલટાય. જે દિવસે બહારની વાતો અહીં ગોઠવાઈ જશે ત્યારે સામાયિક પ્રતિક્રમણ વગેરે ગયાં સમજવાં. આવા બધા પણ દેવાદિ દ્રવ્યના ભક્ષણ કરનારા ગણાય. આવાને સંઘ ન ગણાય અને આવા પ્રકારના ઉન્માર્ગનો પક્ષ કરનારાને પણ સંઘમાં ન ગણાય. મર્યાદા શી વસ્તુ છે, એ સમજો સભા : 'કહે છે કે જગ્યા ખાલી પડી રહેતી હોય તો એનો ઉપયોગ કરવામાં વાંધો શો ?’ દેરાસરનો રથ રોજ નકામો પડી રહે છે તો તમારા છોકરાંને એમાં બેસાડીને રોજ ફેરવવો છે ? તમારા કબાટમાં ભરી રાખેલાં કપડાં રોજ વપરાતાં નથી તો બીજાને વાપરવા આપશો ? કરોડપતિના કરોડ તિજોરીમાં ખાલી પડ્યા રહે છે તો ગરીબો જઈને લઈ આવે ને ખાય તો વાંધો શો ? મર્યાદા શી વસ્તુ છે એ બરાબર સમજો. સાચો ઉદાર પણ મર્યાદા નહિ લોપે. જો મર્યાદા વિનાની ઉદારતા તમને માન્ય હોય તો તમારે ત્યાં રોજ ચાર જ કેમ જમે, ચાલીસ કે ચારસો કેમ નહિ ? ઉદારતાની સામગ્રીનો સદુપયોગ કરે એ દાતા પણ જો બીજાઓને લૂંટવા દે તો ઘર-વ્યવહાર ચાલે ? એવા દાતા૨ને બીજે દિવસે હાથમાં શકોરું લેવું પડે. મર્યાદા બધે જોઈએ. ચોરને પણ વ્રતધારી શ્રાવકે છોડાવ્યાનાં દૃષ્ટાંતો છે પણ એ આખી વાત જુદી છે. એને ન છોડવાય ત્યાં સુધી પારણું પણ નહિ કરવાના અભિગ્રહનાં દૃષ્ટાંત આવે છે. પણ એ વાત અલગ છે. ત્યાં તો સામો આત્મા સુધી પણ જાય. એ વખતે પેલા ચોરની હાલત કઈ થાય ? એ રીતે છોડાવનાર દયાળુઓએ પણ ચોરીને પુષ્ટિ નથી આપી. પ્રસંગે એમ બને એ વાત જુદી સમજવી, પણ એ રીતસરનો રિવાજ નહિ . જો એમ બોલાવીને લઈ જવા દેવામાં આવે તો તો ઇરાદાપૂર્વક પાપ તથા પાપીનું પોષણ થાય. પ્રસંગે ધર્મી દયાર્થી આંખમીંચામણાં કરે એ વાત જુદી અને મર્યાદાનો લોપ કરે એ વાત જુદી. પહેલા અણુવ્રતમાં નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ હણવો નહિ એવો નિયમ કેમ ? બધા ત્રસ માટે નિયમ હોત તો તો સાધુ જ ન થાત ? Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭. સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ મર્યાદાભંગ ન કરાયઃ જો તમારી એવી ભાવના હોય કે “આ લક્ષ્મી છૂટતી નથી, છોડાતી નથી, માટે સંસારથી છુટાતું નથી તો ભલે કોઈ લઈ જાય’ તો મને જણાવો. હું એ માટે વ્યવસ્થા કરીશ. તમારે ત્યાં એવાને મોકલીશ કે જેથી તમે દીક્ષા લઈ શકો અને પેલાઓ તમારા ધનનો સદુપયોગ કરે. પછી તો મારે દીક્ષિતો બનાવવા મહેનત નહિ કરવી પડે. પણ આવું બનતું નથી. પેલાં દૃષ્ટાંતો અપવાદરૂપ છે. મર્યાદાભંગ કદી ન કરાય. એ દાન ન થાય પણ અસતી પોષણ થાયઃ જ્યારે દુનિયાના પદાર્થો ઉપરથી મારાપણાનો ભાવ ઊડી જાય ત્યારે તો એ સાધુ છે. જંબૂકુમારને બીજે દિવસે દીક્ષા લેવી હતી, સવારે જ બધું તજીને નીકળવાનું હતું. પણ રાત્રે આવેલા ચોરને એમણે શું કહ્યું ? પ્રભવ ચોરે જ્યારે બધા પર અવસ્થાપિની નિદ્રા મૂકી અને જંબૂકુમારને એની અસર ન થઈ (કેમ કે એ ચરમ શરીરી હતા, ત્યારે પોતે એને ખુલ્લું કહ્યું કે જો કે હું તો કાલે સવારે આ બધાંનો ત્યાગ કરીને ચાલી નીકળવાનો છું. પણ આ બધાં (મા-બાપ, મહેમાનો વગેરે) અત્યારે તો મારા વિશ્વાસે જ સૂતેલાં છે. એ બધાનો અત્યારે હું રક્ષક છું માટે આ રીતે તને લેતાં અટકાવવાની મારી ફરજ છે. મર્યાદા આનું નામ. જો એમ ન હોય તો ઘર ચાલે નહિ. કોઈ કોઈના ભરોસે સૂએ નહિ. સ્થાનની મર્યાદા ન ભુલાય. શ્રાવકોએ ચોરો છોડાવ્યા એ વાત સાચી, પણ મર્યાદા તોડીને ઘરના બારણાં ખુલ્લાં ન રાખ્યાં. એ વાત ખરી કે શ્રાવક પ્રસંગે દુશ્મનનો પીછો ન પકડે. દુશ્મનનો નાશ કરવાની દુષ્ટ ભાવના એને ન આવે એ બધું ખરું. પણ તેથી મર્યાદાયીન ન થાય. નવકારશીનું જમણ કરનાર સાધર્મીને પોતાના સ્વજનોથી પણ અધિક માની જમાડે. પણ તેથી બધાને ઘેર લઈ જવા દે ? દાતાર આપે ગમે તેટલું પણ સામાને પોતાની તિજારીમાં હાથ નાખવા ન દે. જો એમ હાથ નાખવા દે તો સાચા યાચકો રહી જાય અને લૂંટારાઓ ઘરભેગું કરી જાય. એ દાન ન થાય પણ અસતી પોષણ થાય. શ્રાવકે મર્યાદાને સમ્યક પ્રકારે વિચારવી તથા સાચવવી જોઈએ. શ્રાવક દુશ્મનનું પણ ભૂડું ન ઇચ્છે એ વાત કબૂલ છે. જો ખાલી જગ્યાઓ હોય તે એવી ઉપયોગમાં લેવાતી હોય તો તો માથેરાન-મહાબળેશ્વરમાં શેઠિયાઓના ઘણાયે બંગલા ખાલી પડ્યા રહે છે. એ રહેવા માટે માંગો, પણ એ ન્યાયની વાત નથી. સ્થાનની જે જાતની મર્યાદા હોય તે સચવાવી જોઈએ. દેરાસરમાં જગ્યા ખાલી હોય, તેથી રાત્રે ત્યાં પથારી કરાય ? Page #548 -------------------------------------------------------------------------- ________________ 1715 —૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ભગવાનને કશાની જરૂર નથી : મંદિર કે મૂર્તિ તમે ભગવાન માટે કરો છો કે તમારા માટે ? પૈસાટકા, આંગી વગેરે તમામ તમે તમારા માટે કરો છો, નહિ કે ભગવાન માટે, મંદિર, મૂર્તિ, પૂજા, અંગ૨ચના વગેરે જો ભગવાન માટે તમે કરતા હો તો ન કરતા. ભગવાન કાંઈ જ માંગતા નથી. એમને એ કશાની જરૂર જ નથી. આત્મા માટે જ જો કરતા હો તો ત્યાં એક પણ પ્રશ્ન રહેતો નથી. ભગવાનની સેવામાં અર્પણ કરાયેલી ચીજથી આત્માનો નિસ્તાર માન્યો છે માટે ચીજ ત્યાં મુકાય છે; અને માટે જ એ ત્યાં સમર્પણ કરેલી ચીજ બીજે ન વપરાય એવો આગ્રહ છે. શ્રી જિનેશ્વરદેવ માટે તમે મૂકતા હો તો વહીવટદાર તમે તમારા કેમ નીમ્યા ? તમારે તો મૂકીને ચાલ્યા જવું જોઈતું હતું. એમણે એ બધાનો ત્યાગ કરેલો છે. વળી તમે તો છોડી છોડીને કેટલું છોડવાના ? બહુ બહુ તો લાખ બે લાખનો મુગટ પહેરાવો. પણ એમના મુગટમાં તો કરોડોના હીરા માણેક હતા. ઇંદ્રો તો એમની સેવામાં હતા. એમણે તો એ બધું છોડ્યું છે. આજના લોકોની વાત ન્યારી છે તમે કેસ૨-ચંદન વગેરે ભગવાન માટે લાવતા હો અને પૂજા પણ એમના માટે જ કરતા હો તો ન કરતા. દેવગુરુની ભક્તિ કરવી યોગ્ય લાગે, તારક લાગે તો કરજો. ‘અમારી ભક્તિ વિના દેવ દૂબળા થઈ જશે અને ગુરુ જીવશે નહિ’ એ રીતે કરશો તો એ ભક્તિ નથી. પણ આશાતના છે. શ્રી જિનેશ્વરદેવ મંદિરમાં બેઠા માટે એ જિનમંદિર કહેવાય. પણ મંદિર તો જૈનોનું. પ્રભુ એમની મેળે આવીને નથી બેઠા, પણ તમે બેસાડ્યા માટે બેઠા. તમે જે ક્રિયા તમારા માટે કરો છો એનો આરોપ પ્રભુ પર કેમ કરો છો ? આજના લોકોની વાત ન્યારી છે. તમે મુગટ ચઢાવો એમાં પ્રભુને પરિગ્રહ વળગે ખરો ? શ્રી જિનેશ્વરદેવની ભક્તિ શા માટે, એ નથી સમજ્યા તેની આ બધી પંચાત છે. આજની દલીલોના ગર્ભમાં ખોટી દાનત રહેલી છેઃ ૫૨૭ જો મકાન ખાલી છે માટે બીજા કામમાં વપરાય તો તમારી ઑફિસના ખાલી ભાગમાં કોથળા કેમ નથી ભરતા ? એને માટે વખાર જુદી શા માટે ? ધર્મને ભૂલ્યા માટે એ બધા વિચારો આવે છે. વળી ધર્મ ભૂલ્યા માટે તો મકાન ખાલી છે. બધા આવશ્યક ક્રિયા કરતા હોત તો ઉપાશ્રયો ખાલી જ ન હોત, કેમ કે મુંબઈમાં રહેવાની ઓરડીઓ નાની છે. ધર્મી ધર્મ ભૂલે તેથી ખાલી રહેતા મકાનમાં કાંઈ અધર્મીઓને પેસવા ન જ દેવાય. આજની દલીલોના ગર્ભમાં Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 116 ખોટી દાનત રહેલી છે. મુંબઈમાં ફુટપાથ પર ઘણા સૂવે છે તો એમને તમારા ખાલી દીવાનખાનામાં કેમ નથી સુવાડતા ? પેઢીમાં માણસ ઘણા હોય પણ તેમાં અમુક જ પેઢીમાં સૂવે. જ્યારે બીજાને તો બહાર જ સૂવું પડે. ઉપાશ્રયો કોના માટે ? “નિશીહિ'નો મર્મ સમજનારા માટે. જેનામાં એ લાયકાત ન હોય તે ન આવે. “નિસીહિ'ની પ્રતિજ્ઞા કરે તે અહીં આવે. તમે તો “નિસીહિ'ને ઘોળીને પી ગયા છો. નહિ તો મંદિર તથા ઉપાશ્રયમાં બીજી પંચાત હોય જ શાની ? હૈયામાંથી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અંકુશ જતો રહ્યો છે માટે આ હાલત થઈ છે. દેવ જેવા હાથીને પણ અંકુશ વિના ન રખાય. આ તો ફાવે તો ‘નિસીહિ' બોલે, એકી સાથે ત્રણ વાર પણ બોલે છતાં બીજી-બીજી વાતો ચલાવ્યા કરે. બાઈઓ ભગવાનની સામે ઊભી રહીને ભગવાનની સાક્ષીએ જ ખાસ્સી મજેની, ઘરની વાતો કરે અને બીજાને ચૈત્યવંદનાદિમાં અંતરાય કરે, કેમ કે, સ્થાનનો એમને ખ્યાલ જ નથી. તે સભાઃ “નિયમોનાં ચોપાનિયાં ચોઢવાં જોઈએ.” નિયમો શાસ્ત્ર ઘડેલા છે, છપાવનારે છપાવ્યા છે, મંદિરમાં ચોડ્યા છે. પરંતુ તેય વાંચનારાઓએ ફાડી નાંખ્યા. તેઓ કહે છે કે આ બધી શી પંચાત ? આ બનેલી વાત છે. ઠોઠ નિશાળિયો વરસમાં ચાર ચોપડી ફાડે તોય એવો ને એવો ડોબા જેવો જ રહે. ધર્મ ફળે શી રીતે ? | મુખકોશ કેમ બંધાય, ધૂપ કેમ થાય, આશાતના કઈ કઈ, એ બધું પેલાં ચોપાનિયાંમાં જણાવેલું હતું. પણ તે તો ફાડી નાંખ્યાં. લોકો ધૂપ પ્રભુના મોં સુધી લઈ જાય છે, અગરબત્તી ફોટાને અડાડે છે. સારું છે કે કાચ હોય છે એટલે બીજો વાંધો નથી આવતો. આવી અક્કલવાળાને શું સમજાવવું ? ત્રણ જગતના નાથને જરા ઓળખો. ભગવાનને તિલક એવી–રીતે કરો કે માત્ર કેસર જ ભગવાનને અડે. નખ તો નહિ પણ શક્ય હોય ત્યાં સુધી આંગળી પણ નહિ. મૂર્તિને માથેથી કે ગળચીથી પકડે. સિદ્ધચક્રજીની એક પર એક એમ થપ્પી કરે, ભીના અંગલૂછણા ભગવાન પર મૂકી રાખે, આવું જ્યારે શ્રાવકો પોતે જ કરે પછી એ પૂજારી સારા લાવવાની વાત કયા મોઢે કરતા હશે ? તમે જેટલી આડતિયાની ખાતર બરદાસ કરો છો તેટલી પ્રભુજીની મૂર્તિની નથી કરતા. માબાપ પોતાના બાળકને જેટલું સાચવે એટલું પૂજા કરનારા ભગવાનની મૂર્તિને નથી સાચવતાં, માટે ધર્મ કરતા છતાં દીનતા નથી જતી. ધર્મ ફળે શી રીતે ? ધર્મ કદી દીન ન હોય. લક્ષ્મીને બીજો માનનાર લક્ષ્મીના અભાવમાં કદી Page #550 -------------------------------------------------------------------------- ________________ 1717 –૩૪ સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં -114- ૫૨૯ રૂવે ખરો ? અને એવો સત્ત્વશીલ હોય તેને ત્યાં તો નિધાન નીકળે. જે ભાવનાથી કેવળજ્ઞાન થાય તે ભાવનાથી નિધાન નીકળે એમાં શી મોટી વાત છે ? ધનાજીનું ચરિત્ર જાણો છો ને ! ધર્મી કદી પૈસા માટે પોક ન મૂકેઃ ધનાજીના ત્રણ ભાઈઓ ભાગ માટે ઝઘડતા હતા ત્યારે પિતાએ એમને કહ્યું કે, “આ બધું તો ધનાજીના ભાગ્યથી છે, તમે નકામા ઝઘડા શું કામ કરો છો ?' પણ એ તો લડતા જ રહ્યા ત્યારે ધનાજીએ પોતાના ભાઈઓને આ રીતે ક્લેશ થતો જાણી પોતે રાતોરાત ત્યાંથી ચાલી નીકળ્યા. એ જ્યાં જાય ત્યાં લક્ષ્મીના ઢગલા એમની પાસે થઈ જતા. રસ્તે જતાં ખેતરમાં ખેતી કરતા ખેડૂતે રોટલા ખાવા આમંત્રણ કર્યું તો ખેડૂતનું પણ કામ કરીને પછી ખાવું એમ વિચારી તેના હળથી ખેતર ખેડવા માંડ્યું તો જમીનમાંથી નિધાન નીકળ્યું. ખેડૂત ધનાજીને એ લેવા માટે કહે છે. કારણ કે, ધનાજીના ભાગ્યે જ નીકળ્યું છે એમ એ માને છે. ધનાજી ખેડૂતને કહે છે કે તારી જમીનમાંથી નીકળ્યું માટે એ તારું છે, મારે ન લેવાય. જે ધર્મથી કેવળજ્ઞાન મળે એ ધર્મથી નિધાન મળે એમાં નવાઈ શી ? પણ ધર્મી કદી પૈસા માટે પોક મૂકે ? આજે આ બધી વાતો તમારી પાસે કરીએ. પણ તમને એની અસર થતી નથી. કેમ કે, તમે નઘરોળ જેવા બની ગયા છો. ગમે તેટલી વાત કરો, પણ જેને અસર જ ન થાય તે નઘરોળ કહેવાય. આજે તો ધર્મસ્થાનોની મર્યાદા ભુલાતી જાય છે. ઘરની કે બજારની વાતો મંદિર ઉપાશ્રયમાં થાય ? હવે તો કેટલાકો છાપાં પણ લઈને અહીં આવવા લાગ્યા છે. સભાઃ “સામાયિકમાં છાપાં વાંચે છે.' જેટલું નહિ કરો તેટલું ઓછું. અનંતજ્ઞાનીના સેવકોની આ દશા હોય ? દુનિયાની સાહ્યબી, મળી એટલે પતી ગયું ? ધર્મ પાસે દુનિયાનું સઘળું તુચ્છ માનવું જોઈએ. એ ભાવના આવે તો આવા પ્રશ્નો નહિ ઊઠે. ભાવના વિપરીત છે માટે આ બધા પ્રશ્નો ઊઠે છે. વીસમી સદીના એક પણ ચાળે ચઢવા જેવું નથી. એક પણ કુટેવ પેસવા ન દો. બહુમતી કે લઘુમતીની પંચાતમાં ન પડો. વોટની વાતોથી દૂર જ રહો. ધર્મક્રિયા માટે વોટ લો તો કેટલા મળે ? ઉપરથી એમ કહે છે કે, “વીસમી સદીમાં આવી બધી ઘેલછા ? ધર્મઘેલાં ન બનો. સામાયિક, પૂજા ને ટીલાટપકાંના ટાહ્યલાં બધાં જવા દો' આવાઓના અભિપ્રાય ધર્મક્રિયામાં ચાલે ? દીક્ષાની બાબતમાં વય વગેરેના અનેક વાંધા એવા કાઢે કે માણસ મસાણે પહોંચે ત્યારે જ દીક્ષાને યોગ્ય માને; ત્યાં પણ જીવતો થાય તો Page #551 -------------------------------------------------------------------------- ________________ 1718 ૫૩૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પાછાં કપડાં ઉતારી લે. પૈસા ખાતર અનેક કાળાધોળાં કરનારા દર્શન-જ્ઞાનચારિત્રના વિષયમાં શો અભિપ્રાય આપે ? હિમાલય પવિત્ર ગણાય છે. છતાં કેટલાક ખેડૂતો ભેગા મળી ઠરાવ કરે કે “ત્યાં બીજ વવાતું નથી માટે એ ભૂમિ નકામી છે” તો એટલા માત્રથી હિમાલયની પવિત્રતા ઘટી જાય ? એ જ રીતે પૈસા અને કુટુંબ પાછળ ગાંડા બનેલાઓને ધર્મની વાતો કરો તો કહેશે કે, “એ તો ફુરસદે હોય, અત્યારે શું છે ?' આવું પણ જરા શ્રદ્ધાળુ હોય તે બોલે, નહિ તો કહી દે કે, “આ જમાનામાં વળી ધર્મ શા ?” જેમને કાયમ કોર્ટમાં દાવા ચાલુ હોય, નવા ચોપડા બનાવવાનું ચાલુ હોય, સરકારને બતાવવાના જુદા અને ઘરાક માટેના જુદા હોય, જેવો માણસ તેવી વાત કરવામાં ટેવાયેલા હોય એવા માણસો પણ અહીં આવીને ઝઘડા રગડા મૂકવાની સલાહ આપે છે, સમતાભાવને ભજવાની વાત કરે છે ત્યારે આશ્ચર્ય ઊપજે છે કે આ સમતા એમનામાં આવી ક્યાંથી ? નાશવંત લક્ષ્મીની પાછળ ચોવીસે. કલાક ધાંધલ મચાવનારાઓને સમતા ગમી ક્યાંથી ? સમતાના આવા પાઠ કોણે ભણાવ્યા ? આપણે એમને સમજાવીએ કે, “એ લોકો આગમો માટે ગમે તેમ બોલે છે માટે એ ન ચલાવી લેવાય” તો કહેશે કે, “હશે ! હવે આપણે સમતા રાખો.” સમતાના આવા પાઠ તેમણે જણાવ્યા કોણે ? ઉપરથી એમ પણ કહે કે, “ભલેને આગમ એ લઈ જતા, એ પણ વાંચશે ને ?' હવે આમને શું સમજાવવું ? વહાલામાં વહાલા બાળકને પણ ચોપડા ન અપાય. એ તો હાથમાં આવે કે ફાડવા માંડે. ઝવેરી પોતાના બાળકને રૂપાળા રમકડાં રમવા આપે. પણ કાંઈ હીરાનાં પડીકાં રમવા ન આપે. આપે તો બાળક પડીકું ફાડી હીરા વેરણછેરણ કરે. ઝવેરી પોતાના બાળકને દાગીના પહેરાવી બહાર ન જવા દે. બહાર જાય તો દાગીનો ઉતારી લે, નહિ તો પોતે સાથે જાય. દાગીનો પણ સામાન્ય જ પહેરાવે, ભારે ન પહેરાવે. આ બધી મર્યાદા વ્યવહારમાં સ્વીકારો છો પણ અહીં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી જળવાતી. એ નથી જળવાઈ તેની જ આ બધી પંચાત છે. ધર્મસ્થાનો ખાલી રહે તો ખાલી રહેવા દેવાય, એને સચવાય પણ મર્યાદાનો લોપ ન કરાય. રાજ્યમાં મંગલ ઘોડા, મંગલ હાથી તથા મંગલ રથ હોય છે. સવારીમાં એને ખાલી જ રાખવાના. શોભા ખાતર જ ફેરવવાના. રાજા પણ એના ઉપર બેસે નહિ. એને એવા સ્થાનમાં રાખે કે જ્યાં એને જરા પણ તકલીફ ન પડે. એના છાણ-મૂત્ર પણ તરત જ સાફ થઈ જાય. ત્યાં એક પણ મચ્છર થવા ન દે. એ રીતે ખાસ માણસો એની તહેનાતમાં મૂકેલા હોય. એ Page #552 -------------------------------------------------------------------------- ________________ 1719 –૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સુ.મ.ના શબ્દોમાં -114- ૫૩૧ હૃષ્ટપુષ્ટ હોય. એના શરીરમાં લોહી એવું ભરેલું હોય કે ચૂંટી ખણો તો લોહીની ધાર છૂટે. એ ખાલી ઘોડા કે હાથી પર બેસાય કેમ નહિ ? એવી દલીલ ત્યાં ન ચાલે. તિજોરી મોટી હોય પણ પુણ્ય ઘટ્યું, આવક ઘટી ગઈ, તેથી અંદર મૂકવાના ન હોય, પરંતુ નાણાંની બદલીમાં કાંકરા કાંઈ એમાં ભરાય ? ઉપાશ્રય ખાલી છે માટે મને એમાં ઘી, ગોળ ભરવા દો, તો ભરવા દેવાય ? એ ભરે પછી સાધુ કે શ્રાવક માટે ધર્મક્રિયા કરવા ઉપયોગી રહે ? ધર્મસ્થાનો સાચવવાની જવાબદારી તમારી છે? શ્રાવકને તો ઘરમાં પણ એક પૌષધશાળા રાખવાની કહી છે, પણ ફર્નિચરના ખડકલામાંથી જગ્યા બચે તો રાખો ને ? જે વસ્તુ જે માટે નિર્માઈ તે વસ્તુ તે માટે સાચવવી જોઈએ. તમારા દેવ વીતરાગ છે અને ગુરુ નિગ્રંથ છે, માટે ત્યાંની વસ્તુ સાચવવાની જવાબદારી તમારા શિરે છે. ત્યાંથી કોઈ કાંઈ ઉપાડી જાય તો ભગવાન તો ન બોલે. પણ તમે જો આંખમીંચામણાં કરો તો પાપના ભાગીદાર બનો. ઘરની ચીજોની ઉપેક્ષામાં તો લાભ છે, પણ અહીંની ઉપેક્ષામાં ગેરલાભ છે. ઘરની લક્ષ્મી સાચવવામાં રૌદ્રધ્યાન છે, પણ અહીંની લક્ષ્મી સાચવવામાં ધર્મધ્યાન છે. આ મહાત્મા આગળ વધીને કહે છે કે સાધુજન પર દ્વેષ કરનાર એવાં મોટાં ટોળાંને પણ સંઘ ન કહેવાય. સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી, આજ્ઞાને નહિ માનનારા; આજ્ઞાની અવગણના કરનારા, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારા, ઉન્માર્ગનો પક્ષ કરનારા તથા સાધુજન પર દ્વેષ કરનારા એવા ઘણા હોય તો પણ તેને સંઘ ન કહો, એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે. આગળ વધીને કહે છે કે, અધર્મ, અનીતિ તથા અનાચારને સેવવાવાળા અને ધર્મનીતિથી પ્રતિકૂળ મોટાં ટોળાંને પણ સંઘ ન કહેવાય. અહીં અનીતિ માટે એટલો ખ્યાલ રાખો કે સંપૂર્ણ નીતિ તો દૂર છે, અહીં તો શ્રાવકનાં વ્રતોમાં બાધક બને તેવી અનીતિની વાત પૌગલિક ભાવનાના નાશ વિના તમારી અનીતિ જાય તેમ નથી. ન્યાયસંપન્ન વિભવમાં પણ નીતિ પરિમિત છે. જે ભૂમિકાએ જે વાત જેટલા પ્રમાણમાં હોય તેટલી જ ગણાય. ....એવાને સંઘમાં ગણનારા પણ સંઘ બહાર છે : જે લોકો દીક્ષાની વાતમાં ધાંધલ કરે છે તેઓ અનીતિ, અધર્મ તથા અનાચારમાં જોડાયેલા છે અને એમાં જોડાનારને સહાય કરનારા છે, પણ તેને તેમાં જોડાતાં રોકવાનો પ્રયત્ન કરતા નથી. એ લોકો એવા છે કે પોતાનો દીકરો અનીતિ આચરતો હોય, અધર્મ. સેવતો હોય અને અનાચારનો ઉપાસક હોય તો Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 120 પણ એની કાળજી ન રાખે, એને એ બધાથી ન રોકે, પરંતુ કોઈ દીક્ષા લેવા જતો હોય તો એને દીક્ષા ન લેવા દેવાની કાળજી રાખે અને દીક્ષા લેતાં રોકવાના તમામ પ્રયત્ન કરે. આવા અનીતિ, અધર્મ અને અનાચારમાં જોડાયેલા લોકો ધર્મનીતિથી તદ્દન પ્રતિકૂળ છે. એ ડાહ્યાઓએ દીક્ષાની નિયમાવલી ઘડી પણ અનીતિ, અધર્મ, અનાચાર સમાજમાં કોઈ ન સેવે એ માટે નિયમાવલી ઘડી ? દીક્ષાની વય નક્કી કરવા મેદાને પડ્યા, પણ ત્યાં વય નક્કી કરવાનો કાંઈ વિચાર કર્યો ? અનીતિ, અધર્મ, અનાચાર ન સેવે અથવા સેવવા યોગ્ય ન માને તે જ જૈનશાસનમાં રહે. સાત વ્યસન એ તો ભયંકર પાપ છે, એ સાતે વ્યસનનો ત્યાગ એ ટોળાંનો ખરો ? પોતાની સતી જેવી સ્ત્રીને મૂકીને ગમે ત્યાં ભટકવા માટે એમને રજાની જરૂર નહિ, ત્યાં સ્વતંત્રતાની ખુમારી બતાવે અને દીક્ષા લેવા કોઈ જાય ત્યાં રજાની વાત આગળ કરે. અનીતિ પર પ્રતિબંધ ન મૂકે, અધર્મને રોકે નહિ, અનાચારને અટકાવે નહિ અને ધર્મનીતિથી પ્રતિકૂળ રહેતા હોય, એવાને સંઘમાં ગણાય ? એવા તો સંઘમાં નથી. પણ એવાને સંઘમાં ગણનારા પણ સંઘ બહાર છે. તમે પણ જો એમને સંઘમાં ગણો તો તમે પણ સંઘ બહાર છો. એવાને જે માને અથવા એવાને સંઘર્ષ મનાવવાની જે પ્રેરણા કરે એ બધા સંઘમાં રહેવા લાયક નથી. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે આવી પ્રવૃત્તિ કરનારાં સાધુ-સાધ્વી પણ કદી ઘણાં હોય અને એમની પાછળ મોટું ટોળું હોય તો પણ એને સંઘ ન ગણાય. અનીતિ, અધર્મ તથા અનાચારની સામે જે સાધુ ન થાય, અને ધર્મનીતિથી પ્રતિકૂળ થાય એ કાંઈ સાધુ છે ? આ ગાથાઓ આજનાં ટોળાંઓને આબાદ લાગુ પડે છે: સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના સમયમાં પણ આવું બહુ હતું. એ મહર્ષિ મહામુશીબતે જીવ્યા છે. એમણે આ બધું જે અનુભવેલું તે લખ્યું છે. આજે તો એમાંનું કાંઈ નથી. એ વખતે તો કુલીંગીઓએ સંવેગી સાધુઓ માટે અમુક નગરોમાં વિહાર પણ બંધ કરાવ્યો હતો, પરંતુ તોયે બળવાન સાધુઓ ત્યાં પેસી ગયા હતા અને પેલાઓને ત્યાંથી કઢાવ્યા હતા. આ બધું તેઓ લખતા હતા. આ ગાથાઓ આજના ટોળાને આબાદ લાગુ પડે છે. એમના માટે જ લખી ગયા હોય એમ લાગે છે. ‘ટા પડ્ઝ વર્ષા' શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનાર સંઘને એ જ મહર્ષિ મા-બાપ કહે છે. મોક્ષ પ્રાસાદ (મહેલ)ના સ્થંભતુલ્ય કહે છે; અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહારના સંઘને સર્પ જેવો ભયંકર કહે છે. એ જ પાટણ અને એ જ જામનગર Page #554 -------------------------------------------------------------------------- ________________ 1721 -૩૪ સંઘની ઓળખ. સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં - 114- ૫૩૩ પહેલાં ધર્મસ્થાન ગણાતાં હતાં અને આજ પણ છે, પરંતુ એમાં ધર્મી થોડા છે. એ થોડા પણ ઝળકે તેવા છે. લાખ્ખો તારાવાળી પણ અમાસની રાત અંધારી લાગે છે અને એક જ ચંદ્રથી પૂનમની રાત ઊજળી લાગે છે. દુષ્ટ ગ્રહોની ફીકર નથી, પણ ગામના નામને એમણે કલંકિત કર્યું એમ તો કહેવાય. સાપનો ગુણ એ છે કે કરડી ન શકે તો ફૂંકાડા પણ મારે. પાટણ અને જામનગરમાં આજે પણ એ ગ્રહો ધમપછાડા કરે છે. ડસવાનો પ્રયત્ન કર્યો, પણ ન ફાવવાથી હવે આઘેથી ફૂંફાડા મારે છે. આ બધું પરિણામ જુવાનિયાઓને વહેતા મૂકવાથી આવ્યું છે. માટે તો નીતિકારે નિયમ બાંધ્યો છે કે : - 'लालयेत् पञ्च वर्षाणि, दश वर्षाणि ताडयेत्' અર્થ : પાંચ વર્ષની વય સુધી લાલનપાલન કરવું, પરંતુ પછી દશ વર્ષ સુધી જો આડો ચાલે તો તાડન કરવું અર્થાત્ શિક્ષા કરવી. તાડનાની વયમાં તાડના ન થાય તો પરિણામ ભયંકર આવે, જેમ આજે આવ્યું છે તેમ. તાડના કાંઈ એક પ્રકારે ન હોય. જેવો બાળક એવી તાડના. અવસરે આંખ કાઢવી એ પણ તાડના, વચનથી વઢવું તે પણ તાડના, હાથ ચલાવવો એ પણ તાડના અને સોટી ફટકારવી એ પણ તાડના. પાંચ વર્ષ સુધી લાલન થાય, એ વયમાં રૂવે તો કાંઈ વસ્તુ આપીને પણ મનાવાય. પરંતુ તે પછીની વયમાં હઠ કરે તો તેને શરણે ન થવાય. કહેવત છે કે, “સોળે સાન અને વીસે વાન,વળ્યો તો વહાણ નહિ તો પથ્થર પહાણ.” મોહાંધ મા-બાપોએ પોતાનાં બાળકોને પંપાળ્યો માટે આજે આટલા તોફાને ચડ્યાં છે તે બધાને વેઠવું પડે છે. જૂની વાતને તાજી કરવા સંમેલન ભરવાનાં સંમેલન સંબંધમાં એ લોકો કહે છે કે, “જો આજ્ઞાનુસાર કરવું એમ જ નક્કી કરવું હતું તો સંમેલન કેમ ભર્યા ? સંમેલનો ભરીને દુનિયાને નવું શું આપ્યું ?” એમને સમજ નથી કે કહેલી વાતને તાજી કરવા પણ સંમેલન ભરવાં પડે છે. શ્રી જિનેશ્વરદેવો તીર્થ સ્થાપે છે ત્યારે નવું કાંઈ જ કહેતા નથી. પોતે કહે છે કે, “જે અનંતા તીર્થકરોએ કહ્યું તે જ હું કહું છું, અને ભવિષ્યના અનંતા તીર્થકરો પણ આ પ્રમાણે જ કહેવાના.” પૂર્વના તીર્થકરોએ કહેલું કાળે કરીને ઘસાયું તે બીજા તીર્થકરો તાજું કરે છે. આ ક્રમ શાશ્વત છે. બુઠ્ઠા બનેલા ચપ્પા કરીને ધારદાર કરવા બજારમાં સરાણિયા ફરે છે. જૂની વસ્તુ ઝાંખી પડે ત્યારે એને તાજી અને સુદઢ કરવા સંમેલન ભરવામાં શાસનપક્ષ વાજબી છે. એ સંમેલનો એમને ખટકે તેનો ઉપાય નહિ. એની પરવા ન હોય. Page #555 -------------------------------------------------------------------------- ________________ – 1722 ૫૩૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ વીસમી સદીના કોઈ પણ ચાળે ચડવા જેવું નથી ? “દુનિયાને નવું શું આપ્યું ?” એવાં એમનાં વેણ સાંભળી તમે નવું કહેવાના નાદે ન ચઢતા. જો એવું થયું તો બે-ચાર વર્ષે તમે પણ એમના જેવા થઈ જશો. વીસમી સદીના એક પણ ચાળે ચઢવા જેવું નથી. આ શાસનમાં બહુમતી ચાલે નહિ, અહીં તો શાસ્ત્રમતિ જ ચાલે. મહાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, “આગ્રહીઓ જ્યાં પોતાની મતિ ત્યાં યુક્તિને ખેંચી જાય છે, જ્યારે જ્ઞાનીઓ જ્યાં યુક્તિ છે ત્યાં પોતાની મતિને લઈ જાય છે.' જે વસ્તુ માન્ય છે (આગમો) ત્યાં મત શા ? અમાન્ય માટે મત હોઈ શકે. ભાંગફોડ કરવાનું કામ અમારું નથી'? એ લોકો સમજે છે કે આ શાસનપ્રેમીઓ આગમને જ માનવાવાળા છે અને કાંઈ નવું નથી બોલવાના. છતાં એટલી ટીકા પત્રિકામાં ઇરાદાપૂર્વક લખી છે. એવા લખાણથી તમે કાંઈ પણ નવું કરો તો તમારી છાતી પર ચઢી બેસવા થાય, એ જ એમનો ઇરાદો. એમનું વાંચીને ગભરાતા નહિ. તમારે તો આવતે વર્ષે એ જ પડકાર કરવાનો કે “કેટલાક અમને વગર માંગે નવું કરવાની સલાહ આપે છે. પણ ભાંગફોડ કરવાનું તથા નવું કરવાનું કામ એમનું છે, અમારું નહિ.' સ્વાર્થીઓથી સેવા ન થાય? પાપ તથા માપ બદલાતાં નથી. પાપ કદી પુણ્ય ન થાય. પાપને છઠે આરે પુણ્ય મનાય ? તો તો એ વખતે જન્મવું સારું ને ? સભાઃ “એ લોકો તો હવે દેશસેવા કરવાના છે.” કોઈની પણ સેવા (અસેવા નહિ) કરે એમાં કોઈને વાંધો ન હોય. શાસનને ડહોળવા કરતાં, સાધુઓને કનડવા કરતાં, આગમોને ભાંડવા કરતાં, એવાં કોઈ કામમાં જોડાય તો વાંધો નથી. એ નવરા ન પડે તો આફત ઓછી. પેલા ભૂતની વાત તો તમે જાણો છો ને ? એક વાણિયા પાસે ભૂત કામ માંગતું આવ્યું અને કામ ન મળે તો તેને ખાઈ જવાની બીક બતાવી. પેલા વાણિયાએ એને કહી દીધું કે હું બતાવું ત્યારે કામ કરવું અને કામ ન બતાવું ત્યારે આ થાંભલા ઉપર ચડ-ઊતર કર્યા કરવી ! આ રીતે વાણિયાએ પાપ ટાળ્યું. એ જ રીતે એ પુણ્યવાનો કોઈની પણ સેવા (અસેવા નહિ) કરતા હોય, કોઈનું પણ ભલું કરતા હોય તો વાંધો નથી. પણ સ્વાર્થીઓથી સેવા ન થાય. “ચડ જા બેટા શૂળીએ” એવી નીતિવાળાથી સેવા ન થાય. એ લોકો-દાવ જોઈને કામ કરે. પોતાને માનપાન મળે, ખુરશી, ટેબલ મળે, આગેવાની મળે, પોતાના Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ —૩૪ : સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ડહાપણનો ડોયો ચલાવાય અને વળી એમાં બે-પાંચ પૈસાની આવક હોય તો સેવામાં જોડાય એવા એ છે. જ્યાં ખિસ્સું હલકું કરવાનું હોય, જ્યાં વિષય કષાયની વૃત્તિઓ મંદ કરવાની હોય, એવી સંસ્થાના વહીવટમાં એ નામચીનોનાં નામ હજી સુધી જોયાં નથી. હવે આવતીકાલે જોવા મળે તો જુદી વાત છે. 1723 અધર્મી ઊંઘતા સારા ઃ જૈન કુળમાં જન્મેલા જગતમાં કોઈનું થોડું પણ ભલું કરે એમાં વાંધો શો ? ભલે એ કોઈના પણ ભલામાં જોડાતા. પણ પત્રિકા તો એમની ચાલુ જ છે ને ? જ્ઞાની કહે છે કે અધર્મી ઊંઘતા સારા, જાગે, ત્યારે એ સખણા ન રહી શકે. કાંઈ ને કાંઈ આડખીલી ઊભી કરે જ. ધર્મી ઊંઘતાં ન જોઈએ અને અધર્મી જાગતા ન જોઈએ. આજે ધર્મીઓ સવામણની તળાઈમાં એવાં ઊંઘ્યા છે, એવી ઘોર નિદ્રામાં પડ્યા છે કે એમને ઉઠાડતાં પેલી કુંભકર્ણની નિદ્રા (ઇત૨માં કહેવાતી) યાદ આવે છે. જ્યારે અધર્મીઓની દોડધામ તો ચાલુ જ છે. શાસ્ત્ર તો કહે છે કે, જેનાથી બને તે જૈનશાસનને સેવે, ન સેવી શકે તે માર્ગાનુસા૨ી૫ણું સેવે. ઉપકારની પ્રવૃત્તિમાં પણ અંશે ધર્મ છે. આ તો એવું કાંઈ ન કરતાં દેવ-ગુરુ અને આગમ પર જ સીધી તરાપ લાવે છે તે કેમ ચાલે ? કેટલાક જૈનો તો હજુ પોતાના પૈસે ભણેલા એ લોકોને બહુ વિદ્વાન માને છે, એની આ પંચાત છે. એ જૈનો તેમને ખરા સ્વરૂપમાં ઓળખી લે, પછી વાંધો ન આવે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહા૨નો સંઘ સર્પ સમાન ભયંકર છે. જે એના સમાગમમાં રહે, અને સહાય કરે, એની વાતોમાં તણાય તે પણ એટલા જ દોષના ભાગીદાર છે. સભાઃ ‘તો એમની દયા ચીંતવવી ?’ જરૂ૨ દયા ચીંતવવી. પણ દયા ડાકણને ખાય એવું ન થવા દેવું. એમનું ભૂંડું કે દુર્ગતિ ન ઇચ્છાય. હવે આચાર્યનું સ્વરૂપ પણ આ મહાત્મા કહે છે. આચાર્યથી પણ, સંઘ માટે સાવઘ ક્રિયા ન થાય. આ વિષયમાં ગ્રંથકાર પરમર્ષિ વિશેષ શું કહે છે તે હવે પછી. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૩૫ : આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૨ શુક્રવાર, તા. ૨૫-૪-૧૯૩૦ ૦ સંખ્યા એ મહત્ત્વની વાત નથી : ♦ મૂળ નીતિમાં તો ફેરફાર ન જ ચાલે : • આજે વક્તા વધ્યા છતાં ધર્મ ન વધ્યો : નાયક વિના તો એમને પણ ચાલતું નથી : રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે : આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિ : અનંતા પણ બે જાતના : ♦ ઇચ્છાથી જોનાર અધૂરા છે ઃ કેવલજ્ઞાન ભણવાથી ન આવે : ♦ જેને દુઃખ પડે તે અધર્મી, એવું નથી : • દુનિયા લોભસાગરમાં ડૂબી છે ઃ ૦ સ્વપરનો વિવેક હજી થયો નથી : પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે : ૭ વિભાવ પરખાય તો લોકોત્તર ક્ષમા આવે : મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે : • ♦ દુનિયા ત્યાગી છે પણ રાગ માટે : ♦ મૂર્ખાઈને કારણે લાભને બદલે હાનિ : ♦ તમે કેવા છો એ તમારા આત્માને પૂછો : ૭ આસ્તિક્યની પ્રાપ્તિ કઠિન છે : ૭. આજે નાડીવૈદ્યો ન રહ્યા : વિધિ તજે તે તત્ત્વજ્ઞાન ન પામે : ♦ એવાથી કદી ઉદ્ધાર થાય નહિ : ♦ અણીના અવસરે ટકે તે જ ધર્મી : 115 સંખ્યા એ મહત્ત્વની વાત નથી અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘના ગુણ દોષના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી, આજ્ઞાથી ભ્રષ્ટ, દેવાદિ દ્રવ્યનું ભક્ષણ Page #558 -------------------------------------------------------------------------- ________________ 125 – ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૩૭ કરનારા, ઉન્માર્ગના પક્ષકાર, સાધુજનોનો દ્વેષ કરનાર, અધર્મ-અનીતિ અને અનાચાર મન-વચન-કાયાથી સેવનાર, સેવરાવનાર તથા ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનાર એવાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મોટી સંખ્યા હોય તો પણ એને સંઘ ન ગણો અને એવાને માનનાર પણ સંઘમાં ન ગણાય. આ શાસનમાં સંખ્યા એ મહત્ત્વની વાત નથી. સંખ્યા ઘણી હોય તો ઉત્તમ પણ ઘરમાં ઓછા માણસ હોય માટે બહારનાને લાવી સંખ્યા ન વધારાય. ઘરના પાંચથી નિભાવાય પણ પાડોશીના લાવીને ઘરમાં ન પેસાડાય. મોક્ષમાર્ગના અનુયાયીની સંખ્યા મોટી હોય તો ઉત્તમ પણ કેવળ સંખ્યાના મોહમાં પડીને જેને તેને ભેગા કરવાનો અર્થ નથી. રાજા મહારાજાઓ યુદ્ધમાં જાય ત્યારે રસ્તાની પોલીસને ભેગી ન લે કેમ એ તો બંદૂકના ભડાકાથી ભડકે ત્યાં તોપના મોં સામે શું કરે ? લશ્કરી સૈનિકોને જ લઈ જાય, ભલે સંખ્યા ઓછી હોય. હજારના ટોળામાં બે ઢીલા હોય તો બીજા પાંચને ઢીલા કરે. ગમે તેવાને ભેગા કરીને પણ સંખ્યા વધારવાની નીતિનો. આ શાસન ઇન્કાર કરે છે. માત્ર વેષથી કાંઈ જ ન વળે. આ શાસન તો તે છે કે જેણે ભલભલા વિદ્વાનો પણ આજ્ઞા વિરુદ્ધ ગયા તો એવાને પણ બહાર ફેંકી દીધા. મૂળ નીતિમાં તો ફેરફાર ન જ ચાલેઃ શ્રી સિદ્ધસેન દિવાકરજી ઓછા વિદ્વાન ન હતા. પણ ભિન્ન વિચાર માત્રથી ગુરુએ બાર વર્ષનું સખ્ત પ્રાયશ્ચિત્ત આપ્યું. સાધુના વેષ વિના એક રાજાને પ્રતિબોધ કરે ત્યારે જ સંઘમાં પ્રવેશ મળે એ જાતનું અનુશાસન કર્યું અને એમણે એ સહર્ષ સ્વીકાર્યું પણ ખરું. સારો માણસ પણ મૂળ નીતિને ન અનુસરે એ ન ચાલે. મૂળ ચીજ. ઉપર જેને વિશ્વાસ હોય તે જ આ શાસનમાં નભે. સંખ્યા જોઈએ, પણ કચરો ન જોઈએ, વજન વધારવા માટે ઘરમાં કચરો ભેળો ન કરાય. સ્ત્રીઓ દિવસમાં બે વાર અને જરૂર પડે તો ત્રણ વાર પણ ઘરમાંથી કચરો કાઢે છે. વૃદ્ધવાદીજી રબારીઓ સંસ્કૃત ન સમજે માટે એમની ભાષામાં બોલ્યા. પણ સંસારને સારો કહ્યો ? નહિ જ. જેવો આદમી તેવો ઉપદેશ હોય. નવકાર ન આવડે એની પાસે ભગવતી સંભળાવ્ય શો લાભ ? વૃદ્ધવાદીજીએ રબારીઓ પાસે ગાય-ભેંસ ચારવાની ક્રિયાને ધર્મ ન કહ્યો. આજે વક્તા વધ્યા છતાં ધર્મ ન વધ્યોઃ પહેલાં વક્તા થોડા અને શ્રોતા ઘણા હતા. આજે વક્તા વધી ગયા. વક્તા વધ્યા છતાં ધર્મ ગયો શાથી ? આટલી અનીતિ કેમ ચાલે છે ? જ્ઞાનના નામે અજ્ઞાન વધી ગયું. આજના પોથાં ફાડનારાઓ ભાષા સાથે વ્યભિચાર ખેલે છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 125 ભાષાના ખોટા પ્રયોગ જ્યાં ત્યાં કરે છે. વેપારી “એક જ ભાવના બોર્ડ મારે ને ગ્રાહક તેટલા ભાવ કરે; તેમ શાળા-કૉલેજો પર મોટાં બોર્ડ લગાડે કે “સા વિદ્યા યા વિમુવત' - પણ ભીતરમાં તો જુદું જ ચાલતું હોય. જો એ લખાણ મુજબ સિદ્ધાંત જળવાતો હોય તો ત્યાં કઈ વિદ્યા ભણાવાતી હોત ? આજની વિદ્યા તો કેવળ પેટ ભરવા માટે જ ભણાવાય છે ને ? તો પછી ત્યાં તો “પેટ ભરે એ વિદ્યા” એવું જ બોર્ડ મારવું જોઈતું હતું ને ? આજે તો કેવળ આડંબર વધ્યો. વસ્તુનો સદુપયોગ ઘટ્યો ને દુરુપયોગ વધ્યો. સર્વજ્ઞના ધર્મમાં સંયધર્મ આવી જાય છે. પણ સર્વજ્ઞને ખસેડવાથી તો ધર્મ જાય છે અને અધર્મ આવે છે. આજના સમયધર્મની વ્યાખ્યા શી છે ? એ કહે છે કે “જે સમયે જે જરૂરનું લાગે તે કરવું એ ધર્મ. શાસ્ત્રોની ગુલામીથી આત્માની શક્તિઓ દબાઈ જાય છે. આચાર્યોએ શાસ્ત્ર શાસ્ત્ર કરીને આત્મશક્તિને દબાવી દીધી છે.” આમ કહીને તેઓ કહેવા માંગે છે કે “આંખો મીંચીને દુનિયા દોડતી હોય તે પ્રમાણે તેની પાછળ દોડવું એ ધર્મ. દોડતાં દોડતાં જ રસ્તો નીકળશે. શાસ્ત્ર શાસ્ત્ર કરતા રત્યે પાછળ પડી જશો.’ વારુ દોડો ! પણ પછી પટકાશો તો શું થશે ? નાયક વિના તો એમને પણ ચાલતું નથી ? ” એ લોકોને દુનિયામાં પણ લીડર, નેતા, કે નાયક વિના ચાલતું નથી. એમના નાયકને પણ બૂમ પાડવી પડે છે કે કહેવા મુજબ ચાલો તો હિલચાલ ઉપાડું. વાત પણ ખરી છે કે બધા નાયક થઈ જાય તો પરિણામ ભયંકર આવે. એક પણ સભા પ્રમુખ વિના ભરાતી નથી. એટલે એ લોકો પણ ગમે તેને નાયક માને છે, તો અમે સર્વજ્ઞને કે સર્વજ્ઞના અનુયાયી આચાર્યાદિને નાયક માનીએ એમાં અંધશ્રદ્ધા કેમ ? જેને તેને નાયક માનવા હોય તો પછી સર્વજ્ઞને કે એના માર્ગે ચાલનારાને નાયક માનવા શું ખોટા ? તેઓ પોતાના નાયકના લખાણરૂપ હુકમને તાબે થાય છે તો અમે સર્વજ્ઞના ફરમાનરૂપ શાસ્ત્રોને તાબે થઈએ છીએ. અમે અમારા નાયકને સર્વજ્ઞ પુરવાર કરવા તૈયાર છીએ. તેઓ પોતાના નાયકને સર્વજ્ઞ સાબિત નહિ કરી શકે. તો પછી અંધશ્રદ્ધાળુ કોણ ? અમે દેખતા અને તેઓ જ આંધળા નહિ ઠરે ? અમે જેને માનીએ છીએ, તેમણે તમામ પાપસ્થાનકોનો ત્યાગ કર્યો છે એ પુરવાર કરવા તૈયાર છીએ, અને તેઓ જેને માને છે તેઓ પાપસ્થાનકો સેવે છે એ પણ સાબિત કરવા તૈયાર છીએ. અમારા નાયક સર્વજ્ઞ માટે એમની કહેલી વાત સ્વાભાવિક છે, જે તેવી સિદ્ધ કરવા તૈયાર છીએ. જ્યારે ત્યાંની વાતો બનાવટી છે એ પણ સિદ્ધ થઈ શકે તેમ છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ 121 – ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૩૯ રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે: રાગ એ કૃત્રિમ છે અને વૈરાગ્ય એ આત્માનો સ્વભાવ છે. રાગ એ દોષ છે અને વૈરાગ્ય એ આત્માનો ગુણ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આત્મા સુખી નથી. સોનાનું શુદ્ધ સ્વરૂપ તો સો ટચનું પણ ખાણમાંથી નીકળ્યું ત્યારે તો માટીમાં મળેલું જ ને ? હીરા, માણેક ખાણમાંથી નીકળે ત્યારે તો પથરા જ લાગે, જ્યારે ઘસાય ત્યારે ચળકે. વિરાગ એ આત્માનું મૂળ સ્વરૂપ છે. કૃત્રિમ સ્વરૂપની પાછળ પડવું એમાં ડહાપણ કે મૂળ સ્વરૂપની પાછળ પડવામાં ડહાપણ ? જે જે ક્રિયા કરવાથી રાગ વધે એ મુક્તિમાર્ગ કે રાગ ઘટે એ મુક્તિમાર્ગ ? શ્રી જિનેશ્વરદેવ તો જે છે તે જ કહે છે, જ્યારે પેલા તો જે નથી તે કહે છે. સભાઃ “શુદ્ધને કચરો ક્યારે લાગ્યો ?' શુદ્ધ થાય તો તે મુક્તિમાં જાય પછી કચરાની વાત રહી જ ક્યાં ? શુદ્ધને જો કચરો લાગતો હોય તો સોનું વાપરવું નકામું છે. શુદ્ધ થયા પછી અશુદ્ધ બને જ શાનો ? અનાદિસિદ્ધ વસ્તુમાં જ પ્રશ્ન ન થાય. જગતના કર્તા ઈશ્વર માનનારને પણ ઈશ્વરને તો અનાદિ માનવા જ પડે. શ્રી જિનેશ્વરદેવે પોતાના અનંતજ્ઞાનથી વસ્તુ હતી તેવી જઈ માટે રાગ દ્વેષ તજવાનું કહ્યું, ઘરબાર, કુટુંબ પરિવાર તજવાનું કહ્યું. એમણે જોયું કે એ બધું કાંઈ આત્મસ્વરૂપ નથી. પણ આત્મસ્વરૂપમાં બાધક છે. માટે એ તજવાનો તથા વિરાગી બનવાનો ઉપદેશ આપ્યો. કારીગરના હાથમાં ખાણમાંથી નીકળેલું સોનું તે વખતે દેખાતી માટી રૂપે આવે, પણ તે તેને ઓળખી જાય એટલે એ માટી હાથ ધોવા ન આપે, પણ મહેનત કરીને તેમાંથી સોનું કાઢે.' આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિઃ આત્મા અને જડ, એ બેનો સંયોગ અનાદિ છે. અનાદિસિદ્ધ વસ્તુ માટે પ્રશ્નો પ્રશ્નકોટિની બહાર મૂક્યા. દુનિયા લાલપીળી છે એમ દેખતો કહે, પણ આંધળો તો એને ગપ્પીદાસ જ માને. એને આંખ જ ન હોવાથી બધું કાળું જ દેખાય. કાળું પણ એ જોઈ શકતો નથી. પણ કાંઈ નથી દેખાતું, અંધારું જ છે માટે કાળું કહે છે. એ આંધળો જે નથી તે જુએ છે. કેમ કે એને આંખ નથી. એ રીતે અનાદિ પ્રશ્નોની વાત સમજવી. ચૂડીનો છેડો કોઈ બતાવવાનું કહે તો બતાવાતો નથી. છે જ નહિ તો બતાવાય ક્યાંથી ? બે વાદીને ચર્ચા થઈ. કોનો ધર્મ પહેલો ! એ સાબિત કરવા એક લાવ્યો સૂતરની કોકડી ને બીજો લાવ્યો ચૂડી. સૂતરની કોકડી ઉકેલતાં દોરો લાંબો તો ઘણો થયો. પણ એનો છેડો તો ખરો જ. ચૂડી નાની પણ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 128 ગોળ ફેરવ્યા જ કરે, એનો છેડો આવે જ નહિ. કાળનાં પરિવર્તનો થાય, પણ એનો છેડો નથી. આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિ છે, સજ્જન અને દુર્જન, સત્ય અને અસત્ય, દિવસ અને રાત્રિ એ બધા અનાદિથી છે, છે ને છે. પેલા કહે છે કે, છેડો ન બતાવો તો તમે સર્વજ્ઞ શાના ? સર્વજ્ઞ જે ચીજ હોય તેવી જ બતાવે કે ન હોય તેવી પણ બતાવે ? કહે છે કે, દુનિયાના પદાર્થોની સંખ્યા ન કહી માટે એમનામાં જ્ઞાન નહિ. પણ એ મૂર્ખાઓને ખબર નથી કે સંખ્યા તો હોય તેની કહેવાય. વેપારી પણ સો, બસો, પાંચસો રોકડા આપવો હોય તો ગણે પણ લાખ રૂપિયા આપવા હોય તો કાં તો ચેક કે મોટી નોટો આપે અને રોકડા જ આપવા હોય તો તોલીને આપે. ગણવા બેસો તો સમય કેટલો જાય. ? પછી રૂપિયા જ ગણ્યા કરે તો ધંધો ક્યારે કરે ? પેઢી બંધ કરવી પડે. અનાજનાં માપ થાય, એના દાણાની ગણતરી ન થાય. માપવા યોગ્ય મપાય, ગણવા યોગ્ય ગણાય અને તોલવા યોગ્ય તોલાય. અનંતા પણ બે જાતનાં કહે છે કે અનંતજ્ઞાની અનંત પણ કેમ ન ગણે ? ગણિત ગણનારા પણ પરાદ્ધ કહીને અટક્યા. એને પણ આખરે અપરિમિત કહેવું પડ્યું. વાણીમાં માપ આવે તો કહે ને ? અનંતા પણ બે જાતનાં. એક અનંત એવું કે જેનો અંત આવે અને એક અનંત એવું કે જેનો અંત નહિ. ચોખાની સંખ્યા છે પણ એ ગણાય નહિ, શેર, મણ કે ખાંડી એમ વજનથી જ વાત કરાય. જો અનંતનો અંત જ ન આવતો હોય તો “અનંતા પુદ્ગલ પરાવર્ત ગયા, અનંતો કાળ ગયો.” એમ કહીએ છીએ માટે અંત તો આવ્યો. “કાળ અનંતો છે” એમ કહીએ ત્યારે ત્યાં અંત ન આવે એવો અનંતો સમજવો. જેમ લાખના લાખ ભેદ, કરોડના કરોડભેદ, અબજના અબજ ભેદ, પરાદ્ધના પરાદ્ધ ભેદ તેમ અનંતના પણ અનંત ભેદ. અંતિમ અનંત માટે એમ કહેવાય કે એનો અંત નહિ. દુનિયા અનંત, ત્યાં અંત વિનાની દુનિયા એવો અર્થ ખરો. પણ સંસાર અનંત કહેવાય ત્યાં ભવિના સંસારનો અંત આવે, અવિના સંસારનો અંત ન આવે. અર્ધપુદ્ગલ પરાવર્તમાં પણ કાળ તો અનંતો પણ એનો અંત આવવાનો. અર્ધપુગલ પરાવર્તમાં કાળ અનંતો છતાં અનંતકાળની અપેક્ષાએ સ્વયંભૂરમણ સમુદ્ર પાસે ખાબોચિયા જેટલો સમજવો, એવા કેટલાય અર્ધપુદ્ગલ પરાવર્તવાળા મુક્તિમાં પહોંચી ગયા. જેવું શેય હોય એવું જુએ એ જ્ઞાની. જેવું સ્વરૂપ હોય એવું જુએ એ જ્ઞાની. કલ્પનાથી હોય, તેથી અધિક કહે એ જ્ઞાની નહિ. કલ્પના અજ્ઞાની કરે, પરિપૂર્ણ જ્ઞાનીને કલ્પના કરવી ન પડે. પરિપૂર્ણ જ્ઞાન થયા પછી ઇચ્છાનો અભાવ થાય છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ 1729 ૩૫ : આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ – 115 ઇચ્છાથી જોનાર અધૂરા છેઃ ઇચ્છાથી જોનાર અધૂરો છે. જેને કાંઈ બાકી હોય તેને ઇચ્છા થાય. ભૂખ્યાને ખાવાની, તરસ્યાને પીવાની, થાક્યાને વિસામાની ઇચ્છા થાય છે. ઇચ્છા એ દુઃખ છે. ઇચ્છાના અભાવમાં સુખ છે. ઇચ્છા કાપવી એ જૈનશાસનનું ધ્યેય છે. ઇચ્છા કાપવાનો ઉપદેશ એ જૈનશાસનનો ઉપદેશ છે અને એનાથી વિરુદ્ધ એટલે ઇચ્છા વધારવાનો ઉપદેશ એ નાસ્તિકોનો ઉપદેશ છે. ઇચ્છાથી સુખ કદી ન મળે. મુક્તિની ઇચ્છા પણ આખરે તો નહિ જ કરવાની. દુનિયાની ઇચ્છાઓ મોજૂદ છે, ત્યાં સુધી મુક્તિની ઇચ્છા જરૂર કરવાની. એ લોકો જ્યારે અજ્ઞાનીની પાછળ પડ્યા છે ત્યારે આપણે જ્ઞાનીની પાછળ પડ્યા છીએ. એ લોકો પણ જો કોઈની પાછળ ન હોત તો આપણે એમની પીઠ થાબડત. એમને પણ કોઈની પાછળ પડ્યા વિના તો ચાલતું નથી. એમની એક પણ પ્રવૃત્તિ આપણે નાયક વિના જોઈ નથી. નાયક વિનાનાઓની પ્રવૃત્તિ એક કુપ્રવૃત્તિ ગણાય. નાયક વિનાનાં ટોળાંને ચોટ્ટાઓ મનાય છે. ચોરો પણ નાયકવાળા ડાહ્યા ગણાય એવી નીતિ છે. અમારા નાયક અનંતજ્ઞાની છે. એ કૃત્રિમતાને કાપીને વાસ્તવિકતા માંડે છે, જ્યારે એમના નાયકો વાસ્તવિકતાને કાપીને કૃત્રિમતા માંડે છે. વાસ્તવિકૃતાની ઉપાસના એ આત્માનો ધર્મ છે અને કૃત્રિમતાની ઉપાસના એ પાપ છે. માટે તો દેવ, વીતરાગ, ગુરુ, નિગ્રંથ અને ધર્મ ત્યાગમય જોઈએ. વીતરાગતા, નિગ્રંથતા અને ત્યાગમયતા એ આત્માનો સ્વભાવ છે. સ૨ાગીપણું, ગ્રંથિસહિતતા અને મોજશોખમયતા એ બનાવટી સ્વભાવ છે. કેવળજ્ઞાન ભણવાથી ન આવે ૫૪૧ ܗ શ્રી જિનેશ્વરદેવે હતું તે કહ્યું, જ્યારે બીજાઓ નથી તે કહે છે. બીજાઓ જ્યારે વિભાવમાં પડી પ૨ને પોતાનું ગણાવે છે ત્યારે શ્રી જિનેશ્વરદેવ જુદું કહે છે. તેઓ ઘરબાર, શ૨ી૨ વગેરે તમામને ૫૨ જણાવે છે અને એમાં જ મચ્યા રહેવાથી હાનિ બતાવે છે. અન્ય લોકોમાં પણ જેની દૃિષ્ટ બહારથી ખસી અંતર્મુખ થઈ એને બધી દુનિયા દુ:ખમય જણાય છે. કેવળજ્ઞાન કાંઈ ભણવાથી ન આવે. સભા ઃ ‘કેવળજ્ઞાની સર્વશક્તિમાન છે તો બધાને મોહમુક્ત કેમ ન બનાવે ? બધાના મોહને કેમ ન કાપે ?’ મોહમય સ્વભાવવાળાનો મોહ શ્રી જિનેશ્વરદેવ પણ કાપે શી રીતે ? કારીગર પણ યોગ્ય વસ્તુ પર કારીગરી કરે. સાબુ બધી વસ્તુને ઊજળી કરે Page #563 -------------------------------------------------------------------------- ________________ 1730 ૫૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ કોલસાને ધોળો ન કરે. મૂળમાંથી ઠેઠ સુધી કાળો છે એવા કોલસાને ધોળો કરે શી રીતે ? શ્રી જિનેશ્વરદેવ પણ અસંજ્ઞી તથા એકેંદ્રિયને પ્રતિબોધ ન કરે. કાન વગર સંભળાવે કોને ? એ જ રીતે છતે કાને પણ કાનમાં આંગળીઓ નાખે તેને શ્રી જિનેશ્વ૨દેવ પણ શું કરે ? અયોગ્ય આત્મા ૫૨ મહેનત કરવાની શાસ્ત્ર ના પાડી છે. અભિવને અભિવ તરીકે ઓળખ્યા. પછી ઉપદેશ દેવાની જ્ઞાનીએ ના પાડી. જ્ઞાની પણ ત્યાં ઉપેક્ષા જ કરે. આપણામાં તે જ્ઞાન નથી માટે ઉપદેશ દઈએ એ વાત જુદી છે. શિક્ષણ પણ ઠોઠ નિશાળિયાની ઉપેક્ષા જ કરે છે. એ મોડો આવે, બધાને કનડે તોય એની સામે ધ્યાન ન આપે, કારણ કે શિક્ષણ જાણે છે કે આને કાંઈ કહેવા જઈશ તો બહાર જઈને પથરો મારે એવો છે. શિક્ષકે એનાથી ચેતતા રહેવું પડે છે. અંગૂઠા પકડાવવા, દંડ કરવો કે ડિસમિસ કરવો એ પણ એવા નાલાયક માટે ન થાય, કારણ કે એને છંğડવાથી લાભ નહિ : કઠોર શબ્દથી ચાનક પણ જેને તેને ન ચડે. ગધેડાને કહેવાથી ચાનક નથી ચડંતી અને બાયલાને બાયલો કહો તો કાંઈ ન વળે. એ તો ઊલટો તાબોટા પાડી હસવા લાગે, પણ બહાદુરને બાયલો કહો તો એને તરત ચાનક ચડે. એ સાંભળી ન શકે અને તરત ધાર્યું કામ કરે. એક-એક કરડા શબ્દથી અનેક આત્માઓએ કલ્યાણ સાધ્યું છે. છ વરસની ઉંમ૨માં પોતાના બાપના દુશ્મનો છે એમ જાણીને બપ્પભટ્ટીને આવેશ આવ્યો. ‘મારી હયાતી છતાં મારા બાપના દુશ્મનો જીવી કેમ શકે ?’ એવું વિચારી કેડે કટાર ખોસી દુશ્મનોનો નાશ કરવા ચાલી નીકળે છે ત્યારે બાપ એને રોકે છે અને કહે છે કે, ‘નાલાયક ! જે દુશ્મનને હું નથી હઠાવી શકતો ત્યાં તારું શું ગજું ? બેસી જા એક ત૨ફ’ એ સાંભળી પેલો બાળક તે વખતે તો કાંઈ બોલતો નથી. પણ મનમાં નિર્ણય કરે છે કે, ‘પિતાએ મને નાલાયક કહ્યો, તો હવે લાયક બન્યું નહિ ત્યાં સુધી ઘરમાં આવવું નહિ.’ આવો નિર્ણય કરી રાતોરાત ઘરમાંથી ગુપચુપ ચાલી નીકળે છે. તે વખતે ક્યાં જઈશ ? શું ખાઈશ ? એવો વિચાર એ છ વર્ષના બાળકને આવતો નથી. જેને દુઃખ પડે તે અધર્મી, એવું નથી : એ જ રીતે દીક્ષા લેનાર આત્મા ‘રોટલા કોણ આપશે ?' એવો વિચાર કરવા ન બેસે. જો પોતામાં સાધુતા હશે તો રોટલા તો આકાશમાંથી ઊત૨શે. ધર્મી આત્મા કદી ‘પોતે હેરાન થઈ ગયો' એવું માનતો નથી. કેમ કે હેરાનગતિ એ પૂર્વના કર્મોદયે માને છે. શ્રી તીર્થંકરદેવને ઉપસર્ગો આવ્યા તો એ ધર્મી ન હતા ? ગોવાળિયા પ્રભુને મારી જાય એ શું ? જેને દુઃખ પડે તે અધર્મી એમ ? Page #564 -------------------------------------------------------------------------- ________________ 1731 - ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૩ દુઃખની કસોટીમાં ટકે તે ધર્મી. દુ:ખ અશુભોદયથી જ આવે છે. જેમ જેમ દુઃખ આવે તેમ ધર્મીનું નૂર ઝળકે. દુઃખ વખતે રૂએ એટલી એ આત્માના ધર્મીપણામાં ખામી. પુણ્યોદયે કોઈ ગાદીતકિયે બેસે એ બને. પણ ગાદીતકિયે બેસે તે ધર્મી અને રસ્તે આંટા મારવા પડે એ અધર્મી એમ ન મનાય . પુણ્ય એ કાંઈ ધર્મ નથી. આત્માનો ધર્મ તો અનંત જ્ઞાનાદિ છે, લક્ષ્મી તો એ ધર્મને બાધક છે. બે કરોડની મૂડી થાય એટલે આત્માનો વિકાસ થાય એમ ? વિકાસ તો ન થાય પણ ઊલટો અંધાપો આવે. જ્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ઓછી ત્યાં ધર્મીપણું છે. આ નિશ્ચય વિના તો દરિદ્રતા ઊભી જ છે. પેલો બે કરોડ માટે ઝંખે છે તો બે કરોડવાળો બાવીસ કરોડ માટે ઝંખે છે. કહ્યું છે કે, “ોમેન રામ નીયતે” કેમ કે એક માત્રાહીન છે. લાભ કરતાં લોભમાં એક માત્રા વધારે છે. માટે લોભથી લાભ જિતાયો. જ્યાં સુધી લોભ ન છૂટે ત્યાં સુધી લાભ એ લાભ લાગતો નથી. લોભ રહે ત્યાં સુધી ગુણ એ ગુણ નથી : દુનિયા લોભસાગરમાં ડૂબી છે: દુનિયા લોભસાગરમાં ડૂબી છે માટે એને જ્ઞાનીની ત્યાગની વાત ખટકે છે. “વસુ વિનાનો નર પશુ છે એમ કહેનારા નીતિકારો પણ અર્થકામના રસિયા છે. નીતિશાસ્ત્રમાં ધર્મની ભજના છે. જ્યારે ધર્મમાં નીતિનિયમો છે. શ્રીમાનો પણ જીવે છે તો દરિદ્રીઓથી જ. દરિદ્રી ન હોય તોશ્રીમંતો મર્યા પડ્યા છે, તેઓ એક કદમ ચાલી શકે તેમ નથી. દરિદ્રીની સહાય વિના તેમનાથી ન ઉઠાય, ન બેસાય, ન ચલાય એવી સ્થિતિ છે. મકાનમાં પણ પગમાં મોજાં કે જૂતાં પહેર્યા વગર એ રહી શકતા નથી. જમીન પર પગ મૂકે તો શરદી થઈ જાય એવી એમની હાલત છે. ઘાટી, રસોયા, ડ્રાઇવર, નોકર, ચાકર ન હોત તો એ શ્રીમાનોનું થાત શું ? ટાઇમસર ચાહ ન મળે તો એમનાં મગજ બહેર મારી જાય છે. વ્યસનોની ગુલામી એવી કે, સમયસર એ ચીજ ન મળે તો સંતાપનો પાર નહિ. રસોડામાં પણ એમની ધાંધલ ધમાલ ચાલુ. ખાવા-પીવામાંથી, પહેરવા-ઓઢવામાંથી અને હરવાફરવામાંથી એ પરવારતા જ નથી. મજૂરને પા અર્ધા કલાકેય શાંતિ ખરી, પણ શ્રીમાનને શાંતિનું સ્વપ્નયે નહિ. મજૂરને સીધી ઊંઘ આવી જાય. પણ શ્રીમંતને ઊંઘના વાંધા. સર્વજ્ઞ ભગવંતોએ તો છ ખંડના ચક્રવર્તીને પણ દરિદ્રી કહ્યા છે અને એમના મુકુટ ઉતરાવ્યા છે. ભિક્ષા માંગીને જીવનારા મહાત્માને ભગવાને ચક્રવર્તી કહ્યા છે. પ્રભુશાસનને પામેલા દરિદ્રી પણ સુખી છે, પ્રભુશાસનને નહિ પામેલા અબજોપતિ પણ સુખી નથી. પ્રભુશાસનને નહિ પામેલા અબજોપતિ કે દરિદ્રી બેય દુઃખી છે. આજના શ્રીમંતોની હાલત કફોડી છે. ઘરમાં એ રસોયા ને સ્ત્રીને હેરાન Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ –– 1782, કરે છે અને દુકાને નોકરોને હેરાન કરે છે. નથી એને ઘરમાં શાંતિ કે નથી દુકાનમાં શાંતિ. જેની ઇંદ્રિયો કાબૂમાં ન હોય એવો રાજા પણ દરિદ્રી છે. વ-પરનો વિવેક હજી થયો નથી : શ્રી જિનેશ્વરદેવે જે છે તે કહ્યું છે માટે એમનું શાસન ઊંચું છે, લોકોત્તર છે. દુનિયા આખી પરની પાછળ પડી છે એની તો મોટી પંચાત છે. શ્રી જિનેશ્વરદેવ પરનો ત્યાગ કરવાનું ફરમાવે છે. ઘર વગેરેમાંથી મારાપણાની બુદ્ધિ ખસશે ત્યારે તમે મળેલાનો સદુપયોગ કરવા માટે અમને પૂછતા આવશો. એ બધાને પોતાનું માન્યું છે માટે પૂછતા આવતા નથી. અહીં આવો તે માત્ર આદતરૂપે પણ વસ્તુ પરિણત થઈ નથી. સ્વ-પરનો વિવેક હજી થયો નથી. મજીઠનો રંગ હજી લાગ્યો નથી. બિલકુલ રંગ નહોતો લાગ્યો અને થોડો લાગ્યો માટે એ અનુપમ, પણ એથી ફુલાવાનું નહિ. મહેલ જેલ લાગવો જ જોઈએ. તમે એવા કેદી છો કે તમારે માટે જેલર કે પોલીસ કાંઈ ન જોઈએ. જેલ એવી ફાવી ગઈ છે કે તમારા હાથે જ બારણાં બંધ કરી અંદર મજેથી રહો છો અને નિરાંતે સૂઈ જાઓ છો. અનાદિનો આ અભ્યાસ થઈ ગયો છે. પહેલાંના પુણ્યપુરુષો ઇચ્છતા હતા કે ધર્મગુરુ એમને ધનવ્યય કરવાના માર્ગો બતાવે, જો ન બતાવે તો પોતાને એટલા કમભાગી માનતા હતા. શિષ્યો વિનીત છે કે જે હરપળે ગુરુની આજ્ઞા ઇચ્છે, ગુરુ જેને આજ્ઞા કરતા હોય તે તેમાં પોતાનું ભાગ્ય સમજે, પોતાને આજ્ઞા ન કરે તો પોતાની એટલી ખામી માને. આજ્ઞા સાંભળીને અણગમો પેદા થાય તે કુશિષ્ય છે. શ્રાવક પણ સાધુથી ભાગતા ન ફરે. આજે તો જૈનકુળમાં જન્મ્યા તે નામના જ છે. વાસ્તવિક નથી. વાસ્તવિક બને તો અર્ધી મુક્તિ તો ત્યાં જ થઈ જાય. સમ્યગુદૃષ્ટિ દેવો પણ ભાવના ભાવે છે કે – जिनधर्म विनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यऽपि । . स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।। અર્થ : જિન ધર્મથી રહિત થઈને ચક્રવર્તી પણ ના થાઉં પણ જિનધર્મથી સહિત દાસ કે દરિદ્ર પણ થાઉં (તો મને વાંધો નથી). આવા ઉદ્દેશથી દેવો દેવલોકમાંથી મનુષ્યલોકમાં શ્રાવળકુળમાં આવવા ઇચ્છે છે. પણ આજે તો હવે દીક્ષાની સામે જ જ્યાં વાડ ઊભી કરાય છે ત્યાં દેવો શા માટે આવે ? શ્રી જિનેશ્વરદેવે બતાવેલી ચીજો સ્વાભાવિક છે, છતાં એ ચીજો જેને ન ગમે તે કમનસીબ છે. શ્રી જિનેશ્વરદેવોએ આત્માને ખીલવવાનાં Page #566 -------------------------------------------------------------------------- ________________ 17s૩ – ૩૫ઃ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૫ સાધનોને સારભૂત કહ્યાં, સિવાય તમામ અસાર કહ્યું. રાગ એ વિભાવ છે, વૈરાગ્ય સ્વભાવ છે. જે સ્વભાવના વૈરી એ જૈનશાસનના વૈરી છે. જેને સ્વભાવ ન ગમે તેને શ્રી જિનેશ્વરદેવ નથી ગમતા એમ કહેવાય. તેઓ શ્રી જિનેશ્વરદેવના સેવક નથી. પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે ઃ જેમને વિભાવરૂપ રાગ ગમે એમણે શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા નથી. શ્રી જિનેશ્વરદેવ એ કાંઈ જેને તેને ખેલવાની ચોપાટબાજી નથી. એને ઓળખવા માટે લાયકાત જોઈએ. યોગ્યતા કેળવ્યા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાની વાતો વાહિયાત છે. જે દિવસે આત્માના સ્વરૂપનો ખ્યાલ આવશે તે દિવસે જીવનમાં પલટો થશે. વાતવાતમાં પ્રશ્નો અજ્ઞાનીને ઊઠે. જેને ન આવડે તે ગ્રંથને ઝટ પૂરો કરે. વિદ્વાન તો મહત્ત્વની વાત આવે એટલે આગળ ચાલી જ ન શકે, ભગવાન શ્રી મહાવીરદેવે એક પરમાણુના ચિંતનમાં છ મહિના પસાર કર્યા. સાતમે ગુણઠાણે ધર્મધ્યાન છે, છછું કેમ નહિ ? છછું પ્રમાદ છે માટે નહિ. પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે. રાગને ખસેડી વૈરાગ્ય ખીલવવો એ જ આત્માનો ગુણ. ઉત્કટ કોટિનો વૈરાગ્ય થાય ત્યારે તો એ આત્માના દેહમાંથી પણ વૈરાગ્યનાં અણુઓ ચારે તરફ ફેલાવા લાગે. એવા વિરાગીની તો આકૃતિ જોઈને પણ વિરાગ થાય. રૂપસ્થ ધ્યાન એનું નામ છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એ એક આશ્ચર્ય છે કે ભગવાનનું રૂપ જોઈને પણ ભવ્યાત્માઓ અરૂપી થાય છે. એમનાં ગાત્રોમાંથી પણ વૈરાગ્યનાં ઝરણાં ફૂટે છે. પણ આ બધું બને ક્યારે ? જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમ રોમ પરિણમે ત્યારે. વિભાવ પરખાય તો લોકોત્તર ક્ષમા આવે? લોકોત્તર ક્ષમા, અસંગાનુષ્ઠાન, અમૃત ક્રિયા આ બધું અભ્યાસ વિના ન થાય. શ્રી જિનેશ્વરદેવની ક્ષમા એ લોકોત્તર ક્ષમા છે. દુનિયાની તમામ ચીજનો વિભાવ પરખાય તો એ ક્ષમાં આવે. પરભાવથી સર્વથા મુક્ત બને ત્યારે કેવળજ્ઞાન થાય. જ્ઞાની દુનિયાની બધી ચીજને આત્માથી પર કહે છે માટે દુનિયાના આત્માઓને એ વાત ખટકે છે. માત્ર કોરા જ્ઞાનીની કે કેવળ ક્રિયાવાદીની મુક્તિ ન થાય પણ આજ્ઞાધીનની જ મુક્તિ થાય. આજ્ઞા કોની ? આપ્તની. આપ્તપણાની શંકા થાય ત્યાં ઊભા રહો. પણ આપ્તપણાની પરીક્ષા શી ? જેના વચનના પદે પદે સ્વસ્વરૂપની ઝાંખી થાય, જેના પદ પદે આત્મસ્વરૂપ ખીલવવાનો ઉદ્દેશ દેખાય તે આપ્ત છે. દુનિયાની કોઈ ચીજ ખીલવવાની ત્યાં વાત ન હોય. મુનિ વંદનને પણ વિધ્વરૂપ માને. વંદનમાં મોજ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪. – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ '1734 માને તો પોતાનો નાશ થાય. શાસ્ત્ર પહેલું સ્વજનધૂનન અને પછી કર્મધૂનન કેમ કહ્યું ? કર્મધૂનન માટે સ્વજનધૂનન છે. મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે? જે અનાદિકાળથી કરો છો તે જ કરવાનું જ્ઞાની કહે છે, માત્ર હેતુ ફેરવવાનું કહે છે. આ જગતમાં સ્વજનધૂનન તો ચાલુ જ છે. પ્રસંગે બાપ દીકરાનો તો દીકરો બાપનો. પતિ પત્નીનો તો પત્ની પતિનો પરિત્યાગ કરે છે. એ રીતે ધૂનન ચાલુ જ છે. સાપ નીકળે તો ઘરનો ત્યાગ કરીને ભાગો છો, મરકી ફાટી નીકળે તો ઘરને તાળાં મારીને ત્યાગ કરીને ભાગો છો અને લાહ્ય લાગે તો કપડાં કાઢીને ભાગો છો. આમ ક્ષણે ક્ષણે તમારો ત્યાગ તો ચાલુ જ છે. તમે કાંઈ કમ ત્યાગી છો ? વાડકી આવી હોય એને જ વાડકી આપો છો, વાડકી આવતી બંધ થાય કે તરત તમે પણ મોકલવી બંધ કરો છો. ચાંલ્લો ત્યાં જ કરો છો કે જ્યાંથી આવતો હોય. આ રીતે તમારો ત્યાગ એવો થાય છે કે જેથી રાગ વધે છે અને પરિણામે હાનિ થામ્ર છે. રાગ ઘટે તેવો ત્યાગ કરવાનું જ્ઞાની ફરમાવે છે. રાગ માટેનો ત્યાગ તો અનાદિકાળથી ચાલુ છે, પણ હવે અનંતજ્ઞાનીના કથન મુજબ થોડો વખત અનુભવ કરો. ઘી ન મળે તો લખ્યું ખાઓ છો તો આયંબિલ કરવામાં વાંધો શો ? બીમારી આવે ત્યારે પથારીમાં પડ્યા, તો તે વખતે રોવાથી શું ? હસીને ન વેદવું ? એ તો નવકાર ગણવાની ફુરસદ મળી. મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે. ખંધક મુનિની ખાલ ઉતારવા મારાઓ આવ્યા ત્યારે એમને પોતે ઉપકારી માન્યા. જે શરીરને તજવું હતું પણ તજાતું ન હતું તેના ત્યાગમાં સહાયક માન્યા. માટે તો એને પૂછે છે, “કે ભાઈ ! તું કહે તેમ ઊભો રહું કે જેથી તને તકલીફ ન થાય.' આ રીતે વસ્તુનો લાભ લેવાની એમનામાં બુદ્ધિ હતી.. દુનિયા ત્યાગી છે પણ રાગ માટે: આખી દુનિયા ત્યાગી તો છે પણ તે રાગના માટે, જ્યારે શ્રી જિનેશ્વરદેવ તો વીતરાગ થવા માટે ત્યાગી બનવાનું ફરમાવે છે. કષ્ટ-ઉપસર્ગ તમને નથી ? ઘણાં છે. સાધુને તો પરિમિત છે. તમારા દુઃખની શાસ્ત્ર ગણના ન કરી. કેમ કે તે અપરિમિત છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેના તાપથી ચોવીસે કલાક તપેલાના સંતાપની ગણના થાય શી રીતે ? કલાક ચોવીસ પણ ચિંતા પચીસ કલાકની. શિયાળે ઠંડી લાગે, ઉનાળે ગરમી લાગે, ચોમાસે શરદી થઈ જાય એવી તમારી દશા છે. નવ્વાણું જણા સલામ ભરે એ નજરમાં ન આવે, પણ એક જણ ન ભરે એ મનમાં ખટક્યા કરે. કૈક માનતા હોય તે નજરે ન દેખાય. Page #568 -------------------------------------------------------------------------- ________________ 1725 - ૩૫: આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૭ પણ બે ન માનતા હોય, તેની પીડા મનને સતાવ્યા કરે, આવી તમારી હાલત છે. સ્વજનધૂનન કર્મધૂનન માટે છે, આત્મા પર કર્મના અનંતાનંત અણુઓ વળગેલા છે. જેણે આત્માનું અનંત ધન હર્યું છે તેને દૂર કરવા સ્વજનધૂનન છે. ત્યાગની રુચિ વિના શ્રી જિનેશ્વરદેવ તથા એમનો ધર્મ ન ગમે. એના વિના સાચું દર્શન ન થાય, સાચી પૂજા ન થાય, સાચું ચૈત્યવંદન ન થાય અને સાચી ઇરિયાવહી ન પડિક્કમાય. જેને દુનિયાના પદાર્થો પ્રત્યે અરુચિ ન થાય તેને અહીં રુચિ ન આવે. સભાઃ “ચાર-ચાર કલાક પૂજામાં બેસાય છે તે અમથું ?' સ્મશાનમાં સ્વજનનું મડદું હોય ત્યારે. પણ ચાર કલાક ક્યાં નથી બેસતા ? શા માટે બેસો છો એ મહત્ત્વનું છે. દુનિયાના રંગરાગ ચાલુ રાખવા માટે પૂજા કાં ન થતી હોય ? આડતિયો આવે ત્યારે સામા જવું, ખાતર-બરદાસ કરવી, તેનો હુકમ ઉઠાવવો, પાટલે બેસાડી મિષ્ટાન્ન જમાડવાં અને જી-જી કરીને સુકાઈ જવું. આ બધું શાથી ? ત્યાં આત્મામાં ભક્તિ, વિનય કે નમ્રતા આવી ગયાં ? ના. આડતિયાને રાજી રાખશું તો બાર મહિને બે-પાંચ હજાર કમાવી દેશે એ ભાવના છે. મંદિરમાં તમારી કઈ ભાવના છે તે તમારા આત્માને પૂછો. જેટલી વિશુદ્ધિ તે બદલ ધન્યવાદ. એક-એક સૂત્ર બોલતાં.આત્મા વલોવાય. પૂજા વગેરે તો રસાયણ છે, આ તો ગ્રામોફોનની રેકોર્ડની જેમ ક્રિયા ચાલુ છે. ચિંતામણીને નજીવી ક્રિયામાં ફેંકી દેવું કે મૂઠી ચણા માટે આપી દેવું એ મૂર્ખતા છે. મૂર્ખાઈને કારણે લાભને બદલે હાનિઃ એક પટેલ ગામનો મુખી હતો. પોતાના દીકરાને બાદશાહ પાસે કાંઈ કામે મોકલ્યો. પટેલભાઈ અને મુખીનો દીકરો એટલે બાદશાહને સલામ શાનો ભરે ? બાદશાહ પાસે જઈને થાંભલાની જેમ ઊભો રહ્યો એટલે બાદશાહે તેની આવી ઉદ્ધતાઈ માટે જેલ ભેગો કર્યો. બાપને ખબર પડી એટલે એ બાદશાહ પાસે આવ્યો અને એકને બદલે બે સલામ ભરતાં બોલ્યો કે, “સાહેબ ! છોકરો તો મૂર્તો હતો. આ આપનેય સલામ અને આપના પેટનેય સલામ.' બાદશાહનું પેટ મોટું હતું. એટલે બાદશાહને મશ્કરી લાગી, એથી પટેલને પણ જેલમાં પૂર્યો. આ સાંભળીને પટેલની નજીકનો સંગો બાદશાહ પાસે આવ્યો. એણે પેલા બેયને મૂર્ખ કહી પોતે સલામ ભરતાં બોલ્યો કે, “નામદાર ! આપને જ સલામ ભરવી જોઈએ, પેટને શું ફોડવું હતું કે વળી એને સલામ ભરી ?” આ સાંભળી બાદશાહે એને પણ જેલમાં ધકેલ્યો. આ બધાની ભાવના સારી, ક્રિયા પણ સારી કરવા આવ્યા હતા. પણ મૂર્નાઈના કારણે લાભને બદલે હાનિ ઉઠાવે છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ - 183 સંધ સ્વરૂપ દર્શન ભાગ-૩ આ પછી પટેલનાં ચાર સગાં ભેગાં થઈ બાદશાહને બદલે બેગમ પાસે ગયા અને કહ્યું કે, “આ બાદશાહ તો અમારો ધણી છતાં અમારા પર કોપ્યો છે એટલે તેને પડતો મૂકી આજે અમારી ધણિયાણી પાસે આવ્યા છીએ. માટે મહેરબાની કરો અને બાદશાહને ઠેકાણે લાવો.' આ સાંભળી બેગમને એ મૂર્ખાઓ પર ઘણો ગુસ્સો આવ્યો અને એ બધાને જેલમાં પુરાવ્યા. મંત્રીને આ બધી વાતની ખબર પડી એટલે તેણે આ બધા અજ્ઞાન છે એમ સમજાવી માંડમાંડ છોડાવ્યા. મુદ્દો એ છે કે સારી પણ ક્રિયા કરતાં ન આવડે તો આ રીતે લાભને બદલે હાનિ થાય છે. તમે કેવા છો એ તમારા આત્માને પૂછો: આ શ્રી જિનેશ્વરદેવ એ ત્રણ લોકના નાથ છે. એમની પૂજા કરતાં આશાતના કરી તો આરાધનાના બદલે વિરાધના થવાની. આ પરમાત્માની આરાધના કરવી હોય તો સંસારની રુચિ ઘટાડ્યા વિના છૂટકો નથી. સંસારની રુચિ ન ઘટે ત્યાં સુધી જિનેશ્વરદેવનો ધર્મ પામ્યાની વાતો એ વાહિયાત વાતો સમજવી. શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ દુર્લભ છે. જે, તે, શાસન પામતા હોત તો તેની આટલી મહત્તા ન હોત અજીર્ણ હોય અને ભોજનની રુચિ થાય એ ન બને. શરીરમાં તાવ હોય ત્યાં સુધી મિષ્ટાન્ન ન ભાવે. એ તાવ કાઢવા માટે પહેલાં તો કડવા ઉકાળા પીવા જ પડે. સંસારના પદાર્થોની અરુચિ વિના શ્રી જિનેશ્વરદેવનો ધર્મ રૂચે જ નહિ. મુક્તિના અર્થીને જ્ઞાની કર્મનો બોજો ઘટાડવા ફરમાવે છે. હલકી તુંબડી પણ કાંકરાથી ભરેલી હોય તો સમુદ્રના તળિયે જ જઈને બેસે. એ ઊંધી વળે. એમાંથી કાંકરા નીકળી જાય તો એ સાગરની સપાટીએ આવે. આત્મામાં પણ વિષયવાસનાઓના અને કષાયોના કાંકરા ભર્યા છે. એ નીકળી જાય, વિષયસામગ્રીનો સંસર્ગ છૂટી જાય તો એ પણ ઉપર આવે. ચૈત્યવંદનના એક સૂત્રની આત્મા પર કેવી અસર થાય ? અરિહંત પાસે આવનાર કઈ રીતે આવે, શી રીતે બોલે, એ બધી સમજ એનામાં આવી જાય. એ ત્રણ લોકના નાથ છે, અનંતજ્ઞાની છે, પોતાની ચોવીસે કલાકની કોઈ પણ પ્રવૃત્તિ એમનાથી છૂપી નથી. પોતે અનેક ગુનાઓનો કરનારો છે એ ધ્યાનમાં હોય તો પ્રભુ પાસે કઈ રીતે આવે એ વિચારો. શાહુકાર પાસે ચોટ્ટાને આવતાં દૂરથી જ પગ કંપે. સભાઃ “અમે ચોટ્ટા કે અપરાધી ?' એ તમારા આત્માને પૂછો. વગર સમજે અપરાધ કરો છો કે ચાલાકીપૂર્વક કરો છો, એ પણ પૂછો. આજે તો કહે છે કે, “મન ચંગા તો કથરોટમેં ગંગા', પણ મન ચંગા હોય તો આ બધા દંગા શા માટે ? પોતાની સ્થિતિને જાણનારો Page #570 -------------------------------------------------------------------------- ________________ 1731 - ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૯ પ્રભુ પાસે આવે ખરો. પણ એ ધ્રૂજતો હોય. પ્રભુની સ્તુતિ કરતાં પૈસાટકા વગેરે સંસારના વિચાર આવી જાય તો એ ત્રાસ પામે. આસિક્યની પ્રાપ્તિ કઠિન છે? નમુત્થણ” સૂત્રના એક-એક વિશેષણને વિચારો. “જય વિયરાય' સૂત્રમાં પહેલી માંગણી “ભવનિર્વેદ'ની છે. આ તો કહે છે કે, “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?' આસ્તિક્યની પ્રાપ્તિ કઠિન છે અને નાસ્તિકનો ઇલકાબ ભારે પડે છે. “આત્મા, પરલોક, પુણ્યપાપ માને એટલે આસ્તિકઆમ કહી દિધે કાંઈ દિ' ન વળે. માનવાનું પ્રમાણ શું ? ચોર પણ ચોરીને ખોટી તો કહે પણ તેથી વળ્યું શું ? ખૂનીને પણ ફાંસી નજરે દેખાય ત્યારે હાથમાંથી તલવાર પડી જાય. જીવનમાં અનેક ખૂનો કરનાર પણ પાંજરામાં તો પોતાનો બચાવ જ કરે છે. કેમ કે હવે નજરે ફાંસી દેખાય છે. ભગવાનની પૂજા કરનારાઓએ વિચારવું કે તેઓ આ કોટિના તો નથી ને ? પેલો ખૂની પોતાના બચાવ માટે વકીલને લાખ આપવા, જૂઠું બોલવા તથા ખોટા સાક્ષી ઊભા કરવા પણ તૈયાર થઈ જાય છે. તે વખતે એની ભાવના કાંઈ વખાણવા જેવી નથી. માત્ર અત્યારે બચવા એ બધું કરે છે. એ લાખ વકીલને આપે છે તે કાંઈ દાન નથી કરતો. બચ્યા પછી પાછો વધારે સાવચેતી રાખી ખૂન કરવાનો જ છે. પોતે ચોરી કરે અને સામો ફરિયાદ કરી કોર્ટે ઘસડી જાય, છ મહિનાની જેલની સજા થાય તો એ જેલમાં જતાં જતાં પણ ત્યાંથી છૂટ્યા પછી તરત જ ફરિયાદીના ઘરને . સળગાવી મૂકવાનો નિર્ણય કરે છે. આજે નાડીવૈધો ન રહ્યાઃ તમે પ્રભુ પાસે સ્તુતિ-પૂજા કરો છો એ વખતે તમારી કઈ હાલત છે તે વિચારો. સંસારની રૂચિ છૂટ્યા વિના એ સ્તુતિ વગેરેની સફળતામાં વાંધા છે. દુનિયામાં પાપ અને તેથી આત્માની કતલ તો અનાદિકાળથી ચાલુ છે. પાપને પાપ, પુણ્યને પુણ્ય, આત્માને આત્મા, જડને જડ એ રીતે બરાબર સમજાય તો સંયમમાં રસ લાગે. વીસમી સદીની વાતોમાં જડવાદ અને કુતર્ક પ્રધાન છે. વસ્તુ સમજવાથી થાય તે તર્ક અને સમજ્યા વિના થાય તે કુતર્ક. દર્દીને વૈદ્ય તેલનું ટીપું પણ ખાવાની ના પાડે ત્યારે દર્દીને થાય કે જરાક ખાવામાં શો વાંધો ? પરંતુ દર્દી પણ વિધિપૂર્વક વૈદક ભણે તો પછી તો એ પણ બધાને ના પાડે. બધાને હા પાડવાની ભાવનાએ ભણવા માંડ્યો. પણ વિધિપૂર્વકના ભણતર એની ભૂલ એને સમજાવી દીધી. જે આડો થાય, વિધિને એક બાજુ મૂકે તે વૈદ્ય ન થાય પણ ઊંટવૈદ્ય થાય. આજે નાડી પરીક્ષા નથી. પૂર્વે નાડી જોઈને Page #571 -------------------------------------------------------------------------- ________________ પપ૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1738 રોગ કહેનારા વૈદ્યો હતા. એ વૈદ્યો જેટલા દિવસ કહે તેટલા દિવસમાં વ્યાધિ મટાડતા. આજે તો નાડી જોવાતી નથી, પલ્સ ગણાય છે. વિધિ તજે તે તત્ત્વજ્ઞાન ન પામે? દરેક વસ્તુ એના આમ્નાયથી ફળે છે. આજના ભણેલાઓ અજ્ઞાન છે એનું કારણ આમ્નાય ગયો, વિનય ગયો, મર્યાદા ગઈ. તેથી જ્ઞાન પણ ગયું. પૂર્વે વિદ્યાર્થીઓ વર્ષો સુધી ઉપાધ્યાયના ઘરે રહેતા, એમની સેવા અને પગચંપી કરતા અને એ રીતે વિદ્યાગુરુઓને પ્રસન્ન કરી વિદ્યા મેળવતાં. એ એવા વિદ્યામાં પારંગત બનતા કે આજે વર્ષો સુધી કૉલેજનાં પગથિયાં ઘસનારા અને ઢગલાબંધ પોથાં ફાડનારા પણ એવા નથી બની શકતા. ધારાશાસ્ત્રીની પરીક્ષા પાસ કરનારને પણ પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં અનુભવ માટે કોઈ વકીલને ત્યાં બે-પાંચ વરસ કાઢવાં પડે છે, પાંચ-પચીસ કેસોમાં અનુભંવ મેળવવો પડે છે. જેટલા વિધિને તજે છે તેમનાં ઠેકાણાં પડતાં નથી, અર્થાત્ એ અક્ષરજ્ઞાન મેળવે, પણ તત્ત્વ ન પામે. વજસ્વામી ઘોડિયામાં રહ્યા રહ્યા અગિયાર અંગ ભણી ગયા. પણ ગુરુએ વાચનાચાર્ય થવા માટે યોગ્ય ન કહ્યા, કેમ કે આ જ્ઞાન સાંભળીને મેળવ્યું હતું, વિધિપૂર્વક ગ્રહણ કરાયેલું ન હતું. ઉપકારીઓનું ધ્યેય એ હતું કે, આ ચીજથી (આગમથી) કોઈના પર ઉપકાર ન થાય તો હરકત નહિ પણ અપકાર ન થવો જોઈએ, અને એ ધ્યેયથી યોગ્યતા જોઈને જ આજ્ઞા આપે. તેમના એ ધ્યેયને સમજ્યા વિના બીજું-ત્રીજી વાતો કરવી એ સૂચવે છે કે વસ્તુને પામ્યા નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સ્વસ્વરૂપને પોષનારી છે. એ ત્યારે જ ગમે કે જ્યારે પરનો પ્રેમ ઘટે. શ્રી જિનેશ્વરદેવે જે છે તે કહ્યું છે, નથી તે નથી કહ્યું, માટે એને માનવામાં નાનમ નથી. એવાથી કદી ઉદ્ધાર થાય નહિ? પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંખ્યાનો જાપ કરવાની ના પાડે છે. આજ્ઞા માનનાર ચાર હોય તો તેને સંઘ કહે છે. આજ્ઞા બહારના લાખોના ટોળાને પણ સંઘ કહેવાની ના પાડે છે. રાજા હરિશ્ચંદ્ર એકલો રહ્યો, સત્યની ખાતર રાજ્ય તર્યું, કદી પગે નહિ ચાલનારી સ્ત્રીને પારકાં પાણી ભરવાનો વખત આવ્યો; પોતે ચંડાલનો નોકર બન્યો, કુંવર વિષમ સ્થિતિમાં મુકાયો, એ બધું સહ્યું પણ સત્ય ન જવા દીધું. સભાઃ “આજના જેવા સોલિસિટર મળ્યા હોય તો એને બચાવી શકત.” આજના સોલિસિટરને તો આંગણે પણ ન ચડવા દૈવા. એ તો સત્યરૂપ હતો. આજના પેટભરાઓની છાયા પણ એ ન લેત. પેટની ખાતર જૂઠું Page #572 -------------------------------------------------------------------------- ________________ ૩૫: આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ - 115 ૫૫૧ બોલવાનું કહેનારા, જૂઠું બોલતાં શીખવનારા, જૂઠા સાક્ષીઓ ઊભા ક૨વાની સલાહ આપનારા, આવાઓ તો દુનિયાને શ્રાપરૂપ છે. એવાઓથી કદી દુનિયાનો ઉદય થયો નથી, થતો નથી અને થવાનો નથી. પેટ માટે પાપસ્થાનકો સેવનારા, સેવરાવનારા, સેવવાની સલાહ આપનારા અને સારું મનાવનારા તો જગતને ત્રાસરૂપ છે. એવાથી કદી ઉદ્ધાર થાય નહિ. આજના ધારાશાસ્ત્રીઓએ ચોરોને કે ખૂનીઓને ફરી ગુનો નહિ કરવાની સલાહ આપી ? એની પ્રતિજ્ઞા કરાવી ? નાં, એ તો ઊલટા પાપના માર્ગ ખુલ્લા કરે છે. ગુનેગારો માને છે કે, ‘ગુનો ક૨વો, પકડાઈ જવાય તો ધારાશાસ્ત્રીને શરણે જવું અને એ કહે એ રીતે જુઠ્ઠાં સાક્ષી વગેરે લાવીને છૂટી જવું !' વેપારીઓ પણ ખોટા ચોપડા લખે અને કેસ વકીલને સોંપે. સૉલિસિટરની કંપનીઓ સાથે એટલા માટે જ કાયમનો સંબંધ ૨ખાય છે કે પછી ગુના માટે કોઈ ભય જ નહિ. આવી માન્યતા તેઓ ધરાવે છે. પણ કર્મ કોઈને છોડતું નથી. 1739 અણીના અવસરે ટકે તે જ ધર્મી અણીના અવસરે ટકે એ જ ધર્મ. આપણામાં એવાં સામર્થ્ય તથા શૌર્ય ન હોય એ બને પણ એ મહાપુરુષનાં દૃષ્ટાંતો લઈને તેવા બનવાની ભાવના રાખવી તથા એવી જ પેરવી કરવી. પરંતુ એથી ઊંધું કરવામાં ડહાપણ ન વાપરવું. જો લોભી અને ધર્મહીનો જગતમાં સુખી હોત તો ધર્મની કિંમત કશી જ ન હોત. મોટા શહેનશાહોને પણ અંતે શરણ તો ધર્મનું જ છે. એ વખતે તેની પાસે સોનૈયાનો ઢગલો કરવામાં આવે તે એની સદ્ગતિ ન કરે. પણ અરિહંતનું શરણ સંભળાવાય..તે વખતે જો એને સદ્ભાવના આવે તો સદ્ગતિ થાય. ઉન્માર્ગગામીના સહાયક પણ એટલા જ દોષના ભાગીદાર છે. તે વિષયમાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ વિશેષ જે કાંઈ ફરમાવે છે તે હવે પછી. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી... વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૧૩ શનિવાર, તા. ૨૬-૪-૧૯૩૦ કેવો સંઘ, સંઘ ગણાય ? ૭ આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય : ૭ આજ્ઞાપ્રેમીનાં વચનો કેવાં નીકળે ? એ શાંતિ તો ચૈતન્યહીન છે : ♦ શરીર નવું બને, શાસ્ત્ર નવું ક્યાંથી બને ? ૭ શરીરનાં દૃષ્ટાંત સાથે શાસનને સરખાવો ઃ • શાસન સીદાય અને શાસનનો પૂજારી જોયા કરે ? ♦ ઉકળાટથી તો અરધું કામ પતે છે ઃ અનાર્ય કોને માનવા ? ♦ દીક્ષા એ કાંઈ ચોરી છે ? • કાયદા કેવા કરાય ? કાયદા હોવા ઘટે તેના હોય : · ♦ અનાર્યોની પણ નીતિ કેવી ? ♦ પ્રતિબંધ સદાચારો પર કે અનાચારો પર ? આજ્ઞાભંગ વખતે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે : ♦ આજની હાલત કેવી છે ?. આજના ભણેલાનો સંનિપાત ! ...એમનું મોઢું ન જોવામાં કલ્યાણ : ...આવા પણ સમ્યગ્દષ્ટ આજે ઘણા છે ઃ શ્રી જિનેશ્વરદેવોની કરામત : શાસનને મારું મનાય તો મૌન ન ૨હે : 116 કેવો સંઘ, સંઘ ગણાય ? અનંત ઉપકારી શાસ્ત્રકાર ૫૨મર્ષિ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, આજ્ઞાભ્રષ્ટ, મોક્ષમાર્ગના વૈરી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારા, ઉન્માર્ગનો પક્ષ કરનારા, સાધુજનોનો દ્વેષ કરી Page #574 -------------------------------------------------------------------------- ________________ 1741 – ૩૬ આuપ્રેમ અને શાસનની વફાદારી -116 - ૫૫૩ એમને સંતાપનારા, અધર્મ-અનીતિ અને અનાચાર સેવનારા તથા સેવરાવનારા, તેમજ ધર્મ-નીતિથી પ્રતિકૂળ વર્તનારા - એવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તો પણ એમને સંઘ ન ગણો. જૈનશાસનમાં બહુમતી નહિ, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માન્ય છે. આજ્ઞામાં રહેનારો, આજ્ઞાનું પાલન કરનારો, આજ્ઞાને માનનારો, આજ્ઞા પાસે શિર ઝુકાવનારો શ્રીસંઘ મા-બાપ તુલ્ય છે તથા મોક્ષમાર્ગરૂપી પ્રાસાદના સ્તંભ તુલ્ય છે, પણ આજ્ઞા બહાર રહેલો સંઘ તો સર્પ જેવો ભયંકર છે. આજ્ઞાભંગની પ્રવૃત્તિમાં મન-વચન-કાયાથી સહાય કરનારા પણ સમાન દોષના ભાગીદાર છે. આજ્ઞાધીન આત્મા જ્યાં આજ્ઞાભંગ દેખાય ત્યાં મૌન ન રહી શકે. આ મહાત્મા ફરમાવે છે કે એવું મૌન ધારણ કરવાથી અવિધિની અનુમોદના થાય છે. તેવાઓનાં વ્રત ટકી શકતાં નથી; પછી તે અણુવ્રત હોય કે મહાવ્રત હોય. આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય? આજ્ઞાનું પાલન કરવું અને આજ્ઞાભંગના પ્રસંગે માધ્યસ્થ રાખી મૌન ધારણ કરવું એ બે વાતો કદી બને નહિ. વેપારી નફા તથા ખોટ બંનેમાં કદી મધ્યસ્થ ન રહી શકે. શાહુકારની પેઢી પર ચોર પણ જો મજેથી બેસતા હોય તો માનવું કે શાહુકારને શાહુકારીની કિંમત નથી અથવા તો એ ચોરનો સાથી છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારથી આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય. જો ત્યાં મધ્યસ્થ રહેવાની વાતો કરે તો એનું આજ્ઞાપાલન એ ઢોંગ છે. ચડવાની નિસરણીને કોઈ કાપવા માંડે તો ચડનારો મૌન પકડે ? આજ્ઞાપાલકથી આજ્ઞાભંગના પ્રસંગે મૌન ધારણ ન કરાય. મૌન એનાથી રહી શકે નહિ. સભાઃ શક્તિ ન હોય તો શું કરે ? શક્તિ ન હોય તો કદાચ સામનો કરવા ન જાય. પણ ખોટાને ખોટું કહે તો ખરો ને ? ભલે એ સમજાવી ન શકે તે વાત જુદી. માનો કે એમાં પણ ભય લાગતો હોય તો ખોટાને ખોટું કહેનારની વાતમાં હાજી ભણે, એના પર પ્રેમ રાખે, એની નિશ્રામાં ચાલે. પણ પોતાના ડહાપણનો ડોયો તો ન ચલાવે ને ? પરંતુ વિરુદ્ધ પ્રચારમાં શક્તિ ખર્ચાતી હોય ત્યાં શું સમજવું ? એનો અર્થ તો એ થયો કે ફાવતા પક્ષે બોલવું અને ન ફાવે ત્યાં ન બોલવું, એ તો માર્ગપ્રાપ્તિનો અભાવ સૂચવે છે. આજ્ઞાપ્રેમીનાં વચનો કેવાં નીકળે ? જે આત્મા શ્રી તીર્થંકરદેવની આજ્ઞાના પાલનમાં તત્પર હોય, શ્રીસંઘની ભક્તિમાં જે તન્મય હોય, એવા આત્માએ આજ્ઞાભ્રષ્ટ બનેલા આત્માઓને Page #575 -------------------------------------------------------------------------- ________________ 1742 ૫૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સર્વશિક્ષા આપવી એમ આ મહર્ષિ જણાવે છે. દીકરાનાં હિતૈષી મા-બાપે દીકરાના ખોટા કામ માટે એને સજા કરવી જ જોઈએ. ઘરની કુટુંબની તથા વંશની આબરૂનો રાગી, એને સાચવવાની પૂરી ઇચ્છાવાળો, પૂર્વજોની ચાલી આવતી મર્યાદાનો પ્રેમી, જ્યારે એ મર્યાદા લંઘાય ત્યારે પોતાના વહાલામાં વહાલા બાળકને શિખામણ કે શિક્ષા દીધા વિના રહેતો નથી. કુળમાં ન કરવા જોગીકરણી કરીને જો કોઈ કુળને કલંકિત કરતો હોય તો કુંમહત્તાને માનનારો એની ઉપેક્ષા શી રીતે કરે ? એ વખતે ‘એ નાનો છે' એવો બચાવ ન ચાલે; અને જો એવો બચાવ કરે તો માનવું કે એને કુળસંસ્કા૨માં પ્રેમ નથી. ‘ટોળું વધતું જાય છે, સારા થોડા છે માટે પેલા મોટા ટોળાના વિરોધની પંચાતમાં ક્યાં પડવું ? આભ ફાટે થીગડાં ક્યાં દેવાં ? લોટામાં કે માટલામાં ભાંગ પડી હોય તો તેને દૂર કરાય પણ તળાવમાં કે કૂવામાં ભાંગ પંડી હોય ત્યાં શું થાય ?' આવું આવું શ્રી તીર્થંકરદેવનીં આજ્ઞાના પ્રેમીથી ન બોલાય. શ્રીસંઘની ભક્તિમાં તત્પર હોય એનાથી આવાં વચનો ન ઉચ્ચારાય કે ન વિચારાય. ગર્ભાવાસની પીડાનો પાર નથી અને નરકાવાસની પીડા તો એથી પણ અધિક છે, પરંતુ આ મહાત્મા ફરમાવે છે કે ફરીને ગર્ભમાં પેસવું ઠીક, કદી નરકાવાસમાં જવું પડે તો એ પણ ઠીક, પણ આવાં આજ્ઞાભ્રષ્ટ નામસંઘના ટોળામાં વસવું ભૂંડું. સદૃષ્ટિ આત્માને જેટલી પીડા ગર્ભમાં કે નરકમાં ન થાય તેટલી પીડા અથવા તેથીય ભયંકર વેદના એને આજ્ઞાભંજક ટોળામાં રહેવામાં થાય. સભાઃ ‘કૂવાનું પાણી પીવાથી આખું ગામ ગાંડું થયું હતું ત્યારે ડાહ્યા રહેલા રાજા અને પ્રધાન પણ એવા બન્યા ને ?’ ના, એવા બન્યા નથી. પણ બચવા માટે એવો દેખાવ કર્યો છે. એમણે કાંઈ તે કૂવાનું પાણી પીવાની મૂર્ખાઈ કરી નથી. આવાં ટોળાંના સહવાસ કરતાં આ મહાત્મા નરકાવાસને પણ મજેનો કહે છે. કેમ કે ત્યાં કર્મનો ક્ષય થાય છે, જ્યારે આ ટોળામાં કર્મનો બંધ થાય છે. સમ્યદૃષ્ટિ આત્મા દુઃખથી ન ગભરાય પણ સત્ય વસ્તુના લોપથી જરૂર ગભરાય. આજે તો મોટો ભાગ એવો છે કે ભગવાન માટે કે આગમ માટે કોઈ કાંઈ કહે તો ત્યાં ઉપેક્ષા કરે; ‘ભગવાનના તથા આગમના કર્મનો ઉદય' એમ કહે, માત્ર પોતાની સાહ્યબી તથા માનમરતબાને વાંધો ન આવે, એવી કાળજી રાખે. આ ભાવનાવાળાને સમ્યગ્દષ્ટિ ન કહેવાય. સાચો સ્નેહી તે કે જે આવતા પ્રહારને પોતે ઝીલીને પોતાના સાથીને બચાવે. આજે તો પોતાના બચાવ માટે પ્રહારની આડે સાથીને Page #576 -------------------------------------------------------------------------- ________________ 178 ૩૬ઃ આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી - 116 ૫૫૫ ધરી દેવાની ભયંકર વિશ્વાસઘાતક નીતિ દેખાય છે. સમ્યગુદૃષ્ટિ આત્મા ગર્ભમાં કે નરકમાં દુ:ખન માને. કેમ કે જો પોતે શુદ્ધ હોય તો ત્યાં એ આત્માની શુદ્ધિ વધે છે, મલિનતા દૂર થાય છે, અશુદ્ધિ વળગતી નથી, જ્યારે આજ્ઞાભંજક ટોળાના સહવાસે તો આત્મા મલિન બને છે. આ વાત ત્યારે જચે કે જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કલ્યાણકર છે એમ હૃદયમાં સ્થિર થાય. એ શાંતિ તો ચૈતન્યહીન છે? • શાસ્ત્ર કહે છે કે હિતકર વસ્તુના નાશ વખતે છદ્મસ્થને શાંતિ ન રહે. જો ત્યાં શાંતિ રહે તો માનવું કે એને એ વસ્તુ પર પ્રેમ નથી. જે વસ્તુને પોતાની માની એના નાશ વખતે કદી શાંતિ રહેતી નથી. શરીરને પોતાનું માન્યું છે તો પથ્થરનો અવાજ બહાર થાય ને છાતી અહીં ધડકે છે. સાડાત્રણ હાથની કાયામાં એક કીડી પણ જો ચટકો મારે તો તરત જણાઈ આવે છે. ઊંઘમાં એકાદ માંકડ કરડે તો તરત ત્યાં ઊંઘમાં પણ હાથ ફરે છે. કેમ કે, શરીરને બરાબર પોતાનું માન્યું છે. જરા સાપ જુએ કે “માર્યા'ની બૂમ મારે એ શરીર પરના તીવ્ર પ્રેમનું સૂચન છે. એ જ રીતે આ મહર્ષિ ફરમાવે છે કે શાસનને જે પોતાનું માને એનાથી શાસન પરના પ્રહાર, એના પરના આક્રમણ વખતે મૂંગા રહેવાય જ નહિ. એવે વખતે મૌન રહે તો સમજવું કે શાસન હજી પોતાનું મનાયું નથી. એ પ્રસંગે શાંતિ રહે તો એ ચૈતન્યહીનતા સમજવી: શાસન પોતાનું કહે અને મૌન રાખે તો એ દંભ છે. એણે કદી રોજ પૂજા કરી હોય કે બીજાં મોટાં કામો કર્યા હોય તો પણ તે માનપાન કે વાહવાહ માટે સમજવાં, પણ શાસન માટે નહિ. સંઘ તથા વરઘોડાઓ પણ વાહવાહ માટે નીકળે, દેશનાઓ પણ વાહવાહ માટે દેવાય; એ શાસન માટે ત્યારે સમજાય કે જ્યારે શાસન પરના આક્રમણ વખતે મૌન ન પકડે. “જય' બોલાય ત્યારે સૌ પાટે બેસે પણ “ક્ષય' બોલાય ત્યારે પાટે બેસીને બોલે એ વીર. ફૂલના હાર પહેરવા સૌ જાય; મહોત્સવ મંડાય ત્યારે બધા આંટા મારે; રોજ મિષ્ટાન્ન જમાડો તો હજારો ભેગા થાય. પણ ઘરે તાળાં, દેવાની તૈયારી વખતે જે આવે તે સાચો સ્નેહી. શાસન પ્રત્યે લાગણી હોવાની વાત કરે અને આવે સમયે મૌન ધારણ કરે એ અશક્ય છે. એ વાત યુક્તિગમ્ય નથી, અનુભવગમ્ય નથી કે શાસ્ત્રસિદ્ધાંતને પણ માન્ય નથી. જનરલ કોઈ કદી બોલે એ અલગ વાત છે. પણ ઠેઠ પરમાત્મા સુધી અને પરમાત્માના માર્ગ પર આક્રમણ થાય ત્યાં સુધી મૌન ધરવામાં કઈ મહત્તા છે ? એ મૌનમાં કોઈ પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન માને તો તે યોગ્ય નથી. પોતાની જાત ઉપર આપત્તિ આવે ત્યાં સમતા હોવી જોઈએ, પરંતુ તે નથી રહેતી ને દોડાદોડ થાય છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ પપ૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 174 શરીરમાં એક ફોલ્લી થાય તો હાયવોય થઈ જાય છે, જરા બીમારી આવે ત્યાં ભાગાભાગ કરાય છે, રાત્રે જરા કાંઈ કરડે અને સાપનો વહેમ પડે તો ધમાધમ થઈ પડે છે; તો આ બધી સ્થિતિમાં મૌન કેમ નથી રખાતું ? કારણ કે શરીરને પોતાનું માન્યું છે. શરીર નવું બને, શાસ્ત્ર નવું ક્યાંથી બને? પૂર્વના મહાત્માઓ પાંચ ડિગ્રી તાવમાં પણ ધ્યાન કરતા હતા. પણ એ જ મહાત્માઓ શાસન પરની આપત્તિ વખતે ધ્યાનને બાજુ પર મૂકી શાસનની રક્ષામાં સક્રિય બનતા. પોતાની હયાતીમાં તીર્થનો નાશ વાલીમુનિ ન જોઈ શક્યા. તરત ધ્યાન મૂકી દીધું અને રાવણને શિક્ષા કરી. જેના યોગે શાસનની પ્રાપ્તિ થઈ તેનો નાશ થવા દે ? એવું તો નઠોર હોય તે કરે. કર્માધીન, રાગદ્વેષથી રિબાતો છતાં શાસન પરની આપત્તિ વખતે ધ્યાનનો ઢોંગ કરે ત્યારે એનો એક જ અર્થ થાય કે એ બચાવની બારી શોધે છે. કપડું સળગે ત્યારે આબરૂનો વિચાર ભાગી જાય છે, ઝટ કપડું કાઢી ભાગવા માંડે છે, બેબાકળો બની ન કાઢી શકે એ વાત જુદી. શાસનને પોતાનું માનનારથી એના નાશ વખતે મૌન રહી શકાય નહિ. શરીર માટે તો નહિ કરવાની ક્રિયા પણ થાય છે. કેમ કે, ત્યાં મારાપણું ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ માત્ર શ્રાવકની વાત નથી કરતો પરંતુ સાધુની પણ એ જ હાલત છે. જરા આંગળી પાકે તો દોડાદોડ કરી મૂકે, પોતે તો સૂવે નહિ. પણ બીજાનેય ન સૂવા દે, ધમાધમ કરે, ડૉક્ટર પાસે કેટલી દીનતા કરે, કેમ કે શરીરને પોતાનું માન્યું છે. શાસન પરના હલ્લા વખતે નિરાંતે ઊંઘ આવે એ શું? પોતાના ખૂનની પેરવી થઈ છે એવી ખબર પડે તો બધા ચાંપતા ઇલાજ લે. શરીરના પૂજારી શરીરની રક્ષાના પ્રસંગે સ્યાદ્વાદ ન રાખે, તો શાસનના પૂજારી શાસનરક્ષાના સમયે સ્યાદ્વાદ ક્યાંથી લાવે ? શાસ્ત્રને બાળી મૂકવાની કે આઘા મૂકવાની વાત થાય ત્યાં સુધી પણ મૌન ? શરીર નવું બને, શાસ્ત્ર નવાં ક્યાંથી બને ? શાસનમાં પોતાપણું આવે તો ઇરાદાપૂર્વક મૌન ન રહી શકાય. જેના હૈયામાં તેલ રેડાયું તે અવાજ કરી શકે તો ઊં...ઊં... તો થાય જ, સાવ મૌન તો તેનાથી રહેવાય જ નહિ. શરીરના દષ્ટાંત સાથે શાસનને સરખાવોઃ ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી પણ ખીલા કાઢ્યા ત્યારે ચીસ પડી ગઈ. અપ્રમત્તાવસ્થા હતી, ધ્યાનમાં મગ્ન હતા. છતાં અનાદિના શરીરના સહવાસ અને અભ્યાસના કારણે ત્યાં બૂમ પડી જ ગઈ. જ્યારે ગોશાળાએ તેજોલેશ્યા મૂકી ત્યારે ભગવાનને લોહીના ઝાડાનો વ્યાધિ થયો. સિંહ નામના Page #578 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116 મુનિ ભગવાનને ઔષધ લેવા માટે રોજ વિનંતી કરતા હતા. પણ ભગવાન ઔષધ લેતા ન હતા અને જરૂ૨ નથી એમ કહી દેતા હતા. ભગવાન તો વીતરાગ હતા, સર્વજ્ઞ હતા, તેમજ સિંહમુનિ એ જાણતા પણ હતા. એ મુનિને કાંઈ ભગવાનની સર્વજ્ઞતામાં શંકા ન હતી. છતાં રોજ ઔષધની વિનંતી કરે છે અને ભગવાન ન માનવાથી જંગલમાં જઈએ રૂએ છે. અન્યથા એ જ મુનિની વિનંતીથી ભગવાન ઔષધ વાપરે છે ત્યારે મુનિને આનંદ થાય છે. મુનિએ ભગવાનને એવા પોતાના માન્યા કે જંગલમાં જઈને રુદન કર્યું. ભગવાન પ્રત્યેની ભક્તિનો એ પ્રભાવ હતો. આજના તો કહે છે કે, ‘ભગવાન તો વીતરાગ છે. એમને વળી કેસર-ચંદનની પૂજા શા માટે ?’ પણે સાક્ષાત્ વીતરાગ હતા, શરીર નાશવંત હતું, છતાં મુનિ આટલે સુધી કરે છે ત્યારે આમને ભગવાનની વીતરાગતાના રક્ષણ માટે કેસ૨-ચંદન વગેરે બાધક લાગે છે, એનું કારણ ? ત્યાં મારાપણાનો ભાવ ન હોવાથી ભક્તિ ઊડી ગઈ. શરીરના દૃષ્ટાંત સાથે શાસનને સરખાવો. મુક્તિ શરીરની સેવાથી કે શાસનની સેવાથી ? 1745 ૫૫૭ શાસન સીદાય અને શાસનનો પૂજારી જોયા કરે ? કેવળજ્ઞાનીની ક્રિયા માટે પ્રશ્ન ન હોય. એ તો જેવું પોતાના જ્ઞાનમાં દેખે તેવું વર્તે. પોતાને લેવાના હોય તેટલા પુદ્ગલ લે. ભગવાને છદ્મસ્થાવસ્થાનાં સાડા બાર વર્ષમાં એટલો તપ કર્યો કે તેમાં માત્ર ત્રણસો ઓગણપચાસ જ પારણાં અને કેવળજ્ઞાન થયા. પછી રોજ ભોજન કરતા હતા, આનું કારણ ? કારણ કે, એટલા પુદ્ગલ લેવાનું એ જ્ઞાનમાં જોતા હતા. કેવળજ્ઞાન થયા પછી માત્ર શાતા વેદનીય હોય, અશાતા વેદનીય ઉદયમાં આવે તો એ આશ્ચર્ય. અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ ગયા પછી એવાં આશ્ચર્યો થાય. સભા : 'શાસનનો નાશ નથી થતો પણ સીદાય છે એ વાત સાચી !' નાશ કરનાર તો કોઈ પાક્યો જ નથી, પરંતુ શાસન સીદાય છે અને શાસનનો પૂજારી જોયા કરે એમ ? પોતાના પિતા સો વર્ષ જીવવાના છે એમ જ્યોતિષી જણાવે. પછી એ પિતાને પથારીમાં રિબાવા દે એ પુત્ર સુપુત્ર કહેવાય ? કોઈ ચપ્પુ લઈને પેટ પર ચેકો મૂકવા આવે તો સો વર્ષ જીવવાના જ છે એમ માની ચેકો મૂકવા દે ? ત્યાં પેલાના હાથ પકડી ૨વાના કરવો પડે. ઉકળાટ આવ્યા વિના રહે જ નહિ. માટે આવી ગાંડી દલીલો તો અશ્રદ્ધાળુઓ અને અજ્ઞાનીઓ કરે, જૈનશાસનને એ દલીલો માન્ય નથી. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – – 1745 ઉકળાટથી તો અરધું કામ પતે છેઃ આ શરીરને એક દિવસ બાળી મૂકવાનું છે એમ બધા જાણે છે, છતાં જરા તાવ આવ્યો કે તરત ડૉક્ટર બોલાવાય છે, કેમ કે શરીરને પોતાનું માન્યું છે, એ જ રીતે જેણે શાસનને પોતાનું માન્યું, શાસનથી જ પોતાનું કલ્યાણ માન્યું એવા આત્માને શરીરના પૂજારીનો શરીર પર જેટલો પ્રેમ તેટલો જ બબ્બે તેથી પણ અધિક પ્રેમ શાસન પર હોય અને જો એમ ન હોય તો સમ્યકત્વ નબળું અથવા મિથ્યાત્વ ગાઢ સમજવું. શાસન સામેના હુમલા વખતે તો ઉકળાટ એવો થાય કે સામાને પરસેવો છૂટી જાય. એવા ઉકળાટથી તો ઓછી મહેનતે કાર્યસિદ્ધિ થાય. આંખના ડોળા ફેરવ્ય ઘણાં કામ થાય છે. આંખના ડોળે તો રાજાઓનાં રાજ ચાલે છે. પ્રહાર તો અવસરે કરે પણ આંખના ડોળે આખું તંત્ર ચલાવે. એક માણસ દૂરથી મારવા માટે ધસ્યો આવતો હોંય પણ સામે ઊભેલો જોરથી એક અવાજ કાઢે તો પેલો તરત થંભી જાય અને થંભ્યો એટલે ખલાસ. પછી તો અણી ચૂક્યો સો વર્ષ જીવે. આવેશમાં હોત તો ઘા કરી બેસત એ વાત સાચી પણ પડકાર થતાં અટકી ગયો. પછી ખૂન ન થાય એ નિયમ. આવેશમાં કૂવામાં પડતું મૂકવા જાય એ જો તરત પડતું મૂકે તો તો પડે. પણ જો જોવા રહ્યો તો પછી ન પડી શકે. ઉકળાટથી તો અઘરું કામ પતે છે. સભાઃ પ્રભાવકો આવું કરતા ? પ્રભાવકોએ જે કર્યું છે એમાંનું તો આપણે કાંઈ જ કરી શકતા નથી. એમની પાસે તો આપણે રદ છીએ. આપણી લાગણી અને પ્રવૃત્તિ ચાલુ છે એટલો સંતોષ માનવાનો. પ્રભાવકોની પ્રવૃત્તિ શી હતી ? સભાઃ “અજ્ઞાન સમાજને જ્ઞાનમાર્ગે દોરવો એ.” તમે સાધુના આચાર તથા મર્યાદા સમજો. શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવાનો સાધુ ઉપદેશ આપી શકે. પણ પાયો ખોદવા ન જાય. મંદિરનો પાયો ખોદવા ન જાય તો બીજાની વાત શી ? ‘તમારે માટે મંદિર તારક, મંદિર વિના ધર્મીનો ધર્મ ન ટકે” આવો તમામ ઉપદેશ મુનિ આપે. પણ મંદિરનો પાયો ખોદવા મુનિ ન આવે. સાધુ અને ગૃહસ્થને એક હરોળમાં કરવા માંગો છો પણ એ ન થાય. આજ્ઞાના ભંગ વખતે મધ્યસ્થતાનો ડોળ કરી મૂંગા રહેનારના વ્રતનો લોપ થાય છે. આ મહાત્મા કહે છે કે, તેઓ વ્રત પાળતા નથી પણ દંભ કરે છે. વ્રતપાલનનો દેખાવ ન કરે તો સાધુ તરીકે પૂજાય નહિ માટે એટલું કરે છે. પાલન કરવા માટે પાળતા નથી. જેનાથી પોતે પામ્યા એના નાશ વખતે મૌન રહે શી રીતે ? “આવો ગુસ્સો શા માટે ? આવો ઉકળાટે શા માટે ?' એમ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116 ૫૫૯ કહેનારને કહેવું કે, ‘ઓ બુદ્ધિમાન ! તારા ઘરે ચોર આવે ત્યારે એ પ્રમાણે બોલજે. એ વખતે બૂમાબૂમ કરી પોલીસને બોલાવતો નહિ.' વર્તમાનના જૂના શ્રાવકોનો મોટો ભાગ ‘આપણે શું ?' એમ કહીને આઘો રહેવાવાળો છે. વસ્તુતત્ત્વ ન પામ્યાનું એ સૂચન છે. શાસન પામેલો એવા પ્રસંગે ઊંચોનીચો થયા વિના રહે નહિ. એનાથી શાંત બેસી શકાતું જ નથી. અનાર્ય કોને માનવા ? શ્રી નંદીસૂત્રનું મંગલાચરણ આપણે જોઈ ગયા. તેમાં બતાવેલા સંઘસ્વરૂપની વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું સંબોધ-પ્રકરણ લીધેલ છે અને અધ્યાત્મકલ્પદ્રુમમાંથી પણ થોડું લીધેલ છે. એનું તો ભાષાંતર થયેલું છે ને ? શ્રીસંઘના સ્વરૂપને સ્પષ્ટ કરવા આપણે આ બધું જોઈ રહ્યા છીએ, પણ શાસ્ત્રની આ વાતો બધાને ન રૂચે. પાપોદય આવે ત્યારે મીઠું પણ કડવું લાગે. ધાતુ વિપર્યેયનો રોગ થાય ત્યારે કડવો લીમડો મીઠો લાગે અને મીઠી સાકર કડવી લાગે. ચંદનના લેપ એને બાળે અને વિષ્ટાના લેપ ઠારે. વિપર્યય થાય એટલે બધું ઊંધું ભાસે. એથી ડાહ્યા પણ ગાંડા થાય. શ્રીસંઘ કેવો હોય ? એની પ્રવૃત્તિ શી હોય ? અનીતિ, અધર્મ તથા અનાચારને રોકવામાં સંઘના કાયદા હોય. પણ ધર્મનીતિને પ્રતિકૂલ એવા સંઘના કાયદા ન હોય. આજે તો અનીતિ, અધર્મ તથા અનાચારમાં બધી છૂટ છે. સ૨કા૨માં પણ ડહાપણ છે. એણે પણ કાયદા અનીતિ, અધર્મ તથા અનાચારને રોકવાના કર્યા પણ નીતિ તથા ધર્મને રોકવાનો એક પણ કાયદો ન કર્યો. સાચું બોલવાના નિયમ માટે સરકારનાં કાયદાશાસ્ત્ર જોવાં ન પડે, લાખોનું દાન દેવા માટે સરકારને પૂછવાની જરૂર નહિ. ત્યાં કાયદો જોવો ન પડે. પણ કોઈના ઘ૨માં ખાતર પાડવું હોય તો ત્યાં તરત કાયદો જોવો પડે. છ મહિનાની જેલ ચોરી કરનાર માટે ઠરાવી. પણ દાન કરનાર માટે ઠરાવી ? જે સરકારને અનાર્ય કહેવામાં આવે છે તેણે પણ કોઈ સારી ક્રિયા રોકવાના કાયદા નથી કર્યા. કોઈના ઘ૨માં વિના અધિકારે પેસવું નહિ અને કોઈની સ્ત્રી પર નજર કરવી નહિ એ નિયંમ માટે કોઈ કાયદાપોથી જોવાની જરૂ૨ ન પડે. પણ કોઈના ઘરમાં પેસવું હોય તો કાયદો નડે. સારી ચીજ ન ખાવા માટે કાયદો ન નડે. ઉપવાસાદિ તપ કરવા માટે કાયદો જોવાની જરૂ૨ નહિ. પણ ન ખાવા લાયક ચીજ ખાવામાં કાયદો નડે. ઝેર ખાય તે ગુન્હો ગણાય અને એને પોલીસ પકડી જાય. કોઈનું ભલું થાય તેવું લખવા કે બોલવાથી સ૨કા૨ પકડી ન જાય, પણ કોઈનો નાશ થાય તેવું બોલવા કે લખવા જાય તો સ૨કા૨ જરૂ૨ પકડે. 1747 Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનાર્યમાં અનાર્ય ગણાતી સ૨કારે પણ કાયદા કર્યા તે અનીતિ, અધર્મ અને અનાચારને રોકવા માટે કર્યા ત્યારે આજના કમનસીબો, નીતિ, ધર્મ તથા સદાચારને રોકવાના કાયદાઓ ઘડે છે. તો હવે અનાર્ય પેલાઓને માનવા કે આવા કાયદા ઘડનારાઓને માનવા ? 1748 દીક્ષા એ કાંઈ ચોરી છે ? સંઘ અને કોન્ફરન્સનો અભિપ્રાય લેવાની વાત આગળ કરવામાં આવે છે, પણ તે કઈ બાબતમાં ? કોઈ ચોરી કરે, એક પર બીજી સ્ત્રી લાવે, અનાચારના માર્ગે જાય, વેશ્યાવાડે ભટકે, દારૂના પીઠામાં પહોંચે, જુગાર ખેલે, માંસાહાર કરે, ઈંડાં ખાય, વ્યસનો સેવે ત્યાં ક્યાંય કોઈનો અભિપ્રાય લેવાની કે કોઈને પૂછવાની જરૂર નહિ. પરંતુ દીક્ષા લેવા જાય ત્યાં પૂછવાનું, એનું કાંઈ કારણ ? એક નાના બાળકને દીક્ષા આપી ત્યારે પેલાઓના પ્રયત્નથી અમદાવાદના કલેક્ટરે તપાસ કરી હતી. એણે પોતાની તપાસમાં જોયું કે મા-બાપ રાજીખુશીથી પોતાના બાળકને દીક્ષા અપાવે છે અને બાળક પણ રાજીખુશીથી દીક્ષા લે છે એટલે કહી દીધું કે, ‘સ૨કા૨ આમાં વચ્ચે આવી શકે નહિ .’ ઉ૫૨થી કલેક્ટરે તેમને કહ્યું કે, ‘તમે શા માટે આવી બાબતમાં અમને વચ્ચે લાવો છો ?’ દીક્ષા એ કાંઈ ચોરી છે ? જો એમને ખબર પડે કે બાળક રાજીખુશીથી ચોરી કરવા જાય છે અને મા-બાપ રાજીખુશીથી એને ચોરી કરવા મોકલે છે તો તરત સ૨કા૨ પકડે અને હાથકડી પહેરાવે, પણ પછી દીક્ષા લેવા જાય ત્યાં શું કરે ? ત્યાં કોઈ સત્તા આડે આવી શકે નહિ. હિંસા, જૂઠ,’ચોરી, મૈથુન અને પરિગ્રહનો જે આત્મા જીવનભરને માટે ત્યાગ કરે એવા વિશ્વોપકારી આત્માને તો સત્તા પણ હાથ જોડે, તો આડે આવવાની વાત જ શી ? કાયદા કેવા કરાય ? અનાર્ય તો એ સ૨કા૨ કે ધર્મને રોકવાના કાયદા કરનારા અનાર્ય ? ગમે તેમ પૈસા ઉડાડે, ગમે તે ખાય પીવે, નવીને ૫૨ણે ને,જૂનીને ઘર બહાર કાઢે અને નવીને ઘ૨માં લાવી જૂનીને મારપીટ કરી કનડે, આ બધામાં કશી ફરિયાદ કેમ નહિ ? ત્યાં સંઘનો પ્રતિબંધ કેમ નહિ ? અનાચાર ખેલે, બહાર રખડે ત્યાં આંખ-પેટ બધું બગાડે, ભટકી ભટકીને રાત્રે બે વાગે ઘરે આવે, એને કોઈ પૂછનાર નહિ. ત્યાં આ બધા સુધારાવાદીઓનો કોઈ પ્રતિબંધ નહિ અને દીક્ષા લે કે સુંદર વ્રતો સ્વીકારે તેમાં એમનો પ્રતિબંધ ! આ શું સૂચવે છે ? કહેવું પડશે કે એ બધા અનીતિ, અધર્મ અને અનાચારના રંગી તથા સંગી છે. એ દયાળુઓ વિધવાઓ બગડ્યાની વાતો કરે છે. પણ એ ભલી ભોળી બાઈઓને બગાડી Page #582 -------------------------------------------------------------------------- ________________ 1749 - ૩ઃ આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116 – – ૫૬૧ કોણે ? જ્યારે અનાચાર વધતો જણાય ત્યારે એ ઘટાડવાના કાયદા હોય કે વધારવાના કાયદા કરાય ? વિધવાને યોગ્ય સ્થાનમાં રાખવી, એની સારી ભાવનાને પોષવી, એની ધર્મભાવના વધે તેવી સામગ્રી પૂરી પાડવી, આવા કોઈ કાયદા કર્યા ? કાયદા હોવા ઘટે તેના હોય ? અનાર્યમાં અનાર્ય કહેવાતી સરકારે જે કાયદા ન કર્યા તે જ્યારે જૈન કહેવાતાઓ કરે તો વિચારો કે અનાર્યતા કોનામાં આવી ? આવાની સામે છતી શક્તિએ ઉકળાટ ન કરીએ, એ જેવા છે તેવા તેમને ખુલ્લા ન પાડીએ, તો આપણે પણ પાપમાં પડીએ. સામાને અનાર્ય કહેવા અને પોતે અનાર્યોની આચરણા કરવી અને તેમ છતાં પોતાને કોઈ અનાર્ય કહે તો તેની સામે લાલ આંખ કરવી એ ક્યાંનો ન્યાય ? જેના કાયદા હોવા ઘટે તેના હોય, ન હોવા ઘટે તેના ન હોય. કોઈ દાતાર દાન દે તો તરત પૂછવા નીકળે કે “પૈસા ક્યાંથી લાવ્યો ?” “એ તો આવો અને એ તો તેવો” એમ નિંદા કરવા માંડે, દાન દેનારને બુદ્ધિ વગરના અને માનના ભૂખ્યામાં ખપાવે, આવું એ લોકોનું માનસ છે. એમને પૂછો કે જેઓ દાન નથી કરતા, પૈસા સંઘરી રાખે છે, એ કૃપણના કાકાઓ માનના ત્યાગી છે ? જેઓ સંઘ કાઢે એ માનના રાણી અને જેઓ સંઘ ન કાઢે એ માનના ત્યાગી એમ ? જો કોઈએ સંઘ કાઢ્યાની વાત એમની પાસે કોઈ ભૂલથી પણ કરે તો એ તરત બોલી ઊઠશે કે, “જોયા હવે ! પૈસા કેમ કમાયા છે તે અમે જાણીએ છીએ. ઘણાંની મૂડી દબાવી છે, કંઈક ઊંધાચત્તાં કર્યા છે અને લોકોમાં માન ખાટવા સંઘ કાઢવા નીકળ્યા છે, એવા સંઘ કાઢે એમાં શો ભલીવાર હોય ?” આવાઓને તો બોલાવી એમના ચોપડા તપાસવા જોઈએ, તો એ કેવા નીતિમાન અને શાહુકાર છે તેની ખબર પડે. ધર્મી માત્રની ટીકા કરવાનો એમનો ધંધો થઈ ગયો છે. કોઈ પૂજા કરવા જાય તોય એમને બોલ્યા વિના ચેન ન પડે અને કહે કે “હાલ્યો ભગતડો ! વેપારમાં તો બધાનાં ગળાં કાપે છે અને ભગવાનની પૂજાના ઢોંગ કરે છે.” ચોવીસ કલાકમાંથી એક કલાક પણ જે પૂજામાં કાઢે છે તેની પેલી ચોવીસે કલાક ધાંધલ ધમાલ કરનારા નિંદા કરે છે એ કેટલું ઉચિત કહેવાય ! અનાર્યોની પણ નીતિ કેવી ? નિષ્પક્ષપાત બની આત્મનિરીક્ષણ કરે તો પોતાની ભયંકર સ્થિતિનો ખ્યાલ આવે. અનાર્યદેશમાં જન્મેલાના હાથે હિંસાના અખતરા થાય એ બનવાજોગ છે, કેમ કે બિચારા પુણ્યપાપમાં સમજતા નથી. માંસાહારીને હિંસા કરતાં કંપારી ન Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ થાય તો એ ક્ષન્તવ્ય છે, કા૨ણ કે એના સંસ્કાર જુદા છે. એક કસાઈ પચાસને મારે અને એક વાણિયાનો દીકરો પચાસને મારે તો એ બેમાં ભેદ નહિ ? વાણિયાના દીકરાને કહેવાય કે ‘પેલો તો કસાઈ હતો પણ તું વાણિયો થઈને આવું કામ કરે ?' અનાર્ય દેશમાં જન્મેલા તો અનીતિ પણ કરે પણ આર્યો અનીતિ કરે ? એ અનાર્યો છતાં એમની નીતિ પણ કેવી ? મહિનામાં ચાર દિવસ રજા રાખે પણ તે અખંડ પાળે, તેમાં પછી ઘાલમેલ નહિ. તમારી તો હડતાલ પણ કેવી ? અરધાં બારણાં ઉઘાડાં અને અરધાં બંધ. પાછલે બારણે કામ ચાલે. કદી વેપાર થાય તેમ ન હોય તો માલની હેરાફેરી વગેરે કામ તે દી' ઉકેલે. જ્યારે યુરોપિયન બો રવિવારે કામ ન કરે તે ન જ કરે. એનો ઑફિસ ટાઇમ અગિયારથી છનો નિયત જ્યારે તમારો ટાઇમ ચોવીસ કલાક, એ જેને ટાઇમ આપે તે ટાઇમે એ મળે જ. કેમ કે એ ડાયરીમાં નોંધ રાખે,અને જેટલાને મળવાની ઇચ્છા હોય તે બધાને જુદા જુદા ટાઇમ આપે. તમે તો બધાને આઠ વાગે આવવાનું કહી દો અને પછી સવારના આઠ વાગે આવેલાને રાત્રે આઠે પણ મળવાનો પત્તો ન લાગે એવી તમારી દશા છે. 1750 પ્રતિબંધ સદાચારો પર કે અનાચારો પર ? આર્ય કહેવરાવતાં તો મોંમાં પાણી આવે છે. પણ આર્ય થયા તો આર્યત્વના સંસ્કા૨ જીવી જાણો. યુરોપિયન બચ્ચો બોલ્યા પછી કદી ફરે નહિ. એની માલ પરની છાપ પ્રાયઃ સાચી જ્યારે હિન્દુસ્તાનના વેપારીની છાપ જ ખોટી, એવી વાત સંભળાય છે. જેટલા ટકા ત્યાં સાચાની સંભાવના એટલા જ ટકા અહીં ખોટાની સંભાવના છે અને એની આજે બૂમરાણ પણ ચાલે છે. શાસ્ત્ર કહે છે કે એ લોકો એટલું કરે છે તોયે ધર્મ નથી કેમ કે એ કાંઈ પુણ્ય-પાપ માનીને એમ નથી વર્તતા પણ મનુષ્યજાતિના સીધા વ્યવહાર માટે એમ વર્તે છે. તમે તો ધર્મ માનીને આ બધું કરો અને એ પ્રમાણે વર્તો તો મનુષ્યરૂપે દેવ જેવા બનો. પણ આ તો ઇરાદાપૂર્વક દાનવ બનવા માંડ્યું છે એ બીના ભયંકર છે. તો કહો ! પ્રતિબંધ શાના પર હોય ? અહિંસાદિ સદાચારો પર કે હિંસાદિ અનાચારો પર ? આજ્ઞાભંગ વખતે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે જેને પોતાનું મનાય એના નાશ વખતે મૌન ન હોય. આજ્ઞાભંગના પ્રસંગે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે એમ આ મહાત્મા ફ૨માવે છે. ગર્ભાવાસ તથા નરકાવાસ સારો. પણ આવા આજ્ઞાભ્રષ્ટ ઉઠાવગીરોના ટોળામાં રહેવું ખોટું એમ આ મહર્ષિ ફરમાવે છે. આ સંબોધ પ્રકરણ ગ્રંથ એવો છે કે એ પાપી Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ 1751 - ૩ઃ આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી - 116 લોકો વાંચે તો એમને ઊંચાનીચા કરી મૂકે. આ ગ્રંથ રચનારને તો એ લોકો પણ મધ્યસ્થ માને છે. “પક્ષપાતો ન મે વીરે' લખનારાનો જ આ ગ્રંથ છે. એમના યુવકસંઘની પત્રિકાના મુખપૃષ્ઠ પર એ મહાત્માનું આ વાક્ય લખાય છે. એ મહાત્મા જ આ બધું કહે છે, પણ તે એમને જોવું નથી. એ લોકો તો જ્યારે આ જાણશે ત્યારે બોલી ઊઠશે કે, “આ ગ્રંથ હરિભદ્રસૂરિજીનો ન હોય,” કેમ કે એમને આ ફાવે નહિ. આ ગ્રંથ શ્રી હરિભ્રદ્રસૂરિજી મ.નો નથી એવું પુરવાર કરવા એ લોકો આકાશપાતાળ એક કરશે અને સેવવાં પડશે એટલાં પાપસ્થાનકો પણ એને માટે સેવશે. એમની દૃષ્ટિ જ ફાવતું લેવાની છે. જિનપ્રતિમાની વાતમાં શું શોધ્યું ? “પ્રતિમાનો ઝઘડો સં. ૧૫૦૯માં નીકળ્યો અને ત્યારે ખંડન થયું માટે મંડનની જરૂર પડી, અત્યારે મંડનની શી જરૂર ?' આવું એમણે શોધ્યું. એમને પૂછો કે ધાડ આવે ત્યારે જ પહેરો મૂકો છો કે પહેલેથી મૂકો છો ? જો પહેલેથી જ મૂકતા હો તો વગર ખંડનના પ્રસંગે પણ મંડન થાય જ. આ તો સર્વજ્ઞના દીકરા હતા. વિરોધીની પણ કલ્પનામાં ન હોય એવી વાત ખાસ ઉપસ્થિત કરીને એનું ખંડન કરે એવા એ સમર્થ હતા. બાકી તો બે-ચાર દલીલ ઊભી કરે. પણ આ તો એવા વિદ્વાન કે વાદી જે શંકા ન કરે તે બધી પોતે ઊભી કરે અને પછી ખંડન કરે. મકાન બાંધે ત્યારથી જ ગૃહસ્થ બારણાં, નકુચા, સાંકળ વગેરે કરાવે છે. એ રીતે ખંડન પહેલાં પણ મંડન હોય જ. ડગલો સીવડાવે ત્યારથી જ ખિસ્સાં રખાવાય છે. પૈસો મળે ત્યારે ખિસ્સાં મુકાવવાં એવો નિયમ ન હોય. એ લોકો કેવા બુદ્ધિવાળા છે ? ગ્રંથની વાત જાણશે ત્યારે કહેશે કે, “આ સાધુઓ ક્યાંથી આવું બધું લાવે છે ?” પણ એ હોશિયાર એવા કે જેવું વાતાવરણ જુએ તેવી વાતો ફેલાવવા મંડી પડે. આપણે શ્રી નંદીસૂત્ર વાંચવા માંડ્યું એટલે પહેલાં તો ઘોંઘાટ કર્યો કે આવું કશું છે જ નહિ. પણ પછી તો એક માસિકમાં પણ લેનારે લેવા માંડ્યું એટલે ઠંડા થઈ ગયા. - - - - સભા: ‘એમના ગુરુઓને આ ખબર નહિ હોય ? અજ્ઞાન જાતિના ચોરને કાયદાની ખબર ન હોય. પણ એના સાથીદારોને તો બધી ખબર હોય. પણ પોતાનો ભાગ પડતો હતો એટલે જ્ઞાન અવરાઈ ગયું. એ તો જ્યારે હાથકડી પહેરવાનો વખત આવે ત્યારે યાદ આવે. ચોરીનો માલ રાખવામાં અને ખોટા દસ્તાવેજ લખવામાં શિક્ષા ભયંકર છે એમ બધા જાણે છે. પણ લોભના માર્યા એવાં કામ કરે છે ને ? માલ તિજોરીમાં મુકાય અને અચાનક ચાર પોલીસ આવતા દેખાય ત્યારે કાયદો યાદ આવે. અત્યાર સુધી લોભે જ્ઞાન Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 152 ઢાંકી દીધું હતું. એવા લોકોના હાથમાં આ પાનાં આવે ત્યારે આસ્તે રહીને છેવટે કહી દે કે “આ બધું લખેલું સાચું પણ અવસર જોઈને એ બોલાય. અત્યારે બોલવા માટે આ ન હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નહિ જાણનારાએ અત્યારે આવા ગ્રંથો બહાર કાઢ્યા છે. અમે એવું ન કરીએ. ચૌદસો વર્ષ પહેલાંના ગ્રંથોનો આજે ઉપયોગ થાય ? જેનાથી કષાય વધે એવાં શાસ્ત્રો ન વંચાય !” આજની હાલત કેવી છે! એ બિચારાને એમનો પક્ષ માંડતા પણ નથી આવડતો. કુબુદ્ધિથી જ્ઞાન અવરાઈ ગયું છે. એમના કરતાં તો એમનો પક્ષ હું સારી રીતે માંડી આપું, પણ મારે મારી જિંદગી પર અગ્નિ મૂકવો હોય તો જ એ બને. એ તો કહે છે કે, લોકો જ્યારે યોગ્ય હતા ત્યારે આવું બોલાય તે ચાલે. પણ અત્યારે આવી વાતો ચાલે ? જેવો લોક તેવી ભાષા બોલાય. જો કંદમૂળમાં પાપ છે તેવો હાઉ ઊભો ન કર્યો હોત તો લોક સુખે કંદમૂળ ખાત અને શરીરની તંદુરસ્તી સુધારત.” આવી વાતો કરે તોય મૌન રહેવાનું ? જ્યાં મારાપણું મનાય ત્યાં મૌન ન હોય. સમ્યગુદૃષ્ટિ આત્માને જેટલો મરણનો ભય ન હોય તેટલો દુષ્ટોના સહવાસનો ભય હોય. અજ્ઞાનીઓના સહવાસને લઈને તો આજની હાલત ભયંકર બની છે. એક માણસ માંદો થઈને પથારીમાં પડ્યો એટલે એક જણ આવીને કહેશે કે. અહો ! મોં તો બહુ ફીકું પડી ગયું છે !” ત્યારે બીજો આવીને બોલશે કે, “દરદ તો બહુ વધી ગયું લાગે છે!” ત્રીજો વળી કહેશે કે, “આવા તાવમાં જ અમારો બાબો ગુજરી ગયો હતો. જ્યારે ચોથો કહી દે કે, “સાચવજો, દરદ તો બહુ ભયંકર લાગે છે.” આમ, પેલો શાંતિથી પડ્યો પડ્યો દરદ ભોગવતો હોય તેને એવો ત્રાસ ઉપજાવે કે પેલો પોતાને વગર મોતે જ મૂઓ સમજે. રોગ તો કાંઈ વધી નથી ગયો. પણ પેલા ચાર ડાહ્યાઓ આવીને મહોકાણ માંડી ગયા. આવા કારણે તો ડોક્ટરો સગાવહાલાને દર્દી પાસે આવવા જ નથી દેતા. ડૉક્ટર તો દર્દીની નાડી તપાસી “ઠીક છે એમ કહી દર્દીને આશ્વાસન આપે એટલે બૂમો પાડતો દર્દી પણ જરા શાંત થાય. ત્યાં દરદ ઘટ્યું નથી પણ આશ્વાસનથી શાંતિ વળી; જ્યારે આવનાર સગા તો જેટલા આવે એટલા નવું નવું ડહાપણ ડહોળતા જાય. એક કહે, “આ ડોક્ટર જ નકામો છે તો બીજો કહેશે કે, “આ દવા જ ઊંધી થાય છે. આમ જાતજાતની વાત કરી દર્દીને મૂંઝવી નાંખે એવી હાલત છે. આજના ભણેલાનો સંનિપાત! આગળ દરિદ્રાવસ્થામાં લોકો પાપોદય માનતા અને પુણિયા શ્રાવકને યાદ કરી શાંતિ લેતા. જૈનશાસનમાં આવી મનોવૃત્તિ હતી. આજના ભણેલા તો કહે Page #586 -------------------------------------------------------------------------- ________________ 1753 - ૩ઃ આશાપ્રેમ અને શાસનની વાદારી -116 – ૫૬૫ છે કે, “આપપ્ત સમાજની આ તે કેવી દરિદ્રાવસ્થા ! અમેરિકામાં તો છપ્પન માળનાં મકાનો છે અને અહીં તો આપણે ઝૂંપડીમાં પણ ઠેકાણાં નથી. આવી કંગાલિયત શું કામ વેઠો છો ? બહુ ધર્મઘેલા ન થાઓ. પહેલાં પૈસા કમાઓ પછી ધર્મની વાત કરો. ખાલી ધર્મ ધર્મ ન કરો. પૈસા હશે તો ધર્મ થશે, પૈસા હશે તો મંદિરો બંધાશે અને પૈસા હશે તો સાધુઓને રોટલા વહોરાવાશે. સાધુઓ કોના પર જીવે છે ?' આવું આવું બોલવાનો આજે બધાને સંનિપાત થયો છે. ભણેલાઓ આવા ઉદ્ગારો કાઢે છે તે એમની લાયકાત કેવી છે એ બતાવે છે. મંચ પર ચઢી તેઓ ભાષણ કરે છે કે, “હેમચંદ્રસૂરિના સામૈયા વખતે અઢારસો તો કોટિપતિઓ હતા અને આજની આપણી દશા જુઓ ! માટે હવે ધર્મની લત છોડો અને કારખાનાં ખોલો. ઉદ્યોગ વગર ઉદ્ધાર થવાનો નથી.” આવા એ ભણેલા છે. સાધુ પણ જો પાટ પરથી આવું બોલે તો બે-ચાર દિવસ તો સાંભળનારા એમની એવી વાતમાં ન ખેંચાય. પણ આઠમે દહાડે એ પણ ફરી જાય અને એવા સાધુની વાતમાં ભળી જાય. અર્થકામના રસિયા એવા ભોળા જીવોને ઝેર પાવું સહેલું છે. આવી વાત કરનાર પણ સીધી રીતે નહિ પરંતુ બહુ સિફતથી વાત કરે. આંટીઘૂંટીથી વાત કરી ભલભલાને ફસાવી દે. એમનું મોટું ન જોવામાં કલ્યાણ': , માને બચ્ચાને ઝેર પાવું હોય તો વાર શી લાગે ? મા પર એ બચ્ચાને વિશ્વાસ કેટલો હોય ? નવ મહિના પેટમાં સંઘરનાર માને એ બચ્ચે પોતાની મા માને, એના પર એને અનુપમ વિશ્વાસ હોય, એના હાથના સ્પર્શથી પણ એનાં રોમ ખડાં થઈ જાય. આવા વિશ્વાસુ બચ્ચાને ઝેર પાવું હોય તો એ માને વાર કેટલી લાગે ? જે લોકો દુનિયામાં ક્યાંય નથી ઠગાતા એવા પણ સ્ત્રી પાસે ઠગાય છે, કેમ કે ત્યાં પત્ની તરીકે વિશ્વાસ છે. ભલભલા ઉઠાવગીરોને પાણી પાનારા પણ પત્નીથી સહેજવારમાં ઠગાય છે. ગુરુ ઉપર પણ ભક્તનો વિશ્વાસ કાંઈ કામ નથી. ગુરુને તો એ તારક માને છે. એવા વિશ્વાસુને ઝેર પાવું હોય તો ગુરુને વાર શી લાગે ? શાસ્ત્ર કહે છે કે, “કસાઈ સારા કે જે ગણતરીના જીવોની કતલ કરે છે અને તે પણ કહીને કરે છે. જ્યારે ગુરુ તો પોતાના ચરણમાં હજારો આત્માઓ વિશ્વાસ મૂકે છે. તેમની કતલ કરે છે. એ વિશ્વાસુઓનો વિશ્વાસઘાત કરી એમની અનંત જિંદગી બરબાદ કરે છે. માટે તો શાસ્ત્ર કહે છે કે, “સાંભળ્યા વિના રહેવું એ સારું પણ ઉત્સુત્રભાષીનું સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા.” એવાને તો, “અદીઢ કલ્યાણ કરા” એટલે કે “ન જોયા સારા' કહ્યા છે. એમનું મોટું ન જોવામાં જ કલ્યાણ છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૯૯ –- - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1754 ....આવા પણ સમ્યગદષ્ટિ આજે ઘણા છેઃ અમૃતે પાવામાં હજી મુશ્કેલી પણ ઝેર પાવામાં મુશ્કેલી શી ? જેને સંસાર ગમે છે અને ત્યાગરૂપી અમૃત પાવું મુશ્કેલ છે. પણ સંસારના રસનું ઝેર પાવામાં કોઈ મુશ્કેલી નથી. પૈસાટકા, રાજઋદ્ધિ, સુખસાહ્યબીના રસિયા જીવોને એ બધી ચીજો મેળવવા જેવી સમજાવી એમને રાજી કરવા અને એ ઝેર એમને પાવું એમાં કોઈ મુશ્કેલી છે ? એમની પાસે એ બધું સારું કહેનારાની પાછળ પાગલ બનવામાં એમને વાર નહિ. એ બધાને ખોટું સમજાવી ફકીરીને સાચી સમજાવવી એ બહુ મુશ્કેલ છે. સંસારમાં ચીટકેલાને વધારે ચીટકાવવા એમાં જરા સિમેન્ટ લગાડો એટલે બરાબર મજબૂત થઈ જાય. સંસારીને સંસારના રસિયા બનાવવા મુશ્કેલ છે એવું કહેનાર મહામૂર્ખ છે. એક વેશ્યા આવે ને જરા હાવભાવ કરે એટલે માણસ પાગલ બને. ગમે તેવો ગુસ્સો ધરાવનારો માણસ પણ સ્ત્રી પાસે ગુલામ થઈ જાય. એ કહે તો બે કલાક ત્યાં બેસી રહે, કારણ કે ત્યાં વાસના બેઠેલી છે. દુનિયાના પદાર્થના પ્રેમ દ્વારા તો તમને જેમ ફેરવવા હોય તેમ ફેરવાય. એક પથસે મૂકી તેના ઉપર જરા કંકુ કે સિંદૂર લગાડીને કહેવામાં આવે કે, “આને જે નમે તેના વાંછિત ફળે” તો જુઓ! એને નમવા લાઇન લાગે છે કે નહિ ? સારો માણસ સૌના દેખતાં કદાચ સીધો ન નમે તો પણ, ત્યાંથી પસાર થાય ત્યારે જોઈ ન કોઈ જાય તે રીતે હાથ જોડી લે અને કદાચ કોઈ જોઈ જાય ને પૂછે તો કહે કે, “હાથ જોડ્યા તેમાં આપણું ગયું શું ? લાભ થઈ જશે તો ઠીક છે નહિ તો કાંઈ જવાનું તો નથી ને ?' આવા પણ સમ્યગુષ્ટિ આજે ઘણા છે. શ્રી જિનેશ્વરદેવોની કરામત ઃ આવા મૂર્ખ અર્થકામના રસિયાઓને પાગલ બનાવવા જરા પણ મુશ્કેલ નથી. રમણીનાં રૂ૫ વર્ણવવામાં અને પૈસાનાં સુખ વર્ણવવામાં મુશીબત શી છે ? પૈસા વગેરે સાહ્યબીને ખોટી સમજાવવામાં કરામત જોઈએ, આપણા શ્રી જિનેશ્વરદેવો એવી કરામત કરી ગયા છે. એવી કરામત કરીને જ એમણે ચક્રવર્તીઓને પણ ભિક્ષુક બનાવ્યા છે. લાખોનો પાલનહાર, છ ખંડનો માલિક પણ “ધર્મલાભ” કહીને હાથ ધરતો થાય એ શ્રી જિનેશ્વરદેવની કરામતના યોગે જ. આવા કીમિયાના શોધક માત્ર શ્રી જિનેશ્વરદેવો જ છે. છ ખંડનો માલિક પણ દીક્ષા લીધા પછી વસ્તીમાં આવે ત્યારે કોઈ પણ સ્થાનમાં ઊતરવા માટે તેના માલિકની રજા માગે અને સામો જો ના પાડે તો પ્રસન્ન ચિત્તે “ધર્મલાભ' આપીને ત્યાંથી ચાલતો થાય. આ કીમિયો કાંઈ જેવો તેવો છે ? ચોવીસે કલાક Page #588 -------------------------------------------------------------------------- ________________ 1755 ૩૯ આશા પ્રેમ અને શાસનની વફાદારી -116 –– ૫૭ શરીરની સેવામાં રચ્યાપચ્યા રહેનારને ચોવીસે કલાક શરીરની સેવાનો ત્યાગી બનાવવો એ કાંઈ જેવી તેવી વાત નથી. એક લાખ બાણું હજાર અંતઃપુરીના માલિક એવા ચક્રવર્તી પાસે ક્ષણમાત્રમાં ત્યાગ કરાવનાર કીમિયાગરના જ આપણે સેવક છીએ. આપણે જો સંસારની પાછળ ઘેલા બનીએ તો આપણા જેવા કર્મફૂટેલા કોઈ નહિ. શાસનને મારું મનાય તો મૌન ન રહેઃ શાસનને મારું મનાય તો એના નાશના પ્રયત્નો સામે રાખ્યું પણ મૌન ન રહે, તો સ્વયં તો શાનું રહે ? ન જ રહે. આજ્ઞાભંગ કરનારા એમનાં વ્રતો લોપે છે અને એવાના સહાયકો પણ પોતાનાં વ્રતો લોપે છે. એકલા રહેવું પડે એની ફિકર નહિ. પણ આજ્ઞાભ્રષ્ટોના ટોળામાં ન રહેવાય. રાણો પ્રતાપ એકલો રહ્યો, બધું દુઃખ સહ્યું પણ એણે પોતાનો ધર્મ ન છોડ્યો. એ સારો કહેવાય છે કે ખોટો ? આપણે તો શ્રી જિનેશ્વરદેવના સેવક કહેવાઈએ છીએ. છતાં એવી રીતે એકલા રહેવાની હામ ન બતાવી શકીએ ? આવ્યા એકલા, જવાના એકલા, તો બેકલાનો મોહ શા માટે ? એવા કુસંગમાં રહેવું શા માટે ? - શ્રીસંઘમાં આચાર્યો એ મુખ્ય છે. હવે એ આચાર્યની શી ફરજો છે તે જોવાની છે, જે હવે પછી. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૪ રવિવાર, તા. ૨૭-૪-૧૯૩૦ સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છે : આ બધા ચાળા શાના ? • મમતા શરીરની ઉતા૨વાની છે, શાસનની નહિ ! આજ્ઞાભ્રષ્ટના ટોળામાં ન રહેવું ઃ • ♦ નિકટનો સાથી કોણ ગણાય ? ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે ઃ ♦ રાગી કદી સુખ પામી ન શકે ઃ ♦ દ્રવ્યપૂજાનો હેતુ : ભાવાચાર્ય લોકચિત્તને ન જુએ : અધ્યાત્મ કલ્પદ્રુમમાં શું લખ્યું છે ? • ♦ યતિવેષ ધર્યો છે પણ યતિપણું પામ્યો નથી : ૭ ખોટી દયા ન ખવાય : ♦ અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે : તમારાં અને અમારાં માપ જુદાં છે : ‘પ્રાણાતિપાત' પર તો આખી દ્વાદશાંગી ભરી છે : લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું પણ મુનિપણું પાળવું કઠિન : તમારી અમારી દૃષ્ટિના મેળ નહિ મળવાના : ત્યાજ્યના નાશનો સિદ્ધાંત ન હોય : ૦ યોજનાપૂર્વકની હિંસા મનુષ્ય જ કરે : ૭૦ સંસારનો ત્યાગ કરાય પણ એનો નાશ ન કરાય ઃ ♦ સંસારમાં પાપનાં મૂળિયાં તો ઊંડાં છે : ♦ પાપકારી વસ્તુ પરથી પ્રેમ ઉઠાવો : ♦ એવો જીવ કોઈ કાળે તત્ત્વ ન પામે : એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે ઃ ♦ ૭ સર્વજ્ઞદેવનો સમયધર્મ : ♦ સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છે : ♦ જ્ઞાનીઓ જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુઃખી જુએ છે : ♦ શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી : યતિવેષ આજીવિકા માટે ન બનાવાય : ૦ સમયને આડો ધરી શાસ્ત્રની વાત માનવા તૈયાર નથી : સર્વજ્ઞનાં વચન ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી : 117 Page #590 -------------------------------------------------------------------------- ________________ ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા – 117 ૫૭૯ સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છેઃ અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આ સંબોધ પ્રકરણમાં શ્રી નંદીસૂત્રના મંગલાચરણમાં વર્ણવેલા શ્રીસંઘના સ્વરૂપને પ્રતિપક્ષ લઈને વધારે સ્પષ્ટ કરે છે. તેઓ ફ૨માવે છે કે સુખશીલિયા તથા સ્વચ્છંદાચા૨ી મોક્ષમાર્ગના વૈરીઓ છે. એવા આશાભ્રષ્ટ, મોક્ષમાર્ગના વૈરીઓ, ઉન્માર્ગના પક્ષકારો, દેવાદિક દ્રવ્યના ભક્ષણ કરવાવાળા, સાધુજનનો દ્વેષ કરનારા, અનીતિ-અધર્મ તથા અનાચારના આચરનારા અને ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનારાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મોટા સમુદાયમાં હોય તો પણ એને સંઘ ન ગણાય. શ્રી જિનાજ્ઞામાં રહેનારો સંઘ માતા-પિતા તુલ્ય છે, મોક્ષમાર્ગરૂપી મહેલના સ્તંભ તુલ્ય છે; જ્યારે શ્રી જિનાજ્ઞા બહા૨નો સંઘ સર્પ જેવો ભયંકર છે. આગળ વધીને એ મહાત્મા કહે છે કે આજ્ઞાભંગની પ્રવૃત્તિ કરનારાને સહાય કરનારાઓ પણ પોતાનાં વ્રતોનો લોપ કરે છે. આજ્ઞાભંગ થતો નજરે જોવા છતાં મધ્યસ્થપણાનો દેખાવ કરી મૂંગા રહેનારા અવિધિની અનુમોદના કરે છે માટે એમનાં પણ વ્રતોનો ભંગ થાય છે. સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છે. જ્યાં સુધી સાચું-ખોટું ન સમજાય ત્યાં સુધી માધ્યસ્થ્ય હોય તો ક્ષન્તવ્ય છે. 1757 આ બધા ચાળા શાના ? દીવો જેવું સ્પષ્ટ જણાયા પછી પણ માધ્યસ્થ્ય એ તો મૂર્ખતા યા દંભ છે. સત્યદર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી માણસ મધ્યસ્થ રહે. માર્ગાનુસારીનું લક્ષણ જ એ કે જ્યાં ધર્મ સાંભળે ત્યાં દોડે, જ્યાં ઠીક લાગે ત્યાંથી ગ્રહણ કરે. શાસ્ત્ર ગહન મતિ થોડલી એમ એ માનતો હોવાથી શિષ્ટ પુરુષોનાં વચનોને એ પ્રમાણભૂત માને. પરંતુ માર્ગાનુસારીમાંથી સમ્યગ્દષ્ટ બન્યા પછી પણ ‘સર્વ દેવ, સર્વ ગુરુઓ અને સર્વ ધર્મ સ૨ખા' એવું માધ્યસ્થ્ય ન હોય. આ બધી વાતો અહીં સાધુને મુખ્ય રાખીને કરી છે. સમજ્યા પછી પણ આજ્ઞાભંગના પ્રસંગે મૌન રહે એનાં વ્રતોનો લોપ થાય છે. શાસનને જો પોતાનું માન્યું હોય તો તેના નાશના પ્રસંગે, ઇરાદાપૂર્વક રાખ્યું મૌન પણ ન રહે, તો સ્વયં તો શાનું રહે ! ન જ રહે. શ૨ી૨નો પૂજારી સહેજ પણ આપત્તિ આવતાં મૌન રાખી શકતો નથી. દૂર ધડાકો થતાં અહીં પોતે ધ્રૂજી ઊઠે છે. સાપ નજરે પડતાંની સાથે જ ‘મરી ગયો’ એવી બૂમ પાડી ઊઠે છે. સાડા ત્રણ મણની કાયામાં ક્યાંક એક કીડી કરડે ત્યાં તરત ઊંચો નીચો થઈ જાય છે. ઊંઘમાં માંકડ જરા ચટકો ભરે ત્યાં બેઠો થઈ શોધવા માંડે છે. મચ્છરની તો તાકાત નથી કે ઊંઘમાં પણ સીધો કરડી Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ 1758 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જાય. જરા ડંખ મારવા જાય કે તરત હાથનો ઝપાટો લાગે ને બિચારાના રામ રમી જાય. આવડી મોટી કાયામાં એક નાનીશી ફોલ્લી થાય ત્યાં ડોક્ટરને ત્યાં દોડધામ ચાલુ થઈ જાય. જરા નખ કાચો ઊતરે તો હજામના બાર વાગી જાય. આ બધા ચાળા શાના ? શરીરમાં મારાપણું ઠાંસી ઠાંસીને ભર્યું છે તેના જ ને ? શરીરને કાંઈક થાય કે ન પોતે ઊંઘે કે ન બીજાને ઊંઘવા દે; ત્યાં મૌન રહે શી રીતે ? શાસનને પોતાનું માન્યું નથી માટે મૌન સેવાય છે. . . મમતા શરીરની ઉતારવાની છે, શાસનની નહિ શરીરને તો એવું પોતાનું માન્યું છે કે ઑપરેશન કરતાં પહેલાં નશો દેવો પડે છે, નહિ તો કાપવા દે શી રીતે ? પરંતુ શરીરની આવી મમતી ઉતારી નાખવાનું શાસ્ત્ર કહ્યું છે. શરીરની જેમ શાસનની મમતા પણ ઉતારવાનો તમારો વિચાર છે કે શું ? એવું હોય તો કહી દેજો. શાસનની મમતા ઉતારી કે નજીક આવતું કેવળજ્ઞાન ત્યાં અટકી જશે અને પછી ત્યાંથી પાછું. ફરશે. વાલીમુનિએ તીર્થનાશનો પ્રસંગ ઊભો થયો જાણી ધ્યાનને બાજુએ મૂક્યું. કૃપણનો કાકો પણ બીમારી વખતે વૈદ્ય કે ડૉક્ટરને મોં માગ્યા દામ આપે છે. શરીરને પોતાનું માન્યું છે. જ્યારે શાસન હજી પોતાનું મનાયું નથી. જ્ઞાની કહે છે કે, મુક્તિ કરતાં શાસન પર બહુ ભાવ જોઈએ. નોકરને પૈસા કરતાં શેઠ પર વધારે પ્રેમ હોય. પૈસા ખર્ચીને પણ શેઠનું એ સન્માન કરે; સમજે છે કે એ ખર્ચ નકામો જવાનો નથી. “ભવે મરે તુ ચMirr'ની માંગણી એ જ હેતુએ છે. ઉપાધ્યાયજી મહારાજે શ્રી જિનેશ્વરદેવની ભક્તિને મુક્તિની દૂતી કહી છે. ભક્તિભાવમાં ચઢે પછી મુક્તિની દરકાર ઓછી. કેમ કે પછી મુક્તિ જવાની છે ક્યાં ? આવ્યા વિના એનો છૂટકો જ નથી. શાસન રોમ રોમ પરિણમ્યું હોય તો આ બધું થાય. એવા આત્માને કદી ક્રોધ થાય તો પણ પ્રશસ્ત હોઈ સાધક કોટિમાં છે. આજે તો મંદિરે જવું વગેરે ક્રિયા તો બધી કરાય છે. પણ શાસન હૈયે નથી. ઘર, બજાર, પેઢી એ બધું હૈયે છે માટે ત્યાં કોઈ પણ વાતમાં હશે હવે !” કહીને ઢીલું મુકાતું નથી. મંદિર, ઉપાશ્રયની બાબતમાં વાતવાતમાં “હશે હવે ! એમાં શું થઈ ગયું !” એ પ્રમાણે બોલવું રૂઢ થઈ ગયું છે. એનું કારણ એ જ છે કે શાસન હૈયે નથી. જે ચીજ હૈયે વસે તેના માટે એવું ન જ કહેવાય. આજ્ઞાભ્રષ્ટના ટોળામાં ન રહેવું હવે એ મહાત્મા કહે છે કે, આજ્ઞાભંગના પ્રસંગે છતી શક્તિએ મૌન ધારણ કરનારા અવિધિની અનુમોદના કરનારા થવાથી એમનાં વ્રતોનો લોપ થાય છે અને એમણે કરેલી સેવા ક્ષણમાં નકામી જાય છે. ગમે તેટલી સેવા કરી હોય પણ Page #592 -------------------------------------------------------------------------- ________________ 1759 – ૩૭: જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૭૧ એકવાર જો શેઠનું અપમાન કરે તો એ શેઠ તેની સેવાને કેવી ગણે ? આ મહર્ષિ આગળ ફરમાવે છે કે જે આત્મા શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માનતો હોય, શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિ ધરાવતો હોય તેણે આજ્ઞાભ્રષ્ટને શિખામણ દેવી જોઈએ. એથી પણ આગળ વધીને એ મહાત્મા ફરમાવે છે કે “જો એ ન માને અને એ ટોળું વધતું જાય તો ગર્ભપ્રવેશ કરવો સારો, કદી નરકમાં જવું પડે તો સારું પણ એવા પાપી સંઘોના ટોળામાં રહેવું ભયંકર છે.” સમ્યગુદૃષ્ટિ આત્માને ગર્ભાવાસની કે નરકાવાસની પીડા એટલી ભયંકર ન લાગે જેટલી પીડા આવા પાપી ટોળામાં રહેવાની લાગે. ગર્ભમાં અને નરકમાં તો સમ્યગુદૃષ્ટિ આત્મા નિર્જરા સાધે અને અહીં તો કર્મ બંધાય. નિકટના સાથી કોણ ગણાય ? શાસન રોમરોમ પરિણમ્યું હોય ત્યારે આવા શબ્દો નીકળે. આપણને તો આજે આવા શબ્દો બહુ કડવા લાગે છે. પૈસા માટે સગા બાપ-દીકરાના સંબંધ જિદગીભરનાં નથી તૂટતા ? સ્વાર્થ માટે ભલભલાના સંબંધ ક્ષણવારમાં તૂટી ગયાનાં ઢગલાબંધ દૃષ્ટાંતો મળશે. પૈસા માટે ગામ, નેગર, દેશ, ઘરબાર, સંબંધી, સગાવહાલાં છોડ્યાં અને પરદેશ જઈને વસ્યા. પૈસા માટે શું શું ન તર્યું અને ધર્મ માટે શું તર્યું? જીવનમાં એ વિષે કાંઈ નોંધ રાખી છે ? શાસન પ્રત્યે પૂરા પ્રેમની વાતો કરો છો. પણ કોઈ પ્રમાણપત્ર એનું રાખ્યું છે ? મંડપ બંધાયા હોય અને મિષ્ટાન્ન ઊડતાં હોય ત્યારે સો ભેગા થાય પણ આટો ખૂટે ત્યારે ખબર લેવા આવે, લેણદાર કડી પહેરાવી ઘસડી જતો હોય ત્યારે છોડાવવા આવે એ જ નિકટનો સાથી ગણાય. શાસનની “જય' બોલાય ત્યારે તો ટોળાં ઊભરાય પણ ધમાલ બોલે ત્યારે કેટલા ઊભા રહે ? ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છેઃ સંઘમાં મુખ્ય સાધુ અને તેમાંયે મુખ્ય આચાર્ય છે. પ્રવચનરત્નના નિધાનભૂત સૂરિવરો એ સંઘમાં નાયક છે. સંઘના આધાર એ છે. એમના આધારે જ વર્તમાનકાળમાં ધર્મ ચાલે છે. શ્રી જિનેશ્વરદેવ તો ગયા, ભગવાન મહાવીરદેવને ગયાને તો આજે પચ્ચીસો વર્ષ થયાં. પણ ત્યારબાદ આજ પર્યત શાસનને સાચવનાર તો આચાર્યો છે. એ આચાર્યો કયા ? આચાર્યને તીર્થંકર સમા કહ્યા છે. પણ તે કયા ? શ્રી જિનમતને યથારૂપે પ્રકાશે તે. એ ભાવાચાર્ય તીર્થકર તુલ્ય છે. આ મહાત્મા એટલું કહ્યા પછી ફરમાવે છે કે જેઓ શ્રી જિનમતને લંઘે તેઓ સત્પરુષ નહિ પણ કાપુરુષ છે. કા એટલે કાયર-હીન પુરુષ છે. સૂરિએ જગતમાં પ્રકાશન કરવા યોગ્ય કાંઈ હોય તો તે શ્રી જિનમત Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 170 , જ છે. એના પ્રકાશનમાં સઘળુંયે આવી જાય એવી એ અનુપમ વસ્તુ છે એ પ્રકારની બુદ્ધિ હૈયામાં જાગ્રત થવી જોઈએ. જિનમતને ગૌણ કરવો પડે એવો કોઈ કાળ છે ? એવો કાળ આવે એવું ઇચ્છો છો ? મહાવ્રત વિના, મહાવ્રતના પરિણામ વિના પણ મુક્તિ મળે એવો કોઈ કાળ છે ? વિષય કષાયની લાલસાની પ્રવૃત્તિથી પણ મુક્તિ મળે એવો કાળ હોય છે એમ કહી શકશો ખરા ? રાગી કદી સુખ પામી ન શકે? આત્માનું સ્વરૂપ ન સમજાય, સ્વરૂપનો વિભાગ ન થાય ત્યાં સુધી ગમે તેટલી સાહ્યબી છતાં આત્માને વાસ્તવિક શાંતિ ન મળે. નામની શાંતિની વાત આપણે નથી કરતા. મોજથી ખાવુંપીવું, ગાદીતકિયે બેસી મહાલવું એ બધાના આનંદ ક્ષણિક છે અને એની પાછળ રોવાનું સર્જાયેલું છે. રસપૂર્વક જન્મ્યાનું સુખ પરિણામે દુઃખ લાવનાર છે. રાગી કદી સુખ પામી ન શકે. દુન્યવી: સામગ્રીના યોગે મળેલો આનંદ અંતે નાશવંત છે. સમય ગયો પછી હાલત બૂરી છે. એ આનંદ જેને ભયંકર લાગે એ જ ધર્મના માટે લાયક છે. એમાં જ્યાં સુધી લહેજત આવે છે ત્યાં સુધી તમારે અને અમારે અથડામણ રહેવાની. મંદિરમાં બેઠેલા ભગવાન સર્વજ્ઞ છે અને તમારા મનના તમામ ભાવને જાણે છે એમ જાણ્યા પછી જે રીતે બોલો છો અને વર્તે છે તેમ વર્તાય ખરું ? “તાર હો તાર...” એ શબ્દો બોલતાં પાપની ગભરામણ છૂટે.’ પણ આજની ક્રિયા ગ્રામોફોનની રેકોર્ડ જેવી થાય છે. ભાવસ્તવ વખતે તો નિર્વેદનાં ઝરણાં ઝરવાં જોઈએ. પોતાની નિંદા અને તારકનાં ગુણગાન એ નિર્વેદ છે. દરેક સ્તવનોમાં આ બે વાત આવે છે. તમામ દોષો ટાળીને પરમાત્મા જેવા ગુણવાન થવા માટે આ બધો પ્રયત્ન છે. ભાવપૂજાનું રહસ્ય જ આ છે. દ્રવ્યપૂજાનો હેતુ દ્રવ્યપૂજાનો હેતુ એ છે કે આ આત્મા પુદ્ગલથી ટેવાઈ ગયો છે, એની દૃષ્ટિ જ્યાં ત્યાં ભટકી રહે છે, એ દૃષ્ટિને અહીં સ્થિર કરવા માટે દ્રવ્યપૂજા છે. ઉત્તમ દ્રવ્યો, સુગંધી પુષ્પો, આકર્ષક અંગરચના, એ બધાનો ઉદ્દેશ એ જ છે. દ્રવ્યપૂજા એ ભાવપૂજા માટે છે, ભાવની વૃદ્ધિ માટે છે. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા નહિ કરનારનો શ્રમ ફોગટ છે. ભાવને આઘો કર્યો તો દ્રવ્ય નિષ્ફળ છે. પ્રભુની દ્રવ્યપૂજા કર્યા બાદ જ્યારે ભાવપૂજા કરવા પ્રભુની મૂર્તિ સામે દૃષ્ટિ ઠેરવીને પૂજક બેસે કે તરત એને પ્રશ્ન થાય કે, “હું કોણ ? અને પરમાત્મા કોણ ?' તરત પોતાના દોષની નિંદા થાય અને એ તારક પરમાત્માના ગુણનાં Page #594 -------------------------------------------------------------------------- ________________ 171 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૭૩ ગીતો ગવાય. દોષને તજીને ગુણવાન બનવા માટે જ મંદિરમાં જવાનું છે, પૂજનાદિ કરવાનું છે. એ સમજાય તો ભાવપૂજા સફળ. કહ્યું છે કે – ભાવપૂજાએ પાવન આતમા રે, પૂજો પરમેશ્વર પુય પવિત્ર રે; કારણ યોગે હો કારજ નીપજે છે, સમાવિજય જિન આગમ રીતે રે. દોષના રાગીઓ શ્રી જિનેશ્વરદેવની પૂજા માટે નાલાયક છે. આવો પાપી આત્મા આવા પવિત્ર સ્થાનમાં આવ્યો કેમ ? એ પ્રશ્ન ત્યાં ઊઠવો જોઈએ. ભગવાનને જેમ તેમ સમજાવી દેવા માટે મંદિરે આવવાનું નથી. આ કોઈ ગ્રાહક સમજાવવા જેવી વાત નથી. દોષ કાઢીને ગુણી થવાનો હેતુ સમજાય તો ભાવપૂજા સફળ. દરેક વસ્તુમાં એવો ભાવ કાયમ રહે તો જ સૂરિપણું કે શ્રાવકપણું ટકે, એ ભાવ જાય તો તેપણું જાય. ભાવાચાર્ય લોકચિત્તને ન જુએ : ભાવસૂરિ તે જ કે જે કેવળ શ્રી જિનમતને જ પ્રકાશે, જે શ્રી જિનમતને લંઘે તે સપુરુષ નથી. પણ કાપુરુષ છે. શ્રી જિનમતને પ્રકાશિત કરવામાં રક્ત એવા ભાવ સૂરિ લોકચિત્ત ન જુએ, ચોવીસ કલાક એ શાસનની જ ચિંતા કરે. એવા ભાવસૂરિ વિકથામાં ન પડે. નિઃસંગપણામાં લીન રહીને એ ભાવસૂરિ એકલા ધર્મધ્યાનમાં જે રક્ત રહે. લોકચિંતા કરનારા તો દુનિયામાં ડગલે ને પગલે મળે છે. દુનિયાના આત્માઓની જે જાતની ચિંતા કરનારા કોઈ નથી તે પ્રકારની ચિંતા એક ધર્માચાર્ય જ કરે છે. એ આચાર્ય પાસે અર્થકામની કે તેના સાધનની આશા રાખવી નિષ્ફળ જવાથી ત્યાં આચાર્યની કિંમત ઓછી માનવાની ભૂલ ન કરતા.. અધ્યાત્મ કલ્પદ્રુમમાં શું લખ્યું છે ? અધ્યાત્મકલ્પદ્રુમના કર્તા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ વિષયમાં મુનિઓને ઉદ્દેશીને શું કહે છે તે જોઈએ. તેમના એ ગ્રંથનું ભાષાંતર પણ થયું છે. ભાષાંતરકારને પણ આ બધી વાતો લખવી પડી છે અથવા ભાષાંતરમાં આ બધી વાતો લખાયેલી છે. ટીકાકારે એ વાતોને એટલી સ્પષ્ટ કરી છે કે ત્યાં બીજું કશું બોલાય તેમ નથી. છતાં જેમને આ વાતો નથી રૂચતી તેમની પાસે સમયનું બહાનું મજેનું છે. એ કહી દે છે કે “આ બધી સોળમી સદીની વાતો આજે વીસમી સદીમાં ન ચાલે !” એમણે આ એક હથિયાર Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1762 પકડી રાખ્યું છે. પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજની એ ત્રણ ગાથાઓ આ પ્રમાણે છે : १- दधद्गृहस्थेषु ममत्वबुद्धिं तदीयतप्त्या परितप्यमानः । अनिवृतान्तःकरण: सदा स्वैस्तेषां च पापैर्धमिता भवेऽसि ।।४६।। २ - त्यक्त्वा गृहं स्वं परगेहचिंता-तप्तस्य को नाम ! गुणस्तवर्षे ।। ___ आजीविकाऽऽस्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ।।४७।। ३ - कुर्वे न सावधमिति प्रतिज्ञां, वदन्नकुर्वन्नपि देहमात्रात् । शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽपि कथं मुमुक्षुः ? ।।४८।। અર્થ : “ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિંતા વડે તપવાથી તારું અંતઃકરણ સર્વદા વ્યાકુળ રહેશે અને તારાં અને તેઓના પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ.૧ પોતાનું ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા “હે ઋષિ ! તને શો લાભ થવાનો છે ? (બહુ તો) યંતિના વેષથી આ ભવમાં તારી આજીવિકા (સુખ) ચાલશે, પણ પરભાવમાં મહામઠી દુર્ગતિ અટકાવી શકાશે નહિ. ૨ હું સાવદ્ય કરીશ નહિ” એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે, છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતો નથી અને શયા (ઉપાશ્રય) વગેરે કામોમાં તો મન અને વચનથી ગૃહસ્થોને પ્રેરણા (આદેશાત્મક) કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાનો ? ૩ આગળ વધીને આ મહાત્મા કહે છે કે સૂરિ અથવા મુનિ લોકચિંતા તો ન કરે પણ પાપકારિણી હોય એવી સંઘ ચિંતા પણ ન કરે; અર્થાત્ સંઘની જે ચિંતા સાવદ્ય હોય એ પણ ન કરે, કેમ કે એમણે સર્વ સાવદ્યયોગનાં પચ્ચખાણ કરેલાં છે અને એ પણ જીવનપર્યતના કરેલાં છે. ત્યાં એવો નિયમ નથી કર્યો કે, સંઘના સાવદ્ય કાર્યો કરવાની છૂટ છે. ચતિવેષ ધર્યો છે પણ યતિપણું પામ્યો નથીઃ મુનિ જો ગૃહસ્થોને પોતાના માની એની ચિંતાના તાપથી તપેલા રહે, ગૃહસ્થના વેપાર રોજગારની, એના સુખદુઃખની ચિંતામાં પડે તો એના માટે આ મહાત્મા કહે છે કે, “તેણે યતિવેષ ધર્યો છે. પણ યતિપણું તે પામ્યો નથી.” અહીં યતિવેષનો દંભ એ પાપ તો છે જ, એ માટે તો એ વેષધારીને સંસારમાં Page #596 -------------------------------------------------------------------------- ________________ 1763 – ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા 117 ૫૭૫ ભટકવાનું છે જ. પણ વધુમાં ગૃહસ્થોનાં જેટલાં કાર્યોની એ મુનિ ચિંતા કરે છે એ બધાં કાર્યોની અનુમોદનાના પાપથી પણ ભટકવાનું છે. મુનિનું પચ્ચક્ખાણ યાદ છે ને ? પાંચમા મહાવ્રતમાં એને નિયમ શો છે ? પરિગ્રહ રાખવો નહિ, બીજા પાસે રખાવવો નહિ અને રાખતાને સારો માનવો નહિ; આરંભ સમારંભ ક૨વા નહિ, અન્ય પાસે કરાવવા નહિ અને કરતા હોય તેને સારા માનવા નહિ. આવો તેનો નિયમ છે. - ખોટી દયા ન ખવાયઃ સૂરિપુંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા શ્રી ધર્મબિંદુમાં પણ આ મતલબનું જ કહે છે : “સદ્દિો: પ્રયોનેઽન્તરાય કૃતિ ।। અ. ૩, સૂ. ૯ ભાવાર્થ : ‘ઉત્તમ ધર્મ-સંયમધર્મને સ્વીકારવામાં સમર્થ હોય તેવાને ઉત્તમ એવા યતિધર્મનું વર્ણન-પ્રકાશન કર્યા વિના જ જો અણુવ્રતાદિનું વર્ણનપ્રકાશન કરવામાં આવે તો તે ગુરુએ શ્રોતાને ચારિત્રની પ્રાપ્તિમાં અંતરાય કર્યો કહેવાય અને તેવો અંતરાય તે ગુરુને ભવાંતરમાં ચારિત્રની દુર્લભતાનું નિમિત્ત બને છે.’ જે કોઈ આત્મા ધર્મ લેવા આવે એને જો ઉપદેશક સર્વવિરતિનું ભાન કરાવ્યા વિના સીધી દેશિવરતિની વાત સંભળાવે અને દેશવિરતિ આપે તો પેલાની સર્વવિરતિની પ્રાપ્તિમાં અંતરાયકર્મનો ભાગીદાર તે ઉપદેશક મુનિ થાય અને દેશવિરતિ સિવાયની એની તમામ અવિરતિમાં તેને અનુમોદનાનો દોષ લાગે. સામાને પ્રારંભમાં જ સારામાં સારી ચીજ બતાવી દેવી જોઈએ. ધર્મનો અર્થી નવો નવો આવે ત્યારે એની ભાવના બહુ ઊંચી હોય છે. ‘ક્યારે ધર્મ પામું’ એ એની તીવ્ર જિજ્ઞાસા હોય છે. એ વખતે તો જેવો આપનાર હોય તેવું એ લેવા તૈયાર હોય છે. પામ્યા પછી એને ટકાવનાર ધર્મ છે. કદી દૈવવશાત્ એ ન પણ ટકે તોયે એનું પામેલું નિષ્ફળ નથી; એ પામેલું એને ફરીને ધર્મ તરફ ખેંચી લાવે છે. માટે ધર્મનો અર્થી આવે ત્યારે ધર્મના દાતાએ જરા પણ કૃપણતા કર્યા વિના ધર્મ દેવો. એ વખતે જરા કઠણ છાતીવાળા બનવું જોઈએ. 'આ બિચારાને આવા સુખમાંથી આવા દુઃખમાં ક્યાં નાખું !' એવી ખોટી દયા ન ખવાય. સભાઃ અધિકારીપણું ન જોવાય ?' ધર્મનું અર્થીપણું એ કાંઈ કમ અધિકારીપણું નથી. ધર્મનો અર્થી ન હોય, ધર્મને ગાળો દેતો આવતો હોય તો એવાને ધર્મ સંભળાવવા કોઈ નવરું નથી. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ : 'નિગોદમાંથી બહાર આવી અર્થી બન્યા એવા કેટલાય આત્માઓ તરી ગયા. અભવિ જેવા વગર શ્રદ્ધાએ પણ ચારિત્ર પાળવાથી નવ રૈવેયકની સાહ્યબી ભોગવી શકે છે. પણ એ સાચા અધિકારી નથી, કારણ કે એમનામાં સાચું અર્થીપણું હોતું નથી. એ જે ધર્મ કરે છે તે ધર્મના અર્થીપણાથી કે ધર્મના પ્રેમથી નહિ, પણ માત્ર પોતાના ભૌતિક સ્વાર્થ માટે. સાચું અર્થીપણું એ તો મોટો અધિકાર છે. અર્થીપણાથી તો ઠોઠ પણ વિદ્વાન બને છે અને અર્થીપણા વિનાના બુદ્ધિવાળા પણ બેવકૂફ રહે છે. શ્રીમંતના છોકરાઓ બુદ્ધિ વગરના હોય છે એમ ન માનતા પણ છતી બુદ્ધિએ પૈસાના મદમાં એ ભણતા નથી. ભણવાની એમને ગરજ જ નથી. સામાન્યના છોકરાઓને કહેવાય કે “ભણીશ નહિ તો ખાઈશ શું?” આજીજી કરીને એમને સ્કૂલમાં દાખલ થવું પડે, કાળજીપૂર્વક ભણવું પડે અને શિક્ષકની સેવા એ બરાબર કરે. કેમ કે એને ગરજ છે અર્થાત્ અર્થપણું છે. શેઠિયાના છોકરાઓને ભણાવવા માસ્તર ઘરે આવે પણ એ માસ્તરનેય કહી રાખ્યું હોય કે, “એને કાંઈ કહેશો નહિ'. માસ્તર ઘરે આવે. પણ મહિને ' પગારનો અર્થ એટલે એ પણ કલાક પૂરો કરી જાય. બાકી લાંબી લપ્પનછપ્પનમાં ન પડે. અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે: અર્થીપણું એ તો બહુ મોટી યોગ્યતા છે. ધર્મ લેવા આવનારમાં બીજી ખામી હોય, બીજી યોગ્યતા ઓછી હોય એ બને પણ અર્થીપણું બરાબર હોય તો એનો બેડો પાર થઈ જાય. મુનિને જ્ઞાનાવરણીયના યોગે ગોખતાં છતાં ન આવડે એ બને. પણ જો એનું અર્થીપણું જાંગતું હોય તો એને સીધું કેવળજ્ઞાન થઈ જાય. મા રુષ મા તુષ” એ બે પદ બાર-બાર વર્ષ સુધી ગોખવા છતાં મુનિને ન આવડ્યાં, પણ ગોખવું ન છોડ્યું. આપણે આ રીતે ગોખીએ ખરા ? આટલું ગોખતા છતાં ન આવડતું ત્યારે ગુરુને પૂછતા કે, “કેમ નથી આવડતું ?' ગુરુ કારણમાં અંતરાય જણાવે છે. એ અંતરાય તોડવા માટે તપ કરવાનું અને ફરી ફરીને ઉદ્ઘોષણાપૂર્વક એ પદો ગોખવાનું કહ્યું. બાર વર્ષ સુધી અખંડ આયંબિલ કરી એ મુનિએ જરા પણ ગ્લાન થયા વિના એ પદો ગોખ્યાં. બીજા મુનિઓ મશ્કરી કરતા તો પણ એની પરવા ન કરી. પોતાના દુર્ભાગ્યની નિંદા કરતાં કરતાં ગોખવાનું ચાલું રાખ્યું તો પરિણામ એ આવ્યું કે એ પદો તો ન આવડ્યાં, પણ એવાં અબજો પદો બનાવવાની શક્તિવાળું લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પામી ગયા. પૂર્વના અંતરાયથી જ્ઞાન ન પણ ચડે. પણ જ્ઞાન જેને ન ચડે એને અનધિકારી કહેનારા પોતે જ ખરેખર અનધિકારી છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ 1765 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જેનશાસનની મર્યાદા - 117 – ૫૭૭ તમારાં અને અમારાં માપ જુદાં છેઃ મહાવ્રત સારાં લાગ્યાં એમ કહેતો આવે એને મહાવ્રત આપવાની શાસ્ત્રજ્ઞા છે. એને મહાવ્રતની વ્યાખ્યાઓ ન પુછાય. એ વ્યાખ્યાઓ એને ન આવડતી હોય. પણ ધર્મ સારો લાગતો હોય તો એને મહાવ્રત અપાય. “દીક્ષા લેવી છે ને મહાવ્રત તો સમજાવી શકતો નથી' એમ કહીને એને અયોગ્ય કહેનારા પોતે જ અયોગ્ય છે. “આપ કહેશો તેમ કરીશ” એમ કહેતો આવે એ ઓછો લાયક છે ? એવું કહેતાં આવેલા સંયમ પામીને કેટલાય જીવો તરી ગયા અને પોતાની અક્કલના ઉન્માદે ચઢી મરજી મુજબ વર્તવાની વાતો કરનારા કેટલાય જીવો ડૂબી ગયા. અધિકારનાં તમારાં અને અમારાં માપ જુદાં છે. તમારાં માપ તમારે અમને ન આપવાં અમને આપશો તો અમે તેને બાજુએ જ મૂકવાના. એ માપનો ઉપયોગ તમે તમારી પેઢી પર કંર્યા કરો તે તમે જાણો. તમારી માપપટ્ટી તો કેવી ? “શ્રીમંત એટલે સારો. ડિગ્રીધારી એ વિદ્વાન, બહુ બોલી કે લખી જાણે તે હોશિયાર !” સાધુની માપણી એ નથી. એકડો પણ ન આવડતો હોય તે અહીં પાસ થઈ શકે છે અને મોટા ડિગ્રીધારી અહીં નાપાસ થાય છે. તમારી અને અમારી માપપટ્ટીનો મેળ નહિ મળે. જેવું શાસન લોકોત્તર તેવી એ માપપટ્ટી પણ લોકોત્તર. અહીં ગજ, તસુ કે વારનાં માપ નથી. લેવાદેવાનાં કાટલાં જુદાં રાખવાની વાત અહીં ન ચાલે. પ્રાણાતિપાત’ પર તો આખી દ્વાદશાંગી ભરી છેઃ અતિમુક્તક કુમારે માતાને એ જ કહ્યું કે, “મા ! જે જાણું છું તે કહી શકતો નથી અને જે કહું છું તે જાણી શકતો નથી. કેટલીયે વાતો એવી છે કે જે જાણ્યા વિના જ કહેવાય છે. “માને મા' જાણીને કહો છો ? ના. કોઈના કહેવાથી જ કહો છો ને ? અતિમુક્તક કહે છે કે, “ભગવાનના વચનથી જાણ્યું કે સંસાર એ પાપ છે' હવે એને પ્રાણાતિપાતાદિ સમજાવવાનું કહો તો એ શી રીતે સમજાવે ? ન જ સમજાવી શકે. પ્રાણાતિપાત પર તો આખી દ્વાદશાંગી ભરી છે. લોકોના પેટ પર ભૂંગળી મૂકી રોગનાં નિદાન કરનાર ખાં ગણાતા મોટા મોટા ડૉક્ટરો પણ પોતાના દરદને પારખી શકતા નથી. ત્યારે એ બીજાના હાથમાં નાડ સોંપી માત્ર “મને કાંઈક થાય છે એમ કહી લાચાર બની ઊભા રહે છે. તમારી દૃષ્ટિએ જે સાધુ યોગ્યતાનું માપ માપે તે સાધુ સાધુપણામાં રહેવા લાયક જ નથી. ઓછી શક્તિવાળા પણ અર્થી જે આરાધના કરી શકે તે વધારે શક્તિવાળા પણ અનર્થી કદી ન કરી શકે. Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1766 લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું પણ મુનિપણું પાળવું કઠિનઃ કૃષ્ણ મહારાજા ત્રણ ખંડના માલિક હતા. એમના જેટલું કાયાનું બળ ભગવાનના એક પણ મુનિમાં ન હતું. કૃષ્ણ તો લાખો સુભટો સામે એકલા પડે ઝઝૂમી શકતા હતા. જ્યારે મુનિઓમાં એટલું બળ ન હતું. પણ મારા જેવું કૌવત આ એકમાં નથી, છતાં હું દીક્ષા નથી લેતો અને આ બધાને ક્યાં મૂંડી નાખ્યાં!! એવું ભગવાન શ્રી નેમિનાથ સ્વામીને એમણે ન કહ્યું. કૃષ્ણજી તો ઉપરથી એમ કહેતા કે લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું છે. પણ મુનિપણું પાળવું કઠિન છે. મુનિપણું લેવું એટલે કાંઈ લડાઈ કરવાની છે ? મુનિપણાનો અર્થ મારામારી કરવી કે પુસ્તકનાં પાનાં વાંચી જવાં એ નથી. પણ હિંસાદિ પાપથી કંપવું, હિંસાથી ભરપૂર સંસારનો ત્રાસ એ જ મુનિપણું છે. ભગવાને જેને જેને ખરાબ કહ્યું તે ન જ કરાય એમ મુનિ માને. ભગવાન જેમાં પાપ કહે એ ન જ થાય એમ માનનારને “શાસ્ત્ર ભણ્યા છો ? પાપ શા માટે ?” એવું પૂછીને ઊભાં રહેનારાને ધર્મ માટે નાલાયક કહ્યા છે. મહાપુરુષ જેમાં પાપ કહે ત્યાં વળી પ્રશ્ન હોય? “કેવી રીતે પાપ ! કેવું પાપ !” એ સમજવા પુછાય એ વાત.જુદી પણ પાપ કેમ ?” એવું ડહાપણ ડહોળે તે કદી ધર્મ ન પામે. ધર્મીનું સાચું સ્વરૂપ છે કે માનો કે અમુકમાં પોતાને પાપ નથી દેખાતું. પણ જ્ઞાની એમાં પાપ કહે તો પાપ માનીને ત્યાં અટકે. દોરડું પડ્યું હોય, રાત અંધારી હોય અને એ જોઈને સાપની ભ્રાંતિ થાય તો ત્યાં અટકી જાઓ કે ખાતરી કરવા માટે એને હાથમાં લો ? જે એવું કરવા જાય તે બેવકૂફમાં ખપે અને કદી પ્રાણ પણ ગુમાવે. દોરડું હોય તો ન મરે. પણ સાપ હોય તો મરે ને?નદીમાં અમુક ભાગમાં જવાથી ડૂબી મરાય છે એવું જાણ્યા પછી ડાહ્યો માણસ તે તરફ ન જાય; કેમ કે ત્યાં કાદવ એવો હોય કે એમાં ખૂંચ્યા પછી એને બચાવવાની તાકાત કોઈની નથી. તમારી અમારી દષ્ટિના મેળ નહિ મળવાના: શ્રી જિનેશ્વરદેવ સાચા” એમ કહેવું, પોતાને એમના ભક્ત કહેવરાવવું અને “જિનપૂજા શા માટે ?' એમ કહીને ઊભા રહેવું એ તો જૈનત્વનો અભાવ સૂચવે છે. “જિનપૂજા કઈ રીતે થાય ?' એ પુછાય પણ “શા માટે ?' એમ પુછાય? “ગુરુમાં શું વધારે છે કે એમને વાંદીએ ? ધર્મ સાંભળવાની જરૂર શી ? અમને વાંચતાં આવડે છે. ઘેર પુસ્તકો વાંચીએ છીએ. પછી ઉપાશ્રયે જવાની જરૂર શી?' આવા આવા પ્રશ્નો કરનારા માટે શાસ્ત્ર કહે છે કે તેઓ ધર્મ માટે લાયક નથી. જિનપૂજન, વ્યાખ્યાનશ્રવણ, ગુરુવંદન વગેરેના હેતુઓ, વિધિ વગેરે જરૂર પુછાય પણ “એની જરૂર શી ?' એવું ના પુછાય. રમતિયાળ Page #600 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117- ૫૭૯ વિદ્યાર્થી નિશાળે જવામાં આડોડાઈ કરે એ બને પણ ‘નિશાળે કેમ જવું ?' એવું એણે કદી પૂછ્યું ? યોગ્યતાનું માપ કાઢવાની દૃષ્ટિ અહીં જુદી છે. તમે જેને ભણેલા માનો એને સાધુ મૂર્ખ માને અને તમે જેને અભણ માનો એના આધારે શાસન નભે એમ મુનિ માને, એટલો બધો બંનેના માપ વચ્ચે ભેદ છે. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું એવું જે માને તે આ શાસનમાં યોગ્ય છે. ભગવાને પાણીમાં અસંખ્યાતા જીવ કહ્યા માટે શ્રદ્ધાળુ એ માને જ. ત્યાં પાપ માનીને એ ઊભો રહે. આજનો વિજ્ઞાનવાદી અખતરા વિના એ માનવા તૈયાર નહિ થાય. આત્માનું અસ્તિત્વ ભગવાનના કહેવાથી આજનો વિજ્ઞાનવાદી માને ? એ તો આત્મા નીકળી ગયા પછી શરીરને તોળે અને વજન ઓછું ન થાય તો આત્માની વાતને ગપ્પુ માને. એ બુદ્ધિવાદીઓની જીભ બધી રીતે બોલી શકે છે. એ કહી દે કે ભગવાનના વખતમાં કંદમૂળમાં અનંતા જીવ હશે તે એમણે જોયા હશે. પણ આજે છે એની શી ખાતરીં ? એ લોકો કહે છે કે ‘વિજ્ઞાનની આટલી શોધો તે વખતે ક્યાં હતી ? જો પૂર્વના એ લોકો વિદ્વાન હોત તો આવી શોધો બહાર પાડી ન હોત ?' શાસ્ત્ર કહે છે કે એ સાચા વિદ્વાન હતા માટે જ એમણે આવી શોધો બહાર ન મૂકી; આજનાઓ મૂર્ખ છે માટે બહાર મૂકી દુનિયાને પાયમાલીના પંથે ચઢાવે છે. તમારી અમારી દૃષ્ટિના મેળ નહિ મળવાના. અમે તમારા જેવા થઈએ તો એ મેળ મળે. પણ એવી રીતે મેળ મેળવવા ઇચ્છો છો ? હું કહું છું કે મહેરબાની કરીને, ભલા થઈને એવું ન ઇચ્છતા. ધર્મ-અધર્મના ભેદ સમજાય તો આજ઼ના વિજ્ઞાનવાદીઓના અખતરાનો ખતરો સમજાય. ત્યાજ્યના નાશનો સિદ્ધાંત ન હોયઃ 1767 ત્યાજ્યના ત્યાગમાં ધર્મ છે. પણ એના સંહારમાં ધર્મ નથી. ત્યાજ્ય છે માટે એની કતલ ચલાવવામાં આવે તો ધર્મ તો રહી જાય અને અધર્મ પલ્લે પડી જાય. જ્ઞાનીએ મા-બાપ, કુટુંબ, પરિવાર વગેરેને પણ ત્યાજ્ય કહ્યાં છે તો શું ત્યાં એમના પર તલવાર ફેરવાય ? ના. એવી મૂર્ખતા નહિ કરતા. ત્યાજ્યનો ત્યાગ એ ધર્મ છે, એનો સંહાર એ ધર્મ નથી, પણ અધર્મ છે. સ્ત્રીને જોઈને પોતાની આંખમાં વિકાર જાગે માટે એની હત્યા ન કરાય. એવું વિચારનારા પણ મૂર્ખ છે. વિકારી પોતાની આંખ અને હત્યા સ્ત્રીની ? પોતાના પ્રમાદથી સાપ કરડે માટે સાપને મા૨વાનું કહેવાય ? લોકોને આંખેથી જોઈને સાવધાનીપૂર્વક ચાલવાનું સમજાવાય. પણ જેટલા ઝેરી જંતુ દેખાય તેટલાને મારી નાંખવાનું સમજાવાય ? એ ક્યાંનો ન્યાય ? જો ત્યાજ્યના નાશનો સિદ્ધાંત માન્યો તો અહિંસા બોલવામાં રહેશે, હૈયે નહિ રહે. Page #601 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - યોજનાપૂર્વકની હિંસા મનુષ્ય જ કરે: હિંસકોના નાશનો જો સિદ્ધાંત સ્વીકારાય તો પહેલો નાશ મનુષ્યનો જ કરવાનો રહેશે. મનુષ્ય જેટલી હિંસા કોઈ કરી શકતું નથી. યોજનાપૂર્વક હિંસા મનુષ્યો જ કરી શકે છે, તિર્યંચો નહિ. તિર્યંચ વિફરે અને મારે તો બહુ બહુ તો સો બસોને મારે જ્યારે મનુષ્ય ક્ષણમાં લાખોની કતલ કરે; કારણ મનુષ્યબુદ્ધિનો નિધાન છે. સુરંગો ખોદી તેમાં અગ્નિ મૂકે, ઉપરથી શિલા ગોઠવે અને વચ્ચેનાનો કચ્ચરઘાણ કાઢે. રાજા બાદશાહોનાં યુદ્ધોમાં આવાં પ્રપંચો ખેલાતાં. પોતાનું લશ્કર દેખાવમાં ઓછું રાખે અને પહાડોમાં આજુબાજુ ચારે તરફ છૂપું ગોઠવી દીધું હોય; પહાડની વચ્ચે સાંકડી જગ્યામાં દુશ્મનનું લશ્કર પેસે કે ચારે તરફથી એને ભરડામાં લઈને એના પર તૂટી પડે અને એક પણ દુશ્મનને જીવતો જવા ન દે. જંગલી ગણાતાં પ્રાણીઓએ આવી વ્યુહરચના કરી સાંભળી છે? મનુષ્યોએ આવા બૃહ ગોઠવી કતલ ચલાવી છે. એક સિંહ તેના જીવનમાં કેટલી હત્યા કરે અને એક હિંસક બનેલો મનુષ્ય તેના જીવનમાં કેટલી હત્યા કરે ?' સંસારનો ત્યાગ કરાય પણ એનો નાશ ન કરાય ત્યાજ્ય પ્રત્યે નાશની ભાવના ન હોય. કોઈનું રૂપ જોતાં પોતાની આંખમાં વિકાર થાય માટે તેની હત્યા કરવાના વિચારો ન થાય. બલભદ્રમુનિ દીક્ષા લીધા પછી એક વખતમાં ગામમાં પધાર્યા ત્યારે એમના રૂપને જોઈને ભાન ભૂલેલી એક સ્ત્રીએ ઘડાને બદલે બાળકના ગળામાં દોરડાનો ગાળિયો ભરાવ્યો. મુનિએ સ્ત્રીને સાવધ કરી બાળકને બચાવ્યું. પણ તે દિવસથી ગામમાં ભિક્ષાએ નહિ આવવાનો નિયમ કર્યો. શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ સંસાર આખો ત્યાજ્ય છે. એને તજાય પણ એનો નાશ ન કરાય. ત્યાજ્યના વિચાર ધર્મીના છે, નાશના વિચાર અધર્મીના છે, ક્રૂરતામાંથી જન્મેલા છે. તમને બંગલો છોડવાનું કહું. પણ તમારો બંગલા પરનો મોહ ન છૂટે તો એને ઘાસલેટ છાંટી સળગાવી મૂકવાનું ન કહું. એ તો મહાઅધર્મ કહેવાય. વૈરાગ્ય પેદા કરવા માટે બંગલાને અસાર કહીએ, શ્રી જિનેશ્વરદેવે આપેલાં દૃષ્ટાંતોથી સમજાવીએ. છતાં ન માને તો એનું ભાગ્ય !” એમ કહીને તેની ઉપેક્ષા કરીએ. પણ બંગલાના નાશની ઇચ્છા ન કરીએ. બંગલાના નાશની ઇચ્છા ન કરી કે સામાનું તો કલ્યાણ થાય ત્યારે ખરું પણ આવી ઇચ્છા કરનારનું તો કલ્યાણ ગયું સમજવું. - સંસારમાં પાપનાં મૂળિયાં તો ઊંડાં છે: એવી રીતે પાપનાં સાધનોનો નાશ કરવા કોઈ બેસે તો એનો પાર આવે ખરો ? સંસાર કોઈ દિવસ પાપનાં સાધનો વિનાનો હોય ? શ્રી જિનેશ્વરદેવની Page #602 -------------------------------------------------------------------------- ________________ 1789 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૮૧ સેવામાં અસંખ્યાતા ઇંદ્રો હતા. એક પણ પાપનું સાધન ઊભું ન રહે એવી વ્યવસ્થા કરવાની ભગવાને એમને આજ્ઞા કરી ? ન જ કરી. સંસારમાં પાપનાં મૂળિયાં તો બહુ ઊંડાં છે, પાપનાં મૂળિયાંથી તો દુનિયા ભરેલી છે. વિના વાવ્ય એ ઊગે એવાં છે. જંગલમાં ઘાસ ઊગે છે તે કોઈ વાવવા ગયું હતું ? ત્યાજ્યના નાશના પ્રયત્નથી, ત્યાં અગ્નિ મૂકવાની વાતોથી પાપનો નાશ તો નહિ થાય. પણ ઉપરથી તે આત્મામાં ઢગલાબંધ પાપ ભરાશે. હિંસકોના નાશથી હિંસા બંધ ન થાય. પણ ઊલટી હિંસા વધે છે. દુશ્મનનો નાશ કરવા જતાં આત્માની દુશ્મનાવટ વધે છે. દુશ્મનને સમજાવવાનો પ્રયત્ન થાય તો દુશમન પણ મિત્ર બને. પણ એમ ન કરતાં એને નિર્બળ માનીને દબાવવામાં આવે તો એ વખતે ભલે એ ન બોલે પણ ભવિષ્યમાં બળવાન બનીને એ સામો આવવાનો. નબળાને ધોલ મારો તો એ વખતે તો એ ખાઈ લે પણ મનમાં ગાંઠ વાળે કે, બચ્ચા ! અત્યારે ધોલ ખાઈ લઉં છું. પણ વખત આવવા દે.” જંગલનો ભીલ બજાર વચ્ચે તો વેપારીની બધી વાતમાં હા, હા કરે, ખાતું પાડી આપે, ચાર ગણા કહે તો ચાર ગણા લખી આપે, કેમ કે એ સમજે છે કે બજાર વેપારીની છે, પોલીસ પણ વેપારીની છે માત્ર પોલીસની કડી પહેરવા માટે હાથ પોતાના છે માટે એ ભીલ ત્યાં નરમ થેંસ થાય છે. પણ મનમાં નક્કી કરે છે કે, “બચ્ચા ! બહાર જંગલમાં એકલો નીકળજે ત્યારે ઘામાં ન લઉં તો મારું નામ યાદ કરજે.” પાપકારી વસ્તુ પરથી પ્રેમ ઉઠાવો: એટલે જે વસ્તુ નાશક છે, પાપકારી છે, ત્યાજ્ય છે એની નાશની વાતો ન કરો. પણ એની પરથી પ્રેમ ઉઠાવો, એની મમતા તજો, એનો સંગ છોડો. છતાં જો એ તમારી પાછળ પડે તો એ કોઈ રીતે ન નડે તેવા દૂરના પ્રદેશમાં તમે ચાલ્યા જાઓ. બલભદ્રમુનિએ પોતે ગામમાં ન આવવાનો નિયમ કર્યો અને પછીની આખી જિંદગી વનમાં ગાળી. પાપના નાશથી ધર્મ થાય એ ન ભૂતો ન ભવિષ્યતિ. જ્ઞાનીએ કહેલા અહિંસાના સ્વરૂપને સમજ્યા વિના, હિંસાઅહિંસાના ભેદને તથા જીવ-અજીવના સ્વરૂપને જાણ્યા વિના આ દુનિયામાં સાચો અહિંસક કોઈ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. ....એવો જીવ કોઈ કાળે તત્ત્વ ન પામે જેને જીવ-અજીવનો ખ્યાલ નથી, જેને સંસારના સ્વરૂપ અને મુક્તિના સ્વરૂપની ખબર નથી, જેને સંસારનાં સાધનો તથા મુક્તિનાં સાધનોની ઓળખ નથી, જેને સુખ તથા દુઃખના સ્વરૂપની જાણ નથી, જેને સુખ તથા દુઃખનાં કારણોનું જ્ઞાન નથી, જેને પુરુષાર્થ અને ભાગ્યના ભેદની સમજ નથી, પુરુષાર્થ Page #603 -------------------------------------------------------------------------- ________________ (૫૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 10 એટલે શું ? અને ભાગ્ય એટલે શું ? ક્યાં પુરુષાર્થ કરાય અને ક્યાં ભાગ્ય પર હાથ દેવાય એનું પણ જેને ભાન નથી અને મારું શું? અને પારકું શું ? એનો પણ જેને વિવેક નથી એ કદી તત્ત્વ પામે ? કોઈ કાળે એ તત્ત્વ ન પામે. એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે: જીવ દુઃખી કેમ ? સુખ માટે મરવા તૈયાર છે છતાં સુખ એને મળતું કેમ નથી ? સંસાર ભયંકર છતાં એની પાછળ કેમ દોડે છે ? આવો કદી. આત્મા સાથે વિચાર કર્યો ? મા-બાપ કે ઘરની સ્ત્રી ઊભો ન રહેવા દે છતાં એવા સંયોગોમાં પણ “મારાં મા-બાપ” અને “મારી સ્ત્રી’ એમ કર્યા કરે એવો મોહ શાથી ? સ્ત્રી ભાગીને પારકે ઘરે જતી રહે તોય એની પાછળ પાગલ થનારા કેમ ? ખુરશી પર બેઠેલો એક મિનિટમાં હજારો કમાય અને એક આખો દહાડો મજૂરી કરવા છતાં સાંજે પેટ પૂરતું પણ ન પામે એનું કારણ શું ? આ બધી, શાની ખામી એ વિચારો તો તરત માર્ગ સૂઝે પણ આ બધું વિચારવાની ફુરસદ છે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા એક સ્થાને એવા ભાવનું ફરમાવે છે કે – , નાશવંતા વિષયો માટે આત્મા યુવાવસ્થામાં જે રીતે આચરણ કરે છે એવી આચરણા જો મુક્તિ માટે કરે તો આ સંસારમાં પાપનું અસ્તિત્વ જ ન રહે. વિષયોને ઘરમાં પૂરીને તાળાં દઈ દ્યો તો ન છૂટે એ કેમ બને ? એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે, બીજે બધે નકામો છે. બીજે તો પુરુષાર્થ કરે ને ભાગ્ય હોય તો જ ફળે, ભાગ્યના અભાવે એ ન ફળે પણ ઊલટો આત્મા ગભરાય અને અંતરાય વધે. અજીર્ણ થાય ત્યારે ખોટી ભૂખ તો લાગે. પણ ઓછું ખાય અગર ડાહ્યો બની એકાદ બે ઉપવાસ કરે તો પથારીમાં પડતો બચી જાય. પણ ભાન રાખ્યા વગર ત્રણ દહાડા ઉપરાઉપરી ખા ખા કરે તો ચોથે દહાડે ડૉક્ટર બોલાવવો પડે. “મારો માલ મેં ખાધો એમાં બીમારી કેમ આવી ?' એવી દલીલ ત્યાં ન ચાલે. તમને બધાને એક જાતનું અજીર્ણ થયું છે. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં તમામ બાબતમાં અજીર્ણ થયું છે. તમે ઢોંગી પણ બની જાણો છો. લગ્નાદિ પ્રસંગે કે તહેવારોમાં સારા દેખાવાનો ઢોંગ તમને બહુ ગમે છે. જે સ્થિતિ છે તેમાં જીવી જાણતા નથી માટે દુઃખી થાઓ છો. જે સ્થિતિ છે તે પ્રમાણે જીવી જાણો તો કદી દુઃખી ન થાઓ એ જૈનશાસનનો સિદ્ધાંત છે. લક્ષ્મી ચાલવા માંડે ત્યારે ધર્મી આત્મા ગભરાય નહિ. એ તો માને કે જવાની જ હતી. એને મારી માનવામાં જ મેં મૂર્ખાઈ કરી હતી. એની સાથે ગાઢ દોસ્તી કરવામાં તો મેં મારી અક્કલનું લિલામ કર્યું હતું. લક્ષ્મી જાય એટલે ડાહ્યો માણસ ખર્ચ પર કામ મૂકે.ચાહ પાનના Page #604 -------------------------------------------------------------------------- ________________ 11 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જેનશાસનની મર્યાદા - 117 – ૫૮૩ ખર્ચા રાખતો હોય તે બંધ કરે. એવી બધી ચીજો વિના ન ચાલે એમ એ ન કહે. દેવું કરીને પણ ચહા પાણીના ખર્ચા રાખવાનો મોખ એને ન હોય. પગારમાં કાપ આવે તો ઘી ખાવું એ બંધ કરે. ઘરની સ્ત્રીને પણ કહી દે કે, “હોય તેમાંથી ચલાવવાનું, ભીખ માંગીને ઘી નહિ ખવાય.” આજની હાલત તો બહુ ભયંકર છે. દેવું કરીને પણ ખર્ચા ચાલુ રાખે અને પછી હાથે કરીને દુઃખી થાય અને લોકોનાં અપમાન વેઠે. એને કોઈએ દુઃખી નથી કર્યો પણ પોતે જ દુઃખી થયો છે. નવકાર ગણનારો પણ તે જ દુઃખી ન થાય કે જે નવકારને માનનારો હોય અને પ્રસંગાનુસાર જીવી જાણનારો હોય. સર્વજ્ઞદેવનો સમયધર્મ: શ્રી સર્વજ્ઞદેવનો સમયધર્મ તે આ છે. તમને દયાળુઓને દુનિયાની બેકારી સાલે છે ? જો ખરેખર સાલતી હોય તો આ બધા રંગરાગ, હોટેલ, સિનેમા, નાટક ચેટકના ખર્ચા ચાલુ હોત ? પગે ચાલીને પહોંચાય ત્યાં વાહનના ખર્ચાની જરૂર શી ? એ બધા પૈસાના બચાવથી તો કોઈની બેકારી ટાળી શકાય. પણ જેના હૈયામાં ધર્મ વસ્યો હોય તે આ કરી શકે. આ તો કોઈ શિખામણ આપે તેય બહેરા કાને અથડાય. પોતાનો દિકરો માંદો પડે તો મોટા સર્જનને બોલાવે. પણ પાડોશીનો છોકરો માંદો પડે અને સ્થિતિ સામાન્ય હોય તોયે ત્યાં સામું પણ ન જુએ એ કેવી દયા કહેવાય ? આ બતાવે છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન હજી પરિણામ પામ્યું નથી. શાલીભદ્રનો જીવ પૂર્વભવમાં રબારીનો બાળક, શ્રીમંત પાડોશીને ત્યાં ખીર બનેલી જોઈ મા પાસે આવી ખીર માટે કજિયા કરે છે. ગરીબ મા ખીર ક્યાંથી લાવે ? એટલે એ પણ ભેગી રડવા બેસે છે. બાળકનો કજિયો સાંભળી એને પણ રડવું આવી જાય છે. પાડોશણો આ સાંભળી તરત ત્યાં ભેગી થઈ જાય છે અને કોઈ દૂધ, કોઈ સાકર, કોઈ ચોખા ને કોઈ ઘી લાવીને આપી જાય છે. આજે આવા પાડોશી મળે ? તમે તો લાગ આવે તો પાડોશીનું મકાન ખાલી કરાવી કબજે લેવાની જ વેતરણમાં હો. સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છેઃ હમણાં એક દાખલો તાજો વાંચવામાં આવ્યો. એક ગૃહસ્થનો દીકરો પરગામ ગયેલો; કેટલાક મહિના પછી એ ગૃહસ્થ બહારગામ ગયો અને ત્યાં સ્ટેશન પરની ધર્મશાળામાં રાત્રે સૂતો હતો. જોગાનુજોગ એનો દીકરો કોઈ કારણસર ઓચિંતો ઘરે આવવા નીકળેલો તે પણ એ જ ધર્મશાળામાં બાજુની જ રૂમમાં સૂતો હતો. એકબીજાને આ વાતની ખબર નથી. મધ્ય રાત્રે છોકરાને પેટમાં અસહ્ય પીડા ઊપડી અને રાડો પાડવા લાગ્યો ત્યારે આ ગૃહસ્થ પોતાની Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ઊંઘ બગાડવા માટે પેલાને મનમાં ને મનમાં ગાળો દેવા લાગ્યો. પણ એને જરાયે દયા ન આવી કે ઊઠીને જોઉં તો ખરો કે એને શું થયું છે ? એને તે વખતે થયું કે, ‘આવા તો ઘણા મફતિયા એમના પાપે પીડાતા હોય તેમાં આપણે શું ?’ એમ વિચા૨તો એ સૂઈ જ રહ્યો. પેલો તો રાત્રે પીડામાં ને પીડામાં મૃત્યુ પામ્યો. સવારે બારણાં તોડીને જોયું તો આ તો પોતાનો જ દીકરો મરી ગયો હતો. પસ્તાવાનો પાર ન રહ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો. એ કમનસીબને રાત્રે દયા ન આવી અને અત્યારે દયા આવી ગઈ એમ ? ના, આ તો હવે સ્વાર્થ રડાવતો હતો. આવા સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છે. 1772 જ્ઞાનીઓ જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુઃખી જુએ છેઃ આત્મા પોતે પોતાના સ્વરૂપમાં રહે તો સુખી થાય એવો વિચાર તમને કદી આવ્યો ? આજે તો શ્રીમાન અને દરિદ્રી બેય રૂવે છે. એક મળેલા પૈસા જાય નહિ તેની ફીકરમાં રૂવે છે તો બીજો એને નથી મળ્યા માટે રૂવે છે. પેલો મૂઠી બંધ કરી રૂવે છે તો દરિદ્રી ખાલી હાથે રૂંવે છે. દરિદ્રી જો એમ માને કે ખાલી હાથે તો આવ્યો હતો, ક્યાં કશું લઈને આવ્યો હતો ? માટે આ શી ચિંતા ? અને શ્રીમાન એમ માને કે આ તો બધી ઉપાધિ વળગી છે; તે રહે કે જાય તેમાં મારે શું કામ ચિંતા કરવી ? તો બેમાંથી એક પણ દુ:ખી ન થાય. વિચારણા વિપરીત છે માટે દુઃખ થાય છે, વિચારણા બદલાય અને ભાવના શુદ્ધ થાય તો લુખ્ખો રોટલો પણ મીઠો લાગે અને નહિ તો બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં શાક પણ કડવાં લાગે. દાળમાં સહેજ મીઠું વધારે ઓછું હોય કે કોથમરી ન નાંખી હોય તો મોઢું બગડી જાય, આ ઓછી કમનશીબી છે ? હજારોની મૂડીવાળો પોતાનાથી ઊતરતા તરફ નજ૨ કરે તો સુખી છે. પણ એ હૈયાફૂટો લખપતિઓ સામે જ નજર દોડાવે છે એટલે પછી છતે પૈસે દુઃખી થાય છે. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલો મધ્યસ્થભાવ આવે તો જ બધી વાતનું ઠેકાણું પડે. તેઓ પોતે જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુ:ખી દેખી રહ્યા હતા માટે પોકાર પાડીને કહ્યું કે, ‘અસરોયં સંસારઃ' એ અનંત ઉપકારી, અનંતજ્ઞાની, ભાવદયાના સાગર પરમાત્માએ અમથી બૂમ નથી મારી. એમણે આખી દુનિયાને પોતાનાં જ્ઞાનચક્ષુથી જોઈ છે, કેવળ ચર્મચક્ષુથી નહિ. એ બૂમથી તો તેમણે છ ખંડના માલિક ચક્રવર્તીઓને પણ ક્ષણમાં એમના સિંહાસન પરથી ઊભા કરી દીધા. તેમણે બુલંદ અવાજે સંભળાવી દીધું કે, ‘સિંહાસને બેસી રહેશો તો નરકે જશો.’ ‘અસારોઽયં સંસારઃ'ની એ બૂમ અનુભવના મંથનથી નીકળી છે, અમથી નથી નીકળી. સંસારની અસારતાની એ બૂમની ટીકા કરનારાઓ ઘોર પાપ Page #606 -------------------------------------------------------------------------- ________________ 1TS - ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૮૫ બાંધી રહ્યા છે. એ ટીકા કરનારાના બત્રીસે દાંત પડી જવાના છે. જ્ઞાની પોતાનાં જ્ઞાનચક્ષુથી બધું જોઈ રહ્યા છે. ગરમ રેતીમાં પગ મૂકી ચાલનારા મુનિને આ લોકમાં અને પરલોકમાં એ સુખી દેખે છે. કેમ કે આ લોકમાં એ મુનિએ પોતાના શરીર પરની મમતા ઉતારી નાંખી છે અને પરલોકમાં એને માટે સુખ નિયત છે. રત્નજડિત સિંહાસને બેઠેલા ચક્રવર્તીને જ્ઞાની સુખી નથી દેખતા. એ સિંહાસન દરેકને ઈર્ષ્યા ઉત્પન્ન કરે એવું હોવા છતાં જ્ઞાની એ સિંહાસનના રને રને ઝેર વ્યાપેલું જુએ છે અને એના પર બેસનારને ગબડવાનો છે” એમ જોઈ રહ્યા છે. માટે “સાયં સંસાર'ની બૂમથી એમના મુકુટ ફેંકી દેવરાવ્યા છે. શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી : એ અનંતા કરુણાના સાગર પરમાત્માએ એ બૂમ તમારા પ્રત્યેની દયાથી પાડી છે. એમના પર ગુસ્સો ન કરો. એમને ગાળો ન દો. એમણે સંસારને ખારો કહ્યો તે તમારા જીવન ખારાં બનાવવા માટે નહિ પણ મીઠાં બનાવવા માટે કહ્યો છે, એ વાત જરા સમજો. અનંત વસ્તુને જોયા પછી અનંતજ્ઞાનીનાં વચનો નીકળ્યાં છે. એમણે જે બધાને સાધુ બનાવ્યા છે તે સાધુ કાંઈ ભિખારી નથી. શ્રી જિનેશ્વરદેવના સાધુઓને ભિખારી કહેનારા પોતે ભિખારી અને કંગાલ છે. તમે લોકો દિવસમાં કેટલાને સલામ ભરો છો ? કેટલાની દાઢીમાં હાથ ઘાલો છો ? સાધુએ કોઈને સલામ ભરી ? અમે તો ભિક્ષાએ નીકળીએ, “ધર્મલાભ” આપીએ અને મળે ત્યાંથી લઈએ. ભિક્ષા-ગોચરી એ તો સાધુનો ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી. પણ બાદશાહનો પણ બાદશાહ છે. ચતિવેષ આજીવિકા માટે ન બનાવાય ? આ મહાત્મા કહે છે કે લોકોની ચિંતામાં આચાર્ય કે મુનિ ન પડે. જો આ યતિવેષ આજીવિકા માટે બનાવ્યો તો એને માટે પરલોકમાં દુર્ગતિ સહેલામાં સહેલી છે, એમ આ મહાત્મા ફરમાવે છે. એ દુર્ગતિ કોઈ ન રોકી શકે તેવી છે એમ ભારપૂર્વક અધ્યાત્મ કલ્પદ્રુમના રચયિતા એવા આ મહાત્મા કહે છે અને એમ કહીને એવા મુનિઓને તેઓશ્રી ચેતવે છે. કહે છે કે – कथं महत्वाय ममत्वतो वा, सावधमिच्छस्यपि संघलोके ? । न हेममय्यप्युदरे हि शस्त्री, fક્ષતા ક્ષતિ ક્ષાતોડAસૂ વિમ્ ? રરૂ૦ . . Page #607 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અર્થ : મહત્તા માટે અને મમત્વપણાથી સંઘ - (સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા લક્ષણ સંઘ) લોકોમાં પણ સાવદ્ય વાંછે છે, પણ શું સોનાની છરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે તે એક ક્ષણવારમાં પ્રાણનો નાશ કરતી નથી ?’ ||૧|| ૫૮૭ 1774 સંઘમાં મોટા તરીકે ખપવા માટે, મમત્વ બુદ્ધિથી કે આજીવિકા માટે, માનપાન માટે મુનિ દુનિયાદારીની વાતો ન કરે. સોનાની પણ છરી પેટમાં ન મરાય, મારે તો પ્રાણ લે. સંઘના નાયક (આચાર્ય કે મુનિ)થી લોકચિંતા ન થાય. સંઘની પણ એવી ચિંતા ન થાય કે જે પાપવાળી હોય. સંયમ એ જીવનના સ્થાને છે અને દુન્યવી વ્યવહારની ચિંતા એ શસ્ત્રના સ્થાને છે, મોટાઈની ભાવનાથી દુનિયાનાં કાર્યોની ચિંતાથી સંયમપ્રાણનો નાશ થાય છે. ભાવાચાર્ય લોકચિંતા ન કરે. બધા સંસારસાગરથી તરે એ જ એક એમની ભાવના હોય.'પ્રયત્નો પણ એમના એ જ હોય. જેટલા તરવા આવે એટલાને એ સ્વીકારે, જે ન આવે અને ત્યાં જ રહે તેને ત્યાં રહ્યું સધાય તેવો માર્ગ બતાવે અને એ પણ માનંવા જે તૈયાર ન હોય તેને ‘તસ્ય માત્ત્વમ્’ કહી ત્યાં મધ્યસ્થ ૨હે : સમયને આડો ધરી શાસ્ત્રની વાત માનવા તૈયાર નથી : અહીં કહે છે કે ભાવાચાર્ય તે કે જે શ્રી જિનમતને પ્રકાશે. અધ્યાત્મકલ્પદ્રુમની આ ગાથાના આ અર્થને એના ભાષાંતરકારે પણ લખ્યો છે અર્થાત્ એમને લખવો પડ્યો છે. ટીકાકારશ્રીએ એ વાતને એટલી સ્પષ્ટ કરી છે કે એ લખ્યા વિના છૂટકો જ ન થાય. જો કે આજે એ લોકો આ વાત માનવા તૈયાર નહિ થાય. એ તરત કહેશે કે ‘મુનિસુંદરસૂરિ તો સોળમી સદીમાં થયા. આ વીસમી સદીમાં એમની વાતો ન ચાલે.' આ રીતે સમયને આડો ધરે છે. કાળ ફરે તેમ ફરવું એટલું જ એમને ગમે છે. એ તો એમ પણ કહી દે કે ‘તમારી બધી વાત ખરી, પણ આજે ધર્મ તો ગયો ગુફામાં. અનુકૂળતા હોય તો ધર્મ થાય, પ્રતિકૂળતામાં ધર્મ કેવો ?’ સર્વજ્ઞનાં વચન ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી : પણ તમે સમજી રાખો કે સર્વજ્ઞનાં વચન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કહેવાયાં છે. એને ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ વિશેષ શું ફ૨માવે છે તે હવે પછી. # Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૦)) સોમવાર, તા. ૨૮-૪-૧૯૩૦ કયો સંઘ પૂજ્ય છે ? ♦ કયો સંઘ, સંઘ નથી : ♦‘તું સાધુ થયો છે ?' માતા-પિતાનો ત્યાગ ક્યારે ? યતિનો વેષ ધર્યો પણ સંસાર તજ્યો નથી. સાધુ સસાર ત્યજી કેમ નીકળ્યો છે ? સાધુની નિંદા કરે, તે સાધુ ન રહી શકે. ♦ નિંદા તો નવરા હોય તે કરે ! ♦ ખંડન વિના મંડન થાય જ નહિ : ♦ પ્રતિક્રમણમાં પાપનું ખંડન રોજ ચાલુ જ છે ઃ. ♦ વસ્તુસ્વરૂપ સમજાવવું એ નિંદા નથી : પરમાનંદભાઈની ચેલેન્જ : ઉંદરો અને ઉંદરોનો રાજા ઃ મલ્લની બહાદુરી : આત્માની અનંત શક્તિઓ પાસે પાપીઓ લાચાર છે ઃ - છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ : ૭ ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે : ૦ પારકાની ચિંતાથી લાભ શો ? • ભાટ કદી ભૂખે ન મરે : સંઘ માટે પણ સવઘ ન થાય : સોનાની છરી પેટમાં ન ખોસાય : • ૦ ઘરનું બોલવું હોય તેને બધા વાંધા : ♦ સીધો વાદી અને વાંકો વાદી : ♦ સીધા વાદીની વાદની રીત : ૦ સાધુની આશિષ શા માટે ? ઈશ્વર કર્તૃત્વમાં આવતા વાંધા : મુક્તિ માટે થતી પૂજા એ પૂજા છે ઃ શ્રાદ્ધવિધિમાં આવતાં વિધાનોનો હેતુ : આશાતનાનો ભય કોને હોય ? ♦ એવાનો સહવાસ છોડી દો ! · કયો સંઘ તીર્થંક૨વત્ પૂજ્ય ? તીર્થને નમવાનાં ત્રણ કારણો : • ઉપસંહાર : 118 Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કયો સંઘ પૂજ્ય છે? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી નંદીસૂત્રની ટીકામાં શ્રીસંઘની સ્તુતિ કરતાં તેની આઠ વસ્તુ સાથે સરખામણી કરે છે, તે આપણે જોઈ ગયા. એ સરખામણીમાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે, શ્રીસંઘ એ ધર્મીજનોને આશ્રયભૂત નગર સમાન છે, આંતરશત્રુઓને છેદવા માટે ચક્ર સમાન છે, સંસારરૂપી અટવીથી પાર ઉતારી મોશે પહોંચાડવા માટે રથ સમાન છે, સંસારરૂપી અટવીથી પાર ઉતારી મોશે પહોંચાડવા માટે રથ સમાન છે, જગતમાં સુવાસ ફેલાવવા માટે કમળ સમાન છે, સમગ્ર વિશ્વને શાંતિ પમાડવા માટે ચંદ્ર સમાન છે, સંપૂર્ણ જગતના પદાર્થોને પ્રકાશવામાં તથા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, ગુણરૂપી અનેક રત્નોં આખા જગતને પમાડનાર રત્નાકર છે અને આખા જગતમાં મધ્યવર્તી હોવાથી મેરૂ સમાન છે. આવો શ્રીસંઘ શ્રી જિનેશ્વરદેવ પછી તરત જ પૂજ્ય છે. એના આધારે જ શાસન છે. એ શ્રીસંઘના જેટલાં ગુણગાન ગવાય તેટલાં ઓછાં છે. આપણે એ બધું જોઈ ગયા, પછી પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત સંબોધ પ્રકરણમાં શ્રીસંઘ વિષે જે વર્ણન કરવામાં આવ્યું તે વિચારીએ છીએ. કયો સંઘ, સંઘ નથી ? અહીં સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રીસંઘના સ્વરૂપને પ્રતિપક્ષ લઈને વધારે સ્પષ્ટ કર્યું છે. તેઓશ્રી ફરમાવે છે કે, સ્વચ્છંદાચારી, આજ્ઞાભ્રષ્ટ, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનાર, ઉન્માર્ગના પક્ષકાર, અનીતિ-અધર્મ અને અનાચારને સેવનાર, સેવરાવનાર તેમજ સેવતાને સારા કહેનાર અને ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનાર એવા મોટા સમુદાયને પણ સંઘ ન ગણાય. એ સમુદાયમાં વેષધારી સાધુ-સાધ્વીની ભલે મોટી સંખ્યા હોય, દુનિયામાં સારાં કહેવાતાં શ્રાવક-ક્ષાવિકાનું મોટું ટોળું પણ ભલે એમાં હોય તો પણ એને સંઘ ન કહેવાય. શ્રી જિનેશ્વરદેવનો સંઘ મા-બાપ તુલ્ય છે, મોક્ષમહેલના સ્થંભ તુલ્ય છે. પણ એ સંઘ તે કહેવાય કે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય. આજ્ઞાવિહીન સંઘ તો સર્પ જેવો ભયંકર છે. આજ્ઞાભંગની પ્રવૃત્તિને મનવચન-કાયાથી સહાય કરનારા પણ એટલા જ દોષના ભાગીદાર છે. આજ્ઞાભંગને જોવા છતાં જેઓ મધ્યસ્થપણાનો દેખાવ કરીને છતી શક્તિએ મૌન રહે છે, તેઓ અવિધિ અનુમોદે છે અને તેથી પોતાનાં વ્રતોનો લપ કરે છે. ગર્ભપ્રવેશ સારો, નર્કાવાસ સારો પણ આવા પાપી સંઘોમાં રહેવું એ અતિશય ભયંકર છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ HTTT – ૩૮ : તીર્થકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 ૫૮૯ શ્રીસંઘમાં આચાર્ય પ્રધાન છે. પણ તે દ્રવ્યાચાર્ય કે, નામાચાર્ય નહિ પણ ભાવાચાર્ય. એ ભાવાચાર્ય તેજ છે કે જે શ્રી જિનમતને પ્રકાશે. શ્રી જિનમત સિવાયની અન્ય વાતોને પ્રકાશિત કરનારાને તો ન દીઠા સારા. ભાવાચાર્ય કદી લોકચિંતા ન કરે. પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા અધ્યાત્મકલ્પદ્રુમમાં યતિઓને ઉદ્દેશીને જે ગાથા કહે છે તે સામાન્ય રીતે આપણે ગઈકાલે જોઈ ગયા. આજે જરા વિસ્તારથી ટીકા સાથે તેનો વિચાર કરીએ છીએ. તું સાધુ થયો છે ?' અહીં પહેલા તો પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા યતિને પૂછે છે કે, “તું સાધુ થયો છે ?” આ એવો પ્રશ્ન છે કે જેમ આપણે કોઈ સારા ઘરના માણસને પૂછીએ કે, ‘તું કોનો દીકરો ? કયા કુળનો ? અમુકનો દીકરો છતાં તારી આવી કાર્યવાહી ?' આ સાંભળીને પેલો જાતવાન હોય તો એનું મોં જરૂ૨ નીચું થાય. એ જ રીતે યતિવેષમાં રહેલાને પૂછે કે, “તું સાધુ થયો છે ? યતિવેષ ધરીને લોકની ચિંતા ?' આ સાંભળી ખાનદાન સાધુની પણ એવી જ સ્થિતિ થાય. આગળ વધીને પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે કે, ઘરબાર મૂકી, નવ માસ સુધી ગર્ભમાં ધારણ કરનાર માતાને રોવરાવી, પાલક પોષક અને ભણાવી ગણાવી મોટર કરનારાં મા-બાપને રડતાં મૂકી તું અહીં આવ્યો શા માટે ? જો અહીં આવીને પણ લીકની ચિંતા કરવી હતી તો માબાપની સેવામાં લાભ ન હતો ? દુનિયાથી પૂજાવા માટે, લોકની વાહવાહ મેળવવા માટે જો તું માતા-પિતાને રોવરાવીને આવ્યો હો તો તારા જેવો પાપી જગતમાં કોઈ નથી.” એવાને આ મહાત્મા કપૂત કહે છે. “માને પેટે પથ્થર પાક્યો” એવી કહેવત એવાને માટે યોગ્ય જ છે. માનપાન માટે માતા-પિતાને તજીને સંયમ લેનારા તો શાસન માટે ભારભૂત છે. એવાઓ અહીં આવીને પ્રભુશાસનનું ઉકાળે શું ? જે નિકટના ઉપકારીને ન માને તે દૂરના ઉપકારીને શું માનવાના હતા ? દૂધ પાઈને મોટા કરનારને જે ધક્કો મારે તે વળી શ્રી જિનેશ્વરદેવને પૂજવાના હતા ? માતા-પિતાનો ત્યાગ ક્યારે ? જૈનશાસન કાંઈ મા-બાપનું વૈરી નથી. મા-બાપની મર્યાદા જાળવવાનો નિષેધ આ શાસનમાં નથી. આ શાસનમાં તો ક્યાંય પણ મર્યાદાના લોપની વાત નથી. ઉપકારીના ઉપકારનો બદલો તો જાત વેચીને પણ વાળવાનું આ શાસન ફરમાવે છે. પોતે ભૂખ્યા રહીને પણ માતા-પિતાની તથા અન્ય ઉપકારીઓની ભક્તિ કરવાનું આ શાસનમાં ખાસ વિધાન કરેલું છે. કેવળ મોક્ષની સાધના Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ માટે, કેવળ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે જ આ શાસનમાં માતાપિતાનો ત્યાગ વિહિત છે, કે જેમાં પોતાનું તથા મા-બાપનું પણ હિત સમાયેલું છે. સૂત્રકા૨ મહર્ષિ માતા-પિતાના ઉપકારને તો દુષ્પ્રતિકાર કહે છે. યતિનો વેષ ધર્યો પણ સંસાર તજ્યો નથી : 1778 પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે કે ‘હે યતિ ! જો તારે ગૃહસ્થો પ્રત્યે જ મમતા કરવી હતી તો ગૃહસ્થ એવાં તારાં મા-બાપ શું ખોટાં હતાં ? ઓ કમનસીબ ! તું તારાં માતા-પિતાને મૂકીને અહીં આવ્યો, તેમના પ્રત્યેનો પ્રેમ તરછોડ્યો અને અહીં પાછો અન્ય ગૃહસ્થો પ્રત્યે પ્રેમ વધારે છે તો એનું કારણ શું ? જો ગૃહસ્થોની ચિંતા તને ગમે જ છે, તો તારાં માતાપિતાની ચિંતા શી ખોટી હતી ? ખરેખર ! તેં યતિનો વેષ ધર્યો છે, પણ સંસાર તજ્યો નથી. પહેલાં તો તું માત્ર સામાન્ય પાપી હતો. પણ હવે તો તું મહાપાપી બન્યો છે. પહેલાં તો તું માત્ર તારા જ પાપે બંધાતો હતો અને હવે તો આખી દુનિયાના પાપથી બંધાય છે.’ આ રીતે માત્ર વાહવાહ ખાતર, ખમાસમણા આદિ માન-સન્માન ખાતર મા-બાપને તજનારને આ મહાત્મા ઓછો ફિટકાર નથી આપતા ! એ કહે છે કે, જો તારે ગૃહસ્થોની રાહે જ ચાલવું હતું, તો તારાં મા-બાપની રાહે ચાલવામાં તને શો વાંધો હતો ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત માર્ગે ચલાવનાર દુનિયાની સલાહ તને ગમે છે, તો તારાં મા-બાપની સલાહ તને કેમ ન ગમી ? મા-બાપ તો માત્ર પોતાની ખાતર તને સંસા૨માં રહેવાનું જ કહેતાં હતાં, કાંઈ શ્રી જિનાજ્ઞાથી વિપરીત વર્તવાનું કહેતાં ન હતાં. સાધુ, સંસાર ત્યજી કેમ નીકળ્યો છે ? દુનિયાની ચિંતા માટે સાધુ, સંસાર ત્યજીને નીકળ્યો છે, એવું માનતા જ નહિ. સાધુ તો પોતાના આત્મકલ્યાણ માટે અને પોતાના સહવાસીઓને એ આત્મકલ્યાણના માર્ગે યોજવા માટે જ નીકળે છે. મુનિ જો દુનિયાને રાજી રાખવા માગે તો આ શાસ્ત્રનાં પાનાં તેણે કબાટમાં મૂકી દેવાં પડે અને પોતાનો ઓઘો તેણે ખીંટીએ ભરાવવો પડે. ગૃહસ્થો તો દુપૂર છે. તેમને સહેજમાં રાજી રખાય તેમ નથી. તમે કાંઈ એકલા રોટલાના જ અર્થી છો ? તમારા લોભના ખાડા તો એટલા ઊંડા છે કે જેને ચક્રવર્તીઓ કે શ્રી તીર્થંકરદેવો પણ પૂરી ન શકે. સાધુ તમારા ખાતર આખા ધર્મનું સત્યાનાશ વાળે તો પણ તમને સંપૂર્ણ રાજી કરી ન શકે. જો તમે ધર્મના અર્થી થાઓ તો વાત જુદી, પણ હાલ તો વર્તમાનમાં તમે જે સ્વરૂપે રહ્યા છો તેને ધ્યાનમાં રાખી આ વાત થાય છે. સંસારના પ્રેમી અને Page #612 -------------------------------------------------------------------------- ________________ 1779 - ૩૮ તીર્થંકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 – ૫૯૧ વિષયકષાયમાં ડૂબેલા સમજીને આ વાત કરાય છે. જો તમે સાધુપણાના પ્રેમી થાઓ તો તો તેમને સાધુની કે શાસ્ત્રની કડવી વાતો પણ મીઠી લાગે. સાધુપણાના પ્રેમીને તો આગમનો એક-એક અક્ષર પણ રાજી કરવા માટે પૂરતો છે. આ શાસ્ત્ર એ તો આનંદનો સાગર છે. જૈનશાસન પામેલાએ આનંદ શોધવા જવો ન પડે, પણ તમે તો સંસારના રસિયા છો, વિષય કષાયમાં લીન છો. સંસારની પ્રવૃત્તિઓમાં તલ્લીન છો, એટલે તમને રાજી કરવા દુષ્કર છે. સાધુની નિંદા કરે તે સાધુ ન રહી શકે? - પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા તો કહે છે કે, હવે એ સાધુ મહાપાપી બન્યો, કેમ કે ગૃહસ્થો ઘરમાં રહીને પોતાના તથા પોતાના કુટુંબીઓનાં ખાનપાન, સારસંભાળ આદિ માટે પ્રવૃત્તિ કરતાં જે પાપ બાંધે તેનાથી કેટલાય ગણું પાપ સાધુ ગૃહસ્થોની ચિંતા કરવાથી બાંધે. સાધુને તો વસુધેવ કુટુમ્બકમ્' થયું એટલે આખી દુનિયાની ભાંજગડ એને ઊભી થઈ. ગૃહસ્થને તો પોતાના બે-ચાર ચોપડા રાખવા પડે. જ્યારે ગૃહસ્થોની ચિંતામાં પડેલા મુનિને તો બધાના ચોપડા રાખવા પડે. જ્યાં જાય ત્યાં લોકોના રગડાઝઘડા પતાવવામાં પડનાર મુનિ ગુરુ મટી ગોર બને. ભાઈ-ભાઈની વહેંચણીના ઝઘડામાં પડીને મુનિ એમના હાંલ્લા વહેંચી આપવાના કામમાં પડે ? એ બધી આરંભાદિ પાપક્રિયાનાં દોષ કોને લાગે ? સાધુએ ગૃહસ્થોને કદી પોતાના ન માનવા જોઈએ. ગૃહસ્થોને કદી એ પોતાના બનાવી શકવાના જ નહિ, જો બનાવી શકે તો આપણે એમના પગ પૂજીએ. સભાઃ “સાધુ સાધુની નિંદા કરે તો દોષ ન લાગે ?' સાધુની નિંદા કરનારને સાધુ કહેવાય જ નહિ. તેથી આ પ્રશ્ન જ અસ્થાને છે. સાધુ કદી સાચા સાધુની નિંદા કરતા જ નથી. સાધુની નિંદા કરનારો તો દુનિયાના પાપીથી પણ વધારે પાપી છે. કોઈની નિંદા કરે તે પણ સાધુ ન રહી શકે તો સાધુની નિંદા કરે તે સાધુ શી રીતે રહી શકે ? નિંદા તો નવરા હોય તે કરે ? અહીં વેષધારીની કે કોઈની પણ નિંદા ચાલતી નથી. પણ આ મહાત્મા જે કહે છે તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. નિંદા તો નવરા હોય તે કરે, કમનસીબ હોય તે કરે. આત્મકલ્યાણ કરવાનું મૂકી નિંદા કરવામાં કયો બેવકૂફ પડે ? પણ જો સત્ય સ્વરૂપના પ્રકાશનને નિંદા કહેતા હો તો અમારા પૂર્વજો, પૂર્વના આચાર્યો જેમ નિંદક હતા તેમ અમે પણ એવા નિંદક તો છીએ જ. ખોટા નિંદક તો સાચા માત્ર હોય. જેટલા સજ્જન એટલા બધા દુર્જનતાના દુશ્મન. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1780 સભાઃ “પણ પારકાની વાત જ શા માટે કરવી ? સ્વ-પરનો વિવેક કરવા માટે પરની વાત પણ આવવાની જ. સ્વ-પરનો વિવેક કર્યા વિના વ્યાખ્યાન થાય જ નહિ. સ્વ-પરનો વિવેક થાય ત્યાં જો પરની ખામી શોધાય છે” એમ લાગે તો કહેવું પડે કે એ શ્રોતા હજી એકડો ઘૂંટવાને પણ લાયક બન્યો નથી. એ શ્રોતાએ મહિનાઓથી વ્યાખ્યાન સાંભળવાને બદલે ધૂળ જ ફાકી છે. જે સ્વ-પરનો વિભાગ ન કરી શકે, સ્વસ્વરૂપની યોગ્યતા અને પર-સ્વરૂપની અયોગ્યતા જે ન બતાવી શકે તે વ્યાખ્યાન કરવા માટે લાયક નથી; પ્રભુશાસનની પાટને એ ભારે કરે છે. જો વસ્તુસ્વરૂપના પ્રકાશનને નિદા કહેવાતી હોય તો આગમોમાં નિંદાના ઢગલા પડ્યા છે. પાને પાને નિંદા છે. એક વિતરાગનું સ્વરૂપ કહેવા માટે બધા અવીતરાગનાં ખંડન કર્યા છે, સાધુના વર્ણન માટે અસાધુઓને ખાંડ્યાં છે અને ધર્મના વર્ણન માટે અધર્મનું ખંડન કર્યું છે. સમ્યગુદર્શનનો નિયમ શી રીતે સ્વીકારાય તે જાણો છો ? માત્ર “સુદેવને માનું એટલાથી ન ચાલે. પણ “કુદેવને પણ માનું એ પણ સાથે જ જોઈએ. સુદેવનો સ્વીકાર અને કુદેવનો પરિત્યાગ એ બંને નિયમ સાથે જ કરવાના. એ જ રીતે સુગુરુ અને સુધર્મના સ્વીકાર સાથે કુગુરુ અને કુધર્મનો પરિત્યાગ પણ સાથે જ જોઈએ. બધાને સુ કહેનારને શાસ્ત્રકાર બેવકૂફ કહે છે, શાણો નથી કહેતા. ખાવાની બધી ચીજ સરખી કહેવાય ? ઝેર કેમ ખાતા નથી ? પ્રાણનાશક છે માટે ને ? પણ પ્રાણનાશક કહેવામાં તો નિંદા આવી. એ નિંદા થઈ એમ કહેનારા મૂર્ખાઓ સાથે ધર્મના વાદ ન હોય. અભક્ષ્ય તો ત્યાજ્ય છે જ. પણ ભક્ષ્ય જો અભક્ષ્ય બને તો એનો પણ શાસ્ત્ર ત્યાગ કરવાનો કહ્યો છે. ખંડન વિના મંડન થાય જ નહિ ઘી, દૂધ, દહીં, ભક્ષ્ય ખરાં પણ પરિમિત કાળ સુધી. બે રાત્રી વીત્યા પછી દહીં અભક્ષ્ય થાય છે. હવે એને અભક્ષ્ય કહેવું એ નિંદા થઈ ? ' સભાઃ “પ્રતિપાદન શૈલી પહેલી કે ખંડનશૈલી ? ખંડન વિના મંડન થાય જ નહિ માટે ખંડન શૈલી પહેલી. પાયો ખોલ્યા વિના મહેલ ચણનાર કોઈ જોયો ? કાતર મૂક્યા વિના આખા તાકામાંથી વસ્ત્રો બનાવનારના ચરણે ઝૂકવું પડે. ચપ્પાથી સમાર્યા વિના શાક બનાવનાર, રસોયો નહિ મળે. અરે, ખેતરમાં જઈને જુઓ ! અનાજને લણે ત્યાં જ ઝાપટે, વેપારીને ત્યાં આવે એટલે પાછું ઝપટાય. ત્યાંથી ઘરે આવે ત્યારે ફરી ઝાટકીને સાફ કરાય. પછી ભરડાય, દળાય, ટુંપાય, ખુંદાય પછી રોટલા, રોટલી, પૂરી, ભાખરી થાય. આ બધી માથાકૂટ શા માટે કરો છો ? મૂળિયાં જ કેમ ખાતા નથી ? Page #614 -------------------------------------------------------------------------- ________________ 1781 – ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 – – ૫૯૩ પ્રતિક્રમણમાં પાપનું ખંડન રોજ ચાલુ જ છેઃ ખંડન વિના મંડન થઈ શકતું નથી. અયોગ્યના નાશ વિના યોગ્યનો પ્રકાશ કઈ રીતે થાય ? સૂર્યના આવતાં પહેલાં અંધકારે જવું જ જોઈએ. અંધકાર રહે અને આવે તો એ સૂર્ય જ નહિ. વકીલ પણ સામાનું ખંડન કરીને જ પોતાના અસીલની વાત માંડે છે. ખંડન વિના મંડન કરવાની વાત કરનારા જુઠ્ઠા છે. વિરોધીઓ એવી બૂમો ભલે મારતા. પણ ખંડન વિનાનો એમનો એક પણ લેખ તો લાવો ! આ તો એવી વાત કરે છે કે, જ્યાં કચરાના ઢગલા પથરાયેલા પડ્યા છે તેને સાફ કર્યા વિના બીજ વાવો. એ રીતે બીજ વવાય ? મૂર્ખ ખેડૂત હોય તો વાવે. પોતાના કીમતી બીજનો નાશ કરી, સડો કરી ગામમાં મરકી ફેલાવવી હોય તે એવી રીતે વાવણી કરે. બાકી તો મહિનાઓ પહેલાં જમીનને સાફ કરવી પડે, ઘાસ ઉખેડવું પડે, ન ઊખડે તેવા ઘાસને સળગાવી બાળી નાંખે, પછી હળ ફેરવે, જમીનને એવી પોચી બનાવે કે પગ મૂકતાં જ એમાં પગ ખેંચી જાય, જાણે કે રાજા મહારાજાની શય્યા. તે પછી એમાં બીજ વાવે. જમીનમાં હળ ફેરવ્યા વિના બીજ વવાય નહિ. ખંડન વિના કદી મંડન થાય નહિ. શાસ્ત્રકારે સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વનો ભંજક કહ્યો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના અશુભ યોગોને ટાળે, ખંડે, ત્યાગે, નિંદે, ગર્વે તે સમ્યકત્વી; વિરતિ, સમતા અને યોગોની શુભ પ્રવૃત્તિ પામી મુક્તિને સાધે. શ્રી જિનવિજયજી મહારાજા કહે છે કે – : “આતમ સત્તા હારી, સંસારે હું રમ્યો, : મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દયો.” રોમ રોમ મિથ્યાત્વ અને અવિરતિ ભરેલાં હોય એને તજ્યા વિના સમ્યગ્દષ્ટિ ભવાંતરે પણ ન થવાય. મિથ્યાત્વ પ્રત્યે વૈર જાગ્યા વિના, એને નિદ્યા વિના, ગુરુ સમક્ષ એની ગર્તા કર્યા વિના સમકિત આવે ક્યાંથી ? હિમાંકિ, નિંfમ, રિદમ, અMા વોસિરામિ એ શું છે ? એ ખંડન નથી ? પ્રતિક્રમણમાં એ ખંડન રોજ ચાલુ છે. પાપ વિશિષ્ટ આત્માના ત્યાગ સુધ્ધાંની ત્યાં તો વાત છે. ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ આદિ દરેક ક્રિયામાં “ઇરિયાવહિ” પહેલી જ હોય. અશુદ્ધિ ગયા વિના શુદ્ધિ આવે નહિ, અજ્ઞાનના નાશ વિના જ્ઞાન આવે નહિ, મૂર્ખાઈ ગયા વિના ડહાપણ આવે નહિ, દારિદ્રય ગયા વિના શ્રીમંતાઈ આવે નહિ, અયોગ્યતાને કાઢ્યા વિના સુયોગ્યતા આવે નહિ, માટે આ વિષયમાં આડું બોલનારા દહીં-દૂધિયા છે, ખોટું માખણ લગાડનારા છે, એવાઓ કદી તત્ત્વ ન પામે. પામવાનો ડોળ ભલે કરે, પણ પામ્યા નથી એ નક્કી સમજવું. Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ 1782 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નીતિકારને પણ કહેવું પડ્યું કે કાં તો ભણેલા સારા, કાં તો અભણ સારા પણ ત્રિશંકુ જેવા દોઢડાહ્યા ખોટા. “દઢ અક્કલ હમારી ઔર આધીમેં સારી દુનિયા' એવું માનનારા દોઢડાહ્યાઓની કદી સિદ્ધિ ન થાય. આવા દોઢડાહ્યાઓની ઘરમાં કે બજારમાં કશી જ કિંમત નથી. આજે ધર્મ વિરુદ્ધ ચળવળ ચલાવનારાઓ લગભગ આવી જાતના છે. એમના માટે એમના ઘરનાઓ પણ કહે છે કે, “એ બહાર હોય ત્યાં સુધી સુખી છીએ.” પેઢી પર પણ બાપ કે વડીલ એમને બેસવા નથી દેતા. એ કહી દે છે કે, “તમે તમારે બહાર ફર્યા કરો.”આવા દોઢડાહ્યા નવરાઓ ધર્મ વિરુદ્ધ હિલચાલ કરી રહ્યા છે. કામકાજમાં પહેલાં કદી. ધર્મ ન કરે એ બને પણ ધર્મ વિરુદ્ધની પ્રવૃત્તિમાં એ ન પડે, કેમ કે એ ડાહ્યા છે. વસ્તુસ્વરૂપ સમજાવવું એ નિંદા નથી? વસ્તુના સ્વરૂપને સમજાવવું એ નિંદા નથી જ. એ સમજાવવા માટે તો વ્યક્તિગત કહેવું પડે કે નામ દઈને કહેવું પડે તો પણ એ નિંદા નથી. અમે એ રીતે ન કહીએ એટલે અમારો ઉપકાર માનો અથવા તો અમારી એ અશક્તિ માનો. સભાઃ “પણ સામા જીરવી નથી શકતા.” એમાં કોઈનો ઉપાય નથી. ભગવાન શ્રી મહાવીરદેવે ભરસભામાં ગોશાળાને મંખલીપુત્ર તરીકે ઓળખાવ્યો છે. એ સાંભળી આનંદમુનિ સાથે ગોશાળાએ કહેવરાવ્યું કે, “આટલી ઋદ્ધિ સિદ્ધિથી પણ તારો ધર્માચાર્ય ધરાતો નથી તે હવે મારી નિંદા કરે છે ?' આ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પર જ્યારે નિંદક તરીકેના આરોપ મૂકનારા પાપી જીવો હતા, તો તમારી અમારી પર મૂકનારા હોય એમાં કાંઈ નવાઈ નથી. ભગવાને તો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, “એ ગોશાળો જિન નથી. પણ અમારો શિષ્ય બનેલો એ જ મખલીપુત્ર છે, જે પોતાની જાતને છુપાવે છે.' પરમાનંદભાઈની ચેલૈન્જઃ કુંવરજીભાઈના ચિરંજીવી પરમાનંદભાઈ ચેલેન્જ બહાર પાડે છે. સુરતમાં સંમેલનો થયાં અને અહીં દીક્ષા થઈ એ એમના નિયમો વિરુદ્ધ થયું. એ બધું અટકાવવાના એમના મનોરથ સફળ ન થયા. સુરતમાં તો સંમેલનો ઉપરાંત સાધુનું સામૈયું થયું, વ્રતોની આરાધના થઈ, સાધર્મિકની ભક્તિ થઈ, ઉત્સવ મહોત્સવ થયા અને અહીં અઢાર વર્ષની અંદરની દીક્ષા થઈ, એમને મન આ મોટી પંચાત થઈ એટલે કે લખે છે કે – | ‘તમે ઠીક અવસર સાધ્યો. અમે જ્યારે દુનિયાનું કલ્યાણ કરનારા મહાભારત કામમાં પડ્યા છીએ એનો લાભ લઈને તમે આ બધું કર્યું. અત્યારે Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૯૫ ૩૮: તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 અમને ફુરસદ નથી, માટે તમે જે ખેલ ખેલવા હોય તે ખેલી લો. અમે નવરા હોત તો તમારાં આ એક પણ કામ થવા ન દેત. વગેરે વગેરે...!’ આ રીતે તેઓ પોતાના સ્વરૂપને પોતે જ ખુલ્લું કરે છે. અમે પણ જાણીએ છીએ કે તમે નવરા હોત તો તમારું નાક કાપીને પણ અમને અપશુકન કરત. હમણાં એ લોક પોતાને મોટી હિલચાલમાં પડેલા જણાવે છે. પણ આપણે આ હિલચાલમાં ક્યાંય એમનું નામ. આવ્યાનું જાણ્યું નથી. ઉંદરો અને ઉંદરોનો રાજા ઃ એ પરમાનંદ કાપડિયા તમને બધાને ઉંદર કહે છે ને મને એ ઉંદરોનો રાજા કહે છે. એમની માયાજાળને કાપવાનું કામ કરનારા ઉંદર બનવામાં આપણને વાંધો નથી. લોકો પર ઇંદ્રજાળ બિછાવીને ઘણાના પૈસા ખાઈ જનારાનો ત્યાં તોટો નથી. એ જાળને કાપવા માટે ઉંદરનું કાર્ય ક૨વામાં આપણને વાંધો નથી. તમને આમતેમ ફરતા ક્યાંક જો એ ૫૨માનંદભાઈ ભટકાઈ જાય તો તેમને કહેજો કે, મહારાજે (મેં) તેમની આપેલી પદવી સ્વીકારી લીધી છે. 1783 બીજું પણ એ લખે છે કે અમે દુનિયાનું કલ્યાણ કરનારી ક્રિયામાં જોડાયા છીએ, માટે ઉંદરો દોડધામ કરે છે. અમે હોઈએ તો મુંબઈમાં અઢાર વર્ષની અંદરની દીક્ષા ન જ થાય, પણ અમને હાલ ફુ૨સદ નથી. સભા ‘એમને ફુરસદ મળવાની પણ નથી.’ રોટલા ભેગા થાય પછી ફુરસદ મળે ને ? જેને રોટલા ન મળતા હોય તેને ફુરસદ ક્યાંથી મળે ? પછી એ આવી પ્રવૃત્તિ ક્યાંથી કરે ? અથવા તો છતે રોટલે પણ જેને રામપાતર લેવાની ભાવના થાય તે આવી પ્રવૃત્તિમાં પડે એ નિયમ છે. સારું છે કે એ લેખની નીચે નામ છે. તેથી જાણી શક્યા કે આ બધું કુંવરજીભાઈના ચિરંજીવી લખે છે. જ્યારે પાપ ચારે બાજુથી ઘેરો ઘાલે ત્યારે આવું ઉછાંછળાપણું આવે. એ લખે છે કે, ‘ખૂબી કરી લો, અમે જ્યારે પરવારીને આવશું ત્યારે જોઈ લઈશું.’ અમે પણ કહીએ છીએ કે ખૂબ કરી લઈશું અને તમે આવશો ત્યારે આજથી સો ગુણા તૈયાર થઈને ઊભા રહીશું. અમારી તૈયારી કાયમ ચાલુ જ છે. એ જ્યારે સામે આવે ત્યારે એમને સત્કારવા તો પડશે ને ? વિચારો કે તેમની મનોદશા કેટલી અધમ છે ! ન ફાવ્યા ત્યારે આ લખ્યું છે. મલ્લની બહાદુરી : હિન્દીમાં એક વાત આવે છે. બે મલ્લને પરસ્પર કુસ્તી થઈ. તેમાં એકે બીજાને નીચે પટક્યો અને પોતે એની છાતી પર ચઢી બેઠો, એટલે કે પેલો નીચે પડેલો હાર્યો. પણ એ જ્યારે એને ઘેર ગયો અને માએ પૂછ્યું કે, બેટા ! શું થયું ? Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ _1794 કોણ જીત્યું ? વાત તો કાંઈ છૂપી ન રહે, એટલે માને સમાચાર તો પહોંચી જ ગયા હતા, પણ પેલાએ હાર્યા છતાં પોતાની બહાદુરી બતાવતાં કહ્યું કે - ___ अम्मा मैंने मल्ल पछाडा, मेरी छाती पर धम् । वो शरमिंदा नीचे देखे, उंचा देखे हम् ।। પેલો મલ્લ પોતાની છાતી પર ચઢી બેઠો એમ પોતાની મા પાસે સાચી વાત કરતો નથી. પણ પોતે પોતાની છાતી પર મલ્લને પછાડ્યો એમ કહે છે. છાતી પર ચઢેલાની નજર નીચે હોય અને પડેલાની (હારેલાની) નજર ઊંચે હોય એ નિયમ છે. આવા બહાદુર આ લોકો પણ છે. એમની આવી બહાદુરીથી અમારું એક રૂંવાડું પણ ફરકતું નથી. એમની તરફથી આવનાર હુમલાનો અમને સ્વપ્ન પણ વિચાર નથી આવતો. અગિયાર મહિનામાં એમણે મચાવેલી ધાંધલનો પાર નથી. પણ અમે તેની લેશ પણ ચિંતા કરી નથી. આત્માની અનંત શક્તિઓ પાસે પાપીઓ લાચાર છે: જેઓ વિષય કષાયના પ્રેમી છે, એમાં જ ડૂબેલા છે, એમનું બળ કેટલું તે આ શાસ્ત્ર સારી રીતે બતાવ્યું છે. એવાઓ દોડધામ ગમે તેટલી કરે. પણ એમની દશા કઈ ? વિષય કષાયમાં લીન બનેલાઓ જો બળવાન બનતા હોત તો શ્રી તીર્થંકર-દેવો જીવી પણ ન શકત. જેમને કોઈ મારે તોય બોલે નહિ, એ જીવે શી રીતે ? કલ્યાણના સાધક આત્માઓ પાસે વિષય કષાયના ઘેનમાં પડેલા આત્માઓ નબળા, નબળા અને નબળા જ છે. કાદવમાં હાથ ઘાલવાનો નબળાનો સ્વભાવ ખરો. સંગમે ઘણું બળ વાપર્યું. પણ આખરે છ મહિને એ થાક્યો અને પછી ભગવાનને યથેચ્છ વિહરવાનું પોતે જ કહ્યું. આત્માની અનંત શક્તિ પાસે પાપીઓ લાચાર છે. જે સિંહોની પરવા ન કરે તે ભસતાં કૂતરાંની પરવા કરે ખરા? બળવાન કૂતરાઓ પણ કરડવું હોય તો મૌન રહે. ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે. માટે બેફીકર રહી. નિર્ભયપણે ચાલ્યા જાઓ. જે શેરીમાં ભસતાં કૂતરાં હોય તે શેરીમાં જવામાં ભય નહિ. એની તાકાત કેટલી ? એ ભસતાં ભસતાં ધસ્યું આવતું હોય, પણ જરા આંખ કાઢી હાકોટો કરો, એટલે પૂંછડું દબાવતું દબાવતું પાછું લાગે. છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ કોઈ પૂછે કે તો પછી “એ ભર્યું કેમ ?' તો કહેવું પડે કે એ ભસે જ. છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ. અધૂરો ઘડો છલકાયા વગર રહેતો નથી. સાચા બહાદુર હોય તે હું જેમ તેમ બ્રોધે ખરા ? અને તે પણ કામ થઈ ગયા પછી બોલે ? ભવિષ્ય જોનારા જોષીએ પણ કહ્યું હોય કે, “આવું આવું થશે” Page #618 -------------------------------------------------------------------------- ________________ 1785 - ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 ૫૯૭ અને એમ ન થાય તો મોં ન બતાવે પણ બોલે નહિ. કહેવત છે કે ગઈ તિથિ જોષી પણ ન વાંચે. આ લોકો તો એમાંના પણ નથી. ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે: એ લોકો કહે છે કે, “અમે નહોતા માટે આ બધું દીક્ષા, સંમેલન વગેરે થયું.” જો એમ જ હોય તો સાધુઓ વિચરી શકે છે તે પણ એમની કૃપાથી એમ ? ઠીક છે, પણ હું પૂછું છું કે જામનગરમાં દીક્ષા અપાઈ ત્યારે તો તેઓ હિલચાલમાં નહોતા જોડાયા ને ? વર્તમાન હિલચાલમાં એ લોકો ક્યાંય નોંધાયા સાંભળ્યા છે ? આપણે તો એમનાં નામ ક્યાંય વાંચ્યાં નથી. ઉપકાર પ્રવૃત્તિવાળાની આ દશા ન હોય. આવાઓ તો ક્યાંય ઊભા રહેવા લાયક પણ નથી. જો મારો સૂર ત્યાં પહોંચતો હોય તો મારી તેમને (હિલચાલના પ્રણેતાઓને) પણ ભલામણ છે કે જેઓ ધર્મના ફરમાનને બેવફા થાય છે તે બીજે ક્યારે દગો દેશે તે કહેવાય નહિ. દેશદ્રોહી જેમ દેશ માટે નકામા છે તેમ ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે. જેઓ શ્રી જિનેશ્વરદેવને બેવફા નીવડ્યા છે તે બીજાની વફાદારી સાચવશે ? પારકાની ચિંતાથી લાભ શો ? હવે પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા યતિને બીજો પ્રશ્ન પૂછે છે કે, “હે મુનિ ! તને પારકાના ઘરની ચિંતાથી લાભ શો ?' મુનિએ પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ એ પાંચેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવારૂપે જીવનભરને માટે ત્યાગ કર્યો છે, તો હવે પારકાના ઘરની ચિંતાથી એને લાભ શો ? જો લોકસેવા માટે કરતો હોય તો મા-બાપને તયા કેમ ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે, કેવળ મુક્તિની સાધના માટે જ માબાપના ત્યાગની આ શાસનમાં છૂટ છે. એ વિના મા-બાપની સેવા છોડવાની નથી, તેમની આજ્ઞાની અવજ્ઞા કરવાની નથી. મુક્તિનાં પરિણામ થાય, સંસારની અરુચિ થાય અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પરિણમન થાય તે વખતે જો મા-બાપ આડાં આવે તો એ મા-બાપનો ત્યાગ કરવાની છૂટ છે, આજ્ઞા છે. એ વખતે કદી માં-બાપ રૂએ તો પણ એ મોહના સ્વભાવથી રૂએ છે એમ માને. શ્રી નેમનાથ ભગવાન કૃષ્ણજીને કહ્યું છે કે - જો મારી હયાતીથી એટલે પુત્રની હયાતીથી મા-બાપની વ્યાધિ અટકતી હોય, તેમને વૃદ્ધાવસ્થા ન આવતી હોય અને તેમનું મૃત્યુ રોકાઈ જતું હોય તો અમે જરૂર ન નીકળીએ. પણ તેમ તો છે નહિ. પુત્રની હયાતીમાં મા-બાપ માંદા Page #619 -------------------------------------------------------------------------- ________________ - 1796 ૫૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ પડે છે અને મરે છે પણ ખરાં. મુક્તિની સાધનાની ઇચ્છા સિવાય જે માબાપને તજીને દીક્ષા લે તે શાસનને પણ બગાડે. ભાટ કદી ભૂખે ન મરે પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજાએ જ્યારે પૂછ્યું કે, હવે ગૃહસ્થની ચિંતાથી લાભ શો ?” ત્યારે કોઈ મુનિ બોલી ઊઠ્યો કે, “આજીવિકા.” પાત્રમાં ઘી વધારે ઢળે એ વાત ખરી. પણ એના જવાબમાં આ મહાત્મા એને સ્પષ્ટ સંભળાવે છે કે – હે મુનિ ! તું અત્યારે ખાઈ લે. પણ પછી તારી દુર્ગતિ અનિવાર્ય છે, એ તારી દુર્ગતિને કોઈ રોકી શકે તેમ નથી.' ' કહેવાય છે કે, “ભાટ કદી ભૂખે ન મરે.” ભૂખ્યો ભાટ રંકને પણ રાજા કહેતાં શરમાય નહિ અને પ્રશંસા એવી ચીજ છે કે જે અરધામાંથી પણ અરધું. અપાવે. પ્રશંસા સાંભળીને રાજી ન થાય ને કોઈક અને નિંદા સાંભળીને નારાજ ન થાય તે પણ કોઈક જ. ભાટ કદી ભૂખ્યો મરે ? તમને હું શૂરવીર કે ધર્મવીર કહું તો તમને કાંઈ ખોટું લાગે ? ના – પણ મારા જેવો કરડું કહે છે ત્યાં મુસીબત લાગે છે. પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા હવે યતિને ઉદ્દેશીને કહે છે કે, “હે મુનિ ! તું જેમ આજીવિકા વિપ્ન વગર મળવાની વાતો કરે છે, તેમ દુર્ગતિ પણ તને વિપ્ન વગર જ મળશે.” આવું કહીને એ મહાત્મા યતિને ચેતવે છે. શ્રીસંઘના આગેવાનપદે રહેલા ભાવાચાર્ય લોકચિંતા ન કરે એ બતાવવા આ બધું એ મહાત્મા કહી રહ્યા છે. સંઘ માટે પણ સાવદ્ય ન થાય : હજી ત્રીજી વાત એ મહાત્મા ફરમાવે છે કે - कथं महत्वाय ममत्वतो वा सावधमिच्छस्यपि सङ्घलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यसून् किम् ? ।।२३०।। અર્થ : મહત્ત્વ મેળવવા અથવા મમત્વને વશ થઈને સંઘ લોકોમાં પણ સાવઘને કેમ ઇચ્છે છે ? શું સોનાની પણ છરી પેટમાં ભોંકવાથી તત્કાળ તે પ્રાણોનો નાશ નથી કરતી ? “કોઈ પૂછે કે અમે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ માટે સાવદ્ય કરીએ તો તેમાં શો વાંધો ? તેના જવાબમાં આ મહાત્મા ફરમાવે છે કે, Page #620 -------------------------------------------------------------------------- ________________ 1787 ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 ૧૯૯ ‘એને માટે પાપ વિચાર પણ ન થાય તો ક્રિયાની તો વાત જ શી ?' સાવધના અર્થને સમજાવતાં મહાત્મા કહે છે કે, દ્રવ્યપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ વગેરેની ક્રિયા, તેના વિચાર એ તમામ સાવઘ. શ્રાવકોની વસંત વધારવા માટે વાંઢા તથા વિધવાને પરસ્પર યોજવાની ભાવના એ ઉપકાર ભાવના છે ? કોઈ કહે કે, સંઘ સા૨ો તો અમે પણ સારા. એ વાત કબૂલ. ‘સંઘ સારો તો અમે સારા’ એ વાત ઠીક છે. પણ એમાં સાવધ ક્યાંથી આવ્યું ? આ બધું પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે. તેઓ સોળમી સદીમાં થયા હતા. શાસનના પરમ પ્રભાવક હતા અને રોજના એક હજાર શ્લોક મોઢે કરતા હતા. આજના ભણેલાઓ તો કહી દેશે કે, આ વીસમી સદીમાં એ સોળમી સદીનાઓની વાતો ન ચાલે.’ સોનાની છરી પેટમાં ન ખોસાયઃ ‘સંઘની શોભામાં અમારી શોભા' એ વાતનો ઇન્કાર નથી, પણ એમાં સાવઘ ક્યાંથી આવ્યું ? એ વાતનો વિશેષ ખુલાસો આપતાં આ મહાત્મા સમજાવે છે કે, ‘સોનાની છરી પેટમાં ન ખોસાય.' લોઢાની છરી પ્રાણ લે અને સોનાની છરી પ્રાણ ન લે એવું નથી. સંઘ એ સોનાના સ્થાને છે, એને માટે પાપની ચિંતા એ છરીના સ્થાને છે અને મુનિનું સંયમ એ પ્રાણના સ્થાને છે. સંઘરૂપ સોનું, એના માટે પાપની ચિંતારૂપ છરીનો મુનિ જો ઉપયોગ કરે તો એના સંયમરૂપી પ્રાણનો નાશ થાય. આપણે અત્યાર સુધી જે જે વાતો કરી છે. એનાં આ પ્રમાણો અને નિષ્કર્ષ છે. સંઘ માટે પણ મુનિથી સાવદ્ય ચિંતા ન થાય. શ્રાવકો માટે બે વાત રાખી. સુપાત્રે ભક્તિ અને કુપાત્રે અનુકંપા. સંઘની વૃદ્ધિ શી અને હાનિ શી એ નક્કી કરો. ઘરનું બોલવું હોય તેને બધા વાંધા : ઘરનું બોલનારાને બધા વાંધા આવે છે. એવાઓ કદી સીધું ન બોલી શકે. બોલવા માંડે ત્યારે શાસ્ત્ર વહે એક તરફ તો પોતે વહે બીજી તરફ, સારા વક્તાઓ જ્યારે માર્ગમાં હતા ત્યારે વક્તૃત્વ માટે વખણાતા હતા. આજે જ્યારે માર્ગથી ખસ્યા ત્યારે કોઈને તેમની કિંમત ન રહી. આગમાનુસાર બોલનારને કદી વાંધો ન આવે, એને કદી વિચાર કરવો ન પડે, કેમ કે જે છે તે આપવું છે. જેની પાસે નથી તે હવામાં બાચકાં ભરે. પણ હાથમાં આવે શું ? ચૌદ પૂર્વી જિંદગીભર અખંડ બોલે તોય આગમના બિંદુ જેટલું થાય. ક્રોડ પૂર્વનું આયુષ્ય હોય, મહાજ્ઞાની હોય, ચૌદ પૂર્વના જાણ હોય અને જિંદગીભર બોલે તોય આગમ પૂરું ન થાય. સ્વયંભૂરમણ સમુદ્ર પાસે બિંદુ તુલ્ય બોલાય. એક સૂત્રના અનંતા અર્થ છે. તિર્કાલોકના તમામ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1738 સમુદ્રોના પાણીનાં બિંદુઓથી અનંતગુણા એવા અનંતા અર્થ એક સૂત્રમાં છે. એ જ રીતે દુનિયાની તમામ નદીઓના કિનારાની રેતીના કણિયાથી અનંતગુણા એવા અનંતા અર્થ એક-એક સૂત્રના છે. ખજાનો ભરપૂર છે. ક્યાંય ગાડી અટકે તેમ નથી. કોઈથી પરાભવ થાય તેમ નથી. સીધો વાદી અને વાંકો વાદી: સીધો વાદી કાં તો શરણે થાય, કાં તો હાર કબૂલે અને વાંકો વાદી-દંડો લે. એ લીધા વિના એને ચાલે જ નહિ. આજે વાદી નથી પણ વિતંડાવાદી છે. સીધો વાદી તો દલીલ ખૂટે કે તરત શરણે થાય યા તો હાર કબૂલી લે. વિતંડાવાદી કે વાંકો વાદી યુક્તિ ખૂટે એટલે આંખ લાલ કરે અને ઊલટો સામાને ગળે પડે કે, તમે ગરમ થયા.” એ ઊંધું જ બોલે. ખોટા વાંધા કાઢીને “આ ચાલ્યો કહીને ચાલવા માંડે, અથવા પોતાના પક્ષમાં બે-પાંચ હોય તો હો-હા કરે અને પચીસપચાસ હોય તો તોફાન મચાવે. આવા વિતંડાવાદીઓ, ગાળાગાળીવાદ અને દંડાવાદમાં નિપુણ હોય. દંડાવાદમાં આપણે તો હાર જ કબૂલવાની. આપણાથી કોઈને મરાય ? ના, એ તો બનવાનું જ નહિ. ત્યારે ગાળાગાળીમાં પણ એ જ જીતે, કારણ કે, એમાં આપણું કામ નહિ. એમાંના કેટલાક તો ગાળાગાળીથી એવા ટેવાયેલા હોય કે બે ભાઈ લડતા હોય તોયે એક બીજાની માને ગાળ દે, પણ એ હેવાન એટલું પણ ન સમજે કે એની અને પોતાની મા એક જ છે. આવેશ અને ગુસ્સો ભાન ભુલાવે છે. એમના શબ્દો સાંભળતાં સજ્જનોને ત્રાસ છૂટે. વસ્તુસ્વરૂપ સમજાવનારા શબ્દો અને એ શબ્દોમાં બહુ ભેદ છે. વળી વિતંડાવાદમાં એ ફાવે તેવાં બનાવટી કલંકો પણ મૂકે. એ કાંઈ આપણાથી ન મુકાય એટલે આવા વિતંડાવાદીઓના ગાળાગાળીવાદ અને દંડાવાદમાં આપણે કરીએ એ જ આપણી જીત છે. બાકી કોઈ સાચો વાદી આવ્યો હોય અને હારી જવાય તો તેમાં આપણી ખામી ગણાય. સીધા વાદીની વાદની રીતઃ વાદી છે કે જે પોતાનો પૂર્વ પક્ષ માંડે, હેતુ આપે, દૃષ્ટાંતો આપે, પૂછે તેના ઉત્તરો આપે, ઉત્તર પક્ષવાળા જેટલા દોષ એ પક્ષમાં બતાવે તે સઘળા ટાળે, પછી ઉત્તર પક્ષવાળાનું સાંભળે અને છતાં પોતાને લાગે તો દલીલ આપે. એ રીતે વાદ કરે તે વાદી. એમ કરતાં નિરુત્તર થાય તો કાં તો સામાને શરણે નહિ તો હાર કબૂલે; એનું નામ વાદી, બાકી અગડંબગડે બોલે એ વાદી નહિ. આમને તો પૂછીએ “કે, તમારો પક્ષ શો ?' તો કહેશે કે, “તમારો પક્ષ એ જ અમારો પક્ષ. અમે પણ મહાવીરને માનીએ છીએ.” વારુ, તો પછી ઝઘડો ક્યાં ? ભગવાન મહાવીરદેવને અને એમના આગમને માન્યા પછી ઝઘડો છે ક્યાં ? બે વકીલ Page #622 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ 118 ગમે તેટલું બોલે પણ કાયદો વચ્ચે આવે એટલે બેયને મૌન થવું પડે. કાયદાને ન ગણે અને બોલ્યા કરે તો કદી પાર આવે ? આગમનું શરણ સ્વીકારે પછી વાંધો રહેતો જ નથી. આ તો એક ગ્રંથના પહેલા પાનાની અમુક પંક્તિઓને માને અને એ જ ગ્રંથના બીજા પાનાની અમુક પંક્તિઓને પ્રક્ષિપ્ત છે એમ કહીને ન માને ત્યાં શું થાય ? પહેલી ફાવી માટે લીધી, બીજી ન ફાવી માટે એને પ્રક્ષિપ્ત કીધી. ઇતિહાસના આવા કીડાઓનું કલ્યાણ શી રીતે થાય ? रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादागुरोर्वेषं प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मर्यादिवशी कृतर्जुजनता दानार्चनैर्गर्वभाग् - आत्मानं गणन्नरेन्द्रमिव धिग्गंता द्रुतं दुर्गतौ ।।५०) અર્થ : “કોઈ ગરીબ - અંક માણસ લોકોના અપમાનને યોગ્ય સ્થાન તજી દઈને ગુરુ મહારાજની કૃપાથી, મુનિનો વેશ પામે છે, કાંઈક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે, ત્યારે પોતાના વાચાળપણાથી ભદ્રિક લોકોને વશ કરીને, તે રાગી લોકો જે દાન અને પૂજા કરે છે તેથી પોતે ગર્વ માને છે અને પોતાની જાતને રાજા જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલદી દુર્ગતિમાં જવાના છે.”૫૦ 1789 ૬૦૧ જે સામાન્ય લોકથી પરાભવ પામી; ગુરુની જરા મહે૨બાનીથી સાધુવેષ ધરી, થોડું ભણી, મીઠા શબ્દોથી ભોળી જનતાને ઠગી, માન પૂજા માટે, આજીવિકા માટે જૈનશાસનથી જુદું બોલે છે તેને ધિક્કાર છે, એની દુર્ગતિ થનાર છે. પૂ. આચાર્ય શ્રી મનિસુંદરસૂરિ મહારાજા જે આ રીતે કહે છે તે શું ગાળ છે ? અથવા નિંદા છે ? સાધુની આશિષ શા માટે ? ભાવસૂરિ તે કે જે શ્રી જિનમત પ્રકાશે. એ લોકચિંતા ન કરે. અમુક આચાર્યે અમુક કર્યું. એના દાખલા સામાન્ય આચાર્યો કે મુનિઓથી ન લેવાય. દરદીને પાણી ન પાવાના પ્રસંગે પણ કોઈ અનુભવી સર્જને યોગ્ય લાગવાથી પાણી પાયું હોય તો એના આધારે નાનો ડૉક્ટર એવા દર્દીને પાણી ન આપી શકે. ‘સમર્થ જ્ઞાની શ્રી તીર્થંકર દેવે અરધું દેવદૃષ્ય વસ્ત્ર યાચકને આપ્યું તો આપણે પણ કેમ ન આપીએ ?' એ ન પુછાય. એના જેવા થાઓ પછી પૂછવાની જરૂર નથી. સભા સાધુની આશિષ શા માટે ?’ મુક્તિ માટે. જો સુખ માટે હોય અને જો સાધુના વચનમાં જ સુખ હોય તો Page #623 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1790 ભક્તને જ આશિષ શા માટે ? બધાને કેમ નહિ ? સાધુ ભક્તના લોભી છે ? નહિ, સાધુ તો જગતના ગુરુ છે. શ્રાવક એમને માને છે માટે શ્રાવકનાં ગુરુ કહેવાય એ વાત જુદી. ઈશ્વર કર્તૃત્વમાં આવતા વાંધા : જ ઈશ્વરને કર્તા માનનારા જોડે ત્યાં જ વાંધો આવે છે. ઈશ્વર જો સર્વશક્તિમાન છે તો એક સુખી અને એક દુઃખી કેમ ? એના ઉત્તરમાં એ પણ કર્માધીનતા જ બતાવે છે, તો પછી ઈશ્વરનું પ્રયોજન શું ? ઢાળ હોવાથી પાણી નીચે ગયું. ખાબોચિયામાં જઈને સ્થિર થયું, ગંદી જગ્યાએ મળવાથી મેલું થયું, ઉત્તમ સ્થાને જવાથી મીઠું થયું, એમ કહેવાને બદલે ત્યાં દરેક વાતમાં ઈશ્વરને લાવવાની જરૂર શી ? જન્મ-મરણ કર્મે થાય છે એમ કહેવું જોઈએ; એમાં ઈશ્વરને ભળાવવું નિરર્થક છે. આ તો એવા છે કે જન્મે તે પોતાના ભાગ્યે એમ કહે અને મરે ત્યાં ઈશ્વરને વચ્ચે લાવે. ‘ઈશ્વરને ગમ્યું તે ખરું' એમ બોલે. સુખમાં પોતાની હોશિયારીનાં વખાણ કરે અને દુ:ખમાં કપાળે હાથ દઈ ભગવાનને ઓલંભા આપે. મુક્તિ માટે થતી પૂજા એ પૂજા છેઃ ભગવાન તો આદર્શ છે, આલંબન છે. નિસરણી પાસે ઊભા રહ્યુ ચડાય નહિ. ચડવા માંડે તે ચડે અને ઊતરવા માંડે તે ઊતરે. જોઈને ઊભો રહે તે ઉપરનો ઉ૫૨ ૨હે અને નીચેનો નીચે રહે. શ્રી જિનેશ્વરદેવનું આલંબન લે, તેમની આજ્ઞા પાળે તો મુક્તિ મળે, તેમની આશાતના કરે, તેમના અવર્ણવાદ બોલે તે નરકે જાય. તેમની પૂજા પણ બે પ્રકારે થાય છે. પૈસા વગેરેના લાભ માટે પૂજા કરે છે, પણ એ પૂજા નથી. મુક્તિ માટે પૂજા કરે એ પૂજા છે. સભા ‘વાસક્ષેપ નંખાવવાનો હેતુ શો ?’ ગુરુનો હાથ મસ્તક પર મુકાવવા. ત્યાં તે વખતે ગુરુ જે શબ્દો બોલે છે તેમાં સંસારથી પાર પામવાનું જ કહે છે. શ્રાદ્ધવિધિમાં આવતાં વિધાનોના હેતુઃ સભા ‘શ્રાદ્ધવિધિમાં કરેલાં વિધાનોના હેતુ શા ?’ મુક્તિના. ત્યાં ‘બે સ્ત્રીઓ પરણો' કે ‘વિષયો સેવવા' એવું કશું લખ્યું નથી. ગૃહસ્થ ઊઠીને મોં ધોયા વગર રહેવાનો નથી એટલે પાણી ગળીને મોં ધોવાનું લખ્યું, ત્યાં પાણી ગળવું એ વિધાન છે. પણ મોં ધોવાનું વિધાન નથી. ગૃહસ્થ સવારે ઊઠીને દાતણ તો ક૨વાનો જ છે. માટે જ્યાં લીલ ફૂગ ન હોય, જીવજંતુ ન હોય એવી જગ્યામાં દાતણ ક૨વાનું લખ્યું, ત્યાં દાતણ કરવું એ Page #624 -------------------------------------------------------------------------- ________________ 1791 ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 વિધાન નથી. પણ નિર્જીવ ભૂમિ જોવી એ વિધાન છે. પૂર્વે ગુરુ પાસે શાસ્ત્ર વાંચવાનો વિધિ હતો માટે કેટલાક આચાર્ય ભગવંતોએ નિર્ભયતા માની આવાં સ્પષ્ટીકરણ કર્યાં નથી. જ્યારે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા તો એવું સ્પષ્ટીકરણ કરવાનું પણ ચૂક્યા નથી. તેઓશ્રીએ જણાવ્યું છે કે જગતને પ્રાપ્ત હોય તેનો અનુવાદ અને પ્રાપ્ત ન હોય એનું વિધાન. શ્રાવક જે કાંઈ કરે છે એમાં ઓછા પાપનો ભાગીદાર થાય એ માટે શાસ્ત્રકારોએ એ રીતે બધું બતાવ્યું છે. પૈસા કમાયા વગર ગૃહસ્થ નથી રહેવાનો. તેથી ત્યાં અંદર નીતિને દાખલ કરી દીધી. તેથી નીતિ એ વિધાન અને પૈસા કમાવા તે અનુવાદ. પૂજા કરવા શુદ્ધ થઈને જવાનું લખ્યું ત્યાં પણ એમણે ખુલાસો કર્યો કે પૂજા એ વિધાન અને શુદ્ધ થવું એ અનુવાદ. નાહ્યા વિના તો કોઈ ૨હેવાનું નથી. નહાવું એ તો લોકાચાર છે. ઉનાળામાં તો લોકો બે-ત્રણ વા૨ નહાય છે. નળ નીચે બેસી ચકલી ખુલ્લી મૂકી એટલે પત્યું. શ્રાવક રાત્રે અલ્પ નિદ્રા કરે એમ લખ્યું, ત્યાં પણ સમજવું કે એ નિદ્રા તો લેવાનો જ છે. તેથી ત્યાં ‘અલ્પ’ લખ્યું એ વિધાન અને ‘નિદ્રા’ એ અનુવાદ. શાસ્ત્રમાંથી ફાવતી વાતો અધ્ધરથી ઉપાડે ત્યાં શું થાય ? કોઈ પણ ગ્રંથ ગુરુનિશ્રા વિના ન વાંચો અને વાંચો તો એટલું લખી રાખો કે આરંભ સમ્રારંભની કોઈ પણ ક્રિયાનું શાસ્ત્રમાં વિધાન ન હોય. અગિયાર મહિનાથી વ્યાખ્યાન સાભળો છો, શ્રાદ્ધવિધિની આ વાતો પણ અનેક વખત સમજાવી છે. છતાં પાછો એ જ પ્રશ્ન રહે તો કહેવું જ પડે કે, કોઈ જુદી દૃષ્ટિએ સંભળાય છે. ધર્મશાસ્ત્ર કદી પણ પાપક્રિયાની વાત કરતું નથી. આશાતનાનો ભય કોને હોય ? ૩૦૩ કોઈ દીક્ષા લે એને આપણે જરૂર વખાણીએ કે એણે મોહ તજ્યો, એનાં મા-બાપને પણ વખાણીએ જે કે જેમણે પોતાના બાળકને સન્માર્ગે વાળ્યો, પણ આજના ભણેલાઓ તો આગળ વધીને એ મા-બાપની વિષયક્રિયાને પણ વખાણવાનું કહે છે, એ કેમ બને ? આવાઓની સાથે તો વાત કરતાં પણ પ્રાયશ્ચિત્ત લાગે તેમ છે. શુદ્ધાશુદ્ધિની પંચાતમાં પણ એ એવા ઊતર્યા કે, જે અનાજનું ખાતર વિષ્ટા, એ અનાજ શુદ્ધ કે અશુદ્ધ ? એવા ચોખા દેરાસરમાં કેમ મુકાય ? જેમને શુદ્ધાશુદ્ધિનું ભાન નથી, રૂપ૨સ-વર્ણ-ગંધ-સ્પર્શના પલટાનું જ્ઞાન નથી. તેવાઓ શુદ્ધાશુદ્ધિની આવી પંચાત કરે છે. જાણે કે બધી ભક્તિ તેમનામાં જ ભરાણી અને આશાતનાથી તો એ જ ડરતા હોય એવો દેખાવ કરે છે. બાર મહિનામાં બે-પાંચ દિવસ સ્વાર્થ હોય તો જ પૂજા કરનારાને આશાતનાનો ભય થઈ ગયો છે ? અને પ્રભુની આજ્ઞામાં જીવન સમર્પણ કરનારા અખંડ ત્યાગીઓને એ ભય નથી Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એમ માનો છો ? અખંડ ત્યાગીને ભય નહિ અને આવા સંસારમાં ભટકનારાને ભય હોય એમ મનાય ? એવાનો સહવાસ છોડી દો : દીકરા પર જે પ્રેમ મા-બાપને હોય તે પાડોશીને હોય ? ‘બાળકને આમ ન મરાય' એવું પાડોશી ભલે કહે, પણ માના હૃદયમાં જે બળાપો હોય તે પાડોશીના હૃદયમાં ન હોય. મા તો મારતી જાય અને આંસુ સારતી જાય. પાડોશીને આંસુ ન આવે. જેઓએ પ્રભુને ત્રણ લોકના નાથ તરીકે સ્વીકાર્યા અને એમની આજ્ઞામાં ચોવીસે કલાક જેઓ રહ્યા એમને એમની આશાતનાનો ભય ન હોય ? અને આવા કેવળ વાતોડિયાઓને એવો ભય હોય ? એમનામાં ભક્તિ વધારે આવી ગઈ ? આવા લેભાગુઓની અક્કલ માટે ખેદ ઊપજે છે. આવાનો સહવાસ છોડી દો. પેટ ન ભરાય તો ભલે ખાલી રહે પણ આવાની પડખે પણ ન જતા. 1792 કર્યો સંઘ તીર્થંકરવત્ પૂજ્ય ? પૂજ્ય આચાર્ય શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા તો કહે છે કે, ગર્ભાવાસ સારો, નર્કવાસ સારો પણ આવા પાપી સંઘોના ટોળામાં રહેવું સારું નહિ. એવાની છાયા પણ આત્માનો નાશ કરે છે. વર્તમાનકાળે તો ભગવાન મહાવીરના આગમમાં શ્રદ્ધા રાખે અને એ મુજબ શક્તિ પ્રમાણે અમલ કરે એ સાધુ આ દુષમ કાળમાં પણ ત્રણ લોકમાં પૂજ્ય છે.. હવે છેલ્લે પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्तगुणवंतो ! तित्थयराण य पुज्जों, वुच्चइ एयारिसो संघो । आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीसंघाओ ।। અર્થ : “નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનયુક્ત અને ચારિત્રવંત હોય તે સંઘ છે, જે તીર્થંકરોને પણ પૂજ્ય છે.” “જે આજ્ઞા યુક્ત હોય તે સંઘ, બાકી હાડકાંનો માળો છે.” નિર્મલ જ્ઞાને પ્રધાન, સમ્યગ્દર્શને સહિત અને ચારિત્રયુક્ત શ્રીસંઘ એ તીર્થંકરવત્ પૂજ્ય છે. ગમે તેવાં ટોળાં કાંઈ તીર્થંકરની જેમ પૂજ્ય નથી. તીર્થંકરના પણ તીર્થંકર બનનારાઓ, સાધુઓને પોતાના ગુલામ માનનાંરાઓ, આગમ માટે જેમ તેમ બોલનારાઓ, આવા બધા આજ્ઞાભ્રષ્ટોને તો એ મહાત્મા હાડકાંનો ઢગલો કહે છે. આમ કહેવામાં દ્વેષ નથી, પણ વસ્તુના સ્વરૂપનું પ્રકાશન છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ 13. - ૩૮ તીર્થંકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 – ૯૦૫ તીર્થને નમવાનાં ત્રણ કારણોઃ શ્રી તીર્થંકરદેવ તીર્થને નમે છે એનાં ત્રણ કારણો પંચાલકજી વગેરે શાસ્ત્રોમાં આપ્યાં છે. (૧) પ્રવચનની ભક્તિથી પોતે તીર્થકર નામકર્મ નિકાચેલ છે માટે પ્રવચનના આધારભૂત એવા તીર્થને નમે છે. (૨) પૂજિતની પૂજા વધે માટે નમે છે. શિષ્યને આચાર્યપદ દેવાય ત્યારે મુખ્ય આચાર્ય પોતે પાટ પરથી નીચે ઊતરીને શિષ્યને દ્વાદશાવર્ત વંદન કરે છે, જેથી બીજા કોઈ નવા આચાર્ય થનારથી મોટા મુનિ પણ એને વંદન કરે. (૩) વિનય, ધર્મનું મૂળ છે તેવું દર્શાવવા માટે નમે છે. આ વિનય પણ માત્ર બાહ્ય વ્યવહારરૂપ નહિ પણ કૃતજ્ઞતા ભાવ ગર્ભિત હોય છે. કતજ્ઞતા એટલે આ તે તીર્થ છે કે, જેની ભક્તિના પ્રભાવે તીર્થકર નામકર્મની નિકાચના થઈ છે. આ પ્રકારે કરેલ ઉપકારના જ્ઞાનપૂર્વકનો આ વિનય હોય છે. એના દ્વારા એવું વ્યક્ત કરાય છે કે જીવનમાં જેનો જેનો ઉપકાર થયો હોય તે તે ઉપકારને યાદ કરીને તેનો તેનો વિનય અવશ્ય કરવો જોઈએ. આ રીતે તીર્થકર ભગવંતો પણ જે તીર્થને નમસ્કાર કરે છે, તે તીર્થને કયો યોગ્ય આત્મા ન નમે ? વિચારવાનું એ છે કે, કેવા તીર્થના/સંઘના પ્રભાવે તીર્થંકર નામકર્મની નિકાચના થાય ? આવા તીર્થમાં સંઘમાં કોણ ગણાય ? જેણે પોતાની જાતને આવા તીર્થમાં/સંઘમાં સામેલ કરવી હોય તેમણે કેવા બનવું જોઈએ ? આ બધી વાતો જો બરાબર તમારા ધ્યાનમાં આવે તો અત્યાર સુધી આપણે કરેલી વાતો સાર્થક થાય... ઉપસંહાર : શ્રી દેવવાચક ગણિવરજીએ રચેલ શ્રી નંદીસૂત્ર વૃત્તિ તથા સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ શ્રી સંબોધ પ્રકરણ આદિના આધારે આટલી વાતો સવિસ્તર કર્યા પછી આજે આપણે આ વિષયને પૂર્ણ કરવો છે. આટલા મહિના સુધી સતત આ સાંભળ્યા પછી સંઘ કોને કહેવાય ? સંઘનું કર્તવ્ય શું ? કયો સંઘ તીર્થકરવત્ પૂજ્ય કહેવાય ? તીર્થકર દેવો પણ જેને નમસ્કાર કરે તે સંઘ કેવો હોય ? એ સંઘને કેવી ઉત્તમ ઉપમાઓ આપવામાં આવી છે ? જે સંઘ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને ન માને, આજ્ઞાની ઉપેક્ષા કરે, Page #627 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ દ્રોહ કરે, આજ્ઞાની સામે ઊભો રહે તેને સંઘ કેમ ન કહેવાય ? અને એવું ટોળું પોતાને સંઘ તરીકે મનાવે તો મનાય કે નહિ ? એવા વર્ગને જ્ઞાનીઓએ હાડકાંના માળા જેવો કેમ રહ્યો ? સંધમાં ગણાતાં સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનું કર્તવ્ય શું ? એ કર્તવ્ય ચૂકે તો એ કેવાં કહેવાય ? વગેરે વાતોને ખૂબ ખૂબ વિસ્તારથી તમારી સામે ૨જૂ કરી છે. એ દરમ્યાન સર્જાયેલ વાતાવ૨ણ કેવું વિષમ હતું એ પણ તમે જોયું છે. સારી વાતોના પ્રચારને અટકાવીને ખોટા પ્રચારો કરનાર વર્ગની કાર્યશૈલી પણ તમે જોઈ છે. હવે તમારે તમારું કલ્યાણ શામાં છે, એ સ્વયં નક્કી કરવાનું છે. 1794 અનંત પુણ્યરાશિથી આ માનવજીવન મળ્યું છે. એમાં પણ આર્ય દેશ, જાતિ, કુળ અને એમાં પણ જૈન જાતિ-કુળ તમને મળ્યાં એ તમારું પુણ્ય કેટલું ઊંચું છે, એ પણ તમારે વિચારવાનું છે. આગળ વધીને તમને વીતરાગ જેવા દેવ મળ્યા, વીતરાગે પ્રકાશેલ મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મે મળ્યો અને એ ધર્મને સાચા સ્વરૂપે સમજાવનારા સદ્ગુરુ મળ્યા છે એ તમારા પુણ્યની પરાકાષ્ઠા સૂચવે છે. આ પુણ્યને તમારે સફળ કરવું છે ? એ સફળ ત્યારે જ બને કે તમે દેવ, ગુરુ, ધર્મને સાચા સ્વરૂપે સમજો, ૫રમાત્માની આજ્ઞાને, શાસનને અને એ શાસનની મર્યાદાને બરાબર સમજો, યથાશક્તિ મર્યાદાનું પાલન કરો. શાસન પ્રત્યેના તમારા કર્તવ્યને સમજો, એમાંથી ગમે તેવા વાતાવરણ વચ્ચે પણ જરાય આઘાપાછા ન થાઓ. સંસારથી છૂટવાના અને મુક્તિને પામવાના લક્ષને નિશ્ચિત કરો ! આ જીવનમાં સર્વવિરતિરૂપ સાધુ-ધર્મને પામવાનો નિર્ધાર કરો. જ્યાં સુધી સાધુ-ધર્મ ન પમાય ત્યાં સુધી દેશિવરતિરૂપ શ્રાવક ધર્મની ઉત્તમ આરાધના કરો, એ પણ શક્ય ન હોય ત્યાં સુધી સમ્યગ્દર્શનને પામવાનો અને પામ્યા હો તો તેને નિર્મળ કરવાનો સતત પુરુષાર્થ કરો. કર્મયોગે સંસારમાં રહેવું પડે ત્યાં સુધી શ્રાવકજીવનની મર્યાદામાં રહીને પ્રભુશાસનની, પ્રભુની આજ્ઞાની એવી ઉત્તમ આરાધના - પ્રભાવના રક્ષા કરો કે તમારું સ્થાન ભગવાનના શ્રીસંઘમાં અવિચળ બની જાય, જેના પ્રભાવે અનાદિનાં કર્મનાં બંધનો તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી વહેલામાં વહેલા મુક્તિપદને પામો એ જ એક શુભ કામના સહ આ વિષય પૂર્ણ કરવામાં આવે છે. *** [તૃતિય ભાગ સમાપ્ત] Page #628 -------------------------------------------------------------------------- ________________ આધાર સ્થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્તંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૪. માણેકલાલ 'મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહે૨ા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હં. શાહ દિનેશભાઈ જે. ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સુરત ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી ૨૬. શાહ જયંતિલાલ આત્મારામ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી સુરત સુરત ભાભર ઉંબરી પાટણ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી પાટણ અમદાવાદ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ ૩૦. સીતાદેવી પોદ્દાર મુંબઈ મુંબઈ Page #629 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ ૩. ૨મણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી ૧૧. શાહ મણીલાલ હ૨ગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા ૨૦. વી૨ચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ : અભયભાઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ: ભરતભાઈ ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી ૨૬. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ ૨૭. વોહે૨ા ૨ામચંદ હકમચંદ પૂ.સા.શ્રી જયપ્રશાશ્રીજી વિજયપજ્ઞાશ્રીજી સંયમસ્મૃતિ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી મુંબઈ સુરત સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ .ભાંડોતરા મુંબઈ. જેતાવાડા સુરત મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આલવાડા આધોઈ-કચ્છ મુંબઈ નવસારી મુંબઈ મુંબઈ રામપુરા જેતાવાડા-મુંબઈ Page #630 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા 14. પ્રેરક ભોમિયા જેવાં પ્રવચનો ' વર્તમાન જૈન સંઘના એટલે જ આપણાં 'સહુના આચાર-વિચાર અને ઉચ્ચાના 'કથળેલા અને કથળતા સ્તરને ફી ઉપર 'ઉઠાવવા અને જવલંત બનાવવા માટે સંઘા 'સ્વરૂપ દર્શનનાં ઝંઝાવાતી પ્રવચનો વાંચવા ‘જ હાં, વંચાવવા જ રહ્યાં, પરિવારને 'સ્વજનોને મિત્રોને પણ કલ્યાણની કેડી પર બિનદાસ્ત ગતિશીલ કરી દેવા માટે આ 'ભોમિયાનું કર્તવ્ય અદા કહો. Sainiang (079) 25352072 | પ્રકાશન ISBN-81-87163-77-1