________________
૪૬૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1648 સભાઃ “સમજાય તો છે પણ વર્તન ક્યાં છે ?'
સમજ્યા પછી હૃદય સંખશે જરૂ૨. કદી અયોગ્યને નૂકશે તો પણ મનમાં ભૂલ તો જરૂર માનશે. હિસાબનો જાણકાર વેપારી ભલે ગ્રાહકને ઊઠાં ભણાવે. પણ મનમાં તો સમજે કે હું ખોટો છું. બેના માલના પાંચ કહી દે તો ખરો પણ એમ કહેવામાં જુઠું, અનીતિ અને જુલમ કરું છું એ મનમાં સમજે. સુપાત્રની વાત આવે, ભક્તિના પાત્રની વાત આવે ત્યાં આંખો ન મીંચાય, જેમ તેમ ગોટા વાળવા અને સારામાં ખપવું એ બે વાત નહિ બને. શાસન કોનાથી દીપે ?
શાસ્ત્ર કહે છે કે, દેવ એ જ દેવ, ગુરુ એ જ ગુરુ, આગમે એ જ આગમ અને ધર્મ એ જ ધર્મ એમાં ફેરફાર ન ચાલે. નવપદમાં તમને ગૃહસ્થને ન લીધા, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ નવપદમાં ક્યાંય ગૃહસ્થ છે ? નવપદની આરાધના કરનારો આ વાત સમજે તો આરાધના કરી શકે કે ગમે તેમ હાંક્ય રાખે તોય ચાલે ? જ્ઞાન-અજ્ઞાનનો ભેદ સમજો:
કહે છે કે, “દુન્યવી જ્ઞાન પણ જ્ઞાન જ છે ને ? આ આગમ પણ જ્ઞાન અને દુન્યવી ભણતર પણ જ્ઞાન.' તો તો ચોપડા લખવા એ પણ જ્ઞાન ને ? જમાના ઉધાર ને ઉધારના જમા લખવા એ પણ જ્ઞાન ને ? ખોટા ચોપડા પણ કાંઈ મૂર્ખા નહિ બનાવી શકે, એ પણ ભણેલો જ બનાવવાનો, માટે એ પણ જ્ઞાન, એમ ? ખીસા કાતરવાની કળાનું શિક્ષણ એ પણ જ્ઞાન ? મકાનો, કારખાનાંઓ, ટ્રેન, વિમાન તથા બધાં આરંભ સમારંભનાં સાધનો એ પણ જ્ઞાન ?
સભાઃ “એ જ્ઞાન પણ અજ્ઞાન કોટિનાં છે.'
એવા જ્ઞાનનો પ્રચાર સમ્યકત્વને શુદ્ધ બનાવે ? કોઈ જૈન મોટી સ્ટીમર બનાવે તો જૈનશાસનની પ્રભાવના થાય ? વકીલ, બૅરિસ્ટરથી શાસનની પ્રભાવના થાય ? સો બૅરિસ્ટર બેઠા હોય અને એક આત્મા જૈન સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરનારો બેઠો હોય ત્યાં શાસન દીપે કોનાથી ? સિદ્ધાંતનું પાલન કરવાથી જ દીપે. પેલા સ્વાર્થીઓ તો ખીસું ભરે. કદી ઉપકાર કરે તો નામનો, બાકી કામ ખીસું ભરવાનું. પણ એ એવી સફાઈપૂર્વકનું હોય કે પોતાની પોલ કોઈને જણાવા ન દે. જૈનશાસન શા માટે છે?
જૈનશાસન તમને રૂપાળા, રંગીલા બનાવવા માટે નથી. પણ સંસારથી