SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ 1649 – ૩૦ : જૈનશાસનની થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 — વિમુખ બનાવવા માટે છે, ઘરબાર, કુટુંબપરિવાર, પૈસાટકા, બંગલા-બગીચા વગેરે તમામથીં વિરક્ત બનાવવા માટે છે. ધર્મ પામ્યા પહેલાં એ આત્મા ઘરે આવે ત્યારે દોડતો આવતો હોય તો પણ ધર્મ પામ્યા પછી ઘ૨માં લથડતા પગે આવે. ધર્મ પામ્યા પહેલાં ઘર એને મઝેનું લાગે, પોતાનો બંગલો જોઈને રાચે. પણ જ્યાં ધર્મ હૃદયમાં આવે કે એને એ બધી પંચાત લાગે, વળગણ લાગે, એનાથી છૂટવાની ઐને ભાવના રહ્યા કરે. એમાં લેપાય તો શાસ્ત્ર કહે કે, આત્મા ધર્મ પામ્યો નથી, અગર પામ્યો છે, તો તેનું પરિણમન થયું નથી. વૈરાગ્યરસ વિનાની કથાઓ એ તો ખાલી ખોખાં છેઃ ૪૭૧ જેને ધર્મ પરિણામ પામ્યો હોય એની દશા જુદી હોય. મયણાસુંદરી સિદ્ધાંત ખાતર પોતાના બાપાની સામે ભરસભામાં અડગપણે ઊભી રહી હતી. આખું રાજ વિરુદ્ધ હતું છતાં એ ડગી નથી. કર્મયોગે સંસારમાં રહેવું પડ્યું. પણ સંસારને તાબે એ નથી થઈ. ગુસ્સાના આવેશમાં પિતાએ કોઢિયા સાથે પરણાવી છતાં તેથી જરાય ગભરાતી નથી. રાજપુત્રીને કોઢિયા સાથે પરણતાં ત્રાસ ન થાય ? સભા ‘આવું દૃષ્ટાંત તો એએક જ મળે ને ?’ ના, એવું નથી. આ શાસનમાં તો એવાં દૃષ્ટાંતો કે કથાઓનો તોટો નથી. શ્રી જ્ઞાતા ધર્મકથા નામના અંગસૂત્રમાં સાડાં ત્રણ કરોડ કથાઓ છે. પૂર્વે એ સઘળી લભ્ય હતી. આજે બધી નથી મળતી તો પણ હજી ઓછી નથી. દુનિયાના કયા સાહિત્યમાં આવી અને આટલી કથાઓ છે ? અને દૃષ્ટાંતો એ તો આ શાસનની શોભા છે, જ્યારે આજની નોવેલોની વાત કરવા જેવી નથી. એનું નામ જ નોર્વેલ એટલે નો-વેલ - એટલે જેમાં કોઈ સારી વાત ન મળે. એમાં લેખક કલ્પનાના ઘોડા દોડાવીને પણ ત્રણ વાત લાવે. પહેલાં છોકરાછોકરીને ભેગાં કરે. પછી મધ્યમાં છૂટાં પાડી ઝુરાવે અને અંતમાં પાછાં ભેગાં કરે કે ભટકાવી મારે. આ સિવાય કોઈ તત્ત્વ એમાંથી શોધ્યું ન મળે. આ શાસનની કોઈપણ કથા વાંચો તો એમાં રસના ઝરા વહે છે. વાંચવાની આવડત હોય તો મહાત્માઓના મુખકમળમાંથી નીકળેલી વાણી દ્વારા સર્જાયેલ એ કથાઓ અને દૃષ્ટાંતો કેવળ રસનાં કુંડાં જ છે. પરંતુ કમનસીબો એ રસને પામી શકતા નથી. એ રસ પણ ઊલટો એમને ખટકે છે. દુનિયાનો એક ૨સ એવો નથી કે જેને આ શાસનના સાહિત્યે પોષ્યો ન હોય, પરંતુ છેવટનું ધ્યેય એનું એક વૈરાગ્યનું જ. આજના કમનસીબોને ખટકે છે એ જ. એવા એક લખનારાએ લખ્યું પણ છે કે, ‘જૈનશાસનના પૂર્વના મહાન લેખકોએ કરી છે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy