SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 1519 ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો બગીચો એ સુખ, શાંતિ, આરામ અને આહ્લાદક સુગંધી ફેલાવનાર સ્થાન છે. પણ દુ:ખિયા જીવને તો એ બાળનારું સાધન છે. ચિંતાથી સળગી રહેલાને એ બગીચામાં ઠંડક આપતા ફુવારા પાસે લઈ જાઓ તોયે એને ચેન ન પડે. એની બળતરા મટે નહિ . અંદર બળતરા ચાલતી હોય ત્યારે બહારની ઠંડક કાંઈ શાંતિ આપી શકતી નથી. ઊલટી બોજારૂપ બને છે. દુન્યવી સંસર્ગની ચિંતા મટે તો જ શ્રીસંઘના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટી શકાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ છોડે તે જ એ નંદનવનમાં મહાલી શકે. - 102 ૩૩૧ અપાત્રને મળેલી લબ્ધિ પણ ઉત્પાત મચાવે સ્વાધીન સુખને મૂકી બહારના સુખ પાછળ ભટકે એની આબરૂ શી ? પ્રભુના શાસનને પામેલાં આત્માની એક જ ઇચ્છા હોય કે ક્યારે આ બધી જંજાળથી મુક્ત થાઉં ! તો જ એ સંતોષ પામે. આ નંદનવનમાં ઘણી લબ્ધિઓ છે. અહીં રહેનાર મહર્ષિઓ એવી લબ્ધિઓ પામે છે કે જેના યોગે આખી દુનિયાને જોઈ શકે, દૂરના પદાર્થો નજીકથી નિહાળે, દૂર રહેલાની સાથે વાતચીત કરી શકે; ટૂંકમાં એને માટે કશું મુશ્કેલ નથી. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન પણ થાય. પણ એ થાય તેને કે જે સંતોષરૂપી નંદનવનમાં સ્થિર બને. એ મળેલી લબ્ધિઓથી એ પોતાનું અને પરનું પણ હિત કરે છે. અરે ! વગર પ્રયત્ને પણ એમનાથી દુનિયાનું હિત થયે જાય છે. એમના દેહના મળ પણ એવા થઈ જાય કે એને સ્પર્શીને ગયેલો વાયુ રોગીને સ્પર્શે તો એના રોગ દૂર થઈ જાય. આ લબ્ધિ સંતોષરૂપી નંદનવનના ભોક્તાને મળે અર્થાત્ સંતોષીને મળે. અસંતોષીને કદાપિ મળી જાય તો એ તો મળેલી એ લબ્ધિથી ઉલ્કાપાત મચાવે. આજે પણ ભણતર વધે તેમ ગાંડપણ વધે છે ને ? કેમ ? સંતોષ નથી માટે. ભણેલો કદી ઉન્મત્ત કે ઉચ્છંખલ હોય ? વસ્તુને મેળવીને એનો સદુપયોગ કરે તે જ વસ્તુતઃ એનો લાભ મેળવી શકે; બાકી તો લબ્ધિ મળે ને પેટી ખોલીને બેસી જાય, એવા અપાત્ર અને લાલસાવાળાને એવી વસ્તુઓ મળતી જ નથી. જ્ઞાનદાનનો હેતુ શો ? આજે તો પેદા થતી સામાન્ય લબ્ધિઓ પણ પચાવી નથી શકાતી તો વિશિષ્ટ લબ્ધિઓ માટે તો શું થાય ? ભણતર, વિદ્યા, મતિ-શ્રુતનો ક્ષયોપશમ વગેરે પણ લબ્ધિ છે ને ? થોડું ભણ્યો, જરા લખતાં-બોલતાં આવડ્યું કે એનો રૂવાબ વધી જાય અને તોફાન મચાવે. જો એને પૂર્વનું જ્ઞાન હોય તો તો એ શું ન કરત ? પણ એ હોય જ નહિ. એ જ્ઞાન દરેકને ન પચે અને તેથી દરેકને એ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy