________________
12
*
૩૪૪
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ કર્મસત્તાથી બચાવનાર એક શ્રી જિનશાસન છે? - કર્મસત્તાથી બચાવનાર કોઈ નથી. ફક્ત એક શ્રી જિનશાસન છે, કેમ કે એ કર્મને કાપવાનો રસ્તો બતાવે છે. કર્મ કપાય અને નવાં આવતાં રોકાય તો જ આત્માની મુક્તિ થાય. સંવર અને નિર્જરા એ બે જ મુક્તિના માર્ગ છે. એ બે માર્ગના પ્રયત્નમાં એવો ગુણ છે કે કદાપિ ભૂલ થાય, કાપ બરાબર ન મુકાય અને દરવાજો ઉઘાડો રહી જાય. એથી અંદર કર્મ પ્રવેશે તો પણ સારાં જ પ્રવેશે, ખરાબ તો નહિ જ; કારણ કે પરિણામ શુભ છે ને ? પરિણામ અશુભ થાય તો માનવું કે સંવર કે નિર્જરાથી ખસ્યો. શ્રી સીતાજીએ પણ સંવર અને નિર્જરાનો જ માર્ગ લીધો. દિવ્ય કરીને તરત જ જ્યાં કર્મ કપાય ત્યાં જવા ચાલી નીકળ્યાં. “જાઉ છું” એમ કહ્યું ને એ સાંભળતાં શ્રી રામચંદ્રજીને આંચકો આવી ગયો.
ક્યાં ?' એમ પૂછતાં તો સીતાજીએ લોન્ચ કરી માથાના વાળ એમના પર ફેંક્યા. એ જોતાંની સાથે જ રામચંદ્રજી મૂચ્છિત થયા. સીતા જેવી મહાસતી પણ રામચંદ્રજીને એવી મૂચ્છિત થયા. સીતા જેવી મહાસતી પણ 'રામચંદ્રજીને એવી મૂચ્છિત અવસ્થામાં મૂકીને દીક્ષા લેવા ચાલ્યાં ગયાં અને જ્ઞાનીએ દીક્ષા આપી પણ ખરી. સીતાજીએ સાફ સાફ કહ્યું કે, “મારે કર્મને ભોગવવાં પડ્યાં ત્યારે તમે મારું શું સાચવ્યું? જ્યારે ભોગવવું મારે જ પડ્યું ત્યારે હવે નવું બાંધું શા માટે ? હવે તો જ્યાં કર્મ કપાય એવા શ્રી જિનશાસનનું જ શરણ. હવે તો નહિ રામનું શરણ કે નહિ દિયર લક્ષ્મણનું શરણ.' શ્રી રામચંદ્રજી રુએ ત્યાં સીતાજી પણ રોવા બેસીને કાણ ભેગી મોકાણ ન કરે. સુખ શામાં ? પૈસામાં ? રાજઋદ્ધિ, સિદ્ધિ, કુટુંબ પરિવાર એ બધાંમાં ? ના. જો એમ હોય તો આજે ઘણા રાજાઓ પોકે પોકે રુએ છે ! ઘણા શેઠિયાઓના મોં પર નૂર કેમ નથી દેખાતું ? દ્રવ્યઉપકાર નામનો, ભાવઉપકાર કામનો ?
દ્રવ્યઉપકાર નામનો છે, ભાવઉપકાર કામનો છે. દ્રવ્યઉપકાર ભાવઉપકારનું કારણ છે. માટે શક્તિના પ્રમાણમાં યોગ્ય રીતે એ કરાય; જેમ તેમ વિના વિવેક કરે તો લેવાના દેવા થાય. દ્રવ્યદાન કરતી વખતે પાત્ર કુપાત્રનો વિચાર કરવો પડે. પરિણામ જોવું પડે. અનુકંપાની વાત જુદી. દાન શાનું કરવું એનો પણ વિવેક જોઈએ. દૂધનું દાન હોય પણ અફીણ કે દારૂનાં દાન ન હોય. વ્યસનનાં દાન ન હોય. વ્યસનીને તે તે પદાર્થોનાં દાન દેવાથી તો વ્યસનની પુષ્ટિનું પાપ ભોગવવું પડે. વ્યસની બીમાર પડ્યો હોય, વ્યસન છોડવાની ભાવના હોય તો યોગ્ય લાગે તો વિવેકી ઉચિત રીતે વર્તી શકે છે. પરંતુ તે પણ વ્યસની પોતાને વ્યસનનો પદાર્થ મળ્યો એમ જાણી શકે એ રીતે તો