SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ 15૩૩ - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 - ૩૪૫ નહિ જ. અફીણિયાના પગ તૂટે તો પગ દબાવાય પણ અફીણનું દાન ન કરાય. આપઘાત કરનારાઓને પણ અફીણનું દાન ન કરાય. દ્રવ્યદાન કરનારાએ આ બધો વિવેક શીખવો પડે. ભાવઉપકારમાં ભય નથી : ભાવઉપકારમાં ભય નથી, પણ દ્રવ્યઉપકારમાં પાત્રની યોગ્યતા, વસ્તુની યોગ્યતા વગેરે બધું જોવાનું. અફીણના દાનમાં તમે ઉલટાવી ઉલટાવીને પૂછ્યું પણ એક જ વાત કે વ્યસનનાં દાન ન હોય. અહીં તો સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્ર સિવાય ચોથી વાત બોલવાની જ નથી. તમે ગમે તેવા પ્રશ્નો કરી એનાથી. ખસેડવા માંગો તોય ખરું નહિ. મારે તમારી પંગતમાં આવીને બેસવું નથી. પણ તમને અહીં બેસાડવા છે. કેમ કે જે સ્થાન લીધું છે તેની પાકી પ્રતીતિ છે. મારી પાસે કોઈ રોતો આવે તો એના ભેગો હું રોવા ન બેસું. પેલો કહે કે, “મરી ગયો, લાખ ગયા, બાપ મરી ગયા, આમ થયું ને તેમ થયું.' તો મારી પાસે એનો એક જ જવાબ કે એ બધું થવાનું નિશ્ચિત હતું તે જ થયું છે. માટે કર્મસત્તાને ખસેડવાની મહેનત કર. એને આડે આવવાની મહેનત મૂકી દે. મોટાની સામે ચડાઈ કરનારો માર ખાઈ જાય. બંગલા બગીચા મૂકવાના જ છે તો સીધેસીધા જ મૂક ને ? જેને દિવસમાં દસ વખત ચ્યા વિના નહોતું ચાલતું તેવાને પણ જ્યારે કેન્સર જેવું દર્દ થયું ત્યારે વાંકા રહીને ચલાવવું પડ્યું છે. પાણીનું ટીપું પણ ગળે ન ઊતરે ત્યાં કરે શું ? કર્મસત્તા બહુ ભયંકર છે. મહિનાઓ સુધી કેન્સરના દર્દી, ભૂખ, તરસનું દુઃખ વેઠી વેઠીને મરે છે. ઉપસંહાર: . માટે આ બધી વાતો સમજો અને સંતોષરૂપી નંદનવનની સહેલ કરવા આવો. ત્યાં શીલ રૂપી સુગંધી એવી જોઈએ કે જે બીજાને પણ સુવાસિત બનાવે. ગ્રંથકાર આ વિષયમાં વિશેષ વર્ણન શું કરે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy