SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1670 સમાય છે. દાન દે એમાં દાનની મુખ્યતા છે પણ ત્યાંય શીલ, તપ તથા ભાવ તો છે જ પણ ગૌણપણે છે. જો એમ ન હોય તો દાતાર મુક્તિએ ન જાય. શીલ પાળનારમાં પણ દાન, તપ તથા ભાવ ગૌણપણે છે એ રીતે બધે ઘટાવવું. દાન દેનારો શીલ તપની નિંદા કરે, ભાવથી ભાગતો ફરે, અનીતિથી પણ કમાવાનું સારું માને તો એવા દાનથી એને મુક્તિ મળે ? કદી ન મળે. મુક્તિ ત્યાગથી મળે, મુક્તિના અસંખ્ય યોગોમાં એક પણ યોગ એવો ન હોય કે જેમાં ત્યાગ ન હોય. દાન, શીલ, તપ, ભાવ, જિનપૂજન, સામાયિક, પૌષધાદિ તમામ ક્રિયામાં ત્યાગ છે. ત્યાગ બધે રૂઢ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત તે આ છે. વૃક્ષ જોઈને કોઈને વૈરાગ્ય થયો પણ એ વૈરાગ્યનું કારણ ન કહેવાય. તમે રોજ બગીચામાં જાઓ છો, પણ વૈરાગ્ય નથી થતો. કેમ કે એ વૈરાગ્યનું કારણ નથી. બગીચામાં જઈને આવે એને વૈરાગ્ય ન થાય તો તેને કમનસીબ ન કહેવાય; પણ વૈરાગ્યનાં સાધનો વચ્ચે રહે છતાં વૈરાગ્ય ન થાય તો એને કમનસીબ કહેવાય. પેલાને એવાં સાધન ન મળવાની દૃષ્ટિએ,કમનસીબ કહીએ એ જુદી વાત: જંગલમાં ભટકનારને પૈસા ન મળે ત્યાં કમનસીબ ન કહેવાય, પણ શહેરમાં દુકાન ખોલવા છતાં પૈસા ન મળે તે કમનસીબ કહેવાય. જેને દુકાનની સામગ્રી ન મળી તેને એ ન મળવા બદલ કમનસીબ કહીએ એ જુદી વાત. યોગ્ય સ્થાને યોગ્ય ચીજ ન મળે તે કમનસીબ કહેવાય. ધર્મસામગ્રી મળવા છતાં જે ન તરે તે કમનસીબ કહેવાય. પણ ધર્મસામગ્રી ન મળે અને ન તરે તે કમનસીબ ન કહેવાય. એને યોગ્ય સામગ્રી ને મળવા પૂરતો કમનસીબ કહીએ તે જુદી વાત. વેશ્યાવાડે રહેનારો ઓઘો લઈને આવે ? ન જ આવે. આવે તો આશ્રર્ય. સ્થૂલિભદ્રજીને વેશ્યાનું ઘર છૂટ્યું, પિતાના મૃત્યુ પર ઉદ્યાનમાં જઈ ઘડીભર વિચાર કર્યો ત્યારે વૈરાગ્યે થયો. જ્યાં સુધી અર્થકામના રંગરાગથી હૈયાં ભર્યા છે ત્યાં સુધી અહિંસક વૃત્તિ ન આવે. ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે: બાર વ્રતધારી શ્રાવકને સવા વસો જ દયા કેમ, એ વિચારો. ડગલે પગલે સ્થાવર જીવોનો ઘાણ તો એ કાઢી રહ્યો છે. “આ જોઈએ ને તે જોઈએ” એ તો એને ચાલુ છે, વ્યવહારનાં પાપકાર્યોની અનુમોદના ચાલુ છે, લાખોની લેવડદેવડ ચાલુ છે ત્યાં બીજું શું હોય ? સામાયિકમાં પણ અહિંસા કેટલી ? ત્યાં પણ તમામ કાર્યવાહીની અનુમોદના બેઠી છે. ચતુર્દશીનો પૌષધ કરે અને તે દિવસના વેપારમાં અહીં કે વિલાયતમાં લાખોનો નફો મળે તો લે કે ન લે ? તે દિવસે નોકરે ભૂલ કરી હોય ને ઘરમાં નુકસાન થાય તો ગુસ્સો ન આવે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy