SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ 1689 -૩૧ : મુનિ સિંહોની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૧ કરાવે. પણ બધી ચીજો કાંઈ વૈરાગ્યનાં સાધન કહેવાય. સ્ત્રીથી પણ કોઈને વૈરાગ્ય આવે. પણ તેથી એ વૈરાગ્યનું સાધન ન કહેવાય. નમી રાજર્ષિને સ્ત્રીથી વૈરાગ્ય થયો, ઇતર દર્શનમાં ભર્તુહરિને પણ સ્ત્રીથી વૈરાગ્ય થયાની વાત આવે છે. તેમ છતાં સ્ત્રી એ વૈરાગ્યનું સાધન નથી. જો સ્ત્રી એ જ વૈરાગ્યનું સાધન હોય તો તમારે અહીં આવવાનું કામ નથી, ઘરે સાધન તૈયાર છે. સાધુની જેમ સ્ત્રીનો પણ સહવાસ કરવો એમ સ્યાદ્વાદી બોલે ? મુનિની દેશનાની જેમ સ્ત્રીદર્શને વૈરાગ્ય થવાનું સ્યાદ્વાદે માન્ય રાખ્યું પણ સ્ત્રી એ વૈરાગ્યનું કારણ છે એ વાત સ્યાદ્વાદીને માન્ય નથી. સ્યાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરેઃ મુનિના સહવાસની જેમ સ્ત્રીના સહવાસને વિહિત ન કહ્યો. એ લોકો તો ત્યાં સુધી કહે છે કે, “સ્ત્રી માટે આવા એકાંત નિયમ શા માટે ? ત્યાં સ્યાદ્વાદ કેમ નહિ ?” આવા સ્યાદ્વાદીઓ સંસારમાં રખડનારા કુવાદીઓ છે. ચંડકોશિયાએ ભગવાનને ડંખ માર્યો અને એને જાતિસ્મરણ થયું એ વાત સ્યાદ્વાદને માન્ય પણ કોઈને ડંખ મારવાથી જાતિસ્મરણ થયું એ વાત સ્યાદ્વાદને માન્ય પણ કોઈને ડંખ મારવાથી જાતિસ્મરણ થાય એ વાત માન્ય ખરી ? નહિ જ. ગજસુકુમાળના મસ્તક પર એમના સસરાએ માટીની પાળ બાંધી અંગારાની સગડી ભરી અને મુનિ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. બીજે દિવસે કૃષ્ણજી ભગવાનને વંદન કરવા આવ્યા અને ગજસુકુમાળજીના સમાચાર પૂછળ્યા. ભગવાને બધી વાત કહી, અને સાથે જણાવ્યું કે, “એ તો તમારા ભાઈને મુક્તિએ જવામાં સહાયક થયા છે માટે ગુસ્સો કરવાનું કારણ નથી.” એ વાત માનવામાં સ્યાદ્વાદને વાંધો નહિ. પણ દરેક મુનિને માથે અંગારાની સગડી ગોઠવી મુક્તિએ પહોંચવામાં સહાય કરવાની ગાંડી વાત સ્યાદ્વાદ માન્ય ન રાખે. સ્યાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરે. ગજસુકુમાળ તો સમર્થ હતા પણ કોઈ અસમર્થ હોય તો ? ચંડકોશિયાને તો ભગવાન મળ્યા, લાલ લોહીને બદલે સફેદ દૂધ જેવું લોહી નીકળ્યું ને જાતિસ્મરણ થયું. પણ બીજો કોઈ મળ્યો હોત તો ? પહેલાં પણ એ અનેકને કરડ્યો હતો પણ જાતિસ્મરણ નહોતું થયું. મોક્ષે જવાના અસંખ્ય યોગ છેઃ અયોગ્ય ક્રિયાથી પણ સારું થઈ જાય અને યોગ્ય ક્રિયાથી પણ બૂરું થઈ જાય, પણ યોગ્યને યોગ્ય જ અને અયોગ્યને અયોગ્ય જ કહે એ સ્યાદ્વાદ. મોક્ષે જવાના અસંખ્યાતા યોગ છે. એમાંથી એકને પણ આરાધવાથી મુક્તિ મળે; કારણ કે, મુખ્યપણે એકની આરાધનામાં ગૌણપણે બીજા યોગોની આરાધના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy