________________
૪૮૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
- 1658 માને કે જેથી બધા ભેગા ન થઈ જાય. વસ્તુના સ્વરૂપને સાચવે તે સ્યાદ્વાદ વસ્તુનો લોપ કરે તે સ્યાદ્વાદ નહિ. સંયમથી પણ મુક્તિ અને અસંયમથી પણ મુક્તિ એમ સ્યાદ્વાદ કદી ન કહે. આજે અન્ય દર્શનના પંડિતો પણ કબૂલે છે કે શ્રી મહાવીરનો સ્યાદ્વાદનો સિદ્ધાંત એવો છે કે ભલે દરેક દર્શનકારે એનું ખંડન કરવાનો ડોળ કર્યો, પણ આખરે ખંડનને બદલે શરણે જવું પડ્યું. સ્યાદ્વાદમાં ગોટાળો તો સ્વાર્થીઓએ કર્યો છે, પોલ ચલાવવા ઇચ્છનારાઓએ કર્યો છે. સ્યાદ્વાદી એટલે સાચો એકાંતવાદી, ખોટો નહિ. સ્યાદ્વાદ જ માનવું એ પણ એકાંતવાદ છે ને ? સ્યાદ્વાદ માનવામાં સ્યાદ્વાદ ખરો ? જૈનદર્શન સર્વનયથી વાત કરે છે?
સ્યાદ્વાદી સ્યાદ્વાદ વિના એક ક્ષણ પણ ન નભાવે, પણ વસ્તુની સ્પષ્ટતા જરૂર કરે. સાધક બાધક જરૂ૨ સમજાવે. દરેક દર્શન એક-એક નયથી વાત કરે. છે. જ્યારે જૈનદર્શન સર્વનયથી વાત કરે છે. આ બાપ જ છે, આ દીકરો જ છે એમ કુદર્શન કહે પણ જૈનદર્શન તો કહે કે, બાપ પણ, દીકરો પણ, એમ “પણ” કહીને બીજું પણ છે એમ સૂચવે છે. સ્યાદ્વાદી એવું ન કહે કે પતિ, માટે ગમે તેનો પતિ. પતિ તરીકે એને માન્ય રાખે પણ એની પત્નીનો જ. “પૂર્વના કોઈ ભવમાં તો એ પોતાની સ્ત્રી હશે ને ? માટે આ આ ભવમાં ભલે માતા હોય, પણ પૂર્વભવની અપેક્ષાએ માતાને પત્ની માનવાની મૂર્ખાઈ સ્યાદ્વાદી ન કરે. વસ્તુને મનગમતી રીતે અંગીકાર કરવાનો વાદ તે સ્યાદ્વાદ નહિ. જો એમ જ હોય તો અનંતજ્ઞાનીના જ્ઞાનની કિંમત શી ? કાંઈ જ ન રહે; પણ એમ નથી. મનને અંકુશમાં રાખી વસ્તુને હોય તેવી કહેવી તે સ્યાદ્વાદ. સંસાર સારો પણ કહેવાય અને ખરાબ પણ કહેવાય એવો સ્યાદ્વાદ હોય ? આવી ભૂલ ન ખાતા. સંસાર ખરાબ ન માને ત્યાં સુધી સમ્યકત્વ ન આવે, એ વાતનું શું થાય ? સ્યાદ્વાદમાં સંસારને સારો પણ માનવાની બારી હોય તો બતાવે. એક વસ્તુના સઘળા ધર્મને સંપૂર્ણતયા સ્વીકારે તે સ્યાદ્વાદ. તારક પણ નાશક બને છતાં કહેવાય તારક જ
એ ન્યાયે એમ પણ કહ્યું કે દ્વાદશાંગી જેમ તારક છે તેમ નાશક પણ છે. પણ એ ડૂબનારના માટે જ નાશક છે. બાકી દ્વાદશાંગી સ્વયં તો તારક જ છે. ઝેર ખાવા છતાં કોઈ જીવે પણ ખરો ? અરે કેટલાકને તો ઝેર ચઢે પણ નહિ; પણ ઝેર તો નાશક જ કહેવાય, એને જિવાડનાર ન જ કહેવાય. દ્વાદશાંગીથી ડૂબવાનો ઇન્કાર નથી. પણ એ કહેવાય તારક જ. સ્ટીમરમાં ગયેલા ડૂળ્યા પણ સ્ટીમર કહેવાય તો તારક જ. જગતમાં કોઈ એવી ચીજ નથી કે જે વૈરાગ્ય ન