________________
161 -૩૧ : મુનિ સિહોની ત્રાણ.. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૩ આકાંક્ષા જીવતી જાગતી બેઠી છે, હજી ગઈ નથી. ઘેર જવાનું નક્કી કરીને જ બધા અહીં આવો છો ને ? મંદિર ઉપાશ્રયે આવનારા દસ-અગિયાર વાગે નક્કી પાછા આવવાનું કહીને જ આવે છે.
સભાઃ “આપના હાથ હાલે છે એમાં પણ વાઉકાયની હિંસા નહિ ?
અમે પણ વિના કારણે હાથ ન હલાવીએ પણ અત્યારે આ હાથ હાલ છે તે પૈસા માટે હાલે છે ? હું કહી ગયો કે અર્થકામ માટેની પ્રવૃત્તિમાં હિંસા છે, હિંસકભાવ છે. અહીં પણ હાથ હલાવવામાં ખાનપાન, માનપાન કે વાહવાહની ઇચ્છા હોય તો હિંસા લાગે. સાધુ પાટે સમજાવવા બેસે છે તે રોટલા માટે ?
સભાઃ “રોટલા વહોરે તો છે ને ? . શા માટે ? સ્વાદ માટે કે પેટ ભરવા ? સભાઃ “પેટ ભરવા.”
પેટ પણ ભરવું તે શા માટે ? સંયમ માટે ને ? તમે પણ એ પ્રમાણે કરો તો તમે પણ સાધુ. સાધુ પંડને ચલાવવા માટે આહાર લાવે. ત્યાં પણ જો બીજી ભાવના આવે તો હિંસકભાવ આવે. ભિક્ષા લાવીને રાખી મૂકવાની પણ સાધુને મના છે. જ્યારે જ્યારે જોઈએ ત્યારે મુનિ લેવા જાય. મહાતપસ્વી માટે જેટલી વખત આહારની જરૂર પડે તેટલી વખત આપવાની છૂટ, પણ જ્યારે જ્યારે જોઈએ ત્યારે ત્યારે લેવા જવું પડે. લાવીને રાખી ન મુકાય. રાખી મૂકવામાં તો મૂર્છાભાવ છે. “વખતે ન મળ્યું તો ? આ વિચાર આવે એટલે દૃષ્ટિ ફરી ગઈ. વળી લાવી રાખેલું સાચવવાની પંચાત થાય. કીડી મંકોડી થવાનો પણ સંભવ. ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે. સાધુ હિંસાના એક પણ કારણને પાસે ન રાખે. મારાપણાની ભાવના પોષાય એવી એક પણ ચીજ પાસે ન રાખે. સંયમની જરૂરિયાત કરતાં જરા પણ આગળ ન વધે.
સભાઃ “પુસ્તકોના ભંડારમાં મારાપણું નહિ ?
ત્યાં પણ મારાપણું આવે તો મૂચ્છ પેદા થાય. બાકી નામ લખાય છે તે તો ઓળખાણ પૂરતાં. એમાં વાંધો શો ? એટલે મોટા ભાગની એવી વાતો તો સારા માણસોને કલંકિત કરવા ફેલાવાય છે. એ બધી વાહિયાત વાતો છે. મુનિઓ સિંહ કઈ દષ્ટિએ ?
અર્થકામની પ્રવૃત્તિ એ હિંસા છે. એ હિસાભાવના પર હલ્લો લાવનારા હોવાથી એ દૃષ્ટિએ મુનિઓ હિંસક છે; માટે એમને સિંહ કહ્યા. સાધુને જોઈને હવે આ બંગલા છૂટી જશે' એવી મૂંઝવણ શ્રાવકને થાય. શરૂઆતમાં મૂંઝવણ