________________
૪૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
થાય, પણ પછી આનંદ થાય. કેદમાં પડેલા કેદીને મુદત પૂરી થતાં છોડાવવા આવનારને જોઈને આનંદ થાય તેમ શ્રાવકને પણ મુનિને જોઈને એવો જ આનંદ થાય. સાધુને જોઈને પહેલાં ભય લાગે અને પછી આનંદ થાય. જો પહેલાં ભય ન લાગે તો તમે સાધુની ફરજ સમજ્યા નથી અને પછી આનંદ ન થાય તો તમે અમોને ઉપકારી માનતા નથી. મુનિનાં દર્શનથી ‘હવે એ મુનિ અમારી બધી મમતા છોડાવશે' એવી ભાવનાનો સંચાર થાય. એનાથી શ્રાવકને શરૂઆતમાં જરા ભય લાગે, પણ પછી આનંદ થાય. તમને તો આજે ભય કે આનંદ કશું થતું નથી. તમે તો એટલું સમજ્યા છો કે ‘મુનિ આવે એટલે સામા જવું, બૅંડવાજા વગાડાવવાં, ગામમાં લાવી ઉપાશ્રયમાં બેસાડવા, એ જ કહે એમાં ‘હાજી હા’ ભણવી અને આ અમારા ગુરુ - અમે એમના ભક્તો એમ બીજાને કહેતા ફરવું.' આ બધો તો સામાન્ય વ્યવહાર છે. પણ સાંમે શા માટે જવું. બૅંડવાજાં શા માટે વગાડાવવાં, ટોળે વળી શા માટે લેવા જવું, એવા મહોત્સવોમાં હજારોનો વ્યય શા માટે કરવો, લાવીને પાટે શું કામ બેસાડવા અને રોજ બબ્બે કલાક વ્યાખ્યાનમાં શા માટે ગાળવા, આ બધું વિચારવા કાંઈ પ્રયાસ કર્યો ?
સભા ધર્મનો ઉદ્યોત કરવા.
આટલા માત્રથી ઉદ્યોત થાય ? મુનિ આવ્યા એવા વિદાય થાય તો ઉદ્યોત થઈ જાય ?
,
1672
સભા કોઈ સાધુ થાય તો ઉદ્યોત થાય.’
તે બીજા થાય તો જ ને ? તમે તો નહિ ને ?
પાટણમાં આચાર્ય ગયા અને તેમના જવાથી જે થવું જોઈએ તે થયું. એમાં બીજાએ મૂંઝાવાની જરૂ૨ ક્યાં હતી ? જૈનોને તો મૂંઝવણ ન હતી. જૈનેતરો પણ જે સજ્જન હતા તેમને પણ મૂંઝવણ ન હતી. પરંતુ જૈનેતરોમાં નહિ જન્મેલા અને જૈન જાતિમાં જન્મવા છતાં જૈનત્વના સિદ્ધાંતોને નહિ માનવાના યોગે ત્યાંથી એ બહિષ્કૃત થયેલા ત્રિશંકુ જેવાને મૂંઝવણ થઈ. તેઓ હવે એક નવી વાત શીખ્યા છે. એ વાતની પહેલ જામનગરે કરી છે. પુણ્ય ખસવા માંડે ત્યારે જમા ઉધારની નોંધ જુદી જાતની થાય. એ લોકો કહે છે કે, ‘જે આચાર્યો તથા સાધુઓ અમારાં ફરમાન માને તે ખરા, બાકી ખોટા.’ શ્રી જિનેશ્વરદેવો તો ફરમાવે છે કે જે આત્મા અર્થકામને ત્યજી મુક્તિના ધ્યેયથી પંચમહાવ્રતરૂપ મુનિધર્મને આરાધે અને ફેલાવો કરે તે સાધુ. ત્યારે આ પોતાને શ્રી જિનેશ્વરદેવના ભક્તો કહેવરાવનારાઓ, પોતાને ન માને તે સાધુ નહિ એમ