________________
૫૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 192 એકલી મીઠાઈ પાચન પણ ન થાય. તમને સારા જ કહ્યા કરું તો એમાં તમારું શું વળે ? તમને માત્ર સારા જ કહેનારા તો તમારો ઘાત કરનારા છે. ઠોઠ પુત્રને પણ હોશિયાર કહેનાર મા-બાપ એને મરતાં સુધી ઠોઠ જ રાખનાર છે. ચોર દીકરાની પણ પીઠ થાબડનાર મા-બાપ એક દહાડો એના પગમાં બેડી નંખાવનાર છે. એવા બાપ કરતાં તો હાથકડી પહેરાવનાર પોલીસ સારી કે જેથી પેલો ચોરી કરતો તો અટકે ! તમને સારા કઈ રીતે કહેવાય ?
વિષયના કીડાને સારા કહેવા એ સાધુનું કામ નથી. એને ખોટા જ કહેવાય. તમને સારા કહેવા હોય તો શ્રી જિનેશ્વરદેવે કહેલી ક્રિયાને આગળ ધરીને કહેવાય કે, આ ભાઈ નિત્ય જિનપૂજન કરે છે માટે સારા છે. એકલા સારા કહે તો મારી નાંખે. કોરી પ્રશંસાથી ઉદય ન થાય? •
શ્રીસંઘરૂપ મેરૂની જીવદયારૂપ કંદરામાં મુનિરૂપી સિંહો ફરતા હોવાથી કુવાદીઓરૂપી શિયાળિયાંઓ ત્યાં ન ફરકે. વ્યાખ્યાનશાળારૂપ ગુફાઓમાં મુનિસિંહો જ રહે. શિયાળિયાંઓ ત્યાં રહે તો તોં ઉત્તમ ધાતુઓ પર મળમૂત્ર કરીને બગાડે. એવાઓ પાટે બેસે તો સંસારને પણ સારો કહી દે. આજનો શ્રોતા વર્ગ તો “હાજીહાકરનારો છે.. આજે એવી પણ તૈયારી નથી કે શાસનસેવા માટે ફાળો આપવા કોઈ સામેથી પૂછતા આવે. તમે અહીં ઘરના કે બહારના ? એકલી પ્રશંસા તો બહારના કરે કે જેને કાંઈ અડતું આભડતું ન હોય. એકલી કોરી પ્રશંસા કરનારાથી ઉદય ન થાય. જમણમાં બહારના જમવા આવનારા તો બધા બહુ સારું બહુ સારું' કરે. પણ તિજોરીની ફીકર તો ઘરનાને હોય. જમાડનાર બીજે દિવસે ભિખારી બને તો પેલા વખાણ કરનારા પાછી એની નિંદા કરે. આજે ધર્મસંસ્થાનાં ખાતાંઓ કેટલાં સદાય છે એની ચિંતા કોણ કરે છે ? જે ઘરના હોય એને ચિંતા થાય. દરેક માણસ યથાશક્તિ સહાય કરી શકે. પચાસના પગારદારને શેઠ પાંચ ઘટાડે તો કબૂલ કરે. પણ પાંચ આવી સહાય ખાતે વાપરવા હોય તો વાંધા છે. પાંચ લાખવાળો સવા લાખ આવા કામ માટે જુદા કાઢવા તૈયાર નથી. પાંચ લાખના માલિકને સાફ થતાં વાર નથી લાગતી. ઉપરથી લાખનો દેવાદાર પણ બને અને નાદારીનો ચાંદ કપાળે લાગતાં વાર પણ ન લાગે; પણ હોય ત્યારે ચોથી ભાગ જુદો કાઢવો એને પાલવતો નથી. લૂખી પ્રશંસા કર્યા કરવી અને કરવું કાંઈ નહિ એ તો ઢોંગ છે.