SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ 1691 - ૩૨ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 - ૫૦૩ કેટલા ? હવે એ સાધુ વિચારે કે, “આ બધા મોટર બંગલાવાળા આગળ સંસારની અસારતાની વાત ક્યાં કરવી ?” એક સાચો ત્યાગી હજારો બંગલાવાળાને સંસારની અસારતા કબૂલાવે છે. મોઢે ન કબૂલે તો હૈયામાં કબૂલે. હૈયામાં પણ તરત ન કબૂલે તો આપત્કાળે પણ સાધુને સંભારીને કબૂલે. એ શ્રીમંતોની સ્થિતિ જોવી હોય તો મોડી રાત્રે આમતેમ પાસાં ફેરવતા હોય ને લવારો કરતા હોય ત્યારે સાંભળવું. એ બબડે છે કે લોક મને બે કરોડનો આસામી કહે છે. પણ અહીં તો તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે. આજનો શ્રીમંત પોતાની સ્થિતિ જેવી છે તેવી જાહેરમાં મૂકે તો સાંજે દેવાળું આવે. એમાં અપવાદ હોય તે જુદી વાત. પૂર્વના શ્રીમાનોને શ્રીમંતાઈની પરવા ન હતી. મળેલી શ્રીમંતાઈ પાછળ એ ઘેલા ન હતા. પુણ્યથી મળેલી સામગ્રીનો એ ભોગ કરતા હતા. આજનો શ્રીમંત ભોગ કરી શકતો નથી, પણ લક્ષ્મીની સેવા કરે છે. પૂર્વના શ્રીમાનો જિનમંદિરે પૂજા કરવા અને ઉપાશ્રયે ધર્મક્રિયા કરવા ઠાઠથી દાન દેતાં દેતાં જતા હતા. જ્યારે આજના શ્રીમાનોની દશા વિચિત્ર છે. આજના શ્રીમાનને તો ખાવામાંય શાંતિ નથી અને રહેવામાંય શાંતિ નથી. સવારે ઊઠતાં જ ધમાલ શરૂ થઈ જાય. નોકર કપડાં પહેરાવે, ડ્રાઇવર મોટર હાજર રાખે, જેમ તેમ તૈયાર થઈ મોટર ભગાવે ત્યારે નોકરનેય ખબર ન હોય કે ઘરની સ્ત્રીનેય ખબર ન હોય કે શેઠ ક્યારે પાછા આવશે ! ચાલતી મોટરે તાર આવે તો અધવચ્ચેથી મોટર પાછી વાળે, એવી દશા છે. આ બધું શાથી ? અહિતકર તો ન જ બોલાયઃ આજે શાંતિનો દેખાવ કરનારા મોટા ભાગે બનાવટી છે, સાચાઓ એવી શાંતિ નથી દેખાડી શકતા. શાસ્ત્ર કહ્યું કે, સત્ય પણ મિત, હિત અને પ્રિય હોય એવું બોલવું. આ રીતે સત્યને ત્રણ વિશેષણ લગાડ્યાં. તેમાં મિતને બદલે ઘણું બોલાય તો હજી નભે, પ્રિયને બદલે અપ્રિય બોલાય તોય ચાલે અને અવસરે સત્યને બદલે અસત્ય પણ બોલવું પડે, પણ અહિતકર તો ન જ બોલાય. લોકપ્રિય બનવું જંરૂર પણ લોકનું સત્યાનાશ વળે તેવું ન કરવું. બધા વિદ્યાર્થીને હોશિયારીનો ચાંદ ગમે, પણ શિક્ષક કાંઈ બધાને એ ચાંદ ન આપે. શિક્ષકને પણ બધા વિદ્યાર્થીઓની ચાહના તો ગમે, બધાના તરફથી માનપત્રની ઇચ્છા તો હોય, પણ તેથી કાંઈ એ ઠોઠને હોશિયાર ન કહે. થોડાને બદલે ઘણું કહેવામાં વાંધો નહિ, મીઠું બોલવાને બદલે કડવું બોલવામાં પણ વાંધો નહિ. રોગ ઘટાડે તે કડવું છતાં મીઠું જ કહેવાય. ગળી મીઠાઈ પણ ખાટાં તીખાં વગર ગળે ન ઊતરે. જમવા બોલાવે ને એકલી મીઠાઈ જ પીરસે તો જમનારા ગાળો દે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy