________________
19૩
- ૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112
-
૫૦૫
લગ્નાદિમાં તો પાડોશીથી સવાયું ખર્ચ કરો છો. આજે ધર્મની લુખી પ્રશંસા કરનારું ટોળું મોટું છે. ભોગ આપવાની વાત આવે ત્યાં સરકી જતાં વાર નહિ. શાસન તો જયવંત છે. અમુક જ નિભાવે છે, અગર તમે જ નિભાવો છો એવું ન માનતા. શ્રી જિનેશ્વરદેવને લાખના મુકુટ ચઢે છે તે એમની પુણ્યાઈથી. એ ચઢાવનારાને બીજાઓ ભલે પુણ્યશાળી કહે પણ ચઢાવનાર એમ ન માને કે,
અમારાથી ભગવાનની શોભા છે.' તમને, મને, બધાને એ તારકના પુણ્યની તાકાત ખેંચે છે. તમે અહીં ઘરના કે બહારના ?
તમે બધા સરકારના ટૅક્સ જેટલા વધે તેટલા આપવા તૈયાર પણ અહીં આપવાનું હોય ત્યાં બધા વાંધા, એનું કારણ ? શાસનને પોતાનું માન્યું નથી. દરેક વ્યક્તિ શાસનને માને અને શક્તિ મુજબ ભોગ આપે તો શાસન સામે આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નથી. શાસનના સેવક આટલા બધા છતાં v.રે સમયે “અમે શું કરીએ ?' એમ કહીને ઊભા રહે એ ચાલે ? લૂખી પ્રશંસા કરવાનું વધી ગયું છે. દેવ સારા, ગુરુ સારો, ધર્મ સારો એમ કહ્યું. એટલા માત્રથી તમારું શું વળ્યું ? દેવ તો વીતરાગ છે માટે સારા, ગુરુ ત્યાગી અને નિગ્રંથ છે માટે સારા અને ધર્મ દયામય છે માટે સારો પણ તમે શાથી સારા ? માંદા પાસે બહારના જોવા આવે અને બે શબ્દ સારા બોલીને જાય તે હજી ચાલે, પણ ઘરનાએ તો ચાકરી કરવી પડે. બહારના તો આવીને એટલી ખબર પૂછે છે માટે સારા પણ ધરના જો એમ ખબર પૂછીને ચાલતા થાય તો બહારનાથીયે ભંડા. ઘરના જો એવું કરે તો પથારીએ પડેલાની હાલત શી થાય ? પેલાને અકળાઈને રાડ પાડવી પડે કે, “ઘરમાં કોઈ મૂઓ છે કે નહિ ?” તમે ઘરના કે બહારના ? દેખાવું ઘરના જેવા અને બનવું બહારના, એ વસ્તુ બહુ ભયંકર છે. એવા પર વિશ્વાસ ન રખાય. વિશ્વાસ રાખનારને વિમાસવાનો પ્રસંગ આવે. જો કે અમે એવો વિશ્વાસ રાખતાયે નથી. કોરી “હા જી' ભણે, હૃદયમાં કાંઈ, મોંએ કાંઈ અને વર્તાવ જુદો ત્યાં વિશ્વાસ રખાય કઈ રીતે ? અમે વિશ્વાસ રાખીએ એવો તમે સાચી રીતે વર્તાવ કરો તો વિશ્વાસ રાખવાનો ઇન્કાર નથી. શ્રુત માનનારને જ કેવળજ્ઞાન થાયઃ
પાંચ જ્ઞાનમાં શ્રત એ બોલતું જ્ઞાન છે. શાસન શ્રતના બળે જ ચાલે છે. શ્રી તીર્થંકરદેવો પણ કેવળજ્ઞાન થયા પછી ૩પને વા, વા, યુવા એ ત્રિપદી બોલે એટલે દ્વાદશાંગી રચાય, તીર્થ સ્થપાય. “આ રીતે ગોચરી