________________
૫૦૧ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
164 કરવી, આ રીતે વિહાર કરવો એ બધું તો શ્રુતજ્ઞાનના આધારે જણાવાય ને ? શ્રુત માનનારને જ કેવળજ્ઞાન થાય. જે શ્રત ન માને તેને કદી કેવળજ્ઞાન ન થાય. શ્રુતજ્ઞાન સ્વપર ઉપકારી છે, જ્યારે બાકીનાં ચારે જ્ઞાન માત્ર સ્વ ઉપકારી જ છે.
- સાધુઓ સયુક્તિઓરૂપી ઘસારાથી કૂતરત્નોને દીપ્તિમંત કરે છે. સાધુઓ ભિખારી નથી. વ્યાખ્યાનશાળારૂપી ગુફાઓમાં ધાતુઓ, રત્નો, ઔષધિઓ ભરેલી પડી છે. આ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત વિશેષ શું ફરમાવે છે તે વિષે હવે પછી.