________________
૧ : ગુરુઓને પણ ઓળખો - 81
આજની દશા જુદી છે. આજના શ્રીમંતોને તો દિવસ ચોવીસ કલાકનો અને કામ અઠ્યાવીસ કલાકનું. રાત્રે ઊંઘતાંય નિરાંત નહિ . સંથારા પોરિસિ તો સાંભળવાની જ શાની હોય ? કષાયોથી ઘેરાયેલા થાક્યાપાક્યા પથારીમાં પડે ત્યારે ‘હજી આટલાં કામ બાકી રહ્યાં' એમ વિચાર કરતાં સૂએ. અને જાગે ત્યારે બીજાં નવાં દસ કામ સામે આવીને ઊભાં હોય. એ જાગતો મરે, કે ઊંઘમાં મરે, તોયે એની દુર્ગતિ ન થાય તો થાય શું ? નવાણું જણા સલામ ભરે પણ એક ન ભરે તે એની નજ૨માં આવે. ‘એને જોઈ લઈશ,’ એમ કહે. એને કોઈ પણ રીતે હેરાન કરવાના દાવ શોધતો ફરે. આવા માની લોકોની ગતિ શી થાય ? ભાણામાં પચાસ ચીજ આવી હોય પણ તેમાં એક જો બરાબર ન હોય તો મગજ ગુમાવે. એક ખાતર બાકીની ઓગણપચાસનો આનંદ ન લઈ શકે. ઘરમાં બધા ૫૨ ગુસ્સે ભરાય. એ જ દશામાં પેઢીએ જાય એટલે ત્યાં પણ બધા પર ગુસ્સો ઠાલવે. પછી મનની શાંતિ માટે જ્યાં ત્યાં ફરવા જાય. રાત્રે મોડો આવીને સૂએ અને સવારે ‘મોડું થયું, મોડું થયું' કરતો ઊઠે. ઊઠતાંવેંત ચાહનો ડોઝ ચઢાવે ને પછી છાપાં આવીને પડ્યાં જ હોય. આમાં એને ભગવાનની પૂજાનો સમય ક્યાં મળે ?
1197
સભા ‘હવે તો સમય બચાવવા જાજરૂમાં છાપાં લઈ જાય છે !'
હવે તો એ નહીં કરે એટલું ઓછું. ભારે અવદશા આવી છે. પૂર્વના પાપોદયે બુદ્ધિ ફરી ગઈ છે. ભવિષ્યમાં દશા બૂરી થવાની છે. નહિ તો ગમે તેમ તો પણ એ જ્ઞાનનાં સાધનોને પાયખાનામાં લઈ જવાનું કેમ સૂઝે ? પાપી સુખી દેખાય પણ તે વધુ દુઃખી થવા માટે
સભા ‘આજે તો એવાને લહેર દેખાય છે ને સારા રિબાય છે.’
એ સંભવિત છે. પૂર્વનાં કર્મ માનો છો ને ? ભગવાન મહાવીરને કોઈના ભૂંડાની ભાવના ન હતી છતાં સંગમ ત્રાસ આપી ગયો ને ? ઢંઢણકુમાર મહાતપસ્વી હતા, શ્રી કૃષ્ણજીના પુત્ર હતા, દ્વારિકા આખી ભક્ત હતી છતાં મહિનાઓ સુધી આહાર વિના રહ્યા છે ને ?
ખંધકમુનિ મહાતપસ્વી છતાં જીવતાં ખાલ ઊતરી છે ને ? મેતાર્યમુનિ મહામુનિ હતા છતાં ચોરીનું કલંક આવ્યું ને ?
પૂર્વના પાપના વિપાક ગમે ત્યારે ઉદયમાં આવે. માટે વર્તમાનમાં સુખી દેખાય એટલા માત્રથી મૂંઝાવું નહીં. લક્ષ્મી નરક માટે પણ મળે છે. અતિશય સામગ્રી દુર્ગતિ માટે પણ મળે. મમ્મણશેઠને લક્ષ્મી ઓછી મળી હતી ? પણ એ