SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1198 સાતમીએ ઘસડી જવા માટે જ ને ? ભયંકર પાપાત્માઓને કે ધર્મના વિરોધીઓને “સાહ્યબી કેમ મળી ?” એવું પૂછતા જ નહિ. પૈસા વિના સાધુની નિંદાનાં છાપાં નીકળે ? દેવ-ગુરુ-ધર્મની પેટ ભરીને નિંદા ફેલાવવામાં પણ પૈસા જોઈએ. પરંતુ એ બધા પાપના વિપાક ઉદયમાં આવે ત્યારે દશા કઈ ? અતિ ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં પણ મળે. પાપના વિપાક ઉદયમાં આવે ત્યારે એક એક નથી આવતા, એ તો એકસામટા ચારે બાજુથી આવી પડે છે. એક તરફથી પેઢી તૂટ્યાના ખબર આવે, ત્યાં બીજી તરફથી પત્ની માંદી પડ્યાના ખબર આવે, વળી ત્રીજી તરફથી જમાઈ ગુજરી ગયાનો તાર આવે, ત્યાં ચોથી તરફથી પોતાના જ શરીરમાં શૂળ ઊપડે. કર્મસત્તા ભયંકર છે: નિંદકો પાસે સાધનો ન હોય તો ભયંકર કર્મો બાંધે કઈ રીતે ? અને દુર્ગતિમાં જાય પણ કઈ રીતે પ્રપંચ ખેલવા માટે પણ બુદ્ધિ જોઈએ. માટે તો આજે ભણતર અને શિક્ષણ પણ વિલક્ષણ મળ્યું છે. મૂળમાં નાસ્તિક તો હતા. તેમાં આજના વિજ્ઞાનવાદે સાથ પુરાવ્યો, પછી બાકી શું રહે ? કહી દીધું કે-ઇલેક્ટ્રિકમાં જીવ નથી. પૂછ્યું કે “ત્યારે છે શું ? તો કહે પાવર છે, શક્તિ છે.” પણ “એ પાવર એટલે શું ? એ પાવર કોના બળે ?” તો જવાબ ન મળે. અગ્નિકાય માને તો વાંધો આવે. પ્રવૃત્તિઓ પર અંકુશ આવે અને અંકુશ એમને પાલવે નહિ. તે માટે તો શાસ્ત્ર કહ્યું કે મિથ્યાષ્ટિને જિનાગમ પણ મિથ્યાશ્રુત થાય. દ્વાદશાંગી એ સમ્યક્ષુત, જેના આધારે અનંતા તર્યા, સંખ્યાબંધ તરે છે, ભવિષ્યમાં અનંતા તરશે એ જ દ્વાદશાંગીને પામીને અનંતા તૂળ્યા. કેમ ? મિથ્યાદૃષ્ટિના હાથમાં એ આવે એટલે પોતાના મતની પુષ્ટિ કરતી પંક્તિ એ એમાંથી કાઢે, એટલે કે અમુક પંક્તિ કાઢીને એને પોતાના મતને પુષ્ટિ આપનારી સાબિત કરવા પ્રયત્ન કરે. પછી એ ડૂબે નહિ તો શું થાય ? શ્રી સંઘમેરૂના વર્ણનમાં શિખરનું વર્ણન ચાલે છે. ચિત્તનાં સુંદર પરિણામ એ દીપ્તિમાન શિખરો છે. આ સાંભળીને કેટલાક એમ પણ કહેવાના કે-“જુઓ શાસ્ત્રમાં પણ ચિત્તનાં સારાં પરિણામને દીપ્તિમાન શિખરો જણાવ્યાં છે. પરંતુ, ગરીબના ચિત્તનાં પરિણામ સારાં હોય ? ન હોય. માટે એને પહેલાં લક્ષ્મી જોઈએ.-તેથી લક્ષ્મી મેળવવી એ ધર્મ છે. શાસ્ત્રના વચનમાંથી આ કેવો ભાવ કાઢ્યો ? મુંબઈ શહેરમાં શ્રાવકોને ખાવાનું નથી મળતું માટે ચારસો ચારસો જણા રોજ આયંબીલ કરે છે. આવું એક સાધુ બોલ્યા અને એ શ્રાવકોની દયા ચિંતવનારા મનાયા. આ વાજબી છે ? ‘ચિત્તનાં પરિણામ સારાં કરવા માટે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy