SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 1199 - ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 - ૧૧ લક્ષ્મીવાન બનવું જોઈએ? આવો અર્થ હું કરું તો અહીં બધા દોડતા આવે. ઉન્માર્ગે લઈ જવા એ તો સહેલી વાત છે. ખુલ્લેખુલ્લું કહીને, પૂજ્ય મનાવીને, હજાર વચ્ચે આવી વાતો કરી શકાય. ભાષાવર્ગણાના પુદ્ગલો ફેરવતાં વાર કેટલી ? પણ એવું કરે કોણ ? જેને ભવનો ભય ન હોય તે. ભવનો ભય ધરાવે, પરલોક માને, પુણ્યપાપના ફળમાં શ્રદ્ધા ધરાવે તેનાથી એ થાય ? એ જો એમ કરે તો તે આ વેષમાં રહી શકતો નથી. પરંતુ આજે તો આ વેષમાં પણ એવા નાસ્તિક થઈને ઘણા રહે છે અને આપણી પાસે એનો કાંઈ ઉપાય નથી. એવાઓ તો શાસ્ત્રોનાં પાનાંઓમાંથી પણ લક્ષ્મીની વાતો શોધે છે. એ તીર્થભૂમિમાં જઈ ભવ્ય મંદિરો સામે આંગળી ચીંધીને કહે છે કે “જો ! ભૂતકાળમાં કેવા શ્રીમંતો હતા ?' સ્ફટિકની મૂર્તિઓ બતાવીને કહે છે કેસાંભળ ! ત્યાગ ત્યાગનાં બણગાં શું ફૂકે છે ? આ મૂર્તિઓ સામે જરા નજર કર ! લક્ષ્મી વિના એ થાય ? આ બધો લક્ષ્મીનો જ પ્રતાપ છે. લક્ષ્મીનો સ્પર્શ ન થાય એ વાત સાચી, પણ તે સાધુ માટે, ગૃહસ્થ માટે નહિ. સાધુ જેમ શાસ્ત્રાભ્યાસ માટે મહેનત કરે તેમ શ્રાવક લક્ષ્મી માટે મહેનત કરે એ એને માટે ' ધર્મ છે.” આવું આવું સમજાવાય તો જે તીર્થનાં દર્શનથી તરી જવાય એ જ તીર્થનાં દર્શનથી પાપાત્માઓ ડૂબે એમ કહેવામાં કાંઈ હરકત છે ? સારી ચીજ જોઈને નિર્જરા કરવાને બદલે આવાઓ આશ્રવનાં દ્વાર ખોલી આપવાનું કામ કરે છે. . મંદિર; મૂર્તિ, તીર્થો વગેરે જોઈને સમ્યગ્દષ્ટિને પૈસા મેળવવાના વિચાર આવે છે. પૈસા કાઢવાના ? સભાઃ “તેઓ (એ સાધુઓ) જ્યારે આમ કહે છે તો પછી લક્ષ્મી મેળવવાના ઉપાય કેમ બતાવતા નથી ?' આવડતા હોય તો બતાવે ને ? પણ નથી આવડતા એ સારું છે, નહિ તો. વધારે અનર્થ મચાવત. આવાના હાથમાં સુવર્ણસિદ્ધિ હોત તો મંદિરે તાળાં લગાડવાં પડત. સિદ્ધિઓ મહાપુરુષો સાથે લઈ ગયા, પૂર્વનું જ્ઞાન આજે નથી રહ્યું, એનો હેતુ આ જ છે. સિદ્ધગિરિ પરની રત્નમય મૂર્તિ ઇંદ્ર મહારાજાએ ત્યાં રહેવા ન દીધી, કારણ કે એ રાખવામાં એમને જોખમ લાગ્યું. શસ્ત્રના હેતુ પામરોના હાથમાં ન આવે. અપૂર્વ વિદ્યાનો ખજાનો પણ આમ્નાય વિના નકામો. મંત્રો મોજૂદ હોય ને કલાકોના કલાકો ગણે તોયે કાંઈ. ન વળે. અને વિધિપૂર્વક એક કલાક ગણે તોયે સિદ્ધ થાય અને દેવ આવે. લક્ષ્મીવાન સાધુ પાસે આવે અને લક્ષ્મીની અસારતા ન સાંભળે કે પોતાની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy