________________
૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1200 પામરતા ન સમજે તો એનું સાધુ પાસે આવવાનું એળે ગયું ગણાય. સંસારના પ્રપંચમાં ખૂંચેલો સાધુ પાસે આવે ને “એ પ્રપંચ બૂરો છે” એવું ન સાંભળે, તો એને લાભ શું થયો ? જેનામાં સાચું સાંભળવાની શક્તિ ન હોય તેને માટે મંદિર કે ઉપાશ્રય ઉપકારી ન બને.
શ્રી વીતરાગદેવની મૂર્તિ તો વૈરાગ્યની છોળો ઉછાળે. એ વૈરાગ્ય જેને ન ગમે તે ત્યાં આવીને કરે શું ? કંચન કામિનીના ત્યાગી એવા સાધુ પાસે આવે, એ જ ગુણના યોગે એમને વંદન કરે, છતાં એમની પાસે પાછો એ જ ચીજોની માગણી કરે તો એને કેવો સમજવો ? એ લાભ મેળવે કે પોતાનું નુકસાન નોતરે ? અયોગ્ય પ્રવૃત્તિ કરનારને લક્ષ્મી વગેરે મળતી હોય તો કારણસર મળે
છે, એમ માનો. જો ન મળે તો એ પાપ બાંધે શી રીતે અને નીચી ગતિએ જાય - ક્યાંથી ? એક પાપીના યોગે હજારો ડૂબે એમાં પણ નવાઈ નથી. માટે જેમણે બચવું હોય તેમણે એવાના સહવાસથી છૂટવું જોઈએ. મોટો વેપારી ભાંગે તે કેટલાયને રોવરાવે. એક બેંક તૂટે તેમાં કંઈક પાયમાલ થાય.
પાપનો સ્વભાવ છે કે લક્ષ્મી આદિ સાહ્યબીમાં ખૂબ હલાવે અને પછી ઊંડા ખાડામાં ગબડાવે. એ ગબડ્યા પછી બૂમ મારે તે ન ચાલે. પચાસ વરસની સાહ્યબી સામે નરકમાં ઓછામાં ઓછાં દશ હજાર વર્ષ. ત્યાં પીડા કેટલી ? ભગવાન મહાવીરદેવના કાનમાંથી ખીલા કાઢ્યા ત્યારે જે પીડા થઈ તેનાથી અનંતગુણી. જેટલા રોમ તેથી અધિક રોગ. જમીન એવી કે જ્યાં થોડાક સુખની ઇચ્છાએ પગલું મુકાય કે માથે દુ:ખના પહાડ તૂટે. ઠંડી એટલી કે હિમાલય પણ હિસાબમાં નહિ. સભાઃ પાપ કરે તે નરકે જાય, પણ એ લોકો તો પાપ કે નરક માનતા જ નથી
તેનું ?” જો એમ હોય તો એ નાસ્તિક ખરા કે નહિ ? એવાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં દ્વેષ છે કે સચ્ચાઈ છે ? એવાને નાસ્તિક તરીકે ઓળખાવનારાઓને તો મહાઉપકારી માનો કે જેમણે લાલબત્તી ધરીને એમના ફંદામાં ન ફસાઓ એ માટે તમને ચેતવ્યા. શાંતિ એ કુગુરુઓનું અમોઘ શસ્ત્ર છે :
કોઈ કહે કે-“એ તો બહુ શાંત છે, બહુ ત્યાગી અને ધ્યાની છે. તો કહેવું પડે કે એમ પણ હોય. પણ એ શાંતિ અને ધ્યાન બગલા જેવાં છે. બગલો બહારથી ઊજળો પણ અંદરથી કાળો હોય. એની શાંતિ એ માછલાંને ફસાવવાની જાળ છે. માછીમારને પણ માછલાં પકડવા જાળની જરૂર પડે છે.