SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 114 ૨૨૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ આવ્યો, તો હવે ફરિયાદ કરવા ક્યાં જવું ? આવક ઘટે એટલે ખર્ચ ઘટાડવો જ પડે અને એ જ સમયધર્મ. આ તો કહે છે કે ચુમોતેરની સાલમાં મોટર ગાડી વસાવી તે હવે ચોર્યાસીની સાલમાં કઢાય કેમ ? એમ વિચારી જલદી કાઢે નહિ, ખર્ચામાં ખુવાર થાય અને ભૂખ ભેગો થાય ત્યારે ન છૂટકે પાણીના ભાવમાં કાઢે એ ડાહ્યો કે મૂર્ખ ? | માટે સમજો કે બેકારી રોટલીની નથી પણ રસનાની, રંગરાગની અને મોજમજાની છે. માટે એવી વાતમાં આવી જવા જેવું નથી. તેથી જ શાસ્ત્ર સાધુને કહ્યું કે ગૃહસ્થની નિશ્રા યદ્યપિ સેવો તો પણ એના પરિચયમાં આવી એની પંચાતમાં પડશો નહિ. આ વિષયમાં સૂત્રકાર મહર્ષિ આગળ શું કહે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy