SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 1413 ૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94 પછી બેકારી રહે ક્યાં ? પુણ્યવાનોની હયાતીમાં આવી દશા હતી. શ્રીમાનને ત્યાં કેટલા ખાંઈ ગયા તેનો હિસાબ નહોતો રહેતો. આજની બેકારી રસનાની છે, રોટલીની નથી. ૨૨૫ એ દુઃખી થાય એમાં દોષ કોનો ? મારા માટે ઘણાં કહે છે કે-‘એમની પાસે જઈને ગમે તેટલી વાત કરો પણ એમને કાંઈ અસ૨ જ નથી થતી.’ ‘હું પૂછું છું કે-રોતો આવે એની પાસે રોવા બેસું ? પાપ પોતે કરે અને વિપાક ઉદયમાં આવે ત્યાં ભોગવ્યા વગર ચાલે ? મુનિનું કામ એ છે કે ફરી પાપમાં ન પડવા ચેતવે. ‘હેરાન થઈ ગયો, મરી ગયો’ એવી બૂમો મારે પણ પાપ કરતાં પાછો ન ફરે, મંદિરની આશાતના કરતો ન અટકે, કોઈનું કહ્યું ન માને, મંદિરના ઓટલે બેસી ધંધાધાપા ચલાવે, ચાહ ચેવડો ઝાપટે, બીડીઓ ફૂંકે અને કોઈ સમજાવવા જાય તો સંભળાવે કે ‘ભગવાન તો અંદર બેઠા છે, અહીં ઓટલા ૫૨ થોડા બેઠા છે ? તમે તમારું કામ કરો. અમને શિખામણ આપવા ન આવો.’ આવા મૂર્ખાઓનું થાય શું ? એ દુઃખી થાય તેમાં કોઈનો દોષ કે એમના પાપકર્મનો દોષ ? આવા સમયધર્મીઓને કોણ સમજાવે ? કેટલાક તો એવા પણ છે કે પોતાને ફાયદો થતો હોય ને સામે બસો જણાને નુકસાન થતું હોય તો પણ એ પોતાનો ફાયદો જુએ. બે વખત એ રીતે ફાવે પણ ત્રીજી વખત એવો સાફ થઈ જાય કે પછી શોધ્યો પણ ન જડે. જેને કર્મનું સ્વરૂપ, એંના ઉદય કે વિપાકને જોવા નથી તેણે સમજાવાય પણ શી રીતે ? અશુભ કર્મના ઉદય થકી કોઈને પૂરું ખાવા ન મળે કે ધંધો નોકરી ન મળે એ માન્યું પણ જે જાતની બૂમો પડાય છે તેવી પરિસ્થિતિ નથી. તમે ઘરમાં સલાહ આપો છો કે આવક ઘટે તેમ ખર્ચ ઘટાડવા-સમયધર્મ તે આનું નામ. આજેના સમયધર્મીઓ વિપરીત દિશામાં જાય છે. તેઓ કહે છે કે ચૂમોતે૨ની સાલમાં (આ સાલમાં વિશ્વયુદ્ધના કા૨ણે ઘણાની આવક વધી ગઈ હતી) વધી ગયેલા ખર્ચા હવે ઘટે કઈ રીતે ? આવા સમયધર્મીઓને કોણ સમજાવી શકે ? ડાહ્યા માણસો તો સમજે કે ઘરમાં જ્યારે સોનૈયા ઊછળતા હતા ત્યારે ભલે મિષ્ટાન્ન ઉડાવ્યાં પણ આજે નથી તો ક્યાંથી ઉડાવાય ? એ વખતે સોનૈયાને શાશ્વત માનવાની ભૂલ કરીને રોજ મિષ્ટાન્ન ઉડાવવાની ટેવ પાડી પણ હવે એ ચંચળ સોનૈયા ચાલ્યા ગયા. મિષ્ટાન્ન મળવાં બંધ થયાં ને રોવાનો વખત
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy