________________
૩૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 156 આ રીતે અમને નમે ત્યારે એમના વિચારો અમારાથી ભિન્ન છે એવું કઈ રીતે અમે જાણી શકીએ ? આગમના એક પણ સિદ્ધાંતની મશ્કરી કરનારા સાધુને પગે કેમ લાગે છે ? શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા?
સોળ વર્ષની ઉંમરે માણસ પુખ્ત વયનો ગણાય છે અને પોતે સ્વતંત્રપણે પોતાને માટે કોઈ પણ નિર્ણય લઈ શકે છે, એમ આજે કહેવાય છે. હું કહું છું કે ભગવાન મહાવીરદેવે પણ એ જ કહ્યું છે, પણ તેમના એ વચન સામે વિરુદ્ધ ઠરાવ કરનારા આજે હવે ક્યાં ખોવાઈ ગયા ? આજની રાજકીય હિલચાલમાં હવે એ નિયમના પાલનની વાત કરાય છે અને મા-બાપને પૂછયા વિના એ ઉંમરના જુવાનિયાઓ લડતમાં ઝંપલાવે છે, ત્યાં એ વયની દીક્ષા માટે બૂમરાણ મચાવનારા ચુપકીદી પકડે છે. તો શું ભગવાન મહાવીર અલ્પજ્ઞ હતા ? તો એમના વચન સામે હોહા કેમ મચાવી ? અમે ઢીલા એ વાત માની પણ ભગવાન ઢીલા હતા ? નહિ જ. અમે છંધસ્થ માટે બોલતાં કદાચ ભૂલીએ પણ ભગવાનના વચનમાં તો ભૂલ ન હોય ને ? એમ કહી દે કે “અમે મહાવીરને નથી માનતા' તો તો સમજ્યા. પણ એમ તો ન જ કહે. કહે તો સમાજમાં રહે ક્યાં ? એટલા માટે એમને આવા ખેલ ખેલવા પડે છે. અમને મનુષ્યથી ભય નથી :
અમે તો સંસારનો વિરોધ કાયમ કરતા આવ્યા છીએ. તમારા બંગલા, બગીચા, મોજશોખ, રંગરાગ બધું જ ખોટું કહીએ છીએ અને તો પણ તમારી સામે ઊંચી પાટ પર બેસીને દેશના આપીએ છીએ. જો ભય હોય તો એ બને ખરું ? માટે અમને ભય નથી એ વાત સાચી પણ એ ભય કોનાથી નથી ? મનુષ્યથી. બાકી કૂતરું ભસતું આવે તો અમારે પણ આઘા ખસવું પડે. હા ! અમારામાં એ ગુણ આવ્યો હોય કે અમને દેખીને કૂતરું પણ ભસતું બંધ થઈ જાય તો તો ઊભા રહીએ પણ એ તાકાત તો નથી એટલે એનાથી ખસવું જ પડે છે. માણસ આવે તો ન ખસીએ કારણ ખાતરી છે કે માણસ લાત ન મારે. લાત કોણ મારે ? જનાવર. લાત ગધેડું મારે, માથું સાંઢ મારે, બચકું કૂતરાં ભરે, પથરા વાંદરા મારે. પણ કહો, માણસમાં આવાં કોઈ લક્ષણ હોય ? અને હોય તો પછી એ માણસ કહેવાય ? પહેરામાં કેમ આવ્યા?
એક જણાએ લખ્યું કે, “ટાઉન હૉલમાં વ્યાખ્યાન કરી બહાર આવ્યા ત્યારે