________________
15 - ૨૫ : દયાની ઓળખ - 105 -
૩૮૯ પહેરામાં કેમ આવ્યા ?' એ વખતે મેં કાંઈ કહ્યું નથી. પણ હું કહી શકું કે તે વખતે શ્રાવકોએ પેલા જનાવરનાં લક્ષણોવાળા માનવો જોયા હશે ! તેથી મારી ફરતો પહેરો ગોઠવી દીધો. જો કે ટાઉન હોલમાં તો જૈનેતરોની સામે પણ મેં સંસારની અસારતા જ વર્ણવી છે, સંસારને છોડવાનું જ કહ્યું છે; હજારો માણસો જેમાં જૈનતરો પણ હતા, તે બધા એ તત્ત્વની વાતોથી આનંદ પણ પામ્યા છે પણ ત્યાં ભય ન હતો. કેમ કે એ બધા માનવો હતા. પણ બહાર નીકળ્યા પછી ત્યાં મનુષ્યના રૂપમાં બીજાં પ્રાણીઓ નજરે ચડ્યાં એટલે આઘા ખસવું જ પડે ને ? “નાગાથી બાદશાહ આઘા” તેમ એવાથી સાવધ રહેવામાં નાનપ નથી.
સભાઃ “કહેવત છે ને કે ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે !'
સાવધગીરી હોય તો ન કરડે; ડાંગ જુએ તો ન કરડે, બાકી ગફલતમાં રહે તો એ પણ કરડી જાય. એનો સ્વભાવ તો કરડવાનો છે ને ? પણ સાવધગીરી જુએ ત્યાં એ ડરપોક ભાગી જાય છે. એનાથી ભય ન પામીએ પણ સાવધ તો રહેવું જોઈએ. હાથીને જોઈને કૂતરાં ભસે પણ પાસે ન આવે કેમ કે હાથી સાવધ છે. હાથી કૂતરાં સામે ભલે જુએ નહિ પણ સૂંઢ અને પૂંછડું હલાવ્યા જ કરે. સાવધ રહેવાનું શાસ્ત્ર કહે છે.
સભા: “કૂતરું કદી આગળ વધે તો હાથી સૂંઢમાં લઈને એને ફેંકી દે કે નહિ ?'
એને આગળ વધવા તો દો ! હાથીની સૂંઢ સુધી આગળ વધતાં કૂતરાં કદી જોયાં ? મુનિ ડરે નહિ પણ જનાવરના ગુણ ધરાવતા માનવોથી સાવધ તો જરૂર રહે. માનવીનો ભય ન હોય કેમ કે એ તો વિચારીને બોલે-ચાલે. વિચારમાં ભેદ હોય તો પણ તે સભ્યતાપૂર્વક વિચારોની આપ-લે કરે. એક માણસ મુનિને બજારમાંથી જતા જોઈને ગમે તેવા શબ્દો બોલવા માંડે અને ચાર હાથ કૂદકા મારે, તો એ લક્ષણ કોનું સમજવું ? માણસનું તો નહિ જ ને ? કરશે તે ભરશે, આપણે શું ?
સાચી વાત કરતાં ભય રાખવાનું કારણ નથી. ગમે તેટલા વિરોધીઓ છે તો પણ સાધુ જીવી શકે છે ને ? જો કે બધા કાંઈ વિરોધીઓ જ નથી; ઘણા તો દોરવાઈ ગયેલા હોય છે. મુનિ વહોરવા જાય ત્યાં કહે છે કે “અમારે ત્યાં કેમ નથી પધારતા ? અમે કાંઈ એવા વિરોધી નથી, એ તો વિરોધમાં ગણાઈ ગયા.” આવું બોલનારા છે. ઘણા તો ભોળા અને દોરવાયેલા જ છે બાકી સાચા વિરોધી તો ગણતરીના જ હોય. બધા વિરોધી હોય તો જિવાય જ નહિ. બધે જ