________________
1763
– ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા 117
૫૭૫
ભટકવાનું છે જ. પણ વધુમાં ગૃહસ્થોનાં જેટલાં કાર્યોની એ મુનિ ચિંતા કરે છે એ બધાં કાર્યોની અનુમોદનાના પાપથી પણ ભટકવાનું છે. મુનિનું પચ્ચક્ખાણ યાદ છે ને ? પાંચમા મહાવ્રતમાં એને નિયમ શો છે ? પરિગ્રહ રાખવો નહિ, બીજા પાસે રખાવવો નહિ અને રાખતાને સારો માનવો નહિ; આરંભ સમારંભ ક૨વા નહિ, અન્ય પાસે કરાવવા નહિ અને કરતા હોય તેને સારા માનવા નહિ. આવો તેનો નિયમ છે.
-
ખોટી દયા ન ખવાયઃ
સૂરિપુંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા શ્રી ધર્મબિંદુમાં પણ આ મતલબનું જ કહે છે :
“સદ્દિો: પ્રયોનેઽન્તરાય કૃતિ ।। અ. ૩, સૂ. ૯
ભાવાર્થ : ‘ઉત્તમ ધર્મ-સંયમધર્મને સ્વીકારવામાં સમર્થ હોય તેવાને ઉત્તમ એવા યતિધર્મનું વર્ણન-પ્રકાશન કર્યા વિના જ જો અણુવ્રતાદિનું વર્ણનપ્રકાશન કરવામાં આવે તો તે ગુરુએ શ્રોતાને ચારિત્રની પ્રાપ્તિમાં અંતરાય કર્યો કહેવાય અને તેવો અંતરાય તે ગુરુને ભવાંતરમાં ચારિત્રની દુર્લભતાનું નિમિત્ત બને છે.’
જે કોઈ આત્મા ધર્મ લેવા આવે એને જો ઉપદેશક સર્વવિરતિનું ભાન કરાવ્યા વિના સીધી દેશિવરતિની વાત સંભળાવે અને દેશવિરતિ આપે તો પેલાની સર્વવિરતિની પ્રાપ્તિમાં અંતરાયકર્મનો ભાગીદાર તે ઉપદેશક મુનિ થાય અને દેશવિરતિ સિવાયની એની તમામ અવિરતિમાં તેને અનુમોદનાનો દોષ લાગે. સામાને પ્રારંભમાં જ સારામાં સારી ચીજ બતાવી દેવી જોઈએ. ધર્મનો અર્થી નવો નવો આવે ત્યારે એની ભાવના બહુ ઊંચી હોય છે. ‘ક્યારે ધર્મ પામું’ એ એની તીવ્ર જિજ્ઞાસા હોય છે. એ વખતે તો જેવો આપનાર હોય તેવું એ લેવા તૈયાર હોય છે. પામ્યા પછી એને ટકાવનાર ધર્મ છે. કદી દૈવવશાત્ એ ન પણ ટકે તોયે એનું પામેલું નિષ્ફળ નથી; એ પામેલું એને ફરીને ધર્મ તરફ ખેંચી લાવે છે. માટે ધર્મનો અર્થી આવે ત્યારે ધર્મના દાતાએ જરા પણ કૃપણતા કર્યા વિના ધર્મ દેવો. એ વખતે જરા કઠણ છાતીવાળા બનવું જોઈએ. 'આ બિચારાને આવા સુખમાંથી આવા દુઃખમાં ક્યાં નાખું !' એવી ખોટી દયા ન ખવાય.
સભાઃ અધિકારીપણું ન જોવાય ?'
ધર્મનું અર્થીપણું એ કાંઈ કમ અધિકારીપણું નથી. ધર્મનો અર્થી ન હોય, ધર્મને ગાળો દેતો આવતો હોય તો એવાને ધર્મ સંભળાવવા કોઈ નવરું નથી.