SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ : 'નિગોદમાંથી બહાર આવી અર્થી બન્યા એવા કેટલાય આત્માઓ તરી ગયા. અભવિ જેવા વગર શ્રદ્ધાએ પણ ચારિત્ર પાળવાથી નવ રૈવેયકની સાહ્યબી ભોગવી શકે છે. પણ એ સાચા અધિકારી નથી, કારણ કે એમનામાં સાચું અર્થીપણું હોતું નથી. એ જે ધર્મ કરે છે તે ધર્મના અર્થીપણાથી કે ધર્મના પ્રેમથી નહિ, પણ માત્ર પોતાના ભૌતિક સ્વાર્થ માટે. સાચું અર્થીપણું એ તો મોટો અધિકાર છે. અર્થીપણાથી તો ઠોઠ પણ વિદ્વાન બને છે અને અર્થીપણા વિનાના બુદ્ધિવાળા પણ બેવકૂફ રહે છે. શ્રીમંતના છોકરાઓ બુદ્ધિ વગરના હોય છે એમ ન માનતા પણ છતી બુદ્ધિએ પૈસાના મદમાં એ ભણતા નથી. ભણવાની એમને ગરજ જ નથી. સામાન્યના છોકરાઓને કહેવાય કે “ભણીશ નહિ તો ખાઈશ શું?” આજીજી કરીને એમને સ્કૂલમાં દાખલ થવું પડે, કાળજીપૂર્વક ભણવું પડે અને શિક્ષકની સેવા એ બરાબર કરે. કેમ કે એને ગરજ છે અર્થાત્ અર્થપણું છે. શેઠિયાના છોકરાઓને ભણાવવા માસ્તર ઘરે આવે પણ એ માસ્તરનેય કહી રાખ્યું હોય કે, “એને કાંઈ કહેશો નહિ'. માસ્તર ઘરે આવે. પણ મહિને ' પગારનો અર્થ એટલે એ પણ કલાક પૂરો કરી જાય. બાકી લાંબી લપ્પનછપ્પનમાં ન પડે. અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે: અર્થીપણું એ તો બહુ મોટી યોગ્યતા છે. ધર્મ લેવા આવનારમાં બીજી ખામી હોય, બીજી યોગ્યતા ઓછી હોય એ બને પણ અર્થીપણું બરાબર હોય તો એનો બેડો પાર થઈ જાય. મુનિને જ્ઞાનાવરણીયના યોગે ગોખતાં છતાં ન આવડે એ બને. પણ જો એનું અર્થીપણું જાંગતું હોય તો એને સીધું કેવળજ્ઞાન થઈ જાય. મા રુષ મા તુષ” એ બે પદ બાર-બાર વર્ષ સુધી ગોખવા છતાં મુનિને ન આવડ્યાં, પણ ગોખવું ન છોડ્યું. આપણે આ રીતે ગોખીએ ખરા ? આટલું ગોખતા છતાં ન આવડતું ત્યારે ગુરુને પૂછતા કે, “કેમ નથી આવડતું ?' ગુરુ કારણમાં અંતરાય જણાવે છે. એ અંતરાય તોડવા માટે તપ કરવાનું અને ફરી ફરીને ઉદ્ઘોષણાપૂર્વક એ પદો ગોખવાનું કહ્યું. બાર વર્ષ સુધી અખંડ આયંબિલ કરી એ મુનિએ જરા પણ ગ્લાન થયા વિના એ પદો ગોખ્યાં. બીજા મુનિઓ મશ્કરી કરતા તો પણ એની પરવા ન કરી. પોતાના દુર્ભાગ્યની નિંદા કરતાં કરતાં ગોખવાનું ચાલું રાખ્યું તો પરિણામ એ આવ્યું કે એ પદો તો ન આવડ્યાં, પણ એવાં અબજો પદો બનાવવાની શક્તિવાળું લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પામી ગયા. પૂર્વના અંતરાયથી જ્ઞાન ન પણ ચડે. પણ જ્ઞાન જેને ન ચડે એને અનધિકારી કહેનારા પોતે જ ખરેખર અનધિકારી છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy