________________
1539 - ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103
૩૫૧ છે, ત્યાં જે વિનય સાચવે છે એ રીતે જો દેવ ગુરુ ધર્મ પાસે વર્તે તો આજે માર્ગ પામે. જેઓના મગજમાં રાઈ ભરી છે એવા મોટા ધારાશાસ્ત્રીઓ પણ મેજિસ્ટ્રેટો પાસે એકદમ નમ્ર બની જાય છે. મંદિરમાં મૂર્તિઓ જોઈને ફાવે તેમ બોલનારા અને સાધુઓને ઘેલા કહેનારા કોર્ટમાં મામૂલી પગારદાર મેજિસ્ટ્રેટ પાસે એકદમ વિનિત બને છે, સલામ ભરે છે, ઊભા થઈને જ બોલે છે અને માય લૉર્ડ, માય લૉર્ડ કહીને જ સઘળી દલીલો કરે છે. એમને જોઈને એમ થાય કે મંદિર ઉપાશ્રયમાં જેમની ઉદ્ધતાઈનો પાર નથી એવાઓમાં આવી નમ્રતાનો ગુણ આવ્યો કયાંથી ? .
સભાઃ ‘ત્યાં તો પ્રત્યક્ષ સજા છે.”
આ જ મૂર્ખતા છે, એ જ ભયંકર અજ્ઞાન છે કે જે તમાચો મારે તેની પાસે સીધા ચાલવું અને જે દયાની ભાવનાથી સજા ન કરતાં શિખામણ આપે ત્યાં ઉદ્ધત બનવું. આવા ઉદ્ધતોમાં પણ ત્યાં આવી નમ્રતાનો ગુણ ક્યાંથી આવ્યો ? વાતવાતમાં “અમારા વિચાર” એમ બોલનારાનું એ “હું” પદ ક્યાં ખોવાઈ ગયું ? ત્યાં તો કાયદેસર બોલાય. જજ્જ પણ કાયદા બહાર ન જાય. મોટામાં મોટો બૅરિસ્ટર પણ ત્યાં જજ્જનો વિનય જાળવે, સલામ ભરે. ત્યાં નાત જાત કે મોટો નાનો એ ન જોવાય. ખુરશીને લાયક થયો એટલે ખલાસ, ત્યાં પછી કશી દલીલ ન ચાલે. કેટલીક વાર મેજિસ્ટ્રેટ પેલાથી કાયદા ઓછા પણ જાણતો હોય, કદી એ બાબતમાં એને પૂછે પણ ખરો. પણ ઓછું જાણો છો માટે નહિ ચાલે” એમ એનાથી નહિ કહેવાય. મંદિર અને ઉપાશ્રયોમાં સ્વતંત્રતાની બાંગ પોકારનારા ત્યાં આવા ગુલામ કેમ ? પૈસાએ એવા બનાવ્યા ને ? પૈસા માટે ગુલામી કરનારા મંદિર ઉપાશ્રયમાં ઉદ્ધતાઈ બતાવતા હોવા છતાં એવાને મોટા માનવા કે શાસનની પ્રભાવના કરનારા માનવા એના જેવી અજ્ઞાનતા કઈ ? સભા : “મેજિસ્ટ્રેટ ઓછું ભણેલા છે એમ જણાવીને એને ખસેડવા એવી
ધારાશાસ્ત્રી કોર્ટને અરજી કરે તો ?” તો મેજિસ્ટ્રેટને બદલે એ ધારાશાસ્ત્રી જ કદાચ ખસી જાય. મૅજિસ્ટ્રેટ દોરવાઈ ગયા છે એવો આરોપ કરવો એ પણ ભારે પડી જાય. જો એ પુરવાર ન થાય તો બાર વાગી જાય. રાજસત્તાના કાયદા બહુ ભારે છે. એ રીતે જૈનશાસનમાં પણ નાનામાં નાનો છતાં યોગ્ય સ્થાનને પામેલો હોય તો તે તમારે બધાને ત્રિકાળ પૂજ્ય છે. ભલે ઓછું ભણેલો હોય પણ યોગ્ય સ્થાન પામ્યો એટલે વંદનિક થઈ ચૂક્યો. કેટલાક કહે છે કે, “અમે વર્ષો સુધી સામાયિક, પડિક્કમણાં અને પૌષધ કર્યા છે, જીવ વિચાર આદિ પ્રકરણો અને