________________
૩પ૦
13
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મહાવ્રત જેને રોમેરોમ પરિણમ્યાં હોય તે જગતનંદનીય છે:
સંતોષરૂપી નંદનવનના આનંદની વાત ચાલે છે. એ માટે પહેલી વાત એ કે સમ્યગ્દર્શન દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. મૂળગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે અખંડિત પ્રેમ જોઈએ. મહાવ્રત તથા સમિતિ ગુપ્તિ પ્રત્યેનો પ્રેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પ્રેમથી કદી ખસે કે ચસે નહિ, કેમ કે જીવાજીવાદિનું સ્વરૂપ એણે જાણ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચે ગુણો સર્વાંશે હોય એ મહાવ્રત. એ જેને રોમ રોમ પરિણમ્યાં હોય તે જગતને વંદનીય છે. સમ્યકત્વનું અને જ્ઞાન મેળવ્યાનું ફળ એ પાંચ મહાવ્રત છે અને એનું પરિણામ અવ્યાબાધ પદ છે. મહાવ્રત જાય તો અવ્યાબાધ પદ પણ ગયું સમજવું. એક મહાવ્રત ગયું તો પાંચેય જાય ?
હિંસા, જૂઠ, ચૌરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને મનથી, વચનથી, કાયાથી ન કરે, ન કરાવે ન અનુમોદે એ રીતે નવકોટિ પચ્ચકખાણ કરે એ પાંચ મહાવ્રત છે. એમાં ક્યાંય પોલ ન ચાલે. મુનિ કહે કે, “પરિગ્રહ મુનિ ન રાખે પણ ગૃહસ્થને શો વાંધો !” તો ? તો એનું પાંચમું મહાવ્રત ગયું એટલે પાંચેય જાય. એકની ચોમેર ચારે છે. રેલનો પાટો ચાર હાથનો વચ્ચેથી તૂટે એટલે રેલનો વ્યવહાર અટકે જ.
સભાઃ “વિરુદ્ધ વર્તનારને ખરાબ કયા શાસ્ત્રમાં કહ્યા ?”
શાસ્ત્રોમાં ઠામ ઠામ કહ્યા છે. એક અક્ષર વિરુદ્ધ બોલનારને ઉત્સુત્રભાષી, પાપી અને અદિઠ્ઠ કલ્યાણકરા કહ્યા છે. સત્યના રક્ષણ માટે વિરોધ અને વિરોધીઓનું સ્વરૂપ બતાવેલું જ હોય. ઘર હોય ત્યાં દીવાનખાનું, રસોડું, દરવાજો, સાંકળ બધું જ હોય. સમ્યગૃષ્ટિનો મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યે અખંડ પ્રેમ હોય. દેશવિરતિની મૂળ તથા ઉત્તરગુણોની નજીક જવાની પ્રવૃત્તિ હોય અને ત્યાં એને અધિક પ્રેમ હોય; જ્યારે સર્વવિરતિની એ મૂળગુણો તથા ઉત્તરગુણોમાં તન્મયતા હોય. આવી નમ્રતાનો ગુણ ક્યાંથી !
આ સમજાય તો જે વાતો આટલી ખુલ્લી કહેવી પડે છે તે કહેવી પડત નહિ. વ્યવહારમાં વિનય વગેરે બધું તમને આવડે છે, વગર શીખવાડ્યું આવડે છે. મોટા માણસને સામે લેવા જવો, આ બધું કાંઈ શાળામાં તમે નથી શીખ્યા પણ વગર શીખે આવડી ગયું છે. એક નોકરિયાત જે એના ઑફિસર પ્રત્યે વર્તે