________________
1895
– ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 –
૩૦૭ સમજાવવું એ પોતાના હાથમાં છે ને ? આમાં ઔચિત્યભંગ નથી. તાવ આવે તો પથારીમાં પડો કે નહિ ? આ તો કહે છે કે, “મહેમાન સાથે નાટક-સિનેમા જોવા જવું જ પડે.” હવે શ્રાવકના આવા વિચાર હોય ? શ્રાવક તો મહેમાનને મંદિર ઉપાશ્રયે લઈ જાય. તમે જેવું વર્તન રાખો એવા જ મહેમાન તમારે ત્યાં આવે. અરે ! તમારી છાપ એવી હોય તો મહેમાન પણ સુધરી જાય; પણ તમારે એવી છાપ ઊભી કરવી જોઈએ ને ? નાટક-સિનેમામાં સાથે જવા જેવી વાતોને
ઔચિત્યમાં ખપાવો તો તમે લોકોત્તર બુદ્ધિના ભંજક છો અને તેથી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ પાળવાને લાયક નથી. વ્યવહારો કેવા હોવા જોઈએ ?
શ્રી રામચંદ્રજી જાણતા હતા કે સીતાજીનો પોતાના ઉપર પૂરો પ્રેમ છે અને પોતાને પણ સીતાજી ઉપર પ્રેમ હતો. પણ એ પ્રેમ કાંઈ પિતાજીના વચનપાલનમાં આડે આવે ? ન જ આવે. દુન્યવી પ્રેમ ધર્મની બાબતમાં આડે ન જ આવવો જોઈએ. જો એ પ્રેમ આડે આવત તો દશરથ રાજાની આજ્ઞા રામચંદ્રજીથી પછાત ? પોતાના દીકરા ભારત માટે સગી મા કૈકેયી રાજ્ય માંગે છે અને રાજા દશરથ તથા રામચંદ્રજીએ રાજ્ય આપ્યું, પણ ભરત એ રાજ્ય લેવાની સાફ ના કહે છે. એ કહે છે કે બધા આપે પણ મારાથી લેવાય ? પોતાની માતા પર પ્રેમ હોવા છતાં એ પ્રેમ જ્યારે ધર્મની આડે આવે છે એમ લાગ્યું એટલે ભરતે કહ્યું છે કે “એ મા, મા નથી” “ભક્તિ કે પ્રેમ જો ફરજ ચુકાવે તો એ નકામા છે. તમારા આજના બધા વ્યવહાર પ્રભુની આજ્ઞા ભુલાવે તેવા, આજ્ઞા વિરુદ્ધના છે એમ લાગે છે ? એ વ્યવહારપાલન વખતે જૈનત્વ યાદ આવે છે ? વ્યવહારો પ્રભુની આજ્ઞા પળાય તેવા જોઈએ, ન પળાય તો છેવટે આજ્ઞાબાધક તો ન જ હોય.
બજારમાં મંદિર ઉપાશ્રય ભુલાય છે, પણ મંદિરમાં બે કલાક જાય તો તરત બજાર યાદ આવી જાય છે. એ ભુલાતું જ નથી. જૈન હોય તે શાસનને પોતાનું માને કે ઘરને ? શ્રાવકના દીકરાને સાત વ્યસનના નિયમ કરાવવા પડે ? એટલે કે એ કરાવવા માટે મહેનત પડે ? જ્યાં ત્યાં નહિ ખાવાના કે અભક્ષ્યભક્ષણ નહિ કરવાના નિયમ માટે એને સમજાવવું પડે ? જો એવું હોય તો આપણી કઈ હાલત છે તે વિચારો. જૈનકુળમાં જન્મેલાના આચાર જ એવા હોય કે આ નિયમો માટે મહેનત જ ન હોય. જૈનને પૂજા કરવાના નિયમનું કહેવું પડે ? આજે તો પોતાના કપાળમાં જ ચાંલ્લા કરી પતાવે છે અને હવે તો ચાંલ્લાય નથી કરતા. કરે તોય ભૂંસીને બહાર જાય. કેટલાક તો કંકુની ટીલી જ કરે છે.