________________
1463
૩૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ દેરાસરમાં નહાવાની જોગવાઈ મળે છે માટે નહાવાનો લાભ લઈ લે અને કેસરની વાટકી તૈયારી રાખી હોય માટે કપાળમાં ટીલી કરી રવાના થઈ જાય. સભાઃ “એવી ઝીણી ટીલી તો સ્ત્રીઓ કરે. પુરુષ છતાં સ્ત્રીને યોગ્ય પ્રવૃત્તિ કરે
તો એ સ્ત્રીવેદની આગાહી ખરી ?” શ્રીમંત દરિદ્રીને યોગ્ય કાર્યવાહી કરે તો એ. તે જ વખતે દરિદ્રી છે. તો પછી ભાવિની આગાહીનું પૂછવું જ શું? આમાં પણ એમ જ સમજવું. ધર્મમાં કોઈ ખોટી ચીજ હોય તો બતાવો ! બાકી તમે ગાંડા બનો તેથી ધર્મનાં કાર્યો બંધ ન કરાય. આજે તો જરા કડવી વાત કહેવાય છે તો તરત આંખનાં ભવાં ઊંચા થઈ જાય છે. કહે છે કે, “આજ સુધી અમે જૈન કહેવાતા હતા, ઊંચા શ્રાવક ગણાતા હતા, પરંતુ હવે એવું બતાવાય છે કે જાણે અમારી એક-એક વાતમાં વાંધા ! આવું માને તેમને શું કહેવું ? તમને થોડું પણ સારું મળ્યું છે માટે ભવિષ્યમાં એ ટકે. ફરીથી મળે અને છે એથી પણ અધિક સારું મળે એ માટેની મારી આ બધી મહેનત છે. શ્રીમંત થવાની ઇચ્છાવાળો પોતાની થોડી પણ મિલ્કત સાચવવા અને વધારવા મહેનત કરે કે નહિ ? જૈનકુળના આચાર પૂરા નથી પળાતા પણ પાળવા માટે પ્રયત્ન તો કરો ને ? પ્રયત્ન કરો તો ફળ મળે. ઘણા કહે છે કે “વ્યવહાર તો અમારે સાચવવા પડે ને ?' શાસ્ત્રકારો ધર્મને બાધ આવે તેવા વ્યવહાર સાચવવાની સાફ ના પાડે છે.
દુનિયાના વ્યવહાર પણ ધર્મને પોષક જ જોઈએ. પોષક ન હોય તોય બોધક તો ન જ જોઈએ. બને ત્યાં સુધી તો પોષક જ જોઈએ. શ્રાવકના મિત્ર કે સ્નેહી મોટા ભાગે શ્રાવક જ હોય. કદી બીજા હોય તો એને સારા બનાવી લેવા. એમ ન બને તોય એ પોતાના માર્ગમાં વિઘ્નકર ન થાય એની તો કાળજી રાખવી જ. જો એની છાપ તમારા ઉપર પડતી માલૂમ પડે તો એને સલામ ભરી એનાથી આઘા ખસી જવું. એટલેથી જ અટકાયત કરી દેવી. ' શ્રીમંત તો દેવ જેવો ગણાય પણ ક્યારે ?
દુનિયામાં પણ નીતિ છે કે સામાન્ય માણસ મોટા શ્રીમંત સાથે સંબંધ બાંધવા ન જાય; કેમ કે મોટે ભાગે શ્રીમંતોમાં બે અપલક્ષણ હોય છે. એક તો સામાન્ય માણસ પોતાને ત્યાં આવે ત્યારે એનો ભાવ ન પૂછવો અને પોતે એને ત્યાં જાય ત્યારે એને ઊભે પગે રાખવો. શ્રીમંતોનું આ એક ભારે અપલક્ષણ છે. એ સામાન્યને ત્યાં જાય ત્યારે પેલો શું એની કોથળો પાથરીને બેસાડે ? ના. એ તો માગીનાગી ભેળું કરીને, પણ એની મહેમાનગતિ કરે જ. શ્રીમંત ત્યારે જ સાચો કે એ કોઈ પણ રીતે એનો બદલો વાળ ને પેલાને જરાય વાંધો ન આવવા