________________
1497
૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100
દે. પોતે મોટો માણસ છે. પણ સામો સામાન્ય છે એ વાતનો ખ્યાલ એ ન રાખે. શ્રીમંત તો સંસારમાં દેવ જેવો ગણાય, પણ જો સાચી શ્રીમંતાઈ, અસલ ખાનદાની હોય તો. શાસ્ત્ર એને કલ્પતરુ કહ્યો, પણ ક્યારે ? પોતાની છાયાથી સામાને સુખ આપે તો કે ધક્કા ખવડાવી સામાનું તેલ કાઢે તો ? એ કલ્પતરુ જરૂર, પ્રભાવક જરૂર પણ એવો બને તો ! રાજા રાજા બને, ગૃહસ્થ ગૃહસ્થ બને, શ્રીમંત શ્રીમંત બને તો જરૂર ધર્મના પ્રભાવક થાય.
શ્રાવક માત્રનો નિર્ણયઃ
૩૦૯
આવા શ્રીમંતોના નોકરો પણ પ્રમાણિક જ હોય. તેમને જોઈએ તેથી સવાયું મળતું હોય તેથી અન્યાયની ભાવના થાય જ નહિ. સો રૂપિયાના પગારની લાયકાત ધરાવનારને એંસી આપો તો સમજી લેવું કે એ આડુંઅવળું કરી દોઢસોનો પગાર પાડવાનો જ. કોઈક પ્રામાણિકની વાત દૂર રાખો. અપવાદ તો બધે હોય. પોતાના નોકરનો પગાર ટૂંકો હોય તો એમાં માલિકની આબરૂ ઓછી નથી થતી ? પણ એ વાત આજે સમજાતી નથી. સાચો શ્રીમંત તે કે જે પોતાના નોકર સાથે પોતાના ઘ૨ના માણસ જેવો જ વર્તાવ રાખે છે, એમ એ નોકરને પણ લાગે, પોતાનો મુનીમ પણ પોતાના જેવો બને એ જ એની ભાવના હોય. એ ભાવના ક્યારેઆવે ? વસ્તુસ્વરૂપ સમજાય ત્યારે. શ્રાવકપણું ગુમાવાય તેવો વ્યવહાર હોય તો શ્રીસંઘત્વ કેમ ટકે ? આજે હવે કોઈ અન્યને સંઘ બહાર કરવાની વાત નથી. પણ ઘરનાને જ સંઘ બહાર કરવાનો વખત આવ્યો છે. સમર્થ વિદ્વાન પણ નિહૂનુંવ થાય તો શાસ્ત્રકારે તેમને સંઘ બહાર કર્યા ને ? શ્રાવકું માત્રનો એ નિર્ણય હોય કે ભલે પહેલા ખોળાનો પોતાનો દીકરો હોય પણ ભગવાનની આજ્ઞાથી એ વિરુદ્ધ જાય તો બહાર કાઢે. ભલે લાખ્ખો આવતા હોય પણ ધર્મની હાનિ થતી હોય તો કહી દે કે ‘એ લાખ્ખો પણ મારે ન જોઈએ.'
ન
પાપ થઈ જાય તે ક્ષન્તવ્ય પણ કરાય તે અક્ષન્તવ્ય :
આજે તો કહે છે કે ‘જરાક જુઠ્ઠું બોલવાથી બે હજાર આવતા હોય તો લઈ લેવામાં વાંધો શો ? પછી પ્રાયશ્ચિત્ત લઈ લેશું ! એ બે હજારમાંથી બસો દેરાસરમાં ખર્ચી નાંખશું.’ હવે આ રીતે પાપ જાય કે વધે ? પાપ થઈ જાય તે ક્ષન્તવ્ય છે પણ પાપ કરાય તે ક્ષન્તવ્ય નથી. આત્માને પૂછો કે, પાપ કરાય છે કે પાપ થઈ જાય છે ? જુઠ્ઠું બોલાય છે કે બોલી જવાય છે ? ચોરી કરાય છે કે ચોરી થઈ જાય છે ? પ્રેમ કરાય છે કે પ્રેમ થઈ જાય છે ? આ બધું આત્માને પૂછો. પ્રભુમાર્ગને પોષક ક્રિયા કેટલી અને શોષક ક્રિયા કેટલી, એ