SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1498 આત્માને પૂછો. આ બધો હિસાબ મેળવવો પડે. આવશ્યક ક્રિયા એટલા માટે જ છે. એમાં આ બધા વિચાર કરવાના છે. એ વિના જૈનત્વ રહે ક્યાં ? શ્રી જિનેશ્વર દેવના ધર્મ મુજબ વર્તવાથી મન-વચન-કાયાને પીડા જ નહિ, ત્રણેય સુખી. શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલાને પૂર્વના અશુભોદયે કદાચ દુઃખ પણ હોય તો પણ એ દુઃખી ન હોય. શ્રીમંત પણ લક્ષ્મી આવે તો એને પુણ્યોદય માને, પુદ્ગલનો સંયોગ માને અને એ લક્ષ્મીને પોતાની ન માનતાં એનાથી લેવાય તેટલો લાભ લે. આ શાસનને પામેલો દરિદ્ર પણ પોતાના ભાગ્યોદયનો અભાવ માને અને પુદ્ગલનો સંયોગ ન હોવામાં ઉપાધિ ઓછી એમ માને. આ રીતે એ બેય મજામાં હોય. મુનિ ભિક્ષા લેવા જાય ત્યાં મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ માને. તે રીતે શ્રાવકને પણ એની કક્ષા મુજબ એવો વર્તાવ હોય ને ? એ કદી રોવા ન બેંસે. બીમારી આવે ત્યારે બૂમ પાડે તો પણ એ જવી હોય તો જાય અને ન જવી હોય તો ન જાય અને બૂમ ન પાડે તોય જવી હોય તો જાય ને ન જવી હોય તો ન જાય, માટે શાસનને પામેલો બીમારીમાં બૂમ ન પાડે. રોગની તીવ્રતાથી બૂમ પડી જાય તે વાત જુદી પણ અંદરની સમજ જીવતી હોય. ઉપચાર કરે પણ હાયવોય ન કરે. શ્રી સનતકુમારને રોગ હતા પણ એ દુ:ખી ન હતા. અશુભોદયે દુઃખ હોય તો પણ એ આત્મા દુઃખી ન હોય. સાચા સમયજ્ઞ ભગવાન છે. આખી દ્વારિકા નગરીમાં ઢંઢણમુનિને ભિક્ષા નહોતી મળતી. લાભાંતરાયનો ઉદય હતો. “પોતાની લબ્ધિથી નિર્દોષ ભિક્ષા મળે તો જ લેવી અર્થાત્ તો જ આહાર કરવો.’ આ નિયમ લાભાંતરાયને તોડવા માટે લીધો છે. તે પછી પણ ભિક્ષા નથી મળતી. એક વખત પોતાની લબ્ધિથી ભિક્ષા મળી છે એમ માનીને લીધી. ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ભગવાન કહે, “વત્સ ! એ તારી લબ્ધિથી નથી મળી, બીજાની લબ્ધિથી મળી છે. ત્યારે શું કર્યું ? જંગલમાં જઈ ભિક્ષા પરઠવી દીધી. દિવસોથી તપસ્વી, પારણું કરવાની તૈયારી, આહાર મળ્યો છતાં ભગવાને આ રીતે કહ્યું, “ભગવાને સમય પણ ન જોયો ? આ વખતે એવું કહેવાનો સમય હતો ?' ઢંઢણ મુનિએ આવું કાંઈ વિચાર્યું ? ના, એ તો ભગવંતને સાચા સમયજ્ઞ માને છે. તેઓ આવું વિચારે ખરા ? એ તો માને છે કે ભગવંતે પોતાના ભલા માટે જ આમ કહ્યું છે. આજની જેમ વાતવાતમાં સમયને આગળ ધરનારા હોત તો ત્યાં શું થાત ? '
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy