________________
1499
૨૦ :
બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100
૩૧૧
સમજીને જીતે તે મોક્ષે જાય ઃ
નવકા૨ માટે કહ્યું કે કોઈ સ્થાન કે કોઈ સમય એવો નથી કે જ્યારે નવકા૨ ન ગણાય. ત્યારે આજનાઓએ શોધી કાઢ્યું કે લગ્ન વખતે ન ગણાય. તો તે વખતે ન ગણાય એમ કહ્યું કોણે ? હા, મરતાની પાસે કાનમાં મોં ઘાલીને સંભળાવાય છે એમ ન ગણાય. પણ તે વખતે મનમાં પણ ન જ ગણાય એવું ક્યાંથી લાવ્યા ? આ લોકો તો વાતવાતમાં સમયને જ આગળ ધરે છે. તો સમય શું બધાનું કલ્યાણ કરશે ? સમય દુનિયાને મોક્ષે પહોંચાડશે ? સમયને જીતે તે મોક્ષે જાય કે સમયને શરણે થાય તે ? સર્વજ્ઞના શાસનમાં સમય તો છે જ. પણ અગિયાર વાગે ખાવાનો સમય ને રાત પડ્યે ઊંઘવાનો સમય, એ શું ધર્મ છે ? શ્રી ઢંઢણ મુનિને તો પ્રતિજ્ઞા વહાલી હતી. તરત જ એ ભિક્ષા પરઠવવા ગયા. મોદકને ભાંગતા ગયા, એનો ચૂરો કરતા ગયા તેમ તેમ લાભાંતરાય તૂટતો ગયો, કર્મનો ચૂરો થતો ગયો, શ્રેણી માંડી, ઘાતિકર્મ ખપાવ્યાં અને કેવળજ્ઞાન
પણ પામ્યા.
નાશકના સેવનમાં સમયધર્મ નથી :
તારક વસ્તુ હર સમયે બરાબર સેવાય જ, નાશક વસ્તુને ગમે તે સમયે પણ ન જ સેવાય. આજે નાશકના સેવનમાં સમયધર્મ મનાવાય છે માટે આટલો ખુલાસો કરવો પડે છે. સમયનો મહિમા તો સર્વજ્ઞ શાસનમાં ડગલે ને પગલે છે. સમય એટલે આગમ. આગમનું નામ પણ સમય છે. તેના આધારે જ બધી ક્રિયા હોય. કલ્પિત ક્રિયા'ન ચાલે. ત્રિકાળ પૂજા તે સમયધર્મ, ઉભયટંક આવશ્યક તે સમયધર્મ, મહાપુરુષોના આગમન સમયે પ્રવેશ-મહોત્સવ ઊજવવો તે પણ સમયધર્મ છે. આજે એ બધા સમયધર્મમાં વાંધા છે. ખાવાપીવાના સમય એ બરાબર સાચવે છે.
સભા ઃ ‘નવાર અશુચિ વખતે ગણાય ?’
મનમાં ગણાય, દર્દીને અંત સમયે મોટેથી પણ સંભળાવાય પણ એનો અર્થ એ નહિ કે એ બહાને ફાવે તેમ ગણાય. શક્ય હોય ત્યાં સુધી સઘળી પવિત્રતા જાળવવી જ જોઈએ. સમય જોવો તે આનું નામ.
ધર્મક્રિયાની કોઈ પણ સમયમાં મના નથી :
ધર્મક્રિયાની કોઈ સમયમાં મના છે જ નહિ. ઘરમાં મડદાં પડ્યાં હોય ને દીક્ષા લેવાય છે. રામાયણમાં એ વાત આવવાની છે. પોતાનો મોહ છૂટતો ન હોય એ વાત જુદી. દુનિયાનો વ્યવહાર એમાં આડો ન આવે. દુનિયાના