SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1356 બૂમ પાડે છે કે “સમય બહુ કપરો છે, આવો વખત કદી જોયો નથી, બજારમાં મંદી ચાલે છે, ઉઘરાણી ફરતી નથી, પેઢીઓ કાચી પડવા માંડી છે, બેંકોમાં લફરાં વધતાં જાય છે, શું થશે તે કાંઈ સમજાતું નથી.” આવી આવી વાતો કરી પૈસા ભેગા જ કર્યા કરે, ખર્ચવાની વાત જ નહિ. મળેલી સંપત્તિની સાર્થકતા ન કરે અને જાય ત્યારે આંખો ચોળીને રડે. આપત્તિને ખાતે બધું ખોવે પણ સંપત્તિની સાર્થકતા ખાતે થોડું પણ કાઢવા તૈયાર ન થાય એ કેવી કમનસીબી ? બાકી લક્ષ્મી જવા માંડે ત્યારેય ડાહ્યા માણસો તો ચેતી જાય અને “ચાલ્યું” એમ માનીને લહાવો લઈલે અને પોતાનું સાધી લે. સભાઃ “પાંચ કારણ ભેગાં મળે ત્યારે કાર્ય થાય ને ? " પણ તમે જ્ઞાની છો ? ચાર કારણની તૈયારીની ખબર ઉદ્યમ વિના ન પડે. પાંચેય કારણને તૈયાર કરવા પણ આત્મા સમર્થ છે. સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મમાં ઉદ્યમ કર્યા વિના ન જ રહે. સ્વ-પરનો ભેદ સમજનાર, સ્ત્રિ અને દુશમનને ઓળખનાર, તારક કોણ અને ડુબાડનાર કોણ એ જાણનાર સુખ અને દુ:ખનાં કારણ સમજનાર, તેવી તેવી પ્રવૃત્તિ ન કરે અથવા દુઃખથી બચવાની અને સુખ મેળવવાની પેરવી ન કરે ? અંતરાય બાંધનાર, આત્મા છે તો તોડનાર પણ એ બને જ. પણ આ બધું ક્યારે બને ? વિષયના વિપાક નજરે તરવરે તો ! પણ વિષયોમાં લીનતા હોય ત્યાં શું થાય ? ચાહ, પાન અને બીડી, સિગારેટ વિના ચાલતું જ ન હોય ત્યાં શું કરે ? શ્રાવક જમવા બેસે ત્યાં એને તિથિ યાદ આવે જ. પર્વતિથિ હોય તો વનસ્પતિ ન જ ખાય. અઢાર દેશના માલિક કુમારપાળ મહારાજા ચોમાસામાં વનસ્પતિનો સંપૂર્ણ ત્યાગ રાખતા. - ઉદ્યમ વિના કેવળ ભવિતવ્યતાનો જ આગ્રહ હોય તો જેમ શુભોદયમાં આગ્રહ રાખો છો તેમ અશુભોદયમાં પણ ભવિતવ્યતાનો જ આગ્રહ રાખો ! ધર્મમાં ઉદ્યમની જરૂર નથી લાગતી તો સંપત્તિ મેળવવામાં કેમ જરૂર લાગે છે ? અને માંદગી આવે ત્યારે વૈદ્ય ડૉક્ટરની દોડાદોડી શા માટે કરો છો ? આપત્તિમાં વૈદ્ય ડૉક્ટર જોઈએ તો સંપત્તિમાં નહિ ? મોક્ષમાર્ગના આરાધક માટે સંપત્તિ તો મહારોગ છે. રસ્તે ચાલનારો મને-કમને પણ જીવ જૂએ, પણ મોટરમાં મહાલનારો શું જુએ ? એને તો “હું કોણ ?' એવો ગર્વ હૈયામાં ભર્યો છે. મોટર ઊછળે તેમ એનું હૈયું ઊછળે છે. જ્ઞાની કહે છે કે સંપત્તિમાં પણ ડૉક્ટર શોધો, દરેક સાધુ પાસે કલ્યાણનો માર્ગ પૂછો. ભગવાનનો સેવક કોના આધારે જીવે ! સાધુને હાથ જોડીને કહો કે “મહારાજ! જેવું હોય તેવું અમને કહો. અમને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy