SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 1355 ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 ચરવળા લાઇનબંધ લટકાવી રાખ્યા હોય તો એમાં બહુ ખર્ચ નથી. બાકી પૈસા જ ગણ્યા કરો તો કાંઈ ન થાય. જે ધર્મક્રિયા પાસે ક્રોડોની કિંમત નથી ત્યાં સો, બસો કે પાંચસો, હજારના ખર્ચનો શો હિસાબ ? 663 લૂખું ખાઈને પણ ફરજ બજાવો : સામી ત૨ફ ધર્મક્રિયા કરનારાને પણ ગરજ નથી. નહિ તો એ કાંઈ જાતે મેળવી ન શકે એવું નથી. ચા-પાણી નાસ્તાના અને ખાવાપીવાના ખર્ચા તો રોજના ચાલુ જ છે. ત્યાં બચાવ કરે કે ‘એ તો અનાદિકાળનું છે' ખાવાપીવાનું અનાદિનું અને આ બધું હમણાંનું થયું ? પેલું યાદ રાખ્યું અને આ ભુલાયું. ધનતેરસની લક્ષ્મીપૂજા . ન ભુલાઈ પણ રોજની પ્રભુપૂજા ગઈ. દુકાનનાં તાળાકૂંચીને પગે લાગવાનું ન ભુલાયું પણ પ્રભુપૂજા વિના, ગુરુવંદન વિના, આવશ્યક ક્રિયા વિના ચાલ્યું-આવી આજની હાલત છે, શ્રાવક સામે મળે ત્યારે હાથા જોડે પણ હસ્તધૂનન ન કરે. શ્રી જિનેશ્વરદેવ લોકોત્તર, એનું શાસન લોકોત્તર અને એનું બધુંયે લોકોત્તર. સારાં કાર્યો માટે, સદ્વિચારોના પ્રચાર માટે લક્ષ્મીનો સદુપયોગ કરતા થાઓ. લૂખું ખાવું પડે તો ખાઈને પણ ફરજ બજાવો. કેવળ તમારા ખોટા મોજશોખના ખર્ચા ઓછા કરો તો પણ ઘણું કામ થાય. દંભ છોડીને હૈયાના ચોખ્ખા બનો ! આજે વિષયના વિપાકમાં શ્રદ્ધા નથી. જ્ઞાનીએ ફરમાવેલા માર્ગ પર પૂરો વિશ્વાસ નથી. ‘નરક છે કે નહિ ? છે તો કોના માટે છે ?’ એનો વિચાર નથી. ઓધાવાળા પણ નરક નિગોદમાં ગયા છે. અહીં દંભ સેવશે તેને દુર્ગતિ નહિ છોડે; માટે હૈયાના ચોખ્ખા બનો. મને ઊઠાં ભણાવશો તો તેમાં મારું કાંઈ જવાનું નથી. હું મૌન રહું તે ભલે પણ એવાને ઓળખું જરૂર. ઘેર બેઠે કલ્યાણ નહિ થાય. ઘરબાર, કુટુંબ, પરિવાર છોડવાં પડશે. જિંદગીનો ઘણો ભાગ ત્યાં ગાળ્યો તો હવે બાકીનો જે રહ્યો તે અહીં આપો. ‘હું મારી સ્ત્રી ને મારાં છોકરાં’ એ ત્રણની આસપાસ રમ્યા કરો અને ઘર, બજાર, પૈસા, ટકા, બંગલા, બગીચા પાછળ ભમ્યા કરો તો જીવન હારી જશો.' મળેલી સંપત્તિ સાર્થક કરો: મળેલી લક્ષ્મીની સાર્થકતા કરો. સંતાન હોય તો જ લક્ષ્મીની સાર્થકતા એમ ન માનો. સંતાન વિના લક્ષ્મી વા૫૨વાના રસ્તા જ નથી એવું નથી. શાસ્ત્ર તો માર્ગાનુસા૨ી માટે પણ કહે છે કે પોતાની મૂડીનો અથવા આવકનો ત્રીજો હિસ્સો ધર્મ ખાતેં કાઢે. શ્રી જૈનસંઘની આટલી વસ્તી અને આટલી ઋદ્ધિસિદ્ધિ છતાં ધર્મની વાતમાં બેકારી કેમ આંખે ચડે છે ? નબળા ને સબળા બેય એકસરખી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy