________________
૧૭૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
મોક્ષ માગવાની પછી ઇચ્છા નથી, કારણ કે આત્માને ચરણસેવાથી મોક્ષ મળવાનો જ છે એવી સંપૂર્ણ ખાતરી છે. એ તો મોક્ષની દૂતી છે માટે સાચી આજ્ઞાનુસારી સેવા કરનારને મોક્ષ મળવાની ખાતરી જ હોય. માટે તો એ પુણ્યપુરુષો પ્રભુભક્તિમાં પોતાની જાતને ભૂલી જતા હતા અને ધર્મક્રિયામાં એકાકાર બનતા હતા. આજે ધર્મક્રિયામાં જાત ભુલાતી નથી પણ પાપયિામાં અર્થાત્ દુનિયાની કાર્યસ્ક્યિામાં જાત ભુલાય છે. ગુસ્સો આવે ને કોઈને ખતમ કરવાનો વિચાર આવે ત્યારે એ પોતાની જાતને એવી ભૂલી જાય કે કાયદો, સજા, કેદ અને ફાંસી એ કાંઈ દેખે નહિ. ઇન્કમટૅક્સના બચાવ માટે ખોટા ચોપડા લખતાં કેદ વગેરે સજા યાદ આવે નહિ. ખોટી સાક્ષી માટે સજા ભયંકર છે; સો વાર ફાવેલો પણ એક વાર ફસાય ત્યારે છઠ્ઠીનું ધાવણ નીકળી જાય. છતાં ત્યાં જાત ભુલાય છે માત્ર ધર્મ અને ધર્મક્રિયામાં જ જાત ભુલાતી નથી. પેલા મહાપુરુષો ધર્મક્થિામાં જાતને ભૂલતા માટે કેવળજ્ઞાન પામતા હતા.
ધર્મક્રિયા પાસે થ્રેડોની પણ કિંમત નથી :
પ્રમાદ ભાગે તો જાત ભુલાય. પૂર્વના મહાપુરુષો ધર્મક્થિામાં લયલીન થતા, એકાકાર બનતા ત્યારે એમનામાં અપૂર્વ ઊર્મિઓ જાગતી. એ દશામાં સ્વને ભૂલી જતા અર્થાત્ જાત ભુલાઈ જતી. જો સ્વને ન ભુલ્યા હોત તો શ્રમણ ભગવાન મહાવી૨દેવ સંગમના ઉપસર્ગો સહી શકત ? ‘હું એક રાજકુમા૨, કેવી કોમળ મારી કાય !' એ યાદ કર્યું હોત તો કાર્યસિદ્ધિ ન થાત. એ તારકની વાત જુદી પણ આપણે આપણા જોગું તો કરી શકીએ ને ? પણ આપણી તો હાલત જ જુદી છે. બહાર રસ્તા વચ્ચે વાતો ક૨વામાં બે કલાક ઊભા રહેવાય પણ સામાયિક-પ્રતિક્ર્મણ તો બેઠાં બેઠાં જ થાય; એટલું જ નહિ પણ ટેકો શોધીને બેસાય. એ શું સૂચવે છે વળી ચ૨વાળો તો હોય જ શાનો ? જમીન પણ કટાસણાથી પૂંજે. શાસ્ત્ર કહે છે કે ચ૨વલા વિના ધર્મક્રિયા થાય જ નહિ; પણ જો એવું કહીએ તો જવાબ આપી દે કે-‘સારું ત્યારે, કાલથી નહિ આવીએ.' એમ કહીને ધર્મક્રિયા બંધ કરે. ચરવલા વગર એકલી મુહપત્તિથી પૂંજાય ક્યાંથી ? આજે હવે મંદિરમાં જતાં ખેસ પણ નીકળી ગયો. સામાયિક કરવા માટે ઘરેથી સામગ્રી લાવતાં શરમ આવે. તેથી ઉપાશ્રયની સામગ્રી વાપરે તે પણ પાછી ઠેકાણે મૂકવાની કોઈને ૫૨વા નહિ. પરિણામે આઠ કટાસણાં હોય તો છ મુહપત્તિ હોય અને ચરવળો તો ભાગ્યે જ હોય. કોઈ પાસે હોય તો વળી એવો ગુચ્છાવાળો હોય કે પૂંજવાથી ઊલટા જીવ મરે. ‘આમ ન થાય’ એમ પણ એને ન કહેવાય. કહીએ તો આવવાનું બંધ કરે. સો બસો સામાયિક કરવાવાળા માટે
1354