SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ 1353 ૧૧ઃ પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - ૧૫ જેના હોય તે શ્રી સંઘ. એવા પ્રકારનું ચિત્ત તે શ્રી સંઘનું ચિત્ત. શ્રી સંઘનાં એ ચિત્ત ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં જોઈએ. ઇંદ્રિય તથા મનને દમે તેવા નિયમો વડે અશુભ અધ્યવસાય જવાથી એ ચિત્ત ઊંચાં (ઉત્તમ) બને છે, પછી શુભ અધ્યવસાય દ્વારા કર્મમેલ ખસવાથી શુદ્ધ (ઉજ્વલ) બને છે અને પછી સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. સમકિતની સક્ઝાયમાં પણ આવે છે કે શ્રી જિનભાષિત વચન વિચારીએ : ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચેય સમકિતનાં લક્ષણોમાં દરેક લક્ષણ વખતે આ ધ્રુવપદ વિચારવાનું છે. અપરાધીનું પણ ભૂંડું ક્યારે પણ ન વિચારાય ? શ્રી જિનભાષિત વચન વિચારીએ તો ને ? શ્રી જિનભાષિત વચન વિચાર્યા વિના સંઘની એક પણ વ્યક્તિની કોઈ પણ કાર્યવાહી ન હોય, પરંતુ આજે તો આ જ વાત ખટકે છે તેમ છતાં–નમો તિર્થી પદનો ઉપયોગ એવા વણિક વૃત્તિવાળાઓએ પોતાના માટે શરૂ કર્યો. જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના ન જોઈએ ? આ શાસન જેટલું કઠિન તેટલું જ સહેલુંઃ પ્રભુની આજ્ઞા શી ? બોલવું શું? એ બધું સમજવું પડશે. ચલાય જોઈને, બોલાય નિરવદ્યા. ત્યાં સાવદ્ય-નિરવદ્યનો ભેદ સમજવો પડશે. જૈનશાસન જેટલું કઠિન છે તેટલું જ સહેલું છે. શ્રી જૈનશાસનમાં રહેનારો દુ:ખથી ગભરાતો નથી ને સુખ મળે તે માટે ચિંતા કરતો નથી. દુ:ખ માનતો નથી પણ દુઃખ તો પોતાના પાપથી આવ્યું છે એમ માની ખૂબ સમાધિથી વેઠી સારામાં સારી નિર્જરા સાધે છે અને મોક્ષ સિવાયના સુખની ઇચ્છા પણ કરતો નથી. ભયંકર સ્થિતિનો સામનો પણ કરવો પડશે, કઠિન સંયોગોમાં પણ પગ મૂકવો પડશે. કડવી વાતોને પણ હૈયામાં સ્થાન આપવું પડશે. તો જ આ શાસન પમાશે. તો જ દુ:ખ દુ:ખ નહિ લાગે, તો જ સુખમાં પણ દુ:ખ મનાશે; અને આ સ્થિતિ આવી એટલે સુખ માગો તોય મળવાનું અને ન માગો તોય મળવાનું. માગવાની જરૂર જ નથી. ધર્મક્રિયામાં જાતને ભૂલો ! જેને શ્રી જૈનશાસનની આરાધનામાં સુખ લાગે તે બીજું માગે ? એક મહાત્માએ તો કહ્યું કે “હે ભગવન્! મને તારા ચરણની સેવા મળે તો મોક્ષ પણ ન જોઈએ.” ચરણસેવા જ એવી છે કે મોક્ષને ખેંચી લાવે. શ્રેષ્ઠ આરાધક આત્માને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy