________________
1352
૧૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
પોતાના વિચારો સામાને કઈ રીતે કહેવાથી હિત થાય વગેરે જોઈને બોલવું. એ વાત સમજાવવા માટે એ શ્લોક છે, જ્યારે અહીં આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાફ સાફ કહે છે તે વાત ભૂલી ગયા. કુશળ એવા કે પોતાને જરા પણ વાંધો ન આવી જાય માટે પગલું ભરે જ નહિ અને કહી દે કે ઉતાવળું પગલું કદી ન ભરવું. શાસ્ત્ર લગ્નાદિમાં ઉદાસીનભાવ રાખવાનું કહ્યું ત્યાં આનંદ મનાવવો અને આનંદ હોવો ઘટે ત્યાં પ્રમાદ અને બેદરકારી રાખવી એવી આજની હાલત છે. લગ્નની કંકોત્રી જાતે લખે, વધારે સંબંધ હોય તો સાથે પત્ર પણ લખે, જાતે જવા જોગું હોય ત્યાં જાતે જાય અને આગ્રહ કરીને કહી આવે કે ‘આપ જરૂર પધારજો, આપના વિના માંડવો નહિ શોભે.’ એ બધા અહીં કામ હોય અને કહો તો સંભળાવી દે કે ફુરસદ નથી. છતાં કામ બતાવીએ તો ચાર બીજાને ભળાવી દે અને પછી પૂછીએ તો કહે કે મેં તો ફલાણાને કહી દીધું હતું. જો પછી બહુ કહીએ તો સંભાળાવી દે કે-‘અમે નવરા નથી બેઠા. હવેથી તમારે અમને ન કહેવું.' ગુરુ પાસે પણ આવું કહી દે. આવા વ્યવહારકુશળો વિના ચલાવી લેવું બહેતર. આવા ટોળાને સંઘમાં ભેળવવાથી લાભ શો ? એ તો કહી દે કે ‘મહારાજને શું ખબર પડે ?' પણ એમ કહેનાર એને એ ભાન નથી કે ધર્મ જવાથી પરિણામ શું આવે ? માર્ગાનુસારી જીવ, દીર્ઘદર્શી અને પરિણામદર્શી હોય ઃ
માટે જ ધર્મશાસ્ત્રોએ ધર્મશુદ્ધિ ૫૨ ભાર મૂક્યો. સાચી દયા હોય તેને અયોગ્ય મૂંઝવણ કદી ન થાય. વિષયાધીનોનેં જોઈને શ્રી જિનેશ્વરદેવોને દયા ન આવી કેમકે વિષયના વિપાકોને એ જોતા હતા, જાણતા હતા. આપણે પરિણામ નથી જોતા પણ તે વખતનો દેખાવ અને આડંબર જોઈએ છીએ. માર્ગાનુસારીનો ગુણ છે કે એ દીર્ઘદર્શી અને પરિણામĚર્શી હોય. પરિણામ જોનારને પાપ કરવું પડે તો ન છૂટકે કરે અને તે વખતે એનું હૈયું ડંખે. સમ્યગ્દષ્ટિમાં આ ગુણ વધુ ખીલતો હોય છે. -‘નેળ ન નિભ્રંથસં ' એ વાત અહીં ઘટે છે. શ્રી જિનેશ્વરદેના આત્માને ખટકે છે એ જ કે શ્રી જિનેશ્વરદેવનું શાસન વિદ્યમાન છતાં લોક વિષયાસક્ત બન્યા ? શાસન ન હોય ત્યાં એમ બને એમાં આશ્ચર્ય નહિ.
જે પદનો સ્વીકાર કર્યો તેને અનુરૂપ ભાવના કેળવો :
સંઘમા કઈ મનોવૃત્તિ હોય ? એના નિયમ શા ? એ બોલે શું ? ‘અરિહંત એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ, ભગવાને કહેલો એ જ ધર્મ, દર્શન-પૂજાસામાયિક-પ્રતિક્ર્મણ વગેરે ધર્મક્રિયાઓ વિના ચાલે જ નહિ.’ આ બધા વિચારો