SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ – 91 આજના વ્યવહારકુશળો ધર્મને ક્યારે દગો આપે તે કહેવાય નહીં. પાંચને ભેગાં કરીને એ કહે કે-‘ઉતાવળા ન થાઓ, બધું જુઓ, મહારાજાને શું ? એમને કાંઈ પંચાત ખરી ? મહારાજ બોલે એ બધું ન થાય.’ આવા વ્યવહારકુશળોને ધર્મમાં સ્થાન નથી. 1351 એ નીતિની વાત જ્યાં ત્યાં લાગુ ન પડાય : આચાર્ય શ્રી .હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ આવતી નથી અને કદાચ આવે તો ધર્મના નાશ માટે થાય. જેટલા વ્યવહારકુશળ તે ખરે ટાઇમે અવસર જોવાની જ સલાહ આપે. એમને પૂછીએ કે ‘અવસર ક્યાં સુધી જોવો ?' ત્યારે કહી દે કે ‘થોડો પણ વિરોધ હોય ત્યાં સુધી.’ એટલે દ૨ેક સમયે મૌન ભજવાનું જ કહે કે જેથી પંચાત જ મટી જાય. એ લોકો એક નીતિનો શ્લોક ઉપાડી લાવ્યા છે કે : कोऽहं कौ देशकालौ समविषमगुणा केऽरयः के सहायाः का शक्ति कोऽभ्युपायः फलमिह च कियत् कीदृशी दैवसम्पत् । सम्पत्तौ को निबन्ध: प्रविदितवचनस्योत्तरं किं नु मे स्यादित्येवं कार्यसिद्धाववहिनमनसो हस्तगा सम्पदः स्युः ।। અર્થ : ‘હું કોણ છું ? દેશ-કાળ- કયા છે ? સહૅસ્પર્ધી-પ્રતિસ્પર્ધી ગુણવાળા કોણ શત્રુઓ છે ? કોણ સહાયક છે ? કઈ શક્તિ છે ? કયો ઉપાય છે ? કેટલું ફળ છે ? કેવી દૈવી સંપત્તિ છે ? સંપત્તિમાં કારણ શું છે ? રજૂ કરાયેલ વચનનો મારી પાસે ઉત્તર શું છે . ? ઇત્યાદિ કાર્યસિદ્ધિના વિષયમાં જેનું મન જોડાયેલું છે તેમને સંપત્તિઓ હાથમાં જ છે.” હું કોણ? સભા કઈ ? વગેરે જોઈને બોલવું એ માટે નીતિશાસ્ત્રના સામાન્ય મંતવ્યનો શ્લોક ઉપાડી લાવ્યા અને જ્યાં ત્યાં એને લાગુ પાડવા લાગ્યા, પરન્તુ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે એ ભૂલી ગયા કે : धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनाऽपि शक्तेन, वक्तव्यं तन्निषेधितुम् ।। અર્થ : “ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય અને પોતાના સિદ્ધાંતના અર્થમાં વિપ્લવ થતો હોય તો શક્તિશાળીએ તેનો નિષેધ કરવા માટે કોઈ ન પૂછે તો પણ બોલવું જોઈએ.” પેલા શ્લોકમાં તો નીતિની સામાન્ય વાત છે કે સભા જોઈને બોલવું. '
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy