SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પરિણામ જોનારો ક્ષણિક લાભથી ખુશ ન થાયઃ ચોર લાખોનો માલ ઉઠાવીને જતો હોય તો એ જોઈને શાહુકાર કદી રાજી ન થાય. અને જો રાજી થાય તો એ પણ ચોરનો સાથી હોવો જોઈએ. દયાળુ શાહુકાર તો વિચારે કે-આ બિચારાની દશા બહુ બૂરી છે. કદી આ વખતે પોલીસના પંજામાંથી છૂટી પણ જાય પરન્તુ આ લતના પરિણામે અંતે હાથપગમાં બેડી સાથે આંસુ નીતરતી આંખે વગર ભાડાની કોટડીમાં જવાનો વખત એને આવશે. પરિણામ જોનારો તે વખતના દેખાવથી કદી ખુશ ન થાય. સાચાં માબાપ તે કહેવાય કે જે બાળકને રાતી પાઈ પણ કોઈની ઉઠાવીને લાવ્યો હોય તો પચાસ પ્રશ્નો પૂછીને પણ પાછી મૂકી આવવા ધકેલે. રાતી પાઈ એટલે ફક્ત રાતી પાઈ જ નહિ સાચો હીરો લાવ્યો હોય તો તે પણ ખરો. આવી ઊંચા પ્રકારની દયા હોય તો જ એ બને. આજે બજારમાં જૂઠ, ચોરી, પ્રપંચ, અનીતિ વગેરે ચાલે છે તેનું કારણ આ દયાનો અભાવ છે. ‘જરા આમતેમ બોલવાથી પાંચ હજાર મળતા હોય તો વાંધો શું ? એવું આજે મનાય છે; કારણ કે પરિણામ સામે દૃષ્ટિ નથી. પરિણામ ન જોનારને શાસ્ત્ર સમ્યગ્દષ્ટિ કહેતું નથી. આ શાસ્ત્રમાં એકેએક ખોટી વાતનું ખંડન આવે છે. ખોટી પીઠ થાબડવાનું, ખોટી ‘વાહ વાહ’ ક૨વાનું કે ખોટો જશ ખાટવાંનું અહીં ન ચાલે. કપટ કરીને કોઈને ઠગી બે પૈસા કમાનાર દીકરાને એનો બાપ બહાદુર કહે એ અહીં ન ચાલે. ૧૬૨ ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા ન આવે : શ્રી જિનેશ્વરદેવનો આત્મા વિચારે છે કે ક્યારે શક્તિ આવે કે સારી દુનિયાના વોને શાસન ત૨ફ વાળું. વિષયના વિપાક દેખાય અને લેખાય તો આ ભાવના આવે. જ્ઞાનીએ કહ્યું કે : સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ; 1350 અંતર્ગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવે બાળ. આજે તો દેવ, ગુરુ, ધર્મથી ન્યારા રહેવાની પેરવી ચાલે છે. બધી વાતમાં ‘હા’ કહે પણ પોતાના ઘર પર હલ્લો ન આવે એની આજે પહેલી કાળજી રાખે. ધર્મના કોઈ કામમાં આગળ ન થાય પણ દીકરાના લગનમાં વરનો બાપ થઈને આગળ ચાલે. આ બધા વ્યવહારકુશળ કહેવાય છે. એવા વ્યવહારકુશળોએ ધર્મને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું કે-‘ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા આવતી નથી.’
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy