SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ 1887 – ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૪૯૯ લેનાર ન જ પડે. જમાલી ભગવાનના ભાણેજ, ભગવાનના જમાઈ, દીક્ષા મહોત્સવ અનુપમ, દીક્ષાદાતા ભગવાન પોતે, સ્થળ રાજગૃહી નગરીનું ઉદ્યાન, આ બધું છતાં પડ્યા ને ? ચડવું પડવું કર્માધીન છે. પડતાં પૂછવું નહિ અને ચડતાં બધાને પૂછવું જ પડે એ ક્યાંનો કાયદો ? ચાર જણા ના પાડે. તેથી ચડવાનું માંડી વાળે અને જિંદગી બરબાદ થાય એની જોખમદારી કોના ઉપર ? પૂછડ્યા વિના દીક્ષા લેવાય જ નહિ, એવો નિયમ નથીઃ જંબુકુમારે દેશના સાંભળી, વૈરાગ્ય થયો અને માતા-પિતાને પૂછવા આવે છે. નગરના દરવાજે આવતાં પરચક્રને જોઈને વિચાર થાય છે કે કદાચ શસ્ત્ર વાગે ને અવિરતિપણામાં જ મૃત્યુ થઈ જાય તો ? એટલે તરત પોતે પાછા ફરી ચોથું વ્રત લઈને આવે છે. કહો ! હવે બાકી શું રાખ્યું ? માત્ર ઔપચારિક રીતે પૂછવાનું. પૂછયા વિના લેવાય નહિ એવો નિયમ બાંધીએ તો તો મરતાં પણ નિયમ કરવાના બંધ થશે. ત્યાંય પૂછવા માટે થોભવું પડશે. આજની લડત સમ્યગ્દર્શનના અભાવની છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન ચારિત્રની કિંમત નથી. માર્ગાનુસારી એક દિવસનો મુનિ પણ મહર્ષિ ગણાય છે અને માર્ગથી પતિત હજાર વર્ષનો મુનિ નકામો. “અમુક સાધુ નથી” એમ કહેનારા તો પોતાની જાતને જ ખુલ્લી કરે છે. ઉંમર લાયકને રજા વિના દીક્ષા વિહિત ન હોત, નાના બાળકને અપાતી દીક્ષા અનુચિત હોત, તો એ આ પ્રમાણે ખુલ્લી રીતે થાત જ નહિ. એના વરઘોડા ચઢત જ નહિ. આજે એમને પણ કહેવું પડે છે કે “આવી દીક્ષામાં “ના' કોણે કહી ?” સમકિતીને સંયમ હીરાથી પણ અધિક લાગે ઃ હવે આવી દીક્ષામાં જો “ના” નહિ તો સિદ્ધ થાય છે કે જેમ સોળ વર્ષનાને દીક્ષા અપાય તો આઠ વર્ષનાને પણ અપાય. બહુ સમજદાર તો કહે કે ગર્ભના નવ માસ ભેગા ગણી સાત વર્ષનાને પણ અપાય. એથી આગળ વધે તો ત્યાં સુધી શાસ્ત્ર કહે છે કે, માતા-પિતા દીક્ષા લેતાં હોય, બાળકને કોઈ રાખનાર ન હોય અને બાળકને પિતા સાથે રહેવું હોય તો પાંચ વર્ષનાને પણ દીક્ષા અપાય. આવું શા માટે ? તો કહે છે કે, સંયમ વિનાનો એક પણ દિવસ જાય તે ભયંકર છે. તમને તો કશો ભય નથી. પણ સંયમ વિનાનો એક પણ દિવસ સમ્યગદષ્ટિને કારમો લાગે. પશ્ચાત્તાપથી એનું હૃદય બળ્યા કરે. સામાયિક, પૌષધાદિ ક્રિયા તે એટલા જ માટે કરે. સર્વવિરતિ પ્રત્યે વેગપૂર્વક ચાલે તે દેશવિરતિ. પક્ષાઘાત થયો હોય ને હીરો દૂરથી જુએ તો મનમાં થાય કે ક્યારે કોઈ આવે ને ઉપડાવી લઉં. ચોથા ગુણસ્થાનકે આ દશા છે. કેંકના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy