________________
૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102
૩૩૫
નહિ બેસનારા ખરાબ એમ શાથી ? આ બધું વિચારો તો સમજાય કે જાતમાં પણ અન્યાય ભર્યો છે.
1523
જૈનશાસન પામ્યા વિના સાચો ન્યાય નથી :
જૈનશાસન ‘પામ્યા વિના' સાચો ન્યાય છે જ નહિ. ‘પામ્યા વિના’ એ શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. એ પોતે તો ન્યાયી બને, શુદ્ધ બને અને ક્રમસર એ વાતમાં એવી રીતે આગળ વધે કે બીજાને પણ તેવા બનાવી શકે. શ્રી તીર્થંકરદેવે જ્યારે નિર્ણય કર્યો કે, ‘સવિ જીવ કરૂં શાસન રસી', પછી એ નિર્ણયની સફળતા માટે શું કર્યું ? માથા પરથી મુગટ ઉતાર્યો અને સર્વથા ત્યાગમાર્ગનું સેવન કર્યું. અર્થકામ, રાજપાટ, ઋદ્ધિ સિદ્ધિ વગેરેની તમામ વાતો બંધ કરી. પાસે આવ્યા તે દરેકને ધર્મલાભ સંભળાવ્યો, સંસારની અસારતા જ બતાવી. સંસારની કોઈ વસ્તુને સૌરભૂત ન જ કહી. કેમ કે, સંસારમાં સારભૂત કશું છે જ નહિ. મોટો સામ્રાટ પાસે આવ્યો તો તેને પણ છોડવાનું જ કહ્યું. પોતે બધું છોડ્યું અને બધાને છોડવાની જ વાત કરી. કેવળજ્ઞાન થયું ત્યાં સુધી એ જ ભાવના કેળવી અને ખીલવી. ભોગાવલી કર્મના ઉદયે પાણિગ્રહણ કર્યું તો પણ દરેક તીર્થંક૨દેવોએ ‘એ ક્રિયા સંસારમાં રૂલાવનારી છે' એમ કહી કહીને જ કર્યું છે. એ માટે સીધી ‘હા’ કોઈ તીર્થંકરદેવે નથી પાડી. માતા-પિતા પરણવાનું કહે ત્યાં દરેક તીર્થંકરદેવોએ એક જ વાત કહી કે ‘સંસારમાં રૂલાવનાર પાણિગ્રહણ માટે આટલો આગ્રહ શા માટે ?’
ઘરમાં ધર્મ થાય તે સરસવ જેટલો
પોતે સંસારમાં રહ્યા તેને ખોટું કહેતા ને સંસારથી છૂટ્યા ત્યારે જ એમને આનંદ થયો છે. આખી દુનિયા સંસારથી ક્યારે છૂટે આ એક જ ભાવના એમને હતી. રાજ્યમાં કે ઘરમાં રહીને ધર્મ થાય તે તો સરસવ જેટલો; એની કિંમત કશી જ નહિ: કોઈ સર્વવિરતિ ન લે અને બીજું માંગે ત્યાં એ પરમ જ્ઞાનીઓ કહે કે, ‘શું લેવું.! તે તમે જાણો પણ લેવા યોગ્ય પ્રથમ ચીજ તો આ જ; તે લેવા અસમર્થ હો તો યથાશક્ય બીજું લો પણ ધ્યેય તો આનું જ રાખજો.’ એ ઉપકારી એવા કે દુનિયાને એવી વસ્તુ આપે કે જે પામનાર પોતાને નવી ભૂમિકામાં મૂક્યો માને. એ ક્રિયા બધી મોક્ષે જવા માટે જ હોય તેથી ત્યાં પશ્ચાત્તાપને અવકાશ જ નથી. અહીં સંસારમાં તો ઘડીમાં હસાવે, ઘડીમાં લડાવે અને ઘડીમાં રડાવે એવા સંયોગો, સાધનો ને સામગ્રી છે.
દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ?
આવ્યા પછી ન જાય તેવું સુખ આપવાની તાકાત ન આવે ત્યાં સુધી