________________
૩૩૬
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩
1524
અભ્યાસ કરવો જોઈએ; પણ સામર્થ્ય વિના આજે જ બધાને સુખી કરવાની પ્રવૃત્તિ કરવા જાય તો તે ફળે નહિ. લક્ષાધિપતિ પોતાના લાખ રૂપિયાથી એકસામટા બધાને સુધી કરવા માંગે અને દરેકને વહેંચવા જાય તો ચપટી ચણા પણ એક જણના ભાગમાં ન આવે; પણ લાખથી થઈ શકે એટલાનું જ ભલું કરે તો પરિણામે એથી વધારેનું પણ ભલું થાય. હાથમાં કોડિયું લઈ આખી દુનિયાનું ભલું કરવા નીકળે તો એ થાય કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવ કહે છે કે દુનિયા જે સુખ માટે તલસે છે, તે, તે સુખ છે કે જે મળ્યા પછી પાછું ન જાય. એવું સુખ અપાવવાની મહેનત જોઈએ. “સવિ જીવ કરૂં શાસનરસીની ભાવના શ્રી તીર્થંકરદેવના આત્માઓએ તીર્થંકરપણાના ભાવમાં પણ છેક કેવળજ્ઞાન થયું ત્યાં સુધી સેવી અને ખીલવી, તે દરમ્યાન ઘણા જીવોને દુઃખી જોયા પણ બોલ્યા નહિ અને ગભરાયા પણ નહિ; કેમ કે, દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ? .
સભાઃ “આગ લાગે ત્યાં થોડું તો પાણી છંટાય ને ?'
પાણી હોય તો છંટાય પણ થોડું હોય તો ન છંટાય; કારણ કે આગ બુઝાય નહિ અને છાંટનારો તરસે મરે. ઉનાળાની ઋતુ હોય, આગ લાગી હોય, એકાદ માટલી જ પાણી હોય અને આજુબાજુના દશ ગાઉમાં પાણી ન મળતું હોય તો છાંટે ? ન જ છાંટે. ઘર બળી જાય તો બળવા દે પણ પાણી ન છાંટે. કહી દે કે “જીવતા હોઈશું તો નવાં ઘરબાર વસાવીશું” પણ તરસે ન મરાય. મૂર્ખાઈ કરીને છાંટે તો એટલા પાણીએ આગ બુઝાય નહિ, ઘરબાર પણ જાય, પાણી પણ જાય અને કદાચ પાણી વિના પ્રાણ પણ જાય.' યોગ્યતા વિના અંગત ઉપદેશ ન અપાયઃ
શ્રી જિનેશ્વર દેવ વીતરાગ થયા, આખી દુનિયાને તારવાની ભાવનાવાળા હતા. પણ ઉપકાર કોના પર કર્યો ? ફક્ત ભવ્ય જીવો ઉપર. બીજા પર એ માટે મહેનત કરી જ નહિ; કેમ કે, એ મહેનત નકામી છે એમ એ જાણતા હતા. આખી દુનિયાનું ભલું કરવાની તાકાત કોઈ કાળે કોઈનામાં હોય એ ન ભૂતો ન ભવિષ્યતિ.” ભાવના ભલું કરવાની હોય, વાત પણ ભલું કરવાની થાય પણ પ્રવૃત્તિ તો યોગ્ય જીવ માટે જ થાય. અસંભવિત વસ્તુના મનોરથ થાય, કેમ કે, આખી દુનિયાના ભલાની ભાવનામાં આત્માની શુદ્ધિ છે. ભાવના તો ઉદાર અને કરવા યોગ્ય છે. પણ પ્રવૃત્તિ તો યોગ્ય રૂપમાં થવી જોઈએ. શ્રી તીર્થંકરદેવો તો ઘોર કસાઈઓને પોતાની નજર સામે જોતા હતા અને પોતે દયાના સાગર હતા તો પણ એ પરમાત્મા કાંઈ બોલ્યા જ નથી કે શિખામણનો એક શબ્દ કહ્યો નથી. દેશનામાં પુણ્ય-પાપનો વિવેક કરાવે. પુણ્યાત્મા અને