________________
૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102
૩૩૭
પાપાત્માના સ્વરૂપની ઓળખ આપે એ વાત જુદી પણ યોગ્યતા જોયા વિના અંગત ઉપદેશ કોઈને આપ્યો નથી. બાકી શક્તિ તો તે હતી કે અસંખ્ય ઇંદ્રો એમની સેવામાં હતા.
સભા એ દેવો ભગવાનને પાપીઓને સમજાવવાની વિનંતી ન કરે ?’
1525
ન કરે, કેમ કે ભગવાન યોગ્ય જ કરે એવી એમને પ્રતીતિ હતી. એ ભક્તો ઉછાંછળા કે ખોટી કૂદાકૂદ કરનારા ન હતા. એ ઇંદ્રોને ભગવાન હુકમ કરે ને માનો કે એવા પાપાત્માઓને એ ઇંદ્રો કદાપિ પૂરી રાખે તો કાયાથી તો પાપથી રોક્યા પણ પરિણામ શું આવે ? જે શ્રી જિનેશ્વરદેવો પોતાના દરેક કલ્યાણ કે નારકીમાં પણ શાંતિના સ્થાપક બને છે તે જ શ્રી.જિનેશ્વ૨દેવોના નિમિત્તે બધે અશાંતિ ફાટી નીકળે એવું તેઓ કરે ? ન જ કરે. આપણે જાણીએ છીએ કે આ બધા વિષય ભોગવનારા દુર્ગતિમાં જવાના છે, તો સ્ત્રી-પુરુષ ભેગાં જ ન થાય એ માટે ચોકીપહેરો મુકાય ? એવા પ્રયત્નથી ધર્મ ફેલાય કે ભયંકર ધાંધલ ધમાલ થાય ? ઉપકારની ભાવના જરૂ૨ હોય પણ પ્રવૃત્તિ તો યોગ્ય જ જોઈએ. ભાવના અને પ્રવૃત્તિમાં આસમાન-જમીનનું અંતર છે. કૃષ્ણને પીડાથી બચાવવા બળદેવજી અને લક્ષ્મણને પીડાથી બચાવવા સીતાજીનો જીવ નારકીમાં ગયા હતા અને દુઃખમુક્ત કરવા તેમને ત્યાંથી ઉપાડ્યા તો તેમને ઊલટી વધારે વેદના થઈ. એ ક્ષેત્રને યોગ્ય તેમનું શરીર જ એવું હોય કે બચાવનાર કરે શું ? કૃષ્ણ તથા લક્ષ્મણજીને કહેવું પડ્યું કે ‘મહેરબાની કરીને અમને મૂકી ઘો, તમારા બચાવવાના પ્રયત્નથી તો અમારી પીડા ઊલટી વધે છે.' શિયાળામાં માછલાં બિચારા પાણીમાં ટાઢું મરતાં હશે એવી દયા લાવીને બહાર કાઢીએ તો ઊલટાં મરણને શરણ થઈ જાય. માટે દયા પણ પાત્રે હોય, કુપાત્રે નહિ. મુનિને ઉપદેશની આજ્ઞા પણ આદેશની નહિ
કુમારાળ મહારાજાએ અમુક ઢબે, અમુક પ્રમાણમાં સત્તાથી દયા પળાવી. પણ ત્યાંયે શાસ્ત્રે લખ્યું કે તે વખતના જીવોના પુણ્યોદયે કુમારપાળ મહારાજાને તેવી બુદ્ધિ ઉત્પન્ન થઈ; નહિ તો ૫૨માત્મા મહાવીરદેવનો પ્રભાવ ઓછો ન હતો. રાજા શ્રેણિક જેવો ભક્ત હતો અને કાલસૌરિક કસાઈ પણ તેમના રાજ્યમાં જ હતો તો પણ લાભ ન જોયો. ત્યાં ભગવાન બોલ્યા પણ નથી. મુનિને ઉપદેશની આજ્ઞા છે પણ આદેશ કરવાની શાસ્ત્ર ના પાડી છે. મુનિ શ્રાવકને ‘સામાયિક કરવું જોઈએ’ એમ કહે પણ ‘કર’ એમ ન કહે, કેમ કે ‘કર’ એમ કીધા પછી પેલો ન કરે તો ? કાનપટ્ટી પકડીને સામાયિક કરાવવાનો મુનિ પ્રયત્ન કરે તો રોજ ઝપાઝપી થાય ને પગે પડનારા ક્યારેક માથું ફોડનારા બને