SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ 171 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૭૩ ગીતો ગવાય. દોષને તજીને ગુણવાન બનવા માટે જ મંદિરમાં જવાનું છે, પૂજનાદિ કરવાનું છે. એ સમજાય તો ભાવપૂજા સફળ. કહ્યું છે કે – ભાવપૂજાએ પાવન આતમા રે, પૂજો પરમેશ્વર પુય પવિત્ર રે; કારણ યોગે હો કારજ નીપજે છે, સમાવિજય જિન આગમ રીતે રે. દોષના રાગીઓ શ્રી જિનેશ્વરદેવની પૂજા માટે નાલાયક છે. આવો પાપી આત્મા આવા પવિત્ર સ્થાનમાં આવ્યો કેમ ? એ પ્રશ્ન ત્યાં ઊઠવો જોઈએ. ભગવાનને જેમ તેમ સમજાવી દેવા માટે મંદિરે આવવાનું નથી. આ કોઈ ગ્રાહક સમજાવવા જેવી વાત નથી. દોષ કાઢીને ગુણી થવાનો હેતુ સમજાય તો ભાવપૂજા સફળ. દરેક વસ્તુમાં એવો ભાવ કાયમ રહે તો જ સૂરિપણું કે શ્રાવકપણું ટકે, એ ભાવ જાય તો તેપણું જાય. ભાવાચાર્ય લોકચિત્તને ન જુએ : ભાવસૂરિ તે જ કે જે કેવળ શ્રી જિનમતને જ પ્રકાશે, જે શ્રી જિનમતને લંઘે તે સપુરુષ નથી. પણ કાપુરુષ છે. શ્રી જિનમતને પ્રકાશિત કરવામાં રક્ત એવા ભાવ સૂરિ લોકચિત્ત ન જુએ, ચોવીસ કલાક એ શાસનની જ ચિંતા કરે. એવા ભાવસૂરિ વિકથામાં ન પડે. નિઃસંગપણામાં લીન રહીને એ ભાવસૂરિ એકલા ધર્મધ્યાનમાં જે રક્ત રહે. લોકચિંતા કરનારા તો દુનિયામાં ડગલે ને પગલે મળે છે. દુનિયાના આત્માઓની જે જાતની ચિંતા કરનારા કોઈ નથી તે પ્રકારની ચિંતા એક ધર્માચાર્ય જ કરે છે. એ આચાર્ય પાસે અર્થકામની કે તેના સાધનની આશા રાખવી નિષ્ફળ જવાથી ત્યાં આચાર્યની કિંમત ઓછી માનવાની ભૂલ ન કરતા.. અધ્યાત્મ કલ્પદ્રુમમાં શું લખ્યું છે ? અધ્યાત્મકલ્પદ્રુમના કર્તા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ વિષયમાં મુનિઓને ઉદ્દેશીને શું કહે છે તે જોઈએ. તેમના એ ગ્રંથનું ભાષાંતર પણ થયું છે. ભાષાંતરકારને પણ આ બધી વાતો લખવી પડી છે અથવા ભાષાંતરમાં આ બધી વાતો લખાયેલી છે. ટીકાકારે એ વાતોને એટલી સ્પષ્ટ કરી છે કે ત્યાં બીજું કશું બોલાય તેમ નથી. છતાં જેમને આ વાતો નથી રૂચતી તેમની પાસે સમયનું બહાનું મજેનું છે. એ કહી દે છે કે “આ બધી સોળમી સદીની વાતો આજે વીસમી સદીમાં ન ચાલે !” એમણે આ એક હથિયાર
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy