SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 1481 - ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૯૩ ખીલવવા લોભ, એ બધાં આત્માને ધર્મધ્યાન તરફ વાળનારાં સાધનો છે. નાના સાધુને નવો લોચ કઠિન લાગે ત્યારે એને સમજાવાય કે “તું મહા ભાગ્યવાન કે તારા માથે ઇંદ્ર પણ છત્ર ધરે છે.” આથી એ આનંદથી લોચ કરાવે. હવે “ઇંદ્ર છત્ર ધરે છે” એ વાત દેખીતી મૃષા છે. પણ પણ હિતકર છે, માટે મૃષા નથી. જેમાં સ્વ-પરનું કલ્યાણ હોય એને મૃષા ન કહેવાય. જે એને મૃષા કહે છે તેને સ્વ-પરના હિતનું જ્ઞાન નથી. અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો માંડો ! | દુશ્મન સામે એની જાતના જ લડવૈયા ઊભા રાખવા પડે. કૂતરા સામે સિંહથી ન લડાય. ત્યાં કૂતરા જ ઊભા રાખવા પડે. મારવાડમાં પહાડી પ્રદેશમાં “મેણા” નામની એક લૂંટારાની જાત વસે છે. ત્યાં મુસાફરી કરવી હોય ત્યારે એની જાતનો જ વળાવીઓ સાથે રાખવો પડે. મોટો પૈસાવાળો તલવાર પાસે રાખીને અનેક સાથીઓને સાથે લઈને જતો હોય. પણ પેલો પહાડ પરથી પથરા ગબડાવે ત્યાં એ શું કરે ? ઘણા સાથીઓ સાથે હોવાથી માનો કે લૂંટાય નહિ. પણ મારે તો જરૂર ખાય. કદી એ પકડાઈ જાય તો પણ પેલા એમ ને એમ મિલકત ન લે પણ મારીને લે. એમ ને એમ લે તો એ દયાદાન ગણાય માટે મારીને લે એવી એ જાત છે, માટે બચવું હોય તો એની જાતનો વળાવો સાથે લેવો જ જોઈએ. સામે જેવી જાત હોય તેવી જાતના તમામ રંગ કરવા જ પડે. સભાઃ “શ્રી મલ્લિનાથ ભગવાનની માયા પ્રશસ્ત હતી ?” ત્યાં એમાં મોટાઈ મેળવવાનો અપ્રશસ્ત ભાવ સાથે આવી ગયો છે; માટે તો એમણે સ્ત્રીવેદ બાંધ્યો છે. અપ્રશસ્ત ભાવ ન આવવાની જાગૃતિ જોઈએ જ. અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો ગોઠવાય તો આત્મા ફાવે. પેલા બે લઢે તેમાં ફાવટ આત્માને આવે. પહેલાં જે પ્રેમ દુનિયા માટે હતો તે હવે દેવ-ગુરુધર્મ માટે થાય; પોતાની જાત, પત્ની અને છોકરાં માટે પૈસા ખર્ચતો તે હવે દેવગુરુ-ધર્મ માટે ખર્ચ, ક્રોધાદિ કષાયો દુન્યવી પદાર્થો માટે કરતો તે હવે દેવ-ગુરુધર્મની રક્ષા માટે કરે એટલે એ ભાઈબંધે દિશા પલટી. એ દિશામાં જેમ જેમ આગળ વધે તેમ તેમ કષાય મંદ પડે. આ તો મુત્સદ્દીગીરી થઈ ! નીચેની સોબતમાં ફસાયા તો તેમાંથી છૂટવા એમાંથી કાંઈક સારા માણસને સાથે લેવામાં ફાયદો છે. પુણ્ય ગ્રાહ્ય એટલા માટે જ છે કે એ પણ કર્મની જ જાતિનું છતાં કાંઈક ઠીક છે. પાપ લોઢાની બેડી અને પુણ્ય સોનાની બેડી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy