________________
૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1270 અનંતાનંત પાપથી આત્મા સહેજે બચે. નિયમધારીની બોલચાલ, ખાનપાન એવાં હોય કે પાપો પોતે જ એનાથી દૂર ભાગે. પાપો ભાગે એટલે પુણ્ય આવે. પુણ્ય આવ્યું કે બેકારી આપોઆપ પલાયન થઈ જાય. બેકારી પાપથી જ આવે છે. આ બેકારી તો હવે આવી ને ? ક્યાંથી આવી ? કહે છે કે પૂર્વે પાટણમાં અઢારસો કોટ્યાધિપતિ હતા; આજે ત્યાં ભયંકર બેકારી છે. એ વાત કબૂલ પણ એ બેકારી આવી ક્યાંથી ? એ પુણ્યથી આવી કે પાપથી ?.બેકારી પાપથી જ આવે અને તે પણ પોતાના પાપથી જ આવે. બીજો પાપ કરે ન તમારે ત્યાં બેકારી આવે એમ ન માનતા. મંદિર તથા ઉપાશ્રયમાં જવાથી બેકારી આવી એવું તો માનતા નથી ને ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામી આટલો પણ વિવેક ન કરી શકો તો કેમ ચાલે ? તમારાં ખોટાં વખાણ કર્યું જાઉં, તમને બુદ્ધિમાન કહે જાઉં, તેમાં તમારો દિ ન વળે. થોડા પણ ધર્મી બનાય તો પાપ ઠેલાય. ધર્મનું વાતાવરણ ફેલાય તો દુનિયાના અન્ય જીવો પણ ઝૂકતા આવે અને એ પણ નિયમના પ્રેમી બને. નિયમ વિના તો સર્વત્ર ઉપદ્રવો : - એક વાડામાં બસો-પાંચસો ગાય-ભેંસ બંધાય પણ ચાર-પાંચ આખલા, સાંઢ કે પાડા ન બંધાય; કારણ કે એને બંધન ફાવતું જ નથી. એ બંધન તોડી નાંખે, તોફાન કરે અને લોહીલુહાણ જ થાય. માલિક પણ એની પાસે જતાં ભય પામે. એ પણ સાવધાનીપૂર્વક દાવ જોઈને જ જાય. બંધન વિનાનાં જાનવરોથી દુનિયા ભય પામે. લગામ વિનાના ઘોડાઓને બજારમાં છૂટા મૂકો તો બધી પેઢીઓ ટપોટપ બંધ થાય અને રસ્તા ઉજ્જડ દેખાય. ટ્રામ, બસ, મોટર વગેરે વાહનો ચાલુ કરી ચલાવનારા ઊતરી જાય અને ચાલતાં રહેવા દે તો પરિણામ શું આવે ? અકસ્માતોની પરંપરા સર્જાય. નિયમ વિના તો આવી નિર્જીવ ચીજો પણ ભયંકર ઉત્પાત સર્જે. એ જ રીતે અહીં ધર્મક્ષેત્રમાં પણ બધા માણસો દેવગુરુ-ધર્મના અંકુશ વિનાના અને મરજી મુજબ વર્તનારા હોય તો એવાં નિરંકુશ ટોળાંથી ઉત્પાત થવામાં બાકી શું રહે ?
આટલા મનુષ્યો છતાં આવો ઉત્પાત વર્તે છે તેનું કારણ એક જ છે કે માનવે માનવપણું ગુમાવ્યું છે. માનવજીવનને યોગ્ય બંધન ધરાવ્યું નથી. આશ્ચર્ય તો એ થાય છે કે આવું સ્વછંદી જીવન શીખવ્યું કોણે ? ગવર્નમેન્ટ શીખવ્યું એમ તો નહિ જ કહેવાય કેમકે એ પોતે તો નિયમબદ્ધ છે. એના બધા અમલદારો નિયમબદ્ધ છે. આખું રાજતંત્ર નિયમપૂર્વક ચાલે છે. હુકમ થયો કે અમલ થાય જ. અહીં તો હુકમ કાઢો તો ચારે બાજુથી જુદા જુદા અવાજ