________________
121
– ૬ઃ એવા ફેરફાર કરનાર સંઘ નથી - 86 નીકળવા માંડે. એક મંડળની સભા બોલાવી તેમાં એક વાત મૂકો તો ઘણા કહેશે કે-“અમારા મગજમાં નથી બેસતું.' દરેક અમલદાર પોતાના મગજમાં બેસે તે જ મનાવવાનો આગ્રહ રાખે તો રાજતંત્ર નભે જ નહિ. વાઇસરૉય હુકમ કાઢે તે ગવર્નર અમલમાં મૂકે જ. કહ્યું છે કે-“સો ડાહ્યાનો એક મત અને સો ગાંડાના એકસો એક મત; ઊલટો એક મત વધે. જે રાજતંત્રને અત્યારે તમે વખોડી રહ્યા છો તેનો આ એક ગુણ તો તમારા જીવનમાં કેળવો !”
અધિકારી પણ ખુરસી પરથી જ હુકમ કરે. પોલીસનો મોટો પણ અમલદાર પટ્ટા વિના નહિ પકડે. મહોરછાપ વગર પકડવાનો હક્ક નથી એમ એ માને છે. જજ પણ ઘેરથી હુકમ ન સંભળાવે. સંભળાવે તો એ માને કોણ ? એને પોતાના સ્થાનનો, પોતાના વ્યક્તિત્વનો અને પોતાની પોઝીશનનો ખ્યાલ છે. વિનય તો જૈનશાસનમાં જ?
આજે અહીં એક નિર્ણય નક્ક કરાવવો હોય તો સત્તર જણા સત્તરસો પ્રશ્નો કરશે. પૂર્વે શ્રી જિનેશ્વરદેવના શાસનવર્તી આચાર્યો તથા મુનિવરો નિઃશંકપણે કહી શકતા કે વિનય અને આજ્ઞાપાલન જૈનશાસન જેવું બીજે ક્યાંય જોવા નહિ મળે.
એક આચાર્ય પાસે રાજા આવેલ છે. પ્રસંગોપાત્ત વિનયની વાત નીકળી. રાજા કહે ‘વિનય તો રાજપુત્રોનો ! આચાર્યો માથું ધુણાવ્યું અને કહ્યું કે “ના, રાજન્ ! વિનય તો જૈનમુનિઓનો !” રાજા આચાર્યની વાત સ્વીકારવા તૈયાર ન થયો એટલે પરીક્ષા કરવાનું નક્કી કર્યું. પરીક્ષા બહુ સાદી અને સહેલી હતી. પહેલાં પાટવી કુંવરને બોલાવવામાં આવ્યા અને રાજાએ આદેશ કર્યો કે “કુમાર! ગંગા કઈ દિશામાં વહે છે તે તપાસ કરીને જણાવો.” કુંવરને આ પ્રશ્નથી મનમાં હસવું આવ્યું. તેને થયું કે કેવો મામૂલી પ્રશ્ન ? દુનિયા આખી જાણે છે કે ગંગા પૂર્વમાં વહે છે એમાં વળી તપાસ શી કરવા જેવી છે ? છતાં વડીલે કહ્યું માટે તપાસનો દેખાવ તો કરવો પડે. એટલે બહાર નીકળી થોડુંક આમ તેમ જઈ પાછા આવી કહ્યું કે-પિતાજી! તપાસ કરી આવ્યો. ગંગા પૂર્વમાં વહે છે.' રાજાએ છૂપા ચરપુરુષો રાખ્યા હતા. તેમણે આવીને જણાવ્યું કે “ગંગા કઈ દિશાએ વહે છે ?” બધાને આશ્ચર્ય થાય છે કે “આ કેવો પ્રશ્ન ? મુનિ આટલું પણ નથી જાણતા ?' લોકો શું કહેશે તેની પણ મુનિને ચિંતા નથી. એ તો ગુરુએ જે આજ્ઞા ફરમાવી તેના પાલનની જ ચિંતામાં છે. એમ પૂછતાં ઠેઠ ગંગાકિનારે પહોંચ્યા. ત્યાં પણ બરાબર દિશાનું અવલોકન કર્યું. નદીમાં વહેતાં તણખલાંઓ કઈ દિશામાં જાય છે તે પણ જોયું. તે પછી વધુ ખાતરી કરવા ત્યાં રહેલા લોકોને પણ પૂછ્યું. પૂરી તપાસના